Swapnavasadvatta question and answer

 પ્રો.ડૉ.મીનાબેન એસ.વ્યાસ


સ્વપ્નવાસદત્તમ (ભાસ)

નાટ્યકાર- ભાસ અને સ્વપ્નવાસદત્તમ્ (અંક-૧)
પ્ર.૧(અ)   ટૂંકનોંધ લખો.(ચારમાંથી બે)

અથવા 

સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)

૧. સ્વપ્નવાસદત્તમ્ નો આરંભ.

પ્રથમ અંક 

શ્ર્લેષથી નાન્દી શ્ર્લોકમાં નાટક નાં મુખ્ય પાત્રોનો નિર્દેશ કરી ભાસ નાટ્યારંભ કરે છે. ભાસે પોતાના અન્ય નાટકોની જેમ સ્વપ્નવાસદત્તમનો આરંભ કુતુહુલપૂર્ણ  રીતે કર્યો છે. સૂત્રધાર પ્રેક્ષકો ને વિનવી રહ્યો છે. એટલામાં જ પડદા પાછળ થી અવાજ આવે છે. સૂત્રધાર મગધરાજ દર્શક ની બહેન પદ્માવતી ના અરણ્યાગમન ના સમાચાર પ્રેક્ષકો ને આપે છે. 

ભાસે આ તાપસ સમુદાય ની સાથે સંન્યાસી ના વેશ માં યૌગન્ધરાયણને અને આવંતિકા ના વેશમાં વાસવદત્તાને પણ ગોઠવ્યા છે. મગધરાજ દર્શક ની બહેન પદ્માવતી તપોવનમાંથી પસાર થઇ રહી છે. આથી સૈનિકો લોકોને દૂર હટાવી રહ્યા છે. વાસવદત્તાને પણ એક સામાન્ય માનવ સ્ત્રી ની જેમ દુર ખસવું પડે છે. આથી તે નારાજ થાય છે. પોતાના એક વખત ના સ્થાન અને દરજ્જા ના અનુસંધાન માં આ અપમાન તેને અસહ્ય લાગે છે. તે મંત્રી યૌગન્ધરાયણને કહે છે, “આર્ય,થાક એટલું દુખ નથી ઉપજાવતો જેટલું આ તીસ્કાર.” આર્ય, તથા પરીશ્રમ: પરીખેદ નોત્પાદયતી યથાયં પરીભવ: વાસવદત્તા યૌગન્ધરાયણની યોજનામાં જોડાઇ હોવા છતાં સ્ત્રી સુલભ નાજુક લાગણીઓમાં અટવાય છે. યૌગન્ધરાયણ તેને આશ્વાશન આપે છે. જે વસ્તુ ભોગવીને છોડી હોય તેનું દુ:ખ શા માટે ? કેમ કે આવી સ્થિતિ ભાવિમાં પ્રાપ્ત થવાની જ છે - ચક્રારપંક્તિરિવ – ગચ્છતિ ભાગ્યપંક્તી: 

૨. સ્વપ્નવાસવદત્તા ન્યાસ પ્રસંગ

વાસવદત્તાની પદ્માવતીને સોંપણી: 

મગધરાજ દર્શકની બહેન પદ્માવતી આશ્રમવાસ કરતી પોતાની માતા ને મળીને રાજગૃહ તરફ જવાની છે. તેણે આશ્રમમાં થોડો સમય પસાર કરવાનું નક્કી કર્યુ છે. આ પદ્માવતી વત્સરાજ ઉદયનની રાણી બનશે. એવું પુષ્પક, ભદ્ર વગેરે જ્યોતિષિઓએ ભાંખ્યુ છે, તેથી યૌગન્ધરાયણને તેના માટે પોતીકાપણાની લાગણી જાગે છે. વાસવદત્તા ને પણ પદ્માવતી તરફ બહેન જેવો સ્નેહ થાય છે. 

પદ્માવતી ના તાપસી સાથે ના વાર્તાલાપથી વાસવદત્તા મુગ્ધ થાય છે.તેનું કુલિનરૂપ તો તેને અગાઉથી જ સ્પર્શી ગયું  હતું. અને હવે તો તેની મીઠી વાણી એ પણ તેના પર જાદુ કર્યુ. તે કહે છે- નહીં રુપમેવ, વાગપી ખલ્વસ્યા મધુરા. તાપસી આવી લાવણ્યવતી અને મધુર ભાષિણી કન્યા માટે કોઇ વર મળ્યો કે નહીં એવો  પ્રશ્ન કરે છે. દાસી ઉજજયીની- નરેશ પ્રધ્યોતના ના પુત્ર માટેના રાજકન્યાના માંગાની વાત કરે છે. ત્યારે પદ્માવતી તે પ્રત્યે સહેજપણ લક્ષ્ય આપતી નથી. વાસવદત્તા આવી કન્યા પોતાના ભાઇ માટે સ્વીકારવા ખુશી છે. પરંતુ વિધિની રચના તો જુદી જ છે.
શ્રમ માં થયેલા પોતાના સ્વાગતથી પ્રસન્ન થઇ પદ્માવતી ધર્મના આચરણ અર્થે દાન આપવાની અભીલાષા વ્યક્ત કરે છે. આ નિમંત્રણથી યૌગન્ધરાયણને પોતાની યોજનાને કાર્યાંન્વિત  કરવાની તક સાંપડે છે. તે મોટે થી કહે છે.- અહમર્થી અર્થાત મારે કંઇક માંગવુ છે. કંચુકી તેને માંગવા વીનવે છે ત્યારે યૌગન્ધરાયણ પોતાની અસહ્ય સ્થિતિ નો ખ્યાલ આપે છે. પોતાની બહેનનો પતિ પરદેશ ગયો છે. તેથી આ રાજકુમારી થોડો સમય સંભાળ રાખે તેવી અપેક્ષા રાખે છે. યૌગન્ધરાયણને દ્રવ્યની કે સાધનોની જરુર નથી. તે તો ધીર અને ધર્મની ગતિ જાણનારી પદ્માવતીમાં બહેનના ચારિત્ર્ય રક્ષણની સમર્થતા જોઇ આ કાર્ય તેને સોંપવા ઇચ્છે છે. આના અનુસંધાનમાં કંચુકીના- દુ:ખં ન્યાસસ્ય રક્ષણમ. અર્થાત થાપણનું રક્ષણ કરવું દુ:ખદ છે. એવા વિચારને પદ્માવતી રદિયો આપે છે. આમ યૌગન્ધરાયણની યોજનાની મહત્વની કડી પાર પડે છે.તે કહે છે- અધર્મવસિતં ભારસ્ય અર્થાત હવે અડધો ભાર ઓછો થયો.
યૌગન્ધરાયણ વત્સરાજ ઉદયન અને પદ્માવતીનો વિવાહ ગોઠવાય તેમ ઇચ્છે છે. કેમ કે આમ થાય તો જ મગધરાજ દર્શકની મદદ મળે અને આરુણી જેવા શત્રુને હાંકી કાઢી શકાય. બન્ને નારીઓ વચ્ચે નો સ્નેહભાવ સચવાઇ રહે. વાસવદત્તાને પદ્માવતી પાસે ન્યાસ મૂકવાના પ્રસંગની નાટકીય અગત્ય અનેકગણી છે. પ્રથમ અંકના આ પ્રસંગમાં જ યૌગન્ધરાયણની અણિશુધ્ધ યોજનાની વિશાળતા દ્રષ્ટિગોચર થાય છે. યૌગન્ધરાયણ પોતાના માલિકના કલ્યાણ માટે દરેક જાતનાં પગલાં ભરવા તૈયાર છે. તે વાસવદત્તાને પદ્માવતી પાસે વ્યવસ્થિત રીતે ગોઠવી ભવિષ્યના યુધ્ધની તૈયારીઓમાં પડે છે. પ્રથમ અંકના આ પ્રસંગો નાટકનાં છ અંકની ઘટનાઓનો સૂત્રાત્મક રીતે પરીચય આપે છે.
૩. બ્રહ્મચારી પ્રસંગ- નાટ્યગત મહત્વ.

બ્રહ્મચારી પ્રસંગ નાટકીય અગત્ય: 

બ્રહ્મચારી પાત્રનો તપોવન- પ્રવેશ અને વૃતાંત-નિવેદન પશ્વાતદર્શન ને પ્રગટ કરે છે. બ્રહ્મચારી રાજગૃહનો નિવાસી હતો. તે વત્સદેશમાં લાવાણક નામના ગામમાં વિશેશ વિદ્યાભ્યાસ માટે રહેતો. તે સમય દરમ્યાન લાવાણકમાં બનેલી ઘટનાઓ- જેમ કે લાવાણકના અગ્નિદાહમાં વાસવદત્તા અને મંત્રી યૌગન્ધરાયણનું કહેવાતું અવસાન, વત્સરાજ ઉદયનનો અપરિમિત શોક અને રુમણ્વાને ઉદયનને સાચવવા માટે કરેલો પ્રયાસ વર્ણવી બતાવે છે. બ્રહ્મચારી યુવાન વિદ્યાર્થી છે. તેનું નિવેદન લાગણીપુર્ણ,રાગાત્મક અને નાટ્યાત્મક વક્રોકિતથી સભર છે. જેમના મૃત્યુની ચર્ચા કરવામાં આવે છે તે વાસવદત્તા અને યૌગન્ધરાયણ શ્રોતાઓમાં હાજર હોવાથી પ્રસંગ અત્યંત અસરકારક અને રસપ્રદ બને છે. યૌગન્ધરાયણ પોતે અમલમાં મૂકેલી યોજનાની સિદ્ધિની કડીબદ્ધ વિગતો બ્રહ્મચારી પાસેથી કુનેહપૂર્વક કઢાવે છે. ભાસે દ્રશ્ય આયોજન એટલી કુશળતાપૂર્વક કર્યુ કે કુતૂહલનું તત્વ સતત જળવાઇ રહે છે.

બ્રહ્મચારી વેદાભ્યાસી છે છતાં ઉત્કટ પ્રેમ પર ભાર મૂકતાં સંભાષણો કરે છે તે સામે ઘણાં એ વાંધો લીધો છે. ભાસે બ્રહ્મચારી ના પાત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિનું બયાન કરાવ્યું છે તે સહેતુક લાગે છે. પ્રણયપથથી અનભિ વ્યક્તિ પર પણ વત્સરાજ ઉદયનની પ્રગાઢ પ્રીતિ ની ઘેરી અસર છે તે બ્રહ્મચારીની કથનશૈલી પરથી જણાઇ આવે છે.  બ્રહ્મચારી ના નિવેદન દ્વારા નાટ્યકારને માત્ર કથાવસ્તુ પશ્વાદ ભૂમિકા જ તૈયાર કરવી નથી, પરંતુ તે તો આ વૃતાંત દ્વારા વત્સરાજ ઉદયનને  થયેલા અપરિમિત શોકનું દર્શન કરાવવા માંગે છે. વળી વાસવદત્તા માટે જે અપાર સ્નેહ છે તેનો ખ્યાલ વાસવદત્તાને આપવાનો છે. વિરહાવસ્થામાં રાજરાણી વાસવદત્તાને ટકાવી રાખે તેવા,મહાન આશ્વાસક પરિબળને ખડું કરવાનું છે. આથી બ્રહ્મચારી જ્યારે કહે છે.”પછી તેના શરીર પર પહેલાં અને બળતાં બચી ગયેલાં આભૂષણોને છાતી સરસાં ચાંપીને રાજા મુર્છિત થયા.” (તતસ્તસ્યા શરીરોપભુક્તોની દુગ્ધશેષાણ્યાભરણાનિ પરિષ્વજ્ય રાજા મોહમુપગત:) ત્યારે વાસવદત્તા સ્વગત રીતે યૌગન્ધરાયણની ઇચ્છાની પૂર્ણતા ઇચ્છે છે.

વત્સરાજ ઉદયનના સાનુકોશથી  પદ્માવતીના દિલમાં પણ તેના વિશે સાચી સહાનુભૂતિ પેદા થાય છે. બ્રહ્મચારીનું લાગણીસભર બયાન પદ્માવતીના હ્રદયમાં ઉદયન માટેની પ્રીતિનાં બીજ વાવે છે. ભાસ માત્ર રાજકીય હેતુથી પ્રેરાઇ ને જ પદ્માવતીને ઉદયન સાથે જોડે તો,તે ગાણિતિક લાગે. અહીં તે પદ્માવતી ના વ્યક્તિત્વ ની અને નારીહ્રદય ની કોમલ લાગણીઓની પણ નોંધ લે છે.

આ પ્રસંગનું બયાન એક યુવાન બ્રહ્મચારી પાસે કરાવી ભાસે જીવનની વાસ્તવિકતાને ધ્યાનમાં લીધી છે. જો કોઇ વૃધ્ધ તાપસ આવા પ્રસંગ ને વર્ણવતો હોત તો તે તાત્વિક વિચારોની દુનિયામાં ખોવાઇ જાત. બ્રહ્મચારી માત્ર હકીકતોનું રુક્ષ એવું નિરુપણ કરતો નથી, પરંતુ તે વિગતો ને ખુબ જ જીણવટપૂર્વક રસિક રીતે મૂર્તિમંત કરે છે.  

ભાસે આ બધાં પાત્રોને સકારણ તપોવન માં પ્રવેશ કરાવ્યો છે, મહામંત્રી યૌગન્ધરાયણની ભાવિ યોજનાને કાર્યાંન્વિત કરવા માટે આવું શાંત અને સુરક્ષિત સ્થાન જ સહાયરુપ થઇ શકે. આ સ્થાને બ્રહ્મચારીનું આગમન થાય તે પણ સ્વાભાવિક જ છે. પદ્માવતી પણ રાજમાતા ની મુલાકાત લઇ પાછાં વળતાં આ સ્થાને આવી પહોંચી છે. ભાસે સમગ્ર પરિસ્થિતિનું નિરુપણ અને વિકાસ સાહજીક રીતે સાધ્યાં છે. બ્રહ્મચારીના વૃતાંત દરમિયાન ભાસે વાસવદત્તાની સ્વગતોક્તિઓ દ્વારા તેની મનોદશાનો પરિચય કરાવ્યો છે. યૌગન્ધરાયણ પર તેને પૂર્ણ વિશ્વાસ છે. આથી જ તો તે યોજનામાં સમ્મિલિત થઇ છે. છતાં પ્રત્યેક પળે તે માનવ-સુલભ રીતે પોતાના અંતર નું અવલોકન કરે છે. રુમ્ણવાને રાજા ને સ્વસ્થ કર્યાનું જાણ્યા પછી તે વિશેષ નિરાંત અનુભવે છે. તેની ફરજ અને કર્તવ્ય નિશ્વિત હોવા છતાં ભાવોનું તુમુલ યુદ્ધ ડગમગાવી દે છે. આ અંકમાં ભાસે પાત્રોને સામાન્ય માનવીના સ્વરુપે રજુ કરી, તેમના હર્ષ અને વિષાદને વાચા આપી છે. અંકના અંત ભાગમાં ભાસ સાંકેતિક રીતે સુખાન્તનું સૂચન કરે છે. “વાસવદત્તા પણ જલ્દી થી પતિ મેળવે” (ત્વમપ્યચિરેણ ભર્તારં સમાસાદય) એવા તાપસીનાં આશીર્વચનો ભાવિનું સૂચન કરે છે. આમ, “સ્વપ્નવાસદત્તમ” નો પ્રથમ અંક અનેકવિધ રીતે મહત્વ નો છે. 

૪. “સ્વપ્નવાસવદત્તમ”- શીર્ષક

સ્વપ્નવાસવદત્તમ નાટકનું શીર્ષક 

સામાન્ય રીતે કોઇ પણ કૃતિનું નામકરણ તેના સર્જન માટે અત્યંત મહત્વનું હોય છે. કૃતિનું શીર્ષક નવીન, આકર્ષક, ભાવપૂર્ણ અને અર્થ ને અનુરુપ હોવું જોઇએ. ટૂંકુ સચોટ અને કૃતિના સમગ્ર ભાવને આવરી લેતું શીર્ષક સાર્થક ગણી શકાય. સંસ્કૃત સાહિત્યમાં કૃતિઓને શીર્ષક આપવા માટેની વિવિધ પ્રણાલી છે. 

૧) નાયકના નામના આધારે
૨) નાયિકાના નામના આધારે
૩) નાયક- નાયિકાના નામના આધારે

૪) કથાનકના હાર્દસમા કોઇક પ્રસંગના આધારે
૫) કથાનકના અંતિમ લક્ષ્યને આવરી લેતું 

પ્રસ્તુત નાટકનું શીર્ષક પાંચમા અંકમાં બનતા સ્વપ્ન-દ્ર્શ્ય ઉપરથી ભાસે નક્કી કર્યુ છે. આ દ્રશ્યમાં ઊંઘતા વત્સરાજ ઉદયનને વાસવદત્તાનું સ્વપ્ન આવે છે. વત્સરાજ ઉદયન સ્વપ્નમાં દેખાતી વાસવદત્તાની મૂર્તિ સાથે વાત કરે છે. આ સમયે ત્યાં બેઠેલી વાસવદત્તાનો કરસ્પર્શ થવાથી તે એકદમ જાગૃત થાય છે. પછી ઉદયન જ્યારે બિછાનું  છોડી ઉભો થાય ત્યારે તે ઝટ દઇને ચાલી જાય છે. વાસવદત્તાનું આછું દર્શન ઉદયનના મનમાં સંદેહ પેદા કરે છે. લાવાણકના અગ્નિદાહમાં વાસવદત્તા બળી ગઇ નથી બલ્કે જીવતી છે તેમે તે ધારે છે. પરંતુ વિદૂષકનો ઉત્તરતેને ભ્રમમાં નાખે છે. આથી તે વાસવદત્તા જાગ્યા પછી  જોવાઇ હતી કે પછી સ્વપ્નમાં નિશ્વય કરી શકતો નથી. આમ મનોવૈજ્ઞાનિક  સંઘર્ષને આકાર આપતા સ્વપ્નદ્રશ્ય પરથી થયેલું  નાટકનું નામાભિધાન કલાત્મક છે. વત્સરાજ ઉદયન અને વાસવદત્તા વિખૂટાં પડ્યાં હોવા છતાં  એમની પ્રીતિ પ્રગાઢ અને સચોટ છે. બંન્ને હ્રદયો આંતરિક દ્રર્ષ્ટિએ સંલગ્ન છે. ઉદયનના વાસવદત્તા પ્રત્યેના અખંડ પ્રેમનાં પ્રતીક તરીકે ‘સ્વપ્નવાસવદત્તમ’ શીર્ષક અર્થસભર છે. 

૧) સ્વપ્નપ્રધાનં નાટકમ સ્વપ્નનાટકમ મધ્યમપદલોપી સમાસ. સ્વપ્ન જેમાં મુખ્ય છે તેવું નાટક.
૨) સ્વપ્ને દ્રષ્ટા વાસવદત્તા – મધ્યમપદલોપી સમાસ
૩) સ્વપ્ને (દ્રષ્ટા) વાસવદત્તા યસ્મિન તત (નાટકમ) – વ્યાધિકરણ બહુવ્રીહિ 

આમાં સ્વપ્ન-દ્રશ્ય પર વિશેષ ભાર મૂકેલ જોઇ શકાય છે.

પ્રશ્ન-૧ બ શ્લોક નો અનુવાદ કરો.(બે માંથી એક) (૦૪)

અંક-૧

૩. ધીરસ્યાશ્રમસંશ્રિતસ્ય વસતસ્તુષ્ટસ્ય વન્યૈ: ફલૈ-
માર્નાહ્રસ્ય જનસ્ય વલ્કલવતસ્ત્રાસ: સમુત્પાધતે |
ઉત્સિકો વિનયાદપેતપુરૂષો ભાગ્યૈશ્વલૈવિસ્મિત:
કોયં ભો નિભ્રુતં તપોવનમિદં ગ્રામીકરોત્યાયા

ધૈર્યવાન, આશ્રમમાં રહેનારા, વન્યફળ કન્દમૂળાદિ ખાઇને સંતુષ્ટ, વલ્કલવસ્ત્ર ધારણ કરનારા, સન્માનના અધિકારી આ તપોવનના નિવાસીઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે?. અભિમાની, વિનયથી સદંતર દૂર ચંચળ ભાગ્યથી ગર્વિષ્ઠ આ કોણ વ્યકતિ છે ! જે આ શાંત આશ્રમને પોતાની આથી ગામની જેમ અશાન્ત બનાવી રહ્યો છે.

૪. પૂર્વં ત્વયાપ્યભિમતં ગતમેવમાસી- 

ચ્છલાધ્યં ગમિષ્યસિ પુનર્વિજયેન ભર્તુ: |
કાલરુમેણ જગત: પરિવર્તમાના
ચકારપંક્તિરિવ ગચ્છતિ ભાગ્યપંક્તિ ॥ 

પહેલાં તમને પણ આ પ્રમાણે જ લોકોને માર્ગમાંથી ખસેડીને ચાલવાનું ગમતું હતું. તમારા પતિના વિજય પછી ફરીથી એવી જ પ્રશંસનીય અવસ્થાને આપ પ્રાપ્ત કરશો. કલાક્રમાનુસાર આ સંસાર પરિવર્તનશીલ છે. પૈડાના આરાઓની માફક ભાગ્યચક્ર પણ ફર્યા કરે છે. સુખ પછી દુ:ખ અને દુ:ખ પછી સુખ આવવું એ સ્વાભાવિક પ્રક્રિયા છે.    

  તીર્થોદકાનિ સમિધ: કુસુમાનિ દર્ભાન
સ્વૈરં વનાદુપનયન્તુ તપોધનાનિ |
ધર્મપ્રિયા નૃપસુતા નં હિ ધર્મપીડા-
મિચ્છેત તપસ્વિષુ કુલવ્રતમેતદસ્યા: ॥

તીર્થોનું જળ, સમિધ, પુષ્પ, કુશ(દર્ભ) વગેરે તપસ્યાના સાધનભૂત પદાર્થ વનમાંથી પોતાની સ્વતંત્રતા મુજબ ગ્રહણ કરો. અમારી રાજકુમારી ધર્મપ્રિય છે, તપસ્વીઓના ધર્મમાં કોઇપણ પ્રકારની બાધા તેઓ ક્યારેય ના ઇચ્છે, તપસ્વિઓની સેવા તો એમનાં કુળનું વ્રત છે.


૧૨.  વિસ્ત્રબ્ધં હરિણાશ્વરન્તયચકિતા દેશાગતપ્રત્યયા

વૃક્ષા: પુષ્પફલૈ: સમ્રુદ્ધવિટપા: સર્વે દયારક્ષિતા: |
ભૂયિષ્ઠં કપિલાનિ ગોકુલધનાન્યક્ષેત્રવત્યો દિશો

નિ:સંદિગ્ધમિદં તપોવનમયં ધૂમો હિ બહ્યાશ્રય: ॥
 

સ્થાનના વિશ્વાસને લીધે નિર્ભય હરણો નિ:શંક થઇ ફરે છે, દયાથી રક્ષાયેલાં બધાં વૃક્ષો ફુલફળથી ભરેલી ડાળીઓવાળાં છે, ઝાંખા પીળા રંગની ગાયોનાં ટોળાં સારા પ્રમાણમાં છે. ખેડ્યા વિનાનાં ખેતરોવાળી દિશાઓ છે. ચારે બાજુથી ધુમાડો નીકળે છે. માટે ચોક્કસ આ તપોવન છે. 

૧૪. અનાહારે તુલ્ય: પ્રતતરૂદિતક્ષામવદન: 

શરીરે સંસ્કારં ન્રુપતિસંદુ:ખં પરિવહન |

દિવા વા રાત્રો વા પરિઅચરતિ યતૈર્નરપતિં

ન્રુપ: પ્રાણાન સધ્યસ્ત્યજતિ યદિ તસ્યાપ્યુપરમ:

આહાર ન કરવામાં તેમેના જેવો છે, સતત રડવાથી તેનું મુખ સુકાઇ ગયું છે. રાજાના જેટલું દુ:ખ દર્શાવનાર એવા સંસ્કાર શરીર પણ ધારણ કરતો તે રાતદિવસ પ્રયત્ન પૂર્વક રાજાની સેવા કરે છે. જો રાજા પ્રાણ ત્યજી દે તો તેનું પણ તરત જ અવસાન થાય.

૧૬.   ખગા વસોપેતા: સલિલમવગાઢો મુનિજન:

પ્ર્રદિપ્તોઅગ્નિનર્ભાતિ પ્રવિચરતિ ધુમો મુનિવનમ |
      પરિભ્રષ્ટો દુરાદ રવિરપિ ચ સંક્ષિપ્તકિરણો

રથં વ્યાવર્ત્યાસૈ પ્રવિશતિ શનૈરસ્તશિખરમ

પક્ષીઓ માળામાં પાછા ફર્યાં છે. મિનિજનો જળમાં સ્નાન માટે ઉતર્યા છે. પ્રજ્વલિત એવો અગ્નિ પ્રકાશિત થાય છે. ધૂમાળો તપોવનમાં પ્રસરી રહ્યો છે. ઊંચેથી ઢળેલો સૂર્ય પણ કિરણો સંકેલીને તથા રથને વાળીને ધીમે ધીમે અસ્તાચળના શિખર તરફ જાય છે. 

યુનીટ.૨ 

સ્વપ્નવાસવદત્તમ્ ( અંક ૨,૩,૪) 

પ્રશ્ન ૨.(અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

અથવા
(અ) સામાન્ય પ્રશ્ન લખો.(એકના વિકલ્પે એક)  

૧. કંદુકક્રીડા પ્રસંગ.
દ્વિતીય અંક- રસ દર્શન       

દ્વિતીય અંકનો આરંભ ભાસે પદ્માવતીની કંદુકકીડાથી કર્યો છે. આ દ્રશ્યો નાટકમાં નૃત્યને માટેની તક પેદા કરી આપે છે. રાજકુમારી પદ્માવતીની કંદુકકીડાના પ્રસંગે વાસવદત્તા તેના સૌદર્યને વખાણે છે. જ્યારે વાસવસત્તા પદ્માવતીને ઉજ્જયિનિ-નરેશ પ્રધોત મહાસેનની ભાવિ પુત્રવધૂ તરીકે સંબોધે છે ત્યારે ચેટી તેની ભૂલ સુધારે છે. વાસવદત્તા અને પદ્માવતી વચ્ચેનો વિસ્ત્રબ્ધ વાર્તાલાપ પદ્માવતીના હ્રદયમાં ઉદયનની પ્રતિતિને વધુ દ્રઢ કરે છે. વળી વત્સરાજ ઉદયન ઊંડી મમતાવાળો છે તે કારણે જ તે પદ્માવતી ના દિલમાં વસ્યો છે. આ સંવાદ દરમ્યાન પતિતરફ ના પક્ષપાતના કારણે વાસવદત્તા તેના સૌન્દર્યના વખાણ કરી બેસે છે. પરિસ્થિતિનો ખ્યાલ આવતાં તે ભળતો ઉત્તર આપી દે છે.
  પદ્માવતી ના કૌતુકમંગલ વિધિના સમાચાર દર્શકની મહારાણી પાસેથી આવે છે. ત્યારે થોડીક ક્ષણો વાસવદત્તા ઉદયનના ક્ષણિક સ્નેહ અવિષ્કાર માટે ખિન્નતા અનુભવે છે, વાસવદત્તાના સ્ત્રીસુલભ રીતે જન્મતાં ગુપ્ત સ્પન્દનો ભાસે બહુ ચાતુર્યપૂર્ણ રીતે આલેખ્યાં છે. અલબત્, વાસવદત્તાની માનસિક ભૂમિકાથી પદ્માવતી તદ્દ્ન અજ્ઞાત છે. પદ્માવતી પ્રધ્યોત મહાસેનના પુત્ર સાથેના પોતાના ભાવિ સંબધ માટે અનિચ્છા પ્રદર્શિત કરે છે ત્યારે પણ વાસવદત્તાનું ગર્ભિત મૌન નાટકને અનેરું આકર્ષણ બક્ષે છે.પદ્માવતીનું ઉદયન સાથેનું વેવિશાળ નક્કી થયા પછી પણ વાસવદત્તા આધાત-પ્રત્યાઘાત અનુભવે છે. અલબત, મૂંગા મોઢે વેદનાને પી જવી તે વાસવદત્તાને માટે ધર્મ બન્યો છે. આ બીજા અંકમાં પ્રસંગો ઓછા છે. છતાં વાસવદત્તા ના પાત્રની માનસિક સ્થિતિ સમજાવવા માટે આ અંક અત્યંત અગત્યનું કાર્ય સાધી આપે છે. 

