Prastavik Vilas

 પ્રા.ડૉ. મીના એસ.વ્યાસ

સંસ્કૃત વિભાગાધ્યક્ષ


પ્રાસ્તાવિકવિલાસ- પંડિત જગન્નાથ રચિત


યુનિટ – ૧

પ્રાસ્તાવિક વિલાસ શ્લોક ૪ થી ૨૭

અનુવાદ અને સમજૂતિ

પ્રશ્ન:-૧ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો.

(૧) સજ્જન પ્રશંસા.

- આફતમાં મૂકાય તો પણ ઉદારતા-સજ્જનતાને ત્યજતા નથી.

- પરોપકારમાં આસક્ત હોય છે.

- ગુણવાન હોય છે.

- પરોપકારી સજ્જનને વૃક્ષની અન્યોક્તિ આપી છે.

- વાદળ, વૃક્ષ, ચંદન-પ્રતીકોથી સજ્જનોનો મહિમા વર્ણવેલો છે.


(૨) સદગુણનું ગૌરવ

- સદગુણનું ગૌરવ એટલે પરોપકારની ભાવના

- વૃક્ષના પ્રતીક દ્વારા પણ કવિ પરોપકારની ભાવના કેળવવાનું સૂચવે છે.

- વૃક્ષ પાસેથી દાનનો સદગુણ શીખવાનું કવિ કહે છે.

- ધીરજનો ગુણ પૃથ્વી દ્વારા વર્ણવ્યો છે.

- વિવેક, ધૈર્ય-સદગુણ છે.


(૩) દૈવની પ્રબળતા

- દૈવ એટલે ભાગ્ય, નશીબ

- ભાગ્ય માટે પોપટનું વેધક દ્રષ્ટાંત આપેલ છે.

- કાળમીંઢ પથ્થર-હાથી-વનરાજસિંહ

- વિપરીત દૈવ

- મેઘ – ચાતકનું દ્રષ્ટાંત



(૪) સાચી મૈત્રી

- ખીલતા કમળની સુવાસ ફેલાવનાર પવન

- વીણાનું દ્રષ્ટાંત

- સરોવર અને માછલી


પ્રશ્ન:- ૧ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બે માંથી એક) (૦૪)

શ્લોક નં. ૨, ૩, ૪, ૭, ૧૨, ૧૪, ૨૦, ૨૩, ૨૭


યુનિટ – ૨

પ્રાસ્તાવિક વિલાસ શ્લોક ૨૮ થી ૪૦

અનુવાદ અને સમજૂતિ


પ્રશ્ન:- ૨ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો.

(૧) ભ્રમરનાં પ્રતીક દ્વારા બોધ

- ભ્રમરને કવિ સ્વાર્થના લીધે પ્રશંસા કરનાર કહે છે.

- પ્રશંસા માટે ભ્રમરનું પ્રતીક સ્વીકારે છે.


(૨) વૃક્ષની અન્યોક્તિ દ્વારા અર્થ

- વૃક્ષો હિતકારક પ્રકૃત્તિનાં તત્વ તરીકે જાણીતા છે.

- ચંદન – સુગંધનો મહિમા

- કલ્પવૃક્ષ-ઉદારતા

- બર્બુર-બાવળ-દુર્ગુણી વ્યક્તિનું પ્રતીક

- આંબાના પ્રતીક દ્વારા કવિ ગુણવાન તથા અત્યંત શ્રીમંત દાતા કે સ્વામી અભિપ્રેત છે.

- નંદનવન માટે કવિએ ભય દર્શાવ્યો છે.


(૩) સિંહના પ્રતીક દ્વારા ઉપદેશ

- સિંહ પરાક્રમનું પ્રતીક છે.

- ચક્રવર્તી રાજાની બાબતમાં દખલ ન કરવી જોઈએ.

- સિંહ સ્વમાનનું પ્રતીક છે.

- સિંહશિશુ પણ પરાક્રમી


(૪) પ્રાસ્તાવિક વિલાસ શીર્ષક

- શીર્ષક ઔચિત્ય નથી.

- શ્લોકો અન્યોક્તિ પ્રકારનાં છે.

- સુભાષિત છે.

