Raghuvansh sarg 1

 પ્રા.ર્ડા.મીના એસ. વ્યાસ

સંસ્કૃત- વિભાગાધ્યક્ષ



રધુવંશ (કાલીદાસનું મહાકાવ્ય)

Unit-1

રધુવંશ સર્ગ-૧ (શ્ર્લોક ૧ થી ૩૩)

પ્ર.૧ અ

ટૂંકનોંધ લખો (ચારમાંથી બે)

(૧૦)


સામાન્ય પ્રશ્ન લખો (એકના વિકલ્પે એક


રધુવંશનું મંગલાચરણ



શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્ I  એમ કહેવાય છે. આવા શબ્દાર્થની જેમજ અન્યોન્ય સાથે જોડાયેલ શંકર અને પાર્વતીને એ શબ્દ તથા અર્થના યોગ્ય જ્ઞાન માટે કવિ પ્રાર્થે છે. કાલિદાસના આ મંગલાચરણ શ્ર્લોકની અનેક ચમત્કૃતિપૂર્ણ વિશેષતા અને નોંધવા લાયક છે. અર્ધનારી નરેશ્વરના સ્વરૂપે જાણીતું શંક પાર્વતીનું યુગલ વાણી અને અર્થથી આપણે અલગ પાડી શકતા નથી. શબ્દ હોય એટલે  એમાં સમાયેલો એનો અર્થ પણ હોય જ. શબ્દ અને અર્થની જેમ શંકર તથા પાર્વતી પણ અભિન્નરૂપે જોડાયેલા છે તે અવિભાજયરૂપે સંલગ્ન છે. તે બંનેમાં અદ્વૈત છે. કવિ વાણી તથા અર્થની પ્રાપ્તિ માટે આ અદ્વૈતને વહે છે તે યોગ્ય જ છે.  ઉપમા કાલિદાસસ્ય એ ઉકિતને સાર્થક કરતા હોય તેમ કવિએ અહીં પાર્વતીને વાણીની ઉપમા આપી છે તથા શંકરને અર્થની ઉપમા આપી છે. પ્રાચીન પરંપરા અનુસાર શિવ પાસેથી  જ્ઞાન મેળવવાની ઇચ્છા કરવી જોઇએ. કાલિદાસ આ પરંપરાને અનુસરીને પરમેશ્વરને પ્રાર્થે છે. શબ્દ તથા અર્થના સહ-અસ્તિત્વથી જ સાહિત્ય બને છે. Proper harmony of Sound and sense એ કાવ્યનું અગત્યનું અંગ ગણાય છે. 


રધુવંશી રાજાના આદર્શો



(૧) આજન્મશુધ્ધાનામ્ઃ 

   આ રાજાઓ અણિશુધ્ધ ચરિત્રવાળા હતા.



(૨) આફલોદયકર્મણાન્ઃ 

  પરિણામોની પ્રાપ્તિ સુધી હંમેશા પ્રયત્નશીલ, રધુવંશી રાજાઓ આરંભેલા કાર્યનું ફળ જયાં સુધી આમ પ્રજા સુધી પહોંચે નહિ સુધી તે કાર્યને ત્યજવું નહિ એવા તે રાજઓ હતા.



(૩) આસમુદ્રક્ષિતીશાનામ્ઃ

  સાગરના સીમાડા સુધીની પૃથ્વીનું તે પાલન કરનારા હતા. અન્ય શબ્દોમાં કહીએ તો તેઓ ચક્રવર્તી અને સમગ્ર ભારતના સાર્વભૌમ સત્તાધીશ હતા.



(૪) આનાકરશવર્ત્મનામ્ઃ 

  સ્વર્ગ સુધી રથની ગતિ છે તેવા- રધુવંશી રાજાઓની આણ=પ્રતાપ માત્ર પૃથ્વી=મધ્યલોક પૂરતો જ હતો એવું ન હતું પણ નીચેના પાતાલલોક તથા સ્વર્ગલોક સુધી પણ મદદ માટે આ રાજાઓ રથમાં બેસીને જતા હતા.



(૫) યથાવિધિહુતાગ્નીનામ્ઃ

  રધુવંશી રાજાઓ વિધિપૂર્વક અગ્નિમાં હોમ કરનાર અર્થાત્ અગ્નિહોત્રી રાજાઓ હતા. અર્થાત્ રાજાઓનું ચરિત્ર ઋષિઓના જેવું હતું.




(૬)  યથાકામાર્ચિતાર્થિનામ્ઃ

  યાચકોને તેમની ઇચ્છાનુસાર સત્કાર કરનાર રધુવંશી રાજાઓ પોતાની કામના અનુસાર નહિ પણ માગણી કરનારા યાચકોની ઇચ્છાનુસાર તેમની ઇચ્છાઓ પૂરી કરીને તેમનો સત્કાર કરતા હતા.



(૭)  યથાપરાઘદણ્ડામ્ઃ

  ગુનેગારોને તેના ગુનાના પ્રમાણમાં દંડ કરનારા-આ રધુવંશી રાજાઓ દ્રારા રધુવંશી રાજાઓના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી બધી સુંદર હશે તેનો આનાથી ખ્યાલ આવે છે.



(૮)  યથાકાલપ્રબોધિનામ્ઃ

  યોગ્ય સમયે જાગી જનારા આ રધુવંશી રાજાઓ હતા. મનુએ જે રાજાઓ માટે રાત-દિવસનું સમયપત્રક બનાવ્યું છે. ટૂંકમાં આ રાજાઓ હંમેશ જાગૃત રહેનારા હતા અને રાજયનાં કામોમાં જ વ્યસ્ત રહેતા હતા.



(૯)  ત્યાગાય સંભૃતાર્થાનામ્ઃ 

  યાચકોને આપવા માટે જ અર્થ સંગ્રહ કરનારા રધુવંશી રાજાઓ હતા તે પોતાના ઉપભોગ માટે કરરૂપે અર્થ લઇ તેનો સંચય કરતા હતા યોગ્ય પાત્રને આપવા માટે જ તેઓ ધન એકઠું કરતા હતા.



(૧૦) સત્યાય મિતભાષિણામ્ઃ 

  સત્યને માટે જ અલ્પ બોલનારા આ રાજાઓ હતા. આ રાજાઓ હંમેશા સાચું જ બોલતા.તેઓ સત્યપ્રિય હતા અને સાથે સાથે મિતાભાષી પણ હતા  મિતભાષી સાથે મધેવાગ્ અર્થાત તે મધુરભાષી પણ  હતા. 



(૧૧)  યશસે વિજિગીષૂણામ્ઃ

  કીર્તી માટે જ રઘુ વિજય પતાકા સર્વત્ર લહેરાવા ઇચ્છતો હતો. વિજિત રાજાઓ સાથેના તેના વ્યવહાર ઉપરથી તે પ્રતીત થાય છે.



(૧૨)  પ્રજ્ઞાયૈ ગૃહમેધિનામ્ઃ 

  સંતિતને અર્થે પ્રેરાઇને જ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરનાર અર્થાત સ્ત્રીસંગ કરનારા આ રાજવીઓ સાચા અર્થમાં ઋષિઓના જેવું જીવન જીવતા હતા. વિષય-ઉપભોગ કે કામવાસનાથી પ્રેરાઇને તેઓ સ્ત્રીસંગ કરનારા ન હતા. એમના જીવનમાં તેઓ એક પત્નીવ્રતવાળા હતા તે રઘુવંશના સર્ગ પરથી ફલિત થાય છે.



(૧૩) શૈશવવેડસ્ચવિદ્યાનામ્ઃ 

  શૈશવ કાળમાં વિદ્યાપ્રા૫ત કરવાવાળા આ રાજવીઓ હતા.



(૧૪) યૌવને વિષયૈષિણામ્ઃ

  યુવાન વયમાં આ રાજવીઓ ગૃહસ્થાશ્રમ બનીને વિષયવસ્તુનો લાભ પણ મેળવતા હતા. યુવાન વય હોય ત્યારે તે ભોગ પણ ભોગવતા હતા.



(૧૫)  વાર્ઘકવે મુનિવૃત્તિનામ્ઃ

  વૃધ્ધાવસ્થામાં મુનિ સમાન વૃતિવાળું સાદું, સંયમી જીવન જીવનારા આ રઘુવંશના રાજવીઓ હતા. લોકો જેમ ઘરડા થાય છતાં શ્વાનવૃત્તિવાળા બને છે



(૧૬)  યોગાનાન્તે તનુત્યજામ્ઃ

  અંતકાળે યોગથી દેહ ત્યજી દેનારા આ રાજવીઓનું મૃત્યુ પણ તેમની ઇચ્છાને વશ વર્તીને રહેતું હતું. આ રાજાઓ છેવટે અંતિમ આશ્રમમાં આવ્યા બાદ જીવનના પુરુષાર્થે સમાત થતાં યોગનો આશ્રય લઇ દેહ ત્યજી દેતા હતા. 


દિલીપનું પાત્રઃ

  રઘુવંશના શરૂઆતના અગિયાર શ્ર્લોકોમાં કવિ મંગલાચરણ, નમ્રતા તથા રાજાઓના આદર્શો વર્ણવે છે અને પછી પ્રથમ સર્ગના બારમા શ્ર્લોકથી રાજા દિલીપનું શબ્દચિત્ર આલેખે છે. આ સૂર્યવંશનો પ્રારંભ સૂર્યપુત્ર મનુથી થયો. આ મનુનો વંશ જ રાજા દિલીપ વિશાળ વક્ષઃસ્થળવાળો, આખલા જેવા ખભાવાળા, શાલવૃક્ષ સમાન ઉન્નત અને લાંબા બાહુવાળો હતો. રાજા જાણે સ્વકાર્યો કરવા માટે સમર્થ દેશનો આશ્રય કરીને રહેલા સાક્ષાત ક્ષાત્રધર્મ હોય એવો લાગતો હતો. મેરૂ પર્વતના જેવો તે સર્વોન્નત હતો તથા સર્વથી અધિક બળથી અન્ય સર્વના તેજનો પરાભવ કરી દેતો હતો આવો પ્રતાપી રાજા આકૃતિઓ જેટલો તેજસ્વી અને આકર્ષક હતો તેટલા જ પ્રમાણમાં આકારને અનુરૂપ તેની પ્રજ્ઞા હતી પ્રજ્ઞાને અનુરૂપ તેનું શાસ્ત્ર હતું. રાજા દિલીપ વજ્ જેવી કઠોરતાની સાથે સાથે પુષ્પના જેવી કોમળતાવાળો પણ હતો. પ્રસંગોચિત રૌદ્ર તથા મૃદુ સ્વરૂપ તેનું હતું.

  પોતાના ભયંકર અને રમણીય ગુણોને કારણે રાજા દિલીપ દુષ્ટો માટે અગમ્ય હતો પણ સજજનો માટે સદા આશ્રયણીય હતો. મગરથી ભયાનક તથા રત્નોથી આકર્ષક લાગતા સાગરજેવું ચરિત્ર રાજા દિલીપનું હતું. તેજસ્વીતાંના કારણે તેની આજ્ઞાનું કોઇ ઉલ્લઘંન કરવાનું મનમાં  પણ વિચારતું નહિ. નિઃસહાય લોકો માટેતે આધારરૂપ હતો. સૂર્ય જેમ અનેકગણું પાણી વરસાવવા માટે જ પાણી વરાળરૂપે લે છે. તેમ આ રાજા પણ પ્રજાના કલ્યાણનાં કામોમાં વાપરવા માટે જ ધન કરરૂપે લેતો હતો.સેના તો તેના માટે ભૂષ્ણરૂપ જ બની ગઇ હતી. કારણ કે આ રાજા તો તેની દરેક કાર્યની સિધ્ધિ કરતો હતો તેની મંત્રણાઓ હંમેશા ગુપ્ત રહેતી હતી. રાજા જાણતા હોવા છતાં મૌન સેવતા હતા. શકિતમાન હોવા છતાં ક્ષમા કરતા હતા અને ત્યાગી હોવા છતાં તે આત્મશ્ર્લાઘામાં રાચતા ન હતા. વિષયો તેની ઇન્દ્રિયો આકર્ષી શકતી નહિ અને જ્ઞાન તથા ધર્મના અતિરેકને રાજામાં ઘડપણ આવતાં પહેલાં વૃધ્ધત્વ આવ્યું હતું અર્થાત્ રાજા જ્ઞાનવૃધ્ધ તથા ધર્મવૃધ્ધ હતા.

   રાજા દિલીપ પ્રજાનો સાચો મિત્ર બની ગયો હતો, કારણકે તે પ્રજાનું રક્ષણ કરતો હતો. પાલન કરતો હતો અને તેમનામાં વિનય, વિવેક વગેરેનું સ્થાપન કરતો હતો, કાલિદાસ શરૂઆતમાં ગણાવેલા સોળ આદર્શો રાજા ચરિત્રમાં જાણે સાકાર થયા હોય તેમ લાગે છે. આ બધા આદર્શો જ રાજાના દેહરૂપે મૂર્ત થયા હોય એમ લાગે છે.  કવિએ રાજામાં શકય તમામ એવા દૈહિક, ભૌતિક, બૌધ્ધિક, નૈતિક તથા સામાજિક આદિ ગુણોની કલ્પના કરી નાખી છે. કવિની ‘’આદર્શ રાજવીની કલ્પના” નું મૂર્ત રૂપ આપણે રાજા દિલીપમાં જોવા મળે છે. 


દિલીપ રાજાનું આત્મનિવેદનઃ

  આશ્રમે આવી રાજા દિલીપ આશ્રમે આવવાનું પ્રયોજન કહે છે. પ્રથમ ગુરૂજી રાજાને રાજય વહીવટ અંગે પ્રશ્નો પૂછે છે. તેનો ઉત્તર રાજા ખૂબ જ નમ્રતાથી આપે છે. રાજા ઋષિને કહે છે કે ‘હે ગુરૂજી આપની કૃપાથી મારૂં શાસન સરસ ચાલે છે. આપના પ્રભાવથી જ મારા રાજયનાં સ્વામી, અમાત્ય, મિત્ર કોષ, દુર્ગ રાષ્ટ્ર તથા લશ્કર એ સાતેય અંગો કુશળ છે.’ આપના મંત્રોના પ્રભાવથી જ શત્રુઓનો પરાજય થઇ જાય છે અને નાશ થાય છે અને પરિણામે મારે મારા શાસનમાં Law and order  કાયદો અને વ્યવસ્થા જાળવવા હાથમાં શસ્ત્ર દંડ ધારણ કરવાની જરૂર પડતી નથી. રાજા આગળ ઋષિ કહે છે – મારા રાજયમાં અનાવૃષ્ટિનો ભય થાય છે. મારી પ્રજા નિર્ભય અને આકસ્મિક આપત્તિઓથી ભય ઉભો થાય છે તો આપના વડે યજ્ઞોમાં અગ્નિમાં આપેલ આહુતિઓથી જ વૃષ્ટિ થાય છે. મારી પ્રજા નિર્ભય અને આકસ્મિક આપત્તિઓથી સદા મુકત છે. આપ અમારી પ્રજાના યોગ અને ક્ષેમની સતત ચિંતા કરો છો. એટલે અમારી પ્રજા કુશળ હોય અને સમૃધ્ધ હોય તો તેનું શ્રેય તમનેજ જાય છે! 

   આમ શરૂઆતમાં રાજા ઋષિનું ગૌરવ કરે છે. પછીથી પોતાના આશ્રમાભિગમનનું  પ્રયોજન વિનયપૂર્વક જણાવે છે. દિલીપના આ નિવેદનથી તેની પુત્રી માટેની ઝંખના મૂર્ત થાય છે. તે ગુરૂને કહે છે, હે ગુરૂજી ! અપુત્ર વ્યકિત પિતૃઋણમાંથી મુકત થઇ શકતી નથી. એના પૂર્વનો શ્રાધ્ધ-ક્રિયાઓમાં પણ અમૃત જ રહે છે.

  હું પિતૃઋણમાંથી મુકત થાઉં તેવો ઉપાય બતાવો. મારે સર્વ વાતે સુખ છે. પણ સંતાનરહિત એવા મને આ પૃથ્વીની સમસ્ત સંપતિ તથા સત્તા પણ આનંદ આપી શકતી નથી. આપ તો સર્વજ્ઞ છો જ ! આપ મારા મનની સ્થિતિ પણ સમજી શકો છો. આપ મારૂં દુઃખ દૂર કરો.


   રાજાના આ આત્મનિવેદનમાં રાજાનો વિનય, ગુરૂ પ્રત્યે ભકિત તથા શ્રધ્ધા તથા પુત્રની તીવ્રતમ ઝંખના કવિએ સાકાર કર્યા છે.



રઘુવંશ શીર્ષકઃ

   શ્રી કૃષ્ણમાચારીઅર નામના વિદ્દાન તેમના ”રઘુવંશવિમર્શ” નામના ગ્રંથમાં લખે છે કે, ”રઘુવંશના પ્રથમ સર્ગના પાંચથી આઠ શ્ર્લોકોમાં કાલિદાસે રઘુવંશી રાજવીઓના જે ઉદાત્ત અને યશસ્વી આદર્શ ગુણોનું વર્ણન કર્યું છે. તે બધા જ ગુણોનું રઘુરાજામાં એક પદે દર્શન થાય છે. રઘુએ મહાકવિ કાલિદાસની ક્રાન્ત કવિ પ્રતિભાનો આદર્શ રાજા છે. રઘુના ચરિત્રથી જ કવિને આ કાવ્યસર્જનની પ્રેરણા મળી હોય એમ જણાય છે અને એ જ દષ્ટિએ કાવ્યનું નામ પણ રઘુવંશ” રાખવામાં આવ્યું હોય તે યોગ્ય જણાય છે. 

     કાલિદાસ વસ્તુતઃ અહીં કાવ્ય લેખે છે નહિ કે. ઇતિહાસ. આથી તેણે અહીં રઘુવંશના મુખ્ય રાજવીઓનાં ચરિત્રો રજૂ કર્યા છે. કાવ્યના મોટા ભાગનો વિસ્તાર રઘુના ચરિત્રચિત્રણથી સમૃધ્ધ થયો છે. રઘુવંશના ત્રણથી આઠ સર્ગોમાં રઘુના ચરિત્રનો વિસ્તાર થયો છે. રઘુની ભવ્યપ્રતિભા આપણી આંખો સમક્ષથી રામને પણ રઘુવંશ ૧૦-૬૮ શ્ર્લોકમાં ‘રઘુવંશપ્રદીપ’ કહે છે.

   રઘુરાજાના પ્રતાપાતિશય અને મહાનતાનું કવિએ મન ભરીને વર્ણન કર્યું છે. રઘુનું સૌમ્યબાળપણ, આદર્શ-રાજય-શાસન,શૌર્ય- દિગ્વિજયયાત્રા, ભવ્ય-વિશ્વજિત યજ્ઞ અને કૌત્સ પ્રસંગમાં વ્યકત થતા તેના અદ્રિતીય ઔદાર્યનું કવિએ ભારે કુશળતાથી આલેખન કર્યું છે.