૨. કૌતુકમાલા ગુંફન પ્રસંગ

તૃતીય અંક: રસદર્શન

   વાસવસત્તાના ઉદયન પ્રત્યેના ઊંડાણ ભર્યા પ્રણય ને રજુ કરવા માટે ભાસે સ્વપ્નવાસદત્તમના બીજા અને ત્રીજા અંકનો ઉપયોગ કર્યો છે.ત્યાગ વગર કદી પણ સિદ્ધિ સાંપડતી નથી. સાચો સ્નેહ ત્યાગ પર જ નિર્ભર છે. નિરાશ અને ભગ્નહ્રદયા વાસવસત્તાને  પદ્માવતીના મુખે જ પોતાના પતિને વરવાની તેની ઇચ્છા જાણવા મળે છે: એટલું જ નહીં, તેની હાજરીમાં જ કૌતુકમંગલ વગેરે વેવિશાળનો વિધિ ગોઠવાય છે.પોતાના સ્નેહાળ પતિ આજે અન્ય સ્ત્રીને પરણી રહ્યા છે, પોતે જીવંત છે છતાં- આ વિચારે તે વધુ વિહવળ બને છે. આ બધા પ્રસંગોની પરંપરા તેના હ્રદયમાં અકથ્ય વેદના ઉત્પન્ન કરે છે. આથી તે લગ્નઉત્સવથી ભરેલા અંત:પુરના ચોકમાં પદ્માવતીને મૂકીને  વિધિએ દીધેલા દુ:ખને હળવું કરવા પ્રમદવન તરફ આવે છે. ‘આર્યપુત્ર પણ બીજી ના થઇ ચુક્યા’ (આર્યપુત્રોપિ નામ પરકીય સંવૃત:) એ ખ્યાલે તે ભાંગી પડે છે. પ્રિયંગુલતાની નીચેના પથ્થરના આસન પર બેઠેલી વાસવદત્તાને દાસી ધુમ્મસને લીધે ઘેરાયેલી ચંદ્રકલા સાથે સરખાવે છે.
  મહારાજ દર્શકનાં રાણીએ આવન્તિકા(વાસવદત્તા) ઊંચા કુળમાં જન્મેલાં, પ્રેમાળ અને નિપુણ છે એમ પદ્માવતી માટે વિવાહની કૌતુકમાલા તેની પાસે ગૂંથાવવા કહ્યું છે. વિધિની વિચિત્રતા તો જુઓ! કેવો આઘાત! પોતાની જ શોક્યને માટે વાસવદત્તાને લગ્નનો હાર ગૂંથવાનો પોતે છોડ્યા પછી ઉદયનની શારીરિક તંદુરસ્તી અને રૂપ કેવા છે તે જાણવાની વાસવદત્તાને ભારે જીજ્ઞાસા છે.પરંતુ રડી પડાશે એમ માની પરપુરૂષનાં ગુણગાન સાંભળવા ઠીક નથી એમ કહી, ઉદયનના રૂપને વખાણતી દાસી ને અટકાવે છે. લગ્નની માળા ગૂંથતા વાસવદત્તા ”અવિધવાકરણ” ની વનસ્પતિનો હોંશ થી ઉપયોગ કરે છે. પોતાના પદ્માવતીના સૌભાગ્યને માટે તે આવશ્યક છે. પરંતુ ‘સપત્નીને મારનારા ફૂલો’ માળામાં ગૂંથવા તે તૈયાર નથી. દાસી કારણ પુછે છે ત્યારે પૂર્વની પત્નીનું અવસાન થયું હોવાથી તે બિનઉપયોગી છે એમ સમજાવે છે. એટલામાં દૂરદૂર વત્સરાજ ઉદયનના દર્શકના મહેલમાં પ્રવેશ કરવાના સમયે મંગલવાદ્યોનો ધ્વનિ તેના કાને અથડાય છે. વાસવદત્તા પદ્માવતી માટે તૈયાર કરેલી માળા મોકલે છે.ત્રીજા અંકમાં ઉદાર દિલે કારમી વ્યથા સહેતી વાસવદત્તાનું પાત્ર ઉત્તમરરામચરિતના સીતાના પાત્રથી કોઇ પણ રીતે નબળું લાગતું નથી. હ્રદયના ઔદાર્ય અને સ્વામીમાં અખૂટ વિશ્વાસને કારણે જ વાસવદત્તા આવી પરિસ્થિતિઓને દ્રઢપણે સહી શકે છે.


૩. પ્રમદવન દ્રશ્ય પ્રસંગ.
  પ્રમદવનનું દ્રશ્ય - નાટ્યગત અગત્ય: 

પદ્માવતી, આવંતિકાના વેશમાં વાસવદત્તા અને દાસી સાથે શેફાલિકાના ખીલેલા ગુચ્છો જોવા માટે પ્રમદવનમાં પ્રવેશે છે. દાસી વિવિધ રંગી ફુલોથી ખોબો ભરી પદ્માવતીને આપે છે. પતિદેવ પ્રમદવનમાં પ્રવેશે ત્યારે પુષ્પસમૃધ્ધિ જોઇ પોતાને સન્માને એ ખ્યાલે પદ્માવતી દાસીને વધારે પુષ્પો ચૂંટવાની ના કહે છે.
આ સમયે વાસવદત્તા પદ્માવતીને એક નાજુક પ્રશ્ન પુછે છે. પદ્માવતીને પોતાના પતિ વત્સરાજ ઉદયન પ્રિય છે ખરા ? પદ્માવતી કુલીનતાને છાજે તે રીતે કહે છે કે માત્ર પતિદેવના વિરહથી આતુર બને છે. વાસવદત્તાની મનોદશા જ તેણે પ્રકટ કરી છે.પદ્માવતી વત્સરાજના પ્રણયની દુનિયામાં હજુ કદમ માંડી જ રહી છે. આથી જ તે પોતાના અને વાસવદત્તાના તેના પ્રત્યેના સ્નેહની તુલના કરવા ઇચ્છે છે. આ સ્પર્ધામાં પોતે આગળ નીકળે તે તેની અભિલાષા છે. પરિસ્થિતિથી બેધ્યાન વાસવદત્તા, ઉદયન પદ્માવતીના કરતાં પણ વાસવદત્તાને વિશેષ વ્હાલા હતા એવો ઉત્તર આપી બેસે છે. વત્સરાજ ઉદયન પ્રત્યેના પક્ષપાતને કારણે તેણે વાતચીતમાં આચારનો ભંગ કર્યો હતો. અંતે વાસવદત્તા પતિપ્રેમને ખાતર સ્વજનો છોડ્યાની વાત કહી તે પરિસ્થિતિ સંભાળી લે છે. દાસી પદ્માવતીને વત્સરાજ ઉદયન પાસે વીણા શીખવા સૂચવે છે ત્યારે ઉદયન શો જવાબ આપ્યો છે તે જાણવા વાસવદત્તા વિશેષ ઉત્સુક છે. પદ્માવતીના પ્રશ્નનો ઉદયને લાંબા નિસાસા અને મૌનથી ઉત્તર વાળ્યો. પદ્માવતી તેમાં પણ વાસવદત્તાના ગુણો પ્રત્યેની વત્સરાજ ઉદયનની વફાદારી જુએ છે. અજ્ઞાતવાસમાં પણ આવા પતિવિષયક સંવાદો વાસવદત્તાના જીવનમાં નવી ચેતના પૂરે છે. પતિ પોતાને હજુ ભુલ્યો નથી તે ખ્યાલે વાસવદત્તા મનોમન પ્રસન્નતા અનુભવે છે. સ્ત્રીઓનો વિસ્ત્રબ્ધ વાર્તાલાપ તેમના મનની સ્થિતિને પ્રકટ કરે છે. બન્ને-પદ્માવતી અને વાસવદત્તા-પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વત્સરાજની પ્રગાઢ પ્રીતીની ઝંખનામાં ડૂબેલાં છે. 

વાસવદત્તા અને વત્સરાજ ઉદયન એકબીજાને ન મળે તે નાટકીય દ્રષ્ટી એ અતિઆવશ્યક હતું. આ વસ્તુની તરફેણમાં એક હકીકત એ હતી કે આવંતિકા વેશધારી વાસવદત્તા પરપુરુષનું દર્શન કરતી નહોતી. આથી જ પદ્માવતીએ સ્વેચ્છાએ વત્સરાજ ઉદયનને મળવાનું જતુ કર્યુ હતું. આમ,પુરુષોથી બચવા ત્રણે સ્ત્રીઓ માધવીલતાના માંડવા નીચે જાય છે. બીજી તરફ ઉદયન અને વસંતક પ્રવેશે છે.

વિદૂષકના મનમાં પ્રશ્ન જાગે છે. તે પૂછે છે. આપને પહેલાનાં રાણી વાસવદત્તા વધારે વ્હાલા કે હાલ ના પદ્માવતી ? “ આ પ્રશ્ન વત્સરાજ ઉદયનને સંકટમાં નાખે તેવો હતો એમ પદ્માવતી પણ કબૂલે છે. અલબત્ત, બુધ્ધિશાળી પદ્માવતી રાજાના ઉદગારોમાંથી ઉત્તર તારવી લે છે. વિદૂષક ગ્રામીણ છે, આથી ખૂબ કઢંગી રીતે દબાણ કરી પ્રશ્નો ના જવાબો કઢાવે છે. ઉદયન પદ્માવતીનાં રૂપ,શીલ અને મીઠાશને પસંદ કરતો હોવા છતાં વાસવદત્તામાં જડાયેલા પોતાના મનને તે હરી શકતી નથી એમ સ્પષ્ટ રીતે સ્વીકારે છે.

ઉદયનનો ઉત્તર આતુર વાસવદત્તાને મોટું આશ્વાસન બક્ષે છે. પતિને પોતાના માટે હજુ પણ એવો જ અપાર સ્નેહ છે તે જાણી તેનું હૈયું નાચી ઉઠે છે. અજ્ઞાતવાસ લાભદાયક નીવડ્યાની પ્રતીતિ થાય છે. તે કહે છે – “દત્તં વેતનમસ્ય પરિખેદસ્ય” અર્થાત આ ખેદનો બદલો મળી ચૂક્યો. દાસીને ઉદયનનો જવાબ કઠે છે. છતાં પદ્માવતી ઔદાર્યપૂર્ણ રીતે તેમાં ઉદયનની સભ્યતા, વિશાળ હ્રદય અને વિનયી સ્વભાવને જ અવલોકે છે.અલબત, વત્સરાજ ઉદયનની આ હ્રદયગત કબૂલાત. પદ્માવતીનાં મન પર અભાનપણે ગૂઢ અસર પાડ્યાં વગર રહેતી નથી. પદ્માવતીની શિરોવેદનાની તાત્કાલિક બિમારી કદાચ આનું જ પરીણામ હોય એમ લાગે છે.

આ નાનકડો પ્રસંગ ઉદયનની માનસિક ભૂમિકા તૈયાર કરવામાં ખુબ જ મદદરૂપ નીવડે છે. મગધરાજ દર્શકની મદદથી રાજ્યની પુન:પ્રાપ્તિ તો થશે પરંતુ પ્રિયતમાનું ? તેની પણ ભવિષ્યમાં પ્રાપ્તિ થશે જ એવો સંકેત ભાસે અહીં કર્યો હોય એમ લાગે છે. આખા પ્રસંગ દરમ્યાન વત્સરાજ ઉદયનના ઉત્તરોથી વાસવદત્તાને એના અખંડ પ્રેમની દ્રઢ પ્રતીતિનું પુન:દર્શન થાય છે.

આવી કુશળ જમાવટને અંતે ભાસ દ્રશ્યની પૂર્ણાહુતિમાં પણ પોતાની કલાનો કસબ બતાવે છે. આંસુના રેલાથી ભીના થયેલા ઉદયનના ગાલ ધોવા માટે વિદુષક પાણી લેવા જાય છે. ભાસે નાટકીય દ્રશ્ટીએ જરુરી એવા વિદુષકની ગેરહાજરી સાહજિક રીતે ઊભી કરી છે. અપુર્ણ નેત્રોવાળા પોતાના મુખને ઉદયને વસ્ત્રથી ઢાંકેલુ છે. સ્ત્રીઓને સરકી જવા માટે આ ઉત્તમ તક સાબિત થાય છે. નેકદિલ વાસવદત્તા પદ્માવતીની લાગણીઓને પહેચાને છે. આથી જ તેને લાગણીવશ વત્સરાજ ઉદયન પાસે થોભવા સૂચવે છે. ઉદયનનાં આંસુ માટે વિદુષક ભળતું કારણ શોધીને પદ્માવતીને સમજાવી દે છે. આ પરિસ્થિતિ ટૂંકાવવા વિદુષક ઉદયનને બપોરવેળાએ મગધરાજ દર્શકને મળવા જવાની વાત કહે છે.

૪. ઉદયનનું પાત્રા લેખન.

 અન્ય સંસ્કૃત નાટકોની જેમ વત્સરાજ ઉદયન પણ ધીરોદાત્ત પ્રકૃતિનો દક્ષિણ નાયક છે. વત્સદેશ નો અધિપતિ ઉદયન સુશીલ, વિનયી અને સૌમ્ય સ્વભાવનો છે. દેખાવમાં પણ તે સ્વરૂપવાન છે. બીજા અંકમાં પદ્માવતી સાથેની વાતચીતમાં વાસવદત્તા ઉદયનને “દર્શનીય” કહે છે.

ઉદયનનું ચારિત્ર્ય ઉદાત્ત છે. તેની પ્રજાને તેના માટે અનહદ સ્નેહ છે અને આદર છે. લાવાણકથી આવેલો બ્રહ્મચારી કહે છે કે વત્સરાજની વિદાયથી લાવાણકે એનું તેજ ગુમાવ્યું છે. હર્ષવર્ધનની નાટિકાઓનો ઉદયન પ્રણયલોલુપ ભમરો છે, જ્યારે અહીં તે વફાદાર પ્રેમી તરીકે રજુ થયો છે. વાસવદત્તાના કહેવાતા અવસાનના સમાચાર સાંભળીને વત્સરાજ ઉદયન અગ્નિમાં બળી મરવા તૈયાર થયો. મંત્રી રુમ્ણાવાનથી અટકાવાયેલો તે વાસવદત્તાના અડધા બળેલા ઘરેણાં છાતી સરસાં ચાંપીને મૂર્છિત થયો. ઉદયનના મનમાં વાસવદત્તા માટે નિ:સીમ પ્રેમ છે. વાસવદત્તાથી વિયુક્ત થવા છતાં એક પણ પળ તે તેને ભુલી શક્યો નથી. ચોથા અંકમાં વિદૂષક પદ્માવતી અને વાસવદત્તામાં ઉદયનને કોણ અધિક પ્રિય છે એવો પ્રશ્ન પુછે છે ત્યારે પણ ઉદયનનો વાસવદત્તા માટેનો  પક્ષપાત સ્પષ્ટ થાય છે.( પદ્માવતી બહુમતા મમ યધપિ રૂપશીલમાધુર્ય: વાસવદત્તાબદ્ધં ન તુ તાવન્મે મનો હરતિ) પાંચમા અંકમાં વિદૂષક ઉદયનને  ઉજ્જયિનીની વાત કહે છે ત્યારે પણ રાજાને વાસવદત્તાની યાદ આવી જાય છે. મગધરાજ દર્શકની બહેન પદ્માવતીની સાથે મંત્રીઓની પ્રેરણાથી ઉદયનને વિવાહ કરવો પડે છે. અલબત્ત, તેની પાછળ રાજકીય કારણો જ મહત્વનો ભાગ ભજવે છે.

છઠ્ઠા અંકમાં રાજ્ય ની પુન:પ્રાપ્તિ થયા પછી ધોષવતી વીણાંનો પ્રસંગ બને છે. ઘોષવતી વીણાની પુન:પ્રાપ્તિ ઉદયનની વ્યથાને વધારી દે છે. જ્યારે પ્રદ્યોત મહાસેનનો કંચુકી તેને અભિનંદનનો સંદેશો પાઠવે છે ત્યારે તે જવાબ આપે છે :” મહાસેનસ્ય દુહિતા શિષ્યા દેવિ ચ મે પ્રિયા કથં સા ન મયા શક્યા સ્મર્તુ દેહાન્તરેષ્વપિ) સ્વપ્નદ્રશ્યમાં ઉદયન અભાનપણે વાસવદત્તાને જ યાદ કરે છે. સ્વપ્નમૂર્તિની સાથેના સંવાદમાં, તેને દુ:ખ લાગ્યું સમજી માફી માંગે છે. ઉદયન અત્યંત વિનમ્ર છે. પદ્માવતી આવંતિકા અને ચિત્રફલકમાંની વાસવદત્તા એક હોવાની વાત કરે છે ત્યારે ઉદયન તેને જોવા ઇન્તજાર બને છે. માનસિક સંધર્ષમાં અટવાયેલું તેનુ ચિત્તરૂપના સામ્યવાળી, પ્રોષિતભર્તૂકાને વાસવદત્તા માનવા તૈયાર નથી. વત્સરાજ ઉદયનની પરેશાનીનું મુખ્ય કારણ તેનો વાસવદત્તા પ્રત્યેનો  ઊંડાણવાળો બદ્ધમુલ અનુરાગ છે. 

ઉદયનને વડીલો અને ગુરુજનો માટે ભારે આદર છે. છટ્ટા અંકમાં પ્રતિહારી પ્રધોત મહાસેનના દરબારમાંથી આવેલા કંચુકી અને ધાત્રીના સમાચાર આપે છે. ત્યારે ઉદયન ઉદ્ધિગ્ન થાય છે.

અન્ય માનવો સાથેનો ઉદયનનો વ્યવહાર માનવતાભર્યો છે. તેની ઉદારતાનો કેટલીક વખત ગેરલાભ પણ ઉઠાવ્યો છે. જેમ કે, ચોથા અંકમાં વિદૂષક વસંતકે મૈત્રીના દાવે તેની પાસેથી ઉત્તર કઢાવ્યો. બીજાના આદર અને સહાનુભૂતિ થી તેનું હૈયું ભીંજાય છે. હ્રદયની વિશાળતાને કારણે જ ઉદયન ઊંડા પ્રણય અને શોકની સંવેદનાને ઝીલવામાં સમર્થ થયો છે. ઉદયન પોતાના અંતરની લાગણીઓને સંતાડતો નથી. તે મુક્ત કંઠે વિલાપ કરી અશ્રુ વહાવડાવે છે. સ્નેહના દુ:ખને તે તત્વજ્ઞાન ની સ્થિરતાથી વ્યક્ત કરતાં કહે છે-

દુ:ખં ત્યક્તું બદ્ધમૂલોઅનુરાગ:
સ્મૃત્વા સ્મ્રુત્વા યાતિ દુ:ખં નવય્વમં
યાત્રા ત્વેષા યદ વિમુચ્યેહ બાષ્પં
પ્રાપ્તાનૃણ્યા યાતિ બુદ્ધિ પ્રસાદમ....

આમ, વત્સરાજ ઉદયન પ્રેમમાં એકનિષ્ઠ, કલાનિપુણ , દાક્ષિણ્યવૃત્તિમ, ધરાવનાર સાહસી, વીનમ્ર, શૂરવીર પણ પ્રણયમાં આસક્ત હોવાથી રાજ્ય ના કાર્ય માં દુર્લક્ષ કરનાર, પ્રગલ્ભ અને પ્રણયરસિક નાયક છે.

બ. પૂર્વાપર સંદર્ભ સમજાવો.( ચાર માંથી બે ) (૦૪)

અંક – ૨

  (૧) અભિત ઇવ તેદ્ય વરમુખં પ્રેક્ષ્યે 

‘હું અત્યારે તારી ચારે બાજુ વર- સુંદર મુખ  જાણે કે જોયા કરું છું’
પદ્માવતીની મશ્કરી કરતાં વાસવદત્તા ઉપર્યુક્ત કથન મહાકવિ ભાસરચિત સ્વપ્નવાસવદત્તમના બીજા અંકમાં બોલે છે.
કંદુકક્રીડા રમીને પદ્માવતીના હાથ અને મુખ ખૂબ લાલ બની ગયા છે, તેથી વાસવદત્તા તેની સામે અનિમેષ દ્રષ્ટિએ જોયા કરે છે. આ સમયે પદ્માવતી પૂછે છે કે મારી મશ્કરી કરતા હો તેમ એકીટશે મારી સામે શું જોયા કરો છો ? આના પ્રત્યત્તરમાં વાસવદત્તા ઉપર્યુક્ત કથન જણાવે છે.
વર એટલે સુંદર. હું તારું સુંદર મુખ જોયા કરું છું. આવો સામાન્ય અર્થ આ વાક્યમાંથી નીકળે છે. વાસવદત્તાને કહે છે કે તારું મુખ ચારે બાજુથી ખૂબ સુંદર લાગવાથી હું તને નીરખી રહી છું. તેમાં મશ્કરી કરવાનો મારો કોઇ અર્થ નથી, ભાસે નજીક ભવિષ્યમાં પદ્માવતીનાં લગ્ન થવાનાં છે તે વાત પણ સુચિત કરે છે. કવિ ભાસ અલંકારો પ્રયોજીને નાટકને વધુ સમય બનાવવામાં ખૂબ સફળ થાય છે.
  (૨) ન હિ ન હિ દર્શનીય એવ 

‘ના,ના રૂપાળા જ છે.’ 

વાસવદત્તાની માનસિક ભૂમિકાને તાર્દેશ કરતું ઉપર્યુક્ત કથન વાસવદત્તા પોતે ભાસવિરચિત સ્વપ્નવાસવદત્તમના બીજા અંકમાં બોલે છે.
વાસવદત્તા પદ્માવતીની મશ્કરી કરે છે ત્યારે પદ્માવતી તેને તેમ કરવાની ના પાડે છે. આ સમયે વાસવદત્તા બોલવાનું બંધ કરતાં ચેટી જણાવે છે કે, પદ્માવતી તો ગુણોના કારણે ઉદયનની ઇચ્છા રાખે છે. પછી તે પદ્માવતી તો ગુણોને કારણે ઉદયનની ઇચ્છા રાખે છે. પછી તે પદ્માવતીને  એકાએક પ્રશ્ન કરે છે કે, આ રાજા કદાચ કદરુપા હોય તો ? આ સાંભળીને વાસવદત્તાથી ઉદયન તરફના અતિ પ્રેમ અને પક્ષપાતને કારણે બોલાઇ જવાય છે કે, “ના,ના, એ તો રૂપાળા છે.” અહીં વાસવદત્તાનો ઉદયન તરફનો પ્રેમ નીતરતો જણાય છે. તે ભલે યૌગન્ધરાયણની યોજનામાં સામેલ થઇ, પણ તે મનથી અલગ નથી થઇ. બધું ક્ષણવારમાં ભૂલી જઇને સંપૂર્ણ અધિકારથી તે જણાવી દે છે કે ઉદયન રૂપાળો છે. તે વાત માં મશ્કરીમાં પણ ઉદયન કદરૂપો હોય તે કલ્પી શકતો નથી. દેહ થી તે ભલે ઉદયનથી અલિપ્ત છે પણ મનથી તો તે ઉદયનમય જ છે એ જણાઇ આવે છે.
મહાકવિ ભાસે વાસવદત્તાના માનસિક ચિત્રને ખૂબ સુંદર રીતે આકાર આપ્યો છે.

(૩) સર્વજનમનોભિરામં ખલુ સૌભાગ્યં નામ 

‘ખરેખર સૌંદર્ય દરેક મનુષ્યના મનને આકર્ષે છે.’
સૌંદર્ય ના ગુણ ની પ્રશંસા કરતાં પદ્માવતી ઉપરોક્ત કથન કવિ ભાસરચિત સ્વપ્નવાસવદત્તમ ના બીજા અંકમાં બોલે છે.
ઉદયનના ગુણોને કારણે પદ્માવતી તેને ચાહે છે,પણ તેણે ઉદયનને પ્રત્યક્ષ જોયો નથી. ચેટી એક શંકા કરે છે કે જો ઉદયન કુરૂપ હોય તો, પણ વાસવદત્તા ઉદયન તરફના અતિપ્રેમ ને કારણે બોલી જાય છે કે, ના,ના, તે તો રૂપાળા છે!’ પદ્માવતી તેને પુછે છે કે, આમ ઉજ્જયિનીમાં લોકો કહે છે. આ વાતને સ્વીકારતાં પદ્માવતી ઉપર્યુક્ત કથન બોલે છે કે, “બરાબર છે. ખરેખર સૌંદર્ય દરેક મનુષ્યના મનને આકર્ષે છે.”

  રાજા ઉદયન ઉજ્જયિનીમાં રહેલો હોવાથી ત્યાંના લોકોએ તેનું સૌંદર્ય નિહાળ્યું હોય અને સૌંદર્ય તો લોકોના મનને આકર્ષે છે. વળી વાસવદત્તા ત્યાંજ રહેતી હોવાથી તેણે આ વાત સાંભળી હોય તે પણ સ્વાભાવિક છે. આમ પદ્માવતી વાસવદત્તાએ આપેલો ખુલાસો સ્વીકારે છે. 

અહીં પદ્માવતીના મુખે સૌંદર્યની પ્રશંસા ભાસે કરી છે. સુંદરતાની પ્રશંસા ભાસે ખરેખર સુંદર રીતે કરી છે.


(૪) આગમપ્રધાનાનિ સુલભપર્યવસ્થાનાનિ મહાપુરૂષહ્રદયાનિ ભવન્તિ..

“મહાપુરૂષ ના હ્રદયો શાસ્ત્રને મહત્વ આપનારાં હોય છે અને સરળતાથી સ્વસ્થ બને જાય છે.”

મહાકવિ ભાસ રચિત સ્વપ્નવાસવદત્તમમાં બીજા અંકમાં વાસવદત્તાને ઉદેશીને ધાત્રી આ વાક્ય બોલે છે.

પદ્માવતી, વાસવદત્તા અને ચેટી વાતો કરતાં હોય છે ત્યાં ધાત્રી આવીને સમાચાર આપે છે કે પદ્માવતીનો વિવાહ ઉદયન સાથે થયો. આ સાંભળીને વાસવદત્તા બોલે છે કે ગજબ થઇ ગયો. ધાત્રી પૂછે છે, શું ગજબ થઇ ગયો ? વાસવદત્તા જણાવે છે કે, આવી રીતે વિલાપ કર્યા પછી પૂર્વ-પત્નીને આટલી જલ્દી ભૂલી જવાય છે ? તેના પ્રત્યુત્તરમાં ધાત્રી જણાવે છે કે, મહાપુરૂષોનાં હ્રદયો શાસ્ત્રને મહત્વ આપનારાં હોય છે અને સરળતાથી સ્વસ્થ બની જાય છે.
અહીં કવિએ મહાપુરુષોનાં હ્રદયની વિશેષતા રજૂ કરી છે. મહાન પુરુષોનાં હ્રદય પર સુખ કે દુ:ખની અસર લાંબો સમય રહેતી નથી. તેઓ જલ્દી સ્વસ્થ થઇ જતા હોય છે. શાસ્ત્રમાં સ્પષ્ટ કહેલું છે કે પ્રિય વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિથી સુખ કે દુ:ખ ન લગાડવું જોઇએ. આનું અનુસરણ મહાન પુરૂષો કરતા હોય છે.

ઉદયન પણ મહાન પુરૂષ છે. તેના હ્રદય પર વાસવદત્તાના મૃત્યુની અસર જરૂર થઇ છે, પણ તે શાસ્ત્ર ને અનુસરતો હોવાથી જલ્દી સ્વસ્થ બની ગયો છે. અહીં કવિએ મહાન પુરૂષોની લાક્ષણિકતાને ખૂબ લાક્ષણિક રીતે વ્યક્ત કરી છે.

અંક – ૩

(૫) અહોપુત્રોઅપિ નામ પરકીય: સંવૃત:

ભાસવિરચિત સ્વપ્નવાસવદત્તમના ત્રીજા અંકની શરૂઆત અને અંતમાં રજૂ થયેલું આ કરુણ વાક્ય વાસવદત્તા બોલે છે.

પદ્માવતીનો વિવાહ ઉદયન સાથે થયો એમ જાણીને વાસવદત્તા ખૂબ દુ:ખી થાય છે. તે પોતાના વ્યથિત હ્રદયને થોડું હળવું બનાવવા પ્રમદવનમાં આવે છે. તે પોતાની વેદના ઠાલવતાં બોલી ઊઠે છે.” ખરેખર આર્યપુત્ર પણ પારકા-બીજાના બની ગયા.”

