Nitishatak varses 1 to 15 question and answer



ભર્તૃહરિકૃત નીતિશતક- શ્રી દામોદર ધર્માનંદ કૌશમ્બીના પાઠ અનુસાર

યુનિટ-1 નિયત 15 શ્ર્લોકો (1 થી 15)

પ્રશ્ન.1 (અ) ટૂંકનોંધ લખો.(ચારમાંથી બે) 

                           અથવા

    (અ)સામાન્ય પ્રશ્ન લખો.(એકના વિકલ્પે એક)

(1) સજ્જન પ્રશંસા:

     કોઇપણ સમાજનો આદર્શ છે કે માનવીએ માનવ બનવું, જનમાંથી સજ્જન બનવું. આવા મનુષ્યો દરેકના આદરના અધિકારી બને છે. સજ્જનો ન્યાયપૂર્ણ વ્યવહારમાં પ્રીતિ દાખવે છે, પ્રાણના ભોગે પણ પાપકર્મ કરતા નથી. દુર્જનો પાસે તેઓ ફરકતા પણ નથી. આફતો તેમને દબાવી શકતી નથી. તેમનું જીવનધ્યેય તો મહાપુરુષોની કેડીએ પગલાં મૂકવાનું છે. તેઓ જે કાર્ય હાથમાં લે છે તેને, અધવચ્ચેથી છોડી ન દેતાં અવરોધો સામે ઝઝુમીને પાર ઉતારીને જ જંપે છે. મુશ્કેલી આવે તો સજ્જનો ધીરજ ધારણ કરે છે અને સભાઓમાં તેમની વાણી ચતુરાઇ દાખવે છે. આ બધું તેમને શ્રમસાધ્ય નથી પરંતુ સ્વાભાવિક છે. સંપતિમાં તેઓ કમળ જેવા કોમળ હોય છે અને આપત્તિમાં તેઓ શિલા જેવા કઠણ બનતા હોય છે.

સજ્જનો કયારેય સ્વાર્થી હોતા નથી. તેમની સોબત શું શું લાભદાયી કરતી નથી? વળી, તેઓ આપે છે, પણ ચુપકીદીથી; અતિથિસત્કાર કરે છે, પણ આદરથી; કોઈનું ભલું કરે છે, પણ કરીને મૌન રહે છે; ઉપકાર કરે છે, પણ કયાંય જાહેર કરતા નથી. તેમના હાથ દાનથી શોભે છે, મસ્તક ગુરુચરણોમાં વિનમ્ર બને છે, મુખમાં સદાય સત્ય વાણી વસે છે અને બાહુઓ વિજય અપાવે તેવા બળથી વિરાજે છે. ભર્તૃહરિ યોગ્ય રીતે જ કહે છે કે આ બધું સજ્જનોની સંપત્તિ છે, સાચી શોભા છે. પારકાના ગુણમાં પ્રેમ રાખે છે, પૂજનીયો પ્રત્યે નમ્રતા દાખવે છે, વિદ્યા મેળવવાનું વ્યસન હોય છે, પત્નીમાં પ્રેમ રાખે છે લોકનિંદાનો ડર રાખે છે. ભગવાનમાં ભક્તિ રાખે છે, જાતનું દમન કરે છે અને દુર્જનોથી દૂર રહે છે. ફળ આવે ત્યારે વૃક્ષો નીચે જ નમે છે. તાજાં પાણીવાળાં વાદળો જમીન તરફ જ ઝળુંબે છે. આવી રીતે સજજનોપણ સમૃધ્ધિમાં વધુ નમ્રતા દાખવે છે. તેમની આર્શ્ચયકારક પ્રવૃત્તિ પરોપકારપ્રર્વણ હોય છે. આમ કરવા જતાં તેમની ગૂણ ગરિમા પ્રગટ થાય.

તૃષ્ણાનો અભાવ, ક્ષમાશીલતા, મદરહિતતા, પાપવિમુખતા, સત્યપરાયણતા, સન્માર્ગનું અનુસરણ, વિદ્ભજજવનની ઉપાસના, સન્માનનીયોને માનપ્રદાન,શત્રુઓ પ્રત્યે સમજાવટની વૃત્તિ, કીર્તિપાલન, સ્વગુણપ્રચ્છાદન, દુઃખિતો પ્રત્યે દયાભાવના-આ બધાં વિધેયાત્મક લક્ષણો સજજનનું વ્યકિતનું ઘડે છે અને ચમકાવે છે. આવા માણસો મન,વચન અને કર્મથી પુણ્યાત્માઓ હોય છે અને સામાના અલ્પગુણને અનેકગણા કરીને રજુ કરી વિશાળ સંસારને ઉપકારવશ કરે છે. ભૌતિક સુખદુઃખમાં તેઓ સ્વસ્થ અને તટસ્થ વલણ દાખવે છે. ભર્તૃહરિએ ઉમળકાભેર તેમની લાક્ષણિકતાઓ નિરૂપી છે. કવિનું નિરૂપણ આદર્શની સીમા આંબવા પ્રયત્ન કરે છે. પરંતુ જે સમાજમાં આવા માણસો હોય  તે સમાજ કેવો શોભી ઉીઠે? નીતિપટુઓ નિંદે કે વખાણે, પૈસો મળી આવીને ટકી રહે કે ચાલી જાય, મરણ આજે આવે કે ગમે ત્યારે આવે  પણ ન્યાયના માર્ગમાંથી ચલિત ન થનારા સજજનો કેટલા છે?

(2) દુર્જન નિંદાઃ  

સમાજમાં વિવિધ પ્રકારના માનવીઓ વસે છે. તેમાં કેટલાક લોકો સમાજને ઉપકારક થવાને બદલે અવરોધક અને વિઘાતક બને છે. આ પરિબળોને આપણે દુર્જન તરીકે ઓળખીએ છીએ.  દુર્જનો એટલે નિર્દયતાનું નિવાસ્થાન, વગર કારણે લડાઇનું ઉદ્દભવસ્થાન, બીજાની માલમત્તા હડપ કરનારાઓનો જવલંત નમૂનો, પરસ્ત્રીમાં આસકિતની ખાણ. આવા દુર્જનો બાહ્ય રીતે તો અત્યંત તેજસ્વી હોય છે. તેમના દોરદમામ અને ચમકદમકથી અંજાયા વિના મણિથી શણગારાયેલા સાપની જેમ તેમને તરછોડી નાંખવા જોઇએ. તેઓ હંમેશાં નકારાત્મક વલણ દાખવતા હોય છે અને સદ્દગુણીના દરેક ગુણને કલંકિત કરે છે. દુર્જનો સાથે સંબંધ બાંધવામાં ભારે જોખમ છે. શરૂઆતમાં તેઓ અત્યંત નિકટતા હોવાનો દેખાવ કરે છે, પણ સમય જતાં તે નિકટતા ધીમે ધીમે ઘટે છે. બપોરે પ્રખર તાપમાં વૃક્ષના છાંયાની તાતી જરૂર હોય ત્યારે જ તે અદ્રશ્ય થાય તેવી રીતે અણીના સમયે જ દુર્જન મિત્ર સરકી જાય છે અને આપણને નોધારા કરી મૂકે છે. દુર્જનો સજ્જનોને કારણ વગર જ પીડતા હોય છે. પરપીડા તેમની પ્રકૃતિમાં પ્રસરી ગયેલું તત્વ છે. તેઓ તેમાં જ રાચે છે. તેઓમાં દયાનો છાંટો નથી. કારણ વિના તેઓ ઝઘડો કરે છે અને પારકાનું ધન પડાવી લે છે. પરસ્ત્રીમાં આસક્તિ રાખે છે. સગાં સ્વજનો સાથે સહનશીલ હોતા નથી.

અવળે માર્ગે વિચરતા દુર્જનોને સન્માર્ગે વાળી ન શકાય. કવિ કહે છે કે મધુરવચનોથી તેમને મનાવી શકાય નહિ. એનો અર્થ એવો ખરો કે તેમનો ઉપચાર બીજી કોઇ રીતે કરી શકાય એમ છે? આ ઉપચાર કયો? તાડન કે તર્જન?

(3) ભાગ્ય અને કર્મ:

     ભારતભૂમિમાં જન્મીને ઉછરનાર માટે ભાગ્ય અને કર્મની માન્યતા સહજ છે. ભર્તુહરિએ નીતિશતકમાં આ સિદ્ધાન્તને કંઇક નોંધપાત્ર વિસ્તારથી રજૂ કર્યો છે. વિદ્યાતાએ નસીબમાં જે લખ્યું હોય તે અને તેટલું જ કોઇપણ સ્થળે માનવી મેળવે છે. ઘડાને પરિમિત પાણીવાળા કૂવામાં ઉતારીએ કે અગાધા જળવાળા સાગરમાં ડુબાડીએ પણ તેમાં ભરાઇ શકાતા પાણીનું પ્રમાણ એકસરખું જ રહે છે. લલાટે લખાયેલું મિથ્યા કરવા કોણ સમર્થ છે? જેમ યોગ્ય કાળે વૃક્ષો ફળે છે તેમ ભાગ્ય પણ કાળક્રમે ફળે છે- રૂપ, કુળ, શીલ, વિદ્યા કે સેવા કશું જ કામમાં આવતું નથી.

ભાગ્યવાદનો સિદ્ધાંત ભારપૂર્વક સમજાવવા કવિએ બે સુંદર દ્રષ્ટાંતો રજૂ કર્યા છે. એક છે કરંડિયામાં પૂરાયેલા સાપનું અને બીજું  છે ટાલવાળા માનવીનું.

 નસીબના સિદ્રાન્તની જેમ કર્મવાદનો પણ કવિએ પુરસ્કાર કર્યો છે. માણસ દેવોની ઉપાસનાકરે છે પરંતુ તેઓ નાપાક નસીબથી ઉપરવટ થઇ શકતા નથી.  નસીબી સામે મસ્કત નમે, પરંતુ નસીબ માત્ર નિમય મુજબ કર્મફળ આપે છે.  એ ફળ જો કર્મને અધીન હોય તો મહત્તમ ગૌરવ કર્મનું છે, બીજાં કશાયનું નહિ.

વર્તમાન જન્મમાં આપણે પૂર્વજન્મમાં કર્મફળ ભોગવીએ છીએ એ સિદ્રાન્તને આધારે કવિ જણાવે છે કે જેણે ગત જન્મમાં વિપુલ પુણ્ય ઉપાર્જિત કર્યુ છે તેને માટે સર્વત્ર અનુકૂળ વાતાવરણ સર્જાય છે.પહેલાં કરેલાં પુણ્ય જ તેને  દરેક અવસ્થામાં બચાવે છે- રક્ષન્તિ પુણ્યાનિ પુરા કૃતાનિ બુધ્ધિમાન વ્યકિતએ વિચારપૂર્વક વર્તન કરવું.

(4) મૂર્ખજન ઉપહાસ:

     નીતિશતકની આરંભથી જ ભર્તૃહરિ આ વિષયને સ્પર્શે છે.  મૂર્ખ લોકો અજ્ઞાની પણ નથી હોતા અને જ્ઞાની પણ નથી હોતા. તેઓ અધકચરા છે પણ પોતાની જાતે સૌથી મોટી માની બેઠેલા હોય છે. મૂર્ખની મૂર્ખતાનું ઓસડ નથી.અગ્નિને શમાવવાનો ઉપાય છે પાણી, સૂર્યની ગરમી નિવારવા માટે છે છત્રી, તોફાની હાથીને અંકુશથી અને માતેલા સાંઢ તથા ગધેડાને લાકડી કે ડફણાથી કાબૂમાં લઇ શકાય. માંદા પડીએ તો દવા લઇ શકાય અને ઝેર ચડે તો મંત્રપ્રયોગથી તે ઉતારી શકાય, પણ દુરાગ્રહી મૂર્ખને મનાવી ન શકાય. ન તુ પ્રતિનિવિષ્ટમૂર્ખજનચિંતમારાધયેત્. તેને મનાવવાની ચેષ્ટા વ્યર્થ છે કારણ તે હઠીલો હોવાથી માનવા તૈયાર હોતો નથી. આથી કવિ ઇચ્છા વ્યક્ત કરે છે કે ઇન્દ્રના ભવનમાં મૂર્ખ સાથે રહેવું તેના કરતાં તો દુર્ગમ પર્વતો પર એકલા અટૂલા કે વનચરો સાથે ભટકવું વધારે સારું છે. મૂર્ખાઓ સાથે આનંદ, આનંદ નથી રહેતો. સમૃધ્ધિ વચ્ચે વસતા મૂર્ખાઓ કરતાં લૂખોસૂકો રોટલો ખાનારા અને જંગલમાં જીવન જીવનારા વનવાસીઓ સારા. અશક્ય વસ્તુઓ કદાચ શક્ય બને પણ જડસુ મૂર્ખાઓને સમજાવવાનું કદાપિ શક્ય ન બને. બ્રહ્માએ પણ તેમની બાબતમાં હાથ ધોઇ નાખ્યો છે. કવિ કહે છે કે સમાજ હોઇ ત્યાં મૂર્ખાઓ તો રહેવાના જ. આવા લોકો અનેકવાર પ્રાજ્ઞજનોના સંપર્કમાં આવવાના. કવિની સલાહ છે મૂર્ખજન આમ તો સમજૂતીથી પર છે છતાં એમની જાતે હાંસી તથા ઉપહાસમાંથી બચાવવા તેમણે પંડિતોની હાજરીમાં મૌન ધારણ કરવું. આ માટે તેમણે  પ્રયત્ન પડતો નથી કે બહારથી કશું લેવા જવું પડતું નથી. મૌન જેમ વાણીનું આચ્છાદન છે તેમ અજ્ઞાનતા અને મૂર્ખતાનું પણ આચ્છાદન છે, મૂર્ખાઓનું વિભૂષણ છે.

(5) વિદ્યામહિમા:                                                                                                                                                                                                                                  

        કોઇપણ સમાજમાં જ્ઞાનનું અપૂર્વ ગૌરવ કરવામાં આવે છે. ભર્તૃહરિને મન મનુષ્ય અને પશુઓ વચ્ચેનું ભેદક તત્વ વિદ્યા છે—વિદ્યાની તેમણે કરેલી પ્રશસ્તિનો શ્ર્લોકો તો લોકમુખ રમતો થઇ ગયો છે. વિદ્યા જ સાચુ ધન છે, વિદ્યાથી ભોગ, સુખ અને યશ મળે છે, વિદ્યા કરતાં કશું જ ઉત્કૃષ્ટ નથી. પરદેશમાં પણ વિદ્યા સ્વજન જેવા હૂંફ અને પોષણ આપે છે. રાજદરબારમાં પણ વિદ્યા પ્રત્યે માન દાખવવામાં આવે છે. સ્થળકાળનાં બંધનોથી પર આ અવલોકન કેટલું સનાતન સત્ય અને દીર્ઘ દ્રષ્ટિથી ભરેલું છે ! કવિ વિદ્યાને યોગ્ય રીતે અંતર્ધન કહે છે. ચોર તેને ચોરી શકે નહિ. તેનાથી સદા ભલું જ થતું રહે છે. વળી, આ તો એવું આશ્વર્યકારક ધન છે કે જેનો વ્યય કરીએ ત્યારે વધે છે. પ્રલય થાય, સંસાર તારાજ થાય પણ વિદ્યા ટકી રહે છે. આવા વિદ્યાવંતો સામે સત્તા કે સંપત્તિના જોરે અધિકાર દાખવવા કે તેમની અવગણના કરવી એ નરી મૂર્ખતા છે. લક્ષ્મીને તો તેઓ તૃણવત્ તુચ્છ ગણે છે. વિદ્યાવ્યાસંગ કરવો એ હંસના નીરક્ષીરવિવેકની જેમ તેમને માટે સહજ છે.

       સાચા વિદ્યાપુરુષનું જ્ઞાન તેની વાણી દ્વારા વ્યક્ત થાય છે. પરિષ્ક્રૃત સંસ્કારી વાણી જ સાચું આભૂષણ છે. ઘરેણાં, કપડાં વગેરે શણગારનાં બધાં બાહ્ય સાધનો વ્યર્થ દેખાય છે, આડંબર છે. જ્ઞાનસંપન્ન મહાપુરુષોને ભર્તૃહરિ કવય: પણ કહે છે

વિદ્યાનું ગૌરવ ગાતાં કવિ જ્ઞાનપ્રાપ્તિ પહેલાં અને જ્ઞાનપ્રાપ્તિ પછી માણસ કેવી રીતે વર્તે છે તે પણ આત્મકથાત્મક પધ્ધતિથી દર્શાવે છે. અલ્પજ્ઞાનીઓને સજજનોના સમાગમથી સાચું જ્ઞાન મળતું જાય તેમ તે જ્ઞાનથી તેમનું ધમંડ ઓગળી જાય છે. બાકી જ્ઞાનલવદુર્વિદગ્ધ હોય તેને સમજાવવામાં અને ખુશ કરવામાં બ્રહ્માએ પણ હાથ ધોઇ નાખવા પડે છે. સાચા જ્ઞાનીઓની બરોકરી તો કોઇ કરી શકતું નથી.

માણસ વિદ્યા પ્રાપ્ત કરે પણ તેનો દુરુપયોગ કરે, સમાજના હિત વિરુધ્ધ તેને પ્રયોજે તો તે વિષની કોટિમાં ખપે છે. કવિને સાચી વિદ્યા અને સુમાર્ગે તેનો વિનિયોગ અભિપ્રેત છે. વિદ્યા ધનને ખેંચી લાવે કે નહિ એ ગૌણ છે- સદ્વિધા યદિ કિં ધનૈ:

(બ) શ્ર્લોકોની સાનુવાદ સમજૂતિ આપો. (બેમાંથી એક) 

શ્ર્લોક નં: (3) પ્રસહ્ય મણિમુધ્દ્રરેન્મકરવક્ત્રદંષ્ટ્રાઅંકુરા-

                     ત્સમુદ્રમપિ સંતરેત્ પ્રચલદૂર્મિમાલાકુલમ્

               ભુજઅંગમપિ કોપિતં શિરસિ પુષ્પવધ્દ્રારયે-

                      ન્ન તુ પ્રતિનિવિષ્ટમૂર્ખજનચિત્તમારાધયેત્

ભાષાંતર: (મનુષ્ય ધારે તો) મગરના મુખની દાઢોના પોલાણમાંથી બળપૂર્વક મણિને ખેંચી કાઢી શકે, ઉછળતાં મોજાંની હારમાળાથી ભરેલા દરિયાને તરી શકે, ફૂંફાડા મારતા (ગુસ્સે થયેલા) સાપને પણ ફૂલની (માળાની) માફક મસ્તક પર ધારણ કરી શકે, પરંતુ હઠે ચઢેલા મૂર્ખ માણસના મનને પ્રસન્ન કરી શકે નહિ.

