પંચતંત્ર

પ્રા.ડો.મીના એસ. વ્યાસ

                                                                         પંચતંત્ર

                                                                    કાકોલૂકીયમ

પ્રશ્ન- : કથા સાહિત્યભારતીય સાહિત્યનો અમૂલ્ય વૈભાવ જણાવો.

પ્રશ્ન- : પ્રાણીકથાનો ઉદભવ અને વિકાસ જણાવો.

પ્રશ્ન- : પંચતંત્ર કથાસાર સમજાવો.

પ્રશ્ન- : કાકોલૂકીયમ-શીર્ષક.  

પ્રશ્ન- : મુખ્ય કથાકાગડા અને ઘુવડ વચ્ચેના જીવલેણ વેરઝેર.

પ્રશ્ન- : કથા- મોટાની ઓથ લઇ સસલા અને મોટા હાથીની વાર્તાસાર અને બોધ.

પ્રશ્ન- : કથા- તુચ્છ ન્યાયાધીશથી નાશ પામેલ ચકલી અને સસલાની વાર્તા.- સાર અને બોધ.

પ્રશ્ન- : કથા- ત્રણ ધૂતારા અને બ્રાહ્મણની વાર્તા. - સાર અને બોધ.

પ્રશ્ન- : કથા- કીડીઓ અને સાપની વાર્તા. - સાર અને બોધ.

પ્રશ્ન-૧૦ : પંચતંત્રના કર્તા વિષ્ણુશર્માના જીવનનો પરિચય આપો.

પ્રશ્ન-૧૧ : પંચતંત્રની શૈલી.

પ્રશ્ન-૧૨ : કાકોલીકીયમની નિયત કથાઓમાં નીતિબોધ.

પ્રશ્ન-૧૩ : પંચતંત્રના ટૂંકા પ્રશ્નો.

પ્રશ્ન-૧૪ : પંચતંત્રના પ્રાણીપ્રતિકો સમજાવો.

પ્રશ્ન-૧૫ : પંચતંત્રનું સાહિત્યિક મૂલ્યાંકન કરો.


 

પ્રશ્ન- :   કથા સાહિત્યભારતીય સાહિત્યનો અમૂલ્ય વૈભાવ જણાવો.

માનવમનનું રંજન ક૨વા માનવે જે અદ્વિતીય પુરુષાર્થો અને કલ્પનાઓ કરેલ છે એમાં કથાસાહિત્યની ખોજ પ્રાચીન ભારતની એક અદ્વિતીય દેણ છે. વિવિધ પ્રકારનાં કથાનકો અને કલ્પનાઓ દ્વારા માનવમનને તરફ અભિમુખ કરીને વ્યાવહારિક જીવનનું ડહાપણ અને બોધ આવાની રોચક શૈલી આપણા દેશમાં ઘણા પ્રાચીનકાળથી વિકસી હતી. સાહિત્યનાં અનેકવિધ પ્રયોજનો પૈકીનું એક પ્રયોજન વાચકને ‘‘પત્ની સમાન બોધ’’ આપવાનું છે, વાત વિદ્વાનોએ સિદ્ધાંતના સ્વરૂપમાં તો ઘણી મોડેથી કરી, પણ .. પૂર્વે ઘણા સૈકાઓ પૂર્વે ગમ્મત સાથે જ્ઞાન આપવાની અને વાર્તારસમાં નીતિ-ડહાપણની બાબતો, વાચકને સુગમ્ય બને તે રીતે પીરસવાની પદ્ધતિનો આપણે ત્યાં વિકાસ થઈ ચૂક્યો હતો. વાર્તારસમાં વણાઈને આવેલો ઉપદેશ ઉપાદેય અને સુભોગ્ય બને છે હકીકતનો ખ્યાલ આપણા પ્રાચીન સાહિત્યકારોને ઘણો વહેલો આવી ગયો હતો અને તેથી આપણાં મહાકાવ્યોની રચના થઈ તે પહેલાં પણ કથાસાહિત્યની રચના વિપુલ પ્રમાણમાં થઈ હોવાના સંકેતો આપણને પ્રાપ્ત થાય છે. પ્રાચીન ભારતનો વિપુલ કથાસંગ્રહ ધરાવતો દળદાર ગ્રંથ ‘‘બૃહત્કથા’’ આજે આપણી પાસે ઉપલબ્ધ નથી. એના વિદ્વાન લેખક ગુણાક્યે ગ્રંથ પૈશાચી ભાષા (પંખીઓ સમજી શકે તે ભાષા)માં લખ્યો હોવાની દંતકથા છે. કથાસંગ્રહમાં લગભગ એક લાખ વાર્તાઓનું નિરૂપણ હતું એવી માન્યતા છે. ગ્રંથ .. પૂર્વે છઠ્ઠા સૈકાની પણ પહેલાં રચાયો હોવાનું મનાય છે અને તે આપણે ત્યાં કથાસાહિત્યની પ્રાચીનતાનો નિર્દેશ કરે છે. ‘‘બૃહત્કથા’’ વાર્તાસંગ્રહ નષ્ટ થયો આપણું મોટું કમભાગ્ય ગણાય. આમ છતાં, ગ્રંથને આધારે રચાયેલ ત્રણ સંગ્રહો આપણને ઉપલબ્ધ છે. જેના ઉપરથી ગ્રંથ અને ગ્રંથમાં નિરૂપાયેલી કથાઓની ભવ્યતાનો આપણને ખ્યાલ મળી રહે છે. ત્રણ ગ્રંથો () બુધસ્વામીનો બૃહત્કથાશ્લોકસંગ્રહ’, () ક્ષેમેન્દ્રની બૃહત્કથામંજરી' અને () સોમદેવનું કથાસરિત્સાગર', આપણા દેશના ભવ્ય વાર્તાવૈભવના વારસાને સાચવી રાખે છે. સંસ્કૃતમાં રચાયેલા ગ્રંથો બૃહત્કથાની વાર્તાઓના એના પૂર્ણ મૂળ સ્વરૂપને સાચવી શક્યા હોય તો પણ એમાં જે કંઈ સૂચવાયું છે તે નિઃશંક મહાન છે અને ઉપરથી .. પૂર્વે સૈકાઓથી પણ પહેલાં કથાસાહિત્યનું ખેડાણ કેટલા વિપુલ પ્રમાણમાં થયું હતું એનો નિર્દેશ કરે છે. ઉપરાંત મૂળમાં સ્વતંત્ર પણ પાછળથી ક્ષેમેન્દ્રની બૃહત્કથામંજરી તેમજ સોમદત્તના કથાસરિત્સાગરમાં સુરક્ષિત વેતાનપંવિતિષ્ઠા (વેતાળપચ્ચીસી) એક અત્યંત મનોરંજક કથાઓનો સંગ્રહ છે. ઉપરાંત સિંહાસન દ્યાત્રિંશિકા (બત્રીસ પૂતળીઓની વાર્તા), ગુસપ્તતિ (પોપટ દ્વારા કહેવાયેલી સિત્તેર વાર્તાઓ) વગેરે આપણા પ્રસિદ્ધ વાર્તાસંગ્રહો પ્રાચીન ભારતમાં કથાસાહિત્યના વિકાસનું સૂચન કરે છે. કથાસાહિત્યની રચનાનો આપણે ત્યાં ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. બૌદ્ધધર્મમાં પાલી ભાષામાં રચાયેલી જાતકકથાઓ પણ આપણે ત્યાં કથાસાહિત્યની પ્રાચીનતાનો નિર્દેશ કરે છે. પ્રાચીન કાળમાં કથાસાહિત્યના જુદાજુદા પ્રકારોનો કાંઈ સ્પષ્ટ ખ્યાલ એના લેખકોને હતો નહિ પણ પાછળથી કથાનકોના સ્વરૂપને આધારે વિવેચકોએ કથાનક સાહિત્યના જુદા જુદા પ્રકારોનો નિર્દેશ કર્યો છે. વર્ગીકરણમાં અદ્ભુત કથા (fairy tales), લોકકથા (Marchen), કલ્પિતકથા (myths) અને પશુકથા (fables) પ્રસિદ્ધ છે. આમાં પશુકથાસાહિત્ય પ્રાચીન ભારતનું વિશ્વને એક ભવ્ય નજરાણું છે. પશુઓને પાત્ર બનાવીને, એમના ઉપર માનવભાવોનું ભારોભાર આરોપણ કરીને પશુઓની કથા દ્વારા માનવવ્યવહારનાં ડહાપણ અને રાજનીતિનો ઉપદેશ આપવો કથાઓનો સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો એથી એને બોધાત્મક પ્રાણીકથા એવું પણ નામ આપવામાં આવ્યું છે. આવી ઉપદેશાત્મક પ્રાણીકથાઓનો ભારતમાં નહિ પણ વિશ્વનો જૂનામાં જૂનો સંગ્રહ તે ‘‘પંચતંત્ર.’’

પ્રશ્ન- :   પ્રાણીકથાનો ઉદભવ અને વિકાસ જણાવો.

દુનિયાદારીનું ડહાપણ અને રાજનીતિનો ઉપદેશ આપવા માટે પ્રાણીકથાનો ઉપયોગ હિંદુમાં ઘણા પ્રાચીન કાળથી થાય છે. જો કે પાલિ જાતક'માં, પ્રાણીકથાઓનું નિરૂપણ કરવાનો ઉદ્દેશ્ય ધાર્મિક ઉપદેશ આપવાનો છે. રીતે પંચતંત્ર અને જાતકનો ઉદ્દેશ્ય ભિન્ન ભિન્ન છે. આમ છતાં, પ્રાણીકથા મૂળમાં તો લોકકથા છે અને એનું મૂળ માનવના વાર્તાઓ સાંભળવાના, કહેવાના અને એમાંથી આનંદ પ્રાપ્ત કરવાના સ્વભાવમાં રહેલું છે. પ્રાણીકથાઓનો ઉદ્દભવ ખરેખર ક્યારે થયો હશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. આમ છતાં સમૃદ્ધ સાહિત્યનાં મૂળ અને એના વિકાસની રૂપરેખા અંગે આપણે ચોક્કસ અંદાજો બાંધી શકીએ છીએ.

() વેદમાં પ્રાણીકથાનું અસ્પષ્ટ મૂળ : સામાન્યતઃ આપણા તમામ સાહિત્યિક પ્રકારોનાં મૂળનો નિર્દેશ આપણા પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદમાં જોઈ શકાય છે. પ્રાણીકથાનું મૂળ પણ એના અસ્પષ્ટ સ્વરૂપમાં ઋગ્વેદમાં જોઈ શકાય છે. ઋગ્વેદના એક પ્રસિદ્ધ સૂક્ત (મેઢક સૂક્ત, -૧૦૩)માં મંત્રગાન કરતા બ્રાહ્મણોના અવાજની તુલના ‘‘ટર્ર-ટર્ર’’ કરનારાં દેડકાં સાથે કરવામાં આવી છે. જો કે રૂપકનો ઉદ્દેશ્ય સ્પષ્ટ નથી પણ એમાં પ્રાણીકથાના કથાકલ્પન માટેની આવશ્યક એવી કેટલીક સમાનતાઓ સ્પષ્ટ જોઈ શકાય છે અને પશુપક્ષીઓમાં માનવભાવોનું આરોપણ કરવાના માનવસ્વભાવના સાહજિક વલણનો નિર્દેશ પ્રાપ્ત થાય છે.

() ઉપનિષદોમાં સ્પષ્ટ થતું મૂળ : પ્રાણીઓમાં માનવભાવોનું આરોપણ અથવા પ્રાણીઓને માનવસહજ પ્રવૃત્તિ કરતાં બતાવવાનું વલણ ઉપનિષદોમાં વધારે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અહીં પ્રાણીઓને સ્પષ્ટતયા માનવસ્વભાવનાં રૂપકો કે પ્રતીકો તરીકે યોજ્યાનો સગડ પ્રાપ્ત થાય છે. છાંદોગ્ય ઉપનિષદ (-૧૨)માં કૂતરાઓની એક રૂપકાત્મક અથવા વ્યંગ્યકથા નિરૂપાઈ છે. જેમાં પ્રાણોના પ્રતીક એવા શ્વાનો, એક શ્વાન (મુખ્ય પ્રાણ)ને અન્ન માટે પ્રાર્થના કરે છે. ઉપનિષદમાં બીજી એક જગાએ (.) રાત્રે ઊડતા બે હંસોનો વાર્તાલાપ સાંભળીને જાનશ્રુતિ પૌત્રાયણનું લક્ષ્ય ગાડાવાળા રૈકવ તરફ ખેંચાય છે, તે વાતનું નિરૂપણ છે. ઉપરાંત સત્યકામ જાબાલને પહેલાં વૃષભ, પછી હંસ અને પછી મદ્દગુ-એક જળચર પક્ષી ઉપદેશ આપે છે.

(છાંદોગ્ય, -. -)

જો કે ઉપનિષદમાં નિરૂપાયેલો વૃત્તાન્ત શુદ્ધ સ્વરૂપમાં આપણે જેને પ્રાણીકથા તરીકે ઓળખીએ છીએ તે પ્રકારનો નથી પણ પ્રાણીકથાઓનું મૂળ તો અહીં છે . પ્રકારની કથાઓમાંથી પંચતંત્ર વગેરેમાં છે એવી બોધપ્રધાન કથાઓમાં પરિવર્તન સરળ બને તે સ્પષ્ટ જોઈ શકાય છે.

() મહાભારતમાં સ્પષ્ટ થતું સ્વરૂપ : પશુપક્ષીઓને માનવો જેવું આચરણ કરતાં દર્શાવીને દ્વારા વ્યાવહારિક જીવનનો ઉપદેશ અને રાજનીતિનો બોધ આપતી પ્રાણીકથાઓ એના સ્પષ્ટ સ્વરૂપમાં મહાભારતમાં પ્રાપ્ત થાય છે. મહાભારતનાં શાન્તિપર્વ જેવાં ઉપદેશપ્રધાન પર્વોમાં અને બીજાં પણ કેટલાંક પર્વોમાં સંખ્યાબંધ પ્રાણીકથાઓ પ્રાપ્ત થાય છે. આમાંની કેટલીક કથાઓ તો પંચતંત્રમાં પ્રાપ્ત થતી પ્રાણીકથાઓને મળતી આવે છે. માત્ર વાર્તાઓની દૃષ્ટિએ નહિ, શૈલીની દૃષ્ટિએ પણ મહાભારતની પ્રાણીકથાઓને પંચતંત્ર વગેરેને પ્રેરણા આપી છે. મહાભારતકારે પંચતંત્રકારને બધી રીતે પ્રભાવિત કર્યા જણાય છે. પંચતંત્રના પ્રારંભમાં તેના કર્તાએ બીજા નીતિશાસ્ર-વિશારદોની સાથે પરાશરના પુત્ર વ્યાસજીને વંદન કર્યાં છે. ડૉ. સાંડેસરા નોંધે છે - ‘‘પશ્ચિમ ભારતીય પંચતંત્રની વાત કરીએ તો એમાં અનેક સ્થળે મહાભારતનો તેમાંના પ્રસંગો તેમજ પાત્રોનો સ્પષ્ટ ઉલ્લેખ આવે છે. જે પક્ષનું સમર્થન ચાલતું હોય તે પક્ષને સર્વ પ્રકારની તાર્કિક (કે કવચિત્ અતાર્કિક) દલીલોથી અને સુભાષિતોથી દ્રઢ કરવાની અને ત્યારપછી સામા પક્ષને પણ એટલી દૃઢતાથી રજૂ કરવાની પંચતંત્રની પદ્ધતિ ઉપર મહાભારતના નીતિવાદોની અસર છે. સૌથી વધારે તો, પંચતંત્રના શ્લોકોની એક મોટી સંખ્યા સીધી ને સીધી મહાભારતમાંથી લેવામાં આવેલી છે. પશ્ચિમ ભારતીય પંચતંત્રમાં આવા કુડીબંધ શ્લોકો મળશે.’’

મહાભારતના શાન્તિપર્વમાં અને કર્ણપર્વમાં સંખ્યાબંધ પ્રાણીકથાઓનું નિરૂપણ છે પણ પંચતંત્ર સાથે સંબંધ ધરાવતી સંખ્યાબંધ પ્રાણીકથાઓ મહાભારતમાં છે. મહાભારતના આદિપર્વમાં . ૧૫૩માં આવતી પોતાના ચારે મિત્રોને છેતરનારા ધૂર્ત શિયાળની વાર્તા પંચતંત્ર -૧૬ માંની વરૂ અને સિંહને છેતરનારા શિયાળની વાર્તા સાથે તેમજ -૧૫માંના ‘‘શિયાળના ચાર શત્રુઓ''ની વાર્તા સાથે સામ્ય ધરાવે છે. ઉદ્યોગપર્વ . ૧૧૬માં આવતી ધાર્મિક બિલાડા અને એના દંભની વાર્તા પશ્ચિમ ભારતીય પંચતંત્ર -૩માં આવતી સસલા અને ચકલાનો ન્યાય કરનાર બિલાડોવાર્તા સાથે સંબંધ ધરાવે છે. શાન્તિપર્વ . ૧૩૮માં પ્રત્યુત્પન્નમતિ, અનાગતવિધાતા અને દીર્ઘસૂત્રી, ત્રણ માછલીઓની વાર્તા પશ્ચિમ ભારતીય પંચતંત્ર -૧૪માં તેમજ પંચતંત્રની તમામ પ્રાચીન પાઠપરંપરાઓમાં છે. એનો કથાસંગ્રહ શ્લોક પણ મહાભારતમાંથી લેવામાં આવ્યો છે. પંચતંત્રના પ્રથમ તંત્ર મિત્રભેદને મળતું કથાનક શાન્તિપર્વ . ૧૧૧માં છે. ઉપરાંત બીજાં તંત્રોને મળતી આવતી ઘણી વાર્તાઓ મહાભારતમાં પ્રાપ્ત થાય છે. આથી ઉપરથી શ્રી સાંડેસરા નોંધે છે ‘‘પંચતંત્રના અંતરંગ ઉપર મહાભારતની જે પ્રકારે અસર છે તે જોતાં એવી વાર્તાઓના વિનિયોગ સંબંધમાં પંચતંત્ર મહાભારતનું આભારી છે એમ માનવું જોઈએ, ભારતીય સાહિત્યમાં રાજનીતિના શિક્ષણ માટે પ્રાણીકથાનો ઉપયોગ કરનાર સૌથી પહેલો ગ્રંથ મહાભારત છે અને એના વારસાને પંચતંત્રકારે એક સ્વતંત્ર ગ્રંથરચના રૂપે પૂર્ણપણે વિકસાવ્યો છે.’’ (પંચતંત્ર- ભોગીલાલ સાંડેસરા પૃ. ૭૩)

() પ્રાણીકથાનાં અન્ય સાક્ષ્યો : પતંજલિના મહાભાષ્યમાં (--, તથા --૧૦૬) કાકતાલીયમ્ અને અજાકૃપાણીયમ્ જેવા લૌકિક ન્યાયો પ્રાણીકથાનો નિર્દેશ કરે છે. ઉપરાંત જાતકકથાઓમાં ધર્મોપદેશના ઉદ્દેશ્યથી પ્રાણીકથાઓનું નિરૂપણ થયેલું છે. ..પૂર્વે બીજા અને ત્રીજા સૈકાના સાંચી અને ભારતના સ્તૂપોમાં જાતકકથાઓનાં શિલ્પ છે, એટલું નહિ જે તે જાતકકથાઓનાં નામ પણ શિલ્પની નીચે કોતરેલાં છે. શિલ્પોમાં કેટલીક પ્રાણીકથાઓનાં ચિત્રો પણ છે અને આજે જે ઉપલબ્ધ છે તે પાલિ જાતકમાં પણ પંચતંત્રની સાથે ગાઢ સામ્ય ધરાવતી વાર્તાઓ ઉપરાંત બીજી કથાઓ પણ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. પંચતંત્ર, જાતક અને મહાભારતમાં આવતી પ્રાણીકથાઓ પ્રાચીન ભારતીય લોકસાહિત્યના અખૂટ ભંડારમાંથી લેવાઈ હોવાનું વધારે સંભવિત છે.

() પ્રાણીકથાઓ-પ્રાચીન ભારતની વિશ્વસાહિત્યને દેણ : ઉપરોક્ત ચર્ચાને આધારે આપણે જોયું કે ભારતમાં પ્રાણીકથાની પરંપરા ઘણી પ્રાચીન છે અને તેથી પ્રાણીકથાનો ઉદ્ભવ હિંદમાં થયો હોવાના અને ઈસપની વાર્તાઓ હિંદમાંથી યુરોપમાં ગઈ હોવાનો, સંખ્યાબંધ વિદ્વાનો જેમકે સ૨ વીલીયમ જોન્સ, મેક્સમુલર, શ્રી ડેવીડ અને શ્રી કીથ વગેરેનો મત છે.  

પ્રશ્ન- : પંચતંત્ર કથાસાર સમજાવો.

પંચતંત્ર આપણે આગળ જોયું તેમ પાંચ તંત્રોમાં વિભક્ત છે અને એનું પ્રત્યેક તંત્ર કોઈ એક નિશ્ચિત વિષયવસ્તુ સાથે સંકળાયેલું છે. પંચતંત્ર શબ્દ સામાસિક શબ્દ છે. દ્વિગુ સમાસ પ્રમાણે ‘‘पंचानां तन्त्राणां समाहार:'' વ્યુત્પત્તિ પ્રમાણે પાંચ તંત્રનો સમૂહ એમ કહી શકાય. ગ્રંથના પ્રારંભમાં મૂકવામાં આવેલા કથામુખ પ્રમાણે ગ્રંથની રચના મહિલારોપ્ય નગરના અમરશક્તિ નામના રાજાના ત્રણ મૂર્ખ પુત્રોને રાજનીતિનો બોધ આપવા માટે થયેલી છે. માસમાં મૂર્ખ પુત્રોને રાજનીતિમાં નિપુણ બનાવવાનો પડકાર વિષ્ણુશર્મા નામના બ્રાહ્મણે ઝડપી લીધો અને એણે રાજનીતિના મૂળભૂત સિદ્ધાંતો સમજાવતો ગ્રંથ પાંચ પાયાના વિભાગોમાં વિભક્ત કરીને લખ્યો. પંચતંત્રમાં આવતાં પાંચ તંત્રોનાં નામ તંત્રના મુખ્ય પ્રતિપાઘ વિષયને વ્યક્ત કરે છે. દરેક તંત્રમાં એક મુખ્ય કથા અને બાકીની ઉપકથાઓ હોય છે. જે એકમાંથી બીજી કથાના અનુસંધાનમાં હોય છે. પંચતંત્રનાં પાંચ તંત્રો પ્રમાણે છે () मित्रभेदम (મિત્રોમાં ફાટફૂટ) () मित्रसंप्राप्ति: (મિત્રો મેળવવાનો કીમિયો) () काकोलूकीयम  (કાગડો અને ઘુવડ. સંધિ-વિગ્રહ () लब्धप्रणाशम  (મળ્યું તેનો નાશ) અને () अपरीक्षितकारकम  (વગર વિચાર્યે કામ કરવાનાં પરિણામ).

() મિત્રભેદ : તંત્રમાં પિંગલક નામના સિંહ અને સંજીવક નામના બળદની કથા મુખ્ય છે. દમનક નામનું શિયાળ વનરાજ સિંહનો સંજીવક સાથે પરિચય કરાવે છે. સિંહ અને બળદ ગાઢ મિત્રો થતાં દમનક અને કરટક શિયાળ સંજીવકની ઇર્ષ્યા કરે છે અને દમનક લુચ્ચાઈથી બન્નેના કાન ભંભેરી એમની વચ્ચે ફૂટ પડાવે છે. શિયાળની કૂટનીતિનો વિજય થાય છે અને સિંહ તથા બળદની લડાઈમાં બળદ માર્યો જાય છે. બન્ને શિયાળ પ્રધાનપદું પાછું મેળવે છે. પ્રપંચી લોકોની કપટનીતિ કાચા કાનના રાજાઓ પાસે કેવી રીતે સફળ નીવડે છે તે એમાં બતાવ્યું છે. પશ્ચિમ ભારતીય પંચતંત્રની આવૃત્તિમાં મુખ્ય કથા ઉપરાંત બીજી બાવીસ પેટા કથાઓ તંત્રમાં પ્રાપ્ત થાય છે.

