raghuvansham sarg-14

 

પ્રૉ. ડૉ. મીના એસ. વ્યાસ

સેમેસ્ટર-૨                                      

વિષય:- સંસ્કૃત-ઈલે-૧-૧૧૨                           

પેપર નામ:- રઘુવંશમ્ (સર્ગ-૧૪)

                                        

 

Unit-1

રઘુવંશ સર્ગ-૧૪ (શ્લોક નં:-૧ થી ૪૬)

 

શ્લોક નં:-૨

ઉપાવુભામ્યાં પ્રણતૌ હતારી યથાક્રમં વિક્રમશોમિનૌ તૌ I

વિસ્પષ્ટમસ્ત્રાન્ધયતા ન દ્રષ્ટૌ જ્ઞાતૌ સુતસ્પર્શસુખોપલમ્ભાત્ II

અન્વય અને શબ્દાર્થ: યથાક્રમમ્- યોગ્ય ક્રમ પ્રમાણે, પ્રણતૌ- પ્રમાણ કરનાર, હતારી- શત્રુઓને હણનાર, , વિક્રમશોમિનૌ-પરાક્રમથી શોભતા, તૌ ઉમૌ- તે બંનેને (રામ અને લક્ષ્મણને), ઉપાભ્યામ્- બંને માતાઓને, અસ્ત્રાન્ધતા- આંસુને લીધે જોઈ ન શકવાથી, વિસ્પષ્ટમ્- સ્પષ્ટ રીતે, ન દ્રષ્ટૌ- જોયા નહિ, (પરંતુ) સુતસ્પર્શ સુખોપલમ્ભાત્- પુત્રના સ્પર્શનું સુખ પ્રાપ્ત થવાથી ઓળખ્યા.

અનુવાદ: યોગ્ય ક્રમ પ્રમાણે પ્રણામ કરનાર, શત્રુઓને હણનાર, પરાક્રમથી શોભતા, તે બંનેને, બંને માતાઓને આંસુને લીધે જોઈ ન શકવાથી સ્પષ્ટ રીતે જોયા નહિ; પરંતુ પુત્રના સ્પર્શનું સુખ પ્રાપ્ત થવાથી ઓળખ્યા.

 

શ્લોક નં:-૩

આનન્દજ: શોકજમશ્રુ બાષ્પસ્તયોરશીંત શિશિરો વિભેદ I

ગન્ગનસરચ્યોર્જલમુષ્ણતપ્તં હિમાદ્રિનિસ્યદ ઈવાવર્તીર્ણ: II

અન્વય અને શબ્દાર્થ: ગન્ગસરથ્યો:- ગંગા અને સરયૂના, ઉષ્ણતપ્તમ્- ઉનાળને લીધે તપી ગયેલા, જલમ્- પાણીમાં, અવતીર્ણ- પ્રવેશેલા, હિમાદ્રિનિસ્યન્દ: - હિમાલયના પ્રવાહની જેમ, તયો:- બંને (માતાઓ) ના, આનન્દજ: - આનંદથી ઉત્પન્ન થયેલા, શિશિર: - ઠંડા, બાષ્પ: - આંસુઓને, શોકજમ્- શોકથી જન્મેલા, અશીતમ્- ગરમ, અશ્રુ- આંસુઓને, વિભેદ-ભેદી નાખ્યા (એટલે કે ઠંડા કરી દીધાં)

અનુવાદ: ઉનાળાને લીધે ગંગા અને સરયુના તપી ગયેલા પાણીમાં પ્રવેશેલા હિમાલયના પ્રવાહની જેમ, તે બંને (માતાઓના)ના આનંદથી ઉત્પન્ન થયેલા ઠંડા આંસુઓને શોકથી જન્મેલા ગરમ આંસુઓને ભેદી નાખ્યાં. (એટલે ઠંડા કરી દીધા.)

 

શ્લોક નં:-૫

કલેશાવહા મર્તુરલક્ષણાહં સીતેતિ નામ સ્વમુદીરયન્તી I

સ્વર્ગ પ્રતિષ્ઠસ્ય ગુરોર્મિહિષ્યાવભક્તિ ભેદેન વધૂર્વવન્દે II

અન્વય અને શબ્દાર્થ: ભર્તુ: - પતિને, ક્લેજ્ઞાવહા- દુ:ખ આપનારી, અલક્ષણા- ખરાબ લક્ષણોવાળી (અપશુકનિયાળ), અહમ્- હું, સીતા(અસ્મિ)-સીતા છું, ઈતિ-એમ, સ્વમ્ નામ્- પોતાનું નામ, ઉદીરયન્તી-બોલતી, વધૂ: - વહુ (પુત્ર વધૂ) એ, સ્વર્ગ પ્રતિષ્ટસ્ય-સ્વર્ગમાં ગયેલા, ગુરો: - સસરાની, મહિષ્યૌ- બંને રાણીઓને, અ ભક્તિભેદેન- ભેદભાવ રાખ્યા વિના (સમાન ભાવથી), વવન્દ- વંદન કર્યા.

અનુવાદ: “પતિને દુ:ખ આપવાની ખરાબ લક્ષણોવાળી હું સીતાએમ પોતાનું નામ બોલતી વહુએ (સીતાએ) સ્વર્ગમાં ગયેલા સસરાની બંને રાણીઓને ભેદભાવ રાખ્યા વિના વંદન કર્યા.

 

શ્લોક નં:-૭

અથભિષેક રઘુવંશકેતો: પ્રારબ્ધમાનન્દજલૈર્જ નન્યો: I

નિર્વર્ત યામાસુરમાત્યવૃધ્ધાસ્તીર્થાહતૈ: કાવ્ચનકુમ્તોયૈ: II

અન્વય અને શબ્દાર્થ: અથ- ત્યાર પછી, જનન્યો- બંને માતાઓનાં, આનન્દજલૈ- આનંદના આંસુથી, પ્રારબ્ધમ્- શરૂ કરેલા, રઘુવંશકેતો: - રઘુવંશના ધ્વજ સમાન (રામનો), અભિષેકમ્- રાજ્યાભિષેક, અમાત્યવૃધ્ધા: - વૃધ્ધ મંત્રીઓએ, તીર્થાહુતૈ: - તીર્થ સ્થાનેથી લાવેલા, કાશ્વનકુમ્ભતોયૈ: - સુવર્ણના ઘડાઓમાંના જળથી, નિર્વર્તયાભાસુ: - પૂરો કર્યો.

અનુવાદ: ત્યાર પછી બંને માતાઓના આનંદના આંસુથી શરૂ કરેલા રઘુવંશના ધ્વજ સમાન (રામ) નો રાજ્યાભિષેક વૃધ્ધ મંત્રીઓએ તીર્થસ્થાનેથી લાવેલા સુવર્ણના ઘડાઓમાંના જળથી પૂરો કર્યો.

 

શ્લોક નં:-૯

તપસ્વિવેષાક્રિયયાપિ તાવદ્ય: પ્રેક્ષણીય: સુતરાં બભૂવ I

રાજેન્દ્રનેપથ્યવિધાનશોભા તસ્યોદિતાસીત્પુનરૂક્ત દોષા I

અન્વય અને શબ્દાર્થ: ય: - જે, તપસ્વિવેષક્રિયયા- તપસ્વીઓના પહેરવેશ પહેરવાથી, અપિ- પણ, સુત્તરામ્- ખૂબ જ, પ્રેક્ષણીય- દેખાવડા, બભૂવ- લાગતા હતા, તસ્ય- તેવા તેમને, ઉદિતા રાજેન્દ્ર નેપથ્ય વિધાન શોભા- ચક્રવર્તી રાજાનો પોષાક ધારણ કરવાથી ઉત્પન્ન થયેલી શોભા પુનરૂક્તદોષા- પુનરૂક્તિના દોષવાળી, આસીત્- હતી.

અનુવાદ: જે તપસ્વીઓનો પહેરવેશ પહેરવાથી પણ ખૂબ જ દેખાવડા લાગતા હતા તેવા તેમને ચક્રવર્તી રાજાનો પોષાક ધારણ કરવાથી થયેલી શોભા પુનરૂક્તિના દોષવાળી હતી.

 

શ્લોક નં:-૧૦

સ મૌલરક્ષોહરિભિ: સસૈન્યસ્તૂર્યખનાનન્દિતપૌરવર્ગ: I

બિવેશ સૌધોદગતજલવર્ષામુત્તોરણામન્વયરાજધાનીમ્ II

અન્વય અને શબ્દાર્થ: સસૈન્ય- સૈન્ય સાથે, મૌલરક્ષોહરિમિ: - વંશ પરંપરાગત મંત્રીઓ, રાક્ષસો અને વાનરો સાથે, તૂર્યસ્વનાન્દિતપૌરવર્ગ-નગારાંના અવાજથી નગરના રહેવાસીઓને આનંદિત કરનાર, સ: - તેમણે, સૌધોદગતજલજવર્ષામ્- મહેલોમાંથી ડાંગરની વૃષ્ટિ થઈ છે તેવી, ચ- અને, ઉત્તોરણામ્- ઊંચે લટકાવેલાં તોરણોવાળી, અન્વયરાજધાનીમ્- પોતાના વંશની રાજધાનીમાં, વિવશ-પ્રવેશ કર્યો.

અનુવાદ: સૈન્ય, વંશપરંપરાગત મંત્રીઓ, રાક્ષસો અને વાનરો સાથે, નગારાંના અવાજથી નગરના રહેવાસીઓને આનંદિત કરનાર તેમણે, જેમાં મહેલોમાંથી ડાંગરની વૃષ્ટિ થઈ છે તેવી અને ઊંચે લટકાવેલાં તોરણોવાળી પોતાના વંશની રાજધાનીમાં પ્રવેશ કર્યો.

 

શ્લોક નં:-૧૨

પ્રાસાદકાલાગુરૂધૂમરાજિસ્તસ્યા: પૂરો વાયુવશેન ભિન્ના I

વનાન્નિવૃત્તેન રઘૂત્તમેન મુક્તા સ્વય વેણિરિવાવભાસે II

અન્વય અને શબ્દાર્થ: વાયુવશેન- પવનને લીધે, ભિન્ના- વેરવિખેર થયેલી, પ્રાસાદકાલગૂરૂ ધૂમરાજિ: - મહેલમાંના કાળા અગુરૂના ધુમાળાની હાર, વનાત્-વનમાંથી, નિવૃતેન્-પાછા ફરેલા, રઘૂત્તમેન્-રઘુઓમાં ઉત્તમ (શ્રેષ્ઠ) એવા રામે, સ્વયમ્- સ્વયં (પોતાની જાતે), મુક્ત-મુક્ત કરેલી, તસ્યા: પુર: - તે નગરીની, વેણિ: ઈવ: - વેણીની જેમ, આવભાસે- શોભતી હતી.

અનુવાદ: પવનને લીધે વેરવિખેર થયેલી મહેલમાંના કાળા અગુરૂના ધુમાડાની હાર, વનમાંથી પાછા ફરેલા રઘુઓમાં ઉત્તમ એવા રામે પોતાની જાતે મુક્ત કરેલી તે નગરીની વેણીની જેમ શોભતી હતી.

 

શ્લોક નં:-૧૬

કૃતાજ્જલિસ્તત્ર યદમ્બ સત્યાન્નાભ્રશ્યત સ્વર્ગ ફલાદ ગુરૂન: I

તચ્ચિન્ત્યમાનં સુકૃતં તવેતિ જહાર લજ્જાં મરતસ્ય માતુ: II

અન્વય અને શબ્દાર્થ: હે અમ્બ- હે માતા, યત્- જેનાથી, ન: - અમારા, ગુરૂ: - પિતા, સ્વર્ગફલત્ સત્યાત્ – સ્વર્ગ જેનું ફળ છે તેવા સત્યથી, અભ્રશ્યત- ભ્રષ્ટ ન થયા, તત્- તે, ચિન્ત્યમાનમ્- વિચાર કરતાં, તવ- તમારૂં, સુકૃતમ્- સત્કર્મ (પુણ્ય) છે, ઈતિ- એમ (કહી), તત્ર- ત્યાં, કૃતાજ્જલિ: - પ્રણામ કરતાં, (રામ: -રામે), ભરતસ્ય માતુ: - ભરતની માતા (કૈકેયી) ની, લજ્જામ્- લજ્જા, જહાર-દૂર કરી.

અનુવાદ: “હે માતા જેનાથી અમારા પિતા સ્વર્ગ જેનું ફળ છે તેવા સત્યથી ભ્રષ્ટ ન થયા તે વિચાર કરતાં તમારૂં સત્યકર્મ છે” એમ (કહી) ત્યાં પ્રણામ કરતાં રામે, ભરતની માતા (કૈકેયી) ની લજ્જા દૂર કરી.

 

શ્લોક નં:-૨૧

પિતુર્નિયોગાદ્ વનવાસમેવં નિસ્તીર્ય રામ: પ્રતિપન્નરાજ્ય: I

ધર્માર્થકામેષે સમ પ્રપેદે યથા તયૈવાવરજેષુ વૃત્તિમ્ II

અન્વય અને શબ્દાર્થ: એવમ્- આ રીતે, પિતુ: નિયોગાત્- પિતાની આજ્ઞાથી, વનવાસમ્ નિસ્તીર્ય- વનવાસ પૂરો કરીને, પ્રતિપન્નરાજ્ય: - જેમણે રાજ્ય પ્રાપ્ત કર્યું છે તેવા, રામ:- રામે, ધર્માર્થકામેષુ- ધર્મ, અર્થ અને કામની બાબતમાં, યથા-તેવી, એવ- જમ અવરજેષુ-નાના ભાઈઓ તરફ, સમામ્ વૃત્તિમ્- સમાન લાગણી, પ્રપેદે- રાખી.

અનુવાદ: આ રીતે પિતાની આજ્ઞાથી વનવાસ પૂરો કરીને જેમણે રાજ્ય પ્રાપ્તકર્યું છે તેવા રામે, ધર્મ, અર્થ અને કામની બાબતમાં તેવી જ નાના ભાઈઓ તરફ સમાન લાગણી રાખી.

 

શ્લોક નં:-૨૨

સર્વાસુ માતૃષ્વપિ વત્સલત્વાત્સ નિર્વિશેષપ્રતિપત્તિરાસીત્ I

પડાનનાપીતયોધરાસુ નેતા ચમૂનામિબ કૃત્તિકાસુ II

અન્વય અને શબ્દાર્થ: જેમ ષડાનનાપીતપયોધરાસુ- છ મુખથી જેમના સ્તનોનું પાન કરવામાં આવ્યું છે તેવી, કૃત્તિકાસુ- કૃત્તિકાઓ તરફ, ચમ્નામ્ નેતા- સેનાના નેતા કાર્તિકેય, નિવિશેષપ્રતિપત્તિ: આસીત્- સમાન સ્નેહવાળા હતા. એવ- તેમ, વસ્સલત્વાત- પ્રેમાળ હોવાને લીધે, સ: - તે (રામ), સર્વાસુ માતૃષુ- બધી માતાઓ તરફ, નિવિશેષ પ્રતિપત્તિ: આસીત્- સમાન સ્નેહવાળા બન્યા હતા.

અનુવાદ: જેમ છ મુખથી જેમના સ્તનોનું પાન કરવામાં આવ્યું છે, તેવી કૃત્તિકાઓ તરફ સેનાના નેતા કાર્તિકેય (સમાન સ્નેહવાળા હતા) તેમ પ્રેમાળ હોવાને લીધે તે (રામ) બધી માતાઓ તરફ સમાન સ્નેહવાળા બન્યા હતા.

 

શ્લોક નં:-૨૫

તયોર્ય થાપ્રાર્થિતમિન્દ્રિયાર્થાનાસેદુષૌ: સહ્યસુ ચિત્રવત્સુ I

પ્રાપ્તાનિ દુ:ખાન્યપિ દન્ડકેષુ સચિન્ત્યમાનાનિ સુખાન્યભૂબન્ II

અન્વય અને શબ્દાર્થ: ચિત્રવસ્તુ- ચિત્રવાળાં (વનવાસનાં પ્રસંગોવાળાં ચિત્રો સહિત), સહ્યસુ- મહેલોમાં, યથાપ્રાર્થિતમ્- ઈચ્છા મુજબ, ઈન્દ્રિયાર્થાન્- ઈન્દ્રિયોના ભોગો, આસેદુષૌ: - પ્રાપ્ત કરતાં, તયો: - તે બંનેના રામસીતાના, દન્ડકેષુ- દંડકારણ્યમાં; પ્રાપ્તાનિ- ભોગવેલાં, દુ:ખાનિ અપિ- દુ:ખો પણ, સંચિન્ત્યમાનાનિ- વિચારતાં, સુખાનિ-સુખો, અભૂવન્- બન્યાં.

અનુવાદ: (વનવાસનાં) ચિત્રવાળા મહેલોમાં ઈચ્છા મુજબ ઈન્દ્રિયોના ભોગોને પ્રાપ્ત કરતાં તે બંનેને દંડકારણ્યમાં ભોગવેલાં દુ:ખો પણ (અત્યારે) વિચારતાં સુખો બની ગયાં.

 

શ્લોક નં:-૨૭

તામન્કમારોપ્ય કૃશાન્ગયષ્ટિ વર્ણાન્તરાકાન્તપયોધરાગ્રામ્ I

વિલજ્જમાનાં રહિસિ પ્રતીત: પપ્રચ્છ રામાં રમણોઅમિલાષામ્ II

અન્વય અને શબ્દાર્થ: પ્રતીત: - ખુશ થયેલા, રમણ: - પતિએ, કૃશાન્કયાષ્ટિમ્- પાતળા શરીરવાળા, વર્ણાન્તરાક્રાન્તયોધરાગ્રામ- અન્ય રંગને પામેલા સ્તનના અગ્રભાગવાળી, વિલજ્જમાનામ્- શરમાતી, તામ્ રામામ્- તે પ્રિયાને, રહસિ-એકાંતમાં, અંગે આરોપ્ય- ખોળામાં બેસાડીને, અભિલાષામ્- ઈચ્છા, પપ્રચ્છ-પૂછી.

અનુવાદ: ખુશ થયેલા પતિએ પાતળા શરીરવાળી, અન્ય (શ્યામ) રંગને પામેલા રતન અગ્રભાગવાળી, શરમાતી તે પ્રિયાને એકાંતમાં ખોળામાં બેસાડીને (તેની) ઈચ્છા પૂછે.

 

શ્લોક નં:-૩૦

ઋદ્વાપર્ણ રાજપથં સ પશ્યન્ વિગાહ્યમાનાં સરયૂ ચ નૌભિ: I

વિલસિભિશ્વાધ્યુષિ તાનિ પારૈ: પુરોપકન્ઠોપબનાનિ રેમે II

અન્વય અને શબ્દાર્થ: સ: - તે (રામ), ઋદ્વાપર્ણમ્- સમૃધ્ધ દુકાનોવાળા, રાજપથમ્- રાજમાર્ગને, નૌભિ: - નૌકાઓ વડે, વિગાહ્યમાનામ્- પાર કરાતી, સરયૂમ્- સરયૂ નદીને અને, વિલાસિભિ: - વિલાસી, પૌરે: - નગરજનો વડે, અધ્યુષિતાનિ- નિવાસ કરાયેલ, પુરોપકન્ઠોપવનાનિ- નગરની બહાર આવેલ બગીચાઓને, પશ્યમ્- જોતા, રેમે- આનંદ પામ્યા.

અનુવાદ: તે (રામ) સમૃધ્ધ દુકાનોવાળા રાજમાર્ગને, નૌકાઓથી પસાર કરાતી સરયૂ નદીને અને વિલાસી નગરજનોથી નિવાસ કરાયેલ નગરની બહાર આવેલ બગીચાઓને જોતાં આનંદ પામ્યા.

 

શ્લોક નં:-૩૨

નિર્બન્ધપૃષ્ટ: સ જગાદ સર્વ સ્તુવન્તિ પૌરાશ્વરિતં ત્વદીયમ્ I

અન્યત્ર રક્ષોભબનોષિતાયા: પરિગ્રહાત્માનવદેવ દેવ્યા: II

અન્વય અને શબ્દાર્થ: નિર્બન્ધપૃષ્ટ- આગ્રહપૂર્વક પુછાયેલો, સ: જગાદ- તે બોલ્યો, હે માનવદેવ- હે મનુષ્યોમાં દેવ, રક્ષોભવનોષિતાયા: - રાક્ષસના (રાવણના) ઘરમાં રહેલ, દેવ્યાં- સીતાના, પરિગ્રહાત્- સ્વીકાર, અન્યત્ર- સિવાય, ત્વદીયં સર્વમ્ ચરિતમ્- આપના સમગ્ર ચારિત્યની, પૌરા: સ્તુવન્તિ- નગરજનો વખાણે છે.

અનુવાદ: આગ્રહપૂર્વક પુછાયેલો તે બોલ્યો, ‘હે માનવદેવ !રાક્ષસના ઘરમાં રહેલ રાણી સીતાના સ્વીકાર સિવાય આપના સમગ્ર ચારિત્યનાં નગરજનો વખાણ કરે છે.

 

શ્લોક નં:- ૩૩

કલત્રનિન્દાગુરૂણા કિલૈવસમ્યાહતં કીતિવિપર્યયેણ I

અયોધનેનાય ઈવામિતપ્તં વૈદેહિબન્ધોહ્રદય વિદદ્રે II

અન્વય અને શબ્દાર્થ: એવમ્- આ પ્રમાણે, કિલ- ખરેખર, કલત્ર નિન્દાગુરૂણા- પત્નિની નિન્દાથી ભારે, કિર્તીવિપર્યયેણ- અપકિર્તીથી, અભ્યાહત્તમ- હણાયેલ, વૈદેહિબન્ધૌ: - સીતાના પતિ રામનું, હ્રદયમ્- હ્રદય, અયોધનેન- લોખંડના ઘણ વડે, અભિતપ્તમ્- અત્યંત ગરમ, અય: ઈવ- લોખંડની જેમ, વિદદ્રે-ચિરાઈ ગયું.

અનુવાદ: ખરેખર આ પ્રમાણે પત્નીની નિન્દાથી ભારે અપકિર્તીથી હણાયેલ સીતાના પતિનું (રામનું) હ્રદય લોખંડના ઘણ વડે ટિપાયેલ ગરમ લોખંડની જેમ ભાંગી ગયું.

 

શ્લોક નં:- ૩૪

કિમાત્મનિર્વાદકથામુપેક્ષે જાયામદોષામુત સંત્યજામિ I

ઈત્યેકપક્ષાશ્રયવિક્લબત્વાદાસિત્સ દોલચલચિત્તવૃત્ત: II

અન્વય અને શબ્દાર્થ: આત્મનિર્વાદકહથામ્- પોતાની નિંદાની વાતની, કિમ્ ઉપેક્ષે- શું હું પરવા ન કરૂં, ઉત- અથવા, અદોષામ્- નિર્દોષ. જાયામ્- પત્નીને, સંત્યજામિ- ત્યજી દઉ, ઈતિ- એ પ્રમાણે, એકપક્ષાકશ્રય વિક્લવત્વાત્- એક વાતનો સ્વીકાર કરવામાં વ્યાકુળ થવાથી, સ: - તે (રામ), દોલાચલચિત્તવૃત્તિ: - હીંચકાના જેવી અસ્થિર મનોવૃત્તિવાળા, આસીત્- બન્યા.

અનુવાદ: શું પોતાની નિંદાની વાતની પરવા ન કરૂ અથવા નિર્દોષ પત્નીને ત્યજી દઉં? એમ એક વાતનો સ્વીકાર કરવામાં વ્યાકુળ થવાથી તે (રામ) હીંચકાના જેવી અસ્થિર મનોવૃત્તિવાળા બન્યા.

 

 

 

શ્લોક નં:-૩૬

સંસનિપાત્યાવરજાન્હતૌજાસ્તદ્વિક્રિયાદર્શનલુપ્તહર્ષાંન્ I

કૌલીનમાત્માશ્રયમાચચક્ષે તેભ્ય: પુનશ્વેદમુવાચ વાક્યમ્ II

અન્વય અને શબ્દાર્થ: હતૌજા: - નિસ્તેજ થયેલા, સ: - તે (રામે), તદ્વિક્રિયાદર્શનલુપ્તહર્ષાન્- તેમનામાં થયેલ ફેરફારને જોઈને લુપ્ત થયેલા આનંદવાળા, અવરજાન્- નાના ભાઈઓને, સંનિપાત્ય- ભેગા કરીને, તેભ્ય: - તેમને, આત્માશ્રયમ્- પોતાના વિશેની, કૌલીનમ્- નિંદાની (કલંકની) વાત, આચચક્ષે- કહી પુન: ચ- અને પછી, ઈદં વાક્યમ્ ઉવાચ- આ વાક્ય બોલ્યા.

અનુવાદ: નિસ્તેજ થયેલા તે રામે, તેમનામાં થયેલા ફેરફારને જોઈને લુપ્ત થયેલા આનંદવાળા નાના ભાઈઓને ભેગા કરીને, તેમને પોતાના વિશેના કલંક (અપવાદ) ની વાત કહી અને પછી આ વાક્ય બોલ્યા.

 

શ્લોક નં:-૩૮

પૌરેષુ સોઅહં બહુલીભવન્તમપાં તરન્ગેષ્બિવ તૈલબિન્દુમ્ I

સૌઢું ન તત્પૂર્વ મવર્ણભીરો આલનિકં સ્થાળિમિવ દ્વિપેન્દ્ર: II

અન્વય અને શબ્દાર્થ: સ: અહમ- હું, અપામ્ તરન્ગેષુ- મોજા ઉપર, તૈલબિન્દુમ્ ઈવ- તેલના ટીંપાની જેમ, પૌરેષુ- નગરજનોમાં, બહુલિભવન્તમ્- પ્રસરતા, તત્પૂર્વમ્- તે પ્રકારની પહેલો, અવર્ણમ્- નિંદાને, દ્વિપેન્દ-શ્રેષ્ઠ હાથ, આલાનિકમ્- બાંધવાના (હાથીને), સ્થાણુમ્- થાંભલાને, ઈવ-જેમ, સોઢુમ્- સહન કરવાને માટે, ન ઈશે- હું શક્તિમાન નથી.

અનુવાદ: જેમ શ્રેષ્ઠ હાથી બંધનના થાંભલાને (સહન કરી શકતો નથી) તેમ પાણીના મોજાઓમાં તેલના ટીપાને જેમ નગરજનોમાં ફેલાતા પહેલી જ વારના કલંકને સહન કરવા હું શક્તિમાન નથી.

 

 

શ્લોક નં:-૪૦

અવૈમિ ચૈનામનઘેતિ કિન્તુ લોકાપવાદો બલવાન્મતો મે I

છાયા હિ ભૂમે: શશિનો મલત્વેનારોપિતા શુધ્ધિમત: પ્રજાભિ: II

અન્વય અને શબ્દાર્થ: ચ- અને, એનામ્- આ (સીતા), અનધામ્- પવિત્ર છે, ઈતિ-એમ, અવૈમિ- હું જાણું છું, કિંતુ- છતાં પણ, મે-મારા માટે, લૌકાપવાદ: -લોકનિંદા, બલવાન્- બળવાન, મત: - માનવામાં આવી છે. હિ- કારણ કે, પ્રજામિ: - લોકો વડે, ભૂમે- પૃથ્વીના, છાયા- પડછાયાને, શુધ્ધિમત: - શુધ્ધ, પવિત્ર, શશિન: - ચંદ્રના, મલત્વેન- કલંક તરીકે, આરોપિતા-આરોપવામાં આવે છે.

અનુવાદ: અને આ (સીતા) પવિત્ર છે એમ હું જાણું છું, છતાં પણ મારે માટે લોકાપવાદ બળવાન છે. કારણ કે લોકો વડે પૃથ્વીના પડછાયાને શુધ્ધ ચંદ્રના કલંક તરીકે આરોપવામાં આવે છે.

 

શ્લોક નં:-૪૧

રક્ષોવધાન્તો ન ચ મૈ પ્રયાસો વ્યર્થ: સ વૈરપ્રતિમોચનાય I

અમર્ષણ: શોણિતકાન્ગક્ષયા કિં પદા સ્પૃશન્તં દશતિ દ્વિજિહવ: II

અન્વય અને શબ્દાર્થ: ચ- અને, મે-મારો, રક્ષોબન્ધાત: - રાક્ષસના વધ સુધીનો, પ્રયાસ: - પ્રયત્ન, ન યર્થ- નકામો નથી, સ: - તે, વૈરપ્રતિમોચનાય- વેરનો બદલો લેવા માટે હતો, અમર્ષણ: - ગુસ્સે થયેલો, દ્વિજિહવ: - સાપ, પદા સ્પૃશન્તમ્- પગ વડે અડકારનારને, શોણિતકાન્ગક્ષયા- લોહીની ઈચ્છાથી, દશતિ કિમ્- શું કરડે છે?

અનુવાદ: અને મારો રાક્ષસના વધ સુધીનો પ્રયત્ન નકામો નથી. તે વેરનો બદલો લેવા માટે હતો. ગુસ્સે થયેલ સાપ પગ વડે અડકારનારને શું લોહીની ઈચ્છાથી કરડે છે ?

 

 

 

શ્લોક નં:-૪૩

ઈત્યુક્તવન્તં જનકાત્મજાયાં નિતાન્તરૂક્ષાભિનિવેશમીશમ્ I

ન કશ્વન ભ્રાતૃષુ તેષુ શક્તો નિષેદધુમાસીદનુમોદિતું વા II

અન્વય અને શબ્દાર્થ: ઈતિ ઉક્તવન્તમ્- આ પ્રમાણે બોલતા, જનકાત્મજાયમ્- જનકની પુત્રી સીતા પ્રત્યે, નિતાન્તરૂક્ષાભિનિવેશમ્- ખૂબ કઠોર નિશ્વયવાળા, ઈશમ્- રાજાને, નિષેદ્વમ્- વિરોધ કરવા માટે, વા- અથવા, અનુમોદિતમ્-સમર્થન આપવા માટે, તેષુ ભ્રાતૃષુ- તે ભાઈઓમાંના, કશ્વન- કોઈ પણ, શક્ત: ન આસીત્- સમર્થ ન હતા.

અનુવાદ: આ પ્રમાણે બોલતા (અને) જનકની પુત્રી સીતા પ્રત્યે ખૂબ કઠોર નિશ્વયવાળા રાજાનો વિરોધ કરવા માટે અથવા સમર્થન આપવા માટે તે ભાઈઓમાંના કોઈપણ સમર્થ ન હતા.

 

શ્લોક નં:-૪૪

સ લક્ષ્મણ લક્ષ્મણપૂર્વજન્મા વિલોક્ય લોકત્રયગીતકીર્તિ I

સૌમ્યેતિ ચામાસ્ય યથાર્થભાષી સ્થિત નિદેશે પૃથગાદિદેશ II

અન્વય અને શબ્દાર્થ: લોકત્રયગીતકીર્તિ- ત્રણ લોકમાં પ્રસિધ્ધ કીર્તિવાળા, યથાર્થભાષી- સત્ય બોલનાર, લક્ષ્મણપૂર્વજન્મા- લક્ષ્મણના મોટાભાઈ, સ: - તે રામે, નિદેશે સ્થિતમ્- આજ્ઞામાં રહેલા, લક્ષ્મણમ્ વિલોક્ય-લક્ષ્મણને જોઈને, સૌમ્ય- હે સૌમ્ય, ઈતિ આભાસ્ય- એમ કહીને, પૃથક્ આદિદેશ-એકલાને આજ્ઞા કરી.

અનુવાદ: ત્રણે લોકમાં પ્રસિધ્ધ કીર્તિવાળા, સત્ય બોલનાર અને લક્ષ્મણના મોટાભાઈ તે રામે આજ્ઞામાં રહેલા લક્ષ્મણને જોઈને હે સૌમ્ય” એમ કહીને એકલાને આજ્ઞા કરી.

 

 

 

શ્લોક નં:-૪૬

સ શુશ્રુવાન્માતરિ માર્ગવેળ પિતુર્નિયોગાત્પહતં દ્વિષદ્વત્ I

પ્રત્યગ્રહીગ્રદજશાસનં તદાજ્ઞા ગુરૂણાં હ્યવિચારળીયા II

અન્વય અને શબ્દાર્થ: પિતુ: નિયોગત્- પિતાની આજ્ઞાથી, માર્ગવેણ- પરશુરામે, માતરિ- માતા ઉપર, દ્વિષદવત્- દુશમનની જેમ, પ્રહતમ્- પ્રહાર કર્યાનું, શુશ્રુવાન્- સાંભળ્યું હતું તેવા, સ: - તેણે (લક્ષ્મણે) તત્- તે, અગ્રજશાસનમ્- મોટા ભાઈની આજ્ઞા, પ્રત્યગ્રહીત્-સ્વીકારી, હિ- કારણ કે, ગુરૂણામ્- વડીલોની, આગ્યા અવિચારણીયા- આજ્ઞા વિષે વિચાર કરવો યોગ્ય નથી.

અનુવાદ: પિતાની આજ્ઞાથી પરશુરામે માતા પર દુશ્મનની માફક પ્રહાર કર્યાનું સાંભળ્યું હતું તેવા તેણે (લક્ષ્મણે) તે મોટાભાઈની આજ્ઞા સ્વીકારી, કારણ કે વડીલોની આજ્ઞા વિષે વિચાર કરવો યોગ્ય નથી.

 

પ્રશ્ન:-૧ રામનો રાજ્યાભિષેક.

 

પ્રાસ્તાવિક:

       રઘુવંશમ્ ના ૧૪ માં સર્ગની શરૂઆત રામના અયોધ્યા પ્રવેશ અને રાજ્યાભિષેકના કાવ્યમય વર્ણનથી થાય છે. રામ રાવણનો વધ કરીને પુષ્પક વિમાનમાં અયોધ્યામાં પ્રવેશે છે. ભરત, માતા કૌશલ્યા અને સુમિત્રા તેઓનું ભાવભીનું સ્વાગત કરે છે અને ત્યારથી જ રામના રાજ્યાભિષેકની શરૂઆત થાય છે.

 

રામનો રાજ્યાભિષેક:

       રામના ધામધૂમથી થયેલા સ્વાગતમાં તેમનો અને માતાના મિલનનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. રામ, લક્ષ્મણ, સીતા તેઓને પ્રણામ કરે છે. માતાઓ તેમના પર સ્નેહ અને આનંદના અશ્રુઓની વર્ષા કરી અને અહીંથી જ જાણે કે રામનો રાજ્યાભિષેક આરંભાયો હતો. મંત્રીઓએ સોનાના ઘડામાં ભરેલા અને અનેક તીર્થોના સાગર, સરિતા અને તળાવોના જળથી રામનો રાજ્યાભિષેક કર્યો. કવિઓએ સરસ રીતે ટૂંકમાં જ મિલનથી આરંભાયેલા રાજાના અભિષેકની મંત્રીઓએ અર્પેલ તીર્થના જળથી વર્ણવી લીધો છે. અભિષેકની ક્રિયા પૂરી થતાં રામે મહાન રાજાને શોભે તેવો પોષાક ધારણ કર્યો. તેઓ રાજવીઓના પોષાકમાં પણ તાપસ વેશના જેવા જ દેખાવડા લાગતા હતા. ત્યાર પછી રાજા રામ અયોધ્યામાં પ્રવેશે છે. રામની નગરયાત્રામાં સેના, પ્રધાનો, રાક્ષસો અને વાનરો વગેરે સામેલ થયા છે. પ્રજાજનો આનંદિત છે અને તેમનું સ્વાગત કરે છે.

       મહેલમાં પહોંચીને રામ, વાનર અને રાક્ષસ મિત્રોને સત્કાર કરે છે, પણ પોતે તો જે ઓરડામાં કેવળ પિતાની છબી છે તે જ ઓરડામાં રહીને કૈકેયીને પ્રણામ કરી તેમના મનમાં દુ:ખને હળવું કરે છે.

       રામ મુશ્કેલીમાં વ્હારે આવનાર સુગ્રીવ અને વિભીષણનું નવાઈ પમાડે તેવું સ્વાગત કરે છે. અનેક ઋષિઓ રામને અભિનંદન પાઠવે છે. રામ તે સહુનો પ્રેમથી સત્કાર કરે છે. રાજ્યાભિષેકનો આ ઉત્સવ પંદરેક દિવસ ચાલે છે. આનંદના આ દિવસો પલકવારમાં વીતી ગયા હોય તેમ લાગે છે. રામ અને સીતા રાજા વિભીષણ અને સુગ્રીવને ભેટ-સોગાદો વગેરે આપીને સન્માનિત કરી વિદાય આપે છે. રામ પુષ્પક વિમાનને એના મૂળ માલિક કૂબેરને પરત મોકલાવે છે. અહીં પણ કવિ રામના ચરિત્રચિત્રણને આકાર આપવાનું ચૂકતા નથી.

 

રામરાજ્ય:

       રાજ્યાભિષેક પછી રામનો ખરો રાજ્યકારભાર શરૂ થાય છે. તેઓ ધર્મ, અર્થ અને કામ તરફ સમત્વદ્રષ્ટિ રાખી રાજ્યના કારભારનું સુકાન સંભાળે છે. રામે ત્રણે ભાઈઓને સરખું મહત્વ આપ્યું અને માતાઓને સરખો પ્રેમ બક્ષ્યો. રામે સઘળાં વિઘ્નોનો નાશ કરીને પ્રજાને ક્રિયાવાન બનાવી રામના ઉત્કૃષ્ટ રાજ્ય કારભારમાં રામ પ્રજાને પિતા તરીકે પણ મળ્યા અને પુત્ર તરીકે પણ મળ્યા.

 

ઉપસંહાર:

       રામનું રામરાજ્ય આજે પણ આદર્શ રાજ્યકારભારનું દર્શન કરાવી ઉદાહરણ પુરૂં પાડે છે. કવિ કાલિદાસ તો અલ્પ અક્ષરોમાં પણ વસ્તુને આકર્ષક રીતે મૂર્તિમંત કરી શકે છે. તેમની આ ખૂબી આ પ્રસંગમાં અર્થપૂર્ણ રીતે વ્યક્ત થઈ છે.

