પ્રો.ડો.મીના
એસ. વ્યાસ
હિતોપદેશ
– મિત્રલાભ
પ્રશ્ન – ૧ :
પ્રાણી કથાઓનો ઉદ્દભવ અને વિકાસ જણાવો.
પ્રશ્ન – ૨ : વાઘ
અને મુસાફરની વાર્તા – બોધ જણાવો.
પ્રશ્ન – 3 : ઘરડા
ગીધની વાર્તા – બોધ જણાવો
પ્રશ્ન – ૪ : ભૈરવ
શિકારીની વાર્તા – બોધ જણાવો
પ્રશ્ન – ૫ :
કર્પૂરતિલક હાથીની વાર્તા – બોધ જણાવો.
પ્રશ્ન – ૬ : મિત્રલાભમાં
વ્યક્ત થતો નીતિબોધ
પ્રશ્ન – ૭ :
મિત્રલાભનું વાર્તા સાહિત્ય – નોંધ લખો.
પ્રશ્ન – ૮ :
હિતોપદેશનું વિષયવસ્તુ અને સ્વરૂપ – આલેખો.
પ્રશ્ન – ૯ : હિતોપદેશની
શૈલી નોંધ લખો.
પ્રશ્ન – ૧૦ : કથા
સાહિત્ય – ભારતીય સાહિત્યનો અમૂલ્ય વૈભવ – નોંધ લખો.
પ્રો.ડો.મીના
એસ. વ્યાસ
હિતોપદેશ
– મિત્રલાભ
પ્રશ્ન
– ૧ : પ્રાણી કથાઓનો ઉદ્દભવ અને વિકાસ જણાવો.
જવાબ
:
(૧) વેદમાં
પ્રાણીકથાનું
અસ્પષ્ટ
મૂળ
:
સામાન્યતઃ
આપણા
તમામ
સાહિત્યિક પ્રકારોનાં
મૂળનો
નિર્દેશ
આપણા
પ્રાચીનતમ
ગ્રંથ
ઋગ્વેદમાં
જોઈ
શકાય
છે. પ્રાણકથાનું
મૂળ
પણ
એના
અસ્પષ્ટ
સ્વરૂપમાં
ઋગ્વેદમાં
જોઈ
શકાય
છે. ઋગ્વેદના
એક
પ્રસિદ્ધ
સૂક્ત
મેઢક
સૂક્ત, (૮-૧૦૩)માં
મંત્રગાન
કરતા
બ્રાહ્મણોના
અવાજની તુલના
‘ટર્ર ટર્ર' કરનારાં
દેડકાં
સાથે
કરવામાં
આવી
છે, જો
કે
આ
રૂપકનો ઉદેશ
સ્પષ્ટ
નથી
પણ
એમાં
પ્રાણીકથાના
કથાકલ્પન
માટેની
આવશ્યક
એવી કેટલીક
સમાનતાઓ
સ્પષ્ટ
જોઈ
શકાય
છે
અને
પશુપક્ષીઓમાં
માનવભાવોનું
આરોપણ કરવાના
માનવસ્વભાવના
સાહજિક
વલણનો
નિર્દેશ
પ્રાપ્ત
થાય
છે.
(૨)
ઉપનિષદોમાં
સ્પષ્ટ
થતું
મૂળ
: પ્રાણીઓમાં
માનવભાવોનું
આરોપણ
અથવા પ્રાણીઓને
માનવસહજ
પ્રવૃત્તિ
કરતાં
બતાવવાનું
વલણ
ઉપનિષદોમાં
વધારે
સ્પષ્ટ રીતે
જોઈ
શકાય
છે, અહીં
પ્રાણીઓને
સ્પષ્ટતયા
માનવસ્વભાવનાં
રૂપકો
કે
પ્રતીકો તરીકે
યોજ્યાનો
સગડ
પ્રાપ્ત
થાય
છે.
છાંદોગ્ય
ઉપનિષદ
(૧-૧૨)માં
કૂતરાઓની એક
રૂપકાત્મક
અથવા
વ્યંગ્યકથા
નિરૂપાઈ
છે, જેમાં
પ્રાણીઓના
પ્રતીક
એવા શ્વાનો, એક
શ્વાન
(મુખ્ય પ્રાણ)ને
અન્ન
માટે
પ્રાર્થના
કરે
છે.
આ
જ
ઉપનિપદમાં બીજી
એક
જગાએ
(૪-૧)
રાત્રે
ઊડતા
બે
હંસોનો
વાર્તાલાપ
સાંભળીને
જાનશ્રુતિ પૌત્રાયણનું
લક્ષ્ય
ગાડાવાળા
રકૈવ
તરફ
ખેંચાય
છે, તે
વાતનું
નિરૂપણ
છે. આ
ઉપરાંત
સત્યકામ
જાબાલને
પહેલાં
વૃષભ, પછી
હંસ
અને
પછી
મદગુ-એક જળચર પક્ષી ઉપદેશ આપે છે. (છાંદોગ્ય ૪-૫,
૭-૮)
જો
કે
ઉપનિપદનાં
નિરૂપાયેલો
આ
વૃત્તાન્ત
શુદ્ધ
સ્વરૂપમાં
આપણે
જેને
પ્રાણીકથા તરીકે
ઓળખીએ
છીએ
તે
પ્રકારનો
નથી
પણ
પ્રાણીકથાઓનું
મૂળ
તો
અહીં મળે
છે
જ.
આ
પ્રકારની
કથાઓમાંથી
પંચતંત્ર
વગેરેમાં
છે
એવી
બોધપ્રધાન
કથાઓમાં પરિવર્તન
સરળ
બને
જ
તે
સ્પષ્ટ
જોઈ
શકાય
છે.
(૩)
મહાભારતમાં
સ્પષ્ટ
થતું
સ્વરૂપ
: પશુપક્ષીઓને
માનવો
જેવું
આચરણ કરતાં
દર્શાવીને
તે
દ્વારા
વ્યાવહારિક
જીવનનો
ઉપદેશ
અને
રાજનીતિનો
બોધ આપતી
પ્રાણીકથાઓ
એના
સ્પષ્ટ
સ્વરૂપમાં
મહાભારતમાં
પ્રાપ્ત
થાય
છે. મહાભારતના
શાન્તિપર્વ
જેવાં
ઉપદેશપ્રધાન
પર્વોમાં
અને
બીજાં
પણ
કેટલાક
પર્વોમાં સંખ્યાબંધ
પ્રાણીકથાઓ
પ્રાપ્ત
થાય
છે. આમાંની
કેટલીક
કથાઓ
તો
પંચતંત્રમાં પ્રાપ્ત
થતી
પ્રાણીકથાઓને
મળતી
આવે
છે, માત્ર
વાર્તાઓની
દૃષ્ટિએ
જ
નહિ, શૈલીની
દિષ્ટીએ
પણ
મહાભારતની
પ્રાણીકથાઓએ
પંચતંત્ર
વગેરેને
પ્રેરણા
આપી છે.
મહાભારતકારે
પંચતંત્રકારને
બધી
રીતે
પ્રભાવિત
કર્યા
જણાય
છે. પંચતંત્રના
પ્રારંભમાં
તેના
કર્તાએ
બીજા
નીતિશાસ્ત્રવિશારદોની
સાથે
પરાશરના
પુત્ર
વ્યાસજીને વંદન
કર્યાં
છે.
ડો.સાંડેસરા
નોંધે
છે-“પશ્ચિમ
ભારતીય
પંચતંત્રની
વાત
કરીએ તો
એમાં
અનેક
સ્થળે
‘મહાભારત’નો, તેમના
પસંગો
તેમ
જ
પાત્રોનો
સ્પષ્ટ ઉલ્લેખ
આવે
છે. જે
પક્ષનું
સમર્થન
ચાલતું
હોય
તે
પક્ષને
સર્વ
પ્રકારની
તાર્કિક કે
(ક્વચિત્
આતાર્કિક)
દલીલોથી
અને
સુભાષિતોથી
દંડ
કરવાની
અને
ત્યાર પછી
સામા
પક્ષને
પણ
એટલી
જ
દઢતાથી
રજૂ
કરવાની
પંચતંત્રની
પધ્ધતિ
ઉપર ‘મહાભારત’ના
નીતિવાદોની
અસર
છે.
સૌથી
વધારે
તો
પંચતંત્રના
શ્લોકોની
એક મોટી
સંખ્યા
સીધી
ને
સીધી
મહાભારતમાંથી
લેવામાં
આવેલી
છે.
પશ્ચિમ
ભારતીય પંચતંત્રમાં
આવા
કુડીબંધ
શ્લોક
મળશે."
મહાભારતના
શાન્તિપર્વમાં
અને
કર્ણપર્વમાં
સંખ્યાબંધ
પ્રાણીઓનું
નિરૂપણ
છે, પણ
પંચતંત્ર
સાથે
સંબંધ
ધરાવતી
સંખ્યાબંધ
પ્રાણીકથાઓ
મહાભારતમાં
છે
મહાભારતના આદિપર્વમાં
અ.
૧૫૩માં
આવતી
પોતાના
ચારે
મિત્રોને
છેતરનારા
ધૂર્ત શિયાળની
વાર્તા
પંચતંત્ર
૧-૧૬માંની
વરૂ
અને
સિંહને
છેતરનાર
શિયાળની
વાર્તા સાથે
તેમજ
૪-૧૫માંના
‘શિયાળના
ચાર
શત્રુઓ’ની
વાર્તા
સાથે
સામ્ય
ધરાવે
છે. ઉદ્યોગપર્વ
અ.
૧૧૬માં
આવતા
ધાર્મિક
બિલાડા
અને
એના
દંભની
વાર્તા
પશ્ચિમ
ભારતીય પંચતંત્ર
૩-૩
માં આવતી
‘સસલા
અને
ચકલાનો
ન્યાય
કરનાર
બિલાડો’
વાર્તા સાથે
સંબંધ
ધરાવે
છે.
શાન્તિપર્વ
અ.
૧૩૮માં
પ્રત્યુત્પન્નમતિ, અનાગતવિધાતા
અને દીર્ઘસૂત્રી-એ
ત્રણ
માછલીઓની
વાર્તા
પશ્ચિમ
ભારતીય
પંચતંત્ર
૧-૧૪માં
તેમજ પંચતંત્રની
તમામ
પ્રાચીન
પાઠપરંપરાઓમાં
છે.
એનો
કથાસંગ્રહ
શ્લોક
પણ
મહાભારતમાંથી લેવામાં
આવ્યો
છે.
પંચતંત્રના
પ્રથમ
તંત્ર
મિત્રભેદને
મળતું
કથાનક
શાન્તિપર્વ અ.
૧૧૧માં
છે.
આ
ઉપરાંત
બીજાં
તંત્રોને
મળતી
આવતી
ઘણી
વાર્તાઓ
મહાભારતમાં પ્રાપ્ત
થાય
છે.
આથી
જ
આ
ઉપરથી
શ્રી
સાંડેસરા
નોંધે
છે
-
“પંચતંત્રના
અંતરંગ
ઉ૫૨
મહાભારતની
જે
પ્રકારે
અસર
છે, તે
જોતાં
એવી
વાર્તાઓના વિનિયોગ
સંબંધમાં
પંચતંત્ર
મહાભારતનું
જ
આભારી
છે
એમ
માનવું
જોઈએ. ભારતીય
સાહિત્યમાં
રાજનીતિના
શિક્ષણ
માટે
પ્રાણીકથાનો
ઉપયોગ
કરનાર
સૌથી પહેલો
ગ્રંથ
મહાભારત
છે
અને
એના
આ
વારસાને
પંચતંત્રકારે
એક
સ્વતંત્ર
ગ્રંથરચનારૂપે પૂર્ણપણે
વિકસાવ્યો
છે.” (પંચતંત્ર-ભોગીલાલ
સાંડેસરા
પૃ.
૭૩) હિતોપદેશ
પંચતંત્રની
જ
પરંપરાને
સાચવે
છે.
(૪)
પ્રાણીકથાનાં
અન્ય
પ્રમાણો
: પતંજલિના
મહાભાષ્યમાં
(૨-૧-૨, તથા
૫-૩-૧૦૬)
काकतालीयम्, अजाकृपाणीयग् જેવા
લૌકિક
ન્યાયો
પ્રાણીકથાનો
નિર્દેશ કરે
છે.