સમજૂતી: અહીં કવિ કહે છે કે મૂર્ખ માનવીના મનને સમજાવવું સહેલું નહિ પરંતુ અશક્ય છે. કવિ લૌકિક ઉદાહરણ આપે છે કે જે સામાન્ય રીતે અશક્ય છે છતાં પ્રયત્ન કરવામાં આવે તો મગરની દાઢમાં વચ્ચે ભરાઇ ગયેલા મણિને બળપૂર્વક ખેંચી શકાય છે. ભયંકર ઉછળતા સાગરને મનુષ્ય પ્રયત્નથી પાર કરી શકે છે, ગુસ્સે થયેલા વિષધર સર્પને માનવી પુષ્પમાળાની જેમ મસ્તક ઉપર ધારણ કરી શકે છે, પરંતુ દુરાગ્રહી મૂર્ખ મનુષ્યને કોઇપણ રીતે સમજાવી શકાય નહીં. ઉપર દર્શાવેલ કોઇપણ કાર્ય સંભવ નથી છતાં પણ મહાપ્રયત્નથી તે શક્ય બને પરંતુ જડસુ મૂર્ખ વ્યક્તિના મનને અનુકૂળ બનાવવું અસંભવ છે. તેથી દુરાગ્રહી મૂર્ખને સમજાવવાનો પ્રયત્ન મિથ્યા જાય છે. આમાટે પાશ્ચાત્ય વિવેચક લોવેલનો પણ મત છે કે- The foolish and dead alone never change their opinion- મૂર્ખ તથા મૃત જન પોતાની માન્યતા બદલતા નથી. છંદ પૃથ્વી, અલંકાર અતિશયોક્તિ.

શ્ર્લોક નં: (4) લભેત સિકતાસુ તૈલમપિ યત્નત: પીડયન્ 

                      પિબેચ્ચ મૃગતૃષ્ણિકાસુ સલિલં પિપાસાર્દિત:

               કદાચિદપિ પર્યટન્ શશવિષાણમાસાદયે-

                       ન્ન તુ પ્રતિનિવિષ્ટમૂર્ખજનચિત્તમારાધયેત્

ભાષાંતર: (માણસ જો ધારે તો) પ્રયત્નપૂર્વક રેતી પીલવાથી તેલ મેળવી શકે, તરસથી વ્યાકુળ થયેલ (કોઇ વ્યક્તિ) ઝાંઝવાનાં નીરનાં પાણી પી શકે. વળી, રખડતાં રખડતાં સસલાનું શિંગડું પન મળી શકે, પરંતુ હઠે ચડેલા મૂર્ખ માણસના ચિત્તને રાજી કરી શકાય નહીં.

સમજૂતી: અહીં કવિનો કહેવાનો અભિપ્રાય એ છે કે મૂર્ખ અને હઠીલી વ્યક્તિને કોઇ પણ રીતે સમજાવી ન શકાય. તેથી તેને સમજાવવાનો માનવે પ્રયત્ન ન કરવો જોઇએ. ભર્તૃહરિ કહે છે કે સામાન્ય રીતે અશક્ય વસ્તુ છે, જે કદિ ન બને તેવી ઘટનાઓ જેમ કે રેતીને પીસીને તેલ મેળવવું, ઝાંઝવાનાં નીરમાં પાણી પીવું, ફરતાં ફરતાં સસલાનું શિંગડું પ્રાપ્ત થવું વગેરે. પણ પ્રયત્ન કરતાં કરતાં ભલે કોઇ આ અસંભવ વસ્તુને પ્રાપ્ત કરી શકે પરંતુ દુરાગ્રહી માણસના મનને અનુકૂળ બનાવવું મુશ્કેલ છે. રાવણ અને દુર્યોધનની હઠધર્મિતા પ્રસિધ્ધ છે. દુર્યોધનને ભગવાન કૃષ્ણ પણ સમજાવી ન શક્યા. છંદ પૃથ્વી, અલંકાર અતિશયોક્તિ.  

શ્ર્લોક નં: (9) વિપદિ ધૈર્યમથાભ્યુદયે ક્ષમા 

                      સદસિ વાક્પટુતા યુધિ વિક્રમ:

               યશસિ ચાભિરતિવ્યસનં શ્રુતૌ

                       પ્રકૃતિસિધ્ધમિદં હિ મહાત્મનામ્

ભાષાંતર: આફતમાં ધીરજ, સમૃધ્ધિમાં ક્ષમા, સભામાં વાણીની ચતુરાઇ, યુધ્ધમાં પરાક્રમ, નામના મેળવવામાં અભિરુચિ, જ્ઞાન માટે આસકિત- આ (બધું) મહાપુરુષોને સ્વભાવથી જ સિધ્ધ હોય છે.

સમજૂતી: કવિ અહીં સામાન્ય કોટિના સજ્જનો નહીં પણ, ઉચ્ચ કોટિના સજ્જનોના ગુણોનું વર્ણન કરે છે. એમના ગુણિયલપણાનો પરિચય સામાન્ય પરિસ્થિતિમાં કે વિશિષ્ટ પરિસ્થિતિમાં પ્રગટ થાય જ છે. તેથી તેઓ મહાત્મા-મહાપુરૂષ તરીકે પ્રસિધ્ધ છે. તેમના ગુણો જે સ્વાભાવિક છે તે આ પ્રમાણે છે- સામાન્ય સજ્જન આફતને સહન કરી લે છે જ્યારે મહાપુરૂષ આફતનો સામનો કરી ધીરજથી તેમાંથી નીકળી જાય છે. તે સમૃધ્ધિમાં-ઉન્નતિમાં છકી જતા નથી, ગર્વિષ્ઠ બની જતા નથી, સભામાં વાણીની ચતુરાઇ દ્વારા અને યુધ્ધમાં પરાક્રમ દ્વારા કાર્યને સિધ્ધ કરનારા હોય છે. તેઓ હંમેશા યશને ઇચ્છનારા હોય છે અને તેઓને જ્ઞાન મેળવવાની તીવ્ર આસક્તિ હોય છે. છંદ દ્રુતવિલમ્બિત, અલંકાર અર્થાંતરન્યાસ.

શ્ર્લોક નં: (11) હર્તુર્યાતિ ન ગોચરં કિમપિ શં પુષ્ણાતિ સર્વાત્મના-

                        પ્યર્થિભ્ય: પ્રતિપાદ્યમાનમનિશં વૃધ્ધિ પરાં ગચ્છતિ

                કલ્પાંતેષ્વપિ ન પ્રયાતિ નિધનં વિદ્યાખ્યમંતર્ધનં 

                         યેષાં તાન્ પ્રતિ માનમુજ્જત નૃપા: કસ્તૈ: સહ સ્પર્ધતે

ભાષાંતર: ચોરની નજરે પડતું નથી, જે હંમેશા કંઇક અવર્ણનીય કલ્યાણ સાધે છે, યાચકોને આપવામાં આવે તો પણ જે દિનરાત ખૂબ વૃધ્ધિ પામે છે. યુગનાં અંતે પણ જે નાશ પામતું નથી તે વિદ્યા નામનુંઆંતરિક ધન જેમની પાસે છે તેમના પ્રત્યે હે રાજાઓ, તમારું અભિમાન છોડી દો, કારણકે તેમની સાથે કોણ હરિફાઇ કરી શકે? 

સમજૂતી: આ શ્ર્લોકમાં કવિએ વિદ્યાનો મહિમા ગાયો છે. વિદ્યારૂપી ધનને સૌથી શ્રેષ્ઠ માન્યું છે. કારણકે અન્ય ધનને ચોર વગેરે હરી જાય છે, આપવાથી તે ખૂટી જાય છે તથા તે નિત્ય રહેતું નથી. ધનથી વિદ્યા આવતી નથી પણ વિદ્યાવાન ધન પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાને ચોર લઇ જવાનો કે નાશ પામવાનો ભય રહેતો નથી. વળી, તે હંમેશા કંઇક અવર્ણનીય કલ્યાણ સાધે છે. વિદ્યા જ એવું ધન છે કે જે વાપરતાં વધુ ને વધુ વૃધ્ધિ પામે છે અને જે સતત વૃધ્ધિ પામતું હોઇ તેનો નાશ થાય નહીં. તેથી તે યુગો પર્યંન્ત રહે છે. આવા વિદ્યા સંપન્ન માણસો સામે રાજાએ પોતાનાં માન-ગર્વ ત્યજવાં જોઇએ. કવિ અહીં વિદ્વાનોની પ્રશંશા સાથે રાજાઓના સ્વામીપણાને ઠપકો આપતાં કહે છે કે તેઓ વિદ્વાનો સાથે ટક્કર ન લે, કારણ કે તેમની સાથે કોઇ સ્પર્ધા કરી શકે તેમ નથી. આ જ ભાવને પુષ્ટ કરતા એક પ્રસિધ્ધ શ્ર્લોકમાં કહ્યું છે કે વિદ્યાધનં સર્વધનપ્રધાનન્ છંદ શાર્દૂલવિક્રીડિત, અલંકાર વ્યતિરેક-

શ્ર્લોક નં: (15) મનસિ વચસિ કાયે પુણ્યપીયૂષપૂર્ણા- 

                      સ્ત્રિભુવનમુપકારશ્રેણિભિ: પ્રીણયંત:

                પરગુણપરમાણૂંપર્વતીકૃત્ય નિત્યં

                       નિજહ્મદિ વિકસંત: સન્તિ સન્ત: કિયંત:

ભાષાંતર: મન, વચન અને દેહમાં પુણ્યરૂપી અમૃતથી ભરપૂર, ઉપકારોની પરંપરાથી ત્રણેય ભુવનોને પ્રસન્ન કરતા, પારકાના પરમાણુ જેવા ગુણોને હમેશાં પર્વત જેવા (મહાન) કરીને પોતાના હદયમાં આનંદ પામતા સજ્જનો કેટલા હશે?

સમજૂતી: સન્માર્ગને અનુસરતા લોકો ધીમે ધીમે સોનામાંથી કુંદન બની જાય છે. નીચ લોકોની કહેણી-કરણીમાં ભારે ભેદ છે પરંતુ સજ્જનો તો પોતાની દરેક ઉક્તિ અને પ્રવૃત્તિમાં સુસંગત હોય છે. પારકાના રાઇ જેવા દોષને પર્વત જેવા જાહેર કરવામાંથી દુર્જન રોકાતા નથી જયારે સજ્જનો આનાથી વિપરીત રીતે, અલ્પ ગુણને મહાન કરીને બિરદાવે છે. સજ્જનો માટે આ મોટી તપશ્ચર્યા છે. છંદ માલિની.

યુનિટ-2 નિયત ૧૫ શ્ર્લોકો (16 થી ૩૦)

પ્રશ્ન-2 (અ) શબ્દનોંધ લખો.(ચારમાંથી બે ) 

               અથવા 

       (અ)સામાન્ય પ્રશ્ન લખો (એકના વિકલ્પે એક)  

(1) મૈત્રીનું મહત્વ દર્શાવો.     

સજજનોની પ્રશસ્તિના ફળ સ્વરૂપે પટાન્તરે મૈત્રીની મહત્તા સ્વાભાવિક રીતે નિરૂપણ પામે. ભર્તૃહરિએ મિત્રતાનું ઉત્કૃષ્ટ મૂલ્ય આંકયુ છે. મિત્ર હમેશાં મિત્રની ઉન્નતિમાં રસ ધરાવે છે અને એ રીતે જ પ્રવૃત્તિ પાથરે છે, તેને ભલાઇના કામમાં પરોવે છે અને બુરી પ્રવૃત્તિઓમાંથી વારે છે, જાહેર ન કરવા જેવી બાબતોને છુપાવી રાખી ગુણ પ્રસિધ્ધ કરે છે, આપત્તિકાળમાં પડખે ઉભો રહે છે અને જરૂર પડ્યે આર્થિક સહાય પણ કરે છે. સાચો મિત્ર પોતાના વ્યક્તિત્વથી મિત્રના જીવનને પરિમલપૂર્ણ કરી દે છે.

જીવનમાં મિત્રો તો અનેક મળી આવે પણ બધામાં હ્રદયની ઉષ્મા અને પ્રેમની પવિત્રતા હોતી નથી. કેટલાક શરૂઆતમાં ઘણા પ્રેમ દાખવે છે પણ ખરે વખતે રફુચક્કર થઇ જાય છે. બીજા કેટલાક મૈત્રીની ગાંઠ ધીમે ધીમે વાળે છે પણ સતત તે વધારતા જાય છે. દિવસના પૂર્વાધ અને ઉત્તરાર્ધના પડછાયા જેવા મિત્રોને માણસે પારખી લેવા અને તેમનાથી છુટકારો પામવો – સંસર્ગમુકિત: ખલે। સાચી મૈત્રી અને સત્સંગ વચ્ચે ભેદરેખા દોરવી શક્ય નથી. સજ્જન મિત્ર મનની જડતા દૂર કરે છે, સત્યનો આગ્રહ સેવે છે, માનમાં વધારો કરે છે, પાપ અને પાપી પ્રવૃત્તિઓને જાકારો આપે છે, મનને પ્રસન્ન કરે છે અને કીર્તિ ફેલાવે છે.

આ અકાટય મૈત્રીનો ખ્યાલ આપવા ભર્તુહરિ બે સુંદર દ્રષ્ટાંતો આપે છે. તપેલું લોખંડ,કમલપત્ર તથા સાગરની છીપ – એમ વિવિધ પાત્રમાં પડતું જલબિંદુ સંસર્ગની મહત્તા સમર્થ રીતે દર્શાવે છે. એકની સંગત નામનિશાન મિટાવી દે છે, બીજાનો સંપર્ક ક્ષણિક ચમક લાગે છે જયારે ત્રીજાનો સહવાસ મૂલ્ય વધારી દેતું આમૂલ પરિવર્તન લાવે છે. આદર્શ મૈત્રીને વાચા આપતા કવિ સુયોગ્ય રીતે કહે છે કે સુખમાં અને દુ:ખમાં સમાન રીતે વર્તે તે જ સાચો મિત્ર – તન્મિત્રમાપદિ સુખે ચ સમક્રિયં ચ આવી મૈત્રી રચવા અને ટકાવવા સાચા પ્રેમથી ભરેલું દિલ જોઇએ. પ્રેમના વારિ વિના મૈત્રીનો છોડ પાંગરતો નથી તે પછી મ્હોરે શી રીતે? 

                              (અથવા )

(1)મહાપુરુષોના સદ્દગુણનું ગૌરવ વર્ણવો.

તંદુરસ્ત સમાજ સદાચાર અને સદ્દગુણોના પાયા ઉપર રચાયેલો હોય છે. આથી સમાજના એક ઘટક તરીકે સદ્દગુણનું આચરણ પ્રત્યેક વ્યકિત માટે બંધનકર્તા બની રહે છે. અત્યંત પૂજનીય મનુષ્યોની વિશેષતાઓ દર્શાવતા કવિએ જાણે કે સદ્દગુણોની યાદી આપી છે. સત્સંગની ઇચ્છા, પારકાના ગુણાનુવાદમાં પ્રીતિ, વડીલો પ્રત્યે નમ્રતા, વિદ્યામાં આસકિત, પોતાની જ પત્નીમાં રતિ, લોકનિંદાનો ડર, ઇશ્વરની ભક્તિ, આત્મસંયમ અને દુર્જનના સંગનો ત્યાગ- આ બધા ગુણ આચરવા જેવા છે. પરોપકાર એવો ગુણ છે જેને આધારે દીન-દલિત અંગો સહિત આખો સમાજ ટકી રહે છે. પરોપકારનો ગુણ કરૂણાની વૃત્તિથી ખીલે છે. પરોપકારી હોય અને ચારિત્ર્યની બાબતમાં શિથિલ હોય તો તે હાનિકારક બને છે. માટે કવિ શીલને પરમભૂષણ ગણાવે છે. શીલ વિનાનો માનવી શિલા કરતાં ય  નિકૃષ્ટ છે. એવી જ બીજી બાબત છે. ધૈર્યગુણ, જે ચારિત્ર્યનું જ એક પાસું છે. અપમાનિત અવસ્થમાં પણ ધીર પુરુષનું ધૈર્ય અકબંધ રહે છે. ધીરપુરુષ સ્ત્રીનાં કટાક્ષબાણથી વિંધાતો નથી. ક્રોધના સંતાપથી પોતના ચિત્તને ક્ષુબ્ધ કરતો નથી અને વિષયો તથા લોભની લલચામણી જાળમાં ફસાતો નથી. શીલ અને ધૈર્ય સાથે વિવેક નીચે ને નીચે પતન પામે છે. આ બધા સદગુણો હોય પરંતુ વ્યવહારિક રીતે વર્તન કરવામાં કુશળતા ન દાખવે તો વ્યક્તિનું દુન્યવી જીવન વ્યર્થ જાય છે. આથી રાજકવિ ભર્તૃહરિ સેવાધર્મની વાત કરવાની ખાસ તક લે છે. જગતમાં વ્યક્તિનાં વર્તન વિશે ગેરસમજ પ્રવર્તવાની પૂરી સંભાવના હોવાથી માણસે તે બાબતમાં આળા ન બનવું એવી સોનેરી સલાહ પણ આપવામાં આવી છે.

(બ)શ્ર્લોકની સાનુવાદ સમજૂતી (બે માંથી એક)

શ્ર્લોક નં: (35) પાપાન્નિવારયતિ યોજયતે હિતાય

                       ગુહ્યં ચ ગૂહતિ ગુણાન્ પ્રકટીકરોતિ  

                 આપદગતં ચ ન જહાતિ દદાતિ કાલે 

                        સન્મિત્રલક્ષણમિદં પ્રવદન્તિ સન્ત:

ભાષાંતર: સજ્જનો સારા મિત્રનું આ લક્ષણ બતાવે છે કે જે પાપી કાર્યમાંથી રોકે છે, કલ્યાણકારી કાર્યોમાં પરોવે છે, છુપાવવા જેવી બાબત છુપાવે છે અને ગુણોને પ્રગટ કરે છે, આફતમાં આવી પડે ત્યારે છોડીને જતો રહેતો નથી અને સમય આવ્યે (ધન વગેરે) આપે છે.

સમજૂતી: કવિએ આ શ્ર્લોકમાં સજ્જનોએ બતાવેલાં સાચા મિત્રનાં લક્ષણ કહ્યાં છે. તે બધાં લક્ષણોને અલગ અલગ નહિ પણ એક સાથે ગણવાનાં છે. સામાન્ય રીતે એવું માનવામા આવે છે કે બધા સંબંધોમાં મિત્રનો સંબંધ શ્રેષ્ઠ છે. અન્ય સંબંધમાં લોહીના સંબંધનો અથવા તો સામાજિક સંબંધનો આધાર હોય છે. જયારે અહીં માત્ર મિત્રના કલ્યાણનો જ ભાવ હોય છે. સાચા મિત્રની પરીક્ષા પ્રસ્તુત શ્ર્લોકનાં લક્ષણોથી કરી શકાય. આ સાથે સાચા મિત્ર બનનારે પણ આ લક્ષણોને પોતાનામાં વિકસાવવાં એવો ગૂઢ અર્થ પણ આમાંથી લઇ શકાય. છંદ વસંતતિલકા, અલંકાર અર્થાન્તરન્યાસ.