વાસવદત્તા ઉદયનના કલ્યાણ અર્થે યૌગન્ધરાયણની યોજનામાં સામેલ થઇ હતી. પણ છતાંય જ્યારે તે જાણે છે કે ઉદયનના વિવાહ પદ્માવતી સાથે થયા છે ત્યારે તે ખૂબ નિરાશ બની જાય છે. તેણે જાણે કે સર્વસ્વ ગુમાવી દીધું હોય તેવી લાગણી થઇ આવે છે. સ્ત્રી માટે પતિ એ સર્વસ્વ હોય છે. વળી વાસવદત્તા અને ઉદયન એકબીજાને ખૂબ ચાહતાં હતાં. આ સ્થિતિમાં ઉદયનના વિવાહ પદ્માવતી સાથે થતાં તે બોલી ઉઠે છે કે આર્યપુત્ર પણ પારકાં થઇ ગયા. અહીં અપિ(પણ) શબ્દનો સુંદર ઉપયોગ થયો છે. 

મહાકવિ ભાસે વાસવદત્તાના હ્રદયની વેદનાને ઉત્તમ વાચા આપી છે. મનોભાવોને વ્યક્ત કરવાની ભાસની કલા ખૂબ સુંદર છે.  


યુનીટ ૩.  (અંક ૫,૬) 

પ્રશ્ન ૩.અ ટૂંકનોંધ ( ચાર માંથી બે ) 

સામાન્ય પ્રશ્ન (એક ના વિકલ્પે એક) (૧૦)

(૧) સ્વપ્નદ્રશ્ય પ્રસંગ મહત્વ.

પ્રવેશક: આ અંકના આરંભમાં ભાસે પદ્મિનિકા અને મધુરિકા નામની પદ્માવતીની સેવામાં રહેતી બે રાજમહેલની દાસીઓનો સંવાદ આપ્યો છે. પદ્મિનિકા મધુરિકાને પદ્માવતીની અસ્વસ્થ તબિયતના અને માથાના દુ:ખાવાના સમાચાર આપે છે.પદ્મિનિકા મધુરિકાને આ સમાચાર આપીને આર્યા અવંતીકાને બોલાવી લાવવા સુચવે છે. પદ્મિનિકા આ પ્રસંગની ગંભીરતા સમજી, તે અંગેના સમાચાર વત્સરાજ ઉદયનને પહોંચાડવા ઇચ્છે છે. તે માટે તે વિદુષક વસંતકને શોધે છે.

  સ્વપ્નદ્રશ્ય: પૂર્વભુમિકા: પદ્માવતીની શિરોવેદનાનું કારણ ભાસે કહ્યું નથી. ચોથા અંકના પ્રમદવનના દ્રશ્યમાં વિદૂષકના પ્રશ્નનો ઉદયને આપેલો જવાબ પદ્માવતીને ઊંડો માનસિક આઘાત આપી ગયો હોય જેના પરિણામે તે તીવ્ર શિરદર્દ અનુભવી રહી હોય. વાસવદત્તાના વિયોગથી ખિન્ન હ્રદયવાળો વત્સરાજ ઉદયન પોતાને પ્રગાઢ રીતે ચાહી નથી રહ્યો એ ખ્યાલે પણ પદ્માવતી દુ:ખી થઇ હોય. તે અત્યંત લાગણીશીલ સ્વભાવની હોવાથી કદાચ આ વ્યાધિનો ભોગ થઇ હોય. ટૂંકમાં, પદ્માવતીની શિરોવેદના સ્વપ્નદ્રશ્યની રચના માટે આધારરુપ માનસશાસ્ત્રીય કારણ લાગે છે. ભાસ ને આ બનાવમાં વિશેષ રસ નથી. તે તો આ પ્રસંગને સાધનરુપ બનાવીને આગળ વધે છે. વળી, નાટ્યગત વિકાસ માં પદ્માવતીની શિરોવેદનાનું આથી વિશેશ મૂલ્ય નથી. 

ભાસ પ્રમદવનના દ્રશ્યમાં ઉદયન અને વાસવદત્તાને ભેગાં કરવાની પરિસ્થિતિ જન્માવી કુતૂહલ પેદા કરે છે. તેજ રીતે અહીં પણ સમુદ્રગૃહમાં બન્ને રાણીઓનો  ઉદયનને ભેટો થાય એવો પ્રસંગ ઊભો કરે છે. પરંતુ મિલન થવા દેતો નથી.

 સ્વપ્નદ્રશ્ય: આ દ્રશ્ય શરૂઆતમાં રાજા ઉદયન અને વિદુષકનો સંવાદ છે. ઉદયન પદ્માવતી સાથે નવા જીવનનો આરંભ કરી ચૂક્યો છે છતાં અવન્તિરાજની સુયોગ્ય પુત્રી વાસવદત્તાને હજુ ભુલી શકતો નથી. એટલામાં વિદુષક પાસે થી પદ્માવતીની શિરોવેદનાના સમાચાર સાંભળી તે વિશેષ લાગણીશીલ બને છે. સમુદ્રગ્રુહમાં પદ્માવતીની પથારી કરી છે એમ જાણી વત્સરાજ ઉદયન તે તરફ જાય છે. 

    સ્વપ્નદ્રશ્ય નો આરંભ ભાસે ભ્રાંતિમૂલક આભાસથી કર્યો છે. પ્રથમ તો સાંજનો સમય હતો. આથી સમુદ્રગૃહ માં આછું અજવાળું હતું. વળી દીવો પણ નાનો અને ઝાંખો હતો. આથી જ વિદુષક સમુદ્રગૃહ માં હાલતી પુષ્પમાલાને સાપ ધારી બેસે છે. સ્વપ્નદ્રશ્યની રચના માટેનું વાતાવરણ ઉદયનના સમુદ્રગૃહપ્રવેશની સાથે જ ભાસ જમાવવાની શરુઆત કરે છે.

ઉદયન અને વિદુષક સમુદ્રગ્રુહમાં પ્રવેશે છે ત્યારે પદ્માવતી ત્યાં હાજર નથી. સમુદ્રગ્રુહમાં પથારી પાથરેલી છે. આ પથારી માં કોઇ અગાઉ સૂતું હોય તેવાં કોઇ ચિન્હ જણાંતા નથી. ચાદર ચુંથાઇ નથી, સ્વચ્છ ઓશીકું માથાના દર્દના ઔષધથી મેલું થતું નથી. આથી પદ્માવતી આ સ્થાને આવી નથી તેની ખાતરી થાય છે.
આ સમયે બહુ ઠંડી હતી (અતિશીતલેયં વેલા) એ વાત વિદૂષકના કથનથી સ્પષ્ટ થાય છે. સમુદ્રગૃહ જેવા એકાંત શીતળ સ્થાને પથારી જોઇ કોઇને પણ સૂવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. વત્સરાજ ઉદયન પથારીમાં લંબાવે છે. સમય પસાર કરવા માટે  વિદૂષકને વાર્તા કહેવા સૂચવે છે. વિદૂષક ઉજ્જયિની નગરી અને તેનાં રમણીય સ્નાનાગારોથી વાત આરંભે છે. ઉદયન ઉજ્જયિનીનું નામ સાંભળતાં ભૂતકાળની સ્મૃતિઓમાં ડુબે છે. આથી વિદુશક તે વાત અટકાવી દે છે. વિદૂશકની ભુલ સુધારતો રાજા થોડીક પળોમાં જ ઊંધી જાય છે. વિદૂષક રાજા માટે શાલ લેવા રાજમહેલમાં જાય છે. વિદૂષકની ગેરહાજરી સ્વપ્નદ્રશ્યના આયોજનને માટે અનિવાર્ય હતી. 

સમુદ્રગૃહમાં પથારી માં માથા સુધી ઓઢીને વત્સરાજ ઉદયન સૂતો છે. એ પળે વાસવદત્તા ઉપસ્થીત થાય છે. તેની સાથે ની ચેટી માથે  લગાડવાનો લેપ લેવા માટે જાય છે. વાસવદત્તા પણ પદ્માવતીની શિરોવેદનાથી ચિંતિત છે, કેમ કે પોતાની ગેરહાજરી માં પોતાના પતિ ઉદયનના માટે પદ્માવતી જ વિસામાનું સ્થાન હતી.  

ઉપરોક્ત પ્રસંગમાં થોડીક વાતો સમજવા જેવી છે. બિછાનામાં સૂતેલી વ્યક્તિ પદ્માવતી નહોતી પરંતુ વત્સરાજ ઉદયન હતો. છતાં વાસવદત્તાને તેનો ખ્યાલ કેમ ન આવ્યો ? ભાસે આ દ્રશ્ય નો આરંભ ભ્રાંતિથી જ કર્યો છે. ઓછું અજવાળું હોવાના કારણે વાસવદત્તા પથારીમાંની વ્યકતિ ને સ્પષ્ટપણે નક્કી કરી શકી નહીં હોય. વળી, પદ્માવતીની બીમારીના સમચારથી હાંફળીફાંફળી વાસવદતા સમુદ્રગ્રુહમાં આવી હશે. તેની મનોદશાં જોતા આ હકીકત વિષે તે બેદ્યાન બની હોય એમ લાગે છે. વળી, પદ્માવતી ની શિરોવેદના અને તેની પથારી સમુદ્રગ્રુહમાં કરી હોવાના સમાચાર તેને ચોક્સાઇપૂર્વક દાસીએ આપ્યાં હતાં.

 સ્વપ્નોક્તિ: સ્વપ્નસંવાદમાં ઉદયન કેટલાક પ્રશ્નો પુછે છે. વાસવદત્તા તેના ઉત્તર આપે છે. આ પ્રશ્નોત્તરી એકબીજાને મળતી આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે કોઇ પણ વ્યક્તિ ‘સુસંગત સંવાદ’ સ્વપ્નમાં કરી શકે ખરી ? આમ સ્વપ્નદ્રશ્યમાં આ પ્રસંગ તદ્દન અવાસ્તવિક લાગે છે.  

આ સંવાદના આરંભમાં ઉદયન વાસવદત્તાને જવાબ આપવા સુચવે છે. અસલ વાસવદત્તા તેનો જવાબ વાળે છે. પરંતુ ઉદયને તે ઉત્તર સાંભળ્યો નથી. આથી જ તે સ્વપ્નમુર્તિ વાસવદત્તાને ગુસ્સે થયાનું પુછે છે. વાસવદત્તા પોતાના દુ:ખ ની વાત કરે છે. જો ઉદયન અસલ વાસવદત્તાને ઓળખી ગયો હોય તો તેના દુ:ખ નું કારણ પૂછત. પરંતુ અહીં તો તે કોપનો ઇન્કાર કરતી સ્વપ્નમુર્તિ વાસવદત્તાને અલંકારો ન પહેરવાનું કારણ પુછે છે. આગળ ના પ્રશ્નોમાં ઉદયને “વિરચિકા” નો ઊલ્લેખ કરી પુર્વે વાસવદત્તાને ને ગુસ્સે કર્યા નું યાદ કરે છે. સ્વપ્નમુર્તિ નિરુત્તર રહેતી હોવાથી જ ઉદયનને આ પ્રશ્નો સ્ફુર્યા હોય એમ લાગે છે. આમ ઉદયનની સ્વપ્નોક્તિ નું લક્ષ્ય અસલ વાસવદત્તા નહીં પરંતુ સ્વપ્નમુર્તિની વાસવદત્તા છે. આ સ્વપ્નસંવાદ વિશે ડો.જી.કે.ભટ્ટ નોંધે છે,” ઉદયનની સ્વપ્નગત ઉક્તિ એક અસાધારણ અપવાદરુપ બીના છે. એ અગ્યાન મનનું કાર્ય છે. જે મન માનસિક દબાણ ને કારણે સ્વપ્નસ્રુષ્ટી માં વાસનામોક્ષ અનુભવી ને રાહત મેળવવાનો રસ્તો શોધે છે. અંગત રીતે જ એ સ્વપ્નભાષણ અસામાન્ય કોટિ નું છે.”

અંતે વાસવદત્તા સમુદ્રગૃહ માં લાંબો વખત રોકાવાના કારણે ભયભીત થાય છે. આ સ્થિતિમાં કોઇ પોતાને જોઇ જશે એ ખ્યાલે તે સ્થળ છોડવાનો વિચાર કરે છે. જતાં પહેલા બિછાનાની બહાર લટકતો પતિ નો હાથ પથારી માં મુકીને જવા ઇચ્છે છે. પતિ ને સ્પર્શવાનો લોભ તે જતો કરી શકતી નથી. ઉદયન સ્વપ્નમુર્તીની વાસવદત્તામાં પરોવાયેલો હશે એ જ પળે થયેલો અસલ વાસવદત્તાનો સ્પર્શ તેને સચેત કરી દે છે. તે સફાળો જાગીને વાસવદત્તાને પકડવા દોડે છે. સંભ્રમમાં બહાર નિકળતાં કમાડ વાગે છે. વાસવદત્તા એ સત્ય વસ્તુ છે કે મનનો ઉધામો છે એ વિચારે તે બેચેન છે.

આમ આ અંકમાં સ્વપ્નદ્રશ્યના આયોજન દ્રારા ભાસ વાસવદત્તાને ઉદયનના ઊંડા પ્રેમની ફરીથી ખાતરી કરાવે છે. ઉદયનના કલ્યાણને માટે તેણે કરેલા ત્યાગનો યોગ્ય બદલો મળ્યાની તેને પ્રતીતિ થાય છે. અજ્ઞાતવાસ પણ વાસવદત્તાને માટે મૂલ્યવાન સાબીત થયો. અલબત્ત, સમુદ્રગૃહમાં ઉદયનના ઊંઘી ગયા પછી વાસવદત્તા આવે છે. આમ ઊંઘનો આશ્રય લઇ ભાસે બન્નેના મિલનને ટાળ્યું છે. નાટ્ય પ્રસંગના ઉકેલ માટે ‘ઊંઘ’ એક તાંત્રિક સાધનરૂપ નીવળે છે. વળી આ સ્વપ્નમાં વત્સરાજ ઉદયન વાસવદત્તાની મુર્તિ જુએ છે અને જાગૃતવસ્થામાં અસલ વાસવદત્તાને સ્પર્શ અનુભવે છે. આમ વાસવદત્તા જીવતી છે તેવો સંદેહ તેના મનમાં પેદા થઇ જાય છે, જે ભાવિ મિલનની ભુમિકા ઊભી કરી આપે છે. અંક ના અંતિમ દ્રશ્ય માં ઉદયનને પોતાના લશ્કરના વિજયના શુભ સમાચાર મળે છે. હવે એક જ વસ્તુની પ્રાપ્તી બાકી છે અને તે છે વાસવદત્તા. ભાસ કલાત્મક રીતે નાટકના અંત તરફ ગતિ કરી રહ્યો છે.


૨. ઘોષવતી વીણાનો પ્રસંગ:

છટ્ઠા અંકના મિશ્ર વિશષ્કંભકમાં ભાસે પ્રતિહારી અને કાંચુકીયનો સંવાદ આપ્યો છે. કાંચુકીય વત્સરાજ ઉદયનને મહાસેનના દરબારમાંથી રૈભસ્ય કુળમાં જન્મેલાં કાંચુકીય તેમજ રાણી અંગારવતીએ મોકલેલ વાસવદત્તાની ધાત્રી આર્યા વસુંધરા આવ્યાના સમાચાર આપવા પ્રતિહારીને સુચવે છે. પરંતુ આ સંદેશ મોકલવા માટે સ્થાન અને સમય પ્રતિકૂળ છે એવો પ્રતિહારી જવાબ આપે છે.

વત્સરાજ ઉદયન “સુયામુન” નામના મહેલમાં બેઠો હતો ત્યારે કોઇએ વીણા વગાડી વત્સરાજ ઉદયનને તેનો અવાજ ધોષવતીના સૂરોને મળતો લાગ્યો. વત્સરાજ ઉદયને વાદકને બોલાવીને વિણાપ્રાપ્તિની વિગત પુછી. ત્યારે તેણે નર્મદાને તીરે નેતરના થડિયામાં વળગેલી, મળી આવેલી વીણાની વાત કહી. રાજાને જો તેનો ઉપયોગ હોય તો વીણાવાદક તે આપવા તૈયાર થયો. ધોષવતી વીણા પ્રાપ્ત થતાં તેને ખોળામાં મુકીને ઉદયન મુર્છા પામ્યો. મુર્છામાંથી જ્યારે ભાનમાં આવ્યો ત્યારે આંસુથી વ્યાકુળ મુખે તેણે કહ્યું,” ઘોષવતી તને મેં જોઇ, પણ એ (વાસવદત્તા) ખરેખર જોવામાં આવી નથી.” આમ ઘોષવતી વીણાની પ્રાપ્તી થતાં ઉદયનની હાલત અત્યંત નાજુક થઇ ગઇ. વાસવદત્તાની સ્મૃતિ વધુ બળવત્તર બની.

હવે પ્રશ્ન એ છે કે આ વીણા ગુમ કેમ થઇ ? અને કયા સંજોગોમાં તેને પાછી આણવામાં આવી ? પ્રથમ પ્રશ્નનો જવાબ ભાસે બહુ સ્પશ્ટ રીતે આપ્યો નથી. પ્રસ્તુત નાટકમાં વીણા નર્મદકિનારાના નેતરના થડિયામાંથી વળગેલી મળી એટલોજ ઉલ્લેખ છે. પ્રો. ગજેન્દ્ર ગડકર ભૌગોલિક મુશ્કેલી ટાળવા “નર્મદાતીર” ને બદલે “યમુનાતીર” પાથ સુચવે છે. કેમ કે વત્સદેશ કે મગધ થી નર્મદા દુર છે. આમ છતાં પ્રશ્ન નો જવાબ મળતો નથી. વત્સરાજ ઉદયન એક મહાન કલાકાર હતો. ધોષવતી તેને પ્રાપ્ત થયેલી દૈવી બક્ષી હતી. તેની મદદથી તે મદમસ્ત હાથીઓને પણ કાબુમાં લઇ શકતો. આજ વીણા ની મદદથી નાગવનમાં હાથીને વશ કરવા જતા “તે કુત્રીમ હાથીના કપટ” ની યોજનાનો ભોગ બન્યાનો ઉલ્લેખ પ્રતિજ્ઞા યૌગન્ધરાયણમાં છે. વળી, આજ વીણાનું શિક્ષણ લેવા માટે પ્રદ્યોત મહાસેને પોતાની પુત્રી વાસવદત્તા ને વત્સરાજ ઉદયન પાસે કારાવાસ માં મોકલી હતી.
  અગ્નીદાહમાં ધોષવતીના બળી ગયાનો વૃતાંત પણ જાહેર કરાયો હશે. પોતાની યોજના ઘડતી વખતે આ ઘોષવતી વીણાને સુરક્ષિત સ્થાને પહોંચાડી દેવાનું યોગન્ધરાયણે વિચાર્યુ હશે. વાસવદત્તાની પુન:પ્રાપ્તીનો સમય નજીક આવતાં યોગન્ધરાયણે ઘોષવતી વીણા વત્સરાજ ઉદયન પાસે પહોંચે તેવી વ્યવ્સ્થા કરી હશે. જે વાદક વીણા વગાડતો હતો તે કદાચ યૌગન્ધરાયણનો જાસુસ હશે. તે વત્સરાજ ઉદયનને એકદમ વીણા આપવા તૈયાર થઇ જાય છે, તે હકીકત પણ સુચક છે. કોઇપણ કલાકાર પ્રાણના ભોગે પણ પોતાનું વાજિંત્ર આપવા તૈયાર થાય નહીં. આ સંજોગોમાં ઉદયનને મળતો વાદક-કલાકાર હેતુપૂર્વક સુયામુન મહેલ પાસે આવ્યો એમ લાગે છે. તુટેલા તાર અને પંખીઓની રજથી ખરડાયેલા દંડવાળા સ્વરૂપમાં ધોખવતીને દર્શાવીને યૌગન્ધરાયણે તેના ગુમ થયાની વાતને સત્ય ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. આમ ઘોષવતી વીણાની આકસ્મિક પ્રાપ્તી વત્સરાજ ઉદયનના વાસવદત્તા પ્રત્યેના સ્નેહાકર્ષણને બળવત્તર બનાવે છે.


૩. વસુંધરાનું આગમન. 

મહાસેન અને અંગારવતીએ પોતાના જમાઇ વત્સરાજ ઉદયનને રાજ્યની પુન:પ્રાપ્તી કરવા બદલ શોકાતુર ન બનવા વિનંતી કરી છે. ઉદાર હ્રદયનાં વાસવદત્ત્તાના માતાપિતાએ ઉદયન પર એક ચિત્રફલક મોકલ્યું છે. અંગારવતીએ કહેવડાવ્યુંકે ઉદયન પુત્રના જેવો જ ,વહાલો જમાઇ હોવાથી મહાસેન તેને ઉજ્જયિની લાવ્યાં હતા. ત્યાં અગ્નિની સાક્ષી વગર વીણા શીખવાના બહાને પોતાની પુત્રી વાસવદત્તા તેને સોંપી હતી. પોતાની ચંચળતાથી  વિવાહવિધિ પત્યા પહેલાં જ બન્ને નાસી ગયાં. તે પછી તેમેણે ઉદયન અને વાસવદત્તાની છબી ચિત્રફલક પર ચીતરાવી લગ્નવિધિ ઊજવ્યો હતો. આમ આ ચિત્રફલક નાટ્યાત્મક દ્રષ્ટીએ અત્યંત મહત્વનું હતુ.

    પદ્માવતીની આ પ્રસંગે હાજરી અતિ મહત્વની છે. જો તે વાસવદત્તાના સ્વજનોને મળવા હાજર ન રહી હોત તો વાસવદત્તા અને અવન્તિકાના અભેદતત્વને પામી ન હોત. આથી ઉદયન અવન્તિકા અને વાસવદત્તાના સામ્ય પરત્વે અજાણ્યો જ રહેત. પદ્માવતી ચિત્રફલક ને બારીકાઇપુર્વક અવલોકે છે. તે ચિત્રમાં આલેખાયેલી મોટી રાણી વાસવદત્તાને પ્રણામ કરે છે. છબીમાં આલેખાયેલી વાસવદત્તા આબેહુબ છે કે નહિ એવા તેના પ્રશ્નો યોગ્ય ઉત્તર આપતાં ઉદયનથી તેની વ્યાકુળ અવસ્થા ધ્યાન બહાર જતી નથી.
        પદ્માવતી ઉદયનને છબીમાં દોરેલી સ્ત્રીના જેવી સ્ત્રી પોતાની પાસે હોવાની વાત કરે છે ત્યારે ઉદયન તેને બોલાવવા ફરમાવે છે. પદ્માવતી ઉદયનને આવંતિકા વિષે માહીતી આપે છે. એક બ્રાહ્મણની બહેન આવંતિકા વાસવદત્તા ના હોઇ શકે એવા નિર્ણય પર ઉદયન આવે છે. આમ તેની આશા મનમાં જ અસ્ત પામે છે. “એક બીજાને મળતું આવતુ સરખું રૂપ જગત માં જોવા મળે છે” એમ બોલતો ઉદયન નિરાશ મનને મનાવતો લાગે છે. આમ અવંતિકાનો પ્રવેશ અટ્કવાથી તેના મુળ સ્વરૂપ નો પ્રસ્ફોટ થઇ શકતો નથી.

 બરાબર આ જ સમયે પ્રતિહારી ઉજ્જયિનીથી આવેલા બ્રાહ્મણ વિષે માહિતી આપે છે. તે રાજકુમારી પદ્માવતી પાસે થાપણ તરીકે મુકેલી પોતાની બહેનને લેવા આવ્યો છે. હવે જો આ થાપણ પદ્માવતીને જ પાછી આપવાની હોત તો કોઇ પણ પ્રકારનો દેખાવ કર્યા વગર શાંતિથી તેણે કામ પતાવી દીધું હોત, પરંતુ વત્સરાજ ઉદયન ત્યાં હાજર હોવાથી પરિસ્થિતિ જુદો જ વળાંક લે છે.

બ્રાહ્મણ-વેશધારી યૌગન્ધરાયણને થાપણ તરીકે રાખેલી આવંતિકાને સોંપવી જોઇએ. આ પરિસ્થિતિમાં આવંતિકાનો પ્રવેશ અનિવાર્ય હતો. ઉદયન પદ્માવતીને રૈભ્ય અને આર્યા વસુંધરાની સાક્ષીએ થાપણ પાછી આપવા સુચવે છે. ધાત્રી આવંતિકા ને નિહાળે છે અને ઓળખી જાય છે ઉદયન વાસવદત્તાને પદ્માવતી સાથે  અંત:પુરમાં જવા કહે છે. યૌગન્ધરાયણ પોતાની બહેનને જબરદસ્તીથી લઇ જવા માટે ઉદયનને થપકો આપે છે. આ સમયે રૂપના સરખાપણાની ખાતરી કરવા ઉદયન વાસવદત્તાનો ઘૂમટો દૂર કરવાનો આદેશ આપે છે. આમ નાટકનો સુખદ અંત આવે છે.
સ્વપ્નવાસવદત્તમના વસ્તુગ્રથનમાં ભાસે ખુબ જ કુશળતા દાખવી છે. પ્રસંગોનું નિરૂપણ અત્યંત સૂક્ષ્મ અને તર્કબદ્ધ રીતે કરવામાં આવ્યુ છે. કથાવસ્તુના વિકાસ સાથે પાત્રોનો વિકાસ થતો હોય છે. આખા નાટકના વસ્તુમાં એક પ્રકારનો લય અને પ્રવાહિતા નજરે પડે છે. બધી જ પરિસ્થિતિઓ બુદ્ધિપુર:સર વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી ને જ ગોઠવાઇ છે.


૪. વાસવદત્તાનું પાત્ર. 

વાસવદત્તા: ભાસે નાટકનાં શિર્ષકમાં જે નામનો ઉપયોગ કર્યો છે તે રાજરાણી વાસવદત્તા સ્વપ્નવાસવદત્તમનું સૌથી મહત્વનું રમણીય પાત્ર છે. ઉજ્જયિનીના રાજા પ્રદ્યોત મહાસેનની પુત્રી છે. વત્સરાજ ઉદયન મહામંત્રી યોગન્ધરાયણની ૨ચાલબાજીના પરિણામે ઉજ્જયિનીમાંથી તેને ભગાડી લાવ્યો હતો. બન્ને ગાંધર્વવિવાહથી જોડાયા હતાં. વાસવદત્તા ઉદયન પ્રત્યેના અપાર સ્નેહથી આકર્ષાઇને જ માતાપિતાનો ત્યાગ કરીને તેની પાસે આવી હતી. અલબત્ત, પ્રસ્તુત નાટકમાં તેના નિતાન્ત રોમાંચક જીવનનો પૂર્વાર્થ વીતી ગયા પછીની ઘટના આપવામાં આવી છે.

વાસવદત્તાના હ્રદયમાં વત્સરાજ ઉદયન પ્રત્યે અપાર સ્નેહ હતો. આ સ્નેહને વશ થઇને પતિના કલ્યાણને માટે અને રાજ્યની પુન:પ્રાપ્તીને માટે તે યૌગ્ન્ધરાયણની યોજનામાં જોડાઇ હતી.
વાસવદત્તાને પોતાના સુખ ની અપેક્ષાએ ઉદયનનું હિત જ વધારે વહાલું છે. આ જ કારણે યૌગન્ધરાયણની યોજના અનુસાર દર્શકની મદદ મેળવવા માટે વાસવદત્તા ઉદયન અને પદ્માવતીનો વિવાહ થવા દે છે. વાસવદત્તા માત્ર ભોગલોલુપ નારી થી કે પ્રેમઘેલી તરૂણી નથી,પરંતુ પતિના હિતને માટે શારીરિક તથા માનસિક કષ્ટ વેઠનારી ભારતીય વીરાંગના છે. ફરજને ખાતર વાસવદત્તા સામાન્ય સ્ત્રીનો વેશ ધારણ કરીને  યૌગન્ધરાયણની સાથે તપોવનમાં ભટકે છે અને પદ્માવતીને ત્યાં થાપણ તરીકે રહે છે. આ સમયે તેને અનેક પ્રકારના આઘાતો અને અપમાનો સહેવાં પડે છે. પતિના કલ્યાણ ને ખાતર વાસવદત્તા પ્રાણ સુધ્ધાં આપવા તૈયાર છે. વત્સરાજ ઉદયનના મુખેથી  પોતાના પ્રણયના અને વફાદારીના બે-ચાર શબ્દો સાંભળતાં વાસવદત્તાનું હૈયું પુલકિત થઇ જાય છે. “સ્વપ્નવાસદત્તમ” ના ચોથા અંકમાં વાસવદત્તાનું હૈયું પુલકિત થઇ જાય છે. “સ્વપ્નવાસદત્તમ” ના ચોથા અંકમાં ઉદયનના મુખ થી ”રૂપ,શીલ અને મિઠાશથી પદ્માવતી મને બહુ ગમે છે એ ખરું. તો પણ વાસવદત્તામાં જડેલા મારા મનને તે હરી લેતી નથી.”   