શ્ર્લોકોનું અનુવાદ કરો (બે માંથી એક)

(૦૪)


વાગર્થાવિવ સંપૃકતૌ વાગર્થપ્રતિપત્તયે I

જગતઃ પિતરૌ વન્દે પાર્વતીપરમેશ્ર્વરૌ II

અનુવાદઃ  વાણી અને અર્થની જેમ (એકબીજા સાથે) સારીરીતે જોડાયેલાં જગતના જ માતા-પિતા પાર્વતી અને પરમેશ્વર (શિવ) ને હું વાણી અને અર્થની પ્રાપ્તિ માટે વંદન કરૂં છું. (૧)



કવ સૂર્યપ્રભવો વંશઃકવ ચાલ્પવિષયા મતિ I

તિતીર્ષુર્દુસ્તરં મોહાદુડુપેનાસ્મિ સાગરમ્ IIII

અનુવાદઃ કયાં સૂર્યથી ઉત્પન્ન થયેલો વંશ અને કયાં અલ્પ વિષયો (જાણવા) વાળી મારી બુધ્ધિ? મોહને લીધે હું તરવામાં મુશ્કેલ એવાં સમુદ્રને નાની હોડી તરવાની ઇચ્છા રાખું છું.(૨)



મન્દઃ કવિયશઃપ્રાર્થી ગમિષ્યામ્યુહાસ્યતામ્ I

પ્રાંશુલભ્યે ફલે લોભાદુધ્ધાહુરિવ વામન IIII

અનુવાદઃ  ઊંચા માણસથી પ્રાપ્ત કરી શકાય તેવા ફળને (મેળવવા) માટે હાથ ઊંચા કરનાર ઠીંગણા માણસની જેમ કવિ તરીકે યશની ઇચ્છા રાખનાર મંદબુધ્ધિ એવો હું ઉપહાસને પાત્ર બનીશ (૩)



વૈવસ્વતો મનુર્નામ માનનીયો મનીષિણામ્ I

આસીન્મહીક્ષિતામાદ્યઃ પ્રણવશ્છન્દસામિવ II૧૧ II

અનુવાદઃ વેદોમાં પ્રણવ (ઓમકાર)ની માફક મનીષીઓમાં માનનીય તથા (રઘુવંશના) રાજાઓમાં પ્રથમ વૈવસ્વત મનુ (નામનો રાજા પહેલાં) થઇ ગયો.(૧૧)




અષ્ટાભિશ્વ સુરાણાં માત્રાભિર્નિર્મિતો નૃપ I

તસ્માદભિભવત્યેષ સર્વભૂતાભિ તેજસા II૧૪II

અનુવાદઃ  બધાં કરતાં વિશેષ રીતે સ્થિરતાવાળા સર્વના તેજનો પરાજય કરનારા અને બધા (પર્વતો) ઊંચા મેરૂ પર્વતની જેમ  બધાં કરતાં વિશિષ્ટ શકિતવાળા,સર્વ (ક્ષત્રિયો) ના તેજને ઝાંખું પાડી દેનાર અને બધાં કરતાં ઊંચા દેહવાળો તે પૃથ્વીનું જાણે અતિક્રમણ કરતો હતો.(૧૪)



રેખામાત્રમપિ ક્ષુણ્ણાદામનોર્વર્ત્મનઃ પરમ્ I

ન વ્યતીયુઃ પ્રજાસ્તસ્ય નિયન્તુર્નેવૃત્તયઃ II૧૭II

અનુવાદઃ નિયમન કરનારા તે (રાજા)ના રથના ચક્રની જેમ ચાલનાર તેની પ્રજા છેક (આદિપુરૂષ) મનુના કાળથી ખેડાયેલા (નીતિના) માર્ગમાંથી એક તસુ પણ આધીપાછી ખસી ન હતી. (૧૭)



જુગોપાત્માનમત્રસ્તો ભેજે ધર્મમનાતુરઃ I

અગૃધ્નુરાદહે સોડર્થમસકતઃ સુખમન્વભૂત II૨૧II

અનુવાદઃ ડર ન હતો છતાં (પોતાના) દેહનું રક્ષણ કરતો, રોગી ન હતો છતાં ધર્મનું પાલન કરતો, લોભી ન હોવા છતાં ધનનું ગ્રહણ કરતો તથા  આસકત ન હોવા છતાં (દિલીપ રાજા) સુખ ભોગવતો હતો. (૨૧)



અનાકૃટાસ્ય વિષયૈર્વિદ્યાનાં પારદૃશ્વનઃ I

તસ્ય ધર્મરતેરાસીદ્ વૃધ્ધત્વં જરસા વિના II૨૩ II

અનુવાદઃ  વિષયો વડે ન ખેંચાયેલો, વિદ્યાઓમાં પારંગત અને ધર્મમાં પ્રેમ રાખનારો અને વૃધ્ધાસ્થા વિના (જ્ઞાન) વૃધ્ધ બન્યો હતો.(૨૩) 



પ્રજાનાં વિનયાધાનાદ્રક્ષણાધ્ધરણાદપિ I

સ પિતા પિતરસ્તાસાં કેવલં જન્મહેતવઃ II૨૪ II

અનુવાદઃ  પ્રજાને વિનયવડે કેળવવાથી તેનું રક્ષણ અને પોષણ કરતો હોવાથી તે (સાચા અર્થમાં) પિતા હતો. તેમના (લોકોના માતા-પિતા તો ફકત જન્મ આપવામાં જ કારણભૂત હતા (પિતા તરીકેની ફરજ દિલીપ બજાવતો હતો). (૨૪)



દ્રેષ્યોડપિ સંમતઃ શિબટસ્તસ્યાર્તસ્ય  યથૌષધમ્ I

ત્યાજ્યો દુષ્ટઃ પ્રિયોડપ્યાસીદડ્ડલીવોરગક્ષતા II૨૮ II

અનુવાદઃ  તે સંસ્કારી (રાજા) માંદો માણસ ઔષધનું સન્માન કરે તેમ શત્રુનું સન્માન કરતો હતો. અને સ્વજન હોય તો પણ દુષ્ટ માણસને  (દિલીપ રાજા) સર્પે દંશ દીધેલી આંગળી માફક ત્યાગ કરવા લાયક માનતો હતો. (૨૮)



તં વેધા વિદધૈ નૂનં મહાભૂતસમાધિના I

તથા હિ સર્વે તસ્યાસન્પરાર્થેકફલાગુણા II૨૯II

અનુવાદઃ  ખરેખર બ્રહ્માએ પંચમહાભૂતોની કારણરૂપી સામગ્રીથી તેનું નિર્માણ કર્યું હતું કેમકે, તેના બધાં જ ગુણો માત્ર પારકાના (કલ્યાણ કરવા માટે) પ્રયોજનવાળા હતાં.(૨૯)


Unit- ૨

રઘુવંશ સર્ગ-૧ (શ્ર્લોક ૩૪ થી ૬૬)

પ્ર-૨અ

ટૂંકનોંધ લખો (ચારમાંથી બે)

સામાન્ય પ્રશ્ન લખો (એેકના વિકલ્પે એક)

૧૦

કામધેનુનો શાપઃ

  પોતાના શિષ્ય એવા રાજાના આત્મ-નિવેદનમાં રાજાની મૂંઝવણનો રણકો વ્યકત થાય છે. ઋષિ રાજાના મનની વ્યથા સમજી જાય છે. ઋષિનું હ્રદય રાજાના દુઃખના તાપથી પીંગળી જાય છે. વસિષ્ઠ ક્ષણવાર ધ્યાનમાં લીન થઇ જાય છ. અને સમાધિમાં સ્થિર થઇને રાજાની અનપત્યતા=નિઃસંતાનપણાંનું કારણ જાણી છે છે. રાજાની આ સંતાનવિહોણી સ્થિતિ જાણીને ગુરૂજી રાજાને માહિતી આપે છે કે હે રાજા ! તારી આ અનપત્યતા અકારણ નથી, તેનું પણ એ કારણ છે જે તારાથી જ અજાણતાં ઊભું થયેલું છે. હે રાજવી ! એકવાર તું ઇન્દ્રને મળીને પૃથ્વી પર  પાછો વળી રહ્યો હતો ત્યારે માર્ગમાં કલ્પવૃક્ષની છાયામાં કામધેનુ ગાય બેઠેલી હતી પણ હે રાજા ! તું ઘરમાંઋતુસ્નાતા પત્નીનું ચિંતન કરતો  પત્નીમાં જીવ હોઇ ઉત્સુક બની ઉતાવળમાં તું હતો અને પરિણામે ઉતાવળમાં તે ગાયની પ્રદક્ષિણા કરી નહિ. આથી તે ગાયે તને શાપ આપ્યો કે તેં મારો અનાદર કર્યોં છે. આથી તું મારી- સંતતિ થશે નહિ. આ શાપ હે રાજા ! નજીકમાં જ આકાશગંગામાં સ્નાન કરતા દિગ્ગજોના અવાજને કારણે તે તથા તારા સારથિએ એ સમયે સાંભળ્યો નહિ. પૂજય વ્યકિતનો પૈજા વ્યતિક્રમ આ રીતે શ્રેયને અવરોધે છે. આ ગાય સુરભિ તો વરૂણે આરંભેલા યજ્ઞ લાંબા સમય સુધી આહુતિના દ્રવ્યો પૂરાંપાડવા પાતાલમાંગયેલીછે. આ યજ્ઞ લાંબા સમય સુધી ચાલવાનો અને નજીકમાં ભવિષ્યમાં તે ગાયના પાછા ફરવાનો અવકાશ નથી. આથી હે રાજા ! તમે તમારી પત્નીની સાથે જ અમારા આશ્રમમાં રહો અને આશ્રમમાં રહેતી સુરભિ કામધેનુની પુત્રી નંદિની ગાયની સેવા કરો. તે પ્રસન્ન થશે તો તમારા મનોરથો ફળશે. આ પ્રમાણે કહીને ગુરૂ વસિષ્ઠ દિલીપ રાજાને ગાયની સેવા કરવાનો વિધી પણ જણાવતાં કહે છે કે વનમાં કંદમૂળનો આહાર કરીને તું આ ગાયની સેવા કર. આ પ્રમાણે ગાય પ્રસન્ન ન થાય ત્યાં સુધી હે રાજા તમે તથા તમારી પત્ની બંને ગાયની સેવા-શૂશ્રુષા કરો. તમારૂ વ્રત નિર્વિઘ્ન પુરૂં થાઓ. આ વ્રતથી  તમને સંતાનનું સુખ મળશે એવા મારા આશીર્વાદ છે.


વસિષ્ઠાશ્રમ વર્ણનઃ

  રઘુવંશના કુલગુરૂ વસિષ્ઠછે. ભવ્યાતિભવ્ય આશ્રમનું ચિત્ર રજૂ કરવાનું હોય અને કવિ શિરોમણિ કાલિદાસની કલમ સાક્ષાત્ સરસ્વતી જ જાણે  પારિજાત વૃક્ષની ડાળીની કલમ હોય- પછી શું બાકી રહે ! કાલિદાસે વસિષ્ઠના આશ્રમનું એક તાર્દશ ચિત્ર આપણી સમક્ષ ખડું કરી દીધું છે અને એ દ્રારા કવિ તત્કાલીન આદર્શ-આશ્રમ-સંસ્કૃતિના જીવનમાં આપણને ડોકિયું કરાવે છે. રાજા અને રાણી આશ્રમમાં આવી પહોંચ્યા ત્યારે આશ્રમમાં શું પ્રવૃત્તિઓ ચાલતી હતી તેનો કાલિદાસ ચિતાર  આપે છે. વનમાં સમિધ અને ફૂલ લેવા ગયેલા ઋષિઓ આશ્રમમાં પાછા ફરતા હતા.  આશ્રમમાં મુનિબાળાઓ વૃક્ષને પાણી પાતી હતી અને પછી તરત જ ત્યાંથી ખસી જતી હતી. જેથી પક્ષીઓ નિશ્ચિત બની તે વૃક્ષના મૂળના કયારામાંનું પાણી પી શકે. ઝૂંપડીના બારણે વાગોળતાં મૃગજૂથો બેઠા હતા. આવા આશ્રમે રથ આવી પહોંચ્યો એટલે રાજાએ રથમાંથી ઉતરીને સારથિને ઘોડાઓને આરામ કરાવવા આદેશ આપ્યો અને રાણીને પણ રથમાંથી ઉતારી ત્યાં રાજાની દ્રષ્ટિ કુલગુરૂ વસિષ્ઠ ઉપર પડી. સાયંકાળના વિધી બાદ શાંતિથી બિરાજમાન વસિષ્ઠ-અરૂન્ધન્તીની સાથે ત્યાં બેઠા હતા. તે દંપતી સ્વાહાથી મુકત અગ્નિ જેમ શોભતું હતું. આવા દંપતીનાં રાજાએ દર્શન કર્યા.

  આમ આશ્રમ આવી સત્કાર પામી રાજા-રાણી પ્રસન્ન થયાં અને ગુરૂ તથા ગુરૂપત્ની અરૂન્ધતીનાં દર્શન કરી બંને અવિશેષ પ્રીતિ અનુભવવા લાગ્યા.


વસિષ્ઠ આશ્રમ અભિગમનઃ

   રાજા દિલીપને સુદક્ષિણા નામે પત્ની હતી. કવિએ રાજા દિલીપ તથા રાણી સુદક્ષિણાની જોડીની સરખામણી યજ્ઞ અને દક્ષિણાની સાથે કરી છે.  સુદક્ષિણા સાથે સમય પસાર થયો. રાજા સુદક્ષિણામાં પુત્રરૂપે જન્મવા ઉત્સુક હતો પણ તેનો મનોરથ ફળ્યો નહિ. આથી પુત્રપ્રાપ્તિ માટેના અનુષ્ઠાન માટે રાજયનો ભાર મંત્રીઓને સોંપીને રાજાએ સુદક્ષિણા સાતે રથમાં આરૂઢ થઇને કુલગુરૂ વસિષ્ઠના આશ્રમ તરફ પ્રયાણ કર્યું.

    કાલિદાસે આ રાજાના આશ્રમ સુધીના પ્રસ્થાનનું સુંદર ચિત્ર-તાર્દશ ચિત્ર આપણી કલ્પનારૂપી આખો સમક્ષ આબેહૂબ રજૂ કર્યુ છે. આના ઉપરથી પણ રાજાના શાસનનો પ્રજાપ્રેમનો, પ્રજાની સુખાકારીનો, તે વખતના વન પર્યાવરણ સર્વના આપણને પરિચય થાય છે. રાજાની યાત્રાનું કાવ્યમય વર્ણન કવિ આપે છે.

    આશ્રમના કાર્યોમાં બાધારૂપ ન નીવડે માટે થોડાક જ સેવકો સાથે રાજાએ પ્રયાણ કર્યુ. છતાં રાજ અપરિચિત તેજવાળો હતો અને તે કારણે મોટી સેનાથી યુકત હોય તેમ ભાસતો હતો. શાલવૃક્ષના ગુંદરની સુગંધવાળા, પુષ્પોની પરાગને પ્રસરાવતા અને વનરાજીને લાડ લડાવતા સુખકારા સ્પર્શવાળા, પવનો જાણે રાજાની સેવા કરતા હતા અને એ રીતે રથની સામુ જોતાં મૃગોનાં નયનોને નિહાળી તે રાજા-રાણીને તે નયનોની સરખામણી અન્યોઅન્યનાં નયનો સાથે કરતાં હતાં. આકાશમાં હારબંધ તોરણની રચના કરી જતાં સારસોની સમૂહને દંપતી નિહાળતાં હતા.

   માર્ગમાં આવતાં કમલસરોવરોનાં કમળોની સુવાસ તેઓ માણતા પસાર થતા હતા. રસ્તામાં રાજાએ બ્રાહ્મણોને દાનમાં આપેલાં ગામડાં આવતાં હતાં ત્યારે રાજા અને રાણી ક્ષણવાર અટકાવતાં હતાં અને બ્રાહ્મણોને સન્માનતાં હતાં તથા તેમનાં આશીર્વાદ મેળવતાં હતાં. ઘરડા ગોવાળો રાજાને માટે માખણ વગેરેની ભેટ લઇને આવતા. રાજા તેમને પણ કુશળ સમાચાર પૂછતો પસાર થતો હતો. કયારેક રાજા તે વૃધ્ધ ગોવાળો પાસેથી રસ્તાની બાજુનાં વૃક્ષોનાં નામ પૂછતો અને માહિતી મેળવતો હતો.

   આ યાત્રાવર્ણન ખૂબ સૂચક છે ! દિલીપી-રાજાના પ્રજાપ્રેમનો તાર્દશ ચિતાર તેમાંથી મળે છે. ગ્રામીણ પ્રજાને રાજા પ્રત્યે કેટલો પ્રેમ હતો. રાજાનો પ્રજા પ્રત્યેનો વ્યવહાર કેટલો પિતાસમ વાત્સલ્યવાળો અને આત્મીયતાપૂર્ણ હતો. એ બધી બાબતો આ યાત્રા-વર્ણનથી સ્પષ્ટ થાય છે.


રઘુવંશ પ્રથમ સર્ગનું રસદર્શનઃ 

   રાજા દિલીપ વસિષ્ઠના આશ્રમે અભિગમન કરે છે એ આ પ્રથમ સર્ગની મુખ્ય મુખ્ય ઘટના છે. આથી મહાકાવ્યનાં લક્ષણોને અનુસરી કવિ સર્ગનું નામ પણ-વસિષ્ઠાશ્રમાભિગમનરાખે છે. રઘુવંશ મહાકાવ્યના આકર્ષક આરંભ માટે પ્રથમ સર્ગ ખૂબ નોંધપાત્ર છે.

    રામાયણ તથા મહાભારતની- મહાકાવ્યગત પરંપરાને અનુસરીને કવિ આ કાવ્યમાં પણ પ્રથમ સર્ગના અનુષ્ટુપ છંદનો પ્રયોગ કરે છે. વાણી અને અર્થની જેમ જોડાયેલાં અર્ધનારીનટેશ્વર શિવ-પાર્વતીને નમન કરી કવિ મંગલ કરે છે અને કાવ્યનો આરંભ કરે છે.

   કવિની આદર્શ રાજવીની કલ્પનાનો વિષય જાણે દિલીપ જ હોય એવું સુંદર ચિત્ર દિલીપનું કવિ રજૂ કરે છે. આ દિલીપ રઘુના પિતા છે. આ દિલીપ સર્વ વાતે સંપન્ન અને સુખી છે. ઐહિક તથા પારલૌકિક ગુણ કીર્તિથી તે પરિપૂર્ણ છે છતાં ઘરમાં પુત્ર ન હોવાનું મોટું દુઃખ છે. દિલીપનો ભર્યો ભર્યો મહેલ પુત્ર વગર ખાલી દીસે છે. આથી રાજા-રાણી ખૂબ દુઃખી છે. આથી રાજા-રાણી સાથે રથારૂપ થઇ વસિષ્ઠના આશ્રમે આવે છે. કવિ યાત્રાનું પણ હ્રદયંગમ ચિત્ર આપણી સમક્ષ ખડું  કરી દે છે અને સાથે સાથે રાજા તથા પ્રજા વચ્ચે અન્યોન્ય પ્રેમનું એક સુંદર ચિત્ર કવિ આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. રાજા દિલીપ પાસે પધારી જે નમ્રતાપૂર્વક આત્મનિવેદન કરે છે તેમાં રાજાના મનની વેદનાઓ જાણે શબ્દોમાં વણાઇને બહાર આવે છે. શિષ્ય જેવા દિલીપના અપુત્રતાના તાપથી ઋષિનું માખણ જેવું કોમળ હ્રદય પીગળી જાય છે અને તે સમાધિ વડે રાજાની પુત્રપ્રાપ્તિનો મનોરથ વિલંબમાં પડેલો છે. આ શાપના નિવારણાર્થે ઋષિ રાજાને કામધેનુની પુત્રી નંદિની ગાયની સેવા કરવાનું સૂચવે છે. પૂજય ગુરૂજીની આજ્ઞા શિરોધાર્ય ગણી રાજા ગાયની સેવામાં મગ્ન થઇ છે.

   આમ પ્રથમ સર્ગની કથાના નીચે પ્રમાણે આઠ ભાગ પડી જાય છેઃ

(૧)  મંગલાચરણ

(૨)  કવિની નમ્રતા

(૩)  રઘુવંશી રાજાઓનીગુપ્રશંસા

(૪)  દિલીપ-વૃ્ત્તાંત

(૫)  યાત્રા-વર્ણન

(૬)  દિલીપનું આત્મ-નિવેદન

(૭)  કામધેનુનો શાપ

(૮)  ગોસેવાની વિધી

    રઘુવંશમાં સુંદર પ્રસંગ ચિત્રોની એક હારમાળા છે અને દરેક પ્રસંગનું એક સુંદર તાર્દશ ચિત્ર કવિ આપણી સમક્ષ રજૂ કરે છે. પ્રથમ સર્ગના બધા જ વર્ણનો સુરેખ ચિત્રો રજૂ કરે છે. રાજવીઓના આદર્શોના  વર્ણનમાં કવિએ ભારતીય ભાવના અને આદર્શોને મૂર્તિમંત કર્યો છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો પ્રાણ કાલિદાસના આ રઘુવંશમાં ધબકે છે અને એટલે કવિની આદર્શ રાજવીની કલ્પના અહીં શબ્દદેહ ધારણ કરીને સાકાર થાય છે.


સુદક્ષિણાનું પાત્રઃ

     રધુવંશ મહાકાવ્યમાં મહાકવિ કાલિદાસે રધુવંશના સુપ્રસિદ્ગ રાજાઓને, નાયકોને જે રીતે રજૂ કર્યા છે, તેટલુ મહત્વ તેમણે નાયિકાઓને ચરિત્રચિત્રણ પર આપ્યુ નથી, છતાં મુખ્ય મુખ્ય નાયિકાઓની મુખ્ય વિશેષતાઓને ધ્યાનમાં લઇ તેમનાં પાત્રોને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે, આવું જ એક ઉત્તમ સ્ત્રીપાત્ર રાણી સુદક્ષિણાનું છે.

      આમ તો મહારાણી સુદક્ષિણાનું ટૂંકો પરિચય વાચકોને રધુવંશ મહાકાવ્યના પ્રથમ તથા દ્રિતિય સર્ગમાં પ્રાપ્ત થાય છે, પરંતુ અહીં મુખ્યતયા પ્રથમ સર્ગને ધ્યાનમાં લીધો છે. એક ઉમદા સ્ત્રી તરીકે તથા સ્ત્રીત્વના આદર્શ દ્રષ્ટાંત તરીકે તે આપણી કલ્પનાને ભરી દે છે. સુદક્ષિણા મગધવંશ જન્મેલી હતી, જે તેના ઉચ્ચ કુળનું સુચન કરે છે. નામ પ્રમાણે જ તેનામાં ગુણોની સાર્થકતા રહેલી છે, કારણ કે તે દાક્ષિણ્યથી ભરેલી હતી. દાક્ષિણ્ય એટલે કે સરળ વ્યવહારલક્ષી જ્ઞાન અથવા સામી વ્યક્તિની ઇચ્છા પ્રમાણે જ વર્તવાનો ગુણ. તે અધ્વરસ્ય ઇવ દક્ષિણા અર્થાત જાણે કે યજ્ઞની દક્ષિણા હતી. દિલીપ રાજાના અંત:પુરમાં બીજી ઘણી રાણીઓ હતી,પણ રાજાની માનીતી રાણી તો સુદક્ષિણા જ હતી. તેથી તેને પટરાણી (મહારાણી) નું સ્થાન મળ્યું હતું. તે એક આર્ય સન્સારી તથા પતિવ્રતા સ્રીઓમાં અગ્રગ્ણ્ય છે, સાચા અર્થમાં રાજાની આર્ધંગના બનીને રહેલી છે. પોતાના પતિને પ્રેમ પણ તેને સારી રીતે પ્રાપ્ત કર્યો હતો, કારણ કે અનેક રાણીઓ હોવા છતાં રાજા સુદક્ષિણાને લીધે જ પોતાને પત્નીવાળો માનતો હતો. એના દ્રારા જ રાજાને પુત્રપ્રેમની ઝંખના હતી. ગુરૂવસિષ્ઠના આશ્રમના દ્રાર પાસે આવતાં, રથ ઊભો રહેતાં રાજા પોતાના હાથથી જતેનો હાથ પકડીને તેને રથમાંથીઉતારે છે, જે દ્રારા તેમના હ્રદયગત પ્રેમને જાણી શકાય છે.

