Bhagavad gita adhyay 9,10,12,15 question answer

 .ર્ડા.મીના એસ. વ્યાસ

સંસ્કૃત- વિભાગાધ્યક્ષ



ભગવદ્દગીતા (અધ્યાય ૯,૧૦,૧૨,૧૫)

Unit-1

ભગવદ્દગીતા અધ્યાય-૯

પ્ર.૧ અ

ટૂંકનોંધ લખો (ચારમાંથી બે)

(૧૦)


સામાન્ય પ્રશ્ન લખો (એકના વિકલ્પે એક)


રાજવિદ્યા રાજગૃહયયોગઃ અધ્યાય-૯ નો સાર આપી સમજાવો 


જવાબ

(૧) પ્રાસ્તાવિક 

  શ્રીમદ્દભગવદ્દગીતાના નવમા અધ્યયામાં ભકિતમાર્ગનું સુંદર વર્ણન છે.  આ ભકિત અહીં રાજવિદ્યા કહેવામાં આવી છે. આઠમા અધ્યયામાં બ્રહ્મનું નિરૂપણ કર્યું છે અને તેને પ્રાપ્ત કરવાના માર્ગો અથવા ગતિઓ વર્ણવી છે, જેમાં શુકલગતિમાં પાછા આવવું પડતું નથી અને કૃષ્ણગતિમાં જીવ પાછો ફરે છે તેવી વાત છે.



(૨) રાજવિદ્યારાજગૃહ્યયોગની સમજૂતી

   આ પછી નવમા અધ્યાયમાં ભગવાને રાજવિદ્યારાજગુહ્યયોગની વાત કરી છે. આ અધ્યાયમાં ભકિતના રાજમાર્ગની વાત હોવાથી એને રાજવિદ્યા કહી છે. બધા માર્ગોમાંથી આ માર્ગમાં કોઇ મુશ્કેલી નથી. ટૂંકમાં, મુકિતનો રાજમાર્ગ એ ભકિત છે. માટે તેને અહીં રાજવિદ્યા કહી છે. વળી, એ અત્યંત ગુહ્ય એટલે છૂપું ‘રાજ’ હતી. આથી તેને રાજગુહ્ય કહેવામાં આવે છે. કેટલાક આને રાજાઓની વિદ્યા પણ કહે છે, પણ એ બરાબર નથી. અહીં તો સ્ત્રી, વૈશ્ય, શુદ્ર કે પાપયોનિઓને પણ અધિકાર આપવામાં આવ્ય છે.

   ભગવાન અર્જુનને આરંભમાં પોતાનું સ્વરૂપ સમજાવે છે. પોતે અવ્યકત છે. સર્વમાં રહેલા છે. સર્વ ભૂતો તેમની અંદર છે, પણ તે ભૂતોમાં નથી. ભગવાન જગતના પિતા, માતા, ધાતા, પિતામહ, ગતિ, ભર્તા, સાક્ષી, નિવાસ, શરણ, સુહ્રદ્દ , ઉત્પતિ, સ્થિતિ અને લય છે. ભગવાન પોતે જ સ્વધા છે. ઔષધ, મંત્ર, અગ્નિ, હોમ બધું જ છે. 

   જે અનન્યભાવે પ્રભુનું સતત ચિંતન કરે છે. ભગવાન તેના યોગક્ષેમનું વહન કરે છે.

અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે I

તેષાં નિત્યાભિયુકતાનાં યોગક્ષેમં વહામ્યહમ્ II

   આથી ભગવાન અર્જુનને સ્પષ્ટ કહે છે કે હે અર્જુન ! પત્ર, પુષ્પ, ફળ કે જળ જે મને આપે છે તે શુદ્ધ બુદ્ધિવાળા પુરૂષની તે ભેટનો હું સ્વીકાર કરૂં છું. માટે તું જે કાંઇ કરે, ખાય, હોમે, દાન આપે, તપ તપે તે બધું મને અર્પણ કર. આમ કરવાથી તું શુભ અને અશુભ એમ બંને પ્રકારના કર્મોથી છૂટી જઇશ. 

   ભગવાન બીજી અગત્યની વાત કહે છે કે હું દરેકમાં સમાન છું. મને કોઇ પ્રિય કે અપ્રિય નથી, પણ જે મને ભકિતથી ભજે છે તેને હું ભજું છું. ગમે તેવો દુરાચારી માણસ મને ભજવા માંડે તો તેને સદાચારી માનવો. કારણ, તેણે બરાબર યોગ્ય નિશ્ચય કર્યો છે તે તરત ધર્માત્મા બની જાય છે અને કાયમી શાંતિને પ્રાપ્ત કરે છે. હે કૌન્તૈય ! તું નિશ્ચયપૂર્વક જાણ કે મારો ભકત નાશ પામતો નથી.

કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભકતઃ પ્રણશ્યતિ I૯-૩૧

   વળી સ્ત્રી, વૈશ્ય, શુદ્ર કે પાપયોનિ એટલે કૂતારા, બલાડાની યોનિના જુવો પણ મારો આશ્રય લે તો ઉત્તમ ગતિને પામે છે. પછી પવિત્ર બ્રાહ્મણ  કે રાજાઓનું તો કહેવું જ શું? માટે એ તું કહે છે---

મન્મના ભવ મભ્દ્રકતો મદ્યાજી માં નમસ્કુરૂ I

મામૈવૈષ્યસિ યુકત્વૈમાત્માનં મત્પરાયણઃ II૯-૩૪

મારામય મન કર, મારો ભકત થા, મારૂં ભજન કર, મને નમસ્કાર કર અને આમ મારામાં પરાયણ બની તું યોગયુકત બનીશ તો મને જ પ્રાપ્ત કરીશ.

(૩) ઉપસંહાર

   આમ, આ અધ્યાયમાં ભકિતનો અપાર મહિમા વર્ણવ્યો છે અને એ રાજમાર્ગ છે. અહીં રાજમાર્ગ બધા માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.


શ્ર્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બે માંથી એક) અધ્યાય -૯ 

(૦૪

(૧)

રાજવિદ્યા રાજગુહ્યં પવિત્રદમુત્તમમ્ I

પ્રત્યક્ષાવગમ: ધર્મ્ય સુસુખં મર્તુવ્યયમ્ II૯-૨II

    ભાષાંતરઃ  આ જ્ઞાન (સર્વ) વિદ્યાઓનો રાજા, (સર્વ) રહસ્યોનો રાજા, સૌથી શ્રેષ્ઠ, પવિત્ર, ધર્મયુકત, પ્રત્યક્ષ અનુજ કરી શકાય એવું, આચરણમાં મૂકવું સહેલું અને અવિનાશી છે.

   સમજૂતીઃ  રાજવિદ્યા’ અને રાજગુહ્ય આ બંને શબ્દો બ્રહ્રજ્ઞાન’ના વિશેષણ તરીકે છે. અક્ષરબ્રહ્યનું જ્ઞાન સામાન્ય વ્યકિત માટે સમજવું અઘરું છે. એટલે જ આ જ્ઞાન સામાન્ય લોકો સરળતાથી સમજી શકે તેમ માટે અહીં રાજમાર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેને જ ભકિતમાર્ગ કહ્યો છે. શ્રી ટિળકના મતે આ અધ્યાયમાં સર્વત્ર ભકિતનીજ વાત છે. કોઇપણ વ્યકત વસ્તુ જોયા વિના અવ્યકતની કલ્પના જ મનમાં જાગ્રત થઇ શકતી નથી. તેથી જ વ્યકત સગુણની ઉપાસનનો માર્ગ અનાદિકાળથી જ પ્રચારમાં છે.

   રાજવિદ્યા સંદર્ભે ર્ડા. રાધાકૃષ્ણન્ કહે છે, ‘‘Literally king knowledge, secret, the greatest wisdom, the greatest secrete   શબ્દો પ્રયોજે છે.’’ 

   શંકરાચાર્ય રાજવિદ્યા નો અર્થ બ્રહ્યવિદ્યા કરે છે,  કારણ કે તે અતિશય દીપ્તિમાન છે – વિદ્યાનાં રાજા દીપ્ત્યતિશયવત્વાત્I નીલકંઠ તેને ‘આધ્યાત્મિક વિદ્યા’ નું નામ આપે છે. ટીકાકાર શ્રીધર તેને વિદ્યાઓમાં શ્રેષ્ઠ અને રહસ્યોમાં અત્યંત શ્રેષ્ઠ ગોપનીય રહસ્ય કહે છે. તેઓ પ્રત્યક્ષાવગમંનો અર્થ આ પ્રમાણે આપે છે – પ્રત્યક્ષાવગમં ચ પ્રત્યક્ષઃસ્પષ્ટોડવગમો બોધો યસ્ય તત્ પ્રત્યક્ષાવગમં દૃષ્ટફલમિદં I

   ગીતા અનુસાર પ્રત્યક્ષાવગમમ્ એટલે શબ્દોમાં ન સમાય તેવી પરંતુ અનુભવની કસોટી પર પાર ઉતરેલી આ વિદ્યા છે. અનુભવગમ્ય જ્ઞાન જ સાર્થક બને છે.

   શ્રી વિનોબા ભાવે કહે છે કે – ‘‘પ્રત્યક્ષ દેહમાં જ, આખો વડ અનુભવાય એવું ફળ જીવતાં જીવન અનુભવમાં આવે એવી વાતો આ અધ્યાયમાં છે. જેમ ગોળ ખાતાં જ તેનું ગળપણ પ્રત્યક્ષ અનુભવાય તેમ મૃત્યુલોકના જીવનમાંની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી આ ગૂઢ રાજવિદ્યા છે, જેને ભગવાને સૌ માટે સુલભ અને ખુલ્લી કરી આપી છે.’’


(૨)

નચ માં તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનંજય I

ઉદાસીનવદાસીનમસક્તં તેષુ કર્મસ IIII

   ભાષાતરઃ  (છતાં) હે ધનંજય ! તે કર્મોમાં હું આસકિત વિનાનો અને ઉદાસીનની જેમ રહેલો હોવાથી તે કર્મો મને બાંધતા નથી. (૯)


(૩)

મોઘાશા મોઘકર્માણો મોઘજ્ઞાના વિચેતસઃ I

રાક્ષસીમાસુરીં ચવ પ્રકૃતિં મોહિનીં શ્રિતાઃ II૧૨ II

     ભાષાંતરઃ  આવા અર્થ વ્યર્થ આશાવાળા, અર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા અને વિપરીત બુદ્ધિના લોકો રાક્ષસી, આસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિને આશ્રયે રહેનારા છે. (૧૨)


(૪)

પત્ર પુષ્પં કલં તોયં યો મે ભકત્યા પ્રયચ્છતિ I

તદહં ભકત્યુપહ્રતમશ્નામિ પ્રયતાત્મનઃ I ૨૬ II

     ભાષાંતરઃ શુદ્ધ બુદ્ધિવાળા નિષ્કામ પ્રેમી ભકતો જે મને પ્રેમભકિત વડે પત્ર, પુષ્પ, ફળ, પાણી આપે છે તેને  હું સ્વીકારું છું.

    સમજૂતીઃ ગીતાના અનેક અત્યંત સુંદર શ્ર્લોકોમાંનોઆ એક સુંદરતમ શ્ર્લોક છે. સંસ્કૃતમાં કહ્યું છે કે,

તુલસીદલમાત્રેણ જલસ્ય ચૂલુકેન ચ I

વિક્રાણિતે સ્વાત્માનં ભકત્યેભ્યો ભકતવત્સલઃ II

   ‘‘તુલસીના પાનમાત્રથી કે જળની એક અંજલિમાત્રથી ભકતવત્સલ, ભગવાન પોતાની જાત ભકતોને વેચી મારે છે.’’

પુરાણોકત પુરુષસૂકતમાં કહ્યું છેઃ

પત્રેશ્વ પુષ્પૈશ્વ તોયેરક્રીતલબ્ધૈશ્વ સદૈવ સભ્દિઃ I

ભકત્યૈકલભ્યે પુરુષે પુરાણે મુકત્યૈ કિમર્થં ક્રસ્યતે ન યત્નઃ II

   અહીં ગીતાકાર પરમભકતની વાત કરે છે. જેઓ ધનિક છે તેઓ દાન, દક્ષિણા, યજ્ઞયાગાદિ દ્રારા ઇશ્વરને ભજે છે, પરંતુ જેઓ સામાન્ય જન છે તેઓ પ્રેમથી ઇશ્વરને જે આપે છે, તેનું પણ મહત્વ છે. અહીં ભકત પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરે છે. ભકતની નાનામાં નાની વસ્તુ પણ ઇશ્વર પ્રેમથી સ્વીકારે છે. આમ, ભકતિમાર્ગ સર્વ માટે સરળ માર્ગ છે. વિનોબા ભાવે કહે છે કે, ‘‘જીવનમાં કેટલી ક્રિયા ઉત્તમ પરિણામ લાવે છે. માત્ર રાજયોગ કરતાં કર્મયોગ એક સોપાન આગળ છે.’’ કેશવાચાર્યનું વચન મનનીય છે, ત્વદીય વસ્તુ યોવિન્દ તુભ્યમેવ સમર્પયે I એવી ભાવનાથી ભકતે બધું અર્પણ કરવું જોઇએ. દા.ત. ભગવાને દુર્યોધનના મિષ્ટાન્ન ત્યજી વિદૂરની ભાજી ખાધી હતી, દ્રારકાનાં પકવાનોત્યજી સુદામાના તાંદૂલ ખાધા હતાં. નવધા ભકિતમાંની એક આત્મનિવેદન ભકિત કરનારા ભકતો જે કંઇ આપે છે તે ભગવાન સ્વીકારે છે.  જે કંઇ ક્રિયા પ્રીત્યર્થે કરાય તે સર્વનો ભગવાન સ્નેહપૂર્વક સ્વીકાર કરે છે.


(૫)

શુભાશુભફકૈરેવં મોક્ષ્યસે કર્મબન્ધનૈઃ I

સંન્યાસયોગયુકતાત્મા વિમુકતો મામુપૈષ્યસિ II૨૮ II

   ભાષાંતરઃ આમ તું શુભાશુભ ફળવાળાં કર્મબંધનોથી છૂટી જઇશ અને સંન્યાસયોગ (કર્મફળત્યાગ) થી મુકત ચિત્તવાળો તું મુકત થઇ મને પામીશ.(૨૮)


Unit- 2

ભગવદ્દગીતા અધ્યાય-૧૦

પ્ર-૨અ

શબ્દનોંધ લખો (ચારમાંથી બે)

સામાન્ય પ્રશ્ન લખો (એકના વિકલ્પે એક)


૧૦


(૧) વિભૂતિઃ

   વિભૂતિયોગ ભગવાનની વિભૂતિઓને રજૂ કરે છે. ઇશ્વર સર્વત્ર છે, બધું તેનાથી વ્યાપ્ત છે, તેના સિવાય બીજું કશું જ નથી. ભગવાનનો વિશેષ આવિર્ભાવ એટલે જ વિભૂતિ. સમગ્ર બ્રહ્માંડ પરમાત્માનો અંશમાત્ર છે. વિભૂતિઓ અનંત છે. વિશેષેણ ભૂતિઃ ઇતિ વિભૂતિઃI  શ્રી મહર્ષિ અરવિંદ સમજાવે છે કે પ્રત્યેક પ્રકારના સત્ ની પ્રકૃતિની શકિત જેમનામાં સૌથી વધુ આગળ પડતી હોય, જેમનામાં સૌથી વધુ આત્મપ્રકાશનો આવિર્ભાવ થતો હોય તેમનામાં પ્રભુની દિવ્ય શકિત જોઇ શકાય છે. વિભૂતિનું વર્ણન વિષ્ણુથી થાય છે અને જ્ઞાનથી પૂરૂં થાય છે. વિષ્ણુ અને જ્ઞાન બંને શ્રેય બાબતમાં ચરમ બિંદુઓ છે. શકરાચાર્યના મતે વિભૂતિ એટલે ‘વિસ્તાર’  અર્થ છે, રામાનુજાચાર્ય ‘ઐશ્વર્ય’ અર્થ આપે છે. વિભૂતિ શબ્દમાં સ્વામિત્વ અને વ્યાપન-વિભૂત્વ બંને સમાયેલાં છે. વિભૂતિ માત્ર વસ્તુઓમાં વિશિષ્ટપણે આવિર્ભાવ પામેલ અમર્ત્ય છે.

(૨) મહર્ષય: સપ્તઃ 

  પ્રસ્તુત શબ્દમાં શ્ર્લોકના શબ્દોનો અર્થ સરળ છે, પરંતુ જે પૌરાણિક પુરૂષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે., તેમના વિશે ટીકાકારોમાં મતભેદ છે. બ્રહ્મદેવના એક કલ્પમાં ચૌદ મન્વંતર હોવાથી તે પ્રત્યેક મન્વંતરના મનુ, દેવ, સપ્તર્ષિ જુદા જુદા  હોય છે. ‘પૂર્વના’ શબ્દને સાત મહર્ષિનું વિશેષણ કલ્પી કેટલાક વિદ્ધાનો ભૃગુ, નભ, વિવસ્વાન, સુધામા, વિરજા, અતિનામ, સહિષ્ણુ એવા સપ્તર્ષિઓનો અર્થ આપે છે. શ્રી ટિળક ‘પૂર્વના’ પદને સપ્તર્ષિના વિશેષણ તરીકે લેતા નથી. તેમના મતે મરીચિ, અંગિરસ્, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ અર્થ કરવો. મહાભારતના શાંતિપર્વમાં નારાયણીય ઉપાખ્યાનમાં આ સપ્તર્ષિ નામ છે. વિષ્ણુ તથા મત્સ્યપુરાણ કશ્યપ, અત્રિ, ભરદ્ધાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠને હાલના યુગના સપ્તર્ષિ તરીકે  લે છે. મનુસ્મૃતિ ભૃગુ અને દક્ષ ઉપરાંત નારદને ઉમેરી બ્રહ્માના દસ માનસપુત્રોની સંખ્યા ગણાવે છે. ટૂંકમાં, સપ્તર્ષિઓ દરેક મન્વન્તરમાં અલગ અલગ હોય છે. તેઓ ઇશ્વરના માનસ સંતાનો છે.

(૩)  પૂર્વે ચત્વાર

  અર્થ થાય છે- પૂર્વના ચાર અહીં ચાર બ્રહ્મર્ષિઓની વાત કરી છે. જેમ મહર્ષિઓ સાત જેવા કે મરિચિ, અંગિરસ, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ છે તેવી રીતે તેમની પૂર્વેના ચાર બ્રહ્મર્ષિઓને રજૂ કરવામાં આવ્યા છે. જેવા કે સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. લોકમાન્ય ટિળકના મતે વિષ્ણુનાં ચાર સ્વરૂપો – વાસુદે, સંક્રર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરૂદ્ધની પણ અહીં સમજણ આપવામાં આવી છે.

(૪) ગાયત્રી

   ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના દસમા અધ્યાયમાં ભિન્ન ભિન્ન  વિભૂતિઓની, પોતાની વિશ્વવ્યાપિતાની રજૂઆત કરી છે.  એમાં છંદોની રજૂઆતમાં પોતે સર્વશ્રેષ્ઠ છંદ તરીકે રજૂ થયો છે. છંદોના પ્રાદુર્ભાવ ગાયત્રીથી જ થયો છે, તેથી સર્વ છંદોમાં તેનું વર્ચસ્વ મહત્વનું છે.


