Kavya prakash mamaat ullas 1 and 10

 ડૉ. મીનાબેન વ્યાસ



કાવ્યપ્રકાશ (મમ્મટ)

યુનિટ-૧

પ્રથમ ઉલ્લાસ કારિકા (૧ અને ૨)


પ્રશ્ન-૧(અ)              

સામાન્ય પ્રશ્ન (બે માંથી એક)              

(૮)  

(૧)

(૧)

કાવ્યપ્રકાશનો મંગલ શ્ર્લોક સમજાવો. અથવા

 કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતા કેવી રીતે ચડિયાતી છે. તે સમજાવો.


જવાબ

(૧) પ્રાસ્તાવિક



ભારતીય પરંપરા અનુસાર કોઇ પણ ગ્રંથનો આરંભ કરીએ તો આરંભમાં મંગળ હોવું જોઇએ. મંગલમ્ શબ્દનો અર્થ છે મં પાપં ગલતિ અનેન ઇતિ મંગલમ્ આનાથી મં એટલે પાપ જેનાથી ગળી જાય, ઓગળી જાય, નાશ પામે માટે એ ‘મંગલ’ કહેવાય. અહીં ઈષ્ટદેવનું સ્મરણ, વંદન વગેરે હોય. આવું મંગલ કરવાથી અનિષ્ટનો નાશ થાય, પાપ દૂર થાય, કાર્યની – ગ્રંથની નિર્વિધ્ન સમાપ્તિ થાય અને શિષ્યોને યોગ્ય શિક્ષા મળી રહે. આ બધા મંગલના હેતુઓ ગણાવાયા છે.



(૨) ‘કાવ્યપ્રકાશ’નું મંગલ



આચાર્ય મમ્મટે ‘કાવ્યપ્રકાશ’ના આરંભમાં લખ્યું છે કે ‘ગ્રંથના આરંભમાં વિઘ્નના વિનાશ માટે યોગ્ય (સમુચિત) અને ઇષ્ટ આરાધ્ય એવા દેવતાનું ગ્રંથકાર સ્મરણ કરે છે.’ આ યોગ્ય અને ઇષ્ટ દેવતા તે બીજું કોઇ નહિ, પણ ‘કવિની વાણી’ ભારતી છે. કારણ, આ ગ્રંથ કાવ્યશાસ્ત્રનો છે. મમ્મટ કહે છે: 

નિયતિકૃતનિયમરહિતાં હલાદૈકમયીમનન્યપરતંત્રામ્

નવરસરુચિરાં નિર્મિતિમાદધતી ભારતી કવેર્જયતિ

નિયતિએ સર્જેલા નિયમોથી રહિત, કેવળ આનંદમય, બીજાને પરતંત્રવશ નહિ તેવી, નવ રસથી મનોહર એવી સૃષ્ટિનું નિર્માણ કરતી કવિની ભારતી એટલે વાણીવિજય પામે છે. મમ્મટે આ પછીની કારિકામાં સ્પષ્ટ કર્યુ છે કે અહીં કવિની વાણી બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચાર રીતે ચડિયાતી છે.

કવિની સૃષ્ટિ

બ્રહ્માની સૃષ્ટિ

૧. નિયતિના નિયમોથી સ્વતંત્ર

૧. નિયતિના નિયમોથી બંધાયેલી 

૨. કેવળ આહલાદ સ્વભાવવાળી

૨. સુખ-દુઃખ મોહમય સ્વભાવવાળી

૩. સ્વતંત્ર, કોઇને વશ નહિ.

૩. પરમાણું વગેરેને પરવશ

૪. નવ રસોવાળી

૪. છ રસોવાળી




(3) નિયતિકૃત નિયમોથી રહિત



કવિની સૃષ્ટિ કે વાણી નિયતિ એટલે વિધિએ અથવા બ્રહ્માએ રચેલા નિયમોથી રહિત હોય છે. નિયતિ એટલે વિધિની નિયત એટલે એક નિશ્ચિત શક્તિ હોય છે. તેણે સર્જેલા પદાર્થો તે નિયમોને અનુરૂપ જ વર્તે છે. અગ્નિ બાળે, પાણી ભીંજવે, ચંદ્ર શીતળતા આપે કે વાદળ જળ વરસાવે. આ બધાં નિયતિના નિયમ અનુસાર વર્તે. આ થઈ બ્રહ્માની સૃષ્ટિ, પણ કવિની સૃષ્ટિમાં તો વિલક્ષણતા છે. એ આવા નિયમોથી બંધાયેલી હોતી નથી. સરસ કહેવાયું છે કે – 

અપારે કાવ્યસંસારે કવિરેક: પ્રજાપતિ:

યથાસ્મૈ રિચતે વિશ્વં તથેદં પરિવર્તતે:

આ અપાર કાવ્યસંસારમાં કવિ એક જ પ્રજાપતિ છે. તેને જેવું વિશ્વ ગમે તેવું તે બદલી નાખે છે. ચંદ્ર શીતળ ગણાય, પણ કવિની સૃષ્ટિમાં વિરહી માટે એ આગ વરસાવતો બની જાય. બ્રહ્માની સૃષ્ટિમાં કમળ  પાણીમાં  ઉગેસરોવરમાં  રહે.

      કવિની સૃષ્ટિમાં કમળ સુંદરીના દેહ પર ઊગે અને ગમે ત્યાં ફરતું રહે. ચંદ્ર અને કમળમાં એક સાથે રહેવું બ્રહ્માની સૃષ્ટિમાં શક્ય નથી. કારણ, ચંદ્ર ઊગે એટલે કમળ બીડાઇ જાય, પણ કાલિદાસ લખી શકે કે પાર્વતીના મુખમાં આવીને લક્ષ્મીને કમળ અને ચંદ્ર એમ બંને સ્થળે રહેવાનો આનંદ એક સાથે મળ્યો. જગતમાં ધણ બોલે નહિ કે એરણ સાંભળે નહિ, પણ કવિ કહે છે કેધણ બોલે ને એરણ સાંભળે રેઆમ ચેતનને અચેતન,  અચેતનને ચેતન અથવા આનંદને શોક કે શોકને આનંદ એ બધું કવિની સૃષ્ટિમાં શક્ય છે. કહેવાયું છે કે –

ભાવાન્ અચેતનાન્ અપ ચેતનવત્ ચેતનાન્ અચેતનવત્

વ્યવહારયતિ યથેચ્છં સુકવિ: કાવ્યે સ્વતંત્રતયા

સારો કવિ પોતાની ઇચ્છા અનુસાર અચેતન પદાર્થોને ચેતનની જેમ અને ચેતનને અચેતનની જેમ વ્યવહાર કરતા દર્શાવે છે. કારણ, નિરંકુશા: કવય:

આથી બ્રહ્માની સૃષ્ટિ નિયમોથી બંધાયેલી છે, જ્યારે કવિની સૃષ્ટિ આવા કોઇ નિયમોથી બંધાયેલી નથી. માટે બ્રહ્માની સૃષ્ટિ કરતાં તે ચડિયાતી છે.



(૪) કેવળ આનંદમય

     મમ્મટે કવિની વાણીને હલાદૈકમયી કેવળ આનંદમયી કહી છે. કવિ સ્વાંત: સુખાય કવિતાની રચના કરે છે. એ અન્યને પણ સુખ અને આનંદ આપે છે. કવિનું શ્રૃંગાર કે હાસ્યરસથી ભરેલું કાવ્ય આનંદ આપે એવું નથી. સાહિત્યશાસ્ત્ર અનુસાર કરુણરસથી ભરેલી કૃતિ પણ આનંદ જ આપે છે. કવિના સર્જનમાં ક્યાંય દુ:ખ છે જ નહિ. બસ, આનંદ ને આનંદ જ છે. અરે, અંગ્રેજીમાં કહ્યું છે કે મધુરતમ ગીતો એ છે, જે અત્યંત કરુણ વિચારો કહી જતા હોય – Our sweetest songs are those that tell of saddest thoughts. જ્યારે બ્રહ્માની સૃષ્ટિની વાત કરીએ ત્યારે તો તે સુખદુ:ખમોહસ્વભાવા – સુખદુ:ખ અને મોહરૂપી સ્વભાવવાળી છે. જગતના બધા પદાર્થો કોઇકને સુખ આપે, કોઇકને દુ:ખ આપે અને કોઇને મોહ પમાડે છે. કારણ, એ બધા ત્રિગુણાત્મક છે. સત્વ, રજ અને તમના બનેલા છે. સત્વથી સુખ, રજથી દુ:ખ અને તમથી મોહ થાય. આથી બ્રહ્માની સૃષ્ટિ કેવળ આનંદમયી નથી, પણ કવિની સૃષ્ટિ કેવળ આનંદમયી જ છે. તેથી તે ચડિયાતી છે.



(૫) અન્ – અન્ય – પરતંત્રા 

     કવિની સૃષ્ટિ બીજા કોઇને વશ (પરતંત્ર) હોતી નથી. તે કેવળ કવિની પ્રતિભાને કારણે જ ઉત્પન્ન થતી હોય છે. પ્રતિભા – માત્ર – પ્રવૃત્તત્વાત્ ..... કવિને પોતાની સૃષ્ટિનું સર્જન કરવા માટે કોઇ અન્યનો કે અન્ય વસ્તુનો આધાર લેવો પડતો નથી. આથી ઊલટું બ્રહ્માની સૃષ્ટિ પરમાણુ વગેરે ઉપાદાન કારણ અને કર્મ વગેરે સહકારી કારણો પર આધાર રાખે છે. જેમ ઘડો ઉત્પન્ન થાય તો તેમાં માટી એ ઉપાદાન કારણ છે; દંડ, ચાકડો વગેરે સહકારી કારણ છે અને કુંભાર એ નિમિત્ત કારણ છે. બ્રહ્મા આ સૃષ્ટિનું નિમિત્ત બને પણ તેમને પરમાણુરૂપી ઉપાદાન કારણ અને જીવોનાં કર્મ વગેરે સહકારી કારણની આવશ્યકતા રહે છે. તે વિના તે સૃષ્ટિ સર્જી ન શકે. ટૂંકમાં, બ્રહ્માની સૃષ્ટિ અન્ય- પરતંત્ર એટલે બીજને આધીન છે. કવિ આમ બીજને આધીન નથી. આથી કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં વધુ સારી છે.




(૬) નવસરથી મનોહર

    કવિની સૃષ્ટિમાં શ્રૃંગાર, હાસ્ય, કરુણ,વીર, રૌદ્ર, બીભત્સ, અદ્દભૂતભયાનક અને શાંત એમ નવ રસ હોય છે. આનંદ અને આશ્રર્યની વાત એ છે કે આ નવે રસ વાચકને આનંદ આપે છે. તે મનનું હરણ કરે છે. આથી તે મનોહર કહેવાયા છે. સાહિત્યના રસની વાત ન્યારી એ રીતે કે એમાં શૃંગાર, હાસ્ય કે વીર રસ આનંદ આપે એટલું જ નહિ; કરુણ, બીભત્સ કે ભયાનક રસ પણ આનંદ આપે છે. આજકાલ લોકો હોરર મૂવીઝજોવા જાય છે અને એનો આનંદ માણે છે. એથી સિધ્ધ થાય છે કે ભયાનક રસ પણ આનંદ આપે છે. આથી ઊલટું બહ્માની સૃષ્ટિમાં છ રસો છેઃ (૧) મધુર (મીઠો), (૨) કટુ (તીખો), (૩) અમ્લ (ખાટો), (૪) કષાય (તુરો), (૫) લવણ (ખારો) અને (૬) તિકત (કડવો) (ધ્યાન રાખવું કે કટુ એટલે કડવો અને તિકત એટલે તીખો એ અનુવાદ ખોટો છે. વળી, આ છએ રસો આનંદ જ આપે એવું નથી. કડવો રસ કોને ભાવે? આમ, રસની બાબતમાં સંખ્યા અને અસર બંને રીતે જોતાં કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં વધુ ચડિયાતી છે, સારી છે.



(૭) ઉપસંહાર

   આચાર્ય મમ્મટ ઉપર મુજબની આખી ચર્ચા આપીને પછી કહે છે કે, આવી કવિની ભારતી એટલે વાણી અથવા કવિનું સર્જન વિજય પામે છે અને વિજય પામે છેઅને વિજય પામે છેએ અર્થથી નમસ્કારએવો આક્ષેપ થાય છે. અર્થાત્ હું તેને પ્રણામ કરું છું એવો ભાવ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચડિયાથી છે માટે હું તેને પ્રણામ કરું છું એવં અહીં સૂચવાયું છે. મમ્મટે જે વાત અહીં કવિની વાણી વિશે સૂચવી છે તેની સાથે બ્રેડલે Bredleyનું નીચેનું વાકય સરખાવી શકાય.

   For its nature it is to be not a part, not yet a copy of the real world, but to be a world by itself, independent, complete autonomous.



(૧)

(૧)

અથવા

કાવ્યનાં પ્રયોજનો જણાવો

કાવ્ય લેખન માટે કયા પ્રયોજન જરૂરી છે સમજાવો?


જવાબ

(૧) પ્રાસ્તાવિકઃ

    કોઇપણ વસ્તુનું પ્રયોજન જયાં સુધી દર્શાવવામાં ન આવે ત્યાં સુધી તે વસ્તુ માટે કોઇ આકર્ષણ જન્મે નહિ કે કોઇ તેનો સ્વીકાર કરે નહિ. આ માટે કાવ્યનું પ્રયોજન અવશ્ય કહેવું જોઇએ. ભારતીય પરંપરામાં આથી અનુબંધચતુષ્ટય એટલે વિષય, અધિકારી, પ્રયોજન અને ફળ આ ચાર બાબતોને દર્શાવવું અનિવાર્ય મનાય છે. એક સ્થળે એમ પણ કહેવાયું છે કે પ્રયોજનમ અનુદ્દિશ્ય ન મન્દોડપિ પ્રવર્તતે. પ્રયોજન વિના તો મૂર્ખ માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી. આથી મમ્મટ ‘કાવ્યનું પ્રયોજન’ સહુથી પહેલાં દર્શાવે છે. તેમના મુજબ કાવ્યનાં છ પ્રયોજનો છે. (૧) યશ (૨) અર્થ (૩) વ્યવહારજ્ઞાન (૪) શિવેતરક્ષતિઅમંગલમનો નાશ (૫) સદ્ય ઉત્તમ આનંદ અને (૬) કાન્તાસમાન ઉપદેશ. મમ્મટની છ કારિકા છેઃ 

કાવ્યં યશસેડર્થકૃતે વ્યવહારવિદે શિવેતરક્ષતયે

સધઃ પરનિર્તૃતયે કાન્તાસમમ્મિતતયોપદેશયુજે

(૨) યશપ્રાપ્તિ

   આચાર્ય મમ્મટ કહે છે કે કાવ્યં યશસે- કાવ્ય યશ માટે લખાય છે. મમ્મટ વૃત્તિમાં સમજાવે છે કે કાલિદાસાદિનામ્ યવ યશઃ કાલિદાસ વગેરેની જેમ યશની પ્રાપ્તિ એ કાવ્યનું એેક પ્રયોજન છે. વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, ભાસ, ભવભૂતિ કે તુલસીદાસ અથવા  ટાગોર કે શબ્દચંદ્ર જેવાઓએ કાવ્ય એટલે સાહિત્યનું સર્જન કર્યુ અને તેમને યશ મળ્યો, કીર્તિ મળી, તેમનું નામ અમર થયું.  સંસ્કૃતમાં તો કહેવાયું છે કે જે સંદર કૃતિઓનું સર્જન કરે છે તે રસસિદ્ધ કવિશ્વરો હંમેશ વિજય પામે છે. કારણ, તેમના યશરૂપી દેહને જરા (વૃદ્ધાવસ્થા) મરણનો ડર હોતો નથી. જુઓ જયન્તિ તે સુકૃતિનો રસસિદ્ધા: કવીશ્વરા: નાસ્તિ યેષાં થશઃકાયે જરામરણજં ભયમ્ ભર્તહરિ ટૂંકમાં, કવિતાના સર્જનથી માણસ અજર-અમર બની જાય છે.



(૩) ધનપ્રાપ્તિ

   આચાર્ય મમ્મટ કાવ્યનું બીજું પ્રયોજન અર્થકૃતે લખે છે. એનો અર્થ થાય ધનની પ્રાપ્તિ માટે. વૃત્તિમાં તેઓ સમજાવે છે કે, શ્રીહર્ષદેર્બાણાદીનાભિવ ધનમ્ – શ્રી હર્ષ વગેરે પાસેથી બાણ વગેરેની માફક ધનની પ્રાપ્તિ. ઉત્તર ભારતમાં ઇ.સ. ૬૦૬ થી ૬૪૭ સુધી રાજય કરનાર સમ્રાટ શ્રી હર્ષવર્ધનના દરબારમાં મહાકવિ બાણ થઇ ગયા. તેમણે કાદંબરી, હર્ષચરિત વગેરે લખ્યાં છે. હર્ષચરિતના બીજા  ઉલ્લાસમાં બાણ પોતે લખે છે કે રાજા હર્ષવર્ધને તેને પ્રેમ, વિલાસ, દ્રવ્ય (ધન), મર્મ અને પ્રભાવની પરાકાષ્ઠાએ પહોંચાડયો હતો.  આમ, નકકી થાય છે કે શ્રી હર્ષવર્ધને બાણને દ્રવ્ય આપ્યું હતું.  આજે પણ ‘રોયલ્ટી’ માટે અનેક લેખકો લખે છે અને ઘણા લેખકો કવિતા, ગીત, નાટકો, નવલકથા કે નવલિકાઓ લખીને લાખોપતિ થયાનાં ઉદાહરણો છે. આથી અર્થની-ધનની પ્રાપ્તિ માટે કાવ્ય એટલે સાહિત્યનું સર્જન થાય છે. ટૂંકમાં, ધનપ્રાપ્તિ એ કવિ પક્ષે કાવ્યનું એક મહત્વનું પ્રયોજન છે.



(૪) વ્યવહારજ્ઞાન

   વ્યવહારવિદે વ્યવહારજ્ઞાન એ કાવ્યનું ત્રીજું પ્રયોજન છે. વૃત્તિમાં મમ્મટ સમજાવે છે કે રાજા વગેરેમાં રહેલા ઉચિત વ્યવવાહરના જ્ઞાન માટે મહાભારતમાં જયારે પાંડવો છૂપા વેશે રહેવાની તૈયારી કરે છે ત્યારે તેમના પુરોહિત ધૌમ્ય ઋષિ ઉપદેશ આપે છે કે, રાજાની પાસે કેવી રીતે રહેવું. પંચતંત્રની કથાઓની રચના રાજકુમારોને રાજય અને તેનો વ્યવહાર સમજાવવા માટે થઇ છે. આ સાહિત્ય વાંચવાથી વાચકને રાજા સાથે રાજયદરબારમાં કે જીવનમાં કેવી રીતે વર્તવું એ વ્યવહારનું જ્ઞાન થાય છે. કવિ પણ જયારે લખે છે ત્યારે પોતાની પૂર્વ રચાયેલ સાહિત્યમાંથી તેમજ પોતાના સમાજમાંથી લોકવ્યવહારનું જ્ઞાન મેળવે છે અને પછી તેને યથાયોગ્ય રીતે પોતાની કૃતિમાં ઉતારે છે. આમ, કવિ અને લેખક બંનેને માટે વ્યવહારજ્ઞાન એ પ્રયોજન સમાન છે.



(૫) અમંગલનો નાશ

   આચાર્ય મમ્મટે કાવ્યનું ચોથું પ્રયોજન ગણાવ્યું છે. શિવેતરક્ષતયે- શિવ એટલે મંગલ ઇતર તેનાથી ભિન્ન, બીજું એટલે અમંગલ ક્ષતયે નાશ માટે. ટૂંકમાં, અમંગલના નાશ માટે સાહિત્યનું સર્જન થાય છે. મમ્મટે વૃત્તિમાં ઉદાહરણ આપ્યું છે કે મયૂર કવિને સૂર્ય પાસેથી અનર્થનું નિવારણ થયું હતું. કહેવાય છે કે મયૂરને કોઢ થયો હતો. આ માટે તેને પોતાના બનેવી બાણનો શાપ મળ્યો હતો. મયૂરે ‘સૂર્યશતકમ્’ ની રચના કરી અને સૂર્યનારાયણની કૃપાથી કોઢ મટી ગયો. એક દંતકથા મુજબ કાલિદાસે કુમારસભવના આઠમા સર્ગમાં જગતનાં માતાપિતા શિવ-પાર્વતીનો શૃંગાર વર્ણવ્યો, તેથી તેને કોઢ થયો. તેણે રઘુવંશના આરંભમાં ભગવાન શિવની સ્તુતિ કરી અને તે મટી ગયો. આમ, અમંગલનો નાશ થયો.

    આ વાતતે આધુનિક સંદર્ભમાં બીજી રીતે સમજી શકાય છે. લેખકો પોતાની કલમની તાકાતથી એવું સાહિત્ય સર્જે છે. પરિણામે, સમાજનું કોઇક દૂષણ દૂર થાય છે. ભારત પરતંત્ર હતું, પણ મહાત્મા ગાંધીના લેખોથી સ્વાતંત્ર્યની ચળવળને વેગ મળ્યો અને ભારત સ્વતંત્ર થયું. Uncle Toms Cabin નામની નવલકથાને કારણે ગુલામોની સ્થિતિ સુધરી. વોલ્ટરે અને રુસો જેવા લેખકોએ ફાન્સમાં કાંતિ સર્જી હતી. આમ, સામાજિક દૂષણોને-અમંગલને દૂર કરવામાં સાહિત્ય મદદ કરે છે. આથી અમંગલનો નાશ એ સાહિત્યસર્જનનું એક પ્રયોજન છે.



(૬) સદ્ય ઉત્તમ આનંદ

   સાહિત્ય કે કાવ્ય વાંચતાંની સાથે એકદમ અચાનક ઉત્તમ આનંદ મળે છે એ  બીજાં બધાં પ્રયોજન કરતાં વધુ અગત્યનું અને મહત્વનું પ્રયોજન છે. સદ્ય એટલે વાંચતાંની સાથે જ (સમનન્તરમ્ એવ) રસના આસ્વાદનથી ઉત્પન્ન થયેલ (રસાસ્વાદનસમુદ્ભૂતમ) અને બીજા કોઇ પણ જ્ઞાનને ગાળી નાખનાર- અન્ય કોઇ પણ અનુભવ દૂર કરી દેનાર (વિગલિતવેદ્યાન્તરમ્) કવિતા વાંચે અને માણસ બીજું બધું ભૂલી જાય, તેમાં એટલો બધો મગ્ન થઇ જાય- એ આનંદના સાગરમાં એવો ડૂબી જાય કે એને બીજું કાંઇ જ સુઝે નહિ, આ ઉત્તમ પ્રયોજન છે.

   હેમચંદ્રાચાર્યે કાવ્યનાં પ્રયોજનની ચર્ચા કરતી વખતે ‘આનંદ’ પ્રથમ સ્થાન આપ્યું છે અને તેને સકલપ્રયોજન-ઉપનિષદ્ર્ભૂતમ) દરેક પ્રયોજનમાં  શ્રેષ્ઠ કહેલ છે.  તુલસીદાસે રામાયણની રચનાનું પ્રયોજન  વર્ણવતાં કહ્યું છે સ્વાન્તઃ સુખાય તેઓ રઘુનાથની ગાથા રચી રહ્યા છે. આમ, કવિ પોતાના આનંદ માટે સર્જે છે અને વાચક તેની સાથે તાદાત્મ્ય અનુભવે છે અને સર્વોત્તમ આનંદ એ માણે છે. આમ, આનંદ – ઉત્તમ આનંદ એ સર્વપ્રયોજનમાં ઉત્તમ છે. વિશ્વનાથે કાવ્યના આનંદને બ્રહ્માનંદ- સહોદર આનંદ કહ્યો છે. મમ્મટ કાવ્યના આ પ્રયોજનને ‘સકલપ્રયોજામૌલિભૂતમ’ ગણાવે છે.



(૭) કાન્તાસમાન ઉપદેશ

   કાન્તા એટલે પ્રિય પત્ની, તેની સમાન ઉપદેશ આપવો એ કાવ્યનું છેલ્લું, પણ મહત્વનું પ્રયોજન છે. મમ્મટ આને વિસ્તારથી સમજાવે છે. એ ઉપદેશને ત્રણ રીતે દર્શાવે છે.

   (૧) પ્રભુની જેમ ઉપદેશ (શબ્દપ્રધાન):  સ્વામી અથવા રાજાની જેમ ઉપદેશ આપવો. અહીં શબ્દનું મહત્વ હોય. રાજા કે સ્વામી બોલે તે કરવું જ પડે અને એવો ઉપદેશ વેદ આપે છે. સત્યં વદ એમ વેદમાં કહ્યું એટલે સાચું બોલવાનું. અહીં શબ્દોમાં કહ્યું તે સ્વીકારી લેવાનું. જેમ રાજાના કાયદામાં  લખ્યું તે શબ્દશઃ સાચું.

   (૨) મિત્રસમાન ઉપદેશ (અર્થપ્રધાન): જેમાં અર્થનું મહત્વ હોય. જેમકે, મિત્ર કાંઇ કહે તો તેનો અક્ષરે અક્ષર મુજબ અર્થ લેવાને બદલે તેમાં રહેલા અર્થને મહત્વ આપવું. તેમાં જરૂર પડે તો શબ્દો બદલી શકાય. આવો ઉપદેશ પુરાણ ઇતિહાસ વગેરે આપે. જેમ રામની વાત પુરાણમાં કહીને એનો એકએક શબ્દ એનો એ રાખ્યા વિના બદલીને પોતાની ભાષામાં તેને રજૂ કરી શકાય અને મુળ અર્થ જાળવીને એનો ઉપદેશ આપી શકાય. અહીં અર્થનું મહત્વ વધુ છે.

   (૩)  કાન્તાસમાન ઉપદેશ (રસપ્રધાન):  જેમાં રસનું મહત્વ હોય, શબ્દ કે અર્થનું મહત્વ નહિ;  પણ જીવનમાં રસ ઉત્પન્ન કરીને પત્ની ઉપદેશ આપે. ત્યાં શબ્દે કે અર્થનું મહત્વ ન હોય. આવું કાવ્ય છે, જે રસને પેદા કરે.  શબ્દોમાં સ્પષ્ટ ન કહ્યું હોય છતાં રામાયણ વાંચીને વાચક સમજી જાય કે મારે રામની જેમ વર્તવું જોઇએ, રાવણની જેમ નહિ. રામાદિવત્ વર્તિતવ્યં ન રાજણાદિવત્ I ટૂંકમાં, કાવ્ય પ્રિય પત્નીની જેમ રસ પેદા કરે અને સીધો નહિ, પણ આડકતરો ઉપદેશ આપે છે. આ કાવ્યનું છેલ્લું પણ મહત્વનું પ્રયોજન છે એમ કહી શકાય.



(૮) વિવેચન

   મમ્મટે જે કાવ્યનાં ૬ પ્રયોજનો ગણાવ્યાં છે તેમાં યશ, અર્થ એટલે ધન, આ બે પ્રયોજનો કેવળ કવિ માટેનાં છે. જયારે વ્યવહારજ્ઞાન, અમંગલનો નાશ અને સદ્ય ઉત્તમ આનંદ એ કવિ અને વાચક બંને માટેનાં છે અને કાન્તાસમાન ઉપદેશ એ કેવળ વાચક માટે છે.

