કાવ્યપ્રકાશ – મમ્મટરચિત-ullas 2, and 10

 પ્રા. ડૉ. મીના એસ. વ્યાસ

સંસ્કૃત-વિભાગાધ્યક્ષ

ullas 2, and  10

કાવ્યપ્રકાશ – મમ્મટરચિત


યુનિટ-૧

  • દ્વિતિય ઉલ્લાસ (કારિકા ૧-૨-૩-૪)


પ્રશ્ન- ૧ (અ) સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક) (૦૮)

(૧) ત્રણ પ્રકારનાં શબ્દો અને ત્રણ પ્રકારની શક્તિઓ સમજાવો.

જ:- શબ્દનાં પ્રકારો: (૧) વાચક (૨) લાક્ષણિક (૩) વ્યંજક.

     શક્તિનાં પ્રકારો: (૧) અભિધા (૨) લક્ષણા (૩) વ્યંજના

     અર્થોના પ્રકારો: (૧) વાચ્યાર્થ (૨) લક્ષ્યાર્થ (૩) વ્યંગ્યાર્થ

કાવ્યશાસ્ત્રમાં શબ્દની ત્રણ શક્તિઓ સ્વીકારવામાં આવી છે:૧. અભિધા I ૨. લક્ષણા I         ૩. વ્યંજના I મમ્મટે બીજા ઉલ્લાસનાં પ્રારંભમાં પ્રથમ ત્રણ પ્રકારનાં શબ્દો સમજાવ્યા છે: વાચક:, લાક્ષણિક: અને વ્યંજક: તેમાંથી ક્રમશ: અભિધા, લક્ષણા અને વ્યંજના શક્તિઓથી વાચ્યાર્થ:, લક્ષ્યાર્થ: અને વ્યંગ્યાર્થ: એવા ત્રણ અર્થો સમજાય છે.

(૧) ‘સિંહ’ શબ્દ બોલતાં વનપ્રદેશમાં કે ગિરનાં જંગલોમાં ફરતું એક હિંસક પ્રાણી કે અંબાજીનું વાહન એવો અર્થ ‘અભિધા’ શક્તિથી સમજાય તે અભિધાર્થ કે વાચ્યાર્થ કહેવાય છે. અહીં અભિધા શક્તિ કામ કરે છે.

(૨) ‘તે રાજા સિંહ (જેવો બહાદુર છે).’ તેમ કહેતાં રાજાની બહાદુરીને સિંહ સાથે સરખાવી પ્રશંસા કરવામાં આવી છે. ‘રાજા તે સિંહ છે’ એટલે કોઈ હિંસક પ્રાણી તેવો અર્થ લેવાનો નથી. તે સિંહ જેવો બહાદુર છે તે ‘લક્ષણા’ શક્તિથી લક્ષ્યાર્થ સમજાય છે. અહીં ‘લક્ષણા’ શક્તિ કાર્યાન્વિત છે.

(૩) ‘તું તો ખરેખર સિંહ છે ! ભાઈ !’ વાક્યમાં સિંહનો અર્થ નથી. ‘હિંસક પશુ’ કે નથી ‘સિંહ સમાન બહાદુર’; પરંતુ ‘તું ખરેખર ડરપોક કે બીકણ છે’ એવો વ્યંગ્ય કરવામાં આવેલ છે. જે ‘વ્યંજના’ શક્તિથી વ્યંગ્યાર્થ સમજાય છે. અહીં ‘વ્યંજના’ શક્તિ કામ કરતી દર્શાવાય છે.

મમ્મટે આ ત્રણેય શક્તિઓને વર્ણવી છે. તેમાં પ્રથમ સંકેત સમજાવી ‘અભિધા’ સમજવી પછી ‘લક્ષણા’ સમજાવી. ‘વ્યંજના’ શક્તિને ‘લક્ષણા’ ની અંદર જ ‘અભિધામૂલાવ્યંજના’ અને ‘આર્થીવ્યંજના’ તરીકે સમજાવેલ છે. 


  

(૨) સંકેત વિષયક વિવિધ મતોની ચર્ચા કરો.

જ:- આપણે સિંહ કે કમળ જેવો શબ્દ બોલીએ છીએ. આ શબ્દનો જંગલનું કોઈક હિંસક પ્રાણી કે સરોવરમાં ખીલતું સુંદર પુષ્પ એવો અર્થ આપણા મનમાં ઉત્પન્ન થાય છે. હવે અહીં પ્રશ્ન થાય છે કે આવો અર્થ કેવી રીતે થયો? આવો અર્થ કઈ શક્તિથી થયો? તે શક્તિ માટે સંકેત શબ્દ વપરાય છે. શબ્દની અર્થ દર્શાવવાની શક્તિ એટલે સંકેત.

સંકેતવિષયક મતો:-

મમ્મટે કારિકામાં સંકેતવિષયક બે મતો અને વૃત્તિમાં ત્રણ મતોનો ઉલ્લેખ કર્યો છે. સંકેતવિષયક પાંચ મતો નીચે પ્રમાણે છે:

(૧) જાત્યાદિવાદ (વૈયાકરણો)

(૨) જાતિવાદ (મીમાંસકો)

(૩) વ્યક્તિવાદ (નવ્યનૈયાવિકો)

(૪) જાતિવિશિષ્ટ વ્યક્તિવાદ (પ્રાચીન નૈયાવિકો)

(૫) અપોહવાદ (બૌધ્ધો)

(૧) જાત્યાદિવાદ (વૈયાકરણો):- મમ્મટ સંકેતિતશ્ચતુર્ભેદો જાત્યાદિર્જાતિરેવ વા એમ કહીને જાત્યાદિવાદનો સહુ પ્રથમ ઉલ્લેખ કર્યો છે. આ જાત્યાદિવાદ વૈયાકરણીઓનો છે. મમ્મટે આ મતની વિસ્તારથી ચર્ચા કરી છે. તે કહે છે: તદ્ ઉપાધૌ એવ સંકેત: I સંકેતનું ગ્રહણ વસ્તુમાં નહિ, પણ તેની ઉપાધિમાં થાય છે. ઉપાધિ ચાર પ્રકારની છે: (૧) જાતિ (૨) ગુણ (૩) ક્રિયા (૪) દ્રવ્ય અથવા સંજ્ઞા. મમ્મટે મહાભાષ્યકારમાંથી વાક્ય આપ્યું છે: ગૌ: શુક્લ: ચલ: ડિત્થ: અહીં ગૌ: એ જાતિ શુક્લ: એ ગુણ ચલ: એ ક્રિયા અને ડિત્થ: એ સંજ્ઞા દર્શાવે છે. આ ચારને શબ્દોની ચાર પ્રકારની પ્રવૃત્તિ વૈયાકરણી ગણાવે છે અને આથી સાંકેતિક અર્થ પણ આ રીતે ચાર પ્રકારનો જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યરૂપ માનવો જોઈએ.

(૨) જાતિવાદ (મીમાંસકો):- મીમાંસકોનો આ મત ગણાય છે. તેઓ સંકેત જાતિમાં રહેલો હોય છે એમ માને છે. તેઓ જાતિ, ગુણ, ક્રિયા અને સંજ્ઞા એમ ચાર જુદી જુદી ઉપાધિ માનતા નથી, પરંતુ ગુણ, ક્રિયા અને સંજ્ઞાનો જાતિમાં સમાવેશ કરે છે. તેઓનાં મતે શુક્લ એ ગુણ નથી, પરંતુ શુક્લત્વ એ જાતિને સૂચવે છે. તે રીતે ચલ એ ચલત્વ જાતિ અને ડિત્થ એ ડિત્થત્વ જાતિ સૂચવે છે. જ્યારે આપણે બરફ, ચંદ્ર, ચાંદી કે દૂધમાં રહેલા શુક્લગુણની – સફેદ રંગની વાત કરીએ છીએ ત્યારે તે બધામાં શુક્લ ગુણ જુદો જુદો નથી, પરંતુ શુક્લત્વ એવી એક જ જાતિ છે.

(૩) વ્યક્તિવાદ (નવ્યનૈયાવિકો):- આ વાદ નવ્યનૈયાવિકોનો છે. તેઓ માને છે કે સંકેત વ્યક્તિમાં થાય છે જાતિમાં નહિ. જીવનમાં રોજબરોજનાં વ્યવહારમાં આપણને જાતિ કામ કરતી જોવા મળતી નથી, વ્યક્તિ જ દેખાય છે. બધી ક્રિયાઓ વ્યક્તિ સાથે સંકળાયેલી છે. દા.ત. ગાય લાવો, એમ કહીએ ત્યારે કોઈક જઈને ગાય લાવે છે.

મમ્મટનાં મતે આ મતમાં ત્રણ દોષો છે: (૧) આનન્ત્ય (૨) વ્યભિચાર (૩) વિષયવિભાગની અપ્રાપ્તિ.

(૧) આનન્ત્ય: વ્યક્તિ તો અનંત છે.

(૨) વ્યભિચાર: વ્યભિચાર એટલે નિયમનું ઉલ્લંઘન.

(૩) વિષયવિભાગની અપ્રાપ્તિ: જો વ્યક્તિમાં સંકેત માનીએ તો ત્રીજો દોષ આવે છે તે      

        વિષયવિભાગની અપ્રાપ્તિ.

(૪) જાતિવિશિષ્ટ વ્યક્તિવાદ (પ્રાચીન નૈયાવિકો):- તદ્વાન એટલે જાતિમાન. પ્રાચીન નૈયાયિકો માનતા હતા જે જાતિવિશિષ્ટ વ્યક્તિમાં સંકેત થાય છે. જો કેવળ વ્યક્તિમાં સંકેત લઈએ તો તેમાં આનન્ત્ય, વ્યભિચાર અને વિષયવિભાગની અપ્રાપ્તિ જેવા દોષો આવે. હવે જો કેવળ જાતિમાં સંકેત માનીએ તોપણ મુશ્કેલી છે. ગોની ગોત્વ જાતિ છે. ‘ગો’ કહેતાં ગોત્વ દેખાતું નથી. અથવા ઘટની ઘટત્વજાતિ છે. આપણે પાણી ઘટમાં ભરી શકીએ છીએ. ઘટત્વ જાતિમાં નહિ. આથી પ્રાચીન નૈયાયિકોએ ઘટ અને ઘટત્વ એટલે વ્યક્તિ અને જાતિ એમ બંનેમાં સંકેત થાય છે તેવું સ્વીકાર્યું.

(૫) અપોહવાદ (બૌધ્ધો):- સંકેત બાબતમાં બૌધ્ધ દાર્શનિકોનો મત છે અપોહવાદ. અપોહ એટલે તદ્-ઈતર-વ્યાવૃત્તિ- તેનાથી જે કાંઈ બીજું છે તેને દૂર કરવું. તેઓ એમ માને છે કે જ્યારે આપણે ‘ગાય’ એ શબ્દ બોલીએ છીએ ત્યારે તેનાથી ગાયનું સૂચન થાય છે એમ નહિ, પણ અ-ગાય ‘જે ગાય નથી’ એવા બીજા બધા વિષયોને દૂર કરી દેવામાં આવે છે.

મમ્મટનો મત:-

આ બધી ચર્ચા પછી પ્રશ્ન થાય છે કે મમ્મટ કોના મતને માને છે. જો ધ્યાનથી જોઈએ તો મમ્મટે વ્યક્તિવાદનું સીધુ ખંડન કર્યું છે.

(૧) વળી તદ્દન એટલે જાતિવિશિષ્ટ વ્યક્તિવાદ અને અપોહવાદની ચર્ચા ઉપયોગી ન હોવાથી ટાળી છે એટલે નક્કી થાય છે કે આ ત્રણ મતો તો એમને માન્ય નથી.

(૨) મમ્મટે જાત્યદિવાદ કે જે વૈયાકરણોનો મનાય છે તેની ચર્ચા ઉપાધિ વગેરેની વાતને વિસ્તારથી સમજાવીને કરી છે.

(૩) વળી પહેલા ઉલ્લાસમાં ધ્વનિની ચર્ચામાં બુધૈ: વૈયાકરણૈ: એમ તેમણે કહ્યું છે તેથી તેમને વૈયાકરણ તરફ બહુમાન છે.

આ બધું જોતાં કહી શકાય કે મમ્મટ વૈયાકરણોના જાત્યાદિવાદને માન્ય રાખે છે.


(૩) અભિહિતાન્વયવાદ- અન્વિતાભિધાનવાદ નોંધ લખો.

જ:- 

અભિહિતાન્વયવાદ:- ‘અભિહિતાનાં પદાર્થાનાં અન્વય: ઈતિ વાદ: અભિહિતાન્વયવાદ I’ ઉલ્લેખાયેલા શબ્દોનો અન્વય થતાં જે અર્થ પ્રાપ્ત થાય તે અભિહિતાન્વયવાદ. 

અભિહિતાન્વયવાદનાં બે સોપાન ગણાવી શકાય:

૧. વાક્યમાં પ્રત્યેક શબ્દ અભિધા કે લક્ષણા શક્તિથી તેનો અર્થ આપે છે.

૨. બધાં જ શબ્દો વાક્યમાં ક્રમશ: અપેક્ષિત સમયમાં બોલાતાં જુદો જ અર્થ સામે આવે છે, જેને તાત્પર્યાર્થ કહેવામાં આવે છે.

અન્વિતાભિધાનવાદ:- “પદાનાં અન્વિતાનાં અર્થાનાં અભિધાનં ઈતિ અન્વિતાભિધાનવાદ:” શબ્દોના અન્વિત અર્થોનું અભિધાન તે અન્વિતાભિધાનવાદ. અભિહિતાન્વયવાદથી આ વાત તદ્દન વિરૂધ્ધ છે. અન્વિતાભિધાનવાદ પુષ્ટિકર્તા પ્રભાકર અને તેના અનુયાયીઓ છે. તેઓ જણાવે છે કે દરેક શબ્દનો અર્થ પહેલેથી જ નિશ્વિત જ હોય છે.

અન્વિતાભિધાનવાદીઓ જણાવે છે કે શબ્દજ્ઞાન લોકવ્યવહારથી થાય છે. પ્રથમ બાળક ‘ગામ્ આનય’ બોલતાં કોઈ ગાય લઈ આવતી વ્યક્તિને જુએ છે ત્યારે ગામ્ – ગાય, આનય – લઈ આવ, એવો અર્થ જાણે છે. તેઓ જણાવે છે કે શબ્દજ્ઞાન બે રીતે થાય: (૧) શબ્દકોષનાં અર્થ પ્રમાણે (૨) લોકવ્યવહાર જોઈને.

એ રીતે મમ્મટે ‘તાત્પર્યાર્થોડપિ કેષિચિત્’ તેમ જણાવી અભિહિતાન્વયવાદીઓનો ઉલ્લેખ કરે છે; જેને આપણે ઉપરોક્ત અભિહિતાન્વયવાદ (જેમાં આકાંક્ષા-યોગ્યતા-સન્નિધિ જરૂરી છે) અને અન્વિતાભિધાનવાદની ચર્ચામાં સમજી ગયા.


(૪) લક્ષણાનું સ્વરૂપ સમજાવો.

જ:- અન્યેઅર્થો લક્ષ્યતે યત્ સા લક્ષણારોપિતા ક્રિયા I

જ્યારે અભિધાથી પ્રાપ્ત થયેલો મુખ્યાર્થ બંધબેસતો ન હોય ત્યારે મુખ્ય અર્થ સાથે સંબંધિત અને જેને માટે કોઈ પ્રયોજન કે રૂઢિ હોય તેવો બીજો અર્થ જે વ્યાપારથી સમજાય તે લક્ષણા નામની વાચ્યાર્થ પરની આરોપિત ક્રિયા છે.

લક્ષણાની શરતો:-

આચાર્ય મમ્મટે લક્ષણાની ત્રણ શરતો આપી છે, જે નીચે પ્રમાણે છે:

(૧) મુખ્યાર્થબાધ

(૨) તદયોગ

(૩) રૂઢિ અથવા પ્રયોજન

(૧) મુખ્યાર્થબાધ:- મુખ્યાર્થબાધે તદયોગે રૂઢિતોડથ પ્રયોજનાત્ I

મુખ્યાર્થનો બાધ, તદયોગ અને રૂઢિ અથવા પ્રયોજનને કારણે જ બીજો અર્થ સમજાય તે લક્ષણા નામનો વ્યાપાર જોઈએ. તે આરોપિત ક્રિયા છે.