સવિવરણ અનુવાદ કરો (બેમાંથી એક)

અધ્યાય -૧૦ ૨,૬,૮,૧૧,૨૦,૨૩,૨૫,૩૫

૦૪

(૧)

ન મે વિદુઃ સુરગણનઃ પ્રભવં ન મહર્ષયઃ I

અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં  ચ સર્વશઃ IIII

    ભાષાંતરઃ  દેવો કે મહર્ષિઓ મારી ઉત્પત્તિને જાણતા નથી; કેમ કે હું દેવો અને મહાર્ષિઓનો સર્વ પ્રકારે આદિ છું (૨)


(૨)

મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથ I

મદ્દભાવા માનસા જાતા યેષાં લોક ઇમાઃ પ્રજાઃ II II

 ભાષાંતરઃ  મારામાં ભાવવાળા સાત મહર્ષિઓ અને તેમની પહેલાંના ચાર  સનકાદિ તથા (ચૌદ) મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે, આ લોકમાં બધી તેમની જ પ્રજા છે.

    સમજૂતીઃ  સપ્તમહર્ષયઃ – મરીચી, અગિરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ, શ્રી ટિળકના મતે પુરાણોમાં જુદાં નામો પણ મળે છે – કશ્યપ, અત્રિ, ભરદ્રાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વસિષ્ઠ.

    શંકરાચાર્ય ભૃગુ વગેરે સપ્તર્ષિઓ રજૂ કરે છે. દરેક મન્વન્તરમાં અલગ અલગ ઋષિઓ થાય છે. તેઓ ઇશ્વરનાં માનસ સંતાનો છે.

   ચત્વારઃ -  શંકરાચાર્યના મતે સનક, સનંદન, સનાતન, સનતકુમારો. શ્રી ટિળકનો મત જુદો છે. તેમના મતે વિષ્ણુનાં ચાર સ્વરૂપોનો ઉલ્લેખ છે. જેમકે, વાસુદેવ (ઇશ્વર), સંકર્ષણ (બલરામ), પ્રદ્યુમન (મન) (૪) અનિરૂદ્ભ (બુદ્ધિ કે અહંકાર).

   મનવઃ – બ્રહ્માનો એક દિવસ એટલે કલ્પ. કલ્પના ૧૪ વિભાગો છે. એક કલ્પમાં ૧૪ મન્વન્તરો આવે. કુલ ૧૪ મનુઓ મન્વન્તરના અધિષ્ઠાતા ગણાયછે. સ્વાયંભુવ, સ્વારોચિષ, ચાક્ષુષ, વૈવસ્વત આ ચાર સ્વાયંભુવ મનુઓ છે. અન્ય સાત સાવર્ણિ મનુ કહેવાય છે – સાવર્ણિ, દક્ષ, બ્રહ્મ,ધર્મ, દેવ, ઇન્દ્ર,રુદ્ર. મનુએ સૃષ્ટિનો વિકાસ કર્યો છે.


(૩)

અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વ પ્રવર્તતે I

ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવસમન્વિતાઃ IIII

  ભાષાંતરઃ  હું સહુની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી બધું પ્રવર્તે છે એમ સમજી પંડિતો શ્રદ્ધાયુકત થઇ મને ભજે છે (૮)


(૪)

તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ I

નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા II૧૧II

  ભાષાંતરઃ તેમના ઉપર દયા કરવા માટે જ અંતઃકરણમાં રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી જન્મેલા અંધકારનો નાશ કરૂં છું.

   સમજૂતીઃ અહીં જ્ઞાનરૂપી દીપકની મદદથી અજ્ઞાનરૂપી અંધકાર કેવી રીતે દૂર થાય છે, તે અંગે કહેવાયું છે. સાચા ભકતમાં સમત્વબુદ્ધિ ઇશ્વર દ્રારા જ પ્રાપ્ત થાય છે, જયારે અજ્ઞાનનો નાશ થાય છે ત્યારે પરમાત્મા પોતે મનુષ્યના આત્મામાં સ્થાન લે છે. તેનામાં પ્રેમ અને ભકિતનો ઉદય થાય છે અને બ્રહ્મ પ્રવેશ કરે છે. બુદ્ધિના પ્રત્યક્ષ આંતરિક જ્ઞાન દ્રારા બૌદ્ધિક જ્ઞાન પ્રકાશિત થાય છે, અંતે તે પરમ તત્વને પ્રાપ્ત કરે છે.


(૫)

અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ I

અહમાદિશ્વ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ II૨૦II

  ભાષાંતરઃ હે ગુડાકેશ ! હું સર્વ પ્રાણીઓના હ્રદયમાં રહેલો આત્મા છું અને ભૂતોનો આદિ, મધ્ય ને અંત પણ હૂં જ છું. (૨૦)


(૬)

રુદ્રાણાં શંકરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્ I

વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરૂઃ શિખરિણામહમ્ II૨૩II

  ભાષાંતરઃ રુદ્રોમાં હું શંકર છું, યક્ષ અને રાક્ષસોમાં હુ: કુબેર છું, વસુઓમાં હું પાવક (નામનો વસુ) છું અને પર્વતોમાં હું મેરુ છું(૨૩)



(૭)

મહાર્ષીણાં ભૃગુરહં ગિરામસ્મ્યેકમક્ષરમ્ I

યજ્ઞાનાં જપયજ્ઞોડરસ્મિ સ્થાવરાણાં હિમાલયઃ II૨૫II

   ભાષાંતરઃ  મહર્ષિઓમાં હું ભૃગુ છું, વાણીઓમાં હું એકાક્ષર (ઓમકાર) છું, યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું અને સ્થાવરોમાં હું હિમાલય છું (૨૫)


(૮)

બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છન્દસામહમ્ I

માસાનાં માર્ગશીર્ષોડહમૃતૂનાંકુસુમાકરઃ II૩૫II

   ભાષાંતરઃ  સામવેદના વિભાગોમાં બૃહત્સામ અને છંદોમાં હું ગાયત્રી છું; મહિનાઓમાં માર્ગશીર્ષે અને ઋતુઓમાં હું વસંતઋતુ છું. (૩૫)


Unit- 3

ભગવદ્દગીતા અધ્યાય-૧૨ અને ૧૫ 

પ્ર-૩અ

ટૂંકનોંધ લખો (ચારમાંથી બે)

સામાન્ય પ્રશ્ન લખો (એકના વિકલ્પે એક)

૧૦

ભકિતયોગ (અધ્યયા-૧૨)

શ્રીમદ્દ્ભગવદ્દગીતા માત્ર હિન્દુધૃમને જ કેન્દ્રસ્થાન ન રાખતાં જગતના સર્વધર્મ માટે પ્રેરણાદાયક સર્વોત્તમ ધર્મગ્રન્થ છે. માત્ર ધાર્મિક દ્રષ્ટિબિંદુને જ ધ્યાનમાં ન લેતાં સમગ્ર વ્યવહારજ્ઞાન એમાં નિરૂપિત છે. બ્રહ્મ અને આત્માના ઐકયનું જ્ઞાન તેમજ મનુષ્યે સ્વધર્મ જરૂરી સામ્યબુદ્ધિનું સંપાદન બુદ્ધિ તથા તર્ક પર આધારિત છે. બુદ્ધિનિષ્ઠ જ્ઞાનને ફલિત થવા માટે મનોવૃત્તિઓના આશ્રય લેવો પડે છે. આ મનોવૃત્તિઓ શ્રદ્ધા, દયા, વાત્સલ્ય, પ્રેમ, કર્તવ્ય વગેરે ભાવોની બનેલી છે. મનુષ્ય પરમ સાધ્ય છે. બ્રાહ્મી સ્થિતિ, તે માટે નિર્ગુણ બ્રહ્મ જરૂરી છે, પણ આવું કોરું જ્ઞાન પર્યાપ્ત નથી. દીર્ઘ અભ્યાસ તથા સતત ઉપાસનાથી  તથા પ્રેમ, શ્રદ્ધાથી પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર. ઇશ્વરને પામવાનો આ જ સાચો માર્ગ છે. આ માર્ગ કે સાધનને  ‘ભકિત’ નામથી ઓળખવામાં આવે છે.

   મનુષ્યનું મન અત્યંત ચંચળ છે, તેની ઇન્દ્રિયો ભૌતિક વિષયોના સંસર્ગમાં હોય છે. ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો સુખદુઃખાત્મક છે. એમાંથી મુકત થવા માટે જો ભકિતનો આશ્રય લેવામાં આવે, શરણાગતિ સ્વીકારવામાં આવે તો ચચંળ મન સ્થિરતાને પ્રાપ્ત કરે. આ પ્રયોજનવશાત્ ભગવાન શ્રીકૃષ્ણે ભકિતત્વનો બોધ કર્યો છે. 

    ‘ભકિત’ શબ્દ- ભજ્ ભજવું, ઉપાસના કરવી, સેવા કરવી પરથી અસ્તિત્વમાં આવ્યો છે. પૂજ્યેષુ અનુરાગો ભકિતઃ I પૂજય વ્યકિત એટલે પરમાત્મા. ‘સા (ભકિત) પરાનુલિરીશ્વર’ (શાંડિલ્યસૂત્ર). આ ભકિત નિષ્કામ, નિરંતર હોવી જોઇએ.ભાગવતપુરાણ નવધા  ભકિત દર્શાવે છે.

 શ્રવણં કીર્તનં વિષ્ણો સ્મરણં પાદસેવમ્ I

અર્ચનં વન્દનં દાસ્યં સખ્યં આત્મનિવેદનમ્ II 

    ઈશ્વર પ્રત્યેની ભકિત નિર્હેતુક, નિર્ગુણ બ્રહ્મ સાથે એકરૂપ થવાની પાત્રતા ધરાવે તો જ બ્રહ્મનો સાક્ષાત્કારથાય. અવ્યકતની ઉપાસના એટલે ‘જ્ઞાનમાર્ગ’ અને વ્યકતની ઉપાસના એટલે ‘ભકિતમાર્ગ.’ ભકિતયોગ ગીતાનો મુખ્ય વિષયછે. શિષ્યભાવે ઇશ્વરને શરણે જવામાં જ ગીતાના ભકિતયોગની શરૂઆત છે. શરણાગતિ ભકિતનું લક્ષણ છે. ભકિત એ ક્રિયા ઉપાસ્ય અને ઉપાસક એવા દ્ધેતભાવની છે. બ્રહ્મ અને આત્માનું ઐકય સધાયા પછી ભકિતનું કોઇ પ્રયોજન રહેતું નથી. જ્ઞાન ભકિતનું સાધનમાત્ર છે. ભકિત સર્વથી આચરી શકાય તેવું સાધન છે. ગીતાના અધ્યાય ૯, શ્ર્લોક ૧૮માં પણ ગીતાકાર  કહે છેઃ ગતિર્ભર્તા પ્રભુઃ સાક્ષી નિવાસઃ શરણં સુહત્ I પોતાપણાવાળો સગુણ પ્રેમગમ્ય વ્યકત અને પ્રત્યેક્ષરૂપધારી સુલભ પરમાત્માને જ મનુષ્ય ભકિત માટે સ્વાભાવિક રીતે સ્વીકારે છે. અહીં ભગવાને પોતાના સગુણ, વ્યકત સ્વરૂપને અનુલક્ષીને પ્રથમ પુરૂષમાં અર્જુનને ઉપદેશ કર્યો છે. તેમાં સમદ્રષ્ટિ,પરમપૂજય, પ્રેમાળ પરમેશ્વરની સમક્ષ પોતે ઊભો છે એવી શ્રોતાની ભાવના જ્ઞાન થતાં, આત્મજ્ઞાનમાં તેની નિષ્ઠા મજબૂત બને છે. અહીં જ્ઞાનમાં ભકિત અને ભકિતમાં જ્ઞાન સમરસ થાય છે.

  ભકિત રાજવિદ્યા તથા પરમાત્માસુધી પહોંચવાનો માર્ગ છે. ભકિતમાર્ગ સર્વસુલભછે,તેથી જ ભગવાન (૯.૩૨માં) કહે છે.

માં હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેડપિ સ્યુઃ પાપયોનયઃ I

સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાસ્તેડપિ યાન્તિ પરાં ગતિમ્ II

    ર્ડા.દાસગુપ્તા માને છે કે, ભકિતને પ્રભુપ્રાપ્તિના માર્ગ તરીકે ગીતાએ સૌપ્રથક નિર્દેશ્યો છે.

   અનન્યભકિત માટે (ગીતા ૧૨-૬,, ૮ ) કહ્યું છેઃ 

   જેઓ સર્વ કર્મો મારામાં સમપર્ણ કરી અનન્ય યોગથી મારૂં જ ધ્યાન કરતા મને ઉપાસે છે, તે મારામાં પરોવાયેલા ચિત્તવાળાઓનો મૃત્યુરૂપી સંસારસાગરમાંથી હું જલ્દીથી ઉદ્ધાર કરૂં છું. ભગવાનમાં ચિત્ત એકાગ્ર કરનારા, ભાવથી મનથી તુચ્છ વસ્તુ પર ઇશ્વરને અર્પણ કરનારાનું સર્વ કાંઇ પરમાત્મા સ્વીકારે છે. કંઇપણ પ્રભુને અર્પણ કરવાથી તે મમત્વ અને અહંકારથી મુકત થઇ કર્મબંધનોથી છૂટી જાય છે. ભકતની આવી ભકિતથી ભકત અને ઇશ્વર એક થઇ જાય છે.

   આમ, ભકિતયોગ અજ્ઞાનીઓ, શૂદ્રો, સ્ત્રીઓ સર્વ કોઇને તારે છે, સાચો માર્ગ બતાવે છે તથા વ્યકિતના યોગક્ષેમનો ભાર પણ ભગવાન જ ઉઠાવે છે. વળી, આર્ત જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની આ ચાર ભકતોમાં જ્ઞાની સર્વોત્તમ છે, કારણ કે તે ભગવાનનો જ આત્મા છે. ગીતા જ્ઞાન સહિતની ભકિતને સમર્થન આપે છે. તે અનન્યભાવે ઇશ્વરને ભજવાનું કહે છે, કારણ કે અનન્ય ભકિતથી ભકતના સર્વ સંદેહો દૂર થઇ તે ભગવાનનો અંશ બની જાય છે. ભગવાને જ પોતે જ વચન આપ્યું છે કે,

સર્વધર્માન્યપરિત્યજ્ય મામેક શરણં વ્રજ I

અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યાભિ મા શુચઃ II

    શ્રી વિનોબા ભાવે ‘ગીતા પ્રવચનો’ માં (પૃ. ૧૬૯) કહે છેઃ

    ‘‘ભકિતનું ઝરણું, શરૂઆતમાં સગુણમાંથી ફૂટે તોય  નિર્ગુણ સુધી પહોંચી જાય છે ને તેને મળે છે. ટૂંકમાં, સગુણ અને નિર્ગુણ એકબીજાના પૂરક છે. સગુણ સરળ,સુલભ છે; નિર્ગુણ અઘરૂં છે. પરંતુ સગુણ પણ અઘરૂં અને નિર્ગુણ પણ સહેલું છે. બંને વડે પ્રાપ્ત થનારૂં ધ્યેય એક જ છે.’’

   આમ, ભગવદ્દગીતામાં જ્ઞાન અને ભકિત એકબીજાનાં પૂરકછે. જ્ઞાનપૂર્વક ભકિત તથા ભકિતપૂર્વક જ્ઞાન ગીતાકારને ઇષ્ટ છે.


વ્યકતોપાસનાની મહત્તાઃ (અધ્યાય-૧૨)



  ગીતાના ૭થી ૧૨ અધ્યાયસુધી ભકિતમાર્ગનું ઓછી-વધુ માત્રામાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ગીતાના ૭-૮ અધ્યાયોમાં ભગવાન અવ્યકત સ્વરૂપની શ્રેષ્ઠતાનું વર્ણન છે, જયારે નવમા અધ્યાયમાં રાજવિદ્યા તરીકે વ્યકત સ્વરૂપનું બહુમાન થયું છે. એના અનુસંધાનમાં દસમા અધ્યાયમાં ભગવાનની વિવિધ વિભૂતિઓ વર્ણવી છે, જયારે અગિયારમા અધ્યાયમાં વિશ્વરૂપનું દર્શન કરાવ્યું છે. આ ચર્ચાના પરિણામ સ્વરૂપ અર્જુનના મનમાં પ્રશ્ન ઉદ્ભભવ્યો કે ભગવાનના વ્યકત અને અવ્યકત સ્વરૂપની ઉપાસનામાં કયા સ્વરૂપની ઉપાસનાને શ્રેષ્ઠ માનવી? એના પ્રત્યુત્તરરૂપે શ્રીકૃષ્ણ કહે છે કે, જેઓ મારામાં મન રાખી, નિત્યયુકત થઇ, પરમ શ્રદ્ધા-વિશ્વાસથી મારી ઉપાસના કરે છે તેઓ મારા ઉત્તમ ભકત છે, એમ મારો મત છે. બંને અંતે તો મને જ પામે છે, પણ અવ્યકતમાં ચિત્ત સ્થિર કરવું ઘણું અઘરૂં છે.

    અવ્યકત ઉપાસના ખૂબ ન કલેશપ્રદ છે, જયારે વ્યકત ઉપાસના એટલી સરળ છે કે મનુષ્ય ઇશ્વરના કોઇ વ્યકત સ્વરૂપમાં અર્થાત્ મૂર્તિમાં પણ શ્રદ્ધાનું સિંચન કરીને એ સ્વરૂપની ભકિત કરે છે. પોતાની પાસે જે કંઇ હોય તેનું યથાશકિત ઇશ્વરનુ સમર્પણ ભેટસ્વરૂપે કરે છે તથા સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર કોઇપણ તેને ભજી શકે છે. ભકત શ્રદ્ધેય મૂર્તિમાં ધ્યાન લગાવી ધીમે ધીમે ઇન્દ્રિયો તથા મનની સ્થિરતા ધારણ કરે છે. આ રીતે અનાસકિત પ્રાપ્ત કરવામાં પરમેશ્વરાર્પણ બુદ્ધિ ઉપકાર બને છે. ઇશ્વરના કોઇ વ્યકત  સ્વરૂપની પૂજામાંથી ક્રમશઃ એનામાં સર્વાત્મૈકયભાવ આવે છે અને તે મુકિત પામે છે. અહીં પણ જ્ઞાનમાંજ ભકિતનું પર્યવસાન થાય છે. તેથી આચરણની દ્રષ્ટિએ ભગવાને વ્યકત ઉપાસનાની મહત્તા પ્રસ્તુત કરી છે.


ભગવદ્ ભકતના લક્ષણોઃ  (અધ્યાય-૧૨)



  ભકિતમાર્ગની વ્યાવહારિત શ્રેષ્ઠતા દર્શાવી ગીતાકારે ભકતની એક આદર્શ પુરૂષ તરીકેની કલ્પના રજૂ કરી છે. ભકિત એટલે પારાવાર નિઃસ્વાર્થ પ્રેમ. ભકત ભગવાન પ્રત્યેના અત્યંત પ્રેમને લીધે પોતાનાં મન, બુદ્ધિ, ઇન્દ્રિયોના વ્યાપારોને શ્રદ્ધાપૂર્વક ભગવાનમાં જોડી દે છે. ગીતાના બારમા અધ્યાયના ૧૩થી ૨૦ શ્ર્લોકોમાં ભગવદ્ ભકતનું શબ્દચિત્ર દોરવામાં આવ્યું છે.