- પ્રાસ્તાવિક વિલાસને બદલે નીતિવિલાસ યોગ્ય લાગે

- માનવવ્યવહાર વિશેના બોધ છે.


પ્રશ્ન:- ૨ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)

શ્લોક નં. ૨૮, ૨૯, ૩૧, ૩૨, ૩૩, ૩૭, ૩૮


યુનિટ – ૩

પ્રાસ્તાવિક વિલાસ શ્લોક ૪૧ થી ૫૨

અનુવાદ અને સમજૂતિ


પ્રશ્ન:- ૩ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો.

(૧) સીતાની દશા અન્યોક્તિ

- અતિ કોમળ અને અતિ કર્કશ વચ્ચે મેળ થાય તો તેથી પરિસ્થિતિ વધુ દયનીય બની જાય છે.


(૨) કામદેવનો પ્રસંગ અન્યોક્તિ

- લાલિત્ય અને કઠોરતા દર્શાવવા વર્ણવિન્યાસ કરીને અસર નિપજાવી છે.


(૩) રાઘવ મત્સ્યની અન્યોક્તિ

- મહાપુરૂષો જ મહાપુરૂષને સહાયરૂપ બની શકે


(૪) પાંજરા પોપટનું વૃતાન્ત

- સંસારના સુખમાં રાચતા માણસને કાળની વિકરાળતાનો પરિચય કરાવી પરલોક માટે આત્મકલ્યાણ સાધવાનો સંકેત કરેલ છે.


(૫) લવંગલતાની અન્યોક્તિ

- કોઈ દુરાચારી રાજાએ છિન્નભિન્ન કરી નાખેલા પરાજિત રાજાના દેશમાં ભૂલથી બચી ગયેલી નગરીનું વૃતાન્ત અહીં સમજાય છે.


(૬) જગન્નાથનું સ્વરૂપ

- અનેક દંતકથાઓ પ્રચલીત છે

- પિતા-પેરૂભટ્ટ

- માતા-લક્ષ્મી

- મુગુંડ ગામના વતની

- લહરી કાવ્યો


(૭) જગન્નાથની કાવ્યશૈલી

- ભાવ પ્રમાણે ભાષા

- રસ નિરૂપણ

- અલંકાર

- વિવિધ પ્રયોગોનો શોખ

- પ્રકૃત્તિના દર્શન

- મુક્તકકાર-સ્ત્રોતકાર

- પંડિતરાજ

- પુરોગામીઓની અસર


પ્રશ્ન:- ૩ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)

શ્લોક નં. ૪૪, ૪૬, ૪૭, ૪૯, ૫૦, ૫૧, ૫૨


યુનિટ – ૪

મુક્તકનું સ્વરૂપ, તેના પ્રકાર તથા સંસ્કૃતના મુક્તક સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય

(સેલ્ફ સ્ટડી)


પ્રશ્ન:- ૪ ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૪)

સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

ટૂંકનોંધ લખો.

(૧) પ્રાસ્તાવિક વિલાસ – અન્યોક્તિ કાવ્ય

- જીવનવ્યવહારનો ઉપદેશ આપેલ છે.

- બોધ આપેલ છે.

- અન્યોક્તિકાવ્ય છે.


(૨) પ્રાસ્તાવિકવિલાસ-મુક્તક કાવ્ય

- મુક્તકના લક્ષણો છે.

- સ્વતંત્ર શ્લોક છે.

- સમાજમાંથી પ્રતીકો પસંદ કર્યા છે.

- પ્રત્યેક શ્લોક અર્થચારૂતાથી ભરેલો છે.


(૩) મુક્તકનાં લક્ષણો

- એક શ્લોકમાં પુરૂ થવું જોઈએ.

- અભિવ્યક્તિ હોવી જોઈએ.


(૪) ભામિનીવિલાસ પરિચય

- ભામિનીવિલાસના ચાર વિભાગ છે.

- પ્રાસ્તાવિક વિલાસ, શૃંગારવિલાસ, કરૂણ વિલાસ, શાંતવિલાસ

- ભામિની વિલાસ કાવ્ય વિલાસચતુષ્ટ્યનું કાવ્ય છે.  


No comments:

Post a Comment