શ્ર્લોક નં: (37) સંતપ્તાયસિ સંસ્થિતસ્ય પયસો નામાડપિ ન જ્ઞાયતે

                         મુક્તાકારતયા તદેવ નલિનીપત્રસ્થિતં રાજતે

                 સ્વાતૌ સાગરશુક્તિસંપુટગતં તજ્જાયતે મૌક્તિકં

                          પ્રાયેણાધમમધ્યમોત્તમગુણ: સંવાસતો જાયતે

ભાષાંતર: તપેલા લોખંડ પર પડેલા પાણીનું નામનિશાન પણ જણાતું નથી. તે જ (પાણી) કમળના પાંદડા પર રહેલું હોય ત્યારે મોતીના આકારે શોભે છે. તે જ (પાણી) સ્વાતિ નક્ષત્રમાં સાગરની છીપના સંપુટમાં પડે ત્યારે મોતી બની જાય છે. મોટે ભાગે અધમ, મધ્યમ કે ઉત્તમ ગુણ સહવાસથી જ ઉત્પન્ન થાય છે.

સમજૂતી: સંગ તેવો રંગ આ કહેવતની ચરિતાર્થતા આ શ્ર્લોકમાં થાય છે. અહીં સંગ-સોબતનું મહત્વ બતાવ્યું છે. સામાન્ય રીતે મનુષ્યમાં (સજ્જન અને દુર્જન) બન્ને પ્રકારની વૃત્તિઓ રહેલી હોય છે. માત્ર અન્ય વ્યક્તિના જે તે પ્રકારનાં સંગથી પોતાની આંતરવૃતિ બહાર આવે છે. અર્થાત્ સંગથી તેના વ્યક્તિત્વને રંગ મળે છે. માણસને સારો કે નરસો બનાવવામાં સંગનો મોટો ફાળો છે. અહીં કવિએ જલબિંદુના દ્દષ્ટાંત દ્વારા તે સમજાવ્યું છે. એક જલબિંદુ અલગ અલગ વસ્તુના સંસર્ગથી જેમ ભિન્ન-ભિન્ન અવસ્થા પ્રાપ્ત કરે છે તેમ મનુષ્ય પણ અધમ, મધ્યમ કે ઉત્તમ અવસ્થા જે-તે પ્રકારના સંસર્ગથી જ પ્રાપ્ત કરે છે. છંદ શાર્દૂલવિક્રીડિત,અલંકાર યથાસંખ્ય. 

શ્ર્લોક નં: (42) લોભશ્ચેદગુણેન કિં પિશુનતા યદ્યસ્તિ કિં પાતકૈ:

                સત્યં ચેત્તપસા ચ કિં શુચિ મનો યદ્યસ્તિ તીર્થેન કિમ્

                સૌજન્યં યદિ કિં નિજૈ: સુમહિમા યદ્યસ્તિ કિં મણ્ડનૈ:

                સદ્વિધા યદિ કિં ધનૈરપયશો યદ્યસ્તિ કિં મૃત્યુના

ભાષાંતર: જો લોભ છે તો અવગુણોની શી જરૂર છે? જો દુષ્ટતા હોય તો પાપોની શી જરૂર છે? જો સત્ય હોય તો તપની શી જરૂર છે? મન પવિત્ર હોય તો તીર્થની શી જરૂર છે? સૌજન્ય હોય તો સ્વજનોની શી જરૂર છે? જો સારો મહિમા (=કીર્તિ) હોય તો શણગારની શી જરૂર છે? જો સારી વિદ્યા હોય તો ધનની શી જરૂર છે? જો અપયશ હોય તો મૃત્યુની શી જરૂર છે? 

સમજૂતી: સમાજમાં જેને સજ્જન તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. તેમને મનમાં રાખીને આ શ્ર્લોકની કવિએ રચના કરી છે. અહીં જે દુર્ગુણો ગણાવ્યા છે તે બધા એક સાથે હોવાની જરૂર નથી. જુદા જુદા માણસોમાં એક તો દુર્ગુણ હોય છે. આવા લોકો સજ્જન તરીકે જાણીતા બને છે. ચંદ્રમાં કલંકની જેમ તેમનો એક અવગુણ ગૌણ ગણાવવામાં આવે છે. કવિ આ બાબતનું ખંડન કરતાં કહે છે કે આવો એક ભયંકર દોષ હોય તો વ્યક્તિને દુર્જનોની કોટિમાં જ મૂકી શકાય. અગ્નિ જેવો લોભ, મહાપાતક જેવી લુચ્ચાઇ વગેરે ક્ષમ્ય ન ગણાય. અહીં જે સદ્દ્ગુણ દર્શાવ્યા છે તે વ્યક્તિના સમસ્ત ગુણોની સાથે અલગ તરી આવતા વિશિષ્ટ ગુણ છે. છંદ શાર્દૂલવિક્રીડિત, અલંકાર પ્રતીપ.

શ્ર્લોક નં: (45) નૈવાકૃતિ: ફલતિ નૈવ કુલં ન શીલં

                     વિદ્યાપિ નૈવ ન ચ યત્નકૃતાડપિ સેવા

                 ભાગ્યાનિ પૂર્વતપસા કિલ સંચિતાનિ

                      કાલે ફલન્તિ પુરૂષસ્ય યથૈવ વૃક્ષા:

ભાષાંતર: સુંદર શરીરસંપદા (આકૃતિ) નથી જ ફળતી, કુળ નહિ અને શીલ નહિ જ, વિદ્યા પણ ફળતી નથી, પ્રયત્નપૂર્વક કરેલી સેવા પણ નહિ. ખરેખર પૂર્વજન્મના તપથી એકઠાં થયેલાં પુરૂષનાં ભાગ્યો જ વૃક્ષોની જેમ સમય આવ્યે ફળે છે.

સમજૂતી: આ પદ્યમાં ભાગ્યફલનની પ્રમુખતા સિધ્ધ કરતાં કહેવાયું છે કે જેમ સમય આવે એટલે વૃક્ષ પાકેલ ફળ આપે છે તેમ પૂર્વજન્મમાં કરેલાં કર્મ સમય આવતાં ફળ આપે છે. ઘણીવાર આપણે જોઇએ છીએ કે વિદ્વાન જણાતી વ્યક્તિ ધન વગરની હોય અને સામાન્ય જણાતો મનુષ્ય ધનાઢ્ય હોય તો વ્યક્તિ અત્યારે જે કંઇ હોય છે તે તેના પૂર્વજન્મમાં એકઠાં થયેલાં કર્મનું ફળ હોય છે. આમ, કરેલાં કર્મો જ વ્યક્તિના જન્મજન્માંતર સુધી સુખદુ:ખના સાક્ષી બની શકે છે. આમ, ભાગ્ય જ બધે ફળે છે, વિદ્યા કે પુરુષાર્થ નહિ. એટલે જ સમુદ્રમંથન વખતે વિષ્ણુને લક્ષ્મી પ્રાપ્ત થયાં અને શિવને વિષ મળ્યું. આમ, મનુષ્યની રક્ષા તેના દ્વારા કરવામાં આવેલાં પુણ્યકર્મો જ કરે છે. છંદ વસંતતિલકા, અલંકાર અનુપ્રાસ તથા અર્થાન્તરન્યાસ. 

યુનિટ- 3 નિયત 15 શ્ર્લોકો (31 થી 45)

પ્રશ્ન-3 (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે)

                    અથવા

       (અ) સામાન્ય પ્રશ્ન લખો.(એકનાં વિકલ્પે એક)

(1) ધનનો મહિમા દર્શાવો.

સમસ્ત સામાજિક વ્યવહાર ધન પર અવલંબે છે. માનવીની પ્રવૃતિની પાછળ ધનનું ઉપાર્જન કરવાનો ઉદ્દેશ રહેલો છે- સર્વારમ્ભા: તણ્ડુલપ્રસ્થમૂલા: આવી સામાજીક આવશ્યકતા વિશે લખવાનું સમાજશાસ્ત્રીય કવિ કેમ ટાળે? પૈસો માણસને મોટી હૂંફ પૂરી પાડે છે. ઇંદ્રિયો, કર્મ, બુધ્ધિશક્તિ, વાણી વગેરે બધી દ્રષ્ટિએ માણસમાં ફેરફાર ન હોય, પણ એકવાર પૈસાની ગરમી થાય એટલે બધું જ બદલાય જાય છે. આ સંસારમાં ધનિકને સર્વોત્તમ ગણવાની પરંપરા પડી ગઇ છે. ધન છે માટે માણસ ખાનદાન, વિદ્વાન, જ્ઞાની, ગુણવાન,સમર્થ વક્તા અને રૂપાળો ગણાય છે. કવિ સ્પષ્ટ રીતે સૂચવે છે કે આ બધા ગુણ વ્યક્તિને નહીં, તેના ધનને લાગુ પાડવામાં આવે છે. 

સમાજમાં ધનિકોનો જ મહિમા પ્રવર્તે તો તેમાંથી ઘણા અનિષ્ટો જન્મે છે. માટે કવિ ધનની ત્રણ ગતિઓ ગણાવે છે- દાન, ભોગ અને વિનાશ. રાજાની બાબતમાં વિચારીએ તો તેણે માત્ર ધનસંચય ન કરવો પણ સંચિત દ્રવ્યનું વિતરણ કરી પ્રજાપાલન કરવું. દોહીએ ત્યારે દાણ પણ મૂકવું પડે. ધન આપીને ધન લો અને લઇને આપો. લોકો આ રીતે વર્તે, રાજા પણ આનો અમલ કરે તો ધન માટેની આંધળી દોટ ઓછી થઇ જાય. લોકો સુખી થાય. સારાંશ એ જ કે પ્રામાણિક રીતે પ્રમાણસર પૈસો મેળવવો, આપવો અને ભોગવવો.

                              (અથવા)

  1. શ્રેષ્ઠ રાજા અને રાજનીતિ દર્શાવો.

   કવિ રાજાને સલાહ આપે છે કે પ્રજાનું શોષણ ન કરો પણ પોષણ કરો. રાજા ન હોય પણ રાજ્ય તો રહે જ છે. પૃથ્વીરૂપી ગાયને દોહીને ધન સંચિત કરવામાં કવિનો વિરોધ નથી પણ તેમ કરવા જતાં વાછરડારૂપી પ્રજા માટે કંઇક રાખવું જોઇએ. આમ થતાં માલિક પણ દૂધ પીએ અને વાછરડું પણ પુષ્ટ બને. આને શોષણ કદાચ કહેવાય. પણ તે પોષણ સહિતનું શોષણ છે. પ્રજા સુખી તો રાજા અને રાજ્ય સુખી. માટે પૃથ્વીરૂપી ગાયને કતલખાનાની ગાય જેવી નહિ માનતાં કામધેનુ માનવી.

રાજનીતિ વારાંગના જેવી છે. એનો અર્થ એ થયો કે રાજનીતિમાં કશું વિશ્વસનીય કે નીતિમય હોતું નથી. પણ ખરેખર એમ નથી. રાજ્ય માત્ર સત્ય કે અસત્ય પર નભતું નથી. રાજ્યમાં તે બન્નેની જરૂર પડે છે. તેમાં નરમી ગરમી, દયા જુલમ, દાન, ખર્ચ વગેરે પરસ્પર વિરોધી લાગતી બાબતોનો સમન્વય હોય છે, કરવાનો હોય છે. આ દ્રષ્ટિએ રાજા વેશ્યા જેવો છે. વેશ્યાનાં અનેક લક્ષણોમાં બધાને ખુશ કરવાનું લક્ષણ રાજા માટે જરૂરી છે. વેશ્યા અર્થલાભની સ્વાર્થસિધ્ધિ માટે બધું કરે છે જયારે રાજા પણ સ્વાર્થસિધ્ધિ માટે જ આચરણ કરે છે. તેના કહેવા-કરવામાં અને કરવામાં જે અંતર છે તે રાજ્ય-સંચાલન માટે જરૂરી છે. તેનાં કહેવામાં જ રાજયની અને રાજાની સ્થિરતા છે. 

 (બ) શ્ર્લોકની સાનુવાદ સમજૂતી આપો. (બે માંથી એક)

શ્ર્લોક નં: (46) એશ્વર્યસ્ય વિભૂષણં સુજનતા શૌર્યસ્ય વાક્સંયમો

                      જ્ઞાનસ્યોપશમ: શમસ્ય વિનયો વિત્તસ્ય પાત્રે વ્યય:

                 અક્રોધસ્તપસાં ક્ષમા પ્રભુવિતુર્ધર્મસ્ય નિવ્યાર્જતા

                       સર્વેષામપિ સર્વકારણમિદં શીલં પરં ભૂષણમ્

ભાષાંતર: ઐશ્વર્યનું ભૂષણ સજ્જનતા, વીરતાનું ભૂષણ વાણીનો સંયમ, જ્ઞાનનું ભૂષણ શાંતિ, શમનું ભૂષણ વિનય, સંપત્તિનું ભૂષણ સુયોગ્ય પાત્ર માટે ઉપયોગ, તપનું ભૂષણ ક્રોધનો, શક્તિશાળીનું ભૂષણ સહનશીલતા અને ધર્મનું ભૂષણ નિષ્કપટ છે. પાણ આ બધાય (ગુણ)ના મૂળ કારણરૂપ ચારિત્ર્ય સર્વેનું ઉત્તમ ભૂષણ છે.

સમજૂતી: આ શ્ર્લોકમાં કવિ બધા જ ગુણોમાં ઉત્તમ ગુણ ચારિત્ર્યશીલતાને ગણે છે. શીલ વિનાના માણસના અન્ય હજાર ગુણો પણ નકામા છે. સૌજન્ય, વાણીનો સંયમ, શાંતિ, વિનય, આક્રોશ, સહનશીલતા, નિષ્કપટના આદિ ગુણો શ્રેષ્ઠ છે પણ તે કેટલાક ગુણોનું જ ભૂષણ બની શકે છે જ્યારે શીલ નામનો ગુણ સંસારના બધા જ ગુણોનું ઉત્તમ ભૂષણ છે. શીલ ગુણથી જ મનુષ્યની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે અને સાચું સુખ મળે છે. વાંચો, કિં ભૂષણાત્ ભૂષણમસ્તિ ? શીલમ્ છંદ –શાર્દૂલવિક્રીડિત અલંકાર. 

શ્ર્લોક નં: (48) જાડ્યં ધિયો હરતિ સિંચતિ વાચિ સત્યં

                     માનોન્નતિં દિશતિ પાપમપાકરોતિ

                 ચેત: પ્રસાદયતિ દિક્ષુ તનોતિ કીર્તિ

                      સત્સગંતિ: કથય કિં ન કરોતિ પુંસામ્

ભાષાંતર: (સજ્જનો સાથેની સોબત) બુધ્ધિની જડતા દૂર કરે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે, સમ્માનનો વધારો કરે છે, પાપ નાબૂદ કરે છે, મનને પ્રસન્ન કરે છે, (અને દશેય) દિશાઓમાં કીર્તિ ફેલાવે છે. બોલો, સજ્જનોની સોબત માણસનું શું (ભલું) કરતી નથી? 

સમજૂતી: ભિન્ન ભિન્ન આદતોવાળા લોકો ખ્યાલમાં રાખીને પ્રસ્તુત શ્ર્લોકમાં દરેકને માટે એક જ માર્ગ બતાવ્યો છે અને તે છે સત્સંગ. સત્સંગની મહત્તા એ છે કે તેની શરૂઆત મનની જડતા દૂર કરવાથી થાય છે અને તેનો અંત મનની પ્રસન્નતામાં આવે છે. પ્રશાંત અને પ્રસન્ન મન મનુષ્યનું મોટું સાધન છે. સત્સંગ એટલે માત્ર સાધુઓનાં કે એવાં પ્રવચનો નહિ પણ સજ્જનોની સાથે રહેવું. સાથે રહેવાથી ઉપદેશકની નિષ્ઠા કે ધૂર્તતાનો ખ્યાલ આવે છે અને અસલ સચ્ચાઇ સમજાય છે. પ્રાચીન ભારતીય સાહિત્ય સત્સંગમહિમાના વર્ણનથી ભરપૂર છે. છંદ વસંતતિલકા, અલંકાર કારકદીપક અને અર્થાંતરન્યાસ.

શ્ર્લોક નં: (51) તૃષ્ણાં છિન્ધિ ભજ ક્ષમાં જહિં મદં પાપે રતિં મા કૃથા:

                     સત્યં બ્રૂહ્યનુયાહિ સાધુપદવીં સેવસ્વ વિદ્વજ્જનમ્

                 માન્યાન્માનય વિદ્વિષોડપ્યનુનય પ્રચ્છાદય સ્વાન્ ગુણાન્ 

                     કીર્તિ પાલય દુ:ખિતે કુરુ દયામેતત્સતાં ચેષ્ટિતમ્

ભાષાંતર: તૃષ્ણાને છેદી નાખ, ક્ષમા અપનાવ, અહંકારને મારી નાખ, પાપમાં આસક્તિ ન રાખીશ, સાચું બોલ, સજ્જનોના માર્ગને અનુસર, વિદ્વાન માણસોનું સેવન કર, માનનીય વ્યક્તિઓને માન આપ, શત્રુઓને પણ સમજાવી લે, પોતાના ગુણોને પણ પ્રગટ ન કર, કીર્તિ જાળવી રાખ, દુ:ખિયાંઓ પર દયા કર- સજ્જનોનું આ લક્ષણ છે.

સમજૂતી: આ શ્ર્લોકમાં સજ્જનનાં લક્ષણો બતાવ્યાં છે. આ લક્ષણોને જો કોઇ વ્યક્તિ આચરણમાં મૂકે અને તેને સતત ટકાવી રાખે તો તે સજ્જન બની શકે છે. કવિએ અહીં બતાવેલા સજ્જન બનવાના ઉપાયો સરળ ભાષામાં અને સહજતાથી સમજી શકાયતેવા છે. દુષ્ટ બનવા માટે કે દુષ્ટ પ્રવૃતિ કરવા માટે કોઇ અવરોધ આવતા નથી પણ સજ્જન બનવા માટે ઘણાબધા પ્રતિબંધ આવે છે. જેવા કે અસંતોષ, ક્રોધ, અહંકાર, પાપાચાર, અસત્ય, ખલમાર્ગ, દુર્જનસંગતિ, અપમાનની પ્રવૃત્તિ, શત્રુતા, દુર્ગુણ, અપયશ અને નફરત- આ પ્રતિબંધોને દૂર કરી સજ્જનના માર્ગે જવાની- સજ્જન બનવાની વાત કવિએ કરી છે. મહાનતા મેળવવા માટે આ સચોટ ઇલાજ છે. છંદ, શાર્દૂલવિક્રીડિત અલંકાર અનુપ્રાસ.