() મિત્રસંપ્રાપ્તિ : તંત્રમાં કાગડો, ઉંદર, હરણ અને કાચબો એમ ચાર મિત્રોની કથા મુખ્ય છે. લઘુપતનક નામે કાગડો કબૂતરોના રાજા ચિત્રગ્રીવને પારધીની જાળમાં ફસાવા સલાહ આપે છે છતાં તે જીભની લોલુપતાને કારણે જાળમાં ફસાઈ જાય છે. બધાં કબૂતરો એક સંપ થઈને જાળ સાથે ઊડે છે અને ઉંદરોના રાજા હિરણ્યક પાસે જાય છે. હિરણ્યક ચિત્રગ્રીવનો મિત્ર હોવાથી પેલી જાળ કાપી બધાં કબૂતરોને મુક્ત કરે છે. કબૂતરોની પાછળ ઊડતાં ઊડતાં આવેલો કાગડો જુએ છે અને તે હિરણ્યકને પોતાનો મિત્ર બનવા વિનંતી કરે છે. કાગડો પોતાનો જન્મજાત વેરી હોવાથી હિરણ્યક મૈત્રીનો સ્વીકાર કરવામાં સંકોચ અનુભવે છે. આમ છતાં, કાગડાની શુભ નિષ્ઠા જોઈને હિરણ્યક તેની સાથે મૈત્રી કરે છે. ઉંદર જ્યારે પોતાના સ્થાનથી વિરક્ત થાય છે ત્યારે કાગડો તેને પોતાની પીઠ ઉપર બેસાડીને પોતાના મન્થરક નામના કાચબામિત્રની પાસે લઈ જાય છે. પારધીના ત્રાસથી નાસી છૂટેલો હરણ પણ ત્યાં આવી ચડે છે અને ચારે મિત્રો એકબીજાને એમના સંકટોમાં મદદરૂપ થાય છે. કથાનો મુખ્ય ઉપદેશ સાચા સ્નેહથી ઉદ્ભવેલી મિત્રતાનાં શુભ પરિણામો બતાવવાનો છે. મનુષ્ય સાચામિત્રો બનાવવા અને મિત્રોમાં પરસ્પર નિષ્કપટ વર્તાવ રાખવાઘી દુર્ગમ સંકટો પણ તરી શકાય છે, તંત્રનો મુખ્ય ધ્વનિ છે. તંત્રમાં બીજી પેટા વાર્તાઓનું પણ નિરૂપણ છે.

() કાકોલૂકીય : ત્રીજા તંત્રની મુખ્યકથા કાગડા અને ઘુવડ વચ્ચેની લડાઈનું વર્ણન કરે છે. કાગડાના રાજા મેઘવર્ણ અને ઘુવડના રાજા અરિમર્દન વચ્ચેનું વંશપરંપરાગત વેર એમાં વર્ણવ્યું છે. રોજ રાત્રે કાગડાના દુર્ગ ઉપર આક્રમણ કરીને ઘુવડો કાગડાના દુર્ગનો વિનાશ કરે છે. કાગડાના રાજા મેઘવર્ણના વૃદ્ધ મન્ત્રી સ્થિરજીવીની યુક્તિથી ઘુવડનો દુર્ગ બળી જાય છે અને બધા ઘુવડ નાશ પામે છે. ઘુવડના રાજાના મનમાં વિશ્વાસ પેદા કરી સ્થિરજીવી તેના દુર્ગમાં આશ્રય મેળવે છે અને પછી કપટથી તે દુર્ગ સળગાવી મૂકે છે. એકવાર વેરી રહેલા શત્રુનો કદીપણ વિશ્વાસ કરવો નહિ તંત્રનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય છે. રાજનીતિમાં મહત્ત્વના અંગો સન્ધિ, વિગ્રહ, યાન, આસન, સંશ્રય અને દ્વૈષીભાવની તેમજ કાર્યસિદ્ધિના ચાર ઉપાયો - સામ, દામ, દંડ અને ભેદની વિસ્તૃત ચર્ચા તેમજ તીર્થોનું સ્વરૂપ તંત્રમાં આવે છે. મુખ્યત્વે એમાં રાજકીય વિષયની ચર્ચા છે. મુખ્ય વાર્તા ઉપરાંત એમાં બીજી સોળ પેટા વાર્તાઓ પણ પ્રાપ્ત થાય છે.

() લબ્ધપ્રણાશ : ચોથા તંત્રમાં વાંદરા અને મગરની કથા મુખ્ય છે. મૂર્ખ મનુષ્ય મળેલી વસ્તુ પણ કેવી રીતે ગુમાવી દે છે અને અચાનક આવી પડેલી આફતમાં પણ સ્વસ્થ રહી શકનાર આપત્તિને કેવી રીતે તરી જાય છે બાબત તંત્રનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય છે. એમાં મુખ્ય કથાનક ઉપરાંત બીજી ૧૬ ઉપકથાઓ પણ પ્રાપ્ત થાય છે.

() અપરીક્ષિતકારક : વગર વિચાર્યે કામ કરનાર માણસને કેવાં માઠાં પરિણામ ભોગવવાં પડે છે હકીકત તંત્રમાં જુદી જુદી વાર્તાઓ દ્વારા દર્શાવી છે. ભિક્ષુઓનાં માથાં ફોડનાર વાળંદની કથા મુખ્ય છે. જો કે દક્ષિણ ભારતીય પંચતંત્રમાં બ્રાહ્મણી અને નોળિયાની કથા મુખ્ય છે. બન્ને કથાનો સાર એક છે કે વગર વિચાર્યે કામ કરવું નહીં. તંત્રમાં ૧૪ ઉપકથાઓનું નિરૂપણ છે.

રીતે પંચતંત્રના પાંચે વિભાગોમાં વ્યાવહારિક જીવનને લગતી મહત્ત્વની અને પાયાની બાબતોનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ગમ્મત સાથે જ્ઞાન પીરસવું વાર્તાઓનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પશુપક્ષીઓની વાર્તાઓ દ્વારા પંચતંત્રકારે ઉપદેશને સુગ્રાહ્ય અને ઉપાદેય બનાવ્યો છે. મુખ્ય કથાઓ ઉપરાંત પશ્ચિમ ભારતીય પંચતંત્રની વાચનામાં ત્રેસઠ પેટાવાર્તાઓ છે અને તે રાજનીતિનું સાંગોપાંગ નિરૂપણ કરે છે.

પ્રશ્ન- : કાકોલૂકીયમશીર્ષક  

આપણો પ્રાચીન અને પ્રસિદ્ધ પ્રાણીકથાગ્રંથ પંચતંત્ર, પાંચ તંત્રો એટલે કે પાંચ વિભાગોમાં લખાયો છે. એમાં ત્રીજું તંત્ર સંધિવિગ્રહ અથવા કોકાલૂકીયમ્ તરીકે ઓળખાય છે. કાક એટલે કાગડા અને ઉલૂક એટલે ઘુવડ. કાકોલૂકીયમ્ પદને નીચે પ્રમાણેની વ્યુત્પત્તિથી સમજી શકાય. काका: च उलूका: च, तेषां समाहारः काकोलूकम् काकोलूकमधिकृत्य कृतं यत्तन्त्रं तत् काकोलूकीयम् કાગડા અને ઘુવડોના સમૂહમાં પ્રવર્તતા વેરને કેન્દ્રમાં રાખીને રચાયેલું તંત્ર તે કાકોલૂકીય તંત્ર. આમાં કાગડાના સમૂહનો નાશ કરનાર ઘુવડોનો, કાગડાનો રાજા મેઘવર્ણ, ઘુવડોના આશ્રયસ્થાનનો નાશ કરીને બદલો લે છે મુખ્ય કથાનું નિરૂપણ છે.

મેઘવર્ણ નામનો કાગરાજ વડના વૃક્ષ પર સપરિવાર રહેતો હતો. બીજી બાજુ ઘુવડોનો રાજા અરિમર્દન પર્વતની ગુફાનો આશ્રય કરીને રહેતો હતો. રાત્રે જોઈ શકતા ઘુવડોનો રાજા અરિમર્દન એનું નામ બતાવે છે તેમ રાત્રે કાગડાઓ ઉપર આક્રમણ કરી કાગવંશનો ખુરદો બોલાવતો હતો. મેઘ જેવા રંગનો કાળો મેઘવર્ણ કે જે કાગડાઓનો રાજા હતો તે ઘુવડો પર વેર વાળવા પ્રતિબદ્ધ હતો. શત્રુઓ સાથે સંઘર્ષ હોય ત્યારે રાજનીતિમાં, શત્રુઓને મ્હાત કરવાનાં અંગો અને ઉપાયોનું તંત્રમાં નિરૂપણ છે. અંગો પ્રમાણે છે. () સન્ધિ () વિગ્રહ () યાન () આસન () આશ્રય અને (૬) દ્વૈષીભાવ. કાર્યસિદ્ધિના ચાર ઉપાયો છે () સામ () દામ () દંડ અને () ભેદ. મુખ્યત્વે એમાં રાજનીતિ છે. મુખ્ય વાર્તા ઉપરાંત એમાં બીજી સોળ પેટાવાર્તાઓ પણ નિરૂપિત છે. પણ મુખ્ય વાર્તાનાં બે મુખ્ય પાત્રોને આધારે શીર્ષક પસંદ કરાયું છે.

પ્રશ્ન- :   મુખ્ય કથાકાગડા અને ઘુવડ વચ્ચેના જીવલેણ વેરઝેર.

કાગડાઓના અધિપતિ મેધવર્ણ અને એના સકળ નીતિશાસ્ત્ર નિપુણ પ્રધાન સ્થિરજીવી વચ્ચે મંત્રણાઓનો દોર શરૂ થાય છે. સ્થિજીવી દ્વૈષીભાવની નીતિનો હિમાયતી છે. તે માને છે કે બળવાન શત્રુ સાથે શરૂઆતમાં સુલેહ કરી લઈ પ્રથમ એનામાં વિશ્વાસ ઉત્પન્ન કરવો અને પછી અનુકૂળ સંજોગો ઉત્પન્ન થતાં આક્રમણ કરવું. મેઘવર્ણ પોતાની મુઝવણ પ્રગટ કરતાં સ્થિરજીવીને પૂછે છે કે તે, ઘૂવડોના રાજા અરિમર્દનનું આશ્રયસ્થાન કે એની નબળાઈ જાણતો નથી, ત્યારે સ્થિરજીવી મેઘવર્ણને આશ્વાસન આપે છે કે તે પોતાના વિવિધ પ્રકારના જાસુસો દ્વારા શત્રુઓનું સ્થાન નહિ, એની નબળાઈઓ પણ જાણી લેશે. વધુમાં તે નારદ અને યુષિષ્ઠિરની રાજનીતિને ઉદધૃત કરી રાજાએ હમેશાં સ્વપક્ષ અને શત્રુપક્ષને બરાબર જાણી લેવા જોઈએ એવો અનુરોધ કરે છે અને જાસુસો દ્વારા બન્ને પક્ષ બરાબર જાણ્યાથી બન્ને પક્ષને વશ કરી શકાય છે એમ જણાવે છે. આથી મેઘવર્ણ સ્થિરજીવીને પ્રશ્ન કરે છે કે કાગડાઓ અને ઘુવડો વચ્ચે પ્રકારના કાયમી વેરનું કારણ શું હતું ? તો પ્રશ્નના જવાબમાં સ્થિરજીવી કાગડા અને ઘુવડો વચ્ચેના જીવલેણ વેરઝેરની કથા કહે છે.

સ્થિરજીવી મેઘવર્ણને વાત્સલ્યથી બેટા ! એવું સંબોધન કરી પ્રસ્તુત વેરઝેરનાં મૂળ સમજાવે છે. એકવાર જંગલમાં હંસ, પોપટ, બગલા, ચાતક અને મોર વગેરે પક્ષીઓએ ભેગા મળીને વિચાર્યું કે એમનો રાજા ગરુડ કૃષ્ણભક્ત છે અને એને પક્ષીઓના હિતની બિલકુલ ચિંતા નથી. પ્રજાના યોગક્ષેમની ચિંતા કરે તે રાજા રહેવા યોગ્ય નથી. બધાં પક્ષીઓ રાજા બદલી નાખવા સમ્મત થાય છે અને ઘુવડને રાજા બનાવવાનો નિર્ણય કરે છે. ઘુવડનો રાજ્યાભિષેક દબદબાપૂર્વક કરવાની તૈયારીઓ ચાલે છે તે દરમ્યાન એક કાગડો ત્યાં ઉડતો ઉડતો આવે છે. પક્ષીઓ જાણે છે કે કાગડો એક ચતુર પક્ષી છે આથી તેઓ ઘુવડને રાજા બનાવવો જોઈએ કે નહિ ? એવો પ્રશ્ન કરે છે. કાગડો ઘુવડને કોઈપણ સંજોગોમાં રાજા બનાવવાની સલાહ આપે છે. ઘુવડ દેખાવમાં અને સ્વભાવમાં પણ ક્રૂર પક્ષી છે, વળી તે દિવસે જોઈ શકતું નથી એટલે એને રાજા બનાવાય નહિ એમ જણાવે છે. એક રાજા હોય પછી બીજો રાજા રાખવો પણ સલાહભરેલું નથી. વળી ગરુડ એક મોટું, વગદાર અને નામાંકિત પક્ષી છે. એના નામમાત્રથી શત્રુઓ ડરશે જેથી પક્ષીઓનું યોગક્ષેમ સચવાશે. વધુમાં સ્થિરજીવી ઉમરે છે કે મોટી હસ્તિના નામ માત્રથી ઘણાં કામ આપોઆપ થઈ જાય છે. એટલે મોટાની ઓથ લેવી. જુઓને ! ચંદ્રની ઓથે બધાં સસલાં સુખથી રહે છે ને ! કાગડાનું ઉપદેશ વચન સાંભળી પક્ષીઓને કુતૂહલ જાગે છે અને તેઓ એકાએક પૂછી ઉઠે છે વળી કેવી રીતે ?’’ પ્રશ્નના જવાબમાં કાગડો સસલાં અને મોટાહાથીની કથા કહે છે.

પ્રશ્ન- :   કથા- મોટાની ઓથ લઇ સસલા અને મોટા હાથીની વાર્તાસાર અને બોધ

કોઈએક વનમાં ચતુર્દન્ત નામનો જોરાવર હાથી, ટોળાનો અધિપતિ થઈને રહેતો હતો. જ્યાં રહેતો હતો તે વનમાં વર્ષો સુધી વરસાદ પડયો. નદી, તળાવ અને સરોવર સૂકાઈ ગયાં. પાણીના અભાવે હાથીઓ હેરાન પરેશાન થઈ ગયા. કેટલાંય મદનિયાં મરવા પડ્યાં. કેટલાંક તો મરી પણ ગયાં. હાથીઓએ અધિપતિને મળી આવી પડેલી આપત્તિમાં કોઈ સારું જળાશય શોધી કાઢવાની વિનંતી કરી. હાથીઓના રાજાએ લાંબો વિચાર કરી એના ધ્યાનમાં આવેલા નિર્જન પ્રદેશમાં રહેલા, પણ પાતાળગંગાના જળથી ભર્યાભર્યા રહેતા એક સરોવરનું નામ દીધું. હાથીઓ લાંબુ ચાલીને પાંચ દિવસે ત્યાં પહોંચ્યા. હાથીઓ મન મૂકીને નાહ્યા અને સૂર્યાસ્ત થતાં બહાર નીકળ્યા. સરોવરની શાન્ત અને સુકોમળ ભૂમિમાં અસંખ્ય સસલાં રહેતા હતાં. હાથીઓના પરિભ્રમણથી સંખ્યાબંધ સસલાં કચડાઈ મર્યાં, લોહી લુહાણ થયાં અને આશ્રયરહિત થયાં. આંસુભરેલી આંખે સસલાં અંદરોઅંદર વિચાર કરવા લાગ્યાં, “અરે ! હવે આપણું આવી બન્યું. હાથીનાં ટોળાં તો રોજ અહીં આવતાં જતાં રહેશે. કારણ કે બીજે તો કોઈ જળાશય છે નહિ ! આપણે બધાં આમ તો નાશ પામીશું. તો કોઈ ઉપાય શોધી કાઢો. એક સસલું બોલ્યું, ‘છોડી દઈએ સ્થાનને. જીવ બચાવવા તો જે છોડવું પડે તે પણ છોડી દેવું. ત્યારે બીજાં સસલાં બોલ્યાં, “આપણે આપણા બાપદાદા વખતની જગા છોડવી જોઈએ. છોડી જવું સરળ નથી. ખરેખર તો કોઈ મોટી બીક ઊભી કરવી જોઈએ કે જેથી સારે નસીબે હાથીઓ અહીં આવે નહિ. સાપ કરડે નહિ પણ ફૂંફાડો મારે પણ જરૂરી છે.

હવે બીજા સસલાંએ સૂર પૂરાવતાં કહ્યું કે મોટી બીક જન્મે એવું કંઈક શોધી કાઢવું જોઈએ પણ તો ચતુર દૂતને અધીન છે. વિજય દત્ત નામનો આપણો રાજા સસલો ચંદ્રમંડળમાં નિવાસ કરે છે તો કોઈ કુશળ દૂત મોકલીને હાથીઓને કહેવડાવીએ કે ચંદ્ર હાથીઓને બાજુ ડોકાવાની પણ મનાઈ ફરમાવી છે; કારણ કે ચંદ્રનો પરિવાર સરોવરની આસપાસ વસે છે.

આત્મવિશ્વાસ ભરેલા પ્રકારના કથનથી સંભવ છે કે હાથીઓ ત્યાં આવતા અટકી પણ જાય.

બીજાં કેટલાંક સસલાંએ બોલવામાં કુશળ અને નિઃસ્પૃહ એવા લમ્બકર્ણ નામના સસલાને દૂત તરીકે મોકલવાનું કરેલું સૂચન સ્વીકારાયું. લંબકર્ણ સસલાએ હાથીઓના રાજાના માર્ગમાં ઊભા રહી જઈને અગમ્ય સ્થળે ચઢીને કહ્યું, “અરે ! દુષ્ટ હાથી ! પ્રમાણે તું બિલકુલ ડર્યા વિના મનફાવે તેમ કેમ ફરે છે ? તારે આવવાનું નથી. જા, પાછો ચાલ્યો જા. સાંભળીને આશ્ચર્યચકિત થયેલા હાથીએ પૂછ્યું, “અરે ! તું વળી કોણ છે ? તે બોલ્યો, “હું લંબકર્ણ નામનો સસલો કે જે ચંદ્રમંડળમાં રહું છું. હમણાં ભગવાન ચંદ્રે મને તારી પાસે મોકલ્યો છે. તું તો જાણે છે કે સાચી હકીકત રજૂ કરે ત્યારે દૂતનો પોતાનો કોઈ દોષ હોતો નથી. દૂત તો રાજાઓનું મુખ છે, એટલે રાજાએ ક્યારે પણ દૂતનો વધ તો કરાય. સાંભળીને તે હાથીએ કહ્યું, “અરે ! જલ્દી ચંદ્રનો સંદેશ જણાવ કે જેથી એનો અમલ થઈ શકે. તે લંબકર્ણે કહ્યું, “તેં ગઈકાલે તારા ટોળા સાથે સરોવર આવતાં, સંખ્યાબંધ સસલાં મારી નાખ્યાં છે તે તું શું જાણતો નથી ? તે મને પૂછે છે ? તો જો, તારે જીવતા રહેવું હોય તો તારે ક્યારે સરોવરે આવવું નહિ એમનો સંદેશ છે. હાથીએ પૂછ્યું, “ભગવાન સ્વામી ચંદ્ર અત્યારે ક્યાં છે ?’’ તેણે કહ્યું, અત્યારે મરેલાં સસલાંના સ્વજનોને આશ્વાસન આપવા સરોવ૨માં બિરાજ્યા છે અને મને તમારી પાસે મોકલ્યો છે. હાથી બોલ્યો, ‘જો એમ હોય તો મને તે સ્વામી બતાવ કે જેથી એને પ્રણામ કરી, વહેલો વહેલો બીજે ચાલતો થાઉં.’’ સસલાએ કહ્યું, “ભલે ! મારી સાથે એકલો આવ કે જેથી હું તે તને બતાવું.એમ કરવામાં આવતાં સંધ્યાકાળે તે હાથીને સરોવરને કાંઠે લઈ જઈ ચંદ્રનું બિંબ દેખાડયું અને કહ્યું, “ અમારા સ્વામી જળની વચ્ચે સમાધિમાં સ્થિર થઈને ઊભા છે તો ચૂપચાપ પ્રણામ કરી ચાલતો થા, નહિતર એમની સમાધિ તૂટશે તો તું મર્યો સમજ. હાથી પણ ગભરાઈ જઈ, તેને પ્રણામ કરી આવજોએમ કહી વિદાય થયો. સસલાં તે દિવસથી સ્થાને નિરાંતે વસી રહ્યાં છે. આથી હું કહું છું, “મોટા માણસની ઓથ લીધાનું કહેવાથી ભારે સફળતા પ્રાપ્તથાય છે. તમે જોયું કે ચંદ્રની ઓથનું બહાનું બતાવવા માત્રથી સસલાં કેવાં સુખી થયાં ?’’

બોધ : વાર્તાનો બોધ છે કે સમાજમાં ઘણીવાર મોટા અને વગદાર માણસનો આશ્રય હોવાની વાત કરવા માત્રથી મોટું કામ પતી જાય છે અને પ્રમાણે સસલા અને હાથીની વાત કહીને, કાગડો પક્ષીઓને બોધ આપતાં ઉમેરે છે કે તુચ્છ, ધનપરસ્ત, મલીન મનના, વ્યસની, નમકહરામ અને પીઠપાછળ ખરાબ બોલનારને તો રાજા તરીકે નીમવો જોઈએ, જો આપણે જીવવું હોય તો કહ્યું છે કે, “ક્ષુલ્લક અને મતલબી રાજાને પ્રાપ્ત કરીને, ન્યાય મેળવવા તૈયાર થયેલ સસલો અને ચકલી એમ બન્ને જણાં નાશ પામ્યાં.પક્ષીઓએ પૂછ્યું, ‘તે વળી કેવી રીતે ?’’ તો તેણે કહેવાનું શરૂ કર્યું :

પ્રશ્ન- : કથા- તુચ્છ ન્યાયાધીશથી નાશ પામેલ ચકલી અને સસલાની વાર્તા.