 

પ્રશ્ન:-૨ સીતા દોહદ.

 

પ્રાસ્તાવિક:

       રઘુવંશના ચૌદમા સર્ગમાં કવિ કાલિદાસે એના નાનકડા પણ મહત્વના પ્રસંગની વાત બહુ જ કલાત્મક રીતે રજૂ કરી છે અને તે છે સીતાનું દોહદ’.દોહદ એટલે ગર્ભાવસ્થા દરમિયાન થતી ઈચ્છા. સ્ત્રી સહજ ભાવનાને કાવ્યમાં ગૂંથી દઈને કાવ્યમાં અનેરૂં આકર્ષણ તો જન્માવ્યું જ છે, પણ સીતાના પાત્રની ભવ્યતામાં કરૂણતાની છાંટ પણ લાવી દીધી છે.

 

સીતાનું દોહન:

       રામનો અયોધ્યા પ્રવેશ અને રાજ્યાભિષેક પછી રામ ધર્મ, અર્થ અને કામને એકસરખું મહત્વ આપી રાજ્યકારભાર ચલાવવા લાગ્યા. તેમનું ગૃહસ્થી જીવન પણ ખૂબ સ્વાભાવિકતાથી આનંદમાં સુખપૂર્વક પસાર થવા લાગ્યું. સમય જતાં સીતાને ગર્ભ રહ્યો, તેમનું મુખ ફિક્કું પડી ગયું, દેહ સુકાવા લાગ્યો, સ્તનનો અગ્રભાગ વધુ શ્યામ બન્યો. સીતા માતૃત્વની ભાવનાને ગર્ભાવસ્થામાં ખૂબ સ્વાભાવિક અને વાસ્તવિક રીતે વ્યક્ત કરતી હતી.

       રામ એકવાર સીતાને એકાંતમાં પોતાના ખોળામાં બેસાડી તેના મનની ઈચ્છા વિશે પૃચ્છા કરે છે. સીતાને ભૂતકાળમાં ગંગાને કિનારે રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ત્યાં વનકન્યાઓ સાથે મિત્રતા પણ બંધાઈ હતી. એટલે સીતા સહજ ભાવે ત્યાં એટલે કે તપોવનમાં જવાની ઈચ્છા પ્રગટ કરે છે. રામ તેને ત્યાં લઈ જવાનું વચન આપે છે અને આનંદિત બની અયોધ્યાને જોવા મહેલની અગાશીમાં આવે છે.

 

ઉપસંહાર:

       સીતા રામ સમક્ષ પોતાના દોહદને વ્યક્ત તો કરે છે; પરંતુ આ દોહદ પોતાના માટે કરૂણ બની જશે તેવી કલ્પના તેને ક્યાંથી હોય ! તેથી આ પ્રસંગની સ્વાભાવિક વાસ્તવિકતા તેના જીવનની કરૂણ વાસ્તવિકતા બની જાય છે. કવિવર કાલિદાસે વિધિની આ વક્રતાને કરૂણ રીતે નિરૂપી છે.

 

પ્રશ્ન:- ૩ રામનું મનોમંથન.

 

પ્રાસ્તાવિક:-

       રઘુવંશમ્ ના ચૌદમાં સર્ગમાં ઉત્તરોત્તર આવતા પ્રસંગો હ્રદયને જકડી રાખે તેવા છે. તેમાંય સીતાના ચારિત્ય વિશેની અફવા અને રામનું મનોમંથન એ પ્રસંગ તો કરૂણરસથી સભર છે.

       રામનો રાજ્યાભિષેક થયા પછી રામ અને સીતા બંને સુખી દામ્પત્ય જીવન પસાર કરે છે. રામ ગર્ભવતી સીતાને તેના દોહન અંગે પુછે છે. સીતા ગંગાના પાવન તટપ્રદેશમાં ફરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.

 

સીતાના ચારિત્ર્ય વિશેની અફવા:

       રામ પોતાના વિશે લોકો શું માને છે એ જાણવા માટે ભદ્ર નામના જાસૂસને પૂછે છે. વારંવાર આગ્રહપૂર્વક  પૂછવામાં આવતાં ભદ્ર નામનો જાસૂસ રામને ભદ્ર વાત કહે છે કે, “હે માનવદેવ, રાક્ષસના ઘરમાં રહેલી દેવીના સ્વીકાર સિવાય આપના સઘળા ચારિત્યની નગરજનો પ્રશંસા કરે છે.”રામ સીતા લોકનિંદા સાંભળીને મનથી ભાંગી પડે છે.

 

રામનું મનોમંથન:

       રામ ભારે આધાત અનુભવે છે. તેમનું હ્રદય વિદીર્ણ થઈ જાય છે. કવિવર કાલિદાસ અહીં એક ઉચિત ઉપમા દ્વારા રામની મનોવ્યથાનું તાદ્રશ નિરૂપણ કરે છે. તપાવેલું લોખંડ હથોડાના ઘાથી તૂટી જાય તેમ સીતાના લોકાપવાદથી ઘવાયેલું રામનું હ્રદય વિદીર્ણ થઈ ગયું છે. રામનું હ્રદય લોખંડની જેમ ખૂબ જ મજબૂત હતું. પરંતુ સીતા વિશેની લોકનિંદા રૂપી અગ્નિથી સંતપ્ત થયેલું રામનું હ્રદય વિદિર્ણ થઈ ગયું છે. રામના વ્યથિત મનમાં સંઘર્ષ ઉદ્ભવે છે. રાજા રામ માટે અહીં દ્વિઘાયુક્ત પરિસ્થિતિ સર્જાય છે. લોકપવાદની ઉપેક્ષા કરવી ? કે નિર્દોષ પત્ની (અગ્નિપરીક્ષામાં પોતાની નજર સમક્ષ પવિત્ર પુરવાર થયેલી પત્ની) નો ત્યાગ કરવો ? આ બેમાંથી કઈ બાબતનો નિર્ણય કરવો એ રામને માટે ખૂબ જ કપરૂં બની જાય છે. કવિવર કાલિદાસે રામની આ મનોદશાને દોલચલચિત્તવૃત્તિ (હીંચકા જેવા ચલાયમાન ચિત્તવૃત્તિવાળા) એ એક જ શબ્દ દ્વારા સૂચક રીતે રજૂ કરે છે. રાજા રામનું મન રાજધર્મ અને પત્ની પ્રેમ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યું છે. આ માનસિક સંઘર્ષ રાજા રામઅને પતિ રામવચ્ચેનો છે. આ તીવ્ર સંઘર્ષને અંતે સીતા વિશેનો લોકાપવાદ અન્ય કોઈ રીતે દૂર કરવો શક્ય ન હોવાથી રામ પત્ની સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય લઈ લે છે. યશોધન એવા રામ માટે પોતાના શરીર કરતાં યશ વધુ કીમતી હતો. તે ત્યાર પછી પોતાના નાના ભાઈઓનેબોલાવીને વ્યથિત મને સીતા ત્યાગનો નિર્ણય રજૂ કરે છે.

       જો કે રામની મનોવ્યથા સીતાત્યાગથી જ અટકતી નથી, પરંતુ વધે છે. સીતાનો ત્યાગ કર્યા પછી લક્ષ્મણ જ્યારે રામને સીતાનો સંદેશો પાઠવે છે ત્યારે તે અશ્રુભીના બની જાય છે. રામે ભલે સીતાનો ત્યાગ કર્યો, પણ તેમણે તેનો ઘરમાંથી ત્યાગ કર્યો છે, મનમાંથી નહિ. તેમણે સીતાને પોતાના હ્રદયમાં રાખીને શુધ્ધ પ્રેમની પૂજા જ કરી છે.

 

ઉપસંહાર:

       કવિવર કાલિદાસે રામના મનોમંથનનું વાસ્તવિક ચિત્ર રજૂ કરીને રામને એક સામાન્ય માનવ સ્વરૂપે વાચકો સમક્ષ રજૂ કર્યા છે. રામના મનોમંથનનું તાદ્રશ નિરૂપણ કવિવર કાલિદાસની કાવ્યકલાની ઉત્કૃષ્ટતાની આપણને સાબિતી આપે છે.

 

પ્રશ્ન:- ૪ સીતા ત્યાગ.

 

પ્રાસ્તાવિક:

       કુટુંબજીવનની મધુરતા અને કરૂણતાની વાચા કવિ કાલિદાસ વાસ્તવિક રીતે આપી શક્યા છે. તેમાં આવતો સીતાત્યાગનો પ્રસંગ સહુ કોઈના હ્રદયને ઝણઝણાવી મૂકે છે.

 

રામે કરેલ સીતાત્યાગ:

       સીતા સાથે ખૂબ આનંદ અને સુખમાં દામ્પત્ય જીવન પસાર કરે છે. સમય જતાં સીતા ગર્ભવતી બને છે. સગર્ભાવસ્થા દરમિયાન સીતાને સ્ત્રીસહજ ઈચ્છા-દોહદ જાગે છે. રામ પ્રેમપૂર્વક સીતાને એકાંતમાં પોતાના ખોળામાં બેસાડી તેની ઈચ્છાની પૃચ્છા કરે છે. સીતા ગંગાના રમણીય કાંઠે જવાની ઈચ્છા પ્રગટ કરે છે.

       રામ કુશળ રાજ્યવહીવટ માટે ભદ્ર નામના દૂત મારફત પ્રજાની ચર્ચા જાણે છે. ભદ્ર અભદ્ર સમાચાર જણાવતાં કહે છે કે, પ્રજાને સીતા રાવણને ત્યાં રહી હોવા છતાં તમે એને સ્વીકારી છે તે વાત રૂચતી નથી. આ સાંભળીને રામનું હ્રદય વ્યથિત બને છે. ચિત્તમાં બે પ્રશ્નો એક સામટા ઊઠીને મનોમંથન જન્માવે છે. રામ સામે બે વિકલ્પ આવે છે: એક તો નિર્દોષ અને પવિત્ર સીતાનો ત્યાગ કરવો કે લોકાપવાદની ઊપેક્ષા કરવી ? પણ આખરે માનવદેવ જેવા રામ ખૂબ સ્વસ્થતાથી આ મૂંઝવણનું નિરાકરણ લાવે છે કે, નિષ્કલંકિત કુલના કલંકને દૂર કરવા માટે સીતાનો ત્યાગ કરીશ અને યશપ્રિય રામ આ નિર્ણય પોતાના ભાઈઓ સમક્ષ રજૂ કરે છે.  અને નિર્ણયના સમર્થનમાં અનેક દલીલો પણ રજૂ કરે છે. અંતે લક્ષ્મણને આજ્ઞા કરે છે કે દોહદને બહાને સીતાને ગંગાને કિનારે વાલ્મીકિના આશ્રમ નજીક મૂકીને ત્યજી આવ.

       સહેજે પ્રશ્ન ઊઠે કે નિર્દોષ સીતાના ત્યાગમાં રામ એક પતિ તરીકેનો આદર્શ નિભાવે છે ખરા? તો બીજી તરફ એ પણ છે કે પ્રજાની ઈચ્છા વિરૂધ્ધના સ્વીકારવામાં રાજા રામનો રાજા તરીકેનો આદર્શ જોખમાય છે અને આ બંને આદર્શમાં રાજા તરીકેનો રામનો આદર્શ વિજયી બને છે. વળી રામે સીતાને માત્ર ઘરમાંથી ત્યજી છે, મનમાંથી નહીં અહીં રામનો રાજપ્રેમ અને પત્નીપ્રેમ બંને ઝળકી ઊઠે છે.

 

ઉપસંહાર:

       સીતાત્યાગનું કથાનક આમ તો અત્યંત પ્રસિધ્ધ છે પણ કવિ કાલિદાસે પોતાની કલમ દ્વારા તેને ખૂબ ખીલવ્યો છે; અને આ ખિલવણીમાં જ આ પ્રસંગ ભવ્યાતિભવ્ય બની ઉઠે છે.

 

Unit-2

રઘુવંશ સર્ગ-૧૪

 

 

 

શ્લોક નં:- ૪૮

સા નીયમાના રૂચિરાન્પ્રદેશાન્ પ્રિય કરો મે પ્રિય ઈત્યનન્દત્ I

નાબુધ્ધ કલ્પદ્રુમતાં વિહાય જાતં તમાત્મન્યસિપત્રવૃક્ષમ્ II

અન્વય અને શબ્દાર્થ: રૂચિરાન પ્રદેશાન્- મનગમતા પ્રદેશોમાં, નીયમાના- લઈ જવાતી, સા- તે સીતા, મે પ્રિય: - મારા પ્રિયતમ, પ્રિયંકર- મનગમતું કરનારા છે, ઈતિ- એમ માનીને, અનન્દત્- ખુશ થઈ, તમ્- તેમને, આત્મનિ- પોતાની પ્રત્યે, કલ્પદ્રૂમતામ્- કલ્પવૃક્ષપણાનો, વિહાય- ત્યાગ કરીને, અસિપત્રવૃક્ષમ્- અસિતપત્રવૃક્ષ, જાતમ્- બનેલા, ન અબુધ્ધ- જાણ્યા નહિ.

અનુવાદ: મનગમતા પ્રદેશોમાં લઈ જવાની તે સીતા મારા પ્રિયતમ (મારૂં) મનગમતું કરનાર છે, એમ માની ખુશ થઈ. તેમને પોતાની પ્રત્યે કલ્પવૃક્ષપણાનો ત્યાગ કરીને અસિતપત્રવૃક્ષ (સમાન) બનેલા જાણ્યા નહિ.

 

શ્લોક નં:-૫૦

સા ઢુર્નિમિત્તોપગતાદ્વિષાદાત્સદ્ય: પરિમ્લાનમુખરવિન્દા I

રાજ્ઞ શિવ સાવરજસ્ય મૂયાદિત્યાશશં સે કરણૈરબાહયૈ: II

અન્વય અને શબ્દાર્થ: દુર્નિર્મિ ત્તોંપગતાન્- અપશુકનથી આવી પડેલ, વિષાદાત્- શોકથી, સઘ:- તરત જ, પરિમ્લાનમુખારવિન્દા- કરમાઈ ગયેલ મુખકમળવાળી, સા-તેણે, સાવરજસ્ય- નાના ભાઈઓ સાથે, રાજ્ઞ: - રાજાનું, શિવમ્- કલ્યાણ, ભૂયાદ્- થાઓ, ઈતિ-એમ, અવાહ્યૈ કરણૈ: - અંત:કરણથી, આશશં સે-પ્રાર્થના કરી.

અનુવાદ: અપશુકનથી આવી પડેલ શોકથી તરત જ કરમાઈ ગયેલ મુખકમળવાળી તેણે નાના ભાઈઓ સાથે રાજા (રામ) નું કલ્યાણ થાઓએમ અંત:કરણથી પ્રાર્થના કરી.

 

શ્લોક નં:-૫૩

અથ વ્યવમ્થાપિતવાક્ક થં ચિત્સૌમિત્રિરન્તર્ગ તબાષ્પકન્ઠ: I

ઔત્પાતિકં મેઘ ઈવાશ્મવર્ષ મહીપતે: શાસનમુજ્જગાર II

અન્વય અને શબ્દાર્થ: અથ- ત્યારબાદ, કથંચિત્- મહાપરાણે, વ્યવસ્થા- પિતવાકૂ- વાણીને વ્યવસ્થિત કરનાર, અંતર્ગતબાષ્પકન્ઠ- આંસુથી ગદગદિત કંઠવાળા, સૌમિત્રિ-સુમિત્રા પુત્ર લક્ષ્મણે, મહીપતે: શાસનમ્- રાજાની આજ્ઞાને, મેઘ: - વાદળ, ઔત્પાતિકમ્- ઉત્પાદ વખતે, અશ્મવર્ષમ્- પથ્થર (કરા) ના વરસાદની, ઈવ-જેમ, ઉજ્જગાર- બોલી કાઢી.

અનુવાદ: ત્યારબાદ મહાપરાણે વણીને વ્યવસ્થિત કરનાર આંસુથી ગદગદિત કંઠવાળા લક્ષ્મણે, વાદળ જેમ ઉત્પાત વખતે કરાનો વરસાર વરસાવે તેમ રાજાની આજ્ઞાને બોલી કાઢી.

 

શ્લોક નં:-૫૭

ન ચાબદ્રર્તુખર્ણમાર્યા નિરાકરિષ્ણોવૃજિનોદતેઅષિ I

આત્માનમેવ સ્થિરદુ:ખભાજં પુનદુષ્કૃતિનં નિનિન્દ II

અન્વય અને શબ્દાર્થ: આર્યા- આર્યા (સીતા)એ, વૃજિનાદ્ ઋતે આપિ- અઓઅરાધ વિના પણ, સદા દુ:ખ, નિરાકરિષ્ણોં- કાઢી મૂકનાર, ભૂર્ત: - પતિની અવર્ણમ્- નિંદા, ન અવદત- ન કહી, સ્થિરદુ:ખભાજમ્- સદા દુ:ખ ભોગવનાર, દુષ્કૃતિનમ્- ખરાબ કાર્યો કરનાર, આત્મનામ- પોતાની જાતની, ઈવ-જ, પુન: પુન:- વારંવાર, નિનિન્દ- નિંદા કરી.

અનુવાદ: આર્યા (સીતા) એ અપરાધ વિના પણ કાઢી મૂકનાર પતિની નિંદા ન કરી (પણ) સદા દુ:ખ ભોગવનાર અને ખરાબ કાર્યો કરનાર પોતાની જાતની જ વારંવાર નિંદા કરી.

 

શ્લોક નં:-૫૮

આશ્વાસ્ય રામાવરજ: સતી તામાખયાતવાલ્મીકિનિકેતમાર્ગ: I

નિઘ્નસ્ત મે ભર્તુનિદેશરૌક્ષ્યં દેવિ ક્ષમસ્વેતિ વમૂવ નમ્ર: II

અન્વય અને શબ્દાર્થ: રામાવરજ- રામના નાનાભાઈએ (લક્ષ્મણે), તામ્ સતીમ્ આસ્વાયાતવાલ્મીકીનિકેતનમાર્ગ: - વાલ્મીકિના નિવાસસ્થાનનો રસ્તો બતાવ્યો છે તેવા, હે દેવિ- હે દેવી, નિઘ્નસ્ય- સેવક (એવા, અપરાધીન), મર્તુનિર્દેશરૌક્ષયમ્- સ્વામીની આજ્ઞાથી થયેલો કઠોરતાને, ક્ષમસ્વ- માફ કરો, ઈતિ- એ પ્રમાણે, નમ્ર બભૂવ- નમી પડ્યાં.

અનુવાદ: રામના નાનાભાઈએ (લક્ષ્મણે) તે સતી (સીતા) ને આશ્વાસન આપીને વાલ્મીકિના નિવાસસ્થાનનો રસ્તો બતાવી, “હે દેવી, સેવક સ્વામીની આજ્ઞાથી થયેલા કઠોરતાને માફ કરો” એ પ્રમાણે (કહી) નમી પડ્યા.

 

શ્લોક નં:-૬૧

વાચ્યસ્ત્વયા મદવચનાત્સ રાજા વહૂનૌ વિશુધ્ધામપિ યત્સમક્ષમ્ I

માં લોકવાદશ્રવણાદહાસી: શ્રુતસ્ય કિં તત્સદશં કુલસ્ય II

અન્વય અને શબ્દાર્થ: મત્ વચનાત્- મારા કહેવાથી, ત્વયા- તમારે, સ: રાજા: - તે રાજાને, વાચ્ય: - કહેવાનું છે, યત્- કે, સમક્ષમ- નજર સમક્ષ, વહનૌ- અગ્નિમાં, વિશુધ્ધામ્- પવિત્ર થયેલી, અપિ- હોવા છતાં, મામ- મને, લોકવાદશ્રવણાત્- લોકનિંદા સાંભળીને, અહાસિ: - તમે ત્યજી દીધી, તત્- તે, કિમ- શું (તવ-તમારા) શ્રુતસ્ય- જ્ઞાનને, વા-અથવા, કુલસ્ય- કુળને, સદશન્- યોગ્ય છે.

અનુવાદ: મારા કહેવાથી તમારે તે રાજાને કહેવાનું છે કે નજર સમક્ષ અગ્નિમાં પવિત્ર થયેલી હોવા છતાં મને લોકનિંદા સાંભળીને તમે ત્યજી દીધી તે શું તમારા જ્ઞાનને અથવા કુળને યોગ્ય છે?

 

શ્લોક નં:-૬૫

કિં બા તવાત્યન્તવિયોગમોઘે કુર્યામુપેક્ષાં હતજીવિતેઅસ્મિન્ I

સ્યાદ્રક્ષણીયં યદિ મે ન તેજસ્ત્વદીયમન્તર્ગ તમન્તરાય: II

અન્વય અને શબ્દાર્થ: ર્કિવા- અથવા, યદિ- જો, ત્વદીયં- તમારૂં, રક્ષણી યમ- રક્ષણ કરવા યોગ્ય, અન્તર્ગમ-અંદર રહેલું, તેજ- બીજ, સંતાન, ભે અન્તરાય: - મારા માટે વિઘ્નરૂપ, ન સ્યાત્- ન હોતમ તર્હિ- તો, તવ- તમારા, અત્યન્તવિયોગમોઘે- કાયમના વિયોગને કારણે નિષ્ફળ એવા, અસ્મિન્- આ, હતજીવિતે- કમનસીબ જીવનની, ઉપેક્ષામ્ કુર્યામ્- હું ઉપેક્ષા કરત.

અનુવાદ: અથવા, જો તમારૂં રક્ષણ કરવા યોગ્ય મારામાં રહેલ બીજ (સંતાન) મારે માટે વિઘ્ન રૂપ ન હોત તો તમારા કાયમનાં વિયોગને કારણે નિષ્ફળ એવા આ કમનસીબ જીવનની હું ઉપેક્ષા કરત.

 

શ્લોક નં:-૬૮

તથેતિ તસ્યાં પ્રતિગૃહ્ય વાંચ રામાનુહે દષ્ટિપથં વ્યતીતે I

સા મુક્તકન્ઠ વ્યસનાતિમારચ્ચક્રન્દ વિગ્ના કુરવ ભૂય: II

અન્વય અને શબ્દાર્થ: તથા ઈતિ- સારૂએમ (કહી), તસ્યા વાચમ્- તેની વાણી (સંદેશો), પ્રતિગૃહ્ય-સ્વીકારીને, રામાનુજે- રામના નાનાભાઈ (લક્ષ્મણ), દ્રષ્ટિપથ વ્યતીતે- નજરના માર્ગમાંથી દૂર થયા ત્યારે, વ્યસનાતિમારાત્- દુ:ખના અતિશય ભારથી, વિગ્ના- ગભરાયેલ, સા- તેણેમ કુરરી ઈવ- ટિટોડીની જેમ, મુક્તકન્ઠમ્- ધ્રુસકે ધ્રુસકે, ભૂય: - ફરીથી, ચક્રન્દ- આક્રન્દ કર્યું.

અનુવાદ: સારૂં એમ (કહી) તેનો સંદેશો સ્વીકારીને રામના નાનાભાઈ (લક્ષ્મણ) જ્યારે નજરના માર્ગમાંથી દૂર થયા ત્યારે દુ:ખના અતિશયભારથી ગભરાયેલ ટિટોડીની જેમ ધ્રુસકે ધ્રુસકે ફરીથી આક્રંદ કર્યું.

 

શ્લોક નં:-૬૯

નૃત્યં મયૂરા: કુસુમાનિ વૃક્ષા દર્ભાનુષાત્તાન્વિજહુઈરિણ્ય: I

તસ્યા: પ્રપન્ને સમદુ:ખભાવમત્યન્તમાસીદ્રદિંત વનેઅપિ II

અન્વય અને શબ્દાર્થ: મયૂરા: નૃત્યમ્- મયૂરોએ નૃત્યનો, વૃક્ષાં-વૃક્ષોએ, કુસુમાનિ- પુષ્પોને, હરિણ્ય: ઉપાચાન્- હરિણીઓએ, (ખાવા માટે) લીધેલા દર્ભનો, વિજહુ-ત્યાગ કર્યો, તસ્ય- તે (સીતા) ના, સમદુ:ખભાવં- સમાન દુ:ખની લાગણીને, પ્રપન્ને-પામેલાં, વને અપિ- વનમાં પણ, અત્યન્તમ્- ખૂબ જ, રૂદિતમ્ આસિત્- રૂદન થવા લાગ્યું.

અનુવાદ: મયૂરોએ નૃત્યનો, વૃક્ષોએ પુષ્પોનો તેમજ હરિણીઓએ લીધેલા દર્ભનો ત્યાગ કર્યો તેના સમાન દુ:ખની લાગણીને પામેલા વનમાં પણ ખૂબ જ રૂદન થવા લાગ્યું.

 

શ્લોક નં:-૭૦

તામભ્યગચ્છદ્રુદિતાનુસારી કવિ: કુરોધ્માહરણાય યાત: I

નિષાદવિદ્વાન્ડજદર્શનોત્થ: શ્લોકત્વમાપદ્યત યસ્ય શોક: II

અન્વય અને શબ્દાર્થ: નિષાદવિદ્વાન્ડજદર્શનોત્ય:- શિકારીએ વીંધેલ પક્ષીને જોતાં જન્મેલ, યસ્ય શોક: - જેમનો શોક, શ્લોકત્વમ્ આપદ્યત- શ્લોકપણાને પામ્યોહતો, સ: તે કુશેમાહરણાય- દર્ભ અને સમધિ લાવવા, યાત: - ગયેલા, રૂદિતા નુસારી- રૂદનને અનુસરતા, કવિ: તામ્ અભ્યગચ્છત્- કવિ (વાલ્મિકી) તેની પાસે આવ્યા.

અનુવાદ: શિકારીએ વીંધેલ પક્ષીને જોતાં જન્મેલ જેમનો શોક શ્લોક પણાને પામ્યો હતો તે દર્ભ અને સમિધ લાવવા ગયેલા અને તે (સીતાના) રૂદનને અનુસરતા કવિ (વાલ્મીકિ) તેની પાસે આવ્યા.

 

શ્લોક નં:-૭૭

પુષ્પં ફલં ચાર્તવમાહરન્ત્યો વીજં ચ વાલેયમકૃષ્ટરોહિ I

વિનોદયિષ્યન્તિ નવાભિષઅગામુદાખાચો મુનિકન્યકાસ્ત્વામ્ II

અન્વય અને શબ્દાર્થ: આર્તવમ્- ઋતુ પ્રમાણેના, પુષ્પ ફલ ચ- પુષ્પને અને ફળને, અકૃષ્ટરોહિ-ખેડ્યા વગર ઉગતા, વાલેયમ્ બીજમ્- પૂજાને માટે યોગ્ય ધાન્યને (અનાજને), આહરન્ત્ય: - લાગતી, ઉદારબાચ: - મધુર વચનવાળી, મુનિકન્યકા: - મુનિઓની કન્યાઓ, નવામિષન્કામ્- તાજા દુ:ખવાળી, ત્વામ્- તને, વિનિદયિષ્યન્તિ- ખુશ કરશે.

અનુવાદ: ઋતુ પ્રમાણેનાં પુષ્પ અને ફળને તેમજ ખેડ્યા વગર ઉગતા પૂજાને યોગ્ય ધાન્યને લાવતી તેમજ મધુર વચનવાળી મુનિઓની કન્યાઓ, તાજા દુ:ખવાળી તને ખુશ કરશે.

 

શ્લોક નં:-૮૪

વભૂવ રામ: સહસા સબાષ્પસ્તુષારવર્ષીવ સહસ્યચન્દ્ર: I

કૌલિનભીતેન ગૃહાન્નિરસ્તા ન તેન વૈદેહસુતા મનસ્ત: II

અન્વય અને શબ્દાર્થ: તુષારવર્ષી- ઝાકળ વરસાવતા, સહસ્યચન્દ્ર: - પોષ માસના ચંદ્રની, ઈવ- જેમ, રામ સહસા સબાષ્પ: - રામ એકાએક આંસુવાળા બન્યા, કૌલીનભોતેન- લોકાપવાદના ભયથી, તેને-તેમણે, વૈદેહસુતા- સીતાને, ગૂહાત્ નિરસ્તા- ઘરમાંથી બહાર કાઢી મૂકી, ન મનસ્ત: - નહિ કે મનમાંથી.

અનુવાદ: ઝાકળ વરસાવતા પોષ માસના ચંદ્રની જેમ રામ એકાએક આંસુવાળા બન્યા લોકાપવાદના ભયથી તેમણે જનકપુત્રી સીતાને ઘરમાંથી બહાર મૂકી નહિ કે મનમાંથી.

 

પ્રશ્ન:-૧ સીતા સંદેશ.

      

       સીતાએ રામ સમક્ષ ગંગાકિનારે આવેલા તટપ્રદેશોમાં ફરવાની ઈચ્છા દોહદ સ્વરૂપે રજૂ કરી હતી. લક્ષ્મણે રામની આજ્ઞા પ્રમાણે સીતાનો ત્યાગ કર્યો અને મહામહેનતે રામની આજ્ઞા સીતાને કહી સંભળાવી રામની આજ્ઞા સાંભળતા જ સીતા પવનવેગથી લતા જેમ પટકાઈ પડે તેમ પૃથ્વી પર પડી ગઈ અને બેભાન થઈ. ભાનમાં આવતાં જ તેણે પતિની નહિ, પરંતુ પોતાની જાતની વારંવાર નિંદા કરી. ત્યાર પછી સીતાએ રામને નીચે પ્રમાણેનો સંદેશ પાઠવ્યો.

       તે પોતાની સાસુઓને પ્રણામ પાઠવે છે અને તેઓ પોતાના ભાવિ બાળક અંગે કલ્યાણ ઈચ્છે એમ વિનંતી કરવાનું કહે છે.

 

(૧) રામનો સંદેશો મોકલાવતાં સીતા પોતાના પતિ માટે રાજાતરીકેનું સંબોધન કરે છે. તે કહે છે કે, ‘રાજાને કહેજો કે તમારી નજર સમક્ષ હું અગ્નિપરીક્ષામાં શુધ્ધ સાબિત થઈ હતી છતાં પણ લોકાપવાદને લીધે તમે મારો ત્યાગ કર્યો તે શું તમારા કુલને કે જ્ઞાનને યોગ્ય છે ? અહીં સીતા કટાક્ષપૂર્ણ રીતે રાજા રામ પાસે ન્યાયની માંગણી કરે છે. (૨) ત્યાર પછી સીતા પોતાના ભાગ્યનો દોષ કાઢતાં કહે છે કે, ‘તમે કલ્યાણકારક બુધ્ધિવાળા છો. તમારૂં આ વર્તન સ્વેચ્છાચારી હોય છતાં શંકા કરવા યોગ્ય નથી. આ તો મારા પૂર્વજન્મના પાપનું પરિણામ છે.અહીં તે રામનો નહિ, પરંતુ પોતાનો જ દોષ દર્શાવે છે. (૩) પછી તે કહે છે કે પહેલાં રાજ્યલક્ષ્મીને ત્યજીને તમે મારી સાથે વનમાં આવ્યા હતા. પરંતુ રાજ્યમાં પાછા આવતાં તમારી સાથે રહેલી હું તેને અંતરાયરૂપ લાગી અને તેણે ઈર્ષ્યાથી મારો ત્યાગ કરાવ્યો. (૪) સીતા કહે છે કે એક સમય એવો હતો કે હું અનેક તપસ્વી સ્ત્રીઓ માટે શરણરૂપ બનતી હતી. પરંતુ આજે તમે હયાત છો ત્યારે હું બીજાને શરણે કેવી રીતે જઈશ ? સીતાને રામની હયાતીમાં અન્યનું શરણ લેવામાં ખૂબ જ દુ:ખ થાય છે. (૫) સીતા ખૂબ જ કરૂણાસભર રીતે કહે છે કે, ‘તમારા વિયોગને લીધે નિષ્ફળ બનેલા આ દુષ્ટ જીવનનો દેહત્યાગ દ્વારા અંત લાવી દેત, પરંતુ તમારૂં તેજ મારા ગર્ભમાં છે અને તેનું મારે રક્ષણ કરવાનું છે તેથી જ તે તેજ માટે પ્રતિબંધક બન્યું છે. (૬) સીતા પોતાના પતિ પરત્વેના અદ્વિતીય પ્રેમને વ્યક્ત કરતાં કહે છે કે, હું પ્રસુતિ પછી સૂર્ય સામે દ્રષ્ટિ રાખીને તપ કરીશ કે જેથી ફરીથી નવા જન્મતાં તમે જ મારા પતિ થાવ અને તમારો વિયોગ ન થાય. (૭) સીતા અંતે કહે છે કે વર્ણાશ્રમનું પાલન કરવું એ જ રાજાનો ધર્મ છે. હું હવે તપસ્વિની છું તેથી તમે અન્ય તપસ્વિનીઓની જેમ મારૂં રક્ષણ કરજો.

 

ઉપસંહાર:

       સીતાએ રામને મોકલાવેલ સંદેશામાં તેનું આર્યસન્નારી તરીકેનું ચરિત્ર પ્રગટ થાય છે. આ સંદેશામાં સીતા તેજસ્વી સ્ત્રી, પ્રેમાળ પત્ની અને પવિત્ર પ્રમદા તરીકે રજૂ થઈ છે. આ સંદેશો સીતાના આત્મગૌરવ, કર્તવ્યપરાયણતા અને ત્યાગમુક્ત જીવનની ઝાંખી કરાવે છે.

 

 

પ્રશ્ન:-૨ સીતાનું પાત્ર.

 

પ્રાસ્તાવિક:

       રામાયણના આ કરૂણતમ પાત્રનું કવિકુલગુરૂ કાલિદાસે આગવી કુશળતાથી ચરિત્રચિત્રણ કર્યું છે. સીતાએ ભારતીય આર્યસન્નારીનો ઉચ્ચ આદર્શ છે. સીતા એ ત્યાગ અને સહનશીલતાની સાક્ષાત મૂર્તિ છે. સીતાએ પતિપરાયણ અને તેજસ્વી સન્નારી છે તેથી તે સ્ત્રી સમાજના હ્રદયની અધિષ્ઠાત્રી દેવી છે.

       લગ્ન પછી થોડોક સમય પછી સીતાનો રામ સાથે વનવાસ જવું પડે છે અને રાવણને ઘેર રહેવું પડે છે. પરંતુ અયોધ્યામાં આગમન પછી તેના જીવનમાં સુખનો સમય આવે છે, ત્યાં જ પતિ રામ લોકનિંદાને લીધે નિર્દોષ એવી તેનો ત્યાગ કરે છે. આમ તેનું જીવન કારૂણ્યથી ભરપૂર છે; છતાં પણ તે એક સત્વશીલ સ્ત્રી તરીકે આગવી છાપ જન્માવે છે.

સીતાનું ચરિત્ર-ચિત્રણ:

 

કુટુંબપ્રેમી સીતા- રાજા રામની પત્ની અને રાજા દશરથની કુલવધૂ સીતામાં કુટુંબ તરફથી સદભાવના હંમેશા વ્યક્ત થતી રહે છે ને વનવાસ પૂરો થતાં જ અયોધ્યાના આગમન સમયે સાસુઓને પગે લાગે છે. દોહદપૂર્તિ માટે ગંગાકિનારે જતાં માર્ગમાં જમણી આંખ ફરકે છે અને તેને અપશુકન થાય છે ત્યારે તેને સમગ્ર કુટુંબના ભાવિ અનિષ્ટનો જ વિચાર આવે છે. આ સમયે તેનું  મુખ કરમાઈ જાય છે. તે મનોમન સર્વે ભાઈઓના રક્ષણ અર્થે સૂર્યની સ્તુતિ કરે છે. તે હંમેશા સમગ્ર કુટુંબ માટે કલ્યાણ વાંચ્છે છે, એટલું જ નહિ તેની ઉદારતા તો ત્યારે વ્યક્ત થાય છે જ્યારે લક્ષ્મણ રામની આજ્ઞા જણાવીને પોતાના કૃત્ય માટે માફી ચાહે છે. તે સમજીને લક્ષ્મણનો વાંક ન જોતા તેને ચિરંજીવ થવાના આશીર્વાદ આપે છે. તે લક્ષ્મણને સંદેશો આપતી સમયે પોતાની સાસુઓને પ્રણામ પાઠવે છે.

 

તેજસ્વી સીતા- લોકાપવાદને કારણે રામે સીતાનો ત્યાગ કર્યો છે એ જાણીને તે ભાંગી પડે છે, આક્રંદ કરે છે પણ તેનું સાચું ગૌરવ અને તેજસ્વિતા તેણે રામને પાઠવેલા સંદેશામાં વ્યક્ત થયા વગર રહેતું નથી. તે પોતાના પતિને રાજાકહીને સંબોધે છે. તે કહે છે કે, રામને કહેજો કે અગ્નિપરીક્ષામાં નજર સામે શુધ્ધ સાબિત થઈ હોવા છતાં લોકાપવાદને કારણે મારો ત્યાગ કર્યો તે શું તમારા જ્ઞાન અને પ્રસિદ્ધ કુળને શોભાસ્પદ છે ? તેની તેજસ્વીતાની સાથે તે તેમાં રામનો વાંક ન જોતાં પોતાના ભાગ્યને દોષિત ગણે છે અને તે પ્રબળ માને છે.

 

પતિપરાયણ સીતા- પોતે નિર્દોષ હોવા છતાં રામ દ્વારા ત્યજાયેલી છે છતાં ભારતીય નારીનો આદર્શ તેનામાં જીવંત જ રહે છે. નવા જન્મે તમે જ મારા પતિ થાવ એટલું જ નહિં પણ વિયોગ થાય નહિ. અહીં તેની પતિપરાયણતા વ્યક્ત થાય છે. તેના દેહમાં રામનું બીજ હોવાથી જ તે જીવન ટકાવી રાખવાનો નિર્ધાર કરે છે.