   (૧)  વામન નામના આચાર્ય કાવ્યના પ્રયોજનમાં પ્રીતિ એટલે આનંદ અને કીર્તિને સ્વીકારે છે.  પ્રીતિકીર્તિહેતુત્વાત્ (૨) ભામહ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તથા કલાઓમાં પ્રાવીણ્ય, પ્રીતિ અને કીર્તિને કાવ્યનાં પ્રયોજનો સ્વીકારે છે. ધર્માર્થકામમોક્ષેષુ  વૈચક્ષણ્યં કલાસુ ચ I પ્રીતિ કરોતિં કીર્તિ ચ સાધુકાવ્યનિવેષનમ્ II (૩) હેમચંદ્ર કાવ્યના પ્રયોજનોમાં આનંદ, યશ અને કાન્તસમાન ઉપદેશને સ્થાન આપે છે. કાવ્યમાનન્દાય યશસે કાન્તાતુલ્યતયોપદેશાય ચ I આમ, દરેક આચાર્યો પોતપોતાની રીતે કાવ્યનાં પ્રયોજનો વર્ણવે છે.



(૯) ઉપસંહાર

   આચાર્ય મમ્મટે આપેલા પ્રયોજનોમાં કવિ માટેનાં અને વાચક માટેનાં એમ બંનેના પ્રયોજનો સમાવી લેવાયાં છે. વળી, એક પ્રશ્ન આજે ચર્ચાય છે કે, ‘Art for Art’s sake- કલાને ખાતર કલા કે Art for Art’s sakeનો અને કાન્તા સંમતિ ઉપદેશને સ્વાકારીને Art for life-sake એ બંને સિધ્ધાંતોનો સમન્વય કર્યો છે.



(બ)

પૂર્વાપર સંદર્ભ સમજાવો. (ચારમાંથી બે)            ૦૬ 


    જવાબ

(૧)  ગ્રન્થારભ્મે વિઘ્નવિધાતાય સમુચિતેષ્દેવતા ગ્રન્થ પરામૃશતિ I

અનુવાદઃ ગ્રંથના આરંભમાં વિઘ્નોના નાશ માટે સુયોગ્ય ઇષ્ટદેવતાનું સ્મરણ કરે છે.

સમજૂતીઃ   ભારતીય પરંપરા અનુસાર કોઇ પણ ગ્રંથનો આરંભ કરીએ તો આરંભમાં મંગળ હોવું જોઇએ. મંગલમ્ શબ્દનો અર્થ છે મં પાપં ગલતિ અનેન ઇતિ મંગલમ્ આનાથી મં એટલે પાપ જેનાથી ગળી જાય, ઓગળી જાય, નાશ પામે માટે એ ‘મંગલ’ કહેવાય. અહીં ઈષ્ટદેવનું સ્મરણ, વંદન વગેરે હોય. આવું મંગલ કરવાથી અનિષ્ટનો નાશ થાય, પાપ દૂર થાય, કાર્યની – ગ્રંથની નિર્વિધ્ન સમાપ્તિ થાય અને શિષ્યોને યોગ્ય શિક્ષા મળી રહે. આ બધા મંગલના હેતુઓ ગણાવાયા છે.

આચાર્ય મમ્મટે ‘કાવ્યપ્રકાશ’ના આરંભમાં લખ્યું છે કે ‘ગ્રંથના આરંભમાં વિધ્નના વિનાશ માટે યોગ્ય (સમુચિત) અને ઇષ્ટ આરાધ્ય એવા દેવતાનું ગ્રંથકાર સ્મરણ કરે છે.’ આ યોગ્ય અને ઇષ્ટ દેવતા તે બીજું કોઇ નહિ, પણ ‘કવિની વાણી’ ભારતી છે. કારણ, આ ગ્રંથ કાવ્યશાસ્ત્રનો છે. મમ્મટ કહે છે: 

નિયતિકૃતનિયમરહિતાં હલાદૈકમયીમનન્યપરતંત્રામ્

નવરસરુચિરાં નિર્મિતિમાદધતી ભારતી કવેર્જયતિ

નિયતિએ સર્જેલા નિયમોથી રહિત, કેવળ આનંદમય, બીજાને પરતંત્રવશ નહિ તેવી, નવ રસથી મનોહર એવી સૃષ્ટિનું નિર્માણ કરતી કવિની ભારતી એટલે વાણીવિજય પામે છે. મમ્મટે આ પછીની કારિકામાં સ્પષ્ટ કર્યુ છે કે અહીં કવિની વાણી બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચાર રીતે ચડિયાતી છે.


કવિની સૃષ્ટિ

બ્રહ્માની સૃષ્ટિ

૧. નિયતિના નિયમોથી સ્વતંત્ર

૧. નિયતિના નિયમોથી બંધાયેલી 

૨.કેવળ આહલાદ સ્વભાવવાળી

૨. સુખ-દુઃખ મોહમય સ્વભાવવાળી

૩. સ્વતંત્ર, કોઇને વશ નહિ.

૩. પરમાણુ વગેરેને પરવશ

૪. નવ રસોવાળી

૪. છ રસોવાળી

(૨)  ષડરસા ન ચ હ્રદ્યૈવ તૈઃ I

 અનુવાદઃ છ રસોવાળી અને તેથી મનોહર કદાચ ન હોય (તેવી બ્રહ્માની સૃષ્ટિ). 

   સમજૂતીઃ  કવિની સૃષ્ટિમાં શ્રૃંગાર, હાસ્ય, કરુણ,વીર, રૌદ્ર, બીભત્સ, અદ્દભૂત, ભયાનક અને શાંત એમ નવ રસ હોય છે. આનંદ અને આશ્રર્યની વાત એ છે કે આ નવે રસ વાચકને આનંદ આપે છે. તે મનનું હરણ કરે છે. આથી તે મનોહર કહેવાયા છે. સાહિત્યના રસની વાત ન્યારી એ રીતે કે એમાં શૃંગાર, હાસ્ય કે વીર રસ આનંદ આપે એટલું જ નહિ; કરુણ, બીભત્સ કે ભયાનક રસ પણ આનંદ આપે છે. આજકાલ લોકો હોરર મૂવીઝજોવા જાય છે અને એનો આનંદ માણે છે. એથી સિધ્ધ થાય છે કે ભયાનક રસ પણ આનંદ આપે છે. આથી ઊલટું બહ્માની સૃષ્ટિમાં છ રસો છેઃ (૧) મધુર (મીઠો), (૨) કટુ (તીખો), (૩) અમ્લ (ખાટો), (૪) કષાય (તુરો), (૫) લવણ (ખારો) અને (૬) તિકત (કડવો) (ધ્યાન રાખવું કે કટુ એટલે કડવો અને તિકત એટલે તીખો એ અનુવાદ ખોટો છે.) વળી, આ છએ રસો આનંદ જ આપે એવું નથી. કડવો રસ કોને ભાવે? આમ, રસની બાબતમાં સંખ્યા અને અસર બંને રીતે જોતાં કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં વધુ ચડિયાતી છે, સારી છે. 



(૩)  ઇતિદ્દિલક્ષણા તુ કવિતાડ્નિર્મતિઃ I

  અનુવાદઃ ‘આનાથી વિલક્ષણ એટલે તદ્દન જુદી કવિની વાણીની સૃષ્ટિ છે.’

સમજૂતીઃ  આ વાકય આચાર્ય મમ્મટના કાવ્યપ્રકાશના પ્રથમ ઉલ્લાસના મંગલમ્ કારિકામાં આવે છે.

મમ્મટે ‘કવિની ભારતી વિજય પામે છે.’ ભારતી કવેર્જયતિ એમ કહ્યું છે. કવિની વાણી એક સૃષ્ટિ અથવા સંસાર રચે છે અને સંસાર બ્રહ્માએ રચેલી સૃષ્ટિ એટલે સંસારથી તદ્દન જુદો છે. આ વિલક્ષણા અથવા ભિન્નતા નીચે મુજબની છેઃ 

બ્રહ્માની સૃષ્ટિ

કવિની સૃષ્ટિ

૧. નિયતિના નિયમોથી બંધાયેલી 

૧. નિયતિના નિયમોથી સ્વતંત્ર

૨. સુખ-દુઃખ મોહમય સ્વભાવવાળી

૨. કેવળ આહલાદ સ્વભાવવાળી

૩. પરમાણું વગેરેને પરવશ

૩. સ્વતંત્ર, કોઇને વશ નહિ.

૪. છ રસોવાળી

૪. નવ રસોવાળી




બ્રહ્માની સૃષ્ટિ વિધિએ નકકી કરેલા નિયમોથી બંધાયેલી છે. દા.ત. ચંદ્ર શીતળતા આપે. પહેલા ફૂલ આવે પછી ફળ આવે, પણ કવિની સૃષ્ટિમાં એવું કાંઇ નથી. કવિ તો લખે છે કે વિરહીને ચાંદની દઝાડે છે. આમ, કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિથી વિલક્ષણ છે.



બ્રહ્માની સૃષ્ટિમાં દરેક પદાર્થ સુખ-દુઃખ કે મોહ આપે તેવો છે. એક પદાર્થ એક વખત સુખ આપે અને એ જ પદાર્થ બીજી વખત દુઃખ પણ આપે છે. ચંદન શિયાળામાં દુઃખ અને ઉનાળામાં આનંદ આપે. જયારે કવિની સૃષ્ટી કેવળ આહલાદ એટલે આનંદ જ આપે. સાહિત્યમાં શૃંગારરસ કે હાસ્યરસનું વર્ણન કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિથી ચડિયાતી છે.

બ્રહ્માની સૃષ્ટિ પરમાણુ વગેરે કારણોથી થાય. જળના પરમાણુંથી જળ અને પૃથ્વીના પરમાણુથી પૃથ્વી સર્જાય. આમ, પરમાણુ વગેરે ઉપાદાન સામગ્રીને વશ હોય છે. કવિને પોતાનું આખું વિશ્વ સર્જવા માટે આવાં કોઇ ઉપાદાન કારણોની જરૂર જ નથી. એક સોનાનું નગર હતું.  ત્યાં મહેલમાં ચાંદીની વેલીઓમાં હીરાનાં ફૂલો કંડારેલા હતાં. આમ, કવિ તરત લખી નાખેઃ બ્રહ્મા ન તો સોનાનું નગર સર્જી શકે ન ચાંદીની વેલીઓ કહેવાયું છે-

અપારે કાવ્યસંસારે કવિરેક: પ્રજાપતિ:

યથાસ્મૈ રિચતે વિશ્વં તથેદં પરિવર્તતે:

આ અસાર સંસારમાં એકલો કવિ જ સાચો પ્રજાપતિ-સર્જક છે. એને જેવું ગમે તેવી રીતે આખો સંસાર બદલી નાખે છે.

છેલ્લે બ્રહ્માની સૃષ્ટિમાં ખાટો, ખારો, કડવો, તુરો, તીખો અને ગળ્યો- આ છ પ્રકારના જ રસ હોય છે. કવિના સર્જનમાં શૃંગાર, વીર, હાસ્ય, કરુણ, રૌદ્ર, અદ્દભૂત, બીભત્સ, ભયાનક અને શાંત- એમ નવ નવ રસો હોય છે. આમ, રસની સંખ્યાની દ્રષ્ટિએ કવિની સૃષ્ટિ ચડિયાતી છે; એટલું જ નહિ, પેલા છએ રસો આનંદ ન આપે. કડવું કોને ગમે? જયારે કવિની સૃષ્ટિમાં તો કરુણ હોય કે ભયાનક એ તો આનંદ જ આપે.

આમ, કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિથી ચડિયાતી છે, વિલક્ષણ છે. તેથી તે વિજય પામે છે અને પરિણામે ‘તે વિજય’ પામે છે. એમ કહેવાથી ‘નમસ્કાર’નું સૂચન થાય છે એટલે ‘હું’ તે કવિની સૃષ્ટિને પ્રમાણ કરું છું એવો ભાવ અહીં નીકળે છે.




(૪)   જયત્યર્થેન ચ નમસ્કાર આક્ષિપ્યતે ઇતિ તાં પ્રત્યસ્મિ પ્રણત ઇતિ લક્ષ્યતે I

અનુવાદઃ ‘વિજય પામે છે એવા અર્થથી નમસ્કારનો આક્ષેપ થાય છે. આમ, હું તેને પ્રણામ કરું છું એવો (અર્થ) પ્રાપ્ત થાય છે.’

સમજૂતીઃ  આચાર્ય મમ્મટે કાવ્યપ્રકાશના ઉલ્લાસના આરંભમાં નિયતિકૃતનિયમહિતામ્...II કારિકા લખી. તેમાં બ્રહ્માની સૃષ્ટિ  કરતાં વધુ સારી એવી કવિની વાણીની નિર્મિત વિજય પામે છે. ભારતી કવેર્જયતિ એ કહ્યું.

અહીં પ્રશ્ન થાય કે કોઇ પણ કૃતિનો આરંભ કરીએ તો ત્યાં ઇષ્ટદેવને ‘હું પ્રણામ કરું છું. નમસ્કાર કરું છું.’ એમ કહેવું જોઇએ, પણ એમ કહેવાને બદલે અહીં તો ‘જયતિ’- વિજય પામે છે એમ કહ્યું. તો તેનો ઉત્તર આપવા આ પંકિત મમ્મ્ટે કારિકામાં આપી છે.

જયતિ એટલે વિજય પામે છે એવા અર્થથી નમસ્કારનો આક્ષેપ થાય છે. પરિણામે, હું એ કવિની ભારતી-વાણીને પ્રણામ કરું છું એવો અર્થ, ભાવ કે સૂચન પ્રાપ્ત થાય છે. અહીં સમજવાનું છે કે જયતિ વિજય પામે છે એ ધાતુ છે એ સકર્મક હોય. દા.ત. શત્રું જયતિ એટલે શત્રુને જીતે છે.  (અહીં શત્રુ એ કર્મ છે તેથી બીજી વિભકિતમાં આવે છે) અથવા એ ધાતુ દ્રિકર્મક હોય છે. દા.ત., શતં કિતવં જયતિ તો અહીં શતં અને કિતવં બંને કર્મ હોવાથી બંને બીજી વિભકિતમાં કે દ્રિકર્મક હોય ત્યારે તે કોઇક વ્યકિત કે વસ્તુ પર વિજયી થાય છે એવો ભાવ જન્મે છે, પણ જયારે તેનો અકર્મ પ્રયોગ થાય એટલે કેવળ જયતિ એમ કહેવાય એટલે એ સર્વોત્કૃષ્ટ છે. સૌથી ઉત્તમ છે એવો અર્થ છે અને એ સૂચવવા મમ્મટે અહીં ‘જયતિ’ પદ એ અકર્મક તરીકે પ્રયોજયું છે. એટલે કવિની સૃષ્ટિ જયતિ અર્થાત્ વિજય પામે છે એટલે સર્વોત્કૃષ્ટ છે, એવો અર્થનો આક્ષેપ થાય છે.

જયાં કોઇ સર્વોત્કૃષ્ટ છે, સહુથી ઉત્તમ છે એમ કહેવાય એટલે કહેનારાઓની સામે પોતે નાનો છે, નીચો છે, નમ્ર છે એ વાતનો માનસિક રીતે સ્વીકાર કરે છે. અર્થાત્ જેનો એ જયજયકાર કરે છે, તેને એ નમે છે એ સરલ ભાવ એમાંથી પ્રાપ્ત થાય છે. આમ, જયતિનો અર્થ હું પ્રમાણ કરું છું એવો અર્થ થાય.

આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઇએ. ‘રણછોડરાય કી જય’ એમ ભકતો નારા લગાવે છે. અહીં ‘જય’ એમ કહેવાથી રણછોડરાય ‘વિજય પામે છે’ કારણ, એ સહુથી-બીજા બધાથી ઉત્તમ છે. માટે હું એને પ્રણામ કરું છું. તમે બધા સાંભળનારા પણ પ્રણામ કરો. આવો ભાવ આપોઆપ પ્રાપ્ત થાય છે. આમ, અહીં પણ બવેઃ ભારતીજયતિ એમ કહેવાથી કવિની વાણી સર્વોત્તમ છે અને એટલે હું તેને પ્રણામ કરું છું એવો ભાવ પ્રાપ્ત થાય છે.



(૫) કાલિદાસાદીનામિવ યશઃ I

અનુવાદઃ કાલિદાસ વગેરે (કવિઓ) ની જેમ યશ (કીર્તિ)ની પ્રાપ્તિ.

સમજૂતીઃ યશપ્રાપ્તિ

   આચાર્ય મમ્મટ કહે છે કે કાવ્યં યશસે- કાવ્ય યશ માટે લખાય છે. મમ્મટ વૃત્તિમાં સમજાવે છે કે કાલિદાસાદિનામ ઇવ યશઃ કાલિદાસ વગેરેની જેમ યશની પ્રાપ્તિ એ કાવ્યનું એેક પ્રયોજન છે. વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, ભાસ, ભવભૂતિ કે તુલસીદાસ અથવા  ટાગોર કે શબ્દચંદ્ર જેવાઓએ કાવ્ય એટલે સાહિત્યનું સર્જન કર્યુ અને તેમને યશ મળ્યો, કીર્તિ મળી, તેમનું નામ અમર થયું.  સંસ્કૃતમાં તો કહેવાયું છે કે જે સુંદર કૃતિઓનું સર્જન કરે છે તે રસસિધ્ધ કવિશ્વરો હંમેશ વિજય પામે છે. કારણ, તેમના યશરૂપી દેહને જરા (વૃધ્દ્રાવસ્થા) મરણનો ડર હોતો નથી. જુઓ જયન્તિ તે સુકૃતિનો રસિધ્ધાઃ કવીશ્વરઃ નાસ્તિ યેષાં યશઃકાયે જરામરણબં  ભયમ્ ભર્તહરિ. ટૂંકમાં કવિતાના સર્જનથી માણસ અજર-અમર બની જાય છે.



(૬) શ્રીહર્ષદેર્બાણાદીનામિવ ધનમ્ I

અનુવાદઃ ‘શ્રીહર્ષ વગેરે પાસેથી બાણ વગેરેને પ્રાપ્ત થયેલ ધનની જેમ’

સમજૂતીઃ  મમ્મટે કાવ્યપ્રકાશના પ્રથમ ઉલ્લાસમાં કાવ્યનાં પ્રયોજનો દર્શાવતાં કહ્યું છે કે (૧) યશ (૨) ધન (૩) વ્યવહારજ્ઞાન (૪) શિવેતરક્ષતિ-અમંગલમનો નાશ (૫) સદ્ય ઉત્તમ આનંદની પ્રાપ્તિ અને (૬) કાન્તાની જેમ ઉપદેશ- આ છ પ્રયોજનો છે.

ઇ.સ. ૬૦૦ થી ૬૪૭ સુધી શ્રીહર્ષ અથવા હર્ષવર્ધને ઉત્તર ભારતમાં સ્થાણેશ્વરમાં રાજય કર્યું હતું. તેના રાજદરબારમાં મહાકવિ બાણ થઇ ગયા. બાણ એ સંસ્કૃત સાહિત્યમાં ગદ્યના બેતાજ બાદશાહ છે. તેમણે કાદંબરી નામનો અત્યંત ઉત્તમ કોટિનો ગ્રંથ ગદ્યમાં રચ્યો છે. તેમણે હર્ષચરિત નામનો બીજો ગ્રંથ લખ્યો છે, તેમાં રાજા હર્ષવર્ધનના ચરિત્રને વર્ણવ્યું છે. આનાથી પ્રસન્ન થઇને રજા હર્ષે ૧૦૦ ભાર સોનું અને અનેક હાથી ભેટ આપ્યા હતા. એક સુભાષિતમાં કહેવાયું છે કે – 

હેમ્નો ભારશતાનિ વા મદમુચાં વૃન્દાનિ વા દન્તિનામ્ I

શ્રીહર્ષેણ સમર્પિતાનિ કવયે બાણાય કુત્રાદ્ય તત્ II

અહીં બાણાદીનામ્ ના સ્થાને ધાવકાદીનામ્ એવો એક પાઠ મળે છે. એટલે ‘શ્રીહર્ષે ધાવકને જેમ ધન આપ્યું હતું’ એવો અર્થ થાય. પ્રો. ગજેન્દ્રગડકરના મત મુજબ ધાવક નામનો કોઇ કવિ સસ્કૃત સાહિત્યમાં છે જ નહી. આથી આ ખોટો પાઠ છે બીજી બાજુ ઝળકીકર નોંધે છે કે અચ્યુતરાય નામના કાવ્યપ્રકાશના ટીકાકાર પોતાની સાહિત્યસાર નામની ટીકામાં નોંધે છે કે ધાવક નામના પંડિતે ૧૦૦ સર્ગનું નૈષધચરિત નામનું કાવ્ય લખ્યું અને શ્રીહર્ષને બતાવ્યું. શ્રીહર્ષે પ્રસન્ન થઇને તેને દર વર્ષે એક લાખ રૂપિયાના સિકકા પ્રાપ્ત થાય એટલી જમીન આપી અને પેલા કવિ ધાવકે પોતાના કાવ્યના દરેક સર્ગના છેલ્લા શ્ર્લોકમાં શ્રીહર્ષનું નામ યુકિતપૂર્વક ગૂંથી લીધું.

સામાન્ય રીતે વિદ્દ્રાનો બાણવાળી વાતથી વધુ પરિચિત છે.



(૭) આદિત્યાદેર્મયુરાદીનામિવાનર્થનિવારણમ્ I

અનુવાદઃ        સૂર્ય વગેરે પાસેથી મયૂર વગેરેની

જેમ અનર્થનું નિવારણ

   આચાર્ય મમ્મટે કાવ્યનું ચોથું પ્રયોજન  ગણાવ્યું છે. શિવેતરક્ષતયે- શિવ એટલે મંગલ ઇતર તેનાથી ભિન્ન, બીજું એટલે અમંગલ ક્ષતયે નાશ માટે. ટૂંકમાં, અમંગલના નાશ માટે સાહિત્યનું સર્જન થાય છે. મમ્મટે વૃત્તિમાં ઉદાહરણ આપ્યું છે કે મયૂર કવિને સૂર્ય પસેથી અનર્થનું નિવારણ થયું હતું. કહેવાય છે કે મયૂરને કોઢ થયો હતો. આ માટે તેને પોતાના બનેવી બાણનો શાપ મળ્યો હતો. મયૂરે ‘સૂર્યશતકમ્’ ની રચના કરી અને સૂર્યનારાયણની કૃપાથી કોઢ મટી ગયો. એક દંતકથા મુજબ કાલિદાસે કુમારસભવના આઠમા સર્ગમાં જગતનાં માતાપિતા શિવ-પાર્વતીનો શૃંગાર વર્ણવ્યો, તેથી તે કોઢ થયો. તેણે રઘુવંશના આરંભમાં ભગવાન શિવની સ્તૃતિ કરી અને તે મટી ગયો. આમ, અમંગલનો નાશ થયો.

    આ વાતને આધુનિક સંદર્ભમાં બીજી રીતે સમજી શકાય છે. લેખકો પોતાની કલમની તાકાતથી એવું સાહિત્ય સર્જે છે. પરિણામે, સમાજનું કોઇક દૂષણ દૂર થાય છે. ભારત પરતંત્ર હતું, પણ મહાત્મા ગાંધીના લેખોથી સ્વાતંત્ર્યની ચળવળને વેગ મળ્યો અને ભારત સ્વતંત્ર થયું. Uncle Toms Cabin નામની નવલકથાને કારણે ગુલામોની સ્થિતિ સુધરી. વોલ્ટરે અને રુસો જેવા લેખકોએ ફાન્સમાં કાંતિ સર્જી હતી. આમ, સામાજિક દૂષણોને-અમંગલને દૂર કરવામાં સાહિત્ય મદદ કરે છે. આથી અમંગલનો નાશ એ સાહિત્યસર્જનનું એક પ્રયોજન છે.



(૮) રામાદિવદવર્તિતવ્યં ન રાવજ્ઞાદિવદિત્યુપદેશં ચ યથાયોગં કવેઃ સહદયસ્ય ચ કરોતીતિ I

અનુવાદઃ રામ વગેરેની જેમ વર્તન કરવું જોઇએ, રાવણ વગેરેની જેમ નહિ. એ રીતે દરેકની યોગ્યતા પ્રમાણે કવિને અને સહ્રદય (વાચકો)ને ઉપદેશ આપે છે.

સમજૂતીઃ 

   કાન્તા એટલે પ્રિય પત્ની, તેની સમાન ઉપદેશ આપવો એ કાવ્યનું છેલ્લું, પણ મહત્વનું પ્રયોજન છે. મમ્મટ આને વિસ્તારથી સમજાવે છે. એ ઉપદેશને ત્રણ રીતે દર્શાવે છે.

   (૧) પ્રભુની જેમ ઉપદેશ (શબ્દપ્રધાન) :  સ્વામી અથવા રાજાની જેમ ઉપદેશ આપવો. અહીં શબ્દનું મહત્વ હોય. રાજા કે સ્વામી બોલે તે કરવું જ પડે અને એવો ઉપદેશ વેદ આપે છે. સત્યં વદ એમ વેદમાં કહ્યું એટલે સાચું બોલવાનું. અહીં શબ્દોમાં કહ્યું તે સ્વીકારી લેવાનું. જેમ રાજાના કાયદામાં  લખ્યું તે શબ્દશઃ સાચું.

   (૨) મિત્રસમાન ઉપદેશ (અર્થપ્રધાન): જજેમાં અર્થનું મહત્વ હોય. જેમકે, મિત્ર કાંઇ કહે તો તેનો અક્ષરે અક્ષર મુજબ અર્થ લેવાને બદલે તેમાં રહેલા અર્થને મહત્વ આપવું. તેમાં જરૂર પડે તો શબ્દો બદલી શકાય. આવો ઉપદેશ પુરાણ ઇતિહાસ વગેરે આપે. જેમ રામની વાત પુરાણમાં કહીને એનો એકેએક શબ્દ એનો એ રાખ્યા વિના બદલીને પોતાની ભાષામાં તેને રજૂ કરી શકાય અને મૂળ અર્થ જાળવીને એનો ઉપદેશ આપી શકાય. અહીં અર્થનું મહત્વ વધુ છે.

   (૩)  કાન્તાસમાન ઉપદેશ (રસપ્રધાન):  જેમાં રસનું મહત્વ હોય, શબ્દ કે અર્થનું મહત્વ નહિ;  પણ જીવનમાં રસ ઉત્પન્ન કરીને પત્ની ઉપદેશ આપે. ત્યાં શબ્દે કે અર્થનું મહત્વ ન હોય. આવું કાવ્ય છે, જે રસને પેદા કરે.  શબ્દોમાં સ્પષ્ટ ન કહ્યું હોય છતાં રામાયણ વાંચીને વાચક સમજી જાય કે મારે રામની જેમ વર્તવું જોઇએ, રાવણની જેમ નહિ. રામાદિવત્ વર્તિતવ્યં ન રાવણાદિવત્ I ટૂંકમાં, કાવ્ય પ્રિય પત્નીની જેમ રસ પેદા કરે અને સીધો નહિ, પણ આડકતરો ઉપદેશ આપે છે. આ કાવ્યનું છેલ્લું પણ મહત્વનું પ્રયોજન છે એમ કહી શકાય.