મમ્મટે ઉદાહરણ આપ્યું છે: કર્મણિ કુશલ: I કર્મમાં કુશલ. હવે કુશલ શબ્દનો મુખ્ય અર્થ છે: કુશાન્ લાતિ અસૌ ઈતિ કુશલ: જે કુશ નામના ઘાસને લાવે તે કુશલ. હવે ‘કર્મમાં કુશલ’ ત્યાં કુશલનો અર્થ ઘાસ લાવનાર એમ કરીએ તો તે લાગુ પડતો નથી. એ અર્થનો બાધ થાય છે. અહીં કોઈક છોકરો ચિત્ર દોરે છે. તેનું ચિત્રકામ જોઈને આપણે કહ્યું: કર્મણિ કુશલ: I હવે અહીં ઘાસ લાવવાની વાત તો લાગુ ન જ પડે. આથી આપણે કુશલનો અર્થ મૂળ અર્થ ત્યજીને હોંશિયાર, ચતુર, દક્ષ, નિષ્ણાંત એવો કરવો પડે છે. આ લક્ષણા કરી કહેવાય. આમ, લક્ષણામાં મુખ્યાર્થ બાધ એ પહેલી શરત છે.

(૨) તદયોગ:- તદ્ એટલે તેનો અર્થાત્ મુખ્યાર્થનો યોગ એટલે લક્ષ્યાર્થ સાથેનો યોગ અર્થાત્ સંબંધ. વિવેચકત્વાદૌ સામિપ્યે ચ સમ્બન્ધે – એટલે વિવેચકત્વ આદિનો સંબંધ પહેલા ઉદાહરણમાં તથા સામિપ્યનો સંબંધ બીજા વિવેચકત્વ આદિનો સંબંધ પહેલા ઉદાહરણમાં તથા સામિપ્યનો સંબંધ બીજા ઉદાહરણમાં છે. કર્મણિ કુશલ: માં મુખ્ય અર્થ ‘કુશ ઘાસ લાવનાર’ છે. તેનો બાધ થાય છે. હવે અહીં ‘ચતુર, હોશિંયાર’ એ લક્ષ્યાર્થ સાથે મુખ્યાર્થનો સંબંધ વિવેચક્ત્વથી છે. વિવેચકત્વ એટલે વિવેકબુધ્ધિ. જે માણસ કુશ ઘાસ તોડી લાવે છે તેણે વિવેક વાપરીને ઘાસ તોડવાનું હોય છે. જો તે વિવેકબુધ્ધિ ન રાખે તો કુશ ઘાસની ધાર વાગી જાય અથવા બીજું ઘાસ પણ કુશના ઘાસની સાથોસાથ આવી જાય. એવી રીતે કુશળતામાં પણ વિવેકબુધ્ધિ હોય. આમ, વિવેકબુધ્ધિ મુખ્યાર્થની સાથે લક્ષ્યાર્થનો સંબંધ જોડી આપે છે. આથી તદયોગ થયો કહેવાય. ‘ગંગામાં નેસ’ ગંગાયાં ઘોષ: એ ઉદાહરણમાં ‘ગંગાપ્રવાહ’ એ વાચ્યાર્થ છે અને ગંગાનો કિનારો એ લક્ષ્યાર્થ છે અને આ બે વચ્ચે સામીપ્યનો સંબંધ છે. તેથી તદયોગ નિશ્વિત થાય છે. આમ, મુખ્યાર્થબાધ પછી લક્ષણાની બીજી શરત છે.

(૩) રૂઢિ અથવા પ્રયોજન:- આ લક્ષણાની ત્રીજી શરત છે. રૂઢિ એટલે પ્રચલિત પરંપરા જોઈએ અથવા પ્રયોજન હોવું જોઈએ. કુશાન્ લાતિ અસૌ ઈતિ કુશલ: અહીં મૂળમાં કુશલ શબ્દનો અર્થ ઘાસ લાવનાર હતો, પણ આ ઘાસ લાવવામાં ચતુરાઈ કે હોંશિયારી જોઈએ. આથી પાછળથી પરંપરામાં કુશલનો અર્થ ચતુર કે હોંશિયાર નક્કી થઈ ગયો. બીજા શબ્દોમાં કહીએ તો આવી રૂઢિ પડી ગઈ. આથી કર્મણિ કુશલ: એ રૂઢિનું ઉદાહરણ છે.


પ્રશ્ન- ૧ (બ) પૂર્વાપર સંદર્ભ સમજાવો. (ચારમાંથી બે) (૦૬)

(૧) સ્યાદ વાચકો લાક્ષણિક : શબ્દોડત્ર વ્યંજ્જકસ્ત્રિધા I 

અનુવાદ:- અહીં શબ્દ ત્રણ પ્રકારનો છે: વાચક, લાક્ષણિક અને વ્યંજક

સમજૂતી:-

શબ્દનાં પ્રકારો: (૧) વાચક (૨) લાક્ષણિક (૩) વ્યંજક.

   શક્તિનાં પ્રકારો: (૧) અભિધા (૨) લક્ષણા (૩) વ્યંજના

   અર્થોના પ્રકારો: (૧) વાચ્યાર્થ (૨) લક્ષ્યાર્થ (૩) વ્યંગ્યાર્થ

કાવ્યશાસ્ત્રમાં શબ્દની ત્રણ શક્તિઓ સ્વીકારવામાં આવી છે:૧. અભિધા I ૨. લક્ષણા I         ૩. વ્યંજના I મમ્મટે બીજા ઉલ્લાસનાં પ્રારંભમાં પ્રથમ ત્રણ પ્રકારનાં શબ્દો સમજાવ્યા છે: વાચક:, લાક્ષણિક: અને વ્યંજક: તેમાંથી ક્રમશ: અભિધા, લક્ષણા અને વ્યંજના શક્તિઓથી વાચ્યાર્થ:, લક્ષ્યાર્થ: અને વ્યંગ્યાર્થ: એવા ત્રણ અર્થો સમજાય છે.

(૧) ‘સિંહ’ શબ્દ બોલતાં વનપ્રદેશમાં કે ગિરનાં જંગલોમાં ફરતું એક હિંસક પ્રાણી કે અંબાજીનું વાહન એવો અર્થ ‘અભિધા’ શક્તિથી સમજાય તે અભિદાર્થ કે વાચ્યાર્થ કહેવાય છે. અહીં અભિધા શક્તિ કામ કરે છે.

(૨) ‘તે રાજા સિંહ (જેવો બહાદુર છે).’ તેમ કહેતાં રાજાની બહાદુરીને સિંહ સાથે સરખાવી પ્રશંસા કરવામાં આવી છે. ‘રાજા તે સંહ છે’ એટલે કોઈ હિંસક પ્રાણી તેવો અર્થ લેવાનો નથી. તે સિંહ જેવો બહાદુર છે તે ‘લક્ષણા’ શક્તિથી લક્ષ્યાર્થ સમજાય છે. અહીં ‘લક્ષણા’ શક્તિ કાર્યાન્વિત છે.

(૩) ‘તું તો ખરેખર સિંહ છે ! ભાઈ !’ વાક્યમાં સિંહનો અર્થ નથી. ‘હિંસક પશુ’ કે નથી ‘સિંહ સમાન બહાદુર’; પરંતુ ‘તું ખરેખર ડરપોક કે બીકણ છે’ એવો વ્યંગ્ય કરવામાં આવેલ છે. જે ‘વ્યંજના’ શક્તિથી વ્યંગ્યાર્થ સમજાય છે. અહીં ‘વ્યંજના’ શક્તિ કામ કરતી દર્શાવાય છે.

મમ્મટે આ ત્રણેય શક્તિઓને વર્ણવી છે. તેમાં પ્રથમ સંકેત સમજાવી ‘અભિધા’ સમજવી પછી ‘લક્ષણા’ સમજાવી. ‘વ્યંજના’ શક્તિને ‘લક્ષણા’ ની અંદર જ ‘અભિધામૂલાવ્યંજના’ અને ‘આર્થીવ્યંજના’ તરીકે સમજાવેલ છે.


(૨) તાત્પર્યાર્થોડપિ કેષુચિત I 

અનુવાદ:- કેટલાકનાં મતે તાત્પર્યાર્થ પણ હોય છે.

સમજૂતી:- આચાર્ય મમ્મટે કાવ્યપ્રકાશમાં પહેલા ઉલ્લાસમાંબ કાવ્યની વ્યાખ્યા આપી છે અને તેમાં શબ્દ અને અર્થનો ઉલ્લેખ કર્યો છે. હવે બીજા ઉલ્લાસનાં આરંભમાં તે શબ્દ અને અર્થના સ્વરૂપની ચર્ચા કરે છે. ત્યાં કહે છે કે શબ્દ ત્રણ પ્રકારનો છે: (૧) વાચક (૨) લાક્ષણિક અને (૩) વ્યંજક. આ ત્રણના ત્રણ અર્થો અનુક્રમે હોય છે: (૧) વાચ્યાર્થ (૨) લક્ષ્યાર્થ (૩) વ્યંગ્યાર્થ.

આ ચર્ચા પછી એ કહે છે કે, કેટલાકના મતે તાત્પર્યાર્થ પણ હોય છે. તાત્પર્યાર્થોડપિ       કેષુચિત્ I આપણે કોઈ વાક્ય બોલીએ છીએ તે વાક્યમાં જુદા જુદા શબ્દો હોય છે. આ શબ્દોના પોતાના અર્થો હોય છે અને એ બધા જ્યારે વાક્યમાં એક બીજા સાથે જોડાય છે ત્યારે તેમાંથી એક વિશિષ્ટ અર્થ નીકળે છે. આને તાત્પર્યાર્થ કહેવાય છે અને એ અર્થને જોડવાનું કામ તાત્પર્યવૃત્તિ કરે છે. આને તાત્પર્યાર્થનો સ્વીકાર મીમાંસાશાસ્ત્રનાં સુપ્રસિધ્ધ વિદ્વાન કુમારિલ ભટ્ટ અને તેમના અનુયાયીઓ કરે છે. તેઓને અભિહિતાન્વયવાદી કહેવામાં આવે છે. પ્રભાકર વગેરે વિદ્વાનો આવી વૃત્તિનો સ્વીકાર કરતા નથી તેઓ અન્વિતાભિધાનવાદી ગણાય છે.

 

(૩) વાચ્ય એવ વાક્યાર્થ: ઈત્યન્વિતાભિધાનવાદિન: I

અનુવાદ:- વાચ્ય અર્થ એ જ વાક્યાર્થ છે એવું અન્વિતાભિધાનવાદીઓ માને છે.

સમજૂતી:- આચાર્ય મમ્મટે બીજા ઉલ્લાસનાં આરંભમાં શબ્દ અને અર્થના સ્વરૂપની ચર્ચા કરી છે. ત્યાં વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થની  વાત કર્યા પછી કેટલાકના મતે તાત્પર્યાર્થ પણ હોય છે એવું જણાવ્યું છે. તાત્પર્યાર્થોડપિ કેષુચિત્ I આ તાત્પર્યાર્થ આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિથી યુક્ત એવા શબ્દોથી તૈયાર થયેલા વાક્યમાંથી જન્મે છે એવો અભિહિતાન્વયવાદીઓનો મત છે. મીમાંસાશાસ્ત્રમાં કુમારિલ ભટ્ટ અને તેના અનુયાયીઓનો આ મત છે કે વાક્યમાંથી તાત્પર્યાર્થ નીકળે છે.

આની સામે મીમાંસાશાસ્ત્રનાં બીજા આચાર્ય પ્રભાકર ભટ્ટ અને તેના અનુયાયીઓનો મત જુદો છે. એ મત અન્વિતાભિધાન તરીકે ઓળખાય છે. તેનો ઉલ્લેખ મમ્મટ આ વાક્યમાં કહી રહ્યાં છે. આ મતવાળા માને છે કે, અન્વિત શબ્દોના અર્થોનું અભિધાથી જ્ઞાન થાય છે તેઓ તાત્પર્યવૃત્તિને સ્વતંત્ર માનવા તૈયાર નથી. તેઓ માને છે કે, શબ્દો હંમેશા કોઈક ક્રિયા સાથે સંકળાયેલા હોય છે અને સાંભળનારને શબ્દોમાં અર્થનું જ્ઞાન લોકવ્યવહાર કે વૃધ્ધવ્યવહારથી થાય છે. જેમ કોઈ કહે,  ગામ આનય ગાય લાવ અને બીજો કહે, ગાં બધાન ગાયને બાંધ. હવે આ બંને વાક્યો બાળક સાંભળે છે અને ગાય સાથે થતી જુદી જુદી ક્રિયાઓ એ જુએ છે. આ ઉપરથી તેને ગાયનો અર્થ સમજાય છે. આમ, શબ્દો અન્વિત રીતે અર્થ દર્શાવે છે. માટે તાત્પર્યાર્થ માટે કોઈ નવી તાત્પર્ય નામની વૃત્તિ માનવાની જરૂર નથી.


(૪) તદુપાધાવેવ સંકેત: I

અનુવાદ:- તેથી ઉપાધિમાં જ સંકેત છે.

સમજૂતી:- આચાર્ય મમ્મટે શબ્દ અને અર્થની ચર્ચા બીજા ઉલ્લાસમાં કરી છે ત્યાં વાચક શબ્દની વ્યાખ્યા આપતાં કહે છે કે જે શબ્દ સાક્ષાત્ સાંકેતિત અર્થને કહે તે વાચક શબ્દ કહેવાય. પછી આ સંકેતિત અર્થને કહે તે વાચક શબ્દ કહેવાય. પછી આ સંકેતિત અર્થ કેવો અને કેવા પ્રકારનો છે તેની ચર્ચા કરે છે અને સંકેતવિષયક બે મતો આવે છે: (૧) જાતિ વગેરે ચાર અથવા (૨) કેવળ જાતિવૃત્તિમાં જો કેવળ જાતિમાં સંકેત માનવામાં આવે તો આનન્ત્ય, વ્યભિચાર અને વિષય વિભાગની અપ્રાપ્તિ જે દોષ આવે છે. આથી ઉપાધિમાં જ સંકેત છે એવી વાત આ વાક્યમાં જે કહે છે.

ઉપાધિના બે પ્રકાર છે: (૧) વસ્તુધર્મ (૨) વક્તૃયદ્દચ્છા સંનિવેશિત વસ્તુધર્મ એટલે કોઈપણ પદાર્થમાં વ્યાપીને રહેલો પદાર્થની અંદર રહેલો ધર્મ. વક્તૃયદ્રચ્છા સંનિવેશિત એટલે વક્તાની ઈચ્છા મુજબ પદાર્થમાં મૂકવામાં આવેલો ધર્મ. દા.ત. કોઈનું નામ રામ, કૃષ્ણ કે ડિત્થ પાડીએ. અહીં એ પદાર્થનો ધર્મ નથી, પરંતુ બોલનારે પોતાની ઈચ્છા મુજબ તેમાં આરોપેલો ધર્મ છે. આને સંજ્ઞા કહેવામાં આવે છે. આને પદાર્થનાં આંતરિક ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

બીજી બાજુ વસ્તુધર્મનાં બે પ્રકાર છે: (૧) સિધ્ધવસ્તુધર્મ (૨) સાધ્યવસ્તુધર્મ સાધ્ય વસ્તુધર્મ એટલે ક્રિયા. જેમકે ઓદનં પચતિ ચોખા રાંધે છે. અહીં લાકડાં લાવવાં, પ્રગટાવવા તપેલી સાફ કરવી, પાણી ગરમ કરવું, ચોખા ઓરવા વગેરે ક્રિયામાં ભળેલાં છે. આ બધી ક્રિયાઓ થાય છે, ચાલુ છે એટલે વર્તમાનકાળમાં છે. આથી ક્રિયાને વસ્તુનો સાધ્યધર્મ કહેવાય છે.

સિધ્ધવસ્તુધર્મ ફરી પાછો બે પ્રકારનો મનાયો છે: (૧) પ્રાણપદ ધર્મ એટલે જાતિ             (૨) વિશેષાધાન ધર્મ એટલે ગુણ. પ્રાણપદ ધર્મ એટલે તે વર્ગના દરેક પદાર્થમાં-વ્યક્તિમાં-એકમમાં વ્યાપીને રહેલો ધર્મ. દા.ત. ગોમાં ગોત્વ, મનુષ્યમાં મનુષ્યત્વ.

આ ચાર જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્ય તે ઉપાધિ અને ઉપાધિમાં જ સંકેત છે એમ કહી મમ્મટે અહીં વૈયાકરણોના જાત્યાદિવાદનો નિર્દેશ કર્યો છે. 

 

(૫) યત્ સ આરોપિત: શબ્દવ્યાપાર: સાન્તરાર્થનિષ્ઠો લક્ષણા I

અનુવાદ:- તે આરોપણ કરવામાં આવેલો મુખ્ય અને વ્યંગ્ય એ બે અર્થોની વચ્ચે રહેલો શબ્દાર્થરૂપ શબ્દવ્યાપાર લક્ષણા કહેવાય છે.