 

કારૂણ્યમૂર્તિ સીતા- સદગુણોના ભંડાર સમી સીતાની કરૂણતા રઘુવંશના ચૌદમા સર્ગમાં કવિ કાલિદાસે હ્રદયદ્રાવક શૈલીમાં રજૂ કરી છે. રામે પોતાનો ત્યાગ કર્યો છે. તે જાણીને જ મૂળમાંથી છૂટી પડેલી લતાની માફક તે પૃથ્વી પર ઢગલો થઈને પડી જાય છે, ત્યારે તો પ્રકૃત્તિ પણ તેના પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરે છે. સીતાના રૂદનની સાથે પ્રકૃત્તિ પણ રૂદન કરે છે. રામના સહવાસમાં તે અનેક તાપસીઓને આશરો આપતી હતી અને તેણે આશરો શોધવા જવું પડશે. અહીં પણ તેની કરૂણતા મહત્તમ રીતે વ્યક્ત થાય છે. અંતે વાલ્મીકિની સલાહ પ્રમાણે તે તેમના આશ્રમમાં રહી જાય છે.

 

ઉપસંહાર:

       સીતા કુટુંબપ્રેમી છે, તેજસ્વી છે, ઉદાર છે, પતિપરાયણ છે, કારૂણ્યમૂર્તિ છે. તે ભવ્ય અને ઉદાત્ત ગુણો ધરાવે છે. તેનો નિર્વ્યાજ પતિપ્રેમ અને તેના નિર્દોષ ચારિત્ર્યને વધુ ઉજ્જવળ બનાવે છે. કવિવર કાલિદાસે વાલ્મીકિ અને ભવભૂતિની સરખામણીમાં સીતાના પાત્રને વધુ ભવ્ય અને ઉદાત્ત રીતે આલેખ્યું છે.

 

 

 

 

 

પ્રશ્ન:-૩ રામનું પાત્ર.

 

પ્રાતાવિક:

       વાલ્મીકિકૃત રામાયણમાં નિરૂપિત રાજા રામ પ્રાત:સ્મરણીય લોકોત્તર પુરૂષ છે. કવિવર કાલિદાસે રઘુવંશમાં રામના પાત્રને તેના શ્રેષ્ઠતમ સ્વરૂપે નિરૂપ્યું છે. ચૌદમાં સર્ગમાં રામનું ચરિત્ર કવિવર કાલિદાસે એક આદર્શ રાજા તરીકે આલેખ્યુ છે.

 

રામનું ચરિત્રચિત્રણ:

 

આદર્શ રાજા- રાજા રામે રાજ્યનો વહીવટ અને પ્રજાનું પાલન એટલી સરસ રીતે કર્યુ હતુ કે આજે પણ ઉત્તમ રાજ્યને રામરાજ્ય કહેવામાં આવે છે. રાજા રામે અયોધ્યામાં આવેલા સુગ્રીવ, વિભીષણ વગેરે અતિથિઓની ઉત્તર રીતે સરભરા કરી હતી. તેમની આતિથ્યભાવના ઉલ્લેખનીય છે. તેમણે પુષ્પક વિમાન કુબેરને પાછું મોકલ્યું. અહીં તેમની નિર્લોભવૃત્તિ જોવા મળે છે. રામે પોતાની પ્રજાનું યોગ્ય રીત નિયમન અને રક્ષણ કર્યું હતું. તેમણે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરૂષાર્થો પર એક સમાન લક્ષ્ય આપ્યું. તેમણે રાજ્યમાંથી સર્વ વિઘ્નોનો નાશ કર્યો. તેઓ અયોધ્યાનગરી અને પ્રજાજનોની સમૃધ્ધિ જોઈને આનંદિત થયા હતા.

       રાજ્ય વહીવટમાં સાવધ રામ પ્રજાજનોનાં સુખદુ:ખની માહિતી મેળવવા માટે અને પોતાના પ્રત્યેની તેમની માન્યતાઓ જાણવા માંટે જાસૂસોની પણ મદદ લેતા હતા. ભદ્ર નામના જાસૂસ દ્વારા સીતા વિશેની લોકનિંદા સાંભળતાં જ તેઓ ખળભળી ઉઠ્યા. સીતા રાક્ષસના ઘેર રહી એ કલંકને કારણે તેમને શું કરવું એ અંગેનો જબરજસ્ત માનસિક સંઘર્ષ અનુભવવો પડ્યો. તેમણે અંતે રાજા તરીકેની કર્તવ્ય પરાયણતાને મહત્વ આપ્યું અને નિર્દોષ એવી સીતાનો ત્યાગ કરવાનો નિશ્વય કર્યો.

       તેઓ દ્રઢનિશ્વયી હતા તેમણે સીતાના ત્યાગનો નિર્ણય લીધો. ત્યાર પછી તેમણે પોતાના નાના ભાઈઓને જે વચનો કહ્યાં તેમાં તેમના દ્રઢ નિશ્વયનું દર્શન થાય છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જેમ પહેલાં પિતાની આજ્ઞાથી પૃથ્વીનો ત્યાગ કર્યો હતો તેમ લોકાપવાદને કારણે કોઈપણ અપેક્ષા વિના હું સીતાનો ત્યાગ કરીશ. તમે જો મારા પ્રાણની સુરક્ષા ઈચ્છતા હોય તો મારા નિશ્વયનો વિરોધ કરશો નહિ.

 

પ્રેમાળ પતિ- રાજા રામ પત્નીની ભાવનાઓની કદર કરનાર અને તેની દરેક ઈચ્છાને પૂરી કરવામાં હંમેશા તત્પર રહેનાર આદર્શ પતિ છે. તેમનું સીતા સાથેનું દાંમ્પત્યજીવન સુખપૂર્વક પસાર થતું હતું. તેમણે ગર્ભવતી સીતાના દોહનની પૃચ્છા કરી અને તેની ઈચ્છા પરિપૂર્ણ કરવાનું વચન આપ્યું. જોકે લોકનિંદાને કારણે રાજા રામ સીતાના ત્યાગનો નિર્ણય લઈને પ્રિય પત્ની સીતા પ્રત્યે કઠોરતા દાખવી છે. તેઓ પણ આ બાબત જાણે છે. પરંતુ પ્રજાધર્મને ખાતર રામે પોતાની પ્રિય પત્નીનો ભોગ આપવો પડ્યો છે. લક્ષ્મણ સીતાને વનમાં મૂકી આવ્યા પછી રામને બધી વિગતો જણાવે છે ત્યારે તેઓની આંખો અશ્રુ ભીની બની. રામે લોકાપવાદથી ડરીને સીતાને ઘરમાંથી દૂર કરી હતી, પરંતુ પોતાના મનમાંથી નહિ.સીતાની જ પ્રતિમા સાથે રાખીને યજ્ઞો કર્યા. રામ એ એક પ્રેમાળ પતિ તરીકે તથા એક આદર્શ પતિ તરીકે સીતાને પોતાના હ્રદયમાં હંમેશા માટે ધારણ કર્યા હતા.

 

આદર્શ પુત્ર- એક આદર્શ પુત્ર તરીકે રામ પોતાની ત્રણેય માતાઓ તરફ સમાન આદરભાવ ધરાવે છે. અયોધ્યા પ્રવેશ સમયે તેઓ કૌશલ્યા અને વનવાસ અપાવનાર કૈકેયીને માટે પણ રામના મનમાં સહેજ પણ રોષ નથી. તેઓ એકાંતમાં માતા કૈકેયીને પગે લાગીને તેમનો ક્ષોભ દૂર કરે છે.

 

આદર્શભાઈ- સીતાત્યાગ અંગેના નિર્ણયની નાના ભાઈઓ પાસે મંજૂરી પણ લીધી. અહીં તેમનો ભાઈઓ પ્રત્યેનો આદર અભિવ્યક્ત થાય છે. રામ લક્ષ્મણને સીતાને ગંગાકિનારે ત્યાગ કરવાની જવાબદારી સોંપે છે. લક્ષ્મણ પણ રામની આજ્ઞાને આધીન જ રહે છે. તેઓ માને છે કે અયોધ્યાનું રાજ્ય બધા જ ભાઈઓએ સમાન રીતે ભોગવવાનું છે. આમ રામની ભ્રાતૃભાવના અજોડ છે.

 

ઉપસંહાર:

       રામ, વીર, વિવેકી, યશોધન, લોકભીરૂ, દ્રઢનિશ્વયી, પ્રજાપાલક રાજા છે. સાથે સાથે તેઓ સીતાના પ્રેમાળ પતિ છે, તેઓ આદર્શ ભાઈ અને પુત્ર છે. રામે સાચે જ સમગ્રપણે એક આદર્શ પુરૂષ-માનવીનો ઉત્તમોત્તમ નમૂનો છે. કવિવર કાલિદાસે રઘુવંશના ચૌદમાં સર્ગમાં રામના ચરિત્રના ભવ્ય ગુણોની કુશળતાપૂર્વક અભિવ્યક્તિ કરી છે.

 

પ્રશ્ન:-૪ લક્ષ્મણનું પાત્ર.

 

પ્રાસ્તાવિક:

       કવિવર કાલિદાસે સેવા અને સંયમનું વ્રતધારણ કરનાર લક્ષ્મણનું ચિત્ર કોમળતા અને કઠોરતાના સંગમરૂપે આલેખ્યું છે. રઘુવંશના ચૌદમા સર્ગમાં લક્ષ્મણ એક આજ્ઞાંકિત, વિનમ્ર અને સહ્રદયી ભાઈ તરીકે આપણા હ્રદયને આકર્ષે છે.

 

લક્ષ્મણનું પાત્ર:

       લક્ષ્મણ રામના સુખ-દુ:ખનો સદાય સાથી છે. તે રામનો આજ્ઞાંકિત સેવક બનવામાં ગૌરવ અનુભવે છે. તે રામની આજ્ઞાના પાલનમાં પોતાની કૃતાર્થતા સમજે છે. વડીલોની આજ્ઞાને વિના વિચાર્યે માથે ચડાવવી જોઈએ એ તેનો જીવનમંત્ર છે. તેથી તેના માથે સીતાત્યાગનું કઠોર કાર્ય બજાવવાનું આવે છે.

       રામ સીતાત્યાગના નિર્ણય પછી આ કાર્ય લક્ષ્મણને સોંપે છે. રામની આજ્ઞા અનુસાર તે સીતાને ગંગાકિનારાના તટપ્રદેશો જોવાની ઈચ્છા પરિપૂર્ણ કરવાના બહાને રથમાં બેસાડીને લઈ જાય છે. જોકે તે વાલ્મીકિના આશ્રમ પાસે પહોંચતા સુધી સીતાત્યાગની ગુપ્તતા જાળવી રાખે છે. તેને સીતાની પવિત્રતા અંગે ખાતરી છે. તેને રામનો નિર્ણય પસંદ નથી, છતાં તે રામનો વિરોધ કરતા નથી. તે પરશુરામને આદર્શ તરીકે રાખીને રામની આજ્ઞાને શિરોમાન્ય ગણે છે. તે ખૂબ જ મહામહેનતે રામની આજ્ઞા સીતાને સંભળાવે છે. તે આ સમયે દ્રવી ઉઠે છે. કોમળ હ્રદય ધરાવતો તે વજ્ર સમાન કઠોર બનીને રામની આજ્ઞાનું પાલન કરે છે. જોકે તેના કઠોર વ્યવહારમાં તેની કોમળ ભાવનાઓ અભિવ્યક્ત થયા વિના રહેતી નથી. તે મૂર્છિત સીતાને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. તે સીતાને આશ્વાસન આપે છે અને વાલ્મીકિના નિવાસસ્થાનનો રસ્તો બતાવે છે. અંતે લક્ષ્મણ, ‘હે દેવી, પરાધીન એવા મારી સ્વામીની આજ્ઞાને કારણે થયેલી કઠોરતાને ક્ષમા કરોએમ બોલીને સીતાનાં ચરણોમાં નમી પડે છે. અહીં લક્ષ્મણની વિનમ્રતા દ્રષ્ટિગોચર થાય છે. સીતા પણ તેને પ્રેમપૂર્વક ઉઠાડીને ચિરાયુ થવાની આશિષ આપે છે.

       લક્ષ્મણ સીતાનો સંદેશો શાંતિથી સાંભળે છે. ત્યાર પછી તે અયોધ્યા પાછો ફરે છે. તે રામને સીતાનો ત્યાગ, કરૂણ વિલાપ અને સીતાનો સંદેશ વગેરે સઘળી બાબતો રામ સમક્ષ રજૂ કરે છે.

 

ઉપસંહાર:

       કવિવર કાલિદાસે રઘુવંશના ચૌદમા સર્ગમાં કઠોરતા અને કોમળતાના વિરોધી ભાવોથી યુક્ત લક્ષ્મણના પાત્રનું કુશળતાપૂર્વક આલેખન કર્યુ છે. લક્ષ્મણ વાચકોના માનસપટ ઉપર એક આજ્ઞાંકિત વિનમ્ર અને સહ્રદયી ભાઈ તરીકે ચિરસ્થાયી છાપ જન્માવે છે.

 

 

Unit-3

કૃ, ભૂ, અસ્ ના વર્તમાનકાળ અને હ્યસ્તન ભૂતકાળની રૂપાવલિ અને પ્રયોગો.

 

(૧) કૃ-વર્તમાનકાળ

 

       પ્રથમ પગથિયે (૧) વર્તમાનકાળ અને (૨) ભવિષ્યકાળનાં જ ક્રિયાપદો તૈયાર કરીને, એ ક્રિયાપદની સાથે બીજાં બે નામપદ જોડીને, કુલ ત્રણ પદોવાળી વાક્યરચના શીખવાની છે.

       વળી, આ કૃ કરવુંધાતુ સકર્મક  છે. તેથી તેના આધારે (ક) કર્તરિ પ્રયોગવાળી અને (ખ) કર્મણિ પ્રયોગવાળી રચના પણ થઈ શકે છે. પરંતુ આપણે મુખ્યત્વે કર્તરિ પ્રયોગવાળા વર્તમાનકાળ અને ભવિષ્યકાળનાં વાક્યો શીખીશુ :-

 

વર્તમાનકાળ લટ્ટ લકાર

(ઉદ્દેશ્ય)            એકવચન    દ્વિવચન      બહુવચન

પ્રથમ પુરૂષ        કરોતિ        કુરૂત:          કુર્વન્તિ

(જગત્)

મધ્યમ પુરૂષ        કરોષિ        કુરૂથ:           કુરૂથ

(શ્રોતા)

ઉત્તમ પુરૂષ        કરોમિ       કુર્વ:          કુર્મ:

 

(૨) કૃ (કરોતિ) ધાતુનું ચતુર્વિધિ પ્રયોગ-વૈવિધ્ય

 

       સામાન્ય રીતે કૃ કરવું’ (કશુંક નવું બનાવવું) અર્થમાં વપરાતો આ ધાતુ બીજા ઘણા અર્થોમાં પણ વપરાય છે. પરંતુ એની અહીં ચર્ચા કરીશું નહીં. અહીં તો એના પ્રયોગ- વૈવિધ્યને ચર્ચાનો વિષય બનાવીશું :

 

કૃ’ (કરોતિ)

 

 


૧. પ્રયોગ             ૨. અન્યાન્ય ધાતુઓના વિકલ્પ       ૩. અનુપ્રયોગ

 

 

 


(અ) શુધ્ધ ધાતુનો    (બ) ઉપસર્ગ સહિતનો (ક) ભાવવાચક-કૃદન્તની (ડ) લિટ્ લકાર (પરોક્ષભૂતકાળ)

      પ્રયોગ              ધાતુનો પ્રયોગ     મદદમાં ક્રિયાસામાન્યવાચી  ક્રિયાપદમાં અનુપ્રયોગ

                                             તરીકે કૃ ધાતુનાં                     

                                             ક્રિયાપદોનો ઉપયોગ 

કરોતિ I               -અનુકરોતિ I                                        * એઘાશ્ચકાર I

                       -સંસ્કરોતિ I                                 

 

 

 


સકર્મક ધાતુ સાથે     અકર્મક ધાતુ સાથે            ગત્યર્થક ધાતુ સાથે

 

૧. સીતા પશ્યતિ I    ૨. કુમ્ભકર્ણ: શેતે I            ૩. રામ: ગચ્છતિ I

સીતા દર્શનં કરોતિ I   કુમ્ભકર્ણં શયનં કરોતિ I                રામ: ગમનં કરોતિ I

      C-1             C-2                          C-3

 

                                                            (E) ચ્વિ રૂપની સાથે કૃ નો અનુપ્રયોગ

                                                            ૧. ટીકાકાર: શ્લોકાર્થ સ્પષ્ટીકરોતિ I

                                                            ૨. અહં તવ ઉપદેશં સ્વીકરોમિ I

 

(૩) (A) કૃ ધાતુનો પહેલા પ્રકારનો પ્રયોગ:

       શુધ્ધ ધાતુ તરીકે કૃના ક્રિયાપદનાં રૂપોનો ઉપયોગ કરીને અનેક પ્રકારની ત્રિપદાવલીવાળાં વાક્યો બની શકતાં હોય છે. જેમકે,

 

(૧) કર્તા + કર્મ + કૃ ધાતુના ક્રિયાપદવાળું વાક્ય

(૨) કર્તા + પ્રશ્નાર્થ અવ્યય + કૃ ધાતુનું ક્રિયાપદ

(૩) કર્તા સિવાયના કારક + પ્રશ્નાર્થક કિમ્ સર્વનામ + કૃ ધાતુનું ક્રિયાપદ

(૪) કર્તા + નિષેધાર્થક અવ્યય + કૃ ધાતુનું ક્રિયાપદ

(૫) કર્તા + ક્રિયાવિશેષણ રૂપ અવ્યય + કૃ ધાતુનું ક્રિયાપદ

(૬) વિશેષણ + કારક + કૃ ધાતુનું ક્રિયાપદ

(૭) ષષ્ઠ્યન્ત પદ + કારક + કૃ ધાતુનું ક્રિયાપદ

 

       ઉદાહરણ તરીકે –

(૧) કર્તા + કર્મ + કૃ ધાતુના ક્રિયાપદવાળાં વાક્યો

 

૧. અહમ્ કાર્ય કરોમિ I

હું કાર્ય કરૂ છું.

 

૨. ત્વં ઘટં કરોષિ I

તું ઘડો બનાવે છે.

 

 

૩. ગુરૂ: ઉપદેશં કરોતિ I

ગુરૂ ઉપદેશ આપે છે.

 

૪. સ: નાટ્યં કરોતિ I

તે નાટક કરે છે.

 

૫. છાત્રા: વ્યાયામં કુર્વન્તિ I

છાત્રો વ્યાયામ કરે છે.

 

૬. દુર્યોધન અધર્મ કરોતિ I

દુર્યોધન અધર્મ કરે છે.

 

૭. ગ્રામજના: કૃષિ કુર્વન્તિ I

ગ્રામજનો ખેતી કરે છે.

 

. હિમ: શૈત્યં કરોતિ I

બરફ ઠંડક કરે છે.

 

૯. અગ્નિ: ઉષ્ણં કરોતિ I

અગ્નિ ગરમ કરે છે.

 

(૨) કર્તા + પ્રશ્નાર્થ અવ્યય + કૃ ધાતુનું ક્રિયાપદ = (ત્રણ પદવાળું) વાક્ય

 

૧. ત્વં કિમ્ કરોષિ I

તું શું કરે છે?

 

૨. અહં કીદશં કરોમિ I

હું કેવું કરૂં છું.

 

૩. વયં કદા કુર્મ: I

આપણે ક્યારે કરીએ છીએ?

 

૪. યૂયં કુત્ર કુરૂથ I

તમે બધા ક્યાં કરો છો?

 

૫. આવામ્ કિમર્થ કુર્વ: I

અમે બે શા માટે કરીએ છીએ?

 

૬. વયં કથં કુર્મ: I

અમે સૌ કેવી રીતે કરીએ છીએ?

 

૭. ત્વં કુત: કરોષિ I

તું કેવી રીતે/શેમાંથી કરીશ?

 

(૩) કર્તા સિવાયના અન્ય કારક + પ્રશ્નાર્થક કિમ્ (સર્વનામ) શબ્દ + કૃ ધાતુ

 

૧. કેન પાપં કરોતિ I

(તે) કોના વડે પાપ કરે છે?

 

૨. કસ્ય ચર્ચા કરોષિ I (ત્વં)

(તું) કોની ચર્ચા કરે છે.

 

૩. કસ્માત્ કારણાત્ કુર્મ: I (વયં)

(આપણે) શા કારણે કરીએ છીએ?

 

 

૪. કસ્મૈ દેવાય કરોષિ I (ત્વં)

(તું) કયા દેવ માટે કરે છે?

 

૫. કસ્મિન્ ક્ષેત્રે કુર્વન્તિ I (તે)

(તેઓ) કયા ખેતરમાં કરે છે?

 

(૪) કર્તા + નિષેધાર્થક અવ્યય + કૃ ધાતુનું ક્રિયાપદ = ૩ પદવાળું વાક્ય

 

૧. વયં ન કુર્મ: I

અમે કરતા નથી.

 

૨. ત્વં ન કરોષિ I

તું કરતો નથી.

 

૩. અહં ન કરોમિ I

હું કરતો નથી.

 

. યુવામ્ ન કુરૂથ: I

તમે બે કરતા નથી.

 

૫. આવામ્ ન કુર્વ: I

અમે બે કરતા નથી.

 

૬. (અહં) કદાપિ ન કરોમિ I

(હું) ક્યારેય કરતો નથી.

 

૭. (ત્વં) સદૈવ ન કરોષિ I

(તું) હંમેશા કરતો નથી.

 

(૫) કર્તા + ક્રિયાવિશેષણ રૂપ અન્વય + કૃ ધાતુનું ક્રિયાપદ

 

૧. સ: શીઘ્રં કરોતિ I

તે જલ્દીથી કરે છે.

 

૨. ત્વં શનૈ: શનૈ: કરોષિ I

તું ધીમે ધીમે કરે છે.

 

૩. અહં પુન: પુન: કરોમિ I

હું ફરી ફરીને કરૂં છું.

 

૪. વયં નિત્યં કુર્મ: I

અમે હંમેશા કરીએ છીએ.

 

૫. સા તથૈવ કરોતિ I

તેણી તેવી રીતે કરે છે.

 

૬. સ: ક્રમશ: કરોતિ I

તે ક્રમશ: કરે છે.

 

૭. યૂયં વારંવાર કુરૂથ I

તમે બધા વારંવાર કરો છો.

 

૮. કર્ણ: કદાચિત્ કરોતિ I

કર્ણ ક્યારેક જ કરે છે.

 

 

૯. અર્જુન: સદૈવ કરોતિ I

અર્જુન હંમેશા જ કરે છે.

 

૧૦. અહમ્ ભૂયોભય: કરોમિ I

હું વારંવાર કરૂં છું.

 

૧૧. આવામ્ જટિતિ કુર્વ: I

અમે બે એકદમ જ કરીએ છીએ.

 

૧૨. ત્વં સકૃદ્ કરોષિ I

તું એકવાર (જ) કરે છે.

 

૧૩. કે પૃથક્ કુર્વન્તિ I

કોણ જુદું કરે છે?

 

૧૪. પાન્ડવા: સર્વથા કુર્વન્તિ I

પાંડવો બધી રીતે કરે છે.

 

૧૫. ક: સુષ્ઠુ કરોતિ I

કોણ સારી રીતે કરે છે.

 

(૬) (કર્તા) + વિશેષણ + કારક + કૃ ધાતુનું ક્રિયાપદ = (ત્રણ પદ) વાળું વાક્ય

 

૧. પુણ્યશાળી ધર્મ કરોતિ I

પુણ્યશાળી ધર્મ કરે છે.

 

૨. પાપી પાપં કરોતિ I

પાપી પાપ કરે છે.

 

૩. ક્ષત્રિયા: ક્ષમાં કુર્વન્તિ I

ક્ષત્રિયો ક્ષમા કરે છે.

 

૪. મન્દભાગ્ય: કિં કરોમિ I

મંદભાગ્ય (એવો હું) શું કરૂ ?

 

૫. બલવન્ત: દયાં કુર્વન્તિ I

બળવાનો (જ) દયા કરે છે.

 

૬. રાજા શાસનં કરોતિ I

રાજા શાસન કરે છે.

 

૭. પ્રવાસી યાત્રાં કરોતિ I

પ્રવાસી યાત્રા કરે છે.

 

(૭) સબંધ- વાચક ષષ્ઠ્યન્ત પદ + કારક + કૃ ધાતુનું ક્રિયાપદ

 

૧. મૃત્તિકાયા: ઘટં અક્રોતિ I

માટીનો ઘડો બનાવે છે.

 

૨. પટસ્ય રાગં કરોતિ I

વસ્ત્રને રંગ ચઢાવે છે.

 

૩. નૃપસ્ય સિંહાસાનં કરોતિ I

રાજાનું સિંહાસન બનાવે છે.

 

 

૪. (અહં) તવ કાર્યં કરોમિ I

(હું) તારૂં કાર્ય કરૂ છું.

 

૫. (ત્વં) મમ કાર્ય કરોષિ I

(તું) મારૂં કાર્ય કરે છે.

 

૬. (સ:) અસ્માકં ન્યાયં કરોતિ I

(તે) અમારો ન્યાય કરે છે.

 

૭. (સીતા) રામસ્ય ચિત્રં કરોતિ I

(સીતા) રામનું ચિત્ર બનાવે છે.

 

૮. કાષ્ઠસ્ય આસનં કરોતિ I

(હું) લાકડાનું આસન બનાવું છું.

 

(૪) (B) કૃ ધાતુનો બીજા પ્રકારનો પ્રયોગ:

 

       ઉપસર્ગ સહિતના કૃ ધાતુના ક્રિયાપદોવાળાં વિવિધ પ્રકારનાં પદોવાળાં વાક્યોની રચના હવે જોઈશું:

 

(૮) કર્તા + કર્મ + સોપસર્ગ  કૃ ધાતુનું ક્રિયાપદ = ત્રણ પદવાળું વાક્ય

 

૧. માતા અન્નં સંસ્કરોતિ I

માતા અન્નને વઘારે છે.

 

૨. દુર્યોધન: કૃષ્ણં તિરસ્કરોતિ I

દુર્યોધન કૃષ્ણને તિરસ્કારે છે.

 

૩. રાજા ભૂમિમ્ અધિકરોતિ I

રાજા ભૂમિને કબ્જે કરે છે.

 

૪. નાયિકા આભૂષણૈ: (શરીરં) અલંકરોતિ I

નાયિકા અલંકારોથી (શરીરને) શણગારે છે.

 

૫. કૃષિકાર: સસ્યં પરિષ્કરોતિ I

ખેડૂત અનાજને સાફ કરે છે.

 

૬. ગુરૂ: જ્ઞાનમ્ આવિષ્કરોતિ I

ગુરૂ જ્ઞાનને જાહેર કરે છે.

 

૭. જિજ્ઞાસુ: ગુરૂમ્ નમસ્કરોતિ I

જિજ્ઞાસુ વ્યક્તિ ગુરૂને નમસ્કાર કરે છે.

 

૮. સૈનિકા: શત્રૂન્ પ્રતિકુર્વન્તિ I

સૈનિકો દુશ્મનોનો સામનો કરે છે.

 

૯. સૂર્ય: અન્ધકારં પ્રતિકરોતિ I

સૂર્ય અન્ધકારને હટાવે છે.

 

૧૦. અમ્લરસ: દુગ્ધં વિકરોતિ I

ખાટો રસ દૂધને ફાડી કાઢે છે.

 

૧૧. આચાર્ય: શિષ્યં પુરસ્કરોતિ I

આચાર્ય શિષ્યને શાબાશી આપે છે.

 

નોંધ: કૃ ધાતુ સામાન્ય રીતે તો અભૂતપ્રાદુર્ભાવે દ્રષ્ટ: I = નવી જ વસ્તુ ઉત્પન્ન કરવી’–એ અર્થમાં વપરાતો જોવા મળે છે. દા.ત. કુમ્ભકાર: ઘટં કરોતિ I પરંતુ ધાતુની પૂર્વે જ્યારે કોઈ ઉપસર્ગ લાગે છે ત્યારે તે ધાતુમાં અન્તર્નિહિત નવા નવા અર્થો પણ પ્રકટે છે. જેમકે, ઉપરનાં ઉદાહરણોમાં – ૧. સંસ્કરોતિ = સંસ્કારે છે, ૨. અધિકરોતિ = કબ્જે કરે છે, અલંકરોતિ- શણગારે છે, પરિષ્કરોતિ- પ્રતિકાર કરે છે, પાછા ધકેલે છે, અને વિકરોતિ- વિકાર પેદા કરે છે –એવા અર્થો વિકસે છે.

 

       સકર્મક ક્રિયાવિશેષણવાચી ધાતુઓના વિકલ્પે ભાવવાચક અન/અ/તિ પ્રત્યયવાળા કૃદન્તો વાપરીને, તેની સાથે ક્રિયાસામાન્યવાચી કૃ ધાતુનાં ક્રિયાપદોનાં અન્ય ઉદાહરણો જોઈશું :

 

૧.  પક્ષિણ: ઉડ્ડયનં કુર્વન્તિ I

પક્ષીઓ ઉડે છે.

 

૨. નેતા ધ્વજારોપણં કરોતિ I

નેતા ધ્વજારોહણ કરે છે.

 

૩. વયમ્ ઈન્દ્રયાગં કુર્મ: I

અમે ઈન્દ્રયાગ કરીએ છીએ.

 

૪. ત્વં દુગ્ધંપાકં કરોષિ I

તું દોધપાક કરે છે.

 

૫. ઋષય: વેદપાઠં કુર્વન્તિ I

ઋષિઓ વેદપાઠ કરે છે.

 

૬. વિરક્ત: પ્રવ્રજ્યાં કરોતિ I

વૈરાગી ઘરસંસાર છોડી જાય છે.

 

૭. હે મન્ત્રિણ: ! યૂયં મન્તણાં કુરૂથ I

(હે મંત્રિઓ ! ) તમે મંત્રણા કરો છો.

 

૮. રાષ્ટ્રપતિ: શિલાન્યાસં કરોતિ I

રાષ્ટ્રપતિ શિલાન્યાસ કરે છે.

 

૯. અહં (તપસ્વી) ફલાહારં કરોમિ I

હું (તપસ્વી) ફલાહાર કરૂ છું.

 

૧૦. ભક્તા: સ્તુતિ કુર્વન્તિ I

ભક્તો સ્તુતિ કરે છે.

 

૧૧. શકુન્તલા (દુષ્યન્તે) પ્રીતિ કરોતિ I

શકુન્તલા (દુષ્યન્તની ઉપર) પ્રેમ કરે છે.

 

(૨) ભૂ – વર્તમાનકાળ

 

ભૂ ધાતુનું પ્રયોગ –વૈવિધ્ય

 

(૧) ધાતુનો પરિચય અને ક્રિયાપદનાં રૂપો.

 

       ભૂ સતાયામ્ II પાણિનીય ધાતુપાઠમાં પહેલા જ ભ્વાદિ ગણમાં પહેલો જ આ ધાતુ છે. ભૂ – ભવતિ I (ઉત્પત્તિમૂલક સત્તા =) થવું, જન્મવું, બનવું –એવા આ ધાતુના અર્થો છે. રૂઢિથી આ ધાતુ કેવળ પરસ્મૈપદી છે, અને તે અકર્મક છે. આ ધાતુ અકર્મકહોવાને કારણે, તેને આધારે (ક) કર્તરિપ્રયોગ (ભવતિ) વાળી અને (ખ) ભાવે પ્રયોગ (ભૂયતે) વાળી રચના જ થઈ શકે છે. પરંતુ આપણે કર્તરિ પ્રયોગવાળાં વર્તમાનકાળ અને ભવિષ્યકાળનાં ક્રિયાપદો દ્વારા થતી જુદા જુદા પ્રકારની, ત્રણ પદોના ઉપયોગવાળી, વાક્યરચના શીખીશું.

       ભૂ સત્તાયામ્ (થવું, જન્મવું, ઉત્પન્ન થવું, બનવું) અકર્મક ધાતુ અને પરસ્મૈપદી.

 

વર્તમાનકાળ લટ્ આકાર

ઉદ્દેશ               એકવચન    દ્વિવચન     બહુવચન

પ્રથમ પુરૂષ ભવતિ       ભવત:         ભવન્તિ

(જગત્)

મધ્યમપુરૂષ        ભવસિ       ભવથ:        ભવથ

(શ્રોતા)

ઉત્તમ પુરૂષ        ભવામિ      ભવાવ:      ભવામ:

(વક્તા)

 

(A)      ભૂધાતુનો પહેલા પ્રકારનો પ્રયોગ:

      

       શુધ્ધ ધાતુ તરીકે ભૂ ધાતુના ક્રિયાપદનાં રૂપોનો ઉપયોગ કરીને, ત્રણ-ત્રણ પદોવાળાં મુખ્યત્વે સાતેક પ્રકારનાં વાક્યો બનાવી શકાતાં હોય છે:

જેમકે,

(૧) કર્તા + વિશેષણ + (અકર્મક) ભૂ ધાતુના ક્રિયાપદવાળું વાક્ય

(૨) જુદાં જુદાં કારકો + કર્તાકારક + ભૂ ધાતુનાં ક્રિયાપદવાળું વાક્ય

(૩‌) ષષ્ઠી વિભક્તિવાળું પદ + ભાવવાચક કૃદન્ત + ભૂ ક્રિયાપદવાળું વાક્ય

(૪) કારક + પ્રશ્નાર્થ અવ્યય + ભૂ ધાતુના ક્રિયાપદવાળું વાક્ય

(૫) કારક + પ્રશ્નાર્થ કિમ્ સર્વનામ + ભૂ ધાતુના ક્રિયાપદવાળું વાક્ય

(૬) કર્તા + નિષેધાર્થક અવ્યય + ભૂ ક્રિયાપદવાળું વાક્ય

(૭) કર્તા + ક્રિયાવિશેષણ + ભૂ ધાતુના ક્રિયાપદવાળું વાક્ય

 

       ઉદાહરણ તરીકે –

 

(૧) કર્તા + વિશેષણ + (અકર્મક) ભૂ ધાતુના ક્રિયાપદવાળા વાક્યો:

 

૧. વિદ્યાર્થી જિજ્ઞાસુ: ભવતિ I

વિદ્યાર્થી જિજ્ઞાસુ બને છે.

 

૨. રાધા વિરહિણી ભવતિ I

રાધા વિરહિણી થાય છે.

 

૩. હનુમાન્ રામભક્ત: ભવતિ I

હનુમાન રામભક્ત બને છે.

 

૪. રાવણ: અપહર્તા ભવતિ I

રાવણ ઉપાડી જનારો બને છે.

 

૫. અહમ્ આશાવાન્ ભવામિ I

હું આશાવાન બનું છું.

 

૬. ત્વં ધનવાન્ ભવસિ I

તું ધનવાન થાય છે.

 

૭. ક: બુધ્ધિમાન્ ભવતિ I

કોણ બુધ્ધિમાન બને છે?

 

૮. યૂયં ધનવન્ત: ભવથ I

તમે ધનવાળાઓ બનો છે.

 

૯. વયં રાષ્ટ્રભક્તા: ભવામ: I

અમે રાષ્ટ્રભક્તો બનીએ છીએ.

 

૧૦. રક્ષક: ભક્ષક: ભવતિ I

રક્ષક (જ) ભક્ષક બને છે.

 

૧૧. રમેશ: સૈનિક: ભવતિ I

રમેશ સૈનિક થાય છે.

 

૧૨. કન્યા બુધ્ધિમતી ભવતિ I

કન્યા બુધ્ધિમતી થાય છે.

 

૧૩. બૌધ્ધા: કરૂણાકરા: ભવન્તિ I

બૌધ્ધો કરૂણાકરો બને છે.

 

       અહીં કેટલાક ધ્યાનસ્પદ મુદ્દાઓ છે:

 

(ક) ભૂ ધાતુ અકર્મકહોવાને કારણે, ભવતિ I કે ભવિષ્યતિ I જેવાં ભૂ ધાતુનાં કોઈપણ ક્રિયાપદવાળા વાક્યમાં દ્વિતીયા વિભક્તિવાળું પદ (=કર્મકારક) આવી શકવાનું જ નથી.

 

(ખ) આથી કર્તાવાચક પ્રથમાન્ત પદ, પછી બીજું જો ભૂ ધાતુનું ક્રિયાપદ વાપરવાનું હોય તો “ત્રણ પદવાળી” વાક્યરચના પૂરી કરવા માટે, તેવા વાક્યમાં ત્રીજા પદ તરીકે વિશેષણ- વાચકશબ્દનો ઉમેરો કરવો સંભવિત છે. જેમકે, રામ: ............. ભવતિ I હવે રામ: નું વિશેષણવાચક પદ ઉમેરીએ તો ત્રણ પદવાળી વાક્યરચના પૂરી થાય. જેમકે, રામ: ચતુર: ભવતિ I રામ: શિક્ષક: ભવતિ I કે રામ: સૈનિક: ભવતિ I જેવું એક ત્રીજું (વિશેષણવાચક) પદ વચ્ચે ઉમેરવાનું થાય.

 

(ગ) વિશેષણવાચક શબ્દો “અનિયત-લિંગ” હોય છે. (એટલે કે તેમનું લિંગ પહેલે થી જ = રૂઢથી નક્કી થયેલું નથી.) આથી પહેલું જે વિશેષ્ય વાક્ય પ્રથમાન્ત પદ (દા.ત. રામ:) મૂક્યું હોય, તેનાં જેવાં જ લિંગ, વચન, વિભક્તિવાળા અન્ય ગુણવાચક શબ્દો વાપરવાના થાય. જેમકે, ચતુર: I વીર: I ધૂર્ત: I ગૌર: I શિક્ષક: I સૈનિક: I વગેરે. એવી જ રીતે, જો સ્ત્રીલિંગ પ્રથમાંત પદ હોય સીતા .............. ભવતિ I તો તેના વિશેષણને પણ સ્ત્રીલિંગમાં ફેરવીને મૂકવું જોઈએ. દા.ત. સીતા ચતુરા ભવતિ I સીતા પત્ની ભવતિ I સીતા રાજ્ઞી ભવતિ I વગેરે.