આ
ઉપરાંત
જાતકકથાઓમાં
ધર્મોપદેશના
ઉદેશથી
પ્રાણીકથાઓનું
નિરૂપણ થયેલું
છે.
ઈ.
સ.
પૂર્વે
બીજા
અને
ત્રીજા
સૈકાની
સાંચી
અને
ભારતના
સ્તૂપોમાં જાતકકથાઓનાં
શિલ્પ
છે, એટલું
જ
નહિ
તે
તે
જાતકક્થાઓનાં
નામ
પણ એ
શિલ્પની
નીચે
કોતરેલા
છે.
શિલ્પોમાં
કેટલીક
પ્રાણીકથાઓનાં
ચિત્રો
પણ
છે, અને
આજે
જે
ઉપલબ્ધ
છે, તે
પાલિ
જાતકમાં
પણ
પંચતંત્રની
સાથે
ગાઢ
સામ્ય ધરાવતી
વાર્તાઓ
ઉપરાંત
બીજી
કથાઓ
પણ
મોટી
સંખ્યામાં
પ્રાપ્ત
થાય
છે. પંચતંત્ર, જાતક
અને
મહાભારતમાં
આવતી
પ્રાણીકથાઓ
પ્રાચીન
ભારતીય
લૌકસાહિત્યના અખૂટ
ભંડારમાંથી
લેવાઈ
હોવાનું
વધારે સંભવિત
છે.
(૫)
પ્રાણીકથાઓ
: પ્રાચીન
ભારતની
વિશ્વસાહિત્યને
દેણ:
ઉપરોક્ત
ચર્ચાને આધારે
આપણે
જોયું
કે
ભારતમાં
પ્રાણીકથાની
પરંપરા
ઘણી
પ્રાચીન
છે
અને તેથી
પ્રાણીકથાનો
ઉદ્ભવ
હિંદમાં
જ
થયો
હોવાની
અને
ઈસપની
વાર્તાઓ
હિંદમાંથી યુરોપમાં
ગઈ
હોવાનો
સંખ્યાબંધ
વિદ્વાનો
જેમ કે
સર
વિલિયમ
જોન્સ
મેક્સમુલર, શ્રી ડેવીડ અને
શ્રી કીથ વગેરેનો મત છે.
પ્રશ્ન – ૨ : વાઘ
અને મુસાફરની વાર્તા – બોધ જણાવો.
જવાબ :
વાઘ અને મુસાફરની વાર્તા :
દાણાના લોભથી નીચે ઊતરવા
ચાહતા પારેવાને ચેતવતા કબૂતરાનો રાજા ચિત્રગ્રીવ વાધ અને લોભી બ્રાહ્મણની વાત કહે
છે. દક્ષિણ વનમાં એક ઘરડો વાઘ નાહીને અને હાથમાં દર્ભ લઈને જતા આવતા વટેમાર્ગુઓને
બોલાવતો હતો અને સોનાનું કંકણ લઈ જવા અનુરોધ કરતો હતો. લોભથી ખેંચાયેલા એક મુસાફરે
તે જોયું. તેણે વાઘને કંકણ અંગે પૂછયું. વાઘે કંકણ બતાવ્યું. મુસાફરે વાઘને
પૂછ્યું કે હિંસક પ્રકૃતિના તારો વિશ્વાસ શી રીતે કરાય ? વાધે પોતે હવે ધાર્મિક વૃત્તિનો
થયો છે અને વીતરાગ બન્યો છે એમ જણાવ્યું. વટેમાર્ગુ વાઘની વાતમાં આવી ગયો અને કંકણ
લેવા જતાં કાદવમાં ખૂંપી ગયો.
વાધ અને મુસાફરની આ
વાર્તામાં અતિલોભ વિનાશનું મૂળ છે એ હકીકત બતાવવામાં આવી છે. આ ઉપરાંત ધર્મના ઓઠાથી
દાંભિક આચરણ કરતા લોકો અન્ય માણસોમાં વિશ્વાસ ઉત્પન્ન કરીને એમને કેવી રીતે ફસાવે
છે એ પણ બતાવ્યું છે. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એવી આપણી કહેવત આ કવિતામાં
ચરિતાર્થ થતી જણાય છે. આ મુખ્ય ઉપદેશ ઉપરાંત આનુષંગિક રીતે નીચેના ઉપદેશ પણ
જણાવવામાં આવ્યા છે :
(૧) અનિષ્ટ વસ્તુથી ઇષ્ટનો લાભ થતો હોય તો પણ એનાધી સારું પરિણામ આવતું
નથી. કવિ કહે છે, ઝેરના સંસર્ગવાળું અમૃત પણ મોતનું કારણ બને છે.
(૨) હિતોપદેશકાર લોભનું
સમર્થન કરતા નથી પણ સાથે સાથે જોખમ ખેડ્યા વગર માણસ શુભ પામતો નથી એ હકીકતનું પણ
પ્રસંગોપાત્ત પ્રતિપાદન કરે છે.
(૩) ધર્મશાસ્ત્રમાં ધર્મના માર્ગનાં આઠ લક્ષણો કહ્યાં છે. યજ્ઞ, અધ્યયન, દાન, તપ, સત્ય, ધીરજ, ક્ષમા અને નિર્લોભીપણું, આ આઠ પૈકી પ્રથમ ચારનું આચરણ તો
કોઈ દંભી પણ કરે. પરન્તુ બાકીનાં ચાર તો મહાપુરુષોમાં જ હોય છે. લોકોનો સ્વભાવ
ગતાનુગતિક હોય છે.
(૪) માણસોએ પોતાની જાતનો વિચાર કરીને અન્ય સાથેનો વ્યવહાર ગોઠવવો જોઈએ.
(૫) અન્યની રત્રીને માતાની જેમ, બીજાના ધનને માટીના ઢેફાની જેમ અને બીજાં પ્રાણીઓને પોતાની જેમ જુએ
છે તે પંડિત છે.
(૩) દાન આપવું તો હંમેશાં ગરીબોને આપવું, પૈસાવાળાને નહિ. વળી એ દાન દેશ, કાળ અને પાત્રનો વિચાર કરીને
સુપાત્રને આપવું
(૭) દુર્જનનો સ્વભાવ કદી સારો બનતો નથી અને તેથી તે ક્યારેય પણ વિશ્વસનીય
હોતાં નથી,
(૮) આચરણ વિનાનું જ્ઞાન
બોજારૂપ છે.
પ્રશ્ન – 3 : ઘરડા
ગીધની વાર્તા – બોધ જણાવો.
જવાબ :
ઘરડા ગીધની વાર્તા :
શિયાળ સાથે મિત્રતા કરવા
ચાહતા હરણને એમ ન કરવા સમજાવતાં એનો મિત્ર કાગડો આ વાર્તા કહે છે. તે કહે છે કે
અકસ્માત આવી ચડેલા મિત્ર સાથે મિત્રતા કરવી વાજબી નથી. વળી જેનું કુળ અને
ચારિત્ર્ય જાણતા ન હોઈએ તેને કદી પણ આશ્રય આપવો જોઈએ નહિ. જેમ કે બિલાડાના દોષથી
જરદ્ગવ ગીધ હણાયો શિયાળ અને હરણે ગીધની એ વાત જાણવા ઇચ્છી, ત્યારે કાગડો આ વાત કહી સંભળાવે
છે.
ગૃઘ્રકૂટ નામના પર્વત ઉપર પીપળાના
એક મોટા ઝાડ ઉપર એક ખૂબ ઘરડો ગીધ રહેતો હતો. વૃક્ષ પરનાં પક્ષીઓ દયા લાવીને એને
થોડું થોડું ખાવાનું આપતાં હતાં, એક વાર દીર્ઘકર્ણ નામનો બિલાડો ત્યાં આવી ચડતાં પક્ષીઓનાં બચ્ચાંઓએ
કોલાહલ કર્યો. ગીધે એને પડકાર્યો. આથી બિલાડાએ સ્વર બદલીને ગીધની ખુશામત કરી અને
પોતે મહાન ધર્માચારી છે' એમ સબળ દલીલોથી ગીધનેં ઠસાવી દીધું, ગીધ એની વાતમાં આવી ગયું અને
એને ત્યાં રહેવા આશ્રય આપ્યો. આ રીતે વિશ્વાસ ઉત્પન્ન કરીને બિલાડો પક્ષીનાં
બચ્ચાં ખાઈ ગયો. કેટલાક દિવસ સુધી તો આમ ચાલ્યું. પણ કાલક્રમે પક્ષીઓએ એમનાં
બચ્ચાંના હાડકાં બખોલમાં જોયાં. પક્ષીઓને લાગ્યું કે ગીધ જ એમનાં બચ્ચાં ખાઈ ગયો છે, આથી તેઓ ગીધ ૫૨ વહેમાયાં અને
ગીધને મારી નાંખ્યો. આમ એ કથાનો મુખ્ય સાર એ છે કે અજાણ્યા માણસને કદી પણ ઘરમાં
આશરો આપવો નહિ. આ મુખ્ય ઉપદેશ ઉપરાંત આ વાર્તામાં આતિથ્યધર્મનું મહત્ત્વ કરવામાં
આવ્યું છે. ધન ન હોય તો મીઠા વચનથી પણ અતિથિનું સ્વાગત કરવું. આ ઉપરાંત નીચેના આનુષંગિક
સુવિચારો પણ વ્યક્ત થયા છે.
(૧)
મહાપુરુષો નિર્ગુણ વ્યક્તિઓ તરફ પણ પ્રેમ રાખે છે.
(૨)
ધર્મ જ એક સનાતન મિત્ર છે.
(૩)
પાપી પેટને માટે પાપ કરવું જોઈએ નહી.
પ્રશ્ન – ૪ : ભૈરવ
શિકારીની વાર્તા – બોધ જણાવો.
જવાબ :
ભૈરવ શિકારીની વાર્તા :
દ્રવ્યનો સંધરો કર્યા બાદ
નિર્ધન થઈ ગયેલા અને પરિણામે વીતરાગ થઈ વનમાં આવી ગયેલા ઉદ૨ને “સંગ્રહ કરવો, પણ અતિશય સંગ્રહ કરવો સારો નહિ” એ હકીકતનું સમર્થન કરવા કાચબો આ
વાર્તા કહે છે. તે કહે છે કે અતિશય સંઘરો ક૨વાથી, જુઓ, પેલો શિયાળ હણાયો. કાગડા અને
ઉદરે એ વાત જાણવાની ઇચ્છા કરતાં મંથરે આ વાત કહી.
કલ્યાણકટકમાં ભૈરવ નામના
એક શિકારીએ એક વાર એક હરણને હણ્યું. જ્યારે તે મારેલા હરણને લઈને જતો હતો ત્યારે
એણે એક ડુક્કરને જોયો અને તે ડુક્કરને હણી નાખ્યો. ડુક્કરે મરતી વખતે શિકારીના
મર્મસ્થાને પ્રહાર કર્યો જેનાથી તે શિકારી તત્કાળ મરણ પામ્યો. શિકારી અને ડુક્કર
પછડાટ ખાઈને પડયા ત્યારે એની અડફેટમાં આવેલો એક સાપ મરી ગયો. આ બધાં મૃત અવસ્થામાં
જ્યાં પડયાં હતાં ત્યાં દીર્ઘાવ નામનું એક શિયાળ આવી ચડયું. તેને ભર આનંદ થયો. એને
આ ભોજન ચાર માસ ચાલશે એ વિચારે આનંદ થયો પણ કંજૂસ એવા તે શિયાળે તે દિવસે તો પેલા
સ્વાદહીન ધનુષ્યની પણછ ખાઈને જ દિવસ પૂરો કરી લેવાનું વિચાર્યું, જ્યારે તેણે ધનુષ્યની પણછ કરડી
ખાધી ત્યારે સ્નાયુનું બંધન કપાતાં ધનુષ્ય જોરથી એના હૃદયમાં પેસી ગયું અને તે પણ
મરણ પામ્યું.