કાગડો પોતે પક્ષીઓને નજરે નિહાળેલી એક વાત કહે છે અને એમને સમજાવે છે કે તુચ્છ, દંભી અને સ્વાર્થપરસ્ત વ્યક્તિ પાસે ન્યાયની અપેક્ષા રાખનાર વ્યક્તિ નાશ પામે છે. તે કહે છે, “પહેલાં કોઈએક વૃક્ષ પર હું રહેતો હતો ત્યારે વૃક્ષની બખોલમાં રહેતા કપિંજલ નામના ચકલા સાથે મારે ગાઢ દોસ્તી હતી. સૂર્યાસ્ત સમયે સ્વસ્થાને પાછા ફરતાં અમે દેવો, મહાન રાજવીઓ અને બ્રહ્મર્ષિઓના દિવ્ય ચરિતોની ગોષ્ઠિ કરતા. અમારો સમય સત્સંગમાં વીતતો પણ એકવાર મારો મિત્ર કપિંજલ ચકલો અન્ય ચકલાં સાથે કોઈ બરાબર તૈયાર થયેલી ડાંગરના ખેતરમાં દાણા ચરવા ગયો અને ઘણો સમય ત્યાં રોકાઈ ગયો. મેં મારા મિત્રના અસ્તિત્વ વિશે ઘણા તર્ક વિતર્ક કર્યા પણ તે પાછો આવતો હતો. એટલામાં શીઘ્રગ (જલ્દી ચાલનારા) એક સસલાએ ત્યાં આવી, ચકલાની બખોલ પચાવી પાડી. પાકેલી ડાંગરના દાણા ખાઈ ખાઈને ધરાઈ ગયેલો અને હૃષ્ટપુષ્ટ થયેલો ચકલો થોડા સમયમાં પાછો ફર્યો. ચકલાએ બખોલ પોતાની છે એમ કહી સસલાને ચાલતી પકડવા કહ્યું. સસલો પોતાનો ભોગવટો છે એમ કહી, પક્ષી છોડી દીધેલા સ્થાનનો દાવો કરી શકે નહિ એવો ધર્મ બતાવી જગા છોડવા તૈયાર થયો. છેવટે બન્નેએ કોઈ સામાજિક ધર્મને જાણનાર ધર્મજ્ઞ પાસે ન્યાય કરાવવાનો નિર્ણય કર્યો. પછી તેઓ કોઈ ધર્મપુરુષની શોધમાં નીકળ્યા. કાગડો પણ કુતૂહલવશ ઉડતો ઉડતો જોવા ઉપડયો. રસ્તામાં એક ઢોંગી બિલાડો જુદાજુદા પ્રકારનો ધર્મોપદેશ કરતો હતો. એનાથી પ્રભાવિત થઈને સસલાએ બીલાડા પાસે ન્યાય તોળાવાનો પ્રસ્તાવ મૂક્યો. ચકલો સલામત અંતર રાખીને એમનો વિવાદ રજૂ કરવા સમ્મત થયો. બન્ને જણાએ એમનો પ્રશ્ન રજૂ કરી યોગ્ય અને સાચો નિર્ણય આપવા બીલાડાને વિનંતી કરી. એટલું નહિ, જે ખોટું બોલતું હોય એને ખાઈ જવાની પણ છૂટ આપી. સાંભળી બીલાડાએ તો પોતે અહિંસક અને મહાન ધર્મિષ્ઠ હોવાનો વિશ્વાસ ઊભો કર્યો અને પોતાને કાને ઓછું સંભળાતું હોઈ નજીક જઈને બધી વાત કરવા કહ્યું. ભોળવાઈ ગયેલ ચકલો અને સસલું નજીક જતાં બીલાડાએ પંજો અને દાંત મારી એમને મારી નાખ્યાં અને ખાઈ ગયો.

બોધ : વાર્તાનો બોધ છે કે રાજાએ ન્યાયાધીશની પણ ભૂમિકા ભજવવાની હોવાથી દંભી, ઢોંગી, ધૂર્ત અને સ્વાર્થી વ્યક્તિને ક્યારે પણ રાજા બનાવી શકાય નહિ કારણ કે એમાં તો જીવ ગુમાવવાનો થાય. રક્ષણ તો મળે શાનું ?

કાગડાએ રીતે ભારપૂર્વક પક્ષીઓને સમજાવ્યાં કે દિવસાન્ધ અને ક્રૂર ઘુવડનો તો કોઈ પણ સંજોગોમાં રાજા તરીકે અભિષેક કરાય નહિ. પક્ષીઓએ ચતુર કાગડાની સલાહ સ્વીકારી અને ફરી મળવાનો નિર્ણય કરી પોતપોતાને સ્થાને ગયાં.’’ ઘુવડ તો રાજ્યાભિષેકની રાહ જોઈ રહ્યો હતો. માટે અધીરા બનેલા એને જ્યારે એમ કહેવામાં આવ્યું કે કાગડાએ રાજ્યાભિષેક બંધ રખાવી ઘુવડને રાજા થતો અટકાવ્યો છે. એટલે હતાશ થયેલા ઘુવડે કાગડા  સાથે વંશપરંપરાનું વેર બાંધવાનો નિર્ણય કરી લીધો જેને પરિણામે ઘુવડ કાગડાઓના આશ્રયસ્થાન પર ત્રાટકી રોજ કેટલાય કાગડાઓને મારી નાખે છે.

ઘુવડો સાથે આગળથી ચાલ્યા આવતા વેરની વાત સાંભળી મેઘવર્ણ ભયભીત થયો. એણે સ્થિરજીવીને સલાહ પૂછી કે સંજોગોમાં આપણે કરવું શું ?’ સ્થિરજીવીએ મેઘવર્ણને હૈયાધારણ આપતાં કહ્યું કે રાજનીતિનાં જે અંગો દર્શાવ્યાં છે એમાં સંધિ અને વિગ્રહને છોડીને હું કોઈ જુદો શક્તિશાળી માર્ગ અપનાવી શત્રુ પર વિજય મેળવીશ, શત્રુને છેતરીશ અને એને હણી પણ નાખીશ. પોતે અપનાવવા ધારેલા ઉપાયની ભૂમિકા રૂપે સ્થિરજીવી મેઘવર્ણને ત્રણ ધૂતારા અને બ્રાહ્મણની કથા કહે છે. જેનું તાત્પર્ય છે કે વારંવાર બોલવામાં આવતું હેતુપૂર્વકનું અસત્ય પણ સત્ય થઈ જાય છે. સત્ય વાણી પણ વારંવાર અને વ્યવસ્થિત કુનેહથી ઉચ્ચારી ત્રણ ધૂતારાઓએ બ્રાહ્મણના બકરાને કૂતરું ગણાવી બ્રાહ્મણને કેવી રીતે છેતર્યો કથા કહે છે.

 

પ્રશ્ન- : કથા- ત્રણ ધૂતારા અને બ્રાહ્મણની વાર્તા.

વાર્તા પણ સ્થિરજીવી મેઘવર્ણને કહે છે. સ્થિરજીવી કહે છે કે ભલેને બહુ બુદ્ધિમાન કે ઉત્કટ બળવાળા અને જ્ઞાની હોય તો પણ તેમને ધૂર્તલોકો જેમ ધૂતારાઓએ બકરાને માટે બ્રાહ્મણને છેતર્યો તેમ છેતરી શકે છે. સ્થિરજીવીનું વિધાન કાગરાજા મેઘવર્ણના મનમાં કુતૂહલ પેદા કરે છે અને પૂછે છે, “ વળી કેવી રીતે ?’’ તો સ્થિરજીવી એક બકરાને માટે બ્રાહ્મણને છેતરી લેનારા ત્રણ ધૂતારાઓની વાત કહે છે.

કોઈ એક ગામમાં મિત્રશર્મા નામનો એક અગ્નિહોત્રી (નિત્ય અગ્નિમાં હોમ કરી અગ્નિની આરાધના કરનાર) બ્રાહ્મણ રહેતો હતો. સમયમાં બકરાનો બલિ ચઢાવવાનો રીવાજ હશે તે પોતાના કોઈ યજમાન પાસેથી પુષ્ટ શરી૨વાળો બકરો માગીને તે પોતાના ગામ પાછો ફરતો હતો. આવા હૃષ્ટપુષ્ટ બકરાને લઈ જવાતો જોઈ ત્રણ ધૂતારાઓએ સાથે મળીને, બ્રાહ્મણ પાસેથી બકરો પડાવી લેવાનો કારસો ઘડયો.

ત્રણે ધૂતારા વારાફરતી ત્રણવાર બ્રાહ્મણ પાસે ગયા. પહેલા ધૂતારાએ વેશપલટો કરીને, સામે આવીને બ્રાહ્મણને કહ્યું, “અરે અગ્નિહોત્રીજી ! ખભે અપવિત્ર કૂતરાને મૂકીને તમારાથી જવાય ? લોકો તમારી હાંસી કરશેને !  બ્રાહ્મણે ધૂતારાને ધમકાવી નાખ્યો કે શું તું મૂર્ખ છે ? જોતો નથી બકરો છે, કૂતરો નથી ?’ ધૂતારાએ કહ્યુ, “ભલે તો આપ મને માફ કરો અને આગળ વધો.’’

થોડા અંતરે બીજા ધૂતારાએ સામે આવીને બકરાને મરેલો વાછડો કહ્યો. બ્રાહ્મણ ગુસ્સે થયો અને પોતાની વાતને વળગી રહ્યો. તે ધૂર્ત પણ માફી માગી જતો રહ્યો. થોડી વાર પછી ત્રીજા ધૂતારાએ સામે આવી, ખભે ગધેડાને બેસાડવા બદલ બ્રાહ્મણને ઠપકો આપ્યો. વખતે બ્રાહ્મણના મનમાં સંશય ઊભો થયો. કહેવાય છે કે વારંવાર બોલાતું અસત્ય પણ સત્ય જેવું લાગે છે. ત્રણે ધૂતારાએ અપનાવેલી યુક્તિથી બ્રાહ્મણે બકરો ફેંકી દીધો અને ત્રણે ધૂતારાઓએ બકરાના માંસની જયાફત માણી.

બોધ : વાર્તાનો બોધ છે કે ગમે એવા ધાર્મિક, બુદ્ધિશાળી કે બળવાન માણસને છેતરવામાં ધૂતારાઓ વારંવાર જુઠાણાં દોહરાવી સફળ થઈ શકે છે. સ્થિરજીવીને શ્રદ્ધા છે કે તે કોઈપણ રીતે ઘુવડોના રાજા અને એના અનુયાયીઓને ફસાવી દેશે . સ્થિરજીવી પોતાના અનુભવને આધારે મેઘવર્ણને કહે છે કે નવા નીમેલા સેવકના વધુ પડતા વિનયથી, મહેમાનોનાં મીઠાં વચનોથી, વિલાસી સ્ત્રીઓનાં બનાવટી રુદનથી અને ધૂર્તજનોનાં અનેક જુઠાણાંથી જગતમાં કોઈ છેતરાયો નહિ હોય એવો કોઈ જણ નહિ હોય”. વળી એક નવી નીતિકથાની ભૂમિકા ઊભી કરતાં સ્થિરજીવી મેઘવર્ણને કહે છે, “ઘણા જણ સાથે દુશ્મની વહોરવી સારી નથી કારણ કે મોટા જનસમૂહને છેતરવો દોહ્યલો છે. જુઓને ! ફૂંફાડા મારતા ફણિધરને ઘણી કીડીઓ ખાઈ ગઈ.’’ રાબેતા મુજબ મેઘવર્ણે કહ્યું, વળી કેવી રીતે ? તો સ્થિરજીવીએ કીડીઓ અને સાપની કથા કહી.''

પ્રશ્ન- : કથા- કીડીઓ અને સાપની વાર્તા.

કોઈએક રાફડામાં અતિલાંબો એવો અતિદર્પ (અતિશય અભિમાની) કાળો નાગ રહેતો હતો. એના દ૨માંથી બહાર નીકળવાના પહોળા માર્ગને છોડીને તે એકવાર સાંકડા માર્ગે નીકળવા ગયો. પરિણામે એના શરીર પર ઉઝરડા પડ્યા અને એમાંથી લોહી વહેતું થયું. લોહીની ગંધથી સંખ્યાબંધ કીડીઓ ત્યાં ખેંચાઈ આવી. પછી એના શરીરને ઘેરી વળી, સાપે કીડીઓનો નાશ કરવાનું શરૂ કર્યું પણ કીડીઓ મોટી સંખ્યામાં હોવાથી એનો ઘા ખૂબ પહોળો થઈ ગયો અને છેવટે નાશ પામ્યો.

બોધ : નાનકડી પણ એક અત્યન્ત મહત્ત્વની વ્યાવહારિક નીતિનો બોધ આપતી કથાથી ફલિત થાય છે કે પ્રતિપક્ષ-શત્રુપક્ષ નાનો હોય પણ સંખ્યામાં વધારે હોય અને વળી એકસંપ થઈ દુશ્મનનો સામનો કરે તો પ્રબળ શત્રુ પણ એમની સામે ટકી શકે નહિ. માણસે કથામાંથી નીતિબોધ તારવવાનો છે કે ભલે ગમે એટલા શક્તિશાળી હોઈએ તો પણ વ્યાપક જનસમૂહ સાથે વેર બાંધવું જોઈએ કારણ કે સંગઠિત સમૂહનો પરાજય કરવાનું કામ અત્યન્ત મુશ્કેલ છે.

          મુખ્યવાર્તા - અનુસંધાન

ઘુવડનો નાશ કરવા ઇચ્છતા મેઘવર્ણ સમક્ષ વૃદ્ધ મંત્રી સ્થિરજીવી પોતાની યોજના પ્રગટ કરે છે. રાજનીતિની પરિભાષામાં એને દ્વૈષીભાવ' કહેવામાં આવે છે. એમાં પ્રારંભમાં શત્રુપક્ષમાં કોઈક રીતે વિશ્વાસ ઊભો કરવાનો હોય છે. વિશ્વાસ ઊભો કરીને એનો આશ્રય તેમજ એની નબળાઈ જાણી લઈ, તક જોઈ આક્રમણ કરીને શત્રુઓનો સફાયો કરવામાં આવે છે.  સ્થિરજીવી મેઘવર્ણને સામે ચાલીને પોતાની સાથે કૃત્રિમ કલહ ક૨વાની સલાહ આપે છે. પોતાનું નિષ્ઠુર વચનોથી અપમાન કરી, જીવલેણ લાગે એવો હૂમલો કરવાનો છે. વળી બનાવટી લોહી લગાવીને પણ સ્થિરજીવીને લોહીલુહાણ થયેલો દર્શાવી, ઘુવડના જાસુસો ઉપર એવી અસર ઊભી કરવાની છે કે મેઘવર્ણ અને એના મંત્રી વચ્ચે ભયંકર ઝઘડો થયો છે. આવી અસર થતાં જાસુસો કલહની વાત ઘુવડને પહોંચાડશે. બાજુ સ્થિરજીવીને લોહીલુહાણ હાલતમાં વડના ઝાડ નીચે ફેંકી મેઘવર્ણે ઋષ્યમૂક પર્વત તરફ ભાગી જવાનું છે. ઘુવડ બનાવટી કલહને સાચો માની સ્થિરજીવી પાસે આવશે. સ્થિરજીવી પોતાના વાણી અને વ્યવહારથી ઘુવડમાં વિશ્વાસ ઊભો કરી, એનું આશ્રયસ્થાન જાણી લેશે અને તક મળતાં માહિતી મેઘવર્ણને આપી દેશે. પછી મેઘવર્ણ  પોતાના પરિવારસહિત જ્યાં સુધી ઘુવડનું કાસળ નહિ કાઢી નાખે ત્યાં સુધી પોતે જંપીને બેસશે નહિ એવું મંત્રી સ્થિરજીવી, મેઘવર્ણને વચન આપે છે. વળી વાત પણ ભારપૂર્વક જણાવે છે કે વિના ઘુવડોનો નાશ કરવાનો બીજો કોઈ ઉપાય નથી. ઉપાય અજમાવવામાં મેઘવર્ણે પોતાની તરફ કોઈપણ પ્રકારની દયા દાખવવી નહિ એમ પણ તે જણાવે છે. સદાકાળ સાચવેલા અને પોષેલા સેવકો યુદ્ધસમયે ઉપયોગી થવા માટે હોય છે. મેઘવર્ણે સ્થિરજીવીએ કહ્યું હતું એમ અક્ષરશઃ કર્યું. કૃકાલિકા નામની જાસુસે સ્થિરજીવી અને મેઘવર્ણ વચ્ચે પડેલી દેખાતી તીરાડની વાત ઘુવડને કહી. વધારામાં મેઘવર્ણ સ્થિરજીવી લોહીલુહાણ કરી નાસી ગયો હોવાનું જણાવી નાસતા શત્રુને ઝડપી લેવા ઘુવડને પ્રેર્યો. ઘુવડ સૂર્યાસ્ત થતાં વડ પાસે આવી પહોંચ્યો. જો કે મેઘવર્ણ ત્યાં મળ્યો નહિ એટલે તેઓ એને શોધવા નીકળ્યા. વડની નીચે લોહીલુહાણ અવસ્થામાં પડેલા સ્થિરજીવીએ ઘુવડ સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો. ઘુવડનું શરણ સ્વીકાર્યું. કાગડાઓનું આશ્રયસ્થાન બતાવવાનું વચન આપ્યું. ઘુવડોના રાજા અરિમર્દને પોતાના મંત્રીઓની સલાહ લીધી. એના રક્તાક્ષ નામના મંત્રીએ તો સ્થિરજીવીને મારી નાખવાની સલાહ આપી. દુર્બળ શત્રુને તે સબળ બને તે પહેલાં મારી નાખવો ઘટે. વળી આવેલી તકને જે વેડફી નાખે છે કાયમને માટે તે ગુમાવે છે. રક્તાક્ષ નામનો મંત્રી વધારામાં અરિમર્દનને કહે છે ‘‘તું પ્રજ્વલિત ચિતા અને તૂટી ગયેલી મારી ફણાને જો’. એકવાર તૂટ્યા પછી જે જોડવામાં આવે તે પ્રેમ પછી વધતો નથી.’’ અરિમર્દને રક્તાક્ષને પૂછ્યું, ‘‘ વળી કેવી રીતે ? તો રક્તાક્ષ એક બ્રાહ્મણ અને સાપની વાર્તા કહે છે.

પ્રશ્ન-૧૦ : પંચતંત્રના કર્તા વિષ્ણુશર્માના જીવનનો પરિચય આપો.

() અર્થ : પંચતંત્ર આપણો પ્રાચીનતમ પ્રાણીકથાસંગ્રહ છે. પંચતંત્ર એનું નામ દર્શાવે છે તેમ પાંચ તંત્રોમાં વિભક્ત છે. શ્રી કીથ કહે છે તેમ મૂળ ગ્રન્થનું નામ નિશ્ચિતરૂપે પંચતંત્ર હતું, પરંતુ શબ્દનો અર્થ અનિશ્ચિત છે. તંત્રનો અર્થ પુસ્તક છે અથવા શબ્દ છલ, ઉગ્ર આચરણનો પ્રકાર અથવા ઉપદેશાત્મક કે પ્રામાણિક ગ્રંથને લક્ષિત કરે છે કે કેમ ? એવો પ્રશ્ન થઈ શકે. કે પછી પંચતંત્રનો અર્થ ઉપદેશાત્મક કથાઓ રજૂ કરતું પાઠ્યપુસ્તક એવો થઈ શકે ? વિશે આપણે કશું નિશ્ચિત રીતે જાણતા નથી. પરંતુ ઘણું કરીને પંચતંત્રશીર્ષકનું તાત્પર્ય ગ્રંથમાં પ્રતિપાદ્ય પાંચ વિષયોનું સૂચન કરવાનું છે અને તેથી પંચતંત્રનો અર્થ પાંચ વિષયો સાથે સંબંધિત પુસ્તક' એવો થઈ શકે.

() કર્તા : પંચતંત્રના પ્રારંભમાં મૂકવામાં આવેલા કથાભાગમાં ગ્રંથરચનાનું તાત્પર્ય બતાવવામાં આવ્યું છે. મહિલારોપ્ય નામના નગરમાં અમરશક્તિ નામે રાજાના ત્રણ અભણ અને મૂર્ખ પુત્રોને રાજનીતિનું જ્ઞાન આપવા વિષ્ણુશર્મા નામના બ્રાહ્મણે બીડું ઝડપ્યું હતું અને માસમાં એમને રાજનીતિમાં પારંગત બનાવવા માટે વિષ્ણુશર્મા બ્રાહ્મણે પંચતંત્રની રચના કરી હતી. એટલે કથામુખની હકીકતનો સ્વીકાર કરીએ તો પંચતંત્રનો રચયિતા વિષ્ણુશર્મા નામે બ્રાહ્મણ હતો. જોકે વિષ્ણુશર્મા એક કાલ્પનિક નામ હોય અને એનો ખરેખરો કર્તા કોઈ બીજો હોય એમ વિદ્વાનો માને છે. પોતાની રચનામાં કર્તા પોતાને એક પાત્ર તરીકે રજૂ કરે તે બહુ પ્રતીતિકર લાગતું નથી એટલે વિષ્ણુશર્મા પંચતંત્રનાં અન્ય નામોની જેમ એક કાલ્પનિક નામ હોય એમ વિદ્વાનો માને છે. પણ પંચતંત્રનો કર્તા ખરેખર વિષ્ણુશર્મા નામે બ્રાહ્મણ હતો એમ માની લઈએ તો પણ જેમ સંસ્કૃતના ઘણા મૂર્ધન્ય લેખકોની બાબતમાં બન્યું છે તેમ વિષ્ણુશર્મા વિશે આપણે કશું પણ વિગતે જાણતા નથી. કેટલાક વિદ્વાનો એમ માને છે કે વિષ્ણુશર્મા તે બીજો કોઈ નહિ પણ પ્રસિદ્ધ ઐતિહાસિક વ્યક્તિ ચાણક્ય છે કે જેનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. પરંતુ મત પણ બહુ ગ્રાહ્ય બન્યો નથી કારણ કે ‘‘અર્થશાસ્ત્ર’’ જે ચાણક્યનો રચેલો ગ્રંથ છે તેની શૈલી અને પંચતંત્રની શૈલી વચ્ચે કાંઈ સામ્ય નથી. અર્થશાસ્ત્રની શૈલી ક્લિષ્ટ, સૂત્રાત્મક અને અર્થના ભારથી દબાયેલી છે જ્યારે પંચતંત્રની શૈલી સરળ અને પ્રાસાદિક છે. જોકે પંચતંત્રનો કર્તા એની શૈલી અને સંદર્ભ જોતાં બ્રાહ્મણ હશે એમ કહી શકાય.

પંચતંત્રની વાર્તાઓ યુરોપમાં Fablesh of Bidpai or pilpay નામથી ઓળખવામાં આવે છે. બિડપાઈને કેટલાક વિદ્વાનો સંસ્કૃત શબ્દ વિદ્યાપતિનું અપભ્રષ્ટ રૂપ ગણે છે. ..ની દસમી કે અગિયારમી સદીમાં કોઈ ખ્રિસ્તી પાદરીને હાથે સીરિયાઈ ભાષામાં થયેલા અરબી પંચતંત્ર (કલીલદ્ર દિમન્દ્ર)ના અનુવાદનું અંગ્રેજી ભાષાન્તર કરનાર કીથ ફાલ્કનર બિડપાઈશબ્દની સમજૂતી ‘Elephant-foot (બૃહત્પાદ?) પ્રમાણે આપે છે. પણ સંસ્કૃતમાં લખાયેલા પંચતંત્રની કોઈ પણ આવૃત્તિમાં બૃહત્પાદ નામનું કોઈ પાત્ર આવતું નથી. જો કે કેટલાક વિદ્વાનો બિડપાઈ નામનો સંબંધ સંસ્કૃત વિદ્યાપતિ કે 'વિદ્વત્પાદ' સાથે જોડે છે. બીજા તંત્રની પહેલી વાર્તામાં એક પરિવ્રાજકની વાત આવે છે જેને બૃહત્ફિક્ - (મોટા નિતંબવાળો) કહેવામાં આવ્યો છે. નામ બૃહત્પાદ સાથે કંઈક મળતું ગણી શકાય. પંચતંત્રના એક અરબી રૂપાંતરમાં એમ કહેવામાં આવ્યું છે કે હિન્દના દેશશલીમ(દેવર્શમન્ ?) રાજાને બિડપાઈઅથવા પિલયાઈનામે એક અરણ્યવાણી ઋષિ વાર્તાઓ સંભળાવે છે પરન્તુ સંસ્કૃત પંચતંત્રમાં બિડપાઈ કે પ્રકારના નામવાળો કોઈ અરણ્યવાસી ઋષિ રાજાને પ્રકારની ઉપદેશાત્મક કથાઓ સંભળાવતો હોય એવો કોઈ પ્રસંગ વિદ્યમાન નથી. આથી વિષ્ણુશર્મા મૂર્ખ રાજપુત્રોને પંચતંત્રની કથાઓ સંભળાવે છે પ્રસંગનું પરદેશી રૂપાંતર જણાય છે અને તેથી બિડપાઈ નામ સંસ્કૃત વિષ્ણુપાદ કે વિષ્ણુશર્માનું અપભ્રષ્ટ રૂપ હોય એમ લાગે છે,

          વિષ્ણુ શર્માનું જીવન :

          ગ્રંથના કથામુખમાં મળતી વિગતોને આધારે કર્તાનું જીવન કલ્પી શકાય છે.

() વિષ્ણુ શર્મા સ્વયં બ્રાહ્મણ હતા.