   ભગવદ્ ભકતમાં લક્ષણો નીચે પ્રમાણે છેઃ

   (૧)  તે કોઇપણ પ્રાણીનો દ્ધેષ ન કરતાં, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ, કરૂણતા, મૈત્રી, ક્ષમાના ભાવથી પરમાત્માની આ સૃષ્ટિમાં ઘટઘટમાં પરમાત્માને જ જુએ છે.

   (૨)  તેનામાં મમત્વ કે અહંકાર નથી, હું કે તુ નો ભાવ નથી.

   (૩)  તે સુખમાં ફુલાઇ ન જતાં અને દુઃખમાં હિંમત ન હારતાં બંન્ને સમાન ગણી ભગવાનની પ્રસાદી સ્વરૂપે આવકારે છે. તે પોતાનું ખરાબ કરનાર શત્રુ કે મિત્ર પ્રત્યે, નિંદા-સ્તુતિ, ઠંડી અને ગરમી, માન-અપમાન સર્વમાં સમાન ભાવ રાખનારો છે.

  (૪)  તે કયારે. જીવન પ્રત્યે અસંતોષ કે અધૂરપ અનુભવતો નથી. તે નિત્ય સંતોષી, યોગી, ર્દઢ નિશ્ચયવાળો, સ્થિર બુદ્ધિવાળો છે. 

  (૫)  હર્ષ-શોક-ભયથી હંમેશાં મુકત રહેતાં તે કોઇનાથી ઉદ્ધેગ પામતો નથી કે કોઇ એનાથી ઉદ્ધેગ પામતા નથી.

  (૬)  તે શુદ્ધ, દક્ષ, ઉદાસીન (તટસ્થ) છે, તેથી તે કોઇની પાસેથી કોઇપણ વસ્તુની અપેક્ષા રાખતો નથી. તે સર્વ આરંભોનો ત્યાગ કરનારો છે, શુભ-અશુભનો ત્યાગી છે.

  (૭)  તે ભકિતમાન, મનનશીલ છે. તે અજબ શ્રદ્ધાળુ છે.

  (૮)  તેને પરમાત્માની સૃષ્ટિની ગતિવિધિઓમાં, પરમાત્માની વાણીમાં પારાવાર વિશ્વાસ, શ્રદ્ધા છે. તે માને છે કે છેવટે તો બધું મંગળમૂર્તિ પરમાત્માની ઇચ્છા પ્રમાણે શુભ જ થવાનું છે.

     અધ્યાય બારમાં ગણાવેલાં ભગવદ્ ભકતનાં આ લક્ષણોનું સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની જેમ રોજ સેવન કરવું જોઇએ, મનન કરવું જોઇએ,આચરણમાં ઉતરવું જોઇએ તો જીવન સાર્થક થાય. અમૃત મીઠું છે, પણ તેની મીઠાશ આપણે ચાખીનથી. આ લક્ષણો પ્રત્યક્ષ મધુર છે, અહીં કલ્પનાની જરૂર નથી, અનુભવ મહત્વનો છે. એટલે આપણું સર્વસ્વ પરમાત્માને અર્પણ કરવું, પોતાની જાતને સંસારની સેવા માટે અર્પણ કરી દઇએ તો જ ભગવાન સાથે એકરૂપ બની શકાય. આવો ભગવદ્ ભકત ભગવાને અત્યંત પ્રિય હોય છે.  


અશ્વત્થવૃક્ષસ્ય રૂપકઃ (અધ્યાય-૧૫)



  ગીતાના અત્યંત લોકપ્રિય પંદરમા અધ્યાયના આરંભમાં  અશ્વત્થવૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. અશ્વત્થવૃક્ષનું જે વર્ણન કરવામાં આવ્યું છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે આ કોઇ સામાન્ય, સાદું વૃક્ષ નથી. સંસાર અથવા નામરૂપાત્મક વિસ્તારને અહીં વૃક્ષનું રૂપક આપવામાં આવ્યું છે. રૂપકનો અર્થ એ છે કે, જેમ વક્ષમાં પાંદડા ઊગે,ખરી પડે, નવાં પાન આવે, ડાળીઓ પણ વિસ્તાર પામે, નાશ પામે, સૂકાઇ જાય, ફરી પાંદડા, ડાળીઓ વગેરે પુનસર્જિત થાય; છતાં વૃક્ષ તો અડીખમ ઊભું જ રહે, તેમ સંસારમાં પણ જન્મ થાય, થોડો વખત સ્થિતિ પામે, પ્રત્યેકનો નાશ થાય, વળી પાછો જન્મ થાય, આ ઘટમાળ ચાલ્યા કરે છે. સંસાર એવો છે કે તેને કોઇ સાદાવૃક્ષ સાથે સરખાવવામાં નથી આવ્યો, પણ તેને અશ્વત્થ (વડ) કહ્યો છે.  પ્રાયઃ વિવેચકો તેનો અર્થ ‘વડ’ એટલે કરે છે કે બીજાં વૃક્ષોની સરખામણીમાં કેવળ વડનો જ વિસ્તાર અસાધારણ રીતે વિશાળ હોય છે. એટલુંજ નહિ, એમાં ઉપરની ડાળીઓ ઘણીવાર નીચે જમીન સુધી  ઊતરીને વળી પાછાં નવાં મૂળિયાં થતાં હોય છે, જયારે કેટલાક લોકો તેને પવિત્ર પીપળાનું વૃક્ષ પણ કહે છે.

     અશ્વત્થવૃક્ષનું વર્ણન કરતાં કહેવાયું છે કે એનાં મૂળ ઊંચે (ઉર્ધ્વમૂલ)છે, ડાળીઓ નીચે (અધઃશાખ) છે. છંદો એટલે કે વેદ તેનાં પાંદડા છે. તે સત્વ, રજસ્,તમસ્ આ ત્રણગુણોથી વૃદ્ધિ પામે છે, વિષયો (રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ) તેનાં નવપલ્લવો સુધી ફેલાયેલાં છે. આ વૃક્ષનું રૂપ જ એવું છે કે તે કયાંથી શરૂ થાય છે અને કયાં તેનો અંત છે, તેનો છેડો કયાં છે, કયા આધાર પર તે ટકેલું છે એ કાંઇ જ જાણી શકાતું નથી. જ્ઞાનીઓનું કહેવું છે કે આ જાટજૂટ વૃક્ષને છેદી નાંખવું જોઇએ, પણ એને છેદવા માટેઅનાસકિતરૂપી શસ્ત્રનો જ પ્રયોગ કરી શકાય; કારણ કે એને છેધ્યા પછી જ માણસો મોક્ષને મેળવે છે.

   અહીં મૂળ એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિનું મૂળ બ્રહ્મ છે, નીચેરહેલી ડાળીઓ પરમાત્માનો નામરૂપાત્મક વિસ્તાર છે. છંદો એટલે કે વેદ અર્થાત્  વૈદિક કર્મકાંડો. છદ્ એટલે ઢાંકવું,તેના ઉપરથી છન્દસ્ શબ્દ લઇએ તો જેમ વૃક્ષ પાંદડાઓથી ઢંકાયેલું, રક્ષાયેલું રહે છે તેમ સંસારવૃક્ષને ઢાંકનાર, રક્ષનાર વૈદિક ક્રિયાકાંડો- જુદી જુદી જાતના સાંસારિક સુખના ફળનો નિર્દેશ કરતાં વૈદિક વાકયો છે. ભલે આ સંસારવૃક્ષનું મુખ્ય મૂળ માત્ર એક જ બ્રહ્મ હોય, પણ એક જન્મ પછી બીજા એમ અનેક જન્મોમાં પ્રાણીનેલઇ જનાર સત્-અસત્ કાર્યો તરફ દોરતી વાસનાઓ છે. તેનું મૂળ સુર્દઢ હોઇ, તેને કાપવું ખૂબ જ મુશ્કેલ છે; જો કે અનાસકિતરૂપી શસ્ત્રથી તે કાપી શકાય છે.

   ભારતીય વિદ્ધાનો,  આચાર્યો તેની વ્યુત્પત્તિ આ રીતે કરે છેઃ ન શ્વઃ અપિ સ્થાતા આવતીકાલે પણ ન રહેનાર અર્થાત્ નિરંતર પરિવર્તનશીલ (શંકારાચાર્ય, શ્રીધર મધુસૂદન). ર્ડા. હિલના મતે અશ્વ+સ્થા- જેની નીચે ઘોડા ઊભા રહે તે એવી વ્યુત્પત્તિ છે. તેઓ અશ્વત્થનો અર્થ ‘પીપળો’ કરે છે. જયારે શ્રી ટિળક ‘બ્રહ્મવૃક્ષ’, ‘બ્રહ્મવન’ એવાં નામ અનુગીતામાં આપે છે. પ્રાચીન યુરોપીય સાહિત્યમાં એને માટે ‘વિશ્વવૃક્ષ’, ‘જગદવૃક્ષ’ એવાં નામ મળે છે. ઋગ્વેદમાં વરૂણલોકમાં એનુ વર્ણન છે, જયારે વિષ્ણુસહસ્ત્ર નામમાં  વારૂણઃ વૃક્ષઃ, યમ અને  પિતૃઓનું સુપલભાશવૃક્ષ વગેરે છે. કહેવાય છે કે યજ્ઞ પ્રજાપતિ પિતૃયાન વખતે દેવલોકમાંથી નષ્ટ થઇ આ વૃક્ષમાં અશ્વનું રૂપ, ધારણ કરીને એક વર્ષ સુધી ગુપ્ત રહ્યા,તેથી તે ‘અશ્વત્થ’ નામથી ઓળખાયું. (તૈત્તિરીય બ્રાહ્મણ).

   કઠોપનિષદની અર્ધ્વમૂલોડવાક્શાખાની સીધી અસર ગીતાના આ વૃક્ષવર્ણમાં જોવા મળે છે. ફેર એટલો છે કે ગીતા એને ‘સંસારવૃક્ષ’ નામ આપે છે, જયારે ઉપનિષદ્ માં તે ‘બ્રહ્મ’ નામથી ઓળખાવયું છે. મુણ્ડકોપનિષદ્ માં પણ વર્ણન છે કે વૃક્ષ ઉપર બે પક્ષીઓ (જીવાત્મા-પરમાત્મા) બેઠા છે, એ આ જ વૃક્ષ છે. વેદમાં પીપળો,ઉદુમ્બર, ન્યગ્રોધ, અશ્વત્થ વગેરે નામનો ઉપયોગ થયો છે. આમ,  બધી રીતે જોતાં અશ્વત્થવૃક્ષ ખૂબ જ મહત્વધરાવે છે.


ક્ષર-અક્ષર-પુરૂષોત્તમઃ (અધ્યાય-૧૫)



  શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય પુરૂષોત્તમયોગ નામથી પ્રસ્તુત છે. એમાં  ત્રિવિધ પુરૂષોનું વર્ણન  વર્ણવાયું છે ગીતાના સોળમા શ્ર્લોકમાં ક્ષર અને અક્ષર નામે બે પુરૂષોનું વર્ણન છે. જયારે શ્ર્લોક ૧૭માં આ બંનેથી પર પરમાત્માનું વર્ણન છે; જે આ બંનેથી ઊંચો છે, અલગ છે, તે જ પરમાત્મા છે અને તેથી ગીતાનો પંદરમો અધ્યાય પુરૂષોત્તમયોગ તરીકે ઓળખાય છે.

   ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ- બધાં પ્રાણીઓ ક્ષર છે, જે કાંઇ દેખાય છે, અનુભવાય છે, વિકાર પામે છે, બદલાતું રહે છે તે ક્ષર પુરૂષ છે. સર્વ પ્રાણીઓની જેમ તે વિષયોનો ઉપભોગ કરે છે,સુખ-દુઃખનો અનુભવ કરે છે.



  અક્ષર-  જે ક્ષર નથી અર્થાત્ નથી બદલાતું, નથી ખરી પડતું. કોઇપણ વ્યકિત કે પદાર્થનું બાહ્ય કલેવર ક્ષર છે; કારણ કે તે જન્મે છે ત્યારથી મરે છે ત્યાં સુધીમાં પરિવર્તન પામતું રહે છે. પરંતુ બદલાતા  કલેવરની નીચે જે વ્યકિત એની એ જ રહે છે તે છે અક્ષર. કોઇપણ આવેગો કે આવેશોની વચ્ચે પણ તે નિશ્વલ, શાંત રહે છે. તે કૂટસ્થ નિત્ય પુરુષ અક્ષર છે. મહર્ષિ અરવિંદ  કહે છે કે, ‘‘પ્રકૃતિના ગુણોનું કાર્ય  જયારે સમતુલામાં જઇ પડે, ત્યારે પુરૂષોની  જે અવસ્થા હોય તે અક્ષર.’’ આ ક્ષર અને અક્ષર એકબીજાની સાથે જ રહે છે. કોઇપણ પદાર્થ આ બંનેથી સંયુકત છે. ક્ષર અક્ષર વગર અને અક્ષર ક્ષર વગર એકલું રહી શકાતું જ નથી. જે કંઇ જોઇએ છીએ, અનુભવીએ છીએ તે બધું ક્ષરાક્ષરયુકત છે. તેઓ પરસ્પર સાપેક્ષ છે.

    અહીં વિચારણીય તથા સમજવા યોગ્ય બાબત તો એ છે આ ક્ષર-અક્ષરથી પર કોઇ આવી સત્તા હોવી જોઇએ, જે નિરપેક્ષ, સ્વતઃ પ્રકાશિત,સ્વાધીન હોય. ગીતાએ એનો ઉત્તર આપતાં કહ્યું છે કે, ઉત્તમઃ પૂરૂષસ્ત્યવન્યઃ પરમાત્મેત્યુદાહ્રતઃ -  ઉત્તમ પુરૂષ  તો જુદો છે, જેનું નામ ‘પરમાત્મા’ છે. આ પુરૂષોત્તમ ક્ષર નથી, કારણ કે જો તે ક્ષર નાશવંત સ્વરૂપો પરમાત્મા હોઇ શકે નહિ. આ અવિનાશી ઇશ્વર, પરમાત્મા ત્રણેય લોકમાં રહીને તેને ધારણ કરે છે. આમ પુરૂષોત્તમ ક્ષર પણ છે,અક્ષર પણ છે, અર્થાત્ બંને નથી અથવા બંનેથી પર છે. તે જયારે ક્ષર તરીકે કોઇપણ સત્તામાં સર્વ પ્રકારના અવિદ્યાત્મક વ્યવહારો કરતો હોય છે અને સંકુચિત વ્યકિતમત્તામાં રમમાણ હોય છે, ત્યારે તે જ પુરૂષોત્તમ પોતાના કૂટસ્થ, નિત્ય, અક્ષર સ્વરૂપથી મુકત અને સર્વવ્યાપી હોય છે. પર, પરમાત્મા સ્વરૂપ ભગવાને એટલે જ કહ્યું છે- ‘‘ હું સર્વના હ્રદયમાં રહેલો છું. મારા કારણે જ સ્મૃતિ,જ્ઞાન, તેનો અભાવ થાય છે. સર્વવેદો વડે હું જ જાણવા યોગ્ય છું વેદાન્તશાસ્ત્રોનો કર્તા હું જં છું, વેદજ્ઞાતા પણ હું જ છું’’  ઇશ્વર જ ક્ષરને અતિક્રમીને રહેલ છે તથા અવિનાશી અક્ષરથી પણ ઉત્તમ છે. જે પુરૂષ નિર્મોહી થઇ તેને જાણે છે તે સર્વભાવથી ઇશ્વરને ભજે છે તથા તેને  જાણી  બુદ્ધિમાન મનુષ્ય કૃતકૃત્ય થાય છે. 


સવિરણ અનુવાદ કરો (બેમાંથી એક)  (અધ્યાય-૧૨)

૦૪

(૧)

યે ત્વક્ષરમનિર્દેશ્યમવ્યત્કં પર્યુપાસતે I

સર્વત્રગમચિન્ત્યં ચ કૂટસ્થમચલં ધ્રેવમ્ II

   ભાષાંતરઃ  જેઓ અક્ષર, અનિર્દેશ્ય, અવ્યકત, સર્વગામી, અચિન્ત્ય, કૂટસ્થ, અચળ, ચોકકસ (તત્વ)ને ઉપાસે છે (તેઓ મને જ પામે છે. (૩)


(૨)

કલેશોડધિકતરસ્તેષામવ્યત્કાસત્ક ચેતસામ્ I

અવ્યત્કા હિ ગતિર્દુઃખં દેહવદ્ધિરવાપ્યતે II૧૨-૫ II

   ભાષાંતરઃ  નિર્ગુણ બ્રહ્મમાં આસકત ચિત્તવાળાઓને વધારે પરિશ્રમ કરવો પડે છે, કારણ કે અવ્યકત ગતિ દેહધારીઓને પરિશ્રમથી (મુશ્કેલીથી) મેળવાય છે.

   વિવરણઃ   ભગવાન શ્રીકૃષ્ણ અહીં અર્જુન સમક્ષ અવ્યકતનું સ્વરૂપ વર્ણવે છે. તેઓના મતે સગુણ ઉપાસના સહેલી છે, જયારે નિર્ગુણ ઉપાસના દુષ્કર છે. જોકે એ પણ એટલું જ સાચું છે કે આ બંને ઉપાસનો અર્થ મૂર્તિપૂજા નથી. ભગવાનની વિવિધ વિભૂતિઓ  તથા વિશ્વદર્શનના અધારે ભગવાનનું જે સ્વરૂપ સમજી શકાય છે, તેવા ગુણવાળા સ્વરૂપની ઉપાસના તે સગુણોપાસના છે. તેમાં સમગ્ર માનવજાત, સર્વ પશુ-પંખી, જંતુ, વનસ્પતિ વગેરેનો સમાવેશ થયેલો છે. માનવમાત્રની, પ્રાણીમાત્રની સેવા એજ પરમેશ્વરની સુગણ ઉપાસના છે. અહીં જ્ઞાનયોગ તથા ભકતિયોગની તુલના છે, પણ બંનેમાં ભકિતયોગ વિશિષ્ટ માન્યો છે.

    શ્રીમધુસૂદન સરસ્વતીના મતે અક્ષરાત્મક પ્રાપ્તય દેહવાભિમાનીઓને કઠિનતાથી પ્રાપ્ત થાય છે, તેથી તેઓને અધિક કલેશ થાય છે, એમ કહેવાયું છે.

   ર્ડો. રાધાકૃષ્ણન  કહે છે કે અપરિવર્તનશીલને મન દ્રારા સરળતાથી ગ્રહણ કરી શકાતું નથી, કારણ કે આ માર્ગ અધિક દુર્લભ છે.  શ્રી મણિભાઇ નભુભાઇ  લખે છેઃ ‘અવ્યકત જે બ્રહ્મ તેને વિશે જેનું મન આસકત છે તેવાને અધિક કલેશ થાય છે; કારણ કે કેવળ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો વિચાર, અનુભવ દેહધારી માટે કઠિન છે, કવચિત્ અશકય છે.