   આમ, સુદક્ષિણાના પાત્રનું ગૌરવવંતુ આલેખન કવિએ સર્ગના આરંભમાં જ કર્યું. આમ, થોડા સમય માટે આવતું રાણી સુદક્ષિણાનું તેજસ્વી પાત્ર, એક પવિવ્રતા આર્યસન્નારી તરીકે પ્રસ્તુત થયું છે.


કાલિદાસનું પ્રકૃતિ નિરૂપણઃ

(૧) પ્રાસ્તાવિક

    કવિકુલગુરૂ કાલિદાસ પ્રકૃતિનું સંતાન છે અને તેથી તેઓને પ્રકૃતિ અત્યંત પ્રિય છે. તેઓનું કવિહ્રદય પ્રકૃતિની ઉષ્માને સ્વાભવિક રીતે જ સ્પર્શે છે અને ઝીલે પણ છે. આથી જ તેઓની કૃતિઓની નિસર્ગની શોભા ચારે તરફ પ્રસરેલી છે. માનવપાત્રની માફક પ્રકૃતિનું પણ એક સ્થાન તેઓની કૃતિઓમાં જોઇ શકાય છે. પૃથ્વી પર ભાગ્યે જ એવો કોઇ માનવી હશે જેણે કાલિદાસ જેવું સૂક્ષ્મ અને ચોકસાઇભર્યું પ્રકૃતિનું અવલોકન કર્યું હોય. રાઇડરનું આ વિધાન સર્વથા ઉચિત છે.

(૨) કાલિદાસનું પ્રકૃતિનિરૂપણ

   વૈવિધ્યસભર પ્રકૃતિઃ  મહાકવિ કાલિદાસે પોતાનાં કાવ્યોમાં તેમજ નાટકોમાં નવા નવા વેશ સજતી ઋતુઓની સૌંદર્યશ્રીનું, આકાશ અને ધરતીની અભિનવ શોભાનું, હિમાલયના વૈભવપૂર્ણ સૌંદર્યનું ઠેર ઠેર વર્ણન કર્યું છે. પોતાની આસપાસનાં અનેક વૃક્ષો, પુષ્પો, નદીઓ, ફળો, લતાઓ, લીલોતરી, પશુ-પંખીઓ વગેરેનું પ્રચુર માત્રામાં વર્ણન કર્યું છે. અશોક, આમ્રવૃક્ષ, દેવદારવૃક્ષ વગેરેનો ઉલ્લેખ; કમળ, કમળતન્તુ, આમ્રમંજરી,પુષ્પરજ, કદમ્બ, શિરીષ વગેરેનો ઉલ્લેખ; તથા કોકિલ, કરહંસ, મયૂર, ચક્રવાક, ભ્રમર વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. દા.ત. વન, પર્વતઘ ધોધ વગેરેને પણ તેમની કૃતિમાં સ્થાન મળ્યું છે.

   પ્રકૃતિ અને માનવઃ   કાલિદાસની કૃતિઓમાં પ્રકૃતિ માનવના વ્યકિતત્વને આગવું સૌંદર્ય અર્પે છે. મનુષ્યના હ્રદયગત ભાવોને પ્રકૃતિનાં વિવિધ અંગો દ્રારા વ્યકત કરવાનું કામ કાલિદાસે પોતાની કૃતિઓમાં કર્યું છે. મહાકવિ કાલિદાસ તો પ્રકૃતિની રમણીયતા અને માનવભાવોનું કયારેય વિભાજન ન થઇ શકે તેવું સંયોજન કરે છે. વ્યકિત આનંદમાં હોય ત્યારે તેને સમસ્ત જગત અને તેમાંની પ્રકૃતિ પ્રફુલ્લિત લાગે છે; જયારે તે શોકમય હોય ત્યારે તેને પ્રકૃતિ પણ શોકગ્રસ્ત લાગે છે. શાકુન્તલના ચતુર્થ અંકમાં જયારે શકુન્તલા સાસરે વિદાય થાય છે ત્યારે વૃક્ષો અશ્રુપાત કરતાં નિરૂપાયાં છે, તો રઘુવંશના દ્રિતીય સર્ગમાં રાજાના આનંદની સાથે પ્રકૃતિ પણ તાલ મિલાવતી દેખાય છે.

  રઘુવંશના પ્રથમ સર્ગમાં દિલીપ અને સુદક્ષિણાએ કરેલી વસિષ્ઠશ્રમ તરફના પ્રયાણની યાત્રાના વર્ણનમાં કવિવર કાલિદાસની પ્રકૃતિની સંવેદનશીલતા અને સજાગતાનો પરિચય પ્રાપ્ત થાય છે.  વનમાં સુખ આપનારા ઠંડા પવનો, મયૂરોનો મનમોહક કેકારવ, મૃગલાઓનો દ્રષ્ટિપાત,સરોવર તથા કમળનું સૌંદર્ય સાચે જ પ્રકૃતિની રમણીયતા દર્શાવે છે. વસિષ્ઠાશ્રમના વર્ણનમાં તે સ્થળની સાત્વિકતા અને પવિત્રતાનાં દર્શન થાય છે.

   દ્રિતીય સર્ગમાં વનપ્રવેશ કરતાં રાજાનો સત્કાર કરવાના બહાને કવિએ વનશ્રીનાં વિવિધ તત્વોનું વર્ણન કરવાની તક ઝડપી લીધી છે. વૃક્ષો પોતાની ઉપર બિરાજેલાં પક્ષીઓના કલરવ દ્રારા રાજાનો જયજયકાર કરે છે. બાળલતાઓ પુષ્પવૃષ્ટિ કરી રાજાનું સ્વાગત કરે છે (બાલલતાઃ પ્રસૂનૈઃ અવાકિરન્). શીતળ પવન કલાન્ત રાજાનો શ્રમ હરી લે છે તો વાંસવનમાંથી પ્રગટ થતું સંગીત રાજાના ચિત્તનું આરાધન કરે છે. વૃષ્ટિ વગર દાવાનળ શાંત થયો. ફળ અને પુષ્પોની વૃધ્ધિ ગઇ. આમ, પ્રકૃતિએ રાજાના રાજત્વને બિરદાવ્યું છે.

   રઘુવંશના ૧૪માં સર્ગમાં રામે સીતાનો ત્યાગ કર્યો, તેથી સીતા કરૂણ આક્રન્દ કરે છે. ત્યાં પણ કવિએ સીતાની સાથે સમગ્ર વનને આક્રન્દ બતાવ્યું છે.

   આમ, કાલિદાસનાં સૌ કાવ્યોમાં પ્રકૃતિ માનવકથાનું એક અને અવિભાજય અંગ છે. તેઓની સૌ કૃતિઓમાં માનવ અને પ્રકૃતિનું ઐકય જોવા મળે છે.

    કોમળ પ્રકૃતિઃ  મહાકવિ કાલિદાસના પ્રકૃતિરૂપણ અંગેની નોંધનીય બાબત એ છે કે કવિને માત્ર પ્રકૃતિનાં રમ્ય અને કોમળ તત્ત્વોએ જ આકર્ષ્યા છે. સમુદ્રમાં ભયંકર તોફાનો કે ઝંઝાવાતો જેવાં ભયંકર દ્રશ્યો કાલિદાસની કૃતિઓમાં જોવા મળતા નથી. મહાકવિ ભવભૂતિની જેમ ઉગ્ર પ્રકૃતિના દ્રશ્યનું તેઓ નિરૂપણ કરતા નથી. આ બાબત તેઓના સ્વભાવની વિશેષતા બની રહે છે. કાલિદાસનાં પ્રકૃતિપાત્રો તરીકે મૃગ, ભ્રમ, અશોક, કોકિલ, ચક્રવાક વગેરે હોય છે.

    સૂક્ષ્મ નિરીક્ષણઃ  મહાકવિ કાલિદાસ પ્રકૃતિનુંરમણીય ચિત્ર અત્યન્ત સૂક્ષ્મતાથી કંડારે છે. વનની સંધ્યાની શોભાનું વર્ણન કેવું સુંદર છે! તામ્રવર્ણનો સૂર્ય અસ્તાચળ તરફ ગમન કરી રહ્યો છે. આખો દિવસ ખાબોચિયામાં પડી રહેલાં ભૂંડ કાદવથી લથબથ શરીરે બહાર નીકળી રહ્યાં છે. દૂર ગયેલા મયૂરો પોતાના આવાસ તરફ આવી રહ્યા છે. કલાન્ત મૃગો લીલોતરીવાળી ભૂમિ ઉપર જૂથમાં બેઠા છે. આ વર્ણન કેવું વિશાળ અને સૂક્ષ્મ છે ! આ સૌના સમુદાયથી સંધ્યાનો અંધકાર અધિક ગાઢ બની રહ્યો છે.

    ચિત્રણઃ  પોતના કાવ્યનાં પાત્રો કે પ્રસંગોના વર્ણન માટે કવિ પ્રકૃતિમાંથી સમાન્તર ચિત્રો ઉપજાવે છે કે કોઇ પ્રકૃતિગત પ્રસંગના આધારે કાવ્યમાં સર્વોપરિ ઉષ્માનો આવિષ્કાર કરે છે. જેમકે, દરરોજ સાંજે પાછી ફરતી ગાયને આવકારવા રાણી સુદક્ષિણા સામે જતી. અંતે રાણી, પાછળ રાજા અને તે બંનેની મધ્યમાં ચાલતી નન્દિની ગાયને  જોતાં કવિ દિવસ અને રાત્રિની મધ્યે રહેલી સંધ્યાની કલ્પના કરે છે. (તદન્તરે સા વિરરાજ ધેનુર્દિનક્ષપામમધ્યગતેવ સંધ્યા I

(૩) ઉપસંહાર

   કવિ આખરે તો અનુભૂતિને અનુસરી કાવ્યાસાત્ કરનાર કલાકાર છે. આથી તેણે જે દર્શન કર્યું હોય તેમાં વસ્તુ જેવી હતી કે છે અથવા પદાર્થ જેવો રહ્યો કે વિચાર્યો છે, કે જે કાંઇ જેવું હોવું જોઇએ, તેમ મનાયું છે. સૂક્ષ્મતાથી વિચારતા લાગે છે કે મહાકવિ કાલિદાસની કલમે પ્રકૃતિના વર્ણન દરમિયાન આ સર્વે પાસાં સમાવી લીધા છે. તેથી પ્રકૃતિવર્ણનમાં તેના પેંગડામાં પગ નાખે તેવો કવિ ન ભૂતો ન ભવિષ્યતિ એમ કહી શકાય.



ઉપમા કાલિદાસસ્ય:

(૧) પ્રાસ્તાવિક

   સંસ્કૃત સાહિત્યમાં ઉપમા અલંકારની બાબતમાં કાલિદાસ જેવા બીજા કોઇ મહાન કવિ નથી તેમની ઉપમાઓ સચોટ અને હ્રદયંગમ છે. તેમની ઉપમાનું ક્ષેત્ર વિસ્તૃત છે. તેઓ જીવનમાંથી, પ્રકૃતિમાંથી અને વિવિધ શાસ્ત્રોમાંથી ઉપમાઓ આપે છે. તેમની ઉપમાઓમાં વૈવિધ્ય જોવા મળે છે. તેથી જ સાચું જ કહેવાયું છે કે ઉપમા કાલિદાસસ્ય I

(૨) કાલિદાસની ઉપમાઓ

    ઉપમા દ્રારા અર્થની વિશદતાઃ   કાલિદાસ ઉપમા અંલકારોનો પ્રયોગ પ્રસ્તુત અર્થને સુસ્પષ્ટ અને અસરકારક બનાવવા કરે છે.  કવિની કૃતિઓના અભ્યાસીઓ ઉપમાના પ્રયોગથી કવિના કથન અને મર્મને સરળતાથી ગ્રહણ કરી લે છે. દા.ત., મહાકવિ કાલિદાસે રઘુવંશના પ્રથમ સર્ગના પહેલા જ શ્ર્લોકમાં પાર્વતી અને પરમેશ્વરના સાયુજયને શબ્દ અને અર્થના સાયુજયની સચોટ ઉપમા આપી છે. ‘વાગાર્થવિવ સંપૃકતોપાર્વતીપરમેશ્વરૌ પાર્વતીને વાણીની અને શંકરને અર્થની ઉપમા સાચે જ હ્રદયંગમ અને અવિસ્મરણીય છે.

    રઘુવંશના પ્રથમ સર્ગના ચોથા શ્ર્લોકમાં કવિ સુંદર ઉપમા પ્રયોજીને કહે છે કે જેમ વજ્ (સોય)થી વીંધાયેલા મણિમાં સહેલાઇથી દોરી પરોવી શકાય છે તેમ આ વિષયમાં-રઘુવંશના વર્ણનમાં પૂર્વે થઇ ગયેલા કવિઓએ ખેડાણ કર્યું છે.

   કવિએ સ વેલા...પુરીભિવ II ૧-૩૦માં ત્રણ વિશેષણોથી પૃથ્વીને એક નગરીની અદ્રિતીય ઉપમા આપી છે. કવિએ પ્રથમ સર્ગના ૪૬મા શ્ર્લોકમાં દિલીપ અને સુદક્ષિણાની શોભાને ચિત્ર નક્ષત્ર અને ચંદ્રમાની શોભા સાથે (ચિત્રા ચન્દ્રમસોરિવ)  સરખાવી છે.

    ઉપમાનું ક્ષેત્રઃ   કાલિદાસની ઉપમાઓ છંદ, ઉપનિષદ, શાસ્ત્રો, પ્રકૃતિ, ઇતિહાસ, વ્યાકરણ અને સંગીત જેવી લલિતકલાઓનાં ક્ષેત્રોમાંથી જન્મીને ઉપસ્થિત થતી હોય છે. આમ, ઉપમાનું વિશાળ ક્ષેત્ર હોવાથી કાલિદાસ પર્યાપ્ત કાવ્યાનંદ પીરસે છે.  શ્રુતેરિવાર્થ સ્મૃતિરન્વચ્છત્ (રધુ. ૨-૨) વેદ અને સ્મૃતિ સાહિત્યના સંબંધનો નિર્દેશ કરે છે. દિનક્ષપામમધ્યગતેવ સંધ્યા (રઘુ. ૨-૨૦) પ્રકૃતિના ક્ષેત્રમાંથી અવતરે છે.

    દોષરહિત ઉપમાઃ   ઉપમેય, ઉપમાન, સાર્દશ્યવાચક શબ્દ અને સાધર્મ્ય ઉપમા અલંકારના ચાર અંગો છે. કાલિદાસે પ્રયોજેલી ઉપમાઓ આ સઘળાં અંગો ધારણ કરે છે અને તેથી તે પૂર્ણોપમાઓ બને છે. ઉપમા અલંકારના કેટલાક લિંગભેદ જેવા દોષો અલંકારશાસ્ત્રમાં ચર્ચવામાં આવ્યા છે. એ બાબતને સહર્ષ નોંધવી જોઇએ કે કાલિદાસની ઉપમાઓ કયારેય દોષમુકત હોતી નથી. શ્રુતેરિવાર્થ સ્મૃતિરન્વગચ્છત્ ઉપમામાં ગાયના માર્ગને અનુસરતી રાણી સુદક્ષિણા તુલના સ્મૃતિ સાથે અને  માર્ગની તુલના શ્રુતિના અર્થની સાથે કરવામાં આવી છે. સુદક્ષિણા અને સ્મૃતિ બંને સ્ત્રીલિંગ શબ્દો છે, જયારે શ્રુતિનો અર્થ અને માર્ગબંને પુંલિંગ શબ્દો છે.

    ધ્વનિયુકત ઉપમાઃ કાલિદાસની ઉપમાઓ મહદંશે ધ્વનિયુકત હોય છે. તેથી તે ઉપમાઓ વિશાળ અર્થને સૂચિત કરે છે. મધુર નાદ કરતા રથમાં બેસીને પ્રવાસ કરતા રથને કવિએ રાજાના પૂર્ણ થયેલા મનોરથ જેવો ગણ્યો છે. (સ્વેનૈવ પૂર્ણેન મનોરથ ૨-૭૨). આ ઉપમા દ્રારા કવિ સૂચવે છે કે રાજા દિલીપને પોતાનો મનોરથ પૂર્ણ કરે તેવો અને જીવનને મધુર સ્વરથી ભરી દે તેવો પુત્ર પ્રાપ્ત થશે. ધ્વનિયુકત ઉપમાઓ કાલિદાસની કદાચ શ્રેષ્ઠ ઉપમાઓ છે, કારણ કે ધ્વનિને કાવ્યનો આત્મા ગણવામાં આવ્યો છે. (ધ્વનિરાત્મા કકાવ્યસ્ય). ધ્વનિકાવ્ય ઉત્તમ કાવ્ય ગણાય છે. આમ, કાલિદાસની કૃતિઓમાં ઉપમા માત્ર અલંકાર જ નથી, પણ ઉત્તમ કાવ્યના અંશો છે.

(૩) ઉપસંહાર

    અંતે કહીશું કે કાલિદાસની કૃતિઓમા ઉપમાઓ ચેતનાના અંશો છે. તેઓની ઉપમાઓ એટલી હ્રદ્ય હોય છે કે માત્ર ઉપમાઓનો જ આસ્વાદ કરવામાં આવે તોપણ કોઇ પણ અભ્યાસીને તૃપ્તિનો ઓડકાર આવ્યા વગર રહે નહિ. કાલિદાસની કવિતા લતા ઉપર ખીલેલાં ઉપમાઓ રૂપી રંગબેરંગી પુષ્પોને કાળ કદાપિ કરમાવી નહિ શકે.