સમજૂતી:- આચાર્ય મમ્મટે પ્રથમ ઉલ્લાસમાં કાવ્યની વ્યાખ્યામાં શબ્દ અને અર્થનો ઉલ્લેખ કર્યો. આ શબ્દ અને અર્થની વિસ્તૃત ચર્ચા તેમણે બીજા ઉલ્લાસમાં કરી, ત્યાં શબ્દની અભિધા, લક્ષણા અને વ્યંજના એ ત્રણ પ્રકારની શક્તિઓ વર્ણવી. આમાં લક્ષણાની વિસ્તૃત ચર્ચા પણ તેમણે કરી છે. આપણે આપણા સામાન્ય વ્યવહારમાં પણ લક્ષણાનો પ્રયોગ કરીએ છીએ. આ દીકરો શ્રવણ છે. અહીં દીકરો શ્રવણ નથી, પણ એ શ્રવણની જેમ પોતાના મા-બાપની સેવા કરે છે, શ્રવણ જેવાં માતાપિતાની ભક્તિનાં ગુણો ધરાવે છે., એમ આપણે તરત સમજી જઈએ છીએ અથવા આતો ‘અમારા સાહેબનો અર્જુન છે’, અહીં આ હાથમાં ધનુષ્ય-બાણ લઈને ફરનારો અર્જુન એવો કોઈ ભાવ નથી, પણ સાહેબનો પ્રિય શિષ્ય છે એમ આપણે સમજી જઈએ છીએ. આ બધા પ્રયોગમાં મૂળ શ્રવણ કે અર્જુનનો અર્થ લાગુ નથી પડતો, પણ તેનાથી સૂચવાયેલો, લક્ષિત થયેલો બીજો અર્થ આપણે લઈએ છીએ. માટે અહીં લક્ષણા થઈ એમ કહેવાય.

મમ્મટે પોતે લક્ષણાની વ્યાખ્યા આપી છે કે-

અન્યેઅર્થો લક્ષ્યતે યત્ સા લક્ષણારોપિતા ક્રિયા I

જ્યારે અભિધાથી પ્રાપ્ત થયેલો મુખ્યાર્થ બંધબેસતો ન હોય ત્યારે મુખ્ય અર્થ સાથે સંબંધિત અને જેને માટે કોઈ પ્રયોજન કે રૂઢિ હોય તેવો બીજો અર્થ જે વ્યાપારથી સમજાય તે લક્ષણા નામની વાચ્યાર્થ પરની આરોપિત ક્રિયા છે.



યુનિટ-૨

  • દ્વિતિય ઉલ્લાસ (કારિકા ૫-૬)

પ્રશ્ન -૨ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)

  • સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)

(૧) લક્ષણાનાં પ્રકારોની ચર્ચા કરો.

જ:- મમ્મટે લક્ષણાનાં સહુથી પહેલાં બે પ્રકારો પાડ્યાં છે: (૧) શુધ્ધા લક્ષણા અને (૨) ગૌણી લક્ષણા

મમ્મટે શુધ્ધા લક્ષણાનાં (૧) ઉપાદાન લક્ષણા (૨) લક્ષણ લક્ષણા (૩) સારોપા શુધ્ધા લક્ષણા અને (૪) સાધ્યવસાના શુધ્ધા લક્ષણા એમ ચાર પેટા પ્રકારો આપ્યાં છે તેમજ ગૌણી લક્ષણાનાં પણ (૧) ગૌણી સારોપા લક્ષણા અને (૨) ગૌણી સાધ્યવસાના લક્ષણા એમ બે પેટા પ્રકારો આપ્યાં છે.

શુધ્ધા લક્ષણાના પ્રકારો:-

(૧) ઉપાદાન લક્ષણા:- આચાર્ય મમ્મટે ઉપાદાન લક્ષણાની વ્યાખ્યાં આપતાં લખ્યું છે કે સ્વસિધ્ધયે પરાક્ષેપ: પોતાની સિધ્ધિ માટે બીજાનો આક્ષેપ કરવામાં આવે ત્યાં ઉપાદાન લક્ષણા થાય છે. ઉપાદાન એટલે લાવવું તે આ પ્રકારની લક્ષણામાં મુખ્યાર્થનો બાધ થાય છે. ઉપાદાન એટલે લાવવું તે આ પ્રકારની લક્ષણામાં મુખ્યાર્થનો બાધ થાય થાય ત્યારે બીજો અર્થ લાવવો પડે છે. અહીં મૂળ અર્થનો એટલે વાચ્યાર્થનો ત્યાગ કરવામાં અવતો નથી, પણ બીજો જે અર્થ લાવીએ છીએ તે વાચ્યાર્થમાં જોડાય છે, ઉમેરાય છે. આથી આને અજહત્-સ્વાર્થા પોતાને અર્થ નહિ ત્યજી દેનારી અથવા અજહલ્લક્ષણા કહે છે. દા.ત. કુન્તા: પ્રવિશન્તિ I ભાલાઓ પ્રવેશે છે.

(૨) લક્ષણ લક્ષણા:- લક્ષણ લક્ષણાની વ્યાખ્યા આપતાં મમ્મટે કહ્યું છે કે પરાર્થ સ્વસમર્પણમ્ I જ્યારે શબ્દ બીજા એટલે લક્ષ્યાર્થની સિધ્ધિ માટે પોતાનો મૂળ અભિધાજન્ય અર્થ ત્યજી દે ત્યારે લક્ષણ લક્ષણા કહેવાય. અહીં પોતાનો અર્થ ત્યજે છે માટે એને જહત્સ્વાર્થા કે જહલ્લક્ષણા કહે છે. (જહત્-ત્યજી દેતી) આ પ્રકારની લક્ષણાનું ઉદાહરણ છે. ગંગાયાં ઘોષ: I ‘ગંગામાં નેસ’ અહીં ગંગા એટલે ગંગા નદીનો વહેતો પ્રવાહ એ તેનો અભિધાજન્ય અર્થ અથવા વાચ્યાર્થ છે, પણ પાણીના પ્રવાહ પર નેસ ન બાંધી શકાય. આથી અહીં ગંગાના કિનારે એવો લક્ષ્યાર્થ લેવાય છે.

(૩) સારોપા શુધ્ધા લક્ષણા:- આની વ્યાખ્યા નીચે પ્રમાણે છે: સારોપાડન્યા તુ યત્રૌક્તૌ વિષયી વિષયસ્તથા I- 

જ્યાં વિષયી એટલે ઉપમાન અને વિષય એટલે ઉપમેયનો ભેદ છુપાવ્યા વિના સ્પષ્ટ રીતે જુદા જુદા કહેવામાં આવે ત્યાં સારોપા શુધ્ધા લક્ષણા. આનું ઉદાહરણ છે આયુર્ધૃતમ્ ઘી આયુષ્ય છે. અહીં આયુ: અને ધૃતમ્ બંનેનો સ્પષ્ટ જુદો ઉલ્લેખ છે અને બંનેની વિભક્તિ એક છે અને ઘી ઉપર આયુષ્યનો આરોપ થયો છે. તેથી સારોપા શુધ્ધા લક્ષણાનું ઉદાહરણ છે. વાસ્તવમાં આ રૂપક અલંકારની સર્જક લક્ષણા છે.

(૪) સાધ્યવસાના શુધ્ધા લક્ષણા:- વિષય્યન્ત: કૃતેડન્યસ્મિન્ સા સ્યાત્ સાધ્યવસાનિકા – જ્યારે વિષયી (ઉપમાન) વિષયને (ઉપમેયને) અન્ત:કૃતે એટલે પોતાની અંદર સમાવી લે અર્થાત્ ગળી જાય ત્યારે સાધ્યવસાના શુધ્ધા લક્ષણા થાય છે. દા.ત. આ આયુરેવેદમ્ આ આયુષ્ય જ છે. અહીં ઘીને ઉદ્દેશીને કહેવાયું છે કે આ ધી તે આયુષ્ય જ છે, પણ ‘ઘી’ એવા શબ્દનો નિર્દેશ નથી. અહીં આયુષ્ય એ વિષયી છે અને તે ઘી એ વિષયને પોતાની અંદર સમાવી દે છે. અન્ત:કૃત કહે છે.



ગૌણી લક્ષણાનાં પ્રકારો:-

(૫) ગૌણી સારોપા લક્ષણા:- મમ્મટે ઉપર મુજબ શુધ્ધા લક્ષણાનાં ચાર પ્રકારોની ચર્ચા આપી. પછી તે ગૌણી લક્ષણા ચર્ચે છે. એ કહે છે કે, ભેદાવિમૌ ચ સાદશ્યાત્ સમ્બન્ધાન્તરતસ્તથા I ગૌણૌ શુધ્ધૌ ચ વિજ્ઞેયૌ... જ્યાં વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદ્રશ્ય સિવાયનો સંબંધ હોય ત્યાં શુધ્ધા લક્ષણા કહેવાય. અહીં ગૌણી સારોપા લક્ષણાનું ઉદાહરણ છે. ગૌર્વાહીક: વાહીક બળદ છે. અહીં વાહીક એટલે હળ ચલાવનાર આથવા વાહીક દેશ (અફઘાનિસ્તાન) નો રહેનારો બળદ છે. માણસ બળદ હોય નહિ. આથી અહીં મુખ્યાર્થનો બાધ થાય છે. વાહીક બળદ જેવો છે માટે તદયોગ છે અને બળદમાં રહેલી જડતા, મંદતા, બુધ્ધિહીનતા વગેરે સૂચવવા એ બોલનારનું પ્રયોજન છે.

(૬) ગૌણી સાધ્યવસાના લક્ષણા:- જ્યાં વિષયી એટલે જેનું આરોપણ કરવામાં આવે છે તે વિષય એટલે આરોપ્યમાણને ગળી જાય ત્યાં સાધ્યવસાના લક્ષણા થાય. ગૌરયમ્ – ‘આ બળદ છે’ એ એનું ઉદાહરણ છે. અહીં જે વાહીક ઉપર ગૌનો આરોપ કરવામાં આવ્યો છે તે ‘વાહીક’ નું અહીં નિગરણ થયું છે. તેને ગળી જવાયો છે, તેનો ઉલ્લેખ થયો જ નથી એથી એ સાધ્યવસાના કહેવાય.  


પ્રશ્ન -૨ (બ) પૂર્વાપર સંદર્ભ સમજાવો. (બેમાંથી એક) (૦૪)

(૧) ગૌ: શુક્લશ્ર્વલો ડિત્થ: ઈત્યાદૌ ચતુષ્ટયી શબ્દાનાં પ્રવૃત્તિ ઈતિ મહાભાષ્યકાર: I

અનુવાદ:- ‘ડિત્થ નામનો સફેદ બળદ ચાલે છે’ વગેરેમાં ચાર પ્રકારની શબ્દની પ્રવૃત્તિ છે, એમ મહાભાષ્યકાર (પતંજલિ) કહે છે.

સમજૂતી:- આચાર્ય મમ્મટે શબ્દ અને તેના અર્થની ચર્ચાનો આરંભ કાવ્યપ્રકાશનાં બીજા ઉલ્લાસમાં કર્યો છે. ત્યાં સંકેતની વાત કહી અને સંકેતવિષયક મતોની ચર્ચા કરતી વખતે તેમણે વ્યક્તિવાદનું સહુ પ્રથમ ખંડન કર્યું છે. વ્યક્તિમાં સંકેત માનવામાં આવે તો આનન્ત્ય, વ્યાભિચાર અને વિષયવિભાગની અપ્રાપ્તિ એ ત્રણ દોષો આવે.

આ પછી તેમણે કહ્યું કે તદ્ ઉપાધૌ એવ સંકેત: તેથી ઉપાધિમાં જ સંકેત માનવો જોઈએ અને પછી ઉપાધિ એટલે શું તે સમજાવ્યા. તેમાં જાતિ, ગુણ, ક્રિયા અને સંજ્ઞા અથવા દ્રવ્યની વિગતવાર વાત કરી અને પોતાની ચર્ચાને સમર્થન આપવા છેલ્લે પતંજલિના મહાભાષ્યમાંથી અવતરણ આવ્યું કે શબ્દોની ચાર પ્રકારની પ્રવૃત્તિ છે.

જાતિ એટલે કોઈપણ વર્ગની દરેક વ્યક્તિને લાગુ પડતો ધર્મ. આને તેના પ્રાણપદ સિધ્ધવસ્તુધર્મ કહેવાય છે. દા.ત. ગાય એ વ્યક્તિ છે અને દરેક ગાયમાં ગોત્વ જાતિ રહેલી છે. જેમ રમેશ, સુરેશ, ગણેશ, મહેશ, ચંદ્રેશ વગેરે માણસો છે અને મનુષ્યત્વ એ દરેકમાં રહેલી જાતિ છે.

ગુણ આ બીજી ઉપાધિ કહેવાય છે. તે એક જ જાતિના બે પદાર્થોને એકબીજાથી જુદા તારવવામાં મદદરૂપ થાય છે. દા.ત. શુક્લ: ગૌ: સફેદ બળદ. અહીં સફેદ શબ્દ બીજા લાલ, કાળો વગેરે બળદોથી સફેદ બળદને જુદો પાડે છે.

ક્રિયાને ત્રીજી ઉપાધિ કહેવાય છે. જેમકે ઓદનં પચતિ – ચોખા રાંધે છે. અહીં રાંધવું એ ક્રિયા છે. જે પચતિ શબ્દથી-ક્રિયાપદથી વ્યક્ત થાય છે. સંજ્ઞા કે દ્રવ્ય એ ચોથી ઉપાધિ છે. ‘ડિત્થ:’ એ કોઈકને આપેલું નામ છે. ‘ડિત્થ’ શબ્દનો મહાભાષ્યમાં નિર્દેશ છે. અહીં સંદર્ભમાં એ બળદનું નામ જણાય છે.  


(૨) તદ્વાન્ અપોહો વા શબ્દાર્થ: કૈશ્વિતદુક્લ ઈતિ ગ્રન્થગૌરવભયાત્

     કૃતાનુપ્રયોગાત્ ચ ન દર્શિતમ્ I

અનુવાદ:- તદવાન એટલે જાતિવિશિષ્ટ વ્યક્તિ અને અપોહ એ શબ્દનો અર્થ છે એમ કેટલાકે કહ્યું છે, પણ ગ્રંથનો વિસ્તાર વધી જવાના ભયથી કે પ્રકૃત ચર્ચામાં તે ઉપયોગી ન હોવાથી તે અહીં દર્શાવ્યા નથી.

સમજૂતી:- પહેલા ત્રણ વાદોની ચર્ચા કર્યા પછી મમ્મટ કહે છે કે તદવાન એટલે જાતિવિશિષ્ટ વ્યક્તિવાદ. પ્રાચીન નૈયાયિકો માને કે સંકેત માત્ર જાતિમાં કે માત્ર વ્યક્તિમાં માનવોએ બરાબર નથી. જો વ્યક્તિમાં સંકેત સ્વીકારીએ તો આનન્ત્ય વ્યભિચાર અને વિષયવિભાગની અપ્રાપ્તિનો દોષ આવે અને જો કેવળ જાતિમાં સ્વીકારીએ તો ગોત્વ જાતિ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરી શકતી નથી. તેથી વ્યવહારમાં એ ઉપયોગી બને નહિ. આથી સંકેતને જાતિ વિશિષ્ટ વ્યક્તિમાં – તદવાન એટલે જાતિથી મુક્ત વ્યક્તિમાં – માનવો જોઈએ. આ મત પ્રાચીન નૈયાયિકોનો છે.

અપોહવાદ એ બૌધ્ધોનો છે. બૌધ્ધદર્શન સર્વં ક્ષણિકમ્ એ સિધ્ધાંતમાં માને છે. આથી તેમના મનમાં જાતિ જેવું શક્ય ન બને. આથી તેઓ સંકેત માટે અપોહવાદ માને છે. અપોહ=તદ્-ઈતર-વ્યાવૃત્તિ તેનાથી જે કાંઈ બીજું છે તેનાથી ભિન્ન હોવું દાખલાથી આ સમજાશે. ઘટ: એમ બોલીએ એટલે ઘટ વ્યક્તિ, ઘટ જાતિ એવું કોઈ જ્ઞાન થતું નથી, પણ ઘટથી જુદું જે કોઈ જગતમાં અ-ઘટ છે તેબધું આપણા મગજમાંથી દૂર થઈ જાય છે અને કેવળ ઘટ રહે છે એટલે આપણને ઘટનું જ્ઞાન થાય છે.


(૩) ગૌરનુબન્ધ્ય: ઈત્યાદૌ શ્રુતિચોદિતમનુબન્ધનં કથં મે સ્યાદ્ ઈતિ જાત્યા

વ્યક્તિરાક્ષિપ્યતે ન તુ શબ્દેનોચ્યતે I

અનુવાદ:- ‘બળદને વધ માટે બાંધવો’ વગેરે વાક્યોમાં શ્રુતિમાં કહેવામાં આવેલી હોમક્રિયા મારા પર કેમ કરીને થાય’ માટે જાતિથી વ્યક્તિનો આક્ષેપ થાય છે, પણ (અહીં) વ્યક્તિ શબ્દથી કહેવાતી નથી.