 

             જો વિશેષ્ય વાચકશબ્દ નપુંસકલિંગમાં હોય, તો તેના વિશેષણને પણ નપુંસકલિંગમાં ફેરવીને, વાપરવું જોઈએ. દા.ત. (૧) કમલમ્............... ભવતિ I કમલમ્ સુન્દરં ભવતિ I કમલમ્ વિકસિંતં ભવતિ I (૨) નયનમ્ ........... ભવતિ I નયનં રક્તમ્ ભવતિ I (આંખ લાલ બને છે.) જલં ............ ભવતિ I જલં શીતલં ભવતિ I

 

(ઘ) ચોથી વખત, સામાન્ય રીતે તો, વાક્યરચનામાં પૂર્વસિધ્ધ ગુણ તરીકે વિશેષણવાચક શબ્દોનો વિશેષ્યવાચક શબ્દની પૂર્વમાં પ્રયોગ થતો જોવા મળે છે. દા.ત. ચતુર: રામ: કાર્ય કરોતિ: I પરંતુ જ્યારે વાક્યમાં ભૂ (ભવતિ) ક્રિયાપદનો પ્રયોગ હોય ત્યારે ગુણવાચક વિશેષણનો, વાક્યમાં બીજા ક્રમે પ્રયોગ કરવાનો થાય છે. દા.ત. નયનં રક્તં ભવતિ I આવું થવાનું કારણ એ છે કે, આંખ પહેલેથી લાલ ન હતી; તે પૂર્વસિધ્ધ ગુણ ન હતો, પણ પાછળથી આંખ લાલ થાય છે (=ભવતિ) – એમ દર્શાવવા વિધેયકોટિમાં પ્રવેશતું વિશેષણ વાક્યમાં બીજા પદક્રમે વપરાય એ જ યોગ્ય છે (નહીં તો અંશત: અર્થભેદ થવાની પૂરી શક્યતા છે.)

 

(૨) અન્ય કારકો + કર્તાકારક + ભૂ ધાતુ સાધિત ક્રિયાપદવાળું વાક્ય

 

૧. પરિશ્રમેણ અભ્યુદય: ભવતિ I

પરિશ્રમથી અભ્યુદય થાય છે.

 

 

૨. આકાશાત્ વૃષ્ટિ: ભવતિ I

આકાશમાંથી વૃષ્ટિ થાય છે.

 

૩. કુરૂક્ષેત્ર યુધ્ધમ્ ભવતિ I

કુરૂક્ષેત્રમાં યુધ્ધ થાય છે.

 

૪. વાતાય વિદ્યુત ભવતિ I

વંટોળ માટે વિજળી થઈ રહી છે.

 

૫. સેતુના સાગરતરણં ભવતિ I

સેતુ વડે સાગરતરણ થાય છે.

 

૬. પ્રાત: કાલે સૂર્યોદય: ભવતિ I

પ્રાત:કાળે સૂર્યોદય થાય છે.

 

૭. અપરાધાત્ કારાગારે ભવસિ I

(તું) ગુન્હાને કારણે જેલમાં છું.

 

૮. પૂર્ણિમાયાં ચન્દ્રગ્રહણં ભવતિ I

પૂનમે ચંદ્રગ્રહણ થાય છે.

 

૯. નિષ્કામકર્મણા યોગ: ભવતિ I

નિષ્કામ કર્મથી યોગ થાય છે.

 

૧૦. ભક્ત્યા હરિદર્શનં ભવતિ I

ભક્તિથી હરિદર્શન મળે છે.

 

 

૧૧. વિદેશગમનં અનર્થ: ભવતિ I

વિદેશગમનથી અનર્થ થાય છે.

 

(૩) ષષ્ઠી વિભક્તિવાળું પદ + ભાવવાચક કૃદન્ત (=કર્તાકારક) + ભૂ ધાતુનું ક્રિયાપદ

 

૧. રાષ્ટ્રગીતસ્ય ગાનં ભવતિ I

રાષ્ટ્રગીતનું ગાન થાય છે.

 

૨. જલસ્ય વૃષ્ટિ: ભવતિ I

જળની વૃષ્ટિ થાય છે.

 

૩. સંન્યાસિન: વ્યાખ્યાનં ભવતિ I

સંન્યાસીનું વ્યાખ્યાન થાય છે.

 

૪. કસ્ય શ્રવણં ભવતિ I

કોનું શ્રવણ થાય છે.

 

૫. વનસ્ય છેદનં/દહનં ભવતિ I

વનનું છેદન/દહન થાય છે.

 

૬. ગન્ગાયા: શુધ્ધીકરણં ભવતિ I

ગંગાનું શુધ્ધીકરણ થાય છે.

 

૭. સજ્જાનાં ઉન્નતિ: ભવતિ I

સજ્જનોની ઉન્નતિ થાય છે.

 

૮. અધર્મસ્ય પરાજય: ભવતિ I

અધર્મનો પરાજય થાય છે.

 

૯. ઈન્દ્રસ્ય યાગ: ભવતિ I

ઈન્દ્રનો યાગ થાય છે.

 

૧૦. ઑંકારસ્ય ગુજ્જનં ભવતિ I

ઓમ્કારનું ગુંજન થાય છે.

 

૧૧. નાટકસ્ય સમાપ્તિ: ભવતિ I

નાટકની સમાપ્તિ થાય છે.

 

(૪) કારક + પ્રશ્નાર્થ અવ્યય + ભૂ સાધિત ક્રિયાપદવાળા ત્રણ વાક્યો

 

૧. સૈનિકા: કિમર્થં ભવન્તિ I

સૈનિકો શા માટે હોય છે.

 

૨. સ્વામિન: કદા ભવામ: I

(અમે) ક્યારે માલિકો થઈએ છીએ?

 

૩. અહં કીદશ: ભવામિ I

હું કેવો થાઉં છું?

 

૪. સુખં કુત: ભવતિ I

સુખ ક્યાંથી થાય છે?

 

૫. સ્વર્ગ: કુત્ર ભવતિ I

સ્વર્ગ ક્યાં છે?

 

 

(૫) કારક + પ્રશ્નાર્થક કિમ્ સર્વનામનું રૂપ + ભૂ નું ક્રિયાપદ

 

૧. કેન સુખં ભવતિ I

શેનાથી સુખ થાય છે?

 

૨. અધર્મ: કસ્માત્ ભવતિ I

અધર્મ કયા કારણે થાય છે?

 

૩. જલેન કિં ભવતિ I

પાણીથી શું થાય છે?

 

૪. નાવીન્યં કેન ભવતિ I

નવીનતા શેનાથી થાય છે?

 

૫. ગદા કસ્ય ભવતિ I

ગદા કોની હોય છે?

 

૬. કાવ્યમ્ કસ્માદ્ ભવતિ I

કાવ્ય શેમાંથી જન્મે છે?

 

(૬) કર્તા + નિષેધાર્થક અવ્યય + ભૂ સાધિત ક્રિયાપદવાળું વાક્ય.

 

૧. સ: ન ભવતિ I

તે નથી થતો.

 

૨. તૌ ન ભવત: I

તેઓ બે નથી થતા.

 

૩. તે ન ભવન્તિ I

તેઓ નથી થતા.

 

૪. આવાં ન ભવાવ: I

અમે બે થતા નથી.

 

૫. યૂયમ્ ન ભવથ I

તમે બધા (ય) નથી થતા.

 

(૭) કર્તા + ક્રિયાવિશેષણ + ભૂ સાધિત ક્રિયાપદવાળું વાક્ય.

 

૧. એતત્ પુન: ભવતિ I

આ (પુષ્પ) ફરીથી થાય છે.

 

૨. તત્ નિત્યં ભવતિ I

તે હંમેશા થાય છે.

 

૩. યદ્ વારંવાર ભવતિ I

જે (વસ્તુ) વારંવાર થાય છે.

 

૪. કિમ્ જટિતિ ભવતિ I

શું જલ્દીથી થાય છે.

 

૫. કં પૃથક્ ભવન્તિ I

કોણ જુદા પડે છે.

 

 

 

(B)      ભૂ ધાતુનો બીજા પ્રકારનો પ્રયોગ:

 

       હવે, ઉપસર્ગ સહિતના ભૂ ધાતુનાં ક્રિયાપદોવાળાં (ત્રણ ત્રણ પદનાં બનેલાં હોય તેવાં) વાક્યો જોઈશું. અહીં (૧) ભૂ ધાતુ એકલો વપરાયો હોય ત્યારે, તે અકર્મક હોય છે, પણ અમુક અમુક ઉપસર્ગ તેને લાગતાં, તે ધાતુ સકર્મક પણ બની જાય છે; આથી ત્યાં કર્મકારકવાળા = બીજી વિભક્તિવાળાં પદો પણ વપરાતાં જોવા મળે છે ! તથા (૨) ભૂ = થવું, જન્મવું – જેવા અર્થોને બદલે તદ્દન નવા જ અર્થો વ્યક્ત થતા જોવા મળે છે. – આ બે મુદ્દાનો પણ નીચેનાં ઉદાહરણોમાં અભ્યાસ કરવાનો છે:

 

(૭) કર્તા + કર્મ/અન્ય કારક + ઉપસર્ગ + ભૂ ધાતુવાળું વાક્ય.

 

૧. રામ: સુખમ્ અનુભવતિ I

રામ સુખને અનુભવે છે.

 

૨. રામ: રાવણં પરાભવતિ I

રામ રાવણને હરાવે છે.

 

૩. પાન્ડવા: કૌરવાન્ અભિભવન્તિ I

પાંડવો કૌરવોનો અભિભવ કરે છે.

 

૪. સૂર્ય: આકાશાત્ પ્રાદૂર્ભવતિ I

સૂર્ય આકાશમાંથી નીકળે છે.

 

૫. ચન્દ્ર: રાત્રૌ આવિર્ભવતિ I

ચંદ્ર રાત્રે આવિર્ભાવ પામે છે.

 

૬. ગન્ગા હિમાલયાત્ પ્રભવતિ I

ગંગા હિમાલયમાંથી જન્મે છે.

 

૭. અન્કરા: બીજેભ્ય: સંભવન્તિ I

અંકુરો બીજોમાંથી સંભવે છે.

 

૮. રામ: રાવણાય પ્રભવતિ I

રામ રાવણને માટે સમર્થ છે.

 

(C)  ભૂ ધાતુનો ત્રીજા પ્રકારનો પ્રયોગ

 

       અગાઉ જણાવ્યું છે તેમ, ભૂ (ભવતિ) –એ પણ “ક્રિયાસામાન્યવાચી” ધાતુ છે. આથી બીજા કોઈપણ ક્રિયાવિશેષવાચી (સકર્મક, અકર્મક, કે ગત્યર્થક) ધાતુઓના વિકલ્પે પણ, તે તે ધાતુઓના ભાવવાચક કૃદન્તની સાથે આ “ક્રિયાસામાન્યવાચી” ગણાયેલા ભૂ ધાતૂ પણ વાપરી શકાય છે. અલબત્ત, આવી જગ્યાએ વપરાયેલો ભૂ ધાતુ (કેવળ કાળ, પુરૂષ અને વચન રૂપ અર્થ આપનાર) “સહાયકારી ધાતુ” તરીકે નથી વપરાતો; પરંતુ એ ભૂ ધાતુ પોતાનો ઉત્પત્તિમૂલક સત્તારૂપી મૂળભૂત અર્થ જ/પણ વ્યક્ત કરે છે ! હવે, ‘ભવતિથકી = તે ઉત્પન્ન થાય છે” એવું સમજાવતાં, કોણ ઉત્પન્ન થાય છે? (અર્થાત્ તે ઉત્પત્તિ – ક્રિયાનો કર્તાકોણ છે? એવો પ્રશ્ન થતાં, ભાવવાચક કૃદન્ત શબ્દથી વ્યક્ત થતો ભાવપોતે જ કર્તા-કારકતરીકે (=ઉત્પન્ન થનાર પદાર્થ તરીકે) આપણી સામે આવે છે !

 

જેમકે, ૧. નૃત્યતિ નર્તનં ભવતિ I

       ૨. ગચ્છતિ – ગમનં ભવતિ I

       ૩. પઠતિ – પઠનં ભવતિ I

                    (કર્તા) (જન્મવું, ઉત્પન્ન થવું રૂપી ક્રિયા)

 

       બહારની દુનિયામાં મોરને, કે કોઈક નર્તકી/નટીને નાચતી જોઈને, કોઈ વ્યક્તિ પ્રશ્ન કરે કે- કિં ભવતિ I તો ભૂધાતુ ક્રિયાસામાન્યવાચીધાતુ હોઈને, નૃત્યતિ I પણ બોલી શકાય; અથવા નર્તનં ભવતિ I એવું પણ બોલી શકાય ! અહીં, કેવળ “કઈ ક્રિયા ઉત્પન્ન થઈ રહી છે?”– એટલો જ જિજ્ઞાસાનો વિષય છે. તેથી નર્તનરૂપી ભાવઉત્પન્ન થઈ રહ્યો છે – એવો ઉત્તર પાઠવવા “નર્તનં ભવતિ I” એવું વાક્ય પર્યાપ્ત છે.

 

(૩) અસ્ – વર્તમાનકાળ.

 

(૧) ભાષ્યકાર પતંજલિએ કૃ- ભૂ –અસ્ એ ત્રણ ધાતુઓને “ક્રિયાસામાન્યવાચી” ધાતુઓ કહ્યા છે. પણ એમાંથી કૃ (કરવું, કશુંક નવું બનાવવું) અર્થમાં સકર્મકધાતુ છે. પણ કશું નવું બનાવવું એવા અર્થમાં વપરાતો આ ધાતુ છે- એમ કહીએ છીએ ત્યારે આ ધાત્વર્થમાં કોઈક ક્રિયા’, કોઈક ચેષ્ટાકે વ્યાપારની અર્થચ્છટા પણ અન્તર્નિહિત રહેલી છે. જ્યારે ભૂ અને અસ્ – એવા બે ધાતુઓમાંથી તો અનુક્રમે ૧. ઉત્પત્તિમૂલક સત્તાઅને ૨. અસ્તિત્વદર્શક સત્તાએવા અર્થો જ પ્રકટે છે. માટે તે બંને ધાતુઓ અકર્મકછે. વળી ભૂ (ભવતિ) = જન્મવું, થવું – એ પ્રક્રિયાવાચીધાતુ છે, અને અસ્ધાતુનો અર્થ ધાતુપાઠમાં ભુવિહોવું અસ્તિત્વમાં હોવુંએવી રીતે દર્શાવ્યો છે. તો આ બે ધાતુઓના ઉપર્યુક્ત અર્થો બીજી કોઈપણ ક્રિયામાં અન્તર્નિહિત હોય છે જ; તેથી, તે બે ધાતુઓને પણ ક્રિયાસામાન્યવાચીકહ્યા છે.

       પરંતુ આપણે અસ્ધાતુનો ક્રિયાસામાન્યવાચી ધાતુ તરીકે પ્રયોગ જોતાં પહેલાં, તેનો શુધ્ધ ધાતુ તરીકેનો પ્રયોગ પણ જોઈશું; અને આ ધાતુનો ચ્વિ રૂપમાં અનુપ્રયોગ થાય છે કે નહીં, તે પણ જોઈશું.

       પરંતુ સૌથી પહેલાં આ ધાતુનાં વર્તમાનકાળ અને ભવિષ્યકાળનાં ક્રિયાપદનાં રૂપો જોઈશું :

 

(૨) અસ્ ધાતુનાં ક્રિયાપદનાં રૂપો:

 

       અસ્ – ભુવિ હોવું, અસ્તિત્વ હોવું’ – કહેનારો આ ધાતુ બીજા ગણનો પરસ્મૈપદી ધાતુ છે. વર્તમાનકાળમાં તેનાં રૂપો નીચે મુજાબ ચાલે છે:

 

 

 

             અસ્ ભુવિ (વર્તમાનકાળ), પરસ્મૈપદ

ઉદ્દેશ્ય              એકવચન    દ્વિવચન      બહુવચન

પ્રથમ પુરૂષ        અસ્તિ       સ્ત:          સન્તિ

મધ્યમ પુરૂષ        અસિ        સ્થ:          સ્થ

ઉત્તમ પુરૂષ        અસ્મિ       સ્વ:          સ્મ: II

 

(A)  અસ્ ધાતુનો પહેલા પ્રકારનો પ્રયોગ:

 

       અસ્ – અસ્તિ I એવા ક્રિયાપદોનો શુધ્ધ ધાત્વાર્થમાં (ભૂવિ, હોવું, છે- અર્થમાં) પ્રયોગ થાય છે. પણ આ ધાતુના પ્રયોગવાળા જુદા જુદાં વાક્યોનું વિશ્લેષણ કરવાથી, તેમાંથી બે સંદર્ભો પ્રકટતા આંખ સામે આવે છે :

 

૧. કૃષ્ણ: વૃન્દાવને અસ્તિ I

૨. ભૂતલે ઘટ: અસ્તિ I

૩. આકાશે સૂર્ય: અસ્તિ I

૪. નભસિ નક્ષત્રાણિ સન્તિ I

૫. અહમ્ ગૃહે અસ્મિ I

૬. યૂયમ્ શાલાયં સ્થ I

 

       આવી દ્વિવિધ અર્થચ્છટાઓ પ્રકટાવતાં ત્રણ-ત્રણ પદોનાં વાક્યો બનાવવાની અનેક રીતો છે :

 

(૧) કર્તા + વિશેષણ + ક્રિયાપદવાળું વાક્ય

 

૧. રામ: ચતુર: અસ્તિ I

૨. અહમ્ બ્રહ્મ અસ્મિ I

૩. ત્વં ધીમાન્ અસ્તિ I

૪. વયં છાત્રા: સ્મ: I

૫. સીતા રામપલી અસ્તિ I

૬. હનુમાન્ રામભક્ત: અસ્તિ I

૭. રાવણ: રાક્ષસ: અસ્તિ I

૮. ફલમ્ પક્વમ્ અસ્તિ I

૯. કમલમ્ વિકસિતમ્ અસ્તિ I

૧૦. પર્ણાનિ શુષ્કાનિ સન્તિ I

૧૧. ઘટ: નીલ: અસ્તિ I

૧૨. જલમ્ શીતલમ્ અસ્તિ I

 

(૨) કારકભેદ + કર્તા + અસ્ ધાતુનું ક્રિયાપદ

 

૧. શરીરે ઈન્દ્રિયાણિ સન્તિ I

૨. ઉદ્યાને પુષ્પાણિ સન્તિ I

૩. સભાયાં પન્ડ્તિતા: સન્તિ I

૪. વર્ષાયૈ પ્રવાત: અસ્તિ I

૫. બીજાંકુરાય સૂર્યપ્રકાશ: અસ્તિ I

૬. દાનાય ધનમ્ અસ્તિ I

૭. પરોપકારાય શક્તિ: અસ્તિ I

૮. મનોરજ્જનાય નાટકમ્ અસ્તિ I

૯. દેશરક્ષાયૈ પ્રક્ષેપાસ્ત્રાણિ સન્તિ I

૧૦. નિર્વાચનાય અનધ્યાય: અસ્તિ I

 

(૩) કર્તા + નિષેધાર્થક અવ્યય + અસ્ ધાતુનું ક્રિયાપદ

 

૧. અહમ્ ન અસ્મિ I

૨. ત્વં ન અસ્મિ I

૩. છાત્રા: ન સન્તિ I

૪. આવામ્ (બાન્ધવૌ) ન સ્વ: I

૫. વયં (શત્રવ:) ન સ્મ: I

૬. ક: ન અસ્તિ I

૭. સા ન અસ્તિ I

૮. તે ન સન્તિ I

૯. એષ: ન અસ્મિ I

૧૦. તૌ ન સ્ત: I

 

(૪) કર્તા + પ્રશ્નાર્થક સર્વનામ (અથવા, પ્રશ્નાર્થક અવ્યય) + અસ્ ધાતુનું ક્રિયાપદ

 

(કિમ્ સર્વનામ)                        (પ્રશ્નાર્થ અવ્યય)               

૧. ચૈત્ર: ક: અસ્મિ I                    ૬. ત્વમ્ કુત: અસિ I

૨. સીતા કા અસ્તિ I                   ૭. વયં કુત્ર સ્મ: I

૩. ત્વમ્ કસ્ય અસ્ત કસ્મિન્ સ્થ I      ૮. યુવામ્ ક્વ સ્થ: I

૪. યૂયમ્ કસ્મિન્ સ્થ I                 ૯. અહમ્ કિમર્થં અસ્મિ I

૫. કોઅહમ્ અસ્મિ I                    ૧૦. વયં કદા સ્મ: I

 

 

(B)  ઉપસર્ગ સહિતના અસ્ ધાતુનો બીજા પ્રકારનો પ્રયોગ :

 

       પ્ર વગેરે ઉપસર્ગ + અસ્ ધાતુનું ક્રિયાપદ ક્યાંય વપરાયું હોય તેવું ધ્યાનમાં નથી. આવા પ્રયોગો ગવેષણીય છે.

 

(C)  અસ્ ધાતુનો ત્રીજા પ્રકારનો પ્રયોગ :

 

       એક “ક્રિયાસામાન્યવાચી ધાતુ” તરીકે અસ્ ધાતુનો પ્રયોગ તપાસવાનો હોય ત્યારે ચારેક પ્રકારનાં અન્ય ધાતુઓની પૂર્વ સંકલ્પના કરીને, એવા અન્યાન્ય ધાતુઓના વિકલ્પે અસ્ ધાતુનાં રૂપો કેવી રીતે વપરાય તે જોઈશું.

 

C-1(ક્રિયાવાચી) સકર્મક ધાતુઓના વિકલ્પે, તે ધાતુના ભાવવાચક કૃદન્દ્તની પાછળ અસ્ ધાતુનાં રૂપો વપરાતાં હોય છે. જેમ કે,

 

(૧) યજતિ ને બદલે – યજનમ્ અસ્તિ I

(૨) સ્તૌતિ ને બદલે – સ્તવનમ્ અસ્તિ I

(૩) રચયતિ ને બદલે – રચના અસ્તિ I

(૪) લભતે ને બદલે – લાભ: અસ્તિ I વગેરે.

 

(૪) કૃ – હ્યસ્તન ભૂતકાળ

 

       કૃ- ભૂ – અસ્ એ ત્રણેય ધાતુઓના પરસ્મૈપદ અને કર્તરિ પ્રયોગમાં હ્યસ્તન ભૂતકાળના જે રૂપો થાય છે, તે નીચે મુજબ છે:

 

(ક) કૃ (કરોતિ) નાં હ્યસ્તન ભૂતકાળનાં રૂપો:

 

ઉદ્દેશ્ય              એકવચન    દ્વિવચન     બહુવચન

પ્રથમ પુરૂષ

(૧) જગત્          અકરોત્      અકુરાતામ્   અકુર્વન્ I

મધ્યમ પુરૂષ

(૨) શ્રોતા          અકરો:       અકુરૂતમ્    અકુરૂત I

ઉત્તમ પુરૂષ

(૩) વક્તા          અકરવમ્    અકુર્વ        અકુર્મ II

 

(ખ) ભૂ (ભવતિ) નાં હ્યસ્તન ભૂતકાળનાં રૂપો :

 

ઉદ્દેશ્ય              એકવચન    દ્વિવચન     બહુવચન

પ્રથમ પુરૂષ

(૧) જગત્          અભવત્     અભવતામ્   અભવન્ I

મધ્યમ પુરૂષ

(૨) શ્રોતા          અભવ:      અભવતમ્   અભવત I

ઉત્તમ પુરૂષ

(૩) વક્તા          અભવમ્     અભવાવ    અભવામ II

 

 

(ગ) અસ્ (અસ્તિ) નાં હ્યસ્તન ભૂતકાળનાં રૂપો :

 

ઉદ્દેશ્ય              એકવચન    દ્વિવચન      બહુવચન

પ્રથમ પુરૂષ

(૧) જગત્          આસીત્      આસ્તામ્     આસન્ I

મધ્યમ પુરૂષ

(૨) શ્રોતા          આસી:       આસ્તમ્     આસ્ત I

ઉત્તમ પુરૂષ

(૩) વક્તા          આસમ્       આસ્વ       આસ્મ II

 

(A) કરવુંબનાવવું એવા શુધ્ધ ધાત્વર્થમાં કૃ ધાતુનો હ્યસ્તન ભૂતકાળમાં સાતેક રીતે ઉપયોગ થઈ શકતો હોય છે – (ત્રણ ત્રણ પદોવાળી વાક્યરચનાઓ)

 

(૧) કર્તા + કર્મ + કૃ ધાતુનું હ્યસ્તન ભૂતકાળનું રૂપ = વાક્ય

(૨) કર્તા + પ્રશ્નાર્થક અવ્યય + કૃ ધાતુનું હ્યસ્તન ભૂતકાળનું રૂપ

(૩) કર્તા સિવાયનાં કારકો + પ્રશ્નાર્થક કિમ્ સર્વનામ + કૃ નું હ્ય.ભૂ.કા.

(૪) કર્તા + નિષેધાર્થક અવ્યય + કૃ ધાતુનું હ્ય.ભૂ.કાળનું ક્રિયાપદ

(૫) કર્તા + ક્રિયાવિશેષણ રૂપ અવ્યય + કૃ ધાતુનું હ્ય.ભૂ.કા.

(૬) વિશેષણ + કારક + કૃ ધાતુનું હ્ય. ભૂ.કા.

(૭) ષષ્ઠ્યન્ત પદ + કારક + કૃ ધાતુનું હ્ય.ભૂ.કા.નું રૂપ = વાક્ય

 

       ઉદાહરણના માધ્યમથી આ સાતેય પ્રકારનાં વાક્યો બનાવીશું:

 

(૧) કર્તા + કર્મ + કૃ ધાતુનું હ્ય.ભૂ.કાળનું ક્રિયાપદ

 

વાક્ય                            અનુવાદ

૧. અહમ્ કાવ્યમ્ અકરવતમ્ I         ૧. મેં કાવ્ય બનાવ્યું.

૨. રાજા રાજ્યમ્ અકરોત્સ I            ૨. રાજાએ રાજ્ય કર્યું.

૩. ત્વં ઘટમ્ અકરો: I                  ૩. તેં ઘડો બનાવ્યો.

૪. તક્ષક: કપાટમ્ અકરોત્ I           ૪. સુથારે કબાટ બનાવ્યું.

૫. કૃષિકારા: કૃષિં અકુર્વન્ I            ૫. ખેડૂતોએ ખેતી કરી હતી.

૬. (હે ઈન્દ્ર !) ત્વં વૃષ્ટીમ્ અકરો: I     ૬. (હે ઈન્દ્ર !) તમે વૃષ્ટિ કરી હતી.

૭. વયં સ્વછતામ્ અકુર્મ I              ૭. અમે સફાઈ કરી હતી.

૮. યૂયમ્ વ્યાયામમ્ અકુરૂત I          ૮. તમે સૌએ કસરત કરી હતી.

૯. આવામ્ પૂજામ્ અકુર્વ I             ૯. અમે બે જણે પૂજા કરી હતી.

૧૦. સ: (તન્તુવાય:) પટમ્ અકરોત્ I  ૧૦. તે (વણકરે) વસ્ત્ર કર્યું હતું.

 

(૨) કર્તા + પ્રશ્નાર્થ અવ્યાય + કૃ ધાતુનું હ્ય.ભૂ.કાળનું ક્રિયાપદ

 

વાક્ય                            અનુવાદ

૧. અહં કદા અકરવમ્ I                ૧. મેં ક્યારે કર્યું હતું ?

૨. યૂયં કુત્ર અકુરૂત I                   ૨. તમે સૌએ ક્યાં કર્યું હતું ?

૩. વયમ્ કિમ્ અકુર્મ I                 ૩. અમે સૌએ/આપણે શું કર્યુ હતુ ?

૪. આવામ્ કિમર્થં અકુર્વ I              ૪. અમે બે એ શા માટે કર્યું હતું ?

૫. ત્વં કુત: અકરો: I                   ૫. તેં કેવી રીતે કર્યુ ?

 

(૩) કર્તા સિવાયના કારક + પ્રશ્નાર્થ કિમ્ સર્વનામ્ + કૃ નું હ્ય.ભૂ.કા.

 

વાક્ય                            અનુવાદ

૧. કસ્ય વાર્તામ્ અકરો: I        ૧. (તું) કોની વાત કરતો હતો ?

૨. કસ્માત્ કારણાત્ અકુર્મ I     ૨. (અમે) કયા કારણે કર્યું હતું ?

૩. કસ્મિન્ ક્ષેત્રે અકુર્વન્ I        ૩. (તેમણે સૌએ) કઈ જગ્યાએ કર્યું હતું ?

૪. કેન પાપમ્ અકરોત્ I         ૪. (તેણે) શેના વડે પાપ કર્યું હતું ?

૫. કૈ: સાધનૈ: અકુરૂતામ્ I        ૫. કયા સાધનોથી (તમે બે એ) કર્યું હતું ?

 

(૪) કર્તા + નિષેધાર્થક અવ્યય + કૃ ધાતુનું હ્ય.ભૂ.કાળનું ક્રિયાપદ

 

વાક્ય                                   અનુવાદ

૧. યુવામ્ ન અકુરૂતામ્ I               ૧. તમે બે જણ નહોતું કર્યું.

૨. વયમ્ ન અકુર્મ I                   ૨. અમે/આપણે નહોતું કર્યું.

૩. સા નૈવ અકરોત્ I                  ૩. તેણીએ નહોતું જ કર્યું.

૪. એષ: ન અકરોત્ I                  ૪. આણે નહોતું કર્યું.

૫. ઈયમ્ ન અકરોત્ I                 ૫. આ સ્ત્રીએ નહોતું કર્યું.

 

(૫) કર્તા + ક્રિયાવિશેષણ રૂપ અવ્યય + કૃ ધાતુનું હ્ય- ભૂ.કા. નું રૂપ

 

વાક્ય                                   અનુવાદ

૧. તા: શીધ્રમ્ અકુર્વન્ I               ૧. તેણીઓએ ઉતાવળે કર્યું હતું.

૨. અહં પુન: પુન: અકરવમ્ I          ૨. મેં ફરી ફરીને કર્યું હતું.

૩. એષા ક્રમશ: અકરોત્ I               ૩. તેણીએ ક્રમશ: કર્યું હતું.

૪. વયં કથમ્ અકુર્મ I                  ૪. અમે/આપણે કેવી રીતે કર્યું.

૫. આવામ્ જટિતિ અકુર્વ I             ૫. અમે બે જણે જલ્દીથી કર્યું હતું.

 

(૬) વિશેષણ + કારક + કૃ ધાતુનું હ્ય.ભૂ.કા.નું ક્રિયાપદ

 

વાક્ય                                   અનુવાદ

૧. બુધ્ધિમાન અપૂર્વમ્ અકરોત્ I        ૧. તે બુધ્ધિમાને અપૂર્વ (કાંઈક) કર્યું.

૨. ભગવાન્ અનુગ્રહમ્ અકરોત્ I       ૨. ભગવાને અનુગ્રહ કર્યો.

૩. વીરા: ક્ષમામ્ અકુર્વન્ I             ૩. વીરોએ ક્ષમા કરી હતી.

૪. કૃપણા: ચૌર્યમ્ અકુર્વન્ I            ૪. કંજુસોએ ચોરી કરી હતી.

૫. નિર્ભયા: યુધ્ધમ્ અકુર્વન્ I           ૫. નિર્ભયોએ યુધ્ધ કર્યું હતું.

 

(૭) ષષ્ઠ્યન્ત પદ + કારક + કૃ ધાતુનું હ્ય. ભૂ. કા. નું રૂપ

 

વાક્ય                                   અનુવાદ

૧. (સ:‌) તન્તૂનામ્ પટમ્ અકરોત્ I     ૧. (તેણે) તાણાવાણાનું વસ્ત્ર કર્યું.

૨. (વયં) ધનસ્ય વ્યયમ્ અકુર્મ I      ૨. (અમે) ધનનો ખર્ચ કર્યો.

૩. (ત્વં) કાલસ્ય અપવ્યયમ્ અકરો: I  ૩. (તેં) સમયનો બગાડ કર્યો હતો.

૪. નેતાર: વંચનામ્ અકુર્વન્ I          ૪. નેતાઓએ વંચના કરી હતી.

૫. ગુરવ: ગ્રન્થાન્ અકુરૂત I            ૫. ગુરૂઓએ ગ્રંથો રચ્યા હતા.

 

(B)  (ઉપસર્ગ સહિતનો) કૃ ધાતુનો બીજા પ્રકારનો પ્રયોગ

 

       સંસ્કૃત ભાષામાં ક્રિયાવાચક ધાતુઓની પૂર્વે પ્ર, પરા, અભિ, સુ વગેરે ઉપસર્ગો લગાડીને નવી નવી અર્થચ્છટાઓ વિકસાવવામાં આવે છે. પરંતુ ભૂતકાળનાં ક્રિયાપદો બનાવીએ ત્યારે ઉપસર્ગ + અ + ધાતુ + વિકરણ પ્રત્યય + કાળવાચક ત્ – તામ્ –અન્ વગેરે હ્યસ્તન ભૂતકાળના પ્રત્યયો લાગીને રૂપરચના થાય છે તેનું ધ્યાન રાખવું. જેમકેઅ અકરોત્ – પ્ર + અકરોત્ =પ્રાકરોત્ I

 

(૮) કર્તા + કર્મ + સોપસર્ગ કૃ ધાતુનું હ્યસ્તન ભૂતકાળનું ક્રિયાપદ

 

વાક્ય                                   અનુવાદ

૧. સૈનિકા: શત્રૂન્ પ્રત્યકુર્વન્ I          ૧. સૈનિકોએ શત્રુઓનો પ્રતિકાર કર્યો.

૨. શિષ્ય: ગુરૂમ્ અન્વકરોત્ I           ૨. શિષ્યે ગુરૂનું અનુકરણ કર્યું હતું.

૩. નૃપ: રાજ્યમ્ અધ્યકરોત્ I          ૩. રાજાએ રાજ્ય ઉપર અધિકાર જમાવ્યો.

૪. ન્યાયાધીશ: અન્યાયં નિરકરોત્ I    ૪. ન્યાયાધીશે અન્યાયને દૂર કર્યો.

૫. (ત્વમ્) અજ્ઞાની કાવ્યં વ્યકરો: I     ૫. (તેં) અજ્ઞાનીએ કાવ્યને વિકૃત કરી નાખ્યું.

 

(C)  કૃ ધાતુનો ત્રીજા પ્રકારનો પ્રયોગ :

 

       અન્યાન્ય ધાતુઓના વિકલ્પે, તે તે ધાતુઓના ભાવવાચક કૃદન્તોની સાથે (-ની મદદમાં) કૃ ધાતુનો “સહાયકારી ધાતુ” તરીકે પણ પ્રયોગ થાય છે એમ અગાઉ કહ્યું છે. કારણ કે, ભાષ્યકાર પતંજલિએ કૃ- ભૂ – અસ્ ને “ક્રિયાસામાન્યવાચી ધાતુ” પણ કહ્યા છે. આવી વૈકલ્પિક વાક્યરચના કરતી વખતે પણ વર્તમાનકાળ જેવી જ વાક્યરચનાની વ્યવસ્થા જળવાઈ રહે છે. કૃ ધાતુના રૂપોનું કેવળ હ્યસ્તન ભૂતકાળમાં પરિવર્તન થશે. (બીજો કોઈ ફેરફાર થવાનો નથી.) જેમકે,

 

પિબતિ I – અપિબત્ I (તેણે પાન કર્યું)

 

 

 


(A) ક્રિયાવિશેષણ              (B) ક્રિયાસામાન્ય અંશ               (C) કાળ, પુરૂષ,વચન

                          કહેનાર ધાતુઓ                                                               

                   (હ્યસ્તનભૂતકાળ) પ્રત્યય

 


ધાતુ   ભાવવાચક

        કૃદન્ત                         કૃ      ભૃ      અસ્           (વાક્ય-૨)

          

 


વાક્ય-૧                                        

 

વાક્ય-૧ ઈન્દ્ર: સોમરસમ્ અપિબત્ I     

           (ઈન્દ્રે સોમરસ પીધો) તેના વિકલ્પે

વાક્ય-૨ ઈન્દ્ર: સોમરસસ્ય (પાનમ્ અકરોત્ I     )

           (ઈન્દ્રે સોમરસનું પાન કર્યું.)

 

(૯) કર્તા + કર્મ + ક્રિયાવિશેષણવાચી સકર્મક ક્રિયાપદ – તેના વિકલ્પે –

કર્તા + કર્મ – ષષ્ઠ્યન્ત પદ + ભાવવાચક કૃદન્ત રૂપ કર્મ + કૃ નું હ્યસ્તન ભૂતકાળ

 

૧. પુત્ર: માતરમ્ અનમત્ I               ૧. પુત્ર માતાને નમ્યો.

   પુત્ર: માતુ: નમનમ્ અકરોત્ I              પુત્રે માતાને નમન કર્યું.

૨. અહમ્ વેદમન્ત્રાન્ અપઠમ્ I            ૨. હું વેદમંત્રોને ભણતો હતો.

   અહમ્ વેદમન્ત્રાણાં પઠનમ્ અકરવમ્ I    હું વેદમંત્રોનું પઠન કરતો                                                   હતો.

૩. ત્વં મોદકાન્ અભક્ષય: I                ૩. તેં લાડવાઓ ખાધા.

    ત્વં મોદકાનાં ભક્ષણમ્ અકરો: I           તેં લાડવાઓનું ભક્ષણ કર્યું.

૪. કન્યા: ઓદનમ્ અપચન્ I               ૪. કન્યાઓએ ભાત રાંધ્યા.

   કન્યા: ઓદનસ્ય પચનમ્ અકુર્વન્ I    કન્યાઓએ ભાતનું પચન કર્યું.