() મહિલારોપ્ય નામના નગરમાં નિવાસ કરતા હતા તથા સમાજમાં અધ્યાપકના સ્વરૂપમાં પ્રખ્યાત હતા.

() તે બધા શાસ્ત્રોમાં નિષ્ણાત હતા, વિદ્વાન હતા, તેઓ વિદ્યાને વેચતા નહીં. કાલિદાસના મત મુજબ तं ज्ञानपल्यं वणिजं वदन्ति (માલવિકાગ્નિમિત્ર) એને જ્ઞાનને વેચનાર કહેવાય વાતમાં માનનારા હતા.

() તેઓ દઢ આત્મવિશ્વાસી તથા ગૌરવાન્વિત હતા.

() મહિલારોપ્ય નામના નગરન રાજા અમરશક્તિને વસુશક્તિ, ઉગ્રશક્તિ તથા કનકશક્તિ નામના ત્રણ મૂર્ખ પુત્રો હતા. તેમણે તે રાજકુમારોને રાજનીતિમાં નિષ્ણાત બનવાનો રાજાને વિશ્વાસ ઉપજાવ્યો હતો. જેનાથી પંચતંત્ર ગ્રંથની રચના થઈ. લેખકે માસના સમયમાં મૂર્ખ રાજપુત્રોને રાજનીતિમાં પારંગત બનાવ્યા.

() ગ્રંથની રચના તેમની સર્જનશક્તિ તથા કલ્પનાશક્તિને સૂચવે છે.

પ્રશ્ન-૧૧ : પંચતંત્રની શૈલી.

પંચતંત્ર પ્રાણીકથાનો એક ઉત્તમ અને આદર્શ ગ્રંથ છે. પ્રાણીકથા હોય એટલે અનિવાર્યપણે તે બોધકથા તો હોય . જગતમાં જ્યાં જ્યાં પ્રાણીકથાનો વિકાસ થયો છે ત્યાં ત્યાં અનિવાર્યપણે તે સાહિત્યપ્રકાર બોધકથાના સ્વરૂપમાં વિકસ્યો છે. પ્રાણીકથા અને ઉપદેશ બન્ને વચ્ચે અનિવાર્ય સંબંધ રહેલો છે. બૌદ્ધિક કથાઓ, અદ્ભુત કથાઓ કે સામાજિક કથાઓનો ઉદ્દેશ્ય એક માત્ર મનોરંજનનો હોઈ શકે. પ્રાચીન ભારતમાં રચાયેલી બૃહત્કથાની કથાઓનો ઉદ્દેશ્ય આનંદલક્ષી હતો પણ પ્રાણીકથાઓનો ઉદ્દેશ્ય ગમ્મત સાથે જ્ઞાન આપવાનો હતો. જો કે જાતકકથાઓમાં સંગ્રહાયેલી પ્રાણીકથાઓનો ઉદ્દેશ્ય ધર્મબોધ આપવાનો છે પણ ત્યાં પણ ઉપદેશનું પ્રાધાન્ય છે. પંચતંત્રમાં સંગ્રહાયેલી પ્રાણીકથાઓનો ઉદ્દેશ્ય વ્યવહારિક ડહાપણ અને જીવનકલાના સિદ્ધાંતો કે જીવનમાં સફળ થવાના ઉપાયોનું નિરૂપણ કરવાનો હતો. આધુનિક જમાનામાં રચાયેલી ‘‘મિત્રો મેળવવાનો ઉપાય’’ કે ‘‘સુખની ચાવી’’ કે ‘‘જીવનમાં સુખી થવાના ઉપાયો'' જેવી પુસ્તિકાઓની ગરજ પ્રાચીનકાળમાં પંચતંત્રની પ્રાણીકથાઓ દ્વારા સરતી હતી. પંચતંત્ર પ્રાણીકથાસંગ્રહનો એક આદર્શ હોવાથી પંચતંત્રની શૈલી એક રીતે તો પ્રાણીકથાઓની લાક્ષણિક્તાઓ ઉપર પ્રકાશ પાડે છે.

સાહિત્યિક સ્વરૂપની દૃષ્ટિએ પંચતંત્રની શૈલીની સર્વપ્રથમ લાક્ષણિકતા છે કે એનું ગઘ-પદ્ય મિશ્રણનું સ્વરૂપ. કથાભાગ ગદ્યમાં અને કથાનો ઉપદેશ પઘમાં રજૂ કરી ગદ્યપદ્યના સંકલન સ્વરૂપે વાર્તા રચવાની પદ્ધતિ આપણને ઐતરૈય બ્રાહ્મણમાં જોવા મળે છે. ઐતરેય બ્રાહ્મણની લાક્ષણિકતાની અસર પ્રાણીકથામાં સવિશેષ થઈ જણાય છે. સમગ્ર કથાનો સાર કે મધ્યવર્તી વિચાર પ્રગટ કરતો શ્લોક વાર્તાના પ્રારંભમાં આવે અને તે શ્લોકમાં આગામી કથાનકના શીર્ષકનો પણ નિર્દેશ કરવામાં આવે. જેમકે...

‘‘शत्रोर्बलमविज्ञाय वैरमारभते हि :

पराभवमाप्नोति समुद्रटिट्टिभादिव "

શ્લોક ટિટોડા અને સાગરની કથાનો સાર રજૂ કરે છે. શત્રુના બળનો અંદાજ કાઢ્યા સિવાય જે તેની સાથે શત્રુતા કરે છે તે સમુદ્રના ટિટોડાની જેમ પરાભવ પ્રાપ્ત કરે છે. ટિટોડાની વાર્તા રજૂ કરવા માટે શ્લોક એક રીતનો પ્રસ્તાવ છે અને તેથી સંજીવક પૂછે છે કે તે કેવી રીતે ?’ એટલે દમનક એને સાગર અને ટિટોડાની વાર્તા કહી સંભળાવે છે. ફરી એકવાર વાર્તા પૂરી થાય ત્યારે કથાનો વક્તા શ્લોકના શરૂઆતના પદનું પુનરાવર્તન કરી પેલા મધ્યવર્તી વિચારનું અનુસંધાન કરી આપતાં, પેલો મુખ્ય ઉપદેશ અધિક સ્પષ્ટ થાય. આમ મુખ્યત્વે કથાભાગ ગદ્યમાં અને ઉપદેશનો ભાગ પદ્યમાં રજૂ કરવાની શૈલી સવિશેષ નોંધપાત્ર છે. વાર્તાનો મુખ્ય ઉપદેશ નહિ પણ વાર્તામાં આવતા અવાંતર ઉપદેશો અને નીતિબોધ પણ મોટે ભાગે શ્લોકોમાં રજૂ કરવામાં આવે છે. હારમાં પરોવાતાં રંગબેરંગી પુષ્પો કે મોતીઓની જેમ જુદાજુદા ધર્મગ્રંથો, પુરાણો, કાવ્યો કે સુભાષિતસંગ્રહોમાંથી ઉદધૃત કરવામાં આવેલાં પ્રકારનાં વિચાર મૌક્તિકો કથોપકથનને બહુ ભાતીગળ અને વિવિધરંગી બનાવે છે. પંચતંત્રની લાક્ષણિકતા કોઈકવાર એની મર્યાદા પણ બની રહે છે. પ્રકારનાં છૂટાંછવાયાં સુભાષિતોને કારણે કથામાં ઘણાં સુભાષિતોના પ્રક્ષેપો થતા રહ્યા છે. પરવર્તી લેખકોને જ્યાં મન ફાવે ત્યાં કેટલાંક સુભાષિતોનું ઉમેરણ કર્યું તો કેટલાંક સુભાષિતો રદ કર્યાં અને પરિણામે ગ્રંથની મૂળ વાચના નક્કી કરવાનું કામ ઘણું મુશ્કેલ બની રહ્યું. વળી વાર્તાઓની વચ્ચે પ્રસ્તુત કે અપ્રસ્તુત એવાં આવાં સંખ્યાબંધ સુભાષિતો કે સૂક્તિઓ મૂકવાના મોહને કારણે કથાવેગ અવરોધાય અને વાચકને રસક્ષતિનો અનુભવ થાય તે પણ સ્વાભાવિક છે. ઉપદેશમાં સંતુલન હોય ત્યાં સુધી કથાનો રસ નિર્વાહ્ય બને પણ જ્યારે ઉપદેશની માત્રા વધી જાય ત્યારે ફરી એકવાર તે ધર્મશાસ્ત્રના ઉપદેશની જેમ શુષ્ક ઉપદેશ બની રહે અને કથારચનાના મૂળ હેતુને હાનિ થાય.

પંચતંત્રની જે બીજી લાક્ષણિકતા નોંધપાત્ર છે તે વાર્તામાં વાતો અને એમાં પણ પેટા વાર્તાની નિરૂપવાની શૈલી. જો કે ‘‘બૃહત્કથા’’, ‘‘કાદંબરી’’ અને ‘‘દશકુમારચરિત’’ તેમજ ‘‘મહાભારત’’ જેવા પ્રસિદ્ધ કથાગ્રંથોમાં પ્રસંગોપાત્ત વાર્તામાંથી બીજી વાત રજૂ કરવાની પદ્ધતિ આપણે ત્યાં ઘણી પ્રચલિત હતી. જો કે શ્રી સાંડેસરા કહે છે તેમ કથારસના સ્વરૂપમાં બાધક થાય એવી જટિલ પદ્ધતિનો આશ્રય શાથી લેવામાં આવ્યો હશે એનો ટૂંકોને ટચ ઉત્તર આપી શકાય એમ નથી, પણ પંચતંત્રકારે તો જે સાહિત્યિક રીતિ પોતાના સમયમાં સર્વમાન્ય હતી એને અનુસરીને કથાઓની સંકલના કરી હતી દેખીતું છે. ચીનાઈ પેટીની રચના જેમ એક પેટીમાંથી બીજી પેટી અને બીજીમાંથી ત્રીજી પેટી મળે તેવી હોય છે, તેમ અહીં પણ એક વાર્તામાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી વાર્તા કહેવાય છે. જો કે આનાથી ઘણીવાર વાચકને મુખ્ય કથાનો દોર પકડી રાખવાનું મુશ્કેલ બને છે તો પણ તે લેખકને તો નવનવી વાર્તાઓ રજૂ કરવાની તક તો આપે . શ્રી મેકડોનલ જણાવે છે, ‘‘વાર્તાઓના આખા ગ્રંથની રચના ચિનાઈ પેટીઓની રચનાને મળતી આવતી હોય તેવી જણાય છે. વાત કહેવાની હિન્દુસ્તાનની પદ્ધતિનો ઈરાન અને અરબસ્તાનમાં પૂર્વેની પાડોશી પ્રજાઓએ સ્વીકાર કર્યો હતો અને સ્વતંત્ર પુસ્તક રચતી વખતે તેઓએ પદ્ધતિ વાપરી હતી. અલબત્ત ‘‘અરેબિયન નાઈટ્સ’’ પદ્ધતિમાં રચાયેલા ગ્રંથનો મોટામાં મોટો નમૂનો છે.

પાત્રોના નામકરણની બાબતમાં જેવા ગુણ તેવાં નામ નક્કી કરવાની પંચતંત્રકારની શૈલી નોંધપાત્ર છે. પાત્રોના નામ પરથી વાચકોને તે પાત્રોની લાક્ષણિકતાનો ખ્યાલ મળી રહે છે. પાત્રોનાં નામો ક્યારેક પાત્રોની પ્રકૃતિ પ્રગટ કરે છે તો ક્યારેક એમની શારીરિક લાક્ષણિકતા પર પ્રકાશ પાડે છે. જેમકે ત્રણ માછલીઓનાં નામ અનાગતવિધાતા (આપત્તિ આવે તે પહેલાં એનો ઉપાય કરનાર), પ્રત્યુત્પન્નમતિ (હાજરજવાબી) અને યદ્ભવિષ્ય (પડશે એવા દેવાશે એમ માનનાર) માછલીઓની પ્રકૃતિનો પરિચય આપે છે. ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ નામના મિત્રો પણ એમના ચારિત્ર્યની વિશિષ્ટતા પ્રગટ કરે છે જ્યારે કમ્બૂગ્રીવ કાચબો તથા વજદ્રષ્ટ્ર સિંહ એમની શારીરિક લાક્ષણિકતાઓને પ્રગટ કરે છે. પ્રકારનાં નામો ક્યારેક કૃત્રિમ લાગે તો પણ ઘણીવાર એનાથી પાત્રનું તાદશ્ય ચિત્ર વાચક સમક્ષ પ્રગટ થાય છે.

પ્રાણીઓના વ્યવહારો દ્વારા રજૂ થતા ઉપદેશની બાબતમાં પણ પંચતંત્રકારની એક લાક્ષણિકતા નોંધપાત્ર છે. પંચતંત્રકાર યથાર્થવાદી છે. જીવનમાં ચુસ્ત અર્થમાં આપણે જે નીતિ (moral)ને સમજીએ છીએ તે નીતિના ખ્યાલો કે ચોખલિયા વૃત્તિનો પંચતંત્રકાર ક્યારેય હિમાયતી નથી. જીવનમાં આવતા પડકારને પહોંચી વળવા માટે જે ઘડીએ જે સાધન યોગ્ય ગણાય સાધન કે ઉપાય અજમાવવાની પંચતંત્રકારે બેધડક હિમાયત કરી છે. સાધનશુદ્ધિના કોઈ જડ આગ્રહનો તે પુરસ્કર્તા નથી અને તેથી પંચતંત્રમાં પ્રસ્તુત થયેલાં નીતિવચનો કે સુભાષિતોમાં ઘણીવાર એકબીજાથી સામા છેડાનાં દૃષ્ટિબિંદુઓનું પણ નિરૂપણ થયેલું જોવા મળે છે.

કાલિદાસ કે ભવભૂતિએ જે પ્રકારનું જીવનદર્શન રજૂ કર્યું છે તે પ્રકારનું જીવનદર્શન રજૂ કરવાનું પંચતંત્રકારને અભિપ્રેત હોવા છતાં એણે જીવનને સ્થિરપણે અવલોક્યું છે અને માનવજીવનમાં એકબીજા સાથે અથડાતાં રહેલાં પરિબળોનો એક સૂક્ષ્મ અભ્યાસ કર્યો છે. એણે રજૂ કરેલાં પાત્રો જુદા જુદા પરિબળોનાં પ્રતીકો છે, જેમકે શિયાળ લુચ્ચાઈ અને શઠતાનું પ્રતીક છે, સિંહ પરાક્રમી છતાં કાચા કાનના રાજાનું પ્રતીક છે, ગધેડો મૂર્ખતાનું, બગલો કે બિલાડી ધૂર્ત અને દંભનું કે મિથ્યા ધર્માચરણનું પ્રતીક છે. ગાય કે ઘોડા જેવાં સાત્ત્વિક પ્રકૃતિનાં મનાતાં પાત્રો પંચતંત્રમાં આવતાં નથી કારણ કે પંચતંત્રકારનું લક્ષ્ય તો પેલાં જીવનમાં તનાવો સર્જતાં પરિબળોનું નિરૂપણ કરવાનું છે. સારાં નરસાં બધાં પાત્રો તરફ લેખકનું તાટસ્થ્ય નોંધપાત્ર છે. રાણીપાત્રો દ્વારા જીવનનાં નગ્ન તથ્યોનો આવિષ્કાર કરવાની પંચતંત્રકારની શૈલી રસપ્રદ છે. પંચતંત્રનો મુખ્ય રસ ઠાવકું હાસ્ય પ્રગટ કરવાનો છે. મેકડોનલ જણાવે છે, ‘‘પશુઓને માણસના જેવી સઘળી પ્રવૃત્તિઓ કરતાં વર્ણવવામાં વ્યાં હોવાથી આખા ગ્રંથમાં હાસ્યરસનું એક વિચિત્ર પ્રકારનું તત્ત્વ વ્યાપી હે છે.’’ શ્રી સાંડેસરા કહે છે - ‘‘આખાયે ગ્રન્થમાં પશુપક્ષીઓને માણસના જેવું આચરણ કરતાં વર્ણવવામાં આવ્યાં છે તે કારણે એક વિશિષ્ટ કુતૂહલનો રસ સાદ્યન્ત વ્યાપી રહે છે. ઈસપની વાર્તાઓમાં પશુઓ આવે છે ખરાં, પણ તેમાં માનવભાવારોપણ આટલું ઊંડું નથી. એના કારણરૂપે કેટલાક વિદ્વાનોએ એવો તર્ક કર્યો છે કે માનવભાવારોપણ હિંદુઓની પુનર્જન્મવિષયક માન્યતાને આભારી છે. તર્કની યથાર્થતા વિષે કોઈ અભિપ્રાય આપી શકાય એમ નથી. પણ પંચતંત્રની કથાઓ એક સળંગ સૂત્રથી જોડાયેલી છે અને છૂટક કથાઓ ઉપરાંત સળંગ રચનારૂપે પણ તેમનું એક વિશિષ્ટ કથયિતવ્ય છે, જે પ્રત્યેક વાર્તાના બોધ સાથે સુસંગત હોવા છતાં તેથી જુદું છે; ઇસપની વાર્તાઓમાં એવું નથી. કારણ પણ પંચતંત્રની વાર્તાઓમાં પશુપક્ષીઓમાં માનવભાવારોપણ વધારે ગાઢ છે.

ભાષાલેખન અને સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ પંચતંત્ર એક કલાકારની રચના છે. પંચતંત્રનું સ્વરૂપ પ્રાણીકથાનું હોવા છતાં અને એક ખાસ ધ્યેયને લક્ષ્યમાં રાખીને એની રચના થઈ હોવા છતાં એમાં લેખકની સાહિત્યિક ગુણવત્તાનો સંસ્પર્શ થયેલો છે. એની ભાષા સાદી છતાં શિષ્ટ અને છટાદાર છે. એનું ગદ્ય પ્રાસાદિક અને રસળતું છે. અન્ય ગ્રંથોમાંથી ઉદધૃત કરેલા શ્લોક પણ અનુરૂપ જગાએ મૂકવામાં આવ્યા હોવાથી તે ધારી અસર નીપજાવે છે. કવિને અનુષ્ટુપ છંદ પ્રત્યે વિશેષ પ્રીતિ છે અને ગદ્યકથાની સ૨ળતાને તે સવિશેષ અનુરૂપ છે. આમ છતાં, લેખક વસન્તતિલકા અને શાર્દૂલવિક્રીડિત જેવા મોટા છંદોનો પણ પ્રસંગોપાત્ત વિનિયોગ કરે છે. કથોપકથનમાં લેખકની શૈલી ઘણી સરળ અને ચોટદાર બની રહે છે. સામાન્યતયા પંચતંત્રકા૨ સરળ અને લોકભોગ્ય શબ્દોનો પ્રયોગ કરે છે. લાંબા લાંબા સમાસો, અરૂઢ શબ્દો કે શબ્દપ્રયોગો કે અલંકૃત વર્ણનોનો કથાકારને સહેજપણ મોહ નથી. શ્લેષ કે શાબ્દિક ચમત્કૃતિઓ સર્જવાની કે વિદ્વત્તા અભિવ્યક્ત કરવાની કોઈ ખેવના નથી. જો કે કેટલીકવાર તે હેતુપૂર્વક ગંભીર શૈલી પ્રયોજે છે. જેમકે ‘‘જૂ અને માંકડ’’ની વાર્તામાં કે ‘‘ગળીથી રંગાયેલા શિયાળ’’ની વાર્તામાં આવી ભારેખમ શૈલી દૃષ્ટિગોચર થાય છે. ત્રીજા તંત્રમાં રાજનૈતિક આટાપાટાઓની ચર્ચામાં પણ શૈલીની ગંભીરતા અછતી રહેતી નથી. પણ જૂ અને માંકડની વાર્તામાં પ્રયોજાયેલા ભારેખમ શબ્દો અને ગંભીર શૈલી હાસ્યરસ નિષ્પન્ન કરવામાં સહાયક થાય છે અને વાર્તાનો વ્યંગ્ય વધારે વેધક બને છે. કથા કિશોરો અને વ્યાવહારિક ડહાપણના અધ્યેતાઓ માટે છે હકીકતથી લેખક જાણે સતત સભાન રહ્યા હોય એમ આપણને જણાય છે.

પંચતંત્રકારની મર્યાદાઓનો આપણે ઉપર એક બે જગાએ ઉલ્લેખ કરેલો છે. પૈકીની એની મહત્ત્વની મર્યાદા છે કે પંચતંત્રની રચનાપદ્ધતિ શિથિલ છે અને પરિણામે ઘણા બધા પરવર્તી લેખકોએ અને કદાચ લહિયાઓએ પણ કથાનકો સાથે ઘણાં ચેડાં કર્યાં છે. જેને જ્યારે જે ફાવ્યું તે એમાં ઉમેર્યું છે જ્યારે ગમ્યું તે દૂર કરેલું છે. ઘણાં બધાં સુભાષિતો એની પ્રસ્તુતતાનો વિચાર કર્યા વિના કે કથાનકના રસને ખ્યાલમાં રાખ્યા સિવાય ઉમેરી દેવામાં આવ્યાં છે. ઉપરાંત તંત્રના ઉદ્દિષ્ટ હેતુ સાથે ઝાઝો સંબંધ હોય એવી વાર્તાઓ પણ માત્ર વાચકોના મનોરંજન માટે આપવાનો મોહ ટાળી શકાયો નથી અને પરિણામે પંચતંત્રની જુદી જુદી  પાઠપરંપરાઓમાં વાર્તાઓની તેમજ શ્લોકસંખ્યાઓની નોંધપાત્ર ભિન્નતા જોવા મળે છે. જો કે આવા અદ્વિતીય લોકપ્રિયતા ધરાવતા પ્રકારના ગ્રંથમાં સ્વાભાવિક છે. આમ છતાં, પંચતંત્રની રચનાપદ્ધતિ શિથિલ છે હકીકત અવશ્ય નોંધપાત્ર છે.

પ્રશ્ન-૧૨ : કાકોલૂકીયમની નિયત કથાઓમાં નીતિબોધ.

                 પંચતંત્રના આરંભે કહ્યું છે તેમ વિષ્ણુ શર્માએ મૂર્ખ રાજકુમારોને નીતિજ્ઞ- રાજનીતિ બતાવવા માટે પંચતંત્રની રચના કરી છે. કૃતિની વિશિષ્ટતા છે કે વાર્તામાં વાર્તા છે અને પઘો દ્વારા ઉપદેશ અપાયો છે. પ્રાણીઓની ચેષ્ટા દ્વારા પોતાના નૈતિક રાજનૈતિક વર્તનનું મૂલ્યાંકન કરી શકાય તેવી યોજના વિશ્વભરમાં રોચ્ચક બની છે. પંચતંત્રમાં રાજધર્મ અને નીતિ બંનેનો ઉપદેશ હોવાથી વ્યક્તિ વ્યવહારપટુ થઈ શકે વ્યક્તિત્ત્વના વિકાસ માટે આવા બોધને જાણવા સમજવાની જરૂર છે.

                 પંચતંત્રના પાંચ તંત્રો કાકોલૂકીયમમાં પરસ્પર વેર ધરાવતા. ઘુવડ અને કાગડાની મૂળકથા સાથે અન્ય કથાઓ સંકલિત કરાઈ છે.ઉદાહરણ આપતાં કેવી રીતે ? ના ઉત્તરમાં વાર્તામાં કહેવાઈ છે. કાકોલૂકીયમની કુલ વાર્તાઓમાંથી અહી કેવળ નવ વાર્તાઓમાં પ્રાપ્ત થતા નીતિ બોધની ચર્ચા કરવામાં આવી છે.

                 પ્રથમ વાર્તામાં પક્ષીઓ ઘુવડને રાજા બનાવવાનો નિર્ણય કરે છે. તે સાથે કાગડાએ પોતાનું મંતવ્ય રજુ કર્યું તેમાંય કાકોલૂકીયમની કથાઓનો પ્રવાહ વહ્યો છે. વાર્તા ભૂમિકારૂપ હોવાથી નવવાર્તાઓ સાથે તેને પણ વણી લીધી છે.