સમજૂતી:- ગૌ: શબ્દથી જાતિનો નિર્દેશ થાય એવું મીમાંસકો માને છે. મીમાંસાનો મત છે કે શબ્દોની પ્રવૃત્તિનિમિત્તનું કારણ જાતિ છે. (સર્વેષાં શબ્દાનાં જાતિરેવ પ્રવૃત્તિનિમિત્તમ) હવે ગોત્વ જાતિ બાંધી શકાય નહિ એટલે ગૌ: શબ્દનો મુખ્ય અર્થ જે ગોત્વ જાતિ છે તેનો બાધ થયો. આમ, લક્ષણાની પહેલી શરત મુખ્યાર્થબાધ અહીં પૂરી થઈ. હવે જો બાંધી શકાય તો ગોવ્યક્તિને બાંધી શકાય. આ ગોવ્યક્તિ અને ગોજાતિ વચ્ચે વિશેષણ-વિશેષ્યનો સંબંધ છે અથવા આશ્રય-આશ્રયીભાવનો સંબંધ છે એટલે અહીં તદયોગની લક્ષણાની બીજી શરત પૂરી થઈ માટે અહીં આ વાક્યમાં ઉપાદાન લક્ષણા છે, એમ મુકુલ ભટ્ટ માને છે.

જો કોઈ કહે કે ગોત્વજાતિ અને ગોવ્યક્તિ એ બંને અર્થ અભિધા દ્વારા અહીં પાપ્ત થાય છે, તો મુકુલ ભટ્ટ એના વિરોધમાં કહે છે – વિશેષં નાભિધા ગચ્છેત્ ક્ષીણશક્તિ: વિશેષણે અભિધાશક્તિ એકવાર કામ કરે એટલે એની શક્તિ ક્ષીણ થઈ જાય પછી એ બીજો અર્થ ન આપી શકે.

ઉપરનાં ઉદાહરણમાં ગો શબ્દનો ગોત્વજાતિ એવો એક અર્થ અભિધા આપે પછી તે તેનો ગોવ્યક્તિ એવો બીજો અર્થ ન આપી શકે. કારણ, એવો અર્થ આપ્યો એટલે અભિધાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. ગોત્વજાતિ એ વિશેષણ છે અને ગોવ્યક્તિ એ વિશેષ છે. ઉપરનાં વાક્યમાં – વિશેષં નાભિધાગચ્છેત્ વગેરેમાં સ્પષ્ટ કહ્યું છે કે વિશેષણને કહેવામાં ક્ષીણ શક્તિ બનેલી અભિધા હવે વિશેષ્યનો બોધ ન કરાવી શકે. આથી અહીં હવે લક્ષણા માનવી રહી અને તેથી આ ઉપાદાન લક્ષણાનું ઉદાહરણ છે એવી મુકુલ ભટ્ટની દલીલ છે.


(૪) પીનો દેવદત્તો દિવા ન ભુંક્તે ઈત્યત્ર ચ રાત્રિભોજનં ન લક્ષ્યતે I

અનુવાદ:- ‘જાડો દેવદત્ત દિવસે ખાતો નથી.’ અહીં રાત્રિભોજન લક્ષણાથી વ્યક્ત થતું નથી, કારણ કે એ શ્રુતાર્થાપત્તિ કે અર્થાપત્તિનો વિષય છે.

સમજૂતી:- આચાર્ય મમ્મટે લક્ષણાની ચર્ચા કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસમાં કરી છે. એમાં ઉપાદાન લક્ષણાની ચર્ચા પછી મુકુલ ભટ્ટ નામના વિદ્વાને પોતાના ‘અભિધાવૃત્તિમાતૃકા’ નામના ગ્રંથમાં જે ઉપાદાન લક્ષણાનાં ઉદાહરણો આપ્યાં છે તેનું ખંડન કરે છે.

મુકુલ ભટ્ટ માને છે કે ‘જાડો દેવદત્ત દિવસે ખાતો નથી’ એ વાક્યમાંથી એ રાત્રે ખાતો હશે એવું સૂચન લક્ષણાથી થાય છે. એ દિવસે ખાતો નથી છતાં જાડો છે એટલે મુખ્યાર્થનો બાધ થાય છે. કારણ, જે ન ખાય તે જાડો ન હોઈ શકે. આથી રાત્રે ખાતો હશે એવું લક્ષણાથી સૂચવાય છે. દિવસે ન ખાવું અને રાત્રે ખાવું. પરિણામે, જાડા થવું. અહીં કાર્ય-કારણનો સંબંધ છે તેથી તદયોગ નામની લક્ષણાની બીજી શરત પૂરી થાય છે. દેવદત્ત ખાતો નથી છતાં જાડો છે. એમાં આશ્વર્યપ્રતીતિ એ પ્રયોજન છે. આમ, લક્ષણાની ત્રણે શરતો પૂરી થાય છે. એટલે અહીં લક્ષણા માનવી જોઈએ એવું મુકુલ ભટ્ટ માને છે.

આચાર્ય મમ્મટ મુકુલ ભટ્ટનાં મતને માન્ય રાખતા નથી. મમ્મટ કહે છે, અહીં ‘રાત્રિ ભોજન’ એ લક્ષણાથી સૂચવાતું નથી. એ તો અર્થાપત્તિ નામના પ્રમાણનો વિષય છે.

જેમ પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ વગેરે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનો છે, પ્રમાણો છે તેમ અર્થાપત્તિ પણ એક જ્ઞાનપ્રાપ્તિનું સાધન અર્થાત્ પ્રમાણ છે એવું મીમાંસકો માને છે. અર્થાપત્તિ એટલે કોઈ અસંગત અર્થ જોતાં તે અર્થને સુસંગત બનાવી શકે તેવા બીજા અર્થની કલ્પના કરવી એ અર્થાપત્તિ પ્રમાણ કહેવાય. ‘દેવદત્ત જાડો છે છતાં દિવસે ખાતો નથી’ આ બે વાત વચ્ચે અસંગતિ છે. આથી રાત્રે ખાતો હશે એવા સુસંગતિ આપી શકે તે પ્રકારનાં અર્થની અહીં કલ્પના કરવી પડે છે. આમ, અહીં ‘રાત્રિભોજન’ એ લક્ષણાથી નથી સૂચવાતું, પરંતુ અર્થાપત્તિ પ્રમાણથી પ્રાપ્ત થાય છે, જ્યારે સાંભળેલી વાત પરથી બીજા અર્થની કલ્પના થાય ત્યારે શ્રુતાર્થાપતિ કહેવાય. કુમારિલ ભટ્ટ કહે છે- પીનો દિવા ન ભુંક્તે ચેત્યેવમાદિવચ: શ્રુતૌ I

રાત્રિભોજનં વિજ્ઞાનં શ્રુતાર્થપતિરૂચ્યતે II

પ્રભાકર મતના અનુયાયીઓ દ્રષ્ટાર્થાપત્તિ અથવા અર્થાપત્તિને માને છે અને ઉદાહરણ આનું આ જ આપે છે. આથી મમ્મટે શ્રુતાર્થપત્તિ કે અર્થાપત્તિ એમ બે શબ્દો વાપર્યા છે.


યુનિટ-૩

  • દ્વિતિય ઉલ્લાસ (કારિકા – ૭)

પ્રશ્ન :- લક્ષણા તેન ષડવિદ્યા સમજાવો.

જવાબ:- ‘લક્ષણા તેન ષડ્વિદ્યા” I પ્રમાણે લક્ષણાનાં છ પ્રકારો નીચે પ્રમાણે છે:

(૧) ઉપાદાન લક્ષણા – કુન્તા: પ્રવિશન્તિ I

(૨) લક્ષણ લક્ષણા – ગંગાયાં ઘોષ: 

(૩) સારોપા શુધ્ધા લક્ષણા – આયુર્ધૃતમ્ I

(૪) સાધ્યવસાના શુધ્ધા લક્ષણા – આયુરેવેદમ્ I 

(૫) સારોપા ગૌણી લક્ષણા – ગૌર્વાહીક: I

(૬) સાધ્યવસાના ગૌણી લક્ષણા – ગૌરયમ્ I


શુધ્ધા લક્ષણાના પ્રકારો:-

(૧) ઉપાદાન લક્ષણા:- આચાર્ય મમ્મટે ઉપાદાન લક્ષણાની વ્યાખ્યાં આપતાં લખ્યું છે કે સ્વસિધ્ધયે પરાક્ષેપ: પોતાની સિધ્ધિ માટે બીજાનો આક્ષેપ કરવામાં આવે ત્યાં ઉપાદાન લક્ષણા થાય છે. ઉપાદાન એટલે લાવવું તે આ પ્રકારની લક્ષણામાં મુખ્યાર્થનો બાધ થાય છે. ઉપાદાન એટલે લાવવું તે આ પ્રકારની લક્ષણામાં મુખ્યાર્થનો બાધ થાય થાય ત્યારે બીજો અર્થ લાવવો પડે છે. અહીં મૂળ અર્થનો એટલે વાચ્યાર્થનો ત્યાગ કરવામાં અવતો નથી, પણ બીજો જે અર્થ લાવીએ છીએ તે વાચ્યાર્થમાં જોડાય છે, ઉમેરાય છે. આથી આને અજહત્-સ્વાર્થા પોતાને અર્થ નહિ ત્યજી દેનારી અથવા અજહલ્લક્ષણા કહે છે. દા.ત. કુન્તા: પ્રવિશન્તિ I ભાલાઓ પ્રવેશે છે.

(૨) લક્ષણ લક્ષણા:- લક્ષણ લક્ષણાની વ્યાખ્યા આપતાં મમ્મટે કહ્યું છે કે પરાર્થ સ્વસમર્પણમ્ I જ્યારે શબ્દ બીજા એટલે લક્ષ્યાર્થની સિધ્ધિ માટે પોતાનો મૂળ અભિધાજન્ય અર્થ ત્યજી દે ત્યારે લક્ષણ લક્ષણા કહેવાય. અહીં પોતાનો અર્થ ત્યજે છે માટે એને જહત્સ્વાર્થા કે જહલ્લક્ષણા કહે છે. (જહત્-ત્યજી દેતી) આ પ્રકારની લક્ષણાનું ઉદાહરણ છે. ગંગાયાં ઘોષ: I ‘ગંગામાં નેસ’ અહીં ગંગા એટલે ગંગા નદીનો વહેતો પ્રવાહ એ તેનો અભિધાજન્ય અર્થ અથવા વાચ્યાર્થ છે, પણ પાણીના પ્રવાહ પર નેસ ન બાંધી શકાય. આથી અહીં ગંગાના કિનારે એવો લક્ષ્યાર્થ લેવાય છે.

(૩) સારોપા શુધ્ધા લક્ષણા:- આની વ્યાખ્યા નીચે પ્રમાણે છે: સારોપાડન્યા તુ યત્રૌક્તૌ વિષયી વિષયસ્તથા I- 

જ્યાં વિષયી એટલે ઉપમાન અને વિષય એટલે ઉપમેયનો ભેદ છુપાવ્યા વિના સ્પષ્ટ રીતે જુદા જુદા કહેવામાં આવે ત્યાં સારોપા શુધ્ધા લક્ષણા. આનું ઉદાહરણ છે આયુર્ધૃતમ્ ઘી આયુષ્ય છે. અહીં આયુ: અને ધૃતમ્ બંનેનો સ્પષ્ટ જુદો ઉલ્લેખ છે અને બંનેની વિભક્તિ એક છે અને ઘી ઉપર આયુષ્યનો આરોપ થયો છે. તેથી સારોપા શુધ્ધા લક્ષણાનું ઉદાહરણ છે. વાસ્તવમાં આ રૂપક અલંકારની સર્જક લક્ષણા છે.

(૪) સાધ્યવસાના શુધ્ધા લક્ષણા:- વિષય્યન્ત: કૃતેડન્યસ્મિન્ સા સ્યાત્ સાધ્યવસાનિકા – જ્યારે વિષયી (ઉપમાન) વિષયને (ઉપમેયને) અન્ત:કૃતે એટલે પોતાની અંદર સમાવી લે અર્થાત્ ગળી જાય ત્યારે સાધ્યવસાના શુધ્ધા લક્ષણા થાય છે. દા.ત. આ આયુરેવેદમ્ આ આયુષ્ય જ છે. અહીં ઘીને ઉદ્દેશીને કહેવાયું છે કે આ ધી તે આયુષ્ય જ છે, પણ ‘ઘી’ એવા શબ્દનો નિર્દેશ નથી. અહીં આયુષ્ય એ વિષયી છે અને તે ઘી એ વિષયને પોતાની અંદર સમાવી દે છે. અન્ત:કૃત કહે છે.


ગૌણી લક્ષણાનાં પ્રકારો:-

(૫) ગૌણી સારોપા લક્ષણા:- મમ્મટે ઉપર મુજબ શુધ્ધા લક્ષણાનાં ચાર પ્રકારોની ચર્ચા આપી. પછી તે ગૌણી લક્ષણા ચર્ચે છે. એ કહે છે કે, ભેદાવિમૌ ચ સાદશ્યાત્ સમ્બન્ધાન્તરતસ્તથા I ગૌણૌ શુધ્ધૌ ચ વિજ્ઞેયૌ... જ્યાં વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદ્રશ્ય સિવાયનો સંબંધ હોય ત્યાં શુધ્ધા લક્ષણા કહેવાય. અહીં ગૌણી સારોપા લક્ષણાનું ઉદાહરણ છે. ગૌર્વાહીક: વાહીક બળદ છે. અહીં વાહીક એટલે હળ ચલાવનાર આથવા વાહીક દેશ (અફઘાનિસ્તાન) નો રહેનારો બળદ છે. માણસ બળદ હોય નહિ. આથી અહીં મુખ્યાર્થનો બાધ થાય છે. વાહીક બળદ જેવો છે માટે તદયોગ છે અને બળદમાં રહેલી જડતા, મંદતા, બુધ્ધિહીનતા વગેરે સૂચવવા એ બોલનારનું પ્રયોજન છે.

(૬) ગૌણી સાધ્યવસાના લક્ષણા:- જ્યાં વિષયી એટલે જેનું આરોપણ કરવામાં આવે છે તે વિષય એટલે આરોપ્યમાણને ગળી જાય ત્યાં સાધ્યવસાના લક્ષણા થાય. ગૌરયમ્ – ‘આ બળદ છે’ એ એનું ઉદાહરણ છે. અહીં જે વાહીક ઉપર ગૌનો આરોપ કરવામાં આવ્યો છે તે ‘વાહીક’ નું અહીં નિગરણ થયું છે. તેને ગળી જવાયો છે, તેનો ઉલ્લેખ થયો જ નથી એથી એ સાધ્યવસાના કહેવાય.


યુનિટ- ૪ 

  • દશમો ઉલ્લાસ (અલંકાર) 

  • લક્ષણ અને ઊદા. ની સમજૂતિ.




પ્રશ્ન – ૩ (અ) અલંકારની સલક્ષણ સમજૂતિ આપો. (ચારમાંથી બે) (૧૦)

(૧) વિભાવના

વ્યાખ્યા:- ક્રિયાયા: પ્રતિષેધેડપિ ફલવ્યક્તિર્વિભાવના I

અનુવાદ:- ક્રિયા (અર્થાત્ કારણ) નો નિષેધ થયો હોય તે છતાં ફળની અભિવ્યક્તિ થાય તેને વિભાવના કહે છે.

વિભાવનાની વિશેષતાઓ:

(૧) કારણનો અભાવ

(૨) કારણનાં અભાવમાં કાર્ય થતું દેખાડવાનો કવિનો આશય.

(૩) કાર્યની ઉત્પત્તિ કોઈ વિશેષ કારણને લીધે થતી હોવી જોઈએ.

(૪) પ્રસિધ્ધ કારણ વગર કાર્ય થાય છે એવું દર્શાવવામાં ચમત્કૃતિ

(૫) કારણનો અભાવ કવિકલ્પિત છે.

ઉદાહરણ:-

કુસુમિતલતાભિરહતાપ્યધત્તરૂજમલિકુલૈરદષ્ટાપિ I

પરિવર્તતે સ્મ નલિનીલહરિભિરલોલિતાપ્યધૂર્ણત સા II (૧૦ - ૮૨)

પુષ્પિત લતાઓ વડે તાડન કરાયેલી ન હોવા છતાં તે પીડિત બની છે, ભમરાઓના સમૂહો વડે ડસાઈ ન હોવા છતાં આ છે અને કમલિનીની લહરીઓથી હલાવાઈ ન હોવા છતાં ભમી ગઈ છે.

કુસુમિતલતા...... સા II વિરહવ્યાકુળ સુંદરીને પુષ્પો ખીલેલી લતાના આઘાત વિના પીડા થઈ, ભમરાના ડંખ વિના ખસી ગઈ ‘વગેરે’ કારણોના અભાવે કાર્ય બતાવાયાં છે. અહીં ‘કામસંતપ્ત હોવાથી તે પીડાતી હતી’ તે વિશેષ કારણ ઉક્ત નથી.