શ્ર્લોક નં: (63) દાનં ભોગો નાશસ્તિસ્ત્રો ગતયો ભવંતિ વિત્તસ્ય

                યો ન દદાતિ ન ભુડ્ક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતિ

ભાષાંતર: ધનની ત્રણ ગતિ હોય છે- દાન, ભોગ અને નાશ. જે દાન કરતો નથી અને ભોગવતો નથી તેના (ધન)ની ત્રીજી ગતિ થાય છે.

સમજૂતી: દાન અને ભોગના ઉપયોગમાં ન લેવાતું ધન નાશ પામે છે એમ કવિ અહીં દર્શાવે છે. તે સાથે ધનનો વ્યય કરવાની બે રીત બતાવી છે –દાન અને ઉપભોગ. આપણે કમાઇએ અને બીજો ખર્ચે એ બાબત દાનની પાછળ રહેલી છે. દાતા દાન પરથી પોતાનો ઉપભોગનો અધિકાર ઉઠાવી લે છે અને કોઇ સુપાત્રને તે લાભ આપીને ખુશ થાય છે. ધનવ્યયની આ ઉત્તમ રીત છે જ્યારે જાત ભોગવટો મધ્યમ રીત છે. આમ કરવાથી દ્રવ્ય સંચિત કે સ્થગિત ન બનતાં ગતિશીલ રહે છે. વળી તે જે જે વ્યય કરે છે તેના પર તેનો અધિકાર છે. આ રીતે નહિ વાપરનારનું ધન નાશ પામે છે. તેને કોઇ પ્રકારનો આનંદ મળી શકતો નથી. છંદ આર્યા. 

શ્ર્લોક નં: (64) યસ્યાસ્તિ વિત્તં સ નર: કુલીન:

                        સ પણ્ડિત: સ શ્રુતવાંગુણજ્ઞ:

                 ઈવ વક્તા સ ચ દર્શનીય: સર્વે

                         ગુણા: કાશ્ચનમાશ્રયન્તિ  

ભાષાંતર: જેની પાસે પૈસો છે તે મનુષ્ય કુલીન છે, તે પંડિત છે, શાસ્ત્રોનો જાણકાર છે અને ગુણોનો પારખુ છે. તે જ વક્તા છે અને તે દેખાવડો ગણાય છે. બધા ગુણ સોના (=ધન)ને આશરે રહેલા છે. 

સમજૂતી: અહીં ધનનો મહિમા વર્ણવ્યો છે. ગત શ્ર્લોકોમાં પણ ધનનું જ ગૌરવ દર્શાવ્યું હતું. પણ આ શ્ર્લોકમાં ધન હોવાના લાભ બતાવ્યા છે. ધન હોય તો બધાં વીંટળાઇ વળે છે. ધન પ્રાપ્ત થતાં બધું જ દોડતું આવશે. તેના કુળનો મહામહિમા ગવાશે. વિદ્વાન નહિ હોય તો પણ તે મહાપંડિત ગણાશે. તે સદ્દ્ગુણી અને સદાચારી કહેવાશે. સભાઓમાં તે સભાપતિ તરીકે વિરાજી કુશળ વક્તા તરીકે પોતાની પ્રશંસા સાંભળશે. ભલે તે રૂપાઊઓ ન હોય તો પણ તેને રૂપવાન તરીકે નવાજવામાં આવશે અને તે યુવતીઓનાં નયનોમાં તીક્ષ્ણ કટાક્ષબાણોનો પ્રહાર ઝીલતો પોતાનો બડભાગી સમજશે. આ બધાનું કારણ વિત્તમ્. છંદ ઉપજાતિ, અલંકાર કાવ્યલિંગ.

શ્ર્લોક નં: (65) રત્નૈર્મહાથૈસ્તુતુષુર્ન દેવા: ન ભેજિરે ભીમવિષેણ ભીતિમ્

                 સુધાં વિના ન પ્રયયુર્વિરામં ન નિશ્ચિતાર્થાદ્વિરમન્તિ ધીરા:

ભાષાંતર: દેવતાઓ અત્યંત કીમતી રત્નોથી સંતોષ ન પામ્યા, ભયંકર ઝેરથી ભયભીત ન બન્યા (અને) અમૃત (મેળવ્યા) વિના વિશ્રામ કર્યો નહીં. ધીર પુરુષો નક્કી કરેલા કામમાંથી (અધવચ્ચે) અટકતા નથી.

સમજૂતી: ભર્તૃહરિએ કામ કરવાની પધ્ધતિને આધારે માણસોના ત્રણ પ્રકાર બતાવ્યા છે. તેમાં તેમણે કહ્યું છે કે ઉત્તમ પ્રકૃતિના માણસો વિધ્નોથી વારંવાર પ્રહાર પામતા હોવા છતાં શરૂ કરેલ કામ છોડી દેતા નથી. તે જ વસ્તુને પુષ્ટ કરતા હોય તેમ કવિએ તેને સમુદ્રમંથનના દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે. સમુદ્રમંથન કરાતાં તેમાંથી 14 રત્નો નીકળ્યાં હતં. જેમાં લક્ષ્મી, ચંદ્રમા, અપ્સરાઓ, હળાહળ ઝેર, અમૃત વગેરેનો સમાવેશ થાય છે. દેવતાઓને અમૃત પ્રાપ્ત કરવું હતું. તેથી તેઓ અન્ય રત્નોની લાલચ રાખ્યા વિના કે હળાહળ ઝેરથી ડર્યા વિના પોતાના ધ્યેય સુધી પહોંચ્યા. આ જ રીતે ધીરપુરુષો પણ કોઇ પણ વસ્તુની લાલચ રાખ્યા વિના કે માર્ગમાં આવતાં વિધ્નોથી ભયભીત થયા વિના પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને ધ્યેય હાંસલ કરીને જ જંપે છે. આમ, અહીં ધૈર્યગુણનો મહિમા દર્શાવ્યો છે. છંદ ઉપજાતિ, અલંકાર અર્થાંતરન્યાસ. 

શ્ર્લોક નં: (70) લાડ્ગૂલચાલનમધશ્ચરણાવપાતં

                      ભૂમૌ નિપત્ય વદનોદરદર્શનં ચ

                 શ્વા પિણ્ડદસ્ય કુરુતે ગજપુઅંગવસ્તુ

                       ધીરં વિલોકયતિ ચાટુશતૈશ્ચ ભુડ્ક્તે

ભાષાંતર: કૂતરું ખાવાનું આપનાર માણસની આગળ પૂંછડી પટપટાવે છે, નીચે (તેના) પગમાં પડે છે, જમીન પર આળોટીને (તેને) મુખ અને પેટ દેખાડે છે. પરંતુ શ્રેષ્ઠ હાથી (ખાવાનું આપનાર સામે) ધીરતાથી જુએ છે અને સેંકડો ખુશામતનાં વચનો (પછી) ખાય છે.

સમજૂતી: આ શ્ર્લોકમાં કવિ હલકા માણસની ખુશામતખોરીની અને સ્વમાની માણસની ધીરગંભીરતાની અનુક્ર્મે કૂતરા અને હાથીની વાત દ્વારા ચર્ચા કરે છે. હલકો માણસ એના તરફ જે કોઇ વ્યક્તિ ટુકડો ફેંકે એની ખુશામતમાં લાગી જાય છે અને તેની આગળપાછળ ફરવા લાગે છે (પૂંછડી પટપટાવવા લાગે છે). જ્યારે આત્મગૌરવવાળો માણસ એને કોઇ કંઇ આપે તો પણ એનો સહેલાઇથી સ્વીકાર કરતો નથી. ઊલટાનું, આપનાર માણસ તેની જાતજાતની ખુશામત કરે ત્યારે જ તે એનો સ્વીકાર કરે છે. હાથીને ખવડાવવા માટે મહાવતને મહેનત પડે છે. મહાવત ખૂબ પંપાળે કે પૂચકારે ત્યારે જ હાથી તેના હાથનું ખાય છે. અહીં બન્ને પ્રાણીના પ્રતીકરૂપ માનવી સમાજમાં જોવા મળે છે. મદદ કરનારની સામે કૂતરાની જેમ પૂંછડી પટપટાવવી અને પેટ દેખાડીને આળોટીને પોતાની ક્ષુદ્રતા દેખાડનાર મનુષ્યો સમાજમાં અનેક મળશે. એવી જ રીતે ગંભીરતાથી જોઇ-વિચારી અચલ રહેનાર અને પોતાને લાલચ હોય તો પણ કેટલીય વિનંતીઓ પછી વાત સ્વીકારનાર ધીર ગજરાજ જેવા માણસો પણ મળી આવે છે. આમ, કવિ અહીં બે પ્રકારની પ્રકૃતિના માણસોનો નિર્દેશ કરીને સૂચવે છે કે આવી ઉભય પ્રકૃતિના માણસને પ્રેમથી તથા સમજાવટથી તક આપવામાં આવે તો તેઓ અવશ્ય ઉપયોગી સિધ્ધ થાય છે. જયારે બીજા ભાવ પ્રમાણે આવા માણસો પોતાના સ્વભાવથી ક્ષુદ્રતા અને તુચ્છતા તથા ઉત્તમ મહાનતા અને ધીરતાવાળા હોય છે. આમ કહીને માનવસ્વભાવની વિશેષતા કવિ આ પદ્યમાં દર્શાવે છે. છંદ વસંતતિલકા, અલંકાર અપ્રસ્તુતપ્રંશસા અને સ્વભાવોક્તિ. 

શ્ર્લોક નં: (71) રાજન્દુધુક્ષસિ યદિ ક્ષિતિધેનુમેતાં

                     તેનાદ્ય વત્સમિવ લોકમમું પુષાણ

                 તસ્મિંસ્ચ સમ્યગનિશં પરિપોષ્યમાણે

                      નાનાફલૈ: ફલતિ કલ્પલતેવ ભૂમિ:

ભાષાંતર: હે રાજા, જો આ પૃથ્વીરૂપી ગાયને દોહવા ઇચ્છતો હોય તો આજે આ પ્રજાનું વાછરડાની જેમ પોષણ કર. તે (પ્રજા)નું હંમેશા સારી રીતે પાલન પોષણ કરવામાં આવે ત્યારે ધરતી કલ્પલતાની માફક વિવિધ પ્રકારનાં ફળ આપે છે.

સમજૂતી: આ શ્ર્લોકમાં કવિ રાજાને સલાહ આપે છે કે પ્રજાનું શોષણ ન કરો પણ પોષણ કરો. રાજા ન હોય તો પણ રાજય તો રહે જ છે. પૃથ્વીરૂપી ગાયને દોહીને ધન સંચિત કરવામાં કવિનો વિરોધ નથી પણ તેમ કરવા જતાં વાછરડારૂપી પ્રજા માટે કંઇક રાખવું જોઇએ. આમ થતાં માલિક પણ દૂધ પીએ અને વાછરડું પણ પુષ્ઠ બને. આને શોષણ કદાચ કહેવાય. પણ તે પોષણ સહિતનું શોષણ છે. પ્રજા સુખી તો રાજા અને રાજ્ય સુખી. માટે પૃથ્વીરૂપી ગાયને કતલખાનાની ગાય જેવી નહિ માનતાં કામધેનુ માનવી. છંદ વસંતતિલકા, અલંકાર રૂપક.

પ્રશ્ન-4 (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) 

                  અથવા

        (અ) સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)

(1) નીતિશતકનું મૂંલ્યાકન કરો.

ભર્તૃહરિએ રચેલું નીતિશતક સો કરતાં અધિક શ્ર્લોકમાં સમાજને ઉપયોગી ઉપદેશ વહાવે છે. ઉપદેશાત્મક રચનાઓમાં આ ગ્રંથ ભારતને કવિની મોટી ભેટ છે. 

નીતિશતકના વિષયવૈવિધ્ય પર દ્રષ્ટિપાત કરતાં કવિના વિચારોના ઉચ્ચ અને વિસ્તૃત ક્ષિતિજનો ખ્યાલ આવે છે. સજ્જનપ્રશંસા, દુર્જનનિંદા, મૂર્ખની હાંસી, સદાચારની સંપત્તિ, મૈત્રીનો મહિમા, વિદ્યાનું ગૌરવ, અટલ ભાવિ અને પ્રબલ કર્મ, ધનની મહત્તા, સદ્દગુણોની આવશ્યકતા વગેરે અનેક વિષયો પર ભર્તૃહરિએ ઉત્તમ અને ઉમદા વિચારો રજૂ કર્યા છે. કવિ ઇચ્છે છે કે માનવીનું સંપૂર્ણ સામાજીકરણ જરૂરી છે. સજ્જનોના અસિધારાવ્રતનો વિચાર આ સંદર્ભમાં જોવો ઘટે. વળી, સમજ અને તાદાત્મય મુજબ કવિએ માણસોના સત્પુરુષ, સામાન્ય લોક, માનુષ રાક્ષસ અને અનિર્વચનીય પ્રકારના ભેદ પાડયા છે. દંભી જ્ઞાનીઓ અને ધનલોલુપ પ્રત્યે કવિ કડવા બને છે અને તેમની લાલસાની કટાક્ષમય રીતે ઝાટકણી કાઢે છે. આ કવિ મૈત્રીનાં મુક્ત કંઠે ગુણગાન ગાય છે અને સન્મિત્ર અને દુર્મિત્ર વચ્ચેનો ભેદ પારખવા માટે સૂચવે છે. મહાપુરુષોની વિભૂતિ અપરિમેય હોય છે. દુર્જનો છિદ્રાન્વેષી અને દોષારોપણ કરવામાં કુશળ હોય છે. સમાજે તેનાથી ચેતવા જેવું છે એવો પણ ધ્વનિ આ નિરૂપણમાં રહેલો છે. ધન વિશે કવિના વિચારોમાં સમાજવાદની ઝલક લહેરાય છે. સમાજમાં મૂડીપતિઓ પણ હોય છે અને ખોબો દાણા માટે ટળવળતા માનવીઓ પણ વસે છે. નૈતિકતાની ભાવના સાથે સૌંદર્યપ્રેરક સંવેદનશીલતા પણ વિકસવી જોઇએ. આથી જ સાહિત્ય, સંગીત તથા કલા વિનાના માનવીને પૂછડા વિનાના પશુની કોટિમાં મૂક્યો છે. આ સંદર્ભમાં જ જ્ઞાનની ગરિમા તથા વિદ્યાની મહત્તા વિશેના વિચારો મુલવવા જોઇએ. વિદ્યા વગરનાને પણ પશુ જ કહ્યો છે. મનના સંસ્કાર વિનાનો માનવી પ્રાકૃત વર્તન તથા વિચારોથી સમાજને માટે શિરોવેદના બની રહે છે.

નીતિશતકનો ગ્રંથ સર્વવ્યાપી બન્યો છે. તેમાં સમાજજીવનનો નાનકડો નકશો કંડારાયો છે એમ કહેવું તદ્દન યથાર્થ છે. વધુ મહત્વનું તો એ છે કે આ સમગ્ર નિરૂપણ મુક્તક શૈલીમાં થયું છે. પોતાના જીવનદર્શન, સૂક્ષ્મ નિરિક્ષણ તથા ગહન ચિંતનમાંથી નિપજતાં વિચારમૌક્તિકોને વહન કરવા મુક્તક પ્રકાર કવિને સાચી રીતે સુયોગ્ય લાગ્યો છે. મુક્તક પ્રકારોને લીધે વિચારોને વ્યાપક પ્રસિધ્ધિ મળવાનો પૂરો અવકાશ રહે છે.

મુકતક શૈલીનો બીજો લાભ એ છે કે નીતિવિષયક ચર્ચા કરતા અન્ય ગ્રંથોની તુલનામાં કવિ સ્વતંત્ર રીતે અલગ તરી આવે છે. મહાભારત, મનુસ્મૃતિ, નીતિસાર વગેરે ગ્રંથોમાં ઊંડી નૈતિકતાનું ચિંતન જોવા મળે છે. પરંતુ એ બધું શુષ્ક અને સીધા ઉપદેશરૂપ છે. ભર્તૃહરિને પણ થોડા ઉમેરા કે સુધારા સાથે આ જ કહેવાનું છે. આથી તુલના ટાળવા માટે તેણે નવો માર્ગ અખત્યાર કર્યો હોય અને નીતિના ઉપદેશને નવો જ આકાર બક્ષ્યો. ભર્તૃહરિએ મુક્તક સાહિત્યનો દરજ્જો બક્ષી ગાગરમાં સાગર ભર્યો. આમાં જ કવિનું ગૌરવ વધ્યું છે. ભર્તૃહરિએ ઉપદેશાત્મક અને શતક સાહિત્યમાં બિનહરીફ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

                           (અથવા)

(1) ભર્તૃહરિની શૈલી વર્ણવો.  

      ભર્તૃહરિ મુક્તક સાહિત્યનો તેજસ્વી સિતારો છે. તેણે જીવનમાં દાર્શનિકતા અને સૌંદર્યનો જે સમન્વય અનુભવ્યો તે તેનાં શતકોમાં સુભગ રીતે સિધ્ધ થયેલો જોઇ શકાય છે. એનાં ત્રણેય શતકોમાંથી શૃંગાર અને વૈરાગ્ય શતકોમાં રાગ અને ત્યાગનો ધ્વનિ ગુંજે છે જ્યારે નીતિશતકમાં વ્યાવહારિક અને જીવનોપયોગી સુવિચારોને ગુંથવામાં આવ્યા છે. આથી તો ભર્તૃહરિ રાયથી માંડી રંક સુધી દરેકને અપીલ કરી શક્યા છે.

વૈદર્ભી શૈલી :

ભર્તૃહરિએ વૈદર્ભી શૈલીમાં કલમ ચલાવી છે. તેની રચનામાં પ્રાસાદિકતા, માધુર્ય અને કલાત્મકતા તરી આવે છે. તે કાળજીપૂર્વક શબ્દપસંદગી અને શબ્દવિન્યાસ કરે છે. આને લીધે તેની અસરકારકતા અને હદ્યતા ઘણી વધી ગઇ છે. 

મુક્તકનાં મૌક્તિકો :

અન્ય બે શતકોની જેમ નીતિશતક પણ મુક્તક શૈલીમાં લખાયેલો ગ્રંથ છે. અહીં પ્રત્યેક શ્લોક સ્વંતત્ર એકમ છે. તે સંપૂર્ણ છે અને અર્થની દ્રષ્ટિએ તેમાં આકાંક્ષા પરિપૂર્ણ થાય છે. કવિએ કયારેક ઠાંસીને બોધ ભર્યો છે તો કયારેક કોક દ્રષ્ટાંત દ્વારા ચિત્ર ઉપસાવ્યું છે. કેટલી સરળતા છે ! છતાં ધારદાર અસરકારકતા પણ છે જ. શબ્દોના સ્થૂળ અર્થ સાથે કવિનો અભીષ્ટ ઉપદેશ સીધો જ વાચકના ચિત્તમાં વણાય જાય છે. 