સ્વપ્નદ્રશ્યમાં સમુદ્રગૃહ જેવા એકાંત સ્થાને પતિની સાક્ષાત હાજરીમાં તે પોતાની જાત ને સાચવી લે છે. એક ક્ષણ તે નારીસુલભ ભાવોમાં અટવાય છે. પણ બીજી જ ક્ષણે ઉજ્વલ ત્યાગ અને ફરજના ભાન સાથે કટિબદ્ધ થાય છે. વાસવદત્તાના મનમાં એ વાત નો પૂર્ણ વિશ્વાસ છે કે પોતે જેમ વત્સરાજ ઉદયનને અંત:કરણ પૂર્વક ચાહે છે તેમ ઉદયન પણ ચાહે છે. પ્રથમ અંકમા બ્રહ્મચારી પૂર્વવૃતાંત કહેતાં જણાવે છે કે વાસવદત્તાના કહેવાતા અવસાનના સમાચાર સાંભળીને ઉદયને અગ્નિમાં કુદીને  પ્રાણ નો ત્યાગ કરવાની ઇચ્છા કરી. વાસવદત્તાના આ સાંભળીને કહે છે : (જાનામિ જાનામ્યાર્યપુત્રસ્ય મયિ સાનુક્રોશત્વમ) વત્સરાજ ઉદયનના પોતાના પ્રત્યેના બદ્ધમૂલ દ્રઢ અનુરાગની વાત વાસવદત્તા માનતી હતી. હવે જ્યારે પદ્માવતીનો ઉદયન સાથેનો વિવાહ નક્કી થયો ત્યારે તે દુ:ખ અનુભવે છે. અલબત્ત, આ બધું યૌગન્ધરાયણની યોજના મુજબ જ ચાલતુ હતું. પદ્માવતી ની પસંદગી વત્સરાજ ઉદયને સામે ચાલીને નથી કરી પરંતુ મગધરાજ દર્શકના પ્રસ્તાવનો તેને સ્વીકાર કર્યો છે. એવી વાત જાણ્યા પછી વાસવદત્તા ઉદયનની નિર્દોષતા સમજી શકે છે.
    વાસવદત્તાને પોતાના ઉચ્ચ કુલનું ગૌરવ છે. પ્રથમ અંકના આરંભમાં તપોવનમા રાજાના સૈનિકો દ્વારા કરાતી હકાલપટ્ટીથીતે દુ:ખ અનુભવે છે. તે કહે છે, (“તથા પરિશ્રમ નોત્યાદયતિ યથાયં પરિભવ”) અપરિચિત પણ સમકક્ષ એવી વ્યકિતોને  માટે વાસવદત્તાને આદર છે. પ્રથમ અંકમાં પદ્માવતીને જોતાં જ તેના માટે ભગિનીસ્નેહ થાય છે. વાસવદત્તા ગુણદર્શી છે. સામન્ય રીતે સ્ત્રીઓ પોતાના સૌંદર્ય માં જ મુગ્ધ હોય છે. વાસવદત્ત્તા અન્યના રૂપનાં વખાણ કરી શકે છે. પદ્માવતીને જોઇને તેના રૂપની પ્રશંસા કરતાં કહે છે: “અભિજનાનુરુપં ખલ્વસ્યાં રૂપમ”   

વાસવદત્તા એક સતી નારી છે. તે પરપુરુષનું દર્શન કરતી નથી. પ્રથમ અંકમાં બ્રહ્મચારીના તપોવન- પ્રવેશ સમયે લજ્જિત વાસવદત્તા ને જોઇને પદ્માવતી કહે છે, (પરપુરુષંદર્શનં પરિહરત્યાર્યા) આ ઘટનાથી પદ્માવતીને વિશ્વાસ થાય છે કે વાસવદત્તાનું રક્ષણ કરવું કઠિન નથી. વાસવદત્તાની આ પ્રતિજ્ઞાથી મગધવાસ દરમિયાન તે ઉદયનથી અજ્ઞાત રહી શકે છે.

આમ વાસવદત્તાના હૈયા પર પથ્થર મુકીને ફરજનુ દ્રઢ રીતે પાલન કરતી એક ગુણિયલ સન્નારી છે. આ એકાકી વિરહિણી વિરહના દીર્ધકાલ દરમ્યાન અત્યંત ખામોશીપુર્વક જીવે છે. હૈયામા વેદનાનો આતશ સળગાવી સદા હસતી અને કવચિત ગમગીન બનતી વાસવદત્તા મગધરાજના મહેલમાં સૌની માનીતી હતી. તેની ધીરજ, કર્તવ્યપરાયણતા અને નિશ્વલતા માનને પાત્ર છે. પતિના પ્રણયમાં અખુટ વિશ્વાસ ધરાવતી આ નારી કલિયુગની સીતા સમી લાગે છે. તેનું રૂપ,યૌવન,કલાચાતુર્ય, બુદ્ધિ,સ્વાર્થત્યાગ અને ફરજનો ઉંડો ખ્યાલ તેને મહાનતા બક્ષે છે. અતિ ઊર્મિલ વાસવદત્તા આવેગ થી છલકાતી વિશાળ મનની ધીરવર્ગની નાયિકા છે.


બ. શ્ર્લોક નો અનુવાદ કરો. (બે માંથી એક) (૦૪)

અંક- ૧

૩. ઋજવાયતાં હિ મુખતોરણલોલમાલાં
ભ્રષ્ટાં ક્ષિતૌ ત્વમવગચ્છસિ મૂર્ખ સર્પમ |
મન્દાનિલેન નિશિ યા પરિર્વતમાના
કિંચિત કરોતિ ભુજગસ્ય વિચેષ્ટિતાનિ ॥
આ સીધી અને લાંબી જમીન પર પડી ગયેલી મુખ્ય દ્વારની તોરણ માળાને, જે મંદ મંદ વાતા પવનના કારણે હાલીને કંઇક સર્પ જેવી અભિવ્યકતિ કરી રહી છે તેને તું મુર્ખ સર્પ સમજી રહ્યો છે.


૪. શય્યા નાવનતા તથાસ્તૃતસમા ન વ્યાકુલ પ્રચ્છદા
ન ક્લિષ્ટં હિ શિરોપધાનમમલં શીર્ષાભિધાતૌષધૈ: |
રોગે દ્રષ્ટિવિલોભનં જનયિતું શોભા ન કાચિત કૃતા
પ્રાણી પ્રાપ્ય રૂજા પુનર્ન શયનં સ્વયં મુચ્છતિ ॥

પથારી દબાયેલી નથી, તેમજ પાથરવામાં આવેલી ચાદર પણ એકદમ વ્યવસ્થિત છે(ચુંથાઇ નથી) સ્વચ્છ ઓશીકું માથાના દુખાવાના કારણે લગાવવાની દવાથી મેલું થયું નથી. રોગી વ્યકતિની આંખોને આનન્દ આપવા માટે અહીં કોઇ પણ પ્રકારની શોભા કરાઇ નથી, અને સૌથી અગત્યની વાતએ કે રોગી વ્યકતિ એક વખત પથારીમાં પડ્યા પછી જાતે જલદીથી ઉભો થતો નથી. 


૧૨. ભિન્નાસ્તે રિપવો ભવદ્ગુણરતા: પૌરા: સમાશ્વાસિતા:
પ્રાર્ણી યાપિ ભવત્પ્રયાણસમયે તસ્યા વિધાનં કૃતમ્ |

યદ્ યત્ સાધ્યમરિપ્રમાથજનનં તત્ તન્મયાનુષ્ઠિતં
તીર્ણા ચાપિ બલૈર્નદી ત્રિપથગા વત્સાશ્વ હસ્તે તવ ॥ 

અને આપના શત્રુઓમાં ભેદ (ફાટફુટ) ઉભો થયો છે. આપના ગુણોમાં આસક્ત્ત પ્રજાજનોને આશ્વસ્થ કરાયા છે. યુદ્ધની માટે પ્રસ્થાન કરતી વખતે આવશ્યક પ્રુષ્ઠ રક્ષક સેનાનું આયોજન થયું છે. શત્રુના વિનાશ માટે જે જે આવશ્યક બાબતો છે તે બધાજ સાધનો મેં તૈયાર કરાવી આપ્યાં છે. અને આપણી સેના ત્રિપથગા ગંગાને પણ પાર કરી ચુકી છે. હવે તો આપ આમ જ માનો કે આપનો વત્સરાજ્ય આપના હાથમાં છે. 

અંક ૬. 

૪. કિં વક્ષ્યતીતિ હ્રદયં પરિશક્તિ મે

કન્યા મયાપ્યપહ્યતા ન ચ રક્ષિતા સા |

ભાગ્યૈશ્વલૈર્મહદવાપ્તગુણોપધાત: 

પુત્ર: પિતુર્જનિતરોષ ઇવાસ્મિ ભીત : ॥ 

એ શું કહેશે  આ વાતથી મારૂ મન શક્તિ છે, મે તેમની કન્યાનું અપહરણ તો કર્યું પણ તેની રક્ષા ના કરી શક્યો. ભાગ્યની ચંચળતાને કારણે મારા ગુણો પર આ મોટો કલંક લાગ્યો છે. જેમ ભૂલ થતાં પુત્ર પિતાના રોષથી ભયભીત હોય તેમેજ હું અનુભવી રહ્યો છું.

   ૫. સંબન્ધિરાજ્યમિદમેત્ય મહાન પ્રહર્ષ:
સ્મૃત્વા પુનર્નૃપસુતાનિધનં વિષાદ: |
કિં નામ દૈવ, ભવતા ન કૃતં યદિ સ્યાદ્

રાજ્યં પરૈપહ્યતં કૃશલં ચ દેવ્યા :॥

અરે, આ સંબન્ધીના રાજ્યમાં આવીને મને મહાન આનન્દની અનુભૂતિ થઇ રહી છે. પણ રાજકુમારીના મૃત્યુની યાદ આવતાં જ મન દુ:ખ અનુભવે છે. હે વિધાતા! શત્રુઓ દ્વારા અપહ્યત રાજ્યને આજે છોડાવ્યું છે અને એવામાં રાજકુમારી પણ જીવતા હોત તો તમે શું ના કર્યું કહેવાત.(બહુ જ સુખદ વાત થઇ હોત) 

૮. અહમવજિત: પૂર્વં તાવત્ સુતૈ: સહ લાલિતો
દઢમહપહ્યતા કન્યા ભૂયો મયા ન ચ રક્ષિતા |
નિધનમપિ ચ શ્રુત્વા તસ્યાસ્તથૈવ મયિ સ્વતા |
નનયદુચિતાન્ વત્સાન્ પ્રાપ્તું નૃપોત્ર હિ કારણમ્
 

પહેલાં જેમણે મને જીતીને પણ પોતાના પુત્રોની જેમ લાડ લડાવ્યા, મે એમની કન્યાનું બળજબરી પૂર્વક અપહરણ તો કર્યું પણ હું તેની રક્ષા ના કરી શક્યો. તે પુત્રીના મૃત્યુના સમાચાર પછી પણ તેમેનો મારા માટે એવો જ પ્રેમ છે. તેથી જો મારો વત્સદેશ પાછો મેળવ્યો તો નિશ્વિત પણે મહાસેન જ એનું કારણ છે. 











યુનિટ ૪. સેલ્ફ સ્ટડી

સંસ્કૃત નાટકનાં લક્ષણો ઉત્પતિ અને વિકાસ દર્શાવો. 

પ્રશ્ન ૪.અ સામાન્ય પ્રશ્ન અથવા સામાન્ય પ્રશ્ન. (૧૪)

૧. સંસ્કૃત નાટકનાં લક્ષણો જણાવો.

પ્રાસ્તાવિક

સંસ્કૃત નાટકોની ઉત્પત્તિના પ્રખર પ્રણેતા આચાર્ય ભરતમુનિ છે. તેમણે ‘નાટ્યશાસ્ત્ર’ નામના ઉત્તમ નાટ્યગ્રંથ (નાટ્યવેદ- પંચમવેદ)ની રચના કરી છે, જેનું મુખ્ય પ્રયોજન છે સામાન્ય જનજીવન સાથે સંબદ્ધ, લોકોના મનોરંજન તથા ઉપદેશ માટે ઉપયોગી તેમજ દુ:ખપીડિત, શોકાર્ત મનુષ્યોને શાંતિ મળે. નાટકમાં માનવજીવનની ઘટનાઓ વિશ્વસનીય રીતે રજુ કરવામાં આવવી જોઇએ અને તેથી જ આચાર્ય વિનાથે સાહિત્યદર્પણમાં કહ્યું છે, ‘તદ્રુપારોપાત તુ રૂપકમ’ પ્રેક્ષકો, વાચકો નાટકમાં તે તે પાત્રોની ભૂમિકાને અનુભવે છે. – અવસ્થાનુક્રુતિનાટ્યમ સંસ્કૃત નાટકનો ઉદ્દેશ આનંદની પ્રાપ્તિ છે. ભારતીયો આશાવાદી હોવાથી નાટકનો અંત સુખદ આવે, એ એમના માટે સ્વાભાવિક છે. પરંતુ અહીં એ અર્થ નથી કે સંસ્કૃત નાટકોમાં દુખ:દ અને કરુણાજનક ઘટનાઓનો અભાવ છે. સુખ-દુ:ખ બંન્ને ભાવો અસ્તિત્વ ધરાવે છે. આનંદ પર્યવસાન મુખ્ય હોવા છતાં વિવિધ માનવભાવોનાં ચિત્રણ તથા વૈવિધ્યપૂર્ણતાની દ્રષ્ટિએ સંસ્કૃત નાટક સંપૂર્ણતયા સમૃધ્ધ છે. સંસ્કૃત નાટકનો વિકાસ સંપૂર્ણ ભારતીય વાતાવરણમાં થયો હોય, તે માનવહ્રદયની ગહનતા તથા આંતરિક ભાવોને રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે. સંસ્કૃત નાટકોના પરિશીલનથી ઉપલબ્ધ કેટલીક લાક્ષણિકતાઓ સંક્ષેપમાં અહીં પ્રસ્તુત કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.

(૨) સંસ્કૃત નાટકનાં લક્ષણો
   

 સંસ્કૃત નાટકનાં લક્ષણો નીચે પ્રમાણે છે:

૧) સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓએ સ્વતંત્ર રીતે નાટ્યતત્વનો વિચાર કર્યો છે. નાટ્યનાં મૂળભૂત વસ્તુ, નેતા અને રસ આ ત્રિવિધ તત્વોને ધ્યાનમાં રાખી ૧૦ પ્રકારનાં રૂપકો વિભાજીત કર્યા છે. નાટ્યસામગ્રી વિપુલ તથા વૈવિધ્યપૂર્ણ છે.

૨) સંસ્કૃત નાટકમાં પ્રથમ અંકના આરંભમાં નાન્દી તેમેજ પ્રસ્તાવનાનું આયોજન કરવામાં આવે છે. નાટકનો સૂત્રધાર શરૂઆતમાં આવી નાટકને લગતો સમગ્ર પરિચય સંક્ષેપમાં પ્રસ્તુત કરે છે. ક્યારેક વિષ્કંભક, પ્રવેશક, અંકાવતાર વગેરેને પણ રજૂ કરાય છે.
૩) સંસ્કૃત નાટકના કાર્યતત્વની બાબતમાં કહી શકાય કે નાટ્યકારો પોતાની રચનાઓમાં સેતિહાસ નાટ્યસંજ્ઞ વેદની રચના કરવા કરતા હતા અને કથાનકના નિર્વાહ માટે એ બાબતને વિશેષ ધ્યાનમાં રાખતા હતા. નાટકમાં પ્રસિદ્ધ કથાનકને પસંદ કરવામાં આવતું. નાટકોનું કથાવસ્તુ મૌલિક તેમજ રામાયણ, મહાભારત, પુરાણ બ્રુહત્કથા વગેરે પર પણ આધારિત હોય છે. રચનાકારો આવશ્યકતાનુસાર થોડાઘણા ફેરફારો કરે છે. પ્રાય: પ્રણયકથાઓ મુખ્ય વિષય તરીકે સ્થાન પામે છે. નાયકને એક પત્ની હોવા છતાં અન્ય નાયિકા સાથે પ્રણય કરતો બતાવવામાં આવે છે. પ્રણયકથાની સાથે સાથે પ્રસંગાનુસાર રાજનીતિને પણ ધ્યાનમાં લઇ વર્ણવવામાં આવે છે.

૪) જાણવા મળતી માહિતી મુજબ ઘણાં નાટકો રાજદરબારના પ્રેક્ષાગ્રુહો અને સંગીતખંડમાં ભજવાતાં. મુખ્ય નાટ્યકારો જાહેરમાં કોઇ ઉત્સવપ્રસંગે નાટકો ભજવતાં એવો નિર્દેશ મળે છે. નાટકો જોવા આવનારા પ્રેક્ષકો વિધ્વાન હોય એવી અપેક્ષા રખાતી. નાટકમાં રજૂ કરાતી અમુક બાબતો પ્રેક્ષકોએ માન્ય કરવી પડતી.
૫) પ્રયોગશીલતા અર્થાત નાટક ભજવવાની કળા અને પ્રયોગને નાટ્યશાસ્ત્રીય પરંપરા અનુસરે છે. એનાં અનેક દ્દ્રષ્ટાંતો જોવા મળે છે;  જેવાં કે પ્રતિમાદ્દ્ર્શ્ય, ગર્ભનાટક, છાયાનાટક(ઉત્તરરામચરિતમ), સ્વપ્નદ્દ્રશ્ય(સ્વપ્નવાસવદત્તમ), સારિકા પ્રસંગ, ઐન્દ્દ્રજાલિક પ્રસંગ(રત્નાવલિ) વગેરે.

૬) સંસ્કૃત નાટકોમાં યુનિટિ ઓફ ટાઇમ, પ્લેસ એન્ડ એક્શન- આ ત્રણ અન્વિતિ હંમેશા હોય એવું જ નથી. અન્વિતિ એટલે એક જ સ્થાનમાં નિશ્વિત સમયમર્યાદામાં અને નિશ્વિત પ્રયોજનથી જ કાર્ય થાય. ભારતીય સંસ્કૃત નાટકોમાં આવી અન્વિતિ પૂર્ણત: મળતી નથી.
૭) સંસ્કૃત નાટકોમાં ‘વિદૂષક’નું પાત્ર સર્વતોમાન્ય છે. વિદૂષક મુખ્ય નાયકનો રાજાનો નર્મસચિવ, નર્મસુહ્યદ છે. નાટકના કથાવસ્તુમાં હાસ્ય ન હોય તો ચાલે જ નહિ અને આ કાર્ય તેનું જ છે. પોતાના વિચિત્ર સ્વરૂપ, વાણી, વ્યવહારથી તે ગમે તેવી કરુણ, દુખ:દ વાતને પણ પોતાની આગવી છટાથી, વાણીથી આનંદમાં ફેરવી નાંખે છે એટલું જ નહિ, નાયકના પ્રણયકાર્યમાં તે ખુબ સહાયક બને છે. વિદૂષકના સંવાદો જીવંત હોય છે, કારણકે છેવટે તો નાટક ભજવવાની કળા છે અને પ્રયોગ તેનો માપદંડ છે.
૮) નાટકોમાં વિવિધ ભાષાઓનો પ્રયોગ જોવા મળે છે. એમાં આચાર્ય ભરતમુનિએ દર્શાવેલ નિયમોનું ચુસ્તપણે પાલન થયું છે. સંસ્કૃત, પ્રાક્રુત અર્ધમાગધી, પૈશાચી, શૌરસેની વગેરે ભાષાઓનો એમાં પ્રયોગ કરેલો હોય છે; પરંતુ નાયક સંસ્કૃત ભાષામાં વાણીવ્યવહાર કરે એનું ધ્યાન રખાયું છે. ઘણું કરીને સ્ત્રીઓ તથા નિમ્નકક્ષાનાં પાત્રો મહારાષ્ટ્રી પ્રાક્રુતનો ઉપયોગ કરતાં હોય છે.ભાષાનો અનેકવિધ પ્રયોગ વાસ્તવિક વાતાવરણ ઊભું કરે છે. તેના કારણે પાત્ર રૂઢિગત બની રહે છે. દા.ત. દુષ્યન્ત, શાર્ગરવ, પ્રિયવંદા, ચારુદત્ત, શકાર, ચાણક્ય વગેરે પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. આમ તો ઘણું કરીને નાટક જાણે કે હંમેશા નાયક-નાયિકાની તરફેણમાં જ કાર્યશીલ રહે છે.

        અહીં થોડા જુદા પડીએ તો શુદ્રકનું મૃચ્છકટિકમ, વિશાખદત્તનું મુદ્રારાક્ષસમ, હર્શનું નાગાનન્દ વગેરેમાં કેવળ પ્રણયકથાને જ ધ્યાનમાં લેતાં મહત્વની ન ગણતાં રાજનીતિને પણ પ્રસંગોપાત વર્ણવી છે.
૯) સંસ્કૃત નાટકોમાં મુખ, પ્રતિમુખ, ગર્ભ, અવમર્શ અને નિર્વહણ સંધિઓ વસ્તુના કથાવિકાસને અનુલક્ષીને રજૂ થાય છે. પાંચ સંધિઓ નાટકની પાંચ અર્થપ્રકૃતિઓ- બીજ, બિંદુ, પતાકા, પ્રકરી, કાર્ય સહિત આરંભથી અંત સુધીમાં ક્રમશ: પૂર્ણત્વને, ફળપ્રાપ્તિને વિકસિત કરે છે.

૧૦) સંસ્કૃત નાટકોમાં ગદ્ય અને પદ્યનો સુંદર સમન્વય જોવા મળે છે. કથા વસ્તુમાં મોટે  ભાગે ગદ્ય પ્રસ્તુત હોય છે, જ્યારે પદ્યમાં નાટ્યકારની ઉત્તમ કવિત્વશક્તિ જોવા મળે છે. જોકે વધારે પ્રમાણમાં રજૂ કરેલાં પદ્યો કથાવસ્તુને સમજવામાં ક્યારેક અડચણરૂપ પણ બનતાં હોય છે.

૧૧) નાટકમાં અંકોનું યોગ્ય રીતે વિભાજન કરવામાં આવે છે. આમ તો સાધારણતયા પાંચ અંકો હોય છે, પણ કથાવસ્તુ પ્રમાણે અને રૂપકના પ્રકારોના આધારે અંકોની સંખ્યા પાંચથી દસ સુધીની પણ હોઇ શકે છે. મૃચ્છકટિકમમાં દસ અંકો મળે છે, જ્યારે શાકુન્તલમ વગેરે સાત અંકોમાં વિભક્ત છે.
પાત્રોની સંખ્યા અંગે પણ ખાસ કોઇ નિયમ નથી. અહીં પણ કથાવસ્તુ પર જ આધાર હોઇ, શાકુ.માં ૩૦ પાત્રો, વેણીસંહારમાં ૩૨ પાત્રો છે; તો વળી માલતીમાધવમાં ૧૩ પાત્રો અને ઉત્તમરામચરિતમાં ૧૦ જ પાત્રો રજૂ થયાં છે.

૧૨) ચતુર્વિધ અભિનયો (આંગિક, વાચિક, આહાર્ય, સાત્ત્વિક) પણ નાટ્કમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

૧૩) રસલક્ષિતા સંસ્કૃત નાટકોનું ભૂષણ છે. મુખ્ય રસો તરીકે શૂગાંર, વીર, હાસ્યને મહત્વ આપ્યું છે. જ્યારે બાકીના રસો ગૌણ તરીકે તેમના સહાયક બને છે. રસપુષ્ટિ માટે પ્રાકૃતિક વર્ણનો વિશેષ મહત્વ ધરાવે છે. કારણકે પ્રકૃતિ વગર નાટક નિરસ બની રહે છે. 

વળી કરુણ રસમાં વાસ્તવિકતા વધુ હોય છે, તેથી કવિઓ તેને પ્રાધાન્ય નથી આપતા. જોકે ભવભૂતિ કરુણ રસને પ્રધાન તથા મુખ્ય માને છે. અપિતુ આ રસ વિપ્રલંભશુંગારના પાસાને ધ્યાનમાઅં રાખીને તેને દર્શાવવાનો પ્રયત્ન કરે છે. ઉત્તરરામચરિતમાં ભવભૂતિએ રામનું જીવન પણ સુખમાં પરિણમતું બતાવ્યું છે, કારણકે સંસ્કૃત નાટકોનું લક્ષ્ય હંમેશા સુખ છે.

૧૪) નાટકોમાં રસપરિપાક માટે કૈશિકી, સાત્વતી, આરભટી, ભારતી એ નામની ચાર વ્રુત્તિઓનો પ્રયોગ થયો છે.
૧૫) સંસ્કૃત નાટકોમાં પ્રાય: ઔચિત્ય, શિષ્ટતા, નૈતિકતાના કારણે સામાન્ય રીતે રંગમંચ પર મૃત્યુ, યુદ્ધ, શાપ, ચુંબન, આગ, શયન, ભોજન, વધપ્રસંગ ન દર્શાવી શકાય એવો ભરતમુનિએ બતાવેલ નિયમ યથાર્થ છે. પરંતુ કોઇક જરુરી ઘટના દર્શાવવા માટે વિષ્કંભક, પ્રવેશક, ચૂલિકા, અંકાવતાર અને અંકાસ્ય આ પાંચ અર્થવ્યવસ્થા ઉપયોગમાં લેવાય છે. તદુપરાંત કથોપકથન માટે સ્વગત, અપવાર્ય, જનાન્તિક, આકાશભાષિત વગેરેનો નિર્દેશ મળે છે. કોઇ પાત્રને સૂચના વગર જ રંગમંચ પર પ્રવેશ કરવાનો હોય તો અપટીક્ષેપથી પ્રવેશે છે. તદુપરાંત કથાવસ્તુના વિકાસ માટે ચિત્રનિર્માણ, પત્રલેખન, નૃત્યાદી વગેરે નો પ્રયોગ કરવામાં આવે છે.

નાટકનાં સુખાન્ત માટે ક્યારેક દિવ્ય તત્વોનો પણ આધાર લેવામાં આવે છે. શાકુન્તલ, નાગાનન્દ વગેરે નાટકોનો એમાં સમાવેશ થયો છે. સંસ્ક્રુત નાટકકારો નરી વાસ્તવિકતામાં માનતા નથી. તેઓ આદર્શવાદી પણ છે જ.

(૩) ઉપસંહાર

સંસ્કૃત નાટકો વૈવિધ્યસભર છે. મોટા ભાગનાં નાટકો તેમના જમાનાનો અરીસો છે. ક્યારેક વધુ પડતાં સંવાદો, પધોમાં પ્રચુરતા છે, તે પણ તત્કાલીન પ્રેક્ષકોની અભિરુચિને અનુલક્ષીને નાટકકારે બતાવી હોય તે શક્ય છે. કોઇપણ રચના અને રચનાકારને મૂલાવવા માટે જે તે સમય અને પરંપરાનો ખ્યાલ રાખવો પણ યોગ્ય છે. સંસ્કૃત નાટકોનું અનુશીલન કરવાથી અન્ય કેટલીક સૂક્ષ્મતાઓ પણ બહાર આવશે. જેમકે સંસ્કૃત નાટક સામાન્ય રીતે જનજીવન સાથે પ્રમાણમાં લેવાથી પાત્રચિત્રણ ગૌણ જણાય છે, પરંતુ સંક્ષેપમાં એટલું તો જરૂર કહી શકાય કે નાટક સાહિત્ય ભારતીય સાહિત્યનું એક વિશિષ્ટ અંગ છે. પોતાની વિશેષતાઓથી તે વિશ્વસાહિત્યમાં યોગ્ય સ્થાન મેળવી શકે છે.
હેન્રિ વેલ્સના શબ્દોમાં
“પ્રાચીન પ્રજાના દિલદિમાગની નજીક જઇને તેને પામવાનો પ્રયન્ત કરીશું તો ઘણું મળી રહેશે. તેની પાસેથી તે આપી શકે તેટલાની જ અપેક્ષા રાખવાથી વધુ પ્રસન્નતા પ્રગટશે એ નિ:શંક છે.” 