(૩)

મચ્યેત મન આધત્સ્વ મયિ બુદ્ધિ નિવેશય I

નિવસિષ્યસિ મચ્યેત અત અર્ધ્વ ન સંશયઃ II૧૨-૮ II

   ભાષંતરઃ (તેથી) તું મારામાં જ મન રાખ અને મારામાં બુદ્ધિ પરોવ. એ પછી તું મારામાં જ રહીશ; (એમાં) શંકા નથી. (૮)


(૪)

અભ્યાસેડપ્યસમર્થોડસિ મત્કર્મપરમો ભવ I

મદર્થમપિ કર્માણિ કુર્વન્સિદ્ધિમવાપ્સ્યસિ II

   ભાષાંતરઃ અભ્યાસ (કરવાનું)  પણ જો તારાથી શકય ન બને તો મારા માટે કર્મ કરવા તત્પર થા. મારા માટે કર્મ કરતાં પણ તું સિદ્ધિ મેળવીશ. (૧૦)


(૫)

શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાદ્ધખ્જાનાદ્ધયાનં વિશિષ્યતે I

ધ્યાનાત્કર્મફલત્યાગસ્યાગાચ્છાન્તિનન્તરમ્ II૧૨-૧૨ II

    ભાષાંતરઃ  કારણ કે (પૂર્વોકત)અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતાં કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. (એ કર્મફળના) ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે.

    વિવરણઃ  ઉપરોકત શ્ર્લોક વિવિધ સાધનો અભિવ્યકિત દ્રારા ભકિતયોગની મહત્તા સ્થાપિત કરે છે. ભિન્ન ભિન્ન વિદ્ધાનો આ સંદર્ભે પોતાના વિચારો પ્રસ્તુત કરે છે. 

     શ્રી ટિળકના મતે આ શ્ર્લોક કર્મયોગની ર્દષ્ટિએ પણ અત્યંત મહત્ત્તવનો છે; કારણ કે કર્મફલત્યાગની મહત્તા વિશેષ છે. વળી, ભકિતયોગ નામના અધ્યાયમાં પ્રસ્તુત આ શ્ર્લોક ભકિતના જ વિચારને ર્દઢ કરે છે. ભકિતની દષ્ટિએ થતો સર્વકમફળત્યાગ સામાન્ય જ્ઞાન કરતાં વધારે સારોછે. ભકિતમાર્ગ બહુ જ સરળ છે. સામાન્ય મનુષ્ય નિષ્કામભાવે કર્મફળનો ત્યાગ કરીને  ઇશ્વરભિમુખ બનીને સાંસારિક કાર્યો કરે છે, જે તેને શાંતિ અપાવે છે. ‘ત્યાગ’ એ ભારતીય સંસ્કૃતિ પાયો છે, તેથી જ આ અધ્યાયને ભગવાને ‘અમૃતધાર’ કહ્યો છે- યે તુ ધર્મ્યામૃતમિદં યથોત્કં પર્યુપાસતે I  શ્રી ટિળકે અહીં ભકિતયુકત કર્મયોગ  સિદ્ધ કરવાનાં જ્ઞાન, ભજન વગેરે સાધનોકહી બીજાં સાધનોનો વિચાર કર્યા પછી છેવટે આ શ્ર્લોકમાં કર્મફળના ત્યાગનું શ્રેષ્ઠત્વ વર્ણવેલું છે. અહીં ગીતાના મુખ્ય ઉપદેશનું સૂચન થયું છે. સૂર્યગીતામા: પણ કહ્યું છેઃ

જ્ઞાનાદુપાસ્તિરુકૃષ્ટા કર્મોત્કૃષ્ટપાસનાત્ I

ઇતિ યો વેદ વેદાન્તૈઃ સ એવ પુરૂષોત્તમઃ II

   ર્ડા. રાધાકૃષ્ણનના મતે કર્મના ફળનો ત્યાગ અશાંતિનાં કારણો નાશ કરે છે અને આંતરિક શાંતિ આપે છે, જે આધ્યાત્મિક જીવનનો આધાર છે. ભકિત પર ભાર આપતાં જ્ઞાન ગૌણ થતાં મન શ્રદ્ધાળુ અને ઉપાસનાયુકત થઇને સર્વ કર્મો પરમાત્માને સમર્પિત કરાતાં પવિત્ર થઇ જાય છે.

   શ્રીધરે ‘જ્ઞાન’ નો અર્થ આત્માને પરમાત્મા તરફ પ્રેરિત કરવાના રૂપમાં અને ધ્યાનને અર્થ પરમાત્માયુકતના રૂપમા: ભગવન્મયત્વરૂપે કરેલો છે.

   અહીં ભકિતને ર્દઢ કરવા તથા કર્મફળનો ત્યાગ કરીને ઇશ્વરોપાસના કરવાનો વિચાર પ્રસ્તુત છે એમ માનવું જોઇએ. કર્મના ફળનો ત્યાગ કરવાનું કામ અઘરૂં છે, પરંતુ ભકિત એને હળવુંફુલ બનાવી દે છે. 


(૬)

અદ્ધેષ્ટાં સર્વભૂતાનાં મૈત્રઃ કરૂણ એવ ચ I

નિર્મમો નિરંહકારઃ સમદુઃખસુખઃક્ષમી II ૧૨-૧૩ II 

   ભાષાંતરઃ  સર્વ પ્રાણીઓનો દ્ધેષ નહિ કરનાર, મિત્રભાવે વર્તનાર,દયાળુ, મમતા વિનાનો, અહંકારરહિત, સુખ-દુખને સમાન માનનાર, ક્ષમાવાળો (તે મારો ભકત મને પ્રિય છે.) (૧૩)




અધ્યાય ૧૫


(૧)

ઉર્ધ્વમૂલમધઃ શાખમશ્વત્થં પ્રાહુરવ્યમ્ I

છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્ II૧૫-૧II

    ભાષાંતરઃ ઊંચા મૂળવાળા, નીચી શાખાઓવાળા, છંદો જેનાં પાંદડા છે એવા અશ્વત્થ (વૃક્ષ) ને (વિદ્ધાનો) અવિનાશી કહે છે. તેનેજે જાણે છે તે વેદ જાણનારો છે.

    વિવરણઃ  આ શ્ર્લોકમાં અશ્વત્થ વૃક્ષનું વર્ણન છે. એટલે નહિ’, શ્વ એટલે માયામય સંસારવૃક્ષ.  શંકરચાર્ય પણ કહે છે કે, આ સંસાર આવતીકાલે રહેવાનો નથી અર્થાત્ નાશવંત છે, એવો ભાવ છે. તેઓ કહે છે કે વૃક્ષને જે રીતે પાંદડાઓ ઢાંકે છે એમ વેદો સંસારને ઢાંકે છે.  

   સાંખ્ય આને પ્રકૃતિનો વિસ્તાર કહે છે, જયારે વેદાન્ત ભગવાનની માયાનો વિલાસ કહે છે.

   ક્ષરાક્ષરાભ્યામૃત્કૃષ્ટઃ પુરુષોત્તમઃ – શ્રીધર.

   અહીં સર્વોપરિ, સર્વશકિતમાન, વિશ્વના કર્તાહર્તા એવા આદિપુરૂષ નારાયણ વાસુદેવ ભગવાનની વાત કરવામાં આવી છે. તે સમસ્ત વૃક્ષના ઊંચે મૂળિયાંરૂપી હોવાથી ઉર્ધ્વમૂલભ્ કહ્યું છે.

   અધઃ શાખમ્ – નીચેની શાખાઓવાળું, જેની શાખાઓ નીચે પડી જાય છે તેવું અશ્વત્થવૃક્ષ.

   હિરણ્યગર્ભાદયઃ તુ તસ્ય શાખા I  હિરણ્યગર્ભ બ્રહ્મા આદિ પુરૂષથી ઉત્પન્ન થયેલા હોવાના કારણે તેઓને નીચાં શાખારૂપ કહ્યાં છે.  અશ્વત્થમ્ –સંસારરૂપી પીપળાનું વૃક્ષ. પ્રભાતપર્યંતમપિ ન સ્થાસ્યતિ ઇતિ અશ્વત્થં છંદાસિ યસ્ય પર્ણાનિ- શ્રીધર.

   ઋગ્વેદ, યજેર્વેદ, સામવેદ એનાં પાંદડા છે. વેદોકત યજ્ઞ-યાગાદિથી સંસારવૃક્ષ નવપલ્લવિત થાય છે.

   શ્રીધર  કહે છે, વેદોકૈઃ કર્મભિઃ સંસારવૃક્ષં સેવ્યતામ્ – વેદોએ કહેલાં કર્મો વડે સંસારરૂપી વૃક્ષનું સેવન કરવું જોઇએ. અહીં સાહિત્યિક ભાષામાં સંસારવૃક્ષનું વિશદ્ વર્ણન છે, જેની કલ્પના દ્રારા સર્વોપરિ પુરૂષોત્તમનાં ગુણગાન ગાયાં છે.

   વળી, ઉર્ધવમૂલ્મ – ઉર્ધ્વમત્કૃષ્ટં મૂલં કારણં સ્વપ્રકાશપરમાનન્દરૂપત્વેન ચ બ્રહ્મ I ઉત્કૃક્ષ્ટ મૂલકારણ એટલે બ્રહ્મ સ્વપ્રકાશ પરમાનંદ હોવાનાતથા નિત્ય હોવાના કારણે ઉપર છે. સંસારરૂપ ભ્રમનું અધિષ્ઠાન બ્રહ્મ ઊર્ધ્વ છે. માયાવશ તે જ એનું મૂલ છે. 

   શ્રી મધુસૂદન સરસ્વતી -  છન્દાંસિ એટલે વેદોઆ વૃક્ષનાં પાંદડા છે. જેમ પાંદડાં વૃક્ષની રક્ષા કરે છે તેમ કર્મકાંડ સંસારવૃક્ષની રક્ષા કરે છે. કેમકે તે ધર્માધર્મના હેતુ અને ફલનું પ્રકાશન કરનારાં છે. 

   શ્રૃતિ-સ્મૃતિ વગેરે પણ આ વૃક્ષનાં ગુણગાન કહ્યા છે.

   (૧)  ઋ. ૧-૨-૪-૭માં વરુણલોકમાંએક આવું વૃક્ષ છે – નિચીનાઃ સ્યુરૂપરિ બુધ્ન  એષામસ્મે અન્તર્નિહિતાઃ કેતવઃ સ્યુઃ I

  (૨)   વિષ્ણુસહસ્ત્રનામમાં વિષ્ણુને વૃક્ષસ્વરૂપ કહ્યા છે.

  (૩)  શિવસહસ્ત્રનામમાં શિવાનો વૃક્ષ તરીકે નિર્દેશ છે.

  (૪)  ઋ. ૧૦.૧૩૫.૧માં યમ તથા પિતૃઓને સુપલાશવૃક્ષની નીચે સાથે બેસીને સોમપાન કરતા વર્ણવાયા છે.

  (૫)  ઋ. ૧-૧૬૪-૨૦ મુણ્ડકો. માં દ્ધા સુપર્ણા.... માં બે પક્ષીઓનું રૂપક છે. 

  (૬) અથર્વવેદ (૫-૪-૩, ૧૯-૧૩-૬) માં દેવસદન એવું અશ્વત્થવૃક્ષ વરુણલોકમાં છે, એવું કથન છે.

  (૭) કઠોરનિષદ્ (૨-૩-૧) માં ઉર્ધ્વમૂલોડવાક્..... ગીતામાં સામ્ય છે.

   (૮) તૈત્તિરીય બ્રાહ્મણ (૩-૮-૧૨-૨) મુજબ અશ્વત્થનું વાર્તાકથન છે.

  (૯)  ભાગવત ૧૧-૧૨-૨૨, ૨૩માં આ વૃક્ષ વર્ણિત છે.

    મહાભારતમાંપણ વિશ્વની પ્રક્રિયાની તુલના એક વૃક્ષ સાથે કરવામાં આવી છ, જેને જ્ઞાનની મજબૂત તલવાર વડે કાપી શકાય છે.આ વૃક્ષનું ઉદ્દગમ પરમાત્માથી થાય છે. ર્ડો.રાધાકૃષ્ણનના મતે સંસાર એક જીવિત શરીર છે, જે ભગવાનની સાથે સંયુકત છે. વૈદિક યજ્ઞ સંસારને ચાલુ રાખે છે તેથી વેદના મંત્રો તેના પાંદડાં છે, જે વૃક્ષને જીવિત રાખે છે.

   આમ, ગીતામાં વર્ણવેલ અશ્વત્થવૃક્ષ, વેદો તથા વિવિધ ઉપનિષદોના વિચારોને પ્રાયઃ સ્વીકારે છે.


(૨)

અધશ્વોર્ધ્વ પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ I

અધશ્વ મૂલાન્યનુસંતાતાનિ કર્માનુબન્ધીનિ મનુષ્યલોકે II૧૫-૨ II

  ભાષાંતરઃ   આ (સંસારરૂપી વૃક્ષ) ની ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયોરૂપી કૂંપળોવાળી શાખાઓ (દેવો, મનુષ્યો અને પશુ-પંક્ષીઓ રૂપે)  ઊંચે તથા નીચે ફેલાયેલી છે. વિષયોની ઇચ્છારૂપ કર્મનાં બંધનોવાળાં એનાં મૂળ નીચે મનુષ્યલોકમાં પ્રસરેલાં છે.

   વિવરણઃ  સંસારવૃક્ષમાં દેવો, મનુષ્યો, પશુ-પક્ષીઓની સ્થિતિ વાત કરી છે. દુષ્કર્મ કરનારાઓ નીચે એટલે કે પશુ વગેરે યોનિને પ્રાપ્ત થાય છે, જયારે શુભકર્મ કરનારાઓ દેવાદિમાં સ્થાન પામે છે. આમ, તે વૃક્ષની શાખાઓ નીચે અને ઉપર મનુષ્ય લોકથી લઇને સતયલોકપર્યંત ફેલાયેલી છે.

   શ્રી મધુસૂદન સરસ્વતી  શાખાઓનું વર્ણન કરતાં કહે છે કે, ‘‘દેહ, ઇન્દ્રિય અને વિષયના આકારમાં પરિણત સત્ત્વ, રજસ્ અને તમસ્ ગુણો દ્રારા જળસિંચનની જેમ પરંતુ અન્ય મૂળોનું અસ્તિવ પણ છે. તે મૂળિયાં ધર્મ, અધર્મરૂપ કર્મોના અનુસંધાનેમાં છે.’’

   શ્રી ગુણવંત શાહના  મતે ત્રણ ગુણો ધરાવતા સત્ત્વગુણી દેવો, રજોગુણી મનુષ્યો અને મોગુણી પશુપક્ષીઓ એટલે જાણે સંસાર સંસારવૃક્ષની ડાળીઓ’’

   વળી, વિષયોની રમણીયતામાં મુગ્ધ રહી ત્રણે ગુણો વડે એ વૃક્ષને પોષે છે ને મનુષ્યલોકમં કર્મપાશમાંબંધાયેલા રહે છે. શંકરાચાર્યના મતે નીચે તરફ ફેલાયેલી શાખાઓ ગૌણ છે તે વાસનાઓ છે કે જેને એઆતમા પોતાનાં પૂર્વકકર્મના ફળના  રૂપમાં સાથે લે છે.


(૩)

ન રુપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચારિર્ન ચ સંપ્રતિષ્ઠા I

અશ્વત્થમ.નં સુવિરુઢમૂલમસડ્ગસ્ત્રેણ દ્ધઢેન છિત્વા II૧૫-૩II

   ભાષાંતરઃ  આ (સંસારવૃક્ષ) નું કોઇ ચોકકસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી. (આ સંસારનો) સર્વાંશે અંત જણાતો નથી તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પતિ અને સ્થિતિ પણ જોઇ શકાતી નથી. એવા આ અનંત મૂળવાળા નશ્વર સંસારવૃક્ષને અનાસકિતરૂપ મજબૂત શસ્ત્રથી આપણી અંદરથી કાપી નાંખવું જોઇએ. (૩)



(૪)

અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ I

પ્રાણાપાનસમાયુલઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ II

   ભાષાંતરઃ  હું જઠરાગ્નિ થઇ, પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ તથા અપાનવાયુથી યુકત થઇ ચાર પ્રકારનું અન્ન પચાવું છું.

   વિવરણઃ  પ્રાણીઓના દેહમાં રહેનાર વૈશ્વાનર અગ્નિ (જઠરાગ્નિ) થઇ અન્નનું પાચન પણ તે જ કરે છે. શ્રુતિ પણ આ જ કહે છે – અયમગ્નિવૈશ્વાનરોયોડયમન્તઃ પુરૂષે યેનેદમન્નં પચ્યતે II  શ્રીધર- વૈશ્વાનરો જાઠરો ભૂતવા પ્રાણીનાં દેહસ્યાંતઃ પ્રવિશ્ય પ્રાણાપાનાભ્યાં સહિત પ્રાણીભિઃ ભુત્કતં ભક્ષ્યં લેહ્યં ચોષ્યં ચ ઇતિ ચતુર્વિધમ્ અન્નં પચામિ I

     ચાર પ્રકારનું અન્ન હું જ પચાવું છું. (૧) ભષ્ય- દાંત વડે ચાવીને ખવાતું રોટલી વગેરે (૨) ચાષ્ય – ચૂસી શકાય તેવું મોસંબી, શેરડી વગેરે પ્રકારનું (૩) લેહ્ય-ચાટીને ખવાય તેવું મધ વગેરે (૪) પેય-પ પીવાલાયક, સર્પ એ યોનિને પાર્થિવ, આપ્ય, તેજસ અને વાયવ્ય એમ ચતુર્વિધ અન્ન કહેવાય છે. (શંકરાનંદ)

    ઉપર પ્રમાણેનું વિવિધ અન્ન હોજરીમાં જાય છે, તે તમામ પ્રકારના ભોજનને પચાવવાનું કામ પુરૂષોત્તમ કરે છે. ભોજન જઠરાગ્નિરૂપે રહેલા પ્રભુને આપવામાં આવે એ વાત યાદ રહે તો આપણા વલણમાં ફેર પડી જાય.


(૫)

દ્ધાવિમૌ પુરૂષૌ લોકે ક્ષરશ્વાક્ષર એવ ચ I

ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોડક્ષર ઉચ્યતે II૧૫-૧૬ II

   ભાષાંતરઃ   લોકમાં ક્ષર(નાશવંત) અને અક્ષર (અવિનાશી) એવા આ બે પુરૂષો છે. તેમાં ભૂતોએ નાશવંત પુરૂષ છે અને અંતર્યામી (કૂટસ્થ) પુરૂષ અક્ષર (અવિનાશી) કહેવાય છે.

   વિવરણઃ  બ્રહ્માંડમાં બે પુરૂષો છે. તે કાર્યવર્ગ છે એક ક્ષર એટલે વ્યકત સૃષ્ટિ અને બીજો અક્ષર એટલે અવ્યકત પ્રકૃતિ, જે અક્ષરબ્રહ્મ પણ કહેવાય છે.તે કૂટસ્થ એટલે કે લુહારની એરણની જેમ કદાપિ વિકાર પામતો નથી.

   શંકરાચાર્ય- (૧) ક્ષરઃ – સર્વભૂતો અર્થાત્ ઉત્પત્તિ-વિનાશવાળો સમસ્ત કાર્યસમુહ, અક્ષરપુરુષ – સર્વ ભૂતોના હેતુરૂપ માયા (મૂળ પ્રકૃતિ).

   મધુસૂદન – પરમાત્મા આવરણશક્તિ તથા વિક્ષેપશક્તિ એ બંને રૂપો દ્વારા સ્થિત થાય છે. આવા કૂટસ્થ નામવાળી ભગવાનની માયા-શક્તિરૂપ કારણ ઉપાધિ અક્ષર છે. એ સંસારનું બીજ છે.

   શ્રીધરાચાર્ય – અક્ષર: જીવાત્મા સમજે છે.