શ્ર્લોકનો અનુવાદ કરો (બેમાંથી એક)

૦૪


તસ્યામાત્માનુરૂપાયાત્મજન્મસમુત્સુકઃ I

તેન ધૂર્જગતો ગુવર્સિચિવેષુ નિચિક્ષિપે II૩૪II

 અનુવાદઃ  સંતાન-પ્રાપ્તિ માટેનો વિધિ કરવા માટે તેણે પોતાના બાહુ પરથી નીચે ઉતારીને પૃથ્વીની (શાસનરૂપી) ધૂંસરી (જવાબદારી) મન્ત્રીઓને આપી. (૩૪)




સ્નિગ્ધગમ્ભીરનિર્ધોષમેકં સ્યન્દનમાસ્થિતૌ I

પ્રાવૃષેએયં પયોવાહં વિદ્યુદૈરાવતાવિવ II૩૬II

અનુવાદઃ   જેમ વીજળી અને ઐરાવત વર્ષાઋતુના સ્નિગ્ધ અને ગંભીર ગર્જના કરતા વાદળ પર બેઠા હોય તેમ તે બંને (રાજા અને રાણી) મધુર અને ગંભીર અવાજ કરતાં એક રથમાં બેઠા. (૩૬)



સેવ્યમાનૌ સુખસ્પર્શઃ શાલનિર્યાસગન્ધિભિઃ I

પુષ્પરેણૂત્કિરૈર્વાતૈરાધૂતવનરાજિભિઃ II૩૮II

અનુવાદઃસુખ આપનાર સ્પર્શવાળા, શાલ (વૃક્ષ) ના ઝરતાં રસની સુગંધવાળા, પુષ્પની પરાગરજને ઉડાડતા, વનરાજિને સહેજ હલાવતાં એવાં પવનો વડે  સેવન કરતાં (તે બંને) જતાં હતાં. (૩૮)



મનોભિરામાઃ શ્રૃણવન્તૌ રથનોભિસ્વનોન્મુખૈઃ I

ષડ્જસંવાદિનીઃ કેકા દ્રિઘા ભિન્નાઃ શિખણ્ડિભિઃ II૩૯II

અનુવાદઃ  રથના ચક્રની ધરીના અવાજને લીધે ઊંચી ડોક કરી રહેલાં મારેલાઓએ બે ભાગમાં વહેંચાયેલા મનગમતા તથા ષડ્જ નામના સ્વરનુ મળતા આવતા ટહૂકા સાંભળતા સાંભળતા (તેઓ જતા હતા). (૩૯)



શ્રેણનીબન્ઘાદ્રિતન્વદ્રિરસ્તમ્ભાં તોરણસ્ત્રજમ્ I

સારસૈઃ કલનિર્હ્રાદૈઃ કવચિદુન્નમિતાનનૌ II૪૧II

અનુવાદઃ હારબંધ હોવાથી થાંભલા વગરની તોરણની માળા રચતા તથા મધુર અવાજ કરતાં સારસોને લીધે કયાંક કયાંક (પોતાનું મુખ) ઊંચુકરતા (રાજા અને રાણી જતાં હતાં) (૪૧)



પવનસ્યાનુકુલત્વાત્પ્રાર્થનાસિધ્ધિશંસિનઃ I

રજોભિસ્તુરગોત્કીર્ણોરસ્પૃષ્ટાકવેષ્ટનૌ II૪૨II

અનુવાદઃ  મનોરથની સિધ્ધને સૂચવતો પવન અનુકૂળ હોવાથી ઘોડાઓએ ઉડાડેલી ધૂળ જેમના કેશ કે પઘડીને સ્પર્શતી ન હતી તેવાં (રાજા અને રાણી જતાં હતાં).  (૪૨)



ગ્રામેષ્વાત્મવિસૃષ્ટેષુ યૂપચિહ્રેષુ યઝવનામ્ I

અમોધાઃ પ્રતિગૃહ્રન્તાવધ્ર્યાનુપદમાશિષઃ II૪૪II

અનુવાદઃ  યજ્ઞસ્તંભ (યુપ)નાં ચિન્હ્રવાળાં અને પોતે દાનમાં આપેલાં ગામડાઓમાં યજ્ઞ કરનારા (બ્રાહ્મણો) ના અર્ધ્ય સ્વીકારનારા તથા તે પછી સાચા પડતા આશીર્વાદોને ગ્રહણ કરતા કરતા  (તેઓ જતા હતાં). (૪૪)



કાપ્યભિખ્યા તયોરાસીદ્ વ્રજતોઃ શુધ્ધવેષયોઃ I

હિમનિર્મુકતયોર્યેાગે ચિત્રાચન્દ્રમસોરિવ II૪૬II

શ્ર્વેતરત્રને ધારણ કરી રહેલાં તે બંનેની શોભા ધુમ્મસ વગરના ચિત્રા નક્ષત્ર અને ચંદ્રની જેમ કંઇક (અવર્ણનીય) જ હતી. (૪૬)



સ  દુષ્પ્રપયશાઃ પ્રાપદાશ્રમં શ્રાન્તવાહનઃ I

સાયં સંયમિનસ્તસ્ય મહર્ષેહિષીસખઃ II૪૮II

અનુવાદઃ  મહામુશ્કેલીએ પ્રાપ્ત કરી શકાય તેવી કીર્તિવાળો, થાકેલા અશ્વોવાળો અને પટ્ટરાણી સાથે રહેલો તે (દિલીપી) સાંજના સમયે સંયમી મહર્ષિ (વસિષ્ઠ) ના આશ્રમે પહોંચ્યો. (૪૮)



વનાન્તારાદુપાવૃત્તૈઃ સમિત્કુશફલાહરૈઃ I

પૂર્યમાણમદૃશ્યાગનિપ્રત્યુદ્યાતૈસ્તપસ્વિભિઃ II૪૯II

અનુવાદઃ   ગાઢ વનમાંથી પાછા ફરેલા સમિધ દર્ભ અને ફળ લાવનારા તથા અર્દશ્ય રીતે અગ્નિએ જેમનું સ્વાગત કરેલું છે તેવા તપસ્વીઓથી ગીચોગીચ (ભરચક) થઇ ગયેલા (આશ્રમમાં) તે પહોંચ્યો. (૪૯)



આકીર્ણમૃષિપત્નીનામુટજદ્રારરોધિભીઃ I

અપત્યૈરિવ નીવારભાગધેયોચિતૈર્મૃગૈઃ II૫૦II

અનુવાદઃ ઋષિપત્નીઓના સંતાન જેવા, ઝૂંપડીઓના પ્રવેશદ્રારને રોકતાં તથા નીવાર (સામો)નો ભાગ મેળવવા માટે યોગ્ય, હરિણોથી છવાયેલાં (આશ્રમમાં તેઓ પહોંચ્યો). (૫૦)



અભ્યુત્થિતાગ્નિપશુનૈરતિથીનાશ્રમોન્મુખાન્ઃ I

પુનાનં પવનોદધતૈર્ધૂમૈરાહુતિગન્ધિભિઃ II૫૩II

અનુવાદઃ  પ્રજ્વલિત કરેલાં અગ્નિનું સૂચન કરતા, આહૂતિઓની સુંગંધવાળા તથા પવનથી ફેલાતો ધૂમાડો જયાં આશ્રમના અતિથિઓને પવિત્ર કરતો હતો તેવાં (આશ્રમમાં તેઓ પહોંચ્યાં). (૫૩)



અથ યન્તારમાદિશ્ય ધુર્યાન્વિશ્રામયેતિ સઃ I

તામવારોહયત્પત્નીં રથાદવતાર ચ  II૫૪II

અનુવાદઃ પછી ‘ઘોડાઓને વિશ્રામ આપો’  એમ સારથિને આદેશ આપીને તેણે તે (સુદક્ષિણા નામની) પત્નીને રથમાંથી નીચે ઉતારીને અને (પોતે પણ રથમાંથી ઊતર્યો.) (૫૪)



વિધેઃ સાયન્તનસ્યાતે સ દદર્શ તપોનિધિમ્ I

અન્વાસિતમરૂન્ધત્યા સ્વાહયેવ હવિર્ભુજમ્ II૫૬II

અનુવાદઃ  અહીં મુનિના દર્શન કરવાની વાત જણાવેલી છે. સાંજનો પૂજાવિધિ પુરો થયા પછી તેમણે સ્વાહા (નામની પત્ની)થી સેવાયેલા અગ્નિ જેવા અરુંધતીથી સેવાયેલ તપસ્વી (વસિષ્ઠ) ને જોયાં.(૫૬)



ઉત્પન્નં નનુ શિવં સપ્તસ્વડેષુ યસ્ય મે I

દૈવીનાં માનુષીણાં ચ પ્રતિહર્તા ત્વમાપદામ્ II૬૦II

અનુવાદઃ  દિવ્ય અને માનુષી આપત્તિઓને દૂર કરનારા આપ છો, ત્યારે મારા (રાજયના) સાતેય અંગોનું કલ્યાણ હોય જ તે યોગ્ય છે. (૬૦)



હવિરાવર્જિતં હોતસ્ત્વયા વિધિવદગ્નિષુ I

વૃષ્ટિર્ભવતિ સસ્યાનામવગ્રવિશોષિણામ્ II૬૨II

અનુવાદઃ  હે હોતા ! આપે અગ્નિમાં વિધિપૂર્વક હોમેલું હવિષ્ય (યજ્ઞની હોમસામગ્રી) અનાવૃષ્ટિ લીધે બળી જતાં પાકને માટે વરસાદરૂપ બને છે (૬૨)



પુરુષાયુષજીવિન્યો નિરાતડ્કા નિરીતયઃ I

યન્મદીયાઃ પ્રજાસ્તસ્ય હેતુત્વ્બ્રહ્માવર્ચસમ્ II૬૩II

અનુવાદઃ  મારી પ્રજા પુરૂષનું (પૂર્ણ) આયુષ્ય ભોગવે છે તથા (તે) નિર્ભય અને ઉપદ્રવરહિત છે તેનું કારણ આપનું બ્રહ્મતેજ છે. (૬૩)



નૂનં મત્તઃ પરં વંશ્યાઃ પિણ્ડવિચ્છેદદર્શિનઃ I

ન પ્રકામભુજઃ શ્રાન્ધ્ધે સ્વધાસંગ્રહતત્પરાઃ II૬૬II

અનુવાદઃ ખરેખર મારા પછી (પિતૃઓને) પિંડ (આપવાની વિધી) નો વિચ્છેદ જોનારા,શ્રાધ્ધમાં આપવામાં આવતા બલિનો સંગ્રહ કરવામાં તત્પર બનતા (મારા પિતૃઓ) (નિઃસ્તાન હોવાના મારા દુઃખને લીધે) પૂરતું ભોજન લેતા નથી. (૬૬)




Unit-3

કૃ-ભૂ-અસટના વર્તમાનકાળ અને હઅસ્તન ભૂતકાળના પ્રયોગો

૦૭

પ્ર-૩અ

કૃ-ભૂ-અસ્ ના વર્તમાનકાળ અને હઅસ્તન ભૂતકાળની રૂપાવલિને લગતો પ્રશ્નો (બે માંથી એક)


‘વાકય’ ની આંતરીક સંરચનાઃ

   વાકયના બે છેડાઓઃ  વાગ્-વ્યવહાર દરમ્યાન બોલાતા વાકયોનો અભ્યાસ કરીશું તો આપણે ધ્યાન સૌથી પહેલાં બે મુદ્દાઓ તરફ જતું હોય છે- જેમકે, (૧) કઇ ક્રિયા થઇ/થઇ છે./થશે: તથા (૨) એ ક્રિયાકોણ  કરે છે? (અથવા એ ક્રિયા કોની ઉપર થઇ રહી છે?) 

    આમ, ‘‘વાકયમાં નિર્દિષ્ટ ક્રિયા કોણે કરી છે’’ એ પ્રશ્ર્ન ના જવાબ રૂપે જે વ્યકિતઓ કે પદાર્થ હાથ લાગે છે તે ૧. વકત્તા, ૨. શ્રોતા કે ૩. તદ્દન ભિન્ન જગત્ ની કોઇ વ્યકિત કે પદાર્થ  જ હોય છે. એથી નકકી થાય છે કે માત્ર આ ત્રણ પ્રકારની વ્યકિતઓને ઉદ્દેશીને જ ભાષામાં કોઇ પણ વાકયની રચના થતી  હોય છે.

    આમ, ભાષામાં વપરાતાં વાકયોના (=ક્રિયાવિધાનો) ઉદ્દેશ્ય (=Subject=topic of the conversation) ત્રણ જ હોય છે: (૧) વકત્તા, (૨) શ્રોતા અને (૩) બાકીના [વકત્તા-શ્રોતાથી ભિન્ન એવા] જગતના બધા મૂર્તઅમૂર્ત, જડચેતન પદાર્થો કે વ્યકિતઓ.

    સંસ્કૃત ભાષામાં આ ત્રિવિધ ઉદ્દેશ્યોને માટે નીચે મુજબના ત્રણ સર્વનામો વપરાય છે.







                   

(પુંલિંગમાં)

સઃ

તૌ

તે


તે

(તે બે)

(તેઓ)

(સ્ત્રીલિંગમાં)

સા

તે

તાઃ

(નપુંસકલિંગમાં)

તદ્દ્

તે

તાનિ II




(પુંલિંગમાં)

એષઃ

એતૌ

એતે


(આ)

(આ બે)

(આ બધા)

(સ્ત્રીલિંગમાં)

એષા

એતે

એતાઃ

(નપુંસકલિંગમાં)

એતદ્

એતે

એતાનિ II




(પુંલિંગમાં)

અયમ્

ઇમૌ

ઇસે

(સ્ત્રીલિંગમાં)

ઇયમ્

ઇમે

ઇમાઃ

(નપુંસકલિંગમાં)

ઇદમ્

ઇમે

ઇમાનિ II



સંસ્કૃત ભાષામાં વાકયોના વિવિધ પ્રકારઃ

      કૃ-ભૂ-અસ્ એવા ત્રણ ધાતુઓના સથવારે જ, સંસ્કૃત ભાષાની કેવળ ત્રણ-ત્રણ પદોની બનેલી વાકયરચના શીખવવાનો ઉદ્દેશ્ય નિર્ધારિત કર્યો છે. તેથી ઉપર્યુકત પ્રથમ પ્રકારના સાદા વાકયની મર્યાદામાં રહીને જ, વૈવિધ્યસભર અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડનારી વાકયરચનાઓ કરતાં શીખવીશું.

કર્તરિ-પ્રયોગમાં વિવિધ વાકયરચનાઓઃ

    સામાન્ય રીતે, ક્રિયાવાચક ધાતુ (ver-root) ‘સકર્મકકે અકર્મક’ ?તેનો વિચાર શરૂ કરીએ એટલે દ્ધિવિધ વાકયપ્રયોગો અમલમાં આવતાજોવા મળે છે જેમકે,

(ક)  જો ધાતુ ‘સકર્મક’ હો તો તેમાંથી-

     (૧) કર્તરિ પ્રયોગ થાય,

         અને

     (૨) કર્મણિ પ્રયોગ પણ થાય. દા.ત.

(૧) રામ વેદ વાંચે છે.

(૨) રામ વડે વેદ વંચાય છે.

(૨) રામઃ વેદ   પઢતિ

(કર્તા)(કર્મ)(કર્મણિક્રિયાપદ)

(૨) રામેણ વેદઃ પઢયતે. I

  (કર્તા) (કર્મ) (કર્મણિ ક્રિયાપદ)

(ખ) જો ધાતુ ‘અકર્મક’ હોય તો તેમાંથી-

     (૧) કર્તરિ પ્રયોગ થાય,

         અને

     (૨) ભાવે પ્રયોગ પણ થાય. દા.ત.

(૧) રામ નદીમાં તરે છે.

(૨) રામ વડે નદીમાં તરાય છે.

(૨) રામઃ નદ્યા તરતિ I

(કર્તા) (અધિકરણ) (કર્મણિ ક્રિયાપદ)

(૨) રામેણ નદ્યા તીર્યતે I

  (કર્તા) (અધિકરણ) (ભાવે ક્રિયાપદ)

    કૃ, ભૂ અને અસ્ એવા ત્રણ ધાતુઓના જ, અને ‘કેવળ પ્રયોગ’ વાળા ત્રણ-ત્રણ પદનાં વાકયોની રચના જ શીખવાની છે. (કર્મણિપ્રયોગ કે ભાવે પ્રયોગની રચનાઓ શીખવા માટે ‘સંસ્કૃત વાકય સંરચના’ પુસ્તક જોવા અનુરોધ છે.) ત્રણત્રણ પદવાળાં જ, અને કેવળ કર્તરિ પ્રયોગના જ, જો વાકયો બનાવવા હોય તો તે ત્રણ પ્રકારનાં જ હોઇ શકે. જેમકે,


કર્તરિ પ્રયોગવાળી વાકય રચના

૧               ૨              ૩

       સકરાત્મક            નકારાત્મક       પ્રશ્ર્નાર્થક

       વાકય રચના        વાકય રચના     વાકયરચના

    ત્રીજી એક સ્પષ્ટતા પણ સમજી લઇએઃ-

   ભૂ (થવું, જન્મવું), અને અસ્ (હોવું)- એ બે ધાતુઓ કેવળ ‘‘અકર્મક’’  જ છે; અને તેને કેવળ પરસ્મૈપદી પ્રત્યનો જ લાગે છે.

    પણ-

   કૃ (કરવું) ધાતુ ‘ઉભયપદી’ છે, પણ અહીં કેવળ પરસ્મૈપદમાં જ ક્રિયાપદો વાપરીને, ત્રણ પદોવાળી વાકયરચના કરતાં શીખવાનું લક્ષ્ય રાખેલું છે. વળી, આ ધાતુ ‘સકર્મક’ છે- તે પણ આપણે યાદ રાખીને આગળ વધવાનું છે. 


(૧) કૃ ધાતુનું પ્રયોગ-વૈવિધ્યઃ

   પ્રથમ પગથિએ (૧) વર્તમાનકાળ અને (૨) ભવિષ્યકાળના જ ક્રિયાપદો તૈયાર કરીને, એ ક્રિયાપદની સાથે બીજાં બે નામપદ જોડીને, કુલ ત્રણ પદોવાળી વાકયરચના શીખવાની છે.

    વળી, આ કૃ ‘ધાતુ’ ધાતુ ‘સકર્મક’ છે. તેથી તેના આધારે (ક) કર્તરિ પ્રયોગવાળી અને (ખ)કર્મણિ પ્રયોગવાળી રચના પણ થઇ શકે છે. પરંતુ આપથે મુખ્યત્વે કર્તરિ પ્રયોગવાળાં વર્તમાનકાળ અને ભવિષ્યત્કાળના વાકયો શીખીશું :-


કૃ (કરણે) ‘કરવું’ ,સકર્મક ધાતુ; પરસ્મૈપદ

વર્તમાનકાળ લદ્ લકાર

(ઉદ્દેશ્ય) એકવચન દ્ધિવચન બહુવચન

પ્રથમ પુરૂષ કરોતિ-કૃરૂતઃ-કૃર્વન્તિ

(જગત્)

મધ્યમપુરૂષ કરોષિ-કૃરૂથઃ-કુરૂથ

(શ્રોતા) 

ઉત્તમપુરૂષ કરોમિ-કૃર્વઃ-કૃર્મ

(વકતા)

સાદો ભવિષ્યકાળ લૃદ્ લકાર

(ઉદ્દેશ્ય) એકવચન દ્ધિવચન બહુવચન

પ્રથમપુરૂષ કરિષ્યતિ કરિષ્યતઃ કરિષ્યતઃ

(જગત્)

મધ્યમપુરૂષ બરિષ્યતિ કરિષ્યથઃ કરિષ્યથ

(શ્રોતા) 

ઉત્તમપુરૂષ કરિષ્યામિ કરિષ્યથઃ કરિષ્યથ

(વકતા)


૦૭

કૃ (કરોતિ)ધાતુનું ચતુર્વિધિ પ્રયોગ-વૈવિધ્યઃ

   સામાન્ય રીતે કૃ ‘કરવું’ (કશુંક નવું બનાવવું) અર્થમાં વપરાતો આ ધાતુ બીજા ઘણા અર્થોમાં પણ વપરાય છે. એની અહીં ચર્ચા કરીશું નહીં. અહીં તો એના પ્રયોગ-વૈવિધ્યને ચર્ચાનો વિષય બનાવીશું:-

‘કૃ’ (કરોતિ)


૧. પ્રયોગ                          ૨. અન્યોન્ય                    ૩. અનુપ્રયોગ

                                       ધાતુઓના વિકલ્પ


(એ) શુદ્ધ ધાતુનો  (બ) ઉપસર્ગ      (સી)  ભાવવાચક કૃદન્તની  (ડી) લિટ્ લકાર

     પ્રયોગ            સહિતનો       મદદમાં ‘ક્રિયાસામાન્ય-     (પરોક્ષભૂતકાળ)

                     ધાતુનો પ્રયોગ    વાચી’ તરીકે કૃ ધાતુનાં      ક્રિયાપદમાં

                                     ક્રિયાપદોનો ઉપયોગ       અનુપ્રયોગ

કરોતિ I                 -અનુકરોતિ I                                                  * એધાગ્ચકાર I

                              -સંસ્કરોતિ I


  સકર્મક સાથે              અકર્મકધાતુ સાથે                 ગત્યર્થક ધાતુ સાથે

૧. સીતા પશ્યતિ         ૨. કૃમ્ભકર્ણઃ શેતે I                           રામઃ ગચ્છતિ I

સીતા દર્શનં કરોતિ I      કુમ્ભકર્ણઃ શયનં કરોતિ I        રામઃ ગમનં કરોતિ I

      સી-૧                     સી-૨                            સી-૩


                                                           (ઇ) ચ્વિ રૂપની સાથે

                                                             કૃનો અનુપ્રયોગ

                                                ૧. ટીકાકારઃ શ્ર્લોકાર્થ સ્પષ્ટીકરોતિ I

                                                                   ૨. અહં તવ ઉપદેશં સ્વીકારોમિ I


(૨) ભૂ ધાતનું પ્રયોગ-વૈવિધ્યઃ

   ધાતુનો પરિચય અને ક્રિયાપદનાં રૂપો

    ભૂ સતાયામ્ II  પાણિનીય ધાતુપાઠ’ માં પહેલા જ ભ્વાદિ ગણમાં  પહેલો જ આ ધાતુ છે. ભૂ     ભવતિ I (ઉત્પત્તિમૂલક સત્તા=) થવું, જન્મવું, બનવું- એવા આ ધાતુના અર્થો છે. રૂઢિથી આ ધાતુ કેવળ પરસ્મૈપદીછે, અને તે અકર્મક છે. આ ધાતુ અકર્મક હોવાને કારણે, તેને આધારે (ક) કર્તરિપ્રયોગ (ભવતિ) વાળી અને (ખ) ભાવે પ્રયોગ (ભૂયતે) વાળી રચના જ થઇ શકે છે. પરંતુ આપણે કર્તરિ પ્રયોગવાળો વર્તમાનકાળ અને ભવિષ્યકાળનાં ક્રિયાપદો દ્રારા થતી જુદા જુદા પ્રકારની, ત્રણ પદોના ઉપયોગવાળી, વાકયરચના શીખીશું.

    ભૂ સતાયમ્ (થવું, જન્મવું, ઉત્પન્ન થવું,બનવું) અકર્મક ધાતુ અને પરસ્મૈપદી.