અથવા

૧. સંસ્કૃત નાટકની ઉત્પતિ અને વિકાસ દર્શાવો. 

પ્રાસ્તાવિક:

નાટકાન્ત કવિત્વમ નાટક તો કવિત્વ સર્જે જ અથવા મહાકવિ કાલિદાસના શબ્દોમાં કહીએ તો,
“નાટ્યં ભિન્નરૂચેર્જન્ય બહુધાપ્યેકં સમારાધનમ”
નાટક ભિન્ન ભિન્ન રુચિવાળા માણસોનું મોટે ભાગે એક સમારાધાન-મનોરંજન છે. અત્યંત પ્રાચીનકાળથી નાટકનું અસ્તિત્વ હતું તેવું લાગ્યા વગર રહેતું નથી. અશ્વઘોષનાં નાટકો મધ્ય એશિયાના તુર્ફાનમાંથી મળી આવ્યાં છે. અશ્વઘોષનો સમય ઇ.સ. ની પ્રથમ સદીનો માનીએ તો આ નાટકો અપૂર્ણ હોવા છતાં નાટ્યસાહિત્યની દીર્ઘ પરંપરાને દેખાડનારાં તો ચોક્કસ છે. ઇ.સ.પૂર્વે પ્રથમ સદીમાં કાલિદાસને જો આપણે સ્વીકારીએ તો એ સમયે નાટકનો વિકાસ સોળે કળાએ હતો એમ સ્વીકારવું પડે. મહાકવિ ભાસ નો સમય ઇ.સ.પૂર્વે ૩૫૦નો હોય તો તે વળી નાટ્યસાહિત્ય તેનાથી અત્યંત પ્રાચીન સુવ્યવસ્થિત તથા સુગઠિત હતું તેમ સ્વીકારવું પડે. છતાં સંસ્કૃત નાટક ચોક્કસ ક્યારે ઉત્પન્ન થયું, તેનો વિકાસ કેવી રીતે થયો એ નિશ્વિતપણે કહી શકાતું નથી. સંસ્કૃત નાટકના ઉદભવ અને વિકાસ વિશે વિવિધ મતો પ્રવર્તે છે, જે આપણે જોઈએ.


  (૨) ભારતીય પરંપરા  

ભારતીય પરંપરા પ્રમાણે આચાર્ય ભરત નાટકના આદ્યસ્થાનક, પ્રવર્તક અને પ્રણેતા છે. આચાર્ય ભરતે ‘નાટ્યશાસ્ત્ર’ નામનો અદ્વિતીય ગ્રંથ લખ્યો છે,જેમાં નાટકની સુક્ષ્મ ચર્ચા કરી છે. નાટ્યશાસ્ત્રની શરૂઆતમાં નાટકની ઉત્પતિ વિશે એક આખ્યાયિકા આપેલી છે તે મુજબ ત્રેતાયુગમાં સત્વગુણનો નાશ થવા માંડ્યો તથા લોકોનાં દુ:ખો વધવા માંડ્યાં. આથી બધા દેવો કોઇ મનોરંજન મેળવવાની આશાથી બ્રહ્મા પાસે ગયા. તેમેણે બ્રહ્માને વિનંતી કરી કે અમને કોઇ મનોરંજનનું સાધન આપો. શૂદ્રોને પણ તે ભોગવવાનો અધિકાર હોય એવું કોઇ સાધન આપો. તે વખતે શુદ્રોને વેદ વગેરે શાસ્ત્રોનું અધ્યયન કરવાનો કોઇ અધિકાર ન હતો. બ્રહ્માએ સર્વ વર્ણોને ઉપકારક હોય તેવાં સાધનનો ખૂબ વિચાર કરીને નાટ્યશાસ્ત્રની રચના કરી.

જગ્રાહ પાઠ્યમ્રુદ્વેદાત સામભ્યો ગીતમેવ ચ |

યજુર્વેદાદભિનયાન રસાથાનર્વણાદપિ ॥

રુગવેદમાંથી પાઠ્ય (સંવાદ), યજુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી ગીત અને અથર્વવેદમાંથી રસ લઇને નાટ્યશાસ્ત્રની રચના કરવામાં આવી. પાર્વતીએ નાટકને પોતાનું લાસ્ય ન્રુત્ય આપ્યું તથા મહાદેવજીએ તેને તાંડવ નુત્ય આપ્યું. ભરતમુનિએ નાટ્યશાસ્ત્રને પ્રથમવાર પૃથ્વી પર અવતારવાનું કાર્ય કર્યુ. તેમણે પોતાના સો શિષ્યોની મદદથી તથા માનસપુત્રીઓની મદદથી “દેવાસુર સંગ્રામ” નામનું નાટક સર્જ્યું તથા પ્રયોજ્યું. પાછળથી અસુરો નાટકભજવણીમાં વિઘ્નો કરવાં લાગ્યાં, તેથી વિશ્વકર્માએ નાટ્યગૃહોની રચના કરી.

(૩)સંવાદ સૂક્તવાદ

પાશ્વાત્ય વિઘ્નોમાં એવી માન્યતા છે કે રુગવેદમાં સંવાદસૂક્તો આવે છે. આવાં સૂક્તો પંદરેક છે. મેક્સમૂલર કલ્પના કરે છે કે યગ્ન વખતે આવાં સૂક્તોનો ઉપયોગ મરુતોના માનમાં મુખપાઠ કરવામાં થતો. બે વિભિન્ન પક્ષો જુદા જુદા પાઠ લઇને નાટકની ભજવણી કરતાં હતા. સિલ્યા લેવીના મતે સામવેદ સંગીતનો વિકાસ પણ દર્શાવે છે.

હર્ટેલના મતે સંવાદસૂક્તો બે વર્ગો ગાતા હશે. ઓલ્ડન બર્ગના મતે સૂક્તોથી  વચ્ચેનું ગદ્ય અદ્રશ્ય થયું છે. પધો લાગણીપ્રધાન હોવાથી સચવાઇ રહ્યાં છે.

ડો. ડેના મતે સૂત્રો નાટ્યાત્મક છે, પણ તેમાંથી જ નાટકની ઉત્પતિ થએઅ તેમ કહેવું યુક્તિસંગત નથી.

(૪) વૈદિક કર્મકાંડ અને નાટક 

પ્રો. શ્રોડર અને પ્રો. હિલેબ્રન્ટના મતે વૈદિક કર્મકાંડમાં નાટકની ઉત્પતિ રહેલી છે. યગ્નોમાં નાટ્યતત્વયુક્ત કેટલીક ક્રિયાવિધિઓ થતી. તેમાંથી નાટક ઉતરી આવ્યું હશે.

(૫) વીરકાવ્યોમાંથી નાટ્યોત્પતિ

પ્રો. હિલેબ્રાન્ટ વીરકાવ્યો એટલે કે રામાયણ-મહાભારતમાં નાટકોની ઉત્પતિ જુએ છે. નટ માટે ‘કુશીલવ’ શબ્દ વપરાય છે. હરિવંશપુરાણમાં પણ નાટકો વિશેની માહિતી છે, પણ હરિવંશ તો સમયમાં ઘણું પાછળ છે, સંસ્કૃત મહાકાવ્યોએ નાટકોને ઘણી પ્રેરણા આપી છે.
(૬) ધાર્મિક યાત્રાઓ
સ્ટેન કોનોના મતે સંસ્કૃત નાટકની ઉત્પતિ ધાર્મિક યાત્રાઓમાં જુએ છે.તે મત લગભગ અસ્વીકાર્ય છે.

૭) પુત્તલિકાવાદ
પિશેલના મતે નાટકનો ઉદભવ કઠપૂતળી ખેલમાંથી થયો હશે. કઠપૂતળીનો ખેલ તો નાટક પરથી ઊતરી આવ્યો હોય તેવી શક્યતા વધુ છે.
(૮) છાયાનાટકવાદ 

પ્રો. લ્યુડર્સ પતંજલિના મહાભાષ્યમાં આવતા એક ગદ્યખંડનો અર્થ કરીને લ્યુડર્સ છાયાદ્રશ્યોમાંથી નાટકની ઉત્પતિ દર્શાવે છે. તેનાં ઉદાહરણમાં ‘દૂતાગંદ’નો દાખલો આપે છે, પણ આ મત ખાસ તથ્યવાળો લાગતો નથી.

(૯) ગ્રીક નાટકોની અસર નીચે સંસ્કૃત નાટકનો વિકાસ
પ્રો. વેબરે સંસ્કૃત નાટકનો મૂળ સ્ત્રોત ગ્રીક નાટકમાં જોયો હતો. પ્રો.વેબરે પાછળથી પોતાનો મત બદલ્યો હતો અને એવું સ્વીકાર્યું હતું કે ગ્રીક નાટકની સંસ્કૃત નાટક પર અસર છે, કારણકે તેને પતંજલિનો ના નાટક વિશે સંદર્ભ મળ્યો હતો. ડો. કીથ વેબરના મત સાથે સહમત થતા નથી. બંન્ને નાટકો બે જુદી જુદી સંસ્કૃતિની નીપજ છે.

(૧૦) આખ્યાનોમાં નાટકનાં મૂળ

વૈદિક સાહિત્યના પુરુરવા-ઉર્વશીનું આખ્યાન, શૂન:શેષ આખ્યાન જેવાં આખ્યાનોમાં શ્રી વીન્ડીશ નાટકોનાં મૂળ જૂએ છે.

(૧૧) ડો.કીથનો મત
કીથ કહે છે કે પ્રકૃતિનાં પરિવર્તનોનું પ્રતીકાત્મક નિરૂપણ નાટક દ્વારા થતું હોય તેવું લાગે છે. આ મત પણ અસ્પષ્ટ છે.
(૧૪) ઉપસંહાર 

આપણે ઉપરનાં મંતવ્યો જોયાં પછી નીચેના નિષ્કર્મો પર આવીએ:

(૧) સંસ્કૃત નાટક અત્યંત પ્રાચીન છે.
(૨) પ્રાચીન નાટકો લુપ્ત થવાને કારણે તેનો કડીબંધ ઇતિહાસ આપણી પાસે નથી.
(૩) સંસ્કૃત નાટકોમાં કાવ્યતત્ત્વ, રસાનુભૂતિ, કાર્યવેગનો અભાવ, સુખાન્ત વગેરે પોતાની લાક્ષણિકતાઓ છે. 






પ્રશ્ન ૫. યુનીટ ૧,૨,૩,૪, (M.C.Q.) અ – (૮), બ – (૬)

 ૧. મહાભારતના કર્તા _______ મનાય છે. (જવાબ : મહર્ષિવ્યાસ)

  (૧) પરાશર (૨) મહર્ષિવ્યાસ (૩) વાલ્મીકી (૪) ભાસ

૨. મહર્ષિ વ્યાસની માતાનું નામ________ હતું.(જવાબ : સત્યવતી )

(૧)અંબિકા (૨) સત્યવતી (૩)અનસૂયા (૪)અંબાલિકા

૩. ભાસનાં ૧૩ નાટકોને ________ પણ કહેવાય છે. (જવાબ : ત્રિવેન્દ્રમ ) 

(૧) મલયાલમ (૨) ત્રિવેન્દ્રમ (૩) કેરાલીયમ (૪) કાંચીપુરમ્

૪. ભાસનાં ઘણાં ખરાં નાટકોમાં પ્રસ્તાવનાના બદલે__________ જોવા મળે છે.   (જવાબ : સ્થાપના )

(૧)પૂર્વરંગ (૨) સ્થાપના (૩) પ્રારંભ (૪) આમુખ 

૫. ભાસનાં ઘણાં ખરાં નાટકોમાં નાદ્યન્તે તત: પ્રવિશતિ_______ એ વાક્ય   નાટ્યારંભે જણાય છે. (જવાબ : સૂત્રધાર)

(૧) વિદૂષક (૨) નાયક (૩) સૂત્રધાર (૪) નાયિકા

૬. ભાસનું સ્વપ્નવાસવદત્તમ્_________ અંકનું નાટક છે. (જવાબ : ૬)

(૧) ૫ (૨) ૬ (૩) ૭ (૪) ૮

૭. રામાયણ કયા પર આધારિત________ નાટક ભાસનું છે. 

(જવાબ : પ્રતિમા)

(૧) પ્રતિમા (૨) પ્રતિગ્યાયૌગન્ધરાયણ (૩) દૂતવાક્ય (૪) કર્ણભાર

૮. સ્વપ્નવાસવદત્તમ્ મંગળ શ્ર્લોકમાં ________ દેવની સ્તુતિ કરાઇ છે.

 (જવાબ : બલરામ )

(૧) વિષ્ણુ (૨) બલરામ (૩) કૃષ્ણ (૪) શિવ 

૯.  સ્વપ્નવાસવદત્તમની ઉદયન કથા મુજબ ઉદયનને________ પુત્ર કહેવાયો  છે. (જવાબ : વૈદેહીપુત્ર)    

(૧) મૃગાવતીપુત્ર (૨) અંગારવતીપુત્ર (૩) વૈદેહીપુત્ર (૪) લક્ષ્મીપુત્ર

૧૦. યૌગન્ધરાયણ ઘડેલ યોજનામાં __________ સામેલ થાય છે. 

(જવાબ :વાસવદત્તા)

(૧) પદ્માવતી (૨) ચેટી (૩) વાસવદત્તા (૪) અંગારવતી

૧૧. યૌગન્ધરાયણ વાસવદત્તાને પોતાની _________ બહેન તરીકે ઓળખાવે છે.

     (જવાબ : પ્રોષિતભર્તૃકા )

(૧) પ્રોષિતભર્તૃકા (૨) સ્નેહીભર્તૃકા (૩) આત્મભર્તૃકા (૪) પાલિકભર્તૃકા

૧૨. ઉજ્જયિનીના રાજાનું નામ ___________ છે. (જવાબ : પ્રદ્યોતમહાસેન )

(૧) ઉધયન (૨) દર્શક (૩) પ્રદ્યોતમહાસેન (૪) આરુણિ

૧૩. મગધના રાજાનું નામ _________ છે. (જવાબ : દર્શક)

(૧) દર્શક (૨) ઉદયન  (૩) પ્રદ્યોતમહાસેન (૪) આરુણિ

૧૪. યૌગન્ધરાયણને _________ સંબોધન ગુણવિશિષ્ટ જણાય છે. 

(જવાબ :તપસ્વી)  

(૧) યોગી (૨)બ્રહ્મચારી  (૩) તપસ્વી (૪) સંન્યાસી

૧૫. કાંચુકીયને મતે __________નું રક્ષણ કરવું મુશ્કેલ છે. (જવાબ : થાપણ )

 (૧) ધન (૨) ઘરેણાં (૩) પ્રાણ (૪) થાપણ 

૧૬. બ્રહ્મચારી વત્સદેશના _________ ગામમાં વિદ્યાભ્યાસ કરતો હતો. 

(જવાબ :લાવાણક)

(૧) અવંતી (૨) વારાણસી (૩) ઉજ્જૈન (૪) લાવાણક

૧૭. ઉદયન_______ દેશનો રાજા હતો. (જવાબ : વત્સ)

(૧) વત્સ (૨) ઉજ્જયિની (૩) ઉજ્જૈન (૪) લાવાણક

૧૮. વિરહી ઉદયનના સમાચાર જાણવા વ્યાસ_________ પ્રસંગ યોજે છે. 

(જવાબ : બ્રહ્મચારી પ્રસંગ)

(૧) કૌતુકમાલાગૂંફન પ્રસંગે (૨) બ્રહ્મચારી પ્રસંગ (૩) પ્રમદવન પ્રસંગ 

(૪) સ્વપ્નદ્રશ્યપ્રસંગ

૧૯. વિરહી ઉદયનને સ્વસ્થ કરવા_________ અમાત્ય રખાયો છે. 

(જવાબ : રુમણ્વાન)

  (૧) વિદૂષક (૨) રુમણ્વાન (૩) યૌગન્ધરાયણ (૪) વસંત

૨૦. પદ્માવતીને ત્યાં વાસવદત્તાને કરાયેલ સોંપણીના પ્રસંગને__________

ગણવામાં આવે છે. (જવાબ : વાસવદત્તાન્યાસ પ્રસંગ)

(૧) વાસવદત્તા વાગ્દાન પ્રસંગ  (૨) વાસવદત્ત દત્ત પ્રસંગ (૩) પદ્માવતી ન્યાય પ્રસંગ (૪) વાસવદત્તાન્યાસ પ્રસંગ

૨૧. વાસવદત્તા_________ વેશે પદ્માવતીના ત્યાં રહે છે. (જવાબ : આવંતિકા)

(૧) વાસંતી (૨) આવંતિકા (૩) દાસી (૪) મહાવધ 

૨૨. બીજા અંકના પ્રવેશકમાં પદ્માવતી _________ કરે છે. (જવાબ : કંદૂકક્રીડા)

(૧) નૃત્યકીડા (૨) અભિનયક્રીડા (૩)કંદૂકક્રીડા (૪) રમણક્રીડા 

૨૩. ઉદયન સાથે પદ્માવતીના થયેલ સગપણના સમાચાર________ આપે છે. (જવાબ : ધાત્રી)

(૧) ચેટી (૨) દાસી (૩) ધાત્રી (૪) આવંતીસુંદરી

૨૪. પદ્માવતીના ઉદયન સાથેના લગ્નની કરાતી ઉતાવળમાં વાસવદત્તાના હ્રદયમાં _________ છવાય છે. (જવાબ : અંધકાર)

(૧) ઉદાસ (૨) સંવેદના (૩) અંધકાર (૪) દુ:ખ

૨૫. ચેટી ઉદયનને ધનુષ્યબાણ વિનાના __________ ગણે છે.

     (જવાબ : કામદેવ) 

(૧) કામરૂપ (૨) શિવ (૩) કામદેવ (૪) રામ

૨૬. કૌતુકમાલા ગૂંથનના વાસવદત્તા ______ પુષ્પોને ગૂંથવાની ના પાડે છે. (જવાબ : સપ્તનીર્મદન)

(૧) સપ્તનીર્મદન (૨) અવિધવાકરણ (૩) ભર્તૃધ્વંશ (૪) ગુલાબ 

૨૭. લાવાણનો વૃતાંત ________ જણાવે છે. (જવાબ : બ્રહ્મચારી)

(૧) યૌગન્ધરાયણ  (૨) બ્રહ્મચારી (૩) વાસવદત્તા (૪) રુમણ્વાન 

૨૮. યૌગન્ધરાયણ _____છે. (જવાબ : અમાત્ય) 

(૧) અમાત્ય (૨) નાયક (૩) ખલનાયક (૪) મુત્સદી

૨૯. વાસવદત્તા પદ્માવતીને _________ નાં ભવિષ્યનાં પુત્રવધૂ કહે છે.

 (જવાબ : મહાસેન)

(૧) ઉદયન (૨) આર્યક (૩)ગોપાલક (૪) મહાસેન

૩૦. લગ્ન કરવા આવેલ ઉદયન_________ ભૂમિમાં સ્નાન કરે છે. (જવાબ : મણિ)

(૧) મણિ (૨) ધન્ય (૩) પદ્મ (૪) કદંબ 

૩૧. અયુક્તં પરપુરૂષ સંકીર્તનં શ્રોતુમ્ _____ બોલે છે. (જવાબ : વાસવદત્તા)

(૧) પદ્માવતી (૨) વાસવદત્તા (૩) ધાત્રી (૪) ચેટી

૩૨. પદ્માવતી ______ મંડપ પાસે દડો રમે છે. (જવાબ : માધવીલતા)

(૧) લગ્ન (૨) ચોરી (૩) માધવીલતા (૪) ગૃહમાલિકા 



એક-બે વાક્યમાં જવાબ આપો.


૧. ભાસનાં કેટલાં નાટકો મનાય છે ?ક્યાં ક્યાં ?

ભાદનાં ૧૩ નાટકો મનાય છે. જેવાં કે દૂતવાક્ય, કર્ણભાર, દૂતઘટોત્કચ, ઉરુભંગ, મધ્યમવ્યાયોગ, પંચરાત્ર, અભિષેક, બાલચરિત, અવિમારક, પ્રતિમાનાટક, પ્રતિગ્યાયૌગન્ધરાયણ અને સ્વપ્નવાસવદત્તમ્

૨. સ્વપ્નવાસવદત્તમ્ નાટકનાં કેટલાં શીર્ષકો જાણીતાં છે ? ક્યાં કયાં ? સ્વપ્નવાસવદત્તમ્ નાટકનાં ત્રણ શીર્ષકો જાણીતાં છે. (૧) સ્વપ્નવાસવદત્તા (૨) સ્વપ્નનાટકમ્ (૩) સ્વપ્નવાસવદત્તમ્

૩. ભાસનાં મહાભારત પર આધારિત નાટકો કેટલાં મનાય છે ? ક્યાં કયાં ?

ભાસનાં મહાભારત પર આધારિત ૬ નાટકો છે. જેવાં કે, દૂતવાક્ય, કર્ણભાર, ઉરુભંગ, દૂતઘટોત્કચ, મધ્યમ વ્યાયોગ, પંચરાગ.

૪. યૌગન્ધરાયણે કેવી યોજના ઘડી ? શા માટે ?

ઉદયન વાસવદત્તામાં રત રહેતાં હતા જેના લીધે તેમનું રાજ્ય પડોશી રાજા આરુણીએ લઇ લીધું હતું તેને પાછું મેળવવા યૌગન્ધરાયણે વાસવદત્તામાં બળી મર્યા છે એવી અફવા ફેલાવી લાવાણકમાં આગ લગાવી.

૫. યૌગન્ધરાયણ અને વાસવદત્તા કેવા વેશમાં પદ્માવતીના આશ્રમમાં જાય છે.?

યૌગન્ધરાયણ પરિવ્રાજક વેશે તથા વાસવદત્તા આવંતિકા વેશે પદ્માવતીના ત્યાં જાય છે.

૬. ક્યા જ્યોતિષિએ ઉદયન માટે કેવું ભવિષ્ય ભાખ્યું હતું ?

’અન્ય પ્રયોજન’ થી મગધ ગયેલાં ઉદયનનું  પદ્માવતી સાથે લગ્ન થશે એમ પુષ્પક ભદ્રાદિ જ્યોતિષિઓએ ભવિષ્ય ભાખ્યું હતું.

૭. વાસવદત્તાને પદ્માવતીને ત્યાં જ શા માટે થાપણ તરીક એ મુકવામાં આવે છે ?

જ્યોતિષિએ કરેલ આગાહી મુજબ રાજા ઉદયનનાં બીજાં લગ્ન પદ્માવતી સાથે થશે, તેના પર શ્રદ્ધા રાખી ભવિષ્યમાં રાજા ઉદયન સાથેના થનાર મિલનમાં પદ્માવતી જ સાક્ષી બને ત્યારે દિવ્યશક્તિ કે સીતાની જેમ અગ્નિ પ્રવેશાદિનો પ્રશ્ન જ ન રહે તે માટે વાસવદત્તાને પદ્માવતીને ત્યાં થાપણ તરીકે મુકાય છે.

૮. આર્યોને દૂર ખસેડાતી ઘટના જોતાં પોતાને પણ આ રીતે અપમાનીત કરાશે ? તેમ પૂછતાં વાસવદત્તાને યૌગન્ધરાયણ શું પ્રત્યુત્તર આપે છે ? 

યૌગન્ધરાયણ કહે છે આ રીતે (અજાણ્યા) હોય ત્યારે દેવતાઓ પણ અપમાનીત થાય છે. માટે આપે દુ:ખ લગાડવું નહીં.

૯. બ્રહ્મચારી કેવું સ્થળ જોઇને તેને તપોવન માને છે ?

વિશ્વાસથી હરણો વિચરી રહ્યાં છે, પુષ્પ અન ફળોથી સમૃદ્ધ ડાળીઓવાળાં વૃક્ષો દયાથી રક્ષાયેલાં છે. કપિલગાયોની સમૃદ્ધિ, ગોચર જમીન તથા અનેક સ્થળેથી નીકળતા ધૂમાળાને જોઇ તે સ્થળને બ્રહ્મચારી તપોવન ગણે છે.

૧૦. બ્રહ્મચારી ઉદયનના પ્રેમનું કેવું વર્ણન કરે છે ?

બ્રહ્મચારી કહે છે કે એવાં ચક્રવાક પક્ષીઓ નથી કે નથી ઉત્તમ સ્ત્રીઓથી વિયુક્ત અન્ય કોઇ પતિ જેને તેનો પતિ આટલું બધું માને છે. તે સ્ત્રી ખરેખર ધન્ય છે. પતિના પ્રેમને લીધે તે બળી ગઇ હોવા છતાં તે બળી નથી.

૧૧. રાજા વિનાના ગામને બ્રહ્મચારી કેવું માને છે ?

રાજા વિનાના ગામને તારા અને ચન્દ્ર વિનાના આકાશની જેમ અસુંદર માને છે.

૧૨. કંદુક ક્રીડા સમયે વાસવદત્તા કેવી ટીખળ કરે છે ?

કંદુક ક્રીડા સમયે વાસવદત્તા ટીખળમાં કહે છે કે કંદુક (દડો) રમીને તારા અત્યંત લાલચોળ (રાગયુક્ત) બનેલા હાથ જાણે બીજાના જ હોય તેવા થઇ ગયા છે.

૧૩. ઉજ્જયિની રાજા પ્રદ્યોત ને મહાસેન શાથી કહેવાય છે ?

તેમની પાસે સૈન્યની વિશાળતા હોવાથી ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતને મહાસેન કહેવાય છે.

૧૪. ઉદયનમાં શું જોઇને દર્શકે પદ્માવતીની સોંપણી કરી ?

ઉદયનનું ઉચ્ચકુળ, ગ્યાન, વય, રૂપ જોઇને મહારાજ દર્શકે પદ્માવતીની સોંપણી ઉદયનને કરી.

૧૫. વાસવદત્તા કોને ધન્ય માને છે ? શા માટે ?

વિરહી વાસવદત્તા પતિના વિયોગે ન જીવી શકતી ચક્રવાકીને ધન્ય માને છે.

૧૬. પદ્માવતી કૌતુકમાલા ગૂંફનની જવાબદારી વાસવદત્તાને શા માટે સોંપે છે?

વાસવદત્તા ઉચ્ચકુળમાં જન્મેલાં સ્નેહાળ અને નિપુણ હોવાથી કૌતુકમાલા ગૂંફનની જવાબદારી તેમેને સોંપવામાં આવે છે.

૧૭. કૌતુકમાલા ગૂંફનમાં ક્યાં ફૂલો ગૂંથવા લવાય છે ?

કૌતુકમાલા ગૂંફનમાં‘અવિધવા કરણ’ અને સપત્નીમર્દન નામનાં ફૂલો ગૂંથવામાં આવે છે.

૧૮. વાસવદત્તા અવિધવાકરણનાં પુષ્પો વધુ ગૂંથી સપત્નીમર્દનનાં પુષ્પો ગૂંથવાની   શા માટે ના પાડે છે ?

વાસવદત્તાનું પોતાનું પણ વૈવિધ્ય અટકાવનાર એવાં અવિધવાકરણનાં પુષ્પો ગૂંથી પદ્માવતીની શૌક્ય (સપત્ની અર્થાત્) ઉદયનની પત્ની મૃત્યુ પામી હોવાનું કહી સપ્તનીમર્દનનાં પુષ્પ ગૂંથવાની વાસવદત્તા ના પાડે છે.

૧૯. શોકથી ઉદાસીન બની લગ્ન માટે સમ્મત થનાર ઉદયન વિશે ધાત્રી શું કહે છે ? 

ઉદયનની લગ્ન સંમતિથી ઉદ્વિગ્ન બનનાર વાસવદત્તાને ધાત્રી કહે છે કે “શાસ્ત્રોને મહત્વ આપનારા મહાપુરુષોનાં હ્રદયો સહેલાઇ થી સ્વસ્થ બની જતાં હોય છે.” 

૨૦. દડો રમવાથી પદ્માવતી કેવાં લાગતાં હતાં ?

ઊંચે ઝુલતાં કર્ણફૂલવાળાં વ્યાયામથી ઉત્પન્ન થયેલાં પ્રસ્વેદ બિંદુથી વિચિત્ર તથા પરિશ્રમને લીધે સુંદર મુખવાળાં પદ્માવતી લાગતાં હતાં.