પ્રશ્ન-૨(અ)

યુનિટ-૨

પ્રથમ ઉલ્લાસ કારિકા (૩,૪ અને પ)

ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) અથવા 

સામાન્ય પ્રશ્ન (એકના વિકલ્પે એક)



૧૦

(૧)

કાવ્યપ્રકાશને આધારે કાવ્યના હેતુની ચર્ચા કરો.


જવાબ

(૧) પ્રાસ્તાવિક

   આચાર્ય મમ્મટે કાવ્યના પ્રયોજનોની ચર્ચા કરી એ પછી તેમણે કાવ્યના હેતુની ચર્ચા કરી છે. પ્રયોજન અને હેતુ વચ્ચેની ભેદ જાણી લેવો જરૂરી છે. કિમર્થમ્? કાવ્ય શા માટે  (Why?) એ પ્રશ્નનો ઉત્તર જે આપે તે કાવ્યનાં પ્રયોજનો કેવી રીતે (How?) પેદા થાય એ પ્રશ્નનો જે જવાબ આપે તે કાવ્યનો હેતુ કહેવાય. આચાર્ય મમ્મટે શકિત, નિપુણતા અને અભ્યાસ એ ત્રણને કાવ્યના ‘હેતુઓ’ નહિ,  પણ ‘હેતુ’ ગણાવ્યા છે. તે કહે છે – 

શકિતર્નિપુણતા લોકકાવ્યશાસ્ત્રાદ્યવેક્ષણાત્ I

કાવ્યાજ્ઞશિક્ષયાભ્યાસ ઇતિ હતેસ્તદુદ્ભવે II



(૨) શકિત

   મમ્મટાચાર્ય મુજબ, તેઓ વૃત્તિમાં જણાવે છે તેમ, શકિત એટલે કવિત્વ બીજરૂપ વિશિષ્ટ સંસ્કાર.  આવી શકિત વિના કાવ્ય સ્ફુરે નહિ અને જો સ્ફુરે તો તે ઉપહાસને પાત્ર થાય. શકિતનો મમ્મટાચાર્યે સહુ પ્રથમ નિર્દેશ કર્યો હોવાથી એ સહુથી અગત્યનો હેતુ છે એમ કેટલાક ટીકાકારો માને છે. પાણી હોય, ખાતર હોય, ખેડલું ખેતર હોય પણ જો બીજ ન હોય તો કાંઇ જ પેદા ન થાય. તેમ નિપુણતા કે અભ્યાસ હોય પણ કવિતાના બીજરૂપ શકિત ન હોય તો કવિતા ઉત્પન્ન થાય જ નહિ. મમ્મટ આવી શકિતને સંસ્કારવિશેષ કહે છે. એટલે જન્મજન્માન્તરના વિશિષ્ટ સંસ્કારોથી કવિત્વ શકિત પ્રાપ્ત થાય છે. બીજા અર્થમાં શકિત માટે અન્ય વિવેચકોએ ‘પ્રતિભા’ શબ્દ પ્રયોજયો છે. પંડિતરાજ જગન્નાથ જેવા વિવેચકો તો કેવળ પ્રતિભાને જ કાવ્યનું કારણ અથવા હેતુ માને છે. તસ્ય ચ કારણં કવિગતા કેવલા પ્રતિભા II બીજી બાજુ હેમચંદ્રાચાર્ય પણ કહે છેઃ પ્રતિભા અસ્ય હેતુઃI પ્રતિભા નવનવોન્મેષશાલિનીપ્રજ્ઞા I પ્રતિભા કે પ્રજ્ઞા કાવ્યનું કારણ છે. પ્રતિભા એટલે નવા નવા ઉન્મેષોથી શોભતી પ્રજ્ઞા.



(૩)  નિપુણતા

   આચાર્ય મમ્મટે કાવ્યના હેતુની ચર્ચામાં નિપુણતા એટલે લોક શાસ્ત્રના અધ્યયનથી પેદા થતી નિપુણતા- હોશિયારીને બીજી ગણાવી છે. આને માટે વૃત્તિમાં મમ્મટે વ્યુત્પત્તિ શબ્દ વાપર્યો છે. મમ્મટ કહે છેઃ વ્યુત્પત્તિ એટલે લોક એટલે સંસારના સ્થાવર અને જંગમ પર્દોથાના વૃતાંતનાં; શાસ્ત્ર એટલે છંદ, વ્યાકરણ, કોશ, કલા વગેરેના ગ્રંથોના અને મહાકવિઓએ રચેલાં કાવ્યોના અભ્યાસથી જે જન્મે તે. કવિમાં કાવ્યના સર્જનની શકિત એટલે પ્રતિભા અથવા બીજ હોય, પણ જો તે સંસારનો, શાસ્ત્રોનો અને પૂર્વ થયેલા મહાકવિઓની કૃતિઓનો અભ્યાસ ન કરે તો તેનામાં નિપુણતા ન આવે અને નિપુણતા વિના સારૂ કાવ્ય સર્જી ન શકાય.  ભૂલથી ખોટું લખી નાખે તો મુશ્કેલી થાય. દા.ત. ચણાના ઝાડ પરથી કૂદ્યો કે કોબીજના વેલા પરથી પક્ષી ઊડ્યું. 



(૪) અભ્યાસ

   કાવ્યની રચના કરવાનું અને કાવ્યનું વિવેચન કરવાનું જે જાણતા હોય તેમની પાસે રહી કાવ્યના સર્જનમાં વારંવાર પ્રવુત્ત થવું તેનું નામ અભ્યાસ.  આ અભ્યાસ ખરેખર તો યોગશાસ્ત્રમાં પ્રયોજાયેલો શબ્દ છે. ત્યાં દર્શાવાયું છે કે નહિ સકૃદ્દ્ બિન્દુપાતેન ગ્રાવાણિ નિમ્નતાં મજજતિ I એક વાર પાણીનું ટીપું પડ તો પથ્થરમાં ખાડો પડતો નથી, પરંતુ જો પણી સતત-વારંવાર પડતું રહે તો પથ્થરમાં ખાડો પડે છે. તેમ વારંવાર કોઇ કામ કરો તે અભ્યાસ. (અને આવા અભ્યાસ અને વૈરાગ્યથી મન વશ કરવું વગેરે વાત યોગશાસ્ત્રમાં છે.) કવિતા અને સારી કવિતાની રચના માટે વારંવાર તેના સર્જક અને વિવેચકની સલાહ અનુસાર અભ્યાસ કરવો જોઇએ.



(૫) હેતુઃ ન તુ હેતવઃ

   કાવ્યના હેતુમાં શકિત, નિપુણતા અને અભ્યાસ એમ ત્રણની ગણના કારિકામાં કર્યા પછી આચાર્ય મમ્મટે એક અગત્યની-અત્યંત મહત્વની વાત વૃત્તિમાં કરી છે. તેઓ કહે છે કે કાવ્યની ઉત્પત્તિ, નિર્માણ અને સમુલ્લાસમાં આ ત્રણે અલગ અલગ (વ્યસ્તાઃ) નહિ, પરંતુ સંમિલિત સમન્વિત થઇને (સમુચિતાઃ) કાવ્યના ‘હેતુઓ’ નહિ, પણ ‘હેતુ’ બને છે. ટૂંકમાં, આ ત્રણ જુદા જુદા હેતુઓ નથી, પણ ત્રણ મળીને એક હેતુ બને છે.  જો કેવળ પ્રતિભાને હેતુ માનીએ તો  Poets are born એ સિધ્ધાંત સ્વીકારવો પડે અને જો કેવળ વ્યુત્પત્તિ અને અભ્યાસને હેતુ માનીએ તો Poets are made એ મત માનવો પડે. મમ્મટે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ ત્રણેને ‘હેતુઓ’ નહિ, પરંતુ ‘હેતુ’ એમ સ્વીકારીનુ Poets are born અને Poets are made એ બંને મતોને સમન્વય કર્યો છે.



(૬) ઉપસંહાર

    સંસ્કૃત વિવેચન સાહિત્યમાં પ્રતિભા એ જ કાવ્યનો હેતુ છે એવું માનનાર એક વર્ગ છે, તો બીજો વર્ગ વ્યુત્પત્તિ અને અભ્યાસ એ બંનેને પણ હેતુમાં માનવા પ્રેરાય છે. આ માટે શાસ્ત્રાર્થ પણ થયા છે. આચાર્ય મમ્મટે બધા મતોનો જાણે કે સમન્વય કરીને ત્રણેને જુદા જુદા હેતુઓ (હેતવઃ) ન માનતાં કેળવ હેતુ (હેતુઃ) સ્વીકાર્યા છે. તેમના મતને પાછળના કેટલાક વિવેચકોએ સ્વીકાર્યો છે અને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દા.ત. ચંદ્રલોકના કર્તા જયદેવ કહે છે કે, મારી અને જળ સાથે જોડાયેલું બીજ જેમ લતાનું કારણ છે તેમ જ્ઞાન અને અભયસ સાથે જોડાયેલી પ્રતિભા કવિતાનો હેતુ છે.  પ્રતિભેવ શ્રુતાભ્યાસહિતા કવિતાં પ્રતિ I  હેતુર્મૃદમ્બુસંબધદ્રબીજવ્યકિતર્લતામિવ II  અહીં લતાના રૂપકથી મમ્મટના વિચારને વધુ સ્પષ્ટ કર્યો છે. હેમચંદ્ર માને છે કે પ્રતિભા જ કાવ્યનો હેતુ છે, વ્યુત્પત્તિ અને અભ્યાસ તો પ્રતિભાને સંસ્કારિત કરનારા છે. કમલાકરે મમ્મટનો મત ખૂબ સરસ રીતે સમજાવ્યો છે કે કવિત્વં જાયતે શકતેર્વર્ધતેડભ્યાસયોગતઃ I અસ્ય ચારુત્વનિષ્પતૌ વ્યુત્પત્તિસ્તુ ગરીયસી II કવિત્વં શકિત એટલે પ્રતિભાથી જન્મે છે. અભ્યાસના સંગે વધે છે અને તેના સૌંદર્યની ઉત્પત્તિ માટે વ્યુત્પત્તિ વધુ સારી છે. મમ્મટે વૃત્તિમાં ઉદ્દભવ, નિર્માણ અને સમુલ્લાસ એમ ત્રણ શબ્દો વાપર્યા છે એ મુજબ અનુક્રમે ઘટાવીએ તો કાવ્યના ઉદ્દભવ એટલે એટલે ઉત્પત્તિ માટે શકિત, નિર્માણ માટે નિપુણતા અને સમુલ્લાસ માટે અભ્યાસ જરૂરી છે.


(૨)

કાવ્યલક્ષણ.


જવાબ

(૧) પ્રાસ્તાવિક

   આ સંસારમાં કાવ્યનો આરંચ અત્યંત પ્રાચીન કાળથી થયો છે. ભારતની ભૂમિમાં તો વેદના સમયથી ઉત્તમ કાવ્યો રચાતાં આવ્યાં છે, પણ કાવ્યની વ્યવસ્થિત રીતે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન ભામહ જેવા આચાર્યે કે અગ્નિપુરાણ જેવા ગ્રંથે કર્યો છે. મમ્મટની પૂર્વે અનેક આચાર્યો થઇ ગયા હતા. તે સહુની વ્યાખ્યાઓને ધ્યાનમાં રાખીને સર્વમાન્ય-સમન્વયાત્મક વ્યાખ્યા આપવાનો આચાર્ય મમ્મટે કાવ્યપ્રકાશના પહેલા ઉલ્લાસમાં પ્રયત્ન કર્યો છે.



(૨) કાવ્યનું લક્ષણ

   કાવ્યપ્રકાશના પ્રથમ ઉલ્લાસમાં આચાર્ય મમ્મટ કાવ્યનું પ્રયોજન, કાવ્યનો હેતુ વગેરેની ચર્ચા કરીને પછી કાવ્યનું લક્ષણ નીચે પ્રમાણે આપે છેઃ 

તદદોષૌ શબ્દાર્થૌ સગુણવાનલંકૃતી પુનઃ કવાપિ I

    દોષરહિત , ગુણવાળા અને કોઇક વાર અલંકાર રહિત શબ્દ અને અર્થ તે (કાવ્ય કહેવાય). મમ્મટના કાવ્યનાં લક્ષણમાં નોંધપાત્ર બાબતો આ પ્રમાણે છેઃ (૧) શબ્દ અને અર્થ (૨) દોષરહિત (૩) ગુણવાળા અને (૪) કવિચત્ અલંકારહિત. આ સહુની વિસ્તારથી ચર્ચા કરીએ.



(૩) શબ્દ અને અર્થ

   મમ્મટ શબ્દાર્થૌ એટલે શબ્દ અને અર્થને કાવ્ય તરીકે સ્વીકારે છે.  કેવળ શબ્દ અથવા અવાજ હોય તો તે કાવ્ય ન બને. પક્ષીનો કલરવ, નદીના વહેણનો કલકલ અવાજ, શંખનો ધ્વનિ, મૃદંગનો શબ્દ, શંખનો ધ્વનિ આ સહુમાં શબ્દ છે, અવાજ છે; પણ કોઇ અર્થ નથી. આથી આ એકલો શબ્દ કાવ્ય બને નહિ. એ જ રીતે એકલો અર્થ નથી. આથી આ એકલો શબ્દ કાવ્ય બને નહિ. એ જ રીતે એકલો અર્થ પણ કાવ્ય ન બને.  જેમક, હાથની આંગળીથી કે હાથ હલાવીને આપેલા સંકેતો, નૃત્યની મુદ્રાઓ, ચિત્રો, શિલ્પ વગેરેથી કોઇક અર્થ સૂચવાય છે, પણ ત્યાં કાવ્ય બનતું નથી. શિશુપાલવધમાં માઘે સરસ કહ્યું છે કે, ‘ શબ્દાર્થૌ સત્કવિરિવ દ્રયં વિદ્રાન્ અપેક્ષતે I  (૨-૮૬). સત્કવિની જેમ વિદ્રાન માટે પણ શબ્દ અને અર્થ એમ બંનેની અપેક્ષા રહે છે. મહાકવિ કાલિદાસે રઘુવંશના આરંભના મંગલ શ્ર્લોકમાં શબ્દ અને અર્થને શિવ અને પાર્વતી સાથે સરખાવીને શબ્દાર્થ સંપૃકિતનું મહત્વ નીચે પ્રમાણે સમજાવ્યું છે.

વાગર્થાવિવ સંપૃકતૌ વાગર્થાવિવપ્રતિપત્તયે I

જગતઃ પિતરૌ વન્દે પાર્વતીપરમેશ્વરૌ II

   મમ્મટની પહેલાં કે પછી કાવ્યમાં શબ્દ અને અર્થનું મહત્વ સ્વીકારનાર ઘણા હતા. (૧) શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ્ર I – ભામહ (૨) ઇષ્ટાર્થવ્યચ્છિન્ના પદાવલી I  - અગ્નિપુરાણ (૩) નનુ શબ્દાર્થૌ કાવ્યમ્ શબ્દસ્તત્રાર્થવાનનેકવિધઃ I – રુદ્રટ (૪) શબ્દાર્થૌ તે શરીરમ્ રસ એવ આત્મા I – રાજશેખર (૫) શબ્દાર્થૌ વપુરસ્ય તસ્ય વિબુધૈઃ આત્મા વ્યધાયિ ધ્વનિઃ I – વિદ્યાધર

    આમ, જોઇ શકાય છે કે મમ્મટે કાવ્યમાં શબ્દ અને અર્થને જે મહત્વ આપ્યું એ તેની પૂર્વેની કે તેની પછીની કાવ્યશાસ્ત્રની પરંપરામાં માન્ય છે.




(૪) દોષરહિત

   મમ્મટે શબ્દાર્થૌનું એક વિશેષણ અદોષૌ એટલે દોષરહિત એમ આપ્યું છે. કાવ્યમાં શબ્દ અને અર્થ દોષરહિત હોવા જોઇએ. મુખ્યાર્થહતિઃ દોષ એવી દોષની વ્યાખ્યા મમ્મટે કાવ્યપ્રકાશના સાતમા ઉલ્લાસના આરંભમાં આપી છે. મુખ્ય અર્થની હતિ એટલે અપકર્ષ, હાનિ કે નાશ એ દોષ છે. મમ્મટે શ્રુતિકટુ, ચ્યુતસંસ્કાર વગેરે ૧૬ દોષોની ચર્ચા પણ કરી છે. જો કાવ્યમાં દોષ આવે એટલે રસક્ષતિ થાય તો કાવ્ય એ કાવ્ય ન રહે. શરીર ગમે તેટલું સુંદર હોય પણ જો તેમા કોઢ નીકળે તો તેના સૌંદર્યનો નાશ થાય છે; તેવી રીતે કાવ્યમાં પણ એકાદ દોષ તેના સૌંદર્યનો નાશ કરે. આથી કાવ્યમાં સહેજ પણ દોષ ન હોવો જોઇએ એ જરૂરી છે.

    અગ્નિપુરાણમાં કાવ્યં સ્ફુરદલંકારં ગુણવદ્ દોષવર્જિતમ્ I  એમ કહીને કાવ્યમાં દોષ ન હોવો જોઇએ તે વાત સ્વીકારી છે. ભોજ નિર્દોષ ગુણવદ્ કાવ્યમ્ કહે છે. અદોષૌ સગુણૌ એમ હેમચંદ્ર કહે છે. વિદ્યાનાથ  શબ્દાર્થૌ દોષવર્જિતૌ એવું કહે છે.  અહીં સર્વત્ર કાવ્યમાં દોષ ન હોવો જોઇએ એમ આ સહુ સ્વીકારે છે. 

    સંપ્રદાયપ્રકાશિની નામની કાવ્યપ્રકાશની ટીકામાં સ્પષ્ટ કહ્યું છે કે દોષલવ સહેજ પણ નાનકડો દોષ પણ કાવ્યને અકાવ્ય બનાવે છે. તેથી અદોષૌ પદને મમ્મટે કાવ્યામાં પ્રથમ સ્થાન આપ્યું છે.



(૫) ગુણવાળા

   કાવ્યમાં શબ્દ અને અર્થ ગુણવાળા હોવા જોઇએ. મમ્મટે કાવ્યપ્રકાશના આઠમા ઉલ્લાસના આરંભમાં ગુણની વ્યાખ્યા આપી છે કે –


રસસ્યાડિઃનો ધર્માઃ શૌર્યાદય ઇવાત્મનઃ I

ઉત્કર્ષહેતવસ્તે સ્યુરચલસ્થિતયો ગુણાઃ II

   શૌર્ય વગેરે જેમ આત્માના ધર્મો છે તેમ (કાવ્યમાં આત્મા જેવા) રસના આવશ્યક અપરિહાર્ય અને ઉત્કર્ષ સાધનાર ધર્મો એ ગુણો કહેવાય છે. ટૂંકમાં, કાવ્યમાં શોભા-સૌંદર્યને પેદા કરનાર ધર્મો એ ગુણો કહેવાય છે. કાવ્યમાં આવા ગુણો હોય એ આવશ્યક છે. આ ગુણો કેવા અને કેટલા હોય તેની ચર્ચા ઘણાએ કરી છે. વામને શબ્દના દસ અને અર્થના દસ- એમ વીસ ગુણો માન્યા છે; તો મમ્મટ. કેવળ માધુર્ય, ઓજસ અને પ્રસાદ નામના ત્રણ ગુણો માન્યા છે. કાવ્યમાં ગુણો હોય તો જ કાવ્ય સુંદર, આકર્ષક અને મનભાવન બની શકે.

   કાવ્યમાં ગુણનો સ્વીકાર અગ્નિપુરાણ, ભોજ, વામન વાગ્ભટ્ટ, હેમચંદ્ર જયદેવ કે વિદ્યાનાથ જેવા વિદ્દ્રાનોએ પણ કર્યો છે.



(૬) કોઇક વાર અલંકારહિત

   કયાંક અલંકાર ન હોય તેવા શબ્દ અને અર્થ એટલે કાવ્ય. મમ્મટ આ  અનલંકૃતી પુનઃ કવાપિ એવા વ્યાખ્યાના શબ્દો પોતે સમજાવે છે કે યત્ સર્વત્ર સાલંકારૌ કવચીત્તુ સ્ફુટાલંકારવિહેડપિ ન કાવ્યત્વહાનિઃ I એટલે કાવ્ય અલંકારવાળું બધે જ હોય, પણ કયાંક કોઇક વાર અલંકાર સ્પષ્ટ ન હોય તો કાવ્યત્વને હાનિ આવતી નથી. મમ્મટે અલંકારની વ્યાખ્યા આપી છે.

ઉપકુર્વન્તિ ત સન્તં યેડગ્ડઃદ્રારેણ જાતુચિત્ I

હારાદિવદલંકારાસ્તેડનુપ્રાસોપમાદયઃ II  કાવ્યપ્રકાશઃ ૮-૬૭

  જે કાવ્યમાં રહેલા રસને શબ્દ અને અર્થરૂપી અંગો દ્રારા કયારેક કયારેક ઉપકૃત કરે તે અનુપ્રાસ અને ઉપમા વગેરે હાર જેવા (ઘરેણાંની) જેમ કાવ્યના અલંકારો છે. આમ, હાર, કુંડલ, બંગડી વગેરે અલંકારો જેમ દેહને શોભાવે છે, પણ દેહનું અવિભાજય અંગ નથી તેમ કાવ્યમાં પણ અલંકારો કાવ્યને શોભાવે છે, પણ તેનું અવિભાજય અંગ નથી. આથી મમ્મટે ‘કોઇક વાર અલંકાર ન હોય તો ચાલે’ એવી વાત વ્યાખ્યામાં મૂકી છે.

   કાવ્યમાં અલંકાર જોઇએ એવું માનનાર ઘણા છે. અથાલંકારરહિતા વિધવૈવ સરસ્વતી I અલંકાર વિના તો સરસ્વતી-વાણી (કવિતા) એ વિધવા કહેવાય એવું મનાયું છે. અગ્નિપુરાણ, વામન, દંડી, ભોજ, વિશ્વનાથ, જયદેવ વગેરે અનેક વિદ્દ્રાનોએ કાવ્યમાં એક અથવા બીજી રીતે અલંકારનું મહત્વ સ્વીકાર્યુ છે.

   મમ્મટે પોતાની અલંકર બાબતની માન્યતાને સ્પષ્ટ કરવા યઃ કૌમારહરઃ એ ઉદાહરણ આપ્યું છે અને અહીં કોઇ પણ અલંકાર-વિભાવના કે વિશેષેાકિત સ્ફુટ એટલે સ્પષ્ટ નથી છતાં એના કાવ્યત્વને કોઇ હાનિ પહોંચતી નથી.



(૭) મમ્મટની વ્યાખ્યા ટીકા

    પ્રાચીન કાળમાં અને અર્વાચીન વિદ્રાનોમાં મમ્મટની કાવ્યની વ્યાખ્યા અનેક રીતે ટીકાને પાત્ર થઇ છે.

   (૧) સાહિત્યદર્પણ નામના ગ્રંથના લેખક આચાર્ય વિશ્વનાથે મમ્મટેના અદોષૌ શબ્દની ટીકા કરીને કહ્યું છે કે સંપૂર્ણ દોષ વિનાનુ કાવ્ય શકય નથી. મમ્મટના સગુણો શબ્દની ટીકા કરતાં વિશ્વનાથ ધ્યાન દોરે છે કે ગુણો એ શબ્દ કે અર્થના ન હોય, એ તો રસના હોય. આથી આવું વિશેષણ શબ્દ અને અર્થ માટે વાપર્યું છે તે યોગ્ય નથી. વળી, અનલંકૃતી શબ્દની ટીકા કરતાં તેણે મમ્મટના યઃ કૌમારહરઃ એ જ શ્ર્લોકમાં વિભાવના અને વિશેષોકિત અલંકારો સ્ફુટ છે એમ બતાવ્યું છે. આમ, બધી રીતે મમ્મટની વ્યાખ્યા તેમને ગ્રાહ્ય જણાઇ નથી.

   (૨) જગન્નાથ પંડિતે પણ મમ્મટની કાવ્યની વ્યાખ્યાની ટીકા બહુ જ જોરશોરથી કરી છે. તેમને આ વ્યાખ્યા અને ઉદાહરણ બંને અયોગ્ય જણાયાં છે. તેમના મતે શબ્દાર્થૌ પ્રયોગ બરાબર નથી. કાવ્યત્વ શબ્દ અને અર્થ એમ આપે છેઃ ‘રમણીયાર્થપ્રતિપાદકઃ શબ્દઃ કાવ્યમ્ I’ રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ એટલે કાવ્ય.

   (૩)  ચંદ્રાલોક નામના ગ્રંથના લેખક જયદેવ મમ્મટની અનલંકૃતી પુનઃ કવાપિ શબ્દોની હાંસી ઉડાવે છે કે –

અડીઃકરોતિ યઃ કાવ્યં શબ્દાર્થાવનલંકૃતી I

અસૌ ન મન્યતે કસ્માદનુષ્ણમનલંકૃતી II

   જે કાવ્ય એટલે અલંકાર વિનાના શબ્દ અને અર્થ એમ સ્વીકારે છે તે એમ કેમ નથી માનતા કે અગ્નિનું (અનલં) કાર્ય (કૃતી) ઠંડુ (અનુષ્ણ) છે. અહીં અનલંકૃતી પર શ્ર્લેષ કરી મશ્કરી કરી છે.

   (૪) આધુનિક યુગમાં પ્રો. ગજેન્દ્રગડકરે મમ્મટની વ્યાખ્યાની ટીકા કરી કે “Mammata’s definition of poetry is unscientific, unaccurate and inconsistent.” મમ્મટની કાવ્યની વ્યાખ્યા અવૈજ્ઞાનિક, ચોકકસ અને અસંબદ્ર છે. એમણે ઘણી દલીલો કરી છે, પણ એ બધીના ઉત્તરો આપી શકાય તેમ છે.



(૮) મમ્મટની વ્યાખ્યાના ગુણો

   કેટલાક વિદ્રાનોએ મમ્મટની વ્યાખ્યાનાં વખાણ કર્યા છે. મમ્મટ કાવ્યશાસ્ત્રના પૂરેપૂરા વિદ્રાન હતા. તેઓ જાણતા હતા કે તેઓ એક પાઠયપુસ્તક લખી રહ્યા છે, આ શાસ્ત્રના આરંભના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડશે. તેથી તેણે વ્યાખ્યા સહેલી, તરત સમજાય તેવી તેમજ રસ, ધ્વનિ જેવા પારિભાષિક શબ્દો યોજયા વિના આપી છે. બાકી રસ કે ધ્વનિ મમ્મટ નથી જાણતા તેવું નથી. નવરસરુચિરામ્ એમ પ્રથમ કારિકામાં કહ્યું છે અને પછી જયારે કાવ્યના પ્રકારો વર્ણવ્યા ત્યારે ધ્વનિને આધાર રાખીને ઉત્તમ, મધ્યમ અને અવર કાવ્ય બતાવ્યું છે. ગુણ, દોષ, અલંકાર વગેરે ચર્ચાઓને સમાવી લેતી વ્યાખ્યા હોવાથી સર્વથા સ્વીકાર્ય છે.