(૨) વિશેષોક્તિ

વ્યાખ્યા:‌ વિશેષોક્તિરખન્ડેષુ કારણેષુ ફલાવચ: I

અનુવાદ:- કારણો અખંડ હોવા છતાં ફળની ઉક્તિ ન થાય તેને વિશેષોક્તિ અલંકાર કહે છે.

વિશેષોક્તિની વિશેષતાઓ:

(૧) પ્રસિધ્ધ કારણોની હાજરી

(૨) છતાં કાર્ય નિષ્પન્ન થતું નથી.

(૩) કારણકાર્યનાં નિયમનું ઉલ્લંઘન

(૪) ફલાભાવ કે ફળની અનુપત્તિ આ અલંકારનું મુખ્ય આકર્ષણ

(૫) મમ્મટ માને છે કે ફળનો પ્રતિષેધ સ્ફુટ થવો જોઈએ.



ઉદાહરણ:- 

નિદ્રાનિવુત્તાવૃદિતે ધ્યુરત્ને સખીજને દ્વારપદં પરાપ્તે I

શ્લથીકૃતાશ્લેષરસે ભુજંગે ચચાલ નાલિન્ગનતોઅન્ગના સા II

કર્પૂરં ઈવ દગ્દોઅપિ શક્તિમાન્ યો જને જને I

નમોઅસ્તવવાર્યવીર્યાય તસ્મૈ મકરકેતવે II

સ એકસ્ત્રીણિ જયતિ જગન્તિ કુસુમાયુધ: I

હરતાપિ તનું યસ્ય શંભુના ન હ્યતં બલમ્ II (૧૦ – ૮૩, ૮૪, ૮૫)

ઊંઘ ઊડી ગઈ, સૂર્ય ઊગ્યો, સખીઓ દરવાજા પર આવી પહોંચી, પ્રેમીએ આલીંગનરસનો ત્યાગ કર્યો, ત્યારે પણ તે રમણી આલિંગનમાંથી ચલિત થઈ નહિ.

કપૂરની જેમ બળી ગયો હોવા છતાં જે પ્રત્યેક વ્યક્તિ ઉપર પ્રભુત્વ ધરાવે છે તેં, નિવારી ન શકાય તેવા પરાક્રમવાળા કામદેવને નમસ્કાર હો.

મહાદેવે, શરીરનો નાશ કરવા છતાં જેનું બળ લઈ લીધું નથી તે એકલો કામદેવ ત્રણેય લોકને જીતી લે છે.

નિદ્રાનિવૃત્તાવુદિતે... સા II કામુક યુવતી સવાર પડતાં ઊંઘ ઊડી ગઈ, સૂર્ય ઊગી ગયો વગેરે કારણો હોવા છતાં પ્રિયતમનાં આલિંગનમાંથી ચલિત થતી નથી. (કાર્ય થતું નથી.) અહીં વિશેષ કારણ રાગાતિશય છે, જે કહેવાયું નથી તેથી અનુક્તનિમિત્ત એવો પહેલો પ્રકાર છે.

કર્પૂર ઈવ દગ્ધોઅપિ..... મકરકેતવે II માં કામદેવ બળી ગયો હોવા છતાં પ્રત્યેક માણસનાં હ્રદયમાં આકર્ષણ જન્માવે છે. નાશ પામવાનું કારણ છે છતાં આકર્ષણનાં નાશ રૂપ કાર્ય થતું નથી. તેનું ખરૂં કારણ તે અવાર્યવીર્ય (જેની શક્તિ ન અટકાવી શકાય તેવો) છે. શબ્દ દ્વારા આપેલ છે તેથી ઉક્તનિમિત્તા વિશેષોક્તિ છે.

સ એકસ્ત્રીણિ...... ન હ્યતં બલમ્ II શિવે કામનું શરીર લઈ લીધું પણ તેનું બળ ન લઈ લીધું. શિવે શા માટે બળ ન હર્યુ તેનું કારણ નથી અપાયું, તે કારણ અચિંત્ય છે તેથી અચિંત્ય નિમિત્તા વિશેષોક્તિ (ત્રીજો પ્રકાર) છે. 


(૩) વિરોધ

વ્યાખ્યા:- વિરોધ: સોઅવિરોધેઅપિ વિરૂધ્ધત્વેન યદ્વચ: I

અનુવાદ:- વિરોધ ન હોવા છતાં વિરૂધ્ધત્વભર્યા વચનો આવે તેને વિરોધ અલંકાર કહેવાય છે.

વિરોધની વિશેષતાઓ:-

(૧) બે વસ્તુઓનું વિધાન

(૨) વિરોધ ન હોવા છતાં વિરોધી હોવાની ઉક્તિ

(૩) વિરોધ કવિએ કલ્પેલો જ હોય છે.

(૪) દેખીતો વિરોધ દર્શાવવામાં કવિ કલ્પનાની ચમત્કૃતિ છે.

(૫) કાવ્યત્વમાં વક્રોક્તિ ઉમેરાય છે.

ઉદાહરણ:-

અભિનવનલિનીકિસલયમૃણાલવલયાદિ એવદહનરાશિ: I

સુભગ કુરૂન્ગદૃશોઅસ્યા વિધિવશતસ્તદ્વિયોગવિપાતે II (૧૦ – ૯૧)

હે ભાગ્યશાળી, દૈવવશાત્ તારા વિયોગરૂપી વજ્રનાં પડવાથી આ હરિણાલક્ષીને માટે તાજાં કમલિનીનાં પાન અને બિસતંતુઓનાં કંકણો વગેરે દાવાનળનો ઢગલો બન્યાં છે.

અભિનવનલિની...... વિપાતે II નાયિકાને નાયકનાં વિરહમાં કમળનાં પાન અને કમળતંતુઓનાં વલય દાવાનળ જેવાં બન્યાં છે. અહીં નલિનીકિસલય (જાતિ) અને મૃણાલવલય (જાતિ) નો દવદહનરાશિ: (જાતિ) સાથે વિરોધ છે.

(૪) મીલિત

વ્યાખ્યા:- સમેન લક્ષ્મણા વસ્તુ વસ્તુના યન્નિગૂહ્યતે I

નિજેનાગન્તુના વાઅપિ તન્મીલિતમિતિ સ્મૃતમ્ II

અનુવાદ:- સહજ (પોતાના) કે આગંતુક સમાન લક્ષણને લીધે એક વસ્તુ વડે બીજી વસ્તુ ઢાંકી દેવામાં આવે ત્યારે મીલિત અલંકાર કહેવાયો છે.

મીલિતની વિશેષતાઓ:-

(૧) બે વસ્તુઓનો ઉલ્લેખ,

(૨) તેમની વચ્ચે કોઈ એક ગુણ સામાન્ય હોય,

(૩) સામાન્ય ગુણ વસ્તુનો બાહ્ય ગુણ હોય કે અંતર્ગત ગુણ હોય.

(૪) અહીં એક પદાર્થ ધર્મની દ્રષ્ટિએ કંઈક ન્યૂન હોય છે.

(૫) ધર્મની દ્રષ્ટિએ બળવાન વસ્તુ ન્યૂન વસ્તુનું તિરોધાન કરે છે.

(૬) જે ધર્મને લીધે વસ્તુનું સ્વરૂપ તિરોધાન થયું હોય તે ધર્મ આગંતુક કે પોતાનો હોઈ શકે.

ઉદાહરણ:-

યે કન્દરાસુ નિવસન્તિ સદા હિમાદ્રે-

સ્ત્વત્પાતશક્તિતધિયો વિવશા દ્વિષસ્તે I

અપ્યન્ગમુત્પુલકમુદ્વહતાં સકમ્પં

તેષામહો બત મિયાં ન બુધોઅપ્યભિજ્ઞ: II (૧૦ – ૧૫૬)

તમારા આક્રમણથી શક્તિ બુધ્ધિવાળા તમારા વિહ્વળ શત્રુએ સદા હિમાલયની ગુફાઓમાં રહે છે. રોમાંચ અને ધ્રુજારીવાળા શરીરને ધારણ કરવા છતાં તેમના ભયને, અહો, હોંશિયાર વ્યક્તિ પણ જાણી શકતી નથી.

યે કંદરાસુ નિવસન્તિ...... ભિજ્ઞ: II શૂરવીર રાજાનાં દુશ્મનો ડરીને હિમાલયની ગુફાઓનો આશ્રય લે છે. રાજાના ડર લીધે તેઓ ત્યાં પણ થરથરી રહ્યાં છે પણ બીજા બધા માને કે તેઓ હિમાલયની ઠંડીને લીધે કંપે છે. ભયને લીધે કે ઠંડીને લીધે ધ્રુજારી થાય જ. ઠંડીને લીધે ભય છુપાઈ ગયો. અહીં હિમાલયનો વાસ સહજ નથી, આગંતુક છે.


(૫) અસંગતિ

વ્યાખ્યા:- ભિન્નદેશતયાત્યન્તં કાર્યકારણભૂતયો: I

યુગપદ્ ધર્મયોર્યત્ર ખ્યાતિ: સા સ્યાદસંગતિ II

અનુવાદ:- જ્યાં કાર્ય અને કારણ બનેલ વસ્તુઓ એક સાથે તદ્દન જુદાં સ્થાને જોવામાં આવે તેને અસંગતિ અલંકાર હકે છે.

અસંગતિની વિશેષતાઓ:-

(૧) જુદા જુદા સ્થળે કાર્ય અને કારણનો ઉલ્લેખ

(૨) કાર્ય અને કારણ એક સ્થળે હોય તેવા નિયમનો ભંગ

(૩) કાર્યકારણની સંગતિનો ભંગ થતો હોવાથી આ અલંકારને અસંગતિ કહે છે.

(૪) કાર્યકારણનાં સ્થાનો ભિન્ન હોવાનું કારણ વાચ્ય નહિ, ગમ્ય હોય.

ઉદાહરણ:-

યસ્યૈવ વ્રણસ્તસ્યૈવ વેદના ભળનિ તજ્જનોઅલીકમ્ I

દન્તક્ષતં કપોલે વધ્વા વેદના સપત્નીનામ્ II (૧૦ – ૧૪૨)

જેને ઘા પડે તેને જ પીડા થાય છે. એમ જે લોકો કહે છે તે ખોટું છે. વહુના ગાલ પર દંતક્ષત થયો છે અને પીડા શૉક્યને થાય છે.

યસ્યૈવ વ્રણ..... સપત્નીનામ્ I વ્યવહારમાં જેને ઘા પડ્યો હોય તેને જે વેદના થાય છે. ઉદાહરણમાં કવિ આ નિયમનો ભંગ કરે છે. નવવધૂને બદલે તેની સપત્નિઓને થાય છે. દ્તક્ષત નવવધૂના ગાલ પર છે, ને પીડા અન્ય સ્થળે સ્પત્નીઓને થાય છે.


(૬) સામાન્ય

વ્યાખ્યા:- પ્રસ્તુતસ્ય યદન્યેન ગુણસામ્યવિવક્ષયા I

    એકાત્મયં બધ્યતે યોગાત્તસામાન્યમિતિ સ્મૃતમ્ II

અનુવાદ:- ગુણોનું સામ્ય કહેવાની ઈચ્છાથી પ્રસ્તુતનું અન્ય સાથે યોગ દ્વારા જે ઐકાત્મ્ય રચવામાં     આવે તે સામાન્ય અલંકાર કેહવાય છે.

સામાન્યની વિશેષતાઓ:

(૧) આ અલંકારમાં બે વસ્તુઓનો ઉલ્લેખ હોય છે.

(૨) આ બંને વચ્ચે ગુણ સામ્ય હોય છે.

(૩) ગુણોની સમાનતાને લીધે એક પદાર્થ બીજા પદાર્થમાં ભળી જાય છે કે લીન થઈ જાય છે.

(૪) આથી એક જ પદાર્થ = અપ્ર્સ્તુતની જ પ્રતીતિ થાય છે.

(૫) આ સમગ્ર ક્રિયા કવિ દ્વારા કલ્પનાથી મંડિત થાય છે.

(૬) બંને પદાર્થો નજર સામે જ હોય છે; માત્ર તેમનું સ્વરૂપ ભેદનું તિરોધાન થવાથી દેખાતું નથી.

(૭) કવિનો ઈરાદો આ રીતે સામ્ય પ્રગટ કરવાનો છે.

ઉદાહરણ:-

મલયજરસવિલિપ્તતનવો નવહારલતાવિભૂષિતા:

સિતતરદન્તપત્રકૃ તવક્ત્રરૂચો રૂચિરામલાંશુકા: I

શશભૃતિવિવધતધામ્નિ ધવલયતિ ધરામવિભાવ્યતાં ગતા:

પ્રિયવસતિં પ્રયાન્તિ સુખમેવ નિરસ્તભિયોઅમિસારિકા: II (૧૦ – ૧૬૬)

ચંદનથી લીંપાયેલા શરીરવાળી, નવા હારોથી શોભતી, અત્યંત સફેદ દંતપત્રથી મુખને સુશોભિત કરનારી, સુંદર અને નિર્મલ વસ્ત્રોવાળી અભિસારીકાઓ, ચંદ્ર જ્યારે ચાંદની ફેલાવીને પૃથ્વીને સફેદ બનાવી રહ્યો હતો ત્યારે, જુદી પાડી ન શકાય તેવી બની જતાં, નિર્ભય થઈને સુખેથી (પોતપોતાના) પ્રેમીઓને ઘેર જાય છે.

મજયજરસ....... ભિસારિકા: II રાત્રીમાં અભિસારે જતી સુંદરીઓએ શ્વેત વસ્ત્રો, શ્વેત અલંકારો પહેર્યા હોવાથી અને ચંદન ચર્ચિત હોવાથી સુંદરીઓ ચાંદનીમાં ભળી જાય છે. ધવલતા એ ગુણસામ્ય છે. 

  

(૭) દીપક

વ્યાખ્યા:- સકૃદવૃત્તિસ્તુ ધર્મસ્ય પ્રકૃતાપ્રકૃતાત્મનામ્ I

સૈવ ક્રિયાસુ બહવીષુ કારકસ્યેતિ દીપકમ્ II

અનુવાદ:- (૧) પ્રકૃત અને અપ્રકૃત વિષયોના (ક્રિયારૂપ) ધર્મનો ફક્ત એક જ વાર ઉલ્લેખ (૨) એક જ કારક ઘણી ક્રિયાઓ સાથે જોડાય તેને દીપક કહે છે.

દીપકનાં પ્રકારો: મમ્મટે દીપકનાં બે પ્રકારો પાડ્યા છે.

પ્રથમ પ્રકારની વિશેષતાઓ:-

(૧) એક જ ગુણ કે ક્રિયારૂપ ધર્મ જુદા જુદા વિષયો સાથે જોડાય.

(૨) આ વિષયોમાંથી એક પ્રસ્તુત હોય, બીજા અપ્રસ્તુત

(૩) પ્રકૃત સાથે જોડાયેલ ધર્મ અન્યમાં પ્રાપ્ત થાય.

(૪) વાક્ય એક જ હોય.

(૫) ઔપમ્યગમ્ય હોય

(૬) ઉપમાપ્રતિપાદક શબ્દનો ઉપયોગ ન થાય.

ઉદાહરણ:-

કૃપણાનાં ધનં નાગાનાં ફળમણિ: કેસરાશ્ચ સિંહાનામ્ I

કુલબાલિકાનાં સ્તના: કુત: સ્પૃશ્યન્તેઅમૃતાનામ્ II

સ્વિદ્યતિ કૂણતિ વેલ્લતિ વિચલતિ નિમિષતિ વિલોક્યતિ તિર્યક્ I

અન્તર્નન્દતિ ચુમ્બિતુમિચ્છતિ નવપરિણયા વધૂ: શયને II (૧૦ – ૬૬, ૬૭)

કંજૂસોના ધનને, સર્પોની ફેણ્નાં મણીને, સિંહોની કેશવાળીને અને કુલીન કન્યાઓનાં સ્તનોને, તે જીવિત હોય ત્યાં સુધી, કેવી રીતે સ્પર્શી શકાય ?

અનેક ક્રિયાઓમાં કારકનું એક વાર ગ્રહણ પણ દીપક અલંકાર છે. જેમકે,

નવપરણીત વધૂ પલંગ પર પરસેવે ભીંજાય છે, સંકોચાય છે, વળી જાય છે, ફરી જાય છે, આંખો મીંચે છે, તિરછું જુએ છે, અંતરમાં ખુશ થાય છે અને ચૂમવા ઈચ્છે છે.