રાજધર્મ -

                 રાજાની આવશ્યકતાનો સમાજમાં બળિયાના બે ભાગ કે જેની લાઠી એની ભેંસથી અન્ય સદાચારી,નિબૅળ લોકોના રક્ષણ માટેની આવશ્યકતામાંથી ઊભી થઈ છે એમ મનુએ જણાવ્યું છે.

                 પક્ષીઓનો પક્ષીરાજ ગરુડ સાથે અસંતોષ અને નવા રાજા તરીકે ઘુવડની રણીના વિષે રાજધર્મની ચર્ચા અહી મળે છે.

                 પ્રથમ કથાના આરંભે કહ્યુ છે કે જે ત્રાસ પામેલી પીડાથી પ્રજાનું રક્ષણ કરે રાજા રાજા નથી પણ મૂર્તિમંત્ત યમરાજ છે. पार्थिवरुपेण न संशय: । આમ છતા રાજાની આવશ્યકતા છેજ કારણ કે રાજા વગર પ્રજા નાવિક વગરનું વહાણ સમુદ્રમાં ડૂબે તેમ ડૂબી જાય છે. જે રાજા પ્રજાનું રક્ષણ કરે એવા રાજાને બદલવાનો પ્રજાને હક છે. (73) પરંતુ રાજા એવો હોવો જોઈએ કે સ્વભાવે રૌદ્ર ક્રુર અને અપ્રિય હોય (स्वभावरौद्रमत्युग्रम क्रुरमप्रियवादिनम....આથી કાગડ઼ાએ ઘુવડને રાજા બનાવવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો. રાજા તરીકે ગરુડ યોગ્ય હોવાની દલીલોમાં મનુસ્મૃતિનું વિધાન अराजकं हतं राज्यम हतं च बहुनानाथकम  યાદ કરવું ઘટે. એક માત્ર તેજસ્વી રાજા પ્રજાના કલ્યાણ માટે પુરતો છે. અન્યથા ઘણા રાજા થવા જતા પ્રજાનો નાશ થાય.

                 एक एव हितार्थाय -तेजस्वी पार्थिवो भुवः ।

              युगान्त इव भास्वन्तो बहवोऽ त्र विपत्तये ॥

                 વિધાન અનેક દેશી રજવાડામાંથી અખંડ ભારતની જરૂરિયાત અને સરદાર વલ્લભભાઈ પટેલની જહેમતની યાદ અપાવે છે. પ્રાચીન સમયના પુરાણોમાં ચક્રવતી સમ્રાટ પદનું મહત્ત્વ દર્શાવે છે. અનેક રાજ્યોમાં વહેચાયેલું ભારત કદાચ અનેક નેતાઓને કારણે પ્રજા માટે વિનાશકમાં નહીં બને ને ? એવી આશંકા જતાવે પણ ખરી.

                 રાજા કે નેતાનું નામ લેતા દૃષ્ટો સામે રક્ષણ માટે તેવો દૃષ્ટોનું દમન કરનારા શાસકની આવશ્યકતા દર્શાવે છે.તેના નામથી પ્રજા સુરક્ષિત બને બોધ સસલા અને હાથીની વાર્તામાં અપાયો છે.

                 રાજાને માટે અંગત જીવન અને જાહેર જીવન હોય છે. અંગત જીવન પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે છે. તેણે લોભ ર્યા સિવાય આત્માર્થે ભૂમિનો ત્યાગ કરવો જોઈએ. परित्यर्जनृपो भूमिमात्रथम विचारयन  રઘુનો વિશ્વજિત યજ્ઞ કે वार्धक्ये मुनिवृत्तीनाम કાલિદાસના શબ્દો પણ બાબતનુ સમર્થન કરે છે.

                 આમ રાજા અનિષ્ટકારક બને કેવો રાજા હોવો જોઈએ તે બાબતનું કાકોલૂકીય વાર્તામાં નિરૂપણ થયું છે.

અમાત્ય-

                 अमा એટલે સાથે રહેનાર. રાજા એકલો શાસન કરી શકે માટે તેને સહાયકોની જરૂર પડે છે.રાજાની મંત્રશક્તિનો આધાર અમાત્યો અને મંત્રીઓ ઉપર છે.મંત્રણા કરવી અને તેનો અમલ કરવો બંનેનો સમાવેશ અમાત્યોમાં થાય છે. અમાત્યોમાં કેટલાક મંત્રી અને કેટલાક સચિવ હોય છે. રાજાની પ્રજાશક્તિ અને ઉત્સાહશક્તિ શાસનને પ્રભાવશાળી બનાવવામાં સહાયભૂત થાય છે.

                 ઘુવડની ધમકી સાથે ભયભીત કાગડાએ પોતાના અમાત્યો સાથે ચાલી નીકળવાનું અને મેઘવર્ણ સાથે કૃત્રિમ કલહ કરી અરિમર્દને મેધવર્ણ શત્રુપક્ષનો હોવાથી પોતાના પાંચેય મંત્રીઓ રક્તાક્ષ, ફ્રૂટાક્ષ, દીપ્તાક્ષ, વક્રનાસ અને પ્રાકાર કર્ણની સાથે મંત્રણા કરી નિર્ણય કરવાનું નક્કી કર્યું. અર્થાત્ રાજા નિર્ણય કરવા સમર્થ હોવા છતાં મંત્રીઓની સલાહ લઈ નિર્ણય કરવો પાંચેય મંત્રીઓએ આપેલા અભિપ્રાયો વિભિન્ન કથાઓ દ્વારા સમર્પિત છૅ,

મંત્રણા-

                 ઘણાં સાથે કરેલી મંત્રણાના પરિપાક રૂપે કરેલો નિર્ણય નિષ્ફળ થાય.

                 बहुधा बहुभिः सार्धं चिन्तिताः सुनिरूपिताः ।

              कथञ्चित् न विनीयन्ते विद्वद्भिश्विन्तिता नयाः ॥ 75

                 મનુ કહે છે કે બધાની સાથે પોતે અથવા અલગ અલગ મંત્રણા થઈ શકે. શિશુપાલ વધમાં નારદજી પ્રગટ થઈ શ્રીકૃષ્ણ બલરામ અને ઉદ્ધવનો મત જાણ્યો હતો કે રાજસૂય યજ્ઞમાં જવું કે શિશુપાલ ઉપર આક્રમણ કરવું. મંત્રણાની ગુપ્તતા વિષે કાલિદાસે રઘુવંશમાં કહ્યુ કે फलानुमेया:। प्रारम्भा: संस्कारा: प्राक्तना इव મનુએ મંત્રગુપ્તિ માટે વિગતે ચર્ચા કરી છે.

 

દૂત-ગુપ્તચર-

                 राजानश्चारचक्षुष: श्रुयन्ते - રાજાઓ ગુપ્તચર રૂપી આંખોવાળા કવિ છે. ઈન્દ્રનું સહસ્રાક્ષ બિરૂદ અર્થમાં પ્રતીકાત્મક છે. ઉદારલક્ષી ગુપ્તચર યોજના વિચારણીય છે. મનુ કૌટિલ્યે વિષે વિગતે ચર્ચા કરી છે. પંચતંત્રમાં દૂત કેવો હોવો જોઈએ તે વિષે શશગજયૂથ કથામાં કહ્યું છે.

                 साकारो निःस्पृहो वाग्मी नानाशास्त्रविचक्षणाः

              परचित्तावगन्ता च रज्ञो दूत: प्रशस्यते ।। 76

                 ગુપ્તચરો પાસેથી મળેલી માહિતીના આધારે કરેલી મંત્રણા આંતબુદ્ધી સંબંધોમાં આયોજીત કરાય તેવાં દૂતનું કાર્ય મહત્ત્વનું છે. દૂત (એમ્બેસેડર) દેખાવે સુંદર, નિઃસ્પૃહ, બોલવામાં ચતુર, શસ્રાસ્ત્ર વિદ્યામાં નિપુણ અને બીજાના ચિત્તને જાણી શકે તેવો હોવો જોઈએ કારણકે દૂત વિદેશનીતિનો પરમ આધાર છે. સંપ કરાવવો કે ભેદ કરાવવો તે તેના હાથમાં છે.આથી વાર્તામાં કહ્યું છે કે મૂર્ખ, લોભી, વિશેષરૂપે મિથ્યાવાદી વ્યક્તિને દૂત બનાવવો કારણકે તેનાથી કાર્યસિદ્ધિ થાય.

દૂત અવધ્ય છે :

                 શસ્ત્રો ઉગામે, બંધુ વગરેનો વધ થવા છતા કે કઠોર વચનો બોલે તો પણ દૂતનો વધ કરાય. वध्या: दूता: न भुभुवा । લંકાદહન પછી હનુમાનને શિક્ષા કરવા ઈચ્છતા રાવણે હનુમાનને પૂછડું સળગાવીને આટલા માટે જવા દીધા હતા.

દુર્ગ :

                 રાજાએ પોતાની અને પ્રજાની સુરક્ષા માટે દુર્ગ બનાવવા જોઈએ. રાવણે સમુદ્રની વચ્ચે લંકા વસાવી જળદુર્ગ બતાયાં. વાલિને મિત્ર બનાવી નૃ દુર્ગ કર્યો. દંડકારણ્યને વાર્ષદુર્ગ કહી શકાય. દુર્ગ વિષે પણ કૌટિલ્યે અર્થશાસ્ત્ર અને મનુ વગેરે રાજધર્મમાં ચર્ચા કરી છે. તેમાં ભાગી છૂટવાની પણ વ્યવસ્થા ભોયરા દ્વારા કરવામાં આવી છે. પંચતંત્રમાં કહ્યું છે કે- अवसारसमायुक्तं नयज्ञैर्दुर्गमुच्यते। જો તેવી વ્યવસ્થા

હોય તો દુર્ગ બંધન છે. दुर्गव्याजेन बन्धनम् । (120)

                 રાજા મૂળ પ્રકૃતિ છે. આથી પોતાનું રક્ષણ પહેલું વિચારવું. કથા કહે છે કે યુદ્ધકાળે રાજાએ પોતાના પ્રાણ જેવા પ્રિય પાલિ-લાલિત સેવકોનું એક દિવસ માટે રક્ષણ કરવું. બાકી તેમને સૂકાં ઈન્ધણાં જેવા ગણવાં. (121, 122)

                 દુર્ગ શત્રુ આક્રમણ સામે આશ્રય મેળવવાનું ઉત્તમર સાધન હતું. રાજ્યની સાત પ્રકૃતિઓમાં દુર્ગ એક છે. રાજા મૂલ પ્રકૃતિ છે. દુર્ગને આશ્રિત બતાવાનો વિજિગીષુ વધ કરી શકતો નથી. (124)

શત્રુ સામે વ્યવહાર :

                 વિરોધ શત્રુના મૂળ છે. રાજનીતિ અને સામાન્ય વ્યવહાર પણ કહે છે કે ઘણા સાથે વિરોધ કરવો કારણકે મહાજનને પહોંચી વળાય.

                 बहवो न विरोधव्या दुर्जयो हि महाजनः ।

                 માટે પંચતંત્રકારે કીડી અને સર્પનું ઉદાહરણ આપ્યું છે. એક સાપને ઘણી કીડીઓએ મળી મૃત્યુને શરણ કર્યો હતો.

                 પંચતંત્રમાં કહ્યું છે કે दुर्बलैरपि बहुभि: सह विरोधो न युक्त:। ઉપર્યુક્ત સર્પ અને કીડીઓના દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે.

                 પંચતંત્રમાં કહ્યું છે કે હીન બળવાળાએ જો પોતાનું શ્રય ઈચ્છતા હોતો મનથી બળવાન સાથે વિરોધ કરવો. આવી સલાહ સ્થિરજીવી પોતાના સ્વામીને આપી હતી. અતિબળવાન શત્રુને બાંધી શકતો નથી અને પોતાનો નાશ દીવા ઉપર ઝંપલાવતા પંતગિયાની માફક થાય છે.(126) જો શત્રુ બળવાન હોય તો સર્વસ્વ આપીને પણ ધન આપીને જીવ બચાવવો. જીવ બચ્ચો હશે તો ધન ફરીથી આવી મળશે.

                 बलवन्तं रिपुं दृष्ट्वा सर्वस्वमपि बुध्धिमान् ।

              दत्वा हि रक्षयेत्प्राणान रक्षितै सौर्धनम || (127)

                 જો શત્રુ બળવાન હોય તો પણ એની ઉપેક્ષા કરવી કારણકે તે પૌરુષ-બળ મળતાં તે દુર્જન બને છે. આથી હીન શત્રુને તો મારી નાખવો.

                 हीनशत्रुर्निर्हन्तव्यो यावन्ने बलवान् भवेत् ।

              प्राप्तस्वपौरुषबल: पश्चादभवतिदुर्जय: ॥ (128)

          હા,પણ અકારણ વેરતો ક્યારેય કરવું અને વેરના મૂળમાં ઘણીવાર ......વાણી કારણભૂત હોય છે. બધાના ઘા રૂઝાય પણ વાણીનો ધા રૂઝાય ....... કહે છે કે -        

                 रोहति सायकैविद्धं छित्रं रोहति चासिन्त ।

              वाचा दुरुले बीभत्सं न प्रेरोहति वाक्क्ष तम ॥ (119)

          આથી દેશકાળ વગરનું પરિણામે દુઃખદાયી,અપ્રિય,પોતાના લઘુતા દર્શાવતું કારણ વગરનું વચન બોલવું જોઈએ તે વચન નહીં પણ વિષ છે. ( तद्रच: विषमेव त्द्वच: (110)  પોતે બળવાન હોય તો પણ કોઈની સાથે અકારણ વેર બાંધવું.શું વૈઘ છે તેથી કોઈ વિચક્ષણવ્યક્તિ અકારણ ઝેર ખાય છે થશે કે-

                 बलोपपन्नोऽपि बुद्धिमान्तरा परं नयेन्न स्वयमेव वैरिणाम् ।

              भिषड गमास्स्त्रीति विचिनय मक्षयेदकारणत्को विचक्षणो विषम ॥ (111)

                 ઘણીવાર સાચી વાત કહેવાથી પણ વાણી વસી જાય છે. આથી સત્ય હોય પણ જો પોતાને માટે અસુખ-દુઃખદાયી હોય તો તેવું વચન ડાહ્યા માણસો બોલવું.

                 परपरिवादः परिषदि न कथञ्चित्वक्तव्यः ।

              सत्यपि तत्र वाच्यं यदुत्त्कमसुखावहं भवति || (112)

                 કોઈ પણ પ્રજાનો ઉકેલ સમય છે. આથી સમયની પ્રતિક્ષા કરવી જોઈએ. અને યોગ્ય સમયે પગલું ભરવું જોઈએ. અને તક વારેવારે નથી આવતી -

                 कालो हि सकृद्भ्येति यन्नरः कालकाक्षिणम् ।

              दुर्लभ: स पुनस्तेन काल: कर्मांडचिकीर्षता ॥ (120)

Time and tide Wait for none. કહેવતનો અહીં પ્રતિધ્વનિ છે.

વિવાદ-ન્યાય :

શશક-કપિંજલની કથામાં કપિંજલની જગ્યા (વૃક્ષકોટર) પચાવી પાડતાં ન્યાયની કેટલી બાબતો કહી છે. વિવાદ ચાલતો હોય તો ત્યાં વિવાદ બાબતે જે જાણતાં હોય તે કહેવું જોઈએ. મહાભારતમાં વિદુરે સભાપર્વમાં ઘૂતસભાના સભ્યોને દ્રૌપદીને યુધિષ્ઠિર ઘૃતમાં હારી ગયા છે કે નહીં તે વિષે સત્ય જણાવવા સભ્યોને કહ્યું ધર્મશાસ્ત્રની આધાર આપ્યો ત્યારે વિકર્ણ સ્પષ્ટ અભિપ્રાય આવ્યો હતો. અશ્વત્થામાં હતાં' કહેનાર યુધિષ્ઠર અર્ધસત્ય બોલ્યા હતા. અહીં પણ સભામાં જનારની માં જવાબદારી ગણાવી છે. અસત્ય બોલનારને કે સત્ય જાણવા છતાં જાહેર કરનારને દંડ થાય. અહીં આવા લોકોને નરકગામી કહેવામાં આવ્યા છે. માન, લોભ, ક્રોધ કે ભયથી અન્યથા, ન્યાય બોલનાર અર્થાત્ ખોટી જુબાની આપનાર કે ખોટો ન્યાય આપનાર નરકમાં જાય છે. 'यो न्यायदमन्यथा ब्रुते स याति नरकं नर:। (106)' પશુબાળને અસત્ય બોલનારને પાંચ પુરુષોના વધનું ગાયને મારે ખોટું બોલનારને દસ પુરુષોની હત્યાનું અને હત્યા માટે અસત્ય બોલનારને સો પુરુષોની વધનું તેમજ કોઈ પુરુષોના ઘણું પાપ લાગે છે. (107) જે સભામાં બેઠા પછી સ્પષ્ટ બોલે તેમનો તો દૂર થી ત્યજવો અર્થાત્ દેશનિકરણની સજા કરવી.

                 उपविष्टः सभामध्ये यो न वलि स्फुटं वचः ।

              तस्माद दूरेण स त्यान्यो न्यायं वा कीर्तदेदृतम | (108)

માલિકીહક્ક અને ભોગવટો :

                 માલિકીહક્ક પ્રસ્થાપિત કરવા લિખિત પ્રમાણ હોય તો તે શ્રેષ્ઠ છે. સિવાય ભોગવટો પણ તેને માટે પ્રમાણ બની શકે. કપિંજલની જગ્યા પડાવી પાડનાર શિયાળ કહે છે કે વાવ, કૂવો, તળાવ, દેવાલય અને વૃક્ષોને ત્યજ્યા પછી ત્યાં માલિકીહક્ક પ્રસ્થાપિત કરવાં મુશ્કેલ છે. उत्सर्गत्परत: स्वाम्यम.... कर्तु न शक्यते ॥ (11)' પણ ઘર-ખેતર વાળ તે વાત જુદી છે. મનુષ્ય સમાજ માટે નો કાયદો શિયાળ બતાવે છે.

                 प्रत्यक्षं यस्य यदभुक्तं क्षेत्राद्यं दशवासरान् ।

              तत्र भुत्त्कि: प्रमाणं स्यात्र साक्षी नाक्षराणि वा || (92)

                 પ્રત્યક્ષ-નજર સામે કોઈ ખેતર ઘર વગેરે દસ વર્ષો ભોગવે તો તેના માલિકી હક માટે તો  સાક્ષીની જરૂર છે કે લિખિત પ્રમાણ (દસ્તાવેજ)ની લિખિત,સાક્ષી અને યુક્તિ ત્રણ માનુષ પ્રમાણો છે.ધર્મશાસ્ત્રના વ્યવહારધ્યાયમાં વિષે વિગતે ચર્ચા મળે છે. અહીં માત્ર નિર્દેશ કર્યો છે.

                 શિયાળ કહે છે કે કાયદો તો મનુષ્ય માટે છે. (मानुषाजामयं न्यत्यो मुनिभि: परिकीर्तिन: ॥) યાજ્ઞવલક્ય વગેરે સ્મૃતિકારોને અહીં મુનિ કહ્યાં છે પરંતુ પશુપક્ષીઓને કાયદો લાગુ પડે. પશુપક્ષીઓનો જયાં સુધી તે સ્થળે રહે ત્યાં સુધી તેની માલિકી. આથી કપિર્જલને સસલો પચાવી પાડેલી જગ્યા સોંપવા તૈયાર નથી. तिरश्वां च विहंड्ग्मानां यावदेव समाश्रय: ।(91)

                 રાજધર્મમાં મહત્વની બાબતો રાજા, અમાત્ય,મંત્ર, દૂત, ગુપ્તચર, દુર્ગ, યુદ્ધ-શત્રુતા, અકારણ વેર, શત્રુના કાલની પ્રતિક્ષા જેવી બાબતો પંચતંત્રના કાકોભૂતય નવ વાર્તાઓમાં મળે છે.

સામાન્ય નીતિ :

                 વ્યક્તિત્ત્વના ઘડનાર માટે નીતિનો ઉપદેશ મહત્ત્વનો છે.

                 જીવનમાં જણનો ત્યાગ કરવો. ઉપદેશ આપનાર આચાર્ય, વેદાધ્યયન કરનાર ઋત્વિજ, પ્રજાનું રક્ષણ કરનાર રાજા, અપ્રિય બોલનારી પત્ની ગામમાં રહેવા ઈચ્છનાર ગોવાળ અને વનમાં રહેવા ઈચ્છતા હજામને ત્યજવો.

 

                 बुद्धिमान् पुरुषो जह्यादिभग्नां नावमिवार्णवम् ।

              अवकतारमाचार्यमनधीयान मृत्विजम || (72)

              अरक्षितारं राजानं भार्यां चैवाप्रियवादिनीम् ।

              ग्रामकामग्च गोपालं वन(ધન) कामं च नापितम ॥ (73)

                 લોક વ્યવહારમાં કેવો વ્યવહાર કરવો ? કોણ ધૂર્ત જે તે વિષે અનુભવમૂલક સુભાષિત નીતિવચન રૂપે અહી મળે છે.

                 नराणां नापितो धूर्तः पक्षिणाञ्चैव वायसम् ।'

              दंष्ट्रिणाग्चशृगालश्च श्वेतभिक्षुस्तपस्विनाम || (74)

                 માનવોમાં નાપિત,પક્ષીમાં કાગડો,હિંસક પ્રાણીઓમાં શિયાળ અને તપસ્વીઓમાં શ્વેતભિક્ષુ (જૈનસાધુથી ચેતતા રહેવું)

                 મહાન માણસોનું નામ લેવા કાર્ય સિદ્ધિ થતી હોય તો તેવી વ્યક્તિનું નામ લેવું. व्यवदेशेन महतां सिध्ध: सज्जायते परा । ચંદ્રમાના નામે સસલાએ ગજરાજ નાયકને દૂર કરી સુખે વસવા લાગ્યા બાબતે સસલા અને ગજપૂથનાથની કથા ઉદાહરણ રૂપે આપેલા છે.

                 કેવા લોકોથી ચહેતા રહેવું તે એક અન્ય સુભાષિતામાં કહ્યું છે. હાથી, સાપ, હસતા રાજા કે માન આપતા દુર્જનની પાસે જવું અન્યથા પ્રાણભય' આવી પડે.

                 स्पृशन्तमपि गपो हन्ति जिधन्नपि भुजङ्गमः ।

              हसन्तमपि नृपो हन्ति मानयत्रपि दुर्जन: (81)

                 હસતા રાજા અને માન આપતા દુર્જનના મનના વિચારો જાણી શક્વા મુશ્કેલ छे.

                 સૌથી મહત્ત્વની આત્મરક્ષા છે. જીવ તો નર ભદ્રા પામે जीवन्नरो भद्रशतानि पश्यति વિચારને અનુલક્ષીને કાગડાએ સલાહ માગતાં મનુ અને વ્યાસના નામે પદ્યો આપવામાં આવ્યો છે.

                

       त्यजेदेकं कुलस्यार्थे ग्रामस्यार्थे कुलं त्यजेत् ।

              ग्रामं जनपदस्यार्थे आत्मार्थे पृथ्वीं त्यजेत || (92)

                 માત્ર રાજાએ નહી સૌ કોઈએ પ્રાણને-જાનને હરકોઈ વસ્તુના ભોગે બનાવવી. બાબતે આગળ વધીને કહે છે કે ભવિષ્યમાં આફત આવશે એમ માની ધન બચાવવું. પત્નીનું ધનનો ભોગે પણ રક્ષણ કરવું પણ પોતાનું રક્ષણ તો ધન અને પત્નીના ભોગે પણ કરવું.