ચિત્રાત્મકતા :

મુકતકની મહત્તા તેની પાસાદાર સ્ફટિક જેવી શૈલીની ચમક પર છે. એ રીતે તેમાં અંકાતાં ચિત્રો પર પણ તે આધાર રાખે છે. દરેક મુક્તકમાંથી ન ઉપસે પણ મુક્તકકાર મોટે ભાગે આવા ચિત્રો ઉપસાવતો હોય છે.

અલંકારયોજના :

કવિતાકામિનીની સજાવટ કોઇ પણ કવિને માટે સહજ છે. પરન્તુ કેટલાક કવિઓ શ્રમસાધ્ય અલંકારો યોજે છે. નિરૂપણની સાથે સાથે અલંકારો, પ્રવાહમાં તણાઇ આવતાં પુષ્પોની જેમ સરી આવે એમાં કવિની કુશળતા અને ક્ષમતા રહેલી છે. 

સનાતન સત્ય ઉચ્ચારતાં નાના-મોટાં અનેક વાક્યો કવિઓનાં કાવ્યોમાં અત્રતત્ર મળી આવે છે. ઉપદેશપ્રધાન સાહિત્ય રચનાર કવિને માટે એક રીતે આ જરૂરી પણ છે. ભર્તૃહરિ દ્રષ્ટાંતનો પણ અસરકારક રીતે ઉપયોગ કરે છે. વિદ્વાનોની કદર ના કરતાં રાજાઓને નકામા ઝવેરીઓ કહ્યા છે- કુત્સ્યા: સ્યુ: કુપરીક્ષકા ન મણયો યૈરધર્ત: પાતિતા: એવી રીતે તેજસ્વી પુરુષને સૂર્યકાન્ત મણિનું દ્રષ્ટાંત આપેલું છે. 

છંદયોજના :

નીતિશતક મુક્તક યોજના હોવાથી તેમાં છંદનું વૈવિધ્ય સારા પ્રમાણમાં જોઇ શકાય છે. એક જ શ્લોકમાં ઘણું કહેવાનું હોય અને અસરકારક બનવાનું હોય ત્યારે છંદ પર કવિનું પ્રભુત્વ ખૂબ સહાયક નીવડે છે. આ સંજોગોમાં દીર્ઘ છંદોની રચના વધુ ઉપકારક બને છે. ભર્તૃહરિ આ બાબતથી સભાન છે. માટે તેણે શાર્દૂલવિક્રીડિત છંદને સરસ રીતે નાથ્યો છે અને રમાડ્યો છે. કદાચ કવિને આ છંદ વધુ પ્રિય લાગે છે. નીતિશતકમાં ૨૯ શ્ર્લોક આ છંદમાં નિબધ્ધ છે. છંદની પસંદગીમાં કવિએ તેની શ્રવ્યતા અને ગેયતા પર લક્ષ્ય આપેલું જણાય છે. શ્ર્લોકોની શબ્દપસંદગી પણ આને ઉપકારક થાય છે. શાર્દૂલવિક્રીડિત, શિખરિણી અને વસંતતિલકા જેવા છંદોને લલકારતાં શ્ર્લોક કંઠસ્થ થાય છે. 

મર્યાદા :

શૈલીનાં આ પ્રોત્સાહક પાસાં હોવા છતાં ક્યારેક ક્યારેક તેમાં દોષના દર્શન થાય છે. કોઇક વાર વિસંધિનો દોષ દેખાય તો કોઇક વાર પુનરુકિત નજરે પડે. ક્યારેક શબ્દ કે અર્થની ચમત્કૃતિ ચમકાવવાનું વલણ દ્રષ્ટિગોચર થાય તો ક્યાંક ક્લિષ્ટતાએ પ્રવેશ કરેલો જણાય, ક્યારેક વ્યંજનાનો અભાવ કેટલાકને ખૂંચે તો કયારેક પ્રકૃતિનું એકાંગી કે મર્યાદિત વલણ કેટલાકને ન રુચે. એક રીતે આ બધું અમુક અંશે કોઇપણ કવિમાં રહેવાનું.

ઉદ્દેશ :

આ સંદર્ભમાં કાવ્યરચના પાછળ ભર્તૃહરિનો ઉદ્દેશ વિચારવો જોઇએ. આ કવિ કેવળ રસાસ્વાદ કરાવતા કાવ્યરચના કરતો નથી. વાચકના જીવનમાં પાથેય પૂરું પાડી તેને તે સમાનપણે વળાંક આપવા માગે છે. કાવ્ય તો કવિના વિશાળ જીવનના ચિંતનને વહન કરવાનું સાધન છે. ભારતીય સંસ્કૃતિના ભવ્ય આદર્શો અને ઉચ્ચતમ વારસાને તેણે અત્યંત પ્રશસ્ય રીતે સુલભ બનાવ્યો છે.

લોકપ્રિયતા :  

આ રીતે વિચારતાં ભર્તૃહરિ માટે આપણને ઉમળકાભર્યો આદર થાય એ સ્વાભાવિક છે. તેની શૈલીમાં સરળતા સાથે તાર્કિકતા છે. પોતાની વાતને ચોટદાર બનવવાની તેનામાં કલા અને શક્તિ છે. લોકોની સમસ્યાઓને જોવાની એક અનોખી દ્રષ્ટિ તેણે હ્રદયંગમ શૈલીમાં આપી છે. તેની સરળ, લોકભાગ્ય અને હ્રદ્ય શૈલીને આભારી છે. 

(બ) શ્ર્લોકોની સાનુવાદ સમજૂતી આપો. (બે માંથી એક)

શ્ર્લોક નં: (72) સત્યાડનૃતા ચ પરુષા પ્રિયવાદિની ચ

                     હિંસ્ત્રા દયાલુરપિ ચાર્થપરા વદાન્યા

                 નિત્યવ્યયા પ્રચુરનિત્યધનાગમા ચ 

                      વારાઅંગનેવ નૃપનીતિરનેકરુપા

ભાષાંતર: ગણિકાની જેમ રાજનીતિ અનેક સ્વરૂપોવાળી છે. સાચી અને જૂઠી, કઠોર અને મધુર વાતો કરનારી, હિંસક અને દયાળુ, લોભી અને ઉદાર, સદા વ્યય કરાવનારી અને હમેશાં પુષ્કળ ધન કમાનારી છે,

સમજૂતી: પ્રસ્તુત શ્ર્લોકમાં રાજનીતિની વાત કહી છે. રાજનીતિ વારાંગના જેવી છે. એનો અર્થ એ થયો કે રાજનીતિમાં કશું વિશ્વસનીય કે નીતિમય હોતું નથી. પણ ખરેખર એમ નથી. રાજ્ય માત્ર સત્ય કે અસત્ય પર નભતું નથી. રાજ્યમાં તે બન્નેની જરૂર પડે છે. તેમાં નરમી ગરમી, દયા જુલમ, દાન, ખર્ચ વગેરે પરસ્પર વિરોધી લાગતી બાબતોનો સમન્વય હોય છે, કરવાનો હોય છે. આ દ્રષ્ટિએ રાજા વેશ્યા જેવો છે. વેશ્યાનાં અનેક લક્ષણોમાં બધાને ખુશ કરવાનું લક્ષણ રાજા માટે જરૂરી છે. વેશ્યા અર્થલાભની સ્વાર્થસિધ્ધિ માટે બધું કરે છે જયારે રાજા પણ સ્વાર્થસિધ્ધિ માટે જ આચરણ કરે છે. તેના કહેવા-કરવામાં અને કરવામાં જે અંતર છે તે રાજ્ય-સંચાલન માટે જરૂરી છે. તેનાં કહેવામાં જ રાજયની અને રાજાની સ્થિરતા છે. છંદ વસંતતિલકા, અલંકાર વિરોધ તથા ઉપમા.

શ્ર્લોક નં: (77) આરમ્ભગુર્વી ક્ષયિણી ક્રમેણ લધ્વી પુરા વૃધ્ધિમતી ચ પશ્ચાત્

                દિનસ્ય પૂર્વાધપરાર્ધભિન્ના છાયેવ મૈત્રી ખલ- સજ્જનાનામ્

ભાષાંતર: દિવસનાં પૂર્વ ભાગ અને પાછલા ભાગના પડછાયાની જેમ દુષ્ટ અને સજ્જનોની મૈત્રી હોય છે. (દુષ્ટોની મૈત્રી) શરૂઆતમાં ગાઢ અને ધીમે ધીમે ઓછી થાય તેવી છે જયારે (સજ્જનોની મૈત્રી) શરૂઆતમાં ઓછી અને પછીથી વધારો પામે તેવી હોય છે.

સમજૂતી:આ શ્ર્લોકમાં દુર્જન અને સજ્જનની મિત્રતાને દિવસના પૂર્વભાગના અને પાછલા ભાગના પડછાયા સાથે સરખાવીને સમજાવી છે. સવારમાં સૂર્યનાં ત્રાંસા કિરણોથી જે તે વસ્તુનો પડછાયો ઘણો લાંબો પડે છે, અને બપોરે તે અદ્દશ્ય થાય છે. દુર્જનોની મિત્રતા પણ સવારના સૂર્યની છાંયા જેવી હોય છે. પોતાનું કાર્ય સાધવા માટે દુર્જનો પ્રારંભમાં કૃત્રિમ સ્નેહ દર્શાવે છે અને કાર્ય સિધ્ધ થઇ જતાં સ્નેહ ને મિત્રતાને ભૂલી જાય છે. જ્યારે સજજનોની મિત્રતા દિવસના પાછલા ભાગનાં પડછાયા જેવી હોય છે. બપોર પછી પડછાયો ધીમે ધીમે વધે છે અને તે સુદીર્ઘ બને છે તેમ સજ્જનોની મિત્રતા પ્રારંભમાં પરિચય કેળવવા ધીમી હોય છે. પરિચય વધતાં ધીમેધીમે સ્નેહમાં વધારો થતો જાય છે અને તે સ્નેહની મર્યાદા કે સીમા હોતી નથી. અર્થાત્ ત્યાં મિત્રતા ધીમે ધીમે ગાઢ બને છે. દુર્જનોની મિત્રતા સ્વાર્થપરક હોય છે જેનો અંત હોય છે અને તેનો અંત દુ:ખ આપનારો હોય છે. સજ્જનોની મિત્રતા નિ:સ્વાર્થ હોય છે, જેનો કોઇ અંત હોતો નથી. તેનાથી સુખ, શાંતિ અને સંતોષ નિરંતર મળતા રહે છે. છંદ ઉપજાતિ, અલંકાર સંકર.

શ્ર્લોક નં: (78) પ્રદાનં પ્રચ્છન્નં ગૃહમુપગતે સંભ્રમવિધિ:

                      પ્રિયં કૃત્વા મૌનં સદસિ કથનં નાપ્યુપકૃતે:

                 અનુત્સેકો લક્ષ્મ્યા નિરભિભવસારા: પરકથા:

                       સતાં કેનોદ્દિષ્ટં વિષમમસિધારાવ્રતમિદમ્

ભાષાંતર: છૂપી રીતે દાન (આપવું), ઘેર આવેલા (અતિથિ)નો આદર કરવો, (કોકનું) ભલું કરીને મૌન ધારણ કરવું, કરેલા ઉપકારની વાત જાહેરમાં ન કરવી, સંપત્તિમાં છકી ન જવું, બીજી વ્યક્તિઓ વિશે તિરસ્કારના સારાંશ વગરની વાતો કરવી, તલવારની ધાર પર ચાલવા જેવું આ કઠિન વ્રત સજ્જનોને કોણે દર્શાવ્યું છે ?

શ્ર્લોક નં: (80) ભવંતિ નમ્રાસસ્તરવ: ફલોદગમે 

                     નવામ્બુભિર્ભૂરિવિલમ્બિનૌ ઘના:

                 અનુધ્ધતા: સત્પુરુષા: સમૃધ્ધિભિ:

                      સ્વભાવ ઇવૈષ પરોપકારિણામ્

ભાષંતર: ફળ બેસે ત્યારે વૃક્ષો નીચાં નમે છે; નવા પાણીથી વાદળો પુષ્કળ ઝળુંબે છે; સજ્જનો સમૃધ્ધિ આવતાં છકી જતા નથી (ઉદ્વત બનતા નથી). પરોપકારી મનુષ્યોનો આ જ સ્વભાવ છે.

સમજૂતી: આ શ્ર્લોકમાં વૃક્ષો અને વાદળોના દ્દષ્ટાંત દ્વારા સજ્જનોની પરોપકારની ભાવના બતાવી છે. તેમની નમ્રતા સમૃધ્ધિ આવતાં તેમને વધુ નમ્ર બનાવે છે. સામાન્ય માનવી અને સજ્જનમાં એ જ તફાવત છે. સામાન્ય માનવી સમૃધ્ધિ આવતાં અભિમાની બની જાય છે અને પોતાની પાસે આવેલી સંપત્તિ અવળા માર્ગે વાપરે છે કાંતો સંગ્રહ કરે છે જ્યારે સજ્જન સમૃધ્ધિથી છકી જતો નથી. તે પોતાની સંપત્તિ લોકોનાં દુ:ખ દૂર કરવામાં વાપરે છે. કેમ કે, પરોપકાર કરવો એ તેમની પ્રકૃતિ છે. છંદ વંશસ્થ, અલંકાર અર્થાન્તરન્યાસ અને પ્રતિવસ્તૂપમા.

શ્ર્લોક નં: (88) આજ્ઞા કીર્તિ: પાલનં સજ્જનાનાં

                     દાનં ભોગો મિત્રસંરક્ષણં ચ

                 યેષામેતે ષડ્ગુણા ન પ્રવૃત્તા:

                      કોડર્થસ્તેષાં પાર્થિવોપાશ્રયેણ

ભાષાંતર: જેઓમાં આજ્ઞા, કીર્તિ, સજ્જનોનું પાલન, દાન, ભોગ અને મિત્રનું રક્ષણ – આ છ ગુણો રહેલા નથી તેમને રાજ્યાશ્રયનો શો ફાયદો છે? 

સમજૂતી: રાજ્યાશ્રમ મેળવનાર મનુષ્યમાં જરૂરી છ ગુણ અહીં ગણવામાં આવ્યા છે. આ ગુણ છે આજ્ઞા, યશ, સજ્જનોનું પાલન, દાન, ઉપભોગ અને મિત્રરક્ષણ. આજ્ઞા એટલે હુકમ અથવા કાયદો કાનૂન. રાજાના આશ્રિતો (અમલદારો)ની આજ્ઞાથી રાજાનો યશ વધવો જરૂરી છે. વળી રાજકોષમાંથી સહાય પામેલાઓએ સજ્જનો અને પ્રજાનું પાલન કરવું, શોષણ નહીં. વળી સંપત્તિ ભોગવી જાણવી અને સગાબંધુઓનું રક્ષણ કરવું. આવા લોકોને જ રાજ્યાશ્રયનો અધિકાર છે, બાકીનાની રાજસેવા નિરર્થક છે. રાજા અને રાજયાધિકારીઓમાં આ છ ગુણ હોવા જરૂરી છે. ભોગ અને મિત્રરક્ષણને છેલ્લાં ગણાવ્યાં છે કારણ વહીવટની શરૂઆતમાં જ તે ગણાવાય તો રાજ્ય ખાડામાં પડે. છંદ શાલિની.

શ્ર્લોક નં: (91) વિદ્યા નામ નરસ્ય રુપમધિકં પ્રચ્છન્નગુપ્તં ધનં

                    વિદ્યાભોગકરી યશ:સુખકરી વિદ્યા ગુરુણાં ગુરુ:

                વિદ્યા બંધુજનો વિદેશગમને વિદ્યા પરં દૈવતં

                     વિદ્યા રાજસુ પૂજ્યતે ન હિ ધનં વિદ્યાવિહિન: પશુ:

ભાષાંતર: વિદ્યા સાચે જ મણસનું શ્રેષ્ઠ રૂપ છે, છુપાવેલું અને રક્ષાયેલું ધન છે, વિદ્યા ભોગવિલાસ, કીર્તિ અને સુખ આપનારી છે. વિદ્યા ગુરુઓનો ગુરુ છે. વિદેશયાત્રામાં વિદ્યા સ્વજન છે. વિદ્યા શ્રેષ્ઠ દેવતા છે. રાજાઓ વચ્ચે (રાજ્યોમાં) વિદ્યા પૂજાય છે, ધન નહિ જ. વિદ્યા વગરનો (માણસ) પશુ છે.

સમજૂતી: આ શ્ર્લોકમાં વિદ્યાની લાક્ષણિકતાઓ બતાવી છે, જે મનુષ્યને અન્ય સાંસારિક વસ્તુઓથી ખૂબ ઉત્કૃષ્ટ સ્થાન અપાવે છે. મનુષ્યને મનુષ્યત્વ માત્ર વિદ્યાથી જ પ્રાપ્ત થાયા છે. તેથી જ અહીં કહ્યું છે કે વિદ્યા વગરનો માણસ પશુ (જડતા અને મંદતાથી યુક્ત) છે. છંદ શાર્દૂલવિક્રીડિત, અલંકાર અનુપ્રાસ, રૂપક.

શ્ર્લોક નં: (92) દાક્ષિણ્યં સ્વજને દયા પરજને શાઠ્યં સદા દુર્જને

                પ્રીતિ: સાધુજને સ્મય: ખલજને વિદ્વજ્જને ચાર્જવમ્

                 શૌર્યં શત્રુજને ક્ષમા ગુરુજને નારીજને ધૂર્તતા

                 યે ચૈવં પુરુષા: કલાસુ કશલાસ્તેષ્વેવ લોકસ્થિતિ:

ભાષાંતર: સ્વજનો પ્રત્યે સૌજન્ય, બીજા લોકો પ્રત્યે દયા, દુર્જનો પ્રત્યે સદાય શઠતા, સજ્જનો ઉપર પ્રેમ, દુષ્ટ લોકો પ્રત્યે કોપ, વિદ્વાનો તરફ નમ્રતા, શત્રુ પ્રત્યે શૌર્ય, વડીલો પ્રત્યે ક્ષમા, સ્ત્રીઓની બાબતમાં ધૂર્તતા – જે પુરુષો આ પ્રમાણેની કળાઓમાં કુશળ છે તેમના ઉપર જ લોકવ્યવહાર ટકી રહેલો છે. 

સમજૂતી: કવિ અહીં બહુજનસમાજને લક્ષમાં રાખીને કહે છે કે આ સંસારમાં મનુષ્ય મહત્વાકાંક્ષાઓ રાખ્યા વિના જીવનયાપન કરવા માટે કેટલાંક નીતિનાં ધોરણોનો અમલ કરી સુખી થઇ શકે છે. સમાજનો મધ્યમ અને નીચલો વર્ગ આ શ્ર્લોકનાં ક્ષેત્રમાં આવી શકે છે. વધુ પડતા દુરાચરણનો ભોગ બની શકતા ઉપલા વર્ગનાને માટે વધારે શ્ર્લોકો રચાયા છે જ્યારે મધ્યમ અને નીચલા વર્ગ માટે એક આ જ શ્ર્લોક રચેલો છે. પતિ-પત્નીના સંબંધોમાં ધૂર્તતાની છૂટ બન્નેને મળેલી પ્રકૃતિજન્ય સંબંધોમાં સ્વતંત્રતાને આવરી લે છે. આવા સંજોગોમાં નારીની ધૂર્તતા સંમોહક બની રહે છે. છંદ શાર્દૂલવિક્રીડીત.