(૬)

યસ્માત્ક્ષરમતૌડહમક્ષરાદપિ ચોત્તમઃ I

અતોડસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરૂષોત્તમ II ૧૫- ૧૮ ||

   ભાષાંતરઃ કારણ કે હું ક્ષર (જગત) થી પર છું અને અક્ષરથી પણ શ્રેષ્ઠ છું; તેથી લોકમાં અને વેદોમાં પણ હું પુરૂષોત્તમ (એ નામથી) પ્રસિદ્ધ છું.(૧૮) 

    સમજૂતી: પ્રસ્તુત શ્ર્લોક દ્વારા ત્રણ શબ્દોની સમજ આપવાનો ગીતાનો પ્રયાસ છે- ક્ષર, અક્ષર, પુરુષોત્તમ. ‘ક્ષર’ એટલે વ્યક્ત પ્રકૃતિ, જે ક્ષીણ થનારી, નાશવંત પ્રકૃતિ છે. ‘અક્ષર’ એટલે અવ્યકત પકૃતિ. આ બંને ઉચ્ચ સ્થાનમાં રહેલાં બ્રહ્મનાં સ્વરૂપો છે. જ્યારે આ બંનેથી ઉપર રહેલું તત્વ પરમાત્મા, જે ‘પુરુષોત્તમ’ તરીકે ઓળખાય છે. બુધ્ધિમાન મનુષ્ય પુરુષોત્તમમાં એકાકાર થઈ ઇશ્વરને ભજે છે અને છેવટે પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. 


Unit- 4

પતંજલિ યોગ શાસ્ત્રના આઠ અંગોનો પરિચય

પ્ર-૪

ટૂંકનોંધ લખો (ચારમાંથી બે)

સામાન્ય પ્રશ્ન લખો (એકના વિકલ્પે એક)

૧૪

  પતંજલિ  યોગ શાસ્ત્રના આઠ અંગોનો પરિચય આપો.



  (૧) પતંજલિનો પરિચયઃ યોગદર્શનના પ્રણેતા પરિચય

   યોગદર્શનના પ્રવર્તક પતંજલિ મુનિનો પરિચય નીચે પ્રમાણે આપી શકાયઃ

   પતંજલિનો જન્મ દ્રાપર યુગના અંતમાં થયો હતો. તેમના પિતાનું નામ અંગી અને માતાનું ગોણિકા અથવા સતી હતું. તેમની પત્નીનું નામ લોલુપા હતું.  તેમના જન્મસંદર્ભે કહેવાય છે કે તેમની માતાએ તપ કર્યું અને સૂર્યની આરાધના કરી. જેવી અંજલિ ઊંચી કરી અર્ધ્ય આપવા ગયા તો તેમાંથી એક નાનું બાળક નીચે પડયું. આમ, તેમની અંજલિમાંથી નીચે પડતું હોવાથી માતાએ તેમનું નામ ‘પતંજલિ રાખ્યું. તે પછી અંજલિમાંથી ઉત્પન્ન થયેલ બાળકે માતાને કહ્યું કે, ‘જયારે તમે મને યાદ કરશો ત્યારે હું તરત જ આવીશ એમ કહી તેઓ તપ કરવા ગયા. તપ કરી શિવજીને પ્રસન્ન કરી તેમની કૃપાથી મહાભાષ્ય વગેરેની રચના કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું.  તે પછી પતંજલિએ મહાભાષ્ય, યોગસૂત્રો અને ચરકશાસ્ત્ર વગેરે રચ્યાં.  તેમણે લાંબા સમય સુધી ગોનર્દ નામના પ્રદેશમાં નિવાસ કર્યો,તેથી તેઓ ગોનર્દીય નામથી પણ ઓળખાય છે.  વિદ્ધાનોના મતે તેમનો સમય વિક્રમ સંવતથી ૧૨૦૦ વર્ષે પૂર્વનો હશે.


યોગ શબ્દનો અર્થ (યોગ એટલે શું ?)



  યોગ્ય શબ્દ યુજ્યતે અનેન ઉત્પત્તિ પ્રમાણે યુજિર્ યોગે ધાતુ પરથી આવ્યો છે. તે પ્રમાણે તે શબ્દનો અર્થ સંયુકત હોવું, મિલન હોવું એવો થાય છે. યોગ એટલે જોડાણ. જીવાત્માનું પરમાત્મા સાથે જેના દ્રારા જોડાણ થાય તેને યોગ કહેવામાં આવે છે. પતંજલિ યોગની વ્યાખ્યામાં ચિતવૃત્તિનિરોધઃને યોગ ગણે છે. તે અનુસાર, ચિત્તની વૃત્તિઓના બધા કલેશોને દુર કરીને શુભ ગુણોમાં સ્થિર કરીને પરમેશ્વર પાસેથી મોક્ષ  પ્રાપ્ત કરવો તેને યોગ કહેવાય છે.

   ‘યોગ’ શબ્દનો પ્રયોગ ‘ઇન્દ્રિયોને વશ કરવી’ અર્થમાં થયો છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ યોગેશ્વર અને ગીતા યોગશાસ્ત્ર કહેવાય છે. સમત્વં યોગઃ  ઉચ્યતે તથા યોગઃ કર્મસુ કૌશલય્ જેવાં સુવાકયો યોગની વ્યાખ્યાઓ રજૂ કરે છે. મનુસ્મૃતિ  અનુસાર યોગ એેટલે વશ કરવું એવો અર્થ છે.  યાજ્ઞવલ્કય મુનિના મતે ‘સંયોગો યોગ ઇત્યુકતાઃ જીવાત્પરમાત્મનોઃ’ અથવા ‘જીવનત્મા અને પરમાત્માનો સંયોગ’ એટલે યોગ છે.

   મુનિ પતંજલિએ યોગશ્વિવૃત્તિનિરોધ એમ કહી યોગની વ્યાખ્યા આપી છે. યુજ્-સમાધૌ કહી સમાધિના અર્થમાં પણ યોગ શબ્દ સમજાવ્યો છે. જૈનદર્શનમાં સંયમ, નિર્જરા, સંવર તથા મન, વચન, કર્મના વ્યાપારના અર્થમાં મનોયોગ શબ્દ પ્રયોજાય છે. મનઃસંવરનો અર્થ તેઓ ચિત્તવૃત્તિના નિરોધ તરીકે જ રજૂ કરે છે.


યોગદર્શનનો સાર (યોગના ચાર વિભાગો)



  પતંજલિએ યોગદર્શન નામના ગ્રંથની રચના કરી  છે. પતંજલિ યોગદર્શન એક ચિંતનાત્મક અને વિશાળ ગ્રંથ છે, જેમાં ૧૯૫ સૂત્રો છે.  યોગદર્શન ચાર વિભાગોમાં વિભાજિત છે. યોગદર્શનના ચાર વિભાગો નીચે પ્રમાણે છેઃ

    (૧) સમાધિપાદઃ સમાધિપાદમાં ૫૧ સૂત્રોમાં સમાધિ અને તેના પ્રકારોનું નિરૂપણ છે. 

   (૨) સાધનપદઃ  સાધનપદમાં ૫૫ સૂત્રોમાં સાધનાનો આરંભ કરનાર સાધક માટે યોગનાં સાધનોનું નિરૂપણ છે.

   (૩) વિભૂતિપાદઃ  વિભૂતિપાદમાં ૫૫ સૂત્રોમાં વિભૂતિઓ કે સિદ્ધિઓનું નિરૂપણ છે.

   (૪) કૈવલ્યપાદઃ કૈવલ્યપાદમાં ૩૪ સૂત્રોમાં કૈવલ્ય કે મોક્ષના યથાર્ય સ્વરૂપનું નિરૂપણ છે. 


સમાધિપાદનું વિષયવસ્તુઃ



  સમાધિપદમાં ૫૧ સૂત્રો છે, તેમાં સમાધિ અને તેના પ્રકારનું નિરૂપણ છે.  સમાધિપાદમાં ચિત્તની પાંચ અવસ્થાઓ દર્શાવી છેઃ ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરૂદ્ધ. પ્રત્યેકના અર્થ સમજાવીને ચિત્તનો નિરોધ કરવા યોગ્ય વૃત્તિઓમાં કિલષ્ટ અને અકિલષ્ટ એવી પાંચ પ્રકારની વૃત્તિઓ છેઃ  અવિદ્યા, રાગ, દ્ધેષ વગેરે. અકિલષ્ટ વૃત્તિઓ પ્રમાણ,વિપર્યય, વિકલ્પ, નિદ્રા,સ્મૃતિ નામથી પાંચ પ્રકારની છે.

   સમાધિપાદમાં ચિત્તવૃત્તિનિરોધના ઉપાયો  દર્શાવ્યા છે. અભ્યાસ તથા વૈરાગ્ય દ્રારા ચિત્તવૃત્તિનો નિરોધ કરી શકાય છે. તેનું નિરૂપણ બે પકારથી છેઃ (૧) સંપ્રજ્ઞાતયોગ અને (૨) અસંપ્રતજ્ઞાતયોગ પણ ભવપ્રત્યય અને ઉપાયપ્રત્યય એમ બે પ્રકારનો છે.

    યોગદર્શનમાં ઇશ્વરનાં સ્વરૂપ, પ્રાણિયાન, ચિત્તવિક્ષેપ અંતરાયો,સબીજ-નિર્બીજ સમાધિ વગેરેની ચર્ચા કરવામાં આવી છે. સમાધિની સાથે યોગના લક્ષણ, તેનું સ્વરૂપ, તેની પ્રાપ્તિના ઉપાયો, વૈરાગ્યનું સ્વરૂપ, તેના પ્રકારો, ઇશ્વરનું સ્વરૂપ, જપ-અનુષ્ઠાન વિધિઓ, મનોનિરોધના વિવિધ ઉપાયો, ઋતંભરા પ્રજ્ઞા વગેરેનાં લક્ષણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.


સાધનપદનું વિષયવસ્તુઃ



  સાધનાપાદમાં૫૫ સૂત્રો છે. સાધનાનો આરંભ કરનાર સાધક માટે અહીં યોગનાં સાધનો દર્શાવ્યાં છે. યોગનાં આઠ અંગો, તેનું ફળ, યમ-નિયમ, આસન પ્રાણાયામ, પ્રત્યાહારનાં લક્ષણો,ધારણા, ધ્યાન, સમાધિના પ્રકારો, તેમનું સ્વરૂપ વગેરેની ચર્ચા છે. સાધક માટે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્ધેષ, અભિનિવેશ વગેરે પાંચ કલેશો દૂર કરવા જણાવ્યું છે. આ પાદમાં કર્મસિદ્ધાંતની ચર્ચા પણ છે. એટલે કે ‘જેવું કરશો તેવું પામશો’ એવી ભાવના જોવા મળે છે. યોગભાષ્ય કર્મોના બે વિભાગ રજૂ કરે છેઃ (૧) ર્દષ્ટજન્મવેદનીય કર્મો (૨) અર્દષ્ટજન્મવેદનીય કર્મો. વળી, કર્મો જાતિ, આયુ અને ભોગ એમ ત્રણ રીતે પણ ફળ આપે છે. આ ઉપરાંત (૧) સંચિત (૨) પ્રારબ્ધ (૩) ક્રિયામાણ કર્મો એવા પણ કર્મોના ભેદ છે.


વિભૂતિપાદનું વિષયવસ્તુઃ



  વિભૂતિપાદમાં ૫૫ સૂત્રો છે. વિભૂતિ એટલે ઐશ્વર્ય. સાધકને સિદ્ભિના પરિણામ સ્વરૂપે વિભૂતિઓ પ્રાપ્ત થાય છે. ધારણા, ધ્યાન, સમાધિ દ્રારા સિદ્ધિઓનું ફળ મળે છે. વિભૂતિપાદમાં ક્રમનો ભેદ અને પરિણામનો ભેદ  રજૂ થયો છે. પરિણામોમાં સંયમ કરવાથી ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન થાય છે.

   કર્મના સોપક્રમ અને નિરૂપક્રમ એવા બે ભેદ છે. સોપક્રમ એટલે તીવ્ર વેગવાળા અને નિરૂપક્રમ એટલે મંદ વેગવાળા. તેનો સંયમ કરવાથી મૃત્યુનું જ્ઞાન મળે છે. અહીં પ્રાણ, અપાન, વ્યાન અને ઉદાન એ પાંચ પ્રાણો, પાંચ મહાભૂતો તથા આઠ સિદ્ધિઓ પણ બતાવવામાં આવી છે.  ઇન્દ્રિયો પરના વિજયથી મન પર વિજય થાય છે, એ પણ બતાવ્યું છે.


કૈવલ્યપાદનું વિષયવસ્તુઃ



    કૈવલ્યપાદમાં ૩૪ સૂત્રો છે. કૈવલ્યનો નિર્ણય ચિત્તને આધિન છે. કૈવલ્ય એટલે મોક્ષ. મોક્ષના યથાર્થ સ્વરૂપનું અહીં વર્ણન છે.  પ્રકૃતિમાં વિલક્ષણ પરિવર્તન થવાથી સિદ્ધિ મળે છે. તેમાં જન્મ, ઔષધિ, મંત્ર, તપ, સમાધિ વગેરે કારણભૂત છે. અવિધાનો નાશ થાય છે. અવિદ્યાનો નાશ થતાં પ્રકૃતિ-પુરૂષનો સંયોગ છૂટી જાય છે. પ્રકૃતિથી છૂટી સ્વ-સ્વરૂપમાં રહેવું એ જ પુરૂષનું કૈવલ્ય છે.


અંષ્ટાગયોગ (યોગના આઠ અંગોનો પરિચય)



  પતંજલિએ યોગસૂત્રના સાધનપાદ અષ્ટાગયોગની એટલે યોગનાં આઠ અંગોની ચર્ચા કરી છે. યોગનાં આઠ અંગો નીચે પ્રમાણે છેઃ

   (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ.

   યોગના યમ, નિયમ,આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ પાંચ અંગો એ અષ્ટાંગયોગનાં બહિરંગ અંગો (બ્રાહ્ય અંગો) છે; જયારે યોગના ધારણા,ધ્યાન અને સમાધિ એ ત્રણ અંગો એ અષ્ટાંગયોગના અંતરંગ અંગો છે. પતંજલિ આ અંતરંગ યોગને સંયમ કહે છે. (ત્રયમેકત્ર સંયમઃI)



  (૧) યમઃ યમ પાંચ છે  (૧) અહિંસા(૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. સાધકે આ પાંચ યમનું દરેક પરિસ્થિતિમાં પાલન કરવાનું હોય છે.



  (૨) નિયમઃ નિયમ વડે અંગત જીવનમાં શુદ્ધિ થાય છે. અમુક ચોકકસ પ્રકારે વ્યવહાર કરવો એવો જેના વિશે બુદ્ધિ નિશ્ચય કરે છે તેને નિયમ કહે છે. યમ વિના નિયમ સંભવી શકતો નિયમ પાંચ છેઃ (૧) શૌચ (૨) સંતોષ (૩) તપ (૪) સ્વાધ્યાય અને (૫) ઇશ્વરપ્રણિધાન.



  (૩)  આસનઃ  સ્થિરતા અને સુખપૂર્વક લાંબા સમય સુધી બેસવું તેનેઆસન કહે છે. (સ્થિરસુખમાસનમ્) યોગશાસ્ત્રમાં ૮૪ આસન ગણવામાં આવ્યા છે. યોગમાટે પદ્માસન અને સિદ્ધાસન વધુ લાભદાયક છે.



  (૪)  પ્રાણાયામઃ  શ્વાસ અને પ્રશ્વાસ (બહાર કાઢતા શ્વાસ)ની સ્વાભાવિક નિરંતર ગતિ પર નિયંત્રણ કરવું તેને પ્રાણાયામ કહે છે. (શ્વાસપ્રશ્ચાસયોઃ ગતિવિચ્છેદઃ પ્રાણાયામઃ)પ્રાણાયામથી પ્રાણશકિતમાં વૃદ્ધિ થાય છે. (પ્રાણાયામ=પ્રાણ+આયામ=પ્રાણનું નિયમન) પ્રાણાયમથી શરીરની જીવનશકિત ઉપર સંયમ કેળવી શકાય છે. 



  (૫) પ્રત્યાહારઃ  ઇન્દ્રિયોને પોતાના બહાર વિષયોમાંથી પાછી વાળીને અંતર્મુખ કરવી તેને પ્રત્યાહાર કહે છે. પ્રત્યાહાર એ ઇન્દ્રિયોને પાછા વાળવાની ક્રિયા છે.



  (૬) ધારણાઃ   ચિત્તની એકાગ્રતાને સ્થાનવિશેષમાં બાંધવી એ ધારણા છે. હ્રદય, નાસિકા, મૂર્ધા, જીભના અગ્રભાગ જેવાં ધ્યેયસ્થાનોમાં ચિત્તની સ્થિર સ્થિતિને ધારણા કહે છે.



  (૭)  ધ્યાનઃ  ધારણાના ધ્યેયસ્થાનમાં ચિત્તવૃત્તિ નિરંતર સ્થિર રહે તેને ધ્યાન કહે છે. (તત્ર પ્રત્યય એકતાનતા ધ્યાનમ્ I) ધ્યાનમાં ચિત્તવૃત્તિની એકાગ્રતા સતત રહે છે.



  (૮)  સમાધિઃ  સમાધિ એ અષ્ટાંગયોગનું અંતિમ પગથિયું-સોપાન છે. ધ્યાન જયારે સાધકને ધ્યેયના અર્થની પ્રતીતિ કરાવે છે અને પોતે જાણે સ્વરૂપશૂન્ય હોય તેવો બની જાય  ત્યારે તે જ ધ્યાનને સમાધિ કહેવામાં આવે છે. (તર્દવાર્થમાત્રનિર્ભાસં સ્વરૂપશૂન્યમિવ સમાધિઃ I) યોગમાં સમાધિ એ શ્રેષ્ઠ સોપાન છે અને અન્તઃપ્રકાશ છે.



Unit-1-2-3-4


પ્ર-૫(અ)

ટૂંકા પ્રશ્નોના એક કે બે વાકયોમાં ઉત્તર લખો. 

અધ્યાય ૯ રાજવિદ્યારાજગુહ્યયોગ

૦૮

(૧)

ગીતાના નવમા અધ્યાયના શીર્ષકમાંના શબ્દોની યોગ્ય સમજૂતી આપો.



    ઉત્તરઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમા અધ્યાયનું શીર્ષક છે- રાજવિદ્યા-રાજગુહ્યયોગ

    રાજવિદ્યા-વિદ્યાનાં રાજા અને રાજગુહ્યમ્ – ગુહ્યાનાં રાજા ઇતિ અર્થાત્ ‘વિદ્યાઓમાં શ્રેષ્ઠ અને રહસ્ય’. બંને શબ્દો બ્રહ્મણાનનાં વિશેષણો છે તેથી બ્રહ્મવિદ્યા (અધ્યાત્મવિદ્યા) સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ તથા ગુપ્ત રાખવા યોગ્ય છે.


(૨)

ક્રતુ, યજ્ઞઃ તથા સ્વધા શબ્દના અર્થો આપો.



  ઉત્તરઃ  ક્રતુ એટલે શ્રૌત યજ્ઞ (વેદોમાં બતાવેલ યજ્ઞ), યજ્ઞઃ એટલે સ્માર્ત યજ્ઞ (સ્મૃતિમાં દર્શાવેલ યજ્ઞ), સ્વધાઃ એટલે અન્ન, ધાન્ય વગેરે પિતૃઓને ઉદ્દેશીને અપાય તે સ્વધા  બોલીને અપાય છે.