કૃપણાનાં ધનં..... અમૃતાનામ્ II આ શ્લોકમાં કુલબાલિકાનાં સ્તના: (ઉપમેય) છે, કૃપણાનાં ધનમ્, નાગાનાં ફળમણિ:, સિંગાનાં કેસરા: એ અપ્રસ્તુત (ઉપમાન) છે. બધી વસ્તુઓમાં ‘સ્પૃશ્યન્તે’ એ એક જ ધર્મ છે. પ્રથમ પ્રકારનો દીપક.

સ્વિદ્યતિ શયને II નવવધૂની જુદી જુદી ક્રિયાઓ છે. નવવધૂના શયનના મનોભાવો છે. વધૂ કર્તા કારક સ્વદ્યતિ, કૂણતિ વગેરે ક્રિયાઓ સાથે જોડાય છે. દીપકનો બીજો પ્રકાર છે.


(૮) તુલ્યયોગિતા

વ્યાખ્યા:- નિયતાનાં સકૃદ્ ધર્મ: સા પુનસ્તુલ્યયોગિતા I

અનુવાદ:- નિયત વિષયોના (અર્થાત્ બધા પ્રસ્તુત કે અપ્રસ્તુત) એકવાર ઉલ્લેખાતા ધર્મથી તુલ્યયોગિતા અલંકાર બને છે.

તુલ્યયોગિતાની વિશેષતાઓ:-

(૧) એક જ વાક્ય

(૨) સર્વ પ્રકૃત કે અપ્રકૃત પદાર્થો હોય

(૩) આ પદાર્થોનો ધર્મ એક જ વાર ઉલ્લેખાય

(૪) આ પદાર્થો એક જ ધર્મ સાથે પ્રયોજાય

(૫) પ્રકૃતમાં ખરેખરું ઔપમ્ય અને અપ્રકૃતમાં દેખાવનું ઔપમ્ય વ્યંજિત થાય છે.

(૬) નિયત એટલે માત્ર પ્રકૃત અથવા માત્ર અપ્રકૃત

ઉદાહરણ:-

પાણ્ડુક્ષામં વદનં સરસં તવાલસં ચ વપુ: I

આવેદયતિ નિતાન્તં ક્ષેત્રિયરોગં સખિ હ્રદયન્ત: II (૧૦ – ૬૯)

હે સખી, ફિક્કું અને સુકાઈ ગયેલું મુખ, રસયુક્ત હ્રદય અને આળસુ શરીર હ્રદયમાં રહેલા એકદમ અસાધ્ય રોગને સૂચિત કરે છે.

નિયતાનાં સકૃદ્ ધર્મ: સા પુનસ્તુલ્યયોગિતા II નિયત વિષયોના (સર્વ પ્રસ્તુત કે અપ્રસ્તુત) એક વાર ઉલ્લેખાતા ધર્મથી તુલ્યયોગિતા બને છે.

મમ્મટની વ્યાખ્યામાં તુલ્યયોગિતાના મુદ્દાઓ : (૧) એક જ વાક્યમાં સર્વ પ્રકૃત કે અપ્રકૃત પદાર્થોનો ઉલ્લેખ. (૨) આ પદાર્થોનો એક જ ધર્મ સાથે સંયોગ. (૩) આ ધર્મ એક જ વાર ઉલ્લેખાયા (૪) ઔપગમ્ય ગમ્ય હોય છે. (૫) ધર્મમાં ગુણ અને ક્રિયાનો સમાવેશ થાય છે. 

પાન્ડુંક્ષામં વદનં..... નાયિકાનું પાંડુ અને ક્ષામ વદન, સરસ હ્રદય, અલસ શરેર ક્ષેત્રીય રોગને જાહેર કરે છે. અહીં વદનં, હ્રદયં, વપુ: એ ત્રણે પ્રકૃત નાયિકાનાં અંગો છે તેથી પ્રકૃત છે તે આવેદયિત (જાહેર કરે છે) એ એ ક જ ક્રિયારૂપ ધર્મ સાથે જોડાયેલાં છે તેથી પ્રસ્તૂત વિષયોમાં ક્રિયારૂપી એક ધર્મવાળી તુલ્યયોગિતા અલંકાર છે.


પ્રશ્ન – ૩ (બ) અલંકારને સવિવરણ ઓળખ આપો. (બેમાંથી એક) (૦૪)

  • પ્રશ્ન -૩ (અ) માં પૂછાયેલ અલંકારમાંથી ઊદા- આપ્યુ હોય. (સંસ્કૃતમાં) અને તે અલંકારનાં નામ સમજૂતિ લખવા પડે.


પ્રશ્ન -૪ સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક) (૧૪)

  • પ્રશ્ન – ૩ (અ) માં પૂછાયેલ અલંકારમાંથી અલંકાર પૂછાય. અને તે અલંકારનું લક્ષણ, નોંધપાત્ર મુદ્દા, ઊ.દા., સમજૂતિ આખો જવાબ લખવા પડે.


પ્રશ્ન -૫ MCQ હેતુલક્ષી પ્રશ્નો

  • ટૂંકા પ્રશ્નોના જવાબ લખો.

  • યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • ખાલી જગ્યા પૂરો.

  • જોડકા જોડો


(અ) (૦૮)

(બ) (૦૬)

નીચેનાં પ્રશ્નોનાં ટૂંકમાં ઉત્તર લખો.

(૧) મમ્મટનાં મતે શબ્દનાં કેટલા પ્રકાર છે? કયા કયા?

ઉત્તર:- મમ્મટનાં મતે શબ્દનાં ત્રણ પ્રકારો છે: (૧) વાચક (૨) લાક્ષણીક અને (૩) વ્યંજક


(૨) શબ્દ શક્તિઓ કેટલી છે? કઈ કઈ?

ઉત્તર:- શબ્દ શક્તિઓ ત્રણ છે: (૧) અભિધા (૨) લક્ષણા અને (૩) વ્યંજના



(૩) – અભિધા એટલે શું?

    - અભિધાને મમ્મટ શી રીતે સમજાવે છે?

ઉત્તર:- કોઈપણ અંતરાય વિના જે શબ્દ સાંકેતિક અર્થને પ્રગટ કરે છે તે વાચક શબ્દ કહેવાય. વાચક શબ્દનાં સાંકેતિક અર્થને એટલે કે મુખ્ય અર્થને શબ્દનો મુખ્ય વ્યાપાર અભિધા કહેવાય છે. દા.ત. સિંહશબ્દ બોલતા જ વનપ્રદેશમાં ફરતું એક હિંસક પ્રાણી એવો અર્થ અભિધા શક્તિથી સમજાય છે.


(૪) તાત્પર્યાર્થ એટલે શું?

ઉત્તર:- શબ્દો (પદો) નાં અર્થોનો આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિને કારણે સમન્વય થતાં વિશિષ્ટ સ્વરૂપવાળો તાત્પર્યાર્થ ઉદય પામે છે. વાક્યનાં જુદ્દા જુદા શબ્દોનાં પોતાનાં અર્થ હોય છે, પરંતુ એ બધા શબ્દો વાક્યમાં એકબીજા સાથે જોડાતાં વાક્યનો વિશિષ્ટ અર્થ નીકળે છે, આને તાત્પર્યાર્થ કહે છે.


(૫) અભિહિતાન્વયવાદીઓનો મત જણાવો.

ઉત્તર:- ઉલ્લેખાયેલા શબ્દોનો અન્વય થતાં જે અર્થ પ્રાપ્ત થાય છે તે વાદને અભિહિતાન્વયવાદ કહે છે. વાક્યમાં પદોનાં અર્થોનાં આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિને કારણે પરસ્પર સંબંધ સ્થપાતાં જે પદોનો અર્થ નથી છતાં વિશિષ્ટ વાક્યાર્થ જન્મે છે. તે તાત્પાર્યાર્થ છે એવો અભિહિતાન્વયવાદીઓનો મત છે.

(૬) અભિહિતાન્વયવાદએટલે શું? તેના પુરસ્કર્તા કોણ છે?

ઉત્તર:- શબ્દોનાં અર્થોના પરસ્પર સંબંધ જોડાવાથી સમગ્ર વાક્યાર્થ નિષ્પન્ન થાય તેને અભિહિતાન્વયવાદ કહે છે. તેના પુરસ્કર્તા કુમારીલ ભટ્ટ છે.


(૭) અન્વિતાભિધાનવાદીઓનો મત સમજાવો.

ઉત્તર:- વાચ્યાર્થ એ જ વાક્યાર્થ છે, એવો અન્વિતાભિધાનવાદીઓનો મત છે. અન્વિતાભિધાનવાદનાં પુરસ્કર્તા પ્રભાકર અને તેના અનુયાયીઓ છે. આ વાદ અભિહિતાન્વયવાદથી તદ્દન વિરૂધ્ધ છે. આ વાદ કે મત પ્રમાણે દરેક શબ્દનો અર્થ પહેલેથી જ નિશ્વિત જ હોય છે. વાક્યમાં પ્રયોજાયા પછી બીજો અર્થ આવે છે તેવું માનવાને કોઈ કારણ નથી. તાત્પર્યવૃત્તિ દ્વારા તાત્પર્યાર્થ પ્રાપ્ત થાય છે. એવું સમજવાની જરૂર નથી.


(૮) આકાંક્ષા એટલે શું?

ઉત્તર:- આકાંક્ષા એટલે સાંભળનારની જિજ્ઞાસા. એક શબ્દ સાંભળતાં જ વાક્યનાં બીજા શબ્દો સાંભળવાની ઈચ્છા થાય છે, અપેક્ષા રહે છે; આને આકાંક્ષા કહેવાય છે.


(૯) યોગ્યતા એટલે શું?

ઉત્તર:- યોગ્યતા એટલે ઔચિત્ય. વાક્યમાં જે શબ્દો વપરાય તેમાં એકબીજાનાં અર્થ સાથે જોડાવાનું ઔચિત્ય જોઈએ, યોગ્યતા જોઈએ.


(૧૦) સન્નિધિ એટલે શું?

ઉત્તર:- સન્નિધિ એટલે નિકટ રહેવું. સન્નિધિ એટલે પદોનું કે શબ્દોનું અવિલંબિત ઉચ્ચારણ. શબ્દોનાં ઉચ્ચારણમાં જો અસાધારણ વિલંબ હોય એટલે કે સન્નિધિ ન હોય તો વાક્ય અર્થ આપી શકે નહિ.


(૧૧) સંકેત એટલે શું?

ઉત્તર:- સંકેત એટલે શબ્દનો અર્થ દર્શાવવાની શક્તિ. આ પદ આ અર્થનો બોધ કરાવે છે. અથવા આ પદમાંથી અર્થ જાણવો જોઈએ એવી ઈચ્છા એટલે સંકેત.


(૧૨) જાત્યાદિવાદનાં પુરસ્કર્તા કોણ છે?

ઉત્તર:- જાત્યાદિવાદનાં પુરસ્કર્તા વૈયાકરણીઓ છે.


(૧૩) વસ્તુધર્મ કેટલા પ્રકારનો છે? કયો કયો?

ઉત્તર:- વસ્તુધર્મ બે પ્રકારનો છે: (૧) સિધ્ધ અને (૨) સાધ્ય (ક્રિયા)

(૧૪) લક્ષણા કોને કહેવાય?

ઉત્તર:- જ્યારે અભિધાથી પ્રાપ્ત થયેલો મુખ્યાર્થ બંધબેસતો ન હોય ત્યારે મુખ્ય અર્થ સાથે સંબંધિત અને જેને માટે કોઈ પ્રયોજન કે રૂઢિ હોય તેવો બીજો અર્થ જે વ્યાપારથી સમજાય તે લક્ષણા નામની વાચ્યાર્થ પરની આરોપિત ક્રિયા છે.


(૧૫) લક્ષણાની શરતો કેટલી છે? કઈ કઈ?

ઉત્તર:- લક્ષણાની ત્રણ શરતો છે: (૧) મુખ્યાર્થબાધ (૨) તદ્દયોગ અને (૩) રૂઢિ અથવા પ્રયોજન


(૧૬) લક્ષણાની ત્રણ શરતો ઉદાહરણ આપી સમજાવો.

ઉત્તર:- મુખ્યાર્થબાધ, તદ્દયોગ અને રૂઢિ અથવા પ્રયોજનથી અન્ય અર્થ જે વ્યાપારથી સમજાય છે તે લક્ષણા નામની આરોપિત ક્રિયા છે. આમ, લક્ષણાની મુખ્ય ત્રણ શરતો છે: (૧) મુખ્યાર્થબાધ (૨) તદ્દયોગ અને (૩) રૂઢિ અથવા પ્રયોજન. કર્મણિ કુશલ:માં જે દર્ભ લાવે છે તે કુશલ એ વાચ્યાર્થ-મુખ્યાર્થનો બાધ થાય છે. રૂઢિ દ્વારા તેની સાથે જોડાયેલો ચતુર અર્થ લક્ષ્યાર્થ છે.


(૧૭) રૂઢિ એટલે શું?

ઉત્તર:- રૂઢિ એટલે પ્રચલિત પરંપરા જોઈએ અથવા પ્રયોજન જોઈએ.


(૧૮) કર્મણિ કુશલ:એ ઉદાહરણમાં લક્ષણાની કઈ શરત જોવા મળે છે?

ઉત્તર:- કર્મણિ કુશલ:એ ઉદાહરણમાં લક્ષણાની રૂઢિ શરત જોવા મળે છે.


(૧૯) ગંગાયાં ઘોષ:’ ઉદાહરણ સમજાવો.

ઉત્તર:- ગંગાયાં ઘોષએટલે ગંગાનાં પ્રવાહ પર ઘર (નેસડો) એવો મુખ્યાર્થ થાય. જે બંધબેસતો નથી. અહીં પ્રયોજન દ્વારા લક્ષણા લેવી પડે છે. ગંગાના તટ પર ઘર (નેસડો) એવો અર્થ લેવો જોઈએ, જેમાં શીતળતા અને પવિત્રતા સૂચવાય છે.


(૨૦) – લક્ષણાનાં પ્રકારો જણાવો.

  • લક્ષણાનાં છ પ્રકારોનાં નામ જણાવો.

ઉત્તર:- લક્ષણાનાં મુખ્ય બે પ્રકાર છે: (૧) શુધ્ધા લક્ષણા અને (૨) ગૌણી લક્ષણા. શુધ્ધા લક્ષણનાં ચાર પ્રકારો છે: (૧) ઉપાદાન લક્ષણા (૨) લક્ષણ લક્ષણા (૩) સારોપા શુધ્ધા લક્ષણા અને (૪) સાધ્યવસાના શુધ્ધા લક્ષણા. ગૌણી લક્ષણાના બે પ્રકારો છે: (૧) સારોપા ગૌણી લક્ષણા અને (૨) સાધ્યવસાના ગૌણી લક્ષણા. આમ, લક્ષણનાં છ પ્રકારો છે.


(૨૧) – શુધ્ધા લક્ષણા કોને કહેવાય?

  • શુધ્ધા લક્ષણાનો અર્થ સમજાવો.

ઉત્તર:- જ્યાં વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદ્શ્ય સિવાયનો સંબંધ હોય તેને શુધ્ધા લક્ષણા કહેવાય. જેમ કે તાદ્શ્ય, સ્વસામિભાવ, અવયવ-અવયવીભાવ, તાત્પર્ય વગેરે.


(૨૨) – શુધ્ધા લક્ષણાનાં પ્રકારો જણાવો.

  • શુધ્ધા લક્ષણાનાં કેટલા પ્રકાર છે? કયા કયા?

ઉત્તર:- શુધ્ધા લક્ષણાનાં ચાર પેટાપ્રકારો છે: (૧) ઉપાદાન લક્ષણા (૨) લક્ષણ લક્ષણા (૩) સારોપા શુધ્ધા લક્ષણા અને (૪) સાધ્યવસાના શુધ્ધા લક્ષણા


(૨૩) ગૌણી લક્ષણા કોને કહેવાય?

ઉત્તર:- જ્યાં વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ વચ્ચે સાદ્શ્ય સંબંધ હોય તેને ગૌણી લક્ષણા કહેવાય.


(૨૪) ઉપાદાન લક્ષણા કોને કહેવાય?

ઉત્તર:- પોતાના અર્થ (વાચ્યાર્થ) ની સિધ્ધિ માટે અન્ય અર્થનો આરોપ કરવામાં આવે ત્યારે ઉપાદાન લક્ષણા બને છે. (સ્વસિધ્ધયે પરાક્ષેપ: I) 


(૨૫) પોતાના અર્થની સિધ્ધિ માટે અન્ય અર્થનો આરોપ આક્ષેપ તે કઈ લક્ષણા બને છે?

ઉત્તર:- પોતાના અર્થની સિધ્ધિ માટે અન્ય અર્થનો આક્ષેપ થાય ત્યારે ઉપાદાન લક્ષણા બને છે.



(૨૬) કુન્તા પ્રવિશન્તિમાં કઈ લક્ષણા છે?

ઉત્તર:- કુન્તા પ્રવિશન્તિમાં ઉપાદાન લક્ષણા છે.