વર્તમાન કાળ  લટ્ લકાર

સાદો ભવિષ્યકાળ   લૃટ્ લકાર

(ઉદ્દેશ્ય) એકવચન દ્ધિવચન બહુવચન

પ્રથમ પુરૂષ ભવતિ-ભવતઃ-    

(જગત્)            ભવન્તિ

મધ્યમપુરૂષ ભવસિ-ભજથઃ-  

(શ્રોતા)              ભવથ

ઉત્તમ પુરૂષ ભવામિ-ભવાવઃ- 

 (વકતા)           ભવામઃ

(ઉદ્દેશ્ય) એકવચન દ્ધિવચન બહુવચન

પ્રથમ પુરૂષ ભવિષ્યતિ-

(જગત્) ભવિષ્યતઃ ભવિષ્યન્તિ

મધ્યમપુરૂષ ભવિષ્યસિ 

(શ્રોતા)  ભવિષ્યથઃ ભવિષ્યથઃ               

ઉત્તમ પુરૂષ ભવિષ્યામિ (વકતા) ભવિષ્યાવઃભવિષ્યામઃ    




(૩) અસ્ ધાતુનું પ્રયોગ-વૈવિધ્યઃ

   ભાષ્યકાર પતંજલિએ કૃ-ભૂ- અસ્ એ ત્રણધાતુઓને ‘‘ક્રિયાસામાન્યવાચી’’ ધાતુઓ કહ્યા છે. પણ એમાંથી  કૃ (કરવું, કશુંક નવું બનાવવું) અર્થમાં સકર્મક ધાતુ છે. પણ કશું નવું બનાવવું એવા અર્થમાં વપરાતો આ ધાતુ છે- એમ કહીએ છીએ ત્યારેઆ ધાત્વર્થમાં કોઇક ક્રિયા’, કોઇક ચેષ્ટા કે વ્યાપાર ની અર્થચ્છાયા પણ અન્તર્નિહિત રહેલી છે. જયારે ભૂ અને અસ્- એવા બે ધાતુઓમાંથી તો અનુક્રમે ૧. ઉત્પત્તિમૂલક સત્તા’ અને ર. અસ્તિત્વદર્શક સત્તા એવા અર્થો જ પ્રકટે છે. માટે તે બંને ધાતુઓ અકર્મક છે. વળી, ભૂ (ભવતિ) =જન્મવું, થવું-એ પ્રકિયાવાચી ધાતુ છે, અને અસ્ ધાતુનો અર્થ ધાતુપાઠમાં ભુવિ હોવું, અસ્તિત્વમાં હોવું  એવી રીતે દર્શાવ્યો છે. તો આ બે ધાતુઓના ઉપર્યુકત અર્થો બીજી કોઇપણ ક્રિયામાં અન્તર્નિહિત હોય છે જ; તેથી, તે બે ધાતુઓને પણ ક્રિયાસામાન્યવાચી કહ્યા છે.

    પરંતુ આપણે અસ્ ધાતુનો ક્રિયાસામાન્યવાચી ધાતુ તરીકે પ્રયોગ જોતાં પહેલાં, તેનો શુદ્ધ ધાતુ તરીકેનો પ્રયોગ પણ જોઇશું; અને આ ધાતુનો ચ્વિ રૂપમાં અનુપ્રયોગ થાય છે કે નહીં, તે પણ જોઇશું.

   પરંતુ સૌથી પહેલાં આ ધાતુના વર્તમાનકાળ અને ભવિષ્યકાળનાં ક્રિયાપદના રૂપો જોઇશું :-

    અસ્ ધાતુનાં ક્રિયાપદોનાં રૂપોઃ

    અસ્ – ભુવિ હોવું, અસ્તિત્વ હોવું – કહેનારો આ ધાતુ બીજા ગણનો પરસ્મૈપદી ધાતુ છે. વર્તમાનકાળમાં તેનાં રૂપો નીચે મુજબ ચાલે છેઃ

અસ્ ભુવિ(વર્તમાનકાળ), પરસ્મૈપદ

ઉદ્દેશ્ય

એકવચન

દ્ધિવચન

બહુવચન

પ્રથમ પુરૂષ

અસ્તિ

સ્તઃ

સન્તિ

મધ્યમ પુરૂષ

અસિ

સ્થઃ

સ્થ

ઉત્તમ પુરૂષ

અસ્મિ

સ્વઃ

સ્મઃ II




(૪)   કૃ – ભૂ – અસ્ એ ત્રણેય ધાતુઓના પરસ્મૈપદ અને કર્તરિ પ્રયોગ માં હ્યસ્તન ભૂતકાળનો જે રૂપો થાય છે, નીચે મુજબ છેઃ










(ક) (કરોતિ) નાં હ્યસ્તન ભૂતકાળમાં રૂપોઃ

ઉદ્દેશ્ય

એકવચન

દ્ધિવચન

બહુવચન

પ્રથમ પુરૂષ

(જગત્)

અકરોત્

અકુરુતામ્

અકુર્વન્ I

મધ્યમ પુરૂષ

(શ્રોતા)

અકરોઃ

અકુરુતમ્

અકુરુત I

ઉત્તમ પુરૂષ

(વકતા)

અકખમ્

અકુર્વ

અકુર્મ II




(ખ) (ભવતિ) નાં હ્યસ્તન ભૂતકાળમાં રૂપોઃ

ઉદ્દેશ્ય

એકવચન

દ્ધિવચન

બહુવચન

પ્રથમ પુરૂષ

(જગત્)

અભવત્

અભવતામ્

અભવન્ I

મધ્યમ પુરૂષ

(શ્રોતા)

અભયઃ

અભવતમ્

અભવત I

ઉત્તમ પુરૂષ

(વકતા)

અભવમ્

અભવાવ

અભવામ II




(ગ) (અસ્તિ) નાં હ્યસ્તન ભૂતકાળમાં રૂપોઃ

ઉદ્દેશ્ય

એકવચન

દ્ધિવચન

બહુવચન

પ્રથમ પુરૂષ

(જગત્)

આસીત્

આસ્તામ્

આસન્ I

મધ્યમ પુરૂષ

(શ્રોતા)

આસીઃ

આસ્તમ્

આસ્ત I

ઉત્તમ પુરૂષ

(વકતા)

આસમ્

આસ્વ

આસ્મ II




બીજા પ્રશ્નો

કૃ ધાતુનો હ્યસ્તન ભૂતકાળમાં વિનિયોગ


   સંસ્કૃત ભાષાના ત્રણ ભૂતકાળોની સામાન્ય સમજ કેળવી લેવી.





(ક) પરોક્ષ ભૂતકાળઃ  જે તે વકતાના જન્મ પૂર્વેનો કાળ,કે જે કાળમાં બનેલી ઘટનાઓ (=ક્રિયાઓ) વકતાએ પોતે પ્રત્યક્ષ જોઇ હોતી નથી; અથવા કહો કે તે ક્રિયાઓ એ વકતાની હયાતીમાં બની હોતી જ નથી. આથી વકતાના જન્મ પૂર્વેની કોઇપણ ક્રિયા વિશે વાત કરવાની થાય, તો સંસ્કૃતમાં સામાન્ય રીતે ‘‘પરોક્ષ ભૂતકાળ’’  (લિટ્ લકાર) નાં રૂપો વપરાય છે.)

    (ખ) સાદો ભૂતકાળઃ (લુડ્ઃ લકાર) આ પ્રકારનો ભૂતકાળ, સંસ્કૃત ભાષામાં કુલ બે સંદર્ભોમાં વાપરી શકાય છે. જેમકે-

    (૧) આજે સવારથી શરૂ કરીને, વકતા બોલતો હોય ત્યાં સુધીનો આજનો વીતેલો ભૂતકાળ.

અને

    (૨)  ગયા પરમ દિવસથી માંડીને, બોલનારની જન્મતારીખસુધીનો ભૂતકાળ.

(ગ) હ્યસ્તન ભૂતકાળઃ   (લડ્ઃ લકાર) આ પ્રકારનો ત્રીજો ભૂતકાળ ‘‘ગઇકાલે’’ * બનેલી ક્રિયાઓ માટે વપરાય છે. કેમકે આ ભૂતકાળનું નામ જ ‘‘હ્યસ્તન’’ (=ગઇકાલ છે) છે. પરંતુ સમગ્ર સંસ્કૃત ભાષાના સાહિત્યમાં તપાસ કરવાથી એવું જોવા મળે છે કે આપણા કવિઓએ અને શાસ્ત્રકારોએ ઉપર વર્ણવ્યા મુજબની અર્થચ્છાયાવાળા ભૂતકાળનાં ક્રિયાપદો વાપર્યાં જ નથી ! એટલે કે પરોક્ષ છે, તથા ‘સાદા ભૂતકાળ ના સંદર્ભમાં પણ હ્યસ્તન ભૂતકાળ’ વાળું ક્રિયાપદ વાપર્યું છે ! આથી વધુ પ્રચારમાં આ હ્યસ્તન ભૂતકાળનાં જ રૂપો છે, એવું તારણ નીકળે છે.




Unit-4

મહાકાવ્યના લક્ષણો અને પંચ મહાકાવ્યોનો પરિચય

૧૪

પ્ર-૪

સામાન્ય પ્રશ્ર્ન લખો (એકના વિકલ્પે એક)


મહાકાવ્યના લક્ષણો આપો



  મહાકાવ્યનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે આપી શકાયઃ

   (૧) સર્ગઃ મહાકાવ્ય તેના નામ પ્રમાણે મોટું કાવ્યું છે, તેથી તે સર્ગોમાં વહેંચાયેલું છે. મહાકાવ્યમાં આઠથી ઓછા અને ત્રીસથી વધારે સર્ગ ન હોવા જોઇએ.

   (૨) આરંભઃ  મહાકાવ્યનો આરંભ આશીર્વાદ, નમસ્કારકે વસ્તુનિર્દેશથી થવો જોઇએ.

   (૩)  કથાવસ્તુઃ મહાકાવ્યનું કથાવસ્તુ ઐતિહાસિક હોવું જોઇએ અથવા કોઇ મહાપુરૂષના જીવન પર આધારિત હોવું જોઇએ.

   (૪)  નાયકઃ  મહાકાવ્યનો નાયક ઉદાર ચરિત્રવાળો હોવો જોઇએ. તે સાથે કુલીન,ક્ષત્રિય, ગુણવાન અને ધીરોદાત્ત હોવો જોઇએ અથવા તો કોઇ દેવ પણ સંભવી શકે. કોઇકવાર એક જ વંશના અનેક રાજાઓ તેના નાયક તરીકે આવી શકે.

   (૫) શીર્ષકઃ   મહાકાવ્યનું શીર્ષક નાયક અથવા નાયિકાના નામ કે કથાવસ્તુ પરથી આપવું જોઇએ અથવા કાવ્યના કોઇ મહત્વ પ્રસંગ કે ઘટનાને આધારે આપવું જોઇએ. 

  (૬)  છંદઃ  એક જ સર્ગમાં એક જ છંદ પ્રયોગકરવો જોઇએ અને સર્ગને અંતે છંદપરિવર્તન થવું જોઇએ. કોઇ એકાદ સર્ગમાં કવિ પોતાનું છંદપ્રભુત્વ દર્શાવવા જુદા જુદા છંદો પ્રયોજી શકે.

   (૭)  વર્ણનોઃ  મહાકાવ્યના વન, નગર, પર્વત, સમુદ્ર, નદી, ચંદ્રોદય, સંધ્યા જલક્રીડા, યુધ્ધ,સંભોગ વગેરે વિષયોનું વર્ણન યથાસ્થાને હોવું જોઇએ.

   (૮)  રસઃ   મહાકાવ્ય રસ અને ભાવથી યુકત હોવું જોઇએ. તેમાં શૃંગાર, વીર અને શાંત- એ ત્રણ રસોમાંથી કોઇ એક રસ મુખ્ય હોવો જોઇએ;  બાકીના રસો ગૌણ રીતે આવી શકે.

  (૯)  સંધિઃ મહાકાવ્યમાં નાટકની પાંચેય સંધિઓનો ઉપયોગ થવો જોઇએ. તેમજ વિવિધ શૈલીથી સુશોભિત હોવું જોઇએ.

   (૧૦) અંલકાર અને શૈલીઃ  મહાકાવ્ય વિવિધ અલંકારોથી અલંકૃત હોવું જોઇએ. તેમજ વિવિધ શૈલીથી સુશોભિત હોવું જોઇએ.

   (૧૧)  ઉદ્દેશઃ   મહાકાવ્યનો ઉદ્દેશ ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરૂચાર્થોમાંથી કોઇ એક અથવા વધારે પુરૂષાર્થની પ્રાપ્તિનો હોવો જોઇએ.

   (૧૨)   મહાકાવ્ય યુગોપર્યત ટકી રહેવું જોઇએ.

    મહાકાવ્યનાં ઉપરના દર્શાવેલાં બધાં જ લક્ષણો અનિવાર્યપણે મહાકાવ્યમાં હોવાં જોઇએ એવો કોઇ નિયમ નથી. આમાંથી એકાદ લક્ષણ ન હોય તો તેનાથી તેના મહાકાવ્યત્વને કોઇ આંચ આવતી નથી.



  પંચમહાકાવ્યમાંથી કોઇ એક મહાકાવ્યનો પરિચય આપો.



(૧)  રઘુવંશનો સંક્ષિપ્ત પરિચય (કથાવાર)

   મહાકવિ કાલિદાસવિરચિત રઘુવંશનું સર્ગાનુસાર કથાનક નીચે મુજબ છેઃ 

  સર્ગ-૧ માં સૂર્યવંશના આદિપુરૂષ દિલીપ રાજાના વર્ણનથી મહાકાવ્યની શરૂઆત થાય છે. દિલીપ રઘુવંશના આદિપુરૂષ છે. દિલીપની પત્ની સુદક્ષિણા છે. દિલીપ રાજા સંતાનરહિત છે.  સર્ગ-૨માં  દિલીપ રાજા વસિષ્ઠની સલાહથી નંદિની ગાયની સેવા કરે છે. નંદિની ગાય દિલીપને નંદિનીની કૃપાથી સંતાનપ્રાપ્તિ થાય છે. સર્ગ-૩માં  રઘુનો જન્મે તેનું શિક્ષણ,તેનાં પરાક્રમોનું વર્ણન છે. રઘુ પિતા દિલીપના અશ્ર્વમેઘ યજ્ઞનો અશ્ર્વ ચોરી જનાર ઇન્દ્ર સાથે અપ્રિતમ યુધ્ધ કરીને ઇન્દ્રની કૃપા મેળવે છે. દિલીપ રઘુને રાજય સોંપીને વનવાસ સ્વીકારે છે. સર્ગ-૪માં રઘુના દિગ્વિજયનું વર્ણન કરેલ છે.  સર્ગ-૫માં રઘુ યજ્ઞ કરી સર્વસ્વનું દાન કરી દે છે. કૌત્સ નામનો એક સ્નાતક રઘુ પાસે દાન લેવા આવે છે, કેમકે તેને ગુરૂદક્ષિણા આપવી છે. રઘુ કુબેર સામે યુધ્ધ કરવા તૈયાર થાય છે. કુબેર આકાશમાંથી સુર્વણની વૃષ્ટિ કરે છે. રઘુની દાનશીલતાનું સરસ વર્ણન છે. સર્ગ-૬માં ઇન્દુમતી સ્વયંવરનું સરસ વર્ણન છે. રઘુનો પુત્ર અજરાજા સ્વયંવરમાં જાય છે. પ્રણયઘેલા રાજાઓની વિલાસી ચેષ્ટાઓનું વર્ણન અહીં થયેલ છે. સર્ગને અંતે ઇન્દુમતી અજને વરમાળા પહેરાવેછે. સર્ગ-૮માં સ્વયંવરમાં નાસીપાસ થયેલા રાજાઓ અજ સાથે યુધ્ધ કરે છે. તેમાં અજનો વિજય થાય છે. અજ નવવધૂ સાથે  રાજધાનીમાં આવે છે. સર્ગ-૮માં નારદની વીણાથી સરકી ગયેલ મુખ્ય માળાના પ્રહારથી ઇન્દુમતીના મૃત્યુ થાય છે. અજ ઊંડા શોકની લાગણી અનુભવે છે. અજ વહાલસોયી પત્ની ઇન્દુમતીના મૃત્યુથી વિહવળ થઇને વિલાપ કરે છે. વસિષ્ઠનો આશ્વાસન-સંદેશો પણ તેને સાંત્વન આપી શકતો નથી. અંતે અજ દશરથને ગાદી સોંપીને સ્વર્ગે સીધાવે છે. સર્ગ-૯માં દશરથ મૃગયા રમવા જાય છે ત્યાં તાપસ કુમારની હત્યાને લીધે તાપસ કુમારને પિતા ‘તારું પણ પુત્રવિયોગમાં મૃત્યુ થશે’ તેવો શાપ આપે છે. દશરથને શાપ વરદાન જેવો લાગે છે, કેમકે  તે નિઃસંતાન છે. સર્ગ-૧૦માં  રાક્ષસોના ત્રાસથી દુઃખી થયેલા દેવો વિષ્ણુની સ્તુતિ કરે છે. અહીં રામના જન્મની ભૂમિકા બંધાય છે.  સર્ગ-૧૧ થી ૧૫માં  રામકથા છે. આ સર્ગોમાં કાલિદાસ રામાયણની કથાને અનુસરયા છે. સર્ગ-૧૩માં રાવણને જીતીને રામ પુષ્પક વિમાનમાં અયોધ્યાની યાત્રા કરે છે. કાલિદાસે દક્ષિણ ભારતનું વર્ણન કરવાની તક ઝડપી લીધી છે. સર્ગ-૧૪માં રામ સીતાનો ત્યાગ કરે છે ત્યારે સીતાનો રામને મોકલેલ યાદગાર સંદેશો રજૂ થયો છે. સર્ગ-૧૫માં સીતા પાતાળમાં પ્રવેશે છે. અન્ય ભાઇઓ તથા રામ સ્વર્ગગમન કરે છે. સર્ગ-૧૬માં  કુશનાં રાજયવ્યવસ્થાનું વર્ણન છે. તેણે પોતાની રાજધાની અયોધ્યાથી કુશાવતી ફેરવી. કુશનાં લગ્ન પાતાળની નાગકન્યા કુમુદવતી સાથે છે. અસહાય અયોધ્યા નગરી  સ્ત્રીરૂપે કૃશ પાસે આવે છે. કુશ અયોધ્યાને ફરી વસાવે છે. સર્ગ-૧૭માં કુશ પુત્ર અતિથીનું શાસન વર્ણવેલું છે. સર્ગ-૧૮ અને ૧૯માં  અતિથી પછીના રાજાઓનું વર્ણન છે. રઘુવંશનો આ રાજા સાથે અસ્ત  થાય છે. અગ્નિવર્ણ નિઃતાન અને વિલાસી રાજાછે. ભવ્યતાથી આરંભ પામેલા રઘુવંશ છેવટે અગ્નિવર્ણ જેવા વ્યભિચારી રાજા સાથે પૂરો થાય છે. આ રીતે કાલિદાસે મહાકાવ્યમાં ‘રઘુવંશ’ ના ઉત્થાન અને પતનની ગાથા રજૂ કરી છે. 



(૨) કુમારસંભવ’ નો સંક્ષિપ્ત પરિચય (કથાસાર)



  મહાકવિ કાલિદાસચરિત કુમારસંભવ નો સર્ગાનુસાર કથાસાર નીચે પ્રમાણે છેઃ

   સર્ગ-૧માં મહાકાવ્યો આરંભ દેવાત્મા હિમાલયના ભવ્ય વર્ણનથી થાય છે. હિમાલયનું કવિએ મનહર અને મનભર વર્ણન કરેલ છે. સ્થાવરોનો રાજા હિમાલય પૃથ્વીનો માનદંડ હોય તેમ ઉત્તર દિશામાં દેવતાત્મા રૂપે ઊભેલ છે એવું કવિ વર્ણવે છે. હિમાલયને ત્યાં દક્ષયજ્ઞમાં પ્રાણ છોડીને સતી-મહામાયા પાર્વતીરૂપે જન્મ ધારણ  કરે છે. પાર્વતીની બાળક્રીડાઓ વગેરે કવિએ ખૂબ સરસ રીતે વર્ણવ્યું છે. સમય પસાર થતાં ઉમા યુવતી બને છે. જગન્માતા ઉમા દિવ્ય લાવણ્યવાળું યૌવન પ્રાપ્ત કરે છે. ત્યારે શિવ હિમાલય પર તપ કરતા હોય છે. નારદ ભવિષ્યવાણી કરે છે કે ઉમા ભગવાન શિવની અર્ધાગિની બનશે. હિમાલય ઉમાને શિવની પૂજાના કાર્ય માટે નિયુકત કરે છે. 

   સર્ગ-૨માં તારકાસુરથી દેવો ત્રાસી જાય છે. તારકાસુરે દેવોનું રાજય અને ઐશ્વર્ય છીનવી લીધાં છે, દેવો બ્રહ્માને તારકાસુરના નાશનો ઉપાય પૂછે છે. બ્રહ્મા સ્તુતિથી પ્રસન્ન થઇને જણાવે છે કે જો ભગવાન શિવનો પુત્ર દેવોની સેનાનો સેનાપતિ બને અને લડે તો તારકાસુરને હણી શકાય.  દેવો શિવ કેવી રીતે લગ્ન કરે તે સંબંધે વિચારે છે.

  સર્ગ-૩માં દેવરાજ ઇન્દ્ર કામદેવને બોલાવીને શિવના તપમાં ભંગ પાડવા તથા શિવને પાર્વતી પ્રત્યે આકર્ષવા જણાવે છે. કામદેવ તેની પત્ની તથા મિત્ર વસંત સાથે શિવના તપોવનમાં પ્રવેશે છે. શિવ ધ્યાનસ્થ છે. વસંતના આગમાનથી તપોવનમાં શૃંગારની અસર થાય છે. તપસ્વીઓ ધૈર્ય રાખી શકતા નથી, પણ શિવની સમાધિમાં આવે છે. કામદેવ મોકો જોઇને તેનું ધનુષ્ય લઇને સંમહોન નામનું બાણ શિવ પર છોડવા તૈયાર થાય છે. સમુદ્રની જેમ પ્રચંડ ક્ષોભ અનુભવતા શિવ પાર્વતીને ત્રણેય નેત્રોથી નિહાળવા ફરનારા દેવો હજુ તો શિવને ક્રોધ રોકવાની વિનંતી કરે ત્યાં તો શિવના ત્રીજા નેત્રમાંથી અગ્નિ નીકળે છે અને કામદેવ તે જ ક્ષણે ભસ્મનો ઢગલો થઇ જાય છે.