(૩)

યોગક્ષેમ એટલે શું?



    ઉત્તરઃ વસ્તુને મેળવવા માટે નિષ્કામભાવે થતાં કાર્યો યોગ છે (પ્રાપ્તિની રક્ષા), હંમેશા માટે જતન કરવું તે ક્ષેમ કહેવાય છે.


(૪)

સાચો ભકત ભગવાને કઇ કઇ વસ્તુ અર્પણ કરી શકે છે તથા કેવી રીતે?



    ઉત્તરઃ  ઉત્તમ ભગવદ્ ભકત પત્ર, પુષ્પ, ફળ અને જળથી પણ ભગવાનની ભકિત કરી શકે છે. જે ભકત પવિત્ર, શુદ્ધ અને ફળની આશા રાખ્યા વિના ભકિત કરે તો તે તેનું ઇશ્વર માટેનું સર્વોત્તમ કાર્ય (યોગ) છે.


(૫)

અશ્રદ્ધાળુની કેવી ગતિ થાય છે?



    ઉત્તરઃ  જેને ઇશ્વરમાં કે ધર્મમાં શ્રદ્ધા નથી તે મૃત્યુરૂપી સંસારમાર્ગમાં ભટકયા કરે છે, તે કયારેય પરમાત્માને પામી શકતો નથી.


(૬)

ગીતાના મતે સાધકોના કેટલા અને કયા કયા પ્રકારો છે?



  ઉત્તરઃ  સાધકોના ત્રણ પ્રકારો ગીતા રજૂ કરે છે જેવા કે,

   (૧) એકત્વભાવથી અદ્ધૈતરૂપે ઉપાસના કરનાર

   (૨) ભેદભાવથી દ્ધૈતરૂપ ઉપાસના કરનાર

   (૩) અનેક પ્રકારે ઉપાસના કરનાર


(૭)

ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ્ વિશન્તિ કોના માટે કહેવાયું છે?



  ઉત્તરઃ   જેઓ ત્રણે વેદોના જાણકાર, સોમપાન કરનારા નિષ્પાપ મનુષ્યો યજ્ઞો વડે ઇશ્વરનું પૂજન કરી સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છા રોક છે તેઓ પુણ્યના ફળસ્વરૂપ ઇન્દ્રલોકને મેળવી સ્વર્ગના ભોગો ભોગવે છે અને જયારે પુણ્ય પુરૂં થાય ત્યારે મર્ત્યલોકને પ્રાપ્ત કરે છે.


(૮)

ગીતાની દ્રષ્ટિએ કેવો ભકત નાશ પામતો નથી?



  ઉત્તરઃ  જે મનુષ્ય અત્યંત દુરાચારી પણ બીજાને ન ભજતો હોય, પાપયોનિવાળો હોય કે પછી સ્ત્રી, વૈશ્ય કે શૂદ્ર હોય તે શ્રીકૃષ્ણનું જ ભજન કરતો હોય તે ભગવાનની દ્રષ્ટિએ  ઉત્તમ હોય, તેવો ભકત કદી પણ નાશ પામતો નથી.



અધ્યાય ૧૦  વિભૂતિયોગ


(૯)

ભગવાન દ્રારા ભૂતો કયા કયા ભાવોને પ્રાપ્ત કરે છે?



  ઉત્તરઃ  બુદ્ધિ, શમ, સુખ, સત્ય, અહિંસા, તપ, દાન, યશ, અપયશ, સંતોષ, સમાનતા, જ્ઞાન, નિર્મોહીપણું,ભય-અભય, દુઃખ,નાશ વગેરે ભાવો ભગવાન દ્રારા જ થાય છે.


(૧૦)

ગીતમાં વિભુતિ શબ્દની સમજ કેવી રીતે છે?



  ઉત્તરઃ  જે વસ્તુઓ ઐશ્વર્યસંપન્ન, શ્રીસંપન્ન તથા ભગવાનના જ તેજના અંશથી ઉદ્દભવેલી છે તે બધી વિભૂતિ શબ્દ દ્રારા સમજાવવામાં આવી છે.


(૧૧)

સાત મહર્ષિઓ, ચાર બ્રહ્મર્ષિઓ કયા કયા અને મનુઓ કેટલા છે?



  ઉત્તરઃ મરિચિ, અગિરસ, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ-સાત મહર્ષિઓ છે.

   સનક, સનંદન, સનાતન, સનતકુમાર- ચાર બ્રહ્મર્ષિઓ કુલ ૧૪ મનુઓ છે.


(૧૨)

ભગવાન પોતાનો બુદ્ધિયોગ કેવા ભકતોનો આપે છે?



  ઉત્તરઃ  સતત ભગવાનમાં ચિત્તવાળા, પ્રાણવાળા, પરસ્પર તેમનો બોધ કરતા, તેમની કથા કરી સંતોષ માનનારા તથા સતત તેમનામાં જ જોડાયેલા રહેનારા ભકતોને  ભગવાન એવો બુદ્ધિયોગ આપે છે. જેથી તેઓ ઇશ્વરને પામે છે.


(૧૩)

ભગવાનની મુખ્ય મુખ્ય વિભૂતિઓ કઇ કઇ છે?



ઉત્તરઃ છંદોમાં ગાયત્રી, મહિનાઓમાં માગશર, માસ, ઋતુઓમાં વસંત, યાદવોમાં શ્રીકૃષ્ણ, પાંડવોમાં અર્જુન, પક્ષીઓમાં ગરૂડ, દૈત્યોમાં પ્રહલાદ, વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા તથા સર્વ પ્રાણીઓમાં રહેલ આત્મા વગેરે.



અધ્યાય ૧૨ ભકિતયોગ


(૧૪)

અર્જુને શ્રીકૃષ્ણને બારમા અધ્યાયના આરંભમાં શો પ્રશ્ન કર્યો?



  ઉત્તરઃ અર્જુને શ્રીકૃષ્ણને યોગવિત્તમાઃ ‘યોગને ઉત્તમ રીતે જાણનાર’ કોણ છે. એવો પ્રશ્ન કર્યો.


(૧૫)

શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ યુકતમાઃ કોણ છે?



  ઉત્તરઃ  શ્રીકૃષ્ણ કહે છે કે, જે મારામાં મન જોડીને નિત્ય ધ્યાનમાં લાગી મને પરમ શ્રદ્ધા સાથે ઉપાસે છે તેને હું ‘યુકતમાઃ માનું છું.


(૧૬)

અવ્યકત એટલે કે નિર્ગુણ બ્રહ્મમાં આસકત ચિત્તવાળાને વધારે પરિશ્રમ શા માટે કરવો પડે છે?



  ઉત્તરઃ  અવ્યકત એટલે કે નિર્ગુણ બ્રહ્મમાં આસકત ચિત્તવાળાને વધારે પરિશ્રમ કરવો પડે છે, કારણ કે દેહધારીઓને અવ્યકત ગતિ પરિશ્રમથી એેટલે કે મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે.


(૧૭)

ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં ભકિત કરનારા કેટલા અને કયા કયા ઉપાસકોની વાત કરી છે? એમાંથી ઉત્તમ યોગવેત્તા કોણ છે?



  ઉત્તરઃ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં ભકિત કરનારા બે ઉપાસકોની વાત કરી છે, જેમાં સગુણ સ્વરૂપે ભકિત કરનાર તથા નિર્ગુણ સ્વરૂપના ભકતો સમાવિષ્ટ છે. અહીં ભગવાનમાં મન જોડી,નિત્ય ધ્યાનમાં લાગેલા પરમ શ્રદ્ભાથી ઉપાસના કરનાર ઉત્તમ યોગવેત્તા છે.


(૧૮)

સગુણ ઉપાસનાનું સવિશેષ મહત્વ શા માટે છે?



  ઉત્તરઃ  સગુણ ઉપાસનામાં ભકિતનો માર્ગ સરળ, સુગમ છે. ભકત પોતાની શકિત અનુસાર આ  માર્ગ અપનાવી શકે છે તથા કલેશ અને કષ્ટ વિના ઇશ્વરને પામવા પ્રયત્નશીલ બને છે.


(૧૯)

ઇશ્વર કેવા ભકતોનો મૃત્યુરૂપી સંસારમાંથી ઉદ્ધાર કરે છે?



  ઉત્તરઃ પોતાનાં સર્વ કર્મો ઇશ્વરમાં સમર્પિત કરી, ઇશ્વરપરાયણ થઇ, અનન્ય યોગથી ભગવાનનું જ ધ્યાન ધરતાં તેની ઉપાસના કરે છે તે ભકતોનો મૃત્યુરૂપી સંસારમાંથી ઇશ્વર જલ્દી ઉદ્ધાર કરે છે.


(૨૦)

ભકિતની તન્મયતા માટેના સૂચિત માર્ગો (સાધનો) કમશઃ દર્શાવો?



  ઉત્તરઃ  સર્વ પ્રથમ ચિત્તની સ્થિરતા, તે પછી અભ્યાસ,તે પછી કર્મ અને છેવટે યોગનો આશ્રય કરી સર્વકર્મફળનો ત્યાગ સાચી ભકિત માટે જરૂરી છે; કારણ કે અભ્યાસ કરતાં જ્ઞાન કરતાં ધ્યાન કરતાં કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, જે શાંતિ પ્રાપ્ત કરાવનાર છે.


(૨૧)

શ્રીકૃષ્ણે બતાવેલાં સાધનો જણાવો. તેમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે કયા સાધનને શ્રેષ્ઠ કહે છે?



  ઉત્તરઃ  શ્રીકૃષ્ણ અર્જુનને અભ્યાસ, જ્ઞાન, ધ્યાન, કર્મ અને કર્મફળનો ત્યાગ એ સાધનો જણાવે છે. આ સાધનોમાં શાંતિ મેળવવા માટે કર્મોના ફળનો ત્યાગ એ શ્રેષ્ઠ સાધન છે.


(૨૨)

ભગવદ્ ભકતનાં મહત્વપૂર્ણ લક્ષણો દર્શાવો.?



  ઉત્તરઃ  દ્ધેષરહિત, મમતારહિત, નિરહંકારી, સુખ-દુઃખ સમાન માનનાર, ક્ષમાવાન, નિરપેક્ષ, મિત્રભાવે વર્તનાર, ર્દઢ મનોબળવાળો, શ્રદ્ધાળુ, સંતોષી, પવિત્ર બક્ષવા શકિતમાન છે.


(૨૩)

ભકિતયોગને ધર્મ્યામૃતમ્ કેમ કહેવાયું છે?



  ઉત્તરઃ ઉત્તમ ભગવદ્ ભકતનાં સર્વ લક્ષણો વાસ્તવમાં ધર્મરૂપી સાગરના મંથનમાંથી ઉદ્દભવતા અમૃતરૂપી રત્ન સમાન છે. ધર્મના સારભૂત ગુણોની યાદીમાં અનન્ય ગુણો તરીકે છે. એની ઉપાસના-આચરણ માનવમાત્રને અમરત્વ બક્ષવા શકિતમાન છે.


(૨૪)

શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં કેટલા શ્ર્લોકોમાં ભકતનાં લક્ષણો દર્શાવાયાં છે?



  ઉત્તમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમાં અધ્યાયના ૮ શ્ર્લોકમાં (૧૩થી ૨૦ શ્ર્લોકોમાં) ભકતનાં લક્ષણો દર્શાવાયાં છે.



અધ્યાય ૧૫ પુરૂષોત્તમયોગ


(૨૫)

અશ્વત્થમ્ શબ્દનો અર્થ આપો.



  ઉત્તરઃ   એટલે નહિ’, શ્વ’ એટલે આવતી કાલ ત્થ એટલે ટકનાર’. અર્થાત્ આવતી કાલે નહિ ટકનાર, માયામય સંસારવૃક્ષ.


(૨૬)

અશ્વત્થવૃક્ષ’ ની ઓળખ કયા સ્વરૂપે કરવામાં આવી છે?



  ઉત્તરઃ  અશ્વત્થવૃક્ષનું મૂળ ઉપર અને શાખાઓ નીચે છે. એનાં પાંદડાંને છંદો કહ્યાં છે. આ સંસારરૂપી વૃક્ષની ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયોરૂપી કૂંપળોવાળી શાખાઓ (દેવો, મનુષ્યો અને પશુ-પક્ષીઓ રૂપે) ઊંચે તથા નીચે ફેલાયેલી છે. વિષયોની ઇચ્છારૂપ કર્મનાં બંધનોવાળાં એના મૂળ નીચે મનુષ્યલોકમાં પ્રસરેલાં છે.


(૨૭)

સંસારવૃક્ષને કેવું કહ્યું છે? તેનું છેદન કેવી રીતે કરી શકાય છે?



  ઉત્તરઃ સંસારવૃક્ષને સનાતા વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એનાં મૂળ અનંત હોઇ, તેનું છેદન કરવા માટે અનાસકિતરૂપી ર્દઢ શસ્ત્રનો ઉપયોગ કરી શકાય છે.


(૨૮)

કાયમી મોક્ષપ્રાપ્તિ માટે ગીતાના પંદરમા અધ્યાયમાં કયો વિચાર પ્રસ્તુત છે?



  ઉત્તરઃ  કાયમી મોક્ષપ્રાપ્તિ માટે પરમાત્માના શરણે જવું જોઇએ, જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે તથા જયાં ગયેલા જીવો જન્મમરણરૂપી સંસારમાં પાછા આવતા નથી.


(૨૯)

કેવા મનુષ્યો અવિનાશી પદ પામી શકે છે?



  ઉત્તરઃ જે મનુષ્યો માન અને મોહથી રહિત છે, જેણે આસકિતરૂપી દોષને જીત્યો છે. જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મસ્વરૂપના ચિંતનમાં રહે છે, જેઓ સુખદુખ વગેરે દ્ધંદ્ધોથી પર છે, તેવા વિવેકીજનો અવિનાશી પદને પામી શકે છે.



(૩૦)

શ્રીકૃષ્ણનું પરમધામ કયું છે?



  ઉત્તમઃ જેને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી, જયાં જઇને પાછું આવવું પડતું નથી, તે જ મારૂં પરમધામ છે.’ એમ શ્રીકૃષ્ણ કહે છે.


(૩૧)

મારો સનાતન અંશ કોને આકર્ષ છે?



  ઉત્તરઃ   આ જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ થઇને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો અને મનને આકર્ષે છે.


(૩૨)

ક્ષર એટલે શું?



  ઉત્તરઃ  ક્ષર એટલે વ્યકત પ્રકૃતિ- નાશવંત જગત, સર્વ ભૂત.


(૩૩)

અક્ષર એટલે શું?



  ઉત્તરઃ  અક્ષર એટલે અવ્યકત પ્રકૃતિ,અવિનાશી કૂટસ્થ-અંતર્માયી પુરૂષ.


(૩૪)

પુરૂષોત્તમ’ કોને કહે છે ?



  ઉત્તરઃ   ક્ષર એટલે કે જગતથી પર અને અક્ષરથી શ્રેષ્ઠ છે, તેને પુરૂષોત્તમ કહે છે. પુરૂષોત્તમ એ પરમાત્મા છે.



૨. જોડકાં જોડો

(અહીં યોગ્ય રીતે જોડેલાં જોડકાં આપ્યા છે.)

વિભાગ                           વિભાગ



(૧)

કૃષ્ણઃ

(૧)

જનાર્દનઃ

(૨)

કેશવઃ

(૨)

કૃષ્ણઃ

(૩)

પાર્થઃ

(૩)

અર્જુનઃ

(૪)

ધનંજયઃ

(૪)

અર્જુનઃ

(૫)

કૌન્તૈયઃ

(૫)

અર્જુનઃ

(૬)

ભકિતયોગઃ

(૬)

ભગવદ્ ભકતલક્ષણાનિ

(૭)

પુરૂષોત્તમયોગઃ

(૭)

ક્ષરઃ-અક્ષરઃ-પુરૂષોત્તમઃ

(૮)

અક્ષરઃ

(૮)

અશ્વત્થવૃક્ષસ્ય રૂપકઃ

(૯)

અક્ષરઃ

(૯)

કૂટસ્થઃ

(૧૦)

ઉત્તમઃ પુરૂષઃ

(૧૦)

પરમાત્મા

(૧૧)

જીવાત્મા

(૧૧)

શરીરઃ

(૧૨)

અશ્વત્થવૃક્ષ

(૧૨)

ઉર્ધ્વમૂલમ્

(૧૩)

દ્ધૌ પુરૂષો

(૧૩)

ક્ષરાક્ષરૌ

(૧૪)

રાજવિદ્યારાજગુહ્યાયોગઃ

(૧૪)

ક્ષીણે પુણ્યે મૃત્યુલોકં વિશન્તિ

(૧૫)

વિભૂતિયોગઃ

(૧૫)

વેદાનાં સામવેદોડસ્મિ

(૧૬)

ભકિતયોગઃ

(૧૬)

યો ન હષ્યતિ ન દ્ધેષ્ટિ

(૧૭)

વિશ્વરૂપદર્શનયોગઃ

(૧૭)

નિમિત્તમાત્ર ભવ સવ્યસાચિન્

(૧૮)

પુરૂષોત્તમયોગઃ

(૧૮)

છન્દાંસિ યસ્ય પર્ણાનિ I

(૧૯)

ભગવદ્દગીતા

(૧૯)

ભીષ્મપર્વઃ

(૨૦)

ભગવદ્દગીતા

(૨૦)

ભગવતા વ્યાસેન ગ્રથિતા

(૨૧)

ભગવદ્દગીતા

(૨૧)

અષ્ટાદશધ્યાયિનીમ્




શ્રીમદ્દભગવદ્દગીતા

પ્રશ્નોના ટૂંકા ઉત્તરો


(૧)

ઇશ્વર કોનું યોગક્ષેમ વહન કરે છે?



  ઉત્તરઃ જેઓ અનન્યભાવે ઇશ્વરનું ચિંતન કરે છે તથા નિષ્કામભાવે તેનેભજે છે, જે નિત્ય ઇશ્વરમાં જોડાયેલા રહે છે, તેનું યોગક્ષેમ ઇશ્વર વહન કહે છે.


(૨)

ઇશ્વર કોને બુદ્ધિયોગ આપે છે?



  ઉત્તરઃ જેઓ પ્રેમપૂર્વક ઇશ્વરને ભજનારા છે, સતત ઇશ્વરમાં જોડાયેલા રહે છે, દુન્યવી બાબતોથી પર રહે છે, તેઓને ઇશ્વર બુદ્ધિયોગ આપે છે.


(૩)

ભગવાન ભકિતથી અર્પણ કરેલ શું શું સ્વીકારે છે?



  ઉત્તરઃ ભગવાને ભકત ભકિતભાવપૂર્વક સાચા હ્રદયથી જે જે અર્પણ કરે છે તે તેઓ તરત જ સ્વીકારે છે, જેમાં પત્ર, પુષ્પ, ફળ, જળનો સમાવેશ થાય છે. અહીં સાચી ભકિતનું મહત્ત્ત છે, વસ્તુનું નહિ.


(૪)

ભગવાન કેવી રીતે ભેટ સ્વીકારે છે?



  ઉત્તરઃ  ભગવાન શુદ્ધ ચિત્તવાળા ભકત ભકિતભાવપૂર્વક જે કંઇ ભેટ અર્પણ કરે છે તેને સ્વીકારે છે. ભગવાન ભકતે ભકિતભાવપૂર્વક આપેલ પત્ર, પુષ્પ, ફળ અને જળની ભેટ પણ સ્વીકારે છે.