૫. નારદ: વિષ્ણુમ્ અપશ્યત્ I             ૫. નારદે વિષ્ણુને જોયા.

   નારદ: વિષ્ણો: દર્શનમ્ અકરોત્ I            નારદે વિષ્ણુનું દર્શન કર્યું.

 

(૧૦) કર્તા + ક્રિયાવિશેષણવાચી અકર્મક ક્રિયાપદ = વાક્ય –તેના વિકલ્પે –

કર્તા + ભાવવાચક કૃદન્ત રૂપ કર્મ + કૃ નું હ્ય.ભૂ.કા.

 

૧. કાલનેમિ: ગુહાયામ્ અશેત I            ૧. કાલનેમિ (ગુફામાં) સૂતો હતો.

૧. કાલનેમિ: શયનમ્ અકરોત્ I            ૧. કાલનેમિએ શયન કર્યું હતું.

૨. સીતા લંકાયામ્ અવેપત I              ૨. સીતા (લંકામાં) કંપતી હતી.

૨. સીતા વેપનમ્ અકરોત્ I               ૨. સીતા કંપન કરતી હતી.

૩. મધુકરા: ઉદ્યાને અભ્રમન્ I               ૩. મધુકરો (બગીચામાં) ભમતા                                                  હતા.

૩. મધુકરા: ભ્રમણમ્ અકુર્વન્ I             ૩. મધુકરો ભ્રમણ કરતા હતા.

૪. ત્વં સત્યે અતિષ્ઠ: I                     ૪. તું સત્યને વિશે ઊભો હતો.

૪. ત્વં (સત્યે) સ્થિતિમ્ અકરો: I           ૪. તું સત્યને વિશે સ્થિતિ કરતો                                                   હતો.

૫. યૂયં પ્રાત: કાલે અચલત I             ૫. તમો સૌ સવારે ચાલતા હતા.

૫. યૂયં (પ્રાત: કાલે) ચલનમ્ અકુરૂત I    ૫. તમો સૌ ચાલવાનું કરતાં હતા.

 

નોંધ: અહીં ક્રિયાવિશેષવાચી ધાતુઓ – અશેત, અવેપત (બંને આત્મનેપદી) અભ્રમન્, અતિષ્ઠ:, અચલત (ત્રણે પરસ્મૈપદી) – અકર્મક હતા, તેથી તેના વિકલ્પે ભાવવાચક કૃદન્તની મદદમાં જ્યારે, (હ્યસ્તન ભૂતકાળમાં) સહાયકારી કૃ ધાતુનો પ્રયોગ થયો છે. ત્યારે તે પોતે સકર્મક હોવાથી, ભાવવાચક કૃદન્ત શબ્દ કર્મકારક તરીકે દ્વિતીયા વિભક્તિને લે છે.

 

(૫) ભૂ- હ્યસ્તન ભૂતકાળ

 

ભૂ ધાતુનો હ્યસ્તન ભૂતકાળમાં વિનિયોગ

 

       ભૂ સત્તાયામ્ (થવું, જન્મવું) એવા અર્થમાં વપરાતો આ ધાતુ પણ “ક્રિયાસામાન્યવાચી” ધાતુ ગણાયો છે, પરંતુ આ ધાતુ “વ્યાપાર, ચેષ્ટા, કોઈ હલન-ચલન” એવો અર્થ નથી આપતો; પણ આ બ્રહ્માંડમાં જે જન્મવું, વધવું, બદલાવું, ક્ષય પામવું અને વિનાશ પામવું આદિ “પ્રક્રિયા” ઓ ચાલે છે તેને સૂચવતો આ ધાતુ છે. આ ધાતુના પણ મુખ્યત્વે ચારેક પ્રકારના પ્રયોગ થતા જોવા મળે છે.

 

A.  શુધ્ધ ધાત્વાર્થ (= ઉત્પત્તિમૂલક સત્તાઅર્થ) માં પ્રયોગ,

B.  ઉપસર્ગ સહિતના ભૂ ધાતુનો પ્રયોગ

C.  અન્યાન્ય ધાતુઓના વિકલ્પે, તે તે ધાતુના ભાવવાચક કૃદન્તની મદદમાં,

D.  ચ્વિ રૂપની પાછળ ભૂ નો અનુઓરયોગ.

 

       આપણે ક્રમશ: આ ચારેય પ્રકારના પ્રયોગોને ઉદાહરણોના માધ્યમથી સમજીશું.

 

(A)            શુધ્ધ ધાત્વર્થમાં ભૂ ધાતુનાં હ્યસ્તન ભૂતકાળનાં રૂપોનો ઉપયોગ કરીને થનારી વાક્યરચના સપ્તવિધ છે.

 

(૧) કર્તા + વિશેષણ + ભૂ ધાતુનું હ્યસ્તન ભૂતકાળનું ક્રિયાપદ :

 

૧. દેવદત્ત: પન્ડિત: અભવત્ I            ૧. દેવદત્ત પંડિત થયો હતો.

૨. વયં જિજ્ઞાસવ: અભવામ I             ૨. અમે જિજ્ઞાસુઓ બન્યા હતા.

૩. ત્વં વિદૂષક: અભવ: I                  ૩. તું (નાટકમાં) વિદૂષક બન્યો હતો.

૪. આવામ્ સૈનિકૌ અભવાવ I             ૪. અમે બે સૈનિકો બન્યા હતા.

૫. સર્વે પ્રેક્ષકા: અભવન્ I                 ૫. બધા પ્રેક્ષકો બન્યા હતા.

 

(૨) જુદાં જુદાં કારકો + કર્તાકારક + ભૂ ધાતુનું હ્યસ્તન ભૂતકાળ :

 

૧. જલેન કૃષિ: અભવત્ I                 ૧. પાણીથી ખેતી થઈ હતી.

૨. પઠનેન જ્ઞાનોદય: અભવત્ I           ૨. વાંચવાથી જ્ઞાનોદય થયો હતો.

૩. ત્વં પરિશ્રમી અભવ: I                  ૩. તું પરિશ્રમી થયો હતો.

૪. અહમ્ સંસ્કૃતજ્ઞ અભવમ્ I              ૪. હું સંસ્કૃતજ્ઞ બન્યો હતો.

૫. યુવામ્ તરણશીલૌ અભવતમ્ I         ૫. તમે બે તરવૈયા બન્યા હતા.

 

(૩) ષષ્ઠી વિભક્તિવાળું પદ + ભાવવાચક કૃદન્ત (=કર્તાકારક) + ભૂ નું હ્ય. ભૂ .કા.

 

૧. મમ સમ્માનમ્ અભવત્ I               ૧. મારૂં સમ્માન થયું હતું.

૨. રાષ્ટ્રદ્રોહિણ: ગ્રહણમ્ અભવત્ I         ૨. રાષ્ટ્રદ્રોહીને પકડવામાં આવ્યો હતો.

૩. પ્રતિપક્ષિણાં વિનાશ: અભવત્ I        ૩. પ્રતિપક્ષીઓનો વિનાશ થયો હતો.

૪. સ્વપક્ષિણામ્ વિજય: અભવત્ I         ૪. આપણા પક્ષવાળાઓનો વિજય થયો હતો.

૫. અગ્ને: શમનમ્ અભવત્ I              ૫. અગ્નિનું શમન થયું હતું.

૬. મરણસ્ય વિસ્મરણમ્ અભવન્ I        ૬. મરણનું તો વિસ્મરણ થઈ ગયું હતું.

૭. ધનસ્ય અપહરણમ્ અભવત્ I          ૭. ધનનું અપહરણ થયું.

 

(૪) કારક + પ્રશ્નાર્થક અવ્યય + ભૂ ધાતુનું હ્ય. ભૂ. કાળનું રૂપ

 

૧. સેવક: કુત્ર અભવત્ I                   ૧. નોકરિયાત ક્યાં હતો/થયો હતો?

૨. જ્ઞાનમ્ કદા અભવત્ I                  ૨. જ્ઞાન ક્યારે થયું ?

૩. રક્ષકા: કિમર્થમ્ અભવન્ I              ૩. પોલીસો શા માટે હતા ?

૪. ગુહાયાં કિમ્ અભવત્ I                 ૪. ગુફામાં શું હતું ?

૫. નદી કુત: અભવત્ I                    ૫. નદી ક્યાંથી બની ?

 

(૫) પ્રશ્નાર્થ કિમ્ સર્વનામ + કારક + ભૂ ધાતુનું હ્ય. ભૂ. કા.

 

૧. કેન મોક્ષ: અભવત્ I                   ૧. શેના વડે મોક્ષ (છૂટકારો) થયો ?

૨. કસ્મૈ ગૃહમ્ (ઈદમ્) અભવત્ I         ૨. કોને માટે (આ) ઘર બન્યું હતું ?

૩. કસ્માત્ બન્ધનમ્ અભવત્ I            ૩. કોને/કયા કારણે બંધન થયું ?

૪. કસ્મિન (પક્ષે) ત્વમ્ અભવ: I          ૪. આપણે કોના થયા હતા ?

 

(૬) કર્તા + નિષેધાર્થક અવ્યય + ભૂ ધાતુનું હ્ય. ભૂ. કાળનું રૂપ

 

૧. વયં ન અભવામ્ I                      ૧. આપણે નહોતા થયા.

૨. ત્વં (તદા) ન અભવ: I                 ૨. તું (ત્યારે) જન્મ્યો ન હતો.

૩. અહમ્ ન અભવમ્ I                     ૩. હું (તે) નહોતો થયો.

૪. યૂયમ્ (સૈનિકા:) ન અભવત I          ૪. તમે બધા (સૈનિકો) નહોતા થયા.

૫. સર્વે (સાધવ:) ન અભવન્ I            ૫. બધા (સજ્જનો) નહોતા બન્યા.

 

(૭) કર્તા + ક્રિયાવિશેષણ + ભૂ ધાતુનું હ્યસ્તન ભૂતકાળનું રૂપ

 

૧. ઈશ્વરાવતાર: પુન: અભવત્ I           ૧. ઈશ્વરાવતાર ફરીથી થયો હતો.

૨. પાપનિ જટિતિ અભવન્ I              ૨. પાપો એકદમ પેદા થયાં.

૩. ત્વં (જ્ઞાની) શનૈ: શનૈ: અભવ: I       ૩. તું (જ્ઞાની) ધીમે ધીમે થયો હતો.

૪. અહં (જિજ્ઞાસુ:) વારંવારમ્ અભવમ્ I   ૪. હું (જિજ્ઞાસુ) તો વારેવારે થયો હતો.

૫. વયં (વિવક્ષવ:) નૈકવારમ્ અભવામ I ૫. અમે તો (બોલવાની ઈચ્છાવાળા)                                                   અનેકવાર થયા હતા.

 

(૬) અસ્ – હ્યસ્તન ભૂતકાળ

 

અસ્ ધાતુનો હ્યસ્તન ભૂતકાળમાં વિનિયોગ

 

       અસ્ ભુવિ I (છે, હોવું) આ બીજા ગણનો (અકર્મક) ધાતુ પણ ક્રિયાસામાન્યવાચી ધાતુ ગણાય છે; તથા અગાઉ જણાવ્યું છે તેમ અસ્- અસ્તિ (વર્તમાનકાળ), આસીત્ (હ્યસ્તન ભૂતકાળ) એ ધાતુથી જે જગત્ પ્રપંચ અનાદિકાળથી પ્રવર્તી રહ્યો છે, તેમાં સજીવ-નિર્જીવ વ્યક્તિઓ અને પદાર્થોનું અસ્તિત્વકે સ્થિતિદર્શાવવામાં આવે છે.

       અભ્યાસી વ્યક્તિએ અસ્ ધાતુનાં હ્યસ્તન ભૂતકાળનાં નીચે દર્શાવેલાં રૂપોને તો સતત નજર સામે જ રાખવાનાં છે –

 

ત્રિવિધ

ઉદ્દેશ્ય              એકવચન          દ્વિવચન            બહુવચન

પ્રથમ પુરૂષ

જગત્               આસીત્             આસ્તામ્           આસન્ I

મધ્યમ પુરૂષ

શ્રોતા               આસી:              આસ્તમ્            આસ્ત I

ઉત્તમ પુરૂષ

વક્તા              આસમ્             આસ્વ              આસ્મ II

 

       હવે આ રૂપોને આધારે જે વિવિધ વાક્યો બની શકે છે, તેનો સોદાહરણ પરિચય કેળવીશું :

 

(A) ક્રિયાસામાન્યવાચી અસ્ ધાતુનો પહેલા પ્રકારનો પ્રયોગ:

 

(૧) કર્તા + વિશેષણ + અસ્ ના હ્યસ્તન ભૂતકાળનાં રૂપો

 

૧. ગાર્ગી જિજ્ઞાસુ: આસીત્ I               ૧. ગાર્ગી જિજ્ઞાસુ હતી.

૨. અહં ધીર: આસમ્ I                     ૨. હું ધૈર્યવાળો હતો.

૩. ત્વં ધીરા આસી: I                      ૩. તું ધૈર્યવાળી (સ્ત્રી) હતી.

૪. મન: અધીરમ્ આસીત્ I                ૪. મન અધીરતાવાળું (નપું) હતું.

૫. વયં યુવત્ય: આસ્મ I                   ૫. અમે યુવતીઓ હતી.

 

(૨) કારકભેદ + કર્તા + અસ્ નાં હ્યસ્તન ભૂતકાળનાં રૂપોનું વાક્ય

 

૧. જીહ્વાગ્રે જ્ઞાનમ્ આસીત્ I               ૧. જીભ ઉપર (જ) જ્ઞાન હતું.

૨. ત્વયિ પ્રીતિ: આસીત્ I                  ૨. તારા ઉપર પ્રેમ હતો.

૩. શરીરે રોગા: આસન્ I                  ૩. શરીરમાં (અનેક) રોગો હતા.

૪. મોક્ષે ઈચ્છા આસીત્ I                  ૪. મોક્ષને વિશે ઈચ્છા હતી.

૫. ગૃહે ત્વમ્ આસી: I                      ૫. ઘરમાં/અંદર તું હતો.

 

નોંધ- ૨.જેના ઉપર પ્રેમ કરવાનો હોય તેને સપ્તમી વિ. લાગે; ૪. ને વિશેઅર્થમાં પણ સ્પ્તમિ વિ. વપરાય. ૧.૩.૫ માં, અંદર, ઉપર અર્થમાં પણ સ્પ્તમી વિ. લાગે – તે વાત સમજવા કોશિશ કરવી.

 

 

(૩) કર્તા + નિષેધાર્થક અવ્યય + અસ્ ધાતુનું હ્યસ્તન ભૂતકાળનું રૂપ

 

૧. (અહમ્) કૃતઘ્ન: ન આસમ્ I           ૧. હું કૃતઘ્ની ન હતો.

૨. (વયં) કૃતપૂર્વા: ન આસસ્ I            ૨. (અમે) અગાઉ કરેલું ન હતું.

૩. (વાક્યે) લક્ષ્યાર્થ: ન આસીત્ I         ૩. (વાક્યમાં) લક્ષ્યાર્થ ન હતો.

૪. યૂયમ્ (બાન્ધવા:) ન આસ્ત્ I          ૪. તમે (ભાઈઓ) ન હતા.

૫. (આવામ્) શત્રૂ ન આસ્વ I              ૫. (અમે બે) દુશ્મનો ન હતા.

 

(૪) કર્તા + પ્રશ્નાર્થક સર્વનામ + અસ્ ધાતુનું હ્યસ્તન ભૂતકાળનું રૂપ

 

૧. (આશ્રમે) લક્ષ્મણ: ન આસીત્ I         ૧. (આશ્રમમાં) લક્ષ્મણ ન હતો.

૨. (શરીરે) પ્રાણા: ન આસન્ I            ૨. (શરીરમાં) પ્રાણો ન હતા.

૩. (શાલાયં) ત્વં ન આસી: I               ૩. (શાળામાં) તું (તો) ન હતો.

૪. વયં (ક્રીડાંગણે) ન આસ્મ I             ૪. અમે (ક્રીડાંગણમાં) ન હતા.

 

(૫) કર્તા + પ્રશ્નાર્થક સર્વનામ + અસ્ ધાતુનું હ્યસ્તન ભૂતકાળ

 

૧. વયં કે આસ્મ્ I                         ૧. આપણે કોણ હતા ?

૨. યૂયમ્ કસ્ય આસ્ત I                    ૨. તમે સૌ કોના (માણસો) હતા ?

૩. અહમ્ કસ્મિન્ (વને) આસીત્ I         ૩. હું ક્યા (વનમાં) હતો ?

૪. ત્વં કસ્મિન્ (આશ્રમે) આસી: I          ૪. તું ક્યા (આશ્રમમાં) હતો ?

૫. આકાશે કિમ્ આસીત્ I                  ૫. આકાશમાં શું (નપું.) હતું ?

 

(B) ક્રિયાસામાન્યવાચી અસ્ નો બીજા પ્રકારનો પ્રયોગ :

 

       પ્ર, પરા, અધિ, સુ, અપ વગેરે ઉપસર્ગો + અસ્ ધાતુનાં આસીત્ – આસ્તામ્ – આસન્ I વગેરે હ્યસ્તન ભૂતકાળના રૂપો ક્યાંય વપરાયાં હોય તો તે ધ્યાનમાં નથી. સાહિત્યમાંથી આવા પ્રયોગો ગવેષણીય છે.

 

 

 

 

(C) ક્રિયાસામાન્યવાચી અસ્સ્ ધાતુનો ત્રીજા પ્રકારનો પ્રયોગ :

 

       અન્યાય (સકર્મક કે અકર્મક) ધાતુઓના વિકલ્પે, તે તે ધાતુઓના ભાવવાચક કૃદન્તની સાથે – ની મદદમાં – આ ક્રિયાસામાન્યવાચી અસ્ ધાતુનો પણ પ્રયોગ થઈ શકતો હોય છે. અલબત્ત, આ અસ્ ધાતુ પોતે અકર્મક હોઈને, તેના પ્રયોગ વખતે કોઈ કર્મવાચક દ્વિતીયાન્ત પદ આવી શકવાનું નથી, તથા મૂળ ક્રિયાવિશેષવાચી ધાતુનું ભાવવાચક કૃદન્ત પોતે કર્તાકારકતરીકે અમલમાં આવશે. અને બીજે તબક્કે, જો એ ભાવવાચક કૃદન્ત પોતે સકર્મક હશે તો તેના કર્મને ષષ્ઠી વિભક્તિ લાગશે; અને કર્તાને તૃતિયા વિભક્તિ લાગશે. અથવા જો એ ભાવવાચક કૃદન્તમાં રહેલો ધાતુ અકર્મક હશે, તો તેના કર્તાને ષષ્ઠિ વિભક્તિ લાગશે. ઉદાહરણો જોવાથી આ મુદ્દો સ્પષ્ટ થઈ જશે.

 

(C- 1)સકર્મક ધાતુના વિકલ્પે, તે ધાતુના ભાવવાચક કૃદન્તની સાથે અસ્ ધાતુનાં હ્યસ્તન ભૂતકાળનાં ક્રિયાપદોનો ઉપયોગ :

 

(૬) કર્તા (-૩ અથવા ૬ માં) + કર્મ (-૬ માં) + ભાવવાચક કૃદન્દ્ત (=કર્તા) + અસ્ ધાતુના હ્યસ્તન ભૂતકાળનું રૂપ

 

૧. કવિ: કાવ્યમ્ અરચયત્ I                  ૧. કવિએ કાવ્ય રચ્યું હતું.

(૧) કવિના કાવ્યસ્ય રચના આસીત્ I        (૧) કવિ વડે કાવ્યને રચના હતી.

(૨) કવે: કાવ્યસ્ય રચના આસીત્ I           (૨) કવિના કાવ્યની રચના હતી.

 

૨. ગુરૂ: ધર્મમ્ અકથયત્ I                    ૨. ગુરૂએ ધર્મ કહ્યો.

(૧) ગુરૂણા ધર્મસ્ય કથનમ્ આસીત્ I         (૧) ગુરૂ વડે ધર્મનું કથન (થયું)                                               હતું.

(૨) ગુરો: ધર્મસ્ય કથનમ્ આસીત્ I          (૨) ગુરૂનું ધર્મનું કથન હતું.

 

૩. ત્વં ધનમ્ અયચ્છત્ I                      ૩. તે ધન આપ્યું હતું.

(૧) ત્વયા ધનસ્ય દાનમ્ આસીત્ I           (૧) તારા વડે ધનનું દાન થયું.

(૨) તવ ધનસ્યં દાનમ્ આસીત્ I             (૨) તારૂં ધનનુ દાન હતું.

 

(C-2)અકર્મક ધાતુના વિકલ્પે, તે ધાતુના ભાવવાચક કૃદન્તની સાથે અસ્ ધાતુનાં હ્યસ્તન ક્રિયાપદોનો ઉપયોગ :

 

(૭) કર્તા (-૬ માટે) + ભાવવાચક કૃદન્ત, (જે પ્રથમામાં વપરાશે) + અસ્ ધાતુનું હ્યસ્તન ભૂતકાળનું રૂપ

 

૧. પર્ણમ્ અપતમ્ I                    ૧. પાંદડું પડ્યું.

(૧) પર્ણસ્ય પતનમ્ આસીત્ I         (૧) પાંદડનું પતન થયું/હતું.

૨. ભ્રમર: અભ્રમત્ I                   ૨. ભમરો ભમ્યો.

(૨) ભ્રમસ્ય ભ્રમણમ્ આસીત્ I         (૨) ભ્રમસ્ય ભ્રમણમ્ આસીત્ I

 

(D)  અસ્ ધાતુનો ચોથો પ્રકારનો પ્રયોગ :

 

       અસ્ ધાતુનો ચ્વિ રૂપની સાથે, ક્રિયાસામાન્યવાચી હોવાથી અસ્ ધાતુનો અનુપ્રયોગ થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, પરંતુ વાસ્તવમાં તો તેવે સ્થળે અસ્ ધાતુના સ્થાનમાં ભૂ નો આદેશ થઈ જાય છે, તેથી અસ્ ના અનુપ્રયોગનું ઉદાહરણ મળતું નથી.

 

Unit-4

સં. મહાકાવ્યના લક્ષણો અને સંસ્કૃત પંચમહાકાવ્યોનો પરિચય (Self Study)

 

પ્રશ્ન:-૧ મહાકાવ્યના લક્ષણો આપો.

 

પ્રાસ્તાવિક:

       સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યોની પણ રચના થઈ છે. જોકે સંસ્કૃત સાહિત્યમાં પાંચ મહાકાવ્યો પ્રસિધ્ધ છે. આ પાંચ મહાકાવ્યો નીચે પ્રમાણે છે:

       (૧) કાલિદાસનું રઘુવંશ, (૨) કાલિદાસનું કુમારસંભવ, (૩) ભારવિનું કિરાતાર્જુનીય, (૪) માઘનું શિશુપાલવધ અને (૫) શ્રીહર્ષનું નૈષધચરિત.

       દંડી, વિશ્વનાથ વગેરે અલંકારશાસ્ત્રીઓએ મહાકાવ્યનાં લક્ષણો આપ્યાં છે.

 

મહાકાવ્યનાં લક્ષણો:

       મહાકાવ્યનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે આપી શકાય:

(૧) સર્ગ – મહાકાવ્ય તેના નામ પ્રમાણે મોટું કાવ્ય છે. તેથી તે સર્ગોમાં વહેંચાયેલું છે. મહાકાવ્યમાં આઠથી ઓછા અને ત્રીસથી વધારે સર્ગો ન હોવા જોઈએ.

(૨) આરંભ – મહાકાવ્યનો આરંભ આશીર્વાદ, નમસ્કાર કે વસ્તુનિર્દેશથી થવો જોઈએ.

(૩) કથાવસ્તુ – મહાકાવ્યનું કથાવસ્તુ ઐતિહાસિક હોવું જોઈએ અથવા કોઈ મહાપુરૂષના જીવન પર આધારિત હોવું જોઈએ.

(૪) નાયક – મહાકાવ્યનો નાયક ઉદાર ચરિત્રવાળો હોવો જોઈએ. તે સાથે કુલીન, ક્ષત્રિય, ગુણવાન અને ધીરોદત્ત હોવો જોઈએ અથવા તો કોઈ દેવ પણ સંભવી શકે. કોઈવાર એક જ વંશના અનેક રાજાઓ તેના નાયક તરીકે આવી શકે.

(૫) શીર્ષક – મહાકાવ્યનુંશીર્ષક નાયક અથવા નાયિકાના નામ કે કથાવસ્તુ પરથી આપવું જોઈએ અથવા કાવ્યના કોઈ મહત્વનાં પ્રસંગ કે ઘટનાને આધારે આપવું જોઈએ.

(૬) છંદ – એક જ સર્ગમાં એક જ છંદનો પ્રયોગ કરવો જોઈએ અને સર્ગને અંતે છંદપરિવર્તન થવું જોઈએ. કોઈ એકાદ સર્ગમાં કવિ કવિ પોતાનું છંદપ્રભુત્વ દર્શાવવા જુદા જુદા છંદો પ્રયોજી શકે.

(૭) વર્ણનો – મહાકાવ્યમાં વન, નગર, પર્વત, સમુદ્ર, નદી, ચંદ્રોદય, સંધ્યા, જલક્રીડા, રતિક્રીડા, યુધ્ધ, સંભોગ વગેરે વિષયોનું વર્ણન યથાસ્થાને હોવું જોઈએ.

(૮) રસ – મહાકાવ્ય રસ અને ભાવથી યુક્ત હોવું જોઈએ. તેમાં શૃંગાર, વીર અને શાંત – એ ત્રણ રસોમાંથી કોઈ એક રસ મુખ્ય હોવો જોઈએ; બાકીના રસો ગૌણ રીતે આવી શકે.

(૯) સંધિ – મહાકાવ્યમાં નાટકની પાંચેય સંધિઓનો ઉપયોગ થવો જોઈએ.

(૧૦) અલંકાર અને શૈલી – મહાકાવ્ય વિવિધ અલંકારોથી અલંકૃત હોવું જોઈએ તેમજ વિવિધ શૈલીથી સુશોભિત હોવું જોઈએ.

(૧૧) ઉદ્દેશ – મહાકાવ્યનો ઉદ્દેશ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થોમાંથી કોઈ એક અથવા વધારે પુરૂષાર્થની પ્રાપ્તિનો હોવો જોઈએ.

(૧૨) મહાકાવ્ય યુગોપર્યંત ટકી રહેવું જોઈએ – મહાકાવ્યનાં ઉપર દર્શાવેલાં બધાં જ લક્ષણો અનિવાર્યપણે મહાકાવ્યમાં હોવાં જોઈએ એવો કોઈ નિયમ નથી. આમાંથી એકાદ લક્ષણ ન હોય તો તેનાથી તેનાં મહાકાવ્યત્વને કોઈ આંચ આવતી નથી.

 

પ્રશ્ન:-૨ રઘુવંશનો પરિચય.

 

પ્રાસ્તાવિક:

       સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યો, ખંડકાવ્યો, મુક્તકકાવ્યો વગેરે વિવિધ કાવ્યસ્વરૂપોની રચના થઈ છે. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ, ભારવિ, માઘ, શ્રીહર્ષ વગેરે મહાકવિઓએ ઉત્તમ મહાકાવ્યોની રચના કરી છે.

       સંસ્કૃત સાહિત્યમાં પાંચ મહાકાવ્યો અત્યંત પ્રસિધ્ધ છે, જે નીચે પ્રમાણે છે: (૧) કાલિદાસનું કુમારસંભવ, (૨) કાલિદાસનું રઘુવંશ, (૩) ભારવિનું કિરાતાર્જુનીયમ્, (૪) માઘનું શિશુપાલવધ અને (૫) શ્રીહર્ષનું નૌષધીયચરિત.

 

રઘુવંશનો સંક્ષિપ્ત પરિચય (કથાસાર) :

       મહાકવિ કાલિદાસરચિત રઘુવંશનું સર્ગાનુસાર કથાનક નીચે મુજબ છે:

       સર્ગ-૧ માં સૂર્યવંશના આદિપુરૂષ દિલીપ રાજાના વર્ણનથી મહાકાવ્યની શરૂઆત થાય છે. દિલીપ રધુવંશના આદિપુરૂષ છે. દિલીપની પત્ની સુદક્ષિણા છે. દિલીપ રાજા સંતાનરહિત છે. સર્ગ-૨ માં દિલીપ રાજા વસિષ્ઠની સલાહથી નંદિની ગાયની સેવા કરે છે. નંદિની ગાય દિલીપની પરીક્ષા લે છે, પછી પ્રસન્ન થઈને દિલીપને સંતાનપ્રાપ્તિના આશીર્વાદ આપે છે. દિલીપને નંદિનીની કૃપાથી સંતાનપ્રાપ્તિ થાય છે. સર્ગ-૩ માં રઘુનો જન્મ, તેનું શિક્ષણ, તેના પરાક્રમોનું વર્ણન છે. રઘુ પિતા દિલીપનાં અશ્વમેઘ યજ્ઞનો અશ્વ ચોરી જનાર ઈન્દ્ર સાથે અપ્રતિમ યુધ્ધ કરીને ઈન્દ્રની કૃપા મેળવે છે. દિલીપ રઘુને રાજ્ય સોંપીને વનવાસ સ્વીકારે છે. સર્ગ-૪ માં રઘુનું દિગ્વીજયનું વર્ણન કરેલ છે. સર્ગ-૫ માં રઘુ યજ્ઞ કરીને સર્વસ્વનું દાન કરી દે છે. કૌત્સ નામનો એક સ્નાતક રઘુ પાસે દાન લેવા આવે છે, કેમકે તેને ગુરૂદક્ષિણા આપવી છે. રઘુ કુબેર સામે યુધ્ધ કરવા તૈયાર થાય છે. કુબેર આકાશમાંથી સુવર્ણની વૃષ્ટિ કરે છે. રઘુની દાનશીલતાનું સરસ વર્ણન છે. સર્ગ-૬ માં ઈન્દુમતીના સ્વયંવરનું સરસ વર્ણન છે. રઘુનો પુત્ર અજરાજા સ્વયંવરમાં જાય છે. પ્રણયઘેલા રાજાઓની વિલાસી ચેષ્ટાઓનું વર્ણન અહીં થયેલ છે. સર્ગને અંતે ઈન્દુમતી અજને વરમાળા પહેરાવે છે. સર્ગ-૭ માં સ્વયંવરમાં નાસીપાસ થયેલા રાજાઓ અજ સાથે યુધ્ધ કરે છે. તેમાં અજનો વિજય થાય છે. અજ નવવધૂ સાથે રાજધાનીમાં આવે છે. સર્ગ-૮ માં નારદની વીણામાંથી સરકી ગયેલ મુખ્ય માળાના પ્રહારથી ઈન્દુમતીનું મૃત્યુ થાય છે. અજ ઊંડા શોકની લાગણી અનુભવે છે. અજ વહાલસોયી પત્ની ઈન્દુમતીના મૃત્યુથી વિહ્વવળ થઈને વિલાપ કરે છે. વસિષ્ઠનો આશ્વાસન-સંદેશો પણ તેને સાંત્વન આપી શકતો નથી. અંતે અજ દશરથને ગાદી સોંપીને સ્વર્ગે સીધાવે છે. સર્ગ-૯ માં દશરથ મૃગયા રમવા જાય છે ત્યાં તાપસ કુમારની હત્યાને લીધે તાપસ કુમારનો પિતા તારૂં પણ પુત્રવિયોગમાં મૃત્યુ થશેએવો શાપ આપે છે. દશરથને શાપ વરદાન જેવો લાગે છે, કેમકે તે નિ:સંતાન છે. સર્ગ-૧૦ માં રાક્ષસોના ત્રાસથી દુ:ખી થયેલા દેવો વિષ્ણુની સ્તુતિ કરે છે. અહીં રામના જન્મની ભૂમિકા બંધાય છે. સર્ગ-૧૧ થી ૧૫ માં રામકથા છે. આ સર્ગોમાં કાલિદાસ રામાયણની કથાને અનુસર્યા છે. સર્ગ-૧૩ માં રાવણને જીતીને રામ પુષ્પક વિમાનમાં અયોધ્યાની યાત્રા કરે છે. કાલિદાસે દક્ષિણ ભારતનું વર્ણન કરવાની તક ઝડપી લીધી છે. સર્ગ-૧૪ માં રામ સીતાનો ત્યાગ કરે છે ત્યારે સીતાનો રામને મોકલેલ યાદગાર સંદેશો રજૂ થાય છે. સર્ગ-૧૫ માં સીતા પાતાળમાં પ્રવેશે છે. અન્ય ભાઈઓ તથા રામ સ્વર્ગગમન કરે છે. સર્ગ-૧૬ માં કુશની રાજ્યવ્યવસ્થાનું વર્ણન છે. તેણે પોતાની રાજધાની અયોધ્યાથી કુશાવતી ફેરવી. કુશના લગ્ન પાતાળની નાગકન્યા કુમુદવતી સાથે થાય છે. અસહાય અયોધ્યા નગરી સ્ત્રીરૂપે કુશ પાસે આવે છે. કુશ અયોધ્યાને ફરી વસાવે છે. સર્ગ-૧૭ માં કુશના પુત્ર અતિથિનું શાસન વર્ણવેલું છે. સર્ગ-૧૮ અને ૧૯ માં અત્યંત વિલાસથી ક્ષયનો ભોગ બનેલા રાજા અગ્નિવર્ણના શાસનનું વર્ણન છે. રઘુવંશનો આ રાજા સાથે અસ્ત થાય છે. અગ્નિવર્ણ નિ:સંતાન અને વિલાસી રાજા છે. ભવ્યતાથી આરંભ પામેલો રઘુવંશ છેવટે અગ્નિવર્ણ જેવા વ્યાભિચારી રાજા સાથે પૂરો થાય છે. આ રીતે કાલિદાસે મહાકાવ્યમાં રઘુવંશના ઉત્થાન અને પતનની ગાથા રજૂ કરી છે.

 

પ્રશ્ન:- ૩ કુમારસંભવનો પરિચય.

 

પ્રાસ્તાવિક:

       સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યો, ખંડકાવ્યો, મુક્તકકાવ્યો વગેરે વિવિધ કાવ્યસ્વરૂપોની રચના થઈ છે. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ, ભારવિ, માઘ, શ્રીહર્ષ વગેરે મહાકવિઓએ ઉત્તમ મહાકાવ્યોની રચના કરી છે.

       સંસ્કૃત સાહિત્યમાં પાંચ મહાકાવ્યો અત્યંત પ્રસિધ્ધ છે, જે નીચે પ્રમાણે છે:

       (૧) કાલિદાસનું કુમારસંભવ, (૨) કાલિદાસનું રઘુવંશ, (૩) ભારવિનું કિરાતુર્જુનીયમ, (૪) માઘનું શિશુપાલવધ અને (૫) શ્રીહર્ષનું નૈષધીયચરિત.

 

કુમારસંભવનો સંક્ષિપ્ત પરિચય (કથાસાર)

       મહાકવિ કાલિદાસરચિત કુમારસંભવનો સર્ગાનુસાર નીચે પ્રમાણે છે:

       સર્ગ-૧ : મહાકાવ્યનો આરંભ દૈવાત્મા હિમાલયના ભવ્ય વર્ણનથી થાય છે. હિમાલયનું કવિએ મનહર અને મનભર વર્ણન કરેલ છે. સ્થાવરોના રાજા હિમાલય પૃથ્વીનો માનદંડ હોય તેમ ઉત્તર દિશામાં દેવતાત્મા રૂપે ઊભેલ છે એવું કવિ વર્ણવે છે. હિમાલયને ત્યાં દક્ષયજ્ઞમાં પ્રાણ છોડીને સતી-મહામાયા પાર્વતીરૂપે જન્મ ધારણ કરે છે. પાર્વતીની બાળક્રીડાઓ વગેરે કવિએ ખૂબ સરસ રીતે વર્ણવ્યું છે. સમય પસાર થતાં ઉમા યુવતી બને છે. જગન્માતા ઉમા દિવ્ય લાવણ્યવાળું યૌવન પ્રાપ્ત કરે છે ત્યારે શિવ હિમાલય પર તપ કરતા હોય છે. નારદ ભવિષ્યવાણી કહે છે કે ઉમા ભગવાન શિવની અર્ધાંગિની બનશે.હિમાલય ઉમાને શિવની પૂજાના કાર્ય માટે નિયુક્ત કરે છે.

       સર્ગ-૨ માં તારકાસુરથી દેવો ત્રાસી જાય છે. તારકાસુરે દેવોનું રાજ્ય અને ઐશ્વર્ય છીનવી લીધાં છે. દેવો બ્રહ્માને તારકાસુરના નાશનો ઉપાય પૂછે છે. બ્રહ્મા સ્તુતિથી પ્રસન્ન થઈને જણાવે છે કે જો ભગવાન શિવનો પુત્ર દેવોની સેનાનો સેનાપતિ બને અને લડે તો તારકાસુરને હણી શકાય.દેવો શિવ કેવી રીતે લગ્ન કરે તે સંબંધે વિચારે છે.

       સર્ગ-૩ માં દેવરાજ ઈન્દ્ર કામદેવને બોલાવીને શિવના તપમાં ભંગ પાડવા તથા શિવને પાર્વતી પ્રત્યે આકર્ષવા જણાવે છે. કામદેવ તેની પત્ની તથા મિત્ર વસંત સાથે શિવના તપોવનમાં પ્રવેશે છે. શિવ ધ્યાનસ્થ છે. વસંતના આગમનથી તપોવનમાં શૃંગારની અસર થાય છે. તપસ્વીઓ ધૈર્ય રાખી શકતા નથી, પણ શિવની સમાધિમાં કોઈ ફેરફાર થતો નથી. તે જ વખતે પાર્વતી બે વનદેવીઓ સાથે શિવની પૂજા કરવા આવે છે. કામદેવ મોકો જોઈને તેનું ધનુષ્ય લઈને સંમોહન નામનું બાણ શિવ પર છોડવા તૈયાર થાય છે. સમુદ્રની જેમ પ્રચંડ ક્ષોભ અનુભવતા શિવ પાર્વતીને ત્રણેય નેત્રોથી નિહાળે છે. શિવ ગુસ્સે થાય છે. દેવો હજુ તો શિવને ક્રોધ રોકવાની વિનંતી કરે ત્યાં તો શિવના ત્રીજા નેત્રમાંથી અગ્નિ નીકળે છે તે જ ક્ષણે ભસ્મનો ઠગલો થઈ જાય છે.