   સર્ગ-૪માં  કામદેવના મૃત્યુ સમયે બેભાન બનેલી રતિ ભાનમાં આવે છે. તે પોતાના પતિ કામદેવને શોધે છે, ત્યાં તો તે મનુષ્યના આકારની રાખ જુએ છે. પતિના મૃત્યુથી આકુળ-વ્યાકુળ બનેલી  રતિ વિલાપ કરે છે. આ વિલાપ ઉત્તમ કાવ્યનું નિદર્શન છે. રતિ કામદેવની પાછળ સતી થવા તૈયાર થાય છે,  આકાશવાણી જણાવે છે કે કામદેવ યોગ્ય સમયે સજીવન થશે.

   સર્ગ-૫માં   પાર્વતીને લાગ્યું કે શિવને તેનું સૌંદર્ય લોભાવી શકયું નથી. આથી તે પોતાના રૂપની નિંદા કરીને તપ અને સમાધિ દ્રારા શિવને પ્રાપ્ત કરવાનો  નિશ્ચય કરે છે. પાર્વતી માતા-પિતાની આજ્ઞા લઇને તપ કરવા ગૌરીશિખર પર ગઇ. પાર્વતીએ ઉત્તરોત્તર તપમાં વધારો કર્યો. પાર્વતીના તપ પાસે ઋષિમુનિઓનાં તપ પણ ઝાંખાં પડી ગયાં, કેમકે પાર્વતીએ સૂકાં પાન પણ ખાવાનાં મૂકી દીધાં. પછી પાર્વતીની પરીક્ષા કરવા બ્રહ્મચારીના વેશે શિવ આવે છે.બ્રહ્મચારી પાર્વતીની શિવને પામવાની ઇચ્છા સાંભળીને શિવની નિંદા  કરવા લાગ્યો. પાર્વતીએ બ્રહ્મચારી પર ગુસ્સે થઇને ચાલ્યા જવાનું  કહ્યું.  પણ ત્યારે બ્રહ્મચારીએ પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું અને કહ્યુ કે હું તારો તપથી ખરીદાયેલો દાસ છું. આમ, પાર્વતીને પ્રસન્ન થયા.

   સર્ગ-૬થી સર્ગ-૮માં  શિવે સપ્તર્ષિઓ દ્રારા હિમાલય પાસે માગું  મોકલાવ્યું. પછી શિવ-પાર્વતી લગ્ન અને તેમની શૃંગાર-ચેષ્ટાઓ વર્ણવાયાં છે.

   સર્ગ-૯થી ૧૭માં  અગ્નીનું હોલારૂપે શિવ-પાર્વતીના વિલાસ ભવનમાં આગમાન, શિવ દ્રારા તેનામાં તેજનું સ્થાપન, કાર્તિકયની ઉત્પત્તિ, તારકાસુર પર ચડાઇ અને તારકાસુરના નાશની કથા વર્ણવાઇ છે. સર્ગ-૯થી સર્ગ-૧૭ અન્ય કવિની રચના તેવું લાગે છે.



(૩) કિરાતાર્જૂનીયમ્નો સંક્ષિપ્ત પરિચય (કથાનક)



  મહાકવિભારતવિવિરચિત કિરાતાર્જૂનીયમ્ સંસ્કૃત સાહિત્યના પ્રસિધ્ધ પાંચ મહાકાવ્યોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભારવિએ આ મહાકાવ્યની રચના મહાભારતના વનપર્વના અધ્યાય ૨૭થી ૪૨માં આવતા કિરાતવેશધારી ભગવાન શિવ અને અર્જુનના આખ્યાનને આધારે કરી છે. કિરાતાર્જૂનીયમ્   ૧૮ સર્ગોમાં અને ૧૦૪૦ શ્ર્લોકો ધરાવતું મહાકાવ્ય છે. આ મહાકાવ્યમાં ભગવાન શિવે કિરાત (આદિવાસી ભીલ)નું રૂપ લઇને અર્જુનની વીરતાની પરીક્ષા કરી હતી અને અંતે તેમણે પ્રસન્ન થઇને અર્જુનને પાશુપત અસ્ત્ર આપ્યું હતું એ મુખ્ય કથા છે.

    કથાનકઃ પાંડવોના વનવાસ દરમિયાન દ્ધૈતવનમાં રહેતા યુધિષ્ઠિર પાસે તેમણે નિયુકત કરેલા જાસૂસ વનેચર આવે છે. તે તે યુધિષ્ઠિરને દુર્યોધને અપનાવેલી પ્રજાપ્રિય થવાની રાજનીતિ અને સદાચારપૂર્ણ વ્યવહાર અંગેના પ્રયત્નો વિશે માહિતી આપે છે. આ માહિતી સાંભળતાં જ દ્રૌપદી ગુસ્સે થાય છે તેમજ તે યુધિષ્ઠિરને શાંતિનો માર્ગ ત્યજીને, શરતનો ભંગ કરીને પરાક્રમ-યુદ્ધ દ્રારા રાજય પાછું મેળવવા કહે છે. ભીમ દ્રૌપદીની વાતને જુદીજુદી દલીલો અને દ્રષ્ટાંતોથી ટેકો આપે છે, પરંતુ યુધિષ્ઠિર પોતાના ડહાપણભરેલા વકતવ્યથી બધાને શાંત કરે છે. આ સમયે મહર્ષિ વ્યાસનું ત્યાં આગમાન થાય છે. તેઓ યુદ્ધ જીતવા માટે અર્જુનને દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરવાની સલાહ આપે છે.

   ત્યાર પછી અર્જુન મહર્ષિ વ્યાસની સૂચના પ્રમાણે હિમાલય તરફ પ્રસ્થાન કરે છે. કવિએ અર્જુનના હિમાલયપ્રસ્થાન દરમિયાન હિમાલયનું, વિવિભઋતુઓનું, સંધ્યા-સૂર્યાસ્ત, ચંદ્રોદય-રાત્રિના સમયે કામીઓના વિલાસોનું વિસ્તૃત વર્ણન આપેલ છે. 

   અર્જુન હિમાલયના ઇન્દ્રકીલ નામના શિખર પાસે જઇને ત્યાં તપશ્ચર્યાનો આરંભ કરે છે. અર્જુનને તપશ્ચર્યામાંથી ચલિત કરવા માટે અનેક પ્રયત્નો થાય છે. અર્જુનની ર્દઢતા પારખીને ઇન્દ્ર પોતે  ત્યાં આવે છે. ઇન્દ્ર અર્જુનને ભગવાન શિવની તપશ્ચર્યા દ્રારા કૃપા પ્રાપ્ત કરવાની સલાહ આપે છે.

   અર્જુન ત્યાર પછી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરે છે. તે દરમિયાન મૂક નામનો રાક્ષસ વરાહનુંરૂપ ધારણ કરીને અર્જુનનો વધ કરવા ત્યાં આવે છે. કિરાવેતનો વેશ ધારણ કરીને શિવ અર્જુનનું રક્ષણ કરવા માટે વરાહની પાછળ પાછળ ત્યાં આવે છે. વરાહ અર્જુનની સામે આવે છે ત્યારે એ સાથે અર્જુન અને કિરાતવેશધારી શિવના બાણ વરાહ પર પડે છે અને તે મૃત્યુ પામે છે. આ શિકાર ઉપર કોનો અધિકાર છે એ બાબતમાં  અર્જુન અને કિરાત વચ્ચે વિવિધ પ્રકારનાં યુદ્ધ થાય છે. અર્જુનના પરાક્રમથી કિરાતવેશધારી શિવ પ્રસન્ન થાય છે અને પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય છે. અર્જુન શિવની સ્તુતિ કરીને દિવ્ય અસ્ત્રની માંગણી કરે છે. શિવ તેને પાશુપાત અસ્ત્ર આપે છે.



(૪) શિશુપાલવધ નો સંક્ષિપ્તમાં પરિચય (કથાનક)



  મહાકવિ માઘે શિશુપાલવધ નામના એકમાત્ર મહાકાવ્યના રચના કરી છે. માઘે મહાભારત’ ના સભાપર્વના અધ્યાય ૩૩થી ૪૫ના સંક્ષિપ્ત કથાનક ને આધારે વિસ્તૃત મહાકાવ્યની રચના કરી છે.

      કથાનકઃ  મહાકવિ માઘે રચેલ શિશુપાલવધ નું કથાનક ૨૦  સર્ગોમાં વિભાજિત થયેલું છે. તેમાં કુલ ૧૬૮૪ શ્ર્લોકો છે. કૃષ્ણ દ્રારા ચેટિ નરેશ શિશુપાલનો વધ એ આ મહાકાવ્યનું મુખ્ય કથાનક છે.

   એક દિવસ નારદમુનિ ઇન્દ્રનો સંદેશો લઇને દ્રારકામાં નિવાસ કરતા શ્રી કૃષ્ણ પાસે આવે છે. તે લોકોને ત્રાસ આપનાર દુષ્ટ શિશુપાલનો વધ કરવા માટેની યાદ કૃષ્ણને તાજી કરાવે છે. બીજી બાજુ શ્રીકૃષ્ણને યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જવાનું આમંત્રણ મળ્યું  હોય છે. આ બેમાંથી કયા કાર્યને મહત્વનું ગણવું એ અંગે શ્રીકૃષ્ણ બલરામ અને ઉદ્ધવ સાથે વાતચીત કરે છે. બલરામ શિશુપાલ સાથે તરત જ યુદ્ધ કરવાનો અભિપ્રાય આપે છે, જયારે ઉદ્ધવ શ્રીકૃષ્ણના રાજસૂય યજ્ઞમાં જવાનું કહે છે. શ્રીકૃષ્ણ ઉદ્ધવના અભિપ્રાય અનુસાર પોતાના રસાલા સાથે ઇન્દ્રપ્રસ્થાન જવા પ્રસ્થાન કરે છે. માઘે દ્રારકાથી ઇન્દ્રપ્રસ્થાના પ્રયાણ દરમિયાન માર્ગમાં આવતા રૈવતક (ગિરનાર) પર્વત, વિવિધઋતુઓ, જલક્રીડા, સુરાપાન, સંધ્યા ચંદ્રોદય, પ્રભાત, યમુના વગેરેનું કમનીય વર્ણન કર્યું છે.

   યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થાનમાં શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત કરે છે. રાજસૂય યજ્ઞના પ્રસંગે ભીષ્મ પિતામહ સૌપ્રથમ અર્ધ્ય શ્રીકૃષ્ણને આપવાનો પ્રસ્તાવ મૂકે છે. શિશુપાલ આનો વિરોધ કરે છે. તે યુધિષ્ઠિર, ભીષ્મ અને શ્રીકૃષ્ણની આકરી નિંદા કરે છે. ત્યાર પછી તે ગુસ્સા સાથે સભામંડપને છોડીને જતો રહે છે અને તે યુદ્ધની તૈયારી શિશુપાલનો દૂત શ્રીકૃષ્ણ સમક્ષ યુદ્ધ અથવા શરણાગતિનો પ્રસ્તાવ રજૂ કરે છે. સાત્યકિ દૂતને આનો જવાબ આપે છે. અંતે શ્રીકૃષ્ણ પોતાની સેના સાથે યુદ્ધ માટે પ્રયાણ કરે છે. અંતે બંન્ને સૈન્યો વચ્ચે યુદ્ધ થાય છે. શ્રીકૃષ્ણ અને શિશુપાલ એકબીજાની સામસામે આવે છે. ગુસ્સે થયેલો શિશુપાલ ફરીથી શ્રીકૃષ્ણને અપશબ્દો (ગાળો) કહે છે. શિશુપાલના સો ગુનાઓ પૂરા થતાં જ શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર વડે શિશુપાલનું મસ્તક ઉડાવી દે છે. તે જ સમયે શિશુપાલના શરીરમાંથી નીકળેલું તેજ શ્રીકૃષ્ણના શરીરમાં વિલીન થઇ જાય છે.



(૫) નૈષધચરિત નો સંક્ષિપ્ત પરિચય (કથાનક)



    શ્રીહર્ષે નૈષધચરિત  નામના  મહાકાવ્યની રચના કરી છે. શ્રીહર્ષે મહાભારતના વનપર્વના અધ્યાય ૫૦થી ૭૮માં આવતી નલકથાને આધારે વિસ્તૃત મહાકાવ્યની રચના કરી છે. તેમણે મહાભારતની નલકથામાં ઉચિત ફેરફારો કરીને અને કેટલાક મૌલિક ઉમેરાઓ કરીને આ મહાકાવ્યને ઉત્કૃષ્ટ કક્ષાનું બનાવ્યું છે.

   નૈષધ વિદ્ધદૌષધમ્ I  (નૈષધકાવ્ય એ વિદ્ધાનોનું ઔષધ છે.) પંડિતયુગનું આ અંતિમ મહાકાવ્ય પ્રમાણમાં  કઠિન છે અને તેના પર લગભગ ૫૦ ટીકાઓ લખાયેલી છે.

   કથાનકઃ   શ્રીહર્ષરચિત ‘નૈષધચરિત’નું કથાનક ૨૨ સર્ગોમાં વિભાજિત થયેલું છે. તેના કુલ ૨૮૨૯ શ્ર્લોકો છે. નૈષધરચરિતમાં મુખ્યત્વે નળ રાજા અને દમયંતીના પ્રણય અને પરિચયનું વિસ્તૃત રીતે નિરૂપણ થયું છે.

    નૈષધચરિતનો આરંભ નળ રાજાના ગુણો અને સૌંદર્યના વર્ણનથી થાય છે. નળરાજા ઉદ્યાનમાં હંસને પકડે છે. હંસ નળરાજા પર ઉપકાર કરવા જણાવે છે. હંસ નળનું દૂતકાર્ય કરે છે. હંસ દમયંતીને મળે છે અને તેની સમક્ષ નળરાજાનું વર્ણન કરે છે. નળ દમયંતીને પરણશે તેવી વાતથી હવે દમયંતી નળરાજાની વિરહની વ્યથા અનુભવે છે. દમયંતીના પિતા ભીમ રાજા સ્વયંવરની તૈયારી કરે છે. દમયંતીના સ્વયંવરનું કવિએ કુશળતાપૂર્વક વર્ણન કર્યું છે. દમયંતીના સ્વયંવરમાં ઇન્દ્ર, અગ્નિ, યમ અને વરૂણ એ ચારેય દેવો નળરાજાનું સ્વરૂપ લઇને હાજર થાય છે. કવિએ આ પ્રસંગનું કમનીય વર્ણન કર્યું છે. સરસ્વતી દેવી પોતે સ્વયંવરમાં ઉપસ્થિત જુદા જુદા રાજાઓ અને પંચનલ (પાંચ  નળ રાજા)નો પરિચય શ્ર્લેષમય ભાષામાં દમયંતીને આપે છે. દમયંતીને આપે છે. દમયંતી સાચા નળ રાજાની પસંદગીની મૂંઝવણ અનુભવે છે. દમયંતી હંસનું સ્મરણ કરે છે અને દેવોનું પ્રાર્થે છે. તેથી દેવો પોતાનાં ચિહ્નો પ્રગટ કરે છે. દમયંતી નળરાજાની ઓળખાણ થતાં તેમને વરમાળા પહેરાવે છે. દેવો નળરાજા અને દમયંતીને વરદાન આપે છે. ત્યાર પછી દેવોને કલિ સાથે વાદવિવાદ થાય છે અને તે નળરાજાનો વિનાશ કરવાની પ્રતિજ્ઞા લે છે. કવિએ કલિ અને નળના દ્ધેષનું સરસ રીતે આલેખન કર્યું છે. પછી નળ-દમયંતીના આનંદમય જીવન સુધીનું વર્ણન કરીને આ કાવ્ય બાવીસમા સર્ગે પુરું થાય છે.


પ્ર-૫

Unit 1-2-3-4


ટૂંકા પ્રશ્નો જવાબ

 ખાલી જગ્યા પૂરો

 જોડકા જોડો

૦૮

૦૬


(૧)  રઘુવંશ’ કેટલા મહાકાવ્ય છે? 

જ.  રઘુવંશ’ ૧૯ સર્ગનું મહાકાવ્ય છે.



(૨)  રઘુવંશમાં કવિએ મંગલાચરણમાં કોની સ્તુતિ કરી છે ?

જ.  રઘુવંશમાં કવિએ મંગલાચરણમાં શિવ અને પાર્વતીની જગતના માતા-પિતા તરીકે,તરીકે સ્તુતિ કરી છે.



(૩)  રઘુવંશ કવિના મતે કોનાથી ઉત્પન્ન થયેલો છે

જ.  કવિના મતે રઘુવંશ સૂર્યથી ઉત્પન્ન થયેલ છે.



(૪)   કવિને રઘુવંશનું વર્ણન કરવા માટે નાની હોડીથી સાગર તરવા જેવું કેમ લાગે છે ?

જ.   કવિને લાગે કે, સૂર્યથી ઉત્પન્ન થયેલા વંશનો અલ્પવિષયો જાણનારી બુદ્ધિથી વર્ણન કરવું એ નાની હોડીથી સમુદ્ર તરવા જેવો છે.



(૫)  રઘુવંશના રાજાઓ ‘કાકુત્સ્થ’  શા માટે કહેવાતા હતા ?

 જ.  રઘુવંશના ઇક્ષ્વાકુ રાજાએ દાનવોની સામે યુદ્ધ કર્યું ત્યારે ઇન્દ્ર તેની માટે આખલો બન્યા હતા અને ઇક્ષ્વાકુએ આખલાને ખૂંધ (કાકુ) પર બેસીને યુદ્ધ કર્યું હતુ, માટે તેઓ કાકુત્સ્થ કહેવાય.



(૬)  રઘુવંશના રાજાઓનો રથનો માર્ગ કયાં સુધી વિસ્તરેલો છે? 

જ.   રઘુવંશના રાજાઓનો રથનો માર્ગ સ્વર્ગ સુધી વિસ્તરેલો છે.



(૭)  રઘુવંશના રાજાઓ જન્મથી કેવા છે?  

જ.   રઘુવંશના રાજાઓ જન્મથી શુદ્ધ છે.



(૮)  રઘુવંશના રાજાઓ કયાં સુધી પ્રયત્ન કર્યા કરતા હતા? 

જ.  રઘુવંશના રાજાઓ કાર્યની ફળપ્રાપ્તિ સુધી પ્રયત્નશીલ રહેતા.



(૯)  રઘુવંશ રાજાઓ દેહ કેવી રીતે છોડતા હતા?

જ.  રઘુવંશ રાજાઓ યોગથી દેહ છોડતા હતા.



(૧૦)  રઘુવંશ રાજાઓ વૃદ્ધાવસ્થામાં કેવી વૃત્તિવાળા હતા ?

જ.   રઘુવંશ રાજાઓ વૃદ્ધાવસ્થામાં મુનિવૃત્તિવાળા હતા.



(૧૧)  રઘુવંશ રાજાઓ શા માટે વિવાહ કરતા હતા?

જ.  રઘુવંશ રાજાઓ પુત્ર (સંતાન) પ્રાપ્તિ દ્રારા પ્રજાને સારો રાજા મળે તે માટે વિવાહ કરતા હતા.



(૧૨)   કાલિદાસને મહાકાવ્ય લખવાનું કામ કઇ રીતે સરળ લાગે છે ?

જ.   કાલિદાસને લાગે છે કે, વાલ્મીકિ જેવા પૂર્વસૂરિઓએ માર્ગ બનાવ્યો હોવાથી એ માર્ગ આગળ વધવામાં મુશ્કેલી નહીં પડે.



(૧૩) કાલિદાસની નમ્રતા રઘુવંશમાં કયા શબ્દો દ્રારા જણાય છે ?

જ.   કાલિદાસ પોતાની બુદ્ધિને અલ્પવિષયો જાણનારી અને પોતાની ઠીંગણા માણસ સાથે સરખાવીને નમ્રતા પ્રગટ કરે છે. 



(૧૪)  રઘુવંશના રાજાઓ પોતાના બાળપણ અને કુમારવસ્થા કેવી રીતે પસાર કરતા હતા?

જ.   રઘુવંશના રાજાઓ પોતાના બાળપણ અને કુમારવસ્થા વિદ્યાઓનો અભ્યાસ કરવામાં પસાર કરતા હતા.



(૧૫)  દિલીપના મુખ્ય રાણીનું નામ શું હતું? તેને કોની સાથે સરખાવાય છે?

જ.  દિલીપના મુખ્ય રાણીનું નામ સુદક્ષિણા હતું. તેને યજ્ઞની પત્ની દક્ષિણા સાથે સરખાવાઇ છે.



(૧૬)   દિલીપ રાજાને માટે કવિએ બુધોપમઃ એવો શબ્દપ્રેયોગ કેમ કર્યો છે ?

જ.   સર્વગ્રહોમાં બુધ બુદ્ધિમાન કહેવાય છે. કાલિદાસે બુદ્ધિમાન દિલીપ રાજાને બુધના ગ્રહ સાથે સરખાવાયો છે.