આ વાતનો મુખ્ય સાર એ છે કે
મનુષ્યે ધનનો અતિશય સંચય કરવો જોઈએ નહિ. અતિશય સંચય કરનાર વ્યક્તિનું ધન છેવટે
બીજાઓ જ ભોગવે છે. આથી સુપાત્રને દાનમાં આપવામાં આવેલું અને ભોગવ્યું હોય તે ધન
આપણું, બાકીનું બીજાનું
પ્રશ્ન – ૫ :
કર્પૂરતિલક હાથીની વાર્તા – બોધ જણાવો.
જવાબ :
કર્પૂરતિલક હાથીની વાર્તા :
આ વાર્તા કુટણીદાસી તુગબલ
નામના સૂબદાર રાજવીને કહે છે. અહીં આ વાર્તાનું પ્રયોજન એ બતાવવાનું છે કે બળવી
શક્ય બનતું નથી તે બુદ્ધિથી શક્ય બને છે.
બ્રહ્મારણ્યમાં કર્પૂરતિલક
નામનો એક હાથી રહેતો હતો. એના હ્રષ્ટપુષ્ટ દેહને જોઈને બધાં શિયાળનું એનું માંસ
ખાવાની ઇચ્છા થઈ અને જો હાથી મરી જાય તો અમને ચાર માસ ચાલે એટલું ભોજન મળે એવો
વિચાર આવ્યો. એક ઘરડા શિયાળે પોતાના બુદ્ધિબળથી હાથીને મારી નાખવાની પ્રતિજ્ઞા
કરી. તે હાથી પાસે ગયું અને મિથ્યા વચનો તથા વિનયથી હાથીમાં વિશ્વારા ઉત્પન્ન
કર્યો. એણે જણાવ્યું કે જંગલનાં બધાં પ્રાણીઓ તમારો રાજા તરીકે અભિષેક કરવા માગે
છે, કારણ
કે તમે સ્વામી થવા માટેના બધા ગુણો ધરાવો છો. શિયાળનાં વચનોથી ફુલાયેલો હાથી
શિયાળની પાછળ પાછળ ચાલ્યો અને કાદવમાં ખૂંપી જતાં મૃત્યુ પામ્યો.
આ વાર્તાનો મુખ્ય સાર પણ
બુદ્ધિનું મહત્ત્વ બતાવવાનો છે. અહીં શિયાળ બુદ્ધિથી હાથી જેવા મહાકાય પ્રાણીને પણ
મહાત કરે છે.
(૧) વાર્તાનો આનુષંગિક ઉપદેશ રાજાનું મહત્ત્વ અને રાજા માટેના આવશ્યક ગુણો
બતાવવાનો છે. ખાનદાન કુળ, આભિજાત્ય, ઔદાર્ય, પ્રતાપ, ધાર્મિકતા અને નીતિનૈપુણ્ય એ રાજા થવા માટેના યોગ્ય ગુણો છે.
(૨) જગતમાં રાજાનું મહત્ત્વ અત્યંત અનિવાર્ય છે. સૌપ્રથમ રાજાને પ્રાપ્ત કરવો
અને પછી પત્ની કે ધન મેળવવું. કારણ કે રાજાના અભાવમાં પત્ની અને ધન બધું લૂંટાઈ
જાય. જેમ વરસાદ વિના માણસ જીવી શકે નહિ તેમ સમાજ રાજા વિના ટકી શકે નહિ. રાજાની
જરૂર રહે છે કારણ કે રાજા દંડશક્તિનો ધારક છે અને આ જગતમાં દંડના ભયથી જ બધું સમુંસુતર
ચાલે છે.
(૩) વ્યક્તિઓએ સજ્જનોના સંગમાં રહેવું જોઈએ. સજ્જનોના સંગમાં રહેવાથી જીવતા
રહી શકાય પણ દુર્જનોની ટોળીમાં પડવાથી પતન થાય.
પ્રશ્ન – ૬ :
મિત્રલાભમાં વ્યક્ત થતો નીતિબોધ.
જવાબ :
મિત્રલાભમાં વ્યક્ત થતો નીતિબોધ :
‘હિતોપદેશ’વાચકને જીવનના વિવિધ વ્યવહારો અને આચારોમાં ડહાપણ આપવાના ઉદેશથી
રચાયું છે. માનવજીવન અને સમાજજીવન એક સંકુલ અને અટપટી બાબત છે, કારણ કે માનવજીવનમાં અનેક આવેગો, વૃત્તિઓ અને તનાવો ભાગ ભજવે છે.
સમાજમાં સજ્જનો છે તો દુર્જનો પણ છે. પરોપકારી જીવો છે, તો લોભી અને ધૂતારાઓ પણ છે.
એટલે જીવનમાં એકબીજા સાથે અથડાતાં પરિબળો જીવનને ઘણું જટિલ બનાવે છે અને તેથી
માણસે સતત સતર્ક અને સજાગ રહેવું પડે છે અને વ્યાવહારિક ડહાપણ કેળવવું પડે છે.
(૧) મૈત્રીનું મહત્ત્વ :
મિત્રલાભ'માં કવિએ સારા મિત્રો મેળવવાથી થતા લાભો દર્શાવવામાં સહુથી વધારે
ઘ્યાન કેન્દ્રિત કર્યું છે. સારા મિત્રો મેળવવા એ જીવનનો સહુથી મોટો લ્હાવો છે.
મિત્રના દુઃખે દુઃખી થાય અને કટોકટીની પળોમાં એની પડખે ઊભો રહે તે સાચો મિત્ર.
અંગ્રેજીમાં કહેવાયું છે કે, "A
friend in need is a friend indeed." તુલસીદાસજીએ
કહ્યું છે –
“जे न मित्र दुःख होंई दुःखारि तिनहु विलोकत पातक भारी ।
निज दुःख गिरिसम रज करि जाना मित्रका दुःख रज
मेरु समाना "
આ ન્યાયે મિત્રલાભમાં ઉંદર, કાગડો, હરણ અને કાચબો મિત્રોને માથે આવેલી
જુદી જુદી આપત્તિના સમયમાં અડીખમ ઊભા રહે છે અને મિત્રોને આપત્તિમાંથી બચાવી કે
દુઃખમાં આશ્રય આપી કૃતાર્થતા અનુભવે છે.
(૨) લોભ અને લાલચનાં પરિણામ : હિતોપદેશકારે માણસની એક અતિ મોટી નબળાઈ ‘લોભ’ને બરાબર પ્રકાશિત કરી આપી છે.
લોભ માનવસ્વભાવની એક એવી અનિવાર્ય નબળાઈ છે કે એનાથી દબાયેલો માણસ સારાનરસાનો વિચાર
કરી શકતો નથી કે આવતી આપત્તિને જોઈ શકતો નથી. પક્ષીઓ પડેલા દાણાના લોભથી જાળ જોઈ
શકતાં નથી. લોભી વટેમાર્ગુ લોભને કારણે વાધના હાથમાં સોનાનું કડું ક્યાંથી ?' એવો કે હિંસક પશુ ધાર્મિક કેવી
રીતે બને ? એ બાબતનો વિચાર કરી શકતો નથી. ઘાસનું લોભી હરણ ખેતરના રખેવાળનો ભય સમજી
શકતું નથી. સંઘરાખોર શિયાળ અઢળક ખાદ્યસામગ્રી હોવા છતાં એક તુચ્છ સ્નાયુની દોરીમાં
લોભાય છે અને અંતે મોતને ભેટે છે. ચારુદત્ત વાણિયો પોતાની પત્નીને વસ્ત્રો અને
આભૂષણો મળશે એ વિચારે સાનભાન ભૂલી પોતાની પત્નીને પોતાના હાથે ૫૨પુરુષને સોંપી દે
છે અને પોતાની નજર સમક્ષ એની લાજ લૂંટાતી જુએ છે. કર્પૂરતિલક હાથી રાજા થવાના
લોભમાં કાદવમાં ખૂંપી જાન ગુમાવે છે. આમ આ બધાં પાત્રોને લોભવશ થતાં બતાવીને કવિએ
પ્રતિપાદિત કર્યું છે કે માણસે જીવનમાં લોભથી સતત બચતા રહેવાનું છે, કારણ કે લોભ પાપ અને મોતનું મૂળ
છે. માણસે ધન કે સન્તાનનો લોભ રાખવો નહિ, ધનનો અતિશય સંધરો કરવો નહિ, કંજૂસ થવું નહિ અને એ ધનનો દાન અને ઉપભોગમાં સદ્વ્યય કરવો.
(૩) બુદ્ધિબળ : હિતોપદેશકારે
જીવનમાં બળની અપેક્ષાએ બુદ્ધિ બળવાન છે એ પ્રતિપાદિત કર્યું છે પણ જીવનની
વાસ્તવિક્તા એ છે કે માણસ બુદ્ધિનો હંમેશાં સદુપયોગ જ કરે છે એવું નથી. બુદ્ધિથી
વ્યક્તિઓ પોતાના મલિન આશયો પણ પાર પાડે છે.
(૪) કામનો પ્રભાવ : જીવનના એક
મહત્ત્વના પુરુષાર્થ કામનો જીવનમાં અનિવાર્ય પ્રભાવ છે. કામી સ્ત્રીઓ અને પુરુષો કામવિહવળ
થતાં કેવા અઘટિત કામો કરતાં થાય છે તે એણે ચંદનદાસની પત્ની લીલાવતી અને તુંગબલ તથા
લાવણ્યવતીની વાત દ્વારા બતાવ્યું છે,
આમ
હિતોપદેશકારે વ્યક્તિએ જીવનમાં કઈ બાબતો કરવા જેવો છે અને કઈ બાબતાંથી બચતા
રહેવાનું છે તે બરાબર બતાવી આપ્યું છે.
પ્રશ્ન – ૭ :
મિત્રલાભનું વાર્તા સાહિત્ય – નોંધ લખો.
જવાબ :
મિત્રલાભનું વાર્તાસાહિત્ય
હિતોપદેશના પ્રથમ ભાગ ચિત્રલાભમાં એક મુખ્ય કથા અને આઠ ઉપકથાઓ છે.
આયુષ્યમાં વાર્તાકથનનો સંદર્ભ અને પ્રયોજન સ્પષ્ટ કર્યા બાદ મુખ્ય કથાનકનો પ્રારંભ
થાય છે. વિષ્ણુશર્મા રાજપુત્રો સમક્ષ કાગડા, કાચબા વગેરેની વાર્તા કહેવાનો પ્રસ્તાવ
મૂકે છે, જેને રાજકુમારો સહર્ષ વધાવી લે છે. તે પછી તે મુખ્ય કથાનો કેન્દ્રવર્તી
વિચાર પ્રસ્તુત કરે છે. આ વાર્તાના અનુસંધાનમાં પ્રસંગોપાત્ત બીજી આઠ વાર્તાઓ
કહેવાની પણ તે તક ઝડપે છે.
(મુખ્યકથા) કાગડો, કાચબો, હરણ અને ઉંદરની વાર્તા :
આ મુખ્ય કથાનું પ્રયોજન લેખકે પોતે આ રીતે વ્યક્ત કર્યું છે -
असाधना वित्तहीना बुद्धिमन्तः सुहृत्तमाः ।
साधयन्त्याशु कार्याणि काककूर्ममृगाखवः ॥२॥
‘સાધનસંપત્તિવિહોણા
પણ બુદ્ધિશાળી અને (એકબીજાના) ધનિષ્ટ મિત્ર એવા કાગડો, કાચબો, હરણ અને ઉંદર ઝડપથી (ધાર્યું)
કામ પાર પાડે છે." (૨)
આમ આ વાર્તાનું મુખ્ય
પ્રયોજન મિત્રતાના લાભ બતાવવાનું છે. સાથે સાથે સંધ અને સંગઠનનું મહત્ત્વ
બતાવવાનું પણ પ્રોજન સ્પષ્ટ છે. એકબીજાને જીગરથી ચાહતા મિત્રો પાસે સાધનોનો અભાવ
હોય, પૈસાની
ખેંચ હોય તો પણ તેઓ એકબીજા તરફના ઊંડા પ્રેમને કારણે અને એમની બુદ્ધિના બળે ગમે
એવી વિપત્તિમાં માર્ગ કાઢી શકે છે.