(૯) ઉપસંહાર

   મમ્મટ કાવ્યશાસ્ત્રના એક મહાન આચાર્ય હતા અને તેઓને વાગ્દેવતાના અવતાર પણ મનાયા છે તેમણે અનેક રીતે વિચારીને આરંભના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી કાવ્યની વ્યાખ્યા આપી છે, તેથી પ્રશંસાના પાત્ર છે.


(૩)

ઉત્તમ કાવ્ય (ધ્વનિ કાવ્ય)


જવાબ

મમ્મટે ઉત્તમ કાવ્યની વ્યાખ્યા આપી છેઃ ઇદમ્ ઉતમમ્ અતિશયિનિ  વ્યગ્યે વાચ્યાદ્ ધ્વનિઃ બુધૈઃ કથિતઃ I વ્યગ્યે એટલે જયારે વ્યંગ્ય અર્થ વાચ્યાત્ – વાચ્ય અર્થ કરતાં અતિશયિનિ ચડિયાતો હોય ત્યારે ઇદમ્ આ કાવ્ય ઉત્તમમ્ ઉત્તમ કહેવાય. તેને બુધૈઃ – વિદ્રાનોએ ધ્વનિઃ ધ્વનિ કથિતઃ કહ્યો છે. ટૂંકમાં, જયારે વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ ચડિયાતો હોય, વધુ રમણીય કે આકર્ષક હોય ત્યારે કાવ્ય ઉત્તમ કહેવાય. તેને વિદ્રાનો ધ્વનિ કાવ્ય પણ કહે છે. મમ્મટ ઉત્તમ કાવ્યનું ઉદાહરણ આપે છે કે – 

નિઃશેષચ્યુતચન્દનં સ્તનતટં નિર્મૂષ્ઠરાગોધરો

નેત્રે દૂરમનજ્જને પુલકિતા તન્વી તવેયં તનુઃ I

મિથ્યાવાદિનિ દૂતિ બાન્ધવજતસ્યાજ્ઞાતપીડાગમે

વાપી સ્નાતુમિતો ગતાસિ ન પુનસ્તસ્યયાધમસ્યાન્તિકમ્ II

   તારાં સ્તનો પરનું ચંદન પૂરેપૂરું ખરી ગયું છે, અધર પરની લાલાશ સંપૂર્ણપણે ભૂંસાઇ ગઇ છે, આંખો અંજન વગરની થઇ છે, તારું કોમળ શરીર રોમાંચમય બન્યું છે, સખીની પીડાને નહિ જાણનારી અને જૂઠું બોલનારી દૂતી!  તું અહીંથી વાવમાં નહાવા માટે નહિ, પરંતુ એ ‘અધમ’ ની પાસે ગઇ હતી.

   અહીં નાયિકાએ એક દૂતીને પોતાના પ્રિયતમ પાસે મોકલેલી. તે પાછી આવી ત્યારે તેના શરીર ઉપર જે નિશાનીઓ છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તે દૂતી નાયક સાથે સંભોગ કરીની પાછી આવી છે. પણ તેણે એવું બહાનું બતાવ્યું કે એ તો વાવમાં નહાવા ગઇ હતી. આથી નાયિકા ઉપરનો શ્ર્લોક કહે છે.

અહીં આ શ્ર્લોકમાં છેલ્લે જે ‘અધમ’ શબ્દ વાપર્યો છે તે ઉપરથી સ્પષ્ટ સૂચવાય છે કે તું તે નીચ નાયક સાથે રમણ કરવા ગઇ હતી. અહીં ‘તું વાવમાં નહાવા ગઇ હતી, પેલા પાસે નહિ. પણ ધ્વનિ એ છે કે ‘તું વાવમાં નહાવા ગઇ નથી, પેલા અધમ સાથે સંભોગ કરવા ગઇ હતી.’  આ ધ્વન્યાર્થ કે વ્યંગ્યાર્થ વાચ્યાર્થ કરતાં ચડિયાતો, રમણીય છે. માટે અહીં ઉત્તમ કાવ્ય સર્જાયું કે છે. મમ્મટ મુજબ જે વ્યંગ્યાર્થ  છે તે મુજબ ‘અધમ’ એ શબ્દના પ્રયોગ પરથી સમજાય છે. અહીં શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો શબ્દશકિતમૂલક વસ્તુધ્વનિ છે. વળી, એ જેવી રીતે અધમ છે તેમ તું પણ તેની જેમ અધમ જ છે આવો ઉપમેયોપમા અલંકાર પણ અહીં વ્યંગ્ય છે.

પ્રો. ગજેન્દ્રગડકર મુજબ અહીં આ શ્ર્લોકમાં (૧) અવિમૃષ્ટવિધેયાંશ નામનો દોષ છે અને (૨) સ્ફુટ કે અસ્ફુટ એવો કોઇ અલંકાર પણ નથી. આથી મમ્મટ મુજબ જો કાવ્ય દોષરહિત અને પ્રાયઃ અલંકારયુકત હોવું જોઇએ એ બંને શરતો પળાતી નથી. માટે આને કાવ્યનું ઉદાહરણ ગણાવી શકાય નહિ, પણ તેઓ એમ કહે છે કે અહીં સંભોગશૃંગાર રસ છે એટલે કાવ્ય રસાત્મક હોવું જોઇએ એ વ્યાખ્યા અનુસાર આ શ્ર્લોક રસ નથી, પણ રસાભાસ છે.


(૪)

મધ્યમ કાવ્ય (ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય)


જવાબ

મમ્મટ મધ્યમ કાવ્યની વ્યાખ્યા આપે છે કે, અતાદશિ ગુણીભૂતવ્યંગ્યં વ્યંગ્યે તુ મધ્યમમ્        



જયારે વ્યંગ્યાર્થ તે પ્રમાણે એટલે ઉત્તમ કાવ્ય પ્રમાણે ન હોય અને ગૌણ બની જાય ત્યારે ‘ ગુણીભૂતવ્યંગ્ય’ અથવા ‘ મધ્યમ કાવ્ય’ કહેવાય. મમ્મટે પોતે અતાદશિ એટલે ‘ તે પ્રમાણે ન હોય’ એ શબ્દોને વૃત્તિમાં સમજાવે છે કે (વ્યંગ્યાર્થ) વાચ્યાર્થ કરતાં ચડિયાતો ન હોય ત્યારે ટૂંકમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થથી વધુ સારો હોય ત્યારે ઉત્તમ કાવ્ય અને જયારે વ્યંગ્યાર્થ વાચ્યાર્થ કરતાં વધુ સારો ન હોય ત્યારે મધ્યમ કાવ્ય. આનું ઉદાહરણ મમ્મટે નીચે પ્રમાણે આપ્યું છે:

ગ્રામતરુણં તરુણ્યા નવવજ્જુલમજ્જરીસનાથકરમ્

પશ્યંત્યા ભવતિ મુહુર્નિતરાં મલિના મુખચ્છાયા

 અશોક વૃક્ષની તાજી મંજરી જેના હાથમાં છે તેવા ગામનાં યુવકને જોતાં તરુણીના મુખની કાંતિ ઝાંખી પડી જાય છે.

  અહીં પ્રસંગ આવો છે. એક યુવકે એક તરુણીને અશોક વૃક્ષની છાયામાં ગામના કોઇક છેડે મળવાનો સમય આપ્યો હતો, પરંતુ એ છોકરી ત્યાં આવવાનું ભૂલી ગઇ. એટલે ત્યાં રાહ જોઇને કંટાળેલો યુવાન હાથમાં અશોક વૃક્ષની મંજરી લઇને આવ્યો અને પેલી તરુણીને બતાવી. એ જોતાં યુવતીને પોતાની ભૂલ યાદ આવી. એ શરમાઇ ગઇ. એના મુખની કાંતિ ઝાંખી થઇ ગઇ. સાદી ભાષામાં કહીએ તો એ કાળી પડી ગઈ.’ 

  અહીં, અશોક વૃક્ષના મંડપમાં આવવાનો સંકેત કરીને તું ન આવીઆ વ્યંગ્યાર્થ પણ તે વાચ્યાર્થ કરતાં વધુ ચડિયાતો નથી એટલે અહીં મધ્યમ કાવ્ય બને છે. આનું બીજું નામ ગુણીભૂતવ્યંગ્ય કાવ્યપણ છે. કારણ, અહીં વ્યંગ્ય એટલે વ્યંગ્યાર્થ ગુણીભૂત એટલે ગૌણ બની જાય છે. 


(૫)

અવર કાવ્ય


જવાબ

મમ્મટે ‘અવર કાવ્ય  એટલે કાવ્યની વ્યાખ્યા આપી છે કે –

શબ્દચિત્રં બાચ્યચિત્રમવ્યગ્યં ત્વવરં સ્તુતમ્ I 

વ્યંગ્ય એટલે વ્યંગ્યાર્થ વિનાના શબ્દચિત્ર કે વાચ્યચિત્રને ‘અવર કાવ્ય’ કહેવામાં આવે છે.  જયાં વ્યંગ્ય હોય નહિ, પણ કેવળ શબ્દચિત્ર એટલે શબ્દોની રમત હોય કે જયાં વાચ્યચિત્ર કેવળ વાચ્યાર્થને મહત્વ મળ્યું હોય, પણ કોઇ સ્પષ્ટ રીતે વ્યંગ્યાર્થ ન હોય તેવા કાવ્યને અવર કાવ્ય કહેવાય. શબ્દચિત્ર શબ્દાલંકારથી યુકત અને વાચ્યચિત્ર અર્થાલંકારથી યુકત હોય છે.

મમ્મટે સ્વચ્છન્દોન્છદ...મન્દતામ્ II  એ શ્ર્લોકમાં શબ્દોની સુંદર રમતવાળું શબ્દિચત્રનું ઉદાહરણ આપ્યું છે. અહીં અનુપ્રાસ નામનો સુંદર શબ્દાલંકાર છે. વિનિર્ગત... મરાવતી II  આ શ્ર્લોક વાચ્યચિત્ર ઉદાહરણ છે. હયગ્રીવ નામનો રાક્ષસ પોતાના મહેલમાંથી નીકળ્યો એટલે ઇન્દ્રે ડરથી પોતાની નગરી અમરાવતીનાં બારણાં બંધ કરી દીધાં. જાણે કે અમરાવતીએ આંખો  બંધ કરી દીધી! અહીં ઉત્પ્રેક્ષા નામનો અર્થાલંકાર છે એટલે વાચ્યચિત્ર સર્જાતું હોવાથી અવર કાવ્ય છે.


(બ)

પૂર્વાપર સંદર્ભ સમજાવો (બેમાંથી એક)

૦૪

(૯)

શકિતઃ કવિત્વબીજરુપઃ સંસ્કારવિશેષઃ યાં વિના કાવ્યં ન પ્રસરેત્ પ્રસૃતં વા ઉપહસનીયં સ્યાત્ I

અનુવાદઃ શકિત એ કવિત્વના બીજરૂપ એક વિશિષ્ટ સંસ્કાર છે, જેના વિના કાવ્ય સ્ફૂરતું નથી અને જો કદાચ સ્ફૂરે તો ઉપહાસને પાત્ર બને.

સમજૂતીઃ  મમ્મટાચાર્ય મુજબ, તેઓ વૃત્તિમાં જણાવે છે તેમ, શકિત એટલે કવિત્વ બીજરૂપ વિશિષ્ટ સંસ્કાર.  આવી શકિત વિના કાવ્ય સ્ફુરે નહિ અને જો સ્ફુરે તો તે ઉપહાસને પાત્ર થાય. શકિતનો મમ્મટાચાર્યે સહુ પ્રથમ નિર્દેશ કર્યો હોવાથી એ સહુથી અગત્યનો હેતુ છે એમ કેટલાક ટીકાકારો માને છે. પાણી હોય, ખાતર હોય, ખેડલું ખેતર હોય પણ જો બીજ ન હોય તો કાંઇ જ પેદા ન થાય. તેમ નિપુણતા કે અભ્યાસ હોય પણ કવિતાના બીજરૂપ શકિત ન હોય તો કવિતા ઉત્પન્ન થાય જ નહિ. મમ્મટ આવી શકિતને સંસ્કાર વિશેષ કહે છે. એટલે જન્મજન્માન્તરના વિશિષ્ટ સંસ્કારોથી કવિત્વ શકિત પ્રાપ્ત થાય છે. બીજા અર્થમાં શકિત માટે અન્ય વિવેચકોએ ‘પ્રતિભા’ શબ્દ પ્રયોજયો છે. પંડિતરાજ જગન્નાથ જેવા વિવેચકો તો કેવળ પ્રતિભાવને જ કાવ્યનું કારણ અથવા હેતુ માને છે. તસ્ય ચ કારણં કવિગતા કેવલા પ્રતિભા II બીજી બાજુ હેમચંદ્રાચાર્ય પણ કહે છેઃ પ્રતિભા અસ્ય હેતુઃI પ્રતિભા નવનવોન્મેષશાલિનીપ્રજ્ઞા I પ્રતિભા કે પ્રજ્ઞા કાવ્યનું કારણ છે. પ્રતિભા એટલે નવા નવા ઉન્મેષોથી શોભતી પ્રજ્ઞા.


(૧૦)

ત્રયઃ સમુદિયાઃ ન તુ વ્યસ્તાઃ, તસ્ય કાવ્યસ્યોદ્ભવે નિર્માણે સમુલ્લાસે ચ હેતુઃ ન તુ હેતવઃ

અનુવાદઃ ‘ત્રણે એક સાથે મળીને, નહિ કે જુદા જુદા તે કાવ્યના ઉદ્દભવમાં, નિર્માણમાં અને સમુલ્લાસમાં હેતુ છે, હેતુઓ નથી.’

સમજૂતીઃ મમ્મટે કાવ્યપ્રકાશના પ્રથમ ઉલ્લાસમાં કાવ્યના હેતુની ચર્ચા કરી છે. ત્યાં શકિત, નિપુણતા અને અભ્યાસ – એ ત્રણેને કારિકામાં નોંધ્યાં છે અને પછી કારિકામાં સ્પષ્ટ કર્યું છે કે આ ત્રણ જુદા જુદા (હેતવઃ) હેતુઓ નથી, પરંતુ ત્રણે મળીને કેવળ એક જ હેતુ (હેતુઃ) બને છે.

કેટલાક શકિત અથવા પ્રતિભાને જ કાવ્યનો હેતુ માને છે. દા.ત., જગન્નાથ કહે છે કે- તસ્ય કારણં ચ કવિગતા કેવલા પ્રતિભા I ભામહ પણ માને છે કે કાવ્યં તું જાયતે જાતુ કસ્યચિત્પ્રતિભાવતઃ I

આનો અર્થ થાય છે કે Poets are born and not made.  મમ્મટે આ વાતનો સ્વીકાર કર્યો છે. કારણ, પોતાન કારિકામાં કહ્યું છે કે પ્રતિભા વિના કાવ્ય સ્ફૂરે નહિ અને જો કોઇ તે વિના કાવ્ય કરે તો તે ઉપહાસને પાત્ર બને.

બીજી બાજું દંડી માને છે કે જો પૂર્વજન્મના સંસ્કારથી જોડાયેલી અદ્દભુત પ્રતિભા ન હોય તો પ્રયત્નપૂર્વક અભ્યાસથી વાણીની ઉપાસના કરવામાં આવે તો ચોકકસ એ અવર્ણનીય ઉપકાર કરે છે.

આનો અર્થ થાય છે Poets are made.  મમ્મટે આ વાતનો પણ સ્વીકાર કર્યો છે. નિપુણતા અને અભ્યાસ પણ કાવ્યસર્જનમાં જરૂરી છે એમ માન્યું છે.

પોતાના મતને સ્પ્ષ્ટ કરવા મમ્મટે પોતાની કારિકામાં સ્પષ્ટ કહ્યું છે કે શકિત એટલે પ્રતિભા, નિપુણતા (વ્યુત્પત્તિ) અને અભ્યાસ- આ ત્રણે ભેગા મળીને એક કારણ બનાવે છે. એ ત્રણ જુદાં જુદાં કારણો કે હેતુઓ (હેતવઃ) નથી, પણ ત્રણે એક બનીને કાવ્યનો (હેતુઃ) કારણ બને છે. આમ, મમ્મટે Poets are born અને Poets are made એ બંને મતોનો સુંદર સમન્વય સાધ્યો છે.

અલબત્ત, મમ્મટના આ મતનો સ્વીકાર કે પરિહાર કરનારા પાછળથી ઘણા થયા છે. કેટલાકે કેવળ ‘પ્રતિભા જ કારણ’  એમ કહ્યું છે, તો કેટલાકે ત્રણેનો સ્વીકાર કર્યો છે. કેટલાક પ્રતિભા એ જોઇએ જ પણ વ્યુત્પત્તિ તથા અભ્યાસથી સંસ્કારિત કરવી જોઇએ એમ માને છે. જયદેવ બહુ સરસ સમન્વય કર્યો છે કે-


પ્રતિભેવ શ્રુતાભ્યાસહિતા કવિતાં પ્રતિ I  હેતુર્મૃદમ્બુસંબધદ્રબીજવ્યકિતર્લતામિવ II

પ્રતિભા એ બીજ, પણ એને માટી અને પાણી મળે પછી જ ઊગે. એકલું બીજ હોય અને તેને જમીનમાં ન દાટીએ કે પાણી ન પાઇએ તો તેમાંથી લતા થાય ખરી? માટે પ્રતિભા સાથે બંને હોવા જરૂરી છે. હા, બીજ ન હોય તો પાણી અને જમીન એકલાં લતા ન જન્માવે એ પણ એટલી જ સાચી વાત છે. 

એક વિદ્દ્રાને સરસ કહ્યું છે કે શકિતથી કવિત્વ જન્મે છે, અભ્યાસથી એ વધે છે અને તેમાં ચારુત્વ એટલે સૌંદર્ય લાવવા માટે વ્યુત્પત્તિ હોવી એ વધુ સારું છે.

ટુંકમાં, મમ્મટે ત્રણેને શકિત (પ્રતિભા) નિપુણતા અને અભ્યાસને એક સાથે કાવ્યનો હેતુ માન્યા છે અને આ તેનો વ્યવહારુ મત પ્રાયઃ ઉપાદેય છે.


(૧૧)

  અત્ર સ્ફુટો ન કશ્ર્ચિદલંકારઃ, રસસ્ય ચ પ્રાધાન્યાન્નાલંકારતા I

અનુવાદઃ અહીં કોઇપણ અલંકાર સ્પષ્ટ નથી તેમજ રસનું પ્રાધાન્ય હોવાથી (રસવદ્) અલંકાર પણ નથી.

સમજૂતીઃ  આચાર્ય મમ્મટે કાવ્યપ્રકાશના પ્રથમ ઉલ્લાસમાં કાવ્યની વ્યાખ્યા આપતાં જણાવ્યું કે કોઇક વાર અલંકારયુકત શબ્દ અને અર્થ જોઇએ તેમજ બધે અલંકાર હોય પણ જો કવચિત્ અલંકાર સ્પ્ષ્ટ ન હોય તો કાવ્યત્વને હાનિ પહોંચતી નથી.

























(૧૨)


મમ્મટે કાવ્‍યની વ્‍યાખ્‍યા સમજાવવા માટે યઃ કૈમારહરઃ ..... સમુત્‍કણ્ઠત. II નું ઉદાહરણ આપ્‍યું છે. આ શ્ર્લોકનો અર્થ એ છે કે જેણે કુમારાવસ્થાનું હરણ કર્હ્યું એ જ વર છે, એ જ ચૈત્ર માસની રાત્રિઓ છે, પોતે પણ એ જ છે; છતાં તેનું મન નર્મદાને કાંઠે વેતરી તરુ નીચે સુરતવ્‍યાપાર માટે ઉત્‍કંઠિત છે.
    આ શ્ર્લોકમાં વિભાવના અને વિશેષોકિત એ બંને અલંકારોની સંભાવના છે, પરંતુ અહીં બનેમાંથી કોઇપણ અલંકાર સ્‍પષ્‍ટ થતો નથી તેમજ રસનું પ્રાધન્‍ય હોવાથી (રસવદ્) અલંકાર પણ નથી.

હવે પ્રશ્‍ન થાય કે અહીં ‘રસવદ્’ અલંકાર હોઇ શકે ખરો? ‘રસવદ્’ અલંકાર માટે કહેવાયું છે કે જયારે કાવ્‍યમાં રસ ગૌણ બની જાય ત્‍યારે રસાલંકાર અથવા રસવદ્ અલંકાર સર્જાય. આનું ઉદાહરણ મહાભારતમાંથી આપવામાં આવે છે. ભૂરીશ્રવા નામના વીરનો હાથ કપાઇને જમીન પર પડયો છે. એને ઉદ્દેશીને એની પત્‍ની વિલાપ કરતાં કરતાં કહે છે કે -
                    અયં સ રશનોત્‍કર્ષી પીનસ્‍તનબિમર્દકઃ I

નાભ્‍યુરુજયધનસ્‍પર્ષી નીવિવિસ્ત્રંસનઃ કરઃ II

કંદારાને ખેંચનારો, (મારાં) માંસલ સ્‍તનોનું મર્દન કરનારો, નાભિ, ઊરુ, જાંઘનો સ્‍પર્શ કરનારો અને મારું નાડું છોડનારો આ હાથ છે.
    અહીં જે શૃંગારરસ દર્શાવાયો છે તે સંદર્ભ જોતાં ગૌણ છે. કારણ, એ પતિ પાછળ વિલાપ કરી રહી છે. જયાં આ રીતે રસ ગૌણ બની જાય ત્‍યાં રસવદ્ અલંકાર થાય.
    મમ્‍મટ સ્‍પષ્‍ટ કહે છે કે ચઃ કૌમારહરઃ એ જે ઉદાહરણ તેમણે આપ્‍યું છે તેમાં રસવદ્ અલંકાર નથી, કારણ કે ત્‍યાં વિપ્રલંભ શૃંગારરસ ગૌણ બનતો નથી મમ્‍મટની આ વાત વિદ્દ્રાનોમાં સર્વથા માન્‍ય છે.

 બુધૈઃ વૈયાકરણૈઃ પ્રધાનભૂતસ્‍ફોટરુપવ્‍યડયવ્‍યંજકસ્‍ય શબ્‍દસ્‍ય ધ્‍વનિરિતિ વ્‍યવહારઃ કૃત I

અનુવાદઃ ‘બુધ્‍ધિમાનો એટલે વૈયાકરણોએ મુખ્‍ય એવા સ્‍ફોટક વ્‍યંગ્યના વ્‍યંજક શબ્‍દ માટે ધ્‍વનિ એવો વ્‍યવહાર કર્યો છે. (‘ધ્‍વનિ’ એવો શબ્‍દ પ્રયોજયો છે.)’
    સમજૂતીઃ  મમ્‍મટે કાવ્‍યપ્રકાશના પ્રથમ ઉલ્‍લાસમાં કાવ્‍ય પ્રકારોની ચર્ચા કરી છે અને તેઓ ઉત્તમ કાવ્‍ય તરીકે ધ્‍વનિ કાવ્‍યને ગણાવે છે. આ ‘ધ્‍વનિ’  એટલે શું તે મમ્‍મટે આ વાકયમાં સમજાવ્‍યું છે.

મમ્‍મટે અહીં કહે છે બુધૈઃ એટલે વૈયાકરણૈઃ – બુધ્‍ધિમાનો એટલે વૈયાકરણો. આ વિધાનમાં મમ્‍મટનો વ્‍યાકરણના જ્ઞાતાઓ પ્રત્‍યેનો આદર સ્‍પષ્‍ટ થાય છે. કહેવાયું છે કે પ્રથમે હિ વિદ્રાંસો વૈયાકરણસ્‍ણસ્‍તન્‍મૂલત્‍વાત્ સર્વવિદ્યાનામ્ I 

મમ્‍મટ અહીં વ્‍યાકરણશાસ્‍ત્રમાં ધ્‍વનિ શબ્‍દ કઇ રીતે વપરાયો તે સમજાવે છે. આ સ્‍થળે સ્‍ફોટવાદની ચર્ચા છે.

આપણે કોઇ પણ શબ્‍દનો પ્રયોગ કરીએ છીએ, તેમાંથી કોઇક અર્થ પ્રગટ થાય છે. દા.ત. કમલ એમ બોલીએ છીએ. આ શબ્‍દ સાંભળતાં અમુક પ્રકારનું અમુક આકારનું પુષ્‍પએ અર્થ તરત સમજાય છે. અહીં પ્રશ્ન થાય  કે એ અર્થ કયાંથી આવ્યો? ‘ક’માં, ‘મ’માં કે ‘લ’માં એ અર્થ નથી. વળી, ‘ક’ બોલીનએ છીએ તયારે ‘મ’ કે ‘લ’ નથી, ‘મ’ બોલીએ છીએ ‘ક’ કે ‘લ’ નથી અને જયારે’લ’ બોલીએ છીએ ત્યારે  ‘ક’ કે ‘મ’ નથી; તો પછી ‘કમલ’ માંથી અમુક પુષ્પ એ અર્થ આવ્યો કયાંથી?

આનો જવાબ વૈયાકરણો આપે છે કે એક નિત્ય શબ્દ છે તેને તેઓ ‘સ્ફોટ’ એવું નામ આપે છે. આપણે જે શબ્દો કમલ વગેરે બોલીએ છીએ તે પોતે બોલતાંની સાથે નાશ પામે છે, પણ તે પેલા નિત્ય શબ્દરૂપ સ્ફોટની નિર્દેશ કરતા જાય છે અને એ સ્ફોટને કારણે આપણને તે શબ્દનો અર્થ સમજાય છે. આમ શબ્દો વડે સ્ફોટ સૂચવાય છે, વ્યંજિત થાય છે માટે સ્ફોટને ‘શબ્દવ્યંગ્ય’ કહેવામાં આવે છે. અથવા ક, મ, લ વગેરે વર્ણોથી એ વ્યંજિત થાય છે, માટે એને વર્ણાભિવ્યંગ્ય પણ કહે છે. આ સ્ફોટ એ વર્ણોથી જુદો છે. વર્ણો દ્રારા અભિવ્યંજિત થાય છે. તે અર્થનો પ્રત્યાયક છે, અર્થની ખાતરી કરાવનાર છે, નિત્ય છે. વર્ણાતિરિકતઃ વર્ણાભિવ્યંગ્યઃ અર્થપ્રત્યાયકઃ અર્થપ્રત્યાયકઃ નિત્યઃ શબ્દઃ સ્ફોટ I 

આ સ્ફોટ શબ્દ બે રીતે સમજાય છેઃ I (૧) સ્ફુટયતે વ્યબ્યતે વર્ણૈઃ શબ્દૈઃ વા ઇતિ સ્ફોટઃ I  (ક,મ, લ એવા) વર્ણો (કે કમલ એવા) શબ્દોથી જે વ્યંજિત થાય તે સ્ફોટ. (૨) સ્ફુટયતિ પ્રકાશયતિ અર્થમ્ ઇતિ સ્ફોટઃ (‘કમલ’ એ શબ્દમાં રહેલા પુષ્પવિશેષરૂપી અર્થને) જે સ્ફુટ કરે એટલે પ્રકાશમાં લાવે તે સ્ફોટ. આને  વ્યાકરણશાસ્ત્રમાં સ્ફોટવાદ કહે છે. પાણિનિ, ભર્તૃહરિ વગેરે વિદ્દ્રાનોની કૃતિઓમાં આની ચર્ચા છે.

