Bhagavad Gita adhyay 1 to 6 points

 પ્રા.ડૉ.મીના એસ. વ્યાસ

સંસ્કૃત વિભાગાધ્યક્ષ



શ્રીમદ્ ભગવદગીતા

(અધ્યાય – ૧ થી ૬)


શ્રીમદ્ ભગવદગીતા (અધ્યાય – ૧, ૨)

પ્રશ્ન:-૧ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે)


(૧) અર્જુન વિષાદ યોગ

- શ્રી કૃષ્ણ માનવમનની વિલક્ષણતા જાણનાર

- મોહના કારણે વિષાદ થવો.

- આપણે નિમિત્તમાત્ર-સ્વધર્મ બજાવવાનો

- જ્ઞાન જિજ્ઞાસા વિના ન મળે

- પ્રણામ, પ્રશ્નોનું નિરાકરણ, સેવા ભાવ-ગુરૂ પાસેથી જ્ઞાન મળે છે.

- અર્જુન માનવજીવનની એક વિશિષ્ટ અવસ્થાનું પ્રતીક છે.

- ગીતાનો પ્રધાન ઉપદેશ કર્મયોગ


(૨) આત્માની અમરતા

- આત્મા અને દેહ વચ્ચે તફાવત છે.

- આત્મા – નિત્ય, સનાતન, અવિનાશી

- જીવનમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃધ્ધાવસ્થા આવે

- મૃત્યુ એ સ્વાભાવિક પ્રક્રિયા છે.

- ઉપનિષદો પણ આત્માને અજર, અમર કહે છે.

- વ્યક્તિએ સમષ્ટિનો ખ્યાલ કરવો

- મૃત્યુથી શોકગ્રસ્ત ન બનવું તે સમજાવવાનું પ્રથમ કર્તવ્ય છે.




(૩) સ્થિતપ્રજ્ઞના લક્ષણો

- સ્થિતપ્રજ્ઞ કર્મયોગીનું ચિત્ર આપે છે.

- કર્મયોગીની બુધ્ધિ સ્થિર હોય તો જ ફળ નિરપેક્ષભાવ થાય છે.

- સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો – કામનાઓનો ત્યાગ, સુખ-દુ:ખથી મુક્તિ, ક્રોધરહિત, નિર્ભયી, નિજાનંદ છે.

- જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયને વશમાં રાખે છે.

- મનને વશ કરવાથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.


(૪) સાંખ્યબુધ્ધિ અને યોગબુધ્ધિ

- આત્માનું અમરત્વ, જન્મ-મૃત્યુની ઘટમાળ અને અર્જુન માટે યુધ્ધની અનિવાર્યતા

- આ ત્રણ બાબતોના નિરૂપણ માટે શ્રી કૃષ્ણે સાંખ્ય બુધ્ધિ અને યોગબુધ્ધિ શબ્દ પ્રયોજ્યો છે.

- સાંખ્ય એટલે સમજણ, જ્ઞાન

- કાયમ રહેવાનું નથી તેનો શોક ન કરવો સાંખ્ય કહે છે.

- યોગબુધ્ધિ એટલે નિષ્કામ કર્મયોગ

- યોગ: કર્મસુ કૌશલમ્ અને સમત્વં યોગ ઉચ્યતે આ બંને કર્મયોગની આધારશીલા છે.


પ્રશ્ન:-૧ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)

  અધ્યાય – ૧ શ્લોક નં. ૧, ૧૫, ૩૧

  અધ્યાય – ૨ શ્લોક નં. ૧૧, ૧૩, ૨૦, ૨૭, ૩૭, ૪૭


યુનિટ – ૨

શ્રીમદ્ ભગવદગીતા (અધ્યાય – ૩, ૪)


પ્રશ્ન:- ૨ (અ) શબ્દ નોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

  સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)

  • શબ્દ નોંધ લખો. (ચારમાંથી બે)

(૧) ચાતુર્વણ્યમ્

- ગીતાકારે ગુણ-કર્મ આધારિત ચાર વર્ણની વાત કરી છે.

- સંસારમાં સત્વ, રજસ, તમસ એ ત્રણ ગુણોના આધારે પ્રાણીમાત્રના સ્વભાવ

- મયા સૃષ્ટમ્-જીવમાત્ર ઈશ્વર સાથે જોડાયેલ છે.


(૨) જ્ઞાન-વિજ્ઞાન

- કામ દ્વારા જ્ઞાન ઢંકાઈ જાય છે.

- જ્ઞાનની વિશુધ્ધિથી જ મોક્ષ પ્રાપ્તિ થાય છે.

- ઈશ્વરને પામવારૂપી વિશેષ જ્ઞાન (વિજ્ઞાન) પામી શકાય.


(૩) યજ્ઞ ચક્ર

- યજ્ઞ એટલે ત્યાગ

- મમત્વનો ત્યાગ એ યજ્ઞભાવનું હાર્દ છે.

- યજ્ઞમાં વૈશ્વિક ભાવના છે.

- યજ્ઞ એ માણસનું આધ્યાત્મિક સત્ય છે.

- અહીં દ્રવ્ય, તપ, સ્વાધ્યાય, યોગ, જ્ઞાન વગેરે યજ્ઞોની વાત કરવામાં આવી છે.