વાર્તાનો પ્રારંભ કબૂતરોના
રાજા ચિત્રચીવ અને એના અનુયાયી પારેવાંના વનમાંના આગમનથી થાય છે. લઘુપતનક નામનો કાગડો
સવારમાં શિકારીના અનિષ્ટ દર્શનથી વ્યાકુળ બને છે. આજે કંઈક અનિષ્ટ બનશે એવા સંદેહથી
તે શિકારીની પાછળ પાછળ જાય છે. શિકારી દાણા વેરી પોતાની જાળ બિછાવે છે. દાણા જોઈને
લોભાયેલાં પારેવાંને ચિત્રરીય તેમાં ન લોભાવા સલાહ આપે છે અને નિર્જન વનમાં દાણા
કયાંથી આવે ? એવો પ્રશ્ન કરી એક લાંબી બ્રાહ્મણની વાત પણ કહી સંભળાવે છે. પણ એક
કબૂતર લોભથી મોહાંધ બની એની સલાહની અવગણના કરે છે. એટલું જ નિહ, ઘરડાં માણસોનાં વચનો બધે સ્વીકારવા
હોય એમ કહી એમને ઉશ્કેરે પણ છે. લોભથી ભાન ભૂલેલાં પારેવાં જાળમાં ફસાય છે. કવિ કહે
છે કે આપત્તિ આવે છે ત્યારે ડાહ્યા માણસોની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. બધાં કબૂતરો
પેલા કબૂતરને નીદે છે પત્ર ચિત્રગ્રીવ મોટું મન રાખી એને માફ કરે છે. ચિત્રગ્રીવ
બધાને જાળ લઈને ઊડવાની સલાહ આપે છે અને ગંડકીનદીને કાંઠે રહેતા પોતાના મિત્ર
હિરણ્યક પાસે પહોંચી જાય છે. હિરણ્યક ચિત્રગ્રીવનું બંધન પ્રથમ કાપવા ઇચ્છે છે. પણ
ચિત્રગ્રીએવ એક ખાનદાન રાજવીની અદાથી પ્રથમ પોતાના સાથીઓનાં બંધન કપાવે છે અને
યશનો મહિમા કરે છે. હિરણ્યક બધાંનાં બંધન કાપી નાંખે છે. હિરણ્યક ચિત્રગ્રીવને કોઈ
પણ પ્રકારની ભોંઠપ ન અનુભવવા સલાહ આપે છે અને વિધિની બલવત્તાનું સમર્થન કરે છે. આ
સમચ ધટનાનો સાક્ષી લધુપતનક કાગ હિરણ્યકને પોતાને મિત્ર તરીકે સ્વીકાર કરવા વીનવે
છે. હિરણ્યક ભક્ષ્ય-ભક્ષકની પ્રીતિ ભયભરેલી છે એનું સમર્થન કરવા હરણ અને શિયાળની
વાર્તા કહી સંભળાવે છે. એ જ વાર્તાના અનુસંધાનમાં વળી ઘરડા ગીધની વાર્તા આવે છે. વાર્તાઓ
સાંભળ્યા પછી પણ કાગડો પોતાને મિત્ર બનાવવાનો આગ્રહ જારી રાખે છે અને જો મિત્રતા
નહીં મળે તો આત્મહત્યા કરવા સુધીનો નિર્ણય જાહેર કરે છે. કાગડાની તમન્ના અને વચનો
હિરણ્યકને સંતોષ આપે છે અને કાગડાનો તે મિત્ર તરીકે સ્વીકાર કરે છે. પછી કાગડો અને
હિરણ્યક પ્રેમથી રહેવા લાગ્યા. પછી તે બન્ને સારા ખોરાકની શોધમાં કર્પૂરગૌર નામના
સરોવરમાં ગયા, ત્યાં કાગડાનો મિત્ર મન્થર કાચબો રહેતો હતો. તે બન્ને ત્યાં જાય છે.
કાગડો કાચબાને હિરણ્યકનું સવિશેષ સ્વાગત કરવા સલાહ આપે છે. મંથર હિરણ્યકને નિર્જન
વનમાં આવવાનું પ્રયોજન પૂછે છે જેના જવાબમાં હિરણ્યક પોતાનો વૃત્તાન્ત કહે છે. વચ્ચે
આવતી વાર્તાઓમાં ધનનું મહત્ત્વ, કામવૃત્તિનો પ્રભાવ, સંઘરાખોરીનું પરિણામ વગેરે વિગતોનું નિરૂપણ છે. ત્રણે મિત્રો સુખથી
રહેતા હતા ત્યાં એક્વાર ચિત્રાંગ નામનું હરણ ત્યાં આવી ચડે છે અને અનાયાસે મિત્ર
બને છે. ચિત્રાંગ હરણ એ સરોવરમાં થોડા દિવસમાં આવનારા શિકારીના ભયની વાત કરે છે, જે જાણીને ત્રણે મિત્રો અગમચેતી
વાપરી સ્થળાંતર કરવાનો નિર્ણય કરે છે. હિરણ્યક ઉંદરે મંથરને માટે ચાલતા જવામાં
રહેલા ભયનો નિર્દેશ કર્યો અને એવું જોખમ ન ઉઠાવવા કેટલીક વાતો કહી છતાં તેણે એ
હિતવચન માન્યું નહિ. એ જ્યારે જતો હતો ત્યારે એક શિકારીએ એને પકડી લીધો. શિકારીએ
કાચબાને ધનુષ્ય પર બાંધી દીધો હરણ, કાગડો અને ઉંદર બહુ ખિન્ન થયા અને એની પાછળ પાછળ જવા લાગ્યા, હિરણ્યકે કાચબાને છોડાવવાની
યુક્તિ રચી. હિરણ્યકે કહ્યું કે ચિત્રાંગે પાણી પાસે જઈ પોતાની જાતને મરી ગયું હોય
તેમ દેખાડવું અને કાગડાએ તેના ઉપર બેસી ચાંચથી કંઈક ખોતરવું. આમ કરવાથી હરણના
માંસનો લોભી શિકારી કાચબાને પડતો મૂકી જલદીથી ત્યાં આવશે. દરમિયાન હિરણ્યક મંથરનાં
બંધનોને કાપી નાંખશે. પારધી નજીક આવે ત્યારે હરણ અને કાગડાએ નાસી જવું. હિરણ્યકે કરેલી
યુક્તિ બરાબર સફળ થઈ અને મંથર બચી ગયો. રાજકુમારો આ મુખ્ય વાર્તા સાંભળીને ખૂબ ખુશ
થયા. વિષ્ણુશર્મા પ્રસન્ન થયો. આ મુખ્ય વાર્તામાં મુખ્યતયા નીચેનો બોધ પ્રગટ થાય
છે :
(૧) જો મિત્રોમાં ઉત્કટ મૈત્રીભાવ હોય, ઍકબીજા માટે ઊંડી લાગણી હોય અને
મિત્રના દુ:ખે દુ:ખી થવાનું હોય તો સાચી મિત્રતા ગમે એવી આપત્તિમાંથી પણ કંઈક ને
કંઈક માર્ગ શોધી કાઢે છે.
(૨) ‘संहति: कार्यसाधिका’ એ ન્યાયે નાનાં પ્રાણીઓનું સંગઠન પણ મોટું, લક્ષ્ય સિદ્ધ કરે છે.
(૩) જુદી જુદી જાતિના મિત્રો વચ્ચે ભક્ષ્ય-ભક્ષકનો સંબંધ હોય તો પણ સાચી
મિત્રતાને કારણે જાતિગત વેરભાવને પણ શમાવી દે છે. એટલું જ નહિ તેઓ એકબીજાને માટેની
લાગણી પણ અનુભવતા થાય છે.
(૪) મિત્રતા માટેની સાચી ઝંખના ગમે એવી શંકાશીલ વ્યક્તિનું હૃદયપરિવર્તન પણ
કરી શકે છે. કોઈ પણ સંજોગોમાં વૃદ્ધ, અનુભવી અને મિત્રનું વચન ગ્રાહ્ય રાખવું જોઈએ. વૃદ્ધ કે મિત્રના
વચનની અવગણના કરવાથી અનેક આફ્તોનો સામનો કરવો પડે છે.
(૫) પ્રબળ ઇચ્છા ગમે એવા મુશ્કેલ પ્રસંગમાં પણ માર્ગ કાઢી શકે છે.
પ્રશ્ન – ૮ :
હિતોપદેશનું વિષયવસ્તુ અને સ્વરૂપ – આલેખો.
જવાબ :
હિતોપદેશનું
વિષયવસ્તુ અને સ્વરૂપ
‘હિતોપદેશ’ની રચના બરોબર એના પ્રેરણાગ્રંથ ‘પંચતંત્ર’ની શૈલી ઉપર થયેલી છે. ‘પંચતંત્ર’માં પાંચ તંત્રો છે, જ્યારે હિતોપદેશમાં
ચાર વિભાગો છે. પ્રત્યેક વિભાગમાં
એક મુખ્ય વાર્તા હોય છે, જેનું કથાનક એ વિભાગના નામને ચરિતાર્થ કરતું હોય છે પણ આ મુખ્ય વાર્તામાં પ્રસંગોપાત્ત બીજી ઘણી પેટાવાર્તાઓ વણી લેવામાં આવે છે. મુખ્ય વાર્તા અને પેટાવાર્તાઓ બોધપ્રધાન વિગતોથી ભ૨પૂર હોય છે.
કથામુખ
: ‘હિતોપદેશ’ના પ્રારંભમાં આ ગ્રંથની રચનાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતો ‘કથામુખ' ભાગ રજૂ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવનાના
આઠમા શ્લોકમાં કહેવામા આવ્યું
છે તેમ-
यन्नवे भाजने लग्नः संस्कारो नान्यथा भवेत् ।
कथाच्छलेन वालानां नीतिस्तदिह कथ्यते । હિતોપદેશ : પ્રાસ્તાવિક
શ્લોક
‘જેમ નવા પાત્રમાં પાડવામાં આવેલી છાપ મટતી નઘી તેમ કથાને બહાને બાળકોને અહીં નીતિના પાઠ ભણાવવામાં આવે છે.
પાટલિપુત્રના સુદર્શન રાજાને અભણ, ઉદંડ અને મૂર્ખ રાજપુત્રો હતા. એમને વિદ્યા
અને વિનયથી સંપન્ન કરવા તેમજ રાજનીતિનું શિક્ષણ આપવા વિષ્ણુશર્મા નામના
બ્રાહ્મણે બીડું ઝડપ્યું અને છ માસમાં એમને રાજનીતિમાં નિપુણ બનાવી આપવાનું
આ બ્રાહ્મણૅ રાજાને વચન આપ્યું. રાજાથી પુરસ્કૃત થયેલ બ્રાહ્મણે રાજકુમારોને
રાજનીતિ અને વ્યવહારનું ભાન આપવા જે વાર્તાઓ કહી તે આ ગ્રંથમાં સંગ્રહીત કરવામાં આવી છે, એમાં જુદી જુદી ચાર બાબતોને લગતા ચાર વિભાગો છે, જે નીચે પ્રમાણે છે :
(૧) મિત્રલાભ
: 'હિતોપદેશ’નો પ્રથમ ભાગ મિત્રલાભ' તરીકે જાણીતો છે અને એનો મુખ્ય ઉદ્દેશ સારા મિત્રોથી થતા લાભને વર્ણવવાનો છે. એની મુખ્ય કથા આ પ્રમાણે છે –
ગોદાવરીને કાંઠે જંગલમાં એક દિવસ વહેલી સવારે લધુપતનક નામના કાગડાએ એક પારધીને આવતો જોયો અને એના પેટમાં કંઈક અનિષ્ટ થવાની ફાળ પડી, શિકારીએ ચોખાના દાણા વેરી પોતાની જાળ બિછાવી. દાણાનાં લોભી કબૂતરો
એમના રાજા ચિત્રગીવની ચેતવણીને અવગણીને નીચે ઊતર્યાં અને જાળમાં ફસાયાં. ચિત્રગ્રીવે
એમને સંગઠિત થઈ ઊડવા અનુરોધ કર્યાં. તે બધાં ઊડીને ગંડકીતીરે, ચિત્રગ્રીવના મિત્ર હિરણ્યક ઉંદર પાસે ગયાં. હિરણ્યકે પોતાના તીક્ષ્ણ
દાંતથી કબૂતરોનાં બંધન કાપી નાખ્યાં. લધુપતનક આ જોઈને પ્રભાવિત થયો
અને પોતાને મિત્ર બનાવવા એને વિનંતી કરી. હિરણ્યકે થોડી આનાકાની કરી
એનો મિત્ર તરીકે સ્વીકાર કર્યો. પછી એક વાર સારા આહારસ્થાનની
શોધમાં તે ત્રણે દંડકારણ્યમાં
કર્પૂરગીર સરોવરમાં હિરણ્યકના અન્ય મિત્ર મંથર કાચબા પાસે ગયાં અને સંપથી રહેવા લાગ્યાં, થોડા સમય પછી એક ચિત્રાંગ નામના સહ્રદયીના કહેવાથી તેઓ શિકારીના ભયથી બચવા સ્થળાંતર કરી ગયાં, પણ રસ્તામાં
મંથર નામના કાચબાને એક પારધીએ પકડી લીધો. હિરણ્યકની સલાહ પ્રમાણે
એમણે મંથરને મુક્ત ન કરાવવાનું નક્કી કર્યું. પારધીના માર્ગમાં આવતા એક સરોવર પાસે હરણ મરી ગયાનો ડોળ કરીને પડી રહ્યું. પારઘી કાચબાને એક બાજુ મૂકીને હરણને પકડવા ગયો ત્યારે હિરણ્યકે ઝડપથી કાચબાનાં બંધન છેદી નાંખ્યાં.