મમ્મટ કહે છે કે આવા મુખ્ય એવા સ્ફોટરૂપ વ્યંગ્યના વ્યંજક શબ્દને વૈયાકરણીઓ ધ્વનિ કહે છે  અને એને અનુસરીને  સાહિત્યશાસ્ત્રમાં પણ વાચ્યને ગૌણ કે અપ્રધાન બનાવનાર એવા વ્યંગ્યનું સૂચન કરનાર શબ્દ અને અર્થને ધ્વનિ કહેવામાં આવે છે. જે નાશ પામતા અનિત્ય શબ્દ  (દા.ત.,કમલ) ને વ્યાકરણશાસ્ત્રમાં ધ્વનિ કહેવાય છે, જયારે સાહિત્યશાસ્ત્રમાં શબ્દ અનુ અર્થ એ બંનેને માટે શબ્દાર્થ યુગલ માટે ધ્વનિ શબ્દ વપરાય છે.  ધ્વનિ શબ્દ બે રીતે સમજાવાય છેઃ  (૧) ધ્વનતિ પ્રકાશયતિ વ્યંગ્યમ્ ઇતિ ધ્વનિઃ I જે વ્યંગ્યને પ્રકાશિત કરે તે ધ્વનિ. (૨) ધ્વન્યતે વ્યજયતે અનેન ઇતિ ધ્વનિઃ I  જેનાથી ધ્વનિત થાય એટલે વ્યકત થાય તે ધ્વનિ.

આવા ધ્વનિયુકત કાવ્યને મમ્મટાચાર્યે ઉત્તમ કાવ્ય ગણાવ્યું છે, જયાં વાચ્ય કરતાં વ્યંગ્ય ચડિયાતો હોય.


(૧૩)

અત્ર તદન્તિકમેવ રન્તું ગતાસીતિ પ્રાધાન્યેન અધમપદેન વ્યજ્યતે I

અનુવાદઃ ‘અહીં ‘તું તેની પાસે રમણ કરવા ગઇ હતી’ એવું ‘અધમ’ પદથી પ્રધાનપણે સૂચવાય છે.’

સમજૂતીઃ  આચાર્ય મમ્મટે કાવ્યપ્રકાશના પહેલા ઉલ્લાસમાં કાવ્યના પ્રકારોમાં ઉત્તમ કાવ્ય કોને કહેવાય એ દર્શાવ્યું છે. જયારે વ્યંગ્ય અર્થ વાચ્ય અર્થ કરતાં ચડિયાતો હોય ત્યારે ઉત્તમ કાવ્ય કહેવાય. તેને વિદ્દ્રાનો ધ્વનિ કહે છે. આ પછી ઉત્તમ કાવ્યના ઉદાહરણ તરીકે શ્ર્લોક આપ્યો છેઃ નિઃશેષચ્યુતચન્દનં...સ્યાન્તિકમ્ II

તારા સ્તનતટ પરનું ચંદન સંપૂર્ણપણે ખરી ગયું છે, તારા હોઠ પરની લાલિમા ભુંસાઇ ગઇ છે, આંખો અંજન વગરની થઇ ગઇ છે, કોમળ દેહ રોમાંચિત થયો છે, પોતાના સ્વજનને પીડા આપનારી જુઠ્ઠાબોલી દૂતી ! તું અહીંથી વાવમાં સ્નાન કરવા ગઇ હતી, પણ એ ‘અધમ’ની પાસે નહિ.

આ ઉદાહરણ પછી મમ્મટ કારિકામાં ઉપરનું વાકય આપે છે કે અહીં એટલે આ શ્ર્લોકમાં ‘તું તેની પાસે રમણ કરવા ગઇ હતી’ એવું ‘અધમ’ પદથી પ્રધાનપણે સૂચવાય છે.

એક નાયિકા દૂતીને પોતાના પ્રિયતમ પાસે મોકલે છે. તે દૂતી નાયકને નાયિકા પાસે લાવવાને બદલે તેની જસાથે રમણ કરીને પાછી ફરે છે. તેના શરીર પર સંભોગનાં ચિહ્નો સ્પષ્ટ દેખાઇ આવે છે. એટલે નાયિકા ઉપરનો શ્ર્લોક કહે છે.

શ્ર્લોકમાં સીધું તો એમ કહેવાયું છે કે તું પેલા નાયક પાસે ગઇ નથી, પ્ણા અહીંથી વાવમાં સ્નાન કરવા ગઇ હતી. આ એનો વાચ્યાર્થ છે. પણ છેલ્લી પંકિતમાં જે ‘અધમ’ શબ્દ વાપર્યો છે. તેથી સ્પષ્ટ રીતે સૂચવાય છે કે એ અધમ નાયક સાથે તું રમણ કરવા ગઇ હતી. આમ, સૂચન સુંદર કાવ્યને જન્મ આપે છે. વાગ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ ચડિયાતો બને છે, તેથી આને ઉત્તમ કાવ્ય કહી શકાય.

જો આ શ્ર્લોકમાં ‘અધમ’ શબ્દ ન હોત તો આપણે તે વાવમાં સ્નાન કરવા ગઇ છે એમ માની લેત, પણ પેલો નાયક અધમ છે અને એણે તારી સાથે રમણ કર્યું છે. આથી વાવસ્નાન અને ‘તેની સાથેના રમણ’ એ બંનેને એકસાથે લાગુ પડે તેવાં વિધાનો – સ્તનતટ લાગુ પાડીએ છીએ. આથી ‘અધમ’ પદ એ ધ્વનિ અથવા નવો અર્થ આપવામાં મુખ્ય કારણ બને છે.

વિશ્ર્વનાથ અહીં વિપરીત લક્ષણાથી અર્થ લેવો એવું સૂચવે છે તેમજ વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ એમ ત્રણ અર્થો અનુક્રમે દર્શાવે છે, પણ વિદ્દ્રાનોને મમ્મટનો મત વધુ સારો જણાયો છે. આ શ્ર્લોક ઉપર જગન્નાથ, નાગેશ ભટ્ટ, ગોવિંદરાજ, અપ્પયદીક્ષિત વગેરેએ વિસ્તારથી ચર્ચાઓ કરી છે. આ સહુમાં મમ્મટનો મત વધુ ઉપાદેય છે.


(૧૪)


































પ્રશ્ન-૩(અ)




અતાદશિ ગુણીભૂતવ્યયં વ્યંગ્યે તુ મધ્યમમ્ I

અનુવાદઃ વ્યંગ્યાર્થ તે પ્રમાણે ન હોય (એટલે કે ઉત્તમ કાવ્ય પ્રમાણે ચડિયાતો ન હોય) અને ગૌણ બની જાય ત્યારે ‘ગુણીભૂતવ્યંગ્ય’ અથવા ‘મધ્યમ કાવ્ય’ કહેવાય.

સમજૂતીઃ મમ્મટ મધ્યમ કાવ્યની વ્યાખ્યા આપે છે કે, અતાદશિ ગુણીભૂતવ્યંગ્યં વ્યંગ્યે તુ મધ્યમમ્ 

જયારે વ્યંગ્યાર્થ તે પ્રમાણે એટલે ઉત્તમ કાવ્ય પ્રમાણે ન હોય અને ગૌણ બની જાય ત્યારે ‘ ગુણીભૂતવ્યંગ્ય’ અથવા ‘ મધ્યમ કાવ્ય’ કહેવાય. મમ્મટે પોતે અતાદશિ એટલે ‘ તે પ્રમાણે ન હોય’ એ શબ્દોને વૃત્તિમાં સમજાવે છે કે (વ્યંગ્યાર્થ) વાચ્યાર્થ કરતાં ચડિયાતો ન હોય ત્યારે ટૂંકમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થથી વધુ સારો હોય ત્યારે ઉત્તમ કાવ્ય અને જયારે વ્યંગ્યાર્થ વાચ્યાર્થ કરતાં વધુ સારો ન હોય ત્યારે મધ્યમ કાવ્ય. આનું ઉદાહરણ મમ્મટે નીચે પ્રમાણે આપ્યું છે:

ગ્રામતરુણં તરુણ્યા નવવજ્જુલમજ્જરીસનાથકરમ્

પશ્યંત્યા ભવતિ મુહુર્નિતરાં મલિના મુખચ્છાયા

 અશોક વૃક્ષની તાજી મંજરી જેના હાથમાં છે તેવા ગામનાં યુવકને જોતાં તરુણીના મુખની કાંતિ ઝાંખી પડી જાય છે.

  અહીં પ્રસંગ આવો છે. એક યુવકે એક તરુણીને અશોક વૃક્ષની છાયામાં ગામના કોઇક છેડે મળવાનો સમય આપ્યો હતો, પરંતુ એ છોકરી ત્યાં આવવાનું ભૂલી ગઇ. એટલે ત્યાં રાહ જોઇને કંટાળેલો યુવાન હાથમાં અશોક વૃક્ષની મંજરી લઇને આવ્યો અને પેલી તરુણીને બતાવી. એ જોતાં યુવતીને પોતાની ભૂલ યાદ આવી. એ શરમાઇ ગઇ. એના મુખની કાંતિ ઝાંખી થઇ ગઇ. સાદિ ભાષામાં કહીએ તો એ કાળી પડી ગઈ.’ 

  અહીં, અશોક વૃક્ષના મંડપમાં આવવાનો સંકેત કરીને તું ન આવીઆ વ્યંગ્યાર્થ પણ તે વાચ્યાર્થ કરતાં વધુ ચડિયાતો નથી એટલે અહીં મધ્યમ કાવ્ય બને છે. આનું બીજું નામ ગુણીભૂતવ્યંગ્ય કાવ્યપણ છે. કારણ, અહીં વ્યંગ્ય એટલે વ્યંગ્યાર્થ ગુણીભૂત એટલે ગૌણ બની જાય છે.

યુનિટ-૩

  • દશમ ઉલ્લાસ નિયત અલંકાર

  • (ભેદ રહિત-ઉપમા, ઉત્પ્રેક્ષા,રૂપક, અનન્વય અપહનુતિ, શ્ર્લેષ, સમાસોકિત, નિદેર્શના)

  • (લક્ષણ અને ઉદાહરણની સમજૂતિ)

અલંકારની સલક્ષણ સમજૂતી આપો. (ચારમાંથી બે)              ૧૦   

 (૧) ઉત્પ્રેક્ષા

    કારિકા ૬: (પૂર્વાધ) : સંભાવનમથોત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન્ યત્ હવે પ્રકૃતની તેને સમાન (અપ્રકૃત) સાથેના (તાદાત્મ્યની) સંભાવનાને ઉત્પ્રેક્ષા કહે છે.

    વ્યાખ્યાના મુદ્દાઓ : (૧) ઉત્પ્રેક્ષામાં ઉપમેય અને ઉપમાન વચ્ચે તાદાત્મ્યની સંભાવના (૨) આ સંભાવના સાદ્રશ્યને આધારે થાય છે. (3) સાધર્મ્ય વ્યંગ્ય હોય છે. (૪) સંભાવના આહાર્ય (કવિ + કલ્પિત) હોય, વાસ્તવિક નહિ.

    અન્ય નોંધપાત્ર વિશેષતાઓ : (૧) ઉપમેય અને ઉપમાનનો અભેદ જ્ઞાન આપે તેવો સંબંધ હોવો જોઇએ. (૨) મમ્મટે ઉત્પ્રેક્ષાના પ્રકારો નથી આપ્યા. વિશ્વનાથે ઉત્પ્રેક્ષાના ૮૮ પ્રકારો ગણાવ્યા છે. કોઇ ૯૬ પ્રકારો પણ માને છે. (૩) કેશવ મિશ્ર ઉત્પ્રેક્ષાને સર્વ અલંકારોનું સર્વસ્વ માને છે. (૪) મન્યે, શંકે, ધ્રુવં, પ્રાય: ઇવ વગેરેથી ઉત્પ્રેક્ષા દર્શાવાય છે. અન્ય આલંકારિકોએ ઉત્પ્રેક્ષાના ત્રણ મુખ્ય પ્રકારો આપેલ છે. 

ઉન્મેષં યો મમ ન સહતે જાતિવૈરી નિશાયા-

મિંદોરિંદિવરદલદૃશા તસ્ય સૌંદર્યદર્પ:

નીત: શાન્તિ પ્રસભમનયા વક્ત્રકાંત્યેતિ હર્ષા –

લ્લગ્ના મન્યે લલિતતનુ તે પાદયો: પદ્મલક્ષ્મી: (૨૫)

    હે સુંદરી જન્મનો વેરી જે રાત્રે મારા વિકાસને સહન કરી શકતો નથી તે ચંદ્રની સુંદરતાનું અભિમાન નીલકમલ જેવી આંખવાળી આ નાયિકાએ પોતાના મુખની કાંતિથી બલપૂર્વક ઠંડું પાડી દીધું છેએવા હર્ષને લીધે કમલની શોભા તારા પગે લાગી છે, એમ હું માનું છું.(૨૫)

     પ્રિયતમ પ્રિયતમાના ચરણ વિશે સંભાવના કરે છે. જાણે પદ્મલક્ષ્મી (કમળની શોભા) તારા ચરણોમાં પડી છે, કેમકે પ્રિયતમાએ કમળના શત્રુ એવા ચંદ્રના સૌંદર્યદર્પનું મુખકાંતિથી ખંડન કર્યુ છે. અહીં મન્યે ઉત્પ્રેક્ષાસૂચક શબ્દ છે.



(૨) રૂપક

    કારિકા ૨૭: (પૂર્વાર્ધ) તદ્રૂપકમભેદો યઃ ઉપમાનોપમેયયો: જે ઉપમાન અને ઉપમેય વચ્ચેનો અભેદ તેને રૂપક કહે છે.

રૂપકની વ્યાખ્યાના મુદ્દાઓઃ (૧) ઉપમેય અને ઉપમાન વચ્ચે અતિશય સામ્ય (૨) સામ્યમાંથી જન્મતા અભેદની કલ્પના (૩) ઉપમેય એ જ  ઉપમાન છે તેવી ઉકિત (૪) ઉપમા પ્રતિપાદક ઇવ, વા, યથા વગેરે આવતા નથી. સાધારણ ધર્મનો ઉલ્લેખ પણ નથી થતો. (૫) ઉપમાનનો ઉપમેય પર આરોપ અહીં અગત્યનો છે.

જયોત્સનાભસ્મચ્છુરણધવલા વિભ્રતી તારકાસ્થી-

ન્યન્તર્ધાનવ્યસનરસિકા રાત્રિકાપાલિકીયમ્ I

દ્રીપાદ્ દ્રીપં ભ્રમતિ દધતી ચન્દ્રમુદ્રાકપાલે

ન્યસ્તં સિધ્ધાજ્જનપરીમલં લાંછનસ્ય  ચ્છલેન II ૩૦ II 

    ચાંદની રૂપી ભસ્મનો લેપ કરવાથી શ્વેત, તારાઓ રૂપી અસ્થિઓને ધારણ કરનારી, અન્તર્ધાન થવાની ક્રીડામાં આસકિતવાળી આ રાત્રિ રૂપી કાપાલિકી, ચંદ્રબિંબરૂપી કપાલમાં કલંકને બહાને મુકેલા સિધ્ધ અંજનચૂર્ણને ધારણ કરતી એક દ્રીપથી બીજા દ્રીપે ભટકે છે. (૩૦)

આ સમસ્ત વસ્તુ વિષય સાંગરૂપકનું  ઉદાહરણ  છે. રાત્રિને કાપાલિકી કહેલ છે તે મુખ્ય રૂપક છે. રાત્રિ પર કાપાલિકીના આરોપ સાથે અંગરૂપ (ગૌણ) અન્ય રૂપકો પણ અહીં છે. જેમ કે જયોત્સનાભસ્મ (ચાંદનીરૂપી ભસ્મ), તારકાસ્થીનિ (તારાઓરૂપી હાડકાં), ચંદ્રમુદ્રાકપાલ  (ચંદ્રરૂપી મુદ્રાકપાલ=ખોપરી). આ રીતે રાત્રિનાં અંગો જયોત્સના, તારક, ચંદ્ર પર કાપાલિકાનાં અંગો ક્રમમાં ભસ્મ, અસ્થિની અને મુદ્રાકપાલનો શબ્દોમાં અભિધાન કરીને આરોપ કરાયા છે, તેથી આ સમસ્તવસ્તુવિષય સાંગરૂપક છે. 



(૩) અનન્વયઃ 

ઉપમાનોપમેયત્વે એકસ્યૈવૈક વાકયગે I

 એક જ વાકયમાં એક જ વસ્તુના ઉપમાનત્વ અને ઉપમેયત્વને અનન્વય કહે છે.

અન્ય નોંધપાત્ર બાબતોઃ (૧) ઉપમેય અને ઉપમાનને એક જ શબ્દમાં વ્યકત કરવામાં આવે છે તેવું કેટલાક માને છે. ઘણાના મતે એક શબ્દનો પર્યાય બીજી વાર મૂકી શકાય તેમ મળે છે. (૨) અનન્વયમાં ઉપમેય અને ઉપમાનનો ભેદ આહાર્ય હોય છે.

    ન કેવલં ભાતિ નિતાન્તકાન્તિર્નિતમ્બિનિ સૈવ નિતામ્બિનીવ I

    યાવદ્ વિલાસાયુધલાસ્યવાસારતે તદ્રિલાસા ઇવ તદ્રિલાસાઃII૨૩II

અતિશય કાન્તીવાળી તે સુંદરી માત્ર તેના પોતાના જેવી જ શોભે એમ નથી પણ કામદેવના લાસ્યનૃત્યના નિવાસવાળા પેલા તેના વિલાસો ય તેના જેવા છે. (૨૩)

’નિતમ્બિની નિતમ્બિનીવ’ નિતમ્બિની- ઉપમેય, નિતમ્બિની- ઉપમાન, વિલાસાઃ ઇવ વિલાસાઃ વિલાસાઃ I વિલાસાઃ ઉપમેય અને તે જ ઉપમાન છે. અહીં સુંદરી અને વિલાસોની અદ્રિતીયતા બતાવવાનો આશય છે.

(૪) અપહૂનુતિઃ

કારિકા ૧૦: (પૂર્વાધ) પ્રકૃતં યન્નિષિધ્યાન્યત્સાધ્યતે સા ત્વપહનુતિઃ I પ્રકૃતનો નિષેધ કરીને અન્યને (અપ્રકૃતને) સિધ્ધ કરવામાં આવે છે તે અપહૂનુતિ છે.

મમ્મટની વ્યાખ્યાના મુદ્દાઓઃ (૧) અપહૂનુતિમાં ઉપમેય ઉપમેય નથી એવો નિષેધ થાય છે. (૨) ઉપમેય ઉપમાન છે તેવી સ્થાપના.

અન્ય નોંધપાત્ર બાબતોઃ (૧) ઉપમેયનું જ્ઞાન તો તેના નિષેધ કરવા છતાં રહે છે જ. (૨) ઉપમેય અને ઉપમાન વચ્ચે અત્યંત સાદશ્ય-અભેદ-નું જ્ઞાન પણ થાય છે. (૩) કેટલાક અહીં ઉપમાનોપમેય ભાવ જરૂરી માનતા નથી. (૪) પ્રકૃતનો નિષેધ અને અપ્રકૃતની સ્થાપના વાસ્તવિક નથી, આહાર્ય છે. (૫) ઉપમેયનું ગૌરવ વધારવાનો હેતુ. તેના બે પ્રકારો છે. (૬) શાબ્દી અપહૂનુતિમાં ને આર્થી અપહૂનુતિમાં કપટ, કૈતવ,છદ્મ, છલ, મિષ, જેવમ શબ્દો વપરાય છે. 

અવાપ્તઃ પ્રાગલભ્યં પરિણતરુચઃ શૈલતનયે

કલકો નૈવાયં વિલસતિ શશાકસ્ય વપુષિ I

અમુષ્યેવ મન્યે વિગલદમૃસ્યન્દશિશિરે

રતિશ્રાન્તા શેતે રજનિરમણી ગાઢમુરસિ II૩૯II

બત સખિ કિયદેતત્પશ્ય વૈરં સ્મરસ્ય

પ્રિયવિરદ્દકૃશેડ સ્મિન્રાગિલોકેતથાહિ I

ઉપવનસહકારોદ્ભાસિમૃચ્છલેન

પ્રતિવિશિખમનેનોદ્રકિતં કાલકૂટમ્ II૪૦II

હે પાર્વતી, પરિપૂર્ણ કાન્તિવાળા ચંદ્રના શરીરમાં પ્રગટ થયેલું આ કલંક નથી જ શોભતું. મને લાગે છે કે ઝરતા અમૃતસ્રાવને લીધે ઠંડકવાળા આ (ચંદ્ર)ના વક્ષઃસ્થળ પર રતિક્રીડા વડે થાકેલી આ રાત્રીરૂપી રમણી સૂતેલી છે. (૩૯)

અરર, હે સખી, પ્રિયજનના વિરહથી કૃશ થયેલા પ્રેમીજનો પ્રત્યે કામદેવને કેટલું વેર છે, એ જો. કેમકે, એણે ઉપવનમાં આમ્રવૃક્ષો પર શોભતા ભમરાઓના બહાને પ્રત્યેક બાણ ઉપર હળાહળ વિષ લગાવી દીધું છે. (૪૦)

શિવ પાર્વતીને કહે છે ચંદ્રનું કલંક કલંક નથી, તે રતિશ્રાન્ત રજની રૂપી રમણી છે. અહીં પ્રકૃત (ચંદ્રકલંક) નો નિષેધ થયો છે અને અપ્રકૃત (રજની-રમણી)ની સ્થાપના થઇ છે. અહીં નિષેધ માટે ’ન’ વપરાયો છે તેથી શાબ્દી અપહૂનુતિ છે.

નાયિકા કામદેવની પ્રેમીજનો પ્રત્યે નિષ્ઠુરતા દર્શાવે છે. કામદેવનાં બાણો ફૂલનાં છે. તેણે બાણો પર ભમરાઓને બહાને ઝેર ચોપડ્યું છે. ’છલ’ શબ્દ વપરાયો છે તેથી આર્થી- એક વાકયમાં રહેલી (એક વાકયગા) અપહૂનુતિ છે.



(૫) નિદર્શનાઃ

કારિકા ૧૧: (ઉતરાર્ધ) અભવન્ વસ્તુસમ્બન્ધ ઉપમાપરિકલ્પકઃ II બે વસ્તુઓ વચ્ચેનો અશકય સંબંધ જયારે ઉપમામાં પરિણમે ત્યારે નિદર્શના બને છે. અભવન્-સંભવિત વસ્તુસમ્બન્ધ- બે વસ્તુઓ વચ્ચેનો સંબંધ ઉપમાપરિકલ્પકઃ- ઉપમાની કલ્પના જન્માવે. નિદર્શના એટલે ર્દષ્ટાંત દાખલો.

નિદર્શનાની વ્યાખ્યાના મુદ્દાઓઃ  (પ્રથમ પ્રકાર) (૧) જેમની વચ્ચે સંબંધ સંભવિત ન લાગતો હોય તેવી બે વસ્તુઓ. (૨) તે બે વચ્ચે ઉપમાના સંબંધની કલ્પના થાય. (૩) સાર્દશ્યની પ્રતીતિ ગમ્ય હોય, વાચ્ય નહિ. (૪) અસંભવિત સંબંધવાળી વસ્તુઓ વચ્ચે સાર્દશ્યની કલ્પનાથી વૈચિત્ર્ય.



અન્ય નોંધપાત્ર બાબતોઃ (૧) નિદર્શનામાં બે વસ્તુઓ વચ્ચેનો સંબંધ સંભવિત અને અસંભવિત બંને પ્રકારનો હોઇ શકે. (૨) કવિ પોતાની પ્રતિભાથી પદાર્થો કે વાકયાર્થો સાથે રજૂ કરીને તેમની વચ્ચે સાર્દશ્ય સૂચવે છે. (૩) અહીં યદ્-તદ્, યદિ-તર્હિ જેવા પ્રયોગોથી અનેક વાકયગા નિદર્શના સંકળાય છે. 

ઉદયતિ વિતતોધ્સ્વરશ્મિરજ્વા

બહ્રિરુચૌ હિમધામ્નિ યાતિ ચાસ્તમ્ I

વહતિ ગિરીરયં વિલમ્બિઘણ્ટા-

દ્રયરિવારિતવારણેન્દ્રલીલામ્ II૪૫II

ઊંચે ફેલાયેલા કિરણો રૂપી દોરડાવાળો સૂર્ય ઊગે છે અને ચંદ્ર અસ્ત થાય છે ત્યારે આ (રૈવતક) પર્વત બે લટકતા ઘંટોથી યુકત ઉત્તમ હાથીની શોભા ધારણ કરે છે. (૪૫)

(શિશુ. ૪-૨૦) માં વર્ણન છે કે રૈવતક પર્વતની એક બાજુ સૂર્ય, બીજી બાજુ ચંદ્ર છે. આથી આ પર્વત બે બાજુ ઘંટ બાંધેલા હોય તેવા ઉત્તમ હાથી જેવો લાગે છે.

ઉપર્યુકત ઉદાહરણમાં રૈવતક પર્વત ઉત્તમ હાથીની શોભાને કેવી રીતે ધારણ કરી શકે? આથી વારણેંદ્રલીલા ને બદલે વારણેંદ્રસદૃશી લીલા એવો અર્થ કરીએ ત્યારે ઉપમાની કલ્પનાથી નિદર્શના સ્પષ્ટ થાય છે. અહીં ‘એકવાક્યગા’ અથવા પદાર્થ નિદર્શના છે.


(બ)

અલંકારની સવિવરણ ઓળખ આપો (બેમાંથી એક)

(૧) ઉપમા 

સાધર્મ્યમુપમાભેદે

બે જુદી જુદી વસ્તુઓમાં સાધર્મ્ય હોય તે ઉપમા.

    મમ્મટની ઉપમાની વ્યાખ્યામાં સ્પષ્ટ થતા મુદ્દાઓઃ

(૧) અહીં ઉપમેયની ઉપમાન સાથે તુલના કે સરખામણી મુખ્ય છે. (૨) તુલના કે સરખામણી બે જુદી વસ્તુઓ વચ્ચે જ થવી જોઇએ.

(૩) ઉપમેય અને ઉપમાનમાં એક જ સાધારણ ધર્મ હોવો જોઇએ.

ગામ્ભર્યર્ગારિમા તસ્ય સત્યં ગંગાભુજંગવત્ I

દુરાલોકઃ સ સમરે નિદાધામ્બરરત્નવત્ II૫II

તેની ગંભીરતાનું ગૌરવ સાચે જ સમુદ્ર જેવું છે. ઉનાળાના સૂર્યની જેમ તે યુધ્ધમાં મુશ્કેલીથી જોઇ શકાય તેવો છે. (૫)

શ્ર્લોક ૫: ગામ્ભીર્યગરિમા તસ્ય.... માં રાજાને સૂર્ય અને સમુદ્ર સામે સરખાવ્યાં છે. તસ્ય (રાજા) ઉપમેય છે. ગંગાભુજંગ ઉપમાન છે. ગાંભીર્ય સાધારણ ધર્મ છે. વત્ તદ્રિતવાચક પ્રત્યય ઉપમા પ્રતિપાદક શબ્દ તરીકે વપરાયો છે.