શ્ર્લોક નં: (93) કરે શ્ર્લાધ્યસ્ત્યાગ: શિરસિ ગુરુપાદપ્રણયિતા

                    મુખે સત્યા વાણી વિજયભુજયોર્વીર્યમતુલમ્

                 હ્મદિ સ્વચ્છા વૃત્તિ: શ્રુતમધિગતં ચ શ્રવણયોર્ –

                     વિનાપ્યૈશ્વર્યેણ પકૃતિમહતાં મણ્ડનમિદમ્

ભાષાંતર: હાથમાં પ્રશંસનીય દાન, મસ્તક ઉપર ગુરુજનોનાં ચરણોમાં કરેલા પ્રણામ, મુખમાં સાચી વાણી, બાહુઓમાં વિજયી અતુલ બળ, હદયમાં વિશુધ્ધ ભાવ અને બન્ને કાનો દ્વારા (કાનોમાં) પ્રાપ્ત કરેલું શાસ્ત્રજ્ઞાન – આ (બધું) સમૃધ્ધિ વિના પણ કુદરતી રીતે મહાન પુરુષોની શોભારૂપ છે.

સમજૂતી: વ્યક્તિની શોભા કે સુંદરતા બાહ્ય વસ્ત્રાલંકારોથી આવતી નથી. પરંતુ, આંતર ગુણોથી આવે છે. કુદરતી રીતે જ જેનામાં આંતરીક શોભા રહેલી છે તેવી મહાન પુરૂષોની શોભાનાં લક્ષણો અહીં નિરૂપ્યાં છે. સંપત્તિ હોય કે ન હોય તો પણ તેઓ તેમની સજ્જનતા છોડતા નથી. ધનથી સેવા ન થાય તો હાથથી સેવા કરે છે. ગુરુજનો અને વડીલોના ચરણોમાં કરેલ પ્રણામ જેમાં નમ્રતાનો ગુણ છે તે મસ્તકનો અલંકાર છે. તેઓ અસત્યભાષી નથી. તેમના મુખમાં સત્યતા છે અને તેથી દિલમાં પણ પવિત્ર-નિર્મળ ભાવ રહેલો હોય છે. પ્રતાપી બાહુઓમાં પણ વિજય પ્રાપ્ત થાય તેવું અતુલ્ય બળ, સેવા, નમ્રતા, સત્યતા, વિશુધ્ધિને કારણે ઉપલબ્ધ છે. તેમણે શાસ્ત્રરૂપી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. આ બધા ગુણો સમૃધ્ધિ વિના પણ કુદરતી રીતે મહાન પુરૂષોમાં રહેલાં હોય છે, જે તેમના વ્યક્તિત્વને બાહ્ય અલંકરણો કરતાં વધારે ખિલવે છે. છંદ શિખરિણી, અલંકાર વિભાવના.

શ્ર્લોક નં: (98) સિંહ શિશુરપિ નિપતતિ મદમલિનકપોલભિત્તિષુ ગજેષુ

                પ્રકૃતિરિયં સત્વવતાં ન ખલુ વયસ્તેજસો હેતુ:

ભાષાંતર: સિંહ બાળક હોય તો પણ મદથી ખરડાયેલાં લમણાંરૂપી દીવાલોવાળા હાથીઓ પર હુમલો કરે છે. તેજસ્વી વ્યક્તિઓનો આ સ્વભાવ જ છે. ખરેખર, ઉંમર તેજનું કારણ નથી.

સમજૂતી: વ્યક્તિના પરાક્રમની પાછળ ઉંમર કારણ નથી એ વાતને કવિએ અહીં સ્પષ્ટ કરી છે. વળી, એક શ્ર્લોકમાં એવી વાત કરી છે જેમાં નિર્જીવ સૂર્યકાંત મણિ પોતાના સ્થાને રહે છે અને સૂર્યનાં કિરણો તેની પાસે પહોંચે છે ત્યારે એવા સંજોગોમાં મણિ ચમકી ઉઠે છે. આ એનો પ્રતિભાવ છે. આને ક્રોધની સ્ફુરણા તરીકે પણ સમજી શકાય. આ શ્ર્લોકમાં જીવંત સિંહબાળની વાત છે. સિંહનું બચ્ચું પણ મદોન્મત્ત હાથીઓ પર જ આક્રમણ કરે છે. હાથી એને કદાચ સૂંઢમાં પકડીને ઉછાળી નાંખે તો પણ તે ગભરાઇને ભાગતું નથી. મરી જાય તો પણ મારી નાખવાની તેની ટેક ડગતી નથી. જો પ્રાણીનો આ સ્વભાવ છે તો ઉત્તમ પ્રાણી એવા મનુષ્યનો કેમ ન હોય ? પ્રતિભા અને પરાક્રમને વય સાથે કશો સંબંધ નથી. છંદ આર્યા, અલંકાર અર્થાંતરન્યાસ.

પ્રશ્ન-5 યુનિટ- 1,2,3,4,

  Mcqs - ટૂંકા પ્રશ્ર્નોના જવાબ લખો.

યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ખર-ખોટા જણાવો.

જોડકાં ગોઠવો.

() ભર્તૃહરિ વિશે આપણને કોણે પરિચિત કર્યા?

જ. ચીની યાત્રી ઇ-ત્સિંગે.

(૨) ઇ-ત્સિંગે ભર્તૃહરિને કયા સંપ્રદાયનો માનતો હતો?  

જ. બૌધ્ધ. 

(૩) નીતિશતકનો પ્રથમ શ્ર્લોક કઇ વિચારસરણીવાળો જોવા મળે છે?  

જ. વેદાન્તી વિચારણસરણી. 

(૪) કયો શ્ર્લોક ભર્તહરિના જીવન સાથે સંકળાયેલો છે?

જ .  (૧) યા ચિન્તયામિ સતતં......  

            (૨) યદા કિગ્ચિઝશોડહં .......

(૩) ઇતઃ સ્વપિતિ કેશવઃ........   

(૪) જયન્તિ તે સુકૃતિનો.......

(૫) દન્તકથા મુજબ કયા યોગીએ ભર્તહરિને અમરફળ આપ્યું હતું?

  જ. સુમન્ત. 

(૬) અન્ય એક દન્તકથા મુજબ ભર્તહરિને કેટલી રાણીઓ હતી?  

જ. ત્રણસો. 

(૭) કયા ગ્રન્થમાં ભર્તહરિને વરરુચિ, વિક્રમાર્ક અને ભટ્ટના ભાઇ તરીકે ઓળખાવ્યો છે?  

જ. પ્રબન્ધચિન્તામણિ. 

(૮) શતકોના વિષયવસ્તુને જોતાં ભર્તૃહરિ કોનો ઉપાસક હોય એમ સ્પષ્ટ જણાઇ આવે છે.?  

જ. શિવ. 

(૯) વૈરાગ્યશતકના કાણવસર= કાણી કોડી (કે ફૂટી કોડી) શબ્દપ્રયોગને જોતાં ભર્તૃહરિ કયા પ્રદેશના હશે ? 

જ. પ્રાચીન માળવા કે મરૂદેશ. 

(૧૦) ઇ-ત્સિંગની નોંધ મુજબ ભર્તૃહરિનો સમય કયો હોઇ શકે?  

જ. ઇ.સ. ૬૫૧ એટલે કે સાતમી સદીનો પૂર્વાર્ધ. 

(૧૧) ભર્તૃહરીના ત્રણ શતકો ઉપરાન્ત એક ચોથું કયું શતક તેના નામે છે

  જ. વિજ્ઞાનશતક. 

(૧૨) કયના વિદ્રાન એવું માને છે કે ત્રણેય શતકો ભર્તૃહરિની રચના નથી, પરંતુ કોઇકે તેની રચના કરી ભર્તૃહરિને નામે ચઢાવી છે?  

જ. (૧) ર્ડો. ડે (૨) કોલબ્રુક (૩) વિન્ટરનિટ્ઝ (૪) દાસગુપ્તા 

(૧૩) ભવન્તિ નમ્રાસ્તરવઃ ફલોદ્દગમે.... નીતિશતકનો આ શ્ર્લોક અન્ય કયા ગ્રન્થમાં જોવા મળે છે

  જ. (૧) મૃચ્છકટિક (૨) અભિજ્ઞાનશાકુન્તલ (૩) મુદ્રારાક્ષસ (૪) ભોજપ્રબંધ 

(૧૪) શતક એટલે કેટલા શ્ર્લોકનું કાવ્ય?  

જ. ૧૦૦. 

(૧૫) હાલ પ્રાપ્ત થતા નીતિશકતમાં કેટલા શ્ર્લોકો જોવા મળે છે.?  

જ. (૧) ૧૦૦    (૨) ૧૦૮  (૩) ૧૦૯  (૪) ૧૦૪ 

(૧૬) એક દન્તકથા મુજબ ઉજજૈન પાસેની કઇ ગુફામાં ભર્તૃહરિના હાથના પંજાની નિશાની જોવા મળે છે?  

જ. નાથ સમ્પ્રદાયની ગુફા.   

(૧૭) નીતિશતકના શ્ર્લોકો મોટેભાગે કઇ શૈલીમાં લખાયેલા જોવા મળે છે?  

. મુકતક શૈલી. 

(૧૮) મુકતકમાં પ્રત્યેક શ્ર્લોક કેવા પ્રકારના હોય છે?  

જ. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો. 

(૧૯) સાહિત્યના પ્રકાર તરીકે શતક કાવ્યનો પ્રકાર કયો?  

જ. (મહાકાવ્ય અને ખંડકાવ્યમાંથી) ખંડકાવ્યને સમકક્ષ લઘુકાવ્યના પેટાપ્રકાર મુકતક તરીકેનો. 

(૨૦) મુકતક કેવું હોવું જોઇએ?  

જ.ચમત્કૃતિક્ષમ. 

(૨૧) રાજશેખરના મતે મુકતકના કેટલા પ્રકાર છે? કયા કયા

જ. પાંચ (૧) શુદ્ર (૨) ચિત્ર (૩) કથાશ્રિત (૪) સંવિધાનક્ષમ (૫) આખ્યાનાશ્રિત 

(૨૨) ભર્તૃહરિએ નીતિશતકમાં કઇ શૈલી પ્રયોજી છે?  

જ. વૈદર્ભી. 

(૨૩) ભર્તૃહરિએ નીતિશતકમાં કયા છન્દને વધારે પ્રાધન્ય આપ્યું છે?  

જ. (૧) શાર્દૂલવિક્રીડિત (૨) વંશિથ (૩) પુષ્પિતાગ્રા (૪) સ્રગ્ધરા 

(૨૪) ’’પ્રદાનં પ્રચ્છન્નં ગૃહમુપગતે સમ્ભ્રમવિધી:’’ આ પંકિતમાં કયો છંદ છે

 જ. (૧) વસન્તતિલકા (૨) શિખરાણી (૩) શાર્દૂલવિક્રીડિત (૪) અનુષ્ટુપ 

(૨૫) ’’વિદ્યા નામ નરસ્ય રૂપમધિકં  પ્રચ્છન્નગુપ્તં ધનમ્ ’’ આ પંકિતમાં કયો છંદ છે?  

જ. (૧) શાર્દૂલવિક્રીડિત  (૨) શિખરાણી (૩) અનુષ્ટુપ  (૪) સ્રગ્ધરા 

**********

હેતુલક્ષી પ્રશ્નો

નીતિશતકના શ્ર્લોકમાંથી તારવેલા હેતુલક્ષી અને બહુ વિકલ્પવાળા પ્રશ્નોઃ (Objective & MCQ) 

(૧) ’’ દિકકાલાદ્યનવચ્છિન્ના... નમઃ શાન્તાય તેજસે’’ નીતિશતકના આ પ્રથમ શ્ર્લોકમાં ભર્તૃહરિ કોને પ્રણામ કરે છે?  

જ. શાન્ત અને તેજોમય પરબ્રહ્મને. 

(૨) ’’ધિક્ તાં ચ તં ચ મદનં ચ ઇમાં ચ માં ચ’’ આ પંકિતનો ભર્તૃહરિના જીવનની કઇ ઘટના જોવા મળે છે?  

જ. અમરફળના પ્રસંગની ઘટના. 

(૩) ’’ધિક્ તાં ચ તં ચ મદનં ચ ઇમાં ચ માં ’’ આ પંકિતનો સાચા અર્થવાળો વિકલ્પ જણાવો.  

જ. (૧) તાં (ગણિકા), તં (અશ્વપાલ), મદનં (કામદેવ), ઇમાં (પિંગલા)

               માં (ભર્તૃહરિ)   

(૨) તાં (પિંગલા), તં (ભર્તૃહરિ), મદનં (કામદેવ) ઇમાં (ગણિકા), માં (અશ્વપાલ)   (૩) તાં (ગણિકા), તં (ભર્તૃહરિ), મદનં (કામદેવ), ઇમાં (ગણિકા), માં (અશ્વપાલ)   (૪) તાં (પિંગલા), તં (અશ્વપાલ), મદનં (કામદેવ), ઇમાં (ગણિકા), માં (ભર્તૃહરિ).                            જ. (શ્ર્લોક-૪) 

(૪) ભર્તહરિના મતે હઠે ભરાયેલા મૂર્ખને પ્રસન્ન કરવાનું કાર્ય કયાં ત્રણ કાર્યોથી પણ વધારે મુશ્કેલ છે? (શ્રલોક-૩)    

જ. મગરના મુખમાંથી મણિ કાઢવો, ઉછળતા ઉદધિને તરી જવો અને સાપને પુષ્પમાળાની જેમ ગણામાં ધારણ કરવું સહેલું છે તે પણ મૂર્ખને પ્રસન્ન કરવો મુશ્કેલ છે. 

(૫) ભર્તૃહરિના મતે કઇ કઇ અશકય બાબતો શકય બનાવી શકાય? પરંતુ કોને સમજાવી શકાતો નથી.  

જ. રેતીમાંથી તેલ કાઢવું, મૃગજળ પીવું, સસલાનું શિંગડું મળવું શકય છે. પરંતુ હઠીલા મૂર્ખને સમજાવી શકાતો નથી. (શ્ર્લોક-૪) 

(૬) નીતિશતકકાર (ભર્તૃહરિ) ને કઇ સાત બાબતો દિલમાં કાંટાની જેમ ખૂંચે છે? (શ્ર્લોક-૫)  

જ. દિવસમ્લાન ચંદ્ર, યૌવનહીન કામિની,પાણી વગરનું સરોવર, રૂપવાનનું  જ્ઞાનહીન મુખ, ધનપરાયણ માલિક, સતત દુઃખી સજજન અને રાજસભામાં પહોંચેલ દુર્જન. 

(૭) મણિ કયારે શોભે છે? (શ્ર્લોક-૬)  

જ. સરાણે ચઢાવ્યા પછી. 

(૮) કવિના મતે કેવો હાથી વધારે શોભે છે? (શ્ર્લોક-૬)  

જ. (૧) શણગારેલ  (૨) સુકાયેલા મદવાળો    (૩) રંગથી ચીતરેલો 

(૪) મહાવત સાથેના 

(૯) કવિ કેવા ચન્દ્રને તેનો કૃશતાને લીધે પસંદ કરે છે (શ્ર્લોક-૬)  

જ. એક જ કલારૂપે બાકી રહેલા ચંદ્રને. 

(૧૦) કવિને મતે કેવી નવયુવતીઓ વધારે શોભે છે? (શ્ર્લોક-૬)  

(૧) શણગાર સજેલી (૨) સુવર્ણથી લદાયેલી   (૩) નૃત્ય-ગીત શીખેલી 

(૪) રતિક્રીડાથી મર્દિત થયેલી. 

(૧૧) ભર્તૃહરિના મતે કોણ કોણ તેમની કૃશતાને લીધે વધારે શોભે? (શ્ર્લોક-૬)

જ. સરાણે ચઢેલો મણિ, ઘવાયેલો યુદ્રવિજેતા, સુકાયેલા મદવાળો હાથી, સુકાયેલા કિનારાવાળી નદી, એક કળાવાળો ચંદ્ર, રતિમર્દિત યુવતી અને દાન આપીને ઘસાયેલો વ્યકિત.

(૧૨) ખોબો જવ ઝંખતો એક વખતનો તદ્દન ગરીબ વ્યકિત પૈસેટકે સુખી થઇ જતાં પૃથ્વીને કોના જેવી માને છે? (શ્ર્લોક-૭)

જ. તણખલા જેવી.

(૧૩) પદાર્થોની ગુરુતા કે લઘુતા કોને આભારી હોય છે? (શ્ર્લોક-૭)

જ. મનુષ્યની ધનિક-ગરીબ અવસ્થાને.

(૧૪) મુશ્કેલીમાં મનુષ્યે..........રાખવું. (ધીરજ, સંપ) (શ્ર્લોક-૯)

(૧૫) મનુષ્યે સમૃધ્ધિમાં........ રાખવું (દાનવીરતા, ક્ષમા)  (શ્ર્લોક-૯)

(૧૬) માણસે સભામાં........બતાવવું જોઇએ (વાણીની ચતુરાઇ ,સંપૂર્ણમૌન)

(૧૭) મનુષ્યે યુધ્ધમાં..........બતાવવું જોઇએ (સંયમ, પરાક્રમ) (શ્ર્લોક-૯)

(૧૮) મનુષ્યે હમેશાં..........માં આસકિત રાખવી જોઇએ (શ્ર્લોક-૯)

(૧૯) યુગના અંતે પણ કયું ધન નાશ પામતું નથી? (શ્ર્લોક-૧૧)

જ. વિદ્યારૂપી આંતરિક ધન.

(૨૦) કઇ કઇ બાબતો મહાપુરૂષોને સ્વભાવથી સિધ્ધ હોવ છે? (શ્ર્લોક-૯)

જ. મુશ્કેલીમાં ધૈર્ય, સમૃધ્ધિમાં ક્ષમાઘ સભામાં વાક્ચાતુર્ય, યુધ્ધમાં શૌર્ય, પ્રસિધ્ધિમાં અભિરૂચિ અને જ્ઞાન માટે આસકિત.