       સર્ગ-૪ માં કામદેવના મૃત્યુ સમયે બેભાન બનેલી રતિ ભાનમાં આવે છે. તે પોતાના પતિ કામદેવને શોધે છે, ત્યાં તો તે મનુષ્યના આકારની રાખ જુએ છે. પતિના મૃત્યુથી આકુળ-વ્યાકુળ બનેલી રતિ વિલાપ કરે છે. આ વિલાપ ઉત્તમ કાવ્યનું નિદર્શન છે. રતિ કામદેવની પાછળ સતિ થવા તૈયાર થાય છે. ત્યાં જ આકાશવાણી જણાવે છે કે કામદેવ યોગ્ય સમયે સજીવન થશે.

       સર્ગ-૫ માં પાર્વતીને લાગ્યું કે શિવને તેનું સૌંદર્ય લોભાવી શક્યું નથી. આથી તે પોતાના રૂપની નિંદા કરીને તપ અને સમાધિ દ્વારા શિવને પ્રાપ્ત કરવાનો નિશ્વય કરે છે. પાર્વતી માતા-પિતાની આજ્ઞા લઈને તપ કરવા ગૌરીશિખર પર ગઈ. પાર્વતીએ ઉત્તરોત્તર તપમાં વધારો કર્યો. પાર્વતીના તપ સામે ઋષિમુનિઓનાં તપ પણ ઝાંખા પડી ગયાં, કેમકે પાર્વતીએ સૂકાં પાન પણ ખાવાનાં મૂકી દીધાં. પછી પાર્વતીની પરીક્ષા કરવા બ્રહ્મચારીના વેશે શિવ આવે છે. બ્રહ્મચારી પાર્વતીની શિવને પામવાની ઈચ્છા સાંભળીને શિવની નિંદા કરવા લાગ્યો. પાર્વતીએ બ્રહ્મચારી પર ગુસ્સે થઈને ચાલ્યા જવાનું કહ્યું. પણ ત્યારે બ્રહ્મચારીએ પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું અને કહ્યું કે હું તારો તપથી ખરીદાયેલો દાસ છું.આમ, પાર્વતીને શિવ પ્રસન્ન થયા.

       સર્ગ-૬ થી સર્ગ-૮ માં શિવે સપ્તર્ષિઓ દ્વારા હિમાલય પાસે માગું મોકલાવ્યું. પછી શિવ-પાર્વતીના લગ્ન અને તેમની શૃંગાર-ચેષ્ટાઓ વર્ણવાયાં છે.

       સર્ગ-૯ થી ૧૭ માં અગ્નિનું હોલારૂપે શિવ-પાર્વતીના વિલાસ ભવનમાં આગમન, શિવ દ્વારા તેનામાં તેજનું સ્થાપન, કાર્તિકેયની ઉત્પત્તિ, તારકાસુર પર ચડાઈ અને તારકાસુરના નાશની કથા વર્ણવાઈ છે. સર્ગ-૯ થી સર્ગ-૧૭ અન્ય કવિની રચના હોય તેવું લાગે છે.

 

પ્રશ્ન:-૪ કિરાતાર્જુનીયમનો પરિચય.

 

પ્રાસ્તાવિક:

       સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યો, ખંડકાવ્યો, મુક્તકકાવ્યો વગેરે વિવિધ કાવ્યસ્વરૂપોની રચના થઈ છે. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ, ભારવિ, માઘ, શ્રીહર્ષ વગેરે મહાકવિઓએ ઉત્તમ મહાકાવ્યોની રચના કરી છે.

       સંસ્કૃત સાહિત્યમાં પાંચ મહાકાવ્યો અત્યંત પ્રસિધ્ધ છે, જે નીચે પ્રમાણે છે:

       (૧) કાલિદાસનું કુમારસંભવ, (૨) કાલિદાસનું રઘુવંશ, (૩) ભારવિનું કિરાતુર્જુનીયમ, (૪) માઘનું શિશુપાલવધ અને (૫) શ્રીહર્ષનું નૈષધીયચરિત.

 

કિરાતાર્જુનીયમ્ નો સંક્ષિપ્ત પરિચય (કથાનક)

       મહાકવિ ભારવિવિરચિત કિરાતાર્જુનીયમ્સંસ્કૃત સાહિત્યનાં પ્રસિધ્ધ પાંચ મહાકાવ્યોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભારવિએ આ મહાકાવ્યની રચના મહાભારતાના વનપર્વના અધ્યાય ૨૭ થી ૪૨ માં આવતા કિરાતવેશધારી ભગવાન શિવ અને અર્જુનના આખ્યાનને આધારે કરી છે. કિરાતાર્જુનીયમ્એ ૧૮ સર્ગો અને ૧૦૪૦ શ્લોકો ધરાવતું મહાકાવ્ય છે. આ મહાકાવ્યમાં ભગવાન શિવે કિરાત (આદિવાસી ભીલ) નું રૂપ લઈને અર્જુનની વીરતાની પરીક્ષા કરી હતી અને અંતે તેમણે પ્રસન્ન થઈને અર્જુનને પાશુપત અસ્ત્ર આપ્યું હતું એ મુખ્ય કથા છે.

 

કથાનક: પાંડવોના વનવાસ દરમિયાન દ્વૈતવનમાં રહેતા યુધિષ્ઠિર પાસે તેમણે નિયુક્ત કરેલા જાસૂસ વનેચર આવે છે. તે યુધિષ્ઠિરને દુર્યોધને અપનાવેલી પ્રજાપ્રિય થવાની રાજનિતી અને સદાચારપૂર્ણ વ્યવહાર અંગેના પ્રયત્નો વિશે માહિતી આપે છે. આ માહિતી સાંભળતાં જ દ્રૌપદી ગુસ્સે થાય છે તેમજ તે યુધિષ્ઠિરને શાંતિનો માર્ગ ત્યજીને, શરતનો ભંગ કરીને પરાક્રમ-યુધ્ધ દ્વારા રાજ્ય પાછું મેળવવા કહે છે. ભીમ દ્રૌપદીની વાતને જુદી જુદી દલીલો અને દ્રષ્ટાંતોથી ટેકો આપે છે, પરંતુ યુધિષ્ઠિર પોતાના ડહાપણભરેલા વક્તવ્યથી બધાને શાંત કરે છે. આ સમયે મહર્ષિ વ્યાસનું ત્યાં આગમન થાય છે. તેઓ યુધ્ધ કરવું જોઈએ એ વાતને સ્વીકારે છે; પરંતુ યુધ્ધ જીતવા માટે અર્જુનને દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરવાની સલાહ આપે છે.

       ત્યાર પછી અર્જુન મહર્ષિ વ્યાસની સૂચના પ્રમાણે હિમાલય તરફ પ્રસ્થાન કરે છે. કવિએ અર્જુનના હિમાલયપ્રસ્થાન દરમિયાન હિમાલયનું, વિવિધ ઋતુઓનું, સંધ્યા-સૂર્યાસ્ત, ચંદ્રોદયનું-રાત્રિના સમયે કામીઓના વિલાસોનું વિસ્તૃત વર્ણન આપેલ છે.

       અર્જુન હિમાલયનાં ઈન્દ્રકીલ નામના શિખર પાસે જઈને ત્યાં તપશ્વર્યાનો આરંભ કરે છે. અર્જુનને તપશ્વર્યામાંથી ચલિત કરવા માટે અનેક પ્રયત્નો થાય છે. અર્જુનની દ્રઢતા પારખીની ઈન્દ્ર પોતે ત્યાં આવે છે. ઈન્દ્ર અર્જુનને ભગવાન શિવની તપશ્વર્યા દ્વારા કૃપા પ્રાપ્ત કરવાની સલાહ આપે છે.

       અર્જુન ત્યાર પછી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉગ્ર તપશ્વર્યા કરે છે. તે દરમિયાન મૂક નામનો રાક્ષસ વરાહનું રૂપ ધારણ કરીને અર્જુનનો વધ કરવા ત્યાં આવે છે. કિરાતનો વેશ ધારણ કરીને શિવ અર્જુનનું રક્ષણ કરવા માટે વરાહની પાછળ પાછળ ત્યાં આવે છે. વરાહ અર્જુનની સામે આવે છે ત્યારે એક સાથે અર્જુન અને કિરાતવેશધારી શિવના બાણ વરાહ પર પડે છે અને તે મૃત્યુ પામે છે. આ શિકાર ઉપર કોનો અધિકાર છેએ બાબતમાં અર્જુન અને કિરાત વચ્ચે વિવિધ પ્રકારનાં યુધ્ધ થાય છે. અર્જુનના પરાક્રમથી કિરાતવેશધારી શિવ પ્રસન્ન થાય છે અને પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય છે. અર્જુન શિવની સ્તુતિ કરીને દિવ્ય અસ્ત્રની માંગણી કરે છે. શિવ તેને પાશુપત અસ્ત્ર આપે છે.

 

પ્રશ્ન:- ૫ શિશુપાલવધનો પરિચય.

 

પ્રાસ્તાવિક:

        સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યો, ખંડકાવ્યો, મુક્તકકાવ્યો વગેરે વિવિધ કાવ્યસ્વરૂપોની રચના થઈ છે. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ, ભારવિ, માઘ, શ્રીહર્ષ વગેરે મહાકવિઓએ ઉત્તમ મહાકાવ્યોની રચના કરી છે.

       સંસ્કૃત સાહિત્યમાં પાંચ મહાકાવ્યો અત્યંત પ્રસિધ્ધ છે, જે નીચે પ્રમાણે છે:

       (૧) કાલિદાસનું કુમારસંભવ, (૨) કાલિદાસનું રઘુવંશ, (૩) ભારવિનું કિરાતુર્જુનીયમ, (૪) માઘનું શિશુપાલવધ અને (૫) શ્રીહર્ષનું નૈષધીયચરિત.

 

શિશુપાલવધ નો સંક્ષિપ્તમાં પરિચય (કથાનક)

       મહાકવિ માઘે શિશુપાલવધમ્નામના એકમાત્ર મહાકાવ્યની રચના કરી છે. માઘે મહાભારતના સભાપર્વના અધ્યાય ૩૩ થી ૪૫ ના સંક્ષિપ્ત કથાનકને આધારે વિસ્તૃત મહાકાવ્યની રચના કરી છે.

       કથાનક: મહાકવિ માઘે રચેલ શિશુપાલવધનું કથાનક ૨૦ સર્ગોમાં વિભાજીત થયેલું છે. તેમાં કુલ ૧૬૮૪ શ્લોકો છે. કૃષ્ણ દ્વારા ચેટિનરેશ શિશુપાલવધનો વધ એ આ મહાકાવ્યનું મુખ્ય કથાનક છે.

       એક દિવસ નારદમુનિ ઈન્દ્રનો સંદેશો લઈને દ્વારકામાં નિવાસ કરતા શ્રીકૃષ્ણ પાસે આવે છે. તે લોકોને ત્રાસ આપનાર દુષ્ટ શિશુપાલનો વધ કરવા માટેની યાદ કૃષ્ણને તાજી કરાવે છે. બીજી બાજુ શ્રીકૃષ્ણને યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જવાનું આમંત્રણ મળ્યું હોય છે. આ બેમાંથી કયા કાર્યને મહત્વનું ગણવું એ અંગે શ્રીકૃષ્ણ બલરામ અને ઉદ્વવ સાથે વાતચીત કરે છે. બલરામ શિશુપાલ સાથે તરત જ યુધ્ધ કરવાનો અભિપ્રાય આપે છે. જ્યારે ઉદ્વવ શ્રીકૃષ્ણને શિશુપાલના સો ગુના માફ કરવાના વચનની યાદ અપાવે છે અને તે કૃષ્ણને યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જવાનું કહે છે. શ્રીકૃષ્ણ ઉદ્વવના અભિપ્રાય અનુસાર પોતાના રસાલા સાથે ઈન્દ્રપ્રસ્થ જવા પ્રસ્થાન કરે છે. માઘે દ્વારકાથી ઈન્દ્રપ્રસ્થના પ્રયાણ દરમિયાન માર્ગમાં આવતા રૈવતક (ગિરનાર) પર્વત, વિવિધ ઋતુઓ, જલક્રીડા, સુરાપાન, સંધ્યા, ચંદ્રોદય, પ્રભાત, યમુના વગેરેનું કમનીય વર્ણન કર્યું છે.

       યુધિષ્ઠિર ઈન્દ્રપ્રસ્થમાં શ્રી કૃષ્ણનું ભવ્ય સ્વાગત કરે છે. રાજસૂય યજ્ઞના પ્રસંગે ભીષ્મ પિતામહ સૌપ્રથમ અર્ધ્ય શ્રીકૃષ્ણને આપવાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યાર પછી વિરોધ કરે છે. તે યુધિષ્ઠિર, ભીષ્મ અને શ્રીકૃષ્ણની આકરી નિંદા કરે છે. ત્યાર પછી તે ગુસ્સા સાથે સભામંડપને છોડીને જતો રહે છે અને તે યુધ્ધની તૈયારી કરે છે. શિશુપાલના દૂત શ્રીકૃષ્ણ સમક્ષ યુધ્ધ અથવા શરણાગતિનો પ્રસ્તાવ રજૂ કરે છે. સાત્યકિ દૂતને આનો જવાબ આપે છે. અંતે શ્રીકૃષ્ણ પોતાની સેના સાથે યુધ્ધ માટે પ્રયાણ કરે છે. અંતે બંનેના સૈન્યો વચ્ચે યુધ્ધ થાય છે. શ્રીકૃષ્ણ અને શિશુપાલ એકબીજાની સામસામે આવે છે. ગુસ્સે થયેલો શિશુપાલ ફરીથી શ્રીકૃષ્ણને અપશબ્દો (ગાળો) કહે છે. શિશુપાલના સો ગુનાઓ પૂરા થતા જ શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર વડે શિશુપાલનું મસ્તક ઉડાવી દે છે. તે જ સમયે શિશુપાલના શરીરમાંથી નીકળેલું તેજ શ્રીકૃષ્ણનાં શરીરમાં વિલીન થઈ જાય છે.

 

પ્રશ્ન:- ૬ નૈષધચરિતનો પરિચય.

 

પ્રાસ્તાવિક:

       સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યો, ખંડકાવ્યો, મુક્તકકાવ્યો વગેરે વિવિધ કાવ્યસ્વરૂપોની રચના થઈ છે. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ, ભારવિ, માઘ, શ્રીહર્ષ વગેરે મહાકવિઓએ ઉત્તમ મહાકાવ્યોની રચના કરી છે.

       સંસ્કૃત સાહિત્યમાં પાંચ મહાકાવ્યો અત્યંત પ્રસિધ્ધ છે, જે નીચે પ્રમાણે છે:

       (૧) કાલિદાસનું કુમારસંભવ, (૨) કાલિદાસનું રઘુવંશ, (૩) ભારવિનું કિરાતુર્જુનીયમ, (૪) માઘનું શિશુપાલવધ અને (૫) શ્રીહર્ષનું નૈષધીયચરિત.

 

નૈષધચરિત નો સંક્ષિપ્ત પરિચય (કથાનક)

       શ્રીહર્ષે નૈષધચરિત નામના મહાકાવ્યની રચના કરી છે. શ્રીહર્ષે મહાભારતના વનપર્વના અધ્યાય ૫૦ થી ૭૮ માં આવતી નવલકથાને આધારે વિસ્તૃત મહાકાવ્યની રચના કરી છે. તેમણે મહાભારતની નવલકથામાં ઉચિત ફેરફારો કરીને અને કેટલાક મૌલિક ઉમેરાઓ કરીને આ મહાકાવ્યને ઉત્કૃષ્ટ કક્ષાનું બનાવ્યું છે.

       નૈષધં વિદ્વદૌષધમ્ I (નૈષધકાવ્ય એ વિદ્વાનોનું ઔષધ છે.) પંડિતયુગનું આ અંતિમ મહાકાવ્ય પ્રમાણમાં કઠિન છે અને તેના પર લગભગ ૫૦ ટીકાઓ લખાયેલી છે.

       કથાનક: શ્રીહર્ષરચિત નૈષધચરિતનું કથાનક ૨૨ સર્ગોમાં વિભાજીત થયેલું છે. તેના કુલ ૨૮૨૯ શ્લોકો છે. નૈષધચરિતમાં મુખ્યત્વે નળ રાજા અને દમયંતીના પ્રણય અને પરિણયનું વિસ્તૃત રીતે નિરૂપણ થયું છે.

       નૈષધચરિતનો આરંભ નળ રાજાના ગુણો અને સૌંદર્યના વર્ણનથી થાય છે. નળરાજા ઉદ્યાનમાં હંસને પકડે છે. હંસ નળરાજા પર ઉપકાર કરવા જણાવે છે. હંસ નળનું દૂતકાર્ય કરે છે. હંસ દમયંત્રીને મળે છે અને તેની સમક્ષ નળરાજાનું વર્ણન કરે છે. નળ દમયંતી પરણશે તેવી વાતથી હવે દમયંતી નળરાજાના વિરહની વ્યથા અનુભવે છે. દમયંતીના પિતા ભીમ રાજા સ્વયંવરની તૈયારી કરે છે. દમયંતીના સ્વયંવરનું કવિએ કુશળતાપૂર્વક વર્ણન કર્યુ છે. દમયંતીના સ્વયંવરમાં ઈન્દ્ર, અગ્નિ, યમ અને વરૂણ એ ચારેય દેવો નળરાજાનું સ્વરૂપ લઈને હાજર થાય છે. કવિએ આ પ્રસંગનું કમનીય વર્ણન કર્યું છે. સરસ્વતી દેવી પોતે સ્વયંવરમાં ઉપસ્થિત જુદા જુદા રાજાઓ અને પંચનલ (પાંચ નળ રાજા) નો પરિચય શ્લેષમય ભાષામાં દમયંતીને આપે છે. દમયંતી સાચા નળ રાજાની પસંદગીની મૂંઝવણ અનુભવે છે. દમયંતી હંસનું સ્મરણ કરે છે અને દેવોને પ્રાર્થે છે. તેથી દેવો પોતાના ચિહ્નો પ્રગટ કરે છે. દમયંતી નળરાજાની ઓળખાણ થતાં તેમને વરમાળા પહેરાવે છે. દેવો નળરાજા અને દમયંતીને વરદાન આપે છે.ત્યાર પછી દેવોને કલિ સાથે વાદવિવાદ થાય છે અને તે નળરાજાનો વિનાશ કરવાની પ્રતિજ્ઞા લે છે. કવિએ કલિ સાથે નળના દ્વેષનું સરસ રીતે આલેખન કર્યું છે. પછી નળ-દમયંતીના આનંદમય જીવન સુધીનું વર્ણન કરીને આ કાવ્ય બાવીસમાં સર્ગે પૂરૂ થાય છે.

 

Unit- 1 to 4

જનરલ પ્રશ્નો.

 

પ્રશ્ન:-૧ કાલિદાસનું જીવન આલેખો.

 

પ્રાસ્તાવિક:

       મહાકવિ કાલિદાસ જગપ્રસિધ્ધ કવિ છે, છતાં પણ તેમના જીવન વિશે વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થતી નથી. મહાકવિ કાલિદાસ વિશે પ્રચલિત દંતકથાઓ અને તેમની રચનાઓને આધારે તેમના જીવન વિશે નીચે પ્રમાણે કેટલીક માહિતી આપી શકાય:

 

કાલીદાસ વિશે પ્રચલિત દંતકથાઓ:

       કાલિદાસ વિશે પ્રચલિત મહત્વની દંતકથાઓ નીચે પ્રમાણે આપી શકાય:

 

પ્રથમ દંતકથા: એક દંતકથા પ્રમાણે કાલિદાસ બ્રાહ્મણપુત્ર હતા. બાળપણમાં જ માતાપિતા મૃત્યુ પામતાં તેમનો ઉછેર ભરવાડોએ કર્યો હતો. તેઓ રૂપાળા હોવા છતાં મૂર્ખ હતા. તેઓ જે રાજ્યમાં રહેતા હતા તે રાજ્યના રાજાને એક સુંદર અને સર્વ શાસ્ત્ર તથા કળાઓમાં પારંગતકન્યા હતી. આ કન્યા સાથે પ્રધાનને દુશ્મનાવટ હતી, તેથી પ્રધાને કોઈ મૂર્ખ સાથે આ કન્યાનું લગ્ન કરાવવાનો નિશ્વય કર્યો. રાજાએ પોતાની કન્યા માટે યોગ્ય વર શોધવાનું કામ પ્રધાનને સોંપ્યું. પ્રધાનને જે ડાળી પર પોતે બેઠો હોય તે જ ડાળી કાપનાર મૂર્ખ કાલિદાસ મળી આવ્યો. પ્રધાને યુક્તિ-પ્રયુક્તિઓ રચીને કપટપૂર્વક શાસ્ત્રાર્થમાં રાજકન્યાની સામે કાલિદાસને જીતાડ્યો. આમ, રાજકન્યા સાથે કાલિદાસનું લગ્ન થયું. પરંતુ પાછળથી રાજકન્યાને ખબર પડી કે આ કાલિદાસ તો મહામૂર્ખ છે, તેથી કન્યાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. કાલિદાસે માતા કાલીની ઉપાસના કરી અને માતા કાલીના વરદાનથી તેમને જ્ઞાન અને કાવ્યપ્રતિભા પ્રાપ્ત થયાં.

       એમ કહેવાય છે કે ત્યાર પછી કાલિદાસ પોતાની પત્ની પાસે ગયો. આ સમયે પત્નીએ પ્રશ્ન કર્યો કે, ‘અસ્તિ કશ્વિત વાગ્વિશેષ: ? (વાણીની કઈ વિશિષ્ટતા છે?) કાલિદાસે તેનો વિદ્વતાપૂર્વક ઉત્તર આપતાં કન્યાએ તેનો બહુમાનપૂર્વક સ્વીકાર કર્યો. ત્યારપછી મહાકવિ કાલિદાસે અસ્તિ શબ્દથી શરૂઆત કરી કુમારસંભવ, કશ્ચિત શબ્દથી શરૂઆત કરી મેઘદૂત અને વાગ્વિશેષ: શબ્દથી શરૂઆત કરી રઘુવંશ- એમ ત્રણ ઉત્તમ કાવ્યોની રચના કરી.

       વિદ્વાનો આ દંતકથાને સ્વીકારતા નથી. કવિકુલગુરૂ કાલિદાસને મૂર્ખમાનવો એ જ મોટી મૂર્ખામી છે.

 

બીજી દંતકથા- એક બીજી પ્રચલીત દંતકથા છે, મહાકવિ કાલિદાસનું મૃત્યુ. સિલોનના રાજા કુમારદાસ કાલિદાસનાં મિત્ર હતા. કાલિદાસ એક વાર તેમને મળવા સિલોન ગયા. પરંતુ તેઓ તેમને ત્યાં જવાને બદલે એકવાર વેશ્યાને ઘર રહ્યા. કાલિદાસને શોધવા માટે રાજા કુમારદાસે એક યુક્તિ કરી. તેમણે એક સમસ્યાપૂર્તિની જાહેરાત કરી- કમળમાંથી કમળની ઉત્પત્તિ થાય એમ સાંભળ્યું છે, પરંતુ જોયું નથી.આ સમસ્યાપૂર્તિ કરનારને મોટું ઈનામ આપવાનું જાહેર કરવામાં આવ્યું. વેશ્યાએ એકવાર કાલિદાસ સમક્ષ આ પ્રથમ શ્લોકપંક્તિ ઉચ્ચારી. કાલિદાસે તરત જવાબ આપ્યો કે- હે બાળા ! તારા મુખકમળ પર બે નેત્રરૂપી નીલકમળ ક્યાંથી આવ્યાં ?” આ સમસ્યાપૂર્તિની બીજી શ્લોકપંક્તિ મળી જતાં વેશ્યાએ મોટા ઈનામની લાલચે કાલિદાસનું ખૂન કર્યુ.

       આ દંતકથામાં પણ કોઈ તથ્ય નથી.

 

ત્રીજી દંતકથા- એક દંતકથા અનુસાર મહાકવિ કાલિદાસને વિક્રમ રાજાના દરબારના નવ રત્નોમાંના એક માનવામાં આવે છે. આ અંગે એક શ્લોક પણ પ્રસિધ્ધ છે, જોકે સમયની દ્રષ્ટિએ જોતાં આ નવરત્નોમાંના કેટલાકના સમયમાં સદીઓનું અંતર છે, તેથી આ દંતકથામાં સત્ય નથી.

 

ચોથી દંતકથા- એક દંતકથા પ્રમાણે કાલિદાસ ભવભૂતિના સમકાલીન હતા. ભવભૂતિએ ઉત્તરરામચરિતનાટકની રચના કર્યા પછી તેઓ સૌપ્રથમ કાલિદાસ પાસે ગયા અને તેમને પોતાનું આખું નાટક વાંચી સંભળાવ્યું. તેમને આ નાટક ખુબ જ ગમ્યું અને તેમાં એક સુધારો દર્શાવ્યો. આ દંતકથા કાલિદાસની વિદ્વતાનો પરિચય કરાવે છે. જોકે ઐતિહાસિક માહિતીની દ્રષ્ટિએ વિચારીએ તો કાલિદાસ અને ભવભૂતિના સમયમાં મોટો સમયગાળો હોવાથી આ દંતકથામાં તથ્ય નથી.

 

પાંચમી દંતકથા- આ દંતકથા અનુસાર કાલિદાસ અને દંડી સમકાલીન હતા. આ બંને વચ્ચે શ્રેષ્ઠત્વ અંગે વિવાદ થયો. સરસ્વતીદેવીએ નિર્ણય કરતાં જણાવ્યું કે કવિ દંડી એ કવિ દંડી છે; એમાં કોઈ શંકા નથી. આ સમયે કાલિદાસે પોતાના વિશે પૂછતાં સરસ્વતીએ જણાવ્યું કે ત્વમેવાહં ન સંશય: (તું તો હું જ છું, એમાં કોઈ શંકા નથી.) જોકે આ દંતકથામાં પણ કોઈ તથ્ય નથી.

       એક દંતકથા અનુસાર કાલિદાસ અને ભોજ પણ સમકાલીન હતા. જોકે આ દંતકથામાં પણ કોઈ તથ્ય નથી.

 

કૃતિઓમાંથી પ્રાપ્ત થતી માહિતી:

       કાલિદાસની કૃતિઓનું પરિશીલન કરતાં તેમના જીવન સંબંધી કેટલીક માહિતી નીચે પ્રમાણે આપી શકાય:

(૧) વિક્રમોર્વશીય નાટકનાં શીર્ષકમાં પ્રયોજાયેલ વિક્રમશબ્દ તેમજ તે નાટકમાં વિક્રમનાં પરાક્રમનાં ઉલ્લેખોને આધારે કહી શકાય કે મહાકવિ કાલિદાસ વિક્રમાદિત્યના રાજદરબારમાં કવિ તરીકે બિરાજતા હશે.

(૨) મેઘદૂતમાં કાલિદાસે ઉજ્જયિની નગરી, ક્ષિપ્રા નદી અને મહાકાલનો બહુમાનપૂર્વક ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એમ કહી શકાય કે તેઓ ઉજ્જયિનીના વતની હશે. જોકે તેમની જન્મભૂમિ અંગે વિવિધ મતો પ્રવર્તે છે. તેથી એમ તો ચોક્કસ કહી શકાય કે ઉજ્જયિનીએ કાલિદાસની જન્મભૂમિ નહિ તો કર્મભૂમિ તો હશે જ.

(૩) કાલિદાસે ક્યારેય લક્ષ્મીની યાચના કરી નથી. તેથી કહી શકાય કે તેમના પર લક્ષ્મી અને સરસ્વતી બંનેની કૃપા ઊતરી હતી.

(૪) કાલિદાસ જન્મે બ્રાહ્મણ હતા. તેઓ શિવના પરમ ભક્ત હતા. તેમણે નાટકોની નાન્દીમાં અને રઘુવંશના મંગળશ્લોકમાં ભગવાન શિવની સ્તુતિ કરી છે. જોકે તેઓ રઘુવંશમાં રામની કથા વર્ણવે છે. આ પરથી કહી શકાય કે તેઓ ચુસ્ત શૈવ ન હતા.

(૫) કાલિદાસની કૃતિઓનો સૂક્ષ્મ રીતે અભ્યાસ કરતા જણાય છે કે કાલિદાસે વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો, ધર્મશાસ્ત્રો, સ્મૃતિઓ, પુરાણો, રામાયણ, મહાભારત, વ્યાકરણ, છંદ, જ્યોતિષ વગેરે અનેક શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હશે. તેઓ વિવિધ લલિતકથાઓથી પણ સુપરિચિત હશે.

(૬) મહાકવિ કાલિદાસે રઘુવંશ, મેઘદૂત અને કુમારસંભવમાં ભારતનાં વિવિધ ભૌગોલિક પ્રદેશોનું યથાર્થ વર્ણન કર્યું છે. આ ઉપરથી કહી શકાય કે તેઓ સમગ્ર ભારતમાં ફર્યા હશે.

 

ઉપસંહાર:

       મહાકવિ કાલિદાસ પોતાના જીવન વિશે મૌન રહ્યા છે. આ તેમની નમ્રતા છે. જોકે તેમની કૃતિઓ જ તેમની મહાનતાની સાક્ષી પૂરે છે. તેમના જીવનદર્શન પરથી કહી શકાય કે તેમનું જીવન વાસ્તવમાં ખૂબ જ સુખી અને પ્રસન્નતાપૂર્ણ હશે.

 

 

પ્રશ્ન:-૨ રઘુવંશની આધારસામગ્રી દર્શાવો.

 

 પ્રાસ્તાવિક:

       કાલિદાસે રઘુવંશમહાકાવ્યના પ્રથમ સર્ગના આરંભમાં પુરોગામી કવિઓના એટલે કેપૂર્વસૂરિઓના ઋણીનો સ્વીકાર કર્યો છે. અહીં “પૂર્વ સૂરિભિ:”એ શબ્દ બહુવચનમાં પ્રયોજાયો છે. પરંતુ ટીકાકાર મલ્લિનાથ આ શબ્દનો અર્થ વાલ્મીકાદિભિ એવો કરે છે, અર્થાત વાલ્મીકિ, વ્યાસ, ચ્યવન જેવા પુરોગામી કવિઓ એવો અર્થ અહીં અભિપ્રેત છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કાલિદાસે આ મહાકાવ્યના કથાવસ્તુ માટે મુખ્યત્વે વાલ્મીકિ રચિત રામાયણનો આધારે લીધો હશે તેમજ સાથે સાથે અન્ય કવિઓના ગ્રંથોનો પણ આધાર લીધો હશે એમ પણ લાગે છે.

 

રઘુવંશના આધારગ્રંથો:

(૧) રઘુવંશ અને રામાયણ- મહાકવિ કાલિદાસે રઘુવંશની રચનામાં મુખ્યત્વે આદિકવિ વાલ્મીકિકૃત રામાયણનો આધાર લીધો છે. મુખ્યત્વે રઘુવંશ અને રામાયણમાં સૂર્યવંશી રાજાઓનાં નામોની યાદીમાં ભિન્નતા જોવા મળે છે. રઘુવંશના કથાનક પ્રમાણે રઘુ અને દિલીપનો પુત્ર હતો અને અજ રઘુનો પુત્ર હતો. આ ઉપરથી કહી શકાય કે કાલિદાસે રઘુવંશના વંશાનુક્રમ માટે રામાયણ ઉપરાંત અન્ય કોઈ ગ્રંથનો આધાર લીધો હશે.

 

(૨) રઘુવંશ અને પુરાણ સાહિત્ય- કાલિદાસે રઘુવંશના કથાવસ્તુ માટે વિષ્ણુપુરાણ, વાયુપુરાણ, પદ્મપુરાણ વગેરે પુરાણોનો આધાર લીધો હશે. રઘુવંશમાં દર્શાવેલ રાજાઓનો ક્રમ વિષ્ણુપુરાણમાં દર્શાવેલ રાજાઓના ક્રમ સાથે મોટે ભાગે સમાનતા ધરાવે છે. પદ્મપુરાણમાં દિલીપથી શરૂ કરીને દશરથ સુધીના રાજાઓનાં જે વર્ણનો છે તે રઘુવંશ સાથે સમાનતા ધરાવે છે. તેથી ઘણા વિદ્વાનો માને છે કે કાલિદાસને રઘુવંશના કથાનક માટે પદ્મપુરાણમાંથી પ્રેરણા મળી હશે.

 

(૩) રઘુવંશ અને અન્યગ્રંથો-કાલિદાસે રઘુવંશના કથાનક માટે બૃહત્કથા અને તેનું સંસ્કૃત રૂપાંતર કથાસરિત્સાગરનો પણ આધાર લીધો હશે. રઘુવંશના પાંચમા સર્ગમાં આલેખાયેલા રઘુ-કૌત્સ પ્રસંગ અને અજપ્રિયંવદા પ્રસંગ બૃહત્કથામાં પણ છે. રઘુવંશના સત્તરમાં સર્ગમાં કાલિદાસે કરેલ રાજનીતિનું વિસ્તૃત વિવેચન કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપર આધારિત હોય એમ લાગે છે.

 

ઉપસંહાર:

       કાલિદાસે રઘુવંશના કથાનક માટે ઉપર દર્શાવેલા આધારગ્રંથોમાંથી પ્રેરણા મેળવી છે. પરંતુ તેઓએ બીજા સર્ગમાં આવતા દિલીપની ગોસેવામ દિલીપ-પરીક્ષા, નંદિના આશીર્વાદ વગેરે પ્રસંગો, ઈન્દુમતી સ્વયંવર પ્રસંગ, અજવિલાપ, વસિષ્ઠનો સંદેશો વગેરે પ્રસંગોનું નિરૂપણ મૌલિક રીતે કર્યું છે. આમ કવિવર કાલિદાસે રઘુવંશના કથાનકના આલેખનમાં પૂર્વપરંપરાનો આધાર લીધો હોવા છતાં તેમણે સમગ્ર કથાનકનું નિરૂપણ તો પોતાની આગવી મૌલિક દ્રષ્ટિએ આધારે જ કર્યું છે.

 

પ્રશ્ન:-૩ રઘુવંશ મહાકાવ્ય તરીકે મૂલવો.

 

       સંસ્કૃત સાહિત્યનાં પ્રસિધ્ધ પાંચ મહાકાવ્યોમાં સ્થાન પામનાર મહાકવિ કાલિદાસરચિત રઘુવંશમાં મહાકાવ્યમાં ઉપર દર્શાવેલાં લક્ષણો સંપૂર્ણપણે જોવા મળે છે.

 

(૧) સર્ગ- તેના ૧૯ સર્ગો છે. પ્રત્યેક સર્ગનાં નામ તેના કથાનક અનુસાર આપવામાં આવ્યાં છે. દા.ત., રઘુવંશના ચૌદમા સર્ગનું નામ સીતાપરિત્યાગછે.

(૨) આરંભ- રઘુવંશનો આરંભ શિવ અને પાર્વતીની વંદનાથી થાય છે.

(૩) કથાવસ્તુ- રઘુવંશનું કથાવસ્તુ ઈતિહાસ-પ્રસિધ્ધ રામાયણ અને અન્ય પ્રચલિત ગ્રંથોમાંથી લેવામાં આવ્યું છે.

(૪) નાયક- રઘુવંશમાં એક જ વંશના એટલે કે સૂર્યવંશના દિલીપ, રઘુ, અજ, રામ વગેરે વિવિધ રાજાઓ નાયક તરીકે આવે છે.

(૫) શીર્ષક- રઘુવંશનું શીર્ષક સૂર્યવંશના પ્રતાપી અને સર્વસ્વનું બલિદાન આપનાર રાજર્ષિ રઘુના નામ પરથી રાખવામાં આવ્યું છે.

(૬) છંદ- રઘુવંશનો પ્રત્યેક સર્ગ એક જ છંદમાં રચાયો છે અને સર્ગના અંતે છંદ બદલાય છે. દા.ત., ‘રઘુવંશનો ચૌદમો સર્ગ ઉપજાતિ છંદમાં રચાયો છે અને આ સર્ગનો છેલ્લો શ્લોક મંદાક્રાન્તા છંદમાં રચાયો છે.

(૭) વર્ણનો- રઘુવંશમાં હિમાલયની વન્યપ્રકૃત્તિ, રઘુજન્મ, રઘુદિગ્વિજય, ઈન્દુમતી સ્વયંવર, વસંતઋતુ, મૃગયા, સીતાવિવાહ, રામ-રાવણ યુધ્ધ, સીતાત્યાગ, અશ્વમેઘયજ્ઞ વગેરેનાં વર્ણનો પ્રાપ્ત થાય છે.

(૮) રસ- રઘુવંશમાં રસવૈવિધ્ય જોવા મળે છે. રઘુવંશમાં વીર, શૃંગાર, શાંત અને કરૂણ રસોનું નિરૂપણ છે. જો કે રઘુવંશનો મુખ્યરસ વીરરસ ગણી શકાય.

(૯) સંધિ- રઘુવંશમાં સળંગ કથાનક હોવાથી સંધિઓ સ્પષ્ટ રીતે દર્શાવવી મુશ્કેલ છે.

(૧૦‌) અલંકાર અને શૈલી- રઘુવંશમાં કવિએ વિવિધ અલંકારો પ્રયોજ્યા છે. કાલીદાસની માનીતી વૈદર્ભી શૈલી આ મહાકાવ્યમાં પ્રધાનપણે જોવા મળે છે.