(૨) શ્ર્લેષ

કારિકા ૧૦: (ઉતરાર્ધ) શ્ર્લેષઃ સ વાકયે એકસ્મિન્ યત્રાનેકાર્સ્થતા ભવેત્ II એક જ વાકયમાં (શબ્દો) અનેક અર્થ આપે તે શ્ર્લેષ કહેવાય.

મમ્મટની શ્ર્લેષની વ્યાખ્યાના મુદ્દાઓઃ (૧) એક વાકયમાં અનેકાર્થ શબ્દોનો પ્રયોગ (૨) અનેકાર્થ શબ્દોને કારણે એક વાકયના અનેક અર્થો થાય. (૩) સંયોગ વગેરે  વ્યંજનાની શરતો દ્રારા એકાર્થ નિયંત્રણનો અભાવ.

અન્ય નોંધપાત્ર બાબતોઃ (૧) મોટાભાગના આલંકારિકાઓએ શબ્દશ્ર્લેષ અને અર્થશ્ર્લેષ એવા પ્રકારો પાડયા નથી, પણ જયાં એક શબ્દને બદલે બીજો શબ્દ મૂકવાથી શ્ર્લેષ ન રહે તે શબ્દશ્ર્લેષ, શબ્દને બદલે તેનો પર્યાય મૂકવા છતાં શ્ર્લેષ રહે તે અર્થશ્ર્લેષ. (૨) અનેક અર્થો કાં તો પ્રકૃત હોઇ શકે કાં તો અપ્રકૃત હોઇ શકે.

ઉદયમયતે દિંગલિન્યં નિરાકુરુતેતરાં

નયતિ નિધનં નિદ્રામુદ્રાં પ્રવર્તયતિ ક્રિયાઃ I

રચયતિતરાં સ્વૈરાચરપ્રવર્તનકર્તનં

બત બત લસત્તેજઃ પુજ્જો વિભાતિ વિભાકરઃ II૪૨II

આનંદની વાત છે કે દેદીપ્યમાન તેજના સમૂહથી યુકત વિભાકર (રાજા અથવા સૂર્ય) શોભી રહ્યો છે. તે ઉદય પામે છે, દિશાઓની મલિનતાને એકદમ દૂર કરી દે છે, નિદ્રાની સ્થિતિનો નાશ કરે છે, કિયાઓ શરૂ કરાવે છે અને સ્વચ્છંદ આચરણની પ્રવૃત્તિને અટકાવે છે. (૪૨)

આ શ્ર્લોકમાં જુદા જુદા શબ્દોના વિભિન્ન અર્થો છે. વિભાકર: - સૂર્ય, રાજા દિગ્માલિન્યં – દિશાઓની મલિનતા, જુદે જુદે સ્થળે રહેતા લોકોનાં દુ:ખો ક્રિયા: - ધાર્મિક ક્રિયાઓ, સત્કાર્યો નિદ્રાસ્થિતિ: - નિદ્રા, આળસ, સ્વૈરાચાર: - વ્યભિચાર, મરજી મુજબનો આચાર.

(૩) સમાસોક્તિ

કારિકા ૧૧: (પૂર્વાર્ધ) પરોક્તિર્ભેદકૈ: શિલષ્ટૈ: સમાસોક્તિ: શ્ર્લેષયુકત વિશેષણોથી અન્યની ઉક્તિને સમાસોક્તિ કહે છે.

અન્ય નોંધપાત્ર બાબતો: (૧) વિશેષોક્તિમાં વિશેષણો બે અર્થવાળાં ન હોય તોપણ પ્રસ્તુત અને અપ્રસ્તુતને લાગુ પડતાં હોવા જોઇએ. (૨) વર્ણન એવું હોય કે જેથી અપ્રકૃતના વ્યવહાર કે વૃત્તાંતનો સંકેત તેમાંથી પ્રાપ્ત થાય. (૩) વિશ્વનાથ સમાન કાર્ય, લિંગ અને વિશેષણો દ્વારા અપ્રકૃતનું સૂચન થાય છે તેવો મત દર્શાવે છે. (૪) અપ્રકૃત વ્યવહારનો આરોપ પ્રકૃત વ્યવહાર પર થાય છે. (૫) પ્રસ્તુત અર્થ વાચ્ય હોય છે. અપ્રસ્તુત અર્થ વ્યંગ્ય હોય છે.

લબ્ધ્વા તવ બાહુસ્પર્શં યસ્યા: સ કોડપ્યુલ્લાસ: । 

જયલક્ષ્મીસ્તવ વિરહે ન ખલૂજ્જવલા દુર્બલા નનુ સા ૪૩॥

તારા હાથનો સ્પર્શ મેળવી જેને કોઇ અપૂર્વ ઉલ્લાસ થાય છે તે જયલક્ષ્મી તારા વિરહમાં ખરેખર, પ્રસન્ન નથી પણ સાચે જ દુર્બલ બની છે. (૪૩)

“તારા હાથનો સ્પર્શ થતાં જ જેને અવર્ણનીય ઉલ્લાસ થતો તે જયલક્ષ્મી તારો વિરહ થતાં ઉજ્જવળ નથી, દુર્બળ છે.” એવું મૃત યોદ્ધાને તેની પત્ની કહે છે. ઉલ્લાસ, ઉજ્જ્વલા ન દુર્બલા એ વિશેષણોને લીધે પ્રિયતમાનો (અપ્રકૃત) સંકેત પણ અહીં થાય છે. સર્વ વિશેષણો પ્રકૃત (જયલક્ષ્મી) અને અપ્રકૃત (કાન્તા) બંનેને લાગુ પડે છે.

અત્ર જયલક્ષ્મીશબ્દસ્ય ........ નાસ્તિ અહીં ઉપર્યુકત ઉદાહરણમાં માત્ર જયલક્ષ્મી જ ‘કાન્તા’ નો વ્યંજક નથી પણ શ્ર્લેષયુક્ત વિશેષણો બાહુસ્પર્શ – (હાથનો સ્પર્શ) પાણિગ્રહણ ઉલ્લાસ – (વૃદ્ધિ, આનંદ) ઉજ્જ્વલા – (ગૌરવશાળી, કાંતિવાળા) દુર્બલા – (સ્થિરતા વિનાની, વિરહમાં દુર્બળ) એ વિશેષણોને લીધે બે બે અર્થ થાય છે. કાંતાવાચકત્વ શબ્દ યોગ્ય કેમ નથી, કેમકે તેનું વ્યંજકત્વ (વ્યંજના) થાય છે. 

યુનિટ-૪

  • કર્તા મમ્મટ અને કૃતિ પરિચય

  • (સેલ્ફ સ્ટડી)

૦૪

પ્રશ્ન-૪ 

સામાન્ય પ્રશ્ન (એકના વિકલ્પે એક)

(૧) મમ્મટની વિદ્વતા નોંધ લખો. 

૧૪


(૧) પ્રાસ્તાવિક

સંસ્કૃત સાહિત્યમાં કોઇ પણ મહાન વિદ્વાનની પ્રશંસા કરવી હોય તો તેને સાક્ષાત્ સરસ્વતીનો અવતાર કહેવામાં આવે છે. જેમ વિદ્યાની દેવી સરસ્વતી એ સર્વજ્ઞ છે. વિદ્યાની એક પણ બાબત એનાથી છૂપી નથી. તેમ આ વિદ્દ્રાન જે વાગ્દેવતા કે સરસ્વતીનો અવતાર છે તે પણ પોતાના વિષય બધું જ જાણે છે. આમ કહેવા માટે સુંદર કવિતાનો પણ આધાર લેવાય છે. જેમ મહાભારતમાં અધિક પ્રગલ્ભતા પ્રાપ્ત કરવા અંબાએ શિખંડીનો અવતાર લીધો તેમ વાણી બાણ બની. (અહીં બ અને વ-નો અભેદ છે તેથી વાણી એ સ્ત્રીલિંગનું રૂપ પુલ્લિંગમાં ‘બાણ’ બની જાય.)



(૨) વાગ્દેવતાવતાર

આવી જ રીતે આચાર્ય મમ્મટની અલંકાર સાહિત્યના ક્ષેત્રે આગવી પ્રતિભા જોઇને તેમને એકથી વધુ રીતે જુદા જુદા ટીકાકારોએ વાણી એટલે વાગ્દેવતા અથવા સરસ્વતીના અવતાર ગણાવ્યા છે, જેમકે ભીમસેન નામના કાવ્યપ્રકાશના વિદ્દ્રાન ટીકાકાર કહે છે કે –

તદ્દદેવી હિ સરસ્વતી સ્વયમભૂત્ કાશ્મીદેશે પુમાન I

એ દેવી સરસ્વતી સ્વયં કાશ્મીરદેશમાં (આચાર્ય મમ્મટેરૂપે) પુરૂષ બની.

અન્યત્ર આ વિદ્વાને કહ્યું  છે કે –

નાયમાચાર્યો માનુષઃ કિન્તુ વાગ્દેવતાવતાર એવ I

આ આચાર્ય માણસ નથી, પરંતુ વાગ્દેવતાનો (વાણીની દેવી સરસ્વતીનો) અવતાર છે. આમ મમ્મટને વાગ્દેવતા એટલે સરસ્વતીનો અવતાર માનનારા અનેક પ્રાચીન વિદ્વાનો છે. આ સહુએ મમ્મટને વાગ્દેવતાનો અવતાર કહીને મમ્મટની વિદ્વત્તાના વખાણ કર્યાં છે. આપણે ટૂંકમાં મમ્મટની વિદ્વત્તાનું વિવેચન અહીં કરીશું. 



(૩) બહુશ્રુત વિદ્વાન

આચાર્ય મમ્મટના કાવ્યપ્રકાશનું અધ્યયન કરતાં સૌપ્રથમ છાપ આપણા મન ઉપર પડે છે તે એ છે કે મમ્મટ બહુશ્રુત વિદ્વાન છે. તેઓએ સાહિત્યના બધા પ્રકારો કાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય, નાટક વગેરેનું અધ્યયન કર્યું છે. એ વાત એમણે આપેલાં અનેક ઉદાહરણો ઉપરથી જાણી શકાય છે. તેમણે કાવ્ય, કાવ્યની વ્યાખ્યા, ઉત્પત્તિ, તેના હેતુ, પ્રયોજન, શબ્દ, અર્થ વ્યંજના, ગુણ, દોષ, અલંકાર વગેરેની ચર્ચા કરી છે. તેથી નકકી થાય છે કે તે સાહિત્યશાસ્ત્રના વિદ્દ્રાન હતા. તેમણે વ્યાકરણ, તત્ત્વજ્ઞાન વગેરેનો પણ અભ્યાસ કર્યો હતો એમ તેમના ઉલ્લેખો પરથી જણાય છે. આમ, આચાર્ય મમ્મટ એક બહુશ્રુત વિદ્દ્રાન હતા. આ વાત વિગતે જોઇએ.



(૪) સાહિત્યના જ્ઞાતા

મમ્મટે કાલિદાસ, માધ, શ્રીહર્ષ, ભવભૂતિ, ભારવિ, અમરુક જેવા પ્રસિધ્ધ મહાકવિઓની કૃતિઓમાંથી ઉદાહરણો આપ્યાં છે. એક મોજણી અનુસાર મમ્મટે નાના મોટા પ્રસિધ્ધ કે અપ્રસિધ્ધ એવા લેખકો કે કૃતિઓમાંથી જે અવતરણો આપ્યાં છે તેઓની સંખ્યા લગભગ ૬૦૦ જેટલી થાય છે. આ બતાવે છે કે તેમના સમયમાં જે કોઇ સાહિત્યકૃતિ ઉપલબ્ધ હશે તેને તેઓ જાણતા હતા.



(૫) સાહિત્યશાસ્ત્રના જ્ઞાતા

અલંકારશાસ્ત્ર અથવા જેને આજે સાહિત્યશાસ્ત્ર કે વિવેચનનું શાસ્ત્ર કહેવાય, તેના આચાર્ય મમ્મટ અત્યંત ઊંડા અને મર્મજ્ઞ વિદ્વાન છે. તેમનો કાવ્યપ્રકાશ નામનો ગ્રંથ નામ જેવા જ ગુણો ધરાવે છે. કાવ્ય (એટલે સાહિત્ય એવો અર્થ સંસ્કૃતમાં થાય) અને તેની સાથે સંબંધ ધરાવતા દરેક વિષય ઉપર આ ગ્રંથ સુંદર પ્રકાશ પાડે છે. મમ્મટની પૂર્વે ભરત, ભામહ, દંડી, વામન, આનંદવર્ધન, અભિનવગુપ્ત વગેરે અનેક અલંકારશાસ્ત્રીઓ થઇ ગયા અને એ બધાના ગ્રંથોનો મમ્મટે અભ્યાસ કર્યો હતો અને જયાં જયાં જરૂર પડી ત્યાં ત્યાં તેઓનાં વાકયો ટાંકયાં, મતોની ચર્ચા કરી, કયાંક દલીલો આપી અને તે મતોનું ખંડન કર્યું. આ બધું તેની સાહિત્યશાસ્ત્રની વિદ્દ્રત્તા બતાવવા માટે પૂરતું છે.



(૬) વૈયાકરણી

સંસ્કૃતમાં વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રને દરેક શાસ્ત્ર માટે ઉપકારક ગણવામાં આવે છે. કોઇ પણ શાસ્ત્રના સારા જ્ઞાતા થવું હોય તો વ્યાકરણ અને ન્યાય આવડવા જોઇએ. આચાર્ય મમ્મટ વ્યાકરણના મહાન જ્ઞાતા હતા. જળકીકર નામના વિદ્દ્રાન તો એક સ્થળે એમ નોધ્યું છે કે અયં ખલુ મમ્મટઃ સર્વશાસ્ત્રહદયોપિ મુખ્યતયા વૈયાકરણઃ I  આ મમ્મટ દરેક શાસ્ત્રનું હ્રદય એટલે સાર જાણતો હોવા છતાં મુખ્ય રૂપે વૈયાકરણ-વ્યાકરણનો જાણકાર છે. આ સિધ્ધ કરતા અનેક નિર્દેશો તેના કાવ્યપ્રકાશમાં પ્રાપ્ત થાય છે. દા.ત. (૧) સંકેતના ભેદોની ચર્ચા કરતી વખતે મમ્મટે વ્યાકરણના સિધ્ધાંતની વાત કરી છે. (૨) ધ્વનિ શબ્દની વ્યુત્પત્તિ દર્શાવવા માટે બુધૈઃ વૈયાકરણૈઃ એમ કહીને વૈયાકરણો એ વિદ્દ્રાનો છે એમ આદરપૂર્વક મમ્મટ નોંધે છે. (૩) ‘‘શબ્દાનાં ચતુષ્ટયી પ્રવૃત્તિઃ’’ એ મહાભાષ્યના વિધાનનો સીધો નિર્દેશ કરે છે. (૪) વિરોધ અંલકારની ચર્ચામાં જાતિ, દ્રવ્ય, ગુણ અને ક્રિયા- એ ચાર વ્યાકરણ-સંમત શબ્દોની ચાર પ્રકારની પ્રવૃત્તિ સ્વીકારે છે. (૫) ઉપમાના પ્રકારોની ચર્ચામાં કવચ્ કયડ્ કિવપ્ વગેરે વ્યાકરણની પરિભાષાઓનો સીધો ઉપયોગ કર્યો છે. આ બધાં નિર્દેશો બતાવે છે કે મમ્મટને વ્યાકરણનું જ્ઞાન ઘણું સારૂં હતું.



(૭) મીમાંસાના જ્ઞાતા

મીમાંસા નામનું એક શાસ્ત્ર પ્રાચીનકાળથી પ્રસિધ્ધ છે. તેમાં શબ્દ અને અર્થની ચર્ચા ખૂબ ઊંડાણથી કરેલ છે. મમ્મટે તેના અનેક વિચારોની કે સિધ્ધાંતોની ચર્ચા કરી છે. દા.ત. (૧) સંકેતના મતોની ચર્ચામાં ‘‘જાતિરેવ’’ એમ કહીને પૂર્વમીમાંસાના એક પક્ષનો ઉલ્લેખ કર્યો છે. (૨) ‘‘ગૌરનુબન્ધ્યઃ’’ એ વાકયમાં મંડનમિશ્ર નામના મીમાંસાના એક મહાન વિદ્દ્રાનના મતનું ખંડન કર્યું છે. (૩) ‘‘ગૌર્વાહીકઃ’’ની ચર્ચામાં તેનું મીમાંસાદર્શનનું જ્ઞાન જણાય છે. (૪) ‘‘તાત્પર્યાર્થ’’ ની ચર્ચા કરતી વખતે મીમાંસકોના વિવિધ મતો જેવા કે અભિહિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદની ચર્ચા કરી છે. આ બધું બતાવે છે કે મમ્મટે મીમાંસાશાસ્ત્રના સારા જ્ઞાતા હતા.



(૮) ન્યાયદર્શનના જાણકાર

આચાર્ય મમ્મટ વ્યાકરણ અને મીમાંસા ઉપરાંત ન્યાયદર્શનના પણ જ્ઞાતા હતા. (૧) મંગલશ્ર્લોકની ચર્ચામાં પરમાણુ-કારણવાદનો ઉલ્લેખ કર્યો છે. (૨) અહીં અસમવાયિકારણ અને નિમિત્તકરણની વાત કરી છે. (૩) અનુમાન અલંકારમાં સાધ્ય, સાધન વગેરે શબ્દોની ચર્ચામાં ન્યાયદર્શનની પરિભાષાઓ વાપરી છે. (૪) પાંચમા ઉલ્લાસમાં મમ્મટે મહિમભટ્ટ નામના ન્યાયાચાર્યના મતનો નિર્દેશ અને ખંડન કર્યું છે. (૫) પીનો દેવદતઃ દિવાન ભુંડકતે – જાડિયો દેવદત્ત દિવસે જમતો નથી વગેરેમાં ન્યાયશાસ્ત્રમાં પ્રસિધ્ધ અર્થાપત્તિ પ્રમાણની ચર્ચા કરી છે. આમ, અને આવા અનેક ઉલ્લેખો એ સિધ્ધ કરી જાય છે કે આચાર્ય મમ્મટ ન્યાયશાસ્ત્રના મર્મજ્ઞ અને ઊંડા અભ્યાસી હતા.



(૯) વેદાન્ત તેમજ અન્ય દર્શનોના અભ્યાસી

વેદાંતદર્શન તો ભારતમાં ઘણા પ્રાચીન સમયથી – છેક ઉપનિષદના સમયથી જાણીતું છે. મમ્મટ એ ન જાણે એ તો કેમ બને? (૧) મમ્મટે કાવ્યના પ્રયોજનોની ચર્ચા ‘‘વિગલિતબોધાન્તરમ્’’ વગેરે વિશેષણો વાપરીને તેને બ્રહ્માનંદ સમાન સૂચવીને પોતાના વેદાંતશાસ્ત્રના જ્ઞાનનો પરિચય કરાવ્યો છે. (૨) પ્રથમ કારિકાની ચર્ચામાં સુખદુઃખમોહસ્વભાવા બ્રહ્માની સૃષ્ટિ છે. એમ કહ્યું છે ત્યાં સાંખ્યદર્શનનો સિધ્ધાંત જણાવે છે. (૩) બૌધ્ધોના અપોહવાદનો ઉલ્લેખ બીજા ઉલ્લાસમાં સ્પષ્ટ કર્યો છે. આમ, વેદાંત, સાંખ્ય, બૌધ્ધ વગેરે દર્શનોનું તેનું જ્ઞાન પણ તેની કૃતિઓમાં દર્શન દે છે.




(૧૦) ઉપસંહાર

કાવ્યપ્રકાશનું અધ્યયન કરતાં સ્પષ્ટ જણાય છે કે મમ્મટ પોતાના જમાનામાં ઉપલબ્ધ મોટા ભાગના સાહિત્યને, સાહિત્યશાસ્ત્રના સિધ્ધાંતોને અને વ્યાકરણ મીમાંસા, ન્યાય, વેદાંત, બૌધ્ધ વગેરેના શાસ્ત્રોને જાણતા હતા. આથી અનેક ટીકાકારોએ  મમ્મટને વાગ્દેવતાવતાર કહીને મમ્મટની વિદ્દ્રત્તા પર પ્રશંસાનાં પુષ્પો વેર્યાં છે, તે સંપૂર્ણ યોગ્ય છે.

ગોવિંદ ઠાકુર નામના એક ટીકાકારે મમ્મટને જાણે કે બરાબર સમજયા વિના તેમની ઉપર શિથિલતાનો આરોપ મૂકયો હતો. આનો ઉત્તર આપતાં ભીમસેને લખ્યું કે-

ન હિ ગીર્વાણગુરવોડપિ શ્રીવાગ્દેવતાવતારોકિતમ્ આક્ષેપ્તું પ્રભવન્તિ કિં પુનર્માનુષા મશકાઃ I

શ્રી વાગ્દેવતાના અવતાર એવા આચાર્ય મમ્મટની વાણી ઉપર આક્ષેપ કરવા દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ શકિતમાન નથી, તો પછી માણસોરૂપી મચ્છરોનું તો કહવું જ શું ?

આવી છે મમ્મટની વિદ્દ્રત્તા.

અથવા


(૧)

કાવ્યપ્રકાશનો વિસ્તૃત પરિચય આપો.



(૧) પ્રાસ્તાવિક

સંસ્કૃત સાહિત્યમાં અલંકારશાસ્ત્રના અનેક ગ્રંથો રચાયા છે, પણ તે સહુમાં આચાર્ય મમ્મટના કાવ્યપ્રકાશનું સ્થાન અત્યંત મહત્વનું છે. કાવ્યશાસ્ત્રના સાંગોપાંગ અભ્યાસનો જો આરંભ કરવો હોય તો મમ્મટના કાવ્યપ્રકાશથી જ કરવો પડે. આટલો સરળ, વ્યવસ્થિત અને સર્વગ્રાહી ગ્રંથ બીજો કોઇ નથી.



(૨) કાવ્યપ્રકાશના ઉલ્લાસો

કાવ્યમ્ એવ ચન્દ્રઃ તસ્ય પ્રકાશઃ કાવ્યપ્રકાશઃ કાવ્ય એ જે ચંદ્ર અર્થાત્ કાવ્યરૂપી ચંદ્ર અને તેનો પ્રકાશ એટલે કાવ્યપ્રકાશ. આ રીતની વ્યુત્પત્તિ કાવ્યપ્રકાશની આપવામાં આવી છે. ચંદ્રનો પ્રકાશ એટલે ચાંદની એ હંમેશ આનંદ કે આહલાદ આપે. એ રીતે કાવ્ય પણ હંમેશ આનંદ આપે, આનંદ રેલાવે. આથી આ ગ્રંથ વાંચનારને કાવ્યરૂપી ચંદ્રની અર્થરૂપી ચાંદની માણવાનો એક પ્રકારનો લહાવો મળી રહેશે એવું અહીં સૂચવાયું છે.

કાવ્યપ્રકાશના વિભાગોને ઉલ્લાસ નામ આપ્યું છે. ઉલ્લાસ શબ્દનો અર્થ જ છે હર્ષ, આનંદ, પ્રકાશ. આથી કાવ્યરૂપી ચંદ્રનો ઉલ્લાસ એટલે કાવ્યરૂપી ચંદ્રનો પ્રકાશ, આનંદ કે હર્ષ. આમ, પ્રકરણોનું નામ પણ સાર્થક છે. આના દસ ઉલ્લાસો છે. દરેક ઉલ્લાસ કાવ્યને લગતા વિવિધ વિષયોની ચર્ચા કરે છે અને દરેકમાં પહેલાં કારિકા, પછી વૃત્તિ અને જરૂર હોય ત્યાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે. કયાંક વૃત્તિમાં વિદ્દ્રત્તાપૂર્ણ ચર્ચા અથવા શાસ્ત્રાર્થ પણ છે.

કાવ્યપ્રકાશના દસ ઉલ્લાસોનાં નામ નીચે પ્રમાણે છે. કાવ્યપ્રકાશના દસ ઉલ્લાસના વિષયો નીચે પ્રમાણે ટૂંકમાં વર્ણવી શકાય.

(૧)  કાવ્ય-પ્રયોજન-કારણ-સ્વરૂપ-વિશેષવર્ણન

(૨)  શબ્દાર્થસ્વરૂપનિર્ણય

(૩)  અર્થવ્યંજકતાનિર્ણય

(૪)  ધ્વનિનિર્ણય

(૫)  ધ્વનિગુણીભૂતવ્યંગ્યસંકીર્ણભેદનિર્ણય

(૬)  શબ્દાર્થચિત્રસ્વરૂપ

(૭)  દોષદર્શન

(૮)  ગુણાલંકારભેદનિયત-ગુણનિર્ણય

(૯)  શબ્દાલંકારનિર્ણય

(૧૦) અર્થાલંકારનિર્ણય



(૧) પ્રથમ ઉલ્લાસ (કાવ્ય-પ્રયોજન-કારણ-સ્વરૂપ-વિશેષવર્ણન):

આ ઉલ્લાસમાં સહુથી પહેલાં મંગલ આપ્યું છે, જેમાં કવિની સૃષ્ટિને બ્રહ્માની સૃષ્ટિથી વધુ સારી દર્શાવી છે. પછી કાવ્યનું પ્રયોજન, હેતુ, કાવ્યની વ્યાખ્યા અથવા સ્વરૂપ તથા કાવ્યના પ્રકારોની ચર્ચા છે. 



(૨) દ્રિતીય ઉલ્લાસ (શબ્દાર્થસ્વરૂપનિર્ણય) :

પ્રથમ ઉલ્લાસમાં કાવ્યની વ્યાખ્યામાં શબ્દાર્થૌ-શબ્દ અને અર્થનો ઉલ્લેખ છે. આથી અહીં આ ઉલ્લાસમાં શબ્દ અને તેના અર્થને લગતી વ્યાપક શાસ્ત્રીય ચર્ચા આપવામાં આવી છે. શબ્દના વાચક, લક્ષક અને વ્યંજક એવા ત્રણ પ્રકારો અને તેના સ્વરૂપની ચર્ચા છે. જાતિવાદ, વ્યકિતવાદ, જાતિવ્યકિતવાદ, અપોહવાદ વગેરે વાદોની ચર્ચા પણ અહીં છે. વળી, લક્ષણાના સ્વરૂપની અને લક્ષણાના પ્રકારોની ચર્ચા પણ અહીં છે.



(૩) તૃતીય ઉલ્લાસ (અર્થવ્યંજકતાનિર્ણય) :

જેમ શબ્દ ત્રણ પ્રકારનો તેમ અર્થ પણ ત્રણ પ્રકારનો હોય. તે છે વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય. આ વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય અર્થોની ચર્ચા આ ઉલ્લાસમાં છે. આ ઉલ્લાસ પ્રમાણમાં ટૂંકો છે.