કાચબો જળમાં પેસી ગયો અને હરણ પારધી નજીક આવતાં નાસી ગયું. પછી બધા મિત્રો શાંતિથી રહેવા લાગ્યા. આ મુખ્ય કથા ઉપરાંત આમાં બીજી આઠ પેટાવાર્તાઓ
છે જે જુદી જુદી નીતિઓનું સમર્થન કરવા જુદાં જુદાં પાત્રોના મુખ્ય
કહેવાઈ છે. આ વાર્તાઓ તે (૧) લોભી બ્રાહ્મણની વાર્તા (૨) લુચ્ચા શિયાળ, મૃગ અને કાગડાની વાર્તા (૩) ગીધ અને બિલાડાની વાર્તા (૪) ચૂડાકર્ણ સંન્યાસી અને ઉંદરની વાર્તા (૫) વૃદ્ધ ચંદનદાસ અને એની યુવાન પત્નીની વાર્તા (૬) સંઘરાખોર શિયાળની વાર્તા (૭) તુંગબલ અને લાવણ્યવતીની
વાર્તા તથા (૮) રાજ્યલોભી કર્પુરતિલકની
વાર્તા છે.
(૨) મિત્રભેદ
: હિતોપદેશનો બીજો ભાગ મિત્રભેદ તરીકે જાણીતો છે અને એની મુખ્ય કથા પણ પંચતંત્રને ઘણે અંશે મળતી આવે છે. સંજીવક નામે બળદ અનેં પિંગલક નામે સિંહ ગાઢ મિત્રો હોય છે. સ્થાનભ્રષ્ટ
થયેલાં કટક અને દમનક નામનાં શિયાળ ચતુરાઈપૂર્વક
એ બન્ને મિત્રો વચ્ચે ફૂટ પડાવે છે, જેને પરિણામે પિંગલક સંજીવકને મારી નાંખે છે અને કટક તેમજ દમનકને એમના મંત્રીપદે પુનઃ સ્થાપિત કરે છે. મિત્રભેદમાં આ મુખ્ય કથા ઉપરાંત બીજી નવ અવાન્તાર કથાઓ પણ આવે છે, જે પૈકી લગભગ ચારેક વાર્તાઓ પંચતંત્રમાંથી લેવામાં
આવી છે.
(૩) વિગ્રહ
: હિતોપદેશનો ત્રીજો વિભાગ વિગ્રહ તરીકે ઓળખાય છે. એમાં હિરણ્યગર્ભ નામના હંસ અને ચિત્રવર્ણ નામના મોર વચ્ચેના વિગ્રહની વાત આવે છે. જુદાં જુદાં પક્ષીઓ એમાં મંત્રીપદ કે દૂતકર્મ કરે છે. બે રાજાઓ વચ્ચેના
યુદ્ધમાં જે જાતના કાવાદાવા અને દાવપેચ ચાલે તે પ્રકારના કાવાદાવા અને
દાવપેચ અહીં લગાડવામાં આવે છે. અંતે એમાં ચિત્રવર્ણનો
વિજય થતો બતાવવામાં
આવ્યો છે. આ મુખ્ય ક્થા ઉપરાંત બીજી નવ પેટાક્થાઓ પણ એમાં મળે છે જેમાંની કેટલીક પંચતંત્રનાં
જુદાં જુદાં તંત્રોમાંથી
લેવામાં આવી છે. જો કે એમાં મુખ્ય કથામાં કાગડો અને ઘૂવડ પ્રતિસ્પર્ધીઓ
છે.
(૪) સંધિ
: હિતોપદેશના ચોથા અને છેલ્લા વિભાગનું નામ સંધિ છે. જેમાં ત્રીજા સંગ્રહની વાત જ સંધિને કેન્દ્રસ્થાને રાખીને આગળ વધે છે. એમાં રાજનીતિના વિવિધ સિદ્ધાંતોનું લાંબું અને શુષ્ક વર્ણન છે. મેધવર્ણ જેવા કુટિલ કાગડાને વિશ્વાસથી આશ્રય આપવાને કારણે રાજહંસને ફળ ભોગવવું પડયું તે એમાં મુખ્ય કથા તરીકે બતાવેલું છે. એમાં કુલ બાર પેટાક્થાઓ છે, જેમાંની કેટલીક પંચતંત્રના જુદાં જુદાં તંત્રોમાંથી લેવામાં આવેલી છે અથવા જુદાં જુદાં તંત્રો સાથે સામ્ય ધરાવે છે. આમ, હિતોપદેશ ચાર વિભાગોમાં વહેંચાયેલું
છે.
હિતોપદેશકારે પોતાનું ધ્યાન રાજનીતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં તત્ત્વો જેવાં કે કુનેહ, દૂરંદેશિતા, કપટનીતિ, “જેવા સાથે તેવા” અને સમયાનુસાર સંધિ અને વિગ્રહની વાતોમાં કેન્દ્રિત કર્યું છે. શ્રી કાળે હિતોપદેશના કેન્દ્રવર્તી વિષયની બાબતમાં લખે છે –
"The Hitopadesa belongs to that class of compositions
which aim at teaching the principles of polity guided by morality as far as
possible, presenting them in the more aggreeable form of stories."
હિતોપદેશના રચયિતાએ રાજનીતિ અને રાજવ્યવહારની આંટીઘૂંટીઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ જોતાં આ કથાઓ ખરેખર રાજપુત્રોને રાજનીતિમાં નિપુણ બનાવવા જ કહેવાઈ હશે એમ પ્રતીત થાય છે.
પ્રશ્ન – ૯ : હિતોપદેશની
શૈલી નોંધ લખો.
જવાબ :
હિતોપદેશની શૈલી : પ્રાણીકથાઓની લાક્ષણિકતાઓ
સંસ્કૃત સાહિત્યનાં લોકપ્રિય સાહિત્યસ્વરૂપોમાં પ્રાણીકથાનું સ્વરૂપ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પંચતંત્રે આ સાહિત્યસ્વરૂપમાં જે રીતે અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું તે જોતાં પંચતંત્ર પરવર્તી લેખકોનો આ બાબતોમાં આદર્શ ગ્રંથ રહ્યો છે. એટલે પંચતંત્ર હિતોપદેશને માટે માત્ર પ્રેરણાસ્થાન જ ન હતું પણ તે હિતોપદેશનો જનકગ્રંથ પણ હતો. હિતોપદેશકારે પંચતંત્રની શૈલી અને વસ્તુ બન્નેનું બેઠું અનુકરણ કર્યું છે. આપણે આગળ જોયું તેય હિતોપદેશકારે
પંચતંત્રનો ઋણસ્વીકાર પણ
કર્યો છે. પંચતંત્ર ઉપરાંત બીજા ગ્રંથોમાંથી
પણ વિષયો ગ્રહણ કરીને આ ગ્રંથ રચવામાં આવ્યો છે એમ પંચતંત્રકાર
કહે છે. પ્રો. કાળે, પ્રો. કીથ વગેરે વિદ્વાનોને
મતે હિતોપદેશ ઉપર પંચતંત્ર ઉપરાંત “કામન્દકીય નીતિસાર”ની પણ વ્યાપક અસર છે. જો કે જ્યાં સુધી શૈલીને સંબંધ છે, ત્યાં સુધી એણે પંચતંત્રની શૈલી
જ હૂબહૂ સ્વીકારી છે. જેમ શાસ્ત્રીય ગ્રંથોને બાળકોને સુગમ્ય બનાવવા માટે એના સરળ ગ્રંથો તૈયાર થતાં એમ પંચતંત્રને બાલભોગ્ય બનાવવાના હેતુથી હિતોપદેશની
રચના થઈ હોય તેમ જણાય છે.
જગતમાં જ્યાં જ્યાં પ્રાણીકથાનો વિકાસ થયો છે ત્યાં ત્યાં અનિવાર્યપણે તે સાહિત્યપ્રકાર બોધકથાના સ્વરૂપમાં જ વિકસ્યો છે. બૌદ્ધિક કથાઓ, અદ્ભુત કથાઓ કે સામાજિક કથાઓનો ઉદ્દેશ એકમાત્ર મનાંરંજનનો હોઈ શકે. પ્રાચીન ભારતમાં રચાયેલી
બૃહત્કથાની વાર્તાઓનો ઉદ્દેશ આનંદલક્ષી હતો. પણ પ્રાણીકથાઓનો
ઉદ્દેશ ગમ્મત
સાથે જ્ઞાન આપવાનો હતો, જો કે જાકકથાઓમાં રાંગ્રહાયેલી પ્રાણીકથાઓનો ઉદ્દેશ ધર્મપ્રધાન બોધ આપવાનો હતો. પરંતુ પંચતંત્ર કે હિતોપદેશમાં સંગ્રહાયેલી પ્રાણીશાસ્ત્રોનો ઉદ્દેશ વ્યાવહારિક ડહાપણ અને જીવનક્થાના સિદ્ધાંતો કે જીવનમાં સફળ થવાના ઉપાયોનું નિરૂપણ કરવાનો હતો. આધુનિક યુગમાં રચાતી ‘મિત્રો મેળવવાનાં ઉપાય' કે ‘સુખની ચાવી’ કે ‘જીંદગી જીતવાની
જડીબુટ્ટી’ જેવી પુસ્તિકાઓની ગરજ પ્રાચીનકાળમાં હિતોપદેશ જેવા ગ્રથો દ્વારા સરતી હતી. હિતોપદેશ પ્રાણીકથાઓનો સંગ્રહ છે. પંચતંત્ર એનો આદર્શ છે. એટલે હિતોપદેશની શૈલી એક રીતે તો પ્રાણીકથાઓની લાક્ષણિકતાઓ ઉપર જ પ્રકાશ ફેંકે છે.