(૧૧) ઉદ્દેશ- રઘુવંશનો ઉદ્દેશ અર્થ અને કામને અવિરૂધ્ધ એવા ધર્મની પ્રાપ્તિનો છે.

(૧૨) રઘુવંશની રચના પછી અનેક યુગો પસાર થયા છતાં આજે પણ વાચકોને આ મહાકાવ્યો આકર્ષે છે. આમ રઘુવંશ યુગોપર્યંત રહે તેવું મહાકાવ્ય છે.

 

પ્રશ્ન:-૪ રઘુવંશ-શીર્ષક.

 

પ્રાસ્તાવિક:

       કાલિદાસરચિત રઘુવંશના ૧૯ સર્ગોમાં સૂર્યવંશી ૨૯ રાજાઓના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. તેના બે નામો પ્રાપ્ત થાય છે: (૧) રઘુવંશ: અને (૨) રઘુવંશમ્.

 

રઘુવંશનું શીર્ષક:

       રઘો: વંશ: ઈતિ રઘુવંશ: I તં અધિકૃત્ય કૃતમ્ કાવ્યમ્ ઈતિ રઘુવંશમ્ I (રઘુના કુળને વિષય તરીકે સ્વીકારીને લખવામાં આવેલું કાવ્ય તે રઘુવંશ.)

       રઘુવંશના શીર્ષક અંગે એક મહત્વનો પ્રશ્ન એ ઊઠે છે કે આ મહાકાવ્યમાં સૂર્યવંશના પ્રતાપી રાજાઓ-દિલીપ, રઘુ, અજ, દશરથ, રામવગેરેના ચરિત્રનું આલેખન છે. આમ છતાં બીજા રાજાઓ નહિ, પરંતુ રઘુને કેન્દ્રમાં રાખીને જ શા માટે મહાકાવ્યનું શીર્ષક આપવામાં આવ્યું છે.

       કવિવર કાલિદાસે રઘુ નામના મહાન પ્રતાપી અને દાનવીર રાજાને કેન્દ્રમાં રાખીને આ મહાકાવ્યનું રઘુવંશમ્શીર્ષક આપ્યું છે એ દરેક રીતે યોગ્ય લાગે છે. આમ તો રઘુવંશમહાકાવ્યમાં વર્ણવેલા રાજાઓમાં રઘુ અને રામ એ બે ચરિત્રો મહત્વનાં છે. કાલિદાસે રઘુવંશના નવમા સર્ગથી પંદરમાં સર્ગ સુધી રામના ચરિત્રનું વર્ણન કર્યું છે. કવિવરે રામના ચરિત્રનું આલેખન ખૂબ જ કુશળતાપૂર્વક કર્યું છે. આમ છતાં રામનું પ્રસિધ્ધ ચરિત્ર રઘુના ચરિત્ર આગળ ઝાંખુ પડે છે. રામને અયોધ્યાના નગરજનો દ્વારા કલંકિત થવું પડે છે, જ્યારે રઘુના ચરિત્રમાં આવું કોઈ કલંક દ્રષ્ટિગોચર થતું નથી. તે નિષ્કલંક , દિગ્વીજયી, સમ્રાટ અને દાનવીર રાજા હતાં. તેથી જ કવિવર કાલિદાસે રઘુના નામે શીર્ષક આપવાનું યોગ્ય માન્યું છે.

       અહીં એક પ્રશ્ન એ થાય છે કે સૂર્યપુત્ર મનુથી આરંભાતા આ કાવ્યનું નામ તેના પર આધારિત હોવું જોઈએ. વળી રઘુવંશમાં પ્રથમ બે સર્ગોમાં દિલીપ રાજાનું ચરિત્ર આલેખાયું છે. તેથી તેના નામ પરથી કાવ્યનું શીર્ષક આપવું જોઈએ. તેથી દિલીપવંશએવું શીર્ષક અપાયું નથી.

 

ઉપસંહાર:

       આમ સૂર્યવંશી રાજાઓમાં રઘુનું ચરિત્ર અનોખી ભાત પાડે છે. સૂર્યવંશી રાજાઓના સઘળા ગુણો માત્ર એક રઘુમાં વ્યક્ત થતા હોય એમ લાગે છે. તેથી મહાકવિ કાલિદાસે આ મહાકાવ્યનું શીર્ષક મુખ્ય નાયક રઘુને કેન્દ્રમાં રાખીને રઘુવંશમ્રાખ્યું છે એ સર્વથા ઉચિત છે.

 

 

પ્રશ્ન:-૫ રઘુવંશના ચૌદમા સર્ગનું રસદર્શન.

 

પ્રાસ્તાવિક:

       સીતાપરિત્યાગનામનો ચૌદમો સર્ગ કવિવર કાલિદાસની અદ્વિતીય કાવ્યપ્રતિભા અને કલાસિધ્ધિનો ઉત્તમ નમૂનો છે.

 

કથાનક અને તેનું વસ્તુગુંફન:

       ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને રામ અયોધ્યા પાછા ફરે છે. માતાઓ રામનો સત્કાર કરે છે. ત્યાર પછી રામનો રાજ્યાભિષેક થાય છે. ગર્ભવતી સીતા રામ સમક્ષ ગંગાકિનારે આવેલા તપોવનમાં જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. રામ પણ તેના દોહનને પૂર્ણ કરવાનું વચન આપે છે. ત્યાર પછી રામ ભદ્ર નામના જાસૂસ દ્વારા રાક્ષસના ઘરમાં રહેલી સીતાની લોકો નિંદા કરે છે. એવી વાત જાણે છે. તે લોકાપવાદને લીધે તીવ્ર મનોમંથન અનુભવે છે. અંતે તે સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય લે છે. તે નાના ભાઈઓને બોલાવીને પોતાનો સીતાત્યાગ અંગેનો નિર્ણય કહી સંભળાવે છે. લક્ષ્મણને સીતાના ગંગાકિનારે ફરવા જવાના દોહદને પૂર્ણ કરવાને બહાને વાલ્મીકિના આશ્રમની પાસે સીતાનો ત્યાગ કરવાની આજ્ઞા આપે છે. સીતા આક્રંદ કરે છે. સીતાનુ રૂદન સાંભળતા વાલ્મીકિ ઋષિ ત્યાં આવે છે. તેઓ સીતાને આશ્વાસન આપીને પોતાની સાથે આશ્રમમાં લઈ જાય છે. લક્ષ્મણ પણ અયોધ્યા પાછા આવીને સીતાના ત્યાગને લગતી સઘળી વિગતો રામને કહે છે. રામ અંતે સ્વસ્થ બનીને સીતાની સુવર્ણ પ્રતિમા સાથે રાખીને યજ્ઞો કરે છે. સીતાને પણ વાતની જાણ થતાં કંઈક સાંત્વન મળે છે.

       કવિવર કાલિદાસે એક પછી એક પ્રસંગ ખૂબજ કુશળતાપૂર્વક રજૂ કર્યા છે. આ સર્ગમાં રામનો અયોધ્યાપ્રવેશ, રામનો રાજ્યભિષેક, સીતાનું દોહદ, લોકાપવાદ અને રામની મનોવ્યથા, સીતાત્યાગનો નિર્ણય, રામની નાના ભાઈઓને ઉક્તિ, લક્ષ્મણ દ્વારા ગંગા નદીના કિનારે સીતાનો ત્યાગ, સીતાનો સંદેશ, વાલ્મીકિનું સીતાને આઅશ્વાસન અને સીતાનું આશ્રમમાં ગમન, સીતાના ત્યાગ પછીની રામની મનોદશા- આ વિવિધ પ્રસંગો કવિવર કાલિદાસે એવી કલાત્મક રીતે ગૂંથ્યા છે કે અનેક પ્રસંગોની હારમાળા ચિત્રપટની જેમ આપણા મનને જકડી રાખે છે.

 

અલંકાર વિન્યાસ:

       કવિએ આ સર્ગમાં અર્થાન્તરન્યાસ, રૂપક, ઉત્પ્રેક્ષા, દ્રષ્ટાંત વગેરે અલંકારોનો કાવ્યમય રીતે વિનિયોગ કર્યો છે. આ સર્ગમાં પ્રયોજાયેલી ઉપમાએ ખરેખર ઉપમા કાલિદાસસ્ય એ ઉક્તિને સાર્થક કરે છે. લોખંડના ઘણથી તપાવેલ લોખંડ ટિપાય તેમ રામનું હ્રદય વિદીર્ણ થઈ ગયું. કવિએ આ સર્ગમાં અર્થાન્તરન્યાસ સ્વરૂપે કેટલીક અર્થગંભીર ઉક્તિઓ પ્રયોજી છે. દા.ત., યશોધનાનાં હિ યશો ગરીય: (યશરૂપી ધનવાળાઓને મટે યશ વધુ મહાન છે.)

 

વૈદર્ભી શૈલીનો સફળ ઉપયોગ:

       રઘુવંશના ચૌદમા સર્ગમાં મહાકવિ કાલિદાસની વૈદર્ભી શૈલીના લક્ષણો જોવા મળે છે.તેમની ભાષા પ્રસંગને અનુરૂપ પ્રવાહી અને સરળ છે. તેમની પદરચનાઓ વાંચતા જ સમજાઈ જાય તેવી છે. તેઓએ આ સર્ગમાં સહેતુક શબ્દપ્રયોગો કર્યા છે. તેઓએ ધ્વનિ (સૂચન કલાનો) રમણીય રીતે પ્રયોગ કર્યો છે. સીતા સંદેશમાં સીતા રામને માટે સ રાજાશબ્દનો ખૂબ જ સૂચક રીતે ઉપયોગ કરે છે.

 

ઉપસંહાર:

       કથાનકની હ્રદયંગમતા, અદભુત વસ્તુગુંફન, સુરેખ પાત્રાલેખન, આકર્ષક વર્ણનકૌશલ્ય, રસવૈવિધ્ય, અલંકારોનો ઔચિત્યપૂર્ણ વિનિયોગ, વૈદર્ભીશૈલીનો કાલિદાસની ઉત્કૃષ્ટ કાવ્યકલાની સાક્ષી પૂરે છે. સાથે સાથે વાચકોને માટે આ સર્ગ આહ્લાદક પુરવાર થાય છે.

 

પ્રશ્ન:- ૬ કાલિદાસની કાવ્યશૈલી.

 

પ્રાસ્તાવિક:

       સંસ્કૃત અલંકારશાસ્ત્રીઓએ શૈલીના મુખ્ય ત્રણ પ્રકારો દર્શાવ્યા છે:

       (૧) વૈદર્ભી (૨) ગૌડી અને (૩) પાંચાલી. કાલિદાસ વૈદર્ભી શૈલીના સ્વામી છે. સિધ્ધહસ્ત કલાકાર છે. કાલિદાસને વૈદર્ભી શૈલીના સ્વયં વર પતિ માનવામાં આવે છે. વૈદર્ભી કવિતા સ્વયં કૃતવર્તી શ્રી કાલિદાસં વરમ્ I

       વૈદર્ભી શૈલીના ગુણો: વૈદર્ભી શૈલીના દસ ગુણો આ પ્રમાણે છે: (૧) શ્લેષ (૨) પ્રસાદ (૩) સમતા (૪) માધુર્ય (૫) સુકુમારતા (૬) અર્થાભિવ્યક્તિ (૭) સૌંદર્ય (૮) ઓજસ (૯) ઉદારતા અને (૧૦) ક્રાન્તિ. મહાકવિ કાલિદાસની કવિતામાં શૈલીના આ બધા જ ગુણો જોવા મળે છે.

 

કાલિદાસની શૈલીની લાક્ષણિકતાઓ:

       કાલિદાસની કવિતા મોટે ભાગે અલ્પ સમાસવાળા અને પ્રાસાદિક છે. સરળતા અને સંક્ષેપ એ તેમની શૈલીના આગવા ગુણો છે. તેમની પદરચનાઓ વાંચતાની સાથે જ સમજાય તેવીએ છે. તે અર્થ પ્રમાણે શબ્દનો ઉપયોગ કરે છે. સુચનકલા કે ધ્વનિ એ તેમની શૈલીનું આગવું લક્ષણ છે.

 

સૂચન અને ધ્વનિ:

       કાલિદાસ સૂચન કે ધ્વનિના સ્વામી છે. તે થોડા શબ્દોમાં ઘણું બધું કહી દે છે. તે વ્યંજનામાં માને છે. સીતા રામને સંદેશો મોકલે છે. ત્યારે તે પોતાના પતિ માટે સ રાજાશબ્દો પ્રયોજે છે. અહીં સીતા કહેવા માંગે છે કે રામે રાજા તરીકે વિચાર્યુ હોત તો નિર્દોષ એવી સીતાનો ત્યાગ કર્યો ન હોત અહીં સીતા પતિ રામને નહિ, પરંતુ રાજા રામને પ્રશ્ન કરે છે. આ તેમની સૂચનકલાનું મૂર્તિમંત ઉદાહરણ છે. સીતાના લોકાપવાદ અંગે સાંભળતા જ રામ માનસિક સંઘર્ષ અનુભવે છે. આ સમયે કાલિદાસ તેમની મનોદશાને દોલાચલ ચિત્તવૃત્તિ: એ એક જ શબ્દ દ્વારા સૂચક રીતે રજૂ કરે છે. તે પ્રત્યેક શબ્દ ચોક્કસ હેતુ અનુસાર પ્રયોજે છે. તેમના માટે યોગ્ય જ કહેવાયું છે કે ‘He suggests more than he expresses’

 

વર્ણનકલા:

       કાલિદાસ વર્ણનકલામાં અદ્વિતીય છે. તેમનાં વર્ણનો જીવંત તથા કાવ્યતત્વથી પૂર્ણ હોય છે. રઘુવંશના ચૌદમા સર્ગમાં કવિવર કાલિદાસે કરેલું રામની નગરયાત્રાનું અને રામના રાજ્યાભિષેક સમયે અયોધ્યાના આનંદિત નરનારીઓનું વર્ણન ખરેખર તેમની વર્ણનકલાનાં ઉત્તમ ઉદાહરણો છે. રામની આજ્ઞા સાંભળતાં જ નિ:સહાય બનેલી સીતાનું વર્ણન પ્રમાણમાં સંક્ષિપ્ત હોવા છતાં કરૂણાસભર છે.

 

આબેહૂબ કલાચિત્રો:

       કવિવર કાલિદાસે રઘુવંશના ચૌદમા સર્ગમાં સીતાના લોકાપવાદ સાંભળતાં જ માનસિક સંઘર્ષ અનુભવતા રામનું ચિત્ર, દોહદપૂર્તિ માટે રથમાં બેસીને ગંગાકિનારે જતી સીતાનું ચિત્ર, લક્ષ્મણનું વૃત્તાંત સાંભળીને વિષાદ પામેલા રામનું ચિત્ર વગેરે શબ્દચિત્રો રમણીય અને આકર્ષક છે.

 

સુરેખ પાત્રાલેખન:

       રઘુવંશના ચૌદમાં સર્ગમાં રામ અને સીતા એ બે મુખ્ય પાત્રો તેમજ લક્ષ્મણ અને વાલ્મીકિ એ ગૌણ પાત્રોનું ખૂબ જ કાળજીપૂર્વક આલેખન કર્યું છે. પ્રજાપાલક રાજા, સીતાવિષયક લોકનિંદાથી માનસિક સંઘર્ષ અનુભવતા રાજા રામ અને પતિ રામ તેમજ લક્ષ્મણનાં વૃત્તાંતનિવેદન પછી અશ્રુભીના બનેલા રામનું ચરિત્રચિત્રણ મહાકવિ કાલિદાસે અદભુત રીતે કર્યું છે. દોહદપૂર્તિ માટે જતી સીતા, રામની આજ્ઞા સાંભળીને કરૂણ આક્રંદ કરતી સીતા, રામને સંદેશો પાઠવતી તેજસ્વી સીતા અને તપોવનમાં તાપસી જીવન પસાર કરતી સીતા, ખરેખર આપણા હ્રદયને આકર્ષે છે. કઠોરતા અને કોમળતાના વિરોધી ભાવો અનુભવતા આજ્ઞાંકિત ભાઈ તરીકે લક્ષ્મણનું તેમજ કારૂણ્ય અને વાત્સલ્યની સાક્ષાત મૂર્તિ સમાન વાલ્મીકિનું પાત્રાલેખન પણ કવિવર કાલિદાસે અદભુત રીતે કર્યું છે.

 

રસનિરૂપણ:

       મહાકવિ કાલિદાસ રસસિધ્ધ કવિ છે. રઘુવંશના ચૌદમા સર્ગમાં તે આપણને મુખ્યત્વે કાલિદાસના કરૂણરસની જ પ્રતીતિ થાય છે. રામનો માનસિક સંઘર્ષ સીતાની મૂર્ચ્છા, સીતાનો સંદેશ, સીતાનું આક્રંદ ખરેખર આપણા હ્રદયને કરૂણાથી ભરી દે છે. સીતાના ત્યાગ સમયે વને કરેલ રૂદનથી આપણું હ્રદય પીગળી જાય છે. માતાઓ અને પુત્રો સાથેના મિલનના પ્રસંગમાં વાત્સલ્ય તેમજ રામ અને સીતાના દાંમ્પત્યજીવનના આલેખનમાં કવિવર કાલિદાસે શૃંગારરસનું કુશળતાપૂર્વક નિરૂપણ કર્યું છે.

 

 

અલંકારવિન્યાસ:

       કાલિદાસની કવિતા અનેક અલંકારોથી અલંકૃત છે. તેઓએ ઉપમા, અર્થાન્તરન્યાસ, ઉત્પ્રેક્ષા, દ્રષ્ટાંત વગેરે વિવિધ અલંકારોનો કલાત્મક રીતે પ્રયોગ કર્યો છે. જો કે ઉપમા અલંકારના પ્રયોગોમાં તો તેઓ સર્વશ્રેષ્ઠ ગણાય છે. તેથી જ યથાર્થ કહેવાયું છે કે ઉપમા કાલિદાસસ્ય I’ લોખંડના ઘણથી તપાવેલ લોખંડ ટિપાય તેમ રામનું હ્રદય વિદીર્ણ થઈ ગયું. ટિટોડીની જેમ સીતા રડી પડી, રામની આજ્ઞા સાંભળતાં જ સીતા લતાની જેમ પૃથ્વી પર એકાએક પડી ગઈ વગેરે ઉપમાઓ ખરેખર આહ્લાદક છે. આ ઉપરાંત યશોધનને માટે યશ વધુ મહત્વનો છે; વડીલોની આજ્ઞામાં વિચાર કરવાનો હોય નહિ વગેરે અર્થાન્તરન્યાસો પણ કવિએ કલાત્મક રીતે રજૂ કર્યો છે.

 

છંદ યોજના:

       કાલિદાસની શૈલીમાં છંદવૈવિધ્ય જોવા મળે છે. તેમની છંદ પસંદગી ઔચિત્ય પૂર્ણ છે. કાલિદાસે આ સર્ગમાં કરૂણરસસભર કથાનકને અનુરૂપ ઉપજાતિ છંદનો કલાત્મક રીતે પ્રયોગ કર્યો છે અને સર્ગના અંતે મંદાક્રાન્તા છંદ પ્રયોજ્યો છે.

 

ઉપસંહાર:

       ઉપર દર્શાવેલી લાક્ષણિકતાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કાલિદાસની કાવ્યશૈલી અત્યંત મનોહર અને ઉત્કૃષ્ટ કોટિની છે. તેથી જ કવિકુલગુરૂ કાલિદાસને વૈદર્ભી શૈલીના સ્વયંવરપતિ માનવામાં આવે છે.

 

પ્રશ્ન:-૭ ઉપમા કાલિદાસસ્ય- નોંધ લખો.

 

કાલિદાસની ઉપમાઓ:

       રઘુવંશના ચૌદમા સર્ગમાં કવિવર કાલિદાસે પ્રયોજેલી ઉપમાઓમાંથી કેટલીક આહ્લાદક ઉપમાઓ જોઈએ:

(૧) પતિના અવસાનથી નિરાધાર બનેલી કૌશલ્યા અને સુમિત્રાને કાલિદાસે આધારવૃક્ષ કપાઈ જતાં નિરાધાર બનેલી બે લતાઓની ઉપમા આપી છે. આ ઉપમા કેટલી યથાર્થ છે ! (૨) રામના રાજ્યાભિષેક સમયે કવિવરે રામને વિંધ્ય પર્વતની અને તેમની પર થતા તીર્થ જળના અભિષેકને વાદળમાંથી પડતા વરસાદની ઉપમા આપી છે. (૩) નગરયાત્રા સમયે રથમાં બેઠેલા રામ, તેમના પર ચામર ઢોળતા લક્ષ્મણ અને શત્રુઘ્ન તેમજ છત્ર ધરતા ભરત એ ચારેય ભાઈઓને કવિએ રાજનીતિ સમાદિ ઉપાયો સાથે સરખાવ્યા છે. અહીં કવિએ રાજનીતિશાસ્ત્રમાંથી ઉપમા પ્રયોજી છે. (૪) રાજ્યાભિષેક પછી બધી જ માતાઓ તરફ સમાન આદર ધરાવતા રામને છ મુખેથી કૃતિકાઓના સ્તનનું પાન કરતા કાર્તિકેયની ઉપમા આપી છે. કવિએ આ ઉપમા પુરાણોમાંથી આપી છે. (૫) સીતા વિશેનો લોકાપવાદ સાંભળીને રામની માનસિક સ્થિતિ વર્ણવતાં કવિએ સુંદર ઉપમા પ્રયોજી છે. તેઓ કહે છે કે, જેમ અત્યંત તપાવેલું લોખંડ ઘણના ઘાથી તૂટી પડે છે. તેમ લોકાપવાદને લીધે રામનું હ્રદય વિદીર્ણ થઈ ગયું. (અયોધનેનાય ઈવામિતપ્તં વૈદેહિબન્ધોહ્રદય વિદદ્રે I) આ ઉપમા ખરેખર સુંદર છે! આ ઉપમા સાચે જ રામની સ્થિતિનું તાદ્રશ ચિત્ર આપે છે. (૬) લોકાપવાદના પ્રસરણની ઉપમા આપતાં કાલિદાસ કહે છે કે, “જેમ તેલનું બિંદુ જળનાં તરંગોમાં પ્રસરે તેમ કલંક પ્રજાજનોમાં ફેલાઈ ગયું છે.’ (૭) કવિવર કાલિદાસ પોતાને લીધે પવિત્ર સૂર્યવંશને લાગેલા કલંકને માટે ભેજવાળા પવનથી ઝાંખા થયેલા દર્પણની ઉચિત ઉપમા આપે છે. (૮) કવિવર કાલિદાસે સીતાને રામની આજ્ઞા સંભળાવતાં લક્ષ્મણનું ચિત્ર સુંદર ઉપમા દ્વારા ઉપસાવ્યું છે તેઓ કહે છે કે લક્ષ્મણે જેમ વાદળ ઉત્પાત મચાવનાર કરાનો વરસાદ વર્સાવે તેમ પૃથ્વીપતિ રામની આજ્ઞાને કહી દીધી. (૯) રામનો નિર્ણય સાંભળીને જેમ પવનથી પટકાયેલી લતા પોતાના શરીરનો ઉત્પત્તિના આધાર પૃથ્વી પર પડે તેમ સીતા પૃથ્વી પર પટકાઈ ગઈ (સ્વમુર્તિલાભપ્રકૃતિ ધરિત્રી લતેવ સહસા જગામ I) આ ઉપમા કેટલી સચોટ અને ઉચિત છે ! કવિવર કાલિદાસે આ ઉપમા દ્વારા સીતાના કારૂણ્યપૂર્ણ ચિત્તને તાદ્રશ રીતે રજૂ કર્યુ છે. (૧૦) સીતાત્યાગ પછી રૂદન કરતી સીતાને કવિએ કુરરો (ટિટોડી) સાથે ઔચિત્યપૂર્ણ રીતે સરખાવી છે. (૧૧) કાલિદાસે વાલ્મીકિના આશ્રમમાં આવેલી કુશ સીતાને ચંદ્રની અંતિમ કળા સાથે સરખાવી છે. આ ઉપમા ખરેખર મનોહર છે.

 

 

 

 

ઉપસંહાર:

       ઉપર દર્શાવેલાં ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે કે કાલિદાસની ઉપમાઓ ખરેખ સચોટ, વેધક, આકર્ષક અને રમણીય છે. તેથી જ ઉપમા કાલિદાસસ્યતે ઉક્તિ સાર્થક છે.

 

પ્રશ્ન:-૮ કાલિદાસનું પ્રકૃતિ નિરૂપણ.

 

પ્રાસ્તાવિક:

       મહાકવિ કાલિદાસ પ્રકૃતિપ્રેમી કવિ છે. તેમના દરેક સર્જનમાં તેમની પ્રકૃતિ તરફની મમતા કલાત્મક રીતે રજૂ થઈ છે. તેમણે રચેલ ઋતુસંહાર તો પ્રકૃત્તિનું જ કાવ્ય છે. મેઘદૂતમાં તેમણે પ્રકૃતિનું રમ્યાતિરમ્ય ચિત્રણ કર્યુ છે.

 

કાલિદાસનું પ્રકૃતિનિરૂપણ:

       પાત્રોની સાથે પ્રકૃતિને ગૂંથી લેવી એ એમની આગવી લાક્ષણિકતા છે.

       સગર્ભાવસ્થામાં સીતાને વનમાં વિહાર કરવાનું દોહદ જાગે છે, જ્યા ઘાસ ઊગેલુ છે અને અન્ય પશુઓ અહિંસક બનીને તાપસીઓએ મૂકેલા બલિને આરોગે છે.

       પ્રકૃતિની વિશાળતામાં કવિનું મન પણ આનંદથી ડોલી ઉઠે છે. માનવીય સંવેદનાઓને તેઓ પ્રકૃતિમાં પણ અનુભવતા જુએ છે. રામે પોતાનો ત્યાગ કર્યો છે. તે જાણી સીતા મૂળમાંથી ઊખડી ગયેલ લતાની લાફક ઢળી પડે છે. સીતાના સ્વરૂપમાં કવિ હચમતી ઊઠેલી લતાને જ જુએ છે.

       કવિ કાલિદાસના પ્રકૃતિનિરૂપણમાં બીજી ખૂબી એ છે કે તેમનાં પાત્રો પ્રકૃતિમય બની જાય છે. આનું સુંદર દ્રષ્ટાંત સીતાત્યાગના કરૂણ પ્રસંગમાં જોવા મળે છે. લક્ષ્મણનાં ચાલ્યા ગયા પછી નિ:સહાય સીતા આક્રંદ કરે છે. તેના આ દુ:ખમાં પ્રકૃતિ સહભાગી બને છે. મયૂરો નૃત્ય ત્યજી દે છે, વૃક્ષો પુષ્પો ખેરવીને આંસુ સારે છે, હરણાં પોતાનો ખોરાક મૂકી દે છે. સીતાના સંતાપમાં સમગ્ર પ્રકૃતિ પણ સમદુ:ખી બનીને સહાનુભૂતિ વ્યક્ત કરે છે.

 

 

ઉપસંહાર:

       કાલિદાસનો પર્કૃતિપ્રેમ અને એ પ્રેમની અભિવ્યક્તિ સહુ કોઈના હ્રદયને આકર્ષ્યા વગર રહે તેમ નથી.

 

પ્રશ્ન:- ૯ નીચેના પૂર્વાપર સંદર્ભ સમજાવો.

 

(૧) રાજેન્દ્ર નેપથુઅવિધાનશોભા તસ્યોદિતાઅસીત્પુનરૂક્તદોષા I

રામને કરવામાં આવેલી ચક્રવર્તી રાજાના પોષાકની શોભા પુનરૂક્તિના દોષવાળી ઉચ્ચારે છે.

       કવિકુલગુરૂ કાલિદાસવિરચિત રઘુવંશના ચૌદમા સર્ગમાં કવિ સ્વયં આ શ્લોકપંક્તિ ઉચ્ચારે છે.

       રામ વનવાસમાંથી પાછા ફર્યા પછી પોતાની માતાઓને આનંદપૂર્વક મળ્યા. ત્યાર પછી જુદી જુદી પવિત્ર નદીઓના જળથી વિજયી રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજ્યાભિષેક સમયે રામને ચક્રવર્તી રાજાનો પોશાક પહેરાવવામાં આવ્યો. આ સમયે કવિ જણાવે છે કે જે તપસ્વીનો પોશાક પહેરતા પણ ખૂબ જ જોવા જેવા લાગતા હતા, તેવા રામને કરવામાં આવેલી ચક્રવર્તી રાજાના પોષાકની શોભા પુનરૂક્તિના દોષવાળી હતી.

       અહીં કવિ કહેવા માંગે છે કે રામ તપસ્વીનો પોષાક પહેરતા હતા ત્યારે પણ તેમની શોભા જોવા જેવી હતી. અત્યારે પણ તે જ રામ ચક્રવર્તી રાજાના પોષાકમાં તેવા જ શોભાયુક્ત લાગતા હતા. અહીં ચક્રવર્તી રાજાનાં સુંદર આભુષણો અને પહેરવેશથી તેમની શોભામાં કોઈ વધારો થયો નથી. અત્યારે પણ તેમની શોભા પહેલાં જેવી હતી તેથી અત્યારે માત્ર તેમની શોભાની પુનરૂક્તિ થઈ હતી.

       કવિવર કાલિદાસ અહીં કહેવા માંગે છે કે રામ સ્વાભાવિક રીતે જ સુંદર હતા. તેથી જ તેઓ તપસ્વીના વેશમાં કે ચક્રવર્તી રાજાના વેશમાં કે ચક્રવર્તી રાજાના વેશમાં સમાન રીતે શોભતા હતા. આમ અહીં કવિએ રામના સહજ સૌંદર્ય અને શોભાનું રમણીય રીતે સૂચન કર્યું છે.

 

 

(૨) રરાજ શુધ્ધેતિ પુન: ખપુર્યુ સદર્શિતા વહનિગતેવ ભર્તા I

       પતિ વડે પોતાની નગરીના લોકોને પવિત્ર છેએમ બતાવવામાં આવેલી તે(સીતા) ફરીથી જાણે અગ્નિમાં પ્રવેશી ન હોય તેમ શોભતી હતી.

       ઉપર્યુક્ત પંક્તિ કવિ કાલદાસરચિત રઘુવંશના ૧૪ મા સર્ગમાં નગરપ્રવેશ સમયે સીતાની સુંદરતાના સુંદર વર્ણનરૂપે વ્યક્ત થઈ છે.

       પોતાની સાસુઓએ આપેલા અલંકારો અને અનસૂયાએ આપેલા અંગરાગને અંગ પર ધારણ કરીને સીતા પાલખીમાં બેસીને અયોધ્યામાં દાખલ થાય છે. અંગરાગથી સીતાનો દેહ ઝગારા મારતો હતો. એથી ચારે બાજુ અગ્નિની અંદર સીતા બેઠાં હોય તેમ લાગતું હતું.

       સીતા જ્યારે વનવાસ દરમ્યાન અનસૂયાને મળ્યા, ત્યારે તેમને દિવ્યમાળા, વસ્ત્ર આભરણ અને અંગરાગ આપે છે અને આ અંગરાગથી સીતા ખૂબ જ તેજસ્વી લાગે છે. જોકે કવિની આ ઉત્પ્રેક્ષા સીતાને માટે ફરીથી અગ્નિપરીક્ષા કરાવી નગરજનો માટે જાણે તેમની પવિત્રતા જ સિધ્ધ કરતી હોય તેમ લાગે છે. આ કલ્પનામાં નવીનતા રહેલી છે. સીતાએ રાવણની લંકામાં એકવાર અગ્નિપરીક્ષા આપીને પોતાની શુધ્ધિ સાબિત કરી હતી. અહીં જાણે કે અયોધ્યાવાસીઓએ એ વાત જોઈ નથી, માટે રામ ફરીથી દર્શાવવતા હોય તેમ લાગતું હતું.

       કલ્પનામાં તાજગી અને નવીનતા એ તો કવિ કાલિદાસનું આકર્ષણ છે.સ

 

(૩) ધર્માર્થકામેષુ સમાં પ્રપેદે યથા તથૈવાવરજેષુ વૃત્તિમ્ I

રામે ધર્મ, અર્થ અને કામ વિષે જેટલી લાગણી હતી તેવી સમાન લાગણી નાના ભાઈઓ તરફ રાખી.

       આદર્શ રાજા રામના આદર્શ રાજ્યવહીવટનું દર્શન કરાવતી ઉપર્યુક્ત પંક્તિ રઘુવંશમ્ના ચૌદમાં સર્ગમાં આલેખિત છે.

       રાજ્યાભિષેક થયા બાદ રાજા રામ રાજ્યની ધુરાને કેવી રીતે આબાદ રીતે સંભાળે છે તેનું વર્ણન કવિ કાલિદાસ એક આબાદ ઉપમા યોજીને કરે છે. રાજા રામના જીવનના મહત્વનાં ત્રણ પુરૂષાર્થો ધર્મ, અર્થઅને કામની પ્રીતિ જેવી પ્રીતિ ધરાવતા હતા તેવી જ પ્રીતિ તેમના ભાઈઓ લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત પ્રત્યે રાખતા હતા. ત્રણેય પુરૂષાર્થોનું ઉચિત માત્રામાં સેવન કરવું જીવનની સમૃધ્ધિ માટે આવશ્યક છે. આથી રામ ત્રણ પુરૂષાર્થ તરફ જેવી નિષ્પક્ષપાતી વલણયુક્ત દ્રષ્ટિ રાખતા હતા. તેવી જ દ્રષ્ટિ ત્રણ બંધુ તરફ પણ કેળવાઈ હતી.

       ઉપર્યુક્ત પંક્તિમાં કવિવર કાલિદાસે યોજેલ ઉપમા રાજા રામને એક આદર્શ રાજા અને એક આદર્શ ભાઈ તરીકે રજૂ કરી જાય છે.

 

(૪)  અયોધનેનાય ઈવભિતપ્તં વૈદેહિબન્ધોહ્રદયં વિદદ્રે I

વૈદેહીના પતિ રામનું હ્રદય તપાવેલું લોખંડ જેમ હથોડા (ઘણ) થી (ભાંગે) તેમ ભાંગી ગયું.

       કાલિદાસવિરચિત રઘુવંશના સર્ગ-૧૪ માંથી આ શ્લોકપંક્તિ લેવામાં આવી છે.

       રાજ્યારોહણ પછી રામ નગરમાં પોતાના વિશે કેવી વાતો થાય છે તે જાણવા માટે ભદ્રનામના દૂતને મોકલે છે તે અંતે રાજા રામને સમાચાર આપે છે કે રાજા રામના ચરિત્રની નગરના બધા જ લોકો મુક્ત કંઠે પ્રસંશા કરે છે, પરંતુ રાક્ષસના ઘરમાં રહેલી સીતાનો રામે સ્વીકાર કર્યો તે લોકોને પસંદ નથી.

       રામ પોતાના દૂત ભદ્ર પાસેથી આ સમાચાર સાંભળે છે ત્યારે તેમનું હ્રદય ભાંગી પડે છે. અગ્નિની સાક્ષીએ પોતાની પવિત્રતા પુરવાર કરનાર પોતાની પ્રિય પત્ની સીતા અંગે લોકોની નિંદા સાંભળીને તેઓનું હ્રદય વિક્ષીર્ણ થઈ જાય છે, તેમના હ્રદયના ચૂરેચૂરા થઈ જાય છે.

       રામની આવી કરૂણ દશા દર્શાવવા માટે કાલિદાસે એક સુંદર ઉપમા પ્રયોજી છે. જેવી રીતે અત્યંત તપાવવામાં આવેલા લોખંડ પર ઘણ મારવાથી તેના ટૂકડેટુકડા થઈ જાય છે તેવી જ રીતે પરાક્રમી અને પ્રજાજનો પરત્વે આદર ધરાવનાર રામનું હ્રદય ટુકડેટુકડા થઈ જાય છે. અહીં કવિ રામના હ્રદયને અત્યંત તપેલા લોખંડ સાથે સરખાવે છે અને પ્રજાજનો દ્વારા થયેલી નિંદાને ઘણના ઘા સાથે સરખાવે છે.

       ખરેખર સાચું જ કહેવાયું છે કે ઉપમા કાલિદાસસ્ય I’

 

 

 

 

 

(૫) યશોધનાનાંહિ યશો ગરીય: I

યશ (કીર્તિ) રૂપી ધનવાળાઓ માટે યશ જ વધારે મહાન છે.

       કવિકુલગુરૂ કાલિદાસવિરચિત રઘુવંશના ૧૪મા સર્ગમાં ઉપર્યુક્ત શ્લોકપંક્તિ આવે છે.આ શ્લોકપંક્તિમાં સનાતન સત્ય દ્વારા કવિએ રા6મના પાત્રની ભવ્યતાને વ્યક્ત કરી છે.

       રાજા રામ જાસૂસ ભદ્ર દ્વારા જાણે છે કે પ્રજાજનો રાક્ષસના ઘરમાં રહેલી સીતાના સ્વીકાર માટે પોતાની નિંદા કરે છે. પ્રજાજનો આ સિવાય તેમના સઘળા ચરિત્રની પ્રશંશા કરે છે. સીતાની નિંદા વિશે સાંભળતા જ રામના ચિત્તમાં રાજા રામ અને પતિ રામ વચ્ચે સંઘર્ષ જન્મે છે. તેઓ હીંચકાની જેમ ડામાડોળ માનસિક સ્થિતિવાળા બની જાય છે. તેઓ ભારે મનોમંથનને અંતે નિર્દોષ પત્ની સીતાનો ત્યાગ કરવાનો નિશ્વય કરે છે. તેમના માટે આ નિંદા કે કલંકને દૂર કરવા માટે સીતાના ત્યાગ સિવાય કોઈ અન્ય માર્ગ કે ઉપાય યોગ્ય નથી. એવી તેમને ખાતરી થાય છે. રામ દ્રઢપણે માને છે કે યશ રૂપી ધનવાળાઓ માટે પોતાના શરીર કરતાં પણ યશ (કીર્તિ) વધુ મહાન છે, તો પછી ઈન્દ્રિયોના વિષયો કરતાં મહાન હોય તેમાં શું ?