(૪) ચતુર્થ (ધ્વનિનિર્ણય) :

શબ્દ અને અર્થની ચર્ચા બીજા અને ત્રીજા ઉલ્લાસમાં કરી, હવે અહીં ધ્વનિની ચર્ચા આપી છે. પ્રથમ ધ્વનિ કાવ્યની ચર્ચા છે. તેમાં તેના ભેદોની પણ વાત છે. શુધ્ધ ધ્વનિના મમ્મટે ૫૧ પ્રકારો દર્શાવ્યા છે. પછી ત્રણ પ્રકારના સંકર અને અનેક પ્રકારની સંસૃષ્ટિ દ્રારા તેના ૧૦૪૫૫ ભેદો ગણાવ્યા છે. વળી આ ઉલ્લાસમાં રસધ્વનિની ચર્ચામાં વ્યાખ્યા અને ભરતમુનિના રસસૂત્રો ઉપરના ભટ્ટ લોલ્ટ્, શંકુક વગેરેના મતોની ચર્ચા પણ આપી છે. શૃંગાર વગેરે આઠ રસો, રસાભાસ અને ભાવભાસની ચર્ચા પણ અહીં છે.



(૫) પંચક ઉલ્લાસ (ધ્વનિગુણીભૂતવ્યંગ્યસંકીર્ણભેદનિર્ણય ):

અહીં મધ્યમ કાવ્ય એટલે ગુણીભૂતવ્યંગ્યની ચર્ચા છે. મમ્મટે આના અનેક પ્રકારોની શકયતા તરફ નિર્દેશ કર્યો છે અને ટીકાકારો તો તે કરોડો હોઇ શકે તેવું દર્શાવ્યું છે. એક ટીકાકાર મુજબ તો ૩૪ કરોડ!



(૬) ષષ્ઠમ ઉલ્લાસ (શબ્દાર્થચિત્રસ્વરૂપ) : 

આગળ ઉત્તમ અને મધ્યમ કાવ્યની ચર્ચા અનુક્રમે ચોથા અને પાંચમા ઉલ્લાસમાં થઇ. હવે અહીં અવર કાવ્ય એટલે શબ્દચિત્ર અને વાચ્યચિત્રની ચર્ચા મમ્મટે કરી છે. મમ્મટે આ ચર્ચા ટૂંકમાં પતાવી છે. અવર કાવ્યને શા માટે અવ્યંગ્ય કહ્યું તે વાત મમ્મટે અંતમાં ચર્ચી છે.



(૭) સપ્તમ ઉલ્લાસ (દોષદર્શન) : 

આરંભમાં મમ્મટે દોષ કોને કહેવાય એ સમજાવ્યું છે. પછી ૧૬ વાકયદોષોની ચર્ચા છે. અપુષ્ટાર્થતા વગેરે ૨૩ અર્થદોષો અને અંતમાં ૧૩ રસદોષોની પણ ચર્ચા આ ઉલ્લાસમાં આપી છે.



(૮) અષ્ટમ ઉલ્લાસ (ગુણાલંકારભેદનિયત-ગુણનિર્ણય) :

 કેટલાક આલંકારિકો ગુણ અને અલંકારોને એક માને છે. આથી મમ્મટે પહેલાં એ બંનને જુદા દર્શાવ્યા છે અને પછી ગુણોની સંખ્યાનો પ્રશ્ન ચર્ચી કુલ ત્રણ જ ગુણો છે એવું મંતવ્ય આપ્યું છે. તે માટે પૂરતી દલીલો પણ આપીને પૂર્વાચાર્યોના મતોની ચર્ચા કરી છે અને સમાધિ જેવા ગુણને તો મમ્મટ સ્વતંત્ર ગુણ સ્વીકારવા પણ તૈયાર નથી.



(૯) નવમ ઉલ્લાસ ( શબ્દાલંકારનિર્ણય) :

આ ઉલ્લાસમાં એનું નામ સૂચવે છે તેમ શબ્દાલંકારોની ચર્ચા છે તેમાં અનુપ્રાસ, શ્ર્લેષ, યમક અને પુનરુકતવદાભાસ જેવા અલંકારોની ઉદાહરણો સહિત ચર્ચા આપી છે. અહીં ચર્ચા વિસ્તારથી દા.ત., શ્ર્લેષની ચર્ચામાં જ નવ પ્રકારના શ્ર્લેષ ચર્ચ્યા છે. અહીં ઉત્ભયાલંકાર- એટલે શબ્દ અને અર્થ એમ બંનેના અલંકાર મનાતા પુનરુકતવદાભાસની ચર્ચા પણ મમ્મટ કરે છે.



(૧૦) દસમ ઉલ્લાસ (અર્થાલંકારનિર્ણય) : 

અહીં મમ્મટે અર્થાલંકારોની વિસ્તૃત ચર્ચા કરી છે. તેમાં ૬૨ અંલકારો આપ્યા છે. દરેકની વ્યાખ્યા, વ્યાખ્યાની સમજૂતી, પ્રકારો અને તેનાં ઉદાહરણો આપીને દરેક અલંકારને સારી રીતે સમજાવ્યા છે. છેલ્લે અલંકારના દોષોની ચર્ચા પણ આપી છે.












પ્રશ્ન-૫

(૩) ઉપસંહાર

કાવ્યપ્રકાશમાં ઉપર જોયું તે કાવ્યને સ્પર્શતા પ્રત્યેક વિષયને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન થયો છે. મમ્મટની વિદ્દ્રત્તાની છાપ તેમાં ઊપસી આવી છે. આ ગ્રંથની અનેક ટીકાઓ ઘેર ઘેર થઇ છે અને છતાંય તે તેટલો જ દુર્ગમ-દુર્બોધ એટલે અઘરો રહ્યો છે. કહેવાયું છે કે કાવ્યપ્રકાશસ્ય કૃતાઃ ગૃહે ગૃહે ટીકાઃ તથાપ્યેષ તથૈવઃ દુર્ગમઃ I



(યુનિટ-૧-૨-૩-૪)

MCQ

(અ)  ટૂંકા પ્રશ્નોના જવાબ લખો                         ૦૮

યોગ્ય વિકલ્પ પસંદ કરો

ખાલી જગ્યા પૂરો

જોડકા જોડો


(બ)

૧. નીચેના પ્રશ્નોના એક વાકયમાં ઉત્તર આપોઃ      ૦૬



(૧)  મમ્મટના પિતાનું નામ શું છે?

ઉત્તરઃ મમ્મટના પિતાનું નામ જૈયટ છે. 



(૨) મમ્મટ કયા પ્રદેશના નિવાસી હતા?

ઉત્તરઃ મમ્મટ કાશ્મીરના નિવાસી હતા.



(૩) મમ્મટને કેટલા ભાઇઓ હતા? તેમનાં નામ આપો

ઉત્તરઃ મમ્મટને બે ભાઇઓ હતાઃ (૧) કૈયટ અને (૨) ઉવટ



(૪)  મમ્મટે કયાં વિદ્યાભ્યાસ કર્યો હતો? 

ઉત્તરઃ મમ્મટે કાશીમાં (આજના વારાણસીમાં) વિદ્યાભ્યાસ કર્યો હતો.



(૫) મમ્મટ કોના અવતાર મનાય છે?

ઉત્તરઃ મમ્મટ સરસ્વતી (વાગ્દેવતા) ના અવતાર મનાય છે.



(૬) મમ્મટનો સમય ઇ.સ.ની કઇ સદી માનવામાં આવે છે?

ઉત્તરઃમમ્મટનો સમય ઇ.સ.ની અગિયારમી સદી માનવામાં આવે છે.



(૭) કાવ્ય પ્રકાશ કયા શાસ્ત્રનો ગ્રંથ છે?

ઉત્તરઃ કાવ્યપ્રકાશ કાવ્યશાસ્ત્રનો-સાહિત્યશાસ્ત્રનો-અલંકારશાસ્ત્રનો ગ્રંથ છે.



(૮) કાવ્યપ્રકાશ કેટલા ઉલ્લાસોમાં વિભકત થયેલું છે?

ઉત્તરઃ કાવ્યપ્રકાશ દસ (૧૦) ઉલ્લાસોમાં વિભકત થયેલું છે.


૨.

નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ



(૧) મમ્મટ કયા સંપ્રદાયના વિદ્દ્રાન હતા?

ઉત્તરઃ અલંકાર સંપ્રદાય

(૨) કાવ્યપ્રકાશની કારિકાઓના કર્તા.........છે.

ઉત્તરઃ ભરતમુનિ

(૩)  કાવ્યપ્રકાશના દ્રિકર્તૃત્વમાં મમ્મટ અને...........ની રચના માનવામાં આવે છે.

ઉત્તરઃ અલક



(૪)  કયો ગ્રંથ મમ્મટનો નથી?

ઉત્તરઃ કાવ્યપ્રસાર



(૫) કાવ્યપ્રકાશમાં............કારિકાઓ છે.

ઉત્તર : ૧૪૨


૩.

પ્રથમ ઉલ્લાસ અને દસમો ઉલ્લાસ

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ



(૧) કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિમાં કયા ભેદ છે ?

ઉત્તરઃ કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિમાં મુખ્ય ચાર ભેદ છેઃ (૧) કવિ સૃષ્ટિ નિયતિએ સર્જેલા નિયમો વિનાની છે, જયારે બ્રહ્માની સૃષ્ટિ નિયતિએ સર્જેલા નિયમોવાળી છે. (૨) કવિની સૃષ્ટિ કેવળ આનંદવાળી છે; જયારે બ્રહ્માની સુષ્ટિ સુખ, દુઃખ અને મોહરૂપી સ્વભાવવાળી છે.  (૩) કવિની સૃષ્ટિ અને કોઇને વશ ન રહેનારી છે, જયારે બ્રહ્માની સૃષ્ટિ પરમાણુ વગેરે ઉપાદાન કારણ અને કર્મ વગેરે સહકારિપણાને વશ રહેનાર છે. (૪) કવિની સૃષ્ટિ નવ રસોને રસોનુ કારણે મનોહર છે, જયારે બ્રહ્માની સુષ્ટિ માત્ર છ રસોવાળી છે. આથી જ કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચડિયાતી છે.



(૨) કવિની સૃષ્ટિ કેવી રીતે નિયમો વિનાની છે?

ઉત્તરઃ કવિની સૃષ્ટિ નિયતિ એટલે કે બ્રહ્માએ રચેલા નિયમો વિનાની છે. કવિની સૃષ્ટિમાં શીતળ ચંદ્ર વિરહને બાળે છે. કવિની સૃષ્ટિમાં કમળ સુંદર યુવતીના શરીર પર ઊગે છે. કવિ પોતાની ઇચ્છા પ્રમાણે અચેતન પદાર્થોને ચેતનને અચેતનની જેમ વ્યવહાર કરતા દર્શાવે છે. આમ, કવિની સૃષ્ટિ નિયતિએ સર્જેલા નિયમો વિનાના છે.



(૩) બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિના રસો કેટલા છે? કયા કયા?

ઉત્તરઃ બ્રહ્માની સૃષ્ટિમાં છ રસો છેઃ (૧) મધુર () કટુ (તીખો) (૩) અમ્લ (ખાટો) (૪) કષાય (તુરો) (૫) લવણ (ખારો) અને (૬) તિખ્ત (કડવો). જયારે કવિની સૃષ્ટિમાં નવ રસો છેઃ (૧) શૃંગાર (૨) હાસ્ય (૩) કરુણ (૪) વીર (૫) રૌદ્ર (૬) બીભત્સ (૭) અદ્દભૂત (૮) ભયાનક અને (૯) શાંત.



(૪) મમ્મટ ’અમંગળ નિવારણ પ્રયોજન’ ને કયા ઉદાહરણ દ્રારા સમજાવે છે?  અથવા

’શિવેતરક્ષયતયે’ કાવ્યપ્રયોજન સમજાવો.

ઉત્તરઃ મમ્મટ કાવ્યનું ચોથું પ્રયોજન શિવેતરક્ષતયે – અમંગળનું નિવારણ આપ્યું છે. અમંગળ નિવારણ એટલે કે નાશ માટે પણ સાહિત્યનું સર્જન થાય છે. મમ્મટ અમંગળના નિવારણ પ્રયોજનને ’સૂર્ય’ વગેરે પાસેથી મયૂર વગેરેની જેમ અનર્થોનું નિવારણ’  (આદિત્યાદેર્મયૂરાદીનામિવાનર્થનિવારણમ્) ઉદાહરણ દ્રારા સમજાવે છે. મયૂરે ‘સૂર્યશતક’ દ્રારા સૂર્યની સ્તુતિ કરતાં તેનો કૃષ્ટરોગ (કોઢ) દુર થયો હતો. આમ, કાવ્યસર્જન દ્રારા અમંગળનું નિવારણ થયું હતું.



(૫) મમ્મટના મતે સૌથી શ્રેષ્ઠ પ્રયોજન કર્યું? શા માટે?

ઉત્તરઃ મમ્મટના મતે ’પરમાનંદની પ્રાપ્તિ’ એ શ્રેષ્ઠ પ્રયોજન છે. કાવ્ય વાંચતાંની સાથે જ એવો રસાસ્વાદ ઉત્પન્ન્ થાય છે કે જે આપણી અંદર રહેલા અન્ય જ્ઞાનના વિષયોનુ ભુલાવીને પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે, તેથી તે શ્રેષ્ઠ પ્રયોજન છે.



(૬) ’સકલપ્રયોજનમૌલિભૂતમ્’ એમ કહી મમ્મટ કાવ્યનું કર્યું પ્રયોજન બતાવે છે? શા માટે?

ઉત્તરઃ બધા પ્રયોજનોમાં પ્રધાન-મુખ્ય એટલે કે મુકુટમણિરૂપ પ્રયોજન તરીકે મમ્મટ ’સદ્યઃ પરિનિર્વૃત્તયે’ (તરત જ ઉત્તમ આનંદ)ને ગણાવે છે. કાવ્યસર્જનથી કવિને સર્જનનો આનંદ મળે છે અને વાચકને રસાસ્વાદનો આનંદ મળે છે. કવિને અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે વાચક પણ રસમગ્ન બની બ્રહ્માનંદ સહોદર આનંદ પ્રાપ્ત કરે છે. કવિના છ પ્રયોજનોમાં આ પ્રયોજન જ મુખ્ય છે, શ્રેષ્ઠ છે.



(૭) આચાર્ય મમ્મટે આપેલી કાવ્યહેતુની કારિકા લખી દર્શાવો.

ઉત્તરઃ આચાર્ય મમ્મટે કાવ્યહેતુ માટે નીચેની કારિકા આપી છેઃ 

શકિતર્નિપુણતા લોકશાસ્ત્રકાવ્યાદ્યવેષણાત્ I

કાવ્યજ્ઞશિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્તદ્દભવે II




(૮) આચાર્ય મમ્મટે કાવ્યના હેતુ તરીકે કયાં કયાં તત્વોને  મહત્વના ગણાવ્યાં છે?

ઉત્તરઃ આચાર્ય મમ્મટે કાવ્યના હેતુ તરીકે શકિત, નિપુણતા અને અભ્યાસ એ ત્રણ તત્વોને મહત્વના ગણાવ્યા છે.



(૯) આચાર્ય મમ્મ્ટના મત પ્રમાણે શકિત એટલે શું?

ઉત્તરઃ આચાર્ય મમ્મટના મતે શકિત એટલે કવિત્વના બીજરૂપ વિશિષ્ટ સંસ્કાર, જેના વિના કાવ્ય સ્ફુરે નહિ અને જો સ્ફુરે તો તે ઉપહાસને પાત્ર થાય.



(૧૦)  આચાર્ય મમ્મટના મતે નિપુણતા કેવી રીતે આવે?

   કાવ્યપ્રકાશ અનુસાર ’લોકશાસ્ત્રકાવ્યાવ્યાદ્યવેષણાત્’ પદ સમજાવો.

ઉત્તરઃ આચાર્ય મમ્મટના મતે કવિત્વ માટેની નિપુણતા લોક (સ્થાવર અને જંગમરૂપ સંસારના વૃત્તાંતો ) ના; શાસ્ત્રો (છંદ, વ્યાકરણ, અભિધાનકોશ, કળાઓ ચતુર્વિધ પુરૂષાર્થ વગેરે ) ના તેમજ કાવ્યોના નિરીક્ષણ, પરીક્ષણ અને પરિશીલનથી આવે છે.



(૧૧)  આચાર્ય મમ્મટના મતે અભ્યાસ એટલે શું ?

      કાવ્ય હેતુમાં ’અભ્યાસ’થી મમ્મટને શું અભિપ્રેત છે?

ઉત્તરઃ આચાર્ય મમ્મટના મતે અભ્યાસ એટલે કાવ્યની રચના કરવાનું અને કાવ્યનું વિવેચન કરવાનું જે જાણતા હોય તેમની  પાસે રહી કાવ્યના સર્જનમાં વારંવાર પ્રવૃત્તિ કરવી.



(૧૨)  કાવ્યપ્રકાશ અનુસાર ’હેતુસ્તદુદ્દભવે’ પદ સમજાવો.

ઉત્તરઃ ’હેતુસ્તદુદ્દભવે’ એટલે ’એ તે (કાવ્ય)ની ઉત્પત્તિનું કારણ છે’ કાવ્યપ્રકાશ અનુસાર (૧) શકિત  (કવિત્વના બીજરૂપ વિશિષ્ટ સંસ્કાર) (૨) લોક, શાસ્ત્ર, કાવ્ય વગેરેના નિરીક્ષણથી પ્રાપ્ત થતી નિપુણતા તેમજ (૩) કાવ્યની રચના અને વિવેચનના જ્ઞાતાના શિક્ષણ અનુસાર કરેલો અભ્યાસ એ કાવ્યની ઉત્પત્તિનું કારણ છે.



(૧૩)  મમ્મટે આપેલ કાવ્યલક્ષણ સંસ્કૃતમાં લખો

ઉત્તરઃ મમ્મટે આપેલ કાવ્યલક્ષણ સંસ્કૃતમાં નીચે પ્રમાણે છેઃ

તદદોષૌ શબ્દાર્થો સગુણાવનલકૃતી પુનઃ કવાપિ I



(૧૪)  મમ્મટે આપેલ કાવ્યલક્ષણ સમજાવો.

ઉત્તરઃ દોષરહિત, ગુણવાળા અને કોઇક વાર અલંકાર રહિત શબ્દ અને અર્થવાળી રચનાને કાવ્ય કહે છે.



(૧૫) મમ્મટના મતે કાવ્યના પ્રકાર કેટલા છે? કયા કયા ?

ઉત્તરઃ મમ્મટના મતે કાવ્ય ત્રણ પ્રકાર છેઃ (૧) ઉત્તમ કાવ્ય (ધ્વનિ કાવ્ય) (૨) મધ્યમ કાવ્ય (ગૂણીભૂતવ્યંગ્ય કાવ્ય ) અને (૩) અવર કાવ્ય (ચિત્ર કાવ્ય).



(૧૬) મમ્મટના મતે ઉત્તમ કાવ્ય કોને કહેવાય

ઉત્તરઃ મમ્મટના મતે જે કાવ્યમાં વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ ચડિયાતો હોય તે કાવ્યને ઉત્તમ કાવ્ય કહેવાય.



(૧૭)  ઉત્તમ કાવ્યનું બીજું નામ શું છે?

ઉત્તરઃ  ઉત્તમ કાવ્યનું બીજું નામ ’ધ્વનિકાવ્ય’  છે.



(૧૮)  મમ્મટના મતે ’ધ્વનિ’ કોને કહેવાય?

ઉત્તમ જયાં વાચ્ય કરતાં વ્યંગ્ય ચડિયાતું હોય ત્યારે એ કાવ્ય ઉત્તમ કહેવાય.વિદ્દ્રાનો તેને જ ધ્વનિ કહે છે મમ્મટ જેવા અંલકારિકો વાચ્યાર્થને ગૌણ બનાવનાર વ્યંગ્યાર્થને પ્રગટ કરવા માટે વપરતા શબ્દ અને અર્થના યુગલને માટે ’ધ્વનિ’ શબ્દ પ્રયોજે છે.



(૧૯)  મમ્મટના મતે મધ્યમ કાવ્ય કોને કહેવાય?

ઉત્તરઃ મમ્મટના મતે જે કાવ્યમાં વ્યંગ્યાર્થ વિનાના શબ્દચિત્ર કે વાચ્યચિત્ર (અર્થચિત્ર) હોય તે કાવ્ય ને મધ્યમ કાવ્ય કહેવાય.



(૨૦) મધ્યમ કાવ્યનું બીજું નામ શું છે. ?

ઉત્તરઃ  મધ્યમ કાવ્યનું બીજું નામ ‘ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય’ છે.



(૨૧) મમ્મટના મતે અવર કાવ્ય કોને કહે છે.

ઉત્તરઃ મમ્મટના મતે જે કાવ્યમાં વ્યંગ્યાર્થ વિનાના શબ્દચિત્ર કે વાચ્યચિત્ર (અર્થચિત્ર) હોય તે કાવ્યને અવર કાવ્ય કહેવાય.



(૨૨) અવર કાવ્યનું બીજું નામ શું છે?

ઉત્તરઃ અવર કાવ્યને ચિત્ર કાવ્ય કાવ્ય કે અવર કાવ્ય પણ કહે છે.



(૨૩) મમ્મટે અવર કાવ્યના કેટલા ભેદ ગણાવ્યા છે? કયા કયા?

ઉત્તરઃ મમ્મટે અવર કાવ્યના બે ભેદો ગણાવ્યા છેઃ (૧) શબ્દચિત્ર કાવ્ય અને (૨) અર્થચિત્ર કાવ્ય.



(૨૪) શબ્દચિત્ર કાવ્ય કોને કહેવાય?

ઉત્તરઃ જે કાવ્યમાં શબ્દાલંકાર વડે ચમત્કૃતિ સર્જાતી હોય તે કાવ્ય શબ્દચિત્ર કાવ્ય કહેવાય.



(૨૫)  અર્થચિત્ર કાવ્ય કોને કહેવાય?

ઉત્તરઃ જે કાવ્યમાં અર્થાલંકારનું વૈચિત્ર્ય નોંધપાત્ર હોય તે કાવ્યને અર્થચિત્ર કાવ્ય કહેવાય.



દસમો ઉલ્લાસ



(૨૬)  ઉપમાના ઘટકો જણાવો.

ઉત્તરઃ ઉપમાના ચાર ઘટકો આ પ્રમાણે છેઃ (૧) ઉપમેય (૨) ઉપમાન (૩) ઉપમા પ્રતિપાદક શબ્દ અને (૪) સાધારણ ધર્મ



(૨૭)  ઉપમાના મુખ્ય કેટલા પ્રકારો છે? કયા કયા?

ઉત્તરઃ ઉપમાના બે પ્રકાર છેઃ (૧) પૂર્ણા ઉપમા અને (૨) લુપ્તા ઉપમા



(૨૮)  ઉપમાન અને ઉપમેયના ઉદાહરણો આપી સમજાવો.

ઉત્તરઃ અલંકારમાં જેની સરખામણી કરીએ છીએ તે ઉપમેય અને જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે ઉપમાન છે. દા.ત. મુખં ચન્દ્ર ઇવ રમ્યમ્ I  મુખ ચંદ્ર જેવું રમ્ય છે. અહીં મુખની સરખામણી કરીએ છીએ તેથી ’મુખ’ ઉપમેય છે અને ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવે છે તેની ચંદ્ર ઉપમાન છે.



(૨૯)  ’ભેદગ્રહણમનન્વયવ્યચ્છેદાય’ નો શો અર્થ છે ?

ઉત્તરઃ ઉપમા અંલકારની વ્યાખ્યામાં ’ભેદ’ શબ્દનું ગ્રહણ અનન્વય અલંકારને ઉપમાથી અલંકારથી અલગ પાડે છે, કારણ કે અનન્વયમાં ઉપમેય અને ઉપમાન તરીકે કોઇ પણ એક જ શબ્દ આવે છે.



(૩૦)  અનન્વય અલંકાર કયારે બને છે?

ઉત્તરઃ એક વાકયમાં એક જ વસ્તુ ઉપમાન અને ઉપમેય હોય ત્યારે અનન્વય અલંકાર બને છે.



(૩૧) મન્યે, શડકેઃ વગેરે શબ્દો કયા અલંકારના સૂચક છે ?

ઉત્તરઃ મન્યે, શડકે વગેરે શબ્દો ઉત્પ્રેક્ષા અલંકારના સૂચક છે.



(૩૨)  ’ભેદે’ શબ્દનો ઉલ્લેખ કયા અલંકારને ઉપમાના ક્ષેત્રમાંથી  બાકાત રાખવા માટે થયો છે.

ઉત્તરઃ ’ભેદે’ શબ્દનો ઉલ્લેખ અનન્વય અલંકારને ઉપમાના ક્ષેત્રમાંથી બાકાત રાખવા માટે થયો છે.



(૩૩)  અપહ્નનુતિ અલંકાર કયાર બને છે ?

ઉત્તરઃ પ્રકૃત એટલે વર્ણ્યવસ્તુ (ઉપમેય) નો નિષધ કરીને તેને સ્થાને અન્યની (ઉપમાન) ની સ્થાપના કરવામાં આવે તારે અપહ્નનુતિ અલંકાર બને છે.



(૩૪)  શ્ર્લેષ અંલકારના પ્રકાર કેટલા છે? કયા કયા? 

ઉત્તરઃ જયાં એક જ વાકયમાં એકથી વધુ અર્થો પ્રાપ્ત થાય ત્યારે  શ્ર્લેષ અલંકાર બને છે.



(૩૫)  શ્ર્લેષ અલંકારના પ્રકાર કેટલા છે? કયા કયા?

ઉત્તરઃ જયાં અલંકારના બે પ્રકારો છેઃ (૧) શબ્દ શ્ર્લેષ અને (૨) અર્થ શ્ર્લેષ.



(૩૬)  ’સમાસોકિત’ અલંકારની મમ્મટે શી વ્યાખ્યા આપી છે?

ઉત્તરઃ પરોકિતભેદકૈઃ શ્લિષ્ટૈઃ સમાસોકિતઃ I (શ્ર્લેષયુકત વિશેષણોથી અન્યની ઉકિતને સમાસોકિત કહે છે.)



(૩૭) ’સમાસોકિત’ અલંકારનું ઉદાહરણ સમજાવો.

ઉત્તરઃ અયમૈન્દ્રીમુખં પશ્ય રકતચુમ્બતિ ચન્દ્રમાઃ I (જુઓ, ઇન્દ્રની દિશાના મુખને રકત (અનુરકત કે રતાશ પડતો) ચંદ્ર ચૂમે છે.) આ ઉદાહરણમાં પૂર્વ દિશાને ચુંબન કરતા ચંદ્રનું વર્ણન છે. આ વર્ણન પ્રસ્તુત છે, પણ રકતઃ શબ્દ શ્ર્લેષવાળો હોવાથી પ્રિયતમાને ચુંબન કરતા કામુક પ્રેમીની વ્યંજના સમજી શકાય છે. આ સમાસોકિત અલંકારનું ઉદાહરણ છે.


૪.

બહુવૈકલ્પિક પ્રશ્નોના ઉત્તર 



યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પુરો



(૧) ગ્રંથારંભે ઇષ્ટાદેવતાની સ્તુતિ ...... માટે કરવામાં આવે છે.