(૨૧) ’’ન્યાથ્યાત્પથઃ પ્રવિચલન્તિ પદં ન ધીરાઃ’’ – આ પંકિતમાં રહેલા ’’પ્રવિચલન્તિ’’ પદમાં રહેલો ’’પ્ર’’ વર્ણા કયા પ્રકારનો છે. (શ્ર્લોક-૧૦)

જ. અવ્યય (૨) નામપદ (૩) ઉપસર્ગ (૪) નિપાત

(૨૨) કેવા પુરૂષો ન્યાયના માર્ગથી વિચલિત થતા નથી? (શ્ર્લોક-૧૦)

જ. (૧) વીર (૨) ધીર (૩) વિદ્રાન (૪) વફાદાર

(૨૩) યુગના અંતે પણ કયું ધન નાશ પામતું નથી? (શ્ર્લોક-૧૧)

જ. વિદ્યારૂપી આંતરિક ધન.

(૨૪) રાજાઓ પણ કોની હરિફાઇ કરી શકતા નથી? (શ્ર્લોક-૧૧)

જ. વિદ્યારૂપી ધન.

(૨૫) યાચકને આપવા છતાં કોણ સતત વૃધ્ધિ પામે છે? (શ્ર્લોક-૧૧)

જ. (૧) તપ (૨) દ્રવ્ય (૩) વિદ્યા (૪) વિશ્વાસ

(૨૬) વિદ્યાને ભર્તૃહરી કેવું ધન કહે છે? (શ્ર્લોક-૧૧)

(૧) અન્તધનમ્ (૨) બહિર્ધનમ્  (૩) નૃપધનમ્ (૪) વ્યવહારધનમ્

જ. અન્તધનમ્ (આંતરિક ધન)

(૨૭) સિંહને ભર્તૃહરિ કોની સાથે સરખાવે છે? (શ્ર્લોક-૧૩)

જ. સ્વમાની મહાપુરૂષ

(૨૮) જેવો સિંહ કેવી દશામાં પણ સુકું ઘાસ ખાતો નથી. (શ્ર્લોક-૧૩)

જ. ભૂખ્યો, જરાજીર્ણ, ક્ષીણશકિત, કષ્ટદાયી દશાવાળો, નિસ્તેજ અને પ્રાણ જતાં હોય તો પણ સિંહ ઘાસ ખાતો નથી.

(૨૯) પારકાના પરમાણું જેવા નાના ગુણોને પણ સજજનો કોના જેવા મહાન ગણાવી આનંદ પામે છે? (શ્ર્લોક-૧૫)

જ. પર્વત જેવા.

(૩૦) સજજનોમન-વચન અને શરીરમાં શેનાથી ભરપુર હોય છે. (શ્ર્લોક-૧૫)

જ. પુણ્યરૂપી અમૃતથી.

(૩૧) વિશાળ અને સમર્થ સાગર (ના પેટાળ)માં કોણ કોણ સમાયેલું છે? 

(શ્ર્લોક-૧૬)

જ. વિષ્ણું, તેમના શત્રુ (અસુરો), પર્વતસમૂહ, પ્રલયકારી મેઘ અને વડવાનલ.

(૩૨) સમુદ્રમાં રહેલા અગ્નિનું નામ શું છે? (શ્ર્લોક-૧૬)

જ. વડવાનલ.

(૩૩) પર્વતો કેમ સમુદ્રમાં સંતાઇ ગયા હતા? (શ્ર્લોક-૧૬)

જ. ઇંદ્ર તેમની પાંખો ન કાપી નાંખે એ ભયથી. (પ્રાચીન કથા મુજબ)

(૩૪) કાર્ય સાધનારો મનસ્વી પુરૂષ કઇ કઇ બાબતને ગણકારતો નથી? 

(શ્ર્લોક-૧૮)

જ. જમીન કે પલંગ પર શયન, શાક કે સ્વાદિષ્ટ ભોજન, ફાટેલી ગોદડી કે દિવ્ય વસ્ત્રો, કશાને ગણકારતો નથી.

(૩૫) કવિના મતે દેવો પણ કોને વશ છે? (શ્ર્લોક-૨૦)

જ. નાપાક નસીબને.

(૩૬) કવિ કહે છે કે......... ખરેખર પ્રણામ કરવા લાયક છે? (શ્ર્લોક-૨૦)

જ. નસીબ

(૩૭) જેમની ઉપર નસીબનો પણ પ્રભાવ ચાલતો નથી તે કોણ? (શ્ર્લોક-૨૦)

જ. કર્મો.

(૩૮) રાજા, યોગી, પુત્ર અને બ્રાહ્મણ કેવી રીતે નાશ પામે છે? (શ્ર્લોક-૨૧)

જ. રાજા ખરાબ મંત્રીઓથી, યોગી (સંસારીઓની) સોબતથી, પુત્ર લાડ લડાવવાથી અને બ્રાહ્મણ સ્વાધ્યાયમાં પ્રમાદ કરવાથી નાશ પામે છે.

(૩૯) કવિના મતે ખેતી ............ બગડે છે? (શ્ર્લોક-૨૧)

(દેખભાળ નહીં રાખવાથી, બીજાને સોંપવાથી)

જ. દેખભાળ નહીં રાખવાથી.

(૪૦) ચારિત્ર્ય .............. થી ભ્રષ્ટ થાય છે. (શ્ર્લોક-૨૧)

(દુર્જનસંગ, કુવિદ્યાસંગ)

(૪૧) પ્રેમના અભાવથી ............... નાશ પામે છે. (શ્ર્લોક-૨૧)

(મિત્રતા, વિદ્રતા, પ્રભુના)

(૪૨‌) કુળનો નાશ .................. થાય છે. (શ્ર્લોક-૨૧)

(ખરાબ પુત્ર, ખરાબ બંધન)

(૪૩) પ્રેમ કેવી રીતે ઓછો થઇ જાય છે? (શ્ર્લોક-૨૧)

(૧) પ્રવાસ જવાથી (૨) કુશંકાથી (૩) ધનહરણથી (૪) વિશ્વાસઘાતથી

(૪૪) ગુણવાનોના કયા કયા ગુણોને દુર્જનોએ કલંકિત કર્યા છે? (શ્ર્લોક-૨૨)

જ. લજ્જાશીલતા, વ્રતરુચિ, પવિત્રતા, શૌર્ય, સરળતા, મધુરવાણી, તેજસ્વીતા, વાચાળતા અને ધૈર્ય.

(૪૫) દુર્જનો સરળ વ્યક્તિને ............. માને છે. (શ્ર્લોક-૨૨)

(બુધ્ધિહીન, સહિષ્ણુ)

(૪૫) શુચૌ કૈતવમ્ નો અર્થ શું? (શ્ર્લોક-૨૨)

(૧) પવિત્રતામાં કૌવત (૨) પવિત્ર વ્યક્તિમાં લુચ્ચાઇ

(૩) ધર્મમાં અડચણ (૪) શાસનમાં નબળાઇ

(૪૬) ધનની સામે કયા કયા ગુણો તણખલા જેવા બની જાય છે? 

જ. જાતિ, સદ્દ્ગુણ, ચારિત્ર્ય, ખાનદાની અને શૌર્ય.

(૪૭) સમૃધ્ધિમાં અને મુશ્કેલીમાં મહાપુરૂષોનું મન કેવું બની રહે છે? (શ્ર્લોક-૨૮)

જ. કમળ જેવું કોમળ અને શિલા જેવું કઠોર.

(૪૮) દૂધ અને પાણીનાં ઉદાહરણો દ્રારા કવિ કઇ બાબત જણાવે છે? (શ્ર્લોક-૩૧)

જ. ઉત્તમ મૈત્રી.

(૪૯) કઇ સાદી ઘટના દ્વારા કવિવર ભર્તૃહરિએ મૈત્રીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે?

(શ્ર્લોક-૩૧)

જ. ઉભરાતા દૂધની.

(૫૦) “મુશ્કેલીમાં પણ દરેક શક્તિ મુજબનું ફળ ઇચ્છે છે.” – આ સમજાવવા ભર્તૃહરિ કયાં બે ઉદાહરણો આપે છે? (શ્ર્લોક-૩૪)

જ. હાડકાના ટૂકડાથી સંતોષ પામનારો શ્વાન અને શિયાળ છોડી હાથી હણતો સિંહ.

(૫૧) સજજનોએ સારા મિત્રનાં કયાં કયાં લક્ષણો કહ્યા છે? (શ્ર્લોક-૩૫)

જ. સારો મિત્ર પાપકર્મથી રોકે, હિતકાર્યમાં પરોવે, છૂપાવવા જેવી બાબત છૂપાવે, ગુણોને પ્રગટ કરે, મુશ્કેલીમાં છોડે નહીં અને વખતે ધન આપે.

(૫૨) હરણાં, માછલાં અને સજજનોના અકારણ દુશ્મનો કોણ કોણ છે? 

(શ્ર્લોક-૩૬)

જ. શિકારી, માછીમાર અને દુર્જનો.

(૫૩) “અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ સોબતથી જ પ્રાપ્ત થાય છે”- આ બાબત સમજાવવા નીતિશતકકાર કયું ઉદાહરણ આપે છે? (શ્ર્લોક-૬૭)

જ. તપેલા લોખંડ પર, કમળપત્ર ઉપર અને સમુદ્ર છીપમાં રહેલા જલબિંદુનું.

(૫૪) સ્વાભિમાની વ્યક્તિની અવસ્થા કોના જેવી હોય છે? (શ્ર્લોક-૩૯)

જ. ફૂલોની ગુચ્છ જેવી.

(૫૫) સ્વાભિમાની વ્યક્તિને પુષ્પગુચ્છ જેવો કેમ કહ્યો છે? (શ્ર્લોક-૩૯)

જ. સ્વાભિમાની વ્યક્તિ પુષ્પગુચ્છની જેમ ચાહે તો લોકોના મસ્તેકે બિરાજે છે અથવા વનમા જ ખરી પડે છે.

(૫૬) કઇ ફરજને ભર્તૃહરિ અત્યંત કઠિન કહે છે? (શ્ર્લોક-૪૦)

જ. ચાકરી (નોકરી)ની ફરજ

(૫૭) નોકરી કરતો સેવક મૌન ધારણકરેતો કેવો લાગે છે? (શ્ર્લોક-૪૦)

જ. મૂંગો

(૫૮) નોકરી કરતી વખતે સેવક કંઇ પણ સહન ન કરતાં પ્રતિકાર કરે તો તેને લોકો કેવો ગણે છે? (શ્ર્લોક-૪૦)

જ. હલકા કુળનો.

(૫૯) સજ્જને તેમના કયા ગુણોને કારણે જગતમાં પૂજનીય બને છે? (શ્ર્લોક-૪૧)

જ. નમ્રતા, પારકાના ગુણની કદર, પરહિત કાર્યમાં પ્રવૃત્તિ અને ક્ષમા.

(૬૦) મનુષ્યમાં લોભ અને દુષ્ટતા હોય તો તેને શેની જરૂર રહેતી નથી? 

      (શ્ર્લોક-૪૨)

જ.અવગુણ અને પાપ.

(૬૧) જે વ્યક્તિ પાસે સત્ય અને પવિત્ર મન હોય તેને શું કરવાની જરૂર નથી? 

      (શ્ર્લોક-૪૨)

જ. તપ અને તીર્થાટન.

(૬૨) જેણે સદ્દવિદ્યા મેળવી હોય તેને કઇ વસ્તુ અનાયાસે પ્રાપ્ત થાય છે?

       (શ્ર્લોક-૪૨)

જ. ધન.

(૬૩) ભર્તૃહરિ અપયશને કોની સાથે સરખાવે છે? (શ્ર્લોક-૪૨)

જ. મૃત્યુ.

(૬૪) વ્યક્તિનો સમાજમાં સારો મહિમા હોય તો ..... ની જરૂર નથી? (શ્ર્લોક-૪૨)

(શણગાર, ઉદારતા)

(૬૫) જે વ્યક્તિ પાસે સૌજન્ય છે તેને ...... ની જરૂર નથી. (શ્ર્લોક-42)

(સ્વજનો, સજ્જનો)

(૬૬) જેની પાસે ક્રોધ છે તેને ..... ની જરૂર નથી. (શ્ર્લોક-૪૨)

(શત્રુ, શસ્ત્ર)

(૬૭) બ્રહ્મા હંસની કઇ બાબત હરી શકતા નથી. (શ્ર્લોક- ૪૩)

જ. નીરક્ષીરવિવેકબુધ્ધિ.

(૬૮) “ જયાં ભાગ્યહીન વ્યક્તિ જાય છે ત્યાં મુસીબતો પણ જઇ ચડે છે.”- આ સમજાવવા કવિ કોનું ઉદાહરણ આપે છે? (શ્ર્લોક- ૯૦)

જ. તાડફળથી ફૂટી ગયેલા મસ્તકવાળા તાપપીડિત ટાલીયાનું.

(૬૯) સુંદર સ્વરૂપ, કુળ, શીલ, વિદ્યા અને સેવા પણ જ્યારે ન ફળે ત્યારે કોણ ફળે છે? (શ્ર્લોક- ૯૬)

જ. તપથી સંચિત ભાગ્ય.

(૭૦) .................. પરં ભૂષણમ્ પૂર્ણ કરો. (શ્ર્લોક- ૪૬) 

(૧) દાનં (૨) જ્ઞાનં (૩) શીલં (૪) શૌર્ય 

(૭૧) ઐશ્વર્યનું ભૂષણ ......... છે. (સજ્જનતા, સુંદરતા) (શ્ર્લોક-૪૬)

(૭૨) વીરતાનું ભૂષણ ............ છે. (વાણીનો સંયમ, ચિત્તની ઉદારતા) 

(શ્ર્લોક-૪૬)

(૭૩) વિદ્યાનું ભૂષણ .............છે. (વિનય, પ્રેમ, દાક્ષિણ્ય) (શ્ર્લોક-૪૬)

(૭૪) તપનું ભૂષણ ............. છે. (અક્રોધ, ઉદારતા) (શ્ર્લોક-46)

(૭૫) ઐશ્વર્ય, વીરતા, જ્ઞાન, વિદ્યા અને તપ આ બધાયે ગુણો છેવટે કયા એક ગુણને આધીન છે? (શ્ર્લોક-૪૬)

જ. ચારિત્ર્ય (શીલ)

(૭૬) પોતાના સ્વાર્થ માટે જેઓ પારકાના હિતનો નાશ કરે છે તેવા મનુષ્યોને કવિ કેવા કહે છે? (શ્ર્લોક-૪૭)

જ. રાક્ષસો.

(૭૭) સજ્જનોની સોબત વાણીમાં શું સીંચે છે? (શ્ર્લોક-૪૮)

(૧) મધુરતા (૨) સત્ય (૩) સરળતા (૪) શઠતા.

(૭૮) સજજનની સોબતથી ચારે દિશાઓમાં શું ફેલાય છે? (શ્ર્લોક-૪૮)

જ. કીર્તિ.

(૭૯) દિશતિ અને તનોતિ ક્રિયાપદોનો અર્થ આપો. (શ્ર્લોક-૪૮)

જ. વૃધ્ધિ કરે છે અને ફેલાવે છે.

(૮૦) “ સત્સંગતિ: કથય કિં ન કરોતિ પુંસામ્ ।“ અનુવાદ કરો. (શ્ર્લોક-૪૮)

જ. કહો ! સજ્જનોની સોબત મનુષ્યનું શું (ભલું) કરતી નથી? 

(૮૧) સજજનોની સોબતથી પારકામાં ............ જન્મે છે? (શ્ર્લોક-૪૯)

(આસક્તિ, પ્રેમ)

(૮૨) સજ્જનોની સંગત મનુષ્યને વિદ્યામાં .......... જન્મે (શ્ર્લોક-૪૯)

(પ્રીતિ, આસક્તિ)

(૮૩) સજજનોની સોબતથી મનુષ્ય વડીલો પ્રત્યે ......., પત્ની પ્રત્યે ....... અને શંકર પ્રત્યે ....... જન્મે છે? (શ્ર્લોક-૪૯)

(આદર, સહિષ્ણુતા, પ્રેમ, પૂજન, ભક્તિ)

(૮૪) તૃષ્ણાં છિન્ધિ, ક્ષમાં ભજ, મદં જહિ, સત્યં બ્રૂહિ – આ બધાં કોનાં લક્ષણો છે?

      (શ્ર્લોક-૫૧)

(૧) સજ્જન (૨) તપસ્વી (૩) ભક્ત (૪) રાજા.

(૮૫) ‘મદં જહિ’ નો સાચો અર્થ આપો. (શ્ર્લોક-૫૧)

(૧) મદનને છોડી દો.

(૨) અહંકારને જન્માવો.

(૩) અહંકારને મારી નાંખ

(૪) મદને જાણી લો.

(૮૬) “ ઇંદ્ર હિમાલયના પુત્ર (મૈનાક)ની પાંખો કાપી નાંખવા તત્પર બન્યો ત્યારે મૈનાક સમુદ્રમાં સંતાઇ ગયો હતો.” – આ શ્ર્લોક દ્વારા ભર્તૃહરિ શું બોધ આપે છે ? (શ્ર્લોક-૫૭)

જ. આપત્તિમાં આત્મરક્ષા કરતાં કુટુંબરક્ષા મહત્વની છે.

(૮૭) ઇંદ્ર અને હિમાલયપુત્ર મૈનાકના ઉદાહરણ દ્વારા ભર્તૃહરિ આપણને કઇ બાબતથી અવગત (માહિતગાર) કરે છે? (શ્ર્લોક-૫૭) 

જ. પ્રાચીનકાળમાં પર્વતોને પાંખો હતી. 

(૮૮) બૃહસ્પતિ કોના નેતા છે? (શ્ર્લોક-૫૯) 

(૧) દેવો (૨) દાનવો (૩) ઇંદ્ર (૪) ગંધર્વો

(૮૯) કોણ કોણ હોવા છતાં ઇંદ્રને શત્રુઓએ હરાવ્યો હતો? (શ્ર્લોક-૮૯)

જ. બૃહસ્પતિ, વજ્ર, દેવો, વિષ્ણુ, ઐરાવત અને ઐશ્વર્ય.

(૯૦) દેવાદિનો સહકાર અને વજ્રાદિ આયુધો હોવા છતાં ઇંદ્ર શત્રુઓથી હાર્યો હતો. અહીં કવિ કઇ બાબત સ્પષ્ટ કરવા માગે છે? (શ્ર્લોક-૫૯)

જ. ભાગ્યની પ્રબળતા (દૈવશ્રેષ્ઠતા) 

(૯૧) ધનની કેટલી ગતિઓ છે? કઇ કઇ? (શ્ર્લોક-૬૩)

જ. ધનની ત્રણ ગતિઓ છે. દાન, ભોગ અને નાશ.

(૯૨) જગતના બધા જ ગુણો શેમાં રહેલા છે? (શ્ર્લોક-૬૪)

જ. સોનામાં (ધનમાં)

(૯૩) ‘સર્વે ગુણા: કાંચનમ્ આશ્રયન્તે’ – અનુવાદ કરો. (શ્ર્લોક-૬૪)

જ. બધા (જ) ગુણો સુવર્ણ (ધન)ના આશ્રયે રહેલા છે.