(૫)

કેવા લોકો પરમાત્માને ભજીને પરમગતિને પામે છે ?



  ઉત્તરઃ ઇશ્વરનો ભકત ઇશ્વર માટે કર્મ કરનારો, ઇશ્વરમાં જ પરાયણ, આસકિતરહિત અને સર્વ પ્રાણી પ્રત્યે વેરરહિત હોય છે તે પરમાત્માને ભજીને પરમગતિ પામે છે.


(૬)

કોણ સમસ્ત ક્ષેત્રને પ્રકાશિત કરે છે? કેવી રીતે?



  ઉત્તરઃ  એક જ આત્મા સમસ્ત ક્ષેત્રને પ્રકાશિત કરે છે. જેવી રીતે એક જ સૂર્ય સર્વ લોકને પ્રકાશિત કરે છે તેવી રીતે.


(૭)

  * દિવ્ય વિભૂતિઓનાં ઉદાહરણ આપો.

  * ભગવાનની મુખ્ય વિભૂતિઓ જણાવો.



  ઉત્તરઃ  આદિત્યોમાં વિષ્ણુ, જયોતિઓમાં કિરણવાળો ચંદ્ર, નક્ષત્રોમાં ચંદ્ર, વેદોમાં સામવેદ,યાદવોમાં શ્રીકૃષ્ણ,પાંડવોમાં અર્જુન વગેરે.


(૮)

ઇશ્વરને કોણ અત્યંત પ્રિય છે ?



  ઉત્તરઃ જેઓ સર્વ કર્મો ઇશ્વરમાં સમર્પણ કરી અનન્ય યોગથી ઇશ્વરનું જ ધ્યાન કરે છે, ઉપાસે છે તે ઇશ્વરને અત્યંત પ્રિય છે.


(૯)

  * ઇશ્વરને કયો ભકત પ્રિય છે ?

  * કેવો ભકત ઇશ્વરને (ભગવાનને) પ્રિય છે?



  ઉત્તરઃ  સર્વ પ્રાણીઓને દ્ધેષ નહિ કરનાર, બધા પ્રત્યે મિત્રભાવે વર્તનાર,કરુણાવાળો, મમતા વિનાનો, અહંકારરહિત, સુખ-દુઃખને સમાન માનનાર, ક્ષમાવાળો, સદા સંતોષી, સંયમી, ર્દઢ નિશ્ચયવાળો, ઇશ્વરમાં અર્પણ કરેલી બુદ્ધિવાળો ભકત ઇશ્વરને (ભગવાનને) પ્રિય છે.


(૧૦)

પંચ મહાભૂતો કયાં છે?



  ઉત્તરઃ  પૃથ્વી, જળ, તેજ,વાયુ અને આકાશ છે.


(૧૧)

જ્ઞાન કરતાં શું શ્રેષ્ઠ છે?



  ઉત્તરઃ  જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે.


(૧૨)

ધ્યાન કરતાં શું શ્રેષ્ઠ છે ?



  ઉત્તરઃ  ધ્યાન કરતાં કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે.


(૧૩)

ઉપાસના એટલે શું ?



  ઉત્તરઃ  ઉપાસના એટલે નિરંતન ધ્યાન. શંકરાચાર્યના મત પ્રમાણે ઉપાસના એટલે પૂજા.


(૧૪)

સગુણ અને ‘નિર્ગુણ ઉપાસના એટલે શું ?



ઉત્તરઃ અક્ષર,અવ્યકત, સર્વગામી, અચિન્ત્ય, કૂટસ્થ, અચળ, ચોકકસ તત્વની ઉપાસના એટલે નિર્ગૂણ (અવ્યકત) ઉપાસના. જયારે ઇશ્વરના કોઇ વ્યકત સ્વરૂપમાં અથવા મૂર્તિમાં શ્રદ્ધાનું  સિંચન કરીને, બધાં કર્મો સમર્પણ કરીને, અનન્ય યોગથી ધ્યાન ધરીને કરાતી ઉપાસના એટલે સગુણ (વ્યકત) ઉપાસના.


(૧૫)

અશ્વત્થવૃક્ષની કલ્પના કોની સાથે કરવામાં આવી છે?



  ઉત્તરઃ  અશ્વત્થવૃક્ષની કલ્પના સંસાર એટલે કે સંસારવૃક્ષ સાથે કરવામાં આવી છે.


(૧૬)

અશ્વત્થવૃક્ષનું મૂળ કયા પ્રકારનું છે?



  ઉત્તરઃ અશ્વત્થવૃક્ષનાં મૂળ (અહંતા-મમતા) ઊંચે અને તે વિષયોની ઇચ્છારૂપ કર્મ-બંધનવાળા છે. આ મૂળ ખુબ જ મજબૂત-ર્દઢ છે. 


(૧૭)

અશ્વત્થવૃક્ષને શેના વડે છેદવાનું કહે છે ?



  ઉત્તરઃ  અશ્વત્થવૃક્ષનાં મૂળ અનંતછે. આ વૃક્ષ નશ્વર સાંસારિક વૃક્ષ છે. તેને અનાસકિતરૂપ મજબૂત શસ્ત્રથી છેદવાનું કહે છે.


(૧૮)

સંસારમાં કેટલા પ્રકારના પુરૂષો છે?



  ઉત્તરઃ સંસારમાં બે પ્રકારના પુરૂષો છેઃ ક્ષર અને અક્ષર એટલે નાશવંત. સર્વ ભૂતો નાશવંત પુરૂષ છે તેમજ અક્ષર એટલે કે અંતર્યામી (કૂટસ્થ) પુરૂષ અવિનાશી કહેવાય છે.


(૧૯)

અધિભૂત એટલે શું ?



  ઉત્તરઃ સૃષ્ટિમાં જે ક્ષર એટલે કે નાશવંત પદાર્થો અધિભૂત તરીકે ઓળખાય છે.


(૨૦)

અક્ષર એટલે શું ?



  ઉત્તરઃ  અક્ષર એટલે અવ્યકત પ્રકૃતિ, અવિનાશી કૂટસ્થ અંતર્યામી પુરૂષ.


(૨૧)

જીવાત્મા કોનો અંશ છે ?



  ઉત્તરઃ  જીવાત્મા પરમાત્માનો જ સનાતન અંશ છે. તે જીવ થઇને પ્રકૃતિમાં રહેલી મન સહિત છ ઇન્દ્રિયોને પોતાના તરફ આકર્ષે છે.


(૨૨)

પરબ્રહ્મ કેવું તત્વ છે ?



  ઉત્તરઃ  પરબ્રહ્મ અક્ષરબ્રહ્મ કહેવાય છે. તે કૂટસ્થ અર્થાત્ લુહારની એરણની જેમ કયારેય પણ વિકાર પામતો નથી. તે બ્રહ્મ સંસારનું બીજ છે. 


(૨૩)

કૌરવો અને પાંડવો વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું ?



  ઉત્તરઃ  કૌરવો અને પાંડવો વચ્ચે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું હતું.


ખાલી જગ્યાઓ

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરોઃ

(૧)

ઇશ્વરના.......... સ્વરૂપ વડે જગત વ્યાપ્ત છે.

(એ) અવ્યકત           (બી)  વ્યકત       (સી)  ચૈતન્ય


(૨)

...............ને આશ્રયે લઇને જગત સર્જે છે.

(એ) આસુરીવૃત્તિ        (બી)  પ્રકૃત્તિ       (સી)  જડતા


(૩)

સર્વ જડ-ચેતનનું સર્જન .......   કરે છે.

(એ) પ્રકૃતિ              (બી)  ઇશ્વર       (સી)  સત્વગુણ


(૪)

સાત મહર્ષિઓ અને ચાર મનુઓ ઇશ્વરના..........છે.

(એ) કલ્પિતાપુત્રાઃ       (બી)  માનસપુત્રાઃ (સી)  ઔરસપુત્રાઃ


(૫)

બધા પુરોહિતોમાં મુખ્ય બુહસ્પતિ..............છે.

(એ) ઇશ્વર             (બી)  નારદ         (સી)  વસિષ્ઠ


(૬)

ઇશ્વરને ...........અત્યંત પ્રિય છે.

(એ) અસુર           (બી)  ભકત      (સી)  દેવતા


(૭)

અભ્યાસ કરતાં...........શ્રેષ્ઠ છે.

(એ) જ્ઞાન           (બી)  આલસ્ય       (સી)  રજસ


(૮)

પ્રકૃતિથી ઉત્પન્ન ગુણો...........ને બાંધે છે.

(એ) પુરૂષોત્તમ         (બી) જીવાત્મા       (સી)  ક્ષર


(૯)

............બનીને ઇશ્વર પ્રાણીઓના દેહમાં વસે છે.

(એ) વૈશ્વાનરઃ         (બી)  નૃપઃ       (સી)  સેવકઃ


(૧૦)

............એ ક્ષર-અક્ષરથી પર છે.

(એ) પરમાત્મા        (બી) જીવાત્મા    (સી)  ક્ષર


(૧૧)

શ્રીમદ્દભગવદ્દગીતાના અનુસાર પુરૂષ એટલે...........................

(એ) જીવાત્મા         (બી)  પરમાત્મા    (સી)  પુરુષોત્તમ


(૧૨)

....... એ ક્ષર-અક્ષરથી પર છે.

(એ) પુરૂષોત્તમ        (બી)  પ્રકૃત્તિ       (સી)  અક્ષરબ્રહ્મઃ


(૧૩)

શ્રીમદ્દભગવદ્દગીતાના ............અધ્યાય છે.

(એ) ૧૫              (બી)  ૨૧       (સી)  ૧૮


(૧૪)

...........ને જાણે છે તે પાપોથી મુકત થાય છે.

(એ) લોકવ્યવહાર     (બી)  ગીતા       (સી)  અસુર



જોડકાં જોડો

(અહીં યોગ્ય રીતે રીતે જોડકાં આપ્યાં છે.)


‘અ’ વિભાગ                                      ‘બ’ વિભાગ




(૧)

રાજવિદ્યારાજગુહ્યયોગઃ

(૧)

યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્

(૨)

રાજવિદ્યારાજગુહ્યયોગઃ

(૨)

ક્ષીણેપુણ્યે મૃત્યુલોકં વિશન્તિ

(૩)

વિભૂતિયોગઃ

(૩)

આદિત્યાનામહં વિષ્ણું

(૪)

વિભૂતિયોગઃ

(૪)

માસાનાંમાર્ગશીર્ષોડહમૃતાનાં કુસુમાકરઃ

(૫)

વિભૂતિયોગઃ

(૫)

વેદાનાં સામવેદોડસ્મિ

(૬)

ભકિતયોગઃ

(૬)

યો ન હ્રષ્યતિ ન દ્ધેષ્ટિ

(૭)

ભકિતયોગઃ

(૭)

સમઃ શત્રુ ચ મિત્રે ચ

(૮)

પુરૂષોત્તમયોગઃ

(૮)

છન્દાસિ યસ્ય પર્ણાનિ

(૯)

પુરૂષોત્તમયોગઃ

(૯)

દ્ધાવિમૌ પુરૂષૌ લોકે ક્ષરશ્વાક્ષર એવ ચ

(૧૦)

અન્ન્મ્

(૧૦)

ચતુર્વિધમ્

(૧૧)

વેદાનાં

(૧૧)

સામવેદોડસ્મિ

(૧૨)

અક્ષર

(૧૨)

અવ્યક્ત પ્રકૃતિ

(૧૩)

ઉત્તમપુરૂષ

(૧૩)

પરમાત્મા

(૧૪)

જીવાત્મા

(૧૪)

શરીરઃ

(૧૫)

કૂટસ્થઃ

(૧૫)

અક્ષરઃ

(૧૬)

અશ્વત્થવૃક્ષઃ

(૧૬)

ઉર્ધ્વમૂલં

(૧૭)

સેનાની

(૧૭)

સ્કન્દઃ

(૧૮)

કૃષ્ણઃ

(૧૮)

જનાર્દનઃ

(૧૯)

કેશવઃ

(૧૯)

કૃષ્ણઃ

(૨૦)

પાર્થઃ

(૨૦)

અર્જુનઃ

(૨૧)

ગુડાકેશઃ

(૨૧)

અર્જુનઃ

(૨૨)

ધનંજયઃ

(૨૨)

અર્જુનઃ

(૨૩)

ભરતષર્ભ

(૨૩)

અર્જુનઃ

(૨૪)

ભગવદ્દગીતા

(૨૪)

ભીષ્મપર્વ

(૨૫)

ભગવદ્દગીતા

(૨૫)

ભગવતા વ્યાસેન ગ્રથિતા

(૨૬)

ભગવદ્દગીતા

(૨૬)

અષ્ટાદશધ્યાયિનીમ્ 


હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તરો

નીચેનાં વિધાનોમાં યોગ્ય શબ્દ દ્રારા ખાલી જગ્યા પુરો.

(નોંધઃ કૌસમાં ખાલી જગ્યા માટેના યોગ્ય શબ્દ આપેલા છે)

(૧)

અષ્ટાગયોગના આદ્યપ્રવર્તક.........છે.

પતંજલિ

(૨)

યોગદર્શનની રચના...................એ કરી છે.

પતંજલિ

(૩)

પતંજલિની માતાનું નામ.............................હતું.

ગોણિકા/સતી

(૪)

પતંજલિના પિતાનું નામ......................હતું.

અંગી

(૫)

પતંજલિની પત્નીનું નામ..................હતું

લોલુપા

(૬)

પતંજલિનો જન્મ............યુગના અંતમાં થયો હતો.

દ્ધાપર

(૭)

પતંજલિએ તપ કરીને.......................ને પ્રસન્ન કર્યા હતાં.

શિવ

(૮)

યોગદર્શન..........પાદમાં વિભાજીત છે.

ચાર

(૯)

પતંજલિકૃત યોગદર્શનમાં .............સૂત્રો છે.

૧૯૫

(૧૦)

પતંજલિએ  ચિત્તની ............અવસ્થા નિરૂપી છે.

પાંચ

(૧૧)

યોગદર્શનમાં ચિત્તની..........અવસ્થા વધારે શ્રેષ્ઠ કહી છે.

નિરુદ્ધ

(૧૨)

યોગની...........ચિત્તવૃત્તિઓ છે.

પાંચ

(૧૩)

પતંજલિએ............માં યોગમાં આઠ અંગોની ચર્ચા કરી છે.

નિરુદ્ધ

(૧૪)

યોગના............અંગથી શરીરની જીવનશકિત ઉપર સંયમ કેળવી શકાય છે.

પ્રાણાયામ

(૧૫)

યોગનું અંતિમ લક્ષ્ય.........ની પ્રાપ્તિ છે.

કૈવલ્ય/મોક્ષ



પ્રશ્નોના ટૂંકા ઉત્તરો

નીચે આપેલા પ્રશ્નોના ટૂંકા (એક કે બે વાકયમાં) ઉત્તર લખો

(૧)

યોગદર્શનના ચાર પાદનાં નામો જણાવો.



ઉત્તરઃ (૧) સમાધિપાદ (૨) સાધનપાદ(૩) વિભૂતિપાદ અને (૪) કૈવલ્યપાદ


(૨)

સમાધિપાદમાં મુખ્યત્વે શાની ચર્ચા કરવામાં આવી છે?



ઉત્તરઃ  સમાધિપાદમાં મુખ્યત્વે ચિત્તની પાંચ અવસ્થાઓ, ચિત્તની પાંચ વૃત્તિઓ, ચિત્તવૃત્તિના નિરોધના ઉપાયો અને સમાધિના પ્રકારોની ચર્ચા કરવામાં આવી છે.


(૩)

અષ્ટાંગયોગનું નિરૂપણ કયા પદમાં કરવામાં આવ્યું છે?



ઉત્તરઃ  અષ્ટાંગયોગ એટલે યોગનાં આઠ અંગો (યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ)નું નિરૂપણ સાધનપાદ અને વિભૂતિપાદમાં કરવામાં આવ્યું છે. સાધનપાદમાં યોગના શરૂઆતનાં પાંચ અંગો અને વિભૂતિપાદમાં અંગોની ચર્ચા કરવામાં આવી છે.


(૪)

કૈવલ્યપાદમાં મુખ્યત્વે શેનું વર્ણન છે?



ઉત્તરઃ  કૈવલ્યપાદમાં મુખ્યત્વે કૈવલ્ય એટલે કે મોક્ષનું વર્ણન છે.


(૫)

પતંજલિ મુનિએ યોગની કઇ વ્યાખ્યા આપી છે?



ઉત્તરઃ  પતંજલિ મુનિના મતે યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ સમાધિના અર્થમાં પણ તેઓ યોગ શબ્દનો પ્રયોગ કરે છે.


(૬)

યોગનું ફળ શું છે ?



ઉત્તરઃ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. યોગાચારથી સરળતા, લઘુતા અને અજ્ઞાનનો નાશ થઇ ઋતંભરા પ્રજ્ઞાનો ઉદય થાય છે.


(૭)

ચિત્તની પાંચ અવસ્થાઓ જણાવો.



ઉત્તરઃ ચિત્તની પાંચ અવસ્થાઓ આ પ્રમાણે છેઃ (૧) ક્ષિપ્ત (૨) મૂઢ (૩) વિક્ષિપ્ત (૪) એકાગ્ર અને (૫) નિરૂદ્ધ


(૮)

ચિત્તની કઇ અવસ્થા શ્રેષ્ઠ છે?



ઉત્તરઃ ચિત્તની શ્રેષ્ઠ અવસ્થા નિરૂદ્ધ અવસ્થા છે કે જેમાં ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ થાય છે.


(૯)

યોગની પાંચ ચિત્તવૃત્તિઓ જણાવો.



ઉત્તરઃ યોગની પાંચ ચિત્તવૃત્તિઓ આ પ્રમાણે છેઃ (૧) પ્રમાણ (૨) વિપર્યય (૩) વિકલ્પ (૪) નિદ્રાં અને (૫) સ્મૃતિ.


(૧૦)

યોગના મુખ્ય પ્રકારો કેટલા છે? કયા કયા ?



ઉત્તરઃ  યોગના મુખ્ય બે પ્રકારો છેઃ (૧) સંપ્રજ્ઞાતયોગ અને (૨) અસંપ્રજ્ઞાતયોગ.


(૧૧)

સમાપત્તિના પ્રકારો જણાવો.



ઉત્તરઃ  સમાપત્તિના ચાર પ્રકારો છેઃ (૧) સંવિતર્કા (૨) નિર્વિતર્કા (૩) સંવિચાર અને (૪) નિર્વિચાર.


(૧૨)

સાધકે કયા પાંચ કલેશોને દૂર કરવા જોઇએ?



ઉત્તરઃ સાધકે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્ધેષ અને અભિનિવેશ એ પાંચ કલેશોને દૂર કરવા જોઇએ.


(૧૩)

  • યોગનાં આઠ અંગો જણાવો.

  • અષ્ટાંગયોગનાં અંગો જણાવો.



ઉત્તરોઃ યોગના આઠ અંગો નીચે પ્રમાણે છેઃ

(૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ.


(૧૫)

યમ કેટલા છે?  કયા કયા ?



ઉત્તરઃ  યમ પાંચ છેઃ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.


(૧૬)

પ્રાણાયામ એટલે શું ?