(૨૭) લક્ષણ લક્ષણા કોને કહેવાય?

ઉત્તર:- બીજાના અર્થ (લક્ષ્યાર્થ) ની સિધ્ધિ માટે પોતાના મૂળ અવિભાજ્ય અર્થ (વાચ્યાર્થ) નું સમર્પણ થાય ત્યારે લક્ષણ લક્ષણા બને છે. (પરાર્થ સ્વસમર્પણમ I)


(૨૮) બીજાના અર્થની સિધ્ધિ માટે પોતાનાં અર્થનો ત્યાગ થાય ત્યારે કઈ લક્ષણા બને?

ઉત્તર:- બીજાના અર્થની સિધ્ધિ માટે પોતાના અર્થનો ત્યાગ થાય ત્યારે લક્ષણ લક્ષણા બને છે.


(૨૯) ગંગાયા ઘોષ:માં કઈ લક્ષણા છે?

ઉત્તર:- ગંગાયા ઘોષ:માં લક્ષણ લક્ષણા છે.

(૩૦) શુધ્ધા સારોપા લક્ષણાનું મમ્મટે આપેલું લક્ષણ આપો.

ઉત્તર:- જ્યાં વિષયી અને વિષયનો ભેદ છુપાવ્યા વિના સ્પષ્ટ રીતે જુદા જુદા કહેવામાં આવે તેને શુધ્ધા સારોપા લક્ષણા કહે છે: મમ્મટે આ પ્રમાણે લક્ષણ આપ્યું છે: સારોપાડન્યા તુ યત્રોક્તૌ વિષયસ્તથા I’


(૩૧) શુધ્ધા સાધ્યવસાના લક્ષણાનું મમ્મટે આપેલું લક્ષણ આપો.

ઉત્તર:- જ્યારે વિષયી વિષયને પોતાની અંદર સમાવી લે ત્યારે તેને શુધ્ધા સાધ્યવસાના લક્ષણા કહેવાય. મમ્મટે આ પ્રમાણે લક્ષણ આપ્યું છે: “વિષય્યન્ત: કૃતેડન્યસ્મિન સા સ્યાત સાધ્યવસાનિકાI’


(૩૨) શુધ્ધા સારોપા લક્ષણાનું ઉદાહરણ આપો.

ઉત્તર:- શુધ્ધા સારોપા લક્ષણાનું ઉદાહરણ છે: આયુર્ધૃતમ I’ (ઘી આયુષ્ય છે.) અહીં ઘીઅને આયુષ્યબંનેનો સ્પષ્ટ જુદો ઉલ્લેખ છે, પરંતુ અહીં ઘીપર આયુષ્યનું આરોપણ થાય છે.


(૩૩) શુધ્ધા સાધ્યવસાના લક્ષણાનું ઉદાહરણ આપો.

ઉત્તર:- શુધ્ધા સાધ્યવસાના લક્ષણાનું ઉદાહરણ છે” આયુરેવેદમ્ I (આ તો આયુષ્ય જ છે.) અહીં ઘી (વાચ્યાર્થ) નો સમાવેશ આયુષ્ય (લક્ષ્યાર્થ) માં થઈ ગયો છે.


(૩૪) સારોપા ગૌણી લક્ષણાનું ઉદાહરણ સમજાવો.

ઉત્તર:- સારોપા ગૌણી લક્ષણાનું ઉદાહરણ છે. ગૌર્વાહીક: I’ (વાહીક બળદ છે.) અહીં વાહીક અને બળદ બંનેનો ઉલ્લેખ છે. બંનેમાં જડતા, મંદતા વગેરે સમાન ગુણોને કારણે બન્ને વચ્ચે સાદશ્ય સંબંધ છે.


(૩૫) સારોપા ગૌણી લક્ષણાનું ઉદાહરણ સમજાવો.

ઉત્તર:- સાધ્યવસાના ગૌણી લક્ષણાનું ઉદાહરણ છે: ગૌરયમ I’ (આ બળદ છે.) અહીં વાહીકનો ઉલ્લેખ નથી. બંને વચ્ચે જડતા, મંદતા વગેરે ગુણોનું સામ્ય હોવાને કારણે સાદશ્ય સંબંધ છે, તેથી આ બળદ જેવો છેએવો અર્થ પ્રાપ્ત થાય છે.


(૩૬) કુન્તા પ્રવિશન્તિ I’ ઉદાહરણ સમજવો.

ઉત્તર:- કુન્તા પ્રવિશન્તિ I’ ભાલાઓ પ્રવેશે છે. ભાલોઓ તો જડ છે, તેથી ભાલાઓને બદલે ભાલા ધારણ કરનાર પુરૂષોએવો લક્ષ્યાર્થ લેવો પડે છે. અહીં મૂળ અર્થની પુષ્ટિ માટે બીજા અર્થનું ઉપાદાન કરવામાં આવે છે, તેથી આને ઉપાદાન લક્ષણા કહે છે.


(૩૭) ગંગાયાં ઘોષ: I’ માંની લક્ષણા સમજાવો.

ઉત્તર:- ગંગાયાં ઘોષ I’ ગંગામાં નેસ. ગંગાના પ્રવાહમાં નેસ રહી શકે નહિ, તેથી અહીં ગંગાના પ્રવાહમાં નેસને બદલે ગંગાતટેએ અર્થ લેવા માટે ગંગાપ્રવાહ એ મૂળ અર્થ છોડી દેવો પડે છે, તેથી અને લક્ષણ લક્ષણા કહે છે.


(૩૮) – આયુર્ધૃતમ I’ માંની લક્ષણા સમજાવો.

  • આયુર્ધૃતમ I’ ઉદાહરણ સમજાવો.

ઉત્તર:- આયુર્ધૃતમ I’ ઘી આયુષ્ય છે. આનો અર્થ એ થાય કે ઘી આયુષ્યનું કારણ છે. અહીં આયુ:અને ધૃતમબંનેનો સ્પષ્ટ જુદો ઉલ્લેખ છે અને બંનેની વિભક્તિ એક છે તેમજ અહીં ઘી પર આયુષ્યનો આરોપ થયો છે. તેથી આને શુધ્ધા સારોપા લક્ષણા કહેવાય.


(૩૯) આયુરેવેદમ I’ માંની લક્ષણા સમજાવો.

ઉત્તર:- આયુરેવેદમ I’ આ આયુષ્ય જ છે. આનો અર્થ થાય કે આ જ આયુષ્યનું કારણ છે. અહીં ઘીનો ઉલ્લેખ નથી. અહીં આયુષ્ય વિષયી છે અને તેમાં ઘી એ વિષયનું નિગરણ થઈ ગયું છે: એટલે કે અંદર સમાવી દેવામાં આવ્યું છે. ઘી અને આયુષ્યમાં અધ્યવસાય સ્થપાયો છે, તેથી આને શુધ્ધા સાધ્યવસાના લક્ષણા કહેવાય.



(૪૦) ગૌર્વાહીક:માં વાહીક અને બળદમાં કઈ સમાનતા છે?

ઉત્તર:- ગૌર્વાહીક:માં વાહીક અને બળદમાં જડતા, મંદતા વગેરે ગુણોની સમાનતા છે.


(૪૧) ગૌર્વાહીક: I’ અને ગૌરયમમાં શું ફેર છે?

ઉત્તર:- ગૌર્વાહીક I:વાહીક (મજૂર) બળદ છે. આ ગૌણી સારોપા લક્ષણાનું ઉદાહરણ છે. ‘ગૌરયમઆ બળદ છે. આ ગૌણી સાધ્યવસાના લક્ષણાનું ઉદાહરણ છે.


(૪૨) ગૌરયમઉદાહરણ સમજાવો.

ઉત્તર:- ગૌરયમ I’ (આ બળદ છે.) એ ગૌણી સારોપા લક્ષણાનું ઉદાહરણ છે. અહીં જે વાહીક ઉપર ગૌનો આરોપ કરવામાં આવ્યો છે તે વાહીકનું અહીં નિગરણ થયું છે, તેને ગળી જવાયો છે એટલે કે તેનો ઉલ્લેખ થયો નથી, તેથી તે સાધ્યવસાના લક્ષણા કહેવાય તેમજ જડતા, મંદતા વગેરેને કારણે થયો છે, તેથી તે ગૌણી લક્ષણા કહેવાય.


(૪૩) ઈંદ્રાર્થા સ્થૂણા ઈન્દ્ર: I’ માં કયો સંબંધ રહેલો છે?

ઉત્તર:- ઈંદ્રાર્થા સ્થૂણા ઈન્દ્ર: I’ (ઈન્દ્ર માટેનો સ્તંભ ઈન્દ્ર કહેવાય.) માં તાદશ્યનો સંબંધ રહેલો છે. તાદર્થ્ય એટલે તેને માટે હોવું તે અથવા કોઈ વસ્તુ કોઈ અન્ય પ્રયોજન માટે હોય તે. અહીં આપણે તાદર્થ્યથી ઈંદ્રને સમર્પિત કરેલો સ્તંભએવો અર્થ લઈએ છીએ.


બહુવૈકલ્પિક પ્રશ્નોના ઉત્તરો

પ્રશ્ન: યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

(૧) શબ્દ ................................. પ્રકારનાં હોય છે.

(એ) ૪   (બી) ૬   (સી) ૩


(૨) અભિહિતાન્વયવાદીઓ ............................. માં માને છે.

(એ) તાત્પર્યાર્થ   (બી) વાચ્યાર્થ   (સી) વ્યંગ્યાર્થ 


(૩) જે શબ્દ સાક્ષાત સાંકેતિક અર્થનું અભિધાન કરે છે તે ............................ શબ્દ કહેવાય.

(એ) લાક્ષણિક   (બી) વાચક   (સી) વ્યંજક


(૪) ......................... આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિને લીધે સમન્વય થતાં ઉદય પામે છે.

(એ) લક્ષણાર્થ   (બી) વ્યંગ્યાર્થ    (સી) તાત્પર્યાર્થ



(૫) આચાર્ય મમ્મટે સંકેતવિષયક ........................ મતોનો ઉલ્લેખ કર્યો છે.

(એ) ત્રણ   (બી) ચાર    (સી) પાંચ


(૬) સંકેતવિષયક જાતિવાદનો મત .......................... નો છે.

(એ) વૈયાકરણીઓ    (બી) મામાંસકો    (સી) નૈયાવિકો


(૭) સંકેતવિષયક અપોહવાદ ......................... નો છે.

(એ) મીમાંસકો    (બી) નૈયાવિકો    (સી) બૌધ્ધો


(૮) મમ્મટ સંકેતવિષયક ........................... ને માન્ય રાખે છે.

(એ) વ્યક્તિવાદ   (બી) જાતિવાદ   (સી) જાત્યાદિવાદ


(૯) ઉપાધિનાં મુખ્ય ......................... પ્રકારો છે.

(એ) બે    (બી) ત્રણ     (સી) ચાર


(૧૦) કર્મણિ કુશલ: ............................... નું ઉદાહરણ છે.

(એ) લક્ષણા    (બી) અભિધા     (સી વ્યંજના


(૧૧) કર્મણિ કુશલ: ઉદાહરણમાં લક્ષણાની ........................ શરત જોવા મળે છે.

(એ) મુખ્યાર્થબાધ    (બી) તદ્દયોગ   (સી) રૂઢિ


(૧૨) મુખ્યાર્થ એટલે ........................

(એ) લક્ષ્યાર્થ    (બી) વાચ્યાર્થ     (સી) વ્યંગ્યાર્થ


(૧૩) લક્ષણાનાં ......................... પ્રકાર છે.

(એ) ૫   (બી) ૬   (સી) ૪


(૧૪) વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદશ્ય સિવાયનો સંબંધ હોય ત્યારે .................. લક્ષણા બને છે.

(એ) ગૌણી     (બી) શુધ્ધા    (સી) રૂઢિ


(૧૫) શુધ્ધા લક્ષણાનાં મમ્મટ ...................... પ્રકાર આપે છે.

(એ) ૨    (બી) ૩    (સી) ૪

(૧૬) વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદશ્ય સંબંધ હોય ત્યારે .................. લક્ષણા બને છે.

(એ) ઉપાદાન    (બી) ગૌણી     (સી) રૂઢિ   


(૧૭) ગૌણી લક્ષણાનાં મમ્મટ ........................... પ્રકાર આપે છે.

(એ) ૨    (બી) ૩     (સી) ૪


(૧૮) પોતાના અર્થની સિધ્ધિ માટે અન્ય અર્થનો આક્ષેપ તે .............................. લક્ષણા.

(એ) ઉપાદાન    (બી) લક્ષણ     (સી) સારોપા


(૧૯) સ્વસિધ્ધયે પરાક્ષેપ: ................................ માં હોય છે.

(એ) ઉપાદાન લક્ષણા    (બી) લક્ષણ લક્ષણા    (સી) શુધ્ધા સાધ્યવસાનિકા લક્ષણા


(૨૦) બીજાના અર્થની સિધ્ધિ માટે પોતાના અર્થનો ત્યાગ થાય ત્યારે ............................ લક્ષણા બને છે.

(એ) ઉપાદાન    (બી) લક્ષણ    (સી) સારોપા


(૨૧) પરાર્થ સ્વસમર્પણમ્ .............................. માં હોય છે.

(એ) ઉપાદાન લક્ષણા    (બી) લક્ષણ લક્ષણા     (સી) શુધ્ધા સાધ્યવસાનિકા લક્ષણા


(૨૨) જ્યાં વિષયી અને વિષયનો ભેદ છુપાવ્યા વિના સ્પષ્ટ રીતે જુદા કહેવામાં આવે ત્યાં .......................... લક્ષણાં છે.

(એ) ઉપાદાન     (બી) સારોપા    (સી) સાધ્યવસાના


(૨૩) જ્યારે વિષયી વિષયને પોતાની અંદર સમાવી લે ત્યારે ....................... લક્ષણા થાય છે.

(એ) ઉપાદાન     (બી) સારોપા    (સી) સાધ્યવસાના


(૨૪) કુન્તા: પ્રવિશન્તિ I’ માં ........................... લક્ષણા છે.

(એ) ઉપાદાન    (બી) લક્ષણ    (સી) સારોપા


(૨૫) ગંગાયાં ઘોષ:માં ................................... લક્ષણા થાય છે.

(એ) ઉપાદાન    (બી) લક્ષણ     (સી) સારોપા



(૨૬) ગૌરયમ્’ …………………………………… લક્ષણાને સમજાવે છે.

(એ) લક્ષણ લક્ષણા    (બી) સાધ્યવસાના ગૌણી લક્ષણા     (સી) શુધ્ધા લક્ષણા


(૨૭) મઝ્ઝા: કોશન્તિમાં ............................ સંબંધ છે.

(એ) સાતત્ય સંબંધ     (બી) અવિનાભાવ સંબંધ    (સી) વૈકલ્પિક સંબંધ


સાચા કે ખોટાની ઓળખ


(૧) વાચક શબ્દ અભિધા દ્વારા વાચ્યાર્થ આપે છે. (સાચું)

(૨) લાક્ષણિક શબ્દથી સમજાતો અર્થ લક્ષ્યાર્થ છે. (સાચું)

(૩) તાત્પર્યાર્થનો સ્વીકાર કરનારા અભિહિતાન્વયવાદી તરીકે ઓળખાય છે. (સાચું)

(૪) તાત્પર્યાર્થનો સ્વીકાર નહિ કરનારા અન્વિતાભિધાનવાદી તરીકે ઓળખાય છે. (સાચું)

(૫) મમ્મટ જાત્યાદિવાદમાં માને છે. (સાચું)

(૬) ગૌરનુબન્ધ્ય:એ મમ્મટનાં મતે ઉપાદાન લક્ષણાનું ઉદાહરણ છે. (ખોટું)

(૭) સ્વસિધ્ધયે પરાક્ષેપ:એ લક્ષણાની વ્યાખ્યા છે. (ખોટું)


યોગ્ય જોડકાં જોડો

(અ) (બ)

(૧) વાચક: - (૧) સંકેતાર્થ

(૨) લક્ષણા - (૨) આરોપિતા ક્રિયા

(૩) વૈયાકરણમત: - (૩) જાત્યાદિવાદ:

(૪) બૌધ્ધમત: - (૪) અપોહવાદ:

(૫) ઉપાધિ: - (૫) ગુણધર્મ:

(૬) વસ્તુધર્મ: - (૬) સિધ્ધ સાધ્યશ્ચ

(૭) કર્મણિ કુશલ: - (૭) રૂઢિ

(૮) ગંગાયાં ઘોષ: - (૮) પ્રયોજનમ્

(૯) વૈયાકરણ: - (૯) સ્ફોટવાદ:

(૧૦) લક્ષણા - (૧૦) ષડ્વિદ્યા

(૧૧) ગૌણીલક્ષણા - (૧૧) દ્વિવિધા

(૧૨) સ્વસિધ્ધયે પરાક્ષેપ: - (૧૨) ઉપાદાન લક્ષણા

(૧૩) પરાર્થ સ્વસમર્પણમ્ - (૧૩) લક્ષણ લક્ષણા

(૧૪) વિષયન્ત: કૃતેડન્યસ્મિન્ - (૧૪) સાધ્યવસાનિકા

(૧૫) કુન્તા પ્રવિશન્તિ - (૧૫) ઉપાદાન લક્ષણા

(૧૬) ગંગાયાં ઘોષ: - (૧૬) લક્ષણ લક્ષણા

(૧૭) આયુર્ધૃતમ્ - (૧૭) સારોપા શુધ્ધા લક્ષણા

(૧૮) આયુરેવેદમ્ - (૧૮) સાધ્યવસાના શુધ્ધા લક્ષણા

(૧૯) ગૌર્વાહીક: - (૧૯) સારોપા ગૌણી લક્ષણા

(૨૦) ગૌરયમ્ - (૨૦) સાધ્યવસાના ગૌણી લક્ષણા

(૨૧) વાચ્યાર્થ - (૨૧) મુખ્યાર્થ

(૨૨) પીનો દેવદત્તો દિવા ન ભુડ્ક્તે - (૨૨) શ્રુતાર્થપતિ:


દસમો ઉલ્લાસ

નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં ઉત્તર લખો.