(૯૪) સમુદ્ર-મંથન વખતે દેવો શેનાથી સંતોષ પામ્યા ન હતા? (શ્ર્લોક-૬૫)

(૧) અપ્સરાઓ (૨) ઐરાવત હાથી (૩) કીમતી રત્નો (૪) લક્ષ્મી થી.

(૯૫) સમુદ્ર-મંથન વખતે શું મેળવીને જ દેવો જમ્પ્યા હતા? (શ્ર્લોક-૬૫)

જ. અમૃત.

(૯૬) કયા ગ્રહનું ફક્ત મસ્તક બચેલું છે? (શ્ર્લોક-૬૬)

જ. રાહુ.

(૯૭) સૂર્ય અને ચંદ્રને કયો ગ્રહ ગળી જાય છે? (શ્ર્લોક-૬૬)

જ. રાહુ.

(૯૮) રાહુ કયા ગ્રહો પ્રત્યે વૈરભાવ રાખતો નથી? (શ્ર્લોક-૬૬)

જ. બૃહસ્પતિ વગેરે.......

(૯૯) ભ્રાન્ત: પર્વણિ પશ્ય દાનવપતિ: શીર્ષાવશેષીકૃત: - આ શ્ર્લોક પંક્તિમાંથી “પર્વણિ” અને “દાનવપતિ:” શબ્દોના અર્થ આપો. (શ્ર્લોક-૬૬)

જ. પર્વણિ – પર્વ (પૂનમ અને અમાસ), દાનવપતિ: - રાહુ.

(૧૦૦) “દાનવપતિ – રાહુ પર્વના દિવસે જ તેજસ્વી સૂર્ય-ચંદ્રને ગળી જાય છે.” – આ દ્વારા ભર્તૃહરિ શું કહેવા માંગે છે? (શ્ર્લોક-૬૬)

જ. દુર્જન પ્રસંગે જ સજ્જન પર હુમલો કરે છે.

(૧૦૧) કેવા શ્રેષ્ઠ કવિઓ વિજય પામે છે? (શ્ર્લોક-૬૮) 

જ. જેમના યશરૂપી શરીરને ઘડપણ અને મરણનો ભય નથી તેવા.

(૧૦૨) મનુષ્ય તેના નસીબ હોય તેટલું ધન કયાં કયાં મેળવી શકે છે? 

(શ્ર્લોક-૬૯)

જ. રણમાં અને મેરુપર્વત ઉપર પણ.

(૧૦૩) “કૂવામાંથી કે સાગરમાંથી ઘડો સરખું જ પાણી ગ્રહણ કરે છે.” – એમ કહીને કવિ કયો બોધ આપે છે ? (શ્ર્લોક-૬૯)

જ. મનુષ્ય ભાગ્યમાં હોય તેટલું જ ધન મેળવી શકે છે.

(૧૦૪) સ્વમાનની બાબતમાં કૂતરું કેવું હોય છે? અને હાથી કેવો હોય છે? 

(શ્ર્લોક-૭૦)

જ. કૂતરું ખાવા આપનાર સામે પૂંછડી પટપટાવે, પગમાં પડે અને મુખપેટ દેખાડે છે. જયારે હાથી ધીરજપૂર્વક સેંકડો સુવચનો પછી ખાય છે.

(૧૦૫) રાજાએ પૃથ્વી અને પ્રજાનું કેવી રીતે લાલન-પાલન કરવું જોઇએ? (શ્ર્લોક-૭૧) 

જ. રાજાએ પૃથ્વીનું ગાય સ્વરૂપે દોહન કરવું અને પ્રજાનું વાછરડાની જેમ પોષણ કરવું જોઇએ.

(૧૦૬) રાજનીતિને ભર્તૃહરિએ કોની સાથે સરખાવી છે? (શ્ર્લોક-૭૨)

જ. ગણિકા.

(૧૦૭) ગણિકાની જેમ રાજનીતિ કેવા કેવા સ્વરૂપવાળી છે? (શ્ર્લોક-૭૨)

જ. સાચી-ખોટી, કઠોર અને મધુર, હિંસક અને દયાળુ, લોભી અને ઉદાર તેમજ વ્યય કરનારી અને ધન કમાનારી છે.

(૧૦૮) દુર્જન વ્યક્તિને કઇ કઇ બાબતો સ્વભાવથી સિધ્ધ હોય છે? (શ્ર્લોક-૭૫)

જ. નિર્દયતા, અકારણ ઝઘડો, પરધન અને પરસ્ત્રીમાં સ્પૃહા તેમજ સજ્જનો અને બાંધવો પ્રત્યે અસહિષ્ણુતા.

(૧૦૯) કોની મૈત્રી દિવસના પૂર્વભાગ અને પરવર્તી ભાગના પડછાયા જેવી હોય છે? કેવી રીતે? (શ્ર્લોક-૬૦) 

જ. દુષ્ટોની મૈત્રી દિવસના પૂર્વ ભાગના પડછાયાની જેમ પ્રારંભે લાંબી અને પછીથી ટૂંકી (ઓછી) થતી જાય છે. જયારે સજ્જનોની મૈત્રી દિવસના પરવર્તી ભાગના પડછાયાની જેમ પ્રારંભે ટૂંકી અને પછીથી લાંબી હોય છે.

(૧૧૦) “સતાં કેનોદ્દિષ્ટં વિષમમસિધારાવ્રતમિદમ્” – આ પંક્તિમાં કયો છંદ છે? (શ્ર્લોક-૭૮)

જ. શિખરિણી.

(૧૧૧) ‘વિષમમસિધારાવ્રતમિદમ્’ – આ શબ્દસમૂહમાં ‘તલવાર’ માટે કયો શબ્દ વપરાયો છે? (૭૮)

જ. અસિ

(૧૧૨) ‘સજ્જનો સમૃધ્ધિથી વિનયી બને છે‘ આ બાબતને ચરિતાર્થ કરતાં કયાં બે ઉદાહરણ કવિ આપે છે? (શ્ર્લોક-૮૦)

જ. ફળથી ઝૂકેલું વૃક્ષ અને પાણીથી ઝળૂંબેલું વાદળ.

(૧૧૩) સૂર્ય કોના સમૂહને વિકસાવે છે? (શ્ર્લોક-૭૪)

જ. કમળના.

(૧૧૪) ચંદ્ર કોના સમૂહને ખીલવે છે? (શ્ર્લોક-૮૧)

જ. પોયણીના.

(૧૧૫) કોણ માગ્યા વિના પણ પાણી આપે છે? (શ્ર્લોક-૮૧)

જ. વાદળ.

(૧૧૬) નાના છતાં તેજસ્વી પુરુષને પણ સ્વતંત્ર મહિમા હોય છે – આ જણાવવા કવિ કોનું ઉદાહરણ આપે છે. (શ્ર્લોક-૮૬)

જ. સૂર્યકાંતમણિનું.

(૧૧૭) રાજ્યાશ્રય મેળવનાર વ્યક્તિમાં કયા છ ગુણો હોવા જોઇએ? (શ્ર્લોક-૮૮)

જ. આજ્ઞા, કીર્તિ, બ્રાહ્મણોનું પાલન, દાન, ભોગ અને મિત્રરક્ષણ.

(૧૧૮) નીચ પુરૂષો કેવી રીતે વૈભવ પ્રાપ્ત કરે છે? (શ્ર્લોક-૯૦)

જ. (૧) દૈવયોગે (૨) કર્મયોગે (૩) નૃપયોગે (૪) કુલયોગે

(૧૧૯) સ્વજન પ્રત્યે શું રાખવું જોઇએ? (પ્રેમ, દાક્ષિણ્ય, દયા) (શ્ર્લોક-૯૨)

(૧૨૦) પરજન તરફ શું હોવું જોઇએ? (ઉદારતા, દયા, સુમતિ) (શ્ર્લોક-૯૨)

(૧૨૧) દુર્જનો ઉપર હમેશા કેવું વર્તન રાખવું? (૯૨)

જ. શઠતાભર્યું. 

(૧૨૨) રાજા તરફ ....... હોવી જોઇએ. (શ્ર્લોક-૯૨)

જ. નીતિમત્તા.

(૧૨૩) વિદ્રાનો પ્રત્યે હંમેશા શું રાખવું જોઇએ? (શ્ર્લોક-૯૨)

જ. મૃદુતા (આર્જવ)

(૧૨૪) ‘ક્ષમા ગુરુજને’ અહીં ગુરુજન શબ્દનો અર્થ શું? (શ્ર્લોક-૯૨)

જ. વડીલો પ્રત્યે.

(૧૨૫) કવિ કહે છે ‘નારીજને ધૂર્તતા’ અહીં કયો અર્થ અભિપ્રેત છે? (શ્ર્લોક-૯૨)

(૧) ભર્તૃહરિને સ્ત્રીઓ ગમતી નથી.  

(૨) તેનો પિંગલાથી છેતરાયા પછીનો સ્વ-અનુભવ છે.

(૩) ભર્તૃહરિને સ્ત્રી સમાજ ખટકતો હતો.

(૪) તે સમયમાં સ્ત્રીને અબલા માનતા માટે.

(૧૨૬) કઇ બાબતો કુદરતી રીતે જ મહાન પુરૂષોની શોભારૂપ હોય છે? (શ્ર્લોક-૯૩)

જ. પ્રશસ્ય દાન, સત્યવાણી, વિશુધ્ધ ચિત્તવૃત્તિ અને જ્ઞાન.

(૧૨૭) સહજ ભાવથી સમુદ્ર કેવી રીતે મહાન છે? (શ્ર્લોક-૯૪)

જ. પૃથ્વી ધારણ કરેલા શેષનાગ અને શેષનાગનો આધાર બનેલા કચ્છપરાજને પોતાના પેટાળમાં ધારણ કરવાથી સમુદ્ર મહાન છે.

(૧૨૮) “મહાપુરૂષોનાં કાર્યોનો મહિમા અપાર છે.” – એમ જણાવવા ભર્તૃહરિ કયાં ત્રણ પ્રકૃતિ તત્વોનાં દ્દ્ષ્ટાંત આપે છે? (શ્ર્લોક-૯૪)

જ. શેષનાગ, કચ્છપરાજ, સમુદ્ર.

(૧૨૯) કોના જન્મને ભર્તૃહરિ સાર્થક માને છે? (શ્ર્લોક-૯૨)

જ. જેના જન્મથી વંશની ઉન્નતિ થાય.

(૧૩૦) “ન ખલુ વય: તેજસ: હેતુ:” – “ખરેખર ઉંમર તેજનું કારણ નથી.” આ સમજાવવા કવિ કયું દ્દ્ષ્ટાંત આપે છે? (શ્ર્લોક-૯૮)

જ. મદઝરતા હાથી ઉપર હુમલો કરતા સિંહબાળનું.


- બીજા પ્રશ્નો

(1) ભર્તૃહરિની દંતકથાઓ (કિંવદન્તીઓ)

ભર્તૃહરિ વિશે ભારતમાં અનેક વાતો જોડાયેલી છે. તેને રાજાથી માંડીને ગરીબ બ્રાહ્મણ સુધીનો દર્શાવવામાં આવ્યો છે. આ સાથે તેના નામ સાથે વિવિધ કિંવદન્તીઓ પણ પ્રચલિત બની છે.

(1) નીતિશતકનાં બીજા શ્ર્લોકને સમજાવવા અમરફળના પ્રસંગની વાર્તા અચૂક ટાંકવામાં આવે છે. સુમંત નામના યોગીએ ભર્તૃહરિને અમરફળ આપ્યું હતું. ભર્તૃહરિને (પિંગલા) (=પદ્માક્ષી) નામે અત્યંત રૂપવતી પરંતુ પતિને બેવફા પત્ની હતી. પત્નીમાં ગળાડૂબ આસક્ત રાજાએ તે ફળ પિંગળાને આપ્યું. પિંગલાએ તે ફળ પોતાના પ્રેમી અશ્વપાલને આપ્યું. અશ્વપાલે તે પોતાની પ્રેમિકા ગણિકાને આપ્યું અને ગણિકાએ રાજાને અમરત્વ મળે માટે તે રાજાને આપ્યું.આમ, બેવફાઇનું ચક્ર પૂરું થયું. આનાથી વિરક્ત બની રાજાએ સંસારનો ત્યાગ કર્યો. રાણી પણ દુ:ખી બની વનમાં ગઇ અને અવસાન પામી. રાણી પિંગલા અને અશ્વપાલનાં પ્રેમ પર બ્રાહ્મણ દ્વારા એવો પ્રકાશ પાડવામાં આવ્યો કે તે બન્ને ગતજન્મમાં અનુક્રમે ગણિકા તથા પ્રેમી હતાં. વચનપૂર્વક સમય આપવા છતાં તે પોતાના પ્રેમીને મળી ન શકી તેથી પ્રેમી મૃત્યુ પામ્યો. પછીના જન્મમાં તે પિંગલા અને અશ્વપાલ બન્યાં. આ વૃત્તાંત જણાવી બ્રાહ્મણે પિંગલાને પુનર્જીવન બક્ષ્યું. છેવટે રાજારાણી રાજયમાં પાછાં આવ્યાં.

(2) એક દંતકથા એવી છે કે રાજા ભર્તૃહરિએ પોતાની પત્નીના પ્રેમની સચ્ચાઇની કસોટી કરવા પોતાના અવસાનનાં ખોટા સમાચાર મોકલ્યા. એ સાંભળીને તરત જ રાણીએ પ્રાણ છોડયા. પ્રેમની સચ્ચાઇનું પારખું કરવા જતા રાજાને આનાથી આઘાત લાગ્યો. તે પાગલ બની જંગલમાં ચાલી નીકળ્યો. રસ્તામાં નાથ સંપ્રદાયના યોગીના ઉપદેશથી તેનો શોક નાબૂદ થયો. છેવટે તે યોગી બની ગયો.

(3) ઉજ્જયિનીથી થોડે દૂર નાથ સંપ્રદાયની એક ગુફા આવેલી છે. એની છતનાં ભાગમાં હથેળીના નિશાન અંકિત થયેલાં છે. કહે છે કે એ ગુફાને પડતી રોકવા ભર્તૃહરિએ પોતાના બે હાથનો ટેકો આપેલો. આથી તેના હાથના પંજાની નિશાની છતમાં જડાઇ ગઇ અને અને ગુફા પણ બચી ગઇ. આ ગુફામાં એક લેખ કોતરાયેલો છે પણ તે ઘણો અર્વાચીન કાળનો છે એમ માનવામાં આવે છે. 

(4) બીજી એક દંતકથા મુજબ ભર્તૃહરિને 300 રાણીઓ હતી. તે ઘણો વિષયી અને વ્યભિચારી હતો. તેના પિતાએ આ બાબતમાં તેને ઠપકો આપવાથી લાગણીશીલ બની સાચું જ્ઞાન પામી તેણે સંસારત્યાગ કરેલો. કેટલીક દંતકથાઓમાં ભર્તૃહરિ અને પિંગલાના સંબંધો ચાર ચાર જન્મ જૂના દર્શાવ્યા છે.

(5) પ્રબન્ધચિંતામણિ નામના ગ્રંથમાં મેરુતુંગાચાર્યે ભર્તૃહરિની ઉત્પત્તિને લગતો એક પ્રબંધ આપેલો છે. તેમાં જણાવ્યું છે કે ઉજ્જયિનીમાં પાણિનીય વ્યાકરણનો અધ્યાપક એક બ્રાહ્મણ (ચંદ્રગુપ્ત?) હતો. વેશ્યાની સિફારસથી તેને રાજદરબારમાં આદરભર્યુ સ્થાન મળ્યું હતું. એ બ્રાહ્મણને ચારેય વર્ણની એક-એક, એમ ચાર પત્નીઓ હતી. તેમનાં બ્રાહ્મણી, ભાનુમતી, ભાગ્યવતી અને સિન્ધુમતિ નામ હતાં. આ ચારેયને એક-એક પુત્ર જન્મ્યો જેમનાં નામ ક્રમશ: વરરુચિ, વિક્રમાર્ક, ભટ્ટિ અને ભર્તૃહરિ. વિક્રમાર્ક રાજા થયો અને ભટ્ટિ તેના મુખ્ય મંત્રી તરીકે કામ કરતો હતો. વિદ્યાભ્યાસ પછી ભર્તૃહરિ કવિ થયો અને તેણે અનેક ગ્રંથોની રચના કરી.

આ પ્રમાણે ભર્તૃહરિ વિશે ઘણા ઉલ્લેખો મળી આવે છે. પરંતુ તેમાં ઐતિહાસિક તથ્ય કેટલું ? પિંગલાપતિ ભર્તૃહરિના જીવનમાં બનેલી અમરફળની ઘટના ભારતમાં બહુ જ પ્રસિધ્ધ છે. આ કથા આકર્ષક જરૂર છે અને તેને હદ્ય કલ્પના તરીકે ખપાવવામાં આવે છે. પરન્તુ તેમાં કંઇક રહસ્ય જરૂર હોવું જોઇએ. નાથ સંપ્રદાયના ભર્તૃહરિ અને શતકોના રચયિતા ભર્તૃહરિ એક જ વ્યકિત છે એવો વ્યાપક મત પ્રવર્તે છે. પરતું ગુફા વિશેની વાતમાં કેટલું તથ્ય છે એનો નિશ્ર્ચ્ય કરવો કઠિન છે.

(2) મુક્તક – લઘુકાવ્યનો પ્રકાર

    મુક્તકની વ્યાખ્યા:

મુક્તકની વ્યાખ્યા વિશે સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ મૌન છે. અગ્નિપુરાણમાં કહ્યું છે કે મુક્તકં શ્ર્લોક ઇકૈક: ચમત્કારક્ષમ: સતામ્ ધ્વન્યાલોક પરની લોચન ટીકામાં અભિનવગુપ્ત લખે છે કે મુક્તં અન્યેન ન આલિ---- આ પરથી સમજાય છે કે મુક્તકનું ફલક એક શ્ર્લોક પૂરતું મર્યાદિત હોય છે.

     મુક્તકના વિષયો :

મુક્તકના કવિને વિષયપસંદગી માટે કોઇ નિયમ કે દિશાસૂચન નથી. તેની કલ્પના સમગ્ર જીવનમાં વિહાર કરી ગમે તે કલ્પન કે વિચારઝબકારને પોતાની કલમે કંડારે છે. સરસતા વસ્તુમાં નથી પણ તેને કવિ જે રીતે રજૂ કરે તેમાં તેની સુંદરતા સમાયેલી છે. જેમ સુખદુ:ખ વ્યક્તિનિષ્ઠ છે તેમ કાવ્યમાં સૌંદર્ય કવિનિષ્ઠ અને તેની કલમનિષ્ઠ છે. 

     મુક્તકના પ્રકાર અને લક્ષણ :

રાજશેખરે મુક્તકના પાંચ પ્રકાર દર્શાવ્યા છે : શુધ્ધ, ચિત્ર, કથાશ્રિત, સંવિધાનક્ષમ અને આખ્યાનશ્રિત.


No comments:

Post a Comment