ઉત્તરઃ  શ્વાસ અને પ્રશ્વાસની સ્વાભાવિક નિરંતર ગતિ ઉપર નિયંત્રણ કરવું તેને પ્રાણાયામ કહે છે.


(૧૭)

પ્રત્યાહાર એટલે શું?



ઉત્તરઃ  પ્રત્યાહાર એ પાછા વળવાની ક્રિયા છે. ઇન્દ્રિયોને પોતાના બહિર્મુખ વિષયોથી પાછી વાળીને અંતર્મુખી કરવી તેને પ્રત્યાહાર કહે છે.


(૧૮)

ધારણા એટલે શું ?



ઉત્તરઃ  હ્રદય, નાસિકા, અને જીભના અગ્ર ભાગ જેવા ધ્યેયસ્થાનોમાં ચિત્તની સ્થિર સ્થિતિને ધારણા કહે છે.


(૧૯)

અહિંસા એટલે શું? 



ઉત્તરઃ મન, વચન, અને કર્મથી કોઇપણ પ્રાણીમાત્રને દુઃખ-કલેશ ન પહોંચાડવો તે અહિંસા છે.


(૨૦)

વાણીથી કેટલાં અને કયાં કયાં પાપ થાય છે?



ઉત્તરઃ  વાણીથી ચાર પાપ થાય છેઃ (૧) અસંબદ્ધ ભાષણ (૩) કઠોર ભાષણ (૩) નિંદા કરવી અને (૪) જૂઠું બોલવું


(૨૧)

યોગદર્શનનું આંતરિક સ્વરૂપ કેવું છે ?



ઉત્તરઃ યોગદર્શનને ચાર પાદમાં વહેંચવામાં આવ્યું છેઃ સમાધિપાદમાં ૫૧, સાધનાપાદમાં ૫૫, વિભૂતિપાદમાં ૫૫ અને કૈવલ્યપાદમાં ૩૪ સૂત્રો છે.


(૨૨)

યોગદર્શનના મુખ્ય વિષયો જણાવો.



ઉત્તરઃ મન તથા ઇન્દ્રિયો નિગ્રહ કરી, ધ્યાન ધરવું અને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી, જેના દ્રારા યોગ સાધી શકાય.


(૨૩)

મનની શુદ્ધિ માટેશું કરવું જોઇએ ?



ઉત્તરઃ કામ, ક્રોધ, મોહ, લોભ, ઇર્ષ્યા, મત્સર્ય, શોક, વગેરેને દૂર કરી મનની શુદ્ધિ કરી શકાય છે.


(૨૪)

ચિત્તના વિક્ષેપો જણાવો.



ઉત્તરઃ વ્યાધિ, અકર્મણ્યતા, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિનું દર્શન, અસ્તબ્ધભૂમિકત્વ, અનવસ્થિતત્વ ચિત્તના વિક્ષેપો છે.


(૨૫)

ચિત્તની સ્થિરતાના ઉપાયો જણાવો.



ઉત્તરઃ ભાવના ચતુષ્ટય, રેચક બ્રાહ્યકુંભક પ્રાણાયામ, વિષયવતી સાક્ષાત્કારરૂપ પ્રજ્ઞા, વિશોકા, જયોતિષ્મતી, ચિત્તમાં વૈરાગ્ય, સ્વપ્ન-નિદ્રાનું અવલંબન અથવા અભિમાન ધ્યાનથી પરમાણુથી મહત્ત્ત, તત્વપર્યન્ત વશીકરણ વગેરે.


(૨૬)

કર્માશયના વિકારથી શું થાય છે?



ઉત્તરઃ  જયાં સુધી કર્માશયનો વિકાર હોય ત્યાં સુધી જન્મ, આયુષ્ય, સુખ-દુઃખના ભોગ ભોગવવાના રહે છે.


(૨૭)

એકાગ્ર અવસ્થા કોને કહેવાય ?



ઉત્તરઃ  ચિત્ત જયારે કોઇ એક જ વિચાર પર સ્થિરતા પ્રાપ્ત કરે તે એકાગ્ર અવસ્થા છે.


(૨૮)

આઠ સિદ્ધિઓ કઇ કઇ છે?



ઉત્તરઃ  આઠ સિદ્ધિઓ આ પ્રમાણે છેઃ (૧) અણિમા (૨) લઘિમા (૩) મહિમા (૪) પ્રાપ્તિ (૫) પ્રાકામ્ય (૬) વશિત્વ (૭) ઇશિત્વ અને કામવાસાયિત્વ.


(૨૯)

પાંચ વાયુનાં નામ આપો.



ઉત્તરઃ  વાયુનાં પાંચ નામ છેઃ (૧) પ્રાણ (૨) અપાન (૩) સમાન (૪) વ્યાન અને (૫) ઉદાન.


(૩૦)

કર્મોના ત્રણ પ્રકારો કયા કયા છે?



ઉત્તરઃ કર્મોના ત્રણ પ્રકારો આ પ્રમાણે છેઃ (૧) સંચિત કર્મો (૨) પ્રારબ્ધ કર્મો અને (૩) ક્રિયામાણ કર્મો.


પ્રશ્નોના ટૂંકા ઉત્તરો

નીચેના પ્રશ્નોના ટૂંકામાં (એક-બે વાકયમાં) ઉત્તર લખો

(૧)

* છ દર્શનોનાં નામ આપો.

* દર્શન શબ્દનો અર્થ આપી, ષડ્દર્શનોનાં નામ આપો.



ઉત્તરઃ  દર્શનનો અર્થ ‘ચક્ષુઓ દ્રારા થતું જ્ઞાન એવો અર્થ થાય છે. છ દર્શનો (ષડ્દર્શનો) નાં નામ નીચે પ્રમાણે છેઃ

(૧) સાંખ્યદર્શન (૨) યોગદર્શન (૩) ન્યાયદર્શન (૪) વૈશેષિકદર્શન (૫) પૂર્વમીમાંસા અને (૬) ઉત્તરમીમાંસા.


(૨)

યોગના આદિ પ્રવર્તકોનાં નામ આપો.



ઉત્તરઃ  યોગના આદિ પ્રવર્તકોમાં શિવ, કૃષ્ણ, હિરણ્યગર્ભ, કપિલમુનિ, પંચશિખ, આસુરિ, સનતકુમાર, દત્તાત્રેય, યાજ્ઞવલ્કય, ઘેરંડ, ઋષિ, જનક રાજા અને પતંજલિને ગણાવી શકાય.


(૩)

પતંજલિના માતાપિતાનું નામ જણાવો.



ઉત્તરઃ  પતંજલિના માતાનું નામ ગોણિકા અથવા સતી તેમજ તેમના પિતાનું નામ અંગી હતું.


(૪)

પતંજલિના જન્મની કથા ટૂંકમાં વર્ણવો.



ઉત્તરઃ  પતંજલિની માતાએ સૂર્યને અર્ધ્ય આપવા અંજલિમાં પવિત્ર જળ ગ્રહણ કર્યું અને સૂર્યની આરાધના કરી. તે જેવી અંજલિ ઊંચી કરી અર્ધ્ય આપવા ગયાં તો તેમાંથી એક નાનું બાળક નીચે પડયું. આમ, તેમની અંજલિમાંથી બાળક નીચે પડયું હોવાથી માતાએ તેનું નામ ‘પતંજલિ’ (પત્+અજ્જલિ I નીચે પડતી અંજલિમાંથી જન્મેલા) રાખ્યું.


(૫)

પતંજલિની પત્નીનું નામ જણાવો.



ઉત્તરઃ પતંજલિની પત્નીનું નામ લોલુપા હતું.


(૬)

યોગસુત્રનીરચના કોણે કરી? તેમાં કેટલાં સૂત્રો છે?



ઉત્તરઃ  યોગસૂત્રની રચના પતંજલીએ કરી. તેમાં ૧૯૫ સૂત્રો છે.


(૭)

* યોગસૂત્રમાં કુલ કેટલા પાદો છે ? કયા કયા ?

* યોગસૂત્રના ચાર પાદના નામ આપો.



ઉત્તરઃ  યોગસૂત્રના ચાર પાદો છે. તેમના નામ આ પ્રમાણે છેઃ (૧) સમાધિપાદ (૨) સાધનપાદ (૩) વિભૂતિપાદ (૪) કૈવલ્યપાદ.




(૮)

યોગ એટલે શું?



ઉત્તરઃ  જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ જેના દ્રારા થાય છે તેને યોગ કહે છે. પતંજલિ ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહે છે.


(૯)

યોગથી શું પ્રાપ્ત થાય છે ?



ઉત્તરઃ  યોગથી ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન  પ્રાપ્ત થાય છે અને કૈવલ્ય (મોક્ષની) પ્રાપ્તિ થાય છે.


(૧૦)

યોગઃ ચિત્તવૃત્તિનિરોધઃ I ’ સમજાવો.



ઉત્તરઃ પતંજલિ યોગઃ ચિત્તવૃત્તિનિરોધઃ એમ કહીને યોગની વ્યાખ્યા આપે છે. ચિત્તવૃત્તિ અટલે ચિત્તમાં પેદા થતા આકારો કે તરંગો. આવા આકારો કે તરંગો વગરનું નિશ્ચલ ચિત્ત  એ ચિત્તવૃત્તિ નિરોધ છે. ચિત્તવૃત્તિના નિરોધની અવસ્થાને યોગ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ચિત્તની વૃત્તિઓના બધા કલેશો  દૂર કરીને શુભ ગુણોમાં સ્થિર કરીને પરમેશ્વરની પાસે મોક્ષ પ્રાપ્ત કરવાને યોગ કહેવામાં આવે છે.


(૧૧)

સમત્વં યોગમુચ્યતે નો અર્થ સમજાવો.



ઉત્તરઃ શ્રીમદ્દભગવદ્દગીતામાં સમત્વને યોગ કહે છે.


(૧૨)

યોગઃ કર્મસુ કૌશલમ્ નો અર્થ આપો.



ઉત્તરઃ  શ્રીમદ્દભગવદ્દગીતામાં કર્મમાં કુશળતાને યોગ કહે છે.


(૧૩)

યોગદર્શનનું સૌપ્રથમ સૂત્ર કયું છે? અર્થ આપો 



ઉત્તરઃ યોગદર્શનનું પ્રથમ સૂત્ર છેઃ અથ યોગાનુશાસનમ્ I’ (હવે યોગના અનુશાસનરૂપ શાસ્ત્રનો આરંભ થાય છે.)


(૧૪)

યોગદર્શનના પ્રથમ પાદનું નામ આપો. તેમાં કેટલાં સૂત્રો છે?



ઉત્તરઃ યોગદર્શનના પ્રથમ પાદનું નામ સમાધિપાદ છે. તેમાં ૫૧ સૂત્રો છે.


(૧૫)

વિભૂતિ એટલે શું ? વિભૂતિપાદમાં કેટલા સૂત્રો છે?



ઉત્તરઃ  વિભુતિ એટલે ઐશ્વર્ય. યોગદર્શનના ત્રીજા પાદ વિભૂતિપાદમાં ૫૫ સૂત્રો છે.


(૧૬)

મોક્ષનું સ્વરૂપ કયા પાદમાં વર્ણવ્યું છે?



ઉત્તરઃ મોક્ષનું સ્વરૂપ કૈવલ્યપાદમાં વર્ણવ્યું છે.


(૧૭)

મૂઢ અવસ્થા એટલે શું ?



ઉત્તરઃ  તમોગુણના અતિરેકથી ચિત્ત વિવેકશૂન્ય બની નિદ્રા, પ્રમાદ વગેરે અવસ્થામાં પડી રહે છે, તેને મૂઢ અવસ્થા કહે છે.


(૧૮)

વિક્ષિપ્ત અવસ્થા એટલે શું ?



ઉત્તરઃ ચિત્તની વિક્ષિપ્ત અવસ્થામાં સત્યગુણ વધારે હોવાથી ચિત્તમાં એકાગ્રતા આવે છે, પરંતુ અવરોધ આવતાં એકાગ્રતામાં ભંગ પડે છે. આમ, ચિત્તની સમાધિમાં વિક્ષેપ પડતો હોવાથી તેને વિક્ષિપ્ત અવસ્થા કહે છે.


(૧૯)

અભ્યાસ એટલે શું ?



ઉત્તરઃ  અભ્યાસ એટલે ચિત્તને સ્થિર થવાની ટેવ પાડવા કરાતો પ્રયત્ન.


(૨૦)

  • સાધકે કયા પાંચ કલેશોમાંથી મુકિત મેળવવી જોઇએ ?

  • પાંચ કલેશોનાં નામ આપો. 




ઉત્તરઃ  સાધકે (૧) અવિદ્યા (૨) અસ્મિતા (૩) રાગ (૪) દ્ધેષ અને (૫) અભિનિવેશ એ પાંચ કલેશોમાંથી મુકિત મેળવવી જોઇએ.


(૨૧)

અષ્ટાંગયોગ એટલે શું? તેનું નિરૂપણ કયા પાદમાં આવે છે?



ઉત્તરઃ  અષ્ટાંગયોગ એટલે યોગના આઠ અંગો. આ આઠ અંગોમાંથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ પાંચ અંગોનું નિરૂપણ સાધનપાદમાં કરવામાં આવ્યું છેઃ જયારે ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ અંગોનું નિરૂપણ વિભૂતિપાદમાં કરવામાં આવ્યું છે.


(૨૨)

યોગનાં આઠ અંગો કયાં કયાં છે?



ઉત્તરઃ  યોગનાં આઠ અંગો આ પ્રમાણે છેઃ

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર,ધારણા, ધ્યાન અને સમાધિ.


(૨૩)

  • યમ કેટલા છે? કયા કયા ?

  • અષ્ટાંગયોગમાંથી યમ વિશે સમજાવો.



ઉત્તરઃ  યમ પાંચ છેઃ (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્યચય અને (૫) અપરિગ્રહ. સાધકે આ પાંચ યમોનું દરેક પરિસ્થિતિમાં પાલન કરવાનું હોય છે.


(૨૪)

અસ્તેય એટલે શું ?



ઉત્તરઃ મન, વચન અને કર્મથી બીજાનું દ્રવ્ય લેવાની ઇચ્છા ન કરવી એ અસ્તેય છે. અસ્તેયથી વ્યકિત પાપરહિત  બની વિશ્વાસપાત્ર બને છે.



(૨૫)

નિયમ કેટલા છે. કયા કયા ?



ઉત્તરઃ  નિયમ પાંચ છેઃ (૧) શૌચ (૨) સંતોષ (૩) તપ (૪) સ્વાધ્યાય અને (૫) ઇશ્વરપ્રણિધન.


(૨૬)

  • પ્રાણાયામ એટલે શું ?

  • પ્રાણાયામનું ફળ છે?



ઉત્તરઃ  શ્વાસ અને પ્રશ્વાસની સ્વાભાવિક નિરંતર ગતિ ઉપર નિયંત્રણ કરવું તેને પ્રાણાયમ કહે છે. પ્રાણાયામમાં પ્રાણને રોકવામાં આવે છે.


(૨૭)

ધારણા એટલે શું ? સમજાવો.



ઉત્તરઃ હ્રદય નાસિકા અને જીભના અગ્ર ભાગ જેવાં ધ્યેયસ્થાનોમાં ચિત્તની સ્થિર સ્થિતિને ધારણા કહે છે.


(૨૮)

ધ્યાન એટલુ શું ? સમજાવો.



ઉત્તરઃ જયારે ધારણાના ધ્યેયસ્થાનમાં બુદ્ધિ વધુ ઊંડી એકાગ્રતાની સ્થિતિ પ્રાપ્ત કરે તેને ધ્યાન કહે છે. અહીં ચિત્તવૃત્તિની એકાગ્રતા પ્રાપ્ત થાય છે.


(૨૯)

સમાધિ એટલે શું છે?



ઉત્તરઃ  ધ્યાન જયારે સાધકને ધ્યેયના અર્થાની પ્રતીતિ કરાવે છે. અને પોતે જાણે સ્વરૂપશૂન્ય હોય ત્યારે તે જ ધ્યાનને સમાધિ કહેવામાં આવે છે.


(૩૦)

અસંપ્રજ્ઞાત યોગનું લક્ષણ છે?



ઉત્તરઃ અસંપ્રજ્ઞાત યોગમાં ચિત્તવૃત્તિઓનો અભાવ થવાથી ચિત્તની નિરાલંબન સ્થિતિ થાય છે. અહીં કોઇપણ જાતનું જ્ઞાન રહેતું નથી.


(૩૧)

સંયમમાં અષ્ટાંગયોગના કયાં અંગો છે ?



ઉત્તરઃ સંયમમાં અષ્ટાંગયોગના ત્રણ અંતરંગ અંગો- ધારણા, ધ્યાન અને સમાધિ આવેલાં છે.


બહુવૈલ્પિક પ્રશ્નોના ઉત્તરો

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પુરો.

 (ઘાટા અક્ષરોમાં ઉત્તરો આપેલા છે.)

(૧)

યોગસૂત્રનો ચોથો અંતિમ પાદ......... છે.



(એ)   સમાધિપાદ                 (બી) કૈવલ્યપાદ

(સી)  વિભૂતિપાદ                  (ડી) સાધનપાદ


(૨)

યોગનું અંતિમ લક્ષ્ય ........... છે.



(એ)   કૈવલ્ય                     (બી) સિદ્ધિ

(સી)  સંયમ                      (ડી) તૃષ્ટિ


(૩)

યોગનું અંતિમ લક્ષ્ય..........છે.



(એ)   મોક્ષપ્રાપ્તિ                 (બી) ધનપ્રાપ્તિ

(સી)  સ્વાશ્થ્યપ્રાપ્તિ                (ડી) જ્ઞાનપ્રાપ્તિ


(૪)

ચિત્તની...........અવસ્થા શ્રેષ્ઠ છે.



(એ)   એકાગ્ર                      (બી) મૂઢ

(સી)  વિક્ષિપ્ત                     (ડી) નિરૂદ્ધ


(૫)

યોગના..........અંગથી શરીરની જીવનશકિત પર સંયમ કેળવી શકાય છે.



(એ)   નિયમ                      (બી) પ્રાણાયામ

(સી)  પ્રત્યાહાર                     (ડી) ધારણા


(૬)

ઇન્દ્રિયોને પોતાના બહિર્મૂખ વિષયોથી પાછી વાળી અંતર્મૂખ કરવી એ.............છે.



(એ)   ધ્યાન                       (બી) ધારણા

(સી)  પ્રત્યાહાર                    (ડી)  સમાધિ


(૭)

સાંખ્યનાં મહત્ આદિ પચ્ચીસ તત્વોમાં યોગ.......નો ઉમેરો કરે છે.



(એ)   સમાધિ                      (બી) ધ્યાન

(સી)  ધારણા                       (ડી) ઇશ્વર


(૮)

મોક્ષનું સ્વરૂપ.........પાદમાં વર્ણવાયું છે.



(એ)   વિભૂતિ                     (બી) સાધન

(સી)  કૈવલ્ય                      (ડી) સમાધિ


જોડકાં જોડો

(અહીં યોગ્ય રીતે જોડેલાં જોડકાં આપ્યાં છે.)

  વિભાગ                                         વિભાગ


(૧)

પતંજલિઃ

(૧)

યોગશાસ્ત્રપ્રણેતા

(૨)

યોગદર્શન

(૨)

પતંજલિ

(૩)

કૈવલ્યઃ

(૩)

ચતુર્થો પાદઃ

(૪)

અષ્ટાંગ

(૪)

યોગ

(૫)

યોગઃ

(૫)

સમાધિઃ



No comments:

Post a Comment