(૧૭)   રઘુવંશના પ્રથમ સર્ગનું નામ શું છે?

જ.  રઘુવંશના પ્રથમ સર્ગનું નામ વસિષ્ઠાશ્રમાભિગમન છે. 



(૧૮)  દિલીપ રાજાને સર્વ વાતે સુખી હોવા છતાં શેનું દુઃખ હતું?

જ.   દિલીપ રાજા સર્વ વાતે સુખી હોવા છતાં નિઃસ્તાન હતાં તેનું દુઃખ હતું.



(૧૯)  સૂર્યવંશનો પ્રારંભ કોનાથી થયો ?

જ.   સૂર્યવંશનો પ્રારંભ મનુથી થયો છે.



(૨૦)  દિલીપ રાજાને કયા પર્વત સાનો સરખાવાયો છે ?

જ.   દિલીપ રાજાને મેરૂ પર્વત સાથે સરખાવાયો છે.



(૨૧)  સાક્ષાત્ ક્ષાત્રધર્મ જેવું કોણ લાગતું હતું ?

જ.   સાક્ષાત્ ક્ષાત્રધર્મ જેવો દિલીપ રાજા લાગતો હતો.



(૨૨)  દિલીપ રાજાની પ્રજ્ઞા કેવી હતી ?

જ.   દિલીપ રાજાની પ્રજ્ઞા તેની આકૃતિ જેવી હતી.



(૨૩)  દિલીપ રાજાને સાગર સાથે કેમ સરખાવાયો છે ?

જ.   દિલીપ રાજા સાગર જેવો ભયાનક અને આશ્રિતોને આધાર આપનારો સમુદ્રની જેવા વિશાળ ગુણોવાળો હતો. આથી તેને સાગર સાથે સરખાવાયો છે.



(૨૪) દિલીપ રાજાની કરવેરાની વ્યવસ્થા કેવી હતી ?

જ.  દિલીપ રાજા પ્રજાની પ્રગતિ માટે બલિ પ્રકારનો કર લેતો હતો.



(૨૫)  દિલીપ રાજાને વૃદ્ધ’ શા માટે કહ્યો છે ?

જ.  દિલીપ રાજા યુવાન હતો પણ વિષયોમાં આસકત ન હતો.  વિદ્યાપારંગત અને ધર્મપ્રેમી હતો. આથી તે જ્ઞાનવૃદ્ધ હતો.



(૨૬)  કાલિદાસે પિતાના મુખ્ય કયા બે કર્તવ્યો ગણાવ્યાં છે ?

જ.  પ્રજા (સંતાન)નું રક્ષણ અને પોષણ પિતાના મુખ્ય બે કર્તવ્યો ગણાવ્યાં છે.



(૨૭)  દિલીપ રાજા દુષ્ટ સાથે કેવો વ્યવહાર કરતો હતો ?

જ.  દિલીપ રાજા દુષ્ટ સાથે સર્પ કરડેલી આંગળી જેવો એટલે કે જે ભાગમાં સર્પે દંશ દીધો હોય તે કાપી નાખવો પડે તેમ દુષ્ટોનો નાશ કરતો હતો.



(૨૮)  સુદક્ષિણા કયા વંશની રાજકુમારી હતો ?

જ.  સુદક્ષિણા મગધ વંશમાં જન્મેલી હતી.



(૨૯)  દિલીપ અને સુદક્ષિણા વસિષ્ઠ મુનિ પાસે શા માટે ગયા ?

જ.  રાજા અને રાણી પુત્રની ઇચ્છાથી વસિષ્ઠના આશ્રમે ગયા.



(૩૦)  દિલીપ રાજા ગણ્યાગાંઠયા સેવકો સાથે આશ્રમમાં કેમ ગયો ?

જ.   જો રાજા મોટું સૈન્ય લઇને જાય તો  આશ્રમવાસીઓને ઉપદ્રવ થાય. એથી તે ગણ્યાગાંઠયા સેવકો સાથે ગયા.



(૩૧)  અનુકૂળ પવનથી શું સૂચિત થતું હતું ?

જ.   રાજા અને રાણીના મનોરથો સિદ્ધ થશે તેવું અનુકૂળ પવનોથી સૂચિત થતું હતું.



(૩૨) નેસમાં રહેતા વૃદ્ધજનોએ રાજા-રાણીનું સ્વાગત કેવી રીતે કર્યુ ?

જ.   નેસમાં વૃદ્ધ લોકોએ ગાયનું તાજું માખણ લઇને રાજા-રાણીનું સ્વાગત કર્યું.



(૩૩) કાલિદાસે દિલીપ અને સુદક્ષિણાને ચિત્રા અને ચંદ્ર સાથે કેમ સરખાવ્યા છે ?

જ.    ચૈત્ર માસમાં આકાશ સ્વચ્છ હોય છે, ધુમ્મસ હોતું નથી.રાજા-રાણીએ સફેદ વસ્ત્રો પહેર્યા હતાં. બંને એકબીજાની સાથે શોભતાં હતાં. આથી કાલિદાસે આવી ઉપમા યોજી છે.



(૩૪) આશ્રમના હરણોને કાલિદાસે કોની સાથે સરખાવ્યાં છે ?

જ.   આશ્રમના હરણો ઋષિપત્ની ના સંતાનોજેવા હતાં.



(૩૫) અરૂંધતી સાર્થના વસિષ્ઠ કેવા લાગતા હતા ?

જ.  અરૂંધતી સાર્થના વસિષ્ઠ સ્વાહા સાથેના અગ્નિ જેવા લાગતા હતા.



રઘુવંશના એક બે વાકયોના ટૂંકા પ્રશ્નો


(૧)

કાલિદાસે કેટલાં મહાકાવ્યો રચ્યાં છે ? કયા કયા ?

જ.  બે-કુમારસંભવમ્ અને રઘુવંશમ્


(૨)

કુમારસંભવમાં કેટલા સર્ગો છે? તે વિષે જુદા જુદામત અનુસાર સંખ્યા જણાવો.



જ. સાત, આઠ અથવા સત્તર


(૩)

રઘુવંશમાં કેટલા સર્ગ છે ?

જ. રઘુવંશમાં ઓગણીસ સર્ગ છે.


(૪)

રઘુવંશમાં કયા વંશના રાજાઓનું વર્ણન છે ?

જ. રઘુવંશમાં સૂર્યવંશના રાજાઓનું વર્ણન છે.


(૫)

મહાકાવ્યનું પ્રધાન લક્ષણ શું છે ?

જ. સર્ગબન્ધો મહાકાવ્યમ્ મહાકાવ્યનું પ્રધાન લક્ષણ છે.


(૬)

રઘુ કોનો પુત્ર હતો?

જ. રઘુ દિલીપનો પુત્ર હતો. તેના નામે વંશ ઓળખાય છે કારણકે તે મહાપ્રતાપી રાજા હતો.


(૭)

સૂર્યવંશનો આદિ પુરૂષ કોણ હતો?

જ. સૂર્યવંશનો આદિ પુરૂષ વૈવસ્વત મનુ હતો.


(૮)

રઘુવંશની મહત્તા અને ગૌરવને અનુલક્ષી કવિ પોતાની ક્ષમતા કેવી ગણાવે છે?

જ.  નાવડીથી સાગર તરવા તત્પર (૧/૨), ઊંચે લટકતા ફળને લેવા ઇચ્છતા વામન (૧/૩) અને પોતે મહાન રઘુવંશને વર્ણવવા ચાંપલાશ (૧/૯) કરતો ગણાવે છે.


(૯)

રઘુવંશના વર્ણન માટે કવિ પોતાની કેવી ગતિ ગણાવે છે?

જ. વજ્થી છિદ્ર કરાયેલા મણિમાં સૂત્ર જેવી ગતિ કરવા માગે છે.


(૧૦)

કવિ પોતે શા માટે રઘુવંશનું વર્ણન કરવા માગે છે ?

જ. પોતે મન્દ હોવા છતાં કવિનો યશ મેળવવા ઇચ્છે છે. મન્દ કવિ યશઃપ્રાર્થી 


(૧૧)

રઘુવંશના મંગલ શ્ર્લોકમાં કોની સ્તુતિ કરી છે? શા માટે?

જ. રઘુવંશના આરંભે વાણી અને અર્થને પામવા જગતના માતા અને પિતાની કવિએ સ્તુતિ કરી છે.


(૧૨)

કાલિદાસને આ અંશનું વર્ણન કરવા કોણે પ્રેર્યો છે?

જ. પૂર્વસૂરિઓએ


(૧૩)

વૈદર્ભી કવિતા સ્વયં કોને વરી?

જ. વૈદર્ભી કવિતાઃ સ્વયંવૃતવતી શ્રીકાલિદાસં વરમ્ I


(૧૪)

જગતના માતાપિતા કોના જેવા છે ?

જ. જગતના માતાપિતા પાર્વતી પરમેશ્વર વાણી અને અર્થની માફક જોડાયેલા છે.


(૧૫)

લોકમાન્યતા પ્રમાણે કાલિદાસે શા માટે રઘુવંશની રચના કરી?

જ. કુમારસંભાવમાં અમર્યાદિત શૃંગારને વર્ણવવાથી પાર્વતી અને પરમેશ્વરનો શાપનો ભોગ બનાવવાથી અહીં તેણે મંગળ શ્ર્લોકમાં શંકર પાર્વતીને પ્રણામ કર્યા છે.


(૧૬)

રઘુવંશી રાજાઓના જન્મ કેવા હતા?

જ. શુદ્ધ


(૧૭)

રઘુવંશી રાજાઓનાં કાર્યો કેવા હતાં? 

જ. તેમના કાર્યો પરિણામોમાં પરણિત થતાં હતાં.


(૧૮)

રઘુવંશી રાજાઓના રથની ગતિ કયાં સુધી હતી?

જ.સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ પર્યંત તેમના રથની ગતિ હતી.


(૧૯)

રઘુવંશી રાજાઓ શા માટે યજ્ઞો કરતા હતા?

જ. કારણ કે તેનાથી દેવોને યજ્ઞ ભાગ મળતાં ઇન્દ્ર વરસાદ વરસાવે અને અન્ન પેદા થાય. આમ, માનવો અને દેવોનું કાર્ય સિદ્ભ થતું હતું.


(૨૦)

રઘુવંશી રાજાઓ યજ્ઞ ઉપરાંત શું કરતાં હતા?

જ. અતિથિઓનો સત્કાર અને અપરાધીઓને સજા કરતા. સમયસર ઊઠી જઇ રાજયકાર્ય સમયસર કરતાં.


(૨૧)

રઘુવંશી રાજાઓ કરનો શો ઉપયોગ કરતા હતા ?

જ. રઘુવંશી રાજાઓ દાન. ત્યાગ અને પ્રજાના કલ્યાણનાં કાર્યો કરવા કર લેતા હતા.


(૨૨)

રઘુવંશી રાજાઓની વિજિગીષા શા માટે હતી?

જ. વીરતાને સિદ્ધ કરવા તેઓ વિજિગીષુ બની રહેતા હતા.


(૨૩)

રઘુવંશી રાજાઓની જીવનકલા કેવા પ્રકારની હતી?

જ. શૈશવમાં વિદ્યાભ્યાસ, યુવાનીમાં વિષયોનું સેવન વાર્ઘકયમાં મુનિવૃત્તિ અને સંન્યાસી બની યોગથી દેહને ત્યજતા હતા.


(૨૪)

કવિ આ મહાનવંશના વર્ણન માટે પોતાને કેવો ગણાવે છે ?

જ. તનેવાગ્મિભવઃ


(૨૫)

રઘુવંશના વિવેચન માટે કવિ કોને પ્રાર્થના કરે છે? શા માટે ?

જ. સજજન વિવેચકોના. જેઓ સારા અને નરસાની પરીક્ષા કરવાની ક્ષમતા ધરાવે છે. કારણકે હેમ્નઃ સંલક્ષ્યતે હ્યગ્નૌ વિશુદ્ધિઃ શ્યામિકાપિ વા  I


(૨૬)

વૈવસ્વત મનુ કવિના મતે કોનો જેવો હતો ?

જ. પ્રણવઃ છન્દસામિવ I


(૨૭)

શુદ્ધ સૂર્યવંશમાં જન્મેલા દિલીપને કવિએ કેવો ગણાવ્યો છે?

જ. અતિશુદ્ધ


(૨૮)

દિલીપને કવિ કોની સાથે સરખાવે છે? શા માટે?

જ. રાજેન્દ્ર દિલીપે સાગરમાંથી ઉત્પન્ન થયેલા ચંદ્ર સાથે સખાવે છે. કારણકે તે સૌમ્ય હોવાથી બધાંને આનંદ આપતો હતો.


(૨૯)

દિલીપને કેવો ક્ષાત્રધર્મ કહ્યો છે?

જ. દિલીપ જાણે દેહને આશ્રયે રહેલો ક્ષાત્રધર્મ હતો.


(૩૦)

દિલીપને મેરૂ સાથે કવિ કેમ સરખાવે છે?

જ. કારણકે તેની ઊંચાઇ, બળ, પ્રભાવ વગેરેને કારણે પૃથ્વીને અતિક્રમી ઊભેલા મેરૂ પર્વત સાથે કવિ દિલીપને સરખાવે છે.


(૩૧)

દિલીપના પ્રયોજનો શેને કારણે સિદ્ધ થતાં હતાં?

જ. શાસ્ત્ર અકુંઠિત બુદ્ધિ અને ધનુષ્ય ઉપર ચડાવેલી પણછ તેનાં પ્રયોજનો સિદ્ધ કરનારાં સાધન હતાં.


(૩૨)

દિલીપના કાર્યો ફલોનુમેય હતાં’ કોની માફક શા માટે?

જ. માત્ર કાર્યના- ફળ ઉપરથી અનુમાની શકાતાં હતાં. અહીં કવિ સંસ્કારાઃ પ્રાલના ઇવ ઉપમા પ્રયોજી પૂર્વજન્મના સંસ્કારોનું મહત્વ બનાવે છે.


(૩૩)

દિલીપનાં ગુણો પરસ્પર કેવી રીતે સંકળાયેલાં હતાં ?

જ. ગુણો ગુણો સાથે અનુબંધ ધરાવતા હોવાથી સહોદર જેવાં હતા.


(૩૪)

દિલીપના કયા ગુણો પરસ્પર સંકળાયેલા હતા?

જ. જાણવા છતાં મૌન, સમર્થ હોવાછતાં ક્ષમા, ત્યાગ કરવા છતાં. પ્રશંસાની આશા ન રાખવી. એ તેના સહોદરો જેવા ઉમદા ગુણો હતા.


(૩૫)

દિલીપ યુવાન છતાં વૃદ્ધ કેવી રીતે હતા ?

જ. વિષયોના આકર્ષણના અભાવ, વિદ્યાઓમાં પારંગત અને ધર્મમાં રતિને કારણે યુવાન દિલીપને કવિ વૃદ્ધ ગણાવે છે.


(૩૬)

દિલીપને મત પ્રજાપુત્રો સમાન હતી? કેવી રીતે ?

જ. પ્રજામાં વિનયનું સિંચન, રક્ષણ અને ભરણ પોષણ કરવાને લીધે દિલીપ તેમનો  પિતા હતો.


(૩૭)

દિલીપની દંડને શકિત કોને માટે હતી ? તે શું બતાવે છે?

જ. દિલીપ દંડને પાત્ર લોકોને જ દંડ દેતો હતો. તે તેની વિવેકબુદ્ધિ દંડના યોગ્ય ઉપયોગની ખાત્રી કરાવે છે.


(૩૮)

દિલીપનો વ્યવહાર કયા પુરૂષાર્થો ઉપર આધારિત હતો?

જ. વ્યવહારનો આધાર અર્થ અને કામ પુરૂષાર્થ ઉપર આધારિત છે પણ આ બંને ધર્મમૂલક હતા.


(૩૯)

વિનિમય એટલે શું ? દિલીપ શેનો વિનિમય કરતો હતો ?

જ. વિનિમય એટલે અદલાબદલી. દિલીપ ગાય રૂપી પૃથ્વીને દોહીને યજ્ઞો કરતો હતો અને ઇન્દ્ર વરસાદ વરસાવી અન્ન આપતો હતો.


(૪૦)

દિલીપના શાસનમાં ચોરીનું શું સ્થાન હતું ?

દિલીપનું શાસન દુષ્પ્રાપ્ય યશવાળું હતું. ચોરી તો માત્ર શ્રુતિનો વિષય હતો.  અર્થાત્ ચોરી થતી ન હતી.


(૪૧)

શિષ્ટ શત્રુ અને દુષ્ટ પ્રિય જન સાથે દિલીપ કેવી રીતે વર્તતો હતો ?

જ. શિષ્ટ શત્રુ તેના ઔષધ સમા હતા. પરંતુ દુષ્ટ પ્રિયજન સર્પે ડસેલી આંગળીની માફક ત્યાજય હતો.


(૪૨)

દિલીપના ગુણોને કવિ શેના સાથે સરખાવે છે ? શા માટે? 

જ. દિલીપના ગુણોને કવિ પંચભૂતોની સાથે સરખાવે છે. પાંચ મહાભૂતો અન્યના ફળ માટે છે. તેમ દિલીપનું શાસન બીજાના કલ્યાણ માટે હતું.


(૪૩)

દિલીપની પત્ની કયાંની હતી? તેને પટરાણી કેમ કહી છે ?

જ. દિલીપની પત્ની પ્રખ્યાત મગધ વંશની હતી. દિલીપને ઘણી રાણીઓ હતી પણ તેનો અભિષેક રાજા સાથે થવાથી તે દિલીપની પટરાણી (મહિષી) હતી. 


(૪૪)

યજ્ઞ અને દક્ષિણાનો સંબંધ શો હતો ? શા માટે કવિ તેને દિલીપ સુદક્ષિણાના ઉપમાન તરીકે પસંદ કરે છે ?

જ. યજ્ઞ અને દક્ષિણી પતિપત્ની હતાં. દક્ષિણા વગર યજ્ઞ અપૂર્ણ ગણાય છે. દિલીપ સુદક્ષિણા એકબીજાના પૂરક હોવાનું ઉપમા દ્રારા કવિએ બતાવ્યું છે.



યુનિટ-૨

રઘુવંશ (૩૪ થી ૬૬)


(૧)

દિલીપ શા માટે પોતાની ભુજા ઉપરથી પૃથ્વીનો ભાર ઉતારી સચિવોને આપ્યો?

જ. કારણકે ઘણા લાંબા સમયથી સંતાનની પ્રતીક્ષા કરવા છતાં સંતાન પ્રાપ્ત ન થતાં તેનો ઉપાય કરવા પોતાના શાસનનો ભાર સચિવોને સોંપ્યો.


(૨)

દિલીપ-સુદક્ષિણા સંતાન પ્રાપ્તિ માટે કોની પાસે જાય છે?

જ. વસિષ્ઠ-અરૂન્ધતીના આશ્રમે તેવો જવા પ્રસ્થાન કરે છે.


(૩)

ઐરાવત એટલે શું?

ઇરા-પાણી ઇરાવત- સાગર. સમુદ્ર મંથન થતાં નીકળેલા રત્નોમાં ઐરાવત હાથી એક હતો તેને ઇન્દ્રે લીધો હતો.


(૪)

રથમાં બેઠેલા રાજદંપતી માટે કવિ કઇ ઉપમા પ્રયોજે છે?

જ. વાદળ ઉપર રહેલી વિજળી અને ઐરાવત ઉપમા રથમાં બેઠેલા રાજદંપતીની કવિ ઉપમા આપે છે.


(૫)

દિલીપ સાથે ઓછા અનુચરો હતા શા માટે ?

જ. પાતાળને પીડા ન થાય તે માટે તેણે પોતાની સાથે ઓછા અનુચરો રાખ્યા હતા.


(૬)

વનરાજીમાંથી શેની સુગંધ વાળો વાયુ રાજદંપતી સેવતાં હતાં?

જ. ઊંચા શાલ વૃક્ષોની રેણુથી સુગધિંત વાયુનું રાજદંપતી સેવન કરતા હતા.


(૭)

મયૂરોના ધ્વનિને શું કહે છે ? તેના કેટલા ભેદ છે?

જ. મયૂરોના ધ્વનિને કેકા કહે છે. તે ષડ્જ સ્વર છે તેના શુદ્ધ અને વિકૃત બે પ્રકાર છે.


(૮)

દિલીપ અને સુદક્ષિણાનાં નેત્રોની તુલના કોની સાથે કરવામાં આવતી હતી?

જ. દિલીપનાં મૃગનેત્ર અને સુદક્ષિણાની- હરિણીનાં નેત્ર સાથે તુલના કરવામાં આવતી હતી.


(૯)

રાજદંપતીના થાંભલા વગરની તોરણમાળા કયાં દેખાતી હતી?

જ. આકાશમાં ઊડતી સારસ પક્ષીઓની હારમાળા થાંભલા વગરની તોરણમાળા લાગતી હતી.


(૧૦)

તોરણમાળા એટલે શું ? તેમાંથી શું થાય?

જ. તોરણમાળા એટલે દરવાજે બંધાતી વંદનમાલા. તેનાથી અનિષ્ટો દૂર થવાની માન્યતા પ્રવર્તે છે.


