bhagavadgita adhyay 12 and 15 MCQ

 શ્રીમદ ભગવદ્ ગીતા


અધ્યાય :­ 12

1 સૌથી ચડિયાતો યોગી કોણ છે. ?
જ.સૌથી ચડિયાતો યોગી ભગવાન કૃષ્ણમાં મન પરોવીને નિરંતર શ્રધ્ધાથી ઉપાસના કરનારો છે.
2. જે યોગીઓ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે તે કોને મેળવે છે. ?
જ. જે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે તે પણ કૃષ્ણ ભગવાનને જ પામે છે.
3. ભગવદગીતાના બારમાં અધ્યાયનું નામ શું છે. ?
4. ભગવાન કેવા ભક્તોનું મૃત્યુ સંસાર સાગરમાંથી ઉધ્ધાર કરે છે.
જ. જેઓ કૃષ્ણમાં પરાયણ છે, જેઓ સર્વકર્મો અનાસક્ત ભાવે ઇશ્વરને અર્પણ કરીને સતત ઇશ્વરની

    ઉપાસના કરે છે તેનો સત્વરે ઉધ્ધાર થાય છે.
5. જો ઇશ્વરમાં ચિત્ત ન ચોંટતું હોય તો શું કરવું ? 

જ. જો ઇશ્વરમાં ચિત્ત સ્થિર ન થાય તો વારંવાર પ્રયત્ન કરીને ચિત્તને સ્થિર કરવું. જો ભક્ત ચિત્તને 

વારંવાર પ્રયત્ન કરવામાં અસમર્થ હોય તો ભગવાન માટે જ કર્મ કરવા પરાયણ થવું.
6. અભ્યાસ કરતાં શું શ્રેષ્ઠ છે. ?
જ. અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. 

7. જ્ઞાન કરતાં શું શ્રેષ્ઠ છે. ?
જ. જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે. 

8. ધ્યાન કરતાં વધારે શું ઉત્તમ છે. ?
જ. ધ્યાન કરતાં કર્મફળ ત્યાગ  શ્રેષ્ઠ છે. 

9. ભક્ત શત્રુ અને મિત્ર વચ્ચે કેવું વર્તન રાખે છે. ?
જ. ભક્ત શત્રુ અને મિત્ર વચ્ચે સમાન ભાવે રહે છે.  

10. ભક્તની કઇ લાગણી થતી નથી. ?
જ. ભક્તને આનંદ, દ્વેષ, શોક કે કશું મેળવવાની કામના થતી નથી.

અધ્યાય :­ 15

1 અવિનાશી અશ્વત્થ વૃક્ષની શી વિશેષતા છે. ?
જ. અવિનાશી અશ્વત્થ વૃક્ષ ઊંચે જતાં મૂળવાળું અને નીચે તરફ ફેલાયેલી ડાળોવાળું છે.
2. અશ્વત્થ વૃક્ષના પાંદડાઓ કોણ છે. ?
જ. અશ્વત્થ વૃક્ષના છંદો વેદો પાંદડાઓ છે.

3. સાચો વેદ જાણનારો કોણ છે. ?
જ. જે અશ્વત્થ વૃક્ષને જાણે છે તે સાચો વેદ જાણનારો છે. 

4. અશ્વત્થ વૃક્ષની ડાળીઓ શા કારણે વધે છે. ?
જ. અશ્વત્થ વૃક્ષની ડાળીઓ ત્રણ ગુણોથી લીધે વધે છે.
5. અશ્વત્થવૃક્ષને શેનાથી કાપવાનું છે. ?

જ. અશ્વત્થવૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્રથી કાપવાનું છે.

6. અવિનાશી પદને પામનારા જ્ઞાની જનો કેવા છે. ? 

જ. અવિનાશીપદને પામનારા માન અને મોહ વગરના, આસક્તિ રહિત, આત્માનું ચિંતન કરનારા 

કામના રહિત અન સુખદુ:ખ વગેરે દ્વન્દોથી મુક્ત થયેલા જ્ઞાની પુરુષો છે. 

7. જીવ કોનો અંશ છે. ?
જ. જીવ પરમાત્માનો અંશ છે.

8. ઇશ્વરનું ધામ કેવું છે. ?
જ. ઇશ્વરનું ધામ જયાં સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશતા નથી અને જયાં ગયા પછી કોઇ પાછું ફરતું 

નથી, તેવું છે. 

9. ઇન્દ્રિયો કઇ છે. ?
જ. શ્રોત્ર, ચક્ષુ ત્વચા, જીભ, પ્રાણ અને મન છ ઇન્દ્રિયો છે.
10. જીવાત્માને કોણ જોઇ શકે છે અને કોણ જોઇ નથી શકતું. ?
જ. જ્ઞાનરૂપી ચક્ષુવાળા જીવાત્માને જોઇ શકે છે. અજ્ઞાનીઓ જોઇ શકતા નથી.
11. પરમાત્મા પ્રાણીઓને શાનાથી ધારણ કરે છે. ?
જ. પરમાત્મા ઓજસ એટલે કે પોતાની શક્તિથી પ્રાણીઓને ધારણ કરે છે. 

12. ઔષધિઓનું પોષણ કોણ કરે છે. ?
જ. ઔષધિઓનું પોષણ ચંદ્ર કરે છે.

13. અન્નના કયા ચાર પ્રકારો છે. ?
જ. ભક્ષ્ય, ભોજય, લેહય અને ચોષ્ય એ ચાર પ્રકાર અન્નના છે. 

14. આ સંસારમાં બે પુરુષો કયા છે. ?
જ. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એવા બે પ્રકારના પુરુષો છે. 

15. પરમાત્મા પુરુષોત્તમ કેમ છે. ?
જ. પરમાત્મા ક્ષીરા અને અક્ષર બંને પુરુષોથી ઉત્તમ છે. માટે તે પુરુષોત્તમ છે.

16. પંદરના અધ્યાયનું નામ શું છે. ?
જ. પંદરના અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ છે.


No comments:

Post a Comment