(એ) વિઘ્નનાશ    (બી)   પ્રશંસા      (સી) ભય



(૨)  મમ્મ્ટના મતે ........ ની વાણી વિજય પામે છે.

(એ) કવિ      (બી) શિવ    (સી) પત્ની



(૩) કવિની સૃષ્ટિ ......... હોય છે.

(એ) પ્રલોભનસ્વભાવા (બી) કલેશયુકત  (સી) સુખદુઃખમોહસ્વભાવા



(૪) કાવ્યનો ઉપદેશ......... હોય છે.

(એ) શત્રુસમાન    (બી) કાન્તાસમ્મિત    (સી) દૈવસપ્રાપ્તિ



(૫)  કાલિદાસે....... માટે કાવ્ય રચ્યું હતું.

(એ)  યશપ્રાપ્તિ     (બી) રાજ્યપ્રાપ્તિ  (૩) શસ્ત્રપ્રાપ્તિ



(૬)  આચાર્ય મમ્મટ શકિતને કવિતાના.... રૂપ સંસ્કાર માને છે.



(એ)  બીજ   (બી) વૃક્ષ   (સી)  લોક



(૭) શકિતઃ...... બીજરુપઃ સંસ્કારવિશેષઃ I

(એ) કવિત્વ   (બી)  સ્વામીત્વ  (સી)  સાધુત્વ



(૮)  ........ કાવ્યનો હેતુ  છે.

(એ)  અવરકાવ્ય   (બી) અભ્યાસ   (સી) અદૌષૌ



(૯)  કયારેક ....... રહિત કાવ્યને કાવ્ય હોય એમ કહેવાય છે.

(એ) ધ્વનિ  (બી)  અલંકાર     (સી)  છંદ



(૧૦) જે કાવ્યમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થ ચડિયાતો હોય તેને.........કાવ્ય કહેવાય.

(એ) ઉત્તમ    (બી)  મધ્યમ     (સી)  અધમ



(૧૧) ઉત્તમ કાવ્યનું બીજું નામ.......... છે.

(એ) અવરકાવ્ય      (બી) ધ્વનિકાવ્ય    (સી) ગૂણીભૂતવ્યંગ્યકાવ્ય



(૧૨)  મમ્મટના મતે જે કાવ્યમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થ કરતાં ચડિયાતો ન હોય તે ............કાવ્ય કહેવાય.

(એ)  ધ્વનિ     (બી)  મધ્યમ     (સી)   અવર



(૧૩)  મધ્યમ   કાવ્યનું બીજું નામ........ છે.

(એ)  ધ્વનિકાવ્ય   (બી) ચિત્રકાવ્ય      (સી) ગૂણીભૂતવ્યંગ્યકાવ્ય



(૧૪) ........કાવ્ય એટલે ગૂણીભૂતવ્યંગ્યકાવ્ય કાવ્ય.

(એ)  ઉત્તમ     (બી)  મધ્યમ     (સી)  અવર



(૧૫) વ્યંગ્થાર્થ સિવાય શબ્દચિત્ર અને અર્થચિત્ર હોય તે ............ચિત્રકાવ્ય કહેવાય.

(એ)  ઉત્તમ     (બી)  મધ્યમ     (સી)  અવર



(૧૬) જે કાવ્યમાં શબ્દાલંકાર વડે ચમત્કૃતિ સર્જાતી હોય તે.........ચિત્રકાવ્ય કહેવાય.

(એ) ઉત્તમ   (બી)   શબ્દ      (સી)    અર્થ



(૧૭) જે કાવ્યમાં અર્થાલંકારનું વૈવિધ્ય નોંધપાત્ર હોય તે..........ચિત્રકાવ્ય કહેવાય.

(એ)  મધ્યમ    (બી)  શબ્દ     (સી) અર્થ



(૧૮)  અવરકાવ્યના ઉદાહરણમાં.....નદીનું વર્ણન છે.

(એ)  યમુના    (બી) સરસ્વતી  (સી) ગંગા  



(૧૯)  અવરકાવ્યના ઉદાહરણમાં... નગરીનું વર્ણન છે.

(એ)  અમરાવતી   (બી) ઉજ્જૈની   (સી)  કાશી



(૨૦)  રૂપક અલંકારમાં............બાબતની મહત્વની છે.

(એ)  સંભાવના    (બી)   અભેદ       (સી)   ભેદ


૬.

સાચાં કે ખોટાં વિધાનોની ઓળખ

નીચેના વાકયો સાચાં છે કે ખોટા તે જણાવોઃ

(કૌંસમાં ઘાટા અક્ષરોમાં ઉત્તરો આપેલા છે.)




(૧) કાવ્યપ્રકાશના રચિયતા ભામહ છે.       

ખોટું

(૨) કાવ્યપ્રકાશના વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ છે.    

ખોટું

(૩) મમ્મટના પિતાનું નામ ઉવટ હતું.         

ખોટું

(૪) મમ્મટ કાશ્મીરના વતની હતા.             

સાચું

(૫)  મમ્મટ વારાણસી પ્રદેશના રહેવાસી હતા. 

ખોટું

(૬) મમ્મટ શારદાના અવતાર તરીકે ઓળખાય છે. 

સાચું

(૭)  કવિની સૃષ્ટિમાં છ રસો છે.                   

ખોટું

(૮)  કાવ્યપ્રકાશમાં કાવ્યનાં છ પ્રયોજનો દર્શાવ્યા છે.  

સાચું

(૯) મમ્મટ યશપ્રાપ્તિના પ્રયોજનો માટે કાલિદાસનું ઉદાહરણ આપે છે.  સાચું           


(૧૦)  મમ્મટ કહે છે કે નિપુણતા કાવ્યજ્ઞો પાસેથી શિક્ષા લેવાથી આવે છે.    ખોટું


(૧૧) વાચ્યર્થ કરતાં જયાં વ્યંગ્યાર્થ વધારે સુંદર હોય તેને ઉત્તમ કાવ્ય કહે છે.     સાચું


(૧૨)  કયારેક અલંકાર વિનાનું કાવ્ય હોય તો પણ કાવ્યત્વને હાનિ થતી નથી.      સાચું


(૧૩) મન્યે, શંકે, ધ્રુવં, પ્રાયઃ વગેરે ઉત્પ્રેક્ષા સૂચક શબ્દો છે. 

સાચું

(૧૪) મન્યે, શંકે, ધ્રુવં, પ્રાયઃ વગેરે ઉપમા સૂચક શબ્દો છે. 

ખોટું



૭.

યોગ્ય જોડકા જોડોઃ

(અહીં યોગ્ય રીતે જોડેલાં જોડકાં આપ્યા છે.)




    અ

      બ

(૧)

ભારતી

(૧)

સરસ્વતી

(૨)

કવિસૃષ્ટિઃ

(૨)

કવિપક્ષે

(૩)

કવિસૃષ્ટિઃ

(૩)

નવરસરુચિરાં

(૪)

બ્રહ્મણઃ નિર્મિતઃ

(૪)

ષડ્રરસા

(૫)

કાલિદાસઃ

(૫)

યશપ્રાપ્તિઃ

(૬)

અર્થકૃતે

(૬)

શ્રીહર્ષઃ

(૭)

વ્યવહારવિદે

(૭)

પ્રયોજન

(૮)

કાવ્યહેતુઃ

(૮)

નિપુણતા

(૯)

ત્રયઃ સમુદિતાઃ

(૯)

કાવ્યહેતુઃ

(૧૦)

કવિત્વબીજરુપ

(૧૦)

શકિતઃ

(૧૧)

અદૌષૌ

(૧૧)

શબ્દાર્થૌ

(૧૨)

ઉત્તમકાવ્ય

(૧૨)

ધ્વનિકાવ્ય

(૧૩)

મધ્યમકાવ્ય

(૧૩)

ગુણીભૂવ્યંગ્યકાવ્ય

(૧૪)

અધમકાવ્ય

(૧૪)

અવરકાવ્ય

(૧૫)

ઉત્તમકાવ્ય

(૧૫)

અતિશયિની વ્યંગ્યે વાચ્યાદ્

(૧૬)

શબ્દચિત્રં વાચ્યચિત્રમ્ ચ

(૧૬)

અવરકાવ્ય

(૧૭)

અવરકાવ્ય

(૧૭)

શબ્દચિત્ર

(૧૮)

કાવ્યપ્રકારાઃ

(૧૮)

ઉત્તમ-મધ્યમ-અધમ

(૧૯)

મુખં ચંન્દ્ર ઇવ મન્યે

(૧૯)

ઉપમા

(૨૦)

સંભાવના

(૨૦)

ઉત્પેક્ષા

(૨૧)

રુપકમ્

(૨૧)

અભેદઃ

(૨૨)

અનેકાર્થતા

(૨૨)

શ્ર્લેષ

(૨૩)

મમ્મટઃ

(૨૩)

વાગ્દેવતા

(૨૪)

મમ્મટઃ

(૨૪)

કાવ્યપ્રકાશઃ

(૨૫)

કાવ્યપ્રકાશઃ

(૨૫)

૧૦ ઉલ્લાસ



૮.

હેતુલક્ષી પ્રશ્ર્નોના ઉત્તરો

નીચેના પ્રશ્ર્નોના ટુંકમાં ઉત્તર આપોઃ



(૧) મમ્મટના ભાઇઓનાં નામ આપો. (કૈયટ,ઉવટ, જૈયટ)

     ઉત્તરઃ કૈવટ અને ઉવટ



(૨) કાવ્યનો ઉપદેશ કોના જેવો હોય છે? (પત્ની જેવો, શત્રુ જેવો)

     ઉત્તરઃ પત્ની જેવો



(૩) ગ્રંથારંભે મમ્મટ કયા દેવની સ્તૃતિ કરે છે?

     (સરસ્વતી, ભારતીદેવ)

    ઉત્તરઃ સરસ્વતી



(૪) કાવ્યપ્રકાશના કેટલા ઉલ્લાસ છે? (૮,૧૦)

    ઉત્તરઃ ૧૦



(૫)  એકજ વાકયમાં શબ્દો અનેક અર્થ આપે ત્યારે કયો અલંકાર પ્રયોજાય છે? (નિદર્શના, શ્ર્લેષ)

ઉત્તરઃ શ્ર્લેષ



(૬) અયમૈન્દ્રીમુખં પશ્ય રકતશ્ર્ચુમ્બતિ ચન્દ્રમાઃI

    (સમોસકિત,રૂપક)

ઉત્તરઃ સમોસાકિતઃ


 


(૭)  કવિની સૃષ્ટિમાં કેટલા રસ છે? (૯, ૬)

ઉત્તરઃ ૯



(૮)  ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ હોય ત્યારે કયો અલંકાર થાય? (રૂપક, ઉત્પેક્ષા)

ઉત્તરઃ રૂપક


૯.

નીચેના પ્રશ્ર્નોના ઉત્તર આપોઃ



(૧)  ’મધ્યમકાવ્ય’માં શેની અતિશયતા છે.

(વ્યંગ્યાર્થ, વાચ્યાર્થ, કલાર્થ)

ઉત્તરઃ વાચ્યાર્થ



(૨) કાવ્યપ્રકાશમાં કેટલા ઉલ્લાસ છે. (૧૦,૫,૩,૮)

ઉત્તરઃ ૧૦



(૩) બ્રહ્માની સૃષ્ટિના રસ કેટલા છે. (સાત,છ,બે,નવ)

ઉત્તરઃ છ



(૪)  મમ્મટના મતે બીજું પ્રયોજન કયું છે ?

(અર્થપ્રાપ્તિ, શકિતજ્ઞાન, વ્યવહારજ્ઞાન, સમયજ્ઞાન)

ઉત્તરઃ અર્થપ્રાપ્તિ



(૫)  ’મધ્યકાવ્ય’ના સમાનાર્થી શબ્દ કયો છે ?

(ગ્રહછભૂતવ્યંગ, કાવ્યભૂતવ્યંગ, અભિભૂતવ્યંગ, ગુણીભૂતવ્યંગ)

ઉત્તરઃ ગુણીભૂતવ્યંગ



(૬)  ઉપમા અલંકારના બે ભેદ.... છે. 

(અપૂર્ણા-પૂર્ણા, અલુપ્તા-લુપ્તા, પૂર્ણા-લુપ્તા, અલુપ્તા-પૂર્ણા)

ઉત્તરઃ પૂર્ણા-લુપ્તા



(૭) મન્યે,શંકે, ધ્રુવં વગેરે શબ્દોનો પ્રયોગ કયા અલંકારમાં થાય છે?

(ઉત્પેક્ષા, રુપક, સમાસોકિત, ઉપમા)

ઉત્તરઃ ઉત્પેક્ષા



(૮)  કયો ગ્રંથ મમ્મટનો નથી?

(કાવ્યપ્રકાશ,શબ્દવ્યાપારવિચાર,કાવ્યપ્રસાર, સંગીતરત્નમાલા)

ઉત્તરઃ કાવ્યપ્રસાર



(૯)  વેદો.......છે.

(અર્થપ્રધાન, ગીત પ્રધાન,શબ્દ પ્રધાન, વિચાર પ્રધાન,)

ઉત્તરઃ શબ્દપ્રધાન



(૧૦) અતાદશિ એટલે........કરતાં ચડિયાતો નહિ.

(વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, વ્યંગ્યાર્થ, લોકાર્થ)

ઉત્તરઃ વાચ્યાર્થ



(૧૧)  સમ્ભાવનમથોત્પ્રેક્ષા...સમેન યત્ I

(પ્રકૃતસ્ય, અપ્રકૃતસ્ય, પ્રાકૃતસ્ય, અપ્રાકૃતસ્ય)

ઉત્તરઃ પ્રકૃતસ્ય
















































































































(૨)



બીજા પ્રશ્નો:

(૧) મમ્મટના જીવન વિશે નોંધ લખો.


(૧) પ્રાસ્તાવિક

સંસ્કૃત સાહિત્યમાં કાવ્યકોને કહેવાય, તે કેવી રીતે સર્જાય, તેના હેતુ કયા, તેનું પ્રયોજન શું, તેના પ્રકારો કેટલા વગેરે અનેક પ્રશ્નોની ચર્ચા જુદા જુદા આચાર્યોએ ઈ.સ. પૂર્વેથી કરી છે. આમાંથી ઘણા આચાર્યોના મતોના સારનો સંગ્રહ કરીને આચાર્ય મમ્મટે પોતાના કાવ્યપ્રકાશમાં આપણને આપ્યો છે. કાવ્યશાસ્ત્રના આરંભના વિદ્યાર્થી માટે આ ગ્રંથ ઉત્તમોત્તમ પ્રવેશદ્વાર સમાન છે. આચાર્ય મમ્મટના જીવન વિશે આપણને બહુ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે.

(૨) ભીમસેનનું મંતવ્ય

આચાર્ય મમ્મટ પછી લગભગ ૬૦૦ વર્ષ બાદ થયેલા ભીમસેન નામના ટીકાકારે કાવ્યપ્રકાશની પોતાની સુધાસાગરનામની ટીકામાં મમ્મટના જીવન વિશે નીચે મુજબ માહિતી આપી છે:

(૧) આચાર્ય મમ્મટનો જન્મ કાશ્મીર દેશમાં થયો હતો. દેવી સરસ્વતીને પુરુષ થાવાનું મન થયું અને એ કાશ્મીરમાં મમ્મટ રૂપે અવતરી.

તદ્ દેવી હિ સરસ્વતી સ્વયમ્ અભૂત્ કાશ્મીરદેશે પુમાન્

(૨) મમ્મટના પિતાનું નામ જૈયટ હતું અને મમ્મટને નાના બે ભાઇઓ હતા. તેમાં એકનું નામ કૈયટ અને બીજાનું નામ ઉવટ અથવા ઔવટ હતું. પાછળથી આ બંને ભાઇઓ મમ્મટના છાત્રો એટલે કે શિષ્યો-વિદ્યાર્થીઓ બન્યા હતા.


શ્રીમજ્જૈયટગેહિની સુજઠરાજ્જન્માપ્ય યુગ્માનુજ:

શ્રીમાન્ કૈયટ ઔક્ટો હ્યવરજૌ યચ્છાત્રતામાગતૌ

આમાં જે કૈયટ હતા તેમણે મહર્ષિ પતંજલિના મહાભાષ્ય ઉપર પ્રદીપનામની ટીકા લખી હતી અને ઉવટે યજુર્વેદ ઉપર મંત્રભાષ્ય લખ્યું હતું.

ભાષ્યાબ્ધિં નિગમં યથાક્ર્મ મનુવ્યાખ્યાય સિદ્ધિં તત:

(૩) મમ્મટ પોતે સરસ્વતીનો અવતાર હતા એટલે તેમને આમ તો ભણવાની જરૂર ન હતી, પરંતુ જેમ ભગવાન શ્રીકૃષ્ણ સર્વજ્ઞ હોવા છતાં મર્યાદાનું પાલન કરવા માટે સાંદિપની ઋષિ પાસે ભણવા ગયા હતા તેમ મમ્મટ પણ મર્યાદાનું પાલન કરવા માટે શિવપુરી એટલે ભગવાન શંકરની પુરી અર્થાત્ કાશી – આજના વરાણસીમાં ભણવા માટે ગયા. ત્યાં તેઓ આદરપૂર્વક કોઈક ગુરુના શરણે ગયા અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પછી તેમણે સાહિત્યસૂત્ર રચ્યું એટલે કાવ્યપ્રકાશની રચના કરી.

મર્યાદાં કિલ પાલાયન્ શિવપુરીં ગત્વા પ્રપઠયાદરાત્

શાસ્ત્રં સર્વજનોપકારરસિક: સાહિત્યસૂત્રં વ્યધાત્

(૪) ભીમસેન છેલ્લે એક વાત કહે છે કે વાગ્દેવતા એટલે સરસ્વતીના અવતાર સમા આ મમ્મટાચાર્યના ગુણોને કોણ જાણવા શક્તિમાન છે? અર્થાત્ મમ્મટના ગુણો કોઈ જાણી શકે તેમ નથી.

કસ્તસ્ય સ્તુતિમાચરેત્કવિરહો કો વા ગુણાન્ વેદિતુમ્

શક્ત: સ્યાત્ કિલ મમ્મટસ્ય ભુવને વાગ્દેવતારુપિણ:

(૩) ભીમસેનના મતમાં મુશ્કેલી

ભીમસેને મમ્મટને કૈયટ અને ઉવટના મોટા ભાઈ માન્યા છે અને ઉવટને વેદભાષ્યકાર ગણાવ્યો છે, પરંતુ ઉવટના યજુર્વેદના ભાષ્યમાં ઉવટ પોતાને આનંદપુરના – ગુજરાતના વડનગરનો રહેવાસી અને ભોજરાજનો સમકાલીન ગણાવે છે, મમ્મટ તો કાશ્મીરમાં રહેતા હતા. વળી, મમ્મટે ગુજરાતના ભોજ રાજાની કૃતિ શૃંગારપ્રકાશમાંથી અવતરણો આપ્યાં છે. આથી ભીમસેને જે વાત કહી તે માની શકાય તેમ નથી એમ પ્રો. પી. વી. કાણે જણાવે છે.

(૪) કાશ્મીરના રહેવાસી

આચાર્ય મમ્મટ કાશ્મીરના રહેવાસી હતા. તેનો એક પુરાવો એ છે કે તેમના નામના છેડે ટ આવે છે અને આવાં અલટ, લોલ્લટ વગેરે ટકારાન્ત નામો કાશ્મીરમાં મળી આવે છે. વળી, કાવ્યપ્રકાશના પાંચમા ઉલ્લાસમાં એક ચિંકુ પદની ચર્ચા છે અને આ પદનો ઉપયોગ કાશ્મીરી ભાષામાં અશ્ર્લીલ અર્થનો બોધક છે એવું આચાર્ય વિશ્વનાથ સાહિત્યદર્પણમાં કહે છે. આથી મમ્મટ કાશ્મીરના હતા એ માનવામાં કોઈ વાંધો નથી.

(૫) રાજાનક: મમ્મટ:

મમ્મટનો ઉલ્લેખ રાજાનક મમ્મટ તરીકે થયો છે. આ રાજાનકએક વિશિષ્ટ પદવી હતી અને કાશ્મીરના રાજાઓ પોતાના રાજયમાં વિદ્વાન બ્રાહ્મણોને આપતા હતા. નિદર્શના અલંકારની ટીકામાં મમ્મટનો ઉલ્લેખ રાજાનક-કુલ-તિલક’ ‘રાજાનકોના કુળમાં તિલક સમાએ રીતે થયો છે. આથી કહી શકાય કે રાજાનકજેવું માનવાથી પદ મમ્મટના કુળમાં પૂર્વથી ચાલતું આવતું હતું. વંશપરંપરાથી તેમનું કુળ રાજદરબારમાં વિદ્દાન તરીકે સન્માન પામતું હતું. વળી, આ વાત મમ્મટ કાશ્મીરી હતા તેની સાબિતી પુરી પાડે છે.

(૬) મમ્મટ અને શ્રીહર્ષ

કાશ્મીરના પંડિતોમાં એક દંતકથા પ્રચલિત છે. નૈષધચરિત નામના મહાકાવ્યના કર્તા શ્રીહર્ષ મમ્મટના ભાણેજ થતા હતા. તેમણે પોતાનું કાવ્ય રચ્યું અને પછી અભિપ્રાય માટે પોતાના મામા મમ્મટને બતાવ્યું. મમ્મટે તે જોઇને પોતાના ભાણાને કહ્યું કે જો તેણે આ કાવ્ય પહેલાં બતાવ્યું  હોત તો પોતાના કાવ્યપ્રકાશના દોષપ્રકરણમાં દોષો માટે તેમને જે જુદાં જુદાં કાવ્યો જોવાં પડયાં તે ન જોવાં પડત; કારણ કે આ એક જ કાવ્યમાં બધા દોષો આવી ગયા છે. પરંતુ આ દંતકથાને વિદ્દાનો બહુ મહત્વ આપતા નથી.

(૭) વાગ્દેવતાવતાર

આચાર્ય મમ્મટના કાવ્યપ્રકાશનો અભ્યાસ કરવાથી જણાય છે કે મમ્મટને સાંખ્ય, વેદાંત, ન્યાય વગેરે દર્શનશાસ્ત્રની શાખાઓ, નિરુકત, વ્યાકરણ વગેરે વેદાંગો,કાલિદાસ, ભવભૂતિ, અમરુક વગેરે અનેક મહાકવિઓ તેમજ ભરત ,ભામહ,દંડી,આનંદવર્ધન વગેરે અનેક સાહિત્યશાસ્ત્રીઓની કૃતિઓનો કે સિધ્ધાંતોનો સારો એવો પરિચય હતો. ટૂંકમાં, તેઓ બહુશ્રુત વિદ્દાન હતા. આથી પાછળના એક ટીકાદારે તેમને માટે કહ્યું, ‘નાયમ્ આચાર્ય માનુષઃ કિન્તુ વાગ્દેવતાવતારઃઆ આચાર્ય માણસ નથી, પરંતુ વાગ્દેવતા એટલે સરસ્વતીનો અવતાર છે.

(૮) ઉપસંહાર

આ સઘળી ચર્ચા ઉપરથી કહી શકાય કે મમ્મટ જન્મે કાશ્મીરના હતા. અનેક શાસ્ત્રના વિદ્દાન પંડિત અને બ્રાહ્મણ હતા. વિદ્વતા તેમના કુટુંબમાં વંશપરંપરાગત હતી, વારસામાં ઊતરી આવી હતી અને તેની વિદ્દત્તાથી અંજાઇને તેમને વાગ્દેવતા એટલે સરસ્વતીનો અવતાર માનવામાં આવતા હતા.

કાવ્યપ્રકાશ વિષયક્ષેત્ર જણાવો.

    ભામહના કાવ્યાલંકારથી શરૂ કરીને જગન્નાથના રસગંગાધર સુધીના અલંકારશાસ્ત્રના લાંબા ઇતિહાસમાં કાવ્યશાસ્ત્રને લગતા અનેક વિષયોનું ખેડાણ થયું છે. કાવ્યને લગતી ઝીણામાં ઝીણી વિગતોનો કાવ્યશાસ્ત્રીઓએ વિવિધ તબક્કે વિશદ વિચાર કર્યો છે. કાવ્યને ઉપકૃત કરનારા અનેક તત્વો છે અને તે બધાંનો અલંકારશાસ્ત્રના વિષયક્ષેત્રમાં સમાવેશ થાય છે.

   પ્રથમ ઉલ્લાસ: કાવ્યનું મંગલાચરણ (કવિની નિર્મિત અને બ્રહ્માની નિર્મિત વચ્ચેનો ભેદ), કાવ્યપ્રયોજનો, કાવ્યહેતુ , કાવ્યલક્ષણ , કાવ્યના પ્રકારો.

   બીજો ઉલ્લાસ: શબ્દ અને અર્થના પ્રકારો, સંકેતગ્રહણ અંગેના વિવિધ મતો, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ? લક્ષણાનું સ્વરૂપ અને પ્રકારો, વ્યંજનાની એક સ્વતંત્ર શક્તિ તરીકે સયુક્તિક સ્થાપના વગેરે.

   ત્રીજો ઉલ્લાસ: અર્થની વ્યંજકતા, અર્થને વ્યંજક બનાવનારા સંયોગ વિપ્રયોગ વગેરે સંજોગો.

   ચોથો ઉલ્લાસ: ધ્વનિકાવ્યના બે પ્રકારો, રસનું સ્વરૂપ, રસવિષયક ભિન્ન ભિન્ન મતો, આઠ રસો, આઠ સ્થાયી ભાવો, તેત્રીસ વ્યભિચારી ભાવો, નવમો રસ, ભાવ, રસાભાસ અને ભાવાભાસ, ધ્વનિના વિશેષ ઉપભેદો.

   પાંચમો ઉલ્લાસ: મધ્યમ કાવ્ય એટલે કે ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય અને એના આઠ પ્રકારોની ચર્ચા.

   છઠ્ઠો ઉલ્લાસ: અવરકાવ્ય અને એના બે પ્રકારો.

   સાતમો ઉલ્લાસ: દોષની વ્યાખ્યા, સોળ શબ્દગત દોષો, વાક્યના દોષો, અર્થને લગતા તેત્રીસ દોષો, દોષ ક્યારેક ગુણ બનવાની શક્યતાનું નિરૂપણ, રસને લગતા તેર દોષોની ચર્ચા.

   આઠમો ઉલ્લાસ: ગુણની વ્યાખ્યા, ગુણ અને અલંકાર વચ્ચેનો ભેદ, દસને બદલે ત્રણ જ ગુણોની સ્થાપના, ગુણને ઉત્પન્ન કરનારી શક્યતાઓ.

   નવમો ઉલ્લાસ: છ શબ્દાલંકારોની ચર્ચા; ચિત્રકાવ્યની ચર્ચા; ઉપનાગરિકા, પરુષા તેમજ કોમલા નામની તરણ વૃત્તિઓની ચર્ચા.

   દસમો ઉલ્લાસ: બાસઠ અર્થાલંકારોની ચર્ચા, અલંકારવિષયક દોષોની ચર્ચા અને એમનો સાતમા ઉલ્લાસમાં ચર્ચેલા કાવ્યદોષોમાં સમાવેશ.



No comments:

Post a Comment