                 आपदर्थे धनं रक्षेत् दारान् रक्षेद् धनैरपि ।

              आत्मानं सततं रक्षेत दारैरपि धनैरपि  | (84)

                 નમ્રતા અને ક્ષમા સારા ગુણ છે પણ તેની ચોક્કસ મર્યાદા માટે નમ્રતાથી વર્તતા સાપનું ઉદાહરણ આપી વાર્તાકાર કરે છે કે फटाटापो भयंकरः ।

            निर्विषेणावि सर्पेण कर्तव्या महती फणा ।

              विषमस्तु मा वाडडस्तु फटाटोपो भयंकर   (85)

                 બે બિલાડી અને વાંદરાની વાતની માફક પંચતંત્રમાં સસલાં અને કપિંજલની વાર્તા આપી કહે છે કે ન્યાય મેળવવા કપિંજલ અને સસલાની ક્ષણ દુષ્ટ માર્જર પાસે જઈ પોતાના પ્રાણ ગુમાવ્યા. આથી કોઈએ ક્ષુદ્ર અર્થપતિ-રાજાના આશ્રયે જવું.

                 ઉદ્યમશીલતા વિષે કહે છે કે કાર્યનો આરંભ કરવો બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે પણ શરૂ કર્યા પછી તેને પાર પાડવું બુદ્ધિનું બીજું લક્ષણ છે.

                 अनारम्भो हि कार्याणां प्रथमं बुद्धिलक्षणम् ।

              प्राब्द्गस्यान्तगमनं द्वितीयं बुध्धिअलक्षणम || (125)

                 વૃદ્ધપુરુષ અને તરુણીના સંબંધ વિષે ચોર અને વૃદ્ધિવણિકની પત્નીનું ઉદાહરણમાં વૃદ્ધનું શબ્દ ચિત્ર આપી એને તરુણીઓ માટે વૃદ્ધપતિ ચાંડાળના કૂવા જેવો હોય છે चाण्डालकूपमिव दूरतरं परिहाय यान्ति (185) વૃદ્ધપુરુષની દમનીય સ્થિતિ આલેખતાં કથાકાર કહે છે કે પુત્ર પણ વૃદ્ધપિતાને અવગણે છે. धिक्कष्टं जरयाडभिभूतपुरुषं पुत्रोडप्यवज्ञायते  (186)

         वापीरूपतडागानां देवालयकुजन्मन्तम् ।

          उत्सर्गात्परतः स्वाम्यमपि कर्तुं न शक्यते ||

                 એક બીજાના ધર્મનું રક્ષણ કરવું જોઈએ અન્યથા બંનેનો નાશ થાય છે. વિષે અરિમદંતના પ્રશ્નના ઉત્તરમાં પ્રાકારકર્ણ રાફડામાં રહેલા સાપની કથા કહે છે.

            परस्परस्य मर्माणि ये न रक्षन्ति जन्तवः ।

              त एव निधनं यान्ति वल्मीकोदरसर्पवत ॥ (191)

                 શરણે આવેલાનું રક્ષણ કરવુંએ પાત્ર રાજાનું નહીં સૌ કોઈનું કર્તવ્ય છે. વિષે ત્રણેક પઘો વિચારણીય છે. વિષે કમળવનમાં નાશ પામતા હંસનું ઉદાહરણ વાર્તારૂપે આવ્યું છે.

                 भूतार्थं योऽनानुगृहणाति गृह्णाति शरणागतम् ।

              भूतार्थस्तस्य नश्यन्ति हंसा: पद्मववे यथा  || (131)

                 સાથે શરણાગતનું રક્ષણ કરનારા પોતનું ઉદાહરણ પણ રોચક છે તેને શરણાગતિના પ્રાણ પોતાના માંસથી બચાવ્યા હતા.(132) માટે કપોતીની પ્રેરણા પણ કારણભૂત છે તેણે કહ્યું હતું કે प्राणैरपि त्वया नित्यं संरक्ष्य: शरणागत: ।। (150)

                 ધર્મચર્યા વિષે કથામાં કહ્યું કે હરપળે મૃત્યુનો ભય રાખી ધર્મસંગ્રહ કરવો કારણકે શરીર અને વૈભવ અનિત્ય છે.

                 अनित्यानि शरीराणि विषयो नैव शाश्वतः ।

              नित्यं सन्ति हन्ति मृत्यु: कर्तव्यो धर्मसंग्रह: (94)

                 જો ના દિવસો ધર્મચર્ચા વગર જાય છે. તેઓ તો પાત્ર લુહારની ધમણની માફક શ્વાસોચ્છવાસ લે છે (95). તેમની જીવન ચર્ચાનો કૂતરાના પૂંછડા-જેવી છે. જે ગુહ્યભાગને ઢાંકી શકે કે ડાંસ, મચ્છરની નિવારવા ઉપયોગમાં આવે . (96) આવા લોકોનું સ્થાન ધાન્યમાં પુલાકા, પક્ષીઓમાં, પૂતિકા, મર્કોમાં મચ્છર જેવું છે. વૃક્ષમાંથી ફળફૂલ, દહીંમાં ઘી,ખોળમાંથી તેલ જેમ મહત્ત્વનું છે. તેમ માનવ જીવનમાં ધર્મનું સ્થાન છે. श्रेयान धर्मस्तु मानुषात॥ (98) પાત્ર આહાર લઈ જીવતા અને મળમૂત્ર ત્યજતા પુરુષો જેવા ધર્મહીન લોકો છે. (99) બધાં કાર્યોમાં પંડિતો ઘણા અંતરાયવાળા ધર્મને મહત્ત્વ આપતાં કહે છે કે धर्मस्य त्वरिता गति: (100) પંચતંત્રની કથામાં મહાભારતના કર્તા વ્યાસનું વચન ઉદધૃત કરી કહેવાયું છે કે परोपकार: पुण्याय पापाय परपीडनम ॥ (101) પરોપકારથી પુણ્ય થાય અને બીજાના પીડવાથી પાપ લાગે. ધર્મનો સાર જણાવવામાં અહીં કહેવાયું છે કે आत्मन: प्रतिकूलानि परेषां न समाचरेत (102) અર્થાત્ પોતાને પ્રતિકૂળ લાગે એવું વર્તન બીજા તરફ કરવું. ધર્મ છે(102)

                 પંચતંત્રકાર ધર્મમાં પરોપકાર અને અહિંસા મહત્ત્વ આપે તો તે કહે છે કે अहिंसापूर्वको धर्मो यस्मान् सद्भिरूदाहृतः ।

                 જૂ, લીખ, માંકડ, ડાંસ વગેરેની પણ હિંસા થાય તે અહિંયા ધર્મમાં જરૂરી છે. હિંસા કરનાર નિર્દય વ્યક્તિનો જો નરકવાસ થાય છે.હિંસક પ્રાણીઓનો વધ કરનાર પણ નરકમાં જતો હોય તો અહિંસક-શુભ પ્રાણીઓને મારનારનું તો પૂછવું શું ?

                 हिंसकान्यवि भूतानि यो हिनस्ति निर्घृणः ।

              स यान्नि नरकं घोरं कि पुनर्य: शुभानि च || (104)

                 ધર્મમાં દ્વિતીય હિંસાને પણ સ્થાન હોવું જોઈએ. એવો વાર્તાકારનો મત છે તેમાં મૂર્ખ કે ખોટું અર્થધટન કરે છે. મીમાંસામાં કહ્યું છેअजैयष्टव्यम' નો અર્થ કર્યો. ‘બકરાનું બલિદાન આપવું' પરંતુ સાત વર્ષ જૂની ડાંગર ક્યારે ઉગે નહીં. આવું જે ઉગી શકે એવું હોય તેનો હોમ કરવાનું કહ્યું છે. પશુને મારવાથી સ્વર્ગમાં જવાય. સાથે વૃક્ષોના છેદીને પણ હિંસા ગણી છે. યજ્ઞમાં બિલ આપનાર કે વૃક્ષો છેદનાર જો સ્વર્ગમાં જશે તો નરકમાં જશે કોણ ?

                 वृक्षांश्छित्वा पशून् हत्वा कृत्वा रुधिरकदमिम ।

              यद्येवं गामिवन स्वर्गे नरकं केन गण्यते || (105)

                 કટુવચન ક્યારેય બોલવું વાણીનો ઘા ક્યારેય રૂઝાતો નથી તલવાર કે બાણના ઘા રૂઝાય પણ વાણીનો ઘા રૂઝાય. वाचादुरुत्त्कं बीमत्सं न प्ररोहति वाकक्षतम (109) દેશ કાળ વિચારીને યોગ્ય કરવુંકે બોલવું જે વિષ સમુ બને न तद्वच: स्वाद्विषमेव तद्वच: ।(110) બોધ છે માટે ઝેરનો અખતરો કરાય. (111) અસુખ ઉત્પતો કરનારું સત્યવચન પણ બોલવું જોઈએ. सत्यवचनपि तन्न वाच्यं यदुत्त्कमसुखावहं भवति । (112) આથી, યશ અપાવે તેવું વચન બુદ્ધિમાને બોલવું જોઈએ (113)

                 ધૂર્તોથી ચેતના રહેવા અંગે બકરો લઈ જતા બ્રાહ્મણને છેતરનારા ધૂતારાઓનું ઉદાહરણ આપ્યું છે.(114)

                 હિંસા કરનારા લોકોનો સર્વ જેવા ભયંકર દુર્જનો છે.

                 ये नृशंसा दुरात्मानः प्राणिनां प्राणनाशकाः ।

              उद्वेजनीया भूतानां व्यालां इव भवन्ति ते ॥ (135)

                 પશ્ચાતાપ માનવીને પવિત્ર બનાવે છે. કપોતીને પાંજરામાં પૂરનારો શિકારી કપોતના -પોતીના બલિદાનથી પોતે કરેલી હિંસા બદલ પસ્તાવો થતાં વનમાં લાગેલા દાવાનલમાં બળી જાય. ते निर्दग्धकल्मषो भूत्वा स्वर्गसौख्य मवाप्तवान (182) પ્રાયશ્ચિત પાપોને બાળે છે.

                 મૃતપશુનું માંસ ખાનારા લોકોને ચાંડાળ કહેવામાં આવતા હતા. તેમનો સ્પર્શ દૂર રાખવામાં આવતો હતો. પણ સિવાય કેટલાંક પશુ-પક્ષીઓના સ્પર્શથી દૂષિત થવાતું હતું. બ્રાહ્મણ અને ત્રણ ધૂતારાની કથામાં કહ્યું છે કે કૂતરા, ફૂકડા, ચાંડાળ સરખાં સ્પર્શવાળા તેમાંથી ગધેડા અને ઊંટ તો વિશેષ અસ્પૃશ્ય છે.(115) મનુષ્ય કે માનવના શબને અડક્તાં પંચગવ્યથી સ્નાન કે ચાંદ્રાયણવ્રત કરવાથી શુદ્ધિ થાય. पच्चगव्येन शुध्धि स्थात्तस्य चान्द्रायणेन वा (116) જાણતાં અજાણતાં ગધેડાને અડકી જવાય તો પાપ લાગે તેની શાન્તિ અને શુદ્ધિ મારી માથાબોળ (सचैल) સ્નાન કરવું પડે. (117)

                 આતિથ્ય તો પંચમહાયજ્ઞમાં એક છે આતિથ્ય ધર્મ વિશે ત્રણેક શ્લોકોમાં અહીં કહેવાયું છે. કપોત અને શિકારીની કથામાં કહ્યું છે કે જે સાંજે આવેલા અતિથિનું આતિથ્ય કરતો નથી અતિથિ પાપ આપીને તેનું પુણ્ય લઈ જાય છે.

                 य सायमतिथिं प्राप्तं यथाशक्ति न पूजयेत्,

              तस्यासौ दुष्कृतं दत्वा सुकृतं चापकर्षति ॥ (152)

                 આતિથ્ય તો દ્વેષભાવ ત્યજીને કરવું જોઈએ. તેમાં ધર્મમાં નિષ્ઠા રાખવી જોઈએ. (धर्मे यत्न: समाधाय पूजयैनं यथाविधि 155) જે ગૃહસ્થ આતિથ્ય કરે તેનો ઘરમાં રહેવાનો શો અર્થ ?

                 एकस्वाप्यतिथेरन्ने य: प्रदातुं न स शक्तिमान् ।

              तस्यानेकपरिक्लेशे गृहं किं वसना कलता || 161

                 કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત પણ કથાઓ માટે છે. જેવું ક૨શે તેવું ભરશે ધર્મનિષ્ઠ બતાવવા માટે સૂત્ર સમું છે.

                 दारिद्यरोगदुःखानि बन्धनव्यसनानि वा ।

              आत्मापराधवृक्षस्य फलान्येतानि देहिनाम ॥154

                 દારિદ્ર કે રોગ પૂર્વજન્મના કરેલાં પાપનું પરિણામ છે. પાપનું ફળ નરક છે. શિકારીને પસ્તાવો થતાં લાગે છે કે પાપને કારણે તે નરકમાં જશે.

                 सोऽहं पापमतिश्चैव पापकर्मरतः सदा ।

              पतिष्यामि महाघोरे नरके नाडत्र संश्रय: 168||

                 પુણ્યથી સ્વર્ગ મળે અને સુખો ભોગવી પૃથ્વી ઉપર આવે પાપી પાપનું ફળ તરફ ભોગવી પૃથ્વી ઉપર આવે. તેના પરિણામે તે પ્રમાણે જન્મ પામે છે. વ્યક્તિએ પોતે કરેલું પાપ પોતાને ભોગવવાનું હોય છે લુબ્ધક કપોતીની કથામાં સ્પષ્ટ કરીને કહ્યું છે કે

                 यः करोति नरः पापं न तस्यात्मा ध्रुवं प्रियः ।

              आत्मना हि कृतं पापमात्मनैव हि भुज्यते 167 ગીતાકારે કહેલું વચન आत्मैव ह्यात्मन्ते बन्धु:, उध्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत નો પડઘો અહીં છે.

ઘર અને પતિવ્રતા નારી :

                 કામવૃત્તિ પ્રાણી માત્રમાં સહજ છે. પ્રાણીઓમાં ગોધર્મ સહજ છે પણ માનવ સમાજમાં ગોધર્મ નિંદ્ય છે. તેથી વિવાહની સંખ્યા કુટુંબ માટે આવશ્યક છે સંદર્ભમાં સ્રીપુરુષ વચ્ચે વફાદારી આવશ્યક છે. સ્ત્રી પવિત્ર હશે તો પુરુષ અંકુશિત થશે. આથી પુરુષને બદલે પાતિવ્રત્યને સ્ત્રીનો ધર્મ ગણ્યો છે. શિકારી કપોતની કથામાં પાતિવ્રત્યનું વિશદ વર્ણન કરી પ્રસ્થાપિત કર્યું છે. કપોતના વિરહમાં દુ:ખી કપોતીની વફાદારી પતિ પ્રતિ સમભાવ અને સંવેદના છે તેને પત્ની વગરનું ઘર શૂન્ય લાગે છે. तया विरहितं ह्येतच्छून्यं गृहं मम ! (153) તે કહે છે કે પતિવ્રતાનારી જેના ઘેર છે તે ધન્ય છે.

                 पतिव्रता पतिप्राणा पत्युः प्रियहिते रता ।

              यस्य स्यादीदृशी भार्या धन्य: स पुरुषो भुवि 144

                 ઘર ઘર નથી ગૃહિણી ઘર છે તેના સિવાય ઘર અરણ્ય છે.

                 न गृहं गृहमित्याहुगृहिणी गृहमुच्यते ।

              गृहं हि गृहिणीहीनमरमण्यसदशं मत्तम ॥ 146

                 પતિના સંતોષમાં સ્ત્રીના જીવનનું સાર્થક્ય છે તેનાથી દેવો સંતુષ્ટ થાય છે.

                 न सा स्त्रीत्यभिमन्तव्या यस्यां भर्ता न तुष्यति ।

              तुष्टे भर्तरि नारीणां तुष्टा: स्यु: सर्वदेवता: ॥ 147

                 પતિને સંતોષ આપનારી નારીને દાવાનળમાં સળગી જતી લતા જેવી ગણાવી છે. (148) રામાયણની સીતાનું વચન ઉદધૃત કરી કહેવામાં આવ્યું કે હે પતિનો અસીમ (અમિત) આપનાર છે. બીજા બધાં થોડું થોડું આપે છે.

                 मितं ददाति हि पिता मितं भ्राता मितं सुतः ।

              अमितस्य हि दातारं भर्तारं का न पूजयेत ||149||

                 પતિ વગરની નારીનું જીવન વ્યર્થ છે. કારણકે તે દીન બની જાય છે. दीनाया: पतिहीनाया: किं नार्या जीविते फलम ॥171

                 વિધવા નારીનું કુટુંબ કે સમાજમાં સ્થાન હડધૂત થાય છે.

                 मानो दर्पस्त्वङ्कारः कुलपूजा च बन्धुषु ।

                 दासभूत्यमानेवाहा वैधव्येन प्रणश्यति 150 વિધવા નારીના માન, દર્ભ, અહંકાર, ઓગળી જાય છે, કુળમાં સત્કાર થતો નથી પિયરમાં પણ આદર મળતો નથી. નોકર ચાકર પણ તેની આજ્ઞા માનતા નથી.

અનુગમન પ્રશસ્તિ :

                 પંચતંત્રના યુગમાં અનુગમન પ્રશસ્ય ગણાતું હતું. કપોતની પાછળ કપોતી બળી મરતાં કપોતને દિવ્ય વિમાન મળ્યું પતિની પાછળ અનુગમન કરનારી નારી સાડાત્રણ કરોડ મનુષ્યની રૂંવાટી (રોમ) જેટલાં વર્ષો પર્યંત સ્વર્ગમાં રહે છે.

                 तिस्रः कोट्योऽर्धकोटी च यानि रोमाणि मानुषे ।

                 तावत्कालं वसेत स्वर्गे भर्तार याडनुगच्छति  179||

                 સ્વર્ગમાં દિવ્યદેહ પામી સ્વર્ગસુખ માણે છે. (180) પાછળથી પરંપરાનું વિકૃત સ્વરૂપ થયું રીતે સ્ત્રીને બળજબરી સતી થવાની ફરજ પડાતી હતી. રાજ સામ મોહનરાયે વિલિયમ બેન્ટિક દ્વારા સતી થવાથી પરંપરાને અમાનુષી અને ગેરકાયદેર ઠરાવી છે.

                 આમ પંચતંત્રની કથાઓનો નીતિબોધ માનવીને વૈદિક અને પારલૌકિક કલ્યાણ માટે રાજધર્મ અને સમાજજીવન માટે ઉપયોગી ઉપદેશ છે.

 

પ્રશ્ન-૧૩ : પંચતંત્રના ટૂંકા પ્રશ્નો.

1)        કેવો રાજા યમ જેવો છે ?

.      જે પોતાના આશ્રિતો-પ્રજાનું રક્ષણ કરે તે રાજા યમ જેવો છે.

2)       યોગ્ય રાજા હોય તો પ્રજાની શી સ્થિતિ થાય ?

.       નાવિક વગર સમુદ્રમાં ડૂબતી નાવડી જેવી દશા થાય.

3)       કયા લોકોનો ત્યાગ કરવો જોઈએ ?

.       ઉપદેશ આપતા આચાર્ય, વેદાધ્યયન કરનાર ગોત્વિજ, રક્ષણ કરતાં રાજા, અપ્રિય બોલનારી પત્ની, ગામમાં વસવા ઇચ્છતા ગોવાળ અને વનમાં ·રહેવા ઇચ્છનાર તાપિનનો ત્યાગ કરવો જોઇએ.

4)       જંણાનો ત્યાગ કોની માફક કરવો જોઇએ ?

.       સમુદ્રમાં તૂટેલી નૌકાની માફક જણાનો ત્યાગ કરવો જોઇએ.

5)       મનુષ્યોમાં કોણ ધૂતારો કહેવાય છે ?

.       મનુષ્યોમાં નાપિત ધૂતારો કહેવાય છે.

6)       પક્ષીઓમાં કોણ ધૂર્ત છે ?

.       પક્ષીઓમાં કાગડો ધૂર્ત છે.

7)       દાઢવાળાં-હિંસક પ્રાણીમાં કોણ ધૂર્ત મનાય છે ?

.       દાઢવાળાં-હિંસક પ્રાણીઓમાં શિયાળ ધૂર્ત મનાય છે.

8)       તપસ્વીઓમાં કોને ધૂર્ત ગણવામાં આવે છે ?

.       તપસ્વીમાં શ્વેતભિક્ષુ (જૈનસાધુ) ને ધૂર્ત માનવામાં આવે છે.

9)       કેવા ઉપાયો (નીતિ-નિર્ણયો) નિષ્ફળ થતા નથી ?

.       અનેક રીતે ઘણા લોકો સાથે સારી રીતે વિચારેલા ઉપાયો-નય (નીતિ)નિષ્ફળ નિવડતા નથી.

10)     ઘુવડ દેખાવવામાં કેવું પક્ષી છે ?

.       વાંકુ નાક, જીહ્ન (ત્રાસું) આંખો, ક્રૂર અને અપ્રિય દર્શન-જોવું ગમે તેવો ઘુવડનો દેખાવ છે.

11)      કેવા સ્વભાવ વાળાને રાજા બનાવાય ? શા માટે ?

.       સ્વભાવે રૌદ્ર,અતિઉગ્ર અને અપ્રિય બોલનારને રાજા બનાવાય કારણકેતેનાથી પ્રજા સુખી થાય.

12)     રાજા કે નેતા કેટલા હોવા જોઈએ ?

.       એક તેજસ્વી રાજા પ્રજાને માટે હિતકારક છે.

13)     ઘણા નેતામાંથી શું થાય ?

.       પ્રલય વખતે તપતા અનેક સૂર્યની માફક અનેક નેતાઓને લીધે પ્રજાનો નાશ થાય.

14)     દુષ્ટોથી કેવી રીતે બચાવ થાય ?

.       પ્રભાવશાળી સ્વામીના નામ માત્રથી દુષ્ટોથી બચાવ થાય.

15)     મહાન વ્યક્તિના નામથી કોણે પોતાના જાત ભાઈ ઓનું રક્ષણ કર્યું?

.       લંબકર્ણ નામના સસલાએ શશી (ચંદ્ર)ના દૂત.સસલા તરીકે પોતાની આંખમાંથી ગજચુથી સસલાંઓનું રક્ષણ કર્યું.

 

16)     હાથી કેવી રીતે હણે છે ?

.       હાથી સ્પર્શ કરતાં હણે છે.

17)     ભુજંગ કેવી રીતે નાશ કરે છે ?

.       ભુજંગ-સાપ સૂંઘીને નાશ કરે છે.

18)     રાજા કેવી રીતે હણે છે ?

.       રાજા હસતાં-હસતાં હણે છે.

19)     દુર્જનો માન આપે ત્યારે શું સમજવું ?

.       દુર્જનો માન આપે એટલે સમજવું કે મારવા માંગે છે.

20)     એકને, કુળને કે ગામનો ત્યાગ ક્યારે કરવો ?

.       કુળને માટે એકને, ગામને માટે કુળને અને દેશ માટે ગામનો ત્યાગ કરવો.

21)     આત્માના રક્ષણ માટે શું કરવું ?

.       આત્મા-જાતના રક્ષણ માટે જરૂર પડ્યે પૃથ્વી ત્યજવી.

22)     ધન શા માટે સાચવવું ?

.       ભવિષ્યમાં આવનાર આફત સામે ટકવા ધનને બચાવવું.

23)     કોના ભોગે પત્નીનું રક્ષણ કરવું ?

.       ધનના ભોગે પણ પત્નીનું રક્ષણ કર્યું.

24)     ધન અને પત્નીના ભોગે કોને બચાવવા જોઇએ.

.       ધન અને પત્નીના ભોગે પોતાની જાતનું રક્ષણ કરવુ જોઇએ.

25)     એકા એક કેવું સ્થાન છોડી શકાતું નથી ?

.       બાપદાદાનું સ્થાન-વતન તાત્કાલિક એકાએક ત્યજી શકાતું નથી.

26)     દૂત કેવો હોવો જોઈએ ?

.       દેખાવડો, સ્પૃહા વગરનો, બોલવામાં ચતુર, વિવિધ શસ્રો ચલાવવામાં વિચક્ષણ અને બીજા ચિત્તને જાણી શકનાર હોવો જોઈએ.

27)     કેવો દૂત હોય તો કાર્ય સિદ્ધ થાય ?

.       મૂર્ખ,લોભી અને મિથ્યાવાદી દૂતથી કાર્ય સિદ્ધ થાય.