સાહિત્યિક સ્વરૂપની દૃષ્ટિએ હિતોપદેશની શૈલીની સર્વપ્રથમ લાક્ષણિકતા જે નોંધપાત્ર છે તે છે એનું ગદ્યપદ્યમિશ્રણનું સ્વરૂપ. કથાભાગ ગ્રંથમાં અને તે કથાનો ઉપદેશ પદ્યમાં રજૂ કરી ગદ્યપદ્યના સંકલન સ્વરૂપે વાર્તા રચવાની પદ્ધતિ આપણને ઐતરેય બ્રાહ્મણમાં જોવા મળે છે. ઐતરેય બ્રાહ્મણની આ લાક્ષણિકતાની અસર પ્રાણીકથાઓમાં સવિશેષ થઈ જણાય છે-હિતોપદેશમાં સમગ્ર કથાનો સાર કે મધ્યવર્તી વિચાર પ્રગટ કરતો શ્લોક વાર્તાના પ્રારંભમાં આવે અને તે શ્લોકમાં જ આગામી કથાનકના વસ્તુનો પણ નિર્દેશ કરવામાં આવે. વાર્તામાં કોઈ હકીકતના સમર્થનરૂપે પણ આ વાર્તાના મુખ્ય પાત્રનું ઉદાહરણ આપવામાં આવે જે જાણવાની અન્ય પાત્ર ઇચ્છા વ્યક્ત કરે અને એમાંથી એ વાર્તા કહેવાની શરૂઆત થાય. આમ, એક વાર્તામાંથી પેટાવાર્તા અને એ પેટાવાર્તામાંથી પણ બીજી પેટાવાર્તા એમ કથાઓ અને ઉપકથાઓની પરંપરા ચાલ્યા કરે. જેમ કે, ક્ષોભનો દોષ બતાવવા માટે
ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા લોભને કારણે માર્યા ગયેલા મુસાફરનું ઉદાહરણ આપે છે. કબૂતરો એ વિશે વધુ જાણવાની ઇચ્છા રાખે છે
અને ચિત્રગ્રીવ વાઘ અને મુસાફરની વાર્તા કહે છે. આ પ્રમાણે વાર્તાના પ્રારંભમાં કૃતૂહલનું
તત્ત્વ ઊભું કરી વાચકને વાર્તાભિમુખ કરવાની શૈલી રોચક છે. પરન્તુ એ નોંધવું જોઈએ
કે એક વાર્તામાંથી બીજી વાર્તા અને બીજામાં ત્રીજી વાર્તા આવવાને કારણે મુખ્ય
કથાનકનું સાતત્ય અવરોધાય છે. જે કેટલીક વાર રસક્ષતિમાં પણ પરિણમે છે. પણ કથાકારનું
મુખ્ય ધ્યાન તો પેલા ઉપદેશને લૂંટવાનું છે. જે હેતુથી વાર્તા કહેવામાં આવી હોય એ
હેતુ વાર્તાના અંતે પણ દોહરાવવામાં આવે કે જેથી મધ્યવર્તી વિચારનું અનુસંધાન થાય
અને પેલો મુખ્ય ઉપદેશ અધિક સ્પષ્ટ બને. વાર્તાનો મુખ્ય ઉપદેશ જ હિ પણ વાર્તામાં
આવતા અવાન્તર ઉપદેશો અને નીતિપ્રવાહો પણ મોટે ભાગે શ્લોકોમાં જ રજૂ કરવામાં આવે
છે. હારમાં પરોવાતાં રંગબેરંગી પુષ્પો કે મોતીઓની જેમ જુદા જુદા ધર્મગ્રંથો, પુરાણો, કાવ્યો કે સુભાષિત સંગ્રહોમાંથી
ઉદ્ધૃત કરવામાં આવેલાં આ પ્રકારનાં વિચારમૌક્તિકો કથોપકથનને બહુ ભાતીગળ અને
વિવિધરંગી બનાવે છે. જો કે સૂક્તિઓનું આ બાહુલ્ય કોઈક વાર મર્યાદારૂપ પણ બની રહે
છે. પાછળના લેખકોએ ઘણી વાર એમાં મૂળમાં ન હોય એવાં સુભાષિતો દાખલ કરી દીધાં હોય
અથવા મૂળમાં હોય તેવાં સુભાષિતોને રદ કર્યાં હોય. આને પરિણામે ગ્રંથની મૂળ રચના
નક્કી કરવાનું કામ ઘણું મુશ્કેલ બન્યું. વળી વાર્તાઓની વચ્ચે પ્રસ્તુત કે
અપ્રસ્તુત એવાં આવાં સંખ્યાબંધ સુભાષિતો કે સૂતિઓ મૂકવાના મોહને કારણે કથાવેગ અવરોધાય
અને વાચકને રસક્ષતિનો પણ અનુભવ થાય. ઉપદેશ પ્રમાણસરનો હોય ત્યાં સુધી તો ઠીક પણ જ્યારે
ઉપદેશાત્મક શ્લોકોની હારમાળા શરૂ થાય ત્યારે ફરી એક વાર તે ધર્મશાસ્ત્રના ઉપદેશની
જેમ શુષ્ક ઉપદેશ બની રહે અને આ કથારચનાના મૂળ હેતુને જ હાનિ થાય.
પાત્રોનાં નામકરણની
બાબતમાં જેવા ગુણ તેવાં નામ નક્કી કરવાની હિતોપદેશકારની શૈલી નોંધપાત્ર છે.
પાત્રોનાં નામ ઉપરથી જ વાચકોને તે પાત્રોની લાક્ષણિકતાનો ખ્યાલ મળી રહે છે.
પાત્રોનાં નામ ક્યારેક એ પાત્રોના સ્વભાવ પ્રગટ કરે છે તો ક્યારેક એમની શારીરિક
લાક્ષણિકતાઓ ઉપર પણ પ્રકાશ પાડે છે. જેમ કે ચિત્રગ્રીવ કબૂતરોનો રાજા એની શારીરિક
વિશિષ્ટતા પ્રગટ કરે છે. કાચબાનું મંથર નામ એની ધીમી ચાલનો નિર્દેશ કરે છે. ગીધનું
જરદ્ગવ નામ એની વૃદ્ધાવસ્થાનું સૂચક છે. સંન્યાસીઓનાં ચૂડાકર્ણ, વીણાર્ણ વગેરે નામો એમના કાનના
આકારનું સૂચન કરે છે. શિકારીનું ભૈરવ નામ એની ભયાનકતાને પ્રસ્થાપિત કરે છે. આ
પ્રકારનાં નામો કયારેક કૃત્રિમ લાગે તો પણ એનાથી પાત્રોનું તાદ્દશ ચિત્ર વાચક
સમક્ષ પ્રગટ થાય છે, તે નોંધવું જોઈએ.
પ્રાણીઓના વ્યવહારો દ્વારા
૨જૂ થતા ઉપદેશની બાબતમાં પણ પંચતંત્રકારની જેમ હિતોપદેશકારની એક લાક્ષણિકતા
નોંધપાત્ર છે. તે યથાર્થવાદી છે. જીવનમાં અર્થમાં આપણે જે નીતિને સમજીએ છીએ તે
નીતિના ખ્યાલો કે ચોખલિયા વૃત્તિનો તે ક્યારેય હિમાયતી બનતો નથી. જીવનમાં આવતા
પડકારોને પહોંચી વળવા માટે જે ઘડીએ જે સાધન યોગ્ય ગણાય એ સાધન કે ઉપાય અજમાવવાની હિતોપદેશકારે
બેધડક હિમાયત કરી છે. સાધનશુદ્ધિના કોઈ જડ આગ્રહનો તે પુરસ્કર્તા નથી અને તેથી જ
અહીં પ્રસ્તુત થયેલાં નીતિવચનો કે સુભાષિતોમાં ઘણી વા૨ એકબીજાથી સામા છેડાનાં
દૃષ્ટિબિંદુઓનું પણ નિરૂપણ થયેલું જોવા મળે છે.
કાલિદાસ કે ભવભૂતિએ જે
પ્રકારનું જીવનદર્શન રજૂ કર્યું છે તે પ્રકારનું જીવનદર્શન રજુ કરવાનું
હિતોપદેશકારને અભિપ્રેત ન હોવા છતાં એણે જીવનનાં કેટલાંક મહત્ત્વનાં પરિબળોને
બરાબર સમજવાનો પ્રયત્ન કર્યાં છે. જુદી જુદી કથાઓમાં રજૂ થતાં પ્રાણીપાત્રો મોટે
ભાગ કોઈ ને કોઈ બાબતનાં પ્રતીકો છે. જેમ કે, શિયાળ લુચ્ચાઈ અને શઠતાનું
પ્રતીક છે. ધર્મની વાતો કરીને વિશ્વાસ ઉત્પન્ન કરનારો વાધ કે બિલાડો દંભ કે મિથ્યા
ધર્માચરણ કરનારાઓનાં પ્રતીક છે. ચિત્રગ્રીવમાં રાજાનો આદર્શ પ્રતિબિંબિત થયો છે.
લઘુપતનક કાગડો મિત્રતાની કદર કરનાર વ્યક્તિનું ચિત્ર ઉપસાવે છે. આમ જીવનમાં તનાવો
સર્જતાં પરિબળોનું નિરૂપણ કરવું અને નિખાલસતા વ્યક્ત કરવી એ હિતોપદેશકારનું લક્ષ્ય
છે. સારાનરસાં બધાં જ પાત્રો તરફ લેખકનું તાટસ્થ્ય નોંધપાત્ર છે. પ્રાણીપાત્રો
દ્વારા વનનાં નગ્ન તથ્યોનો આવિષ્કાર કરવાની પંચતંત્રકારની શૈલી રસપ્રદ છે. પંચતંત્રની
જેમ હિતોપદેશનો મુખ્ય રસ પણ ઠાવકું હાસ્ય પ્રગટ કરવાનો છે અને આથી જ મેકડોનલે
પંચતંત્રને માટે જે કહ્યું છે તે હિતોપદેશ માટે પણ કહી શકાય કે, “પશુઓને માણસના જેવી સધળી
પ્રવૃત્તિઓ કરતાં વર્ણવવામાં આવ્યાં હોવાથી આખા ગ્રંથમાં હાસ્યરસનું એક વિચિત્ર
પ્રકારનું તત્ત્વ વ્યાપી રહે છે.” પંચતંત્ર અને હિતોપદેશમાં પક્ષીઓ ઉપર કરવામાં આવેલું માનવભાવારોપણ
વધારે ગાઢ છે.
હિતોપદેશકારની
લેખનશૈલી સાદી અને સરળ છે. ભાષામાં સાહિત્યિક સ્પર્શ છે. ભાષા સાદી હોવા છતાં
શિષ્ટ અને છટાદાર છે. એનું ગઘ પ્રાસાદિક અને રસળતું છે. અન્ય ગ્રંથોમાંથી ઉદ્ધૃત
કરેલા શ્લોકો અનુરૂપ હોવાથી ધારી અસર નિપજાવે છે. કવિને અનુષ્ટુપ છંદ પ્રત્યે
વિશેષ પ્રીતિ છે અને ગદ્યકથાની સરળતાને તે સવિશેષ અનુરૂપ છે. જો કે લેખક, વસન્તતિલકા અને
શાર્દૂલવિક્રીડિત જેવા મોટા છંદોનો પણ પ્રસંગોપાત્ત વિનિયોગ કરે છે. કથોપકથનમાં
લેખકની શૈલી પણી જ સરળ અને ચોટદાર બની રહે છે. ઘણું કરીને હિતોપદેશકારે સરળ અને લોકભોગ્ય
શબ્દોનો પ્રયોગ કર્યો છે. લાંબા લાંબા સમાસો, અરૂઢ શબ્દો કે શબ્દપ્રયોગો કે
અલંકૃત વર્ણનોનો આ લેખકને કોઈ મોહ નથી. આમ, હિતોપદેશ આબાલવૃધ્ધ સહુને, સવિશેષ તો સંસ્કૃત ભાષામાં
પ્રવેશ કરનારને માટે ખૂબ જ રોચક બને તેવું છે.
પ્રશ્ન – ૧૦ : કથા
સાહિત્ય – ભારતીય સાહિત્યનો અમૂલ્ય વૈભવ – નોંધ લખો.
જવાબ :
કથાસાહિત્ય
: ભારતીય
સાહિત્યનો
અમૂલ્ય
વૈભવ
માનવમનનું
રંજન
કરવા
માનવે
જે
અદ્વિતીય
પુરુષાર્થોં
અને
ક્લ્પનાઓ
કરેલ
છે એમાં
કથાસાહિત્યની
ખોજ, પ્રાચીન
ભારતની
એક
અદ્વિતીય
દેણ
છે.
વિવિધ
પ્રકારનાં કથાનકો
અને
ક્લ્પના
દ્વારા
માનવમનને
એ
તરફ
અભિમુખ
કરીને
વ્યાવહારિક જીવનનું
ડહાપણ
અને
બોધ
આપવાની
રોચક
શૈલી
આપણા
દેશમાં
ઘણા પ્રાચીનકાળથી
વિકસી
હતી.