       કવિવર કાલિદાસે આ શ્લોકપંક્તિમાં અર્થાન્તરન્યાસ દ્વારા સનાતન સત્ય રજૂ કર્યું છે. યશ જેમનું ધન હોય છે તેમને પોતાના શરીર કરતાં પણ યશ વધુ મહાન લાગે છે. યશરૂપી ધનવાળાઓ માટે શરીરની કોઈ જ કિંમત હોતી નથી. તો પછી ઈન્દ્રિયોના અર્થો એટલે કે વિષયોની તો તેમને મન શી કિંમત હોય ? જેમ શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે ઈન્દ્રિયો માટેના ઉપભોગ કરવાના પદાર્થો છે તેમ સંસારમાં સ્ત્રીને પણ ઉપભોગ ગણવામાં આવે છે. આવી સામાન્ય રીતે પ્રચલિત વિચારસરણીને આધારે કાલિદાસે સ્ત્રીને ઈન્દ્રિયાર્થ ગણાવેલ છે. યશોધન વ્યક્તિઓ માટે ઈન્દ્રિયોના વિષયો તુચ્છ હોય છે તેવી જ રીતે રામ પણ ઈન્દ્રિયાર્થ એવી સીતાના શારીરિક સહવાસને યશની સરખામણીમાં તુચ્છ ગણીને તેનો ત્યાગ કરવાનો નિર્ણય લે છે. રામને એ બાબતની ખાતરી છે કે સીતા નિર્દોષ છે, પરંતુ કેવળ પ્રજાની નિંદા દૂર કરવા અને રાજધર્મનું પાલન કરવા સીતાનો ત્યાગ કરવાનો નિશ્વય કરે છે. જો કે રામ તેમનો માનસિક રીતે ત્યાગ કરતા નથી. રામ જેવા યશોધન માટે આવો નિર્ણય જ ઉચિત ગણાય.

       ઉપર્યુક્ત શ્લોકપંક્તિમાં કવિવર કાલિદાસે સુંદર અર્થાન્તરન્યાસ અલંકારનો પ્રયોગ કર્યો છે. આ શ્લોકપંક્તિ રામના ચરિત્રની ઉદારતા દર્શાવે છે.

 

(૬) છાયા હિ ભૂમે: શશિનો મલત્વેનારોપિતા શુધ્ધિમત: પ્રજાભિ: I

કારણ કે લોકોએ પૃથ્વીની છાયાને પવિત્ર ચંદ્રના કલંક તરીકે આરોપી છે.

       લોકાપવાદની વ્યાવહારિકતાને મહત્વ આપતાં રામ ઉપર્યુક્ત પંક્તિ રઘુવંશમ્ ના ૧૪ મા સર્ગમાં ઉચ્ચારે છે.

       સીતા પવિત્ર હોવા છતાં તેને કલંકિત કહેવામાં આવી છે. રામે તો પોતે તેની અગ્નિપરીક્ષા નિહાળી છે એટલે સીતાનું શુધ્ધ ચારિત્ય જાણતા હોવા છતાં લોકોપવાદને કારણે સીતાના ત્યાગનો નિર્ણય લે છે. તેઓ સમજે છે કે લોકનિંદા તદ્દન ખોટી છે પણ લોકનિંદા પ્રત્યેનું કર્તવ્ય પ્રેમ કરતાં પણ વધૂ અગત્યનું છે. તેમ રામ માને છે અને તેથી જ પોતાના ભાઈઓ સમક્ષ સીતાત્યાગનો નિર્ણય રજૂ કરતાં કહે છે કે, ‘હું જાણું છું કે સીતા નિર્દોષ છે. પણ પ્રજામત વધુ શક્તિશાળી છે.આના સમર્થનમાં કવિ સુંદર ઉદાહરણ રજૂ કરે છે કે, કલંક વિનાનો ચંદ્ર લોકદ્રષ્ટિએ કલંકિત છે. હકીકતમાં તો પૃથ્વીનો પડછાયો તેની પર પડે છે માટે તે કલંકિત દેખાય છે. ખુદ કલંકિત નથી. તેમ લોકોનો અભિપ્રાય ખોટો હોવા છતાં તેની ઉપેક્ષા કરી શકાતી નથી.

       કવિ કાલિદાસે અર્થાન્તરન્યાસ અલંકાર પ્રયોજીને પ્રસ્તુત પંક્તિમાં રામના ચરિત્ર પર પ્રકાશ ફેંક્યો છે, એટલું જ નહિં પોતાનું ખગોળશાસ્ત્ર અંગેનું જ્ઞાન પણ દર્શાવ્યું છે.

 

(૭) આજ્ઞા ગુરૂણાં હ્યવિચારણીયા I

વડીલોની આજ્ઞાનો વિચાર કરવો જોઈએ નહીં.

       પ્રસ્તુત પંક્તિ કવિ કાલિદાસવિરચિત રઘુવંશના ૧૪ મા સર્ગમાં લક્ષ્મણની આજ્ઞાંકિતતા અને ભક્તિભાવને વ્યક્ત કરે છે.

       લોકનિંદાને કારણે પ્રજાનું હિત વિચારી રાજા રામ સીતાત્યાગનો નિર્ણય અને તેની અનિવાર્યતા ભાઈઓ સમક્ષ રજૂ કરે છે. રામને લક્ષ્મણના ભક્તિભાવમાં શ્રધ્ધા હોવાથી તેને બોલાવી સીતાને દોહદને બહાને વાલ્મીકિ આશ્રમ બાજુ ત્યજી દેવાની આજ્ઞા કરી. પરશુરામની આજ્ઞાંકિતતાની વાત લક્ષ્મણે સાંભળી હતી કે પિતાની માત્ર આજ્ઞા થવાથી તેણે પોતાની માતાનો જ શિરચ્છેદ કરી નાંખ્યો હતો, કેમ કે વડીલોની આજ્ઞામાં કશો જ વિચાર કરવાનો હોતો નથી પણ તેનો અમલ જ કરવાનો હોય છે. લક્ષ્મણ પણ પિતા સમાન રામની આજ્ઞાને શિરોમાન્ય ગણી માતા સમાન સીતાને ત્યાગવાનું કપરૂં કાર્ય બજાવે છે.

       આ શ્લોકપંક્તિમાં ભારતીય સંસ્કૃતિનો ઊંચો આદર્શ દર્શાવવામાં આવ્યો છે. વડીલ વ્યક્તિની આજ્ઞા અંગે વિચાર કરવો યોગ્ય નથી. વડીલ જે કંઈ આજ્ઞા આપે એ આજ્ઞા યોગ્ય છે કે અયોગ્ય એ અંગે નાના માણસે વિચાર કરવો જોઈએ નહિ. તેણે તો માત્ર વડીલની આજ્ઞાનું પાલન જ કરવાનું હોય છે. આજ્ઞાની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર કરવાનું કાર્ય તો આજ્ઞા આપનાર વડીલ વ્યક્તિનું છે. લક્ષ્મણે પણ મોટાભાઈ રામની આજ્ઞાનું પાલન કરીને ભારતીય સંસ્કૃતિને છાજે તેવું વર્તન કર્યું હતું. સાચે જ સીતાનો ત્યાગ કરવાનું કાર્ય બજાવનાર લક્ષ્મણ દોષમુક્ત છે, પરંતુ ખરેખર તો આ દોષ તો આજ્ઞા આપનાર રામનો છે.

       કવિકુલગુરૂ કાલિદાસે આ શ્લોકપંક્તિમાં લક્ષ્મણની આજ્ઞાંકિતતાને અર્થાન્તરન્યાસ અલંકાર દ્વારા સુંદર રીતે બિરદાવી છે. કવિવરે પ્રયોજેલ અર્થાન્તરન્યાસ અલંકાર તેમનું જીવનદર્શન અભિવ્યક્ત કરે છે. આથી તો કહ્યું છે કે અર્થાન્તરસ્ય વિન્યાસે કાલિદાસો વિશિષ્યતે I

 

(૮) ભૂયો યથા મે જનનાન્તરેઅપિ ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ: I

બીજા જન્મમાં પણ તમે જ ફરીવાર મારા પતિ થાઓ અને (તમારો) વિયોગ ન થાય.

       રઘુવંશના ૧૪ માં સર્ગમાં સીતાના સંદેશમાં આવતું ઉપરોક્ત કથન સીતાના પાત્રને ઉજ્જવળ અને આદર્શ સન્નારી તરીકે રજૂ કરે છે.

       પોતે પવિત્ર છે તેમ રામની નજરમાં સાબિત થયું હોવા છતાં રામે તેનો લોકનિંદાને કારણે ત્યાગ કર્યો છે, એ સાંભળી પ્રથમ તો ઢળી પડે છે પણ લક્ષ્મણ તેને ભાનમાં લાવતાં આ દુ:ખ તેને માટે વધુ અસહ્ય થઈ પડે છે. પછી તે પોતાના ભાગ્યને જ દોષ દે છે. તે પોતાની હૈયાવરાળ લક્ષ્મણ સમક્ષ ઠાલવે છે. આપઘાત કરવાનો વિચાર કરે છે પણ રામનું બીજ ગર્ભમાં હોવાથી તેમ તે કરી શકે એમ નથી. એટલે પ્રસૂતિ બાદ સૂર્યદ્રષ્ટિ રાખીને તપ કરવાનો નિશ્વય કરે છે, જેથી નવા જન્મમાં પણ રામ જ પતિ તરીકે મળે અને વિયોગ થાય નહીં.

       પ્રસ્તુત પંક્તિમાં સીતાની પતિભક્તિ અને પતિપરાયણતા તો વ્યક્ત થયાં જ છે, પણ તે ઉપરાંત વિયોગ પણ ન થાયએ વાક્યમાં તેનો રામ તરફનો નિર્વ્યાજ અને નિ:સ્વાર્થ પ્રેમ જ વ્યક્ત થાય છે.

       ભારતીય સંસ્કૃતિનો ઉચ્ચ આદર્શ સીતામાં મૂર્તિમંત થયેલો જોવા મળે છે.

 

(૯) કૌલીનમીતેન ગૃહાન્નિરસ્તા ન તેન વૈદેહસુતા મનસ્ત: I

લોકનિંદાથી ડરેલા રામે જનકપુત્રીને ઘરમાંથી કાઢી હતી, મનમાંથી નહીં.

       કાલિદાસરચિત રઘુવંશના ૧૪ મા સર્ગમાં આ શ્લોકપંક્તિમાં વજ્રથી ય કઠોર અને પુષ્પથીય કોમળ હ્રદય ધરાવતા રામનું પાત્ર ઊપસ્યું છે.

       સીતાનો ત્યાગ કરીને આવેલા લક્ષ્મણ સીતાનો સંદેશો રામને કહી સંભળાવે છે. રામે ભલે લોકનિંદાને કારણે પ્રજાનું હિત વિચારી સીતાનો તે નિર્દોષ હોવા છતાં ત્યાગ કર્યો, પણ મનથી તો તેને ત્યાગી શકે તેમ હતા નહિ અને એટલે જ્યારે લક્ષ્મણ સીતાનો સંદેશો કહે છે ત્યારે રામ વ્યથિત બનીને રડી પડે છે, તેમનું મુખ અશ્રુભીનું બને છે. આ બાબતને કવિ ખૂબ સુંદર ઉપમા આપે છે, જેમ ચંદ્ર પોષ માસમાં ઝાકળ વરસાવે, તેમ રામ એકાએક આંખમાંથી આસું સારે છે. રામની કરૂણતા કવિએ ખરેખર ખૂબ સુંદર રીતે વ્યક્ત કરી છે. રામના અશ્રુનું કારણ એ જ કે તેમણે સીતાનો ઘરમાંથી ત્યાગ કર્યો હતો પણ મનમાંથી નહીં. રામનો સીતા પ્રત્યેનો પ્રેમ અખંડિત, સ્થિર અને અસ્ખલિત પ્રવાહની જેમ છે.

       પ્રસ્તુત પંક્તિમાં કવિએ રામના પાત્રને એક આદર્શ પ્રેમી અને પતિ તરીકે તાદ્રશ રીતે રજૂ કર્યું છે.

 

પ્રશ્ન:-૧૦ Unit 1 to 4 MCQ

 

પ્રશ્ન:-૧ નીચે આપેલા પ્રશ્નોના એક કે બે વાક્યોમાં ઉત્તર લખો:

 

(૧) કાલિદાસે કેટલી કૃતિઓની રચના કરી છે? કાલિદાસની કૃતિઓનાં નામ જણાવો.

ઉત્તર: કાલિદાસે સાત કૃતિઓની રચના કરી છે. કાલિદાસની કૃતિઓના નામ આ પ્રમાણે છે: (૧) માલવિકાગ્નિમિત્ર (૨) વિક્રમોર્વશીય (૩) અભિજ્ઞાનશાકુન્તલ (૪) કુમારસંભવ (૫) રઘુવંશ (૬) ઋતુસંહાર અને (૭) મેઘદૂત.

 

(૨) કવિ કાલિદાસનાં કેટલાં રૂપકો (નાટકો) છે? કયા કયા?

ઉત્તર: કવિ કાલિદાસે ત્રણ રૂપકોની (નાટકોની) રચના કરી છે: (૧) માલવિકાગ્નિમિત્ર (૨) વિક્રમોર્વશીય અને (૩) અભિજ્ઞાનશાકુન્તલ.

 

(૩) કવિ કાલિદાસે કેટલાં કાવ્યોની રચના કરી છે? તેમનાં નામ આપો.

ઉત્તર: કવિ કાલિદાસે ચાર કાવ્યોની રચના કરી છે: (૧) ઋતુસંહાર (૨) મેઘદૂત (૩) કુમારસંભવ અને (૪) રઘુવંશ.

 

(૪) કાલિદાસે લખેલાં બે મહાકાવ્યો અને બે ખંડકાવ્યોનાં નામ આપો.

ઉત્તર: કાલિદાસે કુમારસંભવ અને રઘુવંશ નામનાં બે મહાકાવ્યોની રચના કરી છે. તેમણે ઋતુસંહાર અને મેઘદૂત નામનાં બે ખંડકાવ્યોની રચના કરી છે.

 

(૫) કાલિદાસે અસ્તિ કશ્વિદ્ વાગ્વિશેષ:પરથી કયાં કાવ્યોની રચના કરી છે?

ઉત્તર: મહાકવિ કાલિદાસે અસ્તિશબ્દથી શરૂઆત કરી કુમારસંભવ’, ‘કશ્વિતશબ્દથી શરૂઆત કરી મેઘદૂતતેમજ વાગ્વિશેષ:શબ્દથી શરૂઆત કરી રઘુવંશએમ ત્રણ કાવ્યોની રચના કરી છે.

 

(૬) રઘુવંશનો કાવ્યપ્રકાર કયો છે? તેમાં કેટલા સર્ગો છે અને કેટલા શ્લોકો છે?

ઉત્તર: રઘુવંશ મહાકાવ્ય છે. તેમાં ૧૯ સર્ગો છે. તેમાં ૧૫૬૯ શ્લોકો છે.

 

(૭) રઘુવંશમાં કયા વંશના રાજાઓનું વર્ણન છે? રઘુવંશના મુખ્ય રાજાઓનાં નામ આપો. રઘુવંશમાં કયા કયા રાજાઓનું વર્ણન છે?

ઉત્તર: રઘુવંશમાં રાજા દિલીપથી શરૂ કરીને અગ્નિવર્ણ સુધીના રઘુવંશના બધા જ રાજાઓનું વર્ણન છે. રઘુવંશમાં દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ એ મુખ્ય રાજાઓનું વર્ણન શરૂઆતના ૧૫ સર્ગોમાં છે.

             ત્યારપછી કુશ, અતિથિ, નિષધ, નલ, નભ, પુંડરીક, ધ્રુવસિધ્ધિ, સુદર્શન અને અગ્નિવર્ણનું વર્ણન છે.

 

(૮) રઘુવંશ મહાકાવ્યને લીધે કાલિદાસને કયું ઉપનામ મળ્યું છે?

ઉત્તર: રઘુવંશ મહાકાવ્યને લીધે કાલિદાસ રઘુકાર કહેવાય છે અને તેમને દીપશિખાકાલિદાસ નું ઉપનામ મળ્યું છે.

 

(૯) કુમારસંભવનો કાવ્યપ્રકાર કયો છે? તેમાં કોની કથા છે?

ઉત્તર: કુમારસંભવ મહાકાવ્ય છે. કુમારસંભવમાં શિવ અને પાર્વતીના લગ્ન અને તેમના દ્વારા તારકાસુરનો વધ કરનાર તેમના પુત્ર કાર્તિકેયના જન્મની કથા છે.

 

(૧૦) કુમારસમ્ભવમ્ મહાકાવ્યની સર્ગસંખ્યા કેટલી છે? તેમાં કોની પ્રણયકથા વર્ણવવામાં આવી છે?

ઉત્તર: મોટા ભાગના વિદ્વાનો માને છે કે કુમારસંભવના આઠ સર્ગો છે. જોકે કુમારસંભવના ૧૭ સર્ગો ઉપલબ્ધ છે.

 

(૧૧) કાલિદાસ કઈ શૈલીના સ્વામી છે? તે શૈલીનાં લક્ષણો જણાવો.

ઉત્તર: કાલિદાસ વૈદર્ભી શૈલીના સ્વામી છે. વૈદર્ભી શૈલીના દસ ગુણો આ પ્રમાણે છે: (૧) શ્લેષ (૨) પ્રસાદ (૩) સમતા (૪) માધુર્ય (૫) સુકુમારતા (૬) અર્થાભિવ્યક્તિ (૭) સૌદર્ય (૮) ઓજસ (૯) ઉદારતા અને (૧૦) કાન્તિ.

 

(૧૨) કાલિદાસની સર્વોત્કૃષ્ટ કૃતિ કઈ છે? તેમાં શેની કથા છે?

ઉત્તર: કાલિદાસની સર્વોત્કૃષ્ટ કૃતિ અભિજ્ઞાનશાકુન્તલમ્છે. તેમાં રાજા દુષ્યન્ત અને શકુન્તલાના પ્રણયની કથા છે.

 

પ્રશ્ન:-૨ નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ દ્વારા ખાલી જગ્યા પૂરો:

 

(૧) કાલિદાસના આશ્રયદાતા ........................ મનાય છે. (વિક્રમાદિત્ય)

 

(૨) ........................ દેવીની કૃપાથી કાલિદાસને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. (કાલી)

 

(૩) પ્રચલિત દંતકથા અનુસાર કાલિદસનો જન્મ ........................... કુટુંબમાં થયો હતો. (બ્રાહ્મણ)

 

(૪) એક પ્રચલિત દંતકથા પ્રમાણે કાલિદાસનું ખૂન .................. માં થયું હતું. (સિલોન)

 

(૫) કાલિદાસને શોધવા માટે ................... સમસ્યાપૂર્તિ જાહેર કરી હતી. (કુમારદાસે)

 

(૬) કાલિદાસ તેમની કૃતિઓને આધારે ભારતની .......................... નગરના નિવાસી હોય એમ માનવામાં આવે છે. (ઉજ્જૈન)

 

(૭) ................. વિન્યાસે કાલિદાસો વિશિષ્યતે I (અર્થાન્તર)

 

(૮) પરંપરાગત મતાનુસાર કાલિદાસ ઈ.સ.પૂર્વે ....................... સદીમાં થઈ ગયા એમ માનવામાં આવે છે. (પ્રથમ)

 

(૯) ગુપ્ત ધન પ્રમાણે કાલિદાસનો સમય ઈ.સ. ની ....................... સદી માનવામાં આવે છે. (પાંચમી)

 

(૧૦) કાલિદાસની કુલ ........................ કૃતિઓ માનવામાં આવે છે. (સાત)

 

(૧૧) કાલિદાસે ................. રૂપકો (નાટકો) ની રચના કરી છે. (ત્રણ)

 

(૧૨) કાલિદાસે ............. મહાકાવ્યોની રચના કરી છે. (બે)

 

(૧૩) કાલિદાસની સર્વોત્કૃષ્ટ નાટ્યકૃતિ ................ છે. (અભિજ્ઞાનશાકુન્તલ)

 

(૧૪) કાલિદાસ .................. શૈલીના સિધ્ધહસ્ત કલાકાર મનાય છે. (વૈદર્ભી)

 

(૧૫) કાલિદાસ ................... અલંકાર માટે પ્રસિધ્ધ છે. (ઉપમા)

 

(૧૬) કાલિદાસનો પ્રિય રસ ................ છે. (શૃંગાર)

 

(૧૭) જર્મન કવિ ………………….. અભિજ્ઞાનશાકુન્તલનું ભાષાંતર વાંચીને નાચી ઊઠ્યા હતા.(ગેટે)

 

(૧૮) કુમારસંભવના શીર્ષકમાં ............................ ના જન્મનો ઉલ્લેખ છે. (કાર્તિકેય)

 

(૧૯) રઘુવંશનો સાહિત્યપ્રકાર ........................ છે. (મહાકાવ્ય)

 

(૨૦) રઘુવંશમાં .................... સર્ગો છે. (૧૯)

 

(૨૧) રઘુવંશનો મુખ્ય રસ .................... છે. (વીર)

 

(૨૨) રઘુવંશ મહાકાવ્યનો આરંભ ................... નામના રાજાના વર્ણનથી થાય છે. (દિલીપ)

 

(૨૩) સૂર્યવંશનો અંતિમ રાજાનું નામ .................... છે. (અગ્નિવર્ણ)

 

(૨૪) સૂર્યવંશનો પ્રથમ રાજા ................ હતો. (મનુ)

 

 

પ્રશ્ન:-૩ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:

 

(૧) સંસ્કૃત સાહિત્યજગતમાં કાલિદાસને ...................... નું બહુમાન મળ્યું છે.

(અ) કવિકુલગુરૂ (બ) આચાર્ય (ક) પંડિત

 

(૨) દંતકથા મુજબ કાલિદાસ ................... ની કૃપાથી જગપ્રસિધ્ધ બન્યા.

(અ) દુર્ગા (બ) કાલી (ક) ગૌરી

 

(૩) એક દંતકથા મુજબ કાલિદાસ શ્રીલંકાના રાજા .................. ના મિત્ર હતા.

(અ) ભોજ (બ) કુમારદાસ (ક) વિક્રમાદિત્ય

 

(૪) કાલિદાસે ........................ નાટકોની રચના કરી છે.

(અ) સાત (બ) બે (ક) ત્રણ

 

(૫) કાલિદાસે ...................... મહાકાવ્યોની રચના કરી છે.

(અ) એક (બ) બે (ક) ત્રણ

 

(૬) કાલિદાસની સૌપ્રથમ નાટ્યકૃતિ .................... છે.

(અ) માલવિકાગ્નિમિત્રમ્ (બ) વિક્રમોર્વશીયમ્ (ક) અભિજ્ઞાનશાકુન્તલમ્

 

(૭) કાલિદાસનું સૌપ્રથમ ખંડકાવ્ય ...................... છે.

(અ) રઘુવંશ (બ) ઋતુસંહાર (ક) મેઘદૂત

 

(૮) કાલિદાસની શ્રેષ્ઠ નાટ્યકૃતિ ...................... છે.

(અ) વિક્રમોર્વશીયમ્ (બ) અભિજ્ઞાનશાકુંતલમ્ (ક) માલવિકાગ્નિમિત્રમ્

 

(૯) .......................... કવિતા સ્વયં વૃતવતી શ્રીકાલિદાસં વરમ્ I

(અ) વૈદર્ભી (બ) પાંચાલી (ક) ગૌડી

 

(૧૦) ...................... કાલિદાસસ્ય I

(અ) ઉપમા (બ) ઉત્પ્રેક્ષા (ક) વિભાવના

 

(૧૧) કાલિદાસે અસ્તિશબ્દથી ..................... કાવ્યની શરૂઆત કરી.

(અ) મેઘદૂત (બ) કુમારસંભવ (ક) રઘુવંશ

 

(૧૨) રઘુવંશનો સાહિત્યપકાર ...................... છે.

(અ) મહાકાવ્ય (બ) ખંડકાવ્ય (ક) નાટક

 

(૧૩) રઘુવંશ મહાકાવ્યનો મૂળસ્ત્રોત .................. છે.

(અ) રામાયણ (બ) મહાભારત (ક) મનુસ્મૃતિ

 

(૧૪) રઘુવંશ .................. માંથી ઉદભવેલો વંશ હતો.

(અ) સૂર્ય (બ) ચંદ્ર (ક) અગ્નિ

 

(૧૫) કાલિદાસે ...................... ને વંદન કરીને રઘુવંશ લખવાનો પ્રારંભ કર્યો છે.

(અ) લક્ષ્મી-વિષ્ણુ (બ) પાર્વતી-પરમેશ્વર (ક) સરસ્વતી-બ્રહ્મા

 

(૧૬) રઘુવંશ મહાકાવ્યની શરૂઆત .................. થી થાય છે.

(અ) નમસ્કાર (બ) વસ્તુનિર્દેશ (ક) પ્રસ્તાવના

 

 

 

 

પ્રશ્ન:-૪ નીચે આપેલા પ્રશ્નોના એક કે બે વાક્યોમાં ઉત્તર લખો:

 

(૧) રઘુવંશના ચૌદમા સર્ગનું નામ જણાવો. તેમાં કેટલા શ્લોકો છે?

ઉત્તર: રઘુવંશના ચૌદમા સર્ગનું નામ સીતાપરિત્યાગછે. તેમાં ૮૭ શ્લોકો છે.

 

(૨) રઘુવંશના ચૌદમા સર્ગમાં મુખ્યત્વે કયો છંદ પ્રયોજાયો છે? રઘુવંશના ચૌદમા સર્ગનો અંતિમ શ્લોક કયા છંદમાં છે?

ઉત્તર: રઘુવંશના ચૌદમા સર્ગમાં મુખ્યત્વે ઉપજાતિછંદ પ્રયોજાયો છે. રઘુવંશના ચૌદમા સર્ગનો અંતિમ શ્લોક મંદાક્રાન્તા છંદમાં છે.

 

(૩) કવિવર કાલિદાસે બે માતાઓને કોની સાથે સરખાવી છે?

ઉત્તર: કવિવર કાલિદાસે પતિનું મૃત્યુ થતાં શોચનીય દશાને પ્રાપ્ત થયેલી કૌશલ્યા અને સુમિત્રાને આધારવૃક્ષ કપાઈ જતાં નિરાધાર બનેલી બે લતાઓ સાથે સરખાવી છે.

 

(૪) બંને માતાઓએ પોતાને વંદન કરતી સીતાને શું કહ્યું?

ઉત્તર: બંને માતાઓએ પોતાને વંદન કરતી સીતાને કહ્યું કે, “હે દીકરી, ઊભી થા. તારા જ પવિત્ર આચરણથી આ નાના ભાઈ લક્ષ્મણની સાથે તારા પતિ રામ મોટી આફતને ખરેખર પાર કરી ગયા છે.

 

(૫) વૃધ્ધ અમાત્યોએ રામ અયોધ્યામાં પ્રવેશે તે પહેલાં શું કર્યું?

ઉત્તર: વૃધ્ધ અમાત્યોએ રામ અયોધ્યા પ્રવેશે તે પહેલાં રઘુવંશના ધ્વજ સમાન રામનો રાજ્યાભિષેક તીર્થસ્થાનોથી લાવેલા સુવર્ણ ઘડાઓમાંનાં જળ વડે પૂરો કર્યો.

 

(૬) સીતાએ રામને પોતાની કઈ ઈચ્છા (દોહદ) દર્શાવી?

ઉત્તર: સીતાએ હિંસક પશુઓથી નીવારના બલિ ખાવામાં આવી રહ્યા છે તેવાં, જેમાં તપસ્વીઓની કન્યાઓ સાથે મિત્રતા બંધાઈ છે તેવાં અને દર્ભ ઘાસવાળા ગંગાના કિનારે આવેલાં તપોવનોમાં ફરીથી જવા માટે ઈચ્છા કરી.

 

(૭) આગ્રહપૂર્વક પૂછાંતા ભદ્ર નામના જાસૂસે રામને તેમના ચરિત્ર અંગેની કઈ લોકવાયકા સંભળાવી?

ઉત્તર: આગ્રહપૂર્વક પૂછાતાં ભદ્ર નામના જાસૂસે કહ્યું કે, “ હે માનવદેવ, રાક્ષસના ઘરે રહેલી રાણી સીતાના સ્વીકાર સિવાય આપના સમગ્ર ચરિત્રના નગરજનો વખાણ કરે છે.’

 

(૮) રામે લક્ષ્મણને શી આજ્ઞા કરી?

ઉત્તર: રામે લક્ષ્મણને આજ્ઞા કરી કે, “હે સૌમ્ય, દોહદને વ્યક્ત કરનારી તારી ભાભી સીતા તપોવનોમાં જવાની ઈચ્છાવાળી છે. તેથી રથ હાંકનાર એવો તું તે બહાના હેઠળ લઈ જવામાં આવનાર તેને (સીતાને) વાલ્મીકિ મુનિના આશ્રમે પહોંચાડીને ત્યજી દેજે.”

 

(૯) લક્ષ્મણ દ્વારા રામની આજ્ઞા સાંભળતાં સીતાની શી સ્થિતિ થઈ?

ઉત્તર: લક્ષ્મણ દ્વારા રામની આજ્ઞા સાંભળતાં જ સંકટરૂપી પવનથી પ્રહાર પામેલી અને જેના અલંકારરૂપી પુષ્પો ખરી પડ્યાં છે તેવી સીતા લતાની જેમ એકાએક પોતાના શરીરની ઉત્પત્તિના મૂળ કારણરૂપ પૃથ્વી ઉપર ઢળી પડી.

 

(૧૦) સીતાએ માફી માંગતાં લક્ષ્મણે શું કહ્યું?

ઉત્તર: સીતાએ માફી માંગતા લક્ષ્મણને કહ્યું કે, “હે ભાઈ, હું તારા પર પ્રસન્ન છું. તું દીર્ઘાયુ બન; કારણ કે વિષ્ણુ જેમ ઈન્દ્રને પરાધીન છે તેમ તું તારા મોટાભાઈને આ રીતે પરાધીન છે.”

 

(૧૧) સીતાના આક્રંદની વન પર શી અસર થઈ?

ઉત્તર: સીતાના આક્રંદની મયૂરોએ નૃત્યનો, વૃક્ષોએ પુષ્પોનો અને હરિણીઓએ ઉપાડેલા દર્ભોનો ત્યાગ કર્યો. તે સીતાના જેવી દુ:ખની લાગણીને પ્રાપ્ત થયેલા વનમાં પણ ખૂબ જ રૂદન થવા લાગ્યું.

 

(૧૨) સીતાએ આશ્રમમાં કેવી રીતે પોતાનું શરીર ટકાવી રાખ્યું?

ઉત્તર: આશ્રમમાં રહેતી, સ્નાનથી પવિત્ર રહેતી, વિધિપૂર્વક અતિથિઓનો સત્કાર કરનારી અને વલ્કલ ધારણ કરતી સીતાએ પતિના વંશવેલાને ચાલુ રાખવા માટે વનનાં ફળોથી શરીરને ટકાવી રાખ્યું.

 

પ્રશ્ન:-૫ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો:

 

(૧) રઘુવંશના ચૌદમા સર્ગનું નામ........................ છે.

(અ) રઘુદિગ્વિજય (બ) દિલીપપરીક્ષા (ક) સીતાપરિત્યાગ

 

(૨) રઘુવંશના ચૌદમા સર્ગમાં ............... શ્લોકો છે.

(અ) ૮૦ (બ) ૮૭ (ક) ૯૦

 

(૩) રઘુવંશના ચૌદમા સર્ગમાં મુખ્યત્વે ..................... રસનું નિરૂપણ થયું છે.

(અ) વીર (બ) કરૂણ (ક) શૃંગાર

 

(૪) રઘુવંશનો ચૌદમો સર્ગ ................. છંદમાં રચાયો છે.

(અ) ઉપજાતિ (બ) વસંતતિલકા (ક) મંદાક્રાન્તા

 

(૫) રામે વનવાસ પૂરો કરી .................... નગરીમાં પ્રવેશ કર્યો.

(અ) હસ્તિનાપુર (બ) મિથિલા (ક) અયોધ્યા

 

(૬) રામના રથમાં ......................... છત્ર ધારણ કર્યું હતું.

(અ) ભરતે (બ) શત્રુઘ્ને (ક) લક્ષ્મણે

 

(૭) સીતા .................... આપેલા શાશ્વત શરીરે લગાડવાને લેપને ધારણ કરતી હતી.

(અ) અરૂન્ધતીએ (બ) અનસૂયાએ (ક) કૌસલ્યાએ

 

(૮) રામે ............. ને પુષ્પક વિમાન લઈ જવા માટે રજા આપી.

(અ) વિભીષણ (બ) સુગ્રીમ (ક) કુબેર

 

(૯) સીતાને .................. ના કિનારે આવેલા તપોવનોમાં ફરીથી જવા માટે ઈચ્છા કરી.

(અ) તમસા (બ) ગંગા (ક) સરયૂ

 

(૧૦) રામે ભદ્ર નામના ................. ને પોતાના ચરિત્રને વિશે લોકોમાં સંભળાતી વાત પૂછી.

(અ) જાસૂસ (બ) મંત્રી (ક) મિત્ર

 

(૧૧) રામે ............... ને ભેગા કરીને પોતાના વિશેની લોકનિંદાને કહી.

(અ) મંત્રીઓ (બ) માતાઓ (ક) નાના ભાઈઓ

 

(૧૨) પિતાની આજ્ઞાથી પરશુરામે .................... પર દુશ્મનની જેમ પ્રહાર કર્યો હતો.

(અ) પત્ની (બ) માતા (ક) ભાઈ

 

(૧૩) પતિ દ્વારા ત્યજાયેલી સીતાએ .................... ની વારંવાર નિંદા કરી.

(અ) રામ (બ) લક્ષ્મણ (ક) પોતાની જાત

 

(૧૪) લક્ષ્મણે સીતાને ................... ના નિવાસસ્થાનનો રસ્તો બતાવ્યો.

(અ) વસિષ્ઠ (બ) વાલ્મીકિ (ક) જનક

 

(૧૫) સીતાએ ગભરાયેલી ................. ની જેમ મોટા અવાજે આક્રંદ કર્યૂં.

(અ) ટીટોડી (બ) હરિણી (ક) ચક્રવાકી

 

(૧૬) ઉરજ” શબ્દનો અર્થ .................. થાય.

(અ) કુટિર (બ) હરણ (ક) ન રોકી શકાય તેવું

 

(૧૭) નીવારશબ્દનો અર્થ ................ થાય.

(અ) પર્ણકુટિ (બ) યવ (ક) સામા નામનું ધાન્ય

 

(૧૮) નિષાદશબ્દનો અર્થ ..................થાય.

(અ) શિકારી (બ) જાસૂસ (ક) મંત્રી

 

(૧૯) રામ ઝાકળ વરસાવતા ..................... માસના ચંદ્રની જેમ એકાએક આંસુવાળા બન્યા.

(અ) કારતક (બ) પોષ (ક) ફાગણ

 

(૨૦) પ્રાસાદશબ્દનો અર્થ ............... થાય.

(અ) આશ્રમ (બ) મહેલ (ક) નગર

 

પ્રશ્ન:-૬ જોડકા જોડો:

 

વિભાગ                     વિભાગ

(૧) ઈક્ષ્વાકુવંશપ્રભાવ:          (૧) રામ:

(૨) રઘૂત્તમ:                     (૨) રામ:

(૩) દશમુખરિપુ:                (૩) રામ:

(૪) વૈદેહસુતા                   (૪) સીતા

(૫) જનકાત્મજા                 (૫) સીતા

(૬) રઘુવીરપત્ની                (૬) સીતા

(૭) વિદેહાધિપતિ:               (૭) જનક:

(૮) કૈલાસનાથ:                 (૮) કુબેર:

(૯) સુરારિ:                      (૯) રાવણ:

(૧૦) સૌમિત્રિ:                   (૧૦) લક્ષ્મણ:

(૧૧) ભરતસ્ય માતુ:            (૧૧) કૈકેયી

(૧૨) ચમૂનાં નેતા               (૧૨) કાર્તિકેય:

(૧૩) ભાગીરથી                 (૧૩) ગન્ગા

(૧૪) જહ્નો: દુહિત્રા               (૧૪) ગન્ગા

(૧૫) કૌલીનમ્                  (૧૫) લોકાપવાદ:

(૧૬) ધરિત્રીમ્                  (૧૬) પૃથિવી

(૧૭) ક્ષિતિ:                     (૧૭) પૃથિવિ

(૧૮) સૂર્યપ્રભવ:                 (૧૮) રઘુવંશ:

(૧૯) આશ્રમ                    (૧૯) વાલ્મીકિ

(૨૦) પુષ્પકમ્                   (૨૦) વિમાનમ્

(૨૧) પરિણેતુ:                  (૨૧) પતિ:

(૨૨) ભાર્ગવ:                   (૨૨) પરશુરામ:

(૨૩) કાલિદાસ:                 (૨૩) કવિકુલગુરૂ:

(૨૪) દીપશિખા                 (૨૪) દાલિદસ:

(૨૫) રઘુવંશમ્                  (૨૫) મહાકાવ્ય

(૨૬) ઉપમા                     (૨૬) કાલિદાસસ્ય

(૨૭) અસ્તિ                     (૨૭) કુમારસમ્ભવમ્

(૨૮) કશ્વિત્                     (૨૮) મેઘદૂતમ્

(૨૯) વાગ્વિશેષ:                (૨૯) રઘુવંશમ્

(૩૦) વન્દે                      (૩૦) પાર્વતીપરમેશ્વરૌ

 

      

1 comment:

  1. Raghuvansh 5 mahakavyo manu ek mahakavy che jema 19 sarga che.jema 14 ma sarga ni vaat karvma aavi che.

    ReplyDelete