28)     રાજનીતિની દૃષ્ટિએ ગુપ્તચર અને દૂતમાં કોણ વધને પાત્ર નથી ?

.       રાજનીતિની દૃષ્ટિએ દૂત વધને પાત્ર નથી.

29)     સસલાંએ કોને દૂત તરીકે પસંદ કર્યો ?

.       સસલાંએ લંબકર્ણને ચંદ્રના દૂત તરીકે પસંદ કર્યો.

30)     કેવા અર્થપતિ પાસે ન્યાય કરાવાય ?

.       ક્ષુદ્ર અર્થપતિ (સ્વામી) પાસે ન્યાય કરાવાય.

31)     કેવા વ્યક્તિને સ્વામી તરીકે સ્વીકારાય ?

.       ક્ષુદ્ર,આળસુ,કાયર,વ્યસની,ઉપકાર જાણનાર( નિમક હરામ), પાછળ નિંદા કરનારને જીવતા રહેવું હોય તો સ્વામી બનાવાય.

32)     સ્વર્ગ કરતાં વધુ સુખ ક્યાં મળે ?.

.       દેહધારીઓને દરિદ્ર અવસ્થામાં પણ સ્વદેશ, પોતાના નગર કે પોતાના ઘરે સુખ મળે છે તે સુખ સ્વર્ગમાં પણ મળતું નથી.

33)     ક્યાં સ્થાન ત્યજયા પછી ક્યાં માલિક રહેતી નથી ?

.       વાવ, કૂવા, તળાવ, દેવાલય અને વૃક્ષને ત્યજીને જતાં ત્યાં માલિક (સ્વામિત્વ) રહેતું નથી.

34)     ખેતર વગેરેની માલિકી કેટલા વર્ષના પ્રત્યક્ષ ભોગવટાથી મળી શકે ?

.       ખેતર વગેરેની માલિકી દશ વર્ષના પ્રત્યક્ષ ભોગવટાથી મળી શકે.

35)     પશુપક્ષીઓમાં માલિકી હક વિષે શું નિયમ જણાય છે ?

.       પશુપક્ષીઓમાં જયાં સુધી જે સ્થાને રહે ત્યાં સુધી તે સ્થળની માલિકી ગણાય,

36)     માલિકી હક વિષે માનુષ પ્રમાણ કેટલા છે ? ક્યાં ક્યાં ?

.       માલિકી હક વિષે માનુષ પ્રમાણ ત્રણ છે- લિખિત, ભુક્તિ અને સાક્ષી.

37)     ધર્મ સંગ્રહ શું સમજીને કરતાં રહેવું જોઈએ ?

.       દેહ અને વૈભવ અતિત્ય છે. મૃત્યુ નજીક છે,એમ માની ધર્મસંગ્રહ કરવો જોઈએ (नित्यं सन्निहितो मृत्यु: कर्तव्यो धर्मसंग्रह:)

38)     જેના દિવસો ધર્મકાર્ય વગર પસાર થાય છે ? તે કેવો છે ?

.       જેના દિવસો ધર્મ વગર પસાર થાય છે તે લુહારની ધમણની માફક કેવલ શ્વાસોચ્છવાસ લઈને જીવે છે.

39)     કૂતરાનું પૂછડું નિરર્થક શા માટે છે ?

.       કૂતરાનું પૂછડું ગુહ્યભાગને ઢાંકવા કે ડાંસ મચ્છરને ઉડાડી દૂર કરવા ઉપયોગમાં આવતું હોવાથી નિરર્થક છે.

40)     કોનું જીવન કૂતરાના પૂંછડાની માફક નિરર્થક છે ?

.       ધર્મ વગરનું જીવન કૂતરાની પૂંછડીની માફક નિરર્થક છે.

41)     ધર્મ જેનું કારણ નથી તેવા લોકો કેવા ગણાવાયા છે ?

.       ધાન્યમાં પુલાકા, પક્ષીઓમાં પૂતિકા અને મર્ત્યમાં મચ્છર તથા લોકો ધર્મ સિવાય જીવનારા ગણાવાયા છે.

42)     મનુષ્યો માટે ધર્મ કોના જેવો છે ?

.       વૃક્ષમાં ફળફૂલો, દૂધમાં ઘી અને ખોળ નીકળે તેવામાં તેલ મનુષ્ય જીવનમાં ધર્મ સારરૂપ શ્રેયસ્કર છે.

43)     ધર્મ વગર મનુષ્યોને પશુ જેવા કેમ ગણ્યાં છે ?

.       કારણકે પશુઓ મળમૂત્રનો ત્યાગ અને ખાણીપીણી સિવાય બીજામાં રસ ધરાવતા નથી. કેવળ ભૌતિકવાદીઓ પણ તેવા હોય છે.

44)     બધાં કાર્યો કરતાં ધર્મકર્મમાં કોનો વિલંબ કરવો ?

.       બધાં કાર્યોમાં સ્થિરતા વિલંબને પંડિતો વખાણે છે પણ ઘર્મમાં ઘણા અંતરાય હોવાથી ધર્મની વિનીગતિ સ્વીકારી છે. (धर्मस्य त्वरिता गति:).

45)     વ્યાસે ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ શું જણાવ્યું છે ?

.       વ્યાસે કહ્યું છે કે પરોપકાર પુણ્ય માટે અને પરપીડા પાપ માટે છે. (परोपकार: पुण्याय पापायपरपीडनम्)

46)     ધર્મનું સર્વસ્વ શું છે ?

.       ધર્મનું સર્વસ્વ(रहस्य) છે કે પોતાને પ્રતિકૂળ હોય તેવું બીજા તરફ વર્તત કરવું (आत्मन: प्रतिकूलानि परेषां न समाचरेत).

47)     સજ્જનો કેવો ધર્મ સ્વીકાર્યો છે ?

.       અહિંસાવાળા ધર્મને સજ્જનો સ્વીકારે છે. (अहिंसा पूर्वको धर्मो यस्यास्सेद्भिसदाहत:) જૂ, લીખ, માંકણ, ડાંસને પણ મારવા જોઈએ.

48)     હિંસા કરનારની શી ગતિ થાય છે ?

.       હિંસક પ્રાણીઓને મારનાર પણ નરકમાં જાય છે તો પણ હિંસા કરનારા પ્રાણીઓને મારનારની ગતિનું પૂછવું શું ?

49)     अजैर्यष्टव्यय  એટલે શું ?

.       अज એટલે બકરો. અર્થ કરી બકરાનું બલિદાન અપાય છે ખરેખર તો સાત વર્ષ જૂનું ધાન્ય-વ્રીહિ(ડાંગર) अज છે. તેનાથી હોમ કરવો જોઇએ,

50)     બકરાનું બલિદાન આપનાર સ્વર્ગમાં જાય છે ? એમાં કોણ માને છે ?

.       યજ્ઞમાં હિંસા કરનારા માને છે કે યાજ્ઞિકી હિંસા હિંસા નથી,

51)     પંચતંત્રકારના મતે કોણ નરકમાં જાય છે ?

.       પ્રાણીનું બલિદાન આપનારા અને વૃક્ષને છેદનારા લોકો નરકમાં જાય છે,

52)     અન્યાય કરનાર- ખોટો ન્યાય આપનારની શી ગતિ થાય છે ?

.       માત,લોભી કે ક્રોધ થી અન્યાય કરનાર કે ખોટો ન્યાય આપનાર નરકમાં જાય છે.

53)     ન્યાયના હિતમાં શેની પ્રશંસા કરવામાં આવી છે ?

.       ન્યાયના હિતમાં સત્ય વચનની પ્રશંસા કરવામાં આવી છે.

54)     સભામાં બેઠા પછી સ્પષ્ટ કહેનારને શી સજા કરવી જોઈએ ?

.       સભામાં બેઠા પછી સ્પષ્ટ બોલનારને દૂરથી ત્યજવો જોઈએ.

55)     કયો ઘા ક્યારેય રૂઝતો નથી ?

.       કટુવાણીનો ઘા ક્યારેય રૂઝતો નથી.

56)     કેવું વચન બોલવું જોઈએ ?

.       દેશ-કાળને અનુકૂળ હોય તેવું, દુ:ખદાયી, અપ્રિય, પોતાને હલકો પાડનારું વચન બોલવું જોઈએ.

57)     બળવાન અને બુદ્ધિમાન વ્યક્તિએ કેવું વચન બોલવું જોઇએ.

.       બળવાન અને બુદ્ધિમાન વ્યક્તિએ વેર ઉપજાવે તેવું વચન બોલવું જોઇએ.

58)     પંડિતે ડાહ્યા માણસે ભામાં શેનાથી દૂર રહેવું જોઇએ ?

.       પંડિતે ડાહ્યા માણસે પરનિંદાથી દૂર રહેવું જોઇએ.

59)     સત્ય વચન પણ કયારેય બોલાય ?

.       સત્ય વચન પણ જો અસુખ કરનાર હોય તો બોલવું જોઇએ.

60)     કેવા ધૂર્ત લોકો બીજા ને છેતરી શકે છે ?

.       બુદ્ધિશાળી લોકો વ્યવહારમાં નિપુણ બળવાન વ્યક્તિઓ બીજાને સહેલાઈ થી છેતરી શકે છે.

61)     પંચતંત્રની કથાઓમાં ધૂતારાઓથી કોણ છેતરાયો હતો ?

.       પંચતંત્રની કથાઓમાં ત્રણ ધૂતારોઓએ યજમાન પાસેથી બકરો લઈ જતા બ્રાહ્મણને છેતર્યો હતો.

62)     ક્યાં પ્રાણી ઓનો સ્વર્થ ચાંડાળના સ્પર્શ જેવો ગણાય છે ?

.       કૂતરો,કૂકડો, ગધડો અને ઊંટનો સ્પર્શ ચાંડાળના સ્પર્શ જેવો ગણાય છે,

63)     મરેલા પશુ કે માનવીને સ્પર્શ કરવાથી શુદ્ધિ માટે શું કરવું પડે ?

.       મરેલા પશુ કે માનવીના શબનો સ્પર્શ કરવાથી માયા પંચગવ્ય કે ચાંદ્રાયણની શુદ્ધિ કરવી પડે.

64)     જાણતાં-અજાણતાં ગધેડાને સ્પર્શ થાય તો શુદ્ધિ માટે શું કરવું પડે ?

.       જાણતાં- અજાણતાં ગધેડાનો સ્પર્શ થાય તો શુદ્ધિ માટે માથાબોળ (સચૈવ) સ્નાન કરવું પડે.

65)     લોકો કોનાથી વધુ છેતરાય છે ?

.       નવા સેવકના વિનય, અતિથિનાં વચનો, નારીના રુદન અને ધૂર્ત લોકોના વચનોથી લોકો હંમેશા છેતરાય છે.

66)     ઘણાં સાથે વિરોધ કરવાથી વિનાશ થાય' માટે પંચતંત્રકારે કોનું ઉદાહરણ આપ્યું છે ?

.       बहवो विरोध्धव्या दुर्जयो हि महाजन: નું ઉદાહરણ આપી કીડીઓથી મૃત્યુ પામનાર સર્પનું ઉદાહરણ પંચતંત્રકાર આપે છે .

67)     दुर्जयो हि महाजन: માં મહાજન એટલે ?

.       મહાજન એટલે મોટો માણસ નહીંમોટો માનવ સમુદાય' અર્થ છે.

68)     રાજાએ દુર્ગ બતાવતાં શું ધ્યાન રાખવું જોઇએ ?

.       રાજાએ દુર્ગમાંથી સંકટ સમયે ભાગી ધૂરવાની વ્યવસ્થા વિચારવી જોઇએ.

69)     દુર્ગ એટલે શું ? દુર્ગના કેટલા પ્રકાર છે ? ક્યાં- ક્યાં ?

.       દુર્ગ એટલે જ્યાં પહોંચવું મુશ્કેલ છે તે જગ્યા દુર્ગના પ્રકારો છે.

           ઈંટમાટીનો દુર્ગ,પર્વત દુર્ગ,વાર્ક્ષ દુર્ગ,જળ દુર્ગ, નુદુર્ગ અને ધન્વ દુર્ગ.

70)     રાજા ક્યારે ઈષ્ટ અને પાલકોને પણ ત્યજવા જોઈએ ?

.       રાજાએ યુદ્ધ ઉત્પન્ન થતાં પ્રાણભય પાછી પડતાં ઈષ્ટજનો અને બંધુજનો તે ઈંધણાં જેવાં ગણવા.

71)     રાજાએ યુદ્ધના સમયે નોકર-ચાકરને રક્ષવા કે પોષવા ? કેવી રીતે ?

.       યુદ્ધ આવી પડતાં રાજાએ એક દિવસ પૂરતું સેવકોનું પ્રાણીની માફક રક્ષણ કરવું અને પોતાના દેહની માફક પોષણ કરવું .

72)     રાજાને ક્યારે શત્રુને વશ થવું પડે છે ?

.       ભાગવામાં છિદ્ર,બીજે આશ્રય લેવામાં કમજોર અને રાજસેવકો વ્યગ્ર થતાં રાજાને વશ થવું પડે છે.

73)     વિજિગીષુઓ માટે શત્રુ ક્યારે અવધ્ય બની જાય છે ?

.       વૃત્તિ- આયુક્તિનો સહારો મળતાં કે સંપૂર્ણ સામગ્રીપૂર્વ દુર્ગનો આશ્રય લેનાર શત્રુ અજય બની જાય છે.

74)     બુદ્ધિનું પ્રથમ લક્ષણ શું છે ?

.       કાર્યનો આરંભ કરવો બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે.

(अनारम्भो हि कार्योणां प्रथमं बुद्धिलक्षणम् )

75)     બુદ્ધિશાળી આરંભેલા કાર્યનું શું કરવું ?

.       બુદ્ધિશાળી આરંભેલા કાર્યને પૂર્ણ કરવું જોઈએ.

(आख्धस्यान्तगमनं द्वितीयं बुद्धिलक्षणम् )

76)     પોતાનું હિત વિચારનારે શું કરવું જોઈએ ?

.       પોતાનું હિત વિચારનારે બળવાનનો વિરોધ ક્યારેય કરવો જોઈએ.

77)     બળવાનના વિરોધથી શું પરિણામ આવે ?

.       બળવાન સાથે ના વિરોધ થી દીવામાં ઝંપલાવવાથી પતંગિયાની દશા થાય તેવી દશા વિરોધ કરનારની થાય છે.

78)     બળવાન સાથે વિરોધ થતાં શું કરવું જોઈએ ? શા માટે ?

.       બળવાન સાથે વિરોધ થતાં બુદ્ધિમાને પ્રાણને બચાવવા જોઈએ. પ્રાણ બચ્યા હશે તો ધન ફરીથી મેળવી શકાશે.

79)     શત્રુહીનબલ હોય તો શું કરવું જોઈએ ? શા માટે ?

.       શત્રુ જો હીનબલ હોય તો તે બળવાન થાય ત્યારે પહેલાં તેને મારી નાખ્યો જોઈએ નહીં તો પોતાના પૌરુષથી બળવાન થતાં તે દુર્જય બને છે.

80)     લક્ષ્મી સામે આવે ત્યારે તેને શું કરવું ? શા માટે ?

.       લક્ષ્મી સામે આવે ત્યારે તેને સત્કારવી. નહીં તો તે શાપ આપે છે.

81)     લોકોએ શા માટે સમય (કાળ)ની રાહ જોવી જોઈએ ? શા માટે ?

.       લોકોએ સમયની રાહ જોવી જોઈએ. સમસ્યાઓ ઉકેલ સમયથી અને સમય આવતાં તેનો લાભ લે તો તે સમય ફરી થી આવવો મુશ્કેલ છે.

82)     मित्राश्लिष्टा तु या प्रीतिर्न सा स्नेहेन वर्धते' વિધાન શા આધારે કરવામાં આવ્યું છે ?

.       વિધાન બ્રાહ્મણ સર્પકથાના આધારે કરવામાં આવ્યું છે.

83)     ક્ષેત્રદેવના સર્વ હરિદત્ત બ્રાહ્મણને દરરોજ શું આપતો હતો ? બ્રાહ્મણને સપર્વ શો બદલો આપતો હતો ?

.       ક્ષેત્રદેવના સર્પ માટે ક્ષમાયાચના પૂર્વક દૂધ મૂકી હરિદત્ત બ્રાહ્મણ જતો હતો. બીજે દિવસે સર્પ તેને એક દીનાર આપતો હતો.

84)     બ્રાહ્મણે શા માટે પુત્રને રાફડા પાસે દૂધ મૂક્વા મોકલ્યો ? બ્રાહ્મણ પુત્રે શું કર્યું ? શા માટે ?

.       બ્રાહ્મણને બહારગામ જવાનું થતાં દૂધ મૂક્વા જવાનું કામ પુત્રને સોંપ્યું.બીજું દિવસે દીનાર જોતાં રાફડો પૂર્ણ હોવાનું માની દીનાર લઇ લેવા દીનાર માટે સાપના માથે લાકડી મારી.

85)     બ્રાહ્મણે સમગ્ર વાત જાણી શું વિચાર્યું ?

.       બ્રાહ્મણે સમગ્ર વાત જાણી વિચાર્યું કે જે વ્યક્તિ શરણે આવેલાનું રક્ષણ ન કરી શકે તો તેની સંપત્તિ પદ્મવનમાં રહેલા હંસની માફક નાશ પામે છે.

86)     સોનાનું પીંછું આપતા પક્ષી હંસ અને મોટા સુવર્ણ પક્ષીના વિવાદનું શું પરિણામ આવ્યું ?

.       મોટા પક્ષીએ રાજા પાસે ફરિયાદ કરતાં બધાં પક્ષીઓને મારવા રાજાએ માણસો મોકલ્યાં. વૃદ્ધ હંસની સલાહથી બધા પક્ષીઓ ઊડીને બીજે ચાલી ગયા.

87)     દૂધ લઈને આવેલ બ્રાહ્મણને રાફડામાં રહેલા સર્પે શું કહ્યું ? બ્રાહ્મણે શું કર્યું ?

.       દૂધ લઈને આવેલ બ્રાહ્મણને રાફડામાં રહેલા સર્પે કહ્યું કે આપણી પ્રીતિ યોગ્ય નથી તે લાકડીનો પ્રહાર ભૂલી શકે તેમ નથી તું પુત્ર શોક પણ ભૂલી શકે. એમ કહી આવેલા બહુમૂલ્ય હીરો લઈ પુત્રની બુદ્ધિને નિંદતો બ્રાહ્મણ ઘેર પાછો ફર્યો.

88)     શરણાગતનો વધ થાય' એના સમર્થનમાં કઈ વાર્તા કહેવામાં આવી છે ?

.       આના સમર્થનમાં કબૂતર અને શિકારીની કથા કહેવામાં આવી છે.

89)     શાકુનિકને શા માટે લોકોએ તરછોડ્યો હતો ?

.       શાકુનિક પક્ષીઓનો શિકાર કરવાનું ક્રૂર કાર્ય કરતો હોવાથી લોકોએ તેને તરછોડ્યો હતો.તેને કોઈ મિત્ર, બોધ કે સંબંધી હતો.

90)     શાકુનિક જેવા લોકોને કવિએ કોની સાથે સરખાવ્યાં છે ?

.       કવિએ આવા પ્રાણીઓનો નાશ કરનારા, દુષ્ટ, નિર્દય લોકોને સર્પ સાથે સરખાવ્યા છે.

91)     કપોતિકાને પાંજરામાં નાખતાં પ્રકૃતિમાં શું ફેરફાર થયા ?

.       કપોતિકાને પાંજરામાં નાખતાં દિશામાં કાળી પડી ગઈ. વનની બધી દિશાઓમાં કાળાં વાદળાં ઉમટ્યાં અને વાવાઝોડા સાથે વરસાદ થવા લાગ્યા.

92)     વૃક્ષની નીચે આવી શિકારી શું કહ્યું ?

.       વૃક્ષને કહેવા લાગ્યો કે અહીં જે કોઈ રહેતું હોય તેની શરણે હું આવ્યો છું.

 

93)     શિકારી હિંસક હોવા છતાં શરણ કેમ માગ્યું ?

.       ઠંડીથી શરીર તૂટવા લાગ્યું અને ભૂખે તે બેભાન જેવો થઈ ગયો.

94)     વૃક્ષ ઉપર કોણ હતું ? તે દુઃખી શા માટે હતું ?

.       વૃક્ષ ઉપર કપોત હતો અને વાવઝોડા સાથે વરસાદ થયો છતાં કપોતી માળામાં આવી હતી. આથી તે દુ:ખી હતો.

95)     જગતમાં કેવો માણસ ધન્ય છે ?

.    જે ગૃહસ્થને પતિપ્રાણ,પતિવ્રતા,અને પ્રિયપતિના હિતનું ચિંતન કરતી પત્ની અને તે જગતમાં ધન્ય છે.

96)     ઘર ઘર ક્યારે બને ? અને ઘરને અરણ્ય ક્યારે કહી શકાય ?

.       ઇંટ કે માટીનું ઘર ઘર નથી. ગૃહિણી હોય તો તે ઘર છે ગૃહિણી ઘર છે તે સિવાયનું ઘર અરણ્ય જેવું છે.

97)     સાચી નારી કોને કહેવાય ? નારીના બધા દેવો ક્યારે સંતુષ્ટ થાય છે?

.       સ્ત્રી થી પતિ સંતુષ્ટ હોય તે સ્ત્રીને સ્ત્રી કહેવાય. પતિ સંતુષ્ટ થતાં તેના બધા દેવો પ્રસન્ન થાય છે.

98)     જે સ્ત્રીથી પતિ સંતુષ્ટ થાય તે સ્ત્રી કોના જેવી છે ?

.       જે સ્ત્રી થી પતિ સંતુષ્ટ હોય તે સ્રી દાવાનળમાં બળતી વેલ હોવાથી તે ભસ્મીભૂત થાય.

99)     મિત- (માપસર) કોણ આપે છે અને યથાર્થ કોણ આપે છે ?

.       પિતા,ભાઈ કે પુત્ર સ્ત્રીનું મર્યાદામાં રહીને આપે છે. પતિ અમિત કે અમાપ આપે છે.

100)   કપોતીએ શાકુનિકને રક્ષણ આપવા શા માટે કપોતીને કહ્યું ?

.       શિકારી શીર્તોર્ત અને ક્ષુધાર્ત છે તે શરણાગત છે. શરણાગતનું પ્રાણ ના ભોગે પણ રક્ષણ કરવું જોઈએ.

101)    અતિથિનો સત્કાર કરનારની શી સ્થિતિ થાય છે ?

.       સાયંકાલે આવેલા અતિથિનો યથાશક્તિ સત્કા૨ કરનાર તે પોતાના પાપ આપી યજમાનનાં પુણ્ય હરી જાય છે.

102)   પોતાના કર્મના કારણે પ્રાણીઓને શું શું આવી પડે છે ?

.       દારિદ્ર, રોગ, દુઃખ, બંધન અને આફત પ્રાણીઓને તેમનાં કર્મરૂપી વૃક્ષનાં ફળ મળે છે.

103)   કપોતે શાકુનિકનું આતિથ્ય શી રીતે કર્યું ?

.       સૂકાં પાંદડા લાવીને સળગાવ્યાં, તેથી તેની ટા ઊડી અને પોતે આગમાં કૂદી જઈ તેની ભૂખ સંતોષી,

104)   કેવા ગૃહસ્થનું જીવન નિષ્ફળ છે ?

.       જે ગૃહસ્થ એક અતિથિને પણ ભોજન આપી શકે તેનું જીવન વ્યર્થ છે.

105)   આગમાં ઝંપલાવતા કપોતને જોઈ શાકુનિકને શો વિચાર આવ્યો ?

.       તેને લાગ્યું કે પોતે પાપમતિ અને પાપકર્મમાંથી હોવાથી પોતાનો નરકમાં વાસ થશે.

106)   શિકારીએ આગમાં ઝંપલાવતા કપોતને જોઈ શો નિશ્ચય કર્યો ?

.       શિકારીએ આગમાં ઝંપલાવતા કપોતને જોઈને પોતાના સર્વવર્જિત દેહને ગ્રીષ્મઋતુમાં જળ સુકાય તેમ, સુકવવાનો અર્થાત્ પાપ કરવાનો નિશ્ચય કર્યો.