૨૧. લાવાણક પ્રસંગ જાણતાં ઉદયનની કેવી હાલત થઇ ?

લાવાણકમાં વાસવદત્તા બળી મરવાનું જાઅણી ઉદયન વિયોગથી સંતપ્ત બની પોતાના પ્રાણ અગ્નિમાં હોમવા તત્પર બન્યા ત્યારે મહામહનતે તેમેને અમાત્યો રોકે છે.

૨૨. જ્યોતિષિના કેવાં વચનો પર વિશ્વાસ કરવાનું યૌગન્ધરાયણ કહે છે ?

સિદ્ધપુરુષો દ્વારા કરાયેલાં જે વચનો હોય છે તેની વિધિ પણ ઉલ્લંઘન કરી શકનાર ન હોવાથી તેવાં જ્યોતિષિનાં વચનો પર વિશ્વાસ રાખવાનું યૌગન્ધરાયણ કહે છે.

૨૩. યૌગન્ધરાયણ શું કહીને પદ્માવતીના ત્યાં વાસવદત્તાને થાપણ તરીકે મૂકવાં કહે છે ?

યૌગન્ધરાયણ કહે છે આ મારી બહેન છે તેનો પતિ પ્રવાસે ગયો છે તેથી આપ થોડો સમય તેને સાચવો તેમ પોતે ઇચ્છે છે.

૨૪. થાપણનું રક્ષણ કરવાનું મુશ્કેલ હોવાનું કહી શકતા કીંચુકીયને પદ્માવતી શું કહે છે ?

પદ્માવતી કહે છે કે આર્ય પહેલાં ‘કોણ શું ઇચ્છે છે’ એમ જાહેર કર્યા બાદ હવે વિચાર કરવો યોગ્ય નથી માટે તેનો સ્વીકાર કરવો રહ્યો તેમે કહી કંચુકીય પોતની વચનનિષ્ઠા દર્શાવે છે.

૨૫. રુમણ્વાન ઉદયનની કેવી સેવા કરતો હતો ?

  શોકસંતપ્ત ઉદયનની વફાદારીપૂર્વક રુમણ્વાન સેવા કરતો હતો તે રાજા ન જમે તો જમતો નહીં, રાજાના દુ:ખે દુ:ખી બની દિન રાત સેવા કરતો હતો જો રાજા પ્રાણ ત્યાગે તો પોતે પણ મૃત્યુ પામે એવી આત્યંતિક સેવારત રુમણ્વાન હોવાનું બ્રહ્મચારી વર્ણવે છે.

૨૮. કંચુકીયે કરેલ સંધ્યાવર્ણન વર્ણવો.

કંચુકી સંધ્યાનું વર્ણન કરતાં કહે છે કે પક્ષીઓ માળામાં આવી ગયાં છે મુનિજનો સ્નાનાર્થે પાણીમાં ઉતર્યા છે. પ્રજ્જવલિત થયેલ અગ્નિ પ્રકાશે છે. ધુમાડો તપોવનમાં પ્રસરી રહ્યો છે ઊંચેથી ઢળેલો સૂર્ય પણ કિરણો સંકેલી રથવાળી અસ્તાચલના શિખર તરફ જાય છે.

૨૭. ઉદયનનાં થનાર લગ્નથી વાસવદત્તાની થયેલ મનોવેદના જણાવો.

પદ્માવતી સાથે ઉદયનના થયેલ સગપણથી ‘આર્યપુત્ર બીજીના થઇ ગયાં એવી વેદના સાથે પદ્માવતી પતિવિરહમાં નજીવતી ચક્રવાકીને ધન્ય માની પોતે આર્યપુત્રને જોશે’  એવા મનોરથથી જીવતી હોવાનું કહે છે.

૨૮. ચેટીને આવંતિકા કેવી લાગે છે ?

ચેટી જણાવે છે કે ચિંતાને લીધે શૂન્ય હ્રદયવાળાં ધુમ્મસ છવાયેલ ચન્દ્રલેખા જેવા અલંકારવિહીન પણ ભદ્રવેશ ધારણ કરતાં લાગે છે.


 

૧. ચોથા અંકનો પ્રારંભ________ થી થાય છે.

(જવાબ : પ્રવેશક) 

(૧) પ્રસ્તાવના (૨) વિકલ્પક (૩) પ્રવેશક (૪) આમુખ

૨. વિદૂષકને પદ્માવતીનો રાજમહેલ______ની હાજરી વગરના સ્વર્ગ જેવો લાગે છે. (જવાબ : અપ્સરા)

(૧) દેવ (૨) રાજા (૩) સંનારી (૪) અપ્સરા

૩. ઉદયન કામદેવ_____ કહે છે. (જવાબ : પંચેષુ) 

(૧) મોહક (૨) પંચેષુ (૩) સંમોહિત (૪) છષ્ઠેષુ  

૪. વિદૂષક_________ પક્ષીની હારને ઉદયનને બતાવે છે.

(જવાબ : સારસ)  (૧) બગલા (૨) કબુતર  (૩)સારસ (૪)ચકલી

૫.પદ્માવતી_________ની સમૃદ્ધિ જોઇ આર્યપુત્ર પોતાને સન્માનશે એવું માને છે. (જવાબ : ફૂલો) 

(૧) ધન (૨) ફૂલો (૩) ઝવેરાત (૪) મહેલ

૬. __________ નામ સંભાળતા આવંતિકાને ઉજ્જ્યિનીમાં હોવાનું જણાય છે. (જવાબ : વસંતક)

(૧) આર્ય (૨) વિદૂષક (૩) મહોદય (૪) વસંતક

૭. તમને કોણ વ્હાલા ? પ્રશ્ન વખતે ઉદયન વિદૂષકને_______ કહે છે. 

(જવાબ : ભડભડિયો)

(૧) ઉત્પાતિ (૨) ચાલાક (૩) ભડભડિયો (૪) વાચાળ 

૮. ________ નાં પુષ્પો વેરાવાથી વિદૂષકને પ્રમદવન રમણીય લાગે છે.

(જવાબ : બંધુજીવ) (૧) અશોક (૨) બંધુજીવ (૩) ચંપો (૪) ચમેલી 

૯. તમને કોણ વ્હાલા ? પ્રશ્ન સંદર્ભે સાચું કહેવા વિદૂષક________ ના સોગન અપાવે છે. (જવાબ : મિત્રતા)

(૧) માતા (૨) મિત્રતા (૩) ઇશ્વર (૪) પદ્માવતી 

૧૦. ઉદયને વાસવદત્તાને વહાલા કહેતાં આવંતિકાને_________વાસ લાભદાયક લાગે છે. (જવાબ : અજ્ઞાત )

(૧) અજ્ઞાત (૨) વન (૩) અરણ્ય (૪) ઉપ 

૧૧. પ્રમદવનમાં આવતાં દેખાતા રાજાને જોઇ વાસવદત્તાદિ_________ મંડપમાં જતા રહે છે. (જવાબ : માધવીલતા) 

(૧) માધવીલતા (૨) લગ્ન (૩) સજાવટ (૪) પુષ્પ 

૧૨. વિદૂષકને __________ ઓળંગી શકાય તેવું ન હોવાનું કહે છે. (જવાબ : વિધિ)

(૧) ભાગ્ય (૨) વિધિ (૩) આમંત્રણ (૪) જ્ઞાન  

૧૩. વિદૂષકને________ ઋતુનો તીક્ષ્ણ તડકો સહન થતો નથી. (જવાબ : શરદ) (૧) ગ્રીષ્મ (૨) શિશિર (૩) શરદ (૪) વસંત

૧૪. પદ્માવતીની પથારી ________ માં પાથરી છે. (જવાબ : સમુદ્રગૃહ)

(૧) સમુદ્રગૃહ (૨) સુવર્ણગૃહ (૩) રાજમહેલ (૪) રત્નમહેલ 

૧૫. પદ્માવતીને ________ નો દુ:ખાવો થાય છે. (જવાબ : માથા)

(૧) પેટ (૨) સાંધા (૩) ગરદન (૪) માથા 

૧૬. વિદૂષકને દીવાના પ્રકાશમાં ________ હોવાનો ભ્રમ થાય છે.

(જવાબ : સાપ) 

(૧) ભૂત (૨) સાપ (૩) તોરણ  (૪) નારી

૧૭. વિદૂષક રાજાને કહેલ વાર્તામાં ________ નગરીનું નામ વિચારે છે. 

(જવાબ : ઉજ્જયિની)

(૧) આવંતી (૨) કાશી (૩) ઉજ્જયિની (૪) મોહવતી

૧૮. ઉદયન સ્વપ્નમાં______ બોલે છે. 

(જવાબ :હા વાસવદત્તા)

(૧) હા પદ્માવતી (૨) હા વાસવદત્તા (૩) હા વિરચિકા (૪) હા અંગારવતી

૧૯. સ્વપ્નમાં ઉદયન વાસવદત્તા સિવાય _________ નું નામ લે છે. 

(જવાબ : વિરચિકા )

(૧) પદ્માવતી (૨) મધુરિકા (૩) વિરચિકા (૪) ચેટી 

૨૦. રાજ્યભવનમાં અવંતિ સુંદરી નામે ________ રહેતી હોવાનું વિદૂષક કરે છે. (જવાબ : યક્ષિણી)

(૧) યક્ષિણી (૨) દાસી (૩) સતી (૪) સાધ્વી 

૨૧. આરુણિ પર હુમલો કરવા _______ મોટું સૈન્ય લઇને આવ્યા હોવાનું કાંચુકીય જણાવે છે. (જવાબ : રુમણ્વાન) 

(૧) યૌગન્ધરાયણ (૨) રુમણ્વાન (૩) દર્શક (૪) મહાસેન

૨૨. ઉદયનના વિજય સંદેશમાં સૈન્યોએ ________ નદી ઓળંગી લીધી હોવાનું કાંચુકીય કહે છે. (જવાબ :ગંગા )

(૧) તાપી (૨) નર્મદા (૩) ગોદાવરી (૪) ગંગા

૨૩. સુવર્ણમય તોરણવાળા દરવાજા પાસે _______ ફરજ બનાવે છે. 

(જવાબ : વિજયા)

(૧) જયા (૨) વિજ્યા (૩) દેવસેના (૪) રોહિણી 

૨૪. મહાસેન પાસેથી આવેલ કાંચુકીય _______ ગોત્રના છે. (જવાબ : રૈભ્ય)

(૧) ભારદ્વાર (૨) રૈભ્ય (૩) વર્સિષ્ઠ (૪) વિશ્વામિત્ર

૨૫. ________ નામના મહેલમાં કોઇએ વીણા વગાડી હોવાનું પ્રતીહારી કહે છે. (જવાબ : સુયામુન) 

(૧) સુયામુન (૨) બેનમુન (૩) રજનીમુન (૪) છાયામુન

૨૬. ઘોષવતી વીણાને જોતાં ઉદયનને ________ યાદ આવે છે. 

(જવાબ : વાસવદત્તા)

(૧) પદ્માવતી (૨) વાસવદત્તા (૩) પ્રતિહારી (૪) વિરચિકા

૨૭. આર્યાવસુંધરા વાસવદત્તાની ________ છે. (જવાબ : ધાત્રી)

(૧) માતા (૨) બહેન (૩) દાસી (૪) ધાત્રી 

૨૮. ઉદયનનો શિષ્ટાચાર જોતાં કાંચુકીય ઉદયનને ________ ના પુત્ર કહે છે. (જવાબ : વૈદેહી)

(૧) વૈદેહી (૨) અંગારવતી (૩) પાર્વતી (૪) અનસૂયા

૨૯. _______ લોકો જ રાજલક્ષ્મીને ભોગવતા હોવાનું કાંચુકીય કહે છે. 

(જવાબ : ઉત્સાહી)

(૧) ઝનુની (૨) પરાક્રમી (૩) ઉત્સાહી (૪) આતંકી

૩૦. ઉદયન- વાસવદત્તાના લગ્નની છબી ________ પર ચીતરાવવામાં આવી. (જવાબ : ચિત્રફલક)

(૧) લગ્નમંડપ (૨) ચિત્રફલક (૩) હ્રદય (૪) હાથ

૩૧. ચિત્રફલક પ્રસંગ સમયે બ્રાહ્મણવેશી ______ પધારે છે. 

(જવાબ : યૌગન્ધરાયણ)

(૧) દર્શક (૨) વિદૂષક (૩) યૌગન્ધરાયણ (૪) કાંચુકીય

૩૨. યૌગન્ધરાયણના કાવતરામાં સામેલ રુમણ્વાન ને ઉદયન _______ કહે છે. (જવાબ : શઠ)

(૧) શઠ (૨) લુચ્ચો (૩) બનાવટી (૪) ભોળો

૩૩. વાસવદત્તા મારી _______ છે તેમ કહી યૌગન્ધરાયણ તેને થાપણ તરીકે મૂકે છે. (જવાબ : બહેન)

(૧) પ્રિયતમા (૨) માતા (૩) બહેન (૪) મિત્ર


એક – બે વાક્યમાં જવાબ આપો 

૧. વિદૂષક શાને સુખ માનતો નથી ?

  રોગનું અસ્તિત્વ હોય અને તેથી નાસ્તો ન કરી શકાય એને વિદૂષક સુખ માનતો નથી. 

૨. વિદૂષકને શાથી ખોરાક પચતો નથી અને ઊંઘ આવતી નથી ? 

      વિરહ વિધુર રાજા ઉદયનની સાથે રહી સેવા કરનાર વિદૂષકને પણ ભોજનાદિમાં ઉણપ રહે તે સ્વાભાવિક છે જ્યારે લગ્ન કરી પદ્માવતીના જાહોજલાલીવાળા મહેલમાં આવ્યા ત્યારે વિદૂષકને અપાતા મિષ્ટાન્નાદિ પચતા નથી તથા સારી પથારીમાં ઊંઘ આવતી નથી.

૩. ચોથા અંકના પ્રવેશકને ટૂંકમાં વર્ણવો.

રાજા ઉદયનના પદ્માવતી સાથે યોજાયેલ લગ્ન અને તેના લીધે વાસવદત્તાના મૃત્યુથી જન્મેલ શોકમાંથી વાતાવરણ હળવું બન્યું હોવાનું વિદૂષકની એકોક્તિ દ્વારા સૂચવાય છે.

૪. ચેટીને શેફાલિકાનાં ઝૂમખાં કેવાં લાગે છે ?

ચેટીને શેફાલિકાનાં ઝૂમખાં ખીલી ઊઠેલાં તથા વચ્ચે પરવાળાં ગૂંથેલ મોતીનાં ઝૂમખાંની જેમ લચી રહેલાં લાગે છે તથા મનશીલાના ટૂકળા જેવી દાંડીવાળાં લાગે છે.

૫. ઉદયન સારસપક્ષીઓની હારને કેવી માને છે ?

સીધી- લંબાયેલી વિખરાયેલી ને નીચે- ઊંચે જતી, પાછો વળાંક લેતાં સપ્તર્ષિઓનાં સમૂહ જેવી વાંકી કાંચળી ઉતારતા સર્પના પેટ જેવા નિર્મળ આકાશને બે ભાગમાં વહેંચતી સીમારેખાની માફક હોવાનું ઉદયન માને છે.

૬. ઉદયન શા માટે ભમરાઓને પજવવાની ના પાડે છે ?

મધના મદથી મીઠું અને અસ્પષ્ટ ગૂંજતા અને પ્રેમથી વિહ્યળ પ્રિયાઓ વડે આલિંગન પામતા ભમરાઓ આપણા પગસંચારથી ભડકીને અમારી જેમ પ્રિયાથી વિયુક્ત થવાનું કહી ઉદિયન ભમરાઓને પજવવાની ના પાડે છે.

૭. વિદૂષકે પૂછેલાં તમને કોણવાલા ? પ્રશ્નોત્તરમાં ઉદયન શો જવાબ આપે છે ?

ઉદયન કહે છે કે રૂપ, શીલ અને મધુરતાથી પદ્માવતી મને ખુબ પ્રિય છે એ ખરું, તો પણ વાસવદત્તા બંધાયેલા મારા મનને એ હરી શકતી નથી.

૮. તમને કોણપ્રિય ? ના પ્રત્યુત્તરમાં વિદૂષક શું કહે છે ?

વિદૂષક કહે છે કે રાણી પદ્માવતીતો તરુણ, સુંદર, ક્રોધરહિત, નિરભિમાની, મધુર બોલનારાં અને દાક્ષિણ્યવાળા છે તથા તેઓ મધુર ભોજન લઇને મને શોધતાં આવે છે.

 ૯. રાજાને માધવી લતામંડળમાં જતો અટકાવવા ચેટી શું કરે છે ?

રાજા માધવી લતામંડપ બાજુ આવતાં ચેટી ભમરાઓને ઉડાડી વિદૂષકને ગભરાવી ત્યાંથી તેને રાજા સાથે પાછો વાળે છે.

૧૦. ચેટી શા માટે ભમરા ઉડાડે છે ?

પ્રમદવનમાં રાજા આવતા જણાય છે આવંતિકા પરપુરુષનું મોઢું જોતી હોવાથી રાજાને માધવી લતામંડપમાં આવતા રોકવા ચેટી ભમરા ઉડાડે છે.

૧૧. શિલા પર બેઠેલા રાજાને વિદૂષક કેવો પ્રશ્ન કરે છે ?

વિદૂષક કહે છે કે આપને કોણ પ્રિય ? અત્યારનાં પદ્માવતી કે પહેલાનાં વાસવદત્તા ?

૧૩. માધવીલતામંડપમાંથી વાસવદત્તા તથા ચેટી ક્યાં જતાં રહે છે ?

જ્યારે વાસવદત્તાની યાદમાં રાજાનું મુખ આંસુઓ થી ઢંકાયેલું છે તેને ધોવા વિદૂષક પાણી લેવા જાય છે ત્યારે પદ્માવતીને રાજા પાસે મોકલી વાસવદત્તા તથા ચેટી ચાલ્યાં જાય છે.

૧૪. પદ્માવતીને શિરોવેદના શાથી થાય છે ?

નવોઢા પદ્માવતી એ માધવીલતા મંડપમાં છુપી રીતે પોતાના સ્વામી ઉદયનના મુખે તેણીને વાસવદત્તા તેમના મનમાં વસી હોવાનું તથા પોતાને ઉતરતી માની હોવાનું જાણી શિરોવેદના થાય છે.

૧૫. પદ્માવતીની શિરોવેદનાના સમાચાર જાણ્યા પછી પણ રાજા કોને કેવી રીતે યાદ કરે છે ?

પદ્માવતીના શિરોવેદનાના સમાચાર જાણ્યા બાદ પણ રાજા લાવાણકમાં અગ્નિ વડે જેનું શરીર બળી ગયું છે અને જે હિમથી નષ્ટ થયેલી કમલિની જેવી છે તેવી અવંતિરાજની પ્રશંસનીય તથા સુયોગ્ય પુત્રીને યાદ કરે છે.

૧૬. પદ્માવતીની શીર્ષવેદના અંગે જાણ થતાં ઉદયને અનુભવેલી મનોવ્યથા વર્ણવો.

ઉદયન કહે છે કે રૂપ લાવણ્યથી યુક્ત તથા ગુણવંતી પ્રિયાને પામી આજે મારો શોક જાણે ઓછો થઇ ગયો હતો. જો કે પહેલાંનો ઘા હજુ રૂઝાયો નથી હવે તો દુ:ખનો અનુભવ કરી લીધેલો હોવાથી પદ્માવતીને પણ હું વાસવદત્તા જેવી જ માનું છું.

૧૭. દીવાના પ્રકાશમાં વિદૂષકને જણાતા સાપની રાજા કેવી સ્પષ્ટતા કરે છે ?

રાજા ઉદયન કહે છે કે હે મૂર્ખ ! આ તો બારણાના તોરણની સરળ, લાંબી, અને જમીન પર પડેલી હાલતી માળા કે જે રાત્રિના સમયે મંદ પવનથી હાલવાથી સર્પની ચેષ્ટા કરી રહી છે તેને તે પાપ કહે છે.

૧૮. સમુદ્રગૃહમાં પદ્માવતી આવ્યાં જ નથી એવું ઉદયન શાને આધારે માને છે ?

ઉદયન સમુદ્રગૃહમાં આવીને જુએ છે તો શય્યા દબાયેલી નથી ચાદર વિંખાઇ નથી લેપથી ઓશિંકુ મેલું નથી થયું. મનોરંજકતા માટે શોભા કરાઇ નથી તથા રોગી માણસ જાતે જ પથારીનો ત્યાગ કરી શકતો ન હોવાનું માની પદ્માવતી અહીં ન આવ્યા હોવાનું રાજા માને છે.

૧૯. વિદૂષક દ્વાર ઉજ્જયિની નગરીની વાત કહેતાં રાજાની મનોવ્યથા કેવી થાય છે ?

વિદૂષક ઉજ્જયિની નગરીની વાર્તા કહેતાં જ રાજાને પ્રયાણ સમયે સ્વજનોને સંભારતી, આંખને છેડે છલકતાં આવતાં આંસુને સ્નેહપૂર્વક છાતી પર પાડતી પોતાને સ્નેહથી નિહાળતી અવંતિરાજ પુત્રી વાસવદત્તા યાદ આવે છે.

૨૦. વિદૂષક કઇ વાર્તા કહેતાં રાજાને ઊંઘ આવે છે ?

વિદૂષક રાજાને વાર્તા કહેતાં બ્રહ્મદત્ત નામે નગર તથા કાંપિલ્યનામે રાજા એવા ગોટાળા વાળતાં ઉદયન બ્રહ્મદત્ત રાજા તથા કાંપિલ્ય નગર એવું સુધારી સૂઇ જાય છે.

૨૧. પદ્માવતીની શીર્ષવેદનાથી વાસવદત્તા મનમાં કેવો ભાવ વ્યક્ત કરે છે ?

પદ્માવતીની શીર્ષ વેદનાનું જાણીને દેવોને નિર્દય માની વાસવદત્તા કહે છે કે વિરહથી વિહ્વળ બનેલા આર્યપુત્રને વિસામાનું સ્થાન બનેલી પદ્માવતી પણ બીમાર પડ્યાં. તેમ માની તે દુ:ખી થાય છે.

૨૨. સમુદ્રગૃહમાં પથારીને જોઇ વાસવદત્તા કોના પર વ્યથા ઠાલવે છે ?

સમુદ્રગૃહમાં પાથરેલ પથારી જોતાં વાસવદત્તાને અસ્વસ્થ પદ્માવતીને ફક્ત દીવાને સહારે મૂકીને જતા રહેનાર નોકરોને બેદરકાર ગણી પોતે વ્યથા પામે છે.

૨૩. વાસવદત્તા કેવા અભિપ્રાયથી પથારીમાં જ બેસવાનું વિચારે છે ?

સમુદ્રગૃહમાં પથારેલ પથારી જોતાં વાસવદત્તાને પથારીમાં પદ્માવતી સૂતાં હોવાનું લાગે છે. તેઓ માને છે કે અન્ય જગ્યાએ બેસતાં સ્નેહ ઓછો કહેવાશે માટે તેઓ પદ્માવતીની પથારીમાં જ બેસે છે.

૨૪. સમુદ્રગૃહમાં પાથરેલ પથારી પર બેસતાં જ વાસવદત્તાને થયેલ મનોમંથન જણાવો.

પથારીમાં બેસતાં જ વાસવદત્તાનું મન પ્રફુલ્લિત થાય છે કારણકે તે માને છે કે સદભાગ્યે સુતેલી પદ્માવતીનો શ્વાસોશ્વાસ નિરંતર અને સુખેથી ચાલે છે તેનો રોગ મટી ગયો હોવો જોઇએ. તે જાણી તેને થોડી નિરાંત થાય છે.

૨૫. વાસવદત્તા પથારીમાં ક્યાં સુવે છે ? શા માટે ?

વાસવદત્તા પથારીના તેને ખાલી પડેલ ભાગમાં સુવે છે અને તેને લાગે છે કે પાદ્માવતી તેને આલિંગન આપવાનું સુચવે છે.

૨૬. ઉદયન સ્વપ્નમાં ‘ હા વાસવદત્તા !’ બોલતાં વાસવદત્તાને શેનો ડર લાગે છે ?

સમુદ્રગૃહમાં પદ્માવતી સમજીને પાસે બેસનાર વાસવદત્તાને ઉદયન સ્વપ્નમાં સંબોધતાં પોતાને યૌગન્ધરાયણની પ્રતીજ્ઞાનો મહાન ભાર નિષ્ફળ જવાનો ડર લાગે છે.

૨૭. પથારીમાં ઉદયન હોવાનું જાણવાં છતાં વાસવદત્તા કેમ ત્યાં રોકાય છે ?

ઉદયન સ્વપ્નમાં બોલતા હોવાનું જાણ્યા બાદ પોતાના હ્રદય અને આંખને ઠારવા વાસવદત્તા ત્યાં રોકાય છે.

૨૮. પથારી છોડીને વાસવદત્તા ક્યા ડરથી ચાલી જાય છે ?

સ્વપ્નાવસ્થામાં રહેલા રાજા ઉદયન પાસે વાસવદત્તા ઘણો સમય રોકાઇ હવે પોતાને કોઇ જોઇ જશે એમ વિચારી પોતે જતી રહે છે.

૨૯. સ્વપ્નોમાં રહેલ ઉદયન કેવી રીતે જાગી જાય છે ?

ઘણાં સમયથી રાજા પાસે રહી રાજાની સ્વપ્નાસ્થાને પામ્યા બાદ વાસવદત્તા રાજાને લટકતો હાથ પથારીમાં મૂકી ચાલી જતાં વાસવદત્તાના સ્પર્શમાત્રથી ઉદયન જાગી જાય છે.

૩૦. સ્વપ્નમાંથી જાગી રાજા વિદૂષકને શું કહે છે ?

સ્વપ્નમાંથી જાગી રાજા ઉદયન વિદૂષકને કહે છે કે ‘ એ બળી ગઇ હોવાનું કહી રુમણ્વાને મને છેતર્યો છે ?’ ખરેખર તો વાસવદત્તા જીવે છે.

૩૧. વિદૂષકે વાસવદત્તા જીવિત હોવા અંગેનું સ્વપ્ન હોવાનું જણાવતાં ઉદયન શું કહે છે ?

ઉદયન કહે છે કે જો એ સ્વપ્ન હોય તો એમાંથી ન જાગવું એ જ ધન્ય છે અને જો એ ભ્રમ હોય તો મને આવો ભ્રમ નિરંતર રહો.

૩૨. સ્વપ્નમાં કેવી વાસવદત્તાના મુખ જોવાનું રાજા કહે છે ?

ઉદયન સ્વપ્નમાં ચારિત્ર્યનું રક્ષણ કરતી અંજન વિનાની આંખોવાળું, લાંબા વાળવાળું મુખ જોવાનું કહે છે.

૩૩. રાજા ઉદયનના વિજય પ્રાપ્તિ માટે કેવી વ્યવસ્થા કરાઇ છે ?

દુશ્મનોમાં ફાટફુટ પાડી છે, વિજયપ્રયાણ સમયે સૈન્યના પાછળના ભાગના રક્ષણની તથા શત્રુ નાશ માટે સઘળી વ્યવસ્થા કરાઇ છે.

૩૪. ઉદયન કેવી રીતે આરુણિને નષ્ટ કરવાનું કહે છે ?

ભયંકર કાર્યો કરવામાં નિપુણ આરુણિને સામે જઇને ગજરાજ અને ઘોડાઓથી તરી શકાય તેવા ઉગ્ર તરંગો જેવા ફેંકેલા બાણોથી વિષમ દેખાતા મહાસાગર સમા યુદ્ધક્ષેત્રમાં નષ્ટ કરવાનું ઉદયન કહે છે.

૩૫. વિજયી બનેલ ઉદયનને વધાઇ આપવા કોણ આવે છે ?

વત્સદેશ પાછો લેનાર ઉદયનને વધાઇ  આપવા મહાસેને રૈભ્યગોત્રવાળા કાંચકીય તથા મહારાણી અંગારવતીએ મોકલેલ વાસવદત્તાની ધાત્રી આર્યો વસુંધરા આવે છે.

૩૬. મહાસેને મોકલેલ પ્રતિનિધિઓને મળવાનો યોગ્ય સમય ન હોવાનું પ્રતિહારી શા માટે કહે છે ?

કારણકે રાજા ઉદયનને ‘સુયામુન’ નામના મહેલમાં સાંભળેલ તથા નર્મદા કિનારેથી મળેલ વીણા મળતાં તેઓ મૂર્છિત થયા છે માટે રાજન મળવાનો યોગ્ય સમય ન હોવાનું પ્રતિહારી કહે છે.