(૧) મમ્મટે આપેલી વિશેષોક્તિ અલંકારની વ્યાખ્યા જણાવો.

ઉત્તર:- કારણરૂપ ક્રિયા થવા છતાં ફળપ્રાપ્તિ ન થાય તેને વિશેષોક્તિ અલંકાર કહે છે.


(૨) વિભાવના અલંકાર ક્યારે થાય?

ઉત્તર:- ક્રિયા થવા કારણનો નિષેધ હોય છતાં ફળ પ્રાપ્તિ થાય ત્યારે વિભાવના અલંકાર થાય છે.


(૩) વિરોધ અલંકારનું લક્ષણ આપો.

ઉત્તર:- વિરોધ અલંકારનું લક્ષણ આચાર્ય મમ્મટ આ પ્રમાણે આપે છે: વિરોધ: સોડવિરોધોડપિ વિરૂધ્ધ્ત્વેન યદ્વચ: I’ વિરોધ ન હોય છતાં વિરોધી છે તે રીતે કથન હોય ત્યારે વિરોધ અલંકાર બને છે.


(૪) મીલિત અલંકાર કોને કહેવાય?

ઉત્તર:- જે વસ્તુનાં પોતાના કે આગન્તુક સરખા ધર્મવાળી વસ્તુ દ્વારા છુપાવવામાં આવે તે મીલિત અલંકાર કહેવાય છે.


(૫) અસંગતિ અલંકાર કોને કહેવાય?

ઉત્તર:- જ્યાં કાર્ય અને કારણ બનેલ વસ્તુઓ એક સાથે તદ્દન જુદા સ્થાને જોડવામાં આવે તેને અસંગતિ અલંકાર કહે છે.


(૬) – સામાન્ય અલંકાર કોને કહેવાય?

     - સામાન્ય અલંકારની વ્યાખ્યા આપો.

ઉત્તર:- પ્રસ્તુતનો અન્ય સાથે યોગ થતાં ગુણોની સમાનતા દર્શાવવા માટે જે અભેદ ભાવનું વર્ણન કરવામાં આવે તેને સામાન્ય અલંકાર કહેવાય.


(૭) દીપક અલંકાર ક્યારે બને છે?

ઉત્તર:- પ્રકૃત અને અપ્રકૃત વિષયોના ધર્મનો એક જ વખત ઉલ્લેખ થાય અને એક જ કારક સાથે બધી ક્રિયાઓ જોડાય ત્યારે દીપક અલંકાર બને છે.

(૮) તુલ્યયોગિતા અલંકાર ક્યારે બને છે?

ઉત્તર:- જ્યારે નિયત (પ્રકૃત કે અપ્રકૃત) વિષયોનાં ધર્મનો એક વખત જ ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તુલ્યયોગિતા અલંકાર બને છે.


(૯) સામાન્ય અને મીલિત અલંકાર વચ્ચેનો તફાવત સમજાવો.

ઉત્તર:- સામાન્ય અલંકારમાં બે વસ્તુઓ સરખા ગુણમાં સમાન રીતે શક્તિશાળી હોવાથી એકબીજા ભળી જાય છે; જ્યારે મીલિત અલંકારમાં બે વસ્તુઓ વચ્ચે સરખા ગુણ હોવા છતાં વધારે શક્તિશાળી વસ્તુથી બીજે વસ્તુ ઢંકાઈ જાય છે એટલે છુપાઈ જાય છે.


(૧૦) દીપક અલંકારનો પ્રયોગ સમજાવો.

ઉત્તર:- પ્રકૃત અને અપ્રકૃત વિષયોનાં ધર્મનો એક જ વખત ઉલ્લેખ થાય અને એક જ કારક સાથે ઘણી બધી ક્રિયાઓ જોડાય ત્યારે દીપક અલંકાર બને છે. કૃપણાનાં નં...... મૃતાનામ્ II’ માં દીપક અલંકારનો પ્રયોગ છે.


(૧૧) તુલ્યયોગિતા અલંકારનો પ્રયોગ સમજાવો.

ઉત્તર:- જ્યારે નિયત (પ્રકૃત કે અપ્રકૃત) વિષયોનાં ધર્મનો એક વખત જ ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તુલ્યયોગિતા અલંકાર બને છે. પાણ્ડુક્ષામં.... હ્રદન્ત: II માં તુલ્યયોગિતા અલંકારનો પ્રયોગ છે.  


બહુવૈકલ્પિક પ્રશ્નોનાં ઉત્તરો.

(૧) કારણરૂપ ક્રિયા થવા છતાં ફળ કે કાર્યનું કથન ન થાય તેને .......................... અલંકાર કહે છે.

(એ) વિભાવના (બી) વિશેષોક્તિ (સી) દીપક (ડી) તુલ્યયોગિતા


(૨) કારણરૂપ ક્રિયાનો નિષેધ હોવા છતાં તેનું ફળ પ્રાપ્ત થાય તેને .......................... અલંકાર કહેવાય.

(એ) વિશેષોક્તિ (બી) વિભાવના (સી) દીપક (ડી) તુલ્યયોગિતા



(૩) વિભાવનાથી તદ્દન વિપરીત અલંકાર કયો છે?

(એ) દીપક (બી) તુલ્યયોગિતા (સી) વિશેષોક્તિ (ડી) મીલિત


(૪) વિરોધ અને ....................... અલંકારમાં વિરોધાભાસ હોય છે.

(એ) સામાન્ય (બ) મીલિત (સી) વિભાવના (ડી) અસંગતિ


(૫) વિરોધ ન હોય છતાં વિરૂધ્ધ હોય એ રીતે જે કથન કરવામાં આવે તે ....................... અલંકાર કહેવાય.

(એ) વિભાવના (બી) દ્રષ્ટાન્ત (સી) વિરોધ (ડી) અસંગતિ


(૬) જે વસ્તુનાં પોતાના કે આગંતુક સરખા ધર્મવાળી વસ્તુ દ્વારા છુપાવવામાં આવે તેને ................... અલંકાર કહેવાય.

(એ) મીલિત (બી) સામાન્ય (સી) વિભાવના (ડી) અસંગતિ


(૭) જ્યાં કાર્યકારણરૂપ ધર્મો એક સાથે અત્યંત ભિન્ન સ્થાનોમાં જોવા મળે તેને ................. અલંકાર કહેવાય.

(એ) દીપક (બી) તુલ્યયોગિતા (સી) વિરોધ (ડી) અસંગતિ


(૮) ગુણોની સમાનતાને પ્રગટ કરવાની ઈચ્છાથી પ્રસ્તુતનું અપ્રસ્તુત સાથે સંપર્ક દ્વારા એકાત્મ્ય રચવામાં આવે તેને ........................ અલંકાર કહેવય.

(એ) દીપક (બી) તુલ્યયોગિતા (સી) સામાન્ય (ડી) મીલિત


(૯) ........................ અલંકારમાં એક જ વાર ઉલ્લેખાયેલા સમાન ધર્મ જુદી જુદી ક્રિયાઓ સાથે જોડાયેલ હોય છે.

(એ) દીપક (બી) તુલ્યયોગિતા (સી) સામાન્ય (ડી) મીલિત


(૧૦) આચાર્ય મમ્મટે દીપક અલંકારનાં ........................ પ્રકાર આપેલ છે.

(એ) પૂર્ણા-લુપ્તા (બી) સકૃદ્-અસકૃદ્ (સી) સાંગ-નિરંગ (ડી) ધર્મ-કારક


(૧૧) બધા જ પ્રકૃત વિષયોમાં ધર્મનો એક જ વાર ઉલ્લેખ થયો હોય તેને ...................... અલંકાર કહેવાય.

(એ) દીપક (બી) તુલ્યયોગિતા (સી) સામાન્ય (ડી) મીલિત


(૧૨) કર્પૂર ઈવ... II ......................... અલંકારનું ઉદાહરણ છે.

(એ) વિભાવના (બી) વિશેષોક્તિ (સી) દીપક (ડી) તુલ્યયોગિતા


(૧૩) યસ્યૈવ વ્રણ... II ..................... અલંકારનું ઉદાહરણ છે.

(એ) સામાન્ય (બી) મીલિત (સી) દીપક (ડી) અસંગતિ


(૧૪) કૃપણનાં ધનં... II ...................... અલંકારનું ઉદાહરણ છે.

(એ) તુલ્યયોગિતા (બી) દીપક (સી) સામાન્ય (ડી) મીલિત


(૧૫) પાણ્ડુક્ષામં વદનં... II ........................ અલંકારનું ઉદાહરણ છે.

(એ) દીપક (બી) તુલ્યયોગિતા (સી) વિરોધ (ડી) અસંગતિ


યોગ્ય જોડકાં

(અ) (બ)

(૧) દીપક અલંકાર - (૧) બહ્વીષુ ક્રિયાસુ કારક:

(૨) રસ: નાલક્ષિ લાક્ષાણ્યાં: ચરણે સહજારૂણે - (૨) મીલિત અલંકાર

(૩) પ્રસ્તુતસ્ય યદન્યેન ગુણસામ્યવિવક્ષયા - (૩) સામાન્ય અલંકાર

(૪) કર્પૂર ઈવ... II - (૪) વિશેષોક્તિ:

(૫) કૃપણાનાં ધનં... II - (૫) દીપકમ્

(૬) પાણ્ડુક્ષામં વદનં... II - (૬) તુલ્યયોગિતા

(૭) કુસુમિત... II - (૭) વિભાવના


મમ્મટાચાર્ય અને કાવ્યપ્રકાશને લગતી ખાલી જગ્યાઓ

ખાલી જગ્યા પૂરો:

(૧) મમ્મટનાં પિતાનું નામ................... હતું. (જૈયટ) 

(૨) મમ્મટ ......................... નાં વતની (રહેવાસી) હતા. (કાશ્મીર)

(૩) મમ્મટે ................... માં વિદ્યાભ્યાસ કર્યો હતો. (કાશી)

(૪) મમ્મટને ................. ભાઈઓ હતા. (બે)

(૫)‌ મમ્મટ .................... ના અવતાર હતા. (વાગ્દેવતા (સરસ્વતી/શારદા))

(૬) મમ્મટ ........................ સંપ્રદાયનાં વિદ્વાન હતા. (અલંકાર)

(૭) કાવ્યપ્રકાશનાં રચયિતા .......................... છે. (મમ્મટ)

(૮) કાવ્યપ્રકાશમાં ......................... ઉલ્લાસ આવે છે. (૧૦)

(૯) કાવ્યપ્રકાશ ....................... સંપ્રદાયનો ગ્રંથ છે. (અલંકાર)

(૧૦) કાવ્યપ્રકાશમાં ......................  કારિકાઓ છે. (૧૪૨)  


બીજા પ્રશ્નો.

(૧) ઉપાધિ કોને કહેવાય? ઉપાધિનાં પ્રકારો સમજાવો.

જ:- ઉપાધિ કોને કહેવાય? એ પ્રશ્ન તરત આપણને ઉત્પન્ન  થાય. આનો સીધો અને સહેલો જવાબ છે: ઉપાધિ એટલે ગુણધર્મ. 

ઉપાધિના મુખ્ય બે પ્રકારો છે:

(૧) વસ્તુધર્મ ઉપાધિ

(૨) બોલનારની ઈચ્છા પ્રમાણે આરોપિત ઉપાધિ.

સાધ્ય-વસ્તુ-ધર્મ એટલે ક્રિયા. દા.ત. ચોખા રાંધે છે. અહીં રાંધવાની ક્રિયા છે. આ ક્રિયા વર્તમાનમાં થતી હોવાથી તેને વસ્તુનો સાધ્ય ધર્મ કહેવાય. અહીં અનેક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. દા.ત. લાકડાં લાવવા, ચૂલો કરવો, પેટાવવો, તપેલી લાવવી, ચોખા ધોવા વગેરે. આ બધી ક્રિયાથી રાંધવાની ક્રિયા સાધ્ય બને છે.

સિધ્ધવસ્તુ ધર્મ એટલે પદાર્થની સાથે સિધ્ધરૂપે જોડાયેલ હોય. જેમકે લાલ ગાય કે સફેદ ગાય. અહીં લાલ કે સફેદ ગાય સાથે જોડાયેલ છે સિધ્ધ છે, આ તેનો ગુણ છે. આને વિશેષાધાનહેતુ કહે છે, જ્યારે બીજો તેને પ્રાણપદ ધર્મ છે. જેમકે ગાયમાં ગોત્વ જાતિ. આને સિધ્ધ્પ્રાણપદ ધર્મ  કહે છે. તે દરેક ગાયમાં હોય જ. એ ન હોય તો તેને ગાય કહી જ ન શકાય.


(૨) તાત્પર્યાર્થ સમજાવો. 

જ:- અભિધા, લક્ષણા અને વ્યંજના એવી ત્રણ શબ્દ શક્તિઓ ક્રમશ: વાચાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ સમજાય છે. તે ઉપરાંત તાત્પર્યશક્તિ કે વૃત્તિથી તાત્પર્યાર્થ નામનો ચોથો અર્થ પણ સમજાય છે તેવું કેટલાક વિદ્વાનોનું માનવું છે. ‘તાત્પર્યાર્થોઅપિ કેષુચિત’ એવો ઉલ્લેખ મમ્મટ બીજા ઉલ્લાસમાં ‘તાત્પર્યાર્થ:’ સમજાવતાં કરે છે. આ અગાઉ બીજા ઉલ્લાસનાં પ્રારંભમાં જ ત્રણ પ્રકારનાં શબ્દ અને અર્થનો ઉલ્લેખ કરે છે. વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ.

‘સિંહ’ બોલતાં બોલતાં વનપ્રદેશમાં કે ગિરના જંગલોમાં ફરતું એક હિંસક પ્રાણી એવો અર્થ અભિધા શક્તિથી સમજાય તે ‘અભિધાર્થ’ કે ‘વાચ્યાર્થ’ છે.

‘તે રાજા સિંહ (જેવો બહાદુર) છે.’ તેમ કહેતાં રાજાની બહાદુરીને સિંહ સાથે સરખાવી પ્રશંસા કરવામાં આવી છે. ‘રાજા તે સિંહ એટલે કોઈ ‘હિંસક પ્રાણી’ એવો અર્થ લેવાનો નથી. તે રીતે જોતાં ‘સિંહ જેવો બહાદુર છે.’ તે લક્ષણા શક્તિથી લક્ષ્યાર્થ આપે છે.

શબ્દોથી વાક્ય બને છે. પ્રત્યેક શબ્દ પોતાનો એક સ્વતંત્ર અર્થ આપે છે, પરંતુ વાક્યમાંના બધા શબ્દ સાથે મળતાં તે વાક્ય કોઈ જુદો જ અર્થ આપે છે. તે અર્થને તાત્પર્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતો  તાત્પર્યાર્થ કહેવામાં આવે છે. તાત્પર્યને સ્વીકારનાર વિદ્વાનોમાં કુમારિલભટ્ટ અને તેના અનુયાયી વિદ્વાનો આવે છે, તેઓને ‘અભિહિતાન્વયવાદી’ અને તેના મતને ‘અભિહિતાન્વયવાદ’ કહેવામાં આવે છે, જ્યારે ‘પ્રભાકર’ અને તેના અનુયાયી વિદ્વાનો ‘તાત્પર્યાર્થ’ ને સ્વીકારતા ન હોવાથી ‘અન્વિતાભિધાનવાદી’ અને તેના મતને ‘અન્વિતાભિધાનવાદ’ કહેવામાં આવે છે. 


No comments:

Post a Comment