સાહિત્યનાં
અનેકવિધ
પ્રયોજનો
પૈકીનું
એક
પ્રયોજન વાચકને
‘પત્ની
સમાન
બોધ’ આપવાનું
છે, એ
વાત
વિદ્વાનોએ
સિદ્ધાંતના
સ્વરૂપમાં તો
ધણી
મોડેથી
કરી, પણ
ઈ.
સ.
પૂર્વે
ઘણા
સૈકાઓ
પૂર્વે
ગમ્મત
સાથે
જ્ઞાન આપવાની
અને
વાર્તારસમાં
નીતિ-ડહાપણની
બાબતો
વાચકને
સુગમ્ય
બને
તે
રીતે પીરસવાની
પદ્ધતિનો
આપણે
ત્યાં
વિકાસ
થઈ
ચૂક્યો
હતો.
વાર્તારસમાં
વણાઈને આવેલો
ઉપદેશ
ઉપાદેય
અને
સુગમ્ય
બને
છે
એ
હકીક્તનો
ખ્યાલ
આપણા પ્રાચીન
સાહિત્યકારોને
ઘણો
વહેલો
આવી
ગયો
હતો
અને
તેથી
આપણાં
મહાકાવ્યોની રચના
થઈ
તે
પહેલાં
પણ
કથાસાહિત્યની
રચના
વિપુલ
પ્રમાણમાં
થઈ હોવાના
સંકેતો
આપણને
પ્રાપ્ત
થાય
છે.
પ્રાચીન
ભારતનો
વિપુલ
કથાસંગ્રહ
ધરાવતો દળદાર
ગ્રંથ
“બૃહત્કથા” આજે
આપણી
પાસે
ઉપલબ્ધ
નથી.
એના
વિદ્વાન
લેખક ગુણાઢયે
એ
ગ્રંથ
પૈશાચી
ભાષા
(પંખીઓ સમજી
શકે
તે
ભાષા)માં
લખ્યો
હોવાની દંતકથા
છે.
આ
કથાસંગ્રહમાં
લગભગ
એક
લાખ
વાર્તાઓનું
નિરૂપણ
હતું
એવી માન્યતા
છે.
આ
ગ્રંથ
ઈ.
સ.
પૂર્વે
છઠ્ઠા
સૈકાની
પણ
પહેલાં
રચાયો
હોવાનું
મનાય છે
અને
તે
આપણે
ત્યાં
ક્થાસાહિત્યની
પ્રાચીનત્તાનો
નિર્દેશ
કરે
છે.
આ
‘બૃહત્કથા’ વાર્તાસંગ્રહ
નષ્ટ
થયો
એ
આપણું
મોટું
કમભાગ્ય
ગણાય.
આમ
છતાં, આ
ગ્રંથને
આધારે
રચાયેલ
ત્રણ
સંગ્રહો
આપણને
ઉપલબ્ધ
છે
જેના
ઉપરથી
આ
ગ્રંથને એ
ગ્રંથમાં
નિરૂપાયેલી
કથાઓની
ભવ્યતાનો
આપણને
ખ્યાલ
મળી
રહે
છે. આ
ત્રણ
ગ્રંથો
(૧) બુધસ્વામીનો
‘બૃહત્કથા
લોકસંગ્રહ' (૨)
ક્ષેમેન્દ્રની
‘બૃહત્કથામંજરી’ અને
(૩) સોમદેવનું
‘કારિસાગર' આપણા
દેશના
આ
ભવ્ય
વાર્તાવૈભવના વારસાને
સાચવી
રાખે
છે.
સંસ્કૃતમાં
રચાયેલા
આ
ગ્રંથો
બૃહત્કથાની
વાર્તાઓના એના
પૂર્ણ
મૂળ
સ્વરૂપને
સાચવી
શક્યા
ન
હોય
તો
પણ
એમાં
જે
કંઈ સચવાયું
છે
તે
નિઃશંક
મહાન
છે
અને
એ
ઉપરથી
ઈ.
સ.
પૂર્વે
સૈકાઓથી
પણ પહેલાં
કથાસાહિત્યનું
ખેડાણ
કેટલા
વિપુલ
પ્રમાણમાં
થયું
હતું
એનો
નિર્દેશ
કરે છે.
આ
ઉપરાંત
મૂળમાં
સ્વતંત્ર
પન્ન
પાછળથી
ક્ષેમેન્દ્રની
બૃહત્કથામંજરી
તેમજ
સોમદત્તના કથાસરિત્સાગરમાં
સુરક્ષિત
वेतालपंचविशतिका
(વેતાળપચ્ચીસી) એક
અત્યંત મનોરંજક
કથાઓનો
સંગ્રહ
છે.
આ
ઉપરાંત
सिंहासनद्वात्रिशिका (બત્રીસ
પૂતળીઓની વાર્તા), शुक्सप्तति (પોપટ
દ્વારા
કહેવાયેલી
સિત્તેર
વાર્તાઓ)
વગેરે
આપણા પ્રસિદ્વ
વાર્તાસંગ્રહો
પ્રાચીન
ભારતમાં
કથાસાહિત્યના
વિકાસનું
સૂચન
કરે
છે. કથાસાહિત્યની
રચનાનો
આપણે
ત્યાં
ઉત્તરોત્તર
વિકાસ
થતો
રહ્યો
છે. બૌદ્ધધર્મમાં
પાલિ
ભાષામાં
રચાયેલી
જાતકકથાઓ
પણ
આપણે
ત્યાં
કથાસાહિત્યની
પ્રાચીનતાનો નિર્દેશ
કરે
છે.
પ્રાચીનકાળમાં
કથાસાહિત્યના
જુદા
જુદા
પ્રકારોનો
કંઈ
સ્પષ્ટ ખ્યાલ
એના
લેખકોને
હતો
નહિ
પણ
પાછળથી
આ
કથાનકોના
સ્વરૂપને
આધારે વિવેચકોએ
આ
કથાનક
સાહિત્યના
જુદા
જુદા
પ્રકારોનો
નિર્દેશ
કર્યો
છે. આ
વર્ગીકરણમાં
અદ્ભુત
કથા
(Fairy
tales), લોકકથા
(Marchen), કલ્પિતકા
(Myths) અને
પશુથા
(Fables) પ્રસિદ્ધ
છે.
આમાં
પશુકથાસાહિત્ય
પ્રાચીન
ભારતનું વિશ્વને
એક
ભવ્ય
નજરાણું
છે.
પશુઓને
પાત્ર
બનાવીને, એમના
ઉપર
માનવભાવોનું ભારોભાર
આરોપણ
કરીને
પશુઓની
ક્થા
દ્વારા
માનવવ્યવહારનાં
ડહાપણ અને
રાજનીતિનો
ઉપદેશ
આપવો
એ
આ
કથાઓનો
સ્પષ્ટ
ઉદ્દેશ
હતો
એથી એને
બોધાત્મક
પ્રાણીકથા
એવું
પણ
નામ
આપવામાં
આવ્યું
છે.
આવી
ઉપદેશાત્મક પ્રાણીકથાઓમાં
ભારતનો
જ
નહિ
પણ
વિશ્વનો
જૂનામાં
જુનો
સંગ્રહ
તે
પંચતંત્ર.
હેતુલક્ષીપ્રશ્નો
હિતોપદેશ - મિત્રલાભ પ્રાસ્તાવિકાના
ટૂકાપ્રશ્નો
૧. પ્રાસ્તાવિકામાં કયા દેવની કેવા પ્રકારની પ્રાર્થના કરવામાં આવી
છે ?
ઉત્તર : પ્રાસ્તાવિકામાં ભગવાન શિવની સ્તુતિ કરવામાં આવી છે. ભગવાન
શિવના મસ્તક ઉપર ગંગા નદીના ફીણ જેવી ચંદ્રની કળા છે તથા ભગવાન શિવની કૃપાથી
સજ્જનો પોતાના કાર્યમાં સફળતા મેળવે છે.
૨. હિતોપદેશની વાર્તા સાંભળવાથી શું ફાયદો થાય છે ?
ઉત્તર : હિતોપદેશની વાર્તા સાંભળનાર વ્યક્તિ શુદ્ધ વચનો બોલી શકે છે, તેની વાણી બધે અસ૨કા૨ બને છે
તથા રાજનીતનો જાણકાર બને છે.
૩. વિદ્યા કેમ ઉત્તમ દ્રવ્ય છે ?
ઉત્તર : વિદ્યાને કોઈ વ્યક્તિ ચોરી શકતી નથી, વિદ્યા અણમોલ રત્ન છે અને
વિદ્યા ક્યારેય નાશ પામતી નથી તેથી વિદ્યા ઉત્તમ ધન છે.
૪. હિતોપદેશનું પ્રેરણા સ્થાન જણાવો.
ઉત્તર : હિતોપદેશનું પ્રેરણા સ્થાન પંચતંત્ર, શુકસપ્તતિ, વેતાલ-પંચવિંશતિકા, કામંદકીય નીતિસાર વગેરે ગ્રંથો
છે.
૫. સુદર્શન રાજાનો પરિચય આપો.
ઉત્તર : સુદર્શન ભાગીરથી નદીને કિનારે આવેલા પાટલીપુત્ર નગરનો
સર્વગુણ સમ્પન્ન રાજા હતો. તેના પુત્રો રાજનીતિથી અજાણ હતા. તેથી રાજાએ પોતાનાં
પુત્રોને નીતિશાસ્ત્ર શીખવવા માટે પંડિત વિષ્ણુશર્માને સોંપ્યા.
૬. સંસારીને સાચું સુખ ક્યારે મળ્યું કહેવાય?
ઉત્તર : જે સંસારી ધનવાન, નીરોગી, પ્રિય પત્ની, મધુરવાણી બોલનારી પત્ની, કહ્યામાં રહેનારો પુત્ર અને ધન કમાઈ આપતી વિદ્યાવાળો હોય તે સાચો સુખી
કહેવાય.
૭. પિતા ક્યારે ધન્ય બને છે ?
ઉત્તર : પિતાને અનેક પુત્રો હોય પણ તે પુત્રો બુદ્ધિશાળી ન હોય તો તે
વ્યર્થ છે. પરંતુ કુળને પ્રસિદ્ધિ અપાવે તેવો એક બુદ્ધિશાળી પુત્ર પિતાને ધન્યતા
અપાવે છે.
૮. માણસના શત્રુઓ કોને માનવામાં આવે છે ?
ઉત્તર : દેવું કરનાર પિતા, વ્યભિચારી માતા, રૂપાળી પત્ની અને અભણ પુત્ર – આ ચાર માણસના શત્રુઓ છે.
૯. માણસ અને પશુમાં રહેલી સમાનતા જણાવી માણસમાં કઈ વિશેષતા છે તે જણાવો.
ઉત્તર : આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર બાબતો માણસ અને પશુમાં એકસમાન છે. પરંતુ માણસમાં
ધર્મની વધારાની વિશેષતા છે. ધર્મ વિનાનો માણસ પશુ સમાન છે.
૧૦. વિદ્યા, ભોજન, રાજદરબાર અને યુવાન પત્ની ક્યારે વિષ બને છે ?
ઉત્તર : અભ્યાસ ન કરવામાં આવે ત્યારે વિદ્યા, પાચન ન થાય ત્યારે ભોજન, ગરીબને માટે રાજદરબાર અને વૃદ્ધ
પુરુષને માટે યુવાન પત્ની વિષ સમાન છે.
૧૧. માણસને આદર કેવી રીતે પ્રાપ્ત થાય છે ?
ઉત્તર : માણસ તેના ગુણોને લીધે આદર પ્રાપ્ત કરે છે. આદર પ્રાપ્ત કરવા
માટે ઉચ્ચકુળની આવશ્યક્તા નથી.
૧૨. ભગવાન શિવ અને વિષ્ણુની બાબતમાં ભાગ્યની શી ભૂમિકા છે?
ઉત્તર : ભાગ્ય ભગવાન શિવને
દિગમ્બરત્વ તથા વિષ્ણુને શેષનાગ ઉપર શયન કરાવે છે.
૧૩. વ્યક્તિનું કાર્ય ક્યારે સફળ બને છે ?
ઉત્તર : પુરુષાર્થ કરવાથી કાર્ય સફળ થાય છે. માટે આળસ દૂર કરીને
ઉત્સાહપૂર્વક પુરુષાર્થ કરવો જોઈએ.