૩૭. ધોષવતીને જોતાં ઉદયન કેવો ભાવ પ્રગટ કરે છે ?

ઘોષવતીને જોતાં ઉદયન કહે છે કે આ કાનને સુખ આપનારી સ્વરવાળી ! વાસવદત્તાના બે સ્તન ઉપર અને ખોળામાં સુતેલી તું પંખીઓના સમૂહે ઉડાડેલ રજથી ખરડાયેલ દંડવાળી થઇ આવા ભયંકર વનમાં કેવી રીતે રહી શકી ?

૩૮. ઘોષવતી જોતાં રાજાને કેવો મનોવેગ થાય છે ?

ઘોષવતીને જોતાં રાજાને દીર્ધ સમયથી સુષુપ્ત પ્રેમ જાગૃત થાય છે.

૩૯. પ્રતિહારી ઉદયનને શો સંદેશ આપે છે ?

ઉદયન સાથે જઇ પ્રતિહારી કહે છે કે મહારાજ નો વિજય થાઓ મહાસેને મોકલેલ રૈભ્યગોત્રી કાંચુકીય તથા માતા અંગારવતી એ મોકલેલ વાસવદત્તાની ધાત્રી આર્યા વસુધંરા આપને વધાઇ આપવા આવ્યા છે.

૪૦.વાસવદત્તાનાં સગાંને મળવા ઉદયન શા માટે પદ્માવતીને આગ્રહથી બેસાડે છે ?

રાજા કહે છે કે ‘વાસવદત્તાના સગાં તે મારા સગાં’ તથા પત્ની જેમને બતાવવી જોઇએ તેમેને પત્નીના દર્શનથી દૂર રાખે છે એમ માની વધુ દોષ ઉત્પન્ન થાય તે માટે તમો બેસો.

૪૧. સંદેશો સાંભ્ળ્યા પહેલાં પદ્માવતી અને ઉદયન શા માટે ભયભીત બને છે ?

ઉદયન કહે છે કે ‘એ શું કહેશે એ વિચારે મારું હ્રદય શક્તિ બન્યું છે.’ હું એમની કન્યાને ઉપાડી ગયો તો પણ રક્ષી ન શક્યો તેથી મારા ગુણો પર આઘાત પડવાથી પિતાને ગુસ્સે કરનાર પુત્રની જેમ હું ભયભીત થયો છું.

૪૨. કાંચુકીય ઉદયન પાસે આવતાં કેવું મનોમંથન કરે છે ?

કાંચુકીય કહે છે કે સંબંધીના રાજ્યમાં આવીને મને ખૂબ હર્ષ થાય છે પણ વાસવદત્તા મૃત્યુ પામ્યાનું યાદ આવતાં દિલગીરી થાય છે. અરે ઓ દેવ ! શુત્રુઓએ રાજ્ય હાર્યું તો પણ દેવી વાસવદત્તાને કેમ કુશળ ના રાખ્યાં ?

૪૩. કાંચુકીયને જોતાં ઉદયન શું પૂછે છે ?

પૃથ્વી ઉપરના રાજવંશીઓના ઉદય તથા અસ્ત માટે સમર્થ અને મેં જેનો સંબંધ ઇચ્છયો હતો તે પ્રદ્યોત મહાસેન કુશળ તો છે ને !

૪૪. પોતાની જીત માટે પાયામાં મહાસેન હોવાનું ઉદયન કેવી રીતે કહે છે ?

પહેલાં હું જીતાઇ ગયો ત્યારે પણ મને પુત્રોની સાથે લાડ લડાવ્યાં, મેં એમની કન્યાનું બળજબરીથી હરણ કર્યું અને રક્ષણ ન કરી શક્યો, એના મૃત્યુ અંગે સાંભળવા છતાં મારા પ્રત્યે સ્નેહ રાખે છે. મારી જીતનું કારણ પણ મહાસેન જ છે.

૪૫. માતા અંગારવતીનો સંદેશો સાંભળવા આતુર ઉદયન અંગારવતીને કેવાં કહે છે

ઉદયન કહે છે કે સોળે રાણીઓમાં જ્યેષ્ઠ, પુષ્પશાળી અને નગરદેવી જેવી, મારા પ્રયાસથી દુ:ખી થયેલાં તે માતાજી કુશળ તો છે ને ?

૪૬. વાસવદત્તાને રક્ષી શકનાર ઉદયનની વેદનાનો કાંચુકીય કેવો પ્રતિભાવ આપે છે ?

કાંચુકીય કહે છે કે ‘મૃત્યુ સમયે કોણ કોની રક્ષા કરવા સમર્થ છે ? દોરડું તૂટતાં કોણ ઘડાને ધારણ કરી શકે ?’ વનવૃક્ષો જેવી જ અવસ્થા જગતની હોય છે તે સમયઆવતાં છિન્ન બની અનુકુળ સમયે ઉગી જાય છે.

૪૭. માતા અંગારવતી કેવો સંદેશો કહેવડાવે છે ?

મહારાણી કહે છે કે પોતાની પુત્રી મૃત્યુ પામી પણ મહાસેન અને મારેમન તમો પુત્રસમાન છો. આપણે વીણાને બહાને અગ્નિસાક્ષી વિના વાસવદત્તા આપી હતી અને અમોએ ચિત્રફલક પર ચિતરાવી લગ્ન ઉજવણી કરી હતી તે ચિત્રફલક જોઇ આપ સંતોષ મેળવો.

૪૮. અંગારવતીનો સંદેશો સાંભળી ઉદયન કેવો પ્રતિભાવ આપે છે ?

ઉદયન કહે છે કે માતા અંગારવતીનું સ્નેહ વાક્ય મને સંકડો રાજ્યના લાભ કરતાં પણ પ્રિય છે. કારણકે અપરાધી એવા મારા પરનો સ્નેહ તેઓ ભૂલ્યાં નથી.

૪૯. ચિત્રફલક જોતાં જ પદ્માવતી શું વિચારે છે ?

ચિત્રફલક જોતાં જ પદ્માવતી વિચારે છે કે આ છબી જેવાં જ આર્યા આવંતિકા છે.

૫૦. આવંતિકા અંગે પદ્માવતી કેવી સ્પષ્ટતા કરે છે ?

પદ્માવતી કહે છે કે હું જ્યારે કુંવારી હતી ત્યારે એક બ્રાહ્મણ તેની આ બહેનને પ્રોષિતભર્તૃકા કહી મારી પાસે મૂકી ગયા છે તેને જોઇને આપ યોગ્ય લાગે તે કહો.

૫૧. આવંતિકાની શાબ્દિક ઓળખાણથી ઉદયન શું કહે છે ?

ઉદયન કહે છે કે જો એ બ્રાહ્મણની બહેન છે તો ચોક્કસ અન્ય સ્ત્રી હશે; રૂપનું પરસ્પર સામ્ય આ જગતમાં જોવા મળે છે.

૫૨. બ્રાહ્મણ વેશી યૌગન્ધરાયણનું હ્રદય શા માટે સાશંક બને છે ?

રાજા ના હિત માટે કલ્યાણકારી કામ પોતાનું સફળ થવા છતાં રાજા શું કહેશે એ વિચારે યૌગન્ધરાયણનું હ્રદય સાશંક બન્યું છે.

૫૩. આવંતિકાને મહાસેનની પુત્રી માનતા ઉદયનને યૌગન્ધરાયણ શું કહે છે ?

યૌગન્ધરાયણ કહે છે કે તમો ભરતોના કુળમાં જન્મેલા, વિનીત, જ્ઞાની અને પવિત્ર છો અને રાજધર્મના ઉપદેશક છો, તો એને બળજબરીથી લઇ લો, એ આપને શોભતું નથી.

૫૪. યૌગન્ધરાયણ અને વાસવદત્તાને મૂળ રૂપમાં જોયા બાદ પણ રાજા કેવા પ્રત્યાઘાતો આપે છે ?

ઉદયન કહે છે કે અરે આ યૌગન્ધરાયણ અને આ મહાસેન પુત્રી ! શું આ સત્ય છે ? કે સ્વપ્ન છે ? હું એને જ ફરીથી જોઇ રહ્યો છું ? એ વખતે પણ આણે જ દેખાઇને મને છેતર્યો હતો.

૫૫. ઉદયનને મળ્યા બાદ યૌગન્ધરાયણ શું કહે છે ?

યૌગન્ધરાયણ કહે છે કે હે સ્વામી ! રાણી વાસવદત્તા ને લઇ જઇને મેં  અપરાધ કર્યા ગણાય. તો આમ સ્વામી રક્ષા કરો.

૫૬. યૌગન્ધરાયણને જોયા બાદ ઉદયન શું કહે છે ?

ઉદયન કહે છે કે મિથ્યા ઉન્માદથી, યુદ્ધથી, અને શાસ્ત્રમાં બતાવેલી રીતે કરેલી મંત્રણાઓથી એવા તમારા વિશેષ પ્રયત્નોથી મુશ્કેલીઓમાં ડૂબી જતાં અમારો ઉદ્ધાર થયો છે.

૫૭. આવંતિકા જ વાસવદત્તા હોવાનું જાણ્યા બાદ પદ્માવતી કેવો ભાવ વ્યક્ત કરે છે ?

આવંતિકા જ વાસવદત્તા હોવાનું જાણતાં પદ્માવતી કહે છે કે અજાણતાં તમારી પાસે સખી જેવું વર્તન દાખવીને મેં વિવેકભંગ કર્યો માટે નતમસ્તક ક્ષમા યાચું છું.

૫૮. પોતાની થાપણ લેવા આવેલ બ્રાહ્મણ સ્વર સાંભળતાં રાજા કેવી શંકા વ્યક્ત કરે છે ?

પૂર્વપરિચિત સ્વર સાંભળતાં ઉદયન કહે છે કે બ્રાહ્મણ મહારાજ ! શું આપની બહેનને પદ્માવતી પાસે થાપણ તરીકે સોંપી ગયા હતા ?

૫૯. પોતાની થાપણ લેવા આવેલ યૌગન્ધરાયણને રાજા કેવી રીતે થાપણ સોંપવાનું કહે છે ?

ઉદયન પદ્માવતીને કહે છે કે સાક્ષીઓની સમક્ષ ન્યાસ સોંપવી યોગ્ય ગણાશે માટે આ શ્રીમતી રૈભ્ય તથા આર્યા ધાત્રી સાક્ષી બને તેમ કરો !             



બીજા પ્રશ્નો 

(૧). સ્વપ્નવાસવદત્તમની આધાર સામગ્રી જણાવી ભાસે કરેલા ફેરફાર    નોંધો.

સ્વપ્નવાસવદત્તમ ની આધારરૂપ સામગ્રી 

‘નાટકં ખ્યાતવૃતં સ્યાત’ અર્થાત ‘નાટકનું’ કથાનક પ્રસિદ્ધ હોવું જોઇએ’ એવા સંસ્કૃત સાહિત્યાચાર્યોએ નિર્દેશેલા નિયમને જાણે કે અનુસરતાં ન હોય તે રીતે મહાકવિ ભાસે પોતાનાં નાટકોનું વસ્તુ રામાયણ, મહાભારત અને બૃહત્કથા જેવા પ્રાચીન ગ્રંથોમાંથી લીધું છે. ભાસનાં બે નાટકો-પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ અને સ્વપ્નવાસવદત્તમ-ઉદયનની આખ્યાયિકા પર આધારિત છે.   


કથાસરિત્સાગરની કથા

સ્વામીશ્રેયસની લાલસાવાળા મહામંત્રી યૌગન્ધારાયણ અને વિશ્વાસુ, સેનાપતિ રુમણ્વાને રાજ્યનો ભાર સોંપી વત્સરાજ ઉદયન વાસવદત્તાના પ્રણયમાં આસક્ત બન્યો. 

આ કપરા સંજોગોમાં રાજારાણી વાસવદત્તાને સ્વામીના હિતને માટે તથા સમગ્ર પ્રજાના કલ્યાણ અર્થે ભવ્ય ત્યાગ કરવો પડે છે તે વિધિની વિચિત્રતા છે.

વત્સરાજ ઉદયન મૃગયા માટે જાય છે ત્યારે મંત્રી યૌગન્ધારાયણ વ્રુદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી મગધના માર્ગે વળે છે. વાસવદત્તાને પોતાની પુત્રી અવંતિકાનું નામ આપી સાથે લીધી છે. મગધમાં આવી મંત્રી યૌગન્ધારાયણ પદ્માવતીને મળે છે અને કહે છે,” આ અવંતિકા નામની મારી પુત્રી છે. એનો વ્યસની પતિ એને છોડી ગયો છે. હું એને શોધી લાવું ત્યાં સુધી તમે એને રાખો.

વત્સરાજ ઉદયન લગ્ન માટે મગધ જાય છે ત્યાં દિવ્યમાલા અને તિલક જોઇને વિચારમાં પડે છે. બધાં લાવાણક આવે છે. વાસવદત્તા ગોપાલક પાસે જતી રહે છે. ઉદયન દિવ્યમાલા અને તિલક અંગે પદ્માવતીને પુછે છે. પદ્માવતી બધી જ હકીકત કહે છે. વાસવદત્તા ગોપાલક પાસે હશે એમ ધારી વત્સરાજ ઉદયન ત્યાં જાય છે. બધાંનું મિલન થાય છે. પતિ-પત્નિ વિલાપ કરે છે. પદ્માવતી વાસવદતાના શુદ્ધ ચારિત્ર્યની ખાતરી આપે છે. પણ વાસવદત્તા અગ્નિપ્રવેશની તૈયારી કરે છે. યૌગન્ધારાયણની પ્રાર્થનાથી દિવ્યવાણી થાય છે કે વાસવદત્તા નિર્દોષ છે. વત્સરાજ ઉદયન બધું સમજે છે અને કથાનો સુખદ અંત આવે છે.

મૂળ કથામાં ભાસે કરેલા ફેરફાર :
(૧) મૂળ કથામાં પ્રધોત મહાસેન મગધ નો રાજા છે. અને પદ્માવતી તેની પુત્રી છે. મગધનો રાજા દર્શક અને પદ્માવતી તેની બહેન છે.

(૨) મૂળ કથામાં યૌગન્ધારાયણ બ્રાહ્મણના વેશે મગધ રાજ્યમાં દાખલ થાય છે. તેની સાથે વાસવદત્તા અને વસન્તક બે જણાં છે. ભાસે યૌગન્ધારાયણને સ્વપ્નવાસવદત્તમમાં પરિવ્રાજકના વેશમાં રજૂ કર્યો છે. પ્રસ્તુત નાટકમાં તે વાસવદત્તાને પોતાની બહેન તરીકે ઓળખાવે છે. વિદૂષક વસંતક વત્સરાજ ઉદયન પાસે જ રહે છે. 

(૩) મૂળ કથામાં પદ્માવતી સાથે પરણવા માટે વત્સરાજ ઉદયનને નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ માટે ઉદયન મગધમાં આવે છે. મહામંત્રી યૌગન્ધારાયણે પહેલેથી જ આ લગ્નની ગોઠવણી કરી રાખી હતી. સ્વપ્નવાસવદત્તમમાં ભાસે દુ:ખી મનોદશામાં ઉદયનને મગધમાં આણ્યો છે. મગધમાં આવ્યા પછી સંજોગોવશાત વત્સરાજ ઉદયના લગ્ન નક્કી થાય છે.

(૪) મૂળ કથામાં વસંતકને કાણા વામન તરીકે વાસવદત્તાની સાથે અજ્ઞાત રાખવામાં આવે છે, જ્યારે સ્વપ્નવાસવદત્તમમાં ભાસે વસંતકને રાજાના પરમ સુહ્યુદ તરીકે રજુ કર્યો છે. ‘ભાસેહાસ:’ વાળી આ ઉક્તિને આ ભોળો વિદૂષક જ ચરિતાર્થ કરે છે.

(૫) મૂળ કથામાં મહામંત્રી યૌગન્ધારાયણની યુક્તિ અને ઉદયનનું દ્વિતીય લગ્ન રાજ્યનો વિસ્તાર કરવા માટે જ યોજાયેલ. પ્રસ્તુત નાટકમાં આ યુક્તિ વત્સરાજ ઉદયને ગુમાવેલા રાજ્ય ને પુન:પ્રાપ્ત કરવા માટે ઘડવામાં આવી હતી.


ભાસનું નવર્સજન- સમીક્ષા:
સ્વપ્નવાસવદત્તમથી મૂળ કથા અને ભાસે તેને અર્પેલા નાટ્યદેહ આ બન્નેની તુલના કરતાં જણાવાય છે કે ભાસની કૃતિ વધુ વાસ્તવિક, તાર્કિક અને બુદ્ધિગમ્ય છે. આથી એમ માનવાનું મન થાય છે કે સોમદેવે બૃહત્કથાની જે કથા કથાસરિત્સાગરમાં આપી છે તેના કરતાં ભાસ મૂળની બૃહત્કથાને વધુ વફાદાર રહ્યો હશે.

લાવાણકમાં થયેલા અગ્નિદાહના અને વત્સરાજ ઉદયનના ભારે વિલાપના સમાચાર ભાસે બ્રહ્મચારીના પાત્ર પાસે રજુ કરાવ્યા છે. તેથી વાસવદત્તાને વત્સરાજ ઉદયનના પોતાના પ્રત્યેના નિ:સીમ પ્રેમનો પરચો થાય છે, જે તેના અસ્તિત્વ ને ટકાવા માટે આશ્વાસક બળ ખળું કરે છે.

પાંચમાં અંકમાં ભાસે રંગમૂમિ પર અદભુત સ્વપ્ન- દ્રશ્ય ની રજૂઆત કરી છે. સમગ્ર નાટકના શીર્ષ સમું આ દ્રશ્ય અપૂર્વ મનોવૈજ્ઞાનિક વિષ્લેષણથી ભરેલું છે.

આમ, એકંદરે બૃહત્કથાના પુરાણા વસ્તુને ભાસે નાટકમાં નવો પ્રાણ બક્ષ્યો છે. નાટકમાં એક પ્રકારની તાજગીનું વાતાવરણ રહે છે. ભાસે માનસશાસ્ત્રીય ઢબે પાત્રાલેખન કર્યુ છે. 

૨.પદ્માવતી નું પાત્ર 

પદ્માવતી મગધરાજ દર્શકની બહેન છે. ઉંમરમાં નાની પદ્માવતી અત્યંત સ્વરૂપવાન છે. નાટકના પ્રથમ અંકમાં વાસવદત્તા તેના રૂપની પ્રશંસા કરે છે. તેની વાણીનુ માધુર્ય પણ વાસવદત્તાને સ્પર્શી જાય છે. તે કહે છે. ”નહિ રુપમેવ વાગપિ ખલ્વસ્યા મધુરા” ચોથા અંકમાં ઉદયન પણ આ વાતને કબુલે છે. તે કહે છે.”પદ્માવતી બહુમતા મમ યધપિ રુપશીલામાધુર્યે: વિદુષક વસંતક પણ પદ્માવતી ના સૈંદર્ય થી પ્રભાવિત થયો છે. તે કહે છે, “પદ્માવતી તરુણ છે, સુંદર છે. સ્વભાવે શાંત અને નિરભિમાની છે, વળી મીઠું બોલનારી ને વિવેકી છે.”  પદ્માવતીને નાની વયમાં પણ સાંસારિક વ્યવહારનું જ્ઞાન હતું. બ્રહ્મચારીના આગમન સમયનો વાસવદત્તાનો લજ્જાયુક્ત વ્યવહાર પદ્માવતીને સ્પર્શી જાય છે. આવી પરપુરુષનું દર્શન ટાળતી સ્ત્રીને થાપણ તરીકે સાચવી શકાય એવા પ્રોઢ વ્યવહારથી પદ્માવતી અભિજ્ઞ હતી.

પદ્માવતી તીવ્ર બુદ્ધિવાળી નારી છે. તે કોઇ પણ વાતના રહસ્યને વિનાવિલંબે સમજી શકે છે. ચોથા અંકમા રાજાને પૂર્વની સ્ત્રી વાસવદત્તા અને નવી પરણેતર પદ્માવતીમાં કઇ પસંદ છે એવા વિદૂષકના પ્રશ્નમાં ઉદયન જવાબ આપવા આનાકાની કરે છે ત્યારે તેનું મન કળી જાય છે. તે કહે છે- “એતાવતા ભણિતમાર્યપુત્રેણ” છટ્ઠા અંકમાં પ્રદ્યોત મહાસેનના દૂત ઉદયનને ચિત્રફલક આપે છે. ત્યારે વાસવદત્તાની પ્રતિકૃતિ પદ્માવતી ને આવંતિઅકા જેવી લાગે છે. પદ્માવતી ઉદયનની આકૃતિ સાથે ચિત્રની પ્રતિકૃતિ સરખાવી વાસવદત્તાની આકૃતિ અને પ્રતિકૃતિ મનોમન નિશ્ચય કરી દે છે. તેને પ્રતિભા બારીકાઇપુર્વક સ્થિતિનો અભ્યાસ કરવાની ક્ષમતા ધરાવે છે. 

પદ્માવતી વૃદ્ધોનો આદર કરતી ધાર્મીક પ્રકૃતિની સ્ત્રી છે. પ્રથમ અંકમાં તપોવનમાં પહોંચીને તે વૃદ્ધ તાપસીને પ્રણામ કરે છે. તે ઉદાર હ્રદયની છે. દાનેશ્વરીપણું તેની લાક્ષણીકતા છે. તપોવનમાં પહોંચ્યા પછી તે ઘોષણા કરાવે છે કે જેને જે વસ્તુની આવશ્યકતા હશે તેને તે વસ્તુ આપવામાં આવશે. સત્યમાં આસ્થા રાખવાવાળી પદ્માવતી ગુમાન વગરની ધનાઢ્ય છે. યૌગન્ધરાયણ પોતાની પ્રોષીતભર્તુકા બહેનને થાપણ તરીકે પદ્માવતી ને સોંપવાની વાત કરે છે. ત્યારે કંચુકી આનાકાની કરે છે. વચનપાલક પદ્માવતી પોતાના વેણને સાચા પાડે છે. પ્રથમ અંકમાં બ્રહ્મચારીના મુખે વાસવદત્તાના કહેવાતા અવસાન પછીથી ઉદયનની મૂર્છાના સમાચાર સાંભળી તે ખિન્ન થાય છે. ઉદયનની મૂર્છા દૂર થયાનું સાંભળી તે આશ્વાસન અનુભવે છે. જ્યારે વાસવદત્તા પોતાના રહસ્યને છુપાવવા બનાવટી વાત કરે છે ત્યારે પદ્માવતી (“ ભવિતવ્યમ યુજ્યતે”) જેવા શબ્દો થી વાતની સત્યતાનો સ્વીકાર કરે છે.
પ્રથમ અંકમાં બ્રહ્મચારીના મુખેથી ઉદયનના ગુણો વીષે સાંભળીને પદ્માવતીના મનમાં પ્રણયનાં અંકુર ફુટ્યાં હતા. તેનો આ ભાવ તેની ચેટી પણ જાણતી હતી. વાસવદત્તા જ્યારે પદ્માવતીને “(મહાસેન વધૂ)” શબ્દથી સંબોધે છે ત્યારે ચેટી કહે છે,

”અમારી રાજકુમારી તે રાજાનો સંબધ ઇચ્છતી નથી, તેને તો વત્સરાજ ઉદયનના ગુણો ગમે છે”  ઉદયનના સ્વભાવનું સનુક્રોશાત્વ જ પદ્માવતીના આકર્ષણનું કેન્દ્ર છે. વિવાહ થયા પછી વાસવદત્તા પદ્માવતીને તેનો પતિ વહાલો છે કે કેમ એવો પ્રશ્ન પુછે છે ત્યારે પદ્માવતી કહે છે, ”તે જાણતી નથી પરંતુ આર્યપુત્રના વિરહમાં હું આતુર બની જાઉં છું,” 

પદ્માવતી સમગ્ર નાટકમાં સભ્યતા અને શાલિનતાથી દીપી ઊઠે છે. વાસવદત્તાનાં માતાપિતાને તે ‘અમ્બ’ અને ‘તાત’ કહી સંબોધે છે. વળી મહાસેનન દૂતોની હાજરીમાં ઉદયન પાસે બેસતાં તે શરમ અનુભવે છે. ઉદયનના અતિઆગ્રહથી જ તે ત્યાં હાજર રહે છે.
 

આમ પદ્માવતી ધીરગંભીર સ્વભાવની વ્યવ્હારુ સ્ત્રી છે. પોતાના આવેગો અને લાગણીઓ પર કાબૂ ધરાવનારી અસાધારણ તાકાત અને તેના મનોબળમાં દેખાય છે. નારાજગીના પ્રસંગે ધીરજપુર્વક વેદના સહી લેવાની શક્તિ તેનામાં છે. આમ છતાં તેને થયેલા માનસિક આઘાતો બીમારિ આણે છે. પદ્માવતીમાં સૌથી મોટો ગુણ  સંયમ નો છે, તેથી જ તે વિશેષ આદરને પાત્ર છે. 

૩. વિદૂષક વસંતક નું પાત્ર.

૩. વિદૂષક વસંતક:   સંસ્કૃત નાટકોમાં વિદૂષક હાસ્યરસ પેદા કરતું પાત્ર છે. મોટા ભાગે નાયક રાજવીના નર્મસુહ્યદ તરીકે વિદૂષક તેના પ્રેમકાર્ય નો સલાહકાર બને છે. બ્રાહ્મણ જાતિનો બ્રહ્મચારી વિદૂષક પોતાનાં વેશ, ભાષા અને કાર્ય દ્વારા રમૂજ પેદા કરે છે. નાયક- નાયિકાના મિલનની વ્યવસ્થા પણ કરે છે. નાટકના વિકાસ માટે આ પાત્ર ઘણીવાર અત્યંત મહત્વ નો ભાગ ભજવે છે. ભીરવૃતીનો વિદૂષક ખાનપાનનો શોખીન, એશઆરામી અને મોજીલો માનવી છે.

‘સ્વપ્નવાસવદત્તમ’ ગંભીર નાટક છે. તેમાં હળવાશ આણવા મહાકવિ ભાસે વિદૂષકના પાત્રની ગોઠવણી કરી છે. પ્રસ્તુત નાટકનો વિદૂષક વસંતક અત્યંત કોમળ દેહવાળો છે. તે અધિક ગરમી કે ઠંડી સહન કરી શકતો નથી. ચોથા અંકમા ઉદયન પ્રમદવનમાં શિલાતલ પર બેસીને પદ્માવતીની પ્રતીક્ષા કરવાનો પ્રસ્તાવ કરે છે. ત્યારે તે શરદના તીક્ષ્ણ તડકાની ફરીયાદ કરે છે. (હી હી શરત્કાલતીક્ષ્ણો દોસ્સહ આતપ:) પાંચમાં અંકમાં સમુદ્રગૃહમાં સાયંકાલે ઠંડીથી પીડાઇને તે રાજમહેલમાં શાલ લેવા જાય છે. (‘અતિશીતલેયમ વેલા’ વગેરે) વિદૂષક નાજુક તબિયતનો  છે. જો કે ઉદયનના મગધવાસથી તે પ્રસન્ન થયો છે. ખાસ કરીને રાજમહેલનો વાસ, રાણીવાસમાંની વાઅવડીઓમાં સ્નાન, સ્વાભાવીક રીતે મધુર અને મૃદુ લાડુ રસથાળ વગેરે તેને ખુબ ગમી ગયા છે. મગધવાસ તેને અપ્સરા વગરના સ્વર્ગનો અનુભવ કરાવે છે. દોષ માત્ર એક જ છે. તેને ખાધેલું સારી રીતે પચતું નથી. સુંવાળી ચાદરવાળી પથારીમાં પણ ઊંઘ આવતી નથી. જાણે વાયુ અને લોહી વિકાર પોતાની આજુબાજુ ફરતા હોય તેવો અનુભવ કરે છે. રોગની અસર તળે તેને નાસ્તો ખાવાની ઇચ્છા પણ થતી નથી. સમુદ્રગૃહમાં પથારીમાં સુતેલા ઉદયનને વાર્તા કહેતી વખતે તે રાજાનું નામ બ્રહ્મદત્ત અને નગરનું નામ કાંપિલ્ય કહે છે. નામોનો આ ગોટાળો ઉદયન સુધારે છે ત્યારે તેને ગોખવા લાગે છે. તેની આ મૂર્ખાઇ વિનોદ પેદા કરે છે.