107)   શિકારીએ કેવું તપ કરવાનું નક્કી કર્યું હતું ?

.       ઠંડી,પર્વત,તડકો સહન કરવો. કૃશાંગ થવું,પવિત્ર રહેવું અનેક ઉપવાસી કરવા એવો નિશ્ચય કર્યો.

108)   કપોતીએ કપોતનાં દેહ ત્યાગ જોઈ શો નિર્ણય કર્યો ?

.       કપોતીએ કપોતની પાછળ અનુગમન કરવાનો નિર્ણય કર્યો.

109)   કપોતી અને કપોતની પાછળ અનુગમનનો નિર્ણય શા માટે કર્યો ?

.       પતિ વગરનું દીન જીવન વ્યર્થ પછી વિધવાને માન,ગર્વ,અહંકાર કે કુટુંબમાં આદર મળતાં નથી. નોકર-ચાકરો તેની આજ્ઞા માનતા નથી.

110)    કપોતીના અનુગમનનું શું ફળ મળ્યું ?

.       કપોતીના અનુગમનથી કપોત-કપોતીને દિવ્યદેહ મળ્યો. સ્વર્ગનું સુખ પ્રાપ્ત થયું.

111)     हर्तव्यं ते पश्यामि' કોણ કહે છે ? શા માટે ?

.       ચોર અને વૃદ્ધવણિકની કથામાં વૃદ્ધવણિકને તિરસ્કારતી તરુણી પત્ની ચોરને જોઈને વૃદ્ધને આલિંગવા લાગી તે જોઈને ચોરે વણિકને આમ કહ્યું છે.

112)    વૃદ્ધપતિને તરુતી પત્ની કેવો માને છે ?

.       વૃદ્ધપતિને તરુતી પત્ની ચાંડાળના કૂવાની માફક દૂરથી ત્યજવા જેવો માને છે.

113)    વૃદ્ધત્વ ને ધિક્કાર હો' શા માટે કહેવાયું છે ?

.       ક્ષીણ શરીર,ગતિ હરાઈ જાય,દાંત પડી જાય,નજર ભમે, રૂપ રહે,મોંમાંથી લાળ પડે, બાંધવો તેની વાત માને, પત્ની સેવા કરે અને પુત્ર પણ અવગણે. આથી વૃદ્ધત્વને પિક્કારવામાં આવ્યું છે.

114)    પરસ્પર વિવાદ કરતાં શત્રુઓ પણ ક્યારેક હિતકારક બને છે. અંગે કઈ વાર્તા કહેવામાં આવી છે.

.       બ્રાહ્મણ-ચોર અને પિશાચની કથા કહેવામાં આવી છે.

115)    બ્રહ્મરાક્ષસનું નામ શું હતું ?

.       બ્રહ્મરાક્ષસનું નામ સત્યવચન હતું.

116)    બ્રહ્મરાક્ષસ શા માટે ચોરની સાથે ગયો ?

.       બ્રહ્મરાક્ષસબ્રાહ્મણનું ભક્ષ્ય મળશે' તે હેતુથી ચોરની સાથે ગયો.

117)    ચોર શું ચોરવા જતો હતો ?

.       ચોર બ્રાહ્મણના બે બળદ ચોરવા જતો હતો.

118)    બ્રહ્મરાક્ષસ અને ચોર વચ્ચે કઈ બાબતે વિવાદ થયો ?

.       પહેલાં બળદની જોડી ચોરવી કે બ્રાહ્મણનું ભક્ષ્ય કરવું કાર્યમાં પહેલું કાર્ય કરે તે બાબતે વિવાદ થયો.

119)    બ્રાહ્મણે શી રીતે બળદની જોડી અને પોતાની જાનને બચાવ્યાં ?

.       બ્રાહ્મણે ઈષ્ટ દેવતાના મંત્રધ્યાનથી રાક્ષસનું ભક્ષ્ય બને માટે પહેલાં રાક્ષસથી પોતાની જાતને બચાવી લાકડીથી ચોરને ભગાડી બળદની જોડી બચાવી.

120)   અરિમર્દનને પ્રાકારર્ણે શું સલાહ આપી ? શા માટે ?

.       અરિમર્દનને પ્રાકાર કર્ણ કહ્યું કે તો વધ કરવો જોઈએ. કદાચ સાથે રહેવાથી પરસ્પર પ્રીતિ ઉત્પન્ન થાય.

121)    કયા લોકોનો નાશ થાય છે ? તે કેવી રીતે બતાવાયું છે ?

.       જે લોકો પરસ્પર મર્મનું રક્ષણ કરતા નથી તે રાફડામાં રહેલા સાપની માફક નાશ પામે છે.

122)   પાંચે મંત્રીઓનો વિશિષ્ટતા દર્શાવો.

.       અરિમર્દન રાજા તે શત્રુના સંહારક છે. મંત્રક્રુરાક્ષની ક્રૂરતા આંખોથી પરખાય છે, રક્તાક્ષની આંખો સદા ક્રોધને લીધે લાલ રહ છે. દીપ્તાક્ષની નજર તીક્ષ્ણ છે. વક્રનાસ તો બુદ્ધિ વૈભવને વ્યક્ત કરે છે. તો પ્રાકારકર્ણ દૂર વાતોને જાણવામાં તેનું કૌશલ સૂચવે છે.

પ્રશ્ન-૧૪ : પંચતંત્રના પ્રાણીપ્રતિકો સમજાવો.

પંચતંત્રની પ્રાણીકથાઓની વિશેષતા છે કે પ્રાણીઓમાં માનવભાવોનું આરોપણ કરવું, વિવિધ પ્રાણીઓના વ્યવહાર દ્વારા માનવજીવન, માનવસ્વભાવ, માનવસમજની આંટીઘૂંટીઓ, ઊણપો, અધૂરપોનું ઊંડાણપૂર્વકનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પ્રેમ, ઈર્ષ્યા, અદેખાઈ, ઘમંડ, અહંકાર, સ્વાર્થવૃત્તિ કાનભંભેરણીથી ખોટી વાત માની લેવાની વૃત્તિ, વગર વિચાર્યે કામ કરવાની આદત, ફુલાઈ જવાથી છેતરાઈ જવું, સિદ્ધિ મેળવવા ગમે તે કરવાની તૈયારી, ઉત્સાહ, શૌર્ય, શોક, નિરાશા બધું પ્રાણીઓનાં પ્રતીકો દ્વારા પ્રગટ થયું છે. એમાના કેટલાંક પ્રતીકોને નીચે રજૂ કરવામાં આવ્યાં છે.

મોટા ભાગની વાર્તાઓમાં સિંહ અને શિયાળ પાત્રો તરીકે આવે છે. સિંહ શૌર્ય, હિંમત, મર્દાનગી, ખાનદાગી, સ્વાભિમાનનું પ્રતીક છે; તો શિયાળ કપટ, લુચ્ચાઈ, બડાઈખોરી, બનાવટખોરીનું પ્રતીક છે. સિંહ મદોન્મત્ત તો છે સાથે સાથે કાચા કાનને સહેલાઈથી છેતરાઈ જાય તેવો અને અવિચારી કામો કરવાની આદતવાળો પણ છે. પ્રાચીનકાળમાં રાજાઓ મનસ્વી હતા. એમનામાં શરણે આવેલાને અભય આપવાની સારપ હતી, તો વગર વિચાર્યે આંધળુકિયા કરવાની મૂર્ખાઈ પણ હતી. આને કારણે એક નાનકડું સસલું આટલા મોટા વનરાજને ઉલ્લુ બનાવી જાય છે અને સિંહ પોતાની મદોક્કટતાને લીધે કૂવામાં પોતાનું પ્રતિબિંબ જોઇને કૂદી પડીને પ્રાણ ગુમાવે છે.

શિયાળના પ્રતીક દ્વારા વાચકોને કૂટનીતિથી સ્વાર્થ સાધતો માનવસ્વભાવ જોવા મળે છે. બળથી નહિ તો કળથીઅથવા જેનું બળ એની બુદ્ધિ' સ્વભાવ શિયાળમાં અક્ષરશઃ જોવા મળે છે.

વાનર એવા ચંચળ માનવીનું પ્રતીક છે, જે કોઈપણ પ્રકારના કારણ વગર વ્યર્થ પ્રયત્નો કરનાર છે. ઊંટ દંભી માણસોના છળકપટ અને તર્કવાદનો ભોગ બાનતા મુર્ખ માણસનું પ્રતીક છે. કાગડો-કાગડી, ચકલો-ચકલી, ટીટોડી, સામાન્ય માણસોનાં પ્રતીકો છે.. તેઓ પીડિત, દુઃખી, શોષિત છે. સાપ કાગડીનાં ઈંડાં ખાય છે. ટીંટોડીનાં ઈંડાં સમુદ્ર લઈ જાય છે. કાગડો, શિયાળ અને દીપડો શુદ્ર અને કપટી બૌદ્ધિકોનાં પ્રતીકો છે, જે પોતાની બુદ્ધિનો ઉપયોગ નિર્દોષ માણસોને ફસાવવા કરતાં હોય છે.. બગલો દંભી અને ધૂર્ત માણસનું પ્રતીક છે. બિલાડો-બિલાડી મુખમેં રામ બગલમેં છુરી' એવા બહારથી ઊજળા ધર્મપરાયણ અને પરગજુ દેખાતા હલકટ માણસોનું પ્રતીક છે. માંકડ એક વિલાસી અને ચંચળ પ્રકૃતિના તકવાદી માણસનું પ્રતીક છે, જે પોતાના જીભનો ચટાકો કરવામાં જૂનો ભોગ લેવા તત્પર બને છે. જૂ ગભરુ, ભોળી સ્ત્રીને પ્રતીકાત્મક રીતે રજૂ કરે છે, જે માંકડની ડાહી વાતોમાં આવી જઈ, એને આશ્રય આપી પોતાનો વિનાશ નોંતરે છે. ચંડરવ શિયાળ સ્વજનોને દગો આપનાર, પારકાને પોતાના કરવા મથનાર અને પોતાનો હેતુ સિદ્ધ કરવા દંભી આચરણ કરનાર વ્યક્તિનું પ્રતીક છે. આમ, પંચતંત્રની વાર્તાઓમાં રજૂ થયેલાં બધાં પ્રાણીઓ અને પશુઓની ગતિવિધિનો અભ્યાસ કરીએ તો આધુનિક સમયના રાજકારણીઓમાં-રાજરમતમાં મત્ત અને શઠ પ્રાણીઓનું આબેહૂબ પ્રતિબિંબ પડેલું જોવા મળે છે. આમ, પંચતંત્રકારે માનવસ્વભાવનાં સારાં અને નરસાં એમ વિધવિધ પાસાંઓને પ્રાણીઓનાં પ્રતીકો દ્વારા આલેખ્યાં છે.

 

 

 

પ્રશ્ન-૧૫ : પંચતંત્રનું સાહિત્યિક મૂલ્યાંકન કરો.

() પ્રાસ્તાવિક

પંચતંત્ર સમગ્ર જગતનો પ્રાચીનતમ, સાથે સાથે જગતનો ઉત્તમ વાર્તાસંગ્રહ છે. તે દુન્યવી આચારનીતિ-વ્યવહારનો ઉપદેશ આપે છે. રાયડર કહે છે તેમ, The Panchtantra contains the most widely stories in the world. If it were further declared that the Panchatantra is the best collection of stories in the world, the assertion could hardly be disproved. દુનિયાનું ડહાપણ, વિવિધ શાસ્ત્રોનો સાર, સમાજની પરખ, વ્યક્તિત્વનો વિકાસ, સુંદર સમાજદર્શન, સાર્વીત્રકતા બધું પંચતંત્રમાં છે. વોલ્ફ પણ કહે છે કે, “That (Panchtantra) inspired the entire mankind.”

() પંચતંત્રનું સાહિત્યિક મૂલ્યાંકન

() વસ્તુગ્રથન :

પંચતંત્રની વાર્તાકથનની પદ્ધતિ ભારતીય પ્રણાલીને અનુસરનારી છે. પંચતંત્ર એટલે પાંચ તંત્રો(વિભાગો)નો સંગ્રહ. પ્રત્યેક તંત્ર એકબીજાથી સ્વતંત્ર વિદ્વાન બ્રાહ્મણે ભણાવેલી અનેક વાર્તાઓનો ઉલ્લેખ છે. દરેક તંત્રમાં એક પીઠિકાકથા અને તેમાં પછી અનેક વાર્તાઓ આવે છે. વાર્તા કહેવાની ઢબ પણ એવી રસપ્રદ, આકર્ષક છે કે વાચકનું કુતૂહલ જળવાઈ રહે છે. વાર્તા ભલે સંક્ષિપ્ત હોય, પણ પોતાના લક્ષ્યને જાળવી રાખે છે. પંચતંત્રનો મુખ્ય ઉદ્દેશ છે કે,

उत्तमं प्रणिपातेन, शूरं भेदेन योजयेत्

नीचमल्पप्रदानेन समशक्तिं पराक्रमै:

વાર્તામાંનું શિયાળ ઉત્તમ સિંહને પ્રણામ કરીને, શૂરવીર વાઘને ભેદનીતિ દ્વારા, નીચ દીપડાને થોડું આપીને અને સમાન શક્તિવાળા શિયાળ સાથે યુદ્ધ કરીને મરેલા હાથીનું ભોજન મેળવે છે, તે અત્યંત રસપ્રદ છે. જ્યારે મિત્રભેદ તંત્રની અગિયારમી વાર્તામાં સિંહના ખોરાક માટે દરેક પ્રાણીસેવક પોતાની જાત આપી દેવા તૈયાર થાય છે, એમાં દરેકની સમર્પણભાવનાનું વૈવિધ્ય જોવા મળે છે, જેમાં લેખકની જાગૃતિ અને પ્રયત્નશીલતા જોઈ શકાય છે.

પંચતંત્રનો લેખક અતિપ્રતિભાશાળી સર્જક છે. પ્રત્યેક વાર્તામાંની ચમત્કૃતિ પણ અનન્ય છે તેમજ અત્યંત ચોટદાર વાર્તાઓ છે. શ્રી નગીનદાસ પારેખ કહે છે તેમ, “સમગ્ર પંચતંત્ર ગ્રંથમાં ચોટદાર હોય એવી વાર્તાઓ શોધતાં મુશ્કેલી પડે એમ છે.” મિત્રસંપ્રાપ્તિમાં પારધિની જાળમાં પકડાયેલા કાચબાને કાગડો, હરણ, ઉંદર જે રીતે છોડાવે છે તે ખૂબ ચમત્કૃતિપૂર્ણ છે. દરેક વાર્તા સાથે બોધ આપોઆપ ગૂંથાઈ જાય છે. જોકે પંચતંત્રની વાર્તાકથનપદ્ધતિમાં એવું બને છે કે મૂળ કથા ક્યાંક વિસરાઈ જાય છે, પરંતુ એની સર્વ વાર્તાઓ નાની નાની અને સ્વતંત્ર છે, તેથી તે ૨સ માટે બાધારૂપ બનતી નથી.

() સાહિત્યિક સ્વરૂપ :

સાહિત્યિક સ્વરૂપને ધ્યાનમાં લેતાં પંચતંત્રને પ્રાણીકથા તરીકે ઓળખવામાં આવે છે. સ્વરૂપગત કેટલીક લાક્ષણિકતાઓ, વિશેષતાઓ જોવા મળે છે. જેવી કે, () તેમાં પાત્રો તરીકે પશુ અને પક્ષીઓ આવે છે. () પશુ-પક્ષીઓમાં માનવવ્યવહારનું આરોપણ કરવામાં આવ્યું છે. () પ્રત્યેક વાર્તાને અંતે બોધ રજૂ થાય છે.

() બોધપ્રધાન વાર્તાઓ :

પંચતંત્રની દરેક વાર્તા કોઈ ને કોઈ પ્રકારનો બોધ આપે છે. જીવનનાં વ્યવહારુ સત્યોને વાર્તામાં વણી લેવામાં આવ્યાં છે. મિત્રનું કહ્યું નહિ માનનારો છેવટે નાશ પામે છે સત્યનું પ્રતિપાદન કરવા માટે લાકડી પરથી પડીને મરનારા કાચબાની વાત કહેવામાં આવી છે. જે માણસ કરવા જેવી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે, તે ખીલો કાઢી લેનાર વાનરની જેમ નાશ પામે છે. દંતિલની વાર્તા દ્વારા જણાવ્યું છે કે હલકું પાત્ર લોભથી વશ થાય છે. પાત્રતા વગરની વ્યક્તિને ઉપદેશ આપવો જોઈએ નહિ, તે બાબત સુંદર માળાવાળી ચકલીએ વાંદરાને આપેલા ઉપદેશની વાતથી સમજાવી છે. જેની બુદ્ધિ તેનું બળ, વાત મદોન્મત્ત સિંહ અને સસલાની કથા દ્વારા જાણવા મળે છે. ભય કે હર્ષના પ્રસંગે પણ માણસે સ્વસ્થતાપૂર્વક વિચાર કરવો જોઈએ. સામ દામ, દંડ, ભેદ જેવા ઉપાયોથી જે કરવું છે, તે પરાક્રમથી કરવું શક્ય નથી, બોધ કાગડીએ સોનાના હારથી સાપને મારી નખાવ્યો, વાર્તા દ્વારા જાણવા મળે છે. સજ્જનોએ નીચ માણસોનો સંગ છોડી દેવો જોઈએ. જેના ચારિત્ર્યથી અજાણ હોઈએ, તેમને કદી પણ આશ્રય આપવો જોઈએ નહિ વગેરે વાતો સાદી, સ૨ળ, પ્રાસાદિક શૈલીમાં કહેવામાં આવી છે.

() સુભાષિતો

પંચતંત્રની વાર્તાઓ બોધપ્રદ હોવાથી તેમાં ઠેર ઠેર સુભાષિતો રજૂ થયાં છે. સુભાષિતો સાચાં મોતી જેવાં નિર્મળ, મનોહર છે. સુભાષિતો ભારતીય સાહિત્યનું અત્યંત રમણીય અંગ છે. અહીં રજૂ થયેલાં સુભાષિતો જ્ઞાન, નીતિ, ડહાપણ, વ્યવહારકુશળતા દર્શાવનારાં, જીવનનાં અંતિમ સત્યોને રજૂ કરનારાં છે. જેમકે,

()   જેનું ખેતર નદીકિનારે હોય, જેની પત્ની બીજામાં આસક્ત હોય, જેના ઘરમાં સાપનો વાસ હોય તેને શાંતિ ક્યાંથી મળે ?

() બીજાની આપત્તિથી હર્ષ પામતો દુષ્ટ પોતાના વિનાશને પણ ગણકારતો નથી. યુદ્ધમાં મસ્તકનો નાશ થતા મોટે ભાગે મસ્તક વગરનું ધડ નાચે છે.

() બાણોથી વીંધાયેલું ઊગે છે, તલવારથી કપાયેલું પણ ઊગે છે, પણ વાણીથી ખરાબ, બીભત્સ બોલાયેલું, વાણીના ઘાવાળું ઊગતું નથી,

() અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વીણા, વાણી, નર અને નારી વિશેષ પુરુષને પામીને યોગ્ય અથવા અયોગ્ય બને છે.

() ફૂલની ઇચ્છા રાખનારો માળી જેમ અંકુરોને કાળજીપૂર્વક ઉછેરે છે તેમ રાજાએ પણ દાન અને માન આપીને લોકોને પ્રયત્નપૂર્વક પાળવા જોઈએ.

ઉપર રજૂ થયેલાં તેમજ આવાં અન્ય કેટલાંય સુભાષિતો વાર્તાને એક પ્રકારનું વિલક્ષણ સૌંદર્ય આપે છે. પંચતંત્રની ચિરંજીવિતામાં એમનો ફાળો અનન્ય છે.

() માનવીય હેત્વારોપણ :      

પંચતંત્રમાં લેખકે પ્રાણીઓને બહાને માનવોની શક્તિઓ-અશક્તિઓ, ગુણો અવગુણોને ખુલ્લાં કર્યાં છે. તેમાંની પ્રાણીકથાઓ કેવળ વાર્તાઓ રહેતાં ઉચ્ચ કક્ષાની સાહિત્યિક્તા ધારણ કરે છે, તેનું કારણ છે સમગ્ર કૃતિમાં વ્યાપીને રહેલું માનવીય ભાવોનું આરોપણ. અહીં માનવભાવોનું આરોપણ સાહિત્યિક સ્તરે થયું હોવાથી વાર્તાઓ ચિરંજીવ અને વાંચનક્ષમ બની છે. પંચતંત્રમાં પ્રાણીઓ વેદ અને શાસ્ત્રની ચર્ચા કરે છે, વ્રત ધારણ કરે છે, મનુ અને વ્યાસનાં ઉદાહરણો ટાંકે છે. મગર અને વાંદરાની વાત દ્વારા જાણવા મળે છે કે પ્રાણીઓ માનવસંબંધોથી એકબીજાને ઓળખે છે. પ્રાણીઓ માનવોનાં જેવાં પ્રેમ, આનંદ, શોક, ઉત્સુકતા, ચંચળતા, કપટ,  ભેદનીતિ વગેરે સર્વ ભાવો અનુભવે છે. પંચતંત્રના પ્રાણીઓ ભાઈ, ભાભી, મામા જેવા માનવજગતના સંબંધોનાં વિશેષણોનો પણ ઉચિત માત્રામાં ઉપયોગ કરેલો છે.

() હાસ્યરસ :

પંચતંત્રના લેખક ઘણીવાર તીવ્ર કટાક્ષયુક્ત હાસ્ય નિષ્પન કરે છે. શ્રી મેકડોનલ કહે છે તેમ, પશુઓને માણસ જેવી સઘળી પ્રવૃત્તિઓ કરતાં વર્ણવવામાં આવ્યાં હોવાથી સમગ્ર ગ્રંથમાં હાસ્યરસનું વિચિત્ર પ્રકારનું તત્ત્વ વ્યાપી રહે છે. પાત્રોની ઉક્તિઓ તથા વર્તનોમાં હાસ્યરસ ઠલવાયેલો છે. હાસ્યરસ દ્વારા માનવોની નબળાઈઓને ખુલ્લી પાડી છે. એટલું નહિ, માનવ નબળાઈઓ પ્રત્યે સહાનુભૂતિ પણ દર્શાવે છે. જૂ અને માંકડની વાર્તા સૂક્ષ્મ હાસ્યરસ ઊભો કરે છે. स्वजातिर्दुरतिक्रमा સત્યનું પ્રતિપાદન કરતી ઊંદરડીની રોચક કથા કટાક્ષકથા તરીકે આવે છે.. લેખકે સર્વ વાર્તાઓમાં હાસ્યરસને મન ભરીને પીરસ્યો છે. ચોરને જોઇને વૃધ્ધ પતિને આલિંગન આપતી યુવાન પત્નીની વાત કે પોથીપંડિતોની વાતમાં હાસ્યદ્રષ્ટિનાં દર્શન થાય છે.

શ્રી સાંડેસરા કહે છે, “આખાયે ગ્રંથમાં પશુપંખીઓને માણસના જેવું આચરણ કરતાં વર્ણવવામાં આવ્યાં છે, તે કારણે એક વિશિષ્ટ કુતૂહલનો રસ સાદ્યન્ત વ્યાપી રહે છે.

પંચતંત્રની મર્યાદાઓ

પંચતંત્રની રચનાપદ્ધતિ શિથિલ છે. કોઈ વાર મૂળ વાર્તાના ઉદ્દેશ સાથે સંબંધ ધરાવતી વાર્તાઓ માત્ર મનોરંજન માટે રજૂ થઈ છે. સુભાષિતોનાં શ્લોકસંગ્રહ ક્યારેક રસતત્વને હાનિ પહોંચાડે છે, પરંતુ મર્યાદાઓ કરતા સિધ્ધિઓ સો ગણી વધારે છે. તેથી એટલું ચોક્કસ કહી શકાય કે પંચતંત્રે સાહિત્યિક સંદર્ભે અદ્વિતિય લોકપ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે.

 


No comments:

Post a Comment