(૧૧)

દિલીપ-સુદક્ષિણાનું ધ્યાન સારસમાળા તરફ તે શેને કારણે થતું હતું?

જ. તેમના મધુર ધ્વનિ કારણે રાજદંપતીનું ધ્યાન તે તરફ કયારેક જતું હતું.


(૧૨)

અનુકૂળ પવન અને દંપતીના શિરોવેષ્ટન સુધી ન પહોંચતી અશ્વોએ ઉડાવેલી રજ શું સૂચવે છે?

જ. તેમની મનોકામના પૂર્ણ થવાના શુભ શુકન છે.


(૧૩)

સરોવરના કમળવનને રજયુકત સુંગંધી પવનને રાજદંપતીના નિશ્વાસ સામે કેમ સરખાવ્યા છે?

જ. કારણકે સુદક્ષિણા પહ્મિની પ્રકારની સ્ત્રી છે અને દિલીપ ઉત્તમ પ્રકારનો પુરૂષ છે એમ ઉપમા દ્રારા સૂચવ્યું છે.


(૧૪) 

યૂપ એટલે શું? ગામમાં યૂપ શું સૂચવે છે?

જ. બલિ માટે પશુબંધન કરાય તે થાંભલાને યૂપ કહે છે. આવા યૂપને ગામમાં થયેલા યજ્ઞોનું સૂચન કરે છે.


(૧૫)

રાજદંપતીનું અર્ધ્ય સાથે સ્વાગત કોણે કર્યુ ?

જ.  યજ્ઞ કરનારાઓએ રાજદંપતીનું આતિથ્ય અર્ધ્ય પૂર્વક કર્યું હતુ. અને આશીર્વાદ આપ્યા હતા.


(૧૬)

ઘોષ-નેસડાના વૃદ્ભોએ રાજદંપતીને શું અર્પણ કર્યું ? રાજાએ તેમને શું પૂછયું ?

જ. ઘોષ-નેસડાના વૃદ્ધોએ રાજાને હૈયંગવીન-તાજું માખણથી અર્પણ કરી સ્વાગત કર્યું. રાજાએ તેમને વનમાર્ગે બાજુમાં ઊગેલાં વૃક્ષોની ઓળખ પૂછી.


(૧૭)

ચિત્રા-ચંદ્રના સંયોગ સાથે રાજદંપતીની તુલના શું સૂચવે છે?

જ. શિશિર પૂરા થતાં વસંત આવે ચિત્રા-ચંદ્રનો સંયોગ થાય. રાજદંપતીના જીવનમાં આવી જ વસંત આવશે તે અહીં સૂચવાયું છે.


(૧૮)

રાજા દિલીપને બુધોપમ શા માટે કહ્યો છે ?

જ. દિલીપની વિદ્ધતાને સૂચવવા બુધની ઉપમા આપી છે. બુધ વિદ્યા-શાસ્ત્રજ્ઞાનનું સૂચન કરે છે.


(૧૯)

બુધ કોણ હતો ?

જ. ચંદ્ર ગુરૂની પત્ની તારાનું અપહરણ કરતાં ચંદ્રને તારાથી બુધનો ત્યાં જન્મ થયો.


(૨૦)

ન બુબુધે બુધોપમઃ દ્રારા કવિ શું સૂચવે છે ?

જ. દિલીપ સુદક્ષિણાને આ યાત્રા દરમિયાન વનમાં નજરે પડે તે બતાવતાં હોવાથી રસ્તો કેમ પસાર થયો તેનો ખ્યાલ ન આવ્યો. અહીં બુધોપમઃ ઉપમા અલંકાર છે પણ ન બુબુધે વિરોધ અલંકાર પણ થાય છે. બુ નો અનુપ્રાસ થાય છે.


(૨૧)

દિલીપ સુદક્ષિણા વસિષ્ઠના આશ્રમે કયા સમયે પહોંચ્યા ?

જ. સાયંકાળે


(૨૨)

વસિષ્ઠનો આશ્રમ કોનાથી ઉભરાતો હતો?

જ. બીજા વનમાં ગયેલા ફળ લેવા ગયેલા પાછા ફરેલા તપસ્વીઓથી આ આશ્રમ ઉભરાતો હતો.


(૨૩)

આશ્રમની કુટીરોના દ્રારે કોણ ઊભાં હતાં ?

જ. નીવાર પામવા હરણાંના ટોળાં કુટિરોના દરવાજે ઊભાં હતાં.


(૨૪)

ઋષિપત્નીઓ હરણાંને કેવા ગણતી હતી?

જ. ઋષિપત્નીઓ હરણાંને પોતાનાં સંતાન-અપાત્ય જેવાં ગણતી હતી.


(૨૫)

વૃક્ષની કયારીઓ ઉપર ઊડીને પક્ષીઓ ફરી કેમ આવી બેસતાં હતાં?

જ. મુનિકન્યાઓના જળસીંચનથી કયારીઓ ઉપરથી ઉડેલાં પક્ષીઓ ફરી કયારીઓ ઉપર આવી બેઠાં હતાં.


(૨૬)

આશ્રમની કુટિરે હરણાં શું કરતા: હતાં ?

જ. તડકે સૂકવેલા નિવારને એકઠાં કરવાથી વાગોળતાં હરણાં આશ્રમોની કુટિરોના દ્રારે બેઠાં હતાં.


(૨૭)

દિલીપ-સુદક્ષિણાનું સ્વાગત શેનાથી થયું ?

જ. પ્રજવલિત અગ્નિના પવનથી ઉડાડેલા આહુતિના ગંધવાળા ધૂમાડાથી થયું.


(૨૮)

રાજાએ આશ્રમે પહોંચતાં સારથિને શું સૂચના આપી?

જ. રાજાએ આશ્રમે પહોંચતા સારથિને અશ્વોને વિશ્રામ કરાવવાની સૂચના આપી.


(૨૯)

સંયમી મુનિઓને મન દિલીપ કેવો રાજા હતો?

જ. પૂજનીયોમાં પૂજનીય, નયચક્ષુ અને રક્ષક તરીકે રાજા દિલીપને સ્વાગતને યોગ્ય સંયમી મુનિઓ માનતા હતા.


(૩૦)

અરૂંધતીથી સેવાતા વસિષ્ઠને કવિએ કોના જેવા ગણાવ્યા છે?

જ. અરૂંધતીથી સેવાતા વસિષ્ઠ સ્વાહાથી સેવાતા અગ્નિ જેવા લાગતા હતા.


(૩૧)

વસિષ્ઠને મતે દિલીપ કેવો રાજા હતો?

જ. રાજયાશ્રમ મુનિ તરીકે વસિષ્ઠ દિલીપને માનતા હતા.


(૩૨)

વસિષ્ઠે દિલીપને અનામયને બદલે કુશળ કેમ પૂછયું ?

જ. કારણકે તેમને મન દિલીપ રાજયાશ્રમ મુનિ છે. બ્રાહ્મણને કુશળ અને ક્ષત્રિયને અનામય પૂછાય.


(૩૩)

રાજ્યનાં સાત અંગો કયા કયા છે ?

જ. સ્વામી કે રાજા, અમાત્ય, કોશ, દુર્ગ, રાષ્ટ્ર, સેના અને સુહ્યત (મિત્ર), રાજયનાં સાત અંગો છે.


(૩૪)

દૈવી આપત્તિઓ એટલે શું? તે કટલી છે ? કઇ કઇ ?

જ. જે મનુષ્યને કારણે ઉતપન્ન થઇ નથી ને આસમાની આફતો દૈવી આફતો છે.તે પાંચછે. મહામારી, દુકાળ, લોકોના મૃત્યુ, આગ લાગવી, પૂર આવવું એ પંચ દૈવી આફતો છે.


(૩૫)

માનુષી આફતો કેટલી છે? કઇ કઇ?

જ. મનુષ્યોને કારણે થતી આફતો પાંચ છે. ચોરી, શત્રુ, રાજાનો લોભ, રાજાના માનીતા લોકોનો ભય, રાજ આયુકત-નિયુકત લોકોનો પાંચ માનુષી આફતો છે.


(૩૬)

ખેતી માટે આફતોને શું કહે છે? આવી આફતો કેટલી અને કઇ કઇ છે?

જ. ખેતી માટે છ આફતો છે તેને ઇતિ કહે છે તે છ છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઊંદરો, તીડ,પોપટ અને લોભી રાજા. એ છ ઇતિ કહેવાય છે.


(૩૭)

સ્વધા કર્મ એટલે શું ?

જ. સ્વધાના ઉચ્ચારસાથે થતું કર્મને સ્વધા કર્મ કહે છે. શ્રાદ્ધને સ્વધા કર્મ કહે છે.


(૩૮)

પિણ્ડ-સાંપિડ્ય એટલે શું ?

જ. પિંડ એટલે દેહ, માનવ દેહના નિર્માણમાં સાંપિડ્ય સંબંધથી પિતૃપક્ષે સાત અને માતૃપક્ષે પાંચ પેઢી ગણાય છે.


(૪૦)

પિણ્ડવિચ્છેદદર્શનઃ કેમ કહે છે. દિલીપના પૂર્વજો શા માટે કહેવાયા છે?

જ. દિલીપનુ પુત્ર ન હોવાથી પૂર્વજોને પિંડદાન, તર્પણ આદિથી શ્રાદ્ધકર્મ કરનાર ન હોવાથી પિતૃઓને કવિઓ પિણ્ડવિચ્છેદદર્શનઃ કહ્યા છે.



બીજા પ્રશ્નો


(૧)

રઘુવંશના પ્રેરણાસ્ત્રની માહિતી આપો.


જ.

રઘુવંશ તથા રામાયણ

(૧) સૂર્યવંશી રાજાઓની નામાવલી રઘુવંશ તથા રામાયણમાં જુદી જુદી આપવામાં આવી છે. રામાયણ-બાલકાંડ અનુસાર અંશુમાન દિલીપ-ભગીરથ-કકુત્થ- રઘુ એ પ્રમાણે પિત્રા-પુત્ર ક્રમે છે. રઘુવંશ પ્રમાણે તો દિલીપ પછી સીધા જ તેના પુત્ર તરીકે રઘુનું વર્ણન છે.

(૨) દશરથનું બાણ વાગતાં શ્રવણ મરણ પામે છે ત્યારબાદ રાજા તેને તેનાં મા-બાપ પાસે લઇ જાય છે. એવું રામાયણમાં વર્ણન છે.

(૩)  રામાયણાનુસાર રાવણથી ત્રસ્ત દેવો પ્રથમ બ્રહ્મા પાસે અને પછી વિષ્ણુ પાસેજાય છે પણ રઘુવંશની કથાનુસાર દેવો સીધા જ વિષ્ણુ પાસે જાય છે.

(૪)  રામાયણની કેટલીક ઘટનાઓ કાલિદાસે જુદી રીતે રજૂ કરી છે.

રઘુવંશ અને વિષ્ણુ પુરાણઃ

(૧)  વિષ્ણુ પુરાણ પ્રમાણે રઘુ  દિલીપના પૌત્ર દીર્ઘબાહુનો પુત્ર છે જયારે રઘુવંશ પ્રમાણે તો રઘુ દિલીપનો જ પુત્ર છે.

(૨)  વિષ્ણુ પુરાણ અનુસાર દિલીપની પૂર્વ પણ ઘણા રાજાઓનો ઉલ્લેખ છે જે રઘુવંશમાં કાલિદાસે પડતા મૂકયા છે.

(૩)  રઘુવંશમાં અગ્નિવર્ણ સુધીના રાજાઓનું વર્ણન છે પણ વિષ્ણુ પુરાણ પ્રમાણે તો અગ્નિવર્ણ પછી પણ અનેક રાજાઓની નામાવલિ આપવામાં આવેલી છે.

રઘુવંશ તથા વાયુ પુરાણઃ

   વાયુ પુરાણ અનુસાર દિલીપ તથા રઘુ વચ્ચે અન્ય ઓગણીસ રાજાઓનો ઉલ્લેખ છે અન્ય રીતે રઘુવંશમાં આપેલ રાજાઓની નામાવલિ વાયુ પુરાણ સાથે  મહદ્અંશે મળતી આવે છે.

રઘુવંશ તથા પ્રશ્ન પુરાણઃ

   પ્રશ્ન પુરાણમાં દિલીપથી માંડીને દશરથ સુધીના રાજાઓમાં જે વર્ણનો છે તે રઘુવંશ સાથે સામ્ય ધરાવે છે. આથી કાલિદાસે રઘુવંશની રચનામાં આ પ્રશ્ન પુરાણની મદદ લીધી હોવી જોઇએ. એમ વિન્ટરનિટ્રઝ માને છે. દિલીપની નિઃસંતાનવસ્થા, તેનું ગો-સેવાનું વ્રત, રઘુનો જન્મ, દિલીપે કરેલ અશ્વમેઘ યજ્ઞ મોટા ભાગની ઘટનાઓ પ્રશ્ર્ન પુરાણ ઉત્તમ ખંડના ૧૯૯મા અધ્યયામાં એવા જ સ્વરૂપે રજૂ થયેલી જોવા મળે છે.

રઘુવંશ અને અન્ય  ગ્રંથોઃ

  મહાકવિ ભાસના પ્રતિમાનાટકમાં દિલીપથી દશરથ સુધીના રાજાઓનો ક્રમ રઘુવંશ પ્રમાણે જ છે. રઘુવંશના સર્ગ પાંચનો રઘુ-કૌત્સ પ્રસંગ તથા સાતમા સર્ગમાં આવતો અજ-પ્રિયંવદ પ્રસંગ આ બંને પ્રસંગોની પ્રેરણા કવિને ‘બૃહત્કથા’  માંથી મળી હોવી જોઇએ. કારણ કે  ‘કથા-સરિત્સાગર’ માં તે આપવામાં આવેલ છે. રઘુવંશના સર્ગ-૧૭માંનું રાજનીતિનું વર્ણન ‘કૌટિલ્યના અર્થશાસ્ત્ર’ પર આધારિત જણાય છે. આ સિવાયની અન્ય કેટલીક ઘટનાઓ કવિએ પોતાની મૌલિક સર્જક પ્રતિભાથી પણ ઉપજાવી કાઢી હોય એ સંભવ છે. રામના વંશજોનું જે વર્ણન સર્ગ સોળથી ઓગણીસ સુધીમાં છે તે મહદંશે-પુરાણ આધારિત છે.


(૨)

કાલિદાસની કાવ્યકલા/કાવ્યશૈલીઃ


જ.

કાલિદાસની કૃતિ વાણી અને અર્થથી યુકત હોય છે. વાગર્થાવિવ સંપૃકતૌ તેમના કાવ્યોમાં વૈદર્ભી શૈલીના દર્શન થાય છે. 

  વૈદર્ભી શૈલીના પ્રાણરૂપ દસ ગુણો નીચે પ્રમાણે ગણાવવામાં આવ્યા છે.

શ્લેષઃ પ્રસાદઃસમતા માધુર્ય સુકુમારતા I

અર્થવ્યક્તિરૂદાત્વમોજઃ કાન્તિસમાધયઃ II

ઇતિ વૈદર્ભમાર્ગસ્ય પ્રાણાઃ દશ ગુણાઃ સ્મૃતાઃ II

   આ ઉપર ગણાવેલા દસ ગુણોમાં પણ ત્રણ ગુણોને મુખ્ય ગણવામાં આવ્યા છે. તે ત્રણ ગુણો છે. (૧) પ્રસાદ (૨) માધુર્ય (૩) સુકુમારતા.

(૧) પ્રસાદઃ

   સૂકા ઘાસમાં જેમ સહજ રીતે ઝડપથી  અગ્નિ પ્રસરી જાય તેમ શબ્દમાંથી સહજ રીતે વિના વિલંબે અર્થ સ્ફૂરે તે ગુણને અર્થાત્ તે પ્રકારના લક્ષણને પ્રસાદ કહે છે.

(૨) માધુર્યઃ 

   વૈદર્ભીશૈલીનું બીજું મહત્વનું લક્ષણ તે આ માધુર્ય છે. પંડતિત કવિઓ જેવા કે માઘ, શ્રીહર્ષ વગેરેએ જેમ શ્રમસાધ્ય કૃત્રિમ શબ્દ રચનાઓ તથા યમક, અનુપ્રાસ કે શબ્દાલંકારોનો આશ્રય લીધો છે. 

   એકના એક વર્ણન આવર્તન દ્રારા કે સ્વરાવૃત્તિ દ્રારા શબ્દોનું માધુર્ય ઉદ્દભવે છે.

(૩) સુકુમારતાઃ

  કાલિદાસ કિલષ્ટ કે શ્રમસાધય એવી કૃત્રિમ શબ્દરચનાઓથી દૂર રહ્યા છે. તે હંમેશા સમતોલ શબ્દોનો પ્રયોગ કરે છે. આથી તેની કૃત્તિમાં મનોહર સૌષ્ઠવ દષ્ટિગોચર થાય છે.

(૪)  જેવો ભાવ તેવી ભાષાઃ

  પ્રસંગમાં નિરૂપિત રસ તથા ભાવને અનુરૂપ ભાષાનો પ્રયોગ કરવામાં કાલિદાસ બેનમૂન છે. તેની ભાષા ભાવને અનુરૂપ છે. વ્યંજનાસામર્થ્ય એ તેનો કાવ્યપ્રતિભાનું વિલક્ષણ તત્વ છે.



(૫)  ભવ્ય પાત્રનિરૂપણઃ

  કાલિદાસના કાવ્યોમાં પ્રતિપાદિત પાત્રોમાં અનેરું વ્યકિતત્વ અને અદ્દભુત ઉદાત ભાવનાનો થયેલો સમન્વય જોવા મળે છે. પ્રાપ્તિ માટે અડગ અને અચલ શ્રદ્ધાથી ગૌ-સેવા કરનાર દિલીપનું કર્તવ્ય, યાચકની યાચના પુરી કરવા કુબેર પર આક્રમણ કરવાની તૈયારી દાખવનાર રઘુનું સાહસ, પ્રજાને ન્યાય આપવા માટે સીતાનો ત્યાગ કરનાર રામનું આદર્શ રાજા તરીકેનું કર્તવ્ય જેવાં અનેક પ્રસંગો દ્રારા કવિએ તેમના પાત્રોને જનસમાજ સમક્ષ આદર્શ સ્વરૂપે આલેખિત કરેલા છે.


(૬) લાઘવઃ 

   લાઘવ કાલિદાસની કાવ્યકલાનો મહાન ગુણ છે. ‘‘ ગાગરમાં સાગર’’ વિધાનને તે સાર્થક બનાવે છે. 

(૭) સુંદર રેખાચિત્રોઃ

  સુંદર અને આબેહૂબ શબ્દચિત્રો કલમચિત્રો આપણા મનરૂપી ચક્ષુની સમક્ષ કલ્પનાથી ખડાં કરવામાં કાલિદાસ સિદ્ધહસ્ત કલાકાર છે.

(૮)  વર્ણનકલાઃ

   કાલિદાસના વર્ણનો ખૂબ જ સંક્ષિપ્ત, સુંદર, આકર્ષક તથા ભવ્ય અને તાર્દશ હોય છે. તેમની અસરકારકતા પણ અજોડ હોય છે.

    રઘુવંશના પ્રથમ સર્ગમાં રાજા દિલીપનું કવિએ કરેલું વર્ણન આપણને ભારતના મહાન રાજવીઓની વિશેષતાઓનો પરિચય કરાવી જાય છે. આ સિવાય રાજવી દંપતીની યાત્રા, ગૌ-સેવા,રઘુનો દિગ્વિજય, કૌત્સ પ્રસંગ, સ્વયંવર, અજવિલાપ, દશરથની મૃગયા વગેરે વર્ણનો એક એક શબ્દચિત્ર ખડું કરી  છે.

(૯)  સંવાદકળાઃ

    કાલિદાસે તેનાં કાવ્યોમાં પણ સુંદર સંવાદો યોજયા છે. રઘુવંશ બીજા સર્ગમાં રાજા દિલીપ તથા સિંહ વચ્ચેનો સંવાદ પણ કાવ્યમાં નાટયાત્મકતા લાવે છે.  દિલીપ તથા વસિષ્ઠ સંવાદ, દિલીપ તથા નંદિની સંવાદ, રઘુ તથા ઇન્દ્રોનો સંવાદ તેની સંવાદ કળાનાં ઉત્તમ નમૂના છે.

(૧૦)  રસ, ભાવ, છંદ તથા અલંકારઃ

   કાલિદાસ સાચે જ રસેશ્વર છે. રઘુવંશમાં તો બધા જ રસોની નિષ્પતિ થતી જોવા મળે છે. છતાં શૃંગારનું જાણે સામ્રાજય વ્યાપે છે.  રઘુ, રામ તથા અજના યુદ્ધના વર્ણનોમાં વીરરસ છે. કાલિદાસે રઘુવંશમાં અનુષ્ટુપ ઉપજાતિ છંદનો વિશેષ પ્રયોગ કર્યો છે. 

   ઉપમા, ઉત્પેક્ષા અર્થાન્તરન્યાસ તથા ર્દષ્ટાત જેવા અલંકારો એની કાવ્યવાડીને મધમધતી આકર્ષક બનાવે છે.

   આવી રીતે કાલિદાસના કાવ્યોનો અભયાસ કરતાં તેમની કાવ્યકલાની અનેક વિશેષતાઓ જાણવા મળે છે. જે ચિર સ્મરણીય બની ગયેલી છે.



No comments:

Post a Comment