ચોથા અંકમાં પ્રમદવનના દ્રશ્યમાં વિદૂષક રાજાને પૂછેલો પ્રશ્ન સામાન્ય કક્ષાનો હોવા છતાં નાટકના વસ્તુને વિકસાવવામાં તે નિર્ણાયક કામ કરે છે. બે રાણીઓમાં ઉદયનને કોણ વધુ પસંદ છે એવા પ્રશ્ન ના જવાબ વાસવદત્તા અને પદ્માવતી પર ભિન્ન ભિન્ન અસર જ્ન્માવે છે. પ્રશ્નનો જવાબ વાસવદતાને ઉદયનના પોતાના માટેના અખંડ પ્રેમની ખાતરી આપે છે. વિખુટાં પડેલાં પ્રેમીઓના પુનર્મિલન માટેની માનસશાસ્ત્રીય ભૂમિકાનું ઘડતર આ જવાબથી થાય છે. બીજી તરફ આ ઉત્તર પદ્માવતીની શિરોવેદનાનું  કારણ બને છે જેના પરિણામે અદભુત સ્વપ્નદ્રશ્યનું આયોજન સંભવિત બને છે. વળી આ સ્વપ્નમાં ઉદયન વાસવદત્તાની મૂર્તિની સાથે સંવાદ કરે છે તે પણ વિદુષક તેને આપેલી ઉજ્જયિની યાદનું જ પરિણામ છે. ટૂંકમાં, ઉદયનના મનમાં વાસવદત્તાની સ્મૃતિને સળગતી રાખવાનું કાર્ય વિદૂષક વસંતકે કર્યુ છે. (‘ઉપરતા ખલુ વાસવદત્તા’) વાક્યની પુનરુક્તિ દ્વારા વિદૂષક આડકતરી રીતે ઉદયનની માનસિક સ્થિતિને આળી જ રાખે છે.
      આમ, વિદૂષક સ્વપ્નવાસવદત્તમ નાટકને ચોક્ક્સ ધ્યેય સુધી પહોંચવામાં ભારે સહાય કરે છે.

૪. યૌગન્ધરાયણ નું પાત્ર. 

યૌગન્ધરાયણ : સ્વામીશ્રેયસની અદમ્ય લાલસાથી સતત પ્રવૃત રહેતો મહામંત્રી યૌગન્ધરાયણ સ્વામીભક્તિનો એક અપૂર્વ આદર્શ પૂરો પાડે છે. ભાસના પ્રતિજ્ઞાયૌગન્ધરાયણમાં મંત્રી યોગન્ધરાયણ વત્સરાજ ઉદયન અને વાસવદત્તાને પ્રદ્યોત મહાસેનના રાજ્યમાંથી કાવતરા દ્વ્રારા નસાડી જવામાં સફળ થાય છે.  નિ:સ્વાર્થ રાજભક્તિથી કર્તવ્યરત યોગન્ધરાયણ પ્રસ્તુત નાટકમાં પ્રેક્ષકોને ખાસ દેખાતો નથી. નાટકના પ્રથમ અને અંતિમ અંકમાં જ નજરે પડતો વિશ્વાસુ રાજમંત્રી યૌગન્ધરાયણ પડદા પાછળ રહી મહત્વ ની કામગીરી બજાવે છે.
  વત્સરાજ ઉદયન વાસવદત્તાના પ્રણયના નશામાં ચકચૂર બની રાજ્ય પ્રત્યે બેધ્યાન બને છે ત્યારે આરુણિ નામનો દુશ્મન તેમના રાજ્યની સરહદ દબાવે છે. ગયેલા રાજ્ય ની પુન:પ્રાપ્તી માટે યોગન્ધરાયણ યોજના ઘડે છે. તેની યોજનાની એક એક કડી બુદ્ધિની તેજસ્વીતા અને તર્કની વિશુદ્ધતાથી પૂર્ણ છે. મંત્રી યૌગન્ધરાયણ જ્યોતિષીઓની વાણીમાં શ્રદ્ધા ધરાવે છે. પદ્માવતીના વિવાહ વત્સરાજ ઉદયન સાથે થાય તો મગધનરેશ દર્શકની સહાય ઉદયનને મળે, તો આરુણી નામના દુશમનનાં પંજામાંથી રાજ્યને મુક્ત કરાવી શકાય. પરંતુ વાસવદત્તા જીવિત હોય તો દર્શક પોતાની બહેન પદ્માવતીને ઉદયન સાથે પરણાવે નહીં. વાસવદત્તા ને દુર કરવા માટે યુક્તિ ની જરુર હતી. યૌગન્ધરાયણ વાસવદત્તાને લઇને  યોજનાને ગતિશીલ બનાવે છે. લાવણકની આગમાં વાસવદત્તા અને મંત્રી યૌગન્ધરાયણના કહેવાતા અવસાનની યોજનાને તે અમલામાં મુકે છે. વિરાહવસ્થામાં વત્સરાજની દેખભાળની જવાબદારી તેણે રુમણ્વાને સોંપી છે. ઘોષવતી વીણા પણ તેને ગુમ કરાવી છે અને છટ્ઠા અંકમાં તક આવતાં વીણા ઉદયનના હાથમાં પહોંચે તેવી પરિસ્થિતિ પણ તેની કુનેહનું જ પરીણામ છે. યોજના કાર્યન્વિત કરી તપોવનમાં બ્રહ્મચારીનો વૃતાંત એક પ્રેક્ષક તરીકે તે સાંભળે છે.

યૌગન્ધરાયણ કઠોર રાજનીતિજ્ઞ નથી. તેના હ્રદયમાં માનવતાની સુવાસ છે. વાસવદત્તાને યોજનામાં સામેલ કરીને, તેના હિતને કયમી નુકશાન ન પહોંચે તેનું તેણે ધ્યાન રાખ્યું છે. વાસવદત્તા “પરપુરુષ નું દર્શન ટાળે છે” એ પ્રતિજ્ઞા સાથે પદ્માવતીને થાપણ તરીકે મુકાય છે. વાસવદત્તા ચારિત્ર્ય બાબત ઉદયન ભવિષ્યમાં શંકા ન કરે તે માટે યૌગન્ધરાયણ તેની સોંપણી પદ્માવતીને કરે છે. વાસવદત્તા અને પદ્માવતી વચ્ચે સખીભાવ કેળવાય તો તેમેનું ભાવી જીવન કલેશ વગરનું બને તેનો પણ યોગન્ધરાયણે વિચાર કર્યો છે. યોગન્ધરાયણ રાજકીય હેતુ બર લાવવા વાસવદત્તાના પ્રણયનો હોમ કરવા ઇચ્છતો નથી. ચોક્ક્સ પળે વાસવદત્તા અને ઉદયન મળે તે હકીકતને પણ તેણે પોતાની યોજનાના ભાગરુપ  બનાવી છે. વાસવદત્તાની હતાશા અને કરુણતાની યૌગન્ધરાયણ વ્યવહારુ વચનો દ્વારા દૂર કરવા પ્રયત્ન કરે છે, દા.ત. પ્રથમ અંકમાં તપોવનમાં થતી પોતાની ઉત્સરણાથી વાસવદત્તા ખિન્ન થાય છે ત્યારે મંત્રી યૌગન્ધરાયણ તેને હિંમત આપે છે. મંગલમય ભાવિ નો ઇશારો કરી સહનશીલતા વધારવા સૂચવે છે.

રાજા ઉદયનની હિતની ચિંતામાં ડૂબેલા મંત્રી યોગન્ધરાયણના મનમાં અહંકાર કે અનુચિત ધૃષ્ટાંતનો અંશ માત્ર નથી. તેની નમ્રતા ગૌરવ અપાવે તેવી છે. પોતાના પ્રયન્તોમાં પૂર્ણતયા સફળ થવા છતાં  જ્યારે ઉદયન ભાવભીના હ્રદયે કહે છે કે, “તમારા બુદ્ધિચાતુર્યના અપુર્વ પ્રયોગથી તમે , ડૂબતા અમને તાર્યા છે” ત્યારે યોગન્ધરાયણ કહે છે, અમે માત્ર માલિકના ભાગ્યને જ અનુસરનારા છીએ.”  

આમ યૌગન્ધરાયણ ઉજ્જ્વલ ચારિત્ર્ય,તિક્ષ્ણ બુદ્ધિ , અપૂર્વ સ્વામીનિષ્ટ્ઠા અને યોજનાના અમલનો દ્રઢ આગ્રહ વગેરે ગુણો થી દીપી ઉઠે છે. પ્રેમ અને રાજકારણ ના અઠંગ અભ્યાસી યૌગન્ધરાયણનાં બધા કાર્યો અણિશુદ્ધ છે. નિ:સ્પૃહી યૌગન્ધરાયણ અનુચિત ઉપયોગને તિરસ્કારે છે. પોતાના સહકાર્યકરો માટે તેને હ્રદયમાં સદભાવ છે.તેથી રુમણ્વાન જેવા મંત્રીઓ તેની આજ્ઞાને ફરજે નહિ, પણ ધર્મ તરીકે શિરોમાન્ય કરે છે. યૌગન્ધરાયણ કલ્પાશીલ એવો દુરંદેશી અમાત્ય છે. તેની વિચારશક્તિ અને કાર્યનિષ્ઠા તેના ચારિત્ર્ય ને મહાનતા બક્ષે છે.


૫. સ્વપ્નવાસવદત્તમ ના આધારે ભાસની નાટ્યકલા દર્શાવો.

ભાસની નાટ્યકલા

કવિકુલગુરુ કાલિદાસે પોતાના માલવિકાગ્નિમિત્રમાં જેને ‘પ્રથિતયશસ’ જેવું બિરુદ આપ્યું છે તેવા મહાકવિ ભાસ એક મહાન નાટ્યકાર છે. સંખ્યાબંધ નાટકોના સર્જક ભાસ પોતાના નાટકોનું વસ્તુ મહાભારત, રામાયણ અને બૃહદકથા જેવા પ્રાચીન ગ્રંથોમાંથી લે છે. વસ્તુ પુરાણું હોવા છતાં ભાસ તેની રજૂઆત અત્યંત મૌલિક રીતે કરે છે. પુરાણકથાઓના બુદ્ધિથી અગમ્ય એવા અદભુત અને અવાસ્તવિક રૂપ ને ત્યજીને  ભાસ તેને વધુ વાસત્વિક, તાર્કિક, ભાવદર્શી અને માનસશાસ્ત્રીય ઓપ આપે છે.

મહાકવિ કાલિદાસ માલવિકાગ્નિમિત્રમમાં નાટ્યશાસ્ત્રમાં પ્રયોગના પ્રાધાન્યનો( પ્રયોગસાધનં હિ નાટ્યશાસ્ત્રમ) સ્વીકારે છે. ભાસ પણ આ ખ્યાલ પ્રમાણે જ નાટ્યરચના કરતો હોય એમ લાગે છે. નાટક એ દ્રશ્યોના રૂપે રંગભુમિ પર રજુ કરવાની કલાકૃતિ છે. બે-ત્રણ નાટ્યકારોને બાદ કરતાં મોટા ભાગના નાટ્યકારો આ હકીકતને ભુલી ગયા જણાય છે. ભાસના નાટકોનો સૌથી મોટો ગુણ તેની મંચનક્ષમતા છે. સ્વપ્નવાસદત્તમ કે પ્રતિજ્ઞાયોગન્ધરાયણ જેવાં નાટકો અલ્પતમ સામગ્રીથી પણ રંગભૂમિ પર રજુ કરી શકાય તેમ છે.  મોટા ભાગના સંસ્કૃત નાટ્યકારો દીર્ઘવસ્તુવાળાં, અનેક વિસ્ત્રુત અંકોમાં વિભક્ત એવાં નાટકો આપવાનો શોખ ધરાવે છે. આથી કાલિદાસ, ભવભુતિ કે વિશાખાદત્ત જેવા નાટ્યકારો ને બાદ કરતાં મોટા ભાગના નાટ્યકારોની કૃતિઓ કાર્યવેગની દ્રષ્ટિએ શિથિલ લાગે છે. વસ્તુના કદના પ્રમાણમાં તેની નાટ્યક્ષમતાનો વિચાર કરી નાટ્યનિરૂપણ કરે છે. આથી જ તેમાં અસાધારણ એવો કાર્યવેગ અને લાધવ જણાય છે. સંઘર્ષ-જમાવટની એક પણ તક ભાસ જતી કરતો નથી. તે સંઘર્ષને અતિશય સ્વાભાવિક રીતે જમાવી, વિકસાવી અને સહજ રીતે ઉકેલે છે. આના કારણે તેનાં નાટકોમાં  અતિ મહત્વનું એવું કુતૂહલનું તત્વ  સતત જળવાઇ રહે છે. ‘સ્વપ્નવાસવદત્તમ’ નું પ્રમદવનનું સ્વપ્નદ્રશ્ય આનાં સરસ ઉદાહરણો છે. 

ભાસ ની નાટ્યક્લામાં સૌથી વિશેષ ધ્યાન ખેંચે તેવો મુદ્દો તેની માનસશાસ્ત્રીય દ્રષ્ટિ છે. ભાસે પોતાનાં પાત્રોને જીવતાં-જાગતાં માનવો તરીકે રજૂ કર્યા છે. માનવસુલભ ગુણદોષોથી તેઓ આવૃત્ત છે. તેમને જીવનમાં અખૂટ શ્રદ્ધા છે. પડતાં- આથડતાં તેઓ કોઇક વસ્તુ ને સિદ્ધ કરવા સતત ઝઝૂમે છે. તેમના ચિત્ત જાગરુક છે. પોતાની ભુલ માટે તેઓ પશ્વાતાપ અનુભવે છે. તેઓ સતત પોતાના કાર્યોનુ પૃથ્થકરણ કરતાંજ રહે છે. પંચરાત્ર અને ઊરુભંગમાં  દુર્યોધન એક વિચારશીલ રાજવી તરીકે રજુ થયો છે. કર્ણભારમાં કર્ણનું મનોમંથન પણ નોંધપાત્ર છે. ભાસ પાત્રના બાહ્ય વિકાસ કરતાં તેની આંતરીક સ્થિતિ પર જ વિશેષ ધ્યાન આપે છે. ‘સ્વપ્નવાસવદત્’ આ રીતે વિચારીએ તો, માનસશાસ્ત્રીય નાટક છે. બાહ્ય ઘટનાઓને બદલે, જેનાથી નાટ્યવસ્તુ વિકસતું દેખાય છે. તે વાસવદત્તાના મનમાં ચાલતો ભાવના-સંઘર્ષ જ નાટકનું ખરું કેન્દ્ર છે.

ભાસે સ્વપ્નવાસવદત્તમ્ માં પદ્યો પ્રમાણસર આપ્યાં છે. આથી ભાવપ્રવાહ અસ્ખલિત રીતે વહે છે. ભાસ નાટ્યકાર તરીકે ઉત્તમ હોવાં છતાં કવિ તરીકે નબળો છે. તેની ઘણીખરી કવિતાઓ પ્રયત્નસાધિત અને આડબરયુક્ત લાગે છે. કેટલાક પદ્યો અત્યંત ભાવવાહી અને હ્રદયસ્પર્શી લાગે તેવા પણ છે. જેમ કે ક: કંશક: રક્ષિતું મ્રુત્યુકાલે અને દુ:ખ ત્યકતું બદ્ધમુલોનુરાગ: વગેરે. છતાં કાલિદાસ જેવુ કવિનાટ્યકારનું રાસાયણિક સંયોજન ભાસમાં જણાતું નથી.

ભાસના સંવાદો ટૂંકા, માર્મિકા અને ઉત્કૃષ્ટ નાટ્યક્ષમતા ધરાવતી જીવંત બોલીના પ્રતીકો છે. આ સંવાદોમાં આછું હાસ્ય અને જીવનનાં નગ્ર સત્યોને પ્રકટ કરવાની ક્ષમતા છે. ભાસના સંવાદોની છટા જ ચોટદાર છે. સ્વપ્નવાસવદત્તમના ત્રીજા અંકમાં ભાસે રજૂ કરેલી વાસવદત્તાની ઉક્તિ ટુંકી હોવા છતાં તેની માનસિક સ્થિતિ અને સંઘર્ષ યથાર્થ રીતે પ્રદર્શિત કરવાની ક્ષમતા કરવાની ધરાવે છે. આર્યપુત્રોઅપિ નામ પરકીય: સંવૃત: એ ઉક્તિની પુનરાવૃતિ દ્વારા ભાસે ધ્વનિ પેદા કર્યો છે. તેવી જ રીતે ઉદયન પોતાને વધુ ચાહે છે. પ્રમદવનમાં વાસવદત્તા ને ખાતરી થાય છે, ત્યારે તે કહે છે- ‘દત્તં વેતનમસ્ય પરિદેખસ્ય’ અર્થાત શ્રમનું વેતન મળ્યું. આ ઉક્તિ પણ ભાવપૂર્ણ છે. પ્રસંગોપાત તેણે કરેલો નાટ્યવક્રોક્તિઓનો સમુચિત પ્રયોગ પ્રસંગોની રોચકતા અને અસરકારકતા માં વધારો કરે છે. પ્રથમ અંકમાં બ્રહ્મચારીના બયાનમાં અને ચતુર્થ અંકમાં ઉદયન અને વિદૂષક વસંતકના વાર્તાલાપમાં આ હકીકત સ્પષ્ટ પ્રતીતિ થાય છે. ઉપરાંત આ બન્ને પ્રસંગોમાં વાસ્તવિક પરિસ્થિતિના અજ્ઞાનમાંથી પ્રગટતું સૂક્ષ્મ હાસ્ય ભાસની એક નોંધપાત્ર સિદ્ધિ છે.

ભાસની ભાષા એ કવિની ભાષા નથી પરંતુ જીવનની ભાષા છે. તેની રૂક્ષ લાગતી વાણીમાં તીવ્ર ઊંડાણ અને એક પ્રકારનાં મર્મ જણાય છે.

ભાસની નાટ્યકલા સંપૂર્ણતયા નિર્દોષ નથી. નાટ્યરચનામાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ પર વિશેષ ભાર મુકવાને કારણે, ભાસ ઘણીવાર વસ્તુસંકલનામાં બેદરકાર બને છે. કેટલાક બનાવોમાં કડીઓ ખૂટતી જણાય છે. દા.ત., પદ્માવતીની પથારી સમુદ્રગૃહમાં કરવામાં આવી હોવા છતાં તે ત્યાં જતી નથી.

૬. ભાસો હાસ: ચર્ચો. 

ભાસો હાસ: અથવા ‘સ્વપ્નવાસવદત્ત’ માં હાસ્યરસ

“સ્વપ્નવાસદત્ત” નાટકમાં હાસ્યરસ આવે છે પણ એક ગૌણ રસ તરીકે, તેમાં સંસ્કૃત સાહિત્યમાં હાસ્યરસનો ઇજારો લઇ ને બેઠેલ વિદૂષકનું પાત્ર મુખ્યતયા હાસ્ય રેલાવે છે. રાજા ઉદયનનું લગ્ન પદ્માવતી સાથે થઇ જાય છે અને પછી ત્યાંના લગ્નની માણેલી મોજને વર્ણવતો વિદૂષક ચોથા અંકના આરંભમાં દાખલ થાય છે. આ શ્રીમાન વસંતક કહે છે, ‘મહેલો માં રહેવાય છે, અંત:પુરની વાવમાં સ્નાન કરાય છે, સ્વાભાવિક મધુર અને સુકુમાર મોદક આરોગાય છે. આમ અપ્સરાઓ વિનાના સ્વર્ગવાસને અનુભવાય છે.  

અહીં વિદૂષકની ઉક્તિમાં સ્થૂળ હાસ્ય છે. તે તેના ખાઉધરા સ્વભાવની સરસ અભિવ્યક્તિ કરે છે. આ વિદૂષકની વિટંબણા પણ ભારે છે. એના જ શબ્દો માં જોઇએ: “પરંતુ એક મહાન દોષ છે. મને ખોરાક બરાબર પચતો નથી. સુંદર ચાદરવાળી પથારીમાંય ઊંઘ આવતી નથી. ચારેબાજુ સંધિવા હોય એવું જોઊં છું” આ તેની મુશ્કેલી તેને તત્વજ્ઞાન તરફ દોરી જાય છે અને જાણે કે જીવનમાંથી કાંઇ જ્ડ્યું હોય તેમ તે ઉચ્ચારે છે.’ અરેરે ! આ રોગથી ઘેરાયેલું રહેવું અને નાસ્તો પણ ન લઇ શકાય એ સુખ ન કહેવાય.’ આ વિદૂષકય દર્શન છે જે પ્રેક્ષકોને હાસ્ય પ્રેરવા પર્યાપ્ત છે. 

વિદૂષકની વિટંબણા વિદાય નથી થઇ ગઇ,હજુ તો વધે છે.દાસી આવી ને ‘શું શું લાવું’ એમ પુછે છે ત્યારે ભાઇ સાહેબ ને કહી દેવું પડે છે, ’બધું જ લાવજે, ભોજન શિવાય.’ કેવી લાચારી અને એ પણ સકારણ.
        રાજા સાથેના પ્રમદવનના વાર્તાલાપમાં તેનો ઉદયન પાસેથી પ્રત્યુત્તર મેળવવાનો આગ્રહ તેના વર્તન માંથી ઉદભવતો હાસ્ય નો નમુનો છે. વળી બન્નેમાંથી પદ્માવતી વધું પ્રિય છે, કારણકે તે મધુર ભોજન સાથે ‘ આર્ય વસંતક ક્યાં ગ્યા ?’ એમ કહેતી આવે છે. આમ જ્યારે વિદૂષક બોલે છે ત્યારે તેનો ભોજનપ્રિય સ્વભાવ પ્રેક્ષકોને હાસ્યપ્રિય બનાવી દે છે.

રાજા સાથે સમુદ્રગ્રુહમાં વિદૂષક વાત માંડે છે.’ બ્રહ્મદત્ત નામનું નગર હતું. ત્યાં કામ્પિલ્ય નામનો રાજા રાજ્ય કરતો હતો.’ વાસ્તવમાં અહીં નામોનો વ્યત્યય કર્યો છે જે શ્રોતાઓમાં હાસ્ય નું મોજું પ્રસરાવી શકે છે. પછી રાજા તેની ભુલ સુધારે છે અને ભાઇશ્રી વિદૂષક એ ગોખવા માંડે છે. એની ગોખવાની રીત પણ હાસ્યોત્પાદક છે.

વિદૂષકની વાણી ઉપરાંત વર્તન પણ વિનોદ સર્જે છે. પ્રમદવન દ્રશ્યમાં ભમરા ઓ ઉડતાં ત ‘માર્યા માર્યા’ ની બુમો પાડે છે. સમુદ્રગૃહમાં પ્રવેશતાં માર્ગમાં પડેલી માળાને સાપ માની લે છે. આ સહુ બાબતો અભિનય દ્વારા અવશ્ય હાસ્ય જન્માવે તેમ છે.

તપોવનમાં પ્રથમ પ્રવેશ કરતા બ્રહ્મચારી બોલી ઉઠે છે,’ અરે સ્ત્રીજન !’ અહીં બ્રહ્મચારી-નવો નિશાળિયો-સ્ત્રીદર્શનથી આશ્વ્રર્ય પામે છે. જે પ્રેક્ષકોના મનમાં મલકાટ પેદા કરે છે. વાસવદત્તાના હૈયામાં રહેલા ઉદયન પ્રત્યેના પ્રેમને પરિણામે સરી પડતા શબ્દો, તેમાંથી જન્મતી તેની વિકટ પરિસ્થિતિ અને તેની બુદ્ધિપુર્વકના પ્રત્યુતરો હાસ્યરસને જન્માવે છે.
ભાસ કેટલીક વાર હાસ્તોત્પાદક પ્રસંગો બે ગંભીર ક્ષણોની વચ્ચે મૂકી બન્ને વચ્ચે યોગ્ય સેતુ બાંધે છે. પ્રેક્ષકોને નવી આવનાર ગંભીર ક્ષણો માટે માનસિક હળવાશ તૈયાર કરે છે. આ દર્શાવે છે કે ભાસ એક ઉત્તમ કોટિનો સિદ્ધહસ્ત નાટ્યલાકાર છે.


૭) ભાસ નાં નાટકો

૧. ઉદયનકથાવાળા અથવા ઐતિહાસિક નાટકો: ૧.) સ્વપ્નવાસવદત્તમ ૨.) પ્રતિજ્ઞા યૌગન્ધરાયણ

૨. મૌલીક નાટકો: ૩.) અવિમારક ૪.) ચારુદત્ત 

૩. હરિવંશ પર આધારીત નાટકો : ૫.) બાલચરિત.

૪. મહાભારત- નાટકો : ૬.) દુતવાક્ય ૭.) દુધધટોત્કચ ૮.) કર્ણભાર   ૯.)મધ્યમવ્યાયોગ ૧૦.) પંચરાત્ર અને ૧૧.) ઊરુભંગ

૫. રામાયણ- નાટકો : ૧૨.) પ્રતિમા૧૩.) અભિષેક 

૮. સ્વપ્નવાસવદત્તમ નો મધ્યવર્તી વિષય: 

સ્વપ્નવાસવદત્તમ – પશ્વાદભૂમિકા અને મધ્યવર્તી વિષય 

ભાસે પ્રતિજ્ઞાયૌગન્ધારાયણમાં મહામંત્રી યૌગન્ધારાયણની બે પ્રત્તિજ્ઞાઓની સિદ્ધિને નાટ્યહેતુ બનાવ્યો છે. તે જ રીતે સ્વપ્નવાસવદત્તમ પણ ચોક્કસ ધ્યેયને વરેલું નાટક છે. પ્રસ્તુત નાટકની પશ્વાદભૂમિમાં બે હેતુઓ પડેલા છે: ૧) રાજકીય હેતુ ૨) ઉદયન અને વાસવદત્તાના પ્રગાઢ પ્રણયને માનસશાસ્ત્રીય રીતે દર્શાવવો.
  વત્સરાજ ઉદયન અને વાસવદત્તાની ઐતિહાસિક પ્રણયકથાના પૂર્વભાગને ભાસે પોતાના ‘પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ’ માં રજૂ કર્યો છે. આ કથાનો વિસ્તાર ‘સ્વપ્નવાસવદત્તમ’ માં થયો છે.  ‘પ્રતિજ્ઞાયોગન્ધરાયણ’ માં અવંતીનરેશ પ્રદ્યોત મહાસેનને વાસવદત્તા નામે પુત્રી હતી. તે વિવાહયોગ્ય થઇ ત્યારે મહાસેને તેનું વત્સરાજ ઉદયન સાથે લગ્ન થાય તેવી અભિલાષા રાખી હતી. પરંતુ સ્વાભિમાની ઉદયને વાસવદત્તાના હાથ માટે માંગુ કર્યુ ન હતું.  વળી તે પ્રદ્યોત મહાસેનની સત્તાનો પણ સ્વીકાર કરતો નથી. આ સંજોગોમાં વત્સરાજ ઉદયનને વાસવદત્તા સાથે લગ્નસંબંધથી જોડાવા માટે પ્રદ્યોત યુક્તિ કરી. તેણે મંત્રી ભરતરોહકની સલાહ પ્રણામે કુત્રિમ હાથીના કપટની યોજના કરી. વીણાવાદક વત્સરાજને સંગીતના સૂરોથી જંગલી હાથીઓને વશ કરવાનો શોખ હતો. તેના આ ગુણ ના પરિણામે તે દૂર રહેલા બનાવટી હાથીને પકડવા જાય ત્યારે પ્રધોતના સૌનિકોએ તેને કેદ કરવો, એવી યોજના હતી. આ યોજના કામયાબ નીવડી. પ્રધોત મહાસેને વત્સરાજ ઉદયનને કઠોર કારાવાસમાં નાખવાને બદલે માનપૂર્વક રાખ્યો. હળવી કેદમાં રહેલા વત્સરાજ ઉદયનના ગર્વને પોષવા પોતાની પુત્રી વાસવદત્તાને તેની પાસે વીણા શીખવા મૂકી. આ સમયે તેમની વચ્ચે પ્રણય જન્મ્યો. યૌગન્ધરાયણ હાથીના જ કપટની યોજના દ્વારા વત્સરાજ ઉદયન અને વાસવદત્તાને મુક્ત કરાવે છે. આ પછીની ઘટના ‘સ્વપ્નવાસવદત્તમ્’ માં આવે છે.





      

             



           
         

                                                           


No comments:

Post a Comment