૧૪. બુદ્ધિ કોની સાથે કેવા પ્રકારની સ્થિતિ પામે છે ?
ઉત્તર : નીચ માણસ સાથે રહેવાથી બુદ્ધિ નીચતા પામે છે, સમાન માણસ સાથે રહેવાથી બુદ્ધિ
સમાનતા પામે છે અને વિશિષ્ટ વ્યક્તિના સંપર્કથી બુદ્ધિ પણ વિશિષ્ટતા પામે છે.
૧૫. મહાન માણસનો સંપર્ક કેવો હોય છે ?
ઉત્તર : મહાન માણસનો સંપર્ક મહાનતા અપાવે છે. તુચ્છ કીડો ફૂલના
સંપર્કથી સજ્જનોના મસ્તક સુધી પહોંચે છે. મહાન માણસના સંપર્કથી પથ્થર પણ દેવ તરીકે
પૂજાય છે.
ચિત્રગ્રીવ કબૂતરની કથાના ટૂંકાપ્રશ્નો
૧. બુદ્ધિશાળી અને મૂર્ખ માણસ પોતાનો સમય કેવી રીતે પસાર કરે છે ?
ઉત્તર : બુદ્ધિશાળી માણસ પોતાનો સમય કાવ્ય અને શાસ્ત્રનું અધ્યયન
કરીને પસાર કરે છે, જ્યારે મૂર્ખ માણસ વ્યસન, નિદ્રા અને કલહમાં પોતાનો સમય વેડફે છે.
૨. કાગડાએ પારધિને જોઈને શું વિચાર્યું ?
ઉત્તર : કાગડાએ પારધિને યમરાજ જેવો માન્યો તથા વિચાર્યું કે વહેલી
સવારે જોવા મળેલ પારધિ ચોક્કસ અનિષ્ટ ફળ આપશે.
૩. પારધિએ કબૂતરોને પકડવા કેવી યોજના કરી ?
ઉત્તર : પારધિએ નિર્જન વનમાં ચોખાના દાણા વેરીને તેના ઉપર જાળ પાથરી
અને પોતે સંતાઈને ઊભો રહ્યો.
૪. કબૂતરોના રાજા ચિત્રગ્રીવે કબૂતરોને કેવી સલાહ આપી ?
ઉત્તર : નિર્જન વનમાં ચોખાના દાણા જોઈને લલચાયેલાં કબૂતરોને
ચિત્રગ્રીવે સલાહ આપી કે અહીં આપણા જીવનું જોખમ છે. જેમ સોનાના કંકણના લોભમાં મુસાફર
વાઘથી હણાયો હતો.
વાઘ અને મુસાફરની કથાના ટૂંકા પ્રશ્નો
૧. ઘરડા વાઘે મુસાફરનો શિકાર કરવા માટે કેવી યુક્તિ અજમાવી ?
ઉત્તર : ઘરડો વાઘ શિકાર કરવા માટે અશક્ત હતો. તેથી તેણે મુસાફરને
લલચાવવા માટે સોનાનું કડું લઈ લેવા કહ્યું. લલચાયેલો મુસાફર વાઘનો શિકાર બન્યો.
૨. મુસાફર આજીવિકા માટે શું વિચારે છે ?
ઉત્તર : મુસાફર પહેલાં વિચારે છે કે જીવનું જોખમ હોય તેવી પ્રવૃત્તિ
ન કરવી જોઈએ ત્યારબાદ વિચારે છે કે પૈસો મેળવવાની પ્રવૃત્તિમાં જોખમ તો હોય જ.
માટે જોખમ તો ખેડવું જ રહ્યું.
૩. વાઘ પોતાને દાનશીલવાળો દર્શાવતાં કેવી દલીલ કરે છે ?
ઉત્તર : વાઘ કહે છે કે પોતે યુવાવસ્થામાં ખૂબ હિંસક હતો. પરંતુ કોઈક
ધાર્મિક પુરુષે દાન-ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો. તેથી પોતે સ્નાન કરેલો, દાન આપનારો, વૃદ્ધ અને પડી ગયેલાં દાંત તથા
નખવાળો છે.
૪. સ્મૃતિગ્રંથોમાં વર્ણિત ધર્મનો આઠ પ્રકારનો માર્ગ કેવો છે ?
ઉત્તર : સ્મૃતિગ્રંથોમાં યજ્ઞ, અધ્યયન, દાન, તપ, સત્ય, ધીરજ, ક્ષમા અને અલોભ – આ આઠ પ્રકારનો ધર્મનો માર્ગ છે.
૫. गतानुगतिको
लोक: પંક્તિનો ભાવાર્થ લખો.
ઉત્તર : ‘ગયેલાની પાછળ જનારા લોકો' – અર્થાત્ ગાડરિયા પ્રવાહ જેવા લોકો હોય છે, લોકો સત્ય અને અસત્યનો વિવેક
પારખી શકાય નથી. જેમકે ઉપદેશ આપનારી વ્યભિચારિણી સ્રી ઉ૫૨ ધર્મની બાબતમાં વિશ્વાસ
નથી મૂકતાં પરંતુ ગાયની હિંસા કરનારા બ્રાહ્મણ ઉપર વિશ્વાસ મૂકે છે.
૬. સાચો પંડિત કેવો હોય છે?
ઉત્તર : સાચો પંડિત નિઃસ્વાર્થી હોય છે. તે અન્યની પત્નીને માતાની
જેમ, અન્યના
ધનને માટીના ઢેફાની જેમ અને બધાં પ્રાણીઓ ત૨ફ સમભાવ રાખતો હોય છે.
૭. સાત્ત્વિક દાન કોને કહેવાય ?
ઉત્તર : આપણાં તરફ ઉ૫કા૨ ન કર્યો હોય તો પણ દેશ, કાળ અને યોગ્યતા જોઈને આપેલું
દાન સાત્ત્વિક છે.
૮. કાદવમાં ફસાયેલો મુસાફ૨ કોનો વિશ્વાસ ન કરવાની સલાહ આપે છે ?
ઉત્તર : કાદવમાં ફસાયેલો મુસાફર નદીઓનો, શસ્ત્રધારીઓનો, નખ અને શિંગડાંવાળાં પ્રાણીઓનો, સ્ત્રીઓનો અને રાજકુળોનો
વિશ્વાસ ન કરવાની સલાહ આપે છે.
૯. વાઘે મુસાફરનો વધ કેવી રીતે કર્યો?
ઉત્તર : વાધે મુસાફરને સોનાના કડાની લાલચ આપી. કડું લેવા તે સરોવરમાં
પ્રવેશ્યો.સરોવરમાં કાદવ હોવાથી મુસાફ૨ તેમાં ફસાઈ ગયો. ફસાઈ ગયેલા મુસાફરનો વાઘે
વધ કર્યો.
ઘરડા ગીધની કથાના ટૂંકા પ્રશ્નો
૧. ઘરડા જરદ્ગવ ગીધનો જીવન નિર્વાહ કેવી રીતે થતો હતો ?
ઉત્તર : ગૃધ્રકૂટ નામના પર્વત ઉપર પીપળાની બખોલમાં રહેતા ગીધના નખ
ગળી ગયા હતા અને આંખો પણ જોવા માટે સક્ષમ ન હતી. તેથી તે પીપળાના ઝાડ ઉપર રહેતાં
અન્ય પક્ષીઓ દયાથી પોતાના ખોરાકમાંથી થોડો ખોરાક આપતાં હતાં. તેનાથી તેનો
જીવનનિર્વાહ ચાલતો.
૨. ગૃહસ્થધર્મ અંગે દીર્ઘકર્ણ બિલાડો શું માને છે ?
ઉત્તર : દીર્ઘકર્ણ બિલાડો ગૃહસ્થધર્મ અંગે કહે છે કે શત્રુ પણ અતિથિ
બનીને આપણે ઘેર આવે તો તેનો સત્કાર કરવો જોઈએ. વૃક્ષ પણ પોતાને કાપનારને છાંયડો આપે
છે. મધુર વાણીથી અતિથિનું સન્માન કરવું જોઈએ.
૩. અતિથિનો મહિમા કેવો હોય છે ?
ઉત્તર : અગ્નિ, બ્રાહ્મણ અને પતિ કરતાં પણ અતિથિનો મહિમા વધારે છે. નિરાશ અતિથિ
પોતાનું પાપ આપીને પુણ્ય લઈ જાય છે. અતિથિ દેવ સ્વરૂપ છે.
૪. બિલાડાએ ઘરડા ગીધને વિશ્વાસમાં લેવા શું કર્યું?
ઉત્તર : બિલાડાએ ઘરડા ગીધને
વિશ્વાસમાં લેવા માટે અતિથિ ધર્મનો મહિમા સંભળાવ્યો, તથા પોતે પવિત્ર, બ્રહ્મચારી ચાંદ્રાયણ વ્રત
કરનારો છે. અહિંસા ધર્મની વાત કહી. આમ સારી સારી વાતો દ્વારા બિલાડાએ ગીધને
વિશ્વાસમાં લીધું.
૫. ઘરડું ગીધ કેવી રીતે મરાયું ?
ઉત્તર : ઘરડા ગીધને બિલાડાએ વિશ્વાસમાં લઈને આશ્રય મેળવી લીધો.
ત્યારબાદ બિલાડાએ પક્ષીઓનાં બચ્ચાંને બખોલમાં લાવીને ખાવા લાગ્યો. પક્ષીઓને આની
જાણ થતાં બિલાડો નાસી ગયો. પક્ષીઓને લાગ્યું કે આ ગીધ આપણાં બચ્ચાં ખાઈ ગયું છે.
તેથી પક્ષીઓએ ગીધને મારી નાંખ્યું.
ભૈરવ નામના શિકારીની કથાના ટૂંકા પ્રશ્નો
૧. ભૈરવ નામનો શિકારી કેવી રીતે મૃત્યુ પામ્યો ?
ઉત્તર : ભૈરવ શિકારીએ એક ભૂંડને પોતાના બાણથી મારી નાખ્યું. મરતાં
મરતાં ભૂંડે ભૈરવ શિકારીના ગુપ્ત અંગ ઉપર જોરથી પ્રહાર કર્યો. ભૂંડના પ્રહારથી
શિકારી મૃત્યુ પામ્યો.
૨. પ્રાણીનું મૃત્યુ કેટલી રીતે થઈ શકે છે ?
ઉત્તર : જળ, અગ્નિ, ઝેર, શસ્ત્ર, ભૂખ, રોગ અને પર્વત પરથી પતન આ પૈકીના કોઈપણ એક કારણથી પ્રાણીનું મૃત્યુ
થાય છે.
૩. દીર્ઘરાવ શિયાળ કેવી રીતે મૃત્યુ પામ્યું ?
ઉત્તર : દીર્ઘરાવ શિયાળ સામે માણસ, હરણ, ભૂંડ, અને સાપ એમ અનેક પ્રકારનું ભોજન
હતું. પરંતુ શિયાળે ધનુષ્યની દોરી ખાવાનો પ્રયાસ કર્યો. ધનુષ્યની દોરી તૂટતાં
ધનુષ્ય ઉછળીને શિયાળની છાતીમાં પ્રહાર થતાં તે મૃત્યુ પામ્યું.
કપૂરતિલક હાથીની કથાના ટૂંકા પ્રશ્નો
૧. રાજાના ગુણો જણાવો.
ઉત્તર : રાજા કુળ, ખાનદાન અને આચારથી શુદ્ધ હોવો જોઈએ. રાજા પ્રતાપી, ધાર્મિક અને નીતિજ્ઞ હોવો જોઈએ.
૨. કપૂરતિલક હાથી કેવી રીતે હણાયો ?
ઉત્તર : જંગલમાં રહેતા એક ઘરડા શિયાળે કર્પૂરતિલક હાથીને રાજા બનાવવાની
લાલચ આપી. ઘરડા શિયાળે કપૂરતિલકને કાદવ ભરેલા માર્ગ ઉપર ચલાવ્યો. કપૂરતિલક પોતાના
શરીરના ભારથી કાદવમાં ખૂપી ગયો. કાદવમાં ખૂપેલા મૂળ હાથીને શિયાળોએ ભેગાં થઈ મારી
નાંખ્યો.
No comments:
Post a Comment