(૪) લોકસંગ્રહ

- લોકસંગ્રહ એટલે લોકકલ્યાણ

- પ્રજાને જેના વડે બાંધીને એકત્ર, એકસાથે રાખી શકાય તે લોકસંગ્રહ એટલે લોકકલ્યાણ

- પ્રજાને જેનાથી નેતૃત્વ પૂરૂ પાડી શકાય તે લોકસંગ્રહ


(૫) કર્મ-અકર્મ-વિકર્મ

- ગહના કર્મણો ગતિ:

- કર્મ, અકર્મ, વિકર્મ ત્રણ પ્રકારના કર્મો

- કર્મ અનિવાર્ય હોવા છતાં કર્મબંધનથી છૂટવાનો માર્ગ પણ શોધવો પડે.

- જેમકે સાચું બોલવું તે કર્મ, કાંઈ ન બોલવું તે અકર્મ, અને જુઠુ બોલવું તે વિકર્મ

- જગતની ગ્રાહ્ય અને અગ્રાહ્ય બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.


(૬) અવતારવાદ

- સમગ્ર જગતનું સંચાલન કોઈ અગમ્ય તત્વ કરે છે.

- એ પરમતત્વને સંસાર ધર્મ અને ન્યાયના માર્ગે ચાલે તેમાં રસ છે.

- તેથી તે વારંવાર પૃથ્વી પર અવતાર લે છે.

- ઈશ્વર પોતાની માયા વડે જન્મ ધારણ કરે છે.

- ઈશ્વરનો જન્મ દિવ્ય જન્મ છે.

- ઈશ્વરના અવતારનું પ્રયોજન-સજ્જનોનું સંરક્ષણ, પાપીઓનો વિનાશ અને ધર્મની સ્થાપના


પ્રશ્ન:-૨ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)

અધ્યાય – ૩ શ્લોક નં. ૧૫, ૪૨

અધ્યાય – ૪ શ્લોક નં. ૭, ૧૩, ૧૭, ૨૮, ૨૯, ૩૭, ૩૮



યુનિટ – ૩

શ્રીમદ્ ભગવદગીતા (અધ્યાય – ૫, ૬)


પ્રશ્ન:-૩ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે)

સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)


(૧) સંન્યાસ અને કર્મયોગની એકવાક્યતા

- ચતુર્થ અધ્યાય-સંન્યાસ માર્ગ અને કર્મમાર્ગ

- સંસાર કર્મમાર્ગનો છે.

- સંન્યાસ માર્ગ માટે સમત્વ બુધ્ધિ જરૂરી બને છે.

- બંને માર્ગ મોક્ષનાં અધિકારી છે.

- ફળ અને સંકલ્પોને ત્યાગ એટલે યોગી

- આત્મકલ્યાણ અને લોકકલ્યાણ એ જ જીવનકલા


(૨) ધ્યાનયોગ

- છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ

- મનને સ્થિર કરવું જરૂરી છે.

- કર્મયોગીએ આત્મા અને ચિત્ત પર કાબૂ મેળવવો જોઈએ.

- મન વશ થતાં આત્મખોજ થાય છે.

- આત્મદર્શનથી પરમ શાંતિની પ્રાપ્તિ

- શ્લોક નં. ૬/૩૫

- જગતના પદાર્થોથી પર જવું એટલે વૈરાગ્ય


(૩) યોગભષ્ટની સ્થિતિ (યોગારૂઢ)

- કર્મયોગ સાધનામાં નિષ્ફળ જનારની અવનતિ થતી નથી.

- પૂર્વ જન્મના સંસ્કાર વ્યક્તિને આ જન્મમાં પણ કર્મયોગની સાધના કરાવે છે.

- કલ્યાણમય કાર્ય કરનારનો કદીપણ વિનાશ થતો નથી.


(૪) અભ્યાસેન્ તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહયતે I

- અભ્યાસ એટલે કોઈપણ એક વસ્તુ માટે કરવામાં આવતો સતત પ્રયત્ન

- મન ચંચળ છે.

- મનને વિષયોમાંથી ખેંચવા સતત પ્રયત્ન કરવો પડે છે.

- મનને ઈચ્છિત દિશા તરફ વાળવું એટલે અભ્યાસ

- અભ્યાસ અને વૈરાગ્ય પૂરક બનીને મનને વશ કરે છે.


પ્રશ્ન:- ૩ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો.  (૦૪)

અધ્યાય – ૫ શ્લોક નં. ૧૩, ૧૬, ૧૮, ૨૪

અધ્યાય – ૬ શ્લોક નં. ૩, ૫, ૮, ૩૫, ૪૦, ૪૫, ૪૬


યુનિટ – ૪

ગીતાનું મનોવિજ્ઞાન – પારિવારિક પ્રબંધનનું સ્વરૂપ

– સામાજિક પ્રબંધનની પ્રક્રિયા – માનવધર્મ તરીકે ગીતાના વિચારો

સામાન્ય પ્રશ્ન અથવા સામાન્ય પ્રશ્ન (૧૪)


(સેલ્ફ સ્ટડી)

પ્ર:- ગીતાનું મનોવિજ્ઞાન સમજાવો

પ્ર:- ગીતામાં પારિવારીક પ્રબંધનનું સ્વરૂપ સમજાવો.

પ્ર:- ગીતામાં સામાજિક પ્રબંધનની પ્રક્રિયા સમજાવો

પ્ર:- માનવધર્મ તરીકે ગીતાના વિચારો જણાવો..


